Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 29; Pad 30; Pad 31; Pad 32; Pad 33; Pad 34; Pad 35; Pad 36; Pad 37; Pad 38; Pad 39; Pad 40.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 13

 

Page 168 of 237
PDF/HTML Page 181 of 250
single page version

background image
૧૬૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
વીર સં. ૨૪૯૭ માં આ આત્માને જે અપૂર્વ આત્મિક
સ્વાનુભૂતિ થઈ, તે સ્વાનુભૂતિના પરમ ગંભીર અચિંત્ય ભાવોને આ
૪૭ પદમાં ગૂંથ્યા છે; તેની આ સ્વાધ્યાય અને આ અર્થો દ્વારા
મહાવીર ભગવાનના ઉપકારની પ્રસિદ્ધિ ચાલે છે, તેમાં હવે ૨૯ મું
પદ છે. –
અતીન્દ્રિય – ચક્ષુથી દેખી આત્મને,
આંખ ખોલી ત્યાં દીઠું જગ અતિ ભિન્ન જો;
વૈરાગ વૈરાગ છાયા છવાઈ ઘેરલી,
ચિત્ત ચોંટે નહી ચેતનથી કહીં બાહ્ય જો...
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મની...
અહો, જ્ઞાન – આનંદસ્વરુપ અતીન્દ્રિય મારું ચૈતન્યતત્ત્વ, એ
તત્ત્વને સ્વાનુભૂતિના અતીન્દ્રિયચક્ષુથી જીવનમાં પહેલી જ વાર મેં
દેખ્યું, એ અતીન્દ્રિયચક્ષુથી આત્માને દેખતી વખતે આ જગતના
અસ્તિત્વ ઉપર કોઈ લક્ષ ન હતું. જ્યારે સ્વાનુભૂતિ પૂરી થઈ,
સ્વાનુભૂતિની ધૂનમાં અમુક ટાઈમ રહ્યા પછી જ્યારે વિચારમાં
આવ્યો અને જોયું કે અહો, આ શી અદ્ભુતતા છે
! આ કદી નહિ
દેખેલું અદ્ભુત ચૈતન્યતત્ત્વ, આજે મને કેવું દેખાયું! – એમ
અનુભૂતિની ધૂનમાંથી બહાર આવ્યા પછી જ્યારે વિચાર આવ્યો
અને પહેલીવાર આંખ ખોલીને બહાર નજર ગઈ ત્યારે એમ લાગ્યું
કે અરે, આ જગત મારાથી કેટલું દૂર છે
! આ જગત મારાથી કેટલું
જુદું છે! મારું ચૈતન્યતત્ત્વ, મારી સ્વાનુભૂતિમાં આવેલું મારું
સ્વતત્ત્વ, એ સ્વતત્ત્વને અને આ જગતના તત્ત્વોને એકબીજાથી ઘણું
ઘણું દૂરપણું હોય, એકબીજા સાથે કાંઈ સંબંધ ન હોય, એવા
ભિન્નપણે આ જગતના બાહ્ય તત્ત્વોને પણ મેં પહેલી જ વાર દેખ્યા.
પૂર્વે બાહ્ય તત્ત્વોને દેખતો’તો, પરંતુ ચૈતન્યની સ્વસત્તાથી ભિન્નપણે

Page 169 of 237
PDF/HTML Page 182 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૯
– ખરેખર ભિન્નપણે – પૂર્વે કદી મેં એ તત્ત્વોને જોયા ન હતા;
ત્યારે તો અજ્ઞાનભાવથી એકત્વબુદ્ધિપૂર્વક જ એ પદાર્થોને જોતો’તો;
એટલે એ પદાર્થોનું ભિન્નપણું, એ પદાર્થોનું મારાથી અત્યંત દૂરપણું
મને ખરેખર દેખાતું ન હતું. હવે મારું સ્વતત્ત્વ મેં જોયું અને આ
સ્વતત્ત્વની પાસે પરતત્ત્વો, જગતના બધા તત્ત્વો કેટલા બધા દૂર છે,
કેટલા બધા અપરિચિત છે, એ હવે મને ભેદજ્ઞાનદ્રષ્ટિથી સ્પષ્ટ
દેખાય છે. જેમ સ્વતત્ત્વને જીવનમાં પહેલીવાર જોયું તેમ પરતત્ત્વને
પરરુપે પણ ખરેખર તો જીવનમાં પહેલીવાર જ જોયા.
ભેદજ્ઞાનસહિતનું જ્ઞાન, ભેદજ્ઞાનસહિતનું સ્વ – પરનું જ્ઞાન, હવે જ
શરુ થયું. અને આવું ભેદજ્ઞાન થતાં પરતત્ત્વો પોતાનાથી એટલા
બધા દૂર, એટલા બધા જુદા, એટલા બધા વિજાતીય દેખાયા, અને
સ્વતત્ત્વની ગંભીરતા, સ્વતત્ત્વનું અંતરમાં ઊંડાણ એટલું બધું દેખાયું
કે પરમ વૈરાગ્ય થઈ ગયો. સ્વતત્ત્વના એકત્વમાં લીનતા, અને
પરતત્ત્વોથી ભિન્નતારુપ પરમ વૈરાગ્ય, એવી વૈરાગ્યની ઘેરી છાયા
મારી પરિણતિમાં છવાઈ ગઈ; ચૈતન્યભાવ રાગ વગરનો થઈ
ગયો, એટલે પોતે જ એકાંત – વૈરાગ્યરુપ, એકાંત શુદ્ધચેતનારુપ
તે પરિણતિ થઈ ગઈ. આવી ઘેરી વૈરાગ્યની છાયાપૂર્વક હવે જે
કાંઈ જણાય છે તેમાં પણ એ વૈરાગ્યભાવ ભેગો જ છે, એટલે
ક્યાંય કોઈપણ પરતત્ત્વમાં મોહભાવ થતો નથી, એકત્વબુદ્ધિ થતી
નથી, ભિન્નપણાનું ભાન ખસતું નથી; અને સ્વતત્ત્વ જે અતિ અપૂર્વ
ચૈતન્યભાવસહિત દેખ્યું, એ ચૈતન્યભાવમાં ચોંટેલું મારું ચિત્ત હવે
ત્યાંથી કદી ખસતું નથી અને ચૈતન્યથી બહારના કોઈ પદાર્થમાં
મારું ચિત્ત હવે ચોંટતું નથી.
અહો, અહો, આવી સ્વતત્ત્વની અનુભૂતિ આ આત્મામાં
પ્રગટી છે.....પ્રગટી છે. ।।૨૯।।

Page 170 of 237
PDF/HTML Page 183 of 250
single page version

background image
૧૭૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
આજે ચૈત્રસુદ તેરસ.....ભગવાન મહાવીરનો મંગલ
જન્મ દિવસ.....જગતનું કલ્યાણ કરનારા તીર્થંકર
ભગવાનના અવતારનો દિવસ.....
અહો, જે ભગવાનના શાસનમાં આ જીવ આવી
અદ્ભુત સ્વાનુભૂતિ પામ્યો તે પ્રભુના ઉપકારની શી વાત
કરું
! મારા અસંખ્ય પ્રદેશમાં ચૈતન્યભાવની અંદર
બિરાજમાન હે સર્વજ્ઞ – પિતા! હે સર્વજ્ઞદેવ! આપના
અચિંત્ય પરમ ઉપકારને યાદ કરીને, મારી સન્મુખ
બિરાજમાન એવા આપને હું ફરીફરીને નમસ્કાર કરું છું.
સ્વાનુભૂતિ ચેતનની પ્રભુજી.....
અતિશય મુજને વહાલી,
સ્વાનુભૂતિમાં આનંદ ઉલ્લસે.....
એની જાત જ ન્યારી.....
પ્રભુજી! દર્શન તારા રે.....
જગતનું મંગલ કરનારા.....

Page 171 of 237
PDF/HTML Page 184 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૧
c ‘પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને’c
‘‘અહો સર્વજ્ઞ મહાવીરદેવ! આપના શાસનમાં પરમ
ભક્તિથી મને ધર્મની પ્રાપ્તિ થઈ તેથી સમ્યક્
આરાધનાપૂર્વક હું આપને નમસ્કાર કરું છું.’’
‘पणमामि वड्ढमाणं तीथ्थ धम्मस्स कत्तारं’

Page 172 of 237
PDF/HTML Page 185 of 250
single page version

background image
૧૭૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૩૦)
પ્રભો! ચૈતન્યની જે અનુભૂતિ થઈ, જે સ્વાનુભૂતિનો
અતીન્દ્રિય પ્રકાશ થયો, તેમાં આનંદ – આનંદની અદ્ભુતતાની શી
વાત
! –
થયું થયું શું અદ્ભુત આ મુજ અંતરે !
ઘટના કોઈ અદ્ભુત અચિંત્ય અપૂર્વ જો;
વચનાતીત શાંતિમાં તરબોળ હું થયો,
આનંદ – આનંદ – આનંદની શી વાત જો.....
અનુભૂતિની પહેલાં, થોડીવાર પહેલાં પણ, જેની કલ્પના ન
હતી એવો અદ્ભુત આનંદ સ્વાનુભૂતિમાં થયો; અહો, સ્વાનુભૂતિ
વખતે તો કોઈ આશ્ચર્યભાવ ન હતો; પરંતુ સ્વાનુભૂતિના કાળ પછી,
– પછી પણ અમુક ટાઈમ તો એની ધૂનમાં રહ્યા, ત્યારપછી, –
અદ્ભુતતાનો વિચાર આવ્યો કે અહા, આ શું અદ્ભુતતા થઈ
! આ
સ્વાનુભૂતિની અદ્ભુતતા મારા અંતરમાં જાગી, એમાં તો અચિંત્ય
અપૂર્વ ભાવો થઈ ગયા. પરમ ગંભીર અનુભૂતિનું વર્ણન તો શું
કરીએ
? કોઈ એક અદ્ભુત અચિંત્ય અપૂર્વ ઘટના બની ગઈ. જેને
માટે આ જીવનમાં વરસોથી જીવ ઝંખતો હતો, જે અનુભૂતિની
ભાવનાથી પરમ ભક્તિ – બહુમાનપૂર્વક સંતોની સેવા કરતો હતો,
એ સંતોની સેવાના ફળરુપે, એ સ્વાનુભૂતિની ઝંખનાની પૂર્ણતારુપે
અંતરમાં જે સ્વાનુભૂતિ થઈ અને એમાં જે અદ્ભુત આનંદ આવ્યો,
– અહા
! એની શી વાત
! એનું સ્મરણ કરતાં, એનું નામ લેતાં, એ
ભાવને તાજો કરતાં, અત્યારે પણ પરમ શાંતરસમાં આત્મા તરબોળ
બની રહ્યો છે.....વચનાતીત એવા શાંતભાવમાં રસબોળ આત્મા
થયો. આત્મા પોતાના ચૈતન્યરસમાં એવો મગ્ન થયો કે એમાં બસ,
આનંદ – આનંદ ને આનંદ જ હતો. અહો, એ આનંદ – આનંદની

Page 173 of 237
PDF/HTML Page 186 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૩
શી વાત! બરફની વચ્ચે રહેલા જીવને જેમ ઠંડક – ઠંડક ને ઠંડક જ
હોય, એમ અસંખ્ય પ્રદેશે ચૈતન્યની અનુભૂતિમાં રહેલા મને, મારા
સ્વઉપયોગમાં બસ, આનંદ – આનંદ ને આનંદ જ હતો. ।।૩૦।।
(૩૧)
પ્રવાહ તૂટયો અનાદિ મિથ્યા ભાવનો,
સર્વે છૂટયો પર તણો સંબંધ જો;
એક જ આ બસ
! શોભે આતમ માહરો,
સાધક ધારા ઊપડી સિદ્ધિધામ જો.....
આ આત્માને જ્યારે સ્વાનુભૂતિ થઈ ત્યારે સાધકધારાનો
પ્રવાહ ઊપડયો. અનાદિથી ચાલી રહેલો મિથ્યાત્વભાવનો પ્રવાહ –
કે જે છેલ્લા થોડા વખતથી તો એકદમ મંદ – મંદ થતો જતો હતો,
એકદમ એની ધારા તૂટતી જતી હતી – એવો તે અનાદિ મિથ્યા
ભાવનો પ્રવાહ સર્વથા છૂટી ગયો, અને પરનો સંબંધ – પર સાથેના
એકત્વનો સંબંધ પણ છૂટી ગયો; અને સ્વાનુભૂતિમાં તો બસ, એક
મારા પોતાના આત્મા સાથે જ સંબંધ હતો. – ‘સંબંધ’ પણ શું
કહેવો
? – એકલો હું સ્વાનુભૂતિસ્વરુપ આત્મા જ શોભતો હતો.
અહા, જેમાં એક આત્માની જ શોભા છે, આત્મા પોતે એકલો –
એકલો જ પોતાના સ્વરુપની અદ્ભુતતાથી જ, પોતાના આનંદથી,
પોતાની જ્ઞાનદશાથી, પોતાની વૈરાગ્યપરિણતિથી અત્યંત – અત્યંત
શોભી રહ્યો છે. આવી અનુભૂતિમાં શોભતો મારો આત્મા
સાધકભાવ જગાડીને સિદ્ધિધામ તરફ ઊપડયો, સિદ્ધિનગરી
તરફનો એનો પ્રવાસ ચાલુ થઈ ગયો. અહો
! એ પરમ તૃપ્તિ, એ
પરમ સંતોષ! ઇષ્ટપદની પ્રાપ્તિની એ તૃપ્તિ – એની શી વાત!
મારું જીવન, મારો આત્મા બધું ધન્ય બન્યું. ।।૩૧।।

Page 174 of 237
PDF/HTML Page 187 of 250
single page version

background image
૧૭૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૩૨)
સિદ્ધપ્રભુજી સુખને જે વેદી રહ્યા,
અરિહંતો ને સંતોનું પણ ઇષ્ટ જો;
સાધકજ્ઞાની સરવે જે સુખિયા અહો,
સર્વેની થઈ સાચે સાચી પીછાન જો.....
પહેલાં તત્ત્વજિજ્ઞાસાના કાળમાં એનું બહુ જ આશ્ચર્ય
થતું.....એ જાણવાનું કુતૂહલ થતું કે અહા, સિદ્ધ ભગવાનનું સુખ
કેવું હશે
! અરિહંત ભગવાનનું સુખ કેવું હશે! સમકિતી ધર્માત્માઓ
– સંતો – મુનિઓ એમનું આત્માનું સુખ કેવું હશે! – એમ
અંદરમાં પરમ આકાંક્ષા થતી હતી. હવે સ્વાનુભૂતિમાં એવું જ સુખ,
પોતાના આત્મામાંથી પ્રગટેલું સુખ અનુભવમાં આવ્યું. આહા
! હવે
ખબર પડી કે સિદ્ધભગવાન પણ આવું જ સુખ વેદે છે; અરિહંતોનું
સુખ એ પણ આવું જ છે. સાધક જ્ઞાનીઓ – સંતો – મુનિઓ એ
બધાય આવા જ સુખને વેદી રહ્યા છે. એ સર્વે જે સુખને વેદી રહ્યા
છે તે સુખ કેવું છે તેની હવે સાચી ઓળખાણ થઈ.
‘‘સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્રિ રહે તદ્ધ્યાનમહીં.....’’
અહો, જે સુખને સંતો પણ ઇચ્છે, અને સંતો પણ દિવસ-રાત
જેના ધ્યાનમાં રહે – એ સુખ તો કેવું અદ્ભુત! એનું વેદન હું કેમ
કરું!! એમ બહુજ જિજ્ઞાસુતા પહેલાં રહેતી હતી. અહો, એ
પ્રશાંત.....અનંત.....અમૃતસ્વાદથી ભરેલું સુખ કેવું હશે!
‘‘પ્રશાંત અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.’’
એ સુખનો મહિમા કરી – કરીને પહેલાં તો જિજ્ઞાસુભાવે હું
તેને પ્રણામ કરતો હતો, તેની ભાવના કરતો હતો; પરંતુ હવે,
સ્વાનુભૂતિ થતાં, એવા સુખને હું પણ વેદું છું.....એવા સુખના

Page 175 of 237
PDF/HTML Page 188 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૫
વેદનપૂર્વક, અહો વીતરાગી સંતો! તમને હું નમસ્કાર કરું છું.
પહેલાં એની વેદનની ભાવનાથી નમસ્કાર કરતો હતો, હવે
એવા વેદનસહિત હું આપને નમસ્કાર કરું છું. અહો, ધન્ય આ
ચૈતન્ય – સુખ
! ચૈતન્યનું આવું અપૂર્વ સુખ, જેની ઝંખના, જેની
ભાવના મને દિનરાત હતી, એ સુખ હે સંતો! હે ભગવંતો! હું
આપના પ્રતાપે હવે પામ્યો. – ભલે થોડુંક, પણ એવું ચૈતન્યનું
અતીન્દ્રિય સુખ મને મારા સ્વસંવેદનમાં આવ્યું; તેથી આપના પૂર્ણ
સુખની પણ હવે મને સાચી પ્રતીત થઈ. આપ જે સુખમાં લીન છો,
સાદિઅનંતકાળ આપ જે સુખને વેદી રહ્યા છો, તે સુખનું હવે મને
ભાન થયું, તેની ઓળખાણ થઈ, તેનો સ્વાદ ચાખ્યો, અને હવે તે
પૂર્ણ સુખની પ્રાપ્તિ તરફ હું આવી રહ્યો છું. અહા, દુઃખથી છૂટયો;
કેવું ભયંકર દુઃખ
! અને એની સામે આ કેવું મજાનું અતીન્દ્રિય
પરમ ચૈતન્યસુખ! ।।૩૨।।
આવી સ્વાનુભૂતિ થતાં આખો આત્મા જાણે નવો બની જતો
હોય! એમ અપૂર્વ પરિવર્તન થઈ જાય છે –
(૩૩)
ઉથલ – પાથલ આત્મ – અસંખ્ય પ્રદેશમાં,
આનંદનો જાણે મોટો ધરતીકંપ જો;
ચૈતન્ય – પાતાળ ઊંડેથી ઉલ્લસી રહ્યું,
મોહપર્વતના ફૂરચા ઊડયા દૂર જો.....
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મમાં.....
અહો, ચૈત્રસુદ ૧૩ નો આજે મંગલ દિવસ છે : ભગવાન
મહાવીર આ ભરતક્ષેત્રમાં જગતના જીવોનું કલ્યાણ કરવા અને

Page 176 of 237
PDF/HTML Page 189 of 250
single page version

background image
૧૭૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
પોતાનું સર્વજ્ઞપદ સાધવા માટે અવતરી ચુક્યા છે.....ધન્ય મંગલ
અવસર છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળ એવા આ જન્મકલ્યાણકનો
કાળ, અને એની સાથે મારી મંગળ સ્વાનુભૂતિ, – અહો પ્રભો
!
આપનું કલ્યાણક એ મારા પણ કલ્યાણનું કારણ થયું છે.
સ્વાનુભૂતિ થતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાં કોઈ મહાન
મંગળ ધરતીકંપ થાય – એમ આનંદનો મોટો ધોધ ઊછળે છે,
આનંદનો મોટો ખળભળાટ થાય છે. અહો, એ અનુભૂતિ વખતે
આખા આત્માનું ચૈતન્ય – પાતાળ ઊંડીઊંડી શાંતિથી ઉલ્લસતું હતું;
મોહનો પર્વત ક્યાંય દેખાતો ન હતો, એના તો ફૂરચેફૂરચા ઊડીને
ક્યાંય ને ક્યાંય દૂર ઊડી ગયા હતા; અને આખો ચૈતન્ય પર્વત,
અસંખ્ય પ્રદેશોમાં ઉલ્લસતો આત્મા, પોતાના આનંદના ધરતીકંપમાં
વર્તતો હતો.
જેમ ભગવાન તીર્થંકરનો જન્મકલ્યાણક થતાં આખી પૃથ્વીમાં
આનંદનો ધરતીકંપ થઈ જાય છે; એ ધરતીકંપથી ઇન્દ્રના ઇન્દ્રાસન
પણ ડોલી ઊઠે છે; – એવો આનંદનો ધરતીકંપ બહારમાં એક
પુણ્યપ્રતાપે પણ થાય છે. આજે એવા જન્મકલ્યાણકનો પ્રસંગ છે.
તેમ અહીં આત્મામાં પણ, ચૈતન્યમાં ચૈતન્યપ્રભુનો પોતાનો જન્મ
થયો, ચૈતન્યપ્રભુ પોતે પોતાની સ્વાનુભૂતિમાં અવતર્યા, અને એના
પ્રતાપે આનંદનો જે ધરતીકંપ થયો....અતીન્દ્રિય આનંદના
ઊછાળાથી ચૈતન્યની ધરતી ધ્રુજી ઊઠી, એ આનંદમય ધરતીકંપની
શી વાત
! એ આનંદના ખળભળાટની શી વાત!
જેમ જગતમાં ધરતીકંપ થાય એ છાનો રહેતો નથી, તેમ
ચૈતન્યમાં થયેલો આ સ્વાનુભૂતિનો ધરતીકંપ.....એકલા આનંદમય
ધરતીકંપ, એમાં દુઃખમાંથી સુખ થયું, કષાયોમાંથી શાંતિ થઈ,
અજ્ઞાનમાંથી જ્ઞાન થયું, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થયું, આત્મા

Page 177 of 237
PDF/HTML Page 190 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૭
પરભાવોથી છૂટીને નિજસ્વભાવરુપ પરિણમવા માંડયો, બંધના –
દુઃખના માર્ગથી છૂટીને મોક્ષસુખ તરફ ચાલવા લાગ્યો; અહો, જે
ધરતીકંપમાં આવા સુંદર – મહાન – અનંતકાર્યો એક સાથે થાય
છે એવી સ્વાનુભૂતિની શી વાત
!
જ્યાં મોટા પર્વતો હોય તે ઊખડીને ત્યાં દરિયા બની જાય
એવું ધરતીકંપમાં બને છે; મોટામોટા પર્વતો હોય તે ફાટીને ત્યાં
મોટા ખાડા બની જાય, અને જ્યાં ઊંડાઊંડા ખાડા હોય ત્યાં
ઊછળીને મોટા પહાડ દેખાવા માંડે – એવું ધરતીકંપમાં બને છે;
તેમ આ ચૈતન્યમાં સ્વાનુભૂતિના ધરતીકંપનો એક મહાન ઊછાળો
થતાં, આત્મામાં જ્યાં દુઃખનાં પહાડ હતા તે પહાડ તૂટીને ગંભીર
ચૈતન્યની શાંતિના દરિયા બની ગયા, જ્યાં ભવસમુદ્ર હતો તે સમુદ્ર
પુરાઈને તેની જગ્યાએ આનંદનો પહાડ રચાઈ ગયો. અહો, આવો
ધરતીકંપ, આવી સ્વાનુભૂતિ, ચૈતન્યના પાતાળમાંથી સ્વયં ઉલ્લસેલું
આત્માનું સુખ, એનો ઉલ્લાસ, એનો આહ્લાદ – એ પ્રસંગની શી
વાત
!!
અહો મહાવીર દેવ! આજ આપના અવતારનો મહાન
કલ્યાણક દિવસ છે. આપના અવતારથી આખી પૃથ્વી જેમ
આનંદથી ધ્રુજી ઊઠી, તેમ અમારા આત્મામાં મંગલ સ્વાનુભૂતિનો
અવતાર થતાં અમારી ચૈતન્યપૃથ્વી – અમારા અસંખ્યપ્રદેશો
અતીન્દ્રિય આનંદના ઝણઝણાટથી ધ્રુજી રહ્યા છે.....એ ઝણઝણાટી
વડે આપના ઉપકારના મંગલ ગીત ગવાય છે.
જય વર્દ્ધમાન દેવ.....જય સ્વાનુભૂતિ

Page 178 of 237
PDF/HTML Page 191 of 250
single page version

background image
૧૭૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૩૪)
પ્રભો, આપના શાસનમાં, આપના માર્ગમાં સંતો દ્વારા
આત્માની સ્વાનુભૂતિ પામીને હું હવે કૃતકૃત્ય થયો છું; મારું આ
જીવન મારા આત્મકાર્યની સિદ્ધિથી તૃપ્ત અને કૃતાર્થ બન્યું છે : –
કૃતકૃત્યતા સાચી પામ્યો જીવડો,
કાર્યસિદ્ધિથી થયો અતિશય તૃપ્ત જો;
દુઃખોના રે ભડાકાથી જીવ છૂટિયો,
અદ્ભુત શાંતિ – શાંતિમાં થયો લીન જો...
આવ્યા રે આવ્યા..ચેતન પ્રભુજી અંતરે..
અહો.....આત્મા, મારો આત્મા, જેવો છે તેવો સમ્યક્સ્વરુપે
ખીલી ઊઠયો; અને આ જીવ – કે જે પહેલાં અજ્ઞાનદશામાં અતૃપ્ત
હતો, શું કરું – એની કાંઈ સૂઝ ન હતી, કેવું સ્વરુપ છે એનું કોઈ
વેદન ન હતું, અને પોતાના સ્વરુપને જાણવા માટે જ્ઞાનીના
સત્સંગમાં ખૂબ – ખૂબ ઝંખતો હતો, અહો, મારા સ્વરુપનું સમ્યક્
દર્શન મને થાય, મારા સ્વરુપના સુખનું વેદન મને થાય, – એને
માટે આ આત્મા અતૃપ્તપણે ખૂબ – ખૂબ દિવસ – રાત ઝંખતો
હતો, એની વેદના ખૂબ જ થતી હતી.....હવે.....
– હવે હે પ્રભુ! આપના શાસનના પ્રતાપે સ્વાનુભૂતિરુપ
કાર્ય સિદ્ધ થતાં, મારા આત્માનું અસલી સ્વરુપ પ્રગટ થયું; એના
સુખનું, એની શાંતિનું, એના અનંત સ્વભાવોનું વેદન થતાં, આ
આત્મા અતિશય તૃપ્ત થયો, કૃતકૃત્ય થયો. આહા
! આવું સુંદર
મારું સ્વરુપ! આવી સુંદર – અદ્ભુત મારી શાંતિ! આવી
શાંતિસ્વરુપ હું પોતે, સુખસ્વરુપ હું પોતે, એમ નિજસ્વરુપને જાણ્યું,

Page 179 of 237
PDF/HTML Page 192 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૯
નિજસ્વરુપને વેદ્યું; મારું નિજસ્વરુપ મારામાં જ છે, એ કદી
મારાથી છૂટું પડવાનું નથી – એવી મને પરમ તૃપ્તિ થઈ. અત્યાર
સુધી, સ્વાનુભૂતિ થયા પહેલાં આ આત્મા અનેકવાર અનેક
પ્રસંગોમાં દુઃખના ભડકામાં બળતો હતો, વારંવાર અનેક પ્રકારના
સુખ – દુઃખના પ્રસંગો – એમાં પણ સુખ કરતાં દુઃખના પ્રસંગો
ઝાઝા, અનેક તીવ્ર માન – અપમાનના પ્રસંગો, – એવા અનેક
પ્રસંગોમાં આ જીવ દુઃખના ભડકામાં બળતો હતો; વચ્ચે ક્યારેક
કોઈ કોઈવાર જ્ઞાની ધર્માત્માઓના સત્સંગથી થોડીથોડી શાંતિ
મળતી હતી, પરંતુ ચૈતન્યની શાંતિ વગર દુઃખના ભડકામાં આ
જીવ શેકાતો હતો. આહા
! એ દુઃખોના ભડકાથી હવે હું છૂટયો,
ચૈતન્યની પરમ શાંતિ મળી – કે જે શાંતિમાં દાઝવાપણું હવે કદી
નથી. આવી અદ્ભુત શાંતિ, – એ શાંતિ પણ કેટલી
? – થોડી
નહીં; પૂર્ણ શાંતિ – સ્વભાવ, એકલો શાંતિનો જ ભંડાર, એવા
શાંતસ્વભાવમાં હું હવે લીન થયો. મારી શાંતિનું વેદન – એમાં હું
એકત્વપણે પરિણમ્યો, એટલે હું પોતે જ શાંતિસ્વરુપ થયો. આ
શાંતિથી હું હવે કદી છૂટવાનો નથી, નથી. અહો વીરનાથ ભગવાન
!
આવી શાંતિ આપનારું આપનું શાસન, આપનું વીતરાગી શાસન,
આપના શાસનનું સમ્યગ્દર્શન, – એ મહાન કલ્યાણકારી છે.
આજના આપના કલ્યાણકના મહાન દિવસે.....ચૈત્ર સુદ તેરસે હું
આપને, આપના શાસનને, સ્વાનુભૂતિ સહિત અપૂર્વ ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું. ।।૩૪।।
L

Page 180 of 237
PDF/HTML Page 193 of 250
single page version

background image
૧૮૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સ્વા નુ ભૂ તિ પ્ર કા શ
ભગવાન મહાવીરના પ્રતાપે પ્રાપ્ત થયેલી, મારા આત્માની
અપૂર્વ આનંદમય સ્વાનુભૂતિ – તેના પ્રકાશનમાં, એ પ્રકાશનદ્વારા
વીરપ્રભુના ઉપકારની પ્રસિદ્ધિરુપે જે પદરચના થયેલ છે તેમાં, આ
૩૫ મું પદ છે –
(૩૫)
મારા ભાવો સર્વે મુજમાં સમાય છે,
વરતે નહીં કો’ મુજમાં પરનો ભાવ જો;
હું તો જ્ઞાયક.....જ્ઞાયક.....જ્ઞાયક ભાવ છું,
સુખી સ્વયં હું જગથી તો અતિ દૂર જો.....
– સુખી સ્વયં હું દુઃખથી તો અતિ દૂર જો.....
– સ્વાનુભૂતિથી અતીન્દ્રિય ભાવો, તે એવા છે કે બહારમાં
ઇંદ્રિયગમ્ય ચિહ્નોદ્વારા બીજા જીવોથી દેખી શકાય નહીં.
સ્વાનુભૂતિના ભાવો તે અનુભૂતિમાં જ સમાય છે; એની ગંભીરતા
એવી છે કે પોતાની આત્મઅનુભૂતિમાં જ તે સમાઈ શકે છે, એ
ગંભીરતા બહારમાં દેખી શકાતી નથી. એ ચૈતન્યભાવો, એ આનંદ,
એ શાંતિ, એ અપૂર્વતા, એ દુઃખથી છૂટકારાની પરમ તૃપ્તિનો
ભાવ, – એ બધા અનંત ગંભીરતાથી ભરેલા પોતાના
ચૈતન્યભાવો.....એ તો મારા વેદનમાં જ સમાઈ ગયા. અહો, હું તો
બસ
! એક જ્ઞાયક.....જ્ઞાયક.....જ્ઞાયકભાવ જ છું; જ્ઞાયકપણામાં જે
સમાય છે એવા બીજા અનંતા ચૈતન્યભાવો તે રુપે હું જ્ઞાયક જ છું;
પરંતુ જ્ઞાયકથી વિરુદ્ધ, જ્ઞાયકથી ભિન્ન જાતિના એવા કોઈ પણ
ભાવો મારા વેદનમાં – મારી અનુભૂતિમાં નથી – નથી.

Page 181 of 237
PDF/HTML Page 194 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૧
આ રીતે એકલા જ્ઞાયકભાવરુપે થયેલો અને એ
જ્ઞાયકભાવની અંદર ચૈતન્યના સુખ – શાંતિ વગેરે બીજા
અનંતભાવોને સમાવેલો હું પોતે સ્વયં સુખી છું. અને જગતથી,
જગતસંબંધી દુઃખોથી, રાગદ્વેષના ભાવોથી તો હું અત્યંત દૂરદૂર
થયો છું, એનાથી હું છૂટો પડયો છું, મારી પરિણતિનું પરિણમન એ
દુઃખરુપ હવે થતું નથી; મારી ચેતના હવે સ્વયં સુખરુપે પરિણમે
છે, તે દુઃખરુપે થતી નથી, તે પરભાવોને કરતી નથી, જગત સાથે
સંબંધ ધરાવતી નથી; જગતથી અત્યંત દૂર, અત્યંત અલિપ્ત એવી
મારી ચૈતન્યમય ચેતના, તે મારી અનુભૂતિમાં જ સમાય છે, અને
હું પણ તે ચેતનામાં જ સમાઉં છું. આમ પરમ ચેતનસ્વરુપે થયેલો
હું હવે પરમ સુખી છું, મોક્ષનો સાધક છું; હું હવે મહાવીરનાથનો
સાચો અનુયાયી છું અને એક રીતે કહીએ તો હું નાનકડો મહાવીર
છું. – (જિનેશ્વરકે લઘુનંદન)
ગી ર ના ર ધા મ માં.....
અહીં સુધીની રચના વવાણીયામાં થઈ છે, કેટલીક રચના
સોનગઢમાં થઈ છે. હવે પદ નં. ૩૬ થી શરુ કરીને જે રચના થઈ
છે તે રચના પરમ સિદ્ધક્ષેત્ર ગીરનારધામમાં થયેલી છે. ગીરનારમાં
જઈને લગભગ એકમાસ રહેલ, તે વખતે જેઠ સુદ ત્રીજ
લગભગમાં આ રચના થયેલી છે.
અહો ગીરનાર સિદ્ધક્ષેત્ર! ચૈતન્યની સાધનાનું ક્ષેત્ર, નેમનાથ
ભગવાને પરમ વૈરાગ્યથી જ્યાં આત્માને સાધ્યો; જ્યાં મુનિદશા
છઠ્ઠું – સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ પરમ ચૈતન્યઅનુભૂતિ પ્રગટ
કરી, જ્યાં મનઃપર્યયજ્ઞાન પ્રગટ કર્યું; ત્યારપછી અનેક વિહાર

Page 182 of 237
PDF/HTML Page 195 of 250
single page version

background image
૧૮૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
કરીને ફરી પાછા એ જ સહસ્રામ્રવનમાં પધાર્યા, જ્યાં નિર્વિકલ્પ
સાતિશય અનુભૂતિ ઉપરાંત આગળ વધીને ચૈતન્યની શ્રેણીમાં
આઠમું ગુણસ્થાન, નવમું ગુણસ્થાન, દસમું ગુણસ્થાન, પછી સીધું
બારમું વીતરાગી ગુણસ્થાન અને પછી.....અહો
! સર્વજ્ઞપદરુપ
કેવળજ્ઞાન ભગવાન નેમિનાથ આ સહસ્રામ્રવનમાં પામ્યા. આ
સહેસાવનમાં બેઠોબેઠો હું પણ મારી સ્વાનુભૂતિને યાદ કરીકરીને
મહાન આનંદિત થાઉં છું. આ સહેસાવનમાં નેમપ્રભુના ખોળામાં
બેઠો હોઉં.....એવા પરમ શાંત વાતાવરણમાં, સ્વાનુભૂતિ પછી
આવીને હું બેઠો છું અને સ્વાનુભૂતિના પદની ગૂંથણી કરું છું.
ગીરનાર મારી સન્મુખ જ છે.....અરે, ગીરનારની અંદર જ
હું બેઠો છું.....ને ગીરનારી સંતોને હૃદયમાં યાદ કરું છું. ગીરનાર
એટલે તો આત્મસાધનાનો મોટો ઢગલો
! ઘણા ઘણા સંતોએ, કરોડો
મુનીશ્વરોએ જ્યાં આત્મસાધના આ ચોવીસીમાં કરી છે – એવું આ
ગીરનારતીર્થ, એને જોતાં સંતોની સાધના યાદ આવે છે, અને
સંતોની સાધના યાદ આવતાં આ આત્માની સાધના પણ યાદ આવે
છે, એટલું જ નહીં – એનું વેદન તાજું થાય છે અને જીવને
આનંદિત કરે છે. ।।૩૫।।
(૩૬)
ગૌરવ કેવું મોટું આ ગીરનારનું !
આ ગીરનાર પણ ગુણ રે જેનાં ગાય જો;
જેના પ્રતાપે પૂજ્ય બન્યા આ પર્વતો,
એ તો છે આ સ્વાનુભૂતિનો પ્રતાપ જો...
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મની...
જગતમાં આ ગીરનાર મહાન ગૌરવવંત, મહાન તીર્થરુપ

Page 183 of 237
PDF/HTML Page 196 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૩
ગણાય છે; પરંતુ એ ગીરનારનું ગૌરવ, એ ગીરનારનું તીર્થપણું પણ
ખરેખર તો ચૈતન્યની સ્વાનુભૂતિના પ્રતાપે જ છે. ચૈતન્યની
સ્વાનુભૂતિવાળા સાધક જીવો જ્યારે આ ગીરનારમાં વિચર્યા ત્યારે
તે સાધક જીવોના ચરણના પ્રતાપે જ આ ગીરનારના પથ્થરોને પણ
તીર્થપણું પ્રાપ્ત થયું છે. એ રીતે જે સ્વાનુભતિના પ્રતાપે આ પર્વતો
પણ પૂજ્ય – તીર્થ બન્યા ને આ પથ્થર એ પણ પરમાત્માની જેમ
પૂજાવા લાગ્યા, અહો
! એ સ્વાનુભૂતિના પ્રતાપની શી વાત! અને
એવી સ્વાનુભૂતિ આ આત્મામાં પ્રગટી છે એનો સાક્ષી આ ગીરનાર
પહાડ છે. ।।૩૬।।
(૩૭)
સ્વાનુભૂતિ જ્યાં, ત્યાં તો તીર્થ સદાય છે,
સર્વે તીર્થો સ્વાનુભૂતિમાં સમાય જો;
સ્વાનુભૂતિનું આનંદ – તીરથ છોડીને
જતો નથી હું બહાર સંસાર – ધામ જો.....
અહો, સ્વાનુભૂતિ એ ભવસાગરથી તારનારું સાચું તીર્થ છે;
સ્વાનુભૂતિ એ સદાય તીર્થ છે; જગતમાં કોઈ ક્ષેત્રને તો અમુક
પ્રસંગવશાત તીર્થપણું પ્રાપ્ત થાય છે, પરંતુ આ ચૈતન્યની સ્વાનુભૂતિ
તો સદાય તીર્થસ્વરુપ છે. અને એ સ્વાનુભૂતિના તીર્થમાં બધા તીર્થો
સમાય છે. જગતની કોઈપણ જગ્યા હોય પણ જો ત્યાં
સ્વાનુભૂતિવાળો જીવ હોય તો તે જગ્યા તીર્થ જ છે, કેમકે
સ્વાનુભૂતિ તે પોતે આનંદમય તીર્થ છે. સ્વાનુભૂતિરુપ થયેલો આ
મારો આત્મા હવે પોતાની સ્વાનુભૂતિના તીર્થને છોડીને બીજે ક્યાંય
જતો નથી. બાહ્યદ્રષ્ટિએ ભલે ગમે તે સ્થાન હો – ગીરનાર હો કે

Page 184 of 237
PDF/HTML Page 197 of 250
single page version

background image
૧૮૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સોનગઢ હો, મોરબી હો કે સમ્મેદશિખર હો, પરંતુ અંતરમાં
સ્વાનુભૂતિ – તીર્થ મારી સાથે જ વર્તી રહ્યું છે. હું પોતે તીર્થસ્વરુપ
છું. આવા મારા ચૈતન્યભાવરુપ તીર્થને છોડીને સંસારના ભાવમાં હું
જતો નથી. સંસારધામને છોડીને હું મારા મોક્ષધામમાં વસ્યો છું;
તેથી હું સદાય તીર્થમાં જ રહેનારો છું; સદા મોક્ષની તીર્થયાત્રા જ
હું કરી રહ્યો છું. ।।૩૭।।
સ્વાનુભૂતિના પ્રતાપે બધુંય માંગળિક છે. આત્મા
સ્વાનુભૂતિરુપ થયો ત્યાં પોતે માંગળિક થયો, ને તે આત્માના
સંબંધરુપ દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ તે બધા પણ માંગળિક જ
છે. જુઓને, આજે આ ચૈત્રસુદ તેરસ, – ભલેને મહાવીર
ભગવાનના જન્મને તો ૨૫૭૨ વર્ષ થઈ ગયા, છતાં એ આત્મા
મંગળરુપ હતો તો તેમના પ્રતાપે આજનો આ દિવસ પણ (આજે
૨૫૭૨ વર્ષ પછી પણ) માંગળિક તરીકે ઉજવાય છે. આ રીતે
મંગળરુપ આત્માના પ્રતાપે બધું મંગળ જ છે. –
(૩૮ – ૩૮)
મંગલરુપ આ આતમરામી જીવડો,
બન્યા છે મુજ ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ મુજમાં વર્તતા,
અહો, અહો, આ સમ્યક્નો જ પ્રતાપ જો.....
જ્યાં જશે આ આતમરામી જીવડો,
બની જશે તે ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ જે પીછાણશે,
તેને મંગળ સર્વ પ્રકારે થાય જો.....

Page 185 of 237
PDF/HTML Page 198 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૫
અહો, ચૈતન્યભાવરુપ સ્વભાવવાળો મારો આ આત્મા...
મારું આ આત્મદ્રવ્ય ત્રિકાળ માંગળિક છે. ત્રિકાળ મંગળ એવું મારું
આ આત્મદ્રવ્ય, તેને ઓળખતાં મારા ભાવ પણ હવે મંગળરુપ થયા
છે.
મારા અસંખ્યપ્રદેશરુપ ક્ષેત્ર, એ પણ સમ્યક્ત્વાદિ
અતીન્દ્રિય આનંદ વગેરે નિર્મળ મંગળ ભાવોથી વ્યાપ્ત છે, તેથી
મારું સ્વક્ષેત્ર પણ હવે માંગળિક છે.
મારી સ્વકાળરુપ પરિણતિ પણ સમ્યક્ત્વ અને આનંદરુપ
પરિણમતી હોવાથી તે પણ માંગળિક છે.
– આ રીતે મારા આત્માના દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ
એ બધાય માંગળિક છે. ‘ષટ્ખંડાગમ – ધવલા’ના મંગલાચરણમાં
આત્માને ત્રિકાળ મંગળસ્વરુપે વર્ણવ્યો છે; તે ત્રિકાળ મંગળપણું
મારામાં જાણીને મને જે આનંદ – ઉલ્લાસ થયેલો તે
આનંદઉલ્લાસના બળે આગળ વધતાં, અહો
! આ આત્મા સાક્ષાત્
ભાવથી પણ મંગળરુપ થયો. જે ત્રિકાળ દ્રવ્યનું મંગળપણું સ્વીકારે
તેને વર્તમાન ભાવમાં પણ મંગળ હોય છે : આ એક અપૂર્વ ન્યાય
ષટ્ખંડાગમ – સિદ્ધાન્તમાં ભગવાન વીરસેન સ્વામીએ જે રીતે
સમજાવ્યો છે, અને મિથ્યાત્વને અમંગલ કહીને આત્માથી છૂટું પાડી
દીધું છે, અને એ જ વખતે ચૈતન્યભાવને મંગળરુપ કહીને
મિથ્યાત્વથી છૂટો પાડી દીધો છે, આ રીતે ભેદજ્ઞાન કરાવીને
આત્માને સમ્યક્ત્વરુપ માંગળિક કર્યો છે.....અહો
! તે સંતોને
નમસ્કાર છે.
મારા દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ કે જે મારામાં મંગળરુપે
વર્તી રહ્યા છે એ બધો અહો, સમ્યક્ત્વનો કોઈ અચિંત્ય પ્રતાપ છે.
આવો મંગળરુપ થયેલો મારો આત્મા હવે જ્યાં જશે ત્યાં બહારનું

Page 186 of 237
PDF/HTML Page 199 of 250
single page version

background image
૧૮૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
ક્ષેત્ર પણ મંગળ કહેવાશે; એ જે કાળમાં હશે તે કાળ પણ મંગળ
ગણાશે; એના સંબંધવાળા દ્રવ્યો તે પણ મંગળ છે; આ રીતે બધું
જ આત્માનું મંગળ છે.....મંગળ છે. (૩૮)
(૩૯)
અનાદિમાં કદી પ્રાપ્તિ નો’તી જેહની
અનંતકાળે પણ નહીં છૂટે આ રત્ન જો;
આવું અમૂલ્ય જ રત્ન દીધું છે મુજને,
કેવા મારા ચૈતન્ય પ્રભુ દાતાર જો.....
અનંતકાળમાં પૂર્વે ચૈતન્યસુખનો સ્વાદ આ જીવે કદી ચાખ્યો
ન હતો. આ જીવની અંદર, આ જીવના સ્વભાવમાં પરમ
સુખસ્વભાવ વિદ્યમાન તો હતો પરંતુ એની ખબર ન હતી;
શ્રીગુરુપ્રતાપે એ ચૈતન્યસુખની વાર્તા જૈનશાસનમાં જ્યારે
સાંભળવા મળી, વીરનાથ ભગવાનના શાસનમાં એ આત્મિકસુખના
અનુભવનો માર્ગ જ્યારે સાંભળ્યો, ત્યારે અંતરમાં તે માર્ગ જાણ્યો
અને તે માર્ગે અંતરમાં આત્માના સુખનો અનુભવ થયો; અહો
!
એની શી વાત! અનાદિમાં કદી જે સુખની પ્રાપ્તિ ન હતી તે અપૂર્વ
ચૈતન્યસુખ આ આત્મા જૈનશાસનના પ્રતાપે, સ્વાનુભૂતિના પ્રતાપે,
સમ્યગ્દર્શનના પ્રતાપે પામ્યો. આવું સમ્યગ્દર્શન, આવો આનંદ,
આવું સુખ, આવું જૈનશાસન, એનો દાતાર આ મારો ચૈતન્યપ્રભુ
આત્મા પોતે જ છે. અહા, ચૈતન્યપ્રભુ કેટલો મહાન દાતાર છે
!
અનંત ચૈતન્યભાવોની શાંતિ એકસાથે જે આપે, અને એવી ગંભીર
અનંત શાંતિ, અનંતકાળ સુધી સદાય આપ્યા જ કરે – એવો અપૂર્વ
મહાન દાતાર મારો આત્મા, તે આત્માની અનુભૂતિ મને થઈ.....
અહો, એની શી વાત
! એ અમૂલ્ય ચૈતન્યરત્ન, અને એવી અમૂલ્ય

Page 187 of 237
PDF/HTML Page 200 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૭
એની અનુભૂતિ, એની શી વાત! આવી અનુભૂતિ જેમના શાસનમાં
થઈ એવા હે વીરનાથ પ્રભુ! આપનો પરમ ઉપકાર હું ફરીફરીને
પ્રસિદ્ધ કરું છું.
હે જગતના જીવો! હે સાધર્મીજનો! તમે વીરશાસનમાં
આવ્યા છો, વીરશાસનને પામ્યા છો, તો વીરશાસનમાં જે આવી
અપૂર્વ આત્મિક અનુભૂતિ છે તે અનુભૂતિ તમે કરો.....કરો.....કરો.
(૩૯)
(૪૦)
અનુભૂતિ થઈ ત્યારે હે વીરનાથ ભગવાન! જેવો આપનો
આત્મા છે એવી જ જાતનો મારો આત્મા પરિણમ્યો; આપ જેવા
પૂર્ણ સુખરુપે પરિણમી રહ્યા છો એવા જ સુખરુપે મારો આત્મા
અંશે – અંશે પરિણમવા માંડયો. આ રીતે ભાવઅપેક્ષાએ આપ
અને હું બંને જુદા નથી. જેવો ચૈતન્યભાવ આપના આત્મામાં છે
તેવો જ ચૈતન્યભાવ આ આત્મામાં પણ છે, – એમ આપણે બંને
હવે એક જ હોઈએ એમ અંતરમાં વેદાય છે : –
પ્રભો ! હવે ‘હું’ અને ‘તું’ કંઈ જુદા નથી,
પ્રભુમય બન્યો છું હું જ સ્વયં જો;
પ્રભુતા જ્યાં પ્રગટી છે આત્મસ્વરુપની
પામરતા કે દીનતાનું નહીં નામ જો.....
જાગી રે જાગી શાંતિ આત્મસ્વરુપની.....
હે પ્રભો! પહેલાં, આપ ચૈતન્યસ્વરુપે પરિણમતા જ્ઞાની અને
હું કષાયરુપ પરિણમતો અજ્ઞાની, – એવો આપનામાં ને મારામાં
ભેદ હતો, .....હવે.....; અથવા બીજી રીતે કહીએ તો મારો