Page 17 of 315
PDF/HTML Page 41 of 339
single page version
ध्वनन् किमात्मार्थं किंचिदपेक्षते । नैवापेक्षते । अयमर्थः — यथा मुरजः परोपकारार्थमेव विचित्रान् शब्दान् करोति तथा सर्वज्ञः शास्त्रप्रणयनमिति ।।८।। વિચિત્ર શબ્દો કરે છે, તેમ સર્વજ્ઞ શાસ્ત્રનો ઉપદેશ (દિવ્યધ્વનિ દ્વારા) કરે છે.
ભાવાર્થ : — જેમ મૃદંગ વગાડનારના હાથના સ્પર્શથી પોતાની ઇચ્છા વિના વાગે છે અને તેના મધુર અવાજથી શ્રોતાઓનાં મન પ્રસન્ન થાય છે, પરંતુ તેના બદલામાં શ્રોતાઓ તરફથી તે કીર્તિ, પ્રશંસા, પૂજા, લાભ, પ્રેમાદિની ઇચ્છા કરતું નથી, તેમ હિતોપદેશી વીતરાગ દેવનો પણ ભવ્ય જીવોના પુણ્યના નિમિત્તે, ઇચ્છા વિના હિતનો ઉપદેશ હોય છે. તોપણ તેઓ પોતાના માટે લાભાદિની ઇચ્છા કરતા નથી, તેમ જ શ્રોતાઓ ઉપર રાગ કરતા નથી.
જેમ મેઘ પોતાના પ્રયોજન વિના - ઇચ્છા વિના જ લોકોના પુણ્યોદયના નિમિત્તે, પુણ્યશાળી જીવોના દેશમાં ગમન, ગર્જના કરીને પુષ્કળ વરસાદ વરસાવે છે, તેમ ભગવાન આપ્તનો, લોકોનાં પુણ્ય નિમિત્તે પુણ્યવાન જીવોના દેશમાં, વિના ઇચ્છાએ વિહાર થાય છે અને ત્યાં ધર્મરૂપ અમૃતની વર્ષા થાય છે.
૧. મૃદંગના શબ્દો — એ પુદ્ગલનો પર્યાય છે. તે તેના સ્વતંત્ર પરિણમનથી થાય છે, તેમાં શિલ્પીની ઇચ્છા અને હાથ તો ફક્ત નિમિત્ત માત્ર છે. તેથી તે બંનેની વચ્ચે નિમિત્ત - નૈમિત્તિક સંબંધ સમજવો, નહિ કે કર્તા - કર્મ સંબંધ. તેવી જ રીતે દિવ્યધ્વનિ દ્વારા ભગવાનનાં ઉપદેશ - વચનો થાય છે તે પણ ભાષાવર્ગણા પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન છે, તેમાં ભગવાનની ઇચ્છા પણ નિમિત્ત નથી; કારણ કે તેઓ વીતરાગ છે. ફક્ત તેમની ઉપસ્થિતિ - હયાતી જ નિમિત્ત માત્ર છે. માટે તે બંનેમાં (દિવ્યધ્વનિમાં અને ભગવાનની ઉપસ્થિતિમાં) માત્ર નિમિત્ત - નૈમિત્તિક સંબંધ માનવાને બદલે તેમાં કર્તા - કર્મ સંબંધ માનવો તે ભ્રમ છે.
૨. પં. દોલતરામજી કૃત દર્શનસ્તુતિમાં કહ્યું છે કે —
તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નશાય........૩.
હે ભગવાન, ભવ્ય જીવોના ભાગ્યના નિમિત્તે આપની દિવ્યધ્વનિ છે, જે સાંભળીને વિભ્રમનો નાશ થાય છે.
Page 18 of 315
PDF/HTML Page 42 of 339
single page version
कीदृशं तच्छास्त्रं यत्तेन प्रणीतमित्याह —
અહીં પણ ભવ્ય જીવોનું ભાગ્ય (પુણ્યનો ઉદય) અને દિવ્યધ્વનિ એ બે વચ્ચે નિમિત્ત - નૈમિત્તિક સંબંધ સમજવો. ૩. ટીકાકારે સમ્યગ્દર્શનાદિકને સ્વર્ગાદિનું સાધન કહ્યું છે. સમ્યગ્દર્શન તે તો આત્માનો પરિણામ છે. તે નિશ્ચય સમ્યક્ત્વ છે, તે મોક્ષનું સાધન છે. પરંતુ ચતુર્થાદિ ગુણસ્થાનોમાં તેના સહચર તરીકે જે શુભરાગ છે તે જ સ્વર્ગાદિનું સાધન છે. જ્યાં નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ સહચર રૂપે હોય ત્યાં નિશ્ચય સમ્યક્ત્વ તો મોક્ષમાર્ગ રૂપ સંવર
પુણ્યબંધનું કારણ છે અને તેના ફળસ્વરૂપ સ્વર્ગાદિનું કારણ (સાધન) છે; એમ અહીં સમજવું.
અર્હંત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર કરવો અને ધર્મોપદેશ આપવો તે સ્વાભાવિક જ, પ્રયત્ન વિના જ થાય છે — એમ ત્યાં કહ્યું છે અને મોહોદયપૂર્વક નહિ હોવાથી તે ક્રિયાવિશેષો ક્રિયાફળભૂત બંધનાં સાધન થતાં નથી. (જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૪૪ અને તેની ટીકા) ૮.
તે શાસ્ત્ર કેવું છે કે જે આપ્તપુરુષ દ્વારા કહેવાયેલું હોય તે કહે છે —
અન્વયાર્થ : — જે [आप्तोपज्ञम् ] આપ્તનું કહેલું હોય [अनुल्लंघ्यम् ] ઇન્દ્રાદિક દેવો દ્વારા અનુલંઘનીય હોય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય હોય અથવા અન્ય વાદીઓ દ્વારા જેનું ખંડન થઈ શકે તેવું ન હોય. [अदृष्टेष्ट विरोधकम् ] પ્રત્યક્ષ અને અનુમાનાદિક પ્રમાણોથી વિરોધરહિત હોય, [तत्त्वोपदेशकृत ] યથાર્થ સાત તત્ત્વો યા વસ્તુસ્વરૂપનો ઉપદેશ કરવાવાળું હોય, [सार्वं ] સર્વ જીવોને હિતકારક હોય અને [कापथघट्टनम् ] મિથ્યાત્વાદિ કુમાર્ગનું નિરાકરણ કરવાવાળું હોય, તે [शास्त्रम् ] સત્ શાસ્ત્ર છે. १. सिद्धसेनदिवाकरस्य न्यायावतारेपि नवम एवायं श्लोकः ।
Page 19 of 315
PDF/HTML Page 43 of 339
single page version
‘आप्तोपज्ञं’ सर्वज्ञस्य प्रथमोक्तिः । अनुल्लंघ्यं यस्मात्तदाप्तोपज्ञं तस्मादिन्द्रा१ दीनामनुल्लंघ्यमादेयं । कस्मात् ? तदुपज्ञत्वेन तेषामनुल्लंध्यं यतः । ‘अदृष्टेष्टविरोधकं’ — दृष्टं प्रत्यक्षं, इष्टमनुमानादि, न विद्यते दृष्टेष्टाभ्यां विरोधो यस्य । तथाविधमपि कुतस्तत्सिद्धमित्याह — ‘तत्त्वोपदेशकृत्’ यतस्तत्त्वस्य च सप्तविधस्य जीवादिवस्तुनो यथावस्थितस्वरूपस्य वा उपदेशकृत् यथावत्प्रतिदेशकं२ ततो दृष्टेष्टाविरोधकं । एवंविधमपि कस्मादवगतं ? यतः ‘सार्वं’ सर्वेभ्यो हितं सार्वमुच्यते तत्कथं यथावत्तत्स्वरूपप्ररूपणमन्तरेण घटेत । एतदप्यस्य कुतो निश्चितमित्याह ‘कापथघट्टनं’ यतः कापथस्य कुत्सितमार्गस्य मिथ्यादर्शनादेर्घट्टनं निराकारकं’३ सर्वज्ञप्रणीतं शास्त्रं ततस्तत्सार्वमिति ।।९।।
ટીકા : — (શાસ્ત્ર કેવું છે તે કહે છે) - ‘आप्तोपज्ञं’ સર્વજ્ઞની પ્રથમ ઉક્તિરૂપ છે (અર્થાત્ સર્વ પ્રથમ આપ્ત ભગવાને કહેલું છે.) - ‘अनुल्लंघ्यं’ તે આપ્તનું કહેલું હોવાથી ઇન્દ્રાદિ દ્વારા ઉલ્લંઘન કરી શકાય તેવું નથી, અર્થાત્ તેમના દ્વારા સ્વીકાર્ય છે. શાથી? કારણ કે તે સર્વજ્ઞનું ઉપદેશેલું હોવાથી તેમનાથી ખંડનરહિત છે, — અર્થાત્ તેઓ તેનું ઉલ્લંઘન કરી શકે તેમ નથી. ‘अदृष्टेष्टविरोधकं’ दृष्टं એટલે પ્રત્યક્ષ અને इष्टम् એટલે અનુમાનાદિ - પ્રત્યક્ષ અને અનુમાનાદિ પ્રમાણોથી વિરોધરહિત છે. તે તેવા જ પ્રકારનું (વિરોધરહિત) શી રીતે સિદ્ધ થાય છે? તે કહે છે - ‘तत्त्वोपदेशकृत्’ કારણ કે સાત પ્રકારનાં તત્ત્વના — જીવાદિ વસ્તુઓના યથાસ્થિત સ્વરૂપનો ઉપદેશ કરે છે. યથાવત્ તેને ઉપદેશે છે તેથી તે પ્રત્યક્ષ, અનુમાનાદિ પ્રમાણોથી વિરોધરહિત છે. તે (શાસ્ત્ર) એવા પ્રકારનું જ છે, (તત્ત્વોનો ઉપદેશ કરનારું છે) એમ શી રીતે જાણ્યું? કારણ કે ‘सार्वं’ સર્વને જે હિતરૂપ હોય તે સાર્વ કહેવાય છે, યથાવત્ તેના સ્વરૂપના પ્રરૂપણ સિવાય તે કેમ ઘટી શકે? તે શાસ્ત્ર તેવું જ છે. (સાર્વ છે) એમ શી રીતે નક્કી કર્યું? તે કહે છે - ‘कापथघट्टनम्’ કારણ કે તે કુમાર્ગનું (મિથ્યાદર્શનાદિનું) નિરાકરણ કરનાર (ખંડન કરનાર), સર્વજ્ઞનું કહેલું શાસ્ત્ર છે તેથી તે શાસ્ત્ર સર્વને હિતરૂપ છે.
ભાવાર્થ : — અહીં આચાર્યે સાચાં આગમનાં — શાસ્ત્રનાં છ લક્ષણો બતાવ્યાં છે. તે નીચે પ્રમાણે છે —
१. तस्मादितरवादिनां ख । २. प्रतिपादकं ख ।३. निराकरणकारणं ख ।
Page 20 of 315
PDF/HTML Page 44 of 339
single page version
अथेदानीं श्रद्धानगोचरस्य तपोभृतः स्वरूपं प्ररूपयन्नाह —
૩. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણાદિથી વિરોધરહિત છે.
૪. સાત તત્ત્વાદિનું યથાવત્ પ્રરૂપણ કરે છે.
૫. સર્વ જીવોને હિતરૂપ છે.
૬. કુમાર્ગનું
પૂર્વ પૂર્વ લક્ષણ આગળ આગળના લક્ષણનું કારણ છે, અર્થાત્ તે આપ્તોપજ્ઞ છે તેથી તે અનુલંઘ્ય છે, તેથી તે દ્રષ્ટ (પ્રત્યક્ષ) અને ઇષ્ટ (અનુમાનાદિ) - પ્રમાણોથી વિરોધરહિત છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણાદિથી વિરોધરહિત છે, તેથી તે જીવાદિ સાત તત્ત્વોનાં સ્વરૂપનું યથાવત્ નિરૂપણ કરે છે. યથાવત્ તત્ત્વોનું નિરૂપણ કરતું હોવાથી તે સાર્વ - સર્વને હિતરૂપ છે અને સર્વેને હિતરૂપ હોવાથી તે મિથ્યા માર્ગનું ખંડન કરનારું છે.
જૈન આગમની ઉત્કૃષ્ટતાને જે જીવ યથાર્થપણે ઓળખે તે પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈ સમ્યગ્દ્રષ્ટિ થાય અને તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. એ આ શ્લોકનો આશય છે. ૯.
હવે શ્રદ્ધાના વિષયભૂત તપોભૂતનું (ગુરુ)નું સ્વરૂપ પ્રરૂપી કહે છે —
અન્વયાર્થ : — [यः ] જે [विषयाशावशातीतः ] પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઇચ્છાની પરાધીનતાથી રહિત છે, [निरारंभः ] આરંભ રહિત છે, [अपरिग्रहः ] પરિગ્રહરહિત છે અને [ज्ञानध्यानतपोरन्तः ] જ્ઞાન, ધ્યાન તથા તપરૂપી રત્નોથી સહિત છે, [सः ] તે [तपस्वी ] તપસ્વી (સાચા ગુરુ) [प्रशस्यते ] કહેવાય છે. १. ‘ज्ञानध्यानतपोरक्त इत्यपि’ प्रसिद्धः ।
Page 21 of 315
PDF/HTML Page 45 of 339
single page version
विषयेषु स्रग्वनितादिष्वाशा आकांक्षा तस्या वशमधीनता । तदतीतो विषयाकांक्षारहितः । ‘निरारम्भः’ परित्यक्तकृष्यादिव्यापारः । ‘अपरिग्रहो’ बाह्याभ्यन्तर- परिग्रहरहितः । ‘ज्ञानध्यानतपोरत्नः’ ज्ञानध्यानतपांस्येव रत्नानि यस्य एतद्गुणविशिष्टो यः स तपस्वी गुरुः ‘प्रशस्यते’ श्लाघ्यते ।।१०।।
ટીકા : — ‘विषयाशावशातीतः’ સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વિષયભૂત માળા, સ્ત્રી આદિ વિષયોની આકાંક્ષા (આશા)ના વશથી (અધીનતાથી) જે રહિત છે અર્થાત્ વિષયોની આકાંક્ષાથી જે રહિત છે, ‘निरारम्भः’ જેણે ખેતી આદિ વ્યાપારનો ત્યાગ કર્યો છે, અર્થાત્ ખેતી આદિ વ્યાપારથી જે રહિત છે, ‘अपरिग्रहः’ જે બાહ્ય અને આભ્યંતર પરિગ્રહથી રહિત છે, ‘ज्ञानध्यानतपोरत्नः’ જ્ઞાન, ધ્યાન અને તપરૂપી રત્નો જેને છે એવા અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને તપરૂપી ગુણોથી જે વિશિષ્ટ છે એવા તપસ્વી ગુરુ ‘प्रशस्यते’ પ્રશંસનીય છે.
ભાવાર્થ : — જે સંસારના કારણભૂત પાંચ ઇન્દ્રિયોના વિષયોની આશાની પરાધીનતા અને વ્યાપારાદિ અને બાહ્યાભ્યંતર૧ પરિગ્રહો તેનાથી રહિત છે, અને આત્મકલ્યાણના કારણભૂત જે જ્ઞાન, ધ્યાન અને તપ છે તેમાં લવલીન છે અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને તપ એ ત્રણે રત્નોથી રહિત છે તે સત્યાર્થ ગુરુ કહેવાય છે. તેવા ગુરુ જ પ્રશંસાપાત્ર છે.
આ શ્લોકમાં આચાર્યે તેના પૂર્વાર્ધમાં જેનો અભાવ છે તેનું કથન કર્યું છે, અર્થાત્ સાચા ગુરુમાં પાંચ ઇન્દ્રિયોના વિષયની ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહ — એ ત્રણનો અભાવ દર્શાવ્યો છે અને તેના ઉત્તરાર્ધમાં જેનો સદ્ભાવ છે તેનું કથન કર્યું છે, અર્થાત્ સાચા ગુરુમાં જ્ઞાન, ધ્યાન અને તપ — એ ત્રણનો સદ્ભાવ દર્શાવ્યો છે.
જે ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહનો અભાવ કરી, જ્ઞાન, ધ્યાન અને તપમાં લવલીન રહે છે તે જ ‘સત્યાર્થ ગુરુ’ના નામને પાત્ર છે.
અજ્ઞાની જીવો ગુરુના જે ગુણોને વિચારે છે તેમાં કોઈ જીવાશ્રિત છે તથા કોઈ ૧.અંતરંગ પરિગ્રહઃ મિથ્યાત્વ, ત્રણ વેદ — સ્ત્રી – પુરુષ – નપુંસક ભાવ, રતિ, અરતિ, હાસ્ય, શોક,
Page 22 of 315
PDF/HTML Page 46 of 339
single page version
इदानीमुक्तलक्षणदेवागमगुरुविषयस्य सम्यग्दर्शनस्य निःशंकितत्वगुणस्वरूपं प्ररूपयन्नाह —
‘रुचिः’ सम्यग्दर्शनं । ‘असंज्ञया’ निःशंकितत्वधर्मोपेता । किंविशिष्टा सति ? ‘अकम्पा’ निश्चला । किंवत् ? ‘आयसाम्भोवत्’ अयसि भवमायसं तच्च तदम्भश्च पानीयं પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી અસમાન જાતીય મુનિ - પર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને તે ઓળખતો નથી. જો એની ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ.૧
આ પ્રમાણે ગુરુનું સ્વરૂપ જાણી આત્મસન્મુખ થઈ, જીવ સત્યાર્થ સમ્યગ્દર્શન પ્રગટ કરે — એ આ શ્લોકનો આશય છે. ૧૦.
હવે ઉક્ત લક્ષણવાળા દેવ, આગમ અને ગુરુ જેનો વિષય છે એવા સમ્યગ્દર્શનના નિઃશંકિતત્વ ગુણના સ્વરૂપનું પ્રરૂપણ કરતાં કહે છે —
અન્વયાર્થ : — [इदम् एव तत्त्वम् ] આ આપ્ત - આગમ - તપસ્વી સ્વરૂપ તત્ત્વ [इद्रशम् एव ] આ પ્રકારે જ છે [न अन्यत् ] અન્ય, (તેનાથી બીજું) નથી, [च ] અને [न अन्यथा ] અન્ય પ્રકારે નથી. [इति ] એ રીતે [सन्मार्गे ] આપ્ત - આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં [आयसाम्भोवत् ] લોખંડના (લોખંડની તલવારના) પાણી (તીવ્ર ધાર) સમાન [अकंपा ] નિશ્ચલ (અટલ) [रुचिः ] રુચિ (શ્રદ્ધાન) તે [असंशया ] નિઃશંકિતત્વગુણ છે.
ટીકા : — ‘आयसाम्भोवत्’ જેવી રીતે તલવારાદિ પર ચઢાવેલું લોઢાનું પાણી અકંપ - નિશ્ચલ છે તેવી જ રીતે ‘सन्मार्गे’ સંસારસમુદ્રને પાર ઉતરવા માટે સત્પુરુષો દ્વારા ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર સાતમો, પૃષ્ઠ ૨૨૮.
Page 23 of 315
PDF/HTML Page 47 of 339
single page version
तदिव तद्वत् खड्गादिगतपानीयवदित्यर्थः क्व१ साकम्पेत्याह – ‘सन्मार्गे’ संसारसमुद्रोत्तरणार्थ सद्भिर्मृग्यते अन्वेष्यत इति सन्मार्ग आप्तागमगुरुप्रवाहस्तस्मिन्केनोल्लेखेनेत्याह – ‘इदमेवाप्तागमतपस्विलक्षणंः तत्त्वं । ‘इदृशमेव’ उक्तप्रकारेणैव लक्षणेन लक्षितं । ‘नान्यत्’ एतस्माद्भिन्नं न । ‘न चान्यथा’ उक्तलक्षणादन्यथा परपरिकल्पितलक्षणेन लक्षितं, ‘न च’ नैव तद्घटते इत्येवमुल्लेखेन ।।११।। જેની ખોજ કરવામાં આવે છે - જેનું અન્વેષણ કરવામાં આવે છે એવા સન્માર્ગમાં - આપ્ત - આગમ ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં - ‘इदमेवेत्यादि’ આ આપ્ત - આગમ - તપસ્વી સ્વરૂપ તત્ત્વ લક્ષણથી લક્ષિત છે. ‘न अन्यत्’ એનાથી બીજું (જુદું) નથી. ‘न च अन्यथा’ કહેલા લક્ષણથી અન્યથા — બીજાઓએ કલ્પેલા લક્ષણથી લક્ષિત હોવું — બિલકુલ ઘટતું નથી એવા પ્રકારથી ‘अकम्पा’ જે નિશ્ચલ ‘रुचि’ સમ્યગ્દર્શન છે તે ‘असंशया’ સમ્યગ્દર્શનનું નિઃશંકિતત્વગુણ અથવા નિઃશંકિત્વ અંગ કહેવાય છે.
ભાવાર્થ : — તે તત્ત્વ આ જ છે, અન્ય નથી અને અન્ય પ્રકારે પણ નથી. તેવું તલવારનાં પાણીની (તીક્ષ્ણ ધારની) જેમ નિશ્ચલ - સંશય રહિત શ્રદ્ધાન તે પરમાર્થ સમ્યગ્દર્શનનું પ્રથમ નિઃશંકિત અંગ છે.
તત્ત્વાર્થસૂત્રમાં ‘तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम्’ અર્થાત્ તત્ત્વાર્થના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં ટીકાકારે દેવ, આગમ અને ગુરુ — એ ત્રણેના પરમાર્થસ્વરૂપ તત્ત્વના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું તે બંને એક જ છે; કારણ કે —
‘‘........અર્હંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહિ, માટે અર્હંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે......જેને સાચા અર્હંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અર્હંતાદિકના સ્વરૂપને ઓળખતાં જીવ - અજીવ - આસ્રવાદિની ઓળખાણ થાય છે. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવ જાણી કોઈ ઠેકાણે અર્હંતાદિકના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે.’’૨
મૂળ શ્લોકમાં ‘तत्त्व’ છે તેનો અર્થ ટીકામાં ‘आप्तागमतपस्वि लक्षणं तत्त्वं’ કરેલ १. क्व सा अकम्पेत्याह घ० । ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૩૩૦.
Page 24 of 315
PDF/HTML Page 48 of 339
single page version
છે. તેમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થનો સમાવેશ થઈ જાય છે. એમ શ્લોક ૪માં કહ્યું છે, તે અહીં પણ લાગુ પડે છે - એમ સમજવું.
‘तत्त्वं’ શબ્દ એકવચનમાં છે અને આપ્ત - આગમ - તપસ્વી એ ત્રણ હોવાથી બહુવચન છે. વળી છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ એ પણ બહુવચન છે. તેનું તાત્પર્ય એ છે કે જ્યારે જીવ પોતાના ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જીવતત્ત્વની સન્મુખ થાય છે, ત્યારે જ પરમાર્થ સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે જ આપ્ત - આગમ - તપસ્વીની અને છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થની સાચી શ્રદ્ધા કહેવાય છે; તેથી ‘तत्त्वं’ શબ્દ અહીં શાસ્ત્રકાર આચાર્યદેવે એકવચનમાં વાપરેલ છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રના શ્લોકમાં તત્ત્વાર્થના જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ — એમ સાત નામો આપીને બહુવચનને બદલે એકવચન ‘तत्त्वं’ લખેલ છે. ત્યાં પણ નિજ ત્રિકાળી જીવ તત્ત્વની સન્મુખ થતાં સમ્યગ્દર્શન પ્રગટે છે એમ બતાવવા એકવચન વાપર્યું છે, તેમ અહીં તે જ આશય બતાવવા ‘तत्त्वं’ એકવચનમાં વાપર્યું છે.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે —
જે અર્હંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે; તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.
‘‘......અર્હંતાદિનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે. માટે જેને અર્હંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો.....’’૨.
‘‘......તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અર્હંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે. અથવા જે નિમિત્તથી તેને તત્ત્વશ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અર્હંતદેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો પણ નિયમ છે......’’ ૩.
‘‘.........સાચી દ્રષ્ટિ વડે કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં અન્ય લક્ષણોનું ગ્રહણ થાય છે, તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે. જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે - જો એ તત્ત્વોને ઓળખે
Page 25 of 315
PDF/HTML Page 49 of 339
single page version
તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત - અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે......જ્યાં દેવ - ગુરુ - ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કહી છે, કારણ કે અર્હંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે.....એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી, સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ - ગુરુ - ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનની મુખ્યતા વડે જુદાં જુદાં લક્ષણો કહ્યાં છે.’’ ૪.
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક હોય છે અર્થાત્ સાત ભયથી રહિત હોય છે, કારણ કે તે આત્મતત્ત્વને સ્વાનુભવગોચર કરી આત્માને આત્માપણે અને દ્રવ્યકર્મ - નોકર્મને પૌદ્ગલિક પરભાવરૂપ તથા ભાવકર્મને આસ્રવરૂપ જાણે છે. પરદ્રવ્યોથી આ જીવને લાભ - હાનિ કે સુખ - દુઃખ માનતો નથી. વળી તે એ વાતમાં નિઃશંક હોય છે કે કોઈ કોઈને મારતું નથી કે જીવાડતું નથી અને કોઈ કોઈને સુખી કરતું નથી કે દુઃખી કરતું નથી. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી; વળી તે દ્રઢપણે માને છે કે શરીર પુત્રાદિ સંયોગી પદાર્થોનો અવશ્ય વિયોગ થાય છે. કોઈ પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ નથી તેમ જ તે સુખ
દુઃખનું કારણ પણ નથી. માત્ર ભાવકર્મરૂપ આસ્રવભાવ છે તે દુઃખ છે. તેનો અભાવ કરવાનો પ્રયત્ન તેને નિરંતર ચાલુ હોય છે. એક સમયમાં પરિપૂર્ણ નિત્ય જ્ઞાયકતત્ત્વના દ્રઢ આશ્રયરૂપ આવી નિઃશંક માન્યતા વર્તતી હોય તેને ૧ - આલોકનો, ૨ - પરલોકનો, ૩ - મરણનો, ૪ - વેદનાનો, ૫ - અરક્ષાનો, ૬ - અગુપ્તિનો અને ૭ - અકસ્માતનો — એમ સાત પ્રકારનો ભય કેમ હોઈ શકે? - ન જ હોય.૧
(૧) ‘‘આ ભવમાં જીવનપર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ? એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે – આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧.સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. (શ્રી સમયસાર ગાથા ૨૨૮)
Page 26 of 315
PDF/HTML Page 50 of 339
single page version
‘‘સુખ - દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદના ભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે.
‘‘સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન (આત્મા) પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે, તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.
‘‘ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય, તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે — વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી, માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે, કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તિપણાનો ભય ક્યાંથી હોય?
‘‘ઇન્દ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે, પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે — તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી.
‘‘કોઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિક ભય છે. જ્ઞાની જાણે છે કે — આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય? અર્થાત્ અકસ્માત્ ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? ન જ હોય.’’૧
વળી જ્ઞાની જાણે છે કે —
‘‘જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જન્મ - મરણ ઉપલક્ષણથી દુઃખ - સુખ - રોગ - દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે, તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રમાણે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, ૧. સમયસાર ગુજરાતી આવૃત્તિ – કળશ ૧૫૫ થી ૧૬૦નો ભાવાર્થ. વધુ વિસ્તાર માટે જુઓ ‘શ્રી
Page 27 of 315
PDF/HTML Page 51 of 339
single page version
इदानीं निष्कांक्षितत्वगुणं सम्यग्दर्शने दर्शयन्नाह —
‘अनाकांक्षणा स्मृता’ निष्कांक्षितत्वं निश्चितं । कासौ ? ‘श्रद्धा’ । कथंभूता ? ‘अनास्था’ न विद्यते आस्था शाश्वतबुद्धिर्यस्यां । अथवा न आस्था अनास्था । तस्यां तया वा श्रद्धा अनास्थाश्रद्धा सा १चाप्यनाकांक्षणेति स्मृता । क्व अनास्थाऽरुचिः ? તે જ વિધાનથી - નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર - તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.’’૨
અહીં નિઃશંકિતત્વાદિને ‘ગુણ’ કહ્યા છે. તેને ત્રિકાળી ગુણ ન સમજવો, પણ પર્યાયમાં તે પ્રકારની શુદ્ધતાનો લાભ સમજવો, તેને ‘અંગ - આચાર - લક્ષણ’ વગેરે નામો પણ આપવામાં આવે છે. ૧૧.
હવે સમ્યગ્દર્શનના નિઃકાંક્ષિતગુણને દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [कर्मपरवशे ] જે કર્મોને આધીન છે એવા [सान्ते ] જે નશ્વર- અન્ત સહિત છે એવા, [दुःखैः अन्तरितोदये ] જેના ઉદયમાં (ઉદ્ભવમાં) આંતરું પડે છે એવા અને [पापबीजे ] જે પાપના બીજરૂપ છે - કારણરૂપ છે એવા, [सुखे ] ઇન્દ્રિયસંબંધી સુખમાં [अनास्था श्रद्धा ] અનાસ્થા સહિતની શ્રદ્ધા (ઇન્દ્રિયસુખ પ્રત્યે ઉપેક્ષાપૂર્વકની શ્રદ્ધા) તે, [अनाकांक्षणा ] નિઃકાંક્ષિત અંગ [स्मृता ] કહેવાય છે.
ટીકા : — ‘अनाकांक्षणा स्मृता’ તે નક્કી નિઃકાંક્ષિતપણું ગણવામાં આવ્યું છે. શું તે ‘श्रद्धा’ શ્રદ્ધા. કેવી (શ્રદ્ધા)? ‘अनास्था’ જેમાં આસ્થા અર્થાત્ શાશ્વત બુદ્ધિ ન હોવી તે અનાસ્થા, અથવા આસ્થા નહિ તે અનાસ્થા, અનાસ્થાની અથવા અનાસ્થા સહિતની શ્રદ્ધા તે અનાસ્થા શ્રદ્ધા છે અને તે નિઃકાંક્ષિત અંગ કહેવાય છે. શામાં અનાસ્થા અર્થાત્ १. सा चानाकाङ्कणोति घ० । ૨. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૧ – ૩૨૨.
Page 28 of 315
PDF/HTML Page 52 of 339
single page version
‘सुखे’ वैषयिके । कथंभूते ? ‘कर्मपरवशे’ कर्मायत्ते । तथा ‘सान्ते’ अन्तेन विनाशेन सह वर्तमाने । तथा ‘दुःखैरन्तरितोदये’ दुःखैर्मानसशारीरैरन्तरित उदयः प्रादुर्भावो यस्य । तथा ‘पापबीजे’ पापोत्पत्तिकारणे ।।१२।। અરુચિ? ‘सुखे’ ઇન્દ્રિય - વિષય સંબંધી સુખમાં. કેવા (સુખમાં)? ‘कर्मपरवशे’ જે કર્માધીન છે એવા તથા ‘सान्ते’ જે અંત - વિનાશ સહિત છે એવા તથા ‘दुःखैरन्तरितोदये’ જેના ઉદયમાં વચ્ચે વચ્ચે માનસિક અને શારીરિક દુઃખો આવે છે એવા તથા ‘पापबीजे’ જે પાપની ઉત્પત્તિનું કારણ છે એવા (સુખમાં).
ભાવાર્થ : — ઇન્દ્રિયજનિત સુખ (સાંસારિક સુખ) કર્મને આધીન છે, અંતસહિત (નાશવંત) છે, માનસિક અને શારીરિક દુઃખોથી (અર્થાત્ આધિ, વ્યાધિ અને ઉપાધિથી) ખલેલ પામે છે અને પાપનું મૂળ છે, (પાપબંધનું કારણ છે). તેવા સુખમાં ખરેખર (સાચું) સુખ છે, એવી આસ્થાપૂર્વક શ્રદ્ધા ન કરવી તે નિઃકાંક્ષિત અંગ છે.
ઇન્દ્રિયજનિત સુખ કર્મના ઉદયને આધીન છે, કારણ કે ઇન્દ્રિયસુખનાં સાધનો શાતાવેદનીય કર્મના ઉદય નિમિત્તે પ્રાપ્ત થાય છે. તે વિષય - સાધનો ઇન્દ્રધનુષવત્ વીજળીના ચમકારા જેમ ક્ષણભંગુર છે. અશાતા વેદનીય કર્મના ઉદય નિમિત્તે તેનો અલ્પકાળમાં અંત આવે છે, માટે તે અંતસહિત છે.
ઇન્દ્રિયસુખ અખંડ ધારાપ્રવાહરૂપ હોતું નથી. તેથી વારંવાર અનેક દુઃખના ઉદય સહિત હોય છે. કોઈ વખત રોગ થાય, તો કદી સ્ત્રી - પુત્રાદિનો વિયોગ થાય, કદી ધનની હાનિ થાય, તો કદી અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થાય. એમ તે અનેક દુઃખોથી અંતરિત હોય છે.
વળી ઇન્દ્રિયસુખમાં એકતાબુદ્ધિ હોવાથી અજ્ઞાની જીવો પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી પાપારંભમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેને પાપનો બંધ થાય છે. આથી ઇન્દ્રિયસુખ પાપનું બીજ છે.
આવા પરાધીન, અંતસહિત અને દુઃખરૂપ ઇન્દ્રિયસુખમાં સમ્યગ્દ્રષ્ટિને વાસ્તવિક સુખ ભાસતું નથી, તેથી તેને તે સાચું સુખ છે એવી આસ્થારૂપ શ્રદ્ધા કેવી રીતે હોય? અને શ્રદ્ધા વિના તેની વાંછા (આકાંક્ષા) પણ કેમ હોય? ઇન્દ્રિયસુખ ભોગવવાના કાળે પણ આકુળતા જ હોય છે, તેથી તે સુખ નથી પણ દુઃખ જ છે.
Page 29 of 315
PDF/HTML Page 53 of 339
single page version
શ્રી પ્રવચનસાર ગાથા ૭૬માં કહ્યું છે કે —
‘‘જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે, તે રીતે તે દુઃખ જ છે.’’૧
નિઃકાંક્ષિત અંગ વિષે શ્રી સમયસાર ગાથા ૨૩૦માં કહ્યું છે કે —
‘‘જે ચેતયિતા કર્મોનાં ફળ પ્રત્યે તથા સર્વધર્મો પ્રત્યે કાંક્ષા (વાંછા) કરતો નથી, તે નિષ્કાંક્ષ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૨
જેને આત્માના સ્વાભાવિક સુખની શ્રદ્ધા હોય છે તે સમ્યગ્દ્રષ્ટિ હોય છે. કેવળજ્ઞાનીઓ આત્મિક અનંતસુખને અનુભવે છે. તેવા અનંતસુખને જ જાણે છે, ઉપાદેયરૂપે શ્રદ્ધે છે અને પોતાના આત્મિક સુખને અનુભવે છે, તે ભવ્ય જીવો સમ્યગ્દ્રષ્ટિ છે. જે જીવોને વાસ્તવિક સુખામૃતનો અનુભવ હોય તેને પરદ્રવ્યોની અને પરદ્રવ્યોના આશ્રયે થતાં ઇન્દ્રિયસુખની કે અન્ય ધર્મોની આકાંક્ષા કેમ હોઈ શકે? કદી ન હોય.
તેઓ પોતપોતાના ગુણસ્થાન અનુસાર, જો કે હેયબુદ્ધિએ વિષયસુખને અનુભવે છે, તોપણ નિજ શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે અને તેથી તેમને શ્રદ્ધામાં સાંસારિક સુખની જરાપણ આકાંક્ષા નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવોને નિઃકાંક્ષિત ગુણ હોય છે.૩
‘‘જે કોઈ જ્ઞાની, શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલા પરમાનંદ સુખમાં તૃપ્ત થઈ, પંચેન્દ્રિયના વિષયસુખના કારણભૂત કર્મફળોમાં તેમ જ સર્વ વસ્તુઓના ધર્મોમાં અથવા આ લોક - પરલોકની ઇચ્છાઓ સંબંધી, અન્ય આગમમાં કહેલા સમસ્ત કુધર્મોમાં ઇચ્છા કરતો નથી, તે સમ્યગ્દ્રષ્ટિ સાંસારિક સુખમાં નિઃકાંક્ષિત જાણવો.’’૪ ૧૨. ૧.પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે;
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. (શ્રી પ્રવચનસાર ગાથા ૭૬.) ૨.જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. (શ્રી સમયસાર ગાથા ૨૩૦.) ૩. જુઓ શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૩ની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા. ૪. શ્રી સમયસાર ગાથા ૨૩૦ની શ્રી જયસેનાચાર્ય કૃત સંસ્કૃત ટીકા.
Page 30 of 315
PDF/HTML Page 54 of 339
single page version
सम्प्रति निर्विचिकित्सागुणं सम्यग्दर्शनस्य प्ररूपयन्नाह —
‘निर्विचिकित्सता मता’ अभ्युपगता । कासौ ? ‘निर्जुगुप्सा’ विचिकित्साभावः । क्व ? काये । किंविशिष्टे ? ‘स्वभावतोऽशुचौ’ स्वरूपेणापवित्रिते । इत्थंभूतेऽपि काये ‘रत्नत्रयपवित्रिते’ रत्नत्रयेण पवित्रिते पूज्यतां नीते । कुतस्तथाभूते निर्जुगुप्सा भवतीत्याह — ‘गुणप्रीतिः’ यतो गुणेन रत्नत्रयाधारभूतमुक्तिसाधकत्वलक्षणेन प्रीतिर्मनुष्यशरीरमेवेदं मोक्षसाधकं नान्यद्देवादिशरीरमित्यनुरागः । ततस्तत्र निर्जुगुप्सेति ।।१३।।
હવે સમ્યગ્દર્શનના નિર્વિચિકિત્સતા ગુણનું પ્રરૂપણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [स्वभावतः ] સ્વરૂપથી [अशुचौ ] અપવિત્ર, કિંતુ [रत्नत्रयपवित्रिते ] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી પવિત્ર [काये ] શરીરમાં [निर्जुगुप्सा ] જુગુપ્સારહિત (ગ્લાનિરહિત) [गुणप्रीतिः ] (મુક્તિસાધક) ગુણોને લીધે પ્રીતિ કરવી તે [निर्विचिकित्सता ] નિર્વિચિકિત્સતા અંગ કહેવાય છે.
ટીકા : — ‘निर्विचिकित्सता मता’ નિર્વિચિકિત્સતા માનવામાં આવી છે - સ્વીકારવામાં આવી છે. તે શું? ‘निर्जुगुप्सा’ નિર્જુગુપ્સા અર્થાત્ વિચિકિત્સા ન હોવી તે. ક્યાં? શરીરમાં. કેવા પ્રકારના શરીરમાં? ‘स्वभावतोऽशुचौ’ સ્વરૂપથી અપવિત્ર. આવા (અપવિત્ર) શરીરને પણ, ‘रत्नत्रयपवित्रिते’ રત્નત્રયથી પવિત્ર બનાવવામાં આવે છે - પૂજ્ય બનાવવામાં આવે છે. એવા શરીરમાં નિર્જુગુપ્સા (ગ્લાનિ ન હોવી) શા કારણે હોય? તે કહે છે. ‘गुणप्रीतिः’ કારણ કે રત્નત્રયના આધારભૂત અને મુક્તિના સાધકસ્વરૂપ ગુણને લીધે (તેમાં) પ્રીતિ હોય છે. મનુષ્યનું આ શરીર જ મોક્ષસાધક છે, નહિ કે અન્ય દેવાદિનું શરીર; એવો અનુરાગ (પ્રીતિ) હોય છે, તેથી તેમાં નિર્જુગુપ્સા હોય છે અર્થાત્ તેમાં ગ્લાનિ હોતી નથી.
ભાવાર્થ : આ નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન છે. વિચિકિત્સાનો અર્થ ગ્લાનિ છે.
Page 31 of 315
PDF/HTML Page 55 of 339
single page version
શરીર સ્વભાવે અપવિત્ર છે. મળ - મૂત્રાદિ દુર્ગંધયુક્ત પદાર્થોનું ઘર છે. વળી તે અશુચિ, વિનાશિક અને અનેક રોગોનું રહેઠાણ છે, પણ તે કારણે તે ગ્લાનિ કે દ્વેષ કરવા યોગ્ય નથી.
સમ્યગ્દ્રષ્ટિ કોઈપણ પરદ્રવ્યોને ભલાં - બૂરાં જાણતો નથી. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલાં - બૂરાં છે જ નહિ.૧
પર પદાર્થોમાં ‘આ સારા અને આ નરસા’ એવું દ્વૈત છે જ નહિ. છતાં મોહાચ્છાદિત જીવો તેમાં સારા-નરસાનું દ્વૈત ઊભું કરે છે અને રુચિત વિષયમાં રાગ અને અરુચિત વિષયમાં - પદાર્થમાં દ્વેષ કરે છે.૨
સમ્યગ્દ્રષ્ટિ કોઈપણ જીવનાં દુર્ગંધમય શરીરને દેખીને ગ્લાનિ કરતો નથી. ભાવલિંગી મુનિઓ નગ્ન હોય છે. તેમનાં શરીરને દુર્ગંધવાળું દેખીને કે તે શરીરની અપ્રિય (બૂરી) આકૃતિ દેખીને તે પ્રત્યે તે જરાપણ ગ્લાનિ કરતો નથી. તે શરીર તો રત્નત્રયધારી જીવોનું મુક્તિનું સહકારી કારણ છે. એમ જાણી તેને વ્યવહાર અપેક્ષાએ પવિત્ર જાણે છે અને તે પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન થવા દેતો નથી. આ તેનો નિર્વિચિકિત્સા ગુણ છે.
નિશ્ચય અપેક્ષાએ પવિત્ર તો નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા છે. જૈનમતમાં બધી સારી વાતો છે, પણ વસ્ત્રના આવરણ રહિતની જે નગ્નતા તથા જળ- સ્નાનાદિ ક્રિયાનો અભાવ – એ દૂષણ છે, એવા કુત્સિત ભાવોને વિશિષ્ટ વિવેકી જ્ઞાનવાળો સમ્યગ્દ્રષ્ટિ જીવ દૂર કરે છે. તે પણ નિર્વિચિકિત્સા ગુણ છે.૩
‘‘સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, ઉષ્ણાદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા (ગ્લાનિ) કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.’’૪ ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૫૦. ૨. જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૮૩ અને તેની ટીકા. ૩. જુઓ દ્રવ્યસંગ્રહ ગાથા ૪૨, પૃષ્ઠ ૧૭૦ – ૧૭૧ (નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન) ૪. શ્રી સમયસાર ગાથા ૨૩૧નો ભાવાર્થ
Page 32 of 315
PDF/HTML Page 56 of 339
single page version
अधुना सद्दर्शनस्यामूढदृष्टित्वगुणं प्रकाशयन्नाह —
अमूढा दृष्टिरमूढत्वगुणविशिष्टं सम्यग्दर्शनं । का ? ‘असम्मतिः’ न विद्यते मनसा सम्मतिः श्रेयःसाधनतया सम्मननं यत्र दृष्टौ । क्व ? ‘कापथे’ कुत्सितमार्गे मिथ्या- दर्शनादौ । कथंभूते ? ‘पथि’ मार्गे । केषां ? ‘दुःखानां’ । न केवलं तत्रैवासम्मतिरपि तु
શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૨૯ તથા તેની ટીકામાં લખ્યું છે કે —
‘‘હે જીવ! તું પરમાત્માને જાણ. અર્થાત્ નિત્યાનંદ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહીને પોતાના આત્માનું ધ્યાન કર. શુદ્ધાત્માથી ભિન્ન દેહ — રાગાદિકોથી તને શું પ્રયોજન છે? કંઈ પ્રયોજન નથી.’’
તેથી એમ સમજવું કે દેહ જોકે અશુચિ અને વિનાશિક છે, તોપણ તેના પ્રત્યે દ્વેષ - ગ્લાનિ કે જુગુપ્સા કરવી ન્યાયયુક્ત છે — એમ સમ્યગ્દ્રષ્ટિ માનતો જ નથી, તો પછી સાચા રત્નત્રયધારી મુનિના શરીર પ્રત્યે જુગુપ્સા તેને કેમ હોઈ શકે? ૧૩.
હવે સમ્યગ્દર્શનના અમૂઢદ્રષ્ટિત્વ ગુણને પ્રકાશી કહે છે —
અન્વયાર્થ : — [दुःखानां ] દુઃખોના [पथि ] માર્ગરૂપ (કારણરૂપ) [कापथे ] (મિથ્યાદર્શનાદિ રૂપ) કુમાર્ગમાં [अपि ] અને [कापथस्थे ] કુમાર્ગમાં સ્થિત જીવમાં પણ [असम्मतिः ] મનથી સંમત ન હોવું, [असंपृक्ति ] કાયાથી સંપર્ક (સહારો) ન કરવો અને [अनुत्कीर्तिः ] વચનથી પ્રશંસા ન કરવી, તેને [अमूढा दृष्टिः ] અમૂઢદ્રષ્ટિત્વ અંગ [उच्यते ] કહે છે.
ટીકા : — ‘अमूढा दृष्टिः’ તે અમૂઢત્વ ગુણ વિશિષ્ટ સમ્યગ્દર્શન છે. શું? ‘असम्मतिः’ જ્યાં દ્રષ્ટિમાં (અભિપ્રાયમાં) મનથી સંમતિ હોતી નથી અર્થાત્ શ્રેયના સાધન તરીકે માનવાપણું હોતું નથી. ક્યાં? ‘कापथे’ મિથ્યાદર્શનાદિરૂપ કુમાર્ગમાં. કેવા (કુમાર્ગમાં)? ‘दुःखानां पथि’ દુઃખોનાં કારણરૂપ એવા (કુમાર્ગમાં). તેમાં જ અસંમતિ
Page 33 of 315
PDF/HTML Page 57 of 339
single page version
‘कापथस्थेऽपि’ मिथ्यादर्शनाद्याधारेऽपि जीवे । तथा ‘असंपृक्तिः’ न विद्यते सम्पृक्तिः कायेन नखच्छोटिकादिना१अंगुलिचालनेन शिरोधूननेन वा प्रशंसा यत्र । ‘अनुत्कीर्तिः’ न विद्यते उत्कीर्तिरुत्कीर्तनं वाचा संस्तवनं यत्र । मनोवाक्यायैर्मिथ्यादर्शनादीनां तद्वतां चाप्रशंसाकरणममूढं सम्यग्दर्शनमित्यर्थः ।।१४।। એટલું જ નહિ ‘कापथस्थेऽपि’ મિથ્યાદર્શનાદિના આધારભૂત જીવમાં પણ, જ્યાં ‘असंपृक्तिः’ કાયાથી સંપર્ક ન હોવો, અર્થાત્ નખ વડે, ચપટી આદિથી કે આંગળી હલાવીને કે મસ્તક ધુણાવીને પ્રશંસા ન કરવી તથા જ્યાં ‘अनुत्कीर्तिः’ વાણીથી કીર્તન કે સ્તવન ન હોવું (તે અમૂઢત્વ ગુણવિશિષ્ટ દ્રષ્ટિ છે - સમ્યગ્દર્શન છે.) મન - વચન - કાયાથી મિથ્યાદર્શનાદિની તથા તેના ઉપાસકોની પ્રશંસા ન કરવી, તે અમૂઢ સમ્યગ્દર્શન છે - એવો અર્થ છે.
ભાવાર્થ : — નરક, તિર્યંચ, કુમનુષ્યાદિ ગતિનાં ઘોર દુઃખોનાં કારણભૂત મિથ્યાદર્શનાદિરૂપ કુમાર્ગને અને તેને અનુસરતી વ્યક્તિઓને મનથી સંમતિ ન દેવી, કાયાથી સહારો કે સંપર્ક ન કરવો અથવા ચપટી કે માથું હલાવી - ધુણાવી પ્રશંસા ન કરવી અને વચનથી તેમનાં ગુણ - ગાન કે સ્તવન ન કરવાં તે અમૂઢદ્રષ્ટિ અંગ છે.
‘‘જે ચેતયિતા સર્વભાવોમાં અમૂઢ છે - યથાર્થ દ્રષ્ટિવાળો છે તે ખરેખર અમૂઢદ્રષ્ટિ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’
‘‘સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, તેને રાગ - દ્વેષ - મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી.’’૨
‘‘જે આત્મા પોતાના શુદ્ધાત્મામાં શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ નિશ્ચયરત્નત્રય- સ્વરૂપ ભાવનાના બળથી શુભ - અશુભ કર્મજનિત પરિણામરૂપ બાહ્ય પદાર્થોમાં સર્વથા અસંમૂઢ હોય છે (અર્થાત્ કર્મોના ઉદયથી જે દુઃખરૂપ વા બાહ્ય શાતારૂપ પદાર્થોની અવસ્થાઓ થાય છે, તેમાં શોક - હર્ષ નહિ કરતાં તેના યથાર્થ સ્વરૂપને જાણી તેના १. नखच्छोटिकादिना प्रशंसा घ० । ૨. સંમૂઢ નહિ જે સર્વ ભાવે, — સત્યદ્રષ્ટિ ધારતો,
Page 34 of 315
PDF/HTML Page 58 of 339
single page version
अथोपगूहनगुणं तस्य प्रतिपादयन्नाह —
‘तदुपगूहनं वदन्ति’ यत्प्रमार्जन्ति निराकुर्वन्ति प्रच्छादयन्तीत्यर्थः । कां ? ‘वाच्यतां’ दोषं । कस्य ? ‘मार्गस्य’ रत्नत्रयलक्षणस्य । किंविशिष्टस्य ? ‘स्वयं शुद्धस्य’ स्वभावतो निर्मलस्य । कथंभूतां ? ‘बालाशक्तजनाश्रयां’ बालोऽज्ञः, अशक्तो व्रताद्यनुष्ठाने- ऽसमर्थः स चासौ जनश्च स आश्रयो यस्याः । अयमर्थ — हिताहितविवेकविकलं મોહપાશમાં પડી મૂર્ખ બનતો નથી.) તે ખરેખર અમૂઢદ્રષ્ટિ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૧
આત્મતત્ત્વ અને શરીરાદિક બર્હિતત્ત્વોનો યથાર્થ નિશ્ચય થતાં તેનાં ફળસ્વરૂપ સમસ્ત મિથ્યાત્વ - રાગાદિ શુભાશુભ સંકલ્પ-વિકલ્પોમાં ઇષ્ટબુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, હિતબુદ્ધિ અને મમત્વભાવ છોડી વિશુદ્ધ જ્ઞાન - દર્શન સ્વભાવમાં નિશ્ચય રહેવું તેનું નામ સાચો અમૂઢદ્રષ્ટિ ગુણ છે.૨ ૧૪.
હવે તેના (સમ્યગ્દર્શનના) ઉપગૂહન ગુણનું પ્રતિપાદન કરી કહે છે —
અન્વયાર્થ : — [स्वयं ] સ્વયં (સ્વરૂપથી) [शुद्धस्य ] શુદ્ધ (પવિત્ર) [मार्गस्य ] માર્ગની (મોક્ષમાર્ગની) [बालाशक्तजनाश्रयाम् ] અજ્ઞાની અને અસમર્થ પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી [वाच्यतां ] નિંદાને [यत् प्रमार्जन्ति ] જે દૂર કરે છે - છુપાવે છે [तत् ] તે પ્રમાર્જનને (દૂર કરવું - છુપાવવું તેને) [उपगूहनम् ] ઉપગૂહન અંગ [वदन्ति ] કહે છે.
ટીકા : — ‘स्वयं शुद्धस्य मार्गस्य’ સ્વભાવથી નિર્મળ એવા રત્નત્રયસ્વરૂપ માર્ગના ‘बालाशक्तजनाश्रयां वाच्यतां’ અજ્ઞાની અને વ્રતાદિનું આચરણ કરવામાં અસમર્થ એવા જનોના આશ્રયે જે ઉત્પન્ન થયો છે એવા દોષોનું ‘यत् प्रमार्जन्ति’ જે દૂર કરવું (છુપાવવું) ‘तदुपगूहनम्’ તેને ઉપગૂહન ગુણ કહે છે. આ અર્થ છે કે હિત અને ૧. જુઓ શ્રી સમયસાર ગાથા ૨૩૨ની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા. ૨. જુઓ શ્રી દ્રવ્યસંગ્રહ ગાથા ૪૧ અમૂઢદ્રષ્ટિ ગુણ સંબંધી ટીકા.
Page 35 of 315
PDF/HTML Page 59 of 339
single page version
व्रताद्यनुष्ठानेऽसमर्थजनमाश्रित्यागतस्य रत्नत्रये तद्वर्ति वा दोषस्य यत् प्रच्छादनं तदुपगूहनमिति ।।१५।। અહિતના વિવેકરહિત તથા વ્રતાદિના અનુષ્ઠાનમાં અસમર્થ એવા જનોના આશ્રયે રત્નત્રયમાં અથવા તેના ધારક પુરુષોમાં આવેલા દોષોને જે ઢાંકવું (છુપાવવું) તે ઉપગૂહન છે.
ભાવાર્થ : — જેઓ હિતાહિતના વિવેકથી રહિત છે, અજ્ઞાની છે તથા જેઓ વ્રતાદિકનું આચરણ કરવામાં અશક્ત છે — અસમર્થ છે તેવા પુરુષો દ્વારા, રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સંબંધી યા મોક્ષમાર્ગના ઉપાસકો સંબંધી જે નિંદા થઈ હોય તેને પ્રગટ ન કરવી (છુપાવવી) તે ઉપગૂહન અંગ છે.
એકનો દોષ દેખી સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ દૂષિત થશે એમ જાણી સમ્યગ્દ્રષ્ટિ કોઈ સાધર્મીના દોષને પ્રગટ કરતો નથી. આમાં દોષને ઉત્તેજન આપવાનો તેનો હેતુ નથી, પરંતુ જે ધર્મ પ્રત્યે તેની પ્રીતિ છે તેની નિંદા ન થાય તે જોવાનો તેનો પ્રધાન હેતુ છે.
‘‘જે ચેતયિતા સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે અને પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) તે ઉપગૂહનકારી સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’
‘‘સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહન ગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી, તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપબૃંહણ ગુણવાળો છે.’’૧ ૧૫. ૧.જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩.
Page 36 of 315
PDF/HTML Page 60 of 339
single page version
अथ स्थितीकरणगुणं सम्यग्दर्शनस्य दर्शयन्नाह —
‘स्थितीकरणं’ अस्थितस्य दर्शनादेश्चलितस्य स्थितकरणं१ स्थितीकरणमुच्यते । कैः ? प्राज्ञैस्तद्विचक्षणैः । किं तत् ? ‘प्रत्यवस्थापनं’ दर्शनादौ पूर्ववत् पुनरप्यवस्थापनं । केषां ? ‘चलतां’ कस्मात् ? दर्शनाच्चरणाद्वापि । कैस्तेषां प्रत्यवस्थापनं ? ‘धर्मवत्सलैः’ धर्मवात्सल्ययुक्तैः ।।१६।।
હવે સમ્યગ્દર્શનના સ્થિતિકરણ ગુણને દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [दर्शनात् ] સમ્યગ્દર્શનથી [वा ] અથવા [चरणात् ] સમ્યક્ચારિત્રથી [अपि ] પણ [चलतां ] ચલિત થતા - ડગતા જીવોને [धर्मवत्सलैः ] ધર્મપ્રેમી જીવો દ્વારા [प्रत्यवस्थापनम् ] ફરીથી તેમાં (ધર્મમાં) પૂર્વવત્ સ્થાપવા તેને [प्राज्ञैः ] વિદ્વાનો દ્વારા [स्थितीकरण ] સ્થિતિકરણ અંગ [उच्यते ] કહેવામાં આવ્યું છે.
ટીકા : — ‘स्थितीकरणं’ - અસ્થિત - દર્શન આદિથી ચલિત થયેલાને ફરીથી સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. ‘धर्मवत्सलैः’ ધર્મમાં સ્નેહ રાખવાવાળા પુરુષો દ્વારા ‘दर्शनाच्चरणाद्वापि चलतां’ દર્શન અથવા ચારિત્રથી પણ ચલિત થયેલાઓને પણ ‘प्रत्यवस्थापन’ દર્શનાદિમાં પૂર્વવત્ ફરીથી સ્થાપન કરવો તેને ‘प्राज्ञैः’ વિચક્ષણ પુરુષો દ્વારા ‘स्थितीकरणमुच्यते’ સ્થિતિકરણ ગુણ કહેવાય છે.
ભાવાર્થ : — રોગ, દરિદ્રતા, ચમત્કાર, પ્રલોભન, મિથ્યા ઉપદેશાદિ કારણોથી સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રથી ડગતા - ચલિત થતા જીવોને યોગ્ય ઉપદેશ આપી ધર્મપ્રેમીઓ દ્વારા ફરીથી ધર્મમાં લગાડવા (સ્થિર કરવા), તેને વિદ્વાનો સ્થિતિકરણ ગુણ - અંગ કહે છે.
‘‘જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે १. स्थितस्य करणं घ० ।