Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 3 dharmnu lakshaN,4 samyagdarshannu lakshaN,5 Aptnu lakshaN,6 vitarAg lakshaN,7 AptvAchak nAmo yA hitopadeshinu swarup,8 vitarAgi devno upadesh dewAni ichchhA kem thAy.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 17

 

Page -3 of 315
PDF/HTML Page 21 of 339
single page version

द्रष्टिश्च तत्त्वार्थश्रद्धानं, ज्ञानं च तत्त्वार्थप्रतिपत्तिः वृत्तं चारित्रं पापक्रियानिवृत्तिलक्षणं सन्ति समीचीनानि च तानि द्रष्टिज्ञानवृत्तानि च ‘धर्मं’ उक्तस्वरूपं ‘विदुः’ वदन्ति प्रतिपादयन्ते के ते ? ‘धर्मेश्वराः’ रत्नत्रयलक्षणधर्मस्य ईश्वरा अनुष्ठातृत्वेन प्रतिपादकत्वेन च स्वामिनो जिननाथाः कुतस्तान्येव धर्मो न पुनर्मिथ्यादर्शनादीन्यपीत्याहयदीयेत्यादि येषां सद्दृष्टयादीनां सम्बन्धीनि यदीयानि तानि च तानि प्रत्यनीकानि च प्रतिकूलानि मिथ्यादर्शनादीनि ‘भवन्ति’ सम्पद्यन्ते का ? ‘भवपद्धतिः’ संसारमार्गः अयमर्थःयतः सम्यग्दर्शनादिप्रतिपक्षभूतानि मिथ्यादर्शनादीनि संसारमार्गभूतानि अतः सम्यग्दर्शनादीनि

(ધાર્મનું લક્ષણ)
શ્લોક ૩

અન્વયાર્થ :[धर्मेश्वराः ] ધર્મના પ્રતિપાદક તીર્થંકરદેવ [सद्दृष्टिज्ञानवृत्तानि ] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રને (ત્રણેયની એકતાને) [धर्मं ] ધર્મ [विदुः ] કહે છે. [यदीयप्रत्यनीकानि ] તેનાથી (સમ્યગ્દર્શનાદિથી) જે વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે તે [भवपद्धतिः ] સંસાર - પરિભ્રમણનું કારણ [भवन्ति ] છે.

ટીકા :दृष्टि’ એટલે તત્ત્વાર્થશ્રદ્ધાન ( - તત્ત્વ - સ્વરૂપસહિત અર્થનું - જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન, ज्ञानं’ એટલે તત્ત્વાર્થપ્રતિપત્તિતત્ત્વાર્થની પ્રતિપત્તિતત્ત્વાર્થનું જ્ઞાન અને वृत्तं’ એટલે પાપક્રિયાઓથી નિવૃત્તિરૂપ ચારિત્ર. તે અર્થાત્ દર્શન - જ્ઞાન - ચારિત્ર ત્રણે સમીચીન - સમ્યગ્ છે. धर्मं’ ઉક્ત સ્વરૂપવાળાં દર્શન - જ્ઞાન - ચારિત્રને ધર્મ विदुः’ કહે છે. કોણ કહે છે? धर्मेश्वराः’ રત્નત્રયસ્વરૂપ ધર્મના ઈશ્વર અર્થાત્ તેનું આચરણ કરનાર અને તેનો ઉપદેશ કરનાર સ્વામી જિનનાથ (ભગવાન જિનેન્દ્રદેવ). શા કારણે તે જ (સમ્યગ્દર્શનાદિ જ) ધર્મ છે અને મિથ્યાદર્શનાદિ ધર્મ નથી? તે કહે છેयदीयेत्यादि’ કારણ કે જે કાંઈ સમ્યગ્દર્શનાદિ છે તેનાથી તે પ્રતિકૂલ (વિપરીત) મિથ્યાદર્શનાદિ भवन्ति’ છે. का’ તે શું છે? भवपद्धतिः’ તે સંસારનો માર્ગ છે. તેનો આ અર્થ છેઃ

કારણ કે સમ્યગ્દર્શનાદિનાં પ્રતિપક્ષરૂપ જે મિથ્યાદર્શનાદિ છે તે સંસારના માર્ગભૂત १. प्रमाणैः प्रसिद्धान्यतः कारणात् ख० प्रसिद्धान्यतः सम्यग्दर्शनादीन्यपवर्गसुख घ०


Page -2 of 315
PDF/HTML Page 22 of 339
single page version

स्वर्गापवर्गसुखसाधकत्वाद्धर्मरूपाणि सिद्ध्यन्तीति ।।।। (કારણભૂત) છે. તેથી સમ્યગ્દર્શનાદિ સ્વર્ગ - મોક્ષના સાધક હોવાથી તે ધર્મરૂપ સિદ્ધ થાય છે.

ભાવાર્થ :જિનેન્દ્રદેવે સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રને (ત્રણેની એકતાને) ધર્મ અર્થાત્ મોક્ષમાર્ગ કહ્યો છે અને તેનાથી વિપરીત મિથ્યાદર્શન - જ્ઞાન - ચારિત્રને સંસારમાર્ગ કહ્યો છે. સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મ - રત્નત્રયરૂપ ધર્મ સુખનું કારણ છે અને મિથ્યાદર્શનાદિરૂપ અધર્મ સંસારપરિભ્રમણરૂપ દુઃખનું કારણ છે.

વિશેષ

વિપરીત (અન્યથા) અભિનિવેશ (અભિપ્રાય) રહિત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે અને સમ્યગ્દર્શન - જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક્ચારિત્ર છે.

‘‘......શ્રી પ્રવચનસારમાં પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કેતત્ત્વશ્રદ્ધાન-જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં, પણ મોક્ષમાર્ગ નથી તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્ત્વશ્રદ્ધાન - જ્ઞાનથી પણ મોક્ષમાર્ગ નથી, પણ એ ત્રણે મળતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે........’’

‘‘અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ તેમને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આ ભ્રમણાને ‘મિથ્યાદર્શન’ અથવા ખોટી માન્યતા કહે છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ ખોટું હોય; તે ખોટા જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન’ કહે છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને ‘મિથ્યાચારિત્ર’ કહે છે. અનાદિથી જીવોને ‘મિથ્યાદર્શન

- જ્ઞાન - ચારિત્ર’ ચાલ્યાં આવે છે; તેથી તેઓ સંસારપરિભ્રમણનાં દુઃખ ભોગવી

રહ્યા છે. १. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।।।। મોક્ષશાસ્ત્ર. ૨. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૩૧૯. ૩. ગુજરાતી મોક્ષશાસ્ત્ર પૃષ્ઠ ૯.


Page -1 of 315
PDF/HTML Page 23 of 339
single page version

ચરણાનુયોગનું વિધાન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પૃ. ૨૮૩ પર છે, તેનો ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છેઃ

‘‘ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે, પરંતુ તેમાં સાધનાદિ છે તે પણ ઉપચારથી ધર્મ છે. ત્યાં વ્યવહારનયની પ્રધાનતાથી નાના પ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે નિશ્ચય ધર્મમાં તો કાંઈ ગ્રહણ

- ત્યાગનો વિકલ્પ જ નથી, તથા નીચલી અવસ્થામાં વિકલ્પ છૂટતો નથી. તેથી

આ જીવને ધર્મ વિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મસાધનાદિ કાર્યોને ગ્રહણ કરવાનો આમાં ઉપદેશ છે. પૃષ્ઠ ૨૮૩.

‘‘વળી જ્યાં નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે તત્ત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ. તેનું જે નિશ્ચયરૂપ છે તે તો ભૂતાર્થ છે તથા વ્યવહારરૂપ છે તે ઉપચાર છે. એવા શ્રદ્ધાન સહિત વા સ્વ-પરના ભેદવિજ્ઞાનાદિ વડે પરદ્રવ્યોમાં રાગાદિ છોડવાના પ્રયોજનસહિત તે તત્ત્વોનું શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ. એવા શ્રદ્ધાનથી અરિહંતાદિક વિના અન્ય દેવાદિ જૂઠા ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે, તેનું પણ નિરૂપણ કરીએ છીએ.’’ પૃષ્ઠ ૨૮૪.

‘‘સમ્યગ્જ્ઞાનના અર્થે સંશયાદિ રહિતપણે એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો ઉપદેશ આપીએ છીએ તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે; તેથી તે પ્રયોજન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ પણ સ્વયં થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ.’’ પૃષ્ઠ ૨૮૪.

‘‘તથા સમ્યક્ચારિત્ર અર્થે રાગાદિ દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ, ત્યાં એકદેશ વા સર્વદેશ પાપક્રિયાથી તે છૂટે છે. વળી મંદ રાગથી શ્રાવક - મુનિઓનાં વ્રતોની પ્રવૃત્તિ થાય છે, તથા મંદ રાગાદિનો પણ અભાવ થતાં શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ.’’ પૃષ્ઠ ૨૮૪.

સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહો કે તેને સત્યાર્થ ધર્મનું સ્વરૂપ કહો - બંને એક જ છે.

અહીં ટીકાકારે નિશ્ચય સાથેના વ્યવહારધર્મને ‘ધર્મ’ના અર્થમાં ઘટાવ્યો છે. કારણ કે તેમણે ટીકામાં સમ્યગ્દર્શનાદિને સ્વર્ગ - મોક્ષસુખનું સાધક કહ્યું છે.


Page 0 of 315
PDF/HTML Page 24 of 339
single page version

तत्र सम्यग्दर्शनस्वरूपं व्याख्यातुमाह

श्रद्धानं परमार्थानामाप्तागमतपोभृताम्
त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ।।।।

सम्यग्दर्शनं भवति किं ? ‘श्रद्धानं’ रुचिः केषां ? ‘आप्तागमतपोभृतां’

શાસ્ત્રોમાં નીચે પ્રમાણે ‘ધર્મ’નો અર્થ કરેલો જોવામાં આવે છે

૧. નિશ્ચય ધાર્મ :જે સ્વાશ્રિત છે અને સાક્ષાત્ મોક્ષનું કારણ છે.

૨. વ્યવહાર ધાર્મ :રૂઢિથી કહેવાતો શુભરાગરૂપ ધર્મ તે પરાશ્રિત છે અને સંસારનું કારણ છે.

૩. નિશ્ચય સાથે વ્યવહાર ધાર્મ :જ્યાં અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી હોય છે તેનાથી સંવર - નિર્જરા થાય છે અને અંશે અશુદ્ધિ હોય છે તેનાથી આસ્રવ અને બંધ થાય છે. ચોથા ગુણસ્થાનથી અર્થાત્ અવિરત સમ્યગ્દ્રષ્ટિથી આ ધર્મની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં કેટલાક ઠેકાણે આ ધર્મને જ મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એકલા વ્યવહાર ધર્મને નહિ.

ધર્મના અનેક અર્થો થાય છે, માટે પૂર્વાપર જેવો સંબંધ હોય તેવો તેનો અર્થ વિચારવો. કહ્યું છે કે

‘‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ’’ ૩. તેમાં સમ્યગ્દર્શનના સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં કહે છે

(સમ્યગ્દર્શનનું લક્ષણ)
શ્લોક ૪

અન્વયાર્થ :[परमार्थानाम् ] પરમાર્થભૂત (સાચા) [आप्तागमतपोभृताम् ] દેવ - શાસ્ત્ર - તપસ્વીનું [त्रिमूढापोढम् ] ત્રણ મૂઢતા રહિત [अष्टाङ्गम् ] આઠ અંગ સહિત અને [अस्मयम् ] આઠ મદ રહિત [श्रद्धानं ] શ્રદ્ધાન કરવું તે [सम्यग्दर्शनम् ] સમ્યગ્દર્શન છે.

ટીકા :आप्तागमतपोभृतां सम्यग्दर्शनम्’ આપ્તઆગમ - તપસ્વીનું જે સ્વરૂપ


Page 1 of 315
PDF/HTML Page 25 of 339
single page version

वक्ष्यमाणस्वरूपाणां न चैवं षड्द्रव्यसप्ततत्त्वनवपदार्थानां श्रद्धानमसंगृहीतमित्याशंकनीयं

आगमश्रद्धानादेव तच्छ्रद्धानसंग्रहप्रसिद्धेः अबाधितार्थप्रतिपादकमाप्तवचनं ह्यागमः

तच्छ्रद्धाने तेषां श्रद्धानं सिद्धमेव किंविशिष्टानां तेषां ? ‘परमार्थानां’ परमार्थभूतानां न पुनर्बौद्धमत इव कल्पितानां कथंभूतं श्रद्धानं ? ‘अस्मयं’ न विद्यते वक्ष्यमाणो ज्ञानदर्पाद्यष्टप्रकारः स्मयो गर्वो यस्य तत् पुनरपि किंविशिष्टं ? ‘त्रिमूढापोढं’ त्रिभिर्मूढैर्वक्ष्यमाणलक्षणैरपोढं रहितं यत् ‘अष्टांगं’ अष्टौ वक्ष्यमाणानि निःशंकितत्वादीन्यंगानि स्वरूपाणि यस्य ।।।। કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા આપ્ત - આગમ - તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. કેવા વિશેષતાવાળા આપ્ત - આગમ - તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે? परमार्थानाम्’ પરમાર્થભૂત આપ્ત - આગમ - તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે, પરંતુ બૌદ્ધાદિ મતમાં જેવા કલ્પિત આપ્ત - આગમ - તપસ્વી છે તેવાનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન નથી. કેવું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે? अस्मयं’ ‘त्रिमूढापोढं’ ‘अष्टाङ्गं’ જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એવા સ્વરૂપવાળા જ્ઞાન, દર્પાદિ આઠ પ્રકારના મદથી રહિત, જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળી ત્રણ મૂઢતા રહિત અને જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા નિઃશંકિતત્વાદિ આઠ અંગો સહિત શ્રદ્ધાન કરવું, રુચિ કરવી તે સમ્યગ્દર્શન છે.

અહીં કોઈ શંકા કરે કે અન્ય શાસ્ત્રમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે, પણ અહીં આચાર્યે દેવ - આગમ - તપસ્વીની પ્રતીતિને સમ્યગ્દર્શન કહીને અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદિત લક્ષણનો સંગ્રહ કર્યો નથી. તો એવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે આગમના શ્રદ્ધાનથી જ છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ લક્ષણનો સંગ્રહ થઈ જાય છે. કેમ કે अबाधितार्थ प्रतिपादकमाप्त वचनं ह्यागमः’ અબાધિત અર્થનું કથન કરનાર આપ્તનું વચન તે જ આગમ છે. તેથી આગમના શ્રદ્ધાનમાં જ છ દ્રવ્યાદિનું શ્રદ્ધાન સંગ્રહિત થઈ જાય છે.

ભાવાર્થ :સાચા દેવ, સાચા આગમ અને સાચા ગુરુએ ત્રણેનું ત્રણ મૂઢતા રહિત, અષ્ટઅંગ સહિત અને આઠ મદ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. १. आप्तागमश्रद्धानादेव ख० २. बौद्धमत इव घ० ३. न विद्यंते स्मया वक्ष्यमाणा यत्र इत्यादिपाठः ख० ४. कथंभूतं ख०


Page 2 of 315
PDF/HTML Page 26 of 339
single page version

तत्र सद्दर्शनविषयतयोक्तस्याप्तस्य स्वरूपं व्याचिख्यासुराह

વિશેષ

પ્રશ્ન : મોક્ષશાસ્ત્રાદિ ગ્રંથોમાં તત્ત્વોનાં શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. જ્યારે અહીં સાચાં દેવ - શાસ્ત્ર અને ગુરુનાં શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. તો બંને લક્ષણોમાં વિરોધ આવશે?

સમાધાાન :ના, વિરોધ નહિ આવે, કારણ કે પદાર્થોનું પ્રતિપાદન કરનાર સાચા દેવ છે. તેમનાં અબાધિત વચનને જ આગમ કહેવામાં આવે છે. તે આગમના શ્રદ્ધાનથી તેમાં કહેલાં તત્ત્વોનું - પદાર્થોના શ્રદ્ધાનનું ગ્રહણ આપોઆપ આવી જાય છે. આ રીતે જ્યાં પદાર્થોના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે ત્યાં તેના પ્રતિપાદક દેવનાં શ્રદ્ધાનનું ગ્રહણ સ્વયં આવી જાય છે.

સત્યાર્થ આપ્ત વિના સત્યાર્થ આગમ કેવી રીતે પ્રગટે? અને બાધારહિત આગમના સાચા ઉપદેશ વિના સાત તત્ત્વાદિનું શ્રદ્ધાન કેવી રીતે થાય? તેથી તત્ત્વાદિનાં શ્રદ્ધાનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.

મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે

‘‘અરિહંતનાં જે વિશેષણો છે તેમાં કેટલાક જીવાશ્રિત છે અને કોઈ પુદ્ગલાશ્રિત છે, તેમાંથી જીવના યથાવત્ વિશેષણો જાણે તો જીવ મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.’’

(જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, સાતમો અધિકાર, પૃષ્ઠ ૨૨૬.)

‘‘સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ છે. એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને જીવ યથાવત્ ઓળખે તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ. (પૃષ્ઠ ૨૨૭).

‘‘અહીં (આગમમાં તો) અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, તેથી આ જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે. તેને (અજ્ઞાની) ઓળખતો નથી. કેમ કે જો એ ઓળખાણ થઈ જાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.’’ (પૃષ્ઠ ૨૨૮)

આ સિદ્ધાંતને અનુસરી આ ગાથામાં નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપી છે. ૪. તેમાં સમ્યગ્દર્શનના વિષયરૂપે કહેલા આપ્તનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી કહે છે


Page 3 of 315
PDF/HTML Page 27 of 339
single page version

आप्तेनोत्सन्नदोषेण सर्वज्ञेनागमेशिना
भवितव्यं नियोगेन नान्यथा ह्याप्तता भवेत् ।।।।

‘आप्तेन, भवितव्यं, ‘नियोगेन’ निश्चयेन नियमेन वा किंविशिष्टेन ? ‘उत्सन्नदोषेण’ नष्टदोषेण तथा ‘सर्वज्ञेन’ सर्वत्र विषयेऽशेषविशेषतः परिस्फु टपरिज्ञानधृता नियोगेन भवितव्यं तथा ‘आगमेशिना’ भव्यजनानां हेयोपादेयतत्त्वप्रतिप्रतिहेतुभूतागमप्रतिपादकेन

नियमेन भवितव्ययं कुत एतदित्याह‘नान्यथा ह्याप्तता भवेत्’ ‘हि’ यस्मात् अन्यथा

उक्तविपरीतप्रकारेण, आप्तता न भवेत् ।।।।

(આપ્તનું લક્ષણ)
શ્લોક ૫

અન્વયાર્થ :[आप्तेन ] આપ્ત [नियोगेन ] નિયમથી [उत्सन्नदोषेण ] અઢાર દોષ રહિત વીતરાગ, [सर्वज्ञेन ] સર્વજ્ઞ અને [आगमेशिना ] આગમના ઇશ અર્થાત્ આગમના ઉપદેશક - હિતોપદેશી [भवितव्यम् ] હોવા જોઈએ. [अन्यथा हि ] કારણ કે કોઈ બીજી રીતે [आप्तता ] આપ્તપણું (સાચું દેવપણું) [न भवेत् ] હોઈ શકે નહિ.

ટીકા :आप्तेन’ આપ્ત હોવા જોઈએ, नियोगेन’ નિશ્ચયથી અથવા નિયમથી. કેવા વિશેષતાવાળા આપ્ત હોવા જોઈએ? उत्सन्नदोषेण’ જેમના દોષ નાશ પામ્યા છે તેવા હોવા જોઈએ અર્થાત્ દોષ રહિત હોવા જોઈએ તથા सर्वज्ञेन’ સમસ્ત વિષયોમાં કાંઈપણ બાકી રહ્યા વિના સંપૂર્ણ વિશેષતાઓથી પરિસ્પષ્ટ સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા (અર્થાત્ કાંઈપણ બાકી રહ્યા વિના સંપૂર્ણ દ્રવ્ય - ગુણ - પર્યાયનું પરિસ્પષ્ટ, સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા) હોવા જોઈએ. તથા आगमेशिना’ ભવ્ય જીવોને હેય - ઉપાદેય તત્ત્વોની પ્રતિપત્તિના (તત્ત્વોના જ્ઞાનના) કારણભૂત જે આગમ છે તેના પ્રતિપાદક (ઉપદેશક) નિયમથી હોવા જોઈએ. શા કારણે એવા હોવા જોઈએ? તે કહે છેनान्यथा हि आप्तता भवेत्’ કારણ કે અન્યથા અન્ય પ્રકારે કહ્યું તેનાથી વિપરીત પ્રકારે આપ્તપણું હોઈ શકે નહિ. (વીતરાગતા, સર્વજ્ઞતા અને આગમેશિતા - હિતોપદેશકતા આ ત્રણ વિશેષતાઓના અભાવમાં આપ્તપણું હોઈ શકે નહિ.) १. ‘च्छि’ पाठान्तरं घ० २. नियोगेन, ख, ग


Page 4 of 315
PDF/HTML Page 28 of 339
single page version

ભાવાર્થ :જેનામાં વીતરાગતા (નિર્દોષપણું), સર્વજ્ઞતા અને પરમહિતોપદેશક- પણું એ ત્રણ ગુણ હોય તેને જ આપ્ત કહે છે, આ ત્રણ લક્ષણ (ગુણ) વિના આપ્તપણું સંભવી શકે નહિ.

આપ્તમાં ક્ષુધા - તૃષાદિક અઢાર દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે - વીતરાગ છે. તેઓ ત્રિકાલવર્તી સમસ્ત ગુણ - પર્યાય સહિત સમસ્ત જીવ - પુદ્ગલ, ધર્મ - અધર્મ, આકાશ, કાલના અનંત પર્યાયોને યુગપત્ પ્રત્યક્ષ જાણે છે, તેથી તેઓ સર્વજ્ઞ છે અને તેઓ દિવ્યધ્વનિ દ્વારા દ્વાદશાંગ આગમના મૂળ ઉપદેશક છે. તેથી તેઓ આગમના ઇશ (સ્વામી) છે.

વિશેષ

પ્રશ્ન :આપ્તનાં આ ત્રણ લક્ષણો કેમ કહ્યાં? એક નિર્દોષતામાં (વીતરાગતામાં) જ બધાં લક્ષણો ન આવી જાય?

સમાધાાન :પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલાદિમાં ક્ષુધા, તૃષા, રાગ, દ્વેષાદિક દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે. હવે નિર્દોષતા જ આપ્તનું લક્ષણ હોય તો પુદ્ગલ આદિ આપ્ત ઠરે, પણ આપ્ત તો ચેતન છે અને પુદ્ગલાદિક તો જડ છે; તેથી જડ ચેતન ઠરે. એ અતિવ્યાપ્તિ દોષ આવે.

જો નિર્દોષતા (વીતરાગતા) અને સર્વજ્ઞતા એ બે લક્ષણો જેમાં હોય, તેને આપ્ત માનવામાં આવે તો તે બે લક્ષણો તો સિદ્ધમાં પણ છે, તેથી તે પણ આપ્ત ઠરે, પણ તેમનામાં હિતોપદેશીપણાનો અભાવ છે તેથી તેઓ આપ્ત નથી. તેમાં પણ અતિવ્યાપ્તિ દોષ આવે.

માટે વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમહિતોપદેશકતા એ ત્રણે ગુણો સહિત દેવાધિદેવ પરમ ઔદારિક શરીરમાં તિષ્ઠતા ભગવાન સર્વજ્ઞ વીતરાગ અરહંતને જ ૧. ‘‘જે લક્ષ્ય તથા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે, ત્યાં અતિવ્યાપ્તિપણું જાણવું

જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ’ કહ્યું, ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ્ય જે આત્મા તેમાં પણ હોય
છે, તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષ સહિત
લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિક પણ આત્મા થઈ જાય, એ દોષ
આવે.....’’
(ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશકપૃષ્ઠ ૩૧૯.)


Page 5 of 315
PDF/HTML Page 29 of 339
single page version

अथ के पुनस्ते दोषा ये तत्रोत्सन्ना इत्याशंक्याह

क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः
न रागद्वेषमोहाश्च यस्माप्तः स प्रकीर्त्यते ।।।।

क्षुच्च बुभुक्षा पिपासा च तृषा जरा च वृद्धत्वं आतङ्कश्च व्याधिः जन्म च कर्मवशाच्चतुर्गतिषूत्पतिः अन्तकश्च मृत्युः भयं चेहपरलोकात्राणागुप्ति- આપ્તપણું છે, બીજા કોઈને નહિએમ નિશ્ચય કરવો. આ જ આપ્તનું નિર્દોષ લક્ષણ છે.

અહીં આપ્તનું સ્વરૂપ કહ્યું છે. તેને યથાવત્ જીવાશ્રિત અને પુદ્ગલાશ્રિત એવાં વિશેષણોના ભેદજ્ઞાનપૂર્વક જાણે તે જીવ મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. એ હેતુથી શ્લોક ૫ થી ૮ સુધી આપ્તનું સ્વરૂપ આપ્યું છે. ૫.

હવે વળી તે દોષો ક્યા છે? જે તેમનામાં (આપ્તમાં) નાશ પામ્યા છે. એવી આશંકા ઉઠાવીને કહે છે

અઢાર દોષ રહિત આપ્ત (દેવ)નું લક્ષણ

(વીતરાગ લક્ષણ)
શ્લોક ૬

અન્વયાર્થ :[यस्य ] જેમને [क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः ] ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, જન્મ, મરણ, ભય, ગર્વ, [रागद्वेषमोहाः ] રાગ, દ્વેષ, મોહ, [च ] અને (આશ્ચર્ય, અરતિ, ખેદ, મદ અથવા શોક, નિદ્રા, ચિન્તા, સ્વેદ) એ અઢાર દોષો [न ](सन्ति) હોય, [सः ] તે [आप्तः ] આપ્ત (સાચા દેવ) [प्रकीर्त्यते ] કહેવાય છે.

ટીકા :क्षुध’ - ખાવાની ઇચ્છા (ભૂખ), पिपासा’ - તૃષા (તરસ), जरा’ - વૃદ્ધત્વ (ઘડપણ), आतङ्क’ - વ્યાધિ (રોગ), जन्म’ - કર્મવશાત્ ચતુર્ગતિમાં ઉત્પત્તિ, अन्तकः’ - મૃત્યુ, भय’ - આ લોકનો, પરલોકનો, અરક્ષાનો, અગુપ્તિનો, મરણનો, વેદનાનો અને અકસ્માતનો એ સાત પ્રકારનો ભય, स्मयः’ - જાતિ - કુલાદિનો દર્પ - ગર્વ, १. येत्रोत्सन्ना घ०


Page 6 of 315
PDF/HTML Page 30 of 339
single page version

मरणवेदनाऽऽकस्मिकलक्षणं स्मयश्च जातिकुलादिदर्पः रागद्वेषमोहाः प्रसिद्धाः चशब्दाच्चिन्ताऽरतिनिद्राविस्मय मदस्वेदखेदा गृह्यन्ते एतेऽष्टादशदोषा यस्य न सन्ति स आप्तः ‘प्रकीर्त्यते’ प्रतिपाद्यते ननु चाप्तस्य भवेत् क्षुत्, क्षुदभावे आहारादौ प्रवृत्त्यभावाद्देहस्थितिर्न स्यात् अस्ति चासौ, तस्मादाहारसिद्धिः तथा हि भगवतो देहस्थितिराहारपूर्विका, देहस्थितित्वादस्मदादिदेहस्थितिवत् जैनेनोच्यतेअत्र किमाहारमात्रं साध्यते कवलाहारो वा प्रथमपक्षे सिद्धसाधनता ‘आसयोगकेवलिन रागद्वेषमोहाः’ - રાગ, દ્વેષ, મોહ એ દોષો તો પ્રસિદ્ધ છે - શબ્દથી ચિંતા, અરતિ, નિદ્રા, વિસ્મય (આશ્ચર્ય), મદ, અથવા વિષાદ (શોક), સ્વેદ અને ખેદએ દોષો લેવા. આ અઢાર દોષો यस्य’ જેને न’(सन्ति) હોય, सः’ - તે आप्तः’ આપ્ત (દેવ) प्रकीर्त्यते’ - કહેવાય છે.

પ્રશ્ન :આપ્ત (ભગવાન)ને ક્ષુધા હોવી જોઈએ. (કેમ કે) ક્ષુધાદિના અભાવમાં આહારાદિકની પ્રવૃત્તિ નહિ હોય અને આહારાદિકમાં પ્રવૃત્તિ નહિ હોવાથી દેહની સ્થિતિ નહિ બને. (દેહની સ્થિતિ ટકી શકશે નહિ). પરંતુ આપ્ત ભગવાનને દેહની સ્થિતિ તો છે તેથી તેમને આહારની સિદ્ધિ છે. આ પ્રમાણે આપ્તને આહારની સિદ્ધિ થાય છે. અમારા જેવાના દેહની સ્થિતિની માફક આપ્ત ભગવાનને દેહની સ્થિતિ હોવાથી તેમના દેહની સ્થિતિ આહારપૂર્વક હોવી જોઈએ.

ઉત્તર :જૈન તેનો ઉત્તર આપે છે. તે સામા પક્ષવાળાને પૂછે છેઆપ્ત ભગવાનને (દેહસ્થિતિ સંબંધમાં) તમારે માત્ર આહાર સિદ્ધ કરવો છે કે કવલાહાર? પ્રથમ પક્ષ લ્યો તો તેમને માત્ર આહારનું સાધન તો સિદ્ધ થાય છે, કેમ કે आसयोगकेवलिन १. अस्य स्थाने ‘विषाद’ इति पाठः ख, ग, घ० २. जैनेनोच्यते खपुस्तके नास्ति जैनैर्न तदुच्यते घ ३.णोकम्म कम्महारो कवलाहारो य लेप्पमाहारो

ओज मणो हि य कमसो आहारो छव्विहो णेओ ।।

णोकम्मं तित्थयरे कम्मं णारेय माणसो अमरे

कवलाहारो णरपसु ओज्जो पक्खीण लेप्प रुक्खाणं

विग्गहगइमावण्णा केवलिणो सम्मुहदो अजोगी य

सिद्धा य अणाहारा सेसा आहारिणो जीवा ।।


Page 7 of 315
PDF/HTML Page 31 of 339
single page version

आहारिणो जीवा’ इत्यागमाभ्युपगमात् द्वितीयपक्षे तु देवदेहस्थित्या व्यभिचारः देवानां सर्वदा कवलाहाराभावेऽप्यस्याः संभवात् अथ मानसाहारात्तेषां तत्स्थितिस्तर्हि केवलिनां कर्मनोकर्माहारात् सास्तु अथ मनुष्यदेहस्थितित्वादस्मदादिवत्सा तत्पूर्विका इष्यते तर्हि तद्वदेव तद्देहे सर्वदा निःस्वेदत्वाद्यभावः स्यात् अस्मदादावनुपलब्धस्यापि तदतिशयस्य तत्र संभवे भुक्त्यभावलक्षणोऽप्यतिशयः किं न स्यात् किं च अस्मदादौ दृष्टस्य धर्मस्य भगवति सम्प्रसाधने तज्ज्ञानस्येन्द्रिय जिनतत्वप्रसंगः तथा हिभगवतो ज्ञानमिन्द्रियजं आहारिणो जीवाः’ સયોગ કેવલી સુધીના જીવો આહારક છે.એમ આગમથી જાણવા મળે છે. જો બીજો પક્ષ કવલાહારનો લ્યો તો દેવોના દેહની સ્થિતિ સાથે વ્યભિચાર આવે છે; કારણ કે (સ્વર્ગના) દેવોને સદા કવલાહારનો અભાવ હોવા છતાં પણ દેહની સ્થિતિ તો સંભવે છે. (તેથી કવલાહારથી જ દેહની સ્થિતિ ટકે છે તે માન્યતા ખોટી ઠરે છે.)

હવે (ત્યાં) જો એમ કહેવામાં આવે કે દેવોને માનસિક આહાર છે, તેનાથી તેમના દેહની સ્થિતિ ટકે છે, તો કેવલીઓને કર્મ - નોકર્મના આહારથી દેહની સ્થિતિ ટકે છે; એમ માનો.

હવે જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના મનુષ્ય દેહની માફક કેવલી ભગવાનને મનુષ્ય દેહની સ્થિતિ છે, તેથી આપણા દેહની જેમ (તેથી જેમ આપણા દેહની સ્થિતિ આહારપૂર્વક છે તેમ) કેવલી ભગવાનના દેહની સ્થિતિ આહારપૂર્વક માનવી જોઈએ. તો તેનો ઉત્તર એ છે કે જેવી રીતે કેવલી ભગવાનના શરીરમાં સર્વદા પરસેવાદિનો અભાવ છે, તેવી જ રીતે આપણા આદિના શરીરમાં પણ સર્વદા પરસેવાદિનો અભાવ હોવો જોઈએ, (કેમ કે બંનેમાં મનુષ્ય શરીરત્વરૂપ હેતુ વિદ્યમાન છે.) એના ઉત્તરમાં હવે જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના શરીરમાં તે અતિશય સંભવતો નથી, (જેથી પરસેવાદિનો અભાવ હોય) પરંતુ કેવલી ભગવાનમાં એ અતિશય સંભવે છે (જેના કારણે તેનામાં શરીરમાં પરસેવો આદિ નથી હોતાં). તો પછી (જ્યારે કેવલી ભગવાનને પરસેવાદિના અભાવનો અતિશય માનવામાં આવે છે ત્યારે) તેમને ભોજનના (કવલાહારના) અભાવરૂપ અતિશય પણ કેમ ન સંભવે?

વળી બીજી વાત એ છે, કે જે ધર્મ આપણા જેવામાં જોવામાં આવે છે તેવો ધર્મ જો અર્હંત ભગવાનમાં પણ સિદ્ધ કરવામાં આવે, તો તેમના જ્ઞાનને ઇન્દ્રિયજનિત હોવાનો १. ‘अथ मानसाहारास्तेषां तत्रस्थितिस्तर्हि केवलिनां कर्मनोकर्माहारात्’ इति पाठो घ पुस्तके नास्ति २. ‘तर्हि’ इति ख, ग पुस्तकयोर्नास्ति ३. तज्ज्ञानस्येन्द्रियजत्वघ०


Page 8 of 315
PDF/HTML Page 32 of 339
single page version

ज्ञानत्वात् अस्मदादिज्ञानवत् अतो भगवतः केवलज्ञानलक्षणातीन्द्रियज्ञानासंभवात् सर्वज्ञत्वाय दत्तो जलाञ्जलिः ज्ञानत्वाविशेषेऽपि तज्ज्ञानस्यातीन्द्रियत्वे देहस्थितित्त्वा- विशेषेऽपि तद्देहस्थितेरकवलाहारपूर्वकत्वं किं न स्यात् वेदनीयसद्भावात्तस्य बुभुक्षोत्पत्तेर्भौजनादौ प्रवृत्तिरित्युक्तिरनुपपन्ना; मोहनीयकर्मसहायस्यैव वेदनीयस्य बुभुक्षोत्पादने सामर्थ्यात् ‘भोक्तुमिच्छा हि बुभुक्षा’, सा मोहनीयकर्मकार्यत्वात् कथं प्रक्षीणमोहे भगवति स्यात् ? अन्यथा रिरंसाया अपि तत्र प्रसंगात् कमनीयकामिन्यादिसेवाप्रसक्तेरीश्वरादेस्तस्या- विशेषाद्वीतरागता न स्यात् विपक्षभावनावशाद्रागादीनां हान्यतिशयदर्शनात् केवलिनि પ્રસંગ આવશે. તે આ પ્રમાણે - ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજનિત છે, કારણ કે આપણા જેવાના જ્ઞાનની માફક જ ભગવાનનું જ્ઞાન હોવાથી અને ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજનિત ઠરતાં અર્હંત ભગવાનને કેવલજ્ઞાનરૂપ અતીન્દ્રિય જ્ઞાનનો અસંભવ થવાથી તેમના સર્વજ્ઞપણાને જલાંજલિ અપાઈ ગઈ. (તેમને સર્વજ્ઞતાના અભાવનો પ્રસંગ આવે.) વળી જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના અને તેમના જ્ઞાનમાં જ્ઞાનત્વની અપેક્ષાએ સમાનતા હોવા છતાં કેવલી ભગવાનનું જ્ઞાન અતીન્દ્રિય છે, તો તેનો ઉત્તર એ છે કે (આપણા જેવાને જેમ દેહની સ્થિતિ છે તેમ કેવલી ભગવાનને પણ દેહની સ્થિતિ છે એ રીતે) દેહની સ્થિતિની અપેક્ષાએ બંનેમાં સમાનતા હોવા છતાં કેવલી ભગવાનના દેહની સ્થિતિ કવલાહારના અભાવપૂર્વક (કવલાહાર વિના) કેમ ન હોઈ શકે? (જેવો તેમને જ્ઞાનનો અતિશય છે તેવો કવલાહાર વિના તેમના દેહની સ્થિતિનો અતિશય કેમ ન માનો?)

(વળી તમે કહો કે) વેદનીય કર્મના સદ્ભાવથી તેમને (કેવળીને) ભોજનની ઇચ્છાની ઉત્પત્તિ છે અને તેથી ભોજનાદિમાં (તેમની) પ્રવૃત્તિ છે, તો એમ કહેવું યોગ્ય નથી, કારણ કે મોહનીય કર્મ સહિત જ વેદનીય કર્મને ભોજનની ઇચ્છા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. ખાવાની (ભોજન કરવાની) ઇચ્છા તે બુભુક્ષા - તે મોહનીય કર્મનું કાર્ય હોવાથી જેમનો મોહ પ્રક્ષીણ થઈ ગયો છે તેવા અર્હન્ત ભગવાનમાં તે કેમ હોઈ શકે? નહિતર (અર્થાત્ મોહના અભાવમાં પણ ઇચ્છાની ઉત્પત્તિ થાય તો) સ્ત્રી સાથે રમવાની ઇચ્છાનો પણ પ્રસંગ આવે અને સુંદર સ્ત્રી આદિની સેવામાં આસક્ત જન અને સર્વજ્ઞ - અર્હંત દેવમાં વિશેષતા ન રહેવાથી તેમને વીતરાગતા કેમ હોઈ શકે? (અર્થાત્ સુંદર શય્યામાં શયન, આભરણ, વસ્ત્રાદિ ભોગોપભોગની ઇચ્છાનો પ્રસંગ આવે તો અર્હન્ત ભગવાનને વીતરાગતાનો અભાવ થયો. એ દોષ આવે; કારણ કે જ્યાં ઇચ્છા હોય ત્યાં વીતરાગતા હોઈ શકે નહિ.)


Page 9 of 315
PDF/HTML Page 33 of 339
single page version

तत्परमप्रकर्षप्रसिद्धेर्वीतरागतासंभवे भोजनाभावपरमप्रकर्षोऽपि तत्र किं न स्यात्, तद्भावनातो भोजनादावपि हान्यतिशयदर्शनाविशेषात् तथा हिएकस्मिन् दिने योऽनेकवारान् भुंक्ते, कदाचित् विपक्षभावनावशात् स एव पुनरेकवारं भुंक्ते कश्चित् पुनरेकदिनाद्यन्तरित- भोजन; अन्यः पुनः पक्षमाससंवत्सराद्यन्तरितभोजन इति किं चबुभुक्षापीडानिवृत्ति- र्भोजनरसास्वादनाद्भवेत् तदास्वादनं चास्य रसनेन्द्रियात् केवलज्ञानाद्वा ? रसनेन्द्रियाच्चेत् मतिज्ञानप्रसंगात् केवलज्ञानाभावः स्यात् केवलज्ञानाच्चेत् किं भोजनेन ? दूरस्थस्यापि त्रैलोक्योदरवर्तिनो रसस्य परिस्फु टं तेनानुभवसंभवात् कथं चास्य

જો એમ કહેવામાં આવે કે વિપક્ષ (વિરુદ્ધ - વિપરીત) ભાવનાના વશથી રાગાદિની હીનતાનો અતિશય જોવામાં આવે છે (અર્થાત્ રાગાદિકથી વિરુદ્ધ ભાવના કરવાથી રાગાદિકમાં હ્નાસ જોવામાં આવે છે). કેવલી ભગવાનમાં તેની (રાગાદિકના હ્નાસની) પરમ પ્રકર્ષતા (ચરમ સીમા) સિદ્ધ હોવાથી તેમને વીતરાગતા સંભવે છે. (તેમની વીતરાગતામાં બાધ આવતો નથી.) તેનો ઉત્તર એ છે કે જો એમ છે, તો તેમનામાં ભોજનના અભાવની પરમ પ્રકર્ષતા પણ કેમ ન હોઈ શકે? કારણ કે ભોજનના અભાવની ભાવનાથી ભોજનાદિકમાં પણ (સામાન્ય મનુષ્ય અને ભગવાન બંનેમાં) અવિશેષપણે હ્નાસનો અતિશય જોવામાં આવે છે.

તે આ પ્રમાણે - જે એક દિવસમાં અનેકવાર ભોજન કરે છે તે જ વિપક્ષ ભાવનાથી (રાગના - ઇચ્છાના અભાવસ્વરૂપ ભાવનાથી) કદાચિત્ એકવાર ભોજન કરે છે. કોઈ તો એક દિવસના આંતરે ભોજન કરે છે, તો વળી અન્ય કોઈ પક્ષ, માસ, વર્ષાદિના આંતરે ભોજન કરે છે.

વળી બીજી વાત એ છે કે અરહંત ભગવાનને જો બુભુક્ષા સંબંધી પીડાની નિવૃત્તિ ભોજનના રસાસ્વાદથી થતી હોય તો અમે પૂછીએ છીએ, કે તે રસાસ્વાદન તેમને રસનેન્દ્રિયથી થાય છે કે કેવલજ્ઞાનથી? જો રસનેન્દ્રિયથી થાય છે એમ કહો તો તેમને મતિજ્ઞાનનો પ્રસંગ આવવાથી કેવલજ્ઞાનનો અભાવ થાય. આ દોષથી બચવાને માટે જો કેવલજ્ઞાનથી રસાસ્વાદન થાય છે એમ કહો તો ભોજનની શી જરૂર છે? કારણ કે દૂર રહેવા છતાં પણ ત્રણ લોકની અંદર વર્તતા રસનો પરિસ્પષ્ટ (પ્રત્યક્ષ) અનુભવ કેવલજ્ઞાન દ્વારા થઈ શકે છે.


Page 10 of 315
PDF/HTML Page 34 of 339
single page version

केवलज्ञानसंभवो भुंजानस्य श्रेणीतः पतितत्वं प्रमत्तगुणस्थानवर्तित्वात् अप्रमत्तो हि साधुराहारकथामात्रेणापि प्रमत्तो भवति नार्हन्भुजानोऽपीति महच्चित्रं अस्तु तावज्ज्ञानसंभवः तथाप्यसौ केवलज्ञानेन पिशिताद्यशुद्धद्रव्याणि पश्यन् कथं भुंजीत अन्तरायप्रसंगात् गृहस्था अप्यल्पसत्वास्तानि पश्यन्तोऽन्तरायं कुर्वन्ति किं पुनर्भगवाननन्तवीर्यस्तन्न कुर्यात् तदकरणे वा तस्य तेभ्योऽपि हीन सत्त्वप्रसंगात् क्षुत्पीडासंभवे चास्य कथमनन्तसौख्यं स्यात् यतोऽनन्तचतुष्टयस्वामितास्य न हि सान्तरायस्यानन्तता युक्ता ज्ञानवत् न च बुभुक्षा पीडैव न भवतीत्यभिधातव्यं ‘‘क्षुधासमा नास्ति शरीरवेदना’’ इत्यभिधानात् तदलमतिप्रसंगेन प्रमेयकमलामार्तण्डे न्याय-

વળી એક વાત આ પણ છે કે ભોજન કરનાર અર્હંત ભગવાનને કેવલજ્ઞાન કેવી રીતે સંભવી શકે? કારણ કે ભોજન કરવાથી શ્રેણીથી નીચે પડવાથી તે પ્રમત્ત ગુણસ્થાનવર્તી થઈ જશે. જ્યારે અપ્રમત્ત સાધુ આહારની કથા કરવા માત્રથી પણ ખરેખર પ્રમત્ત થાય છે ત્યારે અરહંત ભગવાન ભોજન કરતા થકા પણ પ્રમત્ત ન થાય તે મહાન આશ્ચર્ય છે અથવા ઘડીભર કેવલજ્ઞાન માની પણ લેવામાં આવે તોપણ તેઓ કેવલજ્ઞાન દ્વારા માંસ આદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થકા અંતરાયનો પ્રસંગ આવવાથી કેવી રીતે ભોજન કરી શકે? અલ્પ શક્તિવાળા ગૃહસ્થો પણ માંસાદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થકા અંતરાય કરે છે (પામે છે) તો પછી અનંત વીર્યવાન ભગવાન શું અંતરાય ન કરે? (તો અનંત વીર્યવાન ભગવાન શા માટે અંતરાય ન પામે?) વળી જો તે ભગવાન અંતરાય ન કરે તો તેમને તેમનાથી (ગૃહસ્થોથી) પણ હીન શક્તિ હોવાનો પ્રસંગ આવે.

જો તેમને ક્ષુધા સંબંધી પીડા હોય તો તેમને અનંત સૌખ્ય કેવી રીતે હોઈ શકે? (ન જ હોઈ શકે.) કારણ કે તેમને અનંત ચતુષ્ટયનું સ્વામીપણું તો નિયમથી હોય છે. જે અંતરાય સહિત હોય તેની અનંતતા ઘટતી નથી, જ્ઞાનની માફક. (અર્થાત્ જેવી રીતે અંતરાય સહિત જ્ઞાનમાં અનંતતા ઘટી શકતી નથી, તેવી રીતે અંતરાય સહિત સુખમાં અનંતતા ઘટી શકતી નથી.)

વળી ‘બુભુક્ષા પીડા જ નથી’ એમ કહી શકાશે નહિ, કેમ કે क्षुधासमा नास्ति शरीरवेदना’ ક્ષુધાની સમાન બીજી કોઈ શરીર વેદના નથી - એવું વચન છે. માટે બહુ વિસ્તારથી બસ થાઓ, કારણ કે પ્રમેયકમલમાર્તણ્ડમાં અને ન્યાયકુમુદચંદ્રોદય १. अप्रमत्तोऽपि ख २. सत्त्वानि ख, ग ३. हीनत्व ख


Page 11 of 315
PDF/HTML Page 35 of 339
single page version

कुमुदचन्द्रे च प्रपञ्चतः प्ररूपणात् ।।।। ગ્રંથમાં વિસ્તારથી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

ભાવાર્થ :આપ્તમાં (સાચા દેવમાં) ક્ષુધા, તૃષાદિ અઢાર દોષો હોતા નથી, તેથી તેઓ વીતરાગ કહેવાય છે. આ દોષોમાં ભય, રાગ, દ્વેષ, મોહ, ચિન્તા, ખેદ, મદ (ગર્વ), રતિ, વિસ્મય (આશ્ચર્ય), ઉદ્વેગ (શોક)આ દોષો તો મોહનીયકર્મના અભાવમાં નષ્ટ થઈ ગયા છે. નિદ્રા દર્શનાવરણ કર્મના અભાવમાં નષ્ટ થઈ જાય છે. ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, સ્વેદ (પરસેવો)એ શરીરની અવસ્થાઓ છે. ભગવાનને પરમ ઔદારિક શરીર હોવાથી આ દોષોનો પણ અભાવ હોય છે. જન્મ તથા મરણ તો કર્મ સહિત જીવોને હોય છે. ભગવાન તો જીવનમુક્ત છે અને સર્વ કર્મોનો નાશ કરી દેહમુક્ત થાય છે, તેથી આ અઢાર દોષો યા તેના સહચરરૂપ આત્મા અથવા શરીર સંબંધી અન્ય કોઈપણ દોષ આપ્તમાં હોતા નથી. આ દોષોમાં ક્યા દોષો જીવાશ્રિત છે અને ક્યા દોષો શરીરાશ્રિત છે, તે જાણી વિવેક કરવો યોગ્ય છે.

વિશેષ

કેટલાક ભગવાનને કવલાહાર માને છે, કારણ કે તેમની માન્યતા પ્રમાણે કવલાહાર વિના દેહની સ્થિતિ હોઈ શકે નહિ. પરંતુ તે માન્યતા બરાબર નથી, કારણ કે દેવોને કવલાહાર નથી છતાં તેમના દેહની સ્થિતિ સાગરોપર્યન્ત બની રહે છે. તેમની દેહની સ્થિતિનું કારણ માનસિક આહાર છે, તેમ ભગવાનની દેહની સ્થિતિનું કારણ કર્મ - નોકર્મ આહાર છે, નહિ કે કવલાહાર. કહ્યું છે કે

‘णोकम्मकम्माहारो कवलाहारो य लेपमाहारो
उज्जमणो वि य कमसो आहारो छब्बिहो भणियो ।।।।
णोकम्मं तित्थयरे कम्मं णिरयेय माणसो अमरे
कवलाहारो णरपसु उज्जो पक्खी च इगि लेपो ।।।।

અર્થ :નોકર્મ આહાર, કર્મ આહાર, કવલાહાર, લેપાહાર, ઓજ આહાર અને માનસિક આહાર - એમ આહાર છ પ્રકારના કહ્યા છે. ૪.

તીર્થંકર ભગવાનને નોકર્મ વર્ગણાના ગ્રહણરૂપ આહાર હોય છે, નારકીને કર્મ ભોગવવારૂપ આહાર હોય છે, દેવોને માનસિક આહાર હોય છે, (તેમને મનમાં ઇચ્છા થતાંની સાથે કંઠમાંથી અમૃત ઝરે છે, તેનાથી તેમને તૃપ્તિ થાય છે.) મનુષ્ય અને પશુઓને


Page 12 of 315
PDF/HTML Page 36 of 339
single page version

કવલાહાર હોય છે, પક્ષીઓને ઓજાહાર (માતાના ઉદરની ગરમીઉષ્મારૂપ આહાર) અને પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવને લેપાહાર (પૃથ્વી આદિને સ્પર્શરૂપ આહાર) હોય છે. ૫.

શ્રી પ્રવચનસાર ગાથા ૨૦માં અતીન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને શારીરિક સુખ - દુઃખ નથી, એમ વ્યક્ત કર્યું છે, ત્યાં કેવળી ભગવાનને ઇન્દ્રિય સમૂહ નથી. તેમ શુદ્ધ આત્માને શરીર સંબંધી સુખ - દુઃખ નથી. તથા કેવળી ભગવાનને શરીર સંબંધી ક્ષુધાદિ દુઃખ કે ભોજનાદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલાહાર હોતો નથી; એમ કહ્યું છે.

ભગવાનને કવલાહાર હોય એમ માનનારા ભગવાનને પરમ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ માનતા જ નથી - શ્રદ્ધતા નથી, તેથી તે અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર કરે છે; એમ પ્રવચનસાર ગાથા ૬૨માં કહ્યું છે. માટે ભગવાનને કવલાહાર હોઈ શકે નહિ એમ શ્રદ્ધા કરવી.

વળી જેવો આપણામાં ધર્મ છે તેવો જ કેવલી ભગવાનમાં ધર્મ હોવો જોઈએ, તેથી આપણી માફક કેવલી ભગવાનમાં પણ દેહની સ્થિતિ ભોજનથી હોવી જોઈએ - એમ જો કહેવામાં આવે તો જેમ કેવલી ભગવાનના શરીરમાં પરસેવાદિના અભાવરૂપ ધર્મ છે તેમ આપણા શરીરમાં પણ પરસેવાદિનો અભાવ હોવો જોઈએ. એના ઉત્તરમાં જો એમ કહેવામાં આવે કે કેવલી ભગવાનમાં અતિશય હોવાથી તેમના શરીરમાં પરસેવો આદિ થતાં નથી તો પછી કેવલી ભગવાનને કવલાહારના અભાવનો અતિશય કેમ ન સંભવે? માટે કવલાહારથી તેમના દેહની સ્થિતિ માનવી ઉચિત નથી.

વળી કોઈ કહે કે કેવલીને વેદનીય કર્મનો સદ્ભાવ હોવાથી ભોજનની ઇચ્છા અને તે માટે પ્રવૃત્તિ હોય છે, તો તે પણ સત્ય નથી; કારણ કે ઇચ્છા મોહનીય કર્મના ઉદય નિમિત્તે હોય છે, પરંતુ ભગવાનને મોહનીય કર્મનો તો સર્વથા અભાવ હોય છે, તેથી તેમને ભોજનની ઇચ્છા કેમ સંભવે? જો ઇચ્છા હોય તો વીતરાગતા હોઈ શકે નહિ.

જો તેમને ક્ષુધાદિની પીડાનો સંભવ માનવામાં આવે તો તેમને અનંત સૌખ્ય ક્યાં રહ્યું?

વળી કોઈ કહે છે કે અશાતા વેદનીય કર્મના ઉદયથી કેવલી ભગવાનને ક્ષુધા, તૃષા, રોગ, મળ - મૂત્રાદિક હોય છે; પરંતુ તેમનું તે કહેવું પણ અસત્ય છે, કારણ કે


Page 13 of 315
PDF/HTML Page 37 of 339
single page version

अथोक्तदोषैर्विवर्जितस्याप्तस्य वाचिकां नाममालां प्ररूपयन्नाह ક્ષુધા - તૃષા તો અશાતાવેદનીય કર્મની ઉદીરણાથી હોય છે, પરંતુ છઠ્ઠા ગુણસ્થાનમાં અશાતાની ઉદીરણાની વ્યુચ્છિત્તિ છે, તેથી સાતમાદિ ગુણસ્થાનોમાં ક્ષુધાદિ વેદનાઓનો અભાવ છે.

સાતમા ગુણસ્થાનથી એક શાતાવેદનીયનો જ નવીન બંધ હોય છે, પણ અશાતાનો બંધ હોતો નથી. કેવલીને શાતાનો બંધ એક સમય પૂરતો જ હોય છે અને તેનો નિરંતર ઉદય થતો જ રહે છે, તેથી અશાતાનો ઉદય પણ શાતારૂપ પરિણમે છે. તેથી અશાતાના ઉદયજનિત પરીષહ જિનેન્દ્રને હોતા નથી. કેવલી ભગવાનને રાગ - દ્વેષ નષ્ટ થયા છે અને ઇન્દ્રિયજનિત જ્ઞાનનો અભાવ છે તેથી શાતા - અશાતાથી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિયજનિત સુખ - દુઃખ કેવલીને હોતું નથી.

‘‘કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ - દુઃખ નથી, કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવું.’’

‘‘કેવલી ભગવાનને શરીર સંબંધી ક્ષુધાદિ દુઃખ કે ભોજનાદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલાહાર હોતો નથી.’’ (શ્રી પ્રવચનસાર ગાથા ૨૦ અને ભાવાર્થ)

‘‘જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યાં તેમનું (કેવલી ભગવન્તોનું) સુખ (સર્વ) સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી, તેઓ અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર (આદર - શ્રદ્ધા) કરે છે.’’ (શ્રી પ્રવચનસાર ગાથા ૬૨.)

માટે ભગવાનને કવલાહાર હોઈ શકે નહિ, એમ શ્રદ્ધા કરવી. ૬.

હવે પૂર્વોક્ત દોષોથી રહિત જે આપ્ત તેમનાં વાચક નામમાલાનું પ્રરૂપણ કરીને કહે છે ૧. ‘જે ગુણસ્થાનમાં કર્મ પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા)ની વ્યુચ્છિત્તિ કહી હોય તે

ગુણસ્થાન સુધી જ તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્તા પ્રાપ્ત થાય છે. આગળના કોઈપણ
ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા) હોતાં નથી, તેને વ્યુચ્છિત્તિ કહે
છે.
(જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પ્રશ્ન ૬૦૪)

૨. જુઓ ‘શ્રી રત્નકરંડક શ્રાવકાચાર’ની પં. સદાસુખદાસજી કૃત હિન્દી ટીકા પૃષ્ઠ. ૭૮.


Page 14 of 315
PDF/HTML Page 38 of 339
single page version

परमेष्ठी परंज्योतिर्विरागो विमलः कृती
सर्वज्ञोऽनादिमध्यान्तः सार्वः शास्तोपलाल्यते ।।।।

परमे इन्द्रादीनां वन्द्ये पदे तिष्ठतीति ‘परमेष्ठी’ परं निरावरणं परमातिशय- प्राप्तं ज्योतिर्ज्ञानं यस्यासौ परंज्योतिः ‘विरागो’ विगतो रागो भावकर्म यस्य ‘विमलो’ विनष्टो मलो द्रव्यरूपो मूलोत्तरकर्मप्रकृतिप्रपंचो यस्य ‘कृती’ निःशेषहेयोपादेयतत्त्वे विवेकसम्पन्नः ‘सर्वज्ञो’ यथावन्निखिलार्थसाक्षात्कारी ‘अनादिमध्यान्तः’ उक्तस्वरूपप्राप्तप्रवाहापेक्षया आदिमध्यान्तशून्यः ‘सार्वः’ इह पर लोकोपकारकमार्गप्रदर्शकत्वेन सर्वेभ्यो हितः ‘शास्ता’ पूर्वापरविरोधादिदोषपरिहा-

આપ્તવાચક નામો યા હિતોપદેશીનું સ્વરૂપ

શ્લોક ૭

અન્વયાર્થ :[परमेष्ठी ] પરમેષ્ઠી, [परंज्योतिः ] પરમ જ્યોતિ, [विरागः ] વિરાગ (વીતરાગ) [विमलः ] વિમલ, [कृती ] કૃતી (કૃતકૃત્ય), [सर्वज्ञः ] સર્વજ્ઞ, [अनादिमध्यान्तः ] અનાદિમધ્યાન્ત, (પ્રવાહની અપેક્ષાએ જેને આદિ, મધ્ય અને અંત નથી તેવા. - આદિ - મધ્ય - અંત રહિત), [सार्वं ] સાર્વ (સર્વ હિતકર્તા), [शास्ता ] શાસ્તા (હિતોપદેશી) [उपलाल्यते ] એવાં સાર્થક નામોથી જેમનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, તે આપ્ત કહેવાય છે.

ટીકા :ઇન્દ્ર વગેરેને વંદનીય એવા પરમ પદમાં જે સ્થિત છે તેથી તે परमेष्ठी’ પરમેષ્ઠી છે. परं’ આવરણ રહિત - પરમ અતિશય પ્રાપ્ત, ज्योति’ જ્ઞાન જેને છે તે परंज्योति’ પરંજ્યોતિ છે. (નિરાવરણ - કેવલજ્ઞાન સહિત હોવાને કારણે તે પરંજ્યોતિ છે.) विरागः’ રાગરૂપ ભાવકર્મથી રહિત હોવાને કારણે જે વિરાગ છે, विमलः’ મૂલ - ઉત્તર કર્મ પ્રકૃતિના વિસ્તારરૂપ, દ્રવ્યકર્મરૂપ મલ જેમને નાશ પામેલ હોવાને કારણે તે વિમલ છે. कृती’ સમસ્ત હેય - ઉપાદેય તત્ત્વોમાં જે વિવેક સંપન્ન હોવાને કારણે કૃતી છે. सर्वज्ञः’ સર્વ પદાર્થોને યથાવત્ સાક્ષાત્ કરનાર હોવાને કારણે તે સર્વજ્ઞ છે. अनादि मध्यान्तः’ પૂર્વોક્ત સ્વરૂપવાળા આપ્તના પ્રવાહની અપેક્ષાએ આદિ - મધ્ય અને અંતથી રહિત હોવાને કારણે તે અનાદિમધ્યાન્ત છે. सार्वः’ આ લોક અને પરલોકને ઉપકારક એવા માર્ગને બતાવનાર હોવાથી સર્વને હિતકારક - હિતરૂપ હોવાને કારણે તે સાર્વ છે. शास्ता’ પૂર્વાપર વિરોધાદિ દોષોના પરિહાર દ્વારા સર્વ પદાર્થોના યથાવત્ સ્વરૂપના


Page 15 of 315
PDF/HTML Page 39 of 339
single page version

रेणाखिलार्थानां यथावत्स्वरूपोपदेशकः एतैः शब्दैरुक्तस्वरूप आप्त ‘उपलाल्यते’ प्रतिपाद्यते ।।।।

सम्यग्दर्शनविषयभूताप्तस्वरूपभिधायेदानीं तद्विषयभूतागमस्वरूपभिधातुमाह

अनात्मार्थं विना रागैः शास्ता शास्ति सतो हितम्

ध्वनन् शिल्पिकरस्पर्शान्मुरजः किमपेक्षते ।।।। ઉપદેશક હોવાને કારણે તે શાસ્તા છે.આ શબ્દોથી જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે આપ્ત उपलाल्यते’ કહેવાય છે.

ભાવાર્થ :અહીં આચાર્યે આપ્તનાં જુદાં જુદાં નામ દર્શાવી તેમનું વિશેષ સ્વરૂપ દર્શાવ્યું છે.

તેઓ ઇન્દ્રાદિક દ્વારા વંદનીય પરમ પદમાં સ્થિત હોવાથી ‘પરમેષ્ઠી’, નિરાવરણ કેવળજ્ઞાન સહિત હોવાથી ‘પરંજ્યોતિ’, રાગ - દ્વેષાદિ ભાવકર્મ રહિત હોવાથી ‘વિરાગી’, ઘાતિયાંકર્મરૂપ દ્રવ્યકર્મથી રહિત હોવાથી ‘વિમલ’, સર્વ હેય - ઉપાદેયનું જ્ઞાન હોવાથી ‘કૃતી’, સર્વ પદાર્થોને યુગપદ્ એક સમયમાં પ્રત્યક્ષ જાણનાર હોવાથી ‘સર્વજ્ઞ’, સત્યાર્થ દેવના પ્રવાહની અપેક્ષાએ આદિ, મધ્ય અને અંત રહિત હોવાથી ‘અનાદિમધ્યાન્ત’, સર્વ જીવોના હિતકારક હોવાથી ‘સાર્વ’ અને દિવ્યધ્વનિ દ્વારા સર્વ પદાર્થોનો યથાવત્ ઉપદેશ આપનાર હોવાથી ‘શાસ્તા’ છે. આ આપ્તનાં વિશેષણવાચક નામો છે.

જે આપ્તનાં આ વિશેષણો જાણી પોતાના આત્માની સન્મુખ થાય છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૮૦માં કહ્યું છે કે

‘‘જે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે (પોતાના) આત્માને જાણે છે. અને તેનો મોહ (દર્શન મોહ) નિરાશ્રયપણાને લીધે અવશ્ય લય પામે છે.’’

આ શ્લોક આ હેતુથી કહેવામાં આવેલ છે એમ સમજવું. ૭. સમ્યગ્દર્શનના વિષયભૂત જે આપ્તસ્વરૂપ તે કહીને હવે તેના વિષયભૂત જે આગમનું સ્વરૂપ તે કહેવા માટે કહે છે


Page 16 of 315
PDF/HTML Page 40 of 339
single page version

‘शास्ता’ आप्तः ‘शास्ति’ शिक्षयति कान् ? ‘सतः’ अविपर्यस्तादित्वेन समीचीनान् भव्यान् किं शास्ति ? ‘हितं’ स्वर्गादितत्साधनं च सम्यग्दर्शनादिकं किमात्मनः किंचित् फलमभिलषन्नसौ शास्तीत्याह‘अनात्मार्थं’ न विद्यते आत्मनोऽर्थः प्रयोजनं यस्मिन् शासनकर्मणि परोपकारार्थमेवासौ तान् शास्ति ‘‘परोपकाराय सतां हि चेष्टितं’’ इत्यभिधानात् स तथा शास्तीत्येतत् कुतोऽवगतमित्याह‘विना रागैः’ यतो लाभपूजाख्यात्यभिलाषलक्षणपरै रागैर्विना शास्ति ततोऽनात्मार्थं शास्तीत्यवसीयते अस्यैवार्थस्य समर्थनार्थमाहध्वनन्नित्यादि शिल्पिकरस्पर्शाद्वादककराभिघातान्मुरजो मदलो

વીતરાગી દેવને ઉપદેશ દેવાની £ચ્છા કેમ થાય?
શ્લોક ૮

અન્વયાર્થ :[शास्ता ] હિતોપદેશી આપ્ત ભગવાન [अनात्मार्थं ] સ્વ - પ્રયોજન વિના અને [रागैः विना ] રાગ - દ્વેષ વિના [सतः ] ભવ્ય જીવોને [हितम् ] હિતકારક [शास्ति ] ઉપદેશ દે છે; [यथा ] જેમ કે [शिल्पिकरस्पर्शात् ] શિલ્પીના હાથના સ્પર્શથી [ध्वनन् ] વાગતું (અવાજ કરતું) [मुरखः ] મૃદંગ [किम् ] શાની [अपेक्षते ] અપેક્ષા રાખે છે? (કાંઈ અપેક્ષા રાખતું નથી.)

ટીકા :शास्ता’ એટલે આપ્ત. शास्ति’ ઉપદેશે છે, કોને? सतः’ વિપરીત માન્યતાદિથી રહિત હોવાથી જેઓ સમીચીન (સમ્યગ્દ્રષ્ટિ) છે તેવા ભવ્ય જીવોને; શું ઉપદેશે છે? हितं’ સ્વર્ગાદિના સાધનરૂપ સમ્યગ્દર્શનાદિકને. ‘શું પોતાને માટે કાંઈ ફળની ઇચ્છા રાખીને તેઓ ઉપદેશ કરે છે? તે કહે છે? अनात्मार्थं’ ના, ઉપદેશ દેવાના કાર્યમાં તેમને પોતાનું કાંઈ પ્રયોજન નથી. તેઓ પરોપકારને અર્થે જ તેમને ઉપદેશ દે છે, એવું કથન છે કે‘‘परोपकाराय सतां हि चेष्टितम्’’ સંત પુરુષોની ચેષ્ટા પરોપકાર માટે જ હોય છે. તેઓ તેવી રીતે ઉપદેશે છે એમ કેવી રીતે જાણ્યું? કહે છેविना रागैः કારણ કે તેઓ પોતાના લાભ, પૂજા, ખ્યાતિ, આદિની અભિલાષા રૂપ રાગ વિના ઉપદેશે છે. તેથી આત્મીય પ્રયોજન વિના તેઓ ઉપદેશે છે, એમ નક્કી થાય છે. આ જ અર્થનું સમર્થન કરવા કહે છે. ध्वनन्नित्यादि’ શિલ્પીના હાથના સ્પર્શથી - વગાડનારના હાથની થાપથી અવાજ કરતું મૃદંગ શું પોતાને માટે કાંઈ અપેક્ષા રાખે છે? કાંઈ જ અપેક્ષા રાખતું નથી. આ અર્થ છે. જેમ મૃદંગ પરોપકાર માટે જ