Page 250 of 642
PDF/HTML Page 281 of 673
single page version
यः खलु परमार्थमोक्षहेतोरतिरिक्तो व्रततपःप्रभृतिशुभकर्मात्मा केषाञ्चिन्मोक्षहेतुः स
सर्वोऽपि प्रतिषिद्धः, तस्य द्रव्यान्तरस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्याभवनात्; परमार्थमोक्ष- हेतोरेवैकद्रव्यस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्य भवनात् ।
જ છે — એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને ‘જ્ઞાન’શબ્દથી કહ્યો છે.
હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ —
ગાથાર્થઃ — [ निश्चयार्थं ] નિશ્ચયનયના વિષયને [ मुक्त्वा ] છોડીને [ विद्वांसः ] વિદ્વાનો [ व्यवहारेण ] વ્યવહાર વડે [ प्रवर्तन्ते ] પ્રવર્તે છે; [ तु ] પરંતુ [ परमार्थम् आश्रितानां ] પરમાર્થને ( – આત્મસ્વરૂપને) આશ્રિત [ यतीनां ] યતીશ્વરોને જ [ कर्मक्षयः ] કર્મનો નાશ [ विहितः ] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
ટીકાઃ — પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે (મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, — માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.
ભાવાર્થઃ — મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના
Page 251 of 642
PDF/HTML Page 282 of 673
single page version
अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति — મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.
શ્લોકાર્થઃ — [ एकद्रव्यस्वभावत्वात् ] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી ( – જીવસ્વભાવી – ) હોવાથી [ ज्ञानस्वभावेन ] જ્ઞાનના સ્વભાવથી [ सदा ] હંમેશાં [ ज्ञानस्य भवनं वृत्तं ] જ્ઞાનનું ભવન થાય છે; [ तत् ] માટે [ तद् एव मोक्षहेतुः ] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.
શ્લોકાર્થઃ — [ द्रव्यान्तरस्वभाववात् ] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી ( – પુદ્ગલસ્વભાવી – ) હોવાથી [ कर्मस्वभावेन ] કર્મના સ્વભાવથી [ ज्ञानस्य भवनं न हि वृत्तं ] જ્ઞાનનું ભવન થતું નથી; [ तत् ] માટે [ कर्म मोक्षहेतुः न ] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ मोक्षहेतुतिरोधानात् ] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [ स्वयम् एव बन्धत्वात् ] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [ च ] અને [ मोक्षहेतुतिरोधायिभावत्वात् ] તે મોક્ષના કારણના ❋તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [ तत् निषिध्यते ] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.
હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છેઃ — ❋ તિરોધાયિ = તિરોધાન કરનાર
Page 252 of 642
PDF/HTML Page 283 of 673
single page version
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ वस्त्रस्य ] વસ્ત્રનો [ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ] મેલના મળવાથી ખરડાયો થકો [ नश्यति ] નાશ પામે છે — તિરોભૂત થાય છે, [ तथा ] તેવી રીતે [ मिथ्यात्वमलावच्छन्नं ] મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું – વ્યાપ્ત થયું – થકું [ सम्यक्त्वं खलु ] સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે [ ज्ञातव्यम् ] એમ જાણવું. [ यथा ] જેમ [ वस्त्रस्य ] વસ્ત્રનો [ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ] મેલના મળવાથી ખરડાયો થકો [ नश्यति ] નાશ પામે છે — તિરોભૂત થાય છે, [ तथा ] તેવી રીતે [ अज्ञानमलावच्छन्नं ] અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું –
Page 253 of 642
PDF/HTML Page 284 of 673
single page version
ज्ञानस्य सम्यक्त्वं मोक्षहेतुः स्वभावः परभावेन मिथ्यात्वनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्ति- रोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत् । ज्ञानस्य ज्ञानं मोक्षहेतुः स्वभावः परभावेनाज्ञाननाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेत- वस्त्रस्वभावभूतश्वेतस्वभाववत् । ज्ञानस्य चारित्रं मोक्षहेतुः स्वभावः परभावेन कषायनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत् । अतो मोक्षहेतुतिरोधानकरणात् कर्म प्रतिषिद्धम् ।
अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति — વ્યાપ્ત થયું – થકું [ ज्ञानं भवति ] જ્ઞાન તિરોભૂત થાય છે [ ज्ञातव्यम् ] એમ જાણવું. [ यथा ] જેમ [ वस्त्रस्य ] વસ્ત્રનો [ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ] મેલના મળવાથી ખરડાયો થકો [ नश्यति ] નાશ પામે છે — તિરોભૂત થાય છે, [ तथा ] તેવી રીતે [ कषायमलावच्छन्नं ] કષાયરૂપી મેલથી ખરડાયું – વ્યાપ્ત થયું – થકું [ चारित्रम् अपि ] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ ज्ञातव्यम् ] એમ જાણવું.
ટીકાઃ — જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે — જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે — જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે — જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું ( – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું – ) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છેઃ —
Page 254 of 642
PDF/HTML Page 285 of 673
single page version
यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वपुरुषापराध- प्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेव- मवतिष्ठते; ततो नियतं स्वयमेव कर्मैव बन्धः । अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम् ।
ગાથાર્થઃ — [ सः ] તે આત્મા [ सर्वज्ञानदर्शी ] (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [ निजेन कर्मरजसा ] પોતાના કર્મમળથી [ अवच्छन्नः ] ખરડાયો – વ્યાપ્ત થયો – થકો [ संसारसमापन्नः ] સંસારને પ્રાપ્ત થયેલો તે [ सर्वतः ] સર્વ પ્રકારે [ सर्वम् ] સર્વને [ न विजानाति ] જાણતો નથી.
ટીકાઃ — જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને ( – સર્વ પદાર્થોને) સામાન્ય- વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું – વ્યાપ્ત થયું – હોવાથી જ, બંધ- અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે ( – અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થઃ — અહીં પણ ‘જ્ઞાન’ શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.
Page 255 of 642
PDF/HTML Page 286 of 673
single page version
अथ कर्मणो मोक्षहेतुतिरोधायिभावत्वं दर्शयति —
હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ सम्यक्त्वप्रतिनिबद्धं ] સમ્યક્ત્વને રોકનારું [ मिथ्यात्वं ] મિથ્યાત્વ છે એમ [ जिनवरैः ] જિનવરોએ [ परिकथितम् ] કહ્યું છે; [ तस्य उदयेन ] તેના ઉદયથી [ जीवः ] જીવ
Page 256 of 642
PDF/HTML Page 287 of 673
single page version
सम्यक्त्वस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किल मिथ्यात्वं, तत्तु स्वयं कर्मैव,
तदुदयादेव ज्ञानस्य मिथ्यादृष्टित्वम् । ज्ञानस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किलाज्ञानं, तत्तु
स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याज्ञानित्वम् । चारित्रस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धक : किल
कषायः, स तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याचारित्रत्वम् । अतः स्वयं मोक्षहेतुतिरोधायि-
भावत्वात्कर्म प्रतिषिद्धम् ।
[ मिथ्यादृष्टिः ] મિથ્યાદ્રષ્ટિ થાય છે [ इति ज्ञातव्यः ] એમ જાણવું. [ ज्ञानस्य प्रतिनिबद्धं ] જ્ઞાનને
રોકનારું [ अज्ञानं ] અજ્ઞાન છે એમ [ जिनवरैः ] જિનવરોએ [ परिकथितम् ] કહ્યું છે; [ तस्य उदयेन ] તેના ઉદયથી [ जीवः ] જીવ [ अज्ञानी ] અજ્ઞાની [ भवति ] થાય છે [ ज्ञातव्यः ] એમ જાણવું. [ चारित्रप्रतिनिबद्धः ] ચારિત્રને રોકનાર [ कषायः ] કષાય છે એમ [ जिनवरैः ] જિનવરોએ [ परिकथितः ] કહ્યું છે; [ तस्य उदयेन ] તેના ઉદયથી [ जीवः ] જીવ [ अचारित्रः ] અચારિત્રી [ भवति ] થાય છે [ ज्ञातव्यः ] એમ જાણવું.
ટીકાઃ — સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે.
પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું – સમ્યક્ત્વાદિનું – ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે — મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.
અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.
Page 257 of 642
PDF/HTML Page 288 of 673
single page version
संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा ।
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति ।।१०९।।
कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः ।
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।।११०।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ मोक्षार्थिना इदं समस्तम् अपि तत् कर्म एव संन्यस्तव्यम् ] મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. [ संन्यस्ते सति तत्र पुण्यस्य पापस्य वा किल का कथा ] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ — એવી વાતને ક્યાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [ सम्यक्त्वादिनिजस्वभावभवनात् मोक्षस्य हेतुः भवन् ] સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી – પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [ नैष्कर्म्यप्रतिबद्धम् उद्धतरसं ] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત ( – ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ ज्ञानं ] જ્ઞાન [ स्वयं ] આપોઆપ [ धावति ] દોડ્યું આવે છે.
ભાવાર્થઃ — કર્મને દૂર કરીને, પોતાના સમ્યક્ત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે? ૧૦૯.
હવે આશંકા ઊપજે છે કે — અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બન્ને ( – કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને – ) સાથે કેમ રહી શકે? તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ यावत् ] જ્યાં સુધી [ ज्ञानस्य कर्मविरतिः ] જ્ઞાનની કર્મવિરતિ [ सा सम्यक् पाकम् न उपैति ] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [ तावत् ] ત્યાં સુધી [ कर्मज्ञानसमुच्चयः अपि विहितः, न काचित् क्षतिः ] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં
Page 258 of 642
PDF/HTML Page 289 of 673
single page version
मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः ।
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च ।।१११।।
કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [ किन्तु ] પરંતુ [ अत्र अपि ] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [ अवशतः यत् कर्म समुल्लसति ] અવશપણે ( – જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે [ तत् बन्धाय ] તે તો બંધનું કારણ થાય છે, અને [ मोक्षाय ] મોક્ષનું કારણ તો, [ एकम् एव परमं ज्ञानं स्थितम् ] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે — [ स्वतः विमुक्तं ] કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે).
ભાવાર્થઃ — જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે — શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો — શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં — કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦. હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છેઃ —
શ્લોકાર્થઃ — [ कर्मनयावलम्बनपराः मग्नाः ] કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે [ यत् ] કારણ કે [ ज्ञानं न जानन्ति ] તેઓ જ્ઞાનને જાણતા નથી. [ ज्ञाननय-एषिणः अपि मग्नाः ] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત્ પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા છે [ यत् ] કારણ કે [ अतिस्वच्छन्दमन्द-उद्यमाः ] તેઓ સ્વચ્છંદથી અતિ મંદ-ઉદ્યમી છે (સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ ते विश्वस्य उपरि तरन्ति ] તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [ ये स्वयं सततं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति ] જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા – પરિણમતા થકા કર્મ કરતા નથી [ च ] અને [ जातु प्रमादस्य वशं न यान्ति ] ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી ( – સ્વરૂપમાં ઉદ્યમી રહે છે).
ભાવાર્થઃ — અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.
Page 259 of 642
PDF/HTML Page 290 of 673
single page version
मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन ।
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण ।।११२।।
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શન- જ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે — તેનો પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો — જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ — સંસારમાં ડૂબે છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.
મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે — સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી — જોકે સ્વરૂપસ્થિરતાનું અંર્ત-આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ — અંર્ત-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે, પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. આવા જીવો — જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ — કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. ૧૧૧.
હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ पीतमोहं ] જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી [ भ्रम-रस-भरात् भेदोन्मादं नाटयत् ] જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે [ तत् सकलम् अपि कर्म ] એવા સમસ્ત કર્મને [ बलेन ] પોતાના બળ
Page 260 of 642
PDF/HTML Page 291 of 673
single page version
इति पुण्यपापरूपेण द्विपात्रीभूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम् ।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ पुण्यपापप्ररूपकः तृतीयोऽङ्कः ।। વડે [ मूलोन्मूलं कृत्वा ] મૂળથી ઉખેડી નાખીને [ ज्ञानज्योतिः भरेण प्रोज्जजृम्भे ] જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [ कवलिततमः ] જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, [ हेला-उन्मिलत् ] જે લીલામાત્રથી ( – સહજ પુરુષાર્થથી) ઊઘડતી – વિકસતી જાય છે અને [ परमकलया सार्धम् आरब्धकेलि ] જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ છદ્મસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.)
ભાવાર્થઃ — પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ — એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળ- જ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે ‘‘જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી છે’’. જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧૨.
ટીકાઃ — પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.
ભાવાર્થઃ — કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.
પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકરા રે;
જ્ઞાન ભયે દોઊ એક લખૈ બુધ આશ્રય આદિ સમાન વિચારે,
બંધકે કારણ હૈં દોઊ રૂપ, ઇન્હૈં તજિ જિનમુનિ મોક્ષ પધારે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્ય-પાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો.
Page 261 of 642
PDF/HTML Page 292 of 673
single page version
समररङ्गपरागतमास्रवम् ।
जयति दुर्जयबोधधनुर्धरः ।।११३।।
થયા સિદ્ધ પરમાતમા, નમું તેહ, સુખ આશ.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે આસ્રવ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યગ્જ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ अथ ] હવે [ समररङ्गपरागतम् ] સમરાંગણમાં આવેલા, [ महामदनिर्भरमन्थरं ] મહા મદથી ભરેલા મદમાતા [ आस्रवम् ] આસ્રવને [ अयम् दुर्जयबोधधनुर्धरः ] આ દુર્જય જ્ઞાન -બાણાવળી [ जयति ] જીતે છે — [ उदारगभीरमहोदयः ] કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શકતા નથી એવો છે).
ભાવાર્થઃ — અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે ‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતે છે’. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩.
Page 262 of 642
PDF/HTML Page 293 of 673
single page version
रागद्वेषमोहा आस्रवाः इह हि जीवे स्वपरिणामनिमित्ताः अजडत्वे सति चिदाभासाः ।
હવે આસ્રવનું સ્વરૂપ કહે છેઃ —
ગાથાર્થઃ — [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अविरमणं ] અવિરમણ, [ कषाययोगौ च ] કષાય અને યોગ — એ આસ્રવો [ संज्ञासंज्ञाः तु ] સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. [ बहुविधभेदाः ] વિવિધ ભેદવાળા સંજ્ઞ આસ્રવો — [ जीवे ] કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ — [ तस्य एव ] જીવના જ [ अनन्यपरिणामाः ] અનન્ય પરિણામ છે. [ ते तु ] વળી અસંજ્ઞ આસ્રવો [ ज्ञानावरणाद्यस्य कर्मणः ] જ્ઞાનાવરણ આદિ કર્મનું [ कारणं ] કારણ (નિમિત્ત) [ भवन्ति ] થાય છે [ च ] અને [ तेषाम् अपि ] તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) [ रागद्वेषादिभावकरः जीवः ] રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ [ भवति ] કારણ (નિમિત્ત) થાય છે.
ટીકાઃ — આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ — એ આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે ( – જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્વિકાર છે).
Page 263 of 642
PDF/HTML Page 294 of 673
single page version
मिथ्यात्वाविरतिकषाययोगाः पुद्गलपरिणामाः, ज्ञानावरणादिपुद्गलकर्मास्रवणनिमित्तत्वात्, किलास्रवाः । तेषां तु तदास्रवणनिमित्तत्वनिमित्तं अज्ञानमया आत्मपरिणामा रागद्वेषमोहाः । तत आस्रवणनिमित्तत्वनिमित्तत्वात् रागद्वेषमोहा एवास्रवाः । ते चाज्ञानिन एव भवन्तीति अर्थादेवापद्यते ।
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ — એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલ- કર્મના આસ્રવણનાં ( – આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્રવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે — કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસ્રવો છે. અને તે તો ( – રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.)
ભાવાર્થઃ — જ્ઞાનાવરણાદિ કર્માેના આસ્રવણનું ( – આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિ- કર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્રવો છે. વળી તેમને કર્મ- આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે.
હવે જ્ઞાનીને આસ્રવોનો (ભાવાસ્રવોનો) અભાવ છે એમ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ सम्यग्दृष्टेः तु ] સમ્યગ્દ્રષ્ટિને [ आस्रवबन्धः ] આસ્રવ જેનું નિમિત્ત છે એવો
Page 264 of 642
PDF/HTML Page 295 of 673
single page version
यतो हि ज्ञानिनो ज्ञानमयैर्भावैरज्ञानमया भावाः परस्परविरोधिनोऽवश्यमेव निरुध्यन्ते;
ततोऽज्ञानमयानां भावानां रागद्वेषमोहानां आस्रवभूतानां निरोधात् ज्ञानिनो भवत्येव आस्रवनिरोधः । अतो ज्ञानी नास्रवनिमित्तानि पुद्गलकर्माणि बघ्नाति, नित्यमेवाकर्तृत्वात् तानि नवानि न बध्नन् सदवस्थानि पूर्वबद्धानि, ज्ञानस्वभावत्वात्, केवलमेव जानाति ।
બંધ [ नास्ति ] નથી, [ आस्रवनिरोधः ] (કારણ કે) આસ્રવનો (ભાવાસ્રવનો) નિરોધ છે; [ तानि ] નવાં કર્મોને [ अबध्नन् ] નહિ બાંધતો [ सः ] તે, [ सन्ति ] સત્તામાં રહેલાં [ पूर्वनिबद्धानि ] પૂર્વે બંધાયેલાં કર્મોને [ जानाति ] જાણે જ છે.
ટીકાઃ — ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે — રોકાય છે — અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્રવભૂત (આસ્રવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસ્રવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્માેને બાંધતો નથી, — સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્માે નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્માેને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.)
ભાવાર્થઃ — જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્રવો હોતા નથી અને આસ્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.
અવિરતસમ્યગ્દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.
આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી.
Page 265 of 642
PDF/HTML Page 296 of 673
single page version
इह खलु रागद्वेषमोहसम्पर्कजोऽज्ञानमय एव भावः, अयस्कान्तोपलसम्पर्कज इव कालायससूचीं, कर्म कर्तुमात्मानं चोदयति; तद्विवेकजस्तु ज्ञानमयः, अयस्कान्तोपलविवेकज इव कालायससूचीं, अकर्मकरणोत्सुकमात्मानं स्वभावेनैव स्थापयति । ततो रागादिसङ्कीर्णोऽज्ञानमय एव कर्तृत्वे चोदकत्वाद्बन्धकः । तदसङ्कीर्णस्तु स्वभावोद्भासकत्वात्केवलं ज्ञायक एव, न मनागपि बन्धकः ।
હવે, રાગદ્વેષમોહ જ આસ્રવ છે એવો નિયમ કરે છેઃ —
ગાથાર્થઃ — [ जीवेन कृतः ] જીવે કરેલો [ रागादियुतः ] રાગાદિયુક્ત [ भावः तु ] ભાવ [ बन्धकः भणितः ] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [ रागादिविप्रमुक्तः ] રાગાદિથી વિમુક્ત ભાવ [ अबन्धकः ] બંધક નથી, [ केवलम् ज्ञायक : ] કેવળ જ્ઞાયક જ છે.
ટીકાઃ — ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત ( – મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને ૨ાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક ( – પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.
Page 266 of 642
PDF/HTML Page 297 of 673
single page version
यथा खलु पक्वं फलं वृन्तात्सकृद्विश्लिष्टं सत् न पुनर्वृन्तसम्बन्धमुपैति, तथा क र्मोदयजो भावो जीवभावात्सकृ द्विश्लिष्टः सन् न पुनर्जीवभावमुपैति । एवं ज्ञानमयो रागाद्यसङ्कीर्णो भावः सम्भवति ।
ભાવાર્થઃ — રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી — એ નિયમ છે.
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ पक्वे फले ] પાકું ફળ [ पतिते ] ખરી પડતાં [ पुनः ] ફરીને [ फलं ] ફળ [ वृन्तैः ] ડીંટા સાથે [ न बध्यते ] જોડાતું નથી, તેમ [ जीवस्य ] જીવને [ कर्मभावे ] કર્મભાવ [ पतिते ] ખરી જતાં (અર્થાત્ છૂટો થતાં) [ पुनः ] ફરીને [ उदयम् न उपैति ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).
ટીકાઃ — જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થઃ — જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદ્રષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું
Page 267 of 642
PDF/HTML Page 298 of 673
single page version
जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव ।
एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।११४।।
કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયોગ્ય છે.
હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્રવનો અભાવ છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ जीवस्य ] જીવને [ यः ] જે [ रागद्वेषमोहैः बिना ] રાગદ્વેષમોહ વગરનો, [ ज्ञाननिर्वृत्तः एव भावः ] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [ स्यात् ] છે અને [ सर्वान् द्रव्यकर्मास्रव-ओघान् रुन्धन् ] જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [ एषः सर्व-भावास्रवाणाम् अभावः ] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪.
હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે એમ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ तस्य ज्ञानिनः ] તે જ્ઞાનીને [ पूर्वनिबद्धाः तु ] પૂર્વે બંધાયેલા [ सर्वे अपि ]
Page 268 of 642
PDF/HTML Page 299 of 673
single page version
ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः । ते तु सर्वेऽपि- स्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन । अतः स्वभावसिद्ध एव द्रव्यास्रवाभावो ज्ञानिनः ।
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः ।
निरास्रवो ज्ञायक एक एव ।।११५।।
સમસ્ત [ प्रत्ययाः ] પ્રત્યયો [ पृथ्वीपिण्डसमानाः ] માટીનાં ઢેફાં સમાન છે [ तु ] અને [ ते ] તે [ कर्मशरीरेण ] (માત્ર) કાર્મણ શરીર સાથે [ बद्धाः ] બંધાયેલ છે.
ટીકાઃ — જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે ( – જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે — સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.
ભાવાર્થઃ — જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્રવણનું કારણ થતા નથી તેથી તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ છે.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ भावास्रव-अभावम् प्रपन्नः ] ભાવાસ્રવોના અભાવને પામેલો અને [ द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः ] દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ अयं ज्ञानी ] આ જ્ઞાની — [ सदा ज्ञानमय-एक-भावः ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે — [ निरास्रवः ] નિરાસ્રવ જ છે, [ एकः ज्ञायकः एव ] માત્ર એક જ્ઞાયક જ છે.
Page 269 of 642
PDF/HTML Page 300 of 673
single page version
ज्ञानी हि तावदास्रवभावभावनाभिप्रायाभावान्निरास्रव एव । यत्तु तस्यापि द्रव्यप्रत्ययाः प्रतिसमयमनेक प्रकारं पुद्गलकर्म बध्नन्ति, तत्र ज्ञानगुणपरिणाम एव हेतुः ।
ભાવાર્થઃ — રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્રવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાસ્રવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ જ છે. ૧૧૫.
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ यस्मात् ] કારણ કે [ चतुर्विधाः ] ચાર પ્રકારના દ્રવ્યાસ્રવો [ ज्ञानदर्शन- गुणाभ्याम् ] જ્ઞાનદર્શનગુણો વડે [ समये समये ] સમયે સમયે [ अनेकभेदं ] અનેક પ્રકારનું કર્મ [ बध्नन्ति ] બાંધે છે [ तेन ] તેથી [ ज्ञानी तु ] જ્ઞાની તો [ अबन्धः इति ] અબંધ છે.
ટીકાઃ — પ્રથમ, જ્ઞાની તો આસ્રવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ —