Ratnakarand Shravakachar (Gujarati). KaThA 7 : vishNukumAr; KaThA 8 : vajrakumAr; Shlok: 21 anga sahit samyagdarshannu sAmarthy,22 lokmudhatA,23 devmuDhatA,24 pAkhandimuDhatA gurumuDhatA,25 ATha mad,26 mad karanArno dosh.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 17

 

Page 57 of 315
PDF/HTML Page 81 of 339
single page version

आगच्छतीति संचिन्त्य परीक्षणार्थं सरागवीतरागे द्वे आसने दत्ते वीतरागासने वारिषेणेनोपविश्योक्तं मदीयमन्तःपुरमानीयतां ततश्चेलिन्या महादेव्या द्वात्रिंशद्भार्याः सालङ्कारा आनीता ततः पुष्पडालो वारिषेणेन भणितः स्त्रियो मदीयं युवराजपदं च त्वं गृहाण तच्छ्रुत्वा पुष्पडालो अतीव लज्जितः परं वैराग्यं गतः परमार्थेन तपः कर्तुं लग्न इति

वात्सल्ये विष्णुकुमारो दृष्टान्तोऽस्य कथा

अवन्तिदेशे उज्जयिन्यां श्रीवर्मा राजा, तस्य बलिर्बृहस्पतिः प्रल्हादो नमुचिश्चेति चत्वारो मंत्रिणः तत्रैंकदा समस्तश्रुताधारो दिव्यज्ञानी सप्तशतमुनिसमन्वितोऽकम्पनाचार्य બંનેને જોઈને ‘શું વારિષેણ ચારિત્રથી ચલિત થઈને આવે છે?’ એમ વિચારી (તેની) પરીક્ષા કરવા માટે સરાગી અને વીતરાગી એવાં બે આસનો આપ્યાં. વીતરાગ આસન પર બેસી વારિષેણે કહ્યુંઃ

‘‘મારા જનાનાની સ્ત્રીઓને લાવો (બોલાવો).’’ પછી ચેલની રાણી અલંકાર સહિત તેની બત્રીસ સ્ત્રીઓને લઈ આવી. વારિષેણે પુષ્પડાલને કહ્યુંઃ

‘‘મારી આ સ્ત્રીઓ અને રાજ્યને તું ગ્રહણ કર.’’ તે સાંભળીને પુષ્પડાલ ઘણો શરમાયો અને પરમ વૈરાગ્યને પ્રાપ્ત થઈ પરમાર્થથી તપ કરવા (નિર્ગ્રંથ મુનિત્વ સાધવા) લાગ્યો. ૬.

વાત્સલ્ય અંગમાં વિષ્ણુકુમારનું દ્રષ્ટાન્ત છે, તેની કથા

કથા ૭ : વિષ્ણુકુમાર

અવન્તી દેશમાં ઉજ્જયિનીમાં શ્રીવર્મા રાજા હતો. તેને બલિ, બૃહસ્પતિ, પ્રહ્લાદ અને નમુચિ એ ચાર મંત્રીઓ હતા. ત્યાં એક દિવસ સમસ્ત શ્રુતના ધારી દિવ્યજ્ઞાની १. इतोग्रे ‘घ’ पुस्तके अधिकः पाठः ‘ततो वारिषेणमुनिः मुक्तिं गतः पुष्पडालश्च स्वर्गे देवो जातः २. श्रीधर्मो घ० ३. तस्य राज्ञी श्रीमतिः घ० ४. समन्विता घ० ५. अकम्पनामार्याः घ०


Page 58 of 315
PDF/HTML Page 82 of 339
single page version

आगत्योद्यानके स्थितः समस्तसंघश्च वारितः राजादिकेऽप्यायते केनापि जल्पनं न कर्तव्यमन्यथा समस्तसंघस्य नाशो भविष्यतीति राज्ञा च धवलगृहास्थितेन पूजाहस्तं नगरीजनं गच्छन्तं दृष्ट्वा मंत्रिणः पृष्टाः क्वायं लोकोऽकालयात्रायां गच्छतीति तैरुक्तं क्षपणका बहवो बहिरुद्याने आयातास्तत्रायं जनो याति वयमपि तान् दृष्टुं गच्छाम इति भणित्वा राजापि तत्र मंत्रिसमन्वितो गतः प्रत्येके सर्वे वन्दिताः न च केनापि आशीर्वादो दत्तः दिव्यानुष्ठानेनातिनिस्पृहास्तिष्ठन्तीति संचिन्त्य व्याघुटिते राज्ञि मंत्रिभिर्दुष्टाभि- प्रायैरुपहासः कृतः बलीवर्दा एते न किंचिदपि जानन्ति मूर्खा दम्भमौनेन स्थिताः एवं ब्रुवाणैर्गच्छद्भिरग्रे चर्यां कृत्वा श्रुतसागरमुनिमागच्छन्तमालोक्योक्तं ‘‘अयं तरुणबलीवर्दः पूर्णकुक्षिरागच्छति ’’ एतदाकर्ण्य तेन ते राजाग्रेऽनेकान्तवादेन जिताः अकम्पनाचार्यस्य અકમ્પનાચાર્ય સાતસો મુનિઓ સહિત આવીને બગીચામાં રહ્યા.

‘‘રાજાદિ પણ આવે તોપણ કોઈની સાથે બોલવું નહિ, નહિ તો સમસ્ત સંઘનો નાશ થશે.’’ એમ સઘળા સંઘને તેઓએ મનાઈ કરી.

ધવલગૃહમાં રહેલા રાજાએ, હાથમાં પૂજાની સામગ્રી લઈને નગરના લોકોને જતા જોઈને મંત્રીઓને પૂછ્યુંઃ ‘‘આ લોકો અકાલયાત્રાએ ક્યાં જાય છે?’’

તેમણે કહ્યુંઃ ‘‘બહાર બગીચામાં બહુ મુનિઓ આવ્યા છે ત્યાં આ લોકો જાય છે.’’ ‘‘આપણે પણ તેમનાં દર્શન કરવા જઈએ,’’ એમ કહી રાજા પણ મંત્રીઓ સાથે ત્યાં ગયો. એક એક કરી સર્વેને વંદના કરી, પણ કોઈએ આશીર્વાદ આપ્યો નહિ.

‘‘દિવ્ય અનુષ્ઠાનને લીધે તેઓ અતિ નિઃસ્પૃહ છે’’ એમ માની જ્યારે રાજા પાછો ફર્યો, ત્યારે દુષ્ટ અભિપ્રાયવાળા મંત્રીઓએ ઉપહાસ (મશ્કરી) કરી કહ્યું કે

‘‘એ મૂર્ખ બળદો કાંઈ જાણતા નથી, દંભથી મૌન ધરીને બેઠા છે.’’ આમ બોલતા બોલતા જતાં તેઓએ શ્રુતસાગર મુનિને ચર્યા કરીને આવતા જોઈને જ કહ્યુંઃ

‘‘આ તરુણ બળદ પૂરી રીતે પેટ ભરીને આવે છે.’’ આ સાંભળીને તેમણે (મુનિએ) રાજાની સામે અનેકાન્તવાદથી તેમને (મંત્રીઓને) જીતી લીધા, અને આવીને १. स्थिताः घ० २. राजन्यकेऽप्यायाते घ० ३. धवलगृहस्थितेन घ०


Page 59 of 315
PDF/HTML Page 83 of 339
single page version

चागत्य वार्ता कथिता तेनोक्तं सर्वसंघस्वया मारितः यदि वादस्थाने गत्वा रात्रौ त्वमेकाकी तिष्ठसि तदा संघस्य जीवितव्यं तव शुद्धिश्च भवति ततोऽसौ तत्र गत्वा कायोत्सर्गेण स्थितः मंत्रिभिश्चातिलज्जितैः क्रुद्धै रात्रौ संघं मारयितुं गच्छद्भिस्तमेकं मुनिमालोक्य येन परिभवः कृतः स एव हंतव्य इति पर्यालोच्य तद्वधार्थं युगपच्चतुर्भिः खङ्गा उद्गूर्णाः कंपितनगरदेवतया तथैव ते कीलिताः प्रभाते तथैव ते सर्वलोकैर्दृष्टाः रुष्टेन राज्ञा क्रमागता इति न मारिता गर्दभारोहणादिकं कारयित्वा देशान्निर्घाटिताः अथ कुरुजांगलदेशे हस्ति नागपुरे राजा महापद्मो राज्ञी लक्ष्मीमती पुत्रौ पद्मो विष्णुश्च स एकदा पद्माय राज्य दत्वा महापद्मो विष्णुना सह श्रुतसागरचंद्राचार्यस्य समीपे मुनिर्जातः ते च बलिप्रभृतय आगत्य पद्मराजस्य मंत्रिणो जाताः कुम्भपुरदुर्गे च सिंहबलो राजा दुर्गबलात् पद्ममण्डलस्योपद्रवं करोति तद्ग्रहणचिन्तया पद्मं दुर्बलमालोक्य बलिनोक्तं किं देव ! दौर्बल्ये તેમણે અકમ્પનાચાર્યને વાત કહી.

અકમ્પનાચાર્યે કહ્યુંઃ ‘‘તમે સર્વ સંઘને મારી નાખ્યો. (હવે) જો વાદના સ્થળે જઈને રાત્રે તમે એકલા રહો તો સંઘ જીવશે અને તમારી શુદ્ધિ પણ થશે.’’

તેથી તેઓ ત્યાં જઈને કાયોત્સર્ગથી ઊભા રહ્યા. અતિ લજ્જિત થયેલા, ક્રોધે ભરાયેલા અને તેથી રાત્રે સંઘને મારવા જતા તે મંત્રીઓએ તે જ એકલા મુનિને જોઈને ‘જેણે આપણો પરાભવ કર્યો છે તેને હણવો જ જોઈએ,’’ એમ વિચારીને તેનો વધ કરવા માટે એકીસાથે તે ચારેયે હાથ ઉગામ્યા. કંપિત થયેલા નગરદેવતાએ તેમને તેવા જ (તેવી જ સ્થિતિમાં) સ્તંભિત કર્યા. સવારે બધા માણસોએ તેમને તેવી જ સ્થિતિમાં (સ્તંભિત) જોયા. ક્રોધે ભરાયેલા રાજાએ ‘ક્રમે (વંશપરંપરાએ) આવેલા છે’ એમ જાણી તેઓને માર્યા નહિ, પણ ગધેડા ઉપર બેસાડીને તેમને દેશ બહાર કાઢી મૂક્યા.

પછી કુરુજાંગલ દેશમાં હસ્તિનાપુરમાં મહાપદ્મ રાજા અને રાણી લક્ષ્મીવતી હતાં. તેમને પદ્મ અને વિષ્ણુ નામને બે પુત્રો હતા. એક દિવસ મહાપદ્મ રાજા પદ્મને રાજ્ય આપી વિષ્ણુ સાથે શ્રુતસાગરચંદ્ર આચાર્યની સમીપમાં મુનિ થયો અને ત્યારે તે બલિ આદિ આવીને પદ્મરાજના મંત્રીઓ થયા.

તે વખતે કુંતાપુર દુર્ગમાં સિંહબલ રાજા દુર્ગના (કિલ્લાના) બળથી પદ્મમંડળને ઉપદ્રવ કરતો હતો. તેને પકડવાની ચિંતાથી દુર્બળ થયેલા રાજાને જોઈને બલિએ કહ્યુંઃ

‘‘દેવ! દુર્બળતાનું શું કારણ છે?’’


Page 60 of 315
PDF/HTML Page 84 of 339
single page version

कारणमिति कथितं च राज्ञा तच्छ्रुत्वा आदेशं याचायित्वा तत्र गत्वा बुद्धिमाहात्म्येन दुर्गं भंक्त्त्वा सिंहबलं गृहीत्वा व्याघुटयागतः तेन पद्मस्यासौ समर्पितः देव ! सोऽयं सिंहबल इति तुष्टेन तेनोक्तं वांछितं वरं प्रार्थयेति बलिनोक्तं यदा प्रार्थयिष्यामि तदा दीयतामिति अथ कतिपयदिनेषु विहरन्तस्तेऽकम्पनाचार्यादयः सप्तशतयतस्तत्रागताः पुरक्षोभाद्बलि- प्रभृतिभिस्तान् परिज्ञाय राजा एतद्भक्त इति पर्यालोच्य भयात्तन्मारणार्थं पद्मः पूर्वपरं प्रार्थितः सप्तदिनान्यस्माकं राज्यं देहीति ततोऽसौ सप्तदिनानि राज्यं दत्वाऽन्तः पुरे प्रविश्य स्थितः बलिना च आतपनगिरौ कायोत्सर्गेण स्थितान् मुनीन् वृत्यावेष्टय मण्डपं कृत्वा यज्ञः कर्तुमारब्धः उच्छिष्टसरावच्छागादिजीवकलेवरैर्धूमैश्च मुनीनां मारणार्थमुपसर्गः कृतः मुनियश्च द्विविधसंन्यासेन स्थिताः अथ मिथिलानगर्यामर्धरात्रे बहिर्विनिर्गत- श्रुतसागरचन्द्राचार्येण आकाशे श्रवणनक्षत्रं कम्पमानमालोक्यावधिज्ञानेन ज्ञात्वा भणितं महामुनीनां महानुपसर्गो वर्तते तच्छ्रुत्वा पुष्पधरनाम्ना विद्याधरश्रुल्लकेन पृष्टं भगवन् ! क्व

રાજાએ જે કહ્યું તે સાંભળીને, આજ્ઞા માગીને તે (બલિ) ત્યાં ગયો અને પોતાની બુદ્ધિના પ્રભાવે દુર્ગને તોડીને સિંહબલને પકડીને પાછો આવ્યો અને પદ્મને સોંપીને કહ્યુંઃ

‘‘દેવ! એ આ સિંહબલ.’’ સંતુષ્ટ થઈને તેણે (રાજાએ) કહ્યુંઃ ‘‘તમે વાંછિત વર માગો.’’ બલિએ કહ્યુંઃ ‘‘જ્યારે માંગુ ત્યારે આપજો.’’ પછી થોડા દિવસોમાં વિહાર કરતા કરતા તે અકમ્પનાચાર્ય આદિ સાતસો મુનિઓ ત્યાં આવ્યા. શહેરમાં આનંદમય ખળભળાટ થવાથી બલિ આદિએ તેમને ઓળખ્યા. ‘રાજા તેમનો ભક્ત છે’ એમ વિચારીને ભયને લીધે તેમને મારવા માટે પદ્મ પાસે પૂર્વનું વરદાન માગ્યું કે ‘‘સાત દિવસ સુધી અમને રાજ્ય આપો.’’ પછી તે (રાજા પદ્મ) સાત દિવસ માટે રાજ્ય આપીને (પોતાના) અંતઃપુરમાં જઈને રહ્યો.

અહીં બલિએ આતપન પર્વત ઉપર કાયોત્સર્ગથી ઊભેલા મુનિઓને વાડથી ઘેરી મંડપ બનાવી યજ્ઞ કરવો શરૂ કર્યો. એઠાં વાસણ, બકરાં આદિ જીવોનાં શરીરો અને ધૂમાડાથી મુનિઓને મારવા માટે ઉપસર્ગ કર્યો. મુનિઓ બે પ્રકારનો સંન્યાસ કરીને ઊભા રહ્યા.

પછી મિથિલા નગરીમાં અર્ધરાત્રે બહાર નીકળેલા શ્રુતસાગરચંદ્રાચાર્યે આકાશમાં શ્રવણ નક્ષત્રને કંપાયમાન જોઈને અવધિજ્ઞાનથી જાણીને કહ્યુંઃ

‘‘મહામુનિઓને મોટો ઉપસર્ગ થઈ રહ્યો છે.’’


Page 61 of 315
PDF/HTML Page 85 of 339
single page version

केषां मुनीनां महानुपसर्गो वर्तते ? हस्तिनापुरे अकम्पनाचार्यादीनां सप्तशतयतीनां उपसर्गः कथं नश्यति ? धरणिभूषणगिरौ विष्णुकुमारमुनिर्विक्रियर्द्धिसम्पन्नस्तिष्ठति स नाशयति एतदाकर्ण्य तत्समीपे गत्वा क्षुल्लकेन विष्णुकुमारस्य सर्वस्मिन् वृत्तान्ते कथिते मम किं विक्रिया ऋद्धिरस्तीति संचिन्त्य तत्परीक्षार्थं हस्तः प्रसारितः स गिरिं भित्त्वा दूरे गतः ततस्तां निर्णीय तत्र गत्वा पद्मराजो भणितः किं त्वया मुनीनामुपसर्गः कारितः भवत्कुले केनापीदृशं न कृतं तेनोक्तं किं करोमि मया पूर्वमस्य वरो दत्त इति तत विष्णुकुमारमुनिना वामनब्राह्मणरूपं धृत्वा दिव्यध्वनिना प्राध्ययनं कृतं बलिनोक्तं किं तुभ्यं दीयते तेनोक्तं भूमेः पादत्रयं देहि ग्रहिलब्राह्मण बहुतरमन्यत् प्रार्थयेति वारं वारं लोकैर्भण्यमानोऽपि तावदेव याचते ततो हस्तोदकादिविधिना भूमिपादत्रये दत्ते तेनैकपादो

તે સાંભળી પુષ્પધર નામના વિદ્યાધર ક્ષુલ્લકે પૂછ્યુંઃ ‘‘ભગવન્! ક્યાં ક્યા ક્યા મુનિઓને મોટો ઉપસર્ગ થઈ રહ્યો છે?’’

તેમણે કહ્યુંઃ ‘‘હસ્તિનાપુરમાં અકંપનાચાર્યાદિ સાતસો મુનિઓને ઉપસર્ગ છે.’’ ‘‘તે કેવી રીતે નાશ પામે?’’ એમ ક્ષુલ્લક દ્વારા પૂછવામાં આવતાં તેમણે કહ્યુંઃ ‘‘ધરણિભૂષણ પર્વત ઉપર વિષ્ણુકુમાર મુનિ છે. તેમને વિક્રિયા ૠદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેઓ (આ ઉપસર્ગને) દૂર કરી શકે.’’

એ સાંભળીને તેમની પાસે જઈ ક્ષુલ્લકે મુનિ શ્રી વિષ્ણુકુમારને સર્વ વૃત્તાન્ત કહ્યું. ત્યારે તેમણે કહ્યું કેઃ ‘‘શું મને વિક્રિયા ૠદ્ધિ પ્રાપ્ત થઈ છે?’’

એમ વિચારી તેની પરીક્ષા કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો, તે (હાથ) પર્વત ભેદીને દૂર ગયો. પછી તેનો નિર્ણય કરી, ત્યાં જઈ પદ્મરાજને તેણે કહ્યુંઃ ‘‘તમે મુનિઓને કેમ ઉપસર્ગ કરાવ્યો? આપના કુળમાં કોઈએ એવું કદી કર્યું નથી.’’

તેણે (રાજાએ) કહ્યુંઃ ‘‘હું શું કરું? પૂર્વે મેં વરદાન આપ્યું હતું.’’ પછી વિષ્ણુકુમારે વામન (ઠીંગણા) બ્રાહ્મણનું રૂપ બનાવીને દિવ્યધ્વનિથી (ઉત્તમ શબ્દો દ્વારા) વેદ મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું. બલિએ કહ્યું ‘‘તમને શું આપું?’’

તેણે કહ્યુંઃ ‘‘ભૂમિનાં ત્રણ પગલાં આપો.’’ ‘‘હે ગ્રહિલ (જક્કી) બ્રાહ્મણ! બીજું બધું માગ.’’ એમ વારંવાર લોકોએ તેને કહ્યું છતાં તેણે એટલું જ માગ્યું. પછી હાથમાં પાણી લઈ વિધિપૂર્વક જમીનનાં ત્રણ પગલાં આપ્યાં.


Page 62 of 315
PDF/HTML Page 86 of 339
single page version

मेरौ दत्तो द्वितीयो मानुषोत्तरगिरौ तृतीयपादेन देवविमानादीनां क्षोभं कृत्वा बलिपृष्ठे तं पादं दत्वा बलिं वद्ध्वा मुनीनामुपसर्गो निवारितः ततस्ते चत्वारोऽपि मंत्रिणः पद्मस्य भयादागत्य विष्णुकुमारमुनेरकम्पनाचार्यादीनां च पादेषु लग्नाः ते मंत्रिणः श्रावकाश्च जाता इति

प्रभावनायां वज्रकुमारो दृष्टान्तोऽस्य कथा

हस्तिनागपुरे बलराजस्य पुरोहितो गरुडस्तत्पुत्रः सोमदत्तः तेन सकलशास्त्राणि पठित्वा अहिच्छत्रपुरे निजमामसुभूतिपार्श्वे गत्वा भणितं माम ! मां दुर्मुखराजस्य दर्शयेत् च गर्वितेन तेन दर्शितः ततो ग्रहिलो भूत्वा सभायां स्वयमेव तं दृष्ट्वा आशीर्वादं दत्वा सर्वशास्त्रकुशलत्वं प्रकाश्य मंत्रिपदं लब्धवान् तं तथाभूतमालोक्य सुभूतिमामो यज्ञदत्तां

તેણે એક પગલું મેરુ પર્વત ઉપર મૂક્યું અને બીજું પગલું માનુષોત્તર પર્વત પર મૂક્યું અને ત્રીજા પગલાંથી દેવોના વિમાનો આદિમાં ક્ષોભ (ખળભળાટ) કરીને બલિને પીઠ પર તે પગલું દઈને બલિને બાંધીને મુનિઓનો ઉપસર્ગ નિવાર્યો.

પછી તે ચારે મંત્રીઓ પદ્મના ભયથી આવીને વિષ્ણુકુમાર મુનિ અને અકમ્પનાચાર્ય આદિના પગે પડ્યા અને શ્રાવક બન્યા. ૭.

પ્રભાવના અંગમાં વજ્રકુમારનું દ્રષ્ટાંત છે તેની કથા

કથા ૮ : વ»કુમાર

હસ્તિનાપુરમાં બળરાજને ગરુડ નામનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમદત્ત હતો. બધાં શાસ્ત્રો ભણીને અહિચ્છત્રપુરમાં પોતાના મામા સુભૂતિ પાસે જઈને તેણે કહ્યુંઃ ‘‘મામા! મને દુર્મુખરાજની મુલાકાત કરાવો.’’ પણ તે અભિમાનીએ મુલાકાત ન કરાવી. તેથી તે ગ્રહિલ (જક્કી) બનીને પોતે જ સભામાં જઈને તેની મુલાકાત લીધી. તેને આશીર્વાદ આપી, સર્વ શાસ્ત્રોમાં નિપુણતા બતાવી અને મંત્રીપદ પ્રાપ્ત કર્યું. તેને આવો જોઈને સુભૂતિ મામાએ (પોતાની) પુત્રી યજ્ઞદત્તા તેની સાથે પરણાવી. १. चत्वारो मंत्रिणः पद्मश्च २. ध पुस्तके इतोऽग्रेधिकः पाठः ‘व्यन्तरदैवेः सुघोषवीणात्रयं दत्तं विष्णुकुमारपादपूजार्थं ३. दर्शमते ख, ग, दर्शय घ० ४ न, ख, ग, तेन च गर्वितेन न दर्शितः घ०


Page 63 of 315
PDF/HTML Page 87 of 339
single page version

पुत्रीं परिणेतुं दत्तवान् एकदा तस्या गर्भिण्या वर्षाकाले आम्रफलभक्षणे दोहलको जातः ततः सोमदत्तेन तान्युद्यानवने अन्वेषयता यत्राम्रवृक्षे सुमित्राचार्यो योगं गृहीतवांस्तं नानाफलैः फलितं दृष्ट्वा तस्मात्तान्यादाय पुरुषहस्ते प्रेषितवान् स्वयं च धर्मं श्रुत्वा निर्विण्णस्तपो गृहीत्वा आगममधीत्य परिणतो भूत्वा नाभिगिरौ आतपनेन स्थितः यज्ञदत्ता च पुत्रं प्रसूता तं वृत्तान्तं श्रुत्वा बंधुसमीपं गता तस्य शुद्धिं ज्ञात्वा बन्धुभिः सह नाभिगिरिं गत्वा तमातपनस्थमालोक्यातिकोपात्तत्पादोपरि बालकं धृत्वा दुर्वचनानि दत्वा गृहं गता अत्र प्रस्तावे दिवाकरदेवनामा विद्याधरोऽमरावतीपुर्याः पुरन्दरनाम्ना लघुभ्रात्रा राज्यान्निर्घाटितः सकलत्रो मुनि वन्दितुमायातः तं बालं गृहीत्वा निजभार्यायाः समर्प्य व्रजकुमार इति नाम कृत्वा गतः स च व्रजकुमारः कनकनगरे विमलवाहननिजमैथुनिकसमीपे सर्वविद्यापारगो युवा च क्रमेण जातः अथ गरुडवेगाङ्गवत्योः पुत्री पवनवेगा हेमन्तपर्वते प्रज्ञप्तिं विद्यां

એક દિવસ તેની ગર્ભવતી સ્ત્રીને વર્ષાકાલમાં (ચોમાસામાં) કેરી ખાવાનો દોહદ થયો. પછી સોમદત્તે ઉદ્યાન વનની અંદર ફળોની તપાસ કરતાં જે આમ્રવૃક્ષની નીચે સુમિત્રાચાર્યે યોગ ધારણ કર્યો હતો, તેને વિવિધ ફળોથી ચલિત જોઈ તેમાંથી (તે વૃક્ષ ઉપરથી) તે (ફળો) લઈને (કોઈ) પુરુષ સાથે મોકલી આપ્યાં અને પોતે ધર્મશ્રવણ કરીને ઉદાસીન થયો અને તપ ગ્રહણ કરીને, આગમનો અભ્યાસ કરીને બહુ પરિપક્વ બની નાભિ પર્વત ઉપર આતપન આદરીને રહ્યો.

યજ્ઞદત્તાએ પુત્રને જન્મ આપ્યો. પતિ મુનિ થવાના સમાચાર સાંભળીને તે તેના ભાઈઓ પાસે ચાલી ગઈ. તેની (પુત્રની) શુદ્ધિ જાણીને તે ભાઈઓ સાથે નાભિ પર્વત પર ગઈ અને ત્યાં તેને આતપન યોગમાં બેઠેલો જોઈ, ઘણા કોપથી તેના પગ ઉપર બાળકને રાખીને તથા દુર્વચનો કહીને તે ઘેર ગઈ.

આ દરમિયાન દિવાકરદેવ નામના વિદ્યાધરે અમરાવતી પુરીના પુરંદર નામના નાનાભાઈને રાજ્યમાંથી કાઢી મૂક્યો. તે તેની સ્ત્રી સાથે મુનિને વંદના કરવા આવ્યો. તે બાળકને લઈને પોતાની સ્ત્રીને સોંપી તેનું વજ્રકુમાર નામ પાડીને ગયો. તે વજ્રકુમાર કનકનગરમાં પોતાના મૈથુનિક (જોડિયા) ભાઈ વિમલવાહન પાસે સર્વ વિદ્યાઓમાં પારંગત થયો અને ક્રમે ક્રમે યુવાન થયો.

પછી ગરુડવેગ અને અંગવતીની પુત્રી પવનવેગા હેમન્ત પર્વત ઉપર મહાશ્રમથી १. गुर्विण्याः मूलपाठः २. तं ख, ग, ३. गिरौ, ख, ग कनकगिरे घ०


Page 64 of 315
PDF/HTML Page 88 of 339
single page version

महाश्रमेण साधयन्ती पवनाकम्पितबदरीवज्रकंटकेन लोचने विद्धा ततस्तत्पीडया चलचित्ताया विद्या न सिद्ध्यति ततो वज्रकुमारेण च तां तथा दृष्ट्वा विज्ञानेन कण्टक उद्धृतः ततः स्थिरचित्तायास्तस्या विद्या सिद्धा उक्तं च तथा भवत्प्रसादेन एषा विद्या सिद्धा, त्वमेव मे भर्त्तेत्युक्त्वा परिणीतः व्रजकुमारेणोक्तं तात ! अहं कस्य पुत्र इति सत्यं कथय, तस्मिन् कथिते मे भोजनादौ प्रवृत्तिरिति ततस्तेन पूर्ववृत्तान्तः सर्वः सत्य एव कथितः तमाकर्ण्य निजगुरुं दृष्टुं बन्धुभिः सह मथुरायां क्षत्रियगुहायां गतः तत्र च सोमदत्तगुरोर्दिवाकरदेवेन बंदनां कृत्वा वृत्तान्तः कथितः समस्तबन्धून् महता कष्टेन विसृज्य वज्रकुमारो मुनिर्जातः अत्रान्तरे मथुरायामन्या कथाराजा पूतिगन्धो राज्ञी उर्विला सा च सम्यग्दृष्टिरतीव जिनधर्मप्रभावनायां रता नन्दीश्वराष्टदिनानि प्रतिवर्षं जिनेन्द्ररथयात्रां त्रीन् वारान् कारयति तत्रैव नगर्यां श्रेष्ठी सागरदत्तः श्रेष्ठिनी समुद्रदत्ता पुत्री दरिद्रा मृते सागरदत्ते दरिद्र परगृहे પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધતી હતી. પવનથી કંપિત થયેલી બદરી (બોરડી)ના વજ્રકંટકથી તેની આંખ વિંધાઈ ગઈ. તેથી તેની પીડાથી ચલિત થયેલા ચિત્તવાળી (પવનવેગા)ને વિદ્યા સિદ્ધ થઈ નહિ. પછી વજ્રકુમારે તેને તેવી જોઈને વિજ્ઞાનથી કાંટો કાઢ્યો, પછી સ્થિર ચિત્તવાળી તેને (પવનવેગાને) વિદ્યા સિદ્ધ થઈ અને તેણે કહ્યુંઃ ‘‘આપની કૃપાથી આ વિદ્યા સિદ્ધ થઈ છે, તેથી તમે જ મારા પતિ છો.’’ એમ કહીને તે તેની સાથે પરણી.

વજ્રકુમારે કહ્યુંઃ ‘‘તાત! હું કોનો પુત્ર છું? સાચું કહો. તે કહેશો તો જ ભોજનાદિમાં મારી પ્રવૃત્તિ થશે.’’

પછી તેણે બધું પૂર્વવૃત્તાંત સાચેસાચું કહ્યું. તે સાંભળીને પોતાના ગુરુનાં (પોતાના પિતાનાં) દર્શન કરવા માટે બંધુઓ સાથે મથુરામાં ક્ષત્રિય ગુફામાં ગયો. ત્યાં સોમદત્તના ગુરુને વંદના કરી, દિવાકરદેવે તેમને હકીકત કહી. મહાકષ્ટથી સમસ્ત બંધુવર્ગનું વિસર્જન કરી વજ્રકુમાર મુનિ થયો.

આ દરમિયાન મથુરામાં એક બીજી કથા (ઘટના) થઈ

ત્યાં પૂતિગંધ રાજા હતો, તેને ઉર્વિલા રાણી હતી, તે સમ્યગ્દ્રષ્ટિ હતી અને જિનધર્મની પ્રભાવનામાં ઘણી રત રહેતી હતી. તે દર વર્ષે નંદીશ્વરના આઠ દિવસ જિનેન્દ્રની રથયાત્રા ત્રણવાર કરાવતી. તે જ નગરીમાં સાગરદત્ત શેઠ હતો, તેની શેઠાણીનું નામ સમુદ્રદત્તા હતું અને પુત્રીનું નામ દરિદ્રા હતું. સાગરદત્ત મરી ગયો ત્યારે દરિદ્રા એક १. ऊ र्वी, ग


Page 65 of 315
PDF/HTML Page 89 of 339
single page version

निक्षिप्तसिक्थानि भक्षयन्ती चर्यां प्रविष्टेन मुनिद्वयेन दृष्टां ततो लघुमुनिनोक्तं हा ! वराकी महता कष्टेन जीवतीति तदाकर्ण्य ज्येष्ठमुनिनोक्तं अत्रैवास्य राज्ञः पट्टराज्ञी वल्लभा भविष्यतीति भिक्षां भ्रमता धर्मश्रीवंदकेन तद्वचनमाकर्ण्य नान्यथा मुनिभाषितमिति संचिन्त्य स्वविहारे तां नीत्वा मृष्टाहारैः पोषिता एकदा यौवनभरे चैत्रमासे आन्दोलयन्तीं तां राजा दृष्ट्वा अतीव विरहावस्थां गतः ततो मंत्रिभिस्तां तदर्थं वंदको याचितः तेनोक्तं यदि मदीयं धर्मं राजा गृह्णाति तदा ददामीति तत्सर्वं कृत्वा परिणीता पट्टमहादेवी तस्य सातिवल्लभा जाता फाल्गुननन्दीश्वरयात्रायामुर्विला रथयात्रामहारोपं दृष्ट्वा तया भणितं देव ! मदीयो बुद्धरथोऽधुना पुर्यां प्रथमं भ्रमतु राज्ञा चोक्तमेवं भवत्विति तत उर्विला वदति मदीयो रथो यदि प्रथमं भ्रमति तदाहारे मम प्रवृत्तिरन्यथा निवृत्तिरिति प्रतिज्ञां गृहीत्वा દિવસ પારકે ઘેર નાખી દીધેલા (રાંધેલા) ભાત તે ખાતી હતી. ચર્યા માટે પ્રવેશેલા બે મુનિઓ દ્વારા તે જોવામાં આવી. તેથી નાના મુનિએ કહ્યુંઃ ‘‘અરે! બિચારી મહાકષ્ટથી જીવી રહી છે.’’

તે સાંભળી મોટા મુનિએ કહ્યુંઃ ‘‘અહીંના રાજાની તે માનીતી પટરાણી થશે.’’ ભિક્ષા માટે ભ્રમણ કરતાં ધર્મશ્રીવંદકે તેમનું વચન સાંભળી ‘મુનિએ ભાખેલું અન્યથા હોય નહિ’ એમ વિચારી તેને પોતાના વિહારમાં લઈ જઈ પુષ્ટ (સારો) આહાર આપી પોષણ કર્યું.

એક દિવસ યૌવનભર ચૈત્ર માસમાં (ભર ચૈત્ર માસમાં) રાજાએ તેને આનંદમાં હિલોરા લેતી (હિચકતી) જોઈ અને બહુ વિરહ અવસ્થાને પ્રાપ્ત થયો, તેથી મંત્રીઓએ તેના માટે વંદક (બૌદ્ધ સાધુ) પાસે જઈ તેની માગણી કરી.

તેણે કહ્યુંઃ ‘‘જો રાજા મારો ધર્મ સ્વીકારે તો હું તેને દઉં.’’ તે બધાનો સ્વીકાર કરતાં તેણે તેને પરણાવી અને તેની (રાજાની) અતિપ્રિય પટ્ટમહાદેવી બની. ફાગણ માસની નંદીશ્વરની યાત્રામાં મહારાણી ઉર્વિલાની રથયાત્રાનો મોટો ઠાઠ જોઈ, તેણે કહ્યુંઃ ‘‘દેવ! મારો બુદ્ધનો રથ હવે નગરીમાં પ્રથમ ફરે.’’

રાજાએ કહ્યુંઃ ‘‘તેમ થશે.’’ આથી ઉર્વિલાએ કહ્યુંઃ ‘‘મારો રથ જો પ્રથમ ફરશે તો જ મારી આહારાદિમાં १. मिष्टाहारैः घ०


Page 66 of 315
PDF/HTML Page 90 of 339
single page version

क्षत्रियगुहायां सोमदत्ताचार्यपार्श्वे गता तस्मिन् प्रस्तावे वज्रकुमारमुनेर्वन्दनाभक्त्यर्थमायाता दिवाकरदेवादयो विद्याधरास्तदीयवृत्तान्तं च श्रुत्वा वज्रकुमारमुनिना ते भणिताः उर्विलयाः प्रतिज्ञारूढाया रथयात्रा भवद्भिः कर्तव्येति ततस्तैर्बुद्धदासी रथं भङ्ग्वा नानाविभूत्या उर्विलाया रथयात्रा कारिता तमतिशयं दृष्ट्वा प्रतिबुद्धा बुद्धदासी अन्ये च जना जिनधर्मरता जाता इति ।।२०।। પ્રવૃત્તિ થશે, નહિતર તેમાં નિવૃત્તિ છે.’’ આવી પ્રતિજ્ઞા લઈને ક્ષત્રિય ગુફામાં રહેલા સોમદત્ત આચાર્ય પાસે ગઈ.

તે દરમિયાન વજ્રકુમાર મુનિની વંદનાભક્તિ માટે આવેલા દિવાકર દેવાદિ વિદ્યાધરોને, તેનું વૃત્તાંત સાંભળીને, વજ્રકુમાર મુનિએ કહ્યુંઃ ‘‘પ્રતિજ્ઞારૂઢ ઉર્વિલાની રથયાત્રા તમારે કરાવવી જોઈએ.’’

તેથી તેઓએ બુદ્ધદાસીનો રથ ભાંગીને અનેક વિભૂતિથી ઉર્વિલાની રથયાત્રા કરાવી. તેનો અતિશય દેખીને બુદ્ધની દાસી પ્રતિબોધને પામેલી અને અન્ય જનો જિનધર્મમાં રત થયા. ૮.

વિશેષ

સમ્યગ્દર્શનનાં નિઃશંકિતાદિ આઠ અંગ છે. અંગનો અર્થ અવયવ, સાધન, કરણ અને લક્ષણ યા ચિહ્ન થાય છે. સમ્યગ્દર્શન અંગી છે અને નિઃશંકિતાદિ આઠ અંગ છે. સમ્યગ્દર્શન સાધ્ય છે અને નિઃશંકિતાદિ સાધન છે. જે સમ્યગ્દ્રષ્ટિ હોય છે તેને નિઃશંકિતાદિ આઠ ચિહ્નો જરૂર હોય છે.

આ આઠ અંગમાં પ્રથમ નિઃશંકિતાદિ ચાર અંગ નિષેધરૂપ છે અને બાકીનાં ઉપગૂહનાદિ ચાર અંગ વિધેયરૂપ છે.

‘‘.......કોઈ કાર્યમાં શંકાકાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે, પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહારસમ્યક્ત્વમાં ઉપચાર કર્યો છે. તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો, એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ......’’૧

જેણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું હોય તેને આ ઉપચાર લાગુ પડે છે. મિથ્યાદ્રષ્ટિ ૧. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૭૬.


Page 67 of 315
PDF/HTML Page 91 of 339
single page version

ननु सम्यग्दर्शनस्याष्टभिरङ्गैः प्ररूपितैः किं प्रयोजनं ? तद्विलस्याप्यस्य संसारोच्छेदनसामर्थ्यसंभवादित्याशंक्याह

नांगहीनमलं छेत्तुं दर्शनं जन्मसन्ततिम्
न हि मन्त्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनां ।।२१।।

‘दर्शनं’ कर्तृ ‘जन्मसन्ततिं’ संसारप्रबन्धं ‘छेत्तुं’ उच्छेदयितुं ‘नालं’ न समर्थं कथंभूतं सत्, ‘अंगहीनं’ अंगैर्निःशंकितत्वादिस्वरूपैर्हीनं विकलं अस्यैवार्थस्य समर्थनार्थं दृष्टान्तमाह‘न ही’त्यादि सर्पादिदष्टस्य प्रसृतसर्वांगविषवेदनस्य तदपहरणार्थं प्रयुक्तो मंत्रोऽक्षरेणापि न्यूनो हीनो ‘न हि’ नैव ‘निहन्ति’ स्फोटयति विषवेदनां ततः દ્રવ્યલિંગીને આ ઉપચાર લાગુ પડતો નથી, કેમ કે તેને સમ્યક્ત્વ થયું નથી.

સમ્યક્ત્વનાં અંગો સંબંધી જે આઠ દ્રષ્ટાંતો (કથારૂપે) આપ્યાં છે તે આ દ્રષ્ટિએ સમજવાં. ૧૯૨૦.

સમ્યગ્દર્શનનાં આઠ અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? કારણ કે તેના વિના પણ તેને (સમ્યગ્દર્શનને) સંસારનો નાશ કરવાનું સામર્થ્ય સંભવે છે. એવી આશંકા કરીને કહે છે

અંગસહિત સમ્યગ્દર્શનનું સામર્થ્ય
શ્લોક ૨૧

અન્વયાર્થ :[अंगहीनं ] અંગ રહિત [दर्शनं ] સમ્યગ્દર્શન [जन्मसंततिम् ] જન્મમરણની પરંપરાનો [छेत्तुं ] નાશ કરવાને [न अलं ] સમર્થ નથી. જેમ [अक्षरन्यूनः ] અક્ષરહીન [मंत्रः ] મંત્ર [विषवेदनां ] વિષવેદનાને [न हि निहन्ति ] નાશ કરી શકતો જ નથી.

ટીકા :अङ्गहीनं दर्शनं जन्मसंततिं छेत्तुं न अलं’ નિઃશંકિતત્વાદિ સ્વરૂપ અંગોથી રહિત હોય, એવું સમ્યગ્દર્શન સંસારના પ્રબંધનો (સંસારની સંતતિનો) ઉચ્છેદ કરવાને સમર્થ નથી. આ જ અર્થના સમર્થનને માટે દ્રષ્ટાંત કહે છે. न हि इत्यादि’ સર્પાદિથી ડસાયેલા અને સર્વ અંગોમાં પ્રસરેલા વિષની વેદનાવાળા મનુષ્યની વિષવેદનાને १. स्फे टयति घ०


Page 68 of 315
PDF/HTML Page 92 of 339
single page version

सम्यग्दर्शनस्य संसारोच्छेदसाधनेऽष्टाङ्गोपेतत्वं युक्तमेव, त्रिमूढापोढत्ववत्

कानि पुनस्तानि त्रीणि मूढानि यदमूढत्वं तस्य संसारोच्छेदसाधनं स्यादिति चेदुच्यते, लोकदेवतापाखंडिमूढभेदात् त्रीणि मूढानि भवन्ति तत्र लोकमूढं तावद्दर्शयन्नाह

आपगासागरस्नानमुच्चयः सिकताश्मनाम्
गिरिपातोऽग्निपातश्च लोकमूढं निगद्यते ।।२२।।

‘लोकमूढं’ लोकमूढत्वं किं ? ‘आपगासागरस्नानं’ आपगा नदी सागरः समुद्रः तत्र દૂર કરવાને યોજેલો એક પણ ઓછા અક્ષરવાળો મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો જ નથી. તેથી સમ્યગ્દર્શનને સંસારઉચ્છેદના સાધનભૂત થવામાં અષ્ટાંગસહિતપણું યોગ્ય જ છે. તેના ત્રિમૂઢતારહિતપણાની માફક.

ભાવાર્થ :જેમ એક પણ અક્ષરહીન મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો નથી, તેમ આઠ અંગ રહિત સમ્યગ્દર્શન જન્મમરણની પરંપરાનો નાશ કરી શકતું નથી. અર્થાત્ અંગરહિત સમ્યગ્દર્શનથી સંસારનો નાશ થઈ શકતો નથી; આઠ અંગ સહિત સમ્યગ્દર્શન જ તેનો નાશ કરી શકે છે. ૨૧.

પ્રશ્નઃકઈ તે ત્રણ મૂઢતા છે કે જેના રહિતપણાથી સમ્યગ્દર્શન સંસારઉચ્છેદનું સાધન થાય છે?

ઉત્તરઃત્રણ મૂઢતા આ પ્રમાણે છેલોકમૂઢતા, દેવમૂઢતા અને પાખંડીમૂઢતા. ત્યાં પ્રથમ લોકમૂઢતા દર્શાવતાં કહે છેઃ

લોકમૂઢતાલોકમૂઢતા
શ્લોક ૨૨
શ્લોક ૨૨

અન્વયાર્થ :[आपगासागरस्नानं ] (ધર્મ સમજીને) નદીસમુદ્રમાં સ્નાન કરવું, [सिकताश्मनाम् ] રેતી અને પથ્થરોનો [उच्चयः ] ઢગલો કરવો (મિનારો બનાવવો), [गिरिपातः ] પર્વત ઉપરથી પડવું [च ] અને [अग्निपातः ] અગ્નિમાં પડવું (સતી થવું)તે [लोकमूढं ] લોકમૂઢતા [निगद्यते ] કહેવાય છે.

आपगासागरस्नानं’ आपगा

ટીકા :लोकमूढं’ તે લોકમૂઢતા છે. તે શું છે?


Page 69 of 315
PDF/HTML Page 93 of 339
single page version

श्रेयःसाधनाभिप्रायेण यत्स्नानं न पुनः शरीरप्रक्षालनाभिप्रायेण तथा ‘उच्चयः’ स्तूपविधानं केषां ? ‘सिकताश्मनां’ सिकता वालुका, अश्मानः पाषाणास्तेषां तथा ‘गिरिपातो’ भृगुपातादिः ‘अग्निपातश्च’ अग्निप्रवेशः एवमादि सर्वं लोकमूढं ‘निगद्यते’ प्रतिपाद्यते ।।२२।।

देवतामूढं व्याख्यातुमाह

वरोपलिप्सयाशावान् रागद्वेषमलीमसाः
देवता यदुपासीत देवतामूढमुच्यते ।।२३।।

નદી અને सागरસમુદ્ર, તેમાં ‘કલ્યાણનું સાધન છે’ એવા અભિપ્રાયથી, નહિ કે શરીરનું પ્રક્ષાલન કરવાના અભિપ્રાયથી સ્નાન કરવું, તથા उच्चयः’ સ્તૂપ મિનારો કરવો. કોનો? सिकताश्मनां’ सिकताરેતી, अश्मानःપથ્થરતેમનો (ઢગલો કરવો) તથા गिरिपातः’ ભૃગુપ્રપાતાદિ (પર્વત પરથી પડવું વગેરે), अग्निपातश्च’ અગ્નિમાં પ્રવેશ કરવોએ આદિ સર્વ લોકમૂઢતા निगद्यते’ કહેવાય છે.

ભાવાર્થ :ધર્મ સમજીને નદી અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરોનો ઢગલો કરી તેને દેવ માનીને પૂજવું, સ્વર્ગ મળશે એમ માની પર્વત પરથી પડવું અને સતી થવાના અભિપ્રાયથી અગ્નિમાં ઝંપલાવવું વગેરેએ બધું ધર્મ સમજીને કરવું તેને લોકમૂઢતા કહે છે. ૨૨.

દેવમૂઢતાનું વ્યાખ્યાન કરવા માટે કહે છે

દેવમૂઢતા
શ્લોક ૨૩

અન્વયાર્થ :[वरोपलिप्सया ] વરદાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી (ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છાથી) [आशावान् ] (ઐહિક સુખની) આશાવાળો પુરુષ [यद् ] જે [रागद्वेषमलीमसाः ] રાગ-દ્વેષથી મલિન [देवताः ] દેવતાઓની [उपासीत ] ઉપાસના કરે છે, તેને [देवतामूढं ] દેવમૂઢતા [उच्यते ] કહે છે.

વિશેષ

જેનામાં સાચા દેવનાં લક્ષણોવીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણુંએ ત્રણે


Page 70 of 315
PDF/HTML Page 94 of 339
single page version

લક્ષણો ન હોય તે અદેવ છેકુદેવ છે. તે કોઈ પણ રીતે જીવને હિતકર્તા નથી, છતાં તેને ભ્રમથી હિતકર્તા માની તેનું સેવન કરવું, તે મિથ્યાત્વ છે.

મિથ્યાદ્રષ્ટિ જીવ ત્રણ પ્રકારના પ્રયોજનથી તેની ઉપાસના કરે છે. કોઈ તેની ઉપાસનાને મોક્ષનું કારણ જાણીને તેને સેવે છે, પણ તેથી મોક્ષ થતો નથી, કારણ કે મિથ્યાભાવયુક્ત ઉપાસના મોક્ષનું કારણ કેમ હોઈ શકે?

કેટલાક જીવો પરલોકમાં ‘સુખ થાયદુઃખ ન થાય’ એવા પ્રયોજનથી કુદેવને સેવે છે, પણ તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં અને પાપ ન ઉપજાવતાં થાય છે. પણ પોતે તો પાપ ઉપજાવે અને કહે કે‘‘ઈશ્વર મારું ભલું કરશે.’’ પણ એ તો એનો ભ્રમ છે, કારણ કે જીવ જેવો પરિણામ કરશે તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલુંબૂરું કરવાવાળો ઈશ્વર કોઈ છે જ નહિ; તેથી કુદેવોના સેવનથી પરલોકમાં ભલુબૂરું થતું નથી.

‘‘વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિ નાશ, ધનાદિની પ્રાપ્તિ તથા પુત્રાદિકની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા યા સુખ પામવાના અનેક પ્રયોજન પૂર્વક એ કુદેવાદિકનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ......શીતળા, દહાડી, ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્યચંદ્ર, શનિશ્ચરાદિ, જ્યોતિષીઓને, પીરપેગંબરાદિકોને, ગાય ઘોડાદિ તિર્યંચોને, અગ્નિજલાદિકને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ? રોડાં ઇત્યાદિકને પણ પૂજે છે; પરંતુ એવા કુદેવોનું સેવન મિથ્યાદ્રષ્ટિથી જ થાય છે, કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પના માત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય? વળી કોઈ વ્યંતરાદિક છે પણ તે કોઈનું ભલુંબૂરું કરવા સમર્થ નથી. જો તેઓ સમર્થ હોય તો તેઓ પોતે જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક આપી શકતા નથી, તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.....’’ પણ જીવના પુણ્યપાપથી સુખદુઃખ થાય છે, એટલે તેમને માનવા પૂજવાથી તો ઊલટો રાગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી....... * આ શ્લોક નીચેની સંસ્કૃત ટીકા આગમયુક્ત નથી, એમ શેઠ માણિકચંદજી ગ્રંથમાળા પુષ્પ નં.

૨૪ પ્રસ્તાવના પાના નં. ૬૯માં સ્પષ્ટ લખ્યું છે. તેનું તે કથન યોગ્ય છે માટે તે લીધી નથી.
(શ્રી રામજીભાઈ માણેકચંદ વકીલ, સોનગઢ.)

૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૬, પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૮.


Page 71 of 315
PDF/HTML Page 95 of 339
single page version

‘‘પોતાને જો પાપનો ઉદય હોય તો તેઓ (વ્યંતરાદિક) સુખ આપી શકે નહિ તથા પુણ્યનો ઉદય હોય તો દુઃખ આપી શકે નહિ. વળી તેમને પૂજવાથી કોઈ પુણ્યબંધ નથી, પણ રાગાદિક વૃદ્ધિ થઈ ઊલટો પાપબંધ જ થાય છે; તેથી તેમને માનવાપૂજવા કાર્યકારી નથી, પણ બૂરું કરવાવાળા છે.....’’

પ્રશ્નઃક્ષેત્રપાલ, દહાડી અને પદ્માવતી આદિ દેવી તથા યક્ષયક્ષિણી આદિ કે જે જૈનમતને અનુસરે છે, તેમનું પૂજનાદિ કરવામાં તો દોષ નથી?

ઉત્તરઃજૈનમતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો જ નથી. વળી તેમને સમ્યક્ત્વી માની પૂજીએ તો ભવનત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ મુખ્યતા નથી; તથા જો સમ્યક્ત્વ વડે જ પૂજીએ તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ? તમે કહેશો કે ‘આમને જિનભક્તિ વિશેષ છે,’ પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શા માટે પૂજો છો?......તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા હોય છે. એ પ્રમાણે ક્ષેત્રપાલાદિકને પણ પૂજવા યોગ્ય નથી.’’

‘‘વળી ગાયસર્પાદિક તિર્યંચ કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાસે છે, તેમનો તિરસ્કારાદિક પણ કરી શકીએ છીએ તથા તેમની નિંદ્ય દશા પ્રત્યક્ષ જોઈએ છીએ. વૃક્ષ, અગ્નિ, જલાદિક સ્થાવર છે, તે તો તિર્યંચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ તથા શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન જ છે, સર્વ શક્તિથી હીન પ્રત્યક્ષ જ જોઈએ છીએ. તેમાં પૂજ્યપણાનો ઉપચાર પણ સંભવતો નથી; તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ વા અનુમાનથી પણ કાંઈ ફળપ્રાપ્તિ ભાસતી નથી, તેથી તેમને પૂજવા તે યોગ્ય નથી.’’

‘‘જો ઇષ્ટઅનિષ્ટ કરવું તેમના (વ્યંતરાદિ દેવના) આધીન હોય તો જે તેમને પૂજે તેને ઇષ્ટ જ થવું જોઈએ તથા કોઈ ન પૂજે તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી, કારણ કે શીતળાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જોઈએ છીએ. માટે શીતળાને માનવી કાંઈપણ કાર્યકારી નથી. એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી.’’ ૨૩. ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૮.


Page 72 of 315
PDF/HTML Page 96 of 339
single page version

इदानीं सद्दर्शनस्वरूपे पाषण्डिमूढस्वरूपं दर्शयन्नाह

सग्रन्थारम्भहिंसानां संसारावर्तवर्त्तनाम्
पाषण्डिनां पुरस्कारो ज्ञेयं पाषण्डिमोहनम् ।।२४।।

‘पाषण्डिमोहनं’ ‘ज्ञेयं’ ज्ञातव्यं कोऽसौ ? ‘पुरस्कारः’ प्रशंसा केषां ? ‘पाषण्डिनां’ मिथ्यादृष्टिलिंगिनां किंविशिष्टानां ? ‘सग्रन्थारंभहिंसानां’ ग्रन्थाश्च दासीदासादयः, आरंभाञ्च कृष्यादयः हिंसाश्च अनेकविधाः प्राणिवधाः सह ताभिर्बर्तन्त इत्येवं ये तेषां तथा ‘संसारावर्तवर्तिनां’ संसारे आवर्तो भ्रमणं येभ्यो विवाहादिकर्मभ्यस्तेषु वर्तते इत्येवं शीलास्तेषां एतैस्त्रिभिर्मूढैरपोढत्वसम्पन्नं सम्यग्दर्शनं संसारोच्छित्तिकारणं अस्मयत्वसम्पन्नवत् ।।२४।।

હવે સમ્યગ્દર્શન સ્વરૂપમાં પાખંડીમૂઢતાનું સ્વરૂપ દર્શાવતાં કહે છે

પાખંMીમૂઢતા (ગુરુમૂઢતા)
શ્લોક ૨૪

અન્વયાર્થ :[सग्रन्थारम्भहिंसानां ] જેઓ પરિગ્રહ, આરંભ અને હિંસાથી યુક્ત છે તથા [संसारावर्त्तवर्तिनाम् ] જેઓ સંસારના ચક્રમાં પડેલા છે એવા પાખંડીઓના (સંસારભ્રમણ કરવાના કારણભૂત કાર્યોમાં વર્તનારા પાખંડીઓના) મિથ્યાદ્રષ્ટિ વેશધારી પાખંડી ગુરુઓના [पुरस्कारः ] આદરસત્કારનેપ્રશંસાને [पाषण्डिमोहनम् ] પાખંડી- મૂઢતા [ज्ञेयम् ] જાણવી.

ટીકા :पाषण्डिमोहनम्’ પાખંડીમૂઢતા ज्ञेयम्’ જાણવી. તે શું છે? पुरस्कारः’ પ્રશંસા કોની? पाषण्डिनाम्’ મિથ્યાદ્રષ્ટિ લિંગધારીઓની, કેવા (પાખંડીઓની)? सग्रन्थारम्भहिंसानाम्’ દાસીદાસાદિ પરિગ્રહ, કૃષિ આદિ આરંભ અને અનેક પ્રકારની પ્રાણીઓની હિંસાતેમના સહિત જેઓ છે તેવા (પાખંડીઓની) તથા संसारावर्त्तवर्तिनाम्’ संसारસંસારમાં आवर्त्तः જે વિવાહાદિક કાર્યોનાં કારણે સંસારમાં ભ્રમણ થાય છે તેવાં કાર્યોમાં વર્તવાનો જેનો સ્વભાવ છે તેવા (પાખંડીઓની) આવી ત્રણ મૂઢતાઓ રહિત સમ્યગ્દર્શન, મદ રહિતપણાની જેમ સંસાર છેદનું કારણ છે.

ભાવાર્થ :આરંભ, પરિગ્રહ અને હિંસા સહિત કુલિંગધારી પાખંડી ગુરુઓ


Page 73 of 315
PDF/HTML Page 97 of 339
single page version

જેઓ વિવાહાદિ સંસારી કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે, તેમનો આદરસત્કાર કરવો, તેમની પ્રશંસા કરવીતેને પાખંડીમૂઢતા અર્થાત્ ગુરુમૂઢતા કહે છે.

આ ગ્રંથના શ્લોક ૧૦માં દર્શાવેલા સાચા ગુરુનાં લક્ષણોથી વિપરીત લક્ષણવાળા બધા ગુરુઓ છે, તે પાખંડીકુગુરુઓ છે. તેઓ સત્કારપ્રશંસાને પાત્ર નથી.

‘‘જે જીવ વિષયકષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે અને માનાદિકથી પોતાને ધર્માત્મા કહાવે છેમનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છેએ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા, કારણ કે ધર્મપદ્ધતિમાં તો વિષયકષાયાદિ છૂટતાં જેવો ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે.’’

‘‘વળી કોઈ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલો કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહિ અને પોતાનું ઉચ્ચ નામ ધરાવ્યા વિના લોક માને પણ નહિ. એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ તેવાં આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે, તથા કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે છે અને એવા અનેક વેષ ધરવાથી પોતાનામાં ગુરુપણું માને છે; પણ એ મિથ્યા છે.’’

‘‘.......ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં તો મહાપાપી જ થાય છે.’’ શ્રી કુંદકુંદાચાર્યે ષટ્પાહુડમાં ગાથા ૧૮માં કહ્યું છે કે

‘‘મુનિપદ છે તે યથાજાત રૂપ સદ્રશ છે, જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે. એ મુનિ, અર્થ જે ધનવસ્ત્રાદિ વસ્તુને તિલતુષમાત્ર પણ ગ્રહણ કરે નહિ. કદાચ તેને થોડી ઘણી પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદમાં જાય.’’

‘‘જુઓ, ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી કંઈક પ્રમાણ કરે, તોપણ તે સ્વર્ગ મોક્ષનો અધિકારી થાય છે, ત્યારે મુનિપણામાં કિંચિત્ પરિગ્રહ અંગીકાર કરતાં પણ તે નિગોદગામી થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.’’

‘‘મુનિનું સ્વરૂપ તો એવું છે કે બાહ્યાભ્યંતર પરિગ્રહનો જ્યાં સંબંધ નથી; કેવળ પોતાના १. जह जायरूव सरिसो तिलतुसमेत्तं ण गिह्णादि इत्थेसु

जइ लेइ अप्प बहुयं, तत्तो पुण जह णिगोयं ।।१८।। (सूत्र पाहुड)


Page 74 of 315
PDF/HTML Page 98 of 339
single page version

कः पुनरयं स्मयः कतिप्रकारश्चेत्याह

ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः
अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः ।।२५।।

આત્માને જ પોતારૂપ અનુભવતા, શુભાશુભ ભાવોથી પણ જે ઉદાસીન હોય છે......’’

શ્રી કુંદકુંદાચાર્યે ષટ્પાહુડમાં (દર્શનપાહુડમાં) કહ્યું છે કે

‘‘સમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે પુરુષો! તમે એમ માનો કે સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે તે સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી હોય? તેવા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?’’

વળી લિંગપાહુડમાં કહ્યું છે કે

‘‘જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્રમંત્રાદિ કરે છે તેનો ઘણો નિષેધ કર્યો છે.’’ (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ ૧૮૫.)

કહ્યું છે કે

‘‘હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટ પરિષહને ગ્રહણ કરે છે તે ઊલટી કરીને તે જ ઊલટીને પાછો ગ્રહણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે.’’ ૨૪.

વળી આ મદ શું છે? તેના કેટલા પ્રકાર છે? તે કહે છે

આL મદ
શ્લોક ૨૫

અન્વયાર્થ :[ज्ञानं ] જ્ઞાન, [पूजां ] પૂજાપ્રતિષ્ઠા, [कुलं ] કુળ, [जातिं ] ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૧. २. दंसणमूलो धम्मो, उवइट्ठो जिणवरेहिं सिस्साणं

तं सोउण सकण्णे, दंसणहीणो ण वंदिव्वो ।।।।

३. जो जिणलिंगु धरेदि मुणि, इट्ठपरिग्गह लिंति

छद्दि करेवणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ।।६१।। (अध्याय २)


Page 75 of 315
PDF/HTML Page 99 of 339
single page version

‘आहु’र्ब्रुवन्ति कं ? ‘स्मयं’ के ते ? ‘गतस्मयाः’ नष्टमदाः जिनाः किं तत् ? ‘मानित्वं’ गर्वित्वं किं कृत्वा ? ‘अष्टावाश्रित्य’ तथा हि ज्ञानमाश्रित्य ज्ञानमदो भवति एवं पूजां कुलं जातिं बलं ऋद्धिमैश्वर्यं तपो वपुः शरीरसौन्दर्यंमाश्रित्य पूजादिमदो भवति ननु शिल्पमदस्य नवमस्य प्रसक्तेरष्टाविति संख्यानुपपन्ना इत्यप्ययुक्तं तस्य ज्ञाने एवान्तर्भावात् ।।२५।। જાતિ, [बलं ] બળશક્તિ, [ऋद्धिं ] ૠદ્ધિસંપદારાજ્યની વિભૂતિ, [तपः ] તપ અને [वपुः ] શરીર [अष्टौ ]એ આઠનો [आश्रित्य ] આશ્રય કરીને [मानित्वं ] અભિમાન કરવું તેને [गतस्मयाः ] મદ રહિત આચાર્યોએજિનોએ [स्मयं ] મદ [आहुः ] કહ્યો છે.

ટીકા :आहुः’ કહે છે. શું? स्मयं’ મદ. તેઓ કોણ (કહે છે)? गतस्मयाः’ મદ રહિત જિનો; કોને (મદ કહે છે)? मानित्वं’ અભિમાન કરવું તેને. શું કરીને? अष्टौ आश्रित्य’ આઠનો આશ્રય કરીને, જેમ કે જ્ઞાનનો આશ્રય કરી અભિમાન કરવું તે જ્ઞાનમદ છે; (તેવી રીતે પ્રતિષ્ઠામદ, કુળમદ, જાતિમદ, બળમદ, ૠદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદએમ આઠ પ્રકારના મદ છે.)

શંકાઃનવમો શિલ્પમદ પણ છે, તેથી મદની આઠ સંખ્યા કહેવી તે બની શકતી નથી.

સમાધાનઃતેમ કહેવું યોગ્ય નથી, કારણ કે જ્ઞાનમાં તેનો સમાવેશ થાય છે.

ભાવાર્થ :જ્ઞાન, પ્રતિષ્ઠા, કુળ, જાતિ, બળ, ૠદ્ધિ, તપ અને શરીર આઠના આશ્રયે અભિમાન કરવું તેને મદ કહે છે. તેના આઠ પ્રકાર છેઃ

જ્ઞાનમદ, પૂજામદ, કુળમદ (પિતા પક્ષે), જાતિમદ (માતા પક્ષે), બળમદ, ૠદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદ. જ્ઞાનમદમાં શિલ્પમદ (કારીગરીનો મદ) ગર્ભિત છે. ૨૫. १. वदन्ति घ० २. नष्टमोहा घ० ३. तथा विज्ञानमाश्रित्य घ० ४. नुत्पत्तिरित्यप्युक्तं घ०


Page 76 of 315
PDF/HTML Page 100 of 339
single page version

अनेनाष्टविधमदेन चेष्टमानस्य दोषं दर्शयन्नाह

स्मयेन योऽन्यानत्येति धर्मस्थान् गर्विताशयः
सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैर्विना ।।२६।।

‘स्मयेन’ उक्तप्रकारेण ‘गर्विताशयो’ दर्पितचित्तः ‘यो’ जीवः ‘धर्मस्थान’ रत्नत्रयोपेतानन्यान् ‘अत्येति’ अवधीरयति अवज्ञयातिक्रामतीत्यर्थः ‘सोऽत्येति’ अवधीरयति कं ? ‘धर्मं’ रत्नत्रयं कथंभूतं ? आत्मीयं’ जिनपतिप्रणीतं यतो धर्मो ‘धार्मिकैः’ रत्नत्रयानुष्ठायिभिर्विना न विद्यते ।।२६।।

આ આઠ પ્રકારના મદથી પ્રવૃત્તિ કરનારનો દોષ બતાવતાં કહે છે

મદ કરનારનો દોષ
શ્લોક ૨૬

અન્વયાર્થ :[गर्विताशयः ] જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ [स्मयेन ] મદથી [अन्यान् ] અન્ય [धर्मस्थान् ] ધર્માત્મા પુરુષોને [अत्येति ] તિરસ્કારે છે, [तः ] તે [आत्मीयं धर्मम् ] જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો [अत्येति ] તિરસ્કાર કરે છે, (કારણ કે) [धर्मः ] ધર્મ [धार्मिकैः बिना ] ધર્મી વિના [न ] હોતો નથી. (કારણ કે ધર્મ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના હોતો નથી.)

ટીકા :स्मयेन’ ઉપરોક્ત પ્રકારના મદથી गर्विताशयः’ ગર્વિષ્ટ ચિત્તવાળો यः’ જે જીવ धर्मस्थान्’ રત્નત્રય યુક્ત अन्यान्’ અન્ય જીવોની અવધીરણા (તિરસ્કાર) કરે છેતેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, सः अत्येति’ તે તિરસ્કાર કરે છે. કોનો? धर्मम्’ રત્નત્રય ધર્મનો. કેવા (ધર્મનો)? आत्मीयं’ જિનેન્દ્ર દ્વારા પ્રણીત (ધર્મનો); કારણ કે धर्मः’ ધર્મ, धार्मिकैः’ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો बिना’ વિના न’ હોતો નથી.

ભાવાર્થ :જે ગર્વિત પુરુષ, ગર્વને લીધે અન્ય ધાર્મિક પુરુષોની અવગણના કરે છે, તે પોતાના રત્નત્રયરૂપ ધર્મની અવગણના કરે છે, કારણ કે ધાર્મિક પુરુષો વિના ધર્મ १. दर्पिष्ठचित्तः घ०