Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 16; Pad 17; Pad 18; Pad 19; Pad 20-21; Pad 22; Pad 23; Pad 24; Pad 25; Pad 26; Pad 27-28.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 13

 

Page 148 of 237
PDF/HTML Page 161 of 250
single page version

background image
૧૪૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
લક્ષમાં આવી જાય તો ઉપયોગ તેમાં અંતર્મુખ થઈને, તન્મય થઈને
અનુભૂતિ કર્યા વગર રહે જ નહીં. એટલે અનુભૂતિ માટેનો એક જ
ઉપાય કે ચૈતન્યતત્ત્વની મહાનતા, એની ગંભીરતા, એનો
ચૈતન્યસ્વાદ, એનું રાગથી ભિન્નપણું, એનું જેવું સ્વરુપ છે તેવું
બરાબર લક્ષમાં લેવું. એ લક્ષમાં આવે એટલે એની અનુભૂતિ પણ
થાય જ.
જેમ તરસ્યો માણસ ઠંડા સરોવરના કિનારે આવીને ઊભો
હોય, એને કોઈ બતાવે કે જો, ભાઈ! આ રહ્યું ઠંડુ પાણી! તને
તરસ લાગી હો તો તું પી લે! આમ ઠંડું પાણી નજર સામે જોવા
મળે પછી પીતાં શી વાર! એમ શાંત ચૈતન્યરસથી ભરેલ
આત્મતત્ત્વ.....જ્યાં લક્ષમાં આવ્યું કે અહો! આ મારું તત્ત્વ
શાંતિથી ભરેલું કોઈ અગાધ ઊંડું છે! – ત્યાં શાંતિનો અભિલાષી
મુમુક્ષુ, તેને એનો અનુભવ કરતાં પછી શી વાર! તત્ક્ષણે જ એનો
ઉપયોગ અંતરમાં જાય, અને એને અનુભૂતિ થાય.
– એટલી ઝડપથી એ અનુભૂતિ થઈ ગઈ – કલ્પના પણ
ન હતી કે ઉપયોગ આટલી બધી ઝડપથી અંદર ચાલ્યો જશે! –
કેમકે પહેલાં જ્યારે વિચારદશા હતી ત્યારે ઉપયોગ હજી આટલો
અતીન્દ્રિય થયેલો ન હતો, એટલે એમાં ઉપયોગની અગાધ તાકાત
એ વખતે ન હતી; પણ પછી જ્યાં અનુભૂતિ માટે ઊંડો ઊતર્યો ત્યાં
ઉપયોગની તાકાત એટલી બધી વધી ગઈ કે એકદમ, કલ્પનામાં
પણ ન આવે એટલી બધી ઝડપથી, એટલી બધી પુરુષાર્થની
તાકાતથી, એટલા બધા ઊંડાણથી અંદર આત્મામાં એકાગ્ર –
તન્મય થઈ ગયો કે બસ
! તે અનુભૂતિ તત્ક્ષણે જ થઈ ગઈ. ।।૧૫।।

Page 149 of 237
PDF/HTML Page 162 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૪૯
(૧૬)
ગંભીરતા કેવી રે આત્મ સ્વરુપની,
પાર ન જેનો રાગ વડે પમાય જો;
અનુભૂતિ જે જાગી ચૈતન્ય સ્વાદની,
એણે લીધો નિજ સ્વરુપનો અંત જો.....
આત્મસ્વરુપ એટલું અગાધ અને ગંભીર છે કે રાગના
અભ્યાસ વડે, રાગસહિત એવા જ્ઞાનના અભ્યાસ વડે પણ એનો
પાર પમાતો ન હતો, પણ જ્યાં ચૈતન્યસ્વાદ રાગથી છૂટો પડીને
અંતરમાં અનુભૂતિ થઈ ત્યાં એ અનુભૂતિ વડે ચૈતન્યના પરમ
ગંભીર સ્વરુપનો પણ અંત પામી ગયો એટલે કે એનો પાર પામી
ગયો; એનું જેવું સ્વરુપ હતું એવું પોતાનું પોતામાં પરિપૂર્ણપણે
દેખવામાં જાણવામાં ને સ્પષ્ટ અનુભવમાં આવી ગયું. એ
આત્મસ્વરુપની ગંભીરતા અહા, વાણીમાં કેમ આવે
? એ
અનુભૂતિમાં જ સમાયેલી સ્પષ્ટ દેખાય, પણ વાણીમાં કહીએ ત્યારે
એમ લાગે કે અરે
! અનુભૂતિ કેટલી ઊંડી છે ને વાણી કેટલી સ્થૂળ
છે? રાગના વિચારમાં લઈએ ત્યારે પણ, જેવું અનુભૂતિમાં હતું
એવું તો તેમાં નથી આવતું; ઉપયોગમાં જ આવી શકે – અને તે
પણ સ્વસન્મુખ થયેલા ઉપયોગમાં આવી શકે. – એવું
આત્મસ્વરુપ ઘણું જ મહાન, ઘણું દિવ્ય, ઘણું સુંદર, ઘણું પવિત્ર છે.
એક વખત આત્મા સ્વસંવેદનમાં સાક્ષાત્ આવી ગયો પછી,
નિર્વિકલ્પ અનુભૂતિરુપ ઉપયોગ ભલે ન હોય તો પણ ઉપયોગ
રાગથી છૂટો પડેલો તો છે જ, તે ઉપયોગ એ સ્વસંવેદનમાં આવેલા
આત્માને ભૂલતો નથી; એ અનુમાનથી, વિચારથી, શાસ્ત્રના
અભ્યાસથી પણ, પોતે જાણેલી વસ્તુને ફરીફરીને યાદ કરી શકે છે.
।।૧૬।।

Page 150 of 237
PDF/HTML Page 163 of 250
single page version

background image
૧૫૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
પહેલાં આવો આત્માનો અનુભવ કરવા માટેની ઘણી ઊંડી
મુમુક્ષુતા જાગવી જોઈએ. મુમુક્ષુ થઈને આત્માનો અભ્યાસ કરે
અને ચૈતન્યરસનું ઘોલન કરે, એ ઘોલન કરતાં – કરતાં એનો
અનુભવ થાય છે, – એ જ એનો ઉપાય છે : –
(૧૭)
મુમુક્ષુતા જ્યાં જાગી સાચી આત્મની,
પરમ ઘોલન જ્ઞાન જ રસ ઘૂંટાય જો.
જ્ઞાન – જ્ઞાન બસ જ્ઞાન – જ્ઞાન હું એક છું,
અનંત ભાવો જ્ઞાનમહીં ઘોળાય જો.....
અહો, જ્યાં આત્માની સાચી મુમુક્ષુતા જાગી ત્યાં એને પોતાને
જે ભાવમાં શાંતિનું વેદન થાય – એવા ભાવનું જ ઘોલન વારંવાર
અંદર ચાલતું હોય છે. રાગનો રસ – કે જેમાં અશાંતિ છે એ
રાગનો રસ ઘૂંટવામાં એને મજા આવતી નથી, એમાં એનો ઉપયોગ
સંતોષ પામતો નથી, એટલે એનાથી ઉપયોગ ઊંચો ને ઊંચો રહે
છે; જેમ મન અમુક કામમાંથી ઊંચું થઈ જાય પછી એ કામમાં ચોંટે
નહિ, એમ એનો ઉપયોગ રાગાદિ અશાંતિમાંથી – પર ભાવોમાંથી
ઊઠી ગયો, પછી હવે એનું ઘોલન એને રહેતું નથી. એના
ઉપયોગના ઘોલનમાં, એની મુમુક્ષુતાના ઘોલનમાં એક પોતાનું
આત્મતત્ત્વ – કે જેમાં મારી શાંતિ ભરી છે – જેમાં મને સુખ લાગે
છે – એ જ મારું તત્ત્વ – તેને હું કેમ અનુભવું, ઈ તત્ત્વ કેવું છે
!
એમ વારંવાર ફરી – ફરીને એક જ ઘોલન, દિનરાત તન્મયતાથી,
લગનતાથી, ઉદાસીનતાથી, વૈરાગ્યથી, ઉત્સાહથી, પરમ પરમ
આદરભાવથી પોતાના ચૈતન્યરસનું ઘોલન, એનું શ્રવણ કરતાં કોઈ
મહાન મજા આવે, જ્ઞાની પાસેથી એનું વર્ણન સાંભળતાં આત્મા
એની પ્રાપ્તિ માટે ઉલ્લસી જાય. અંતરના વિચારમાં પણ વારંવાર

Page 151 of 237
PDF/HTML Page 164 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૧
જાણે હમણાં એ રસ ચાખી લઉં એમ લગન લાગે, એમ દિવસ
રાત, મહિનાઓ સુધી કે વર્ષો સુધી પણ ઘૂંટીઘૂંટીને એવું પાકું કરે
કે અંતે એની અનુભૂતિ થાય જ.
મુમુક્ષુ જીવ આત્માના ઘોલનમાં પાછો હઠે નહિ, એમાં થાકે
નહિ, કેમકે એમાં જ એને મજા આવે છે. ક્યાંય પણ શાંતિ જોઈતી
હોય, ક્યાંય પણ સુખ દેખાતું હોય તો એને પોતાના આત્માના
ઘોલનમાં દેખાય છે; બીજે ક્યાંય શાંતિનો કોઈ અંશ, શાંતિની કોઈ
ગંધ એને દેખાતી નથી, એટલે એનું ઘોલન એના ઉપયોગમાં કેમ
ટકે
? એને તો સૂતાં – જાગતાં દિવસે – રાતે એક જ ધૂન – એક
જ ઘોલન કે અહા! મારું આ ચૈતન્ય તત્ત્વ! જૈનધર્મમાં આવીને મને
સાંભળવા મળ્યું; એને પ્રાપ્ત કરવાની મને અભિલાષા જાગી,
સંતોએ મારા ઉપર કૃપા કરી કરીને મને વારંવાર એ સમજાવ્યું,
વારંવાર મને એનો અનુભવ કરવાનું કહ્યું; હવે મને એ બહુ જ
ગમ્યું, બહુ જ એમાં મજા આવી; બસ, તો હવે હું એનો અનુભવ
કરું – કરું....એમ ખૂબ જ ઘોલન ચાલતું હતું, વર્ષોથી
ચાલતું.....છેલ્લા કાળમાં તો ખૂબ જ, અતિશય ઘોલન ચાલતું;
ગિરનારતીર્થની યાત્રા વખતે, બીજા અનેક તત્ત્વના પ્રસંગોમાં, અનેક
વૈરાગ્યના પ્રસંગોમાં, સંસારના પ્રસંગોમાં, ચૈતન્યની સાધનાના
પ્રસંગોમાં, એમ સર્વ પ્રસંગોમાં ચૈતન્યરસની પુષ્ટિ કરતાં – કરતાં,
એવી પુષ્ટિની પરાકાષ્ટા થઈ કે એક ક્ષણે ચૈતન્યરસનો સ્વાદ,
સીધેસીધો સ્વાદ મેં ચાખ્યો.
– કેમકે જ્યાં મુમુક્ષુતા જાગે ત્યાં એના ભાવમાં એમ જ
આવે કે બસ, હું તો એક જ્ઞાન.....જ્ઞાન.....જ્ઞાન! એમ જ્ઞાનનું જ
ઘોલન! મારા જ્ઞાનમાં બીજું શું ભળી ગયું કે જેથી મને જ્ઞાનનો
સ્વાદ નથી આવતો? એમ બીજા ભાવોને શોધી શોધીને જ્ઞાનમાંથી
બહાર કાઢતો જાય, ને જ્ઞાનને જ્ઞાનરુપે કરતો જાય. એમ એક

Page 152 of 237
PDF/HTML Page 165 of 250
single page version

background image
૧૫૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
જ્ઞાનરસના ઘોલનથી જ આત્માની અનુભૂતિ થાય છે. જ્ઞાન પોતે
પોતામાં એવું ઘૂંટાય છે – એવું એકાગ્ર થાય છે કે અતીન્દ્રિય
અનુભૂતિ કરે છે, અને એમાં રાગનું વેદન છૂટું પડી જાય છે. ।।૧૭।।
(૧૮)
જ્ઞાનસ્વાદને ફરી ફરીને ઘૂંટતાં.....
રાગ તણા સૌ રસડા છૂટી જાય જો;
જ્ઞાનમગ્ન થતાં જે શાંતિ જાગતી,
વિકલ્પો ત્યાં સરવે ભાગી જાય જો.....
અહો, જ્ઞાનનો સ્વાદ રાગથી જુદો, અતીન્દ્રિય સ્વાદ, એને ઘૂંટતાં
– ઘૂંટતાં રાગનો રસ છૂટી જાય છે અને જ્ઞાનની સાથે કોઈ એવી અપૂર્વ
શાંતિ આવે છે કે જ્યાં કોઈ વિકલ્પને અવકાશ રહેતો નથી. એ જ્ઞાનમાં
કેવી શાંતિ હોય તે ૧૯ મા પદમાં બતાવ્યું છે. ।।૧૮।।
(અહો, સ્વાનુભૂતિનું વર્ણન ચાલે છે. આ આત્માને કોઈ
અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ; તે આનંદની અનુભૂતિનું વારંવાર
ઘોલન કરવા માટે આ પદરચના છે. આ રચનાનો શરુઆતનો
મોટો ભાગ, શ્રીમદ્ રાજચંદ્રના જન્મધામ વવાણીયાક્ષેત્રમાં ‘પોષ
સુદ પૂનમ’ના રોજ લખાયેલ છે; બીજો કેટલોક ભાગ સોનગઢ –
અનુભૂતિધામમાં લખાયેલ છે; અને બાકીના ભાગની પૂર્ણતા
ગીરનાર – સિદ્ધક્ષેત્રમાં અત્યંત વૈરાગ્યભાવનાના વાતાવરણમાં
થયેલી છે – જેઠ સુદ ત્રીજ વીર સં. ૨૪૯૯ના રોજ, અને પછી
આ પદોનો ભાવાર્થ સોનગઢમાં વીર નિર્વાણના અઢીહજારવર્ષીય
ઉત્સવ દરમિયાન લખાયેલ છે. તેમાં ૧૮ શ્લોક આપણે ભાવનારુપે
બોલ્યા, હવે ૧૯ મા શ્લોક દ્વારા સ્વાનુભૂતિનો મહિમા સાંભળો
!)

Page 153 of 237
PDF/HTML Page 166 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૩
(૧૯)
અહો, જ્ઞાન તો સ્વયં શાંતિ સ્વરુપ છે,
આનંદમય ને ધીર વીર ઉદાર જો.
જ્ઞાનમાં નહીં – દુઃખ અશાંતિ સંભવે,
જ્ઞાન તો છે સ્વયં આતમ દેવ જો.....
અહો, ચૈતન્યસન્મુખ જે જ્ઞાન થયું, આખાય સંસારનો સંબંધ
તોડીને, ઇંદ્રિયોનો સંબંધ તોડીને, રાગાદિ પરભાવનો સંબંધ તોડીને,
જે જ્ઞાન પોતાના અગાધ ચૈતન્યમહિમાને પકડતું, એની શાંતિને
વેદતું એમાં તન્મય થયું, – એ જ્ઞાન, એની ધીરતાની શી વાત
!
એની વીરતાની શી વાત! અને એની ઉદારતાની શી વાત!!
જગતના કોઈ પ્રસંગથી જે ડગે નહિ; જેની વીરતા – એટલે
પરભાવોથી ભિન્ન પોતે પોતાની ચેતનારુપે પરિણમીને મોક્ષને
સાધવું – એવી જે વીરતા, – મહાવીર ભગવાન જેવું વીરપણું એ
જ્ઞાનમાં પ્રગટયુ છે; અને તે જ્ઞાન ઉદાર છે, એટલું મોટું અને
મહાન છે કે જે સિદ્ધ ભગવાન જેવો પોતાનો અપાર ચૈતન્યસ્વભાવ,
અનંત ગુણગંભીર ચૈતન્યસ્વભાવ એ આખાય સ્વભાવને એક સાથે
પોતે પોતાના જ્ઞાનમાં સ્વીકારી લ્યે છે, અને એના સિવાયના સમસ્ત
પરભાવો, સમસ્ત પર પદાર્થો, આખા જગતની બાહ્યવિભૂતિ, એને
પોતાથી બહાર પરદ્રવ્યપણે જાણીને એકદમ એનું મમત્વ છોડી દે
છે. આવું પરમ ભેદજ્ઞાન સ્વાનુભૂતિ વખતે થઈ જાય છે; અને ત્યાર
પછી સદાકાળ એવું જ આત્મિક જીવન વર્ત્યા કરે છે. અહો, એ
જીવનની શી વાત
! એમાં જે અપૂર્વ શાંતિ છે એની શી વાત! જેમાં
કોઈ અશાંતિ કદી સંભવી શકતી નથી; જેટલી શાંતિ થઈ એ સાધક
ભાવની શાંતિમાં કદી અશાંતિ આવતી નથી; એટલી શાંતિ તો એને
સર્વ પ્રસંગે, કોઈ પણ ઉપયોગ વખતે, કોઈ રાગદ્વેષના પરિણામ

Page 154 of 237
PDF/HTML Page 167 of 250
single page version

background image
૧૫૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
વખતે, ક્રોધાદિ ભાવ વખતે, શુભાશુભભાવ વખતે પણ વર્ત્યા જ
કરે છે.
– આવા શાંતિસ્વરુપ આત્મદેવને અહો! મેં મારી
સ્વાનુભૂતિમાં સ્વયં સાક્ષાત દેખ્યા.....એની અદ્ભુતતાની શી વાત!
જે આત્મતત્ત્વ માત્ર અતીન્દ્રિયજ્ઞાનથી જ પકડાઈ શકે, અને
પંચપરમેષ્ઠીની પંક્તિમાં જે બેસી શકે, – એવી જેની દશા થઈ
ગઈ તે અનુભૂતિસ્વરુપ આત્માની શી વાત
!! ।।૧૯।।
સ્વાનુભૂતિનો જય હો.
સ્વાનુભૂતિસ્વરુપ આત્મદેવનો જય હો.
(૨૦) – (૨૧)
અદ્ભુત – અદ્ભુત – અદ્ભુત વૈભવ જ્ઞાનમાં,
અનંત ખોલ્યા સ્વાનુભૂતિના દ્વાર જો;
ચેતનજાતિ સાચી આત્માની જાત છે,
કેવળીમાં ને મુજમાં કો નહીં ફેર જો.....
કેવળજ્ઞાન છે ચેતન કેરી જાતનું,
મુજ મતિ છે ચેતન કેરી જાત જો;
બંને જાત સજાત, રાગ કજાત છે,
જાતિભેદનું સાચું છે આ જ્ઞાન જો.....
અહો, અદ્ભુત – અદ્ભુત છે આત્માનો વૈભવ! એ જ્ઞાનમાં
ખીલી ગયો. સ્વાનુભૂતિ વડે, સ્વાનુભૂતિના દરવાજા દ્વારા અનંત
ચૈતન્યવૈભવમાં આત્મા દાખલ થઈ ગયો; પોતાના નિજનિધાન,
પોતાનો અપાર નિજવૈભવ, જેની અદ્ભુતતા સંતો પણ વખાણે છે,

Page 155 of 237
PDF/HTML Page 168 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૫
જેની અદ્ભુતતા – અચિંત્યતાનો કોઈ પાર નથી – એની અનુભૂતિ
થઈ. તે આત્મિક અનુભૂતિમાં જે જ્ઞાન થયું, – ભલે મારું જ્ઞાન
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તોપણ, તે જ્ઞાન કેવળી ભગવાનની
જાતિનું જ છે; ચેતનભાવ તરીકે, રાગથી ભિન્ન અતીન્દ્રિય
આનંદભાવ તરીકે મારું જ્ઞાન અને કેવળી ભગવાનનું જ્ઞાન એક જ
જાત છે, એ જ આત્માની સાચી જાત છે. એ જાત અપેક્ષાએ કેવળી
ભગવાનમાં ને મારામાં કાંઈ પણ ફેર નથી – નથી.
કેવળજ્ઞાન અને મતિ શ્રુતજ્ઞાન એ રાગથી જુદા પડેલા છે; એ
બંને એક – સજાતિ છે, અને રાગ એ બંનેથી વિરુદ્ધ કજાત છે.
એટલે જેમ કેવળજ્ઞાનથી રાગ જુદો છે તેમ મારા સ્વસંવેદનમાં મતિ
– શ્રુતજ્ઞાનથી પણ રાગ જુદો જ છે; જ્ઞાન અને રાગના જાતિભેદનું
આવું અત્યંત સાચું જ્ઞાન એ સ્વાનુભૂતિમાં થયું છે. કેવળજ્ઞાનને
અને મારા મતિજ્ઞાનને જાતિભેદ નથી, પરંતુ મતિજ્ઞાનને અને
રાગને જાતિભેદ છે. આમ રાગ અને જ્ઞાનની અત્યંત ભિન્નતા, –
અત્યંત જુદાપણું, બંનેના સ્વાદનું એકબીજાને જરાપણ ન અડે એવું
જુદાપણું – એ સ્વસંવેદન વડે ખ્યાલમાં – જ્ઞાનમાં – અનુભૂતિમાં
આવે છે, અને ત્યારે પોતે પોતાના આત્માને કેવળજ્ઞાન જેવા જ
આનંદસ્વરુપે અનુભવે છે; અને ત્યારથી તે કેવળીભગવાનના
માર્ગમાં, કેવળી ભગવાનની નાતમાં દાખલ થઈ ગયો.....એટલે કે
જગતમાં જિનેશ્વરદેવનો લઘુનંદન થઈ ગયો. ।।૨૦ – ૨૧।।
(૨૨)
‘‘ચેતન – વેદન વેદ્યું અશરીર ભાવથી’’
(આ શરીરમાં બેઠો, છતાં અશરીરી થઈને પોતે પોતાને
વેદ્યો, એવું વેદન કોઈ અદ્ભુત હોય છે – )

Page 156 of 237
PDF/HTML Page 169 of 250
single page version

background image
૧૫૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
ચેતનવેદન વેદ્યું અશરીર ભાવથી
જ્ઞાનધારા છે એ તો સિદ્ધસદ્રશ જો.....
દેહાતીત ને રાગાતીત એક ભાવમાં
ડોલી રહ્યા છે આ જ્ઞાતા – દ્રષ્ટા દેવ જો.....
અહો, સિદ્ધભગવાન જેમ શરીરથી છૂટા ચૈતન્યભાવમાં
મહાલી રહ્યા છે તેમ સ્વસંવેદનમાં વર્તતો આ આત્મા પોતાના
અશરીરી ચૈતન્યવેદનમાં મહાલી રહ્યો છે. સિદ્ધ ભગવંતના
અશરીરી ભાવમાં, અને આ આત્માના સ્વસંવેદનરુપ
અશરીરીભાવમાં, કાંઈ ફેર નથી. અને આવું સ્વસંવેદન કરેલા
મુનિભગવંતો, અરિહંત ભગવંતો, કેવળી ભગવંતો – ભલે શરીર
– સંયોગની વચ્ચે રહ્યા હોય તોપણ – એમનો આત્મા અશરીરી
ભાવે મુમુક્ષુને નજરે દેખાય છે.....કે અહો
! આ ધર્માત્માઓ, આ
મુનિવરો, આ અરિહંતો અશરીરી ભાવે વર્તી રહ્યા છે; એમની
શાંતિ અશરીરી છે; એમને શરીર સાથે કે શરીર સંબંધી કોઈ
પદાર્થો સાથે આત્માની એ શાંતિનો સંબંધ જરાય નથી. એવી શરીર
અને રાગાદિ સાથે સંબંધ વગરની ચૈતન્યશાંતિ આત્માના
સ્વસંવેદનમાં થઈ ત્યારે અદ્ભુત જ્ઞાનધારા ખીલી, અને એ
જ્ઞાનધારાના બળે આ આત્મા પોતે પોતાને સિદ્ધસમાન જ
અનુભૂતિમાં આવ્યો. એ અનુભૂતિનો એક એકત્વભાવ છે તે ભાવ
દેહથી પાર અને રાગથી પણ પાર છે. જ્યાં દેહ અને રાગનો સંયોગ
કાઢી નાંખો, એનાથી છૂટા ચૈતન્યભાવપણે આત્માને દેખો, ત્યાં
આત્મા પોતાના એકત્વમાં જ દેખાય છે. એ વખતે ભલે એના
ચેતનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધુંય છે પણ એના એકત્વમાં એ બધું
સમાઈ ગયું છે, અને જ્ઞાતાદ્રષ્ટા આત્મરામ ચૈતન્યભાવે પોતાના
એકત્વમાં ડોલી રહ્યા છે. ।।૨૨।।

Page 157 of 237
PDF/HTML Page 170 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૭
(૨૩)
અદ્ભુત કેવો ચૈતન્યરસ આ આત્મનો,
સર્વે ક્લેશો એનાથી અતિ દૂર જો.....
ભવભ્રમણ છૂટયા ને ડંકા વાગિયા,
મોક્ષપુરીના સુખડા દીસે નજીક જો.....
અહા, આ ચૈતન્યનો રસ.....જે ઘૂંટતા – ઘૂંટતા પણ
સંસારના ક્લેશ દૂર થઈ જાય છે.
‘દૂર થઈ જાય છે ને!’ ...‘હા.’
કાંઈ યાદ આવે છે દુનિયાના ક્લેશ? ‘ના’
– આમ સંસારના ક્લેશથી દૂર જઈને, ચૈતન્યરસને ઘૂંટતાં
કોઈ ચિંતા રહેતી નથી. એ ચૈતન્યરસનું જે સાક્ષાત્ વેદન થયું...એ
વેદનમાં સંસારનો કોઈ રસ, કોઈ નામનિશાન કેમ હોય
?
‘‘વાહ!’’ મોક્ષનું મંદિર હવે આ નજીક જ દેખાય છે....કેમકે
સુખના ઘંટ સંભળાય છે. જેમ ક્યાંક મહાન તીર્થમાં જતા હોઈએ,
પહેલાં તે ન જોયું હોય, પણ નજીક જઈએ ને મંદિરના ઘંટ
સંભળાય ત્યાં આત્મા ઉલ્લાસમાં આવી જાય કે અહો, મંદિર
નજીકમાં આવી ગયું; એમ જ્યાં આત્માનું સ્વસંવેદન થયું ત્યાં
સ્વાનુભૂતિના આનંદમાં મોક્ષપુરીના મંદિરના સુખના ડંકા
‘ધણણ....ધણણ’ કરતાં અંદર સ્પષ્ટ સંભળાયા, કે વાહ
! મોક્ષનું
સુખ એકદમ નજીક આવ્યું....એનો નમૂનો આવી ગયો. જેમ ઓલા
ઘંટનો નાદ ઇન્દ્રિયજ્ઞાન દ્વારા કાને પડી ગયો તેમ મોક્ષસુખનો
નમૂનો અતીન્દ્રિયજ્ઞાન દ્વારા, ચૈતન્યના અનહદ નાદરુપી ઘંટ દ્વારા,
અંદર આત્માના સ્વસંવેદનમાં આવી જાય છે.
આ ચૈતન્યરસની ભાવના ભાવતાં સંસારના ક્લેશો –

Page 158 of 237
PDF/HTML Page 171 of 250
single page version

background image
૧૫૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
વિચારો દૂર થઈ જાય છે, એની પાસે સંસારના કોઈ ક્લેશ નજીક
પણ નથી આવી શકતા; એટલી બધી ભિન્નતા છે કે જ્યાં
ચૈતન્યભાવના હોય ત્યાં નજીકમાં કોઈ ક્લેશભાવો આવી શકતા
નથી. આવો જ ચૈતન્યનો કોઈ અલિપ્ત સ્વભાવ છે. આ સ્વભાવને
જ્યાં સ્વસંવેદનમાં લીધો ત્યાં, ભવભ્રમણના અનાદિના જે દુઃખો
હતા તેના વેદનથી આત્મા છૂટી ગયો. – જેનાથી કદી છૂટો નહોતો
પડયો, એનાથી એવો છૂટો પડયો ને એવું મોક્ષનું સુખ સ્વાદમાં
આવ્યું કે વાહ, આ સુખ
! અને અત્યારે આ પહેલી જ વખત આ
ભવમાં થયું. અનંત – અનંત ભવના અવતારમાં આવુ સુખ કદી
પણ ચાખેલું નહીં, તે આજે જ્યારે સ્વાનુભૂતિ થઈ ત્યારે પહેલી જ
વખત મને વેદનમાં – અનુભવમાં આવ્યું. એ વેદનમાં આવતાં
મોક્ષના ડંકા વાગ્યા. મોક્ષના ભણકારા આવ્યા. અરે, મોક્ષ થશે કે
નહિ – એ પ્રશ્ન જ હવે રહેતો નથી. મોક્ષ થવા જ
માંડયો.....મોક્ષની નજીક હું આવી જ ગયો. હવે તો ડંકા – નિશાન
વાગવા માંડયા.....હવે એ દૂર કહી શકાય નહિ, હવે તો આવી જ
ગયા કહેવાય.
આવી સ્વસંવેદનની અદ્ભુત અલૌકિક દશા છે.
(અત્યારે કુદરતે ડંકા ને વાજાં વાગતા સંભળાયા.)
‘અહો, સ્વાનુભૂતિનું આવું મજાનું વર્ણન! કેવી મજા આવે છે
તે સાંભળવામાં!!’ ‘અહાહા, બહુ જ મજા આવે છે.....આવી
સ્વાનુભૂતિની વાત સાંભળતાં કોને મજા ન આવે!! તમે તો સાક્ષાત્
અનુભવી રહ્યા છો.....ને અમનેય સાંભળતાં એમ થાય છે કે
અહાહા, અત્યારે જ આવો સ્વાનુભવ લઈ લઈએ
!’

Page 159 of 237
PDF/HTML Page 172 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૯
– આ રીતે આત્માની અનુભૂતિને સાધવા માટે મુમુક્ષુને
ઉલ્લાસ હોય છે.....તે સાધવા માટે આત્માના એકત્વમાં આવવું પડે
છે. જગતના સંગથી એકદમ દૂર, ને એકદમ એકલો થઈ,
એકત્વમાં આવી પોતાના આત્માની અંદર જ્ઞાનમાં વેદનમાં ને
શાંતિમાં આવવું એ જ સાચી અનુભૂતિની રીત છે. સામાન્યપણે
દુનિયામાં પણ દેખાય છે કે જ્યારે ચૈતન્યના એકત્વની ભાવના
ભાવતા હોઈએ ત્યારે બીજા કોઈનો સંગ એમાં પાલવતો નથી, તો
અંતર્મુખ થઈને સાક્ષાત્ અનુભૂતિ કરવી તેમાં જગતમાં કોઈની
અપેક્ષા નહિ – પણ જગતથી એકદમ દૂર – દૂર થઈને એટલે કે
એકદમ આત્મામાં ઊંડો – ઊંડો ઊતરીને, એકલો થઈ એટલો બધો
ઊંડો ઊતરી જાઉં કે જેમાં પોતાના આત્મા સિવાય બીજું કોઈ આવી
જ ન શકે. આમ એકત્વમાં આવીને આત્માની અનુભૂતિ થાય છે.
આત્માનું આવું એકત્વ દેખાડતાં, આપણા કુંદકુંદસ્વામી
સમયસારમાં કહે છે કે : હું મારા સમસ્ત આત્મવૈભવથી –
અનુભૂતિથી, સર્વજ્ઞના દિવ્યધ્વનિથી, આગમથી, યુક્તિથી,
શ્રીગુરુના પ્રસાદથી મને જે શુદ્ધાત્માનું જ્ઞાન મળ્યું છે તે સમસ્ત
આત્મવૈભવથી – હું આ સમયસારમાં....‘શું દેખાડીશ
?’ – કે
આત્માનું એકત્વસ્વરુપ દેખાડીશ. એટલે આત્માના એકત્વને પામવું,
– તે એકત્વમાં પછી ભલે પોતાના અનંત ગુણ – પર્યાયો સમાયેલા
હોય, તે એકત્વમાં ભલે પોતાના અનંત ચૈતન્યસ્વભાવો ભરેલા
હોય, પણ બીજા કોઈનો સંગ નહિ, એટલે બીજા કોઈ ભાવનો
એમાં સ્પર્શ નહિ, – આવા એકત્વનું વેદન તે આ સમયસારનો
સાર છે, તે અમારો ઉપદેશ છે.
અમે આચાર્ય થઈને શાસનના
જીવોને આજ્ઞા કરી હોય તો આ એક જ આજ્ઞા કરી છે કે
હે જૈનશાસનના જીવો્ર! તમે તમારા એકત્વ આત્માનો અનુભવ

Page 160 of 237
PDF/HTML Page 173 of 250
single page version

background image
૧૬૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
કરો. શુદ્ધ આત્માની અનુભૂતિ તે જ જૈનશાસન છે, તે જ
પંચપરમેષ્ઠી ભગવંતોની આજ્ઞા છે, તે જ પંચપરમેષ્ઠી
ભગવંતોનો ઉપદેશ છે, તે જ આત્માનું ઇષ્ટ છે, ને તે જ
મુમુક્ષુનું કર્તવ્ય છે. ।।૨૩।।
આવું એકત્વ થતાં આત્મામાં શું થાય છે.....તે જુઓ –
(૨૪)
એકલડો થઈ આવ્યો શાંતિધામમાં,
દીઠું અદ્ભુત આશ્ચર્યમય સુખધામ જો;
નાટકમાં છૂટયા રે ભેષ ભવ – દુઃખનાં,
ધાર્યો સાચો ચિદાનંદ મૂળ ભેષ જો...
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મમાં...
સમયસારમાં અનાદિ અનંત આત્માના નાટક તરીકેના બધા
વેષ બતાવ્યા છે; નાટકમાં કાંઈ બધા વેષ ખરાબ જ હોતાં નથી,
કેટલાક ખરાબ વેષ હોય, કેટલાક દુઃખના વેષ હોય, તેમ કેટલાક
સારા – સુખના વેષ હોય, કોઈ સાધુના વેષ હોય, કોઈ વૈરાગ્યના
વેષ હોય, કોઈ રાજાના કે ભગવાનના વેષ હોય, એમ અનેક
જાતના વેષ નાટકમાં હોય છે; તેમ આ ચૈતન્યતત્ત્વમાં પરિણામોનું
જે વિચિત્ર નાટક ચાલી રહ્યું છે તે નાટકમાં, પહેલાં અજ્ઞાનદશામાં
અનુભૂતિ ન થઈ ત્યાંસુધી તો દુઃખનાં જ નાટક હતા, દુઃખનાં જ
વેષ હતાં, દુઃખનું જ વેદન હતું, હવે જ્યાં સાચી આત્મઅનુભૂતિ
થઈ, સંતોના પ્રતાપે સુખનો સ્વાદ આવ્યો, ત્યાં આખો વેષપલટો
થઈ ગયો. જેમ એક વેષ ભીખારીનો હોય ને એ જ માણસ ક્ષણમાં
જ બીજા વેષમાં રાજા થઈને આવે, તે આખોય પલટી જાય, તેમ આ
આત્માને સ્વાનુભૂતિ થતાં ભીખારી જેવા ભવદુઃખનાં વેષ પલટી

Page 161 of 237
PDF/HTML Page 174 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૧
ગયા, એ ખરાબ ભેષ છૂટી ગયા, ને ચિદાનંદરાજા, જગતના
મહારાજા, પોતાના સર્વોત્કૃષ્ટ ચૈતન્યરાજાના સાચા વેષમાં પ્રગટ
થયા : મારો સાચો વેષ, મારું અસલી સ્વરુપ તો આ જ છે.
નાટકમાં એકવાર ભીખારીનો વેષ હતો પણ ખરેખર તો હું રાજા
છું, આ મારો સ્વાભાવિક વેષ છે; કોઈ બનાવટી, ઉપરથી પહેરેલો
આ વેષ નથી. – આમ પોતાની ચૈતન્યઅનુભૂતિ થતાં પોતાના
સાચા વેષનું – પોતાના સાચા સ્વરુપનું અંતરમાં જ્ઞાન થાય છે; ને
અંતરના સાચા વેષનું જ્ઞાન થયા પછી ઉપરના ખોટા ભીખારી જેવા
વેષને એ જીવ ફરીને કદી ધારણ કરતો નથી.
જ્યાં આત્મા પોતાના એકત્વમાં આવ્યો, ત્યાં એવું નથી કે
એકત્વમાં ન ગમે કે ઉદાસીનતા થાય. એકત્વમાં તો મહાન શાંતિ
છે, એકત્વમાં મહાન આનંદ છે, ને એકત્વમાં ચૈતન્યવૈભવનો
એટલો બધો અદ્ભુત ઢગલો દેખાય છે કે આત્મા આશ્ચર્ય પામી
જાય છે.....આશ્ચર્યથી પણ વધારે, એટલે કે આશ્ચર્યથી પણ પાર
એવી કોઈ અદ્ભુત ભૂમિકા એના અંતરમાં પ્રગટી જાય છે. એ
સ્વાનુભૂતિમાં જે આનંદ છે એ તો આશ્ચર્યથી પણ પાર છે, એટલે
કે ત્યાં આશ્ચર્ય કરવાપણું પણ રહેતું નથી. જેમ કેવળી ભગવાનને,
બારમાગુણસ્થાને વીતરાગતા થયા પછી કેવળજ્ઞાન થતાં જગતમાં
કદી નહિ જોયેલા એવા અનંતા પદાર્થો કેવળજ્ઞાનમાં દેખાય છે, પણ
ત્યાં આશ્ચર્યનો કોઈ અવકાશ નથી.....કે અહો, મેં આવું દેખ્યું
!
.....અહો, મને આવું કેવળજ્ઞાન થયું! એવા આશ્ચર્યનો કેવળીને
કોઈ અવકાશ જ નથી, કેમકે એમના કેવળજ્ઞાનની ભૂમિકા
આશ્ચર્યથી પણ કોઈ પાર.....પાર થઈ ગઈ છે. એવી જ
સ્વાનુભૂતિની ભૂમિકા – નિર્વકલ્પદશા, એમાંય આશ્ચર્યને કોઈ
અવકાશ નથી; આશ્ચર્યથી પણ પાર, આત્મા પોતે શાંતિના બરફમાં

Page 162 of 237
PDF/HTML Page 175 of 250
single page version

background image
૧૬૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
ઠરી જાય છે.....ત્યાં કોઈ વિકલ્પના ઉત્થાનનો અવકાશ નથી. આવી
અદ્ભુત દશા, આવો ચૈતન્યનો સ્વાભાવિક સાચો વેષ સ્વાનુભૂતિના
પ્રતાપથી થયો; એ સ્વાનુભૂતિ કુંદકુંદસ્વામી જેવા વીતરાગી સંતોના
પ્રતાપથી આ આત્મા પામ્યો. અહો સંતો
! અહો, કુંદકુંદસ્વામી
વગેરે વીતરાગી સંતો! તમને મારા આત્માના અસંખ્યપ્રદેશમાં
ભક્તિભીના ચિત્તથી હું નમસ્કાર કરું છું. ।।૨૪।।
સ્વાનુભૂતિ થતાં આખો આત્મા જ જાણે નવો થઈ જાય
છે.....એકદમ આખો આત્મા પલટી જાય છે; એના બધા ભાવો,
એની દશાઓ પલટી જાય છે. – શું થાય છે.....
?
(૨૫)
પરિવર્તન પામ્યો રે આત્મિક ભાવનું,
નુતન ધાર્યો આનંદમય અવતાર જો;
અહો જીવન સુખી બન્યું છે માહરું,
અતિશય તૃપ્તિ નિજરસમાં વેદાય જો.....
જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં શું થયું? કે આત્મા –
અજ્ઞાનમાંથી જ્ઞાની થયો;
ઉનામાંથી ઠંડો થયો;
આકુળતામાંથી નિરાકુળ થયો;
અશાંતિમાંથી શાંત થયો;
અનાત્મા હતો, આસ્રવ – બંધરુપ હતો, સંસારરુપ હતો, એને
બદલે હવે સંવર – નિર્જરારુપ થયો, મોક્ષભાવરુપ થવા લાગ્યો.

Page 163 of 237
PDF/HTML Page 176 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૩
– આમ આખો પલટો થઈ જાય છે.
જેમ એક ભવ પૂરો થઈને બીજો કોઈ અદ્ભુત નવો ભવ
ધારણ કરે, – છતાં ત્યાં તો સંસારના ચારે ભવો એકબીજાની
જાતના છે જ્યારે આ તો અનાદિકાળના મિથ્યા – વિપરીતભાવો
દૂર કરીને ચૈતન્યનો એક અદ્ભુત નવો જ આનંદમય અવતાર
આત્માએ ધારણ કર્યો. આત્મા પોતે જ આનંદસ્વરુપે
અવતર્યો.....પરિણમ્યો. અહો, આવી સ્વાનુભૂતિ થઈ ત્યારે બસ
!
હવે મારું જીવન સુખી બન્યું.....સદા કાળને માટે આ આત્મા હવે
સુખી બન્યો, હવે સદાકાળ સુખથી હું મારા સ્વરુપમાં.....મારા
આત્મામાં પોતાથી જ તૃપ્ત – તૃપ્ત સંતુષ્ટ છું. – આમ પોતાના
આત્માની અનુભૂતિ થતાં પોતાને ખાતરી થઈ જાય છે. અરે,
અનાદિકાળથી અનંત ભવોમાં જે દુઃખ ભોગવ્યાં હશે એની તો શી
વાત
! પરંતુ આ એક ભવમાં પણ જીવે અનેક – અનેક પ્રકારનાં
દુઃખો ભોગવ્યાં છે; અનેક પ્રકારનાં સંકલ્પ – વિકલ્પો, અનેક
પ્રકારનાં માન – અપમાનનાં દુઃખો, અનેક પ્રકારનાં સંયોગ –
વિયોગનાં દુઃખો, – એવા ઘણાં ભયંકર દુઃખો – કે જેમાં નરક
જેવી વેદના પણ લાગતી હોય – એવા દુઃખો પણ જીવ ભોગવી
ચુક્યો છે, પણ જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં આખો આત્મા ધોવાઈ
ગયો; દુઃખ અને પાપનું નામનિશાન જ્યાં રહેતું નથી; એકલું
ચૈતન્યસુખ
! સુખમય જીવન જ છે.....અહો, હું સુખી છું, સુખ જ
મારું સ્વરુપ છે, હવે આ જગતમાં મારે માટે કાંઈ દુઃખરુપ છે જ
નહિ. આમ, સ્વાનુભૂતિ થતાં આત્માના આખા જીવનમાં એક
મહાન પરિવર્તન થઈ ગયું. ।।૨૫।।

Page 164 of 237
PDF/HTML Page 177 of 250
single page version

background image
૧૬૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૨૬)
આરાધાના જાગી છે આત્મ સ્વરુપની,
પરમેષ્ઠીનો મળ્યો સત્ય પ્રસાદ જો;
અનંત રહસ્યો ખુલ્યા આત્મસ્વરુપના,
પરમ ગંભીર ચૈતન્યરસ વેદાય જો.....
અહો, આત્મામાં આરાધના જાગી, પંચપરમેષ્ઠી ભગવાનનો
સાક્ષાત્ પ્રસાદ મળ્યો; ભગવાન કાંઈ ખાવાનું તો આપે નહિ,
ભગવાન પાસે તો અતીન્દ્રિય આનંદ છે, એવો આનંદ તે
ભગવંતોના પ્રસાદથી આ આત્માને મળ્યો, એ જ પંચપરમેષ્ઠીનો
સાચો પ્રસાદ છે. આત્માની સ્વાનુભૂતિમાં તેનો સ્વાદ આવે છે અને
આત્મસ્વરુપના અનંતા રહસ્યો તેમાં ખુલી જાય છે. ‘આત્મા કેવો
હશે
! એનું સુખ કેવું હશે! એની ગંભીરતા કેવી હશે! એનાં ગુણો
કેવા હશે! એની પર્યાયો કેવી હશે! એનું અનાદિઅનંતપણું કેમ
હશે?’ – એવા જે આત્માના અનંતા રહસ્યો, એ બધાય
સ્વાનુભૂતિમાં ખુલી જાય છે; અને ત્યાં એકલો પરમ ગંભીર
ચૈતન્યરસ પોતે પોતામાં એકલા – એકલા ઘૂંટાય છે. જેમ દરિયો
– એકલા અગાધ – અગાધ પાણીથી ભરેલો આખો દરિયો, એનું
પાણી પોતામાં ને પોતામાં હીલોળા માર્યા કરતું હોય; એમ
આત્માનો પરમ ગંભીર ચૈતન્યરસ, એ ચૈતન્યરસનો સમુદ્ર પોતે
પોતામાં ને પોતામાં હીલોળા માર્યા કરે છે. આવી અદ્ભુત
આરાધના સ્વાનુભૂતિમાં જાગી છે. ।।૨૬।।

Page 165 of 237
PDF/HTML Page 178 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૫
(૨૭)
સ્વાનુભૂતિ પ્રકાશી જ્યારે આત્મમાં,
સિદ્ધપદ જાણે આવી મળ્યું સાક્ષાત જો;
ચૈતન્યતેજ તો ખીલ્યું આત્મિક ભાવથી,
મોહતણું ત્યાં મળે ન નામનિશાન જો.
આત્મા જ્યાં સ્વાનુભૂતિથી ઝળક્યો ત્યાં જાણે સિદ્ધપદ
ખીલ્યું, ચૈતન્યતેજ પોતાના અનંત કિરણોથી ખીલી ઊઠયું. આત્મિક
ચમકાર જેમ વીજળી ઝબકે એમ ભેદજ્ઞાનથી ઝબકી ઊઠયો; ત્યાં
હવે અંધકાર – મોહનું નામનિશાન કેમ હોય
? આવી અદ્ભુત
સ્વાનુભૂતિ આત્મામાં પ્રકાશે છે, ત્યારે મોક્ષના દરવાજા ખૂલે છે,
આત્મા આરાધક થાય છે.
– આ તો વર્ણન છે, – તો એ અનુભૂતિનો જે સાક્ષાત્
સ્વાદ....એની તો શી વાત કરવી? ‘‘વાહ!’’ ।।૨૭।।
(૨૮)
મગ્ન થયો હું નિજાનંદની ધૂનમાં,
દુનિયા સારી લાગે છે અતિ દૂર જો;
ચિત્ત ચોંટયું છે એક જ ચૈતન્યધામમાં,
બીજું તો સૌ લાગે અપરિચિત જો.
આ સ્વાનુભૂતિની ભાવના ભાવીએ છીએ તો દુનિયા કેટલી
આઘી – આઘી લાગે છે! ‘‘આહાહા, જે સાંભળતાં આવું અદ્ભુત
લાગે છે તો સાક્ષાત્ અનુભવની શી વાત!!’ આત્મામાં ઊતરે તો,
દુનિયા ભલે છે નજીક ક્ષેત્રથી, પણ પોતાથી તો જાણે ક્યાંય દૂર દૂર
ચાલી ગઈ હોય, અથવા દુનિયાથી પોતે ક્યાંય અગોચર ધામમાં

Page 166 of 237
PDF/HTML Page 179 of 250
single page version

background image
૧૬૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
દૂર દૂર ચાલ્યો ગયો હોય.....કે જ્યાં ન તો પોતાને દુનિયા દેખાય,
કે ન દુનિયા પોતાને દેખે.
ગુપ્ત સ્થાનમાં (એકાંત ભાવમાં) બેઠો બેઠો ચૈતન્યની ધૂનમાં
ચડી જાય તો આની ચૈતન્યધૂનમાં શું ચાલી રહ્યું છે એને દુનિયા
ક્યાં દેખે છે
? દુનિયા આને દેખતી નથી, કેમકે આ તો દુનિયાથી
દૂર પોતાના અંદરની ગુફામાં ક્યાંક ચાલ્યો ગયો છે; ને પોતે
પોતાના ચૈતન્યની ધૂનમાં હોય ત્યારે દુનિયામાં શું બની રહ્યું છે, –
કે દુનિયા કેમ ચાલે છે – એનું પોતાને ક્યાં લક્ષ છે
? – દુનિયા
તો ક્યાંય દૂર દૂર છે એટલે કે દેખાતી જ નથી.
– આમ આત્માના એકત્વમાં આવીને પોતે પોતાના
આનંદની ધૂનમાં મગ્ન થાય ત્યાં અંદર શાંતિ આવવા માંડે, આનંદ
આવવા માંડે, આત્માની ધૂન વધતી જાય. એ વધતાં – વધતાં
ચૈતન્યતત્ત્વ એકદમ પરિચિત થઈ જાય કે અહો, આ ચૈતન્યતત્ત્વ તો
મારું જાણીતું છે, આ ચૈતન્યની સાથે તો હું સદાકાળ રહું જ છું, આ
તો સદાય મારી સાથે જ છે; આમ આત્મતત્ત્વ એને પરિચિત થઈ
જાય છે. અને દુનિયા એટલી બધી અપરિચિત થઈ જાય છે કે એની
સાથે જાણે મારે કાંઈ સંબંધ જ નથી; આ દુનિયા કોણ છે, શું છે,
– એનો મને જાણે કાંઈ પરિચય જ નથી; એ દુનિયાથી મારે કોઈ
પરિચય, કોઈ રાગ – દ્વેષનો સંબંધ, એની સાથે કાંઈ લેવું દેવું –
એવું કાંઈ છે જ નહીં, એનાથી સર્વથા ભિન્ન એવું મારું ચૈતન્યધામ
– તેમાં જ મારું ચિત્ત ચોંટી ગયું છે. – આમ દુનિયાથી એકદમ
દૂર, અને પોતાના આત્માની ધૂનમાં મસ્ત; બીજી રીતે કહીએ તો
દુનિયાથી દૂર એટલે ‘વિભક્ત’, અને આત્માની ધૂનમાં મસ્ત એટલે
‘એકત્વ’, – આવા એકત્વવિભક્ત આત્માને આ રીતે સ્વાનુભૂતિમાં
સાધતાં મહાન આનંદ થાય છે. ।।૨૮।।

Page 167 of 237
PDF/HTML Page 180 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૭
વીર સં. ૨૫૦૦ ચૈત્ર સુદ ૧૩
મંગલં ભગવાન્ વીરો, મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો, જૈનધર્મોસ્તુ મંગલમ્.
સ્યાદ્વાદ – લક્ષણ અમોઘ જેનું, પરમ ગંભીર સુંદરં,
ઉપદેશ શ્રી વીરનાથનો જયવંત છે જિનશાસનં.
આજે આ ૨૯ મા પદનો અર્થ થાય છે ત્યારે, ચૈત્ર સુદ ૧૩
છે અને ભગવાન મહાવીરના નિર્વાણ – મહોત્સવનું ૨૫૦૦ મું
મંગલ વર્ષ ચાલે છે. આ વર્ષમાં જ સોનગઢ – પરમાગમમંદિરમાં
મહાવીર ભગવાનની, કુંદકુંદાચાર્યદેવની અને જિનવાણીની મંગલ
પ્રતિષ્ઠા થઈ છે. વીરશાસનની મહાન પ્રભાવના દ્વારા અજોડ
ઉપકાર કરનારા શ્રી કુંદકુંદાચાર્યદેવ આપણી સન્મુખ જ બિરાજી
રહ્યા છે. આવો, એમના દર્શન કરો.....ચરણસ્પર્શ કરો અને એમની
મંગલ વાણી સાંભળો.
અહો કુંદકુંદ ભગવાન! આપના પ્રતાપે આ જીવ સ્વાનુભૂતિ
પામ્યો; ભયંકર ભવદુઃખથી છૂટીને ચૈતન્યની પરમ શાંતિ, આત્મિક
આનંદ આપના પ્રતાપે આ જીવને પ્રાપ્ત થયા છે મહાવીર
ભગવાનના મોક્ષના અઢીહજાર વર્ષનો આ અતિ મંગલં મહોત્સવ
આરાધનાસહિત આનંદથી ઊજવી રહ્યા છીએ, ત્યારે પ્રભુના મહા
– અતિ ઉપકારનું અત્યંત – અત્યંત ભક્તિપૂર્વક ફરી ફરીને
સ્મરણ થાય છે. જીવન મહાવીર પ્રભુની ભક્તિમય બન્યું છે;
મહાવીર પ્રભુના ઉપદેશેલા પરમ તત્ત્વો, ચૈતન્યની અનુભૂતિ –
તેમય થયેલું જીવન, તેમાં મહાવીર ભગવાનનો પરમ અચિંત્ય
ઉપકાર છે.