Page 37 of 315
PDF/HTML Page 61 of 339
single page version
अथ वात्सल्यगुणस्वरूपं दर्शने प्रकटयन्नाह —
‘वात्सल्यं’ सधर्मिणि स्नेहः । ‘अभिलप्यते’ प्रतिपाद्यते । कासौ ? ‘प्रतिपत्तिः’ पूजाप्रशंसादिरूपा । कथं ? ‘यथायोग्यं’ योग्यानतिक्रमेण अञ्जलिकरणाभिमुखगमन प्रशंसावचनोपकरणसम्प्रदानादिलक्षणा । कान् प्रति ? ‘स्वयूथ्यान्’ जैनान् प्रति । कथंभूता ? સ્થિતિકરણયુક્ત સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૧
‘‘તે સ્થિતિકરણ, સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે પોતાની ભૂલને પોતાની મેળે પરિણામોની શુદ્ધતા દ્વારા સુધારે છે, તેને નિશ્ચયથી સ્વસ્થિતિકરણ કહે છે. તથા પોતાનાથી ભિન્ન વ્યક્તિને સમ્યગ્દર્શન વા સમ્યક્ચારિત્રથી પતિત થતી જોઈને તેને ધર્મોપદેશ દ્વારા શંકા - સમાધાન પૂર્વક ફરીથી સમ્યગ્દર્શન વા સમ્યક્ચારિત્રમાં સ્થિર કરવાના ભાવને વ્યવહારથી પરસ્થિતિકરણ કહે છે.’’૨ ૧૬.
હવે સમ્યગ્દર્શનના વાત્સલ્ય ગુણનું સ્વરૂપ પ્રગટ કરી કહે છે —
અન્વયાર્થ : — [स्वयूथ्यान् प्रति ] પોતાના સહધર્મીઓ પ્રત્યે [सद्भावसनाथा ] સદ્ભાવ (સરળતા) સહિત. [अपेतकैतवा ] માયા રહિત [यथायोग्यम् ] યથાયોગ્ય [प्रति- पत्तिः ] આદર - સત્કારાદિ કરવો તે [वात्सल्यम् ] વાત્સલ્ય અંગ [अभिलप्यते ] કહેવાય છે.
ટીકા : — ‘वात्सल्यं’ સહધર્મી પ્રત્યે સ્નેહ ‘अभिलप्यते’ કહેવાય છે. વાત્સલ્ય એટલે શું? ‘प्रतिपत्तिः’ પૂજા પ્રશંસાદિરૂપ સત્કાર. કેવી રીતે? ‘यथायोग्यम्’ જે યોગ્ય છે તેનું ઉલ્લંઘન કર્યા સિવાય અર્થાત્ બંને હાથ જોડવા, સામે જવું, પ્રશંસાનાં વચન કહેવાં, ઉપકરણ (સાધનો)નું દાન આપવું - વગેરે રૂપ યથાયોગ્ય (સત્કાર કરવો), કોના પ્રતિ? ‘स्वयूथ्यान्’ જૈનો પ્રતિ. કેવો (સત્કાર)? ‘सद्भावसनाथा’ સદ્ભાવના અવક્રતા - સરળતા ૧. ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
૨. શ્રી પંચાધ્યાયી – ઉત્તરાર્ધ ગાથા ૭૯૨નો ભાવાર્થ.
Page 38 of 315
PDF/HTML Page 62 of 339
single page version
‘सद्भावसनाथा’ सद्भावेनावक्रतया सहिता चित्तपूर्विकेत्यर्थः । अत एव ‘अपेतकैतवा’ अपेतं विनष्टं कैतवं माया यस्याः ।।१७।।
अथ प्रभावनागुणस्वरूपं दर्शनस्य निरूपयन्नाह —
સહિત હૃદયપૂર્વક - એવો અર્થ છે. તેથી જ ‘अपेतकैतवा’ અપેત એટલે નષ્ટ અને કૈતવ એટલે માયા, જેમાં માયા નાશ પામી છે તેવો અર્થાત્ માયા રહિત (સત્કાર).
ભાવાર્થ : — પોતાના સહધર્મી ભાઈઓનો વિનયપૂર્વક, સારા ભાવસહિત, કપટ રહિત - ખરા દિલથી, યથાયોગ્ય નમસ્કાર, વિનય, સ્તુતિ, દાન, પ્રશંસા અને ઉપકરણ આદિ દ્વારા આદર - સત્કાર કરવો તે વાત્સલ્ય અંગ છે.
‘‘જે ચેતયિતા મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપી ત્રણ સાધકો - સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ — એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વાત્સલ્યભાવ યુક્ત (વાત્સલ્યભાવ સહિત) સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૧
સ્થિતિકરણ અંગની જેમ વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. પરિષહ - ઉપસર્ગાદિ દ્વારા પીડિત થવા છતાં પણ કોઈ શુભ આચરણમાં, જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ન આવવા દેવી તે સ્વાત્મસંબંધી વાત્સલ્ય છે અને અન્ય સંયમીઓ ઉપર ઘોર પરિષહ ઉપસર્ગાદિક આવી પડતાં તેમની બાધા દૂર કરવાનો ભાવ થવો તે પરવાત્સલ્ય છે.’’૨ ૧૭.
હવે સમ્યગ્દર્શનના પ્રભાવના ગુણના સ્વરૂપનું નિરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [अज्ञानतिमिरव्याप्तिम् ] અજ્ઞાનરૂપી અંધકારના ફેલાવાને ૧. જે મોક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહો!
૨. જુઓ શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા ૮૦૬ થી ૮૦૮.
Page 39 of 315
PDF/HTML Page 63 of 339
single page version
‘प्रभावना’ स्यात् । कासौ ? ‘जिनशासनमाहात्म्यप्रकाशः’ । “जिनशासनस्य माहात्म्यप्रकाशस्तु१ “तपोज्ञानाद्यतिशयप्रकटीकरणं । कथं ? ‘यथायथं’ स्नपनदानपूजा- विधानतपोमंत्रतंत्रादिविषये आत्मशक्त्यनतिक्रमेण । किं कृत्वा ? ‘अपाकृत्य’ निराकृत्य । कां ? ‘अज्ञानतिमिरव्याप्तिं’“ जिनमतात्परेषां यत्स्नपनदानादिविषयेऽज्ञानमेव तिमिरमन्धकारं तस्य व्याप्तिं “प्रसरम् ।।१८।।
इदानीमुक्तनिःशंकितत्वाद्याष्टगुणानां मध्ये कः केन गुणेन प्रधानतया प्रकटित इति प्रदर्शयन् श्लोकद्वयमाह — (વિસ્તારને) [अपाकृत्य ] દૂર કરીને [यथायथम् ] ઉચિત રીતે [जिनशासनमाहात्म्य- प्रकाशः ] જૈનધર્મના મહિમાનો પ્રકાશ કરવો તે [प्रभावना ] પ્રભાવના ગુણ [स्यात् ] છે.
ટીકા : — ‘प्रभावना’ પ્રભાવના ગુણ છે. તે શું છે? ‘जिनशासनमाहात्म्यप्रकाशः’ જિનશાસનના મહિમાનો પ્રકાશ કરવો તે - તપ, જ્ઞાનાદિના અતિશયને પ્રગટ કરવો તે. કેવી રીતે? ‘यथायथं’ સ્નપન (અભિષેક), દાન, પૂજાવિધાન, તપ, મંત્ર, તંત્રાદિના વિષયમાં પોતાની શક્તિનો અતિક્રમ (ઉલ્લંઘન) કર્યા વિના (અર્થાત્ યથાશક્તિ), શું કરીને? ‘अपाकृत्य’ દૂર કરીને, કોને? ‘अज्ञानतिमिरव्याप्तिम्’ જિનમતથી અતિરિક્ત અન્ય મતનાં સ્નપન, દાનાદિના વિષયમાં જે અજ્ઞાનરૂપી અંધકાર તેની વ્યાપ્તિને - તેના ફેલાવને.
ભાવાર્થ : — જૈનધર્મ સંબંધી ફેલાયેલી અજ્ઞાનતાને પોતાની શક્તિ અનુસાર વિદ્યા, દાન, પૂજાવિધાન, તપ, મંત્ર, તંત્રાદિ દ્વારા દૂર કરીને જૈનધર્મનો મહિમા પ્રગટ કરવો તેને પ્રભાવના અંગ કહે છે.
‘‘જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ - પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૨ ૧૮.
હવે કહેલા નિઃશંકિતત્ત્વાદિ આઠ ગુણોમાં કોણ કયા ગુણ વડે પ્રધાનતાથી પ્રસિદ્ધ થયેલ છે, તે બતાવતાં બે શ્લોક કહે છે — ★. ध पुस्तके ‘तु’ नास्ति । सम्पादनादिलक्षणा ख । ★ पुष्पमध्यगतः पाठः क – पुस्तके नास्ति । ૨. ચિન્મૂર્તિ મન રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો,
Page 40 of 315
PDF/HTML Page 64 of 339
single page version
तावच्छब्दः क्रमवाची, सम्यग्दर्शनस्य हि निःशंकितत्वादीन्यष्टांगान्युक्तानि तेषु मध्ये प्रथमे निःशंकितत्वेंऽगस्वरूपे तावल्लक्ष्यतां दृष्टान्ततां गतोऽञ्जनचोरः स्मृतो निश्चितः । द्वितीयेंऽगे निष्कांक्षितत्वे ततोऽञ्जनचोरादन्यानन्तमतिर्लक्ष्यतां गता मता । तृतीयेंऽगे निर्विचिकित्सत्वे उद्दायनो लक्ष्यतां गतो मतः । तुरीये चतुर्थेऽङ्गे अमूढदृष्टित्वे
અન્વયાર્થ : — [तावत् ] ક્રમથી પહેલા [अङ्के ] નિઃશંકિત અંગમાં [अंजनचौरः ] અંજન ચોર (પ્રસિદ્ધ થયો છે.) [ततः ] તે પછી - બીજા નિઃકાંક્ષિત અંગમાં [अनन्तमती ] રાણી અનંતમતી [स्मृता ] પ્રસિદ્ધ થઈ છે. [तृतीयेऽपि ] અને ત્રીજા નિર્વિચિકિત્સતા અંગમાં [उद्दायनः ] ઉદ્દાયન રાજા (પ્રસિદ્ધ થયો છે.) [तुरीये ] ચોથા અમૂઢદ્રષ્ટિ અંગમાં [रेवती ] રેવતી રાણી [मता ] પ્રસિદ્ધ થઈ છે. ૧૯.
[ततः ] પછી પાંચમા ઉપગૂહન અંગમાં [जिनेन्द्रभक्तः ] જિનેન્દ્રભક્ત શેઠ (પ્રસિદ્ધ થયો છે.) [ततः अन्यः ] તે પછી છઠ્ઠા સ્થિતિકરણ અંગમાં [वारिषेणः ] શ્રેણિક રાજાનો પુત્ર વારિષેણ (પ્રસિદ્ધ થયો છે.) [परः ] તે પછી [शेषयोः ] શેષ બે અંગોમાં અર્થાત્ વાત્સલ્ય અને પ્રભાવના અંગમાં (અનુક્રમે) [विष्णुः ] વિષ્ણુકુમાર મુનિ [च ] અને [वज्रनामा ] વજ્રકુમાર મુનિ [लक्ष्यताम् ] પ્રસિદ્ધિને [गतौ ] પ્રાપ્ત થયા છે. ૨૦.
ટીકા : — ‘तावद्’ શબ્દ ક્રમવાચી છે. સમ્યગ્દર્શનનાં નિઃશંકિત આદિ આઠ અંગ કહ્યાં છે, તે મધ્યે પ્રથમ નિઃશંકિત અંગના સ્વરૂપમાં અંજન ચોર દ્રષ્ટાંતરૂપ (પ્રસિદ્ધ) થયો છે. બીજા નિઃકાંક્ષિત અંગમાં ત્યારપછી અર્થાત્ અંજન ચોરથી બીજી અનંતમતી રાણી પ્રસિદ્ધ થઈ છે. ત્રીજા નિર્વિચિકિત્સતા અંગમાં ઉદ્દાયન રાજા પ્રસિદ્ધ થયો છે. ચોથા અમૂઢદ્રષ્ટિ
Page 41 of 315
PDF/HTML Page 65 of 339
single page version
रेवती लक्ष्यतां गता मता । ततस्तेभ्यश्चतुर्थेभ्योऽन्यो जिनेन्द्रभक्तश्रेष्ठी उपगूहने लक्ष्यतां गतो मतः । ततो जिनेन्द्रभक्तात् परो वारिषेणः स्थितीकरणे लक्ष्यतां गतो मतः । विष्णुश्च विष्णुकुमारो वज्रनामा । च वज्रकुमारः शेषयोर्वात्सल्यप्रभावनयोर्लक्ष्यतां गतौ मतौ । गता इति बहुवचननिर्देशो दृष्टान्तभूतोक्तात्मव्यक्तिबहुत्वापेक्षया१ । અંગમાં રેવતી રાણી પ્રસિદ્ધ થઈ છે. તે પછી એટલે તે ચાર પછી — એ ચારથી અન્ય જિનેન્દ્રભક્ત શેઠ ઉપગૂહન અંગમાં પ્રસિદ્ધ થયો છે. પછી જિનેન્દ્રભક્તથી અન્ય વારિષેણ સ્થિતીકરણ અંગમાં પ્રસિદ્ધ થયો છે અને વિષ્ણુ અર્થાત્ વિષ્ણુકુમાર મુનિ અને વજ્રનામ અર્થાત્ વજ્રકુમાર મુનિ બાકીનાં વાત્સલ્ય અને પ્રભાવના અંગોમાં પ્રસિદ્ધ થયા છે.
દ્રષ્ટાન્તભૂત કહેલી આત્મવ્યક્તિના માનાર્થે ‘गताः’ એમ બહુવચનનો નિર્દેશ કરેલ છે.
ભાવાર્થ : — સામાન્યતઃ સમ્યગ્દ્રષ્ટિને અવિનાભાવે આઠે આઠ સમ્યગ્દર્શનનાં અંગ હોય છે, પરંતુ કોઈ કોઈ અંગમાં પોતાના ધાર્મિક જીવનની બાહ્ય વિશેષતાઓને લીધે લોકમાં તે પ્રસિદ્ધિ પામે છે. આવી પ્રસિદ્ધિ પામેલી વ્યક્તિઓનાં નામ નીચે પ્રમાણે છેઃ —
૧. નિઃશંકિતઅંજન ચોર
૨. નિઃકાંક્ષિતઅનંતમતી રાણી
૩. નિર્વિચિકિત્સતાઉદ્દાયન રાજા
૪. અમૂઢદ્રષ્ટિરેવતી રાણી
૫. ઉપગૂહનજિનેન્દ્રભક્ત શેઠ
૬. સ્થિતીકરણવારિષેણ (શ્રેણિક રાજાનો પુત્ર)
૭. વાત્સલ્યવિષ્ણુકુમાર મુનિ
૮. પ્રભાવનાવજ્રકુમાર મુનિ
ઉપરોક્ત અંગોમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની કથાઓ છે તે પ્રથમાનુયોગનો વિષય છે. તેનો અર્થ નીચે પ્રમાણે સમજવોઃ — १. दृष्टान्तभूतोक्तत्वाद् व्यक्ति घ० ।
Page 42 of 315
PDF/HTML Page 66 of 339
single page version
तत्र निःशंकितत्वेंऽजनचोरो दृष्टान्ततां गतोऽस्य कथा ।
‘‘વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મ – અંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકા – કાંક્ષાદિ ન કરતાં તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ, પણ કોઈ કાર્યમાં શંકા – કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો. એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું કહીએ છીએ.’’
જેને પાછળથી સમ્યક્ત્વ થયું હોય તેને જ૧ આ ઉપચાર લાગુ પડે છે, પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી, જે પાછળથી સમ્યગ્દર્શન પ્રગટ કરે નહિ તેને આ ઉપચાર લાગુ પડતો નથી, એમ સમજવું.
સમ્યગ્દર્શન, પ્રતીતિ, રુચિ, શ્રદ્ધા અને શ્રદ્ધાન — એ સમ્યક્ત્વના પર્યાયવાચક શબ્દો છે. સમ્યગ્દર્શનને આઠ અંગ છે. અંગ શબ્દનો અર્થ અવયવ છે. સમ્યગ્દર્શન અંગી છે – અવયવી છે અને નિઃશંકિત આદિ તેનાં અંગ – અવયવ છે.
અંગનો અર્થ લક્ષણ – ચિહ્ન પણ થાય છે. જેને સમ્યગ્દર્શન હોય છે તેને નિઃશંકિત આદિ ચિહ્નો અવશ્ય હોય છે.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોમાં પ્રથમનાં ચાર અંગોઃ — નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સતા અને અમૂઢદ્રષ્ટિ — એ નિષેધરૂપ છે અને બાકીનાં ચાર અંગો – ઉપગૂહન, સ્થિતીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના – એ વિધેયરૂપ છે.
સૂચના — હવે ટીકાકાર આઠે અંગમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની ક્રમવાર કથા કહેશે.
તેમાં નિઃશંકિતપણામાં અંજનચોર દ્રષ્ટાંતપણાને પામેલ છે (તે આઠ અંગમાં નિઃશંકિત અંગમાં અંજનચોરનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે), તેની આ કથા છે. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૭૬.
Page 43 of 315
PDF/HTML Page 67 of 339
single page version
यथा — धन्वंतरिविश्वलोमौ १सुकृतकर्मवशादमितप्रभविद्युत्प्रभदेवौ संजातौ चान्योन्यस्य धर्मपरीक्षणार्थमत्रायातौ । तो २यमदग्निस्ताभ्यां तपसश्चालितः । मगधदेशे राजगृहनगरे जिनदत्तश्रेष्ठी कृतोपवासः कृष्णचतुर्दश्यां रात्रौ स्मशाने कायोत्सर्गेण स्थितो दृष्टः । ततोऽमितप्रभदेवेनोक्तं दूरे तिष्ठंतु मदीया मुनयोऽमुं गृहस्थं ध्यानाच्चालयेति, ततो विद्युत्प्रभदेवेनानेकधा कृतोपसर्गोपि न चलितो ध्यानात् । ततः प्रभाते मायामुपसंहृत्य प्रशस्य चाकाशगामिनी विद्या दत्ता तस्मै,३ कथितं च तवेयं सिद्धाऽन्यस्य च पंच- नमस्कारार्चनाराधनविधिना सेत्स्यतीति । सोमदत्तपुष्पबटुकेन चैकदा जिनदत्तश्रेष्ठी पृष्टः — क्व भवान् प्रातरेवोत्थाय व्रजतीति । तेनोक्तमकृत्रिमचैत्यालयवंदनाभक्तिं कर्तुं व्रजामि ।
ધન્વંતરી અને વિશ્વલોમ (બંને) સુકૃત કર્મને લીધે અમિતપ્રભ અને વિદ્યુત્પ્રભ (નામના) બે દેવ થયા. તેઓ એક બીજાના ધર્મની પરીક્ષા કરવા માટે અહીં આવ્યા પછી તે બંનેએ યમદગ્નિને તપથી ચલિત કર્યા.
મગધ દેશમાં રાજગૃહ નગરમાં જિનદત્ત શેઠ ઉપવાસ કરી કૃષ્ણચૌદશની રાત્રે સ્મશાનમાં કાયોત્સર્ગમાં સ્થિત જોવામાં આવ્યા ત્યારે અમિતપ્રભદેવે (વિદ્યુતપ્રભદેવને) કહ્યું ઃ ‘‘મારા મુનિઓ તો દૂર રહો, (એમની તો શી વાત!) પરંતુ આ ગૃહસ્થને (જિનદત્તને) તમે ધ્યાનથી ચલિત કરો.’’
પછી વિદ્યુત્પ્રભદેવે અનેક પ્રકારે (તેના ઉપર) ઉપસર્ગો કર્યા છતાં તેને ધ્યાનથી ચલિત કરી શક્યા નહિ; પછી તેણે સવારે માયા સંકેલીને તેની – જિનદત્તની પ્રશંસા કરી અને તેને આકાશગામિની વિદ્યા આપી કહ્યુંઃ
‘‘તને આ (વિદ્યા) સિદ્ધ થઈ ચુકી છે અને અન્યને પંચનમસ્કારની અર્ચના અને આરાધનાની વિધિથી તે સિદ્ધ થશે.’’
એક દિવસે સોમદત્તપુષ્પના બટુકે જિનદત્ત શેઠને પૂછ્યુંઃ ‘‘આપ સવારમાં જ ઊઠીને ક્યાં જાઓ છો?’’
તેણે કહ્યુંઃ ‘‘અકૃત્રિમ ચૈત્યાલયોની ભક્તિ કરવા માટે જાઉં છું. મને આવી વિદ્યાની પ્રાપ્તિ થઈ છે.’’ १. स्वकृत घ० । २. जमदग्नि घ० । ३. तस्मै नास्ति ध पुस्तके ।
Page 44 of 315
PDF/HTML Page 68 of 339
single page version
ममेत्थं विद्यालाभः संजात इति कथिते तेनोक्तं मम विद्यां देहि, येन त्वया सह पुष्पादिकं गृहीत्वा वंदनाभक्तिं करोमीति । ततः श्रेष्ठिना तस्योपदेशो दत्तः । तेन च कृष्णचतुर्दश्यां स्मशाने वटवृक्षपूर्वशाखायामष्टोत्तरशतपादं दर्भशिक्यं बन्धयित्वा तस्य तले तीक्ष्णसर्वशस्त्राण्यूर्ध्वमुखानि धृत्वा गंधपुष्पादिकं दत्वा शिक्यमध्ये प्रविश्य षष्ठोपवासेन पंचनमस्कारानुच्चार्यं छुरिकयैकैकं पादं छिंतदाऽधो जाज्वल्यमानप्रहरणसमूहमालोक्य भीतेन तेन संचिंतितं — यदि श्रेष्ठिनो वचनमसत्यं भवति तदा मरणं भवतीति शंकितमना वारंवारं चटनोत्तरणं करोति । एतस्मिन् प्रस्तावे प्रजापालस्य राज्ञः कनकाराज्ञीहारं दृष्ट्वांजनसुंदर्या विलासिन्या रागावागर्तोजनचोरो भणितः । यदि मे कनकाराज्ञ्या हारं ददासि तदा भर्त्ता त्वं नान्यथेति । ततो गत्वा रात्रौ हारं चोरयित्वांऽजनचोर आगच्छन् हारोद्योतेन ज्ञातोंऽगरक्षैः कोट्टपालैश्च १ध्रियमाणो हारं त्यक्त्वा प्रणश्य गतः, वटतले बटुकं दृष्ट्वा तस्मान्मंत्रं गृहीत्वा
શેઠથી એમ કહેવામાં આવતાં, તેણે ( – બટુકે) કહ્યુંઃ ‘‘મને પણ આ વિદ્યા આપો જેથી હું તમારી સાથે પુષ્પાદિ લઈને વંદના – ભક્તિ કરું.’’
પછી શેઠે તેને ઉપદેશ આપ્યો. (પછી શેઠે તેને વિદ્યા સિદ્ધ કરવાની વિધિ બતાવી.)
તેણે ( – બટુકે) કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં વડના વૃક્ષની પૂર્વશાખામાં એકસો આઠ પાદવાળું (દોરીવાળું) દર્ભનું શીકું બાંધીને તેની નીચે બધા પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્રો ઊર્ધ્વમૂખે રાખ્યાં, પછી ગંધ – પુષ્પાદિ લઈને, શીકામધ્યે તેણે પ્રવેશ કર્યો. છઠ્ઠા ઉપવાસે પંચ નમસ્કારો ઉચ્ચારીને છરી વડે એક એક પાદને છેદતાં તેણે (નીચે) ચળકતાં હથિયારોના સમૂહને જોઈ ભયભીત થઈ વિચાર્યુંઃ
‘‘જો શેઠનું વચન અસત્ય નીવડે તો મરણ નીપજે.’’ એ પ્રમાણે મનમાં વિચારીને – શંકા લાવીને તે વારંવાર ચઢ-ઊતર કરે છે. તે સમય દરમિયાન પ્રજાપાલ રાજાની કનકરાણીનો હાર જોઈને અંજનની સુંદરી વિલાસિનીએ રાત્રે આવેલા અંજનચોરને કહ્યુંઃ
‘‘જો તું મને કનકરાણીનો હાર આપે તો તું મારો ધણી, નહિ તો નહિ.’’ પછી જઈને રાત્રે હાર ચોરીને અંજનચોર જ્યારે આવતો હતો, ત્યારે હારના પ્રકાશથી અંગરક્ષકોએ અને કોટવાળોએ તેને ઓળખ્યો અને પકડવા જતાં તે (ચોર) હારને १. गृहीष्यमाणः इति पाठांतरम् ।
Page 45 of 315
PDF/HTML Page 69 of 339
single page version
निःशंकितेन तेन विधिनैकवारेण सर्वशिक्यं छिन्नं शस्त्रोपरि पतितः सिद्धया विद्यया भणितं — ममादेशं देहीति । तेनोक्तं — जिनदत्तश्रेष्ठिपार्श्वे मां नयेति । ततः सुदर्शनमेरुचैत्यालये जिनदत्तस्याग्रे नीत्वा स्थितः१ । पूर्ववृत्तांतं कथयित्वा तेन भणितं — यथेयं सिद्धा भवदुपदेशेन तथा परलोकसिद्धावप्युपदेहीति । ततश्चारणमुनिसन्निधौ तपो गृहीत्वा कैलासे केवलमुत्पाद्य मोक्षं गतः ।।१।।
अंगदेशे चंपानगर्य्यां राजा वसुवर्धनो राज्ञी लक्ष्मीमती । श्रेष्ठी प्रियदत्तस्तद्भार्या अंगवती पुत्र्यनंतमती । नंदीश्वराष्टम्यां श्रेष्ठिना धर्मकीर्त्याचार्यपादमूलेऽष्टदिनानि ब्रह्मचर्यं गृहीतं । क्रीडयाऽनंतमती च ग्राहिता । अन्यदा संप्रदानकालेऽनंतमत्योक्तं – तात ! मम त्वया ત્યજીને નાસી ગયો. વડની નીચે બટુકને જોઈને તેની પાસેથી મંત્ર ગ્રહણ કરીને નિઃશંક થઈ તેણે વિધિપૂર્વક એકીવખતે શીકાને છેદી નાખ્યું અને શસ્ત્રો ઉપર પડવા જતાં તે વિદ્યા સિદ્ધ થઈ. સિદ્ધ થયેલી વિદ્યાએ કહ્યુંઃ ‘‘મને આદેશ આપો.’’
તેણે (ચોરે) કહ્યુંઃ ‘‘મને જિનદત્ત શેઠની પાસે લઈ જા.’’ પછી સુદર્શન મેરુના ચૈત્યાલયમાં જિનદત્ત શેઠની બાજુમાં લઈ જઈને તેને ખડો કરવામાં આવ્યો. પૂર્વવૃત્તાંત કહીને તેણે (ચોરે) કહ્યુંઃ ‘જેમ આ વિદ્યા તમારા ઉપદેશથી સિદ્ધ થઈ તેમ પરલોકની સિદ્ધિના વિષયમાં ઉપદેશ આપો.’’
પછી ચારણમુનિની સમીપમાં તપ ગ્રહણ કરી કૈલાસ (પર્વત) ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન કરી તે (ચોર) મોક્ષે ગયો. ૧.
નિઃકાંક્ષિતપણામાં અનંતમતીનું દ્રષ્ટાંત છે તેની કથા —
અંગ દેશમાં ચંપાનગરીમાં વસુવર્ધન રાજા હતો. તેની રાણીનું નામ લક્ષ્મીવતી હતું. (ત્યાં) પ્રિયદત્ત શેઠ હતો, તેની સ્ત્રીનું નામ અંગવતી અને પુત્રીનું નામ અનંતમતી હતું. નંદીશ્વર અષ્ટાહ્નિકામાં શેઠે ધર્મકીર્તિ આચાર્યના પાદમૂલમાં આઠ દિવસ માટે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું અને શેઠે રમતમાં અનંતમતીને પણ બ્રહ્મચર્યવ્રત લેવડાવ્યું. એક વખતે સંપ્રદાન १. धृत इत्यन्यत्र ।
Page 46 of 315
PDF/HTML Page 70 of 339
single page version
ब्रह्मचर्यं दापितमतः किं विवाहेन ? श्रेष्ठिनोक्तं क्रीडया मया ते ब्रह्मचर्यं दापितं । ननु तात ! धर्मे व्रते का क्रीडा । ननु पुत्रि ! नंदीश्वराष्टदिनान्येव व्रतं तव न सर्वदा दत्तं । सोवाच ननु तात ! तथा भट्टारकैरविवक्षितत्वादिति । इह जन्मनि परिणयने मम निवृत्तिरस्तीत्युक्त्वा सकलकलाविज्ञानशिक्षां कुर्वती स्थिता । यौवनभरे चैत्रे निजोद्याने आंदोलयंती विजयार्धदक्षिणश्रेणिक न्नरपुरविद्याधरराजेन कुंडलमंडितनाम्ना सुकेशीनिजभार्यया सह गगनतले गच्छता दृष्टा । किमनया विना जीवितेनेति संचित्य भार्यां गृहे धृत्वा शीघ्रमागत्य विलपंती तेन सा नीता । आकाशे गच्छता भार्यां दृष्ट्वा भीतेन पर्णलघुविद्याः१ समर्प्य महाटव्यां કાળે (તેને લગ્નમાં આપવાના સમયે – કન્યાદાન સમયે) અનંતમતીએ કહ્યુંઃ ‘‘પિતાજી! તમે મને બ્રહ્મચર્ય અપાવ્યું છે, તો વિવાહની શી જરૂર છે?’’
શેઠે કહ્યુંઃ ‘‘મેં તો રમતમાં તને બ્રહ્મચર્ય અપાવ્યું છે.’’ ‘‘ખરેખર પિતાજી! ધાર્મિક વ્રતમાં રમત કેવી?’’ અનંતમતીએ પૂછ્યું. શેઠ કહેઃ ‘‘ખરેખર, પુત્રી! નંદીશ્વરના આઠ દિવસ સુધી જ તારું તે વ્રત હતું, સદા માટે તે આપ્યું નથી.’’
તેણે (અનંતમતીએ) કહ્યુંઃ ‘‘પિતાજી! ભટ્ટારકનો (આચાર્યનો) તેમ કહેવાનો હેતુ ન હતો. આ જન્મમાં પરણવાની બાબતમાં મને નિવૃત્તિ છે, (આ જન્મમાં મને પરણવાનો ત્યાગ છે.)’’
આમ કહીને તે સર્વ કલા અને વિદ્યાનું શિક્ષણ લેતી રહી. યૌવનપૂર્ણ ચૈત્રમાસમાં પોતાના બગીચામાં તે હિંચકા ખાતી હતી. વિજ્યાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીના કિન્નરપુરના કુંડલમંડિત નામના વિદ્યાધર રાજાએ પોતાની સ્ત્રી સુકેશી સાથે આકાશમાં જતાં તેને (અનંતમતીને) જોઈ.
‘‘આના વિના જીવવાનું શું પ્રયોજન?’’ એમ વિચારીને પોતાની સ્ત્રીને ઘેર મૂકીને જલદી પાછા આવી તે વિદ્યાધર રાજા વિલાપ કરતી તેને (અનંતમતીને) લઈ ગયો. આકાશે જતાં પોતાની સ્ત્રીને જોઈને ભયભીત થઈને તેણે (વિદ્યાધરે) પર્ણલઘુવિદ્યા સમર્પણ કરીને (પાંદડા સમાન હળવી થઈ જાઓ એવી વિદ્યા અજમાવીને) ઉપરથી અનંતમતીને १. विद्यायाः घ० ।
Page 47 of 315
PDF/HTML Page 71 of 339
single page version
मुक्ता । तत्र च तां रुदन्तीमालोक्य भीमनाम्ना भिल्लराजेन निजपल्लिकायां नीत्वा प्रधानराज्ञीपदं तव ददामि मामिच्छेति भणित्वा रात्रावनिच्छतीं भोक्तुमारब्धा । व्रतमाहात्म्येन वनदेवतया तस्य ताडनाद्युपसर्गः कृतः । देवता काचिदियमिति भीतेन तेनावासितसार्थ- पुष्पकनाम्नः सार्थवाहस्य समर्पिता । सार्थवाहो लोभं दर्शयित्वा परिणेतुकामो न तया वाञ्छितः । तेन चानीयायोध्यायां कामसेनाकुट्टिन्याः समर्पिता, कथमपि वेश्या न जाता । ततस्तया सिंहराजस्य राज्ञो दर्शिता तेन च रात्रौ हठात् सेवितुमारब्धा । नगरदेवतया तद्व्रतमाहात्म्येन तस्योपवर्गः कृतः । तेन च भीतेन गृहान्निः सारिता । रुदती सखेदं सा कमलश्रीक्षांतिकया१ श्राविकेति मत्वाऽतिगौरवेण धृता । अथानंतमतीशोकविस्मरणार्थं મહાઅરણ્યમાં છોડી દીધી. ત્યાં તેને રડતી જોઈને ભીમ નામનો ભીલોનો રાજા તેને પોતાના સ્થાને લઈ ગયો અને ‘તું મને ચાહ (પ્રેમ કર), હું તને મારી પટરાણી બનાવીશ’ — એમ કહીને રાત્રે તેની ઇચ્છા ન હોવા છતાં તેને ભોગવવાની ચેષ્ટા શરૂ કરી. વ્રતના પ્રભાવથી – માહાત્મ્યથી વનદેવતાએ તેના (ભીલરાજના) ઉપર તાડનાદિ ઉપસર્ગ કર્યો.
‘આ કોઈ દેવતા (દેવી) છે’ એમ જાણી ભયભીત થઈને તેણે (તે ભીલ રાજાએ) ત્યાં મુકામ નાખેલા વણજારાઓના કાફલાના પ્રમુખ પુષ્પક નામના સાર્થવાહને અનંતમતી સોંપી દીધી.
સાર્થવાહે લોભ – લાલચ બતાવીને તેની સાથે પરણવાની ઇચ્છા કરી; પરંતુ તેણે (અનંતમતીએ) તેની ઇચ્છા સ્વીકારી નહિ. આથી તેણે તેને અયોધ્યામાં લાવીને કામસેના નામની કુટણી (વેશ્યા)ને સોંપી. કામસેનાએ તેને વેશ્યા બનાવવા માંગી, પરંતુ તે કોઈપણ રીતે વેશ્યા બની નહિ, પછી તેણે (કામસેનાએ) અનંતમતીને સિંહરાજ નામના રાજાને બતાવી. રાત્રે તે રાજાએ બળજબરીથી તેનું સેવન કરવા પ્રારંભ કર્યો, પણ નગરદેવતાએ તેના વ્રતના માહાત્મ્યથી તેના (રાજા) ઉપર ઉપસર્ગ કર્યો. તેથી તે (રાજા) ભયભીત થયો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. સખેદ રડતી એવી તેને જોઈને કમલશ્રી નામની ક્ષાન્તિકા (ક્ષુલ્લિકા)એ ‘‘આ (કોઈ) શ્રાવિકા છે’’, એમ માનીને અતિ ગૌરવથી (ઘણા માનભેર) પોતાની પાસે રાખી.
પછી અનંતમતીનો શોક ભુલાવવા માટે બહુ સાથીઓ સાથે પ્રિયદત્ત શેઠ વંદના – १. कंतिका घ० ।
Page 48 of 315
PDF/HTML Page 72 of 339
single page version
प्रियदत्तश्रेष्ठी बहुसहायो वंदनाभक्तिं कुर्वन्नयोध्यायां गतो निजश्यालकजिनदत्तश्रेष्ठिनो गृहे संध्यासमये प्रविष्टो रात्रौ पुत्रीहरणवार्तां कथितवान् । प्रभाते तस्मिन् वंदनाभक्तिं कर्तुं गते अतिगौरवितप्राधूर्णकनिमित्तं रसवतीं कर्तुं गृहे चतुष्कं दातुं कुशला कमलश्रीक्षांतिका१ श्राविका जिनदत्तभार्या आकारिता । सा च सर्वं कृत्वा वसतिकां गता । वंदनाभक्तिं कृत्वा आगतेन प्रियदत्तश्रेष्ठिना चतुष्कमालोक्यानंतमतीं स्मृत्वा गह्वरितहृदयेन गद्गदितवचनेनाश्रुपातं कुर्वता भणितं — यया गृहमंडनं कृतं तां मे दर्शयेति । ततः सा आनीता तयोश्च मेलापके जाते जिनदत्तश्रेष्ठिना च महोत्सवः कृतः । अनंतमत्या चोक्तं तात ! इदानीं मे तपो दापय, द्रष्टमेकस्मिन्नेव भवे संसारवैचित्र्यमिति । ततः कमलश्रीक्षांतिकापार्श्वे२ तपो गृहीत्वा बहुना कालेन विधिना मृत्वा तदात्मा सहस्रारकल्पे देवो जातः ।।२।। ભક્તિ કરતો કરતો અયોધ્યામાં આવ્યો અને પોતાના સાળા જિનદત્ત શેઠના ઘરમાં સંધ્યા સમયે પ્રવેશ કર્યો. રાત્રે તેણે (પ્રિયદત્ત શેઠે) પુત્રીના હરણની વાત કહી, જ્યારે તે સવારે વંદના – ભક્તિ કરવા ગયો ત્યારે બહુમાનીતા મહેમાનના નિમિત્તે (ઘરની) શોભા કરવા માટે ઘેર સાથિયો કરવા માટે કુશળ એવી કમલશ્રી ક્ષાન્તિકાની શ્રાવિકાને જિનદત્ત શેઠની સ્ત્રીએ બોલાવી. તે (શ્રાવિકા) સાથિયા પૂરીને પોતાને આવાસે પાછી ગઈ.
વંદના – ભક્તિ કરીને આવેલા પ્રિયદત્ત શેઠને સાથિયા જોઈને અનંતમતી યાદ આવી અને ઊંડા હૃદયે (પીડિત હૃદયે) ગદ્ગદિત વચન સાથે રડતાં રડતાં તેણે કહ્યુંઃ
‘‘જેણે આ ઘરની શોભા કરી છે, (સાથિયા પૂર્યા છે) તેને મને બતાવો.’’ પછી તેને (અનંતમતીને) લાવવામાં આવી. તે બંનેનો મેળાપ થતાં જિનદત્ત શેઠે મહોત્સવ કર્યો.
અનંતમતીએ કહ્યુંઃ ‘‘પિતાજી! હવે મને તપ અપાવો, કારણ કે આ જ ભવમાં મેં સંસારની વિચિત્રતા જોઈ છે.’’
પછી કમલશ્રી ક્ષાન્તિકા – ક્ષુલ્લક – અર્જિકા પાસે તપ – દીક્ષા ગ્રહણ કરી લાંબા કાળે વિધિપૂર્વક મરીને તેનો આત્મા સહસ્રાર સ્વર્ગમાં દેવ થયો. ૨. १ – २ कंतिका घ० ।
Page 49 of 315
PDF/HTML Page 73 of 339
single page version
एकदा सौधर्मेन्द्रेण जिनसभायां सम्यक्त्वगुणं व्यावर्णयता भरते १वत्सदेशे रौरकपुरे उद्दायनमहाराजस्य निर्विचिकित्सितगुणः प्रशंस्तिस्तं परीक्षितुं वासवदेव उदुंबरकुष्ठकुथितं मुनिरूपं विकृत्य तस्यैव हस्तेन विधिना स्थित्वा सर्वमाहारं जलं च मायया भक्षयित्वातिदुर्गंधं बहुवमनं कृतवान् । दुर्गंधभयान्नष्टे परिजने प्रतीच्छतो राज्ञस्तद्देव्याश्च प्रभावत्या उपरि छर्दितं, हाहा ! विरुद्ध आहारो दत्तो मयेत्यात्मानं निंदयतस्तं च प्रक्षालयतो मायां परिहृत्य प्रकटीकृत्य पूर्ववृत्तान्तं कथयित्वा प्रशस्य च तं, स्वर्गं गतः । उद्दायनमहाराजो वर्धमानस्वामिपादमूले तपोगृहीत्वा मुक्तिं गतः । प्रभावती च तपसा ब्रह्मस्वर्गे देवो बभूव ।।३।।
નિર્વિચિકિત્સિત અંગમાં ઉદ્દાયન રાજાનું દ્રષ્ટાંત છે. તેની કથા —
એક દિવસ સૌધર્મ ઇન્દ્રે પોતાની સભામાં સમ્યક્ત્વ ગુણનું વર્ણન કરતાં ભરતમાં વત્સ દેશમાં રૌરકપુરમાં (રહેતા) ઉદ્દાયન મહારાજના નિર્વિચિકિત્સિત ગુણની પ્રશંસા કરી, તેની પરીક્ષા કરવા માટે વાસવદેવે વિક્રિયાથી ઉદુમ્બર કોઢથી પીડાતું મુનિરૂપ ધારણ કરી તેના જ મહેલમાં વિધિપૂર્વક રહીને માયાથી સર્વ આહાર – પાણીનું ભક્ષણ કરી, અતિ દુર્ગંધભરી બહુ ઊલટી કરી (વમન કર્યું), દુર્ગંધના ભયથી જ્યારે સેવકવર્ગ ભાગી ગયો ત્યારે રાજા ઉદ્દાયન પોતાની રાણી પ્રભાવતી સાથે મુનિની પરિચર્યા કરતો રહ્યો. તે વખતે મુનિએ તે બંને ઉપર ઊલટી કરી.
ત્યારે પણ ‘હાય હાય! મારા દ્વારા વિરુદ્ધ આહાર લેવાઈ ગયો’ એમ જ્યારે તે રાજા પોતાની નિન્દા કરતો હતો અને મુનિનું પ્રક્ષાલન કરતો હતો, ત્યારે દેવ પોતાની માયાને અળગી કરીને અસલી રૂપમાં પ્રગટ થયા અને પૂર્વવૃત્તાંત કહીને તેની પ્રશંસા કરીને સ્વર્ગે ચાલ્યા ગયા.
ઉદ્દાયન મહારાજ વર્ધમાન સ્વામીના પાદમૂલમાં તપ ગ્રહણ કરીને મુક્તિ પામ્યા અને પ્રભાવતીનો આત્મા તપથી બ્રહ્મસ્વર્ગમાં દેવ થયો. ૩. १. कच्छदेशे क, ग, घ० ।
Page 50 of 315
PDF/HTML Page 74 of 339
single page version
विजयार्धदक्षिणश्रेण्यां मेघकूटे नगरे राजा चन्द्रप्रभः । चन्द्रशेखरपुत्राय राज्यं दत्वा परोपकारार्थं वन्दनाभक्त्यर्थं च कियतीर्विद्या दधानो दक्षिणमथुरायां गत्वा गुप्ताचार्यसमीपे क्षुल्लको जातः । तेनैकदा वन्दनाभक्त्यर्थमुत्तरमथुरायां चलितेन गुप्ताचार्यः पृष्टः किं कस्य कथ्यते१ ? भगवतोक्तं सुव्रतमुनेर्वन्दना वरुणराजमहाराज्ञीरेवत्या आशीर्वादश्च कथनीयः । त्रिपृष्टेनापि२ तेन एतावदेवोक्तं । ततः क्षुल्लकेनोक्तं । भव्यसेनाचार्यस्यैकादशांगधारिणोऽन्येषां च नामापि भगवान् न गृह्णाति तत्र किंचित्कारणं भविष्यतीति सम्प्रधार्य तत्र गत्वा सुव्रतमुनेर्भट्टारकीयां वन्दनां कथयित्वा तदीयं च विशिष्टं वात्सल्यं दृष्ट्वा भव्यसेनवसतिकां गतः । तत्र गतस्य च३ भव्यसेनेन संभाषणमपि न कृतं । कुण्डिकां गृहीत्वा, भव्यसेनेन सह बहिर्भूमिं गत्वा विकुर्वणया हरितकोमलतृणांकुरच्छन्नो मार्गोऽग्रे दर्शितः । तं दृष्ट्वा ‘‘आगमे
અમૂઢદ્રષ્ટિપણામાં રેવતીરાણીનું દ્રષ્ટાંત છે તેની કથા —
વિજયાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીમાં મેઘકૂટ નગરમાં ચંદ્રપ્રભ રાજાએ પુત્ર ચંદ્રશેખરને રાજ્ય આપીને પરોપકાર માટે તથા વંદના – ભક્તિ માટે કેટલીક વિદ્યાઓ ધારણ કરતો થકો, દક્ષિણ મથુરામાં ગયો ત્યાં ગુપ્તાચાર્યની સમીપે ક્ષુલ્લક થયો. તેણે એક દિવસ વંદના – ભક્તિ માટે ઉત્તર મથુરા જતાં ગુપ્તાચાર્યને પૂછ્યુંઃ ‘‘શું કોઈને કાંઈ કહેવાનું છે?’’
ભગવાન ગુપ્તાચાર્યે કહ્યુંઃ ‘‘સુવ્રત મુનિને વંદના અને વરુણ રાજાની મહારાણી રેવતીને આશીર્વાદ કહેવા યોગ્ય છે.’’
ત્રણ વખત પૂછવા જતાં તેમણે એટલું જ કહ્યું, પછી તે ક્ષુલ્લકે કહ્યુંઃ ‘‘અગિયાર અંગધારી ભવ્યસેનાચાર્ય અને બીજાઓનું નામ પણ તેઓ લેતા નથી, તો ત્યાં કાંઈ કારણ હશે.’’
આમ વિચારી (ક્ષુલ્લક) ત્યાં જઈને સુવ્રત મુનિને મુનિરાજ ભટ્ટારકની વંદના કહીને અને તેમનું વિશિષ્ટ વાત્સલ્ય જોઈને ભવ્યસેનના રહેઠાણે ગયો. ત્યાં ગયો ત્યારે તેની સાથે ભવ્યસેને સંભાષણ પણ ન કર્યું.
કમંડળ લઈને ભવ્યસેન સાથે બહારભૂમિએ (જંગલ) જઈ વિક્રિયાથી, લીલા કોમળ १. कथते ख । २. त्रिःपृष्टेनाप्येतावदेनोक्तं ध० । ३. ‘च’ नास्ति घ पुस्तके ।
Page 51 of 315
PDF/HTML Page 75 of 339
single page version
किलैते जीवाः कथ्यन्ते’’ इति भणित्वा तत्रारुचिं१ कृत्वा तृणोपरि गतः शौचसमये कुण्डिकायां जलं नास्ति तथा विकृतिश्च क्वापि न दृश्यतेऽतोऽत्र स्वच्छसरोवरे प्रशस्तमृत्तिकया शौचं कृतवान् । ततस्तं मिथ्यादृष्टिं ज्ञात्वा भव्यसेनस्याभव्यसेननाम कृतं । ततोऽन्यस्मिन् दिने पूर्वस्यां दिशि पद्मासनस्थं चतुर्मुखं यज्ञोपवीताद्युपेतं देवासुरवन्द्यमानं ब्रह्मरूपं दर्शितं । तत्र राजादयो भव्यसेनादयश्च जना गताः । रेवती तु कोऽयं ब्रह्मनाम देवः इति भणित्वा लोकैः प्रेर्यमाणापि न गता । एवं दक्षिणस्यां दिशि गरुडारूढं चतुर्भुजं च गदाशंखादिधारकं वासुदेवरूपं । पश्चिमायां दिशि वृषभारूढं सार्धचंद्रजटाजूटगौरीगणोपेतं शंकररूपं । उत्तरस्यां दिशि समवसरणमध्ये प्रातिहार्याष्टकोपेतं सुरनरविद्याधरमुनिवृन्दवन्द्यमानं पर्यंकस्थितं तीर्थंकरदेवरूपं दर्शितं । तत्र च सर्वलोका गताः । रेवती तु लोकैः प्रेर्यमाणापि न गता नवैव वासुदेवाः, एकादशैव रुद्राः, चतुर्विंशतिरेव तीर्थंकरा जिनागमे कथिताः । ते તૃણાંકુર વડે આચ્છાદિ માર્ગ બતાવ્યો. તે જોઈને ‘‘આગમમાં ખરેખર તેને જીવ કહ્યા છે.’’ એમ કહીને તેમાં (આગમમાં) અરુચિ બતાવી તે (ભવ્યસેન) ઘાસ ઉપર ગયો. ક્ષુલ્લકે વિક્રિયાથી કમંડળનું પાણી સુકવી નાખ્યું, શૌચના સમયે કમંડળમાં જળ નહિ અને વિકૃતિ પણ કોઈ ઠેકાણે દેખાઈ નહિ, તેથી તેણે (ભવ્યસેને) સ્વચ્છ સરોવરમાં સારી માટીથી શૌચ કર્યું. (જિન – મતની ઉપેક્ષા કરે છે.) તેથી તેને મિથ્યાદ્રષ્ટિ જાણીને (ક્ષુલ્લકે) ભવ્યસેનનું અભવ્યસેન એવું નામ રાખ્યું.
પછી બીજે દિવસે પૂર્વ દિશામાં, પદ્માસને બિરાજમાન ચાર મુખવાળા યજ્ઞોપવિત આદિથી મુક્ત, દેવ – અસુરોથી વંદિત બ્રહ્માનું રૂપ (માયા વિદ્યા વડે) બતાવ્યું. રાજાઓ આદિ અને તે ભવ્યસેનાદિ લોકો ત્યાં ગયા, પરંતુ ‘‘આ બ્રહ્મા નામનો દેવ કોણ છે?’’ એમ કહીને રેવતી લોકો દ્વારા પ્રેરાતી હોવા છતાં ગઈ નહિ. એ રીતે દક્ષિણ દિશામાં ગરુડ પર આરુઢ થયેલા ચાર ભુજાવાળા અને ગદા – શંખાદિ ધારણ કરનાર વાસુદેવનું રૂપ બતાવ્યું અને પછી પશ્ચિમ દિશામાં બળદ – નંદી ઉપર બેઠેલા, જટાજૂથમાં અર્ધચંદ્ર ધારણ કરેલ અને ગૌરી તથા ગણ સહિત શંકરનું રૂપ અને ઉત્તર દિશામાં સમવસરણ મધ્યે આઠ પ્રાતિહાર્ય સહિત સુર, નર, વિદ્યાધર, મુનિવૃન્દ દ્વારા વંદિત, પર્યંક આસને સ્થિત, તીર્થંકર દેવનું રૂપ બતાવ્યું. ત્યાં પણ બધા લોકો ગયા, પરંતુ લોકો દ્વારા પ્રેરાતી હોવા છતાં રેવતી ગઈ નહિ.
‘‘જિન – આગમમાં નવ જ વાસુદેવ, અગિયાર જ રુદ્ર અને ચોવીસ જ તીર્થંકર કહ્યા १. आगमे ।
Page 52 of 315
PDF/HTML Page 76 of 339
single page version
चातीताः कोऽप्ययं मायावीत्युक्त्वा स्थिता । अन्यदिने चर्यावेलायां व्याधिक्षीणशरीर- क्षुल्लकरूपेण रेवतीगृहप्रतोलीसमीपमार्गे मायामूर्च्छया पतितः । रेवत्या तमाकर्ण्य भक्त्योत्थाप्य नीत्वोपचारं कृत्वा पथ्यं कारयितुमारब्धः । तेन च सर्वमाहारं भुक्त्वा दुर्गन्धवमनं कृतं । तदपनीय हा ! विरूपकं मयाऽपथ्यं दत्तमिति रेवत्या वचनमाकर्ण्य तोषान्मायामुपसंहृत्य तां देवीं वन्दयित्वा गुरोराशीर्वादं पूर्ववृत्तान्तं कथयित्वा लोकमध्ये तु अमूढदृष्टित्वं तस्या उच्चैः प्रशस्य स्वस्थाने गतः । वरुणो राजा शिवकीर्तीपुत्राय राज्यं दत्वा तपो गृहीत्वा माहेन्द्रस्वर्गे देवो जातः । रेवत्यपि तपः कृत्वा ब्रह्मस्वर्गे देवो बभूव ।
सुराष्ट्रदेशे पाटलिपुत्रनगरे राजा यशोधरो१ राज्ञी सुसीमा पुत्रः सुवीरः છે, તે તો થઈ ગયા છે. આ તો કોઈ માયાવી છે.’’ એમ કહીને રેવતી ઊભી રહી.
બીજા દિવસે ચર્યાના સમયે તે ક્ષુલ્લક વ્યાધિથી ક્ષીણ થયેલા શરીરવાળા ક્ષુલ્લકના રૂપમાં, રેવતીના ઘરની ખડકી સમીપે માર્ગમાં માયાવી મૂર્ચ્છા ખાઈ પડ્યો. રેવતી (તેના પડવાનો અવાજ) સાંભળીને તેને ભક્તિથી ઊઠાડીને લઈ આવી તથા જરૂરી ઉપચાર કરી તેને માફક આવે તેવો (પથ્ય) ખોરાક આપવાનું શરૂ કર્યું. તેણે (ક્ષુલ્લકે) બધો આહાર ખાઈ જઈને દુર્ગંધ ભર્યું વમન (ઊલટી) કર્યું. તે દૂર કરીને, ‘‘અરેરે, (ક્ષુલ્લકજીને) મેં અપથ્ય આહાર આપ્યો’’ એમ કહ્યું.
રેવતીનાં આવાં વચનો સાંભળીને, તેમની માયા સંકેલીને, ક્ષુલ્લકે તે દેવીને ગુરુને (પરોક્ષ) વંદન કરાવીને, તેમના આશીર્વાદ તથા પૂર્વવૃત્તાંત કહીને, લોકમાં તેના અમૂઢદ્રષ્ટિપણાની ખૂબ પ્રશંસા કરી, પોતાના સ્થાને ગયો. વરુણરાજા પોતાના પુત્ર શિવકીર્તિને રાજ્ય આપીને, તપ ગ્રહણ કરીને, માહેન્દ્ર સ્વર્ગમાં દેવ થયો. રેવતીનો આત્મા પણ તપ કરીને બ્રહ્મસ્વર્ગમાં દેવ થયો. ૪.
ઉપગૂહન અંગમાં જિનેન્દ્રભક્તનું દ્રષ્ટાંત છે તેની કથા —
સૌરાષ્ટ્ર દેશમાં પાટલીપુત્ર નગરમાં યશોધર રાજા હતો. તેની રાણીનું નામ સુસીમા १. यशोध्वजो घ० ।
Page 53 of 315
PDF/HTML Page 77 of 339
single page version
सप्तव्यसनाभिभूतस्तथाभूततस्करपुरुषसेवितः । पूर्वदेशे गौडविषये ताम्रलिप्तनगर्यां जिनेन्द्र- भक्तश्रेष्ठिनः सप्ततलप्रासादोपरि बहुरक्षकोपयुक्तपार्श्वनाथप्रतिमाछत्रत्रयोपरि विशिष्टतरानर्घ्य- वैडूर्यमणिं पारंपर्येणाकर्ण्य लोभात्तेन सुवीरेण निजपुरुषाः पृष्टाः तं मणिं किं कोऽप्यानेतुं शक्तोऽस्तीति । इन्द्रमुकुटमणिमप्यहमानयामीति गलगर्जितं कृत्वा सूर्यनामा चौरः कपटेन क्षुल्लको भूत्वा अतिकायक्लेशेन ग्रामनगरक्षोभं कुर्वाणाः क्रमेण ताम्रलिप्तनगरीं गतः तमाकर्ण्य गत्वाऽलोक्य बन्दित्वा संभाष्य प्रशस्य च क्षुभितेन जिनेन्द्रभक्तश्रेष्ठिना नीत्वा पार्श्वनाथदेवं दर्शयित्वा मायया अनिच्छन्नपि स तत्र मणिरक्षको धृतः । एकदा क्षुल्लकं पृष्ट्वा श्रेष्ठी समुद्रयात्रायां चलितो नगराद्बहिर्निर्गत्य स्थितः । स चौरक्षुल्लको गृहजनमुपकरण- नयनव्यग्रं ज्ञात्वा अर्धरात्रे तं मणिं गृहीत्वा चलितः । मणितेजसा मार्गे कोट्टपालैर्दृष्टो धर्तुमारब्धः । तेभ्यः पलायितुमसमर्थः श्रेष्ठिन एव शरणं प्रविष्टो मां रक्ष रक्षेति चोक्तवान् । હતું. તેમને સુવીર નામનો પુત્ર હતો. તે સાત વ્યસનોમાં ચકચૂર હતો અને તેવા (વ્યસની) ચોર લોકો તેને સેવતા હતા.
પૂર્વદેશમાં ગૌડદેશ વિભાગમાં તામ્રલિપ્ત નગરીમાં જિનેન્દ્રભક્ત શેઠના સાતમાળના મહેલની ઉપર બહુ રક્ષકોથી ઉપયુક્ત (રક્ષિત) પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં ત્રણ છત્રો ઉપર વિશિષ્ટતર અમૂલ્ય વૈડૂર્યમણિ જડેલા છે. એ સંબંધી કર્ણોપકર્ણ (પરંપરાથી) સાંભળીને, લોભથી તે સુવીરે પોતાના માણસોને પૂછ્યુંઃ
‘‘શું તે મણિ લાવવાને કોઈ સમર્થ છે?’’ ‘‘ઇન્દ્રના મુગટના મણિને પણ હું લાવી આપું.’’ એમ ગળું ખોંખારી સૂર્ય નામનો ચોર કપટથી ક્ષુલ્લક બની અતિશય કાયકલેશથી ગામડાં અને નગરોમાં ક્ષોભઆનંદમય (ખળભળાટ) મચાવતો ક્રમથી તામ્રલિપ્ત નગરીમાં ગયો. તેના વિષે સાંભળીને, (ત્યાં) જઈને, જોઈને, (તેને) વંદન કરીને, તેની સાથે જિનેન્દ્રશેઠે વાતચીત કરી, તેની પ્રશંસા કરી. તથા ક્ષોભ પામી તેને લઈ જઈને પાર્શ્વનાથ દેવને દેખાડીને માયાથી ન ઇચ્છવા છતાં પણ (માયાથી ના પાડવા છતાં પણ) તેને ત્યાં મણિના રક્ષક તરીકે રાખ્યો.
એક દિવસ ક્ષુલ્લકને કહીને શેઠ સમુદ્રની યાત્રાએ ચાલ્યો અને નગરની બહાર જઈને રહ્યો. તે ચોર ક્ષુલ્લક ઘરના માણસોને રાચરચીલું લઈ જવામાં રોકાયેલા જાણીને, મધરાતે મણિ લઈને ચાલતો થયો. મણિના તેજથી રસ્તામાં કોટવાળોએ તેને જોયો અને પકડવા પ્રયત્ન કર્યો. તેમની પાસેથી છટકવાને અસમર્થ એવા તેણે શેઠનું જ શરણું ગ્રહ્યું અને ‘મારી રક્ષા કરો, રક્ષા કરો’ એમ કહ્યું.
Page 54 of 315
PDF/HTML Page 78 of 339
single page version
कोट्टपालानां कलकलामाकर्ण्य पर्यालोच्य तं चौरं ज्ञात्वा दर्शनोपहासप्रच्छादनार्थं भणितं श्रेष्ठिना मद्वचनेन रत्नमनेनानीतमिति विरूपकं भवद्भिः कृतं यदस्य महातपस्विन- श्चौरोद्धोपणा कृता । ततस्ते तस्य वचनं १प्रमाणं कृत्वा गताः । स च श्रेष्ठिना रात्रौ निर्धाटितः । एवमन्येनापि सम्यग्दृष्टिना असमर्थाज्ञानपुरुषादागतदर्शनदोषस्य प्रच्छादनं कर्तव्यं ।
मगधदेशे राजगृहनगरे राजा श्रेणिको राज्ञी चेलिनी पुत्रो वारिषेणः उत्तमश्रावकः चतुर्दश्यां रात्रौ कृतोपवासः स्मशाने कायोत्सर्गेण स्थितः । तस्मिन्नेव दिने उद्यानिकायां गतया मगधसुन्दरीविलासिन्या श्रीकीर्तिश्रेष्ठिन्या२ परिहितो दिव्यो हारो दृष्टः । ततस्तं दृष्ट्वा किमनेनालङ्कारेण विना जीवितेनेति संचिन्त्य शय्यायां पतित्वा सा स्थिता । रात्रौ समागतेन
કોટવાળોનો કલકલ અવાજ સાંભળીને અને પૂર્વાપર વિચાર કરીને ‘તે ચોર છે’, એમ જાણીને સમ્યગ્દર્શનના ઉપહાસને ઢાંકવા માટે શેઠે કહ્યુંઃ
‘‘મારા કહેવાથી જ તે એ રત્ન લાવ્યો છે. તેથી આ મહા તપસ્વીને તમે ચોર તરીકે જાહેર કર્યો, તે તમે ખોટું કર્યું.’’
પછી તેઓ (કોટવાળો) તે (શેઠનાં) વચનને સત્ય માનીને ચાલ્યા ગયા અને શેઠે તેને (ચોરને) રાત્રે કાઢી મૂક્યો. એ પ્રમાણે અન્ય સમ્યગ્દ્રષ્ટિએ પણ અસમર્થ અને અજ્ઞાન પુરુષથી થયેલા સમ્યગ્દર્શનના દોષને ઢાંકવા જોઈએ. ૫.
સ્થિતીકરણ અંગમાં વારિષેણનું દ્રષ્ટાંત છે તેની કથા —
મગધ દેશમાં રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક, રાણી ચેલના તથા તેમનો પુત્ર વારિષેણ હતાં. તે ઉત્તમ શ્રાવક ચૌદશની રાત્રે ઉપવાસ કરીને સ્મશાનમાં કાયોત્સર્ગથી ઊભો રહ્યો, તે જ દિવસે બગીચામાં ગયેલી મગધસુંદરી વિલાસિનીએ શ્રીકીર્તિ શેઠાણીએ પહેરેલો દિવ્ય હાર જોયો. પછી તેને જોઈને ‘આ અલંકાર વિના જીવીને શું કરવું છે?’ એમ વિચારીને તે પથારીમાં પડી રહી. રાત્રે આવેલા, તેનામાં આસક્ત વિદ્યુત્ ચોરે તેને કહ્યુંઃ १. तस्य प्रणामं कृत्वा घ० । २. ज्येष्ठिना घ० ।
Page 55 of 315
PDF/HTML Page 79 of 339
single page version
तदासक्तेन विद्युच्चोरेणोक्तं प्रिये ! किमेवं स्थितासीति । तयोक्तं श्रीकीर्तिश्रेष्ठिन्या१ हारं यदि मे ददासि तदा जीवामि त्वं च मे भर्ता नान्यथेति श्रुत्वा तां समुदीर्य अर्धरात्रे गत्वा निजकौशलेन तं हारं चोरयित्वा निर्गतः । तदुद्योतेन चौरोऽयमिति ज्ञात्वा गृहरक्षकैः कोट्टपालैश्च ध्रियमाणो पलायितुमसमर्थो वारिषेणकुमारस्याग्रे तं हारं धृत्वाऽदृश्यो भूत्वा स्थितः । कोट्टपालैश्च तं तथालोक्य श्रेणिकस्य कथितं देव ! वारिषेणश्चौर इति । तं श्रुत्वा तेनोक्तं मूर्खस्यास्य मस्तकं गृह्यतामिति । मातंगेन योऽसिः शिरोग्रहणार्थं वाहितः स कण्ठे तस्य पुष्पमाला बभूव । तमतिशयमाकर्ण्य श्रेणिकेन गत्वा वारिषेणः क्षमां कारितः । लब्ध्वाभयप्रदानेन विद्युच्चौरेण राज्ञो निजवृत्तान्ते कथिते वारिषेणो गृहे नेतुमारब्धः । तेन चोक्तं मया पाणिपात्रे भोक्तव्यमिति । ततोऽसौ सूरसेन१ मुनिसमीपे मुनिरभूत् । एकदा
‘‘પ્રિયે! આમ કેમ પડી રહી છે?’’ તેણે કહ્યુંઃ ‘‘શ્રીકીર્તિ શેઠાણીનો હાર જો તું મને આપે તો હું જીવીશ અને તો જ તું મારા ભર્તા, નહિતર નહિ.’’
એ સાંભળીને તેને આશ્વાસન આપી, તે અર્ધ રાત્રે જઈને પોતાના કૌશલ્યથી તે હાર ચોરીને બહાર નીકળ્યો. તેના (હારના) પ્રકાશથી ‘આ ચોર છે’ એમ જાણીને ગૃહરક્ષકો અને કોટવાળોએ તેને પકડવા ઘેર્યો. તે નાસી જવા અસમર્થ હોઈ વારિષેણકુમારની આગળ તે હાર મૂકીને અદ્રશ્ય થઈને રહ્યો. (સંતાઈ ગયો.)
કોટવાળોએ તેને (વારિષેણને) તેવો (ચોર) જોઈને શ્રેણિકને કહ્યુંઃ ‘‘દેવ! વારિષેણ ચોર છે.’’
તે સાંભળીને તેણે (શ્રેણિકે) કહ્યુંઃ ‘‘તે મૂર્ખનું મસ્તક લાવો.’’ ચંડાળે જે તલવાર શિર લેવા માટે ચલાવી તે તેના ગળામાં ફૂલમાળા બની ગઈ. તે ચમત્કાર સાંભળી શ્રેણિકે જઈને વારિષેણની ક્ષમા માગી. અભયદાન પ્રાપ્ત કરીને જ્યારે વિદ્યુત્ ચોરે રાજાને પોતાનું વૃત્તાન્ત કહ્યું ત્યારે રાજાએ વારિષેણને ઘેર લઈ જવા કર્યું, પણ તેણે કહ્યુંઃ
‘‘મારે તો હસ્તરૂપી પાત્રમાં જ ભોજન કરવું છે (અર્થાત્ મુનિ થવું છે.) પછી તે સૂરસેન મુનિ પાસે મુનિ થયો. १. श्रेष्ठिनो हारं घ० । १. सूरदेवमुनि घ० ।
Page 56 of 315
PDF/HTML Page 80 of 339
single page version
राजगृहसमीपे पलाशकूटग्रामे चर्यायां स प्रविष्टः । तत्र श्रेणिकस्य, योऽग्निभूतिमंत्री तत्पुत्रेण पुष्पडालेन स्थापितं, चर्यां कारयित्वा स सोमिल्लां निजभार्यां पृष्ट्वा१ प्रभुपुत्रत्वाद्बालसखित्वाच्च स्तोकं मार्गानुव्रजनं कर्तुं वारिषेणेन सह निर्गतः । आत्मनो व्याघुटनार्थ क्षीरवृक्षादिकं दर्शयन् मुहुर्मुहुर्वन्दनां कुर्वन् हस्ते धृत्वा नीतो विशिष्टधर्मश्रवणं कृत्वा वैराग्यं नीत्वा तपो ग्राहितोऽपि सोमिल्लां न विस्मरति । तौ द्वावपि द्वादशवर्षाणि तीर्थयात्रां कृत्वा वर्धमानस्वामिसमवसरणं गतौ । तत्र वर्धमानस्वामिनः पृथिव्याश्च सम्बन्धगीतं देवैर्गीयमानं पुष्पडालेन२ श्रुतं । यथा
एतदात्मनः सोमिल्लायाश्च संयोज्य उत्कण्ठितश्चलितः । स वारिषेणेन ज्ञात्वा स्थिरीकरणार्थं निजनगरं नीतः । चेलिन्या तौ दृष्ट्वा वारिषेणः किं चारित्राच्चलितः
એક દિવસે તે મુનિએ રાજગૃહની નજીકમાં પલાશકૂટ ગામમાં ચર્ચા માટે પ્રવેશ કર્યો. ત્યાં શ્રેણિકનો જે અગ્નિભૂત મંત્રી હતો તેનો પુત્ર પુષ્પડાલ ચર્યા કરાવીને પોતાની સ્ત્રી સોમિલ્લાને કહીને તે માલિકનો પુત્ર તથા બાલસખા હોવાથી થોડે દૂર સુધી તેને સાથ આપવા તે વારિષેણ સાથે ગયો. મુનિ પોતે ફરીથી પધારે તે માટે ક્ષીર વૃક્ષો વગેરે બતાવતો, વારંવાર વંદના કરતો, હાથે પકડીને તેને લઈ જવામાં આવ્યા અને વિશિષ્ટ ધર્મનું શ્રવણ કરીને તે વૈરાગ્યને પ્રાપ્ત થયો. તેને તપ ગ્રહણ કરાવ્યા છતાં તે સોમિલ્લાને વિસરતો નહિ. આમ તે બંને બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરીને, વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગયા. ત્યાં વર્ધમાનસ્વામી અને પૃથ્વી સંબંધી દેવો દ્વારા ગવાયેલું ગીત પુષ્પડાલે સાંભળ્યું. તે આ પ્રમાણેઃ —
અર્થ : — જ્યારે પતિ પ્રવાસે જાય છે ત્યારે સ્ત્રી ખિન્ન ચિત્ત થઈને મેલી કુચૈલી (ગંદી) રહે છે, પરંતુ જ્યારે તે ઘર છોડી ચાલ્યો જાય છે ત્યારે તે શી રીતે જીવિત રહી શકે?
આ (ગીતને) પોતાને અને સોમિલ્લાને લાગુ પાડી ઉત્કંઠિત થઈ તે ચલિત થયો. તે જાણીને તેને સ્થિર કરવા માટે વારિષેણ તેને પોતાના નગરે લઈ ગયો. ચેલનીએ તે १. दृष्ट्वा घ० । २. पुष्प लाडेन ख । ३. नाहेर वसियएण ख । ४. डज्झंगी घ० ।