Page 128 of 237
PDF/HTML Page 141 of 250
single page version
આત્માનો સુબોધ આપ્યો છે. આપના તે ઉપકારને યાદ કરીને
ફરીફરીને હું આપને નમસ્કાર કરું છું.
અદ્ભુત સ્વરુપ આપે પ્રકાશ્યું; ગૌતમસ્વામી ગણધરદેવ જેવા
અનેક ભવ્ય જીવોએ તે ઝીલ્યું; તે ઝીલીને તે જીવો સ્વયં
મોક્ષમાર્ગરુપ થયા.....પોતાના પરમ ઇષ્ટ પદને પામ્યા. તેમના
ઉપર આપે જેવો મહાન પરમ ઉપકાર કર્યો તેવો જ ઉપકાર,
આપના પછી પરંપરામાં કુંદકુંદાચાર્યદેવ થયા, બીજા અનેક સંતો
થયા – તેમના દ્વારા આ જીવને પણ પ્રાપ્ત થયો.
પ્રતાપે, ધર્મમાતાઓ દ્વારા અને પૂજ્ય શ્રી કહાનગુરુદ્વારા આપનું
જે પરમ શાસન આ જીવને પ્રાપ્ત થયું તે શાસન દ્વારા, આપે
બતાવેલી શુદ્ધાત્મતત્ત્વની અનુભૂતિ આ આત્મા પણ પામ્યો. અનંત
અનંત કાળના પૂર્વનાં ભયંકર ભવદુઃખ – અજ્ઞાન – મિથ્યાત્વ –
કષાયભાવો તેનાથી આ આત્મા છૂટો પડયો અને આપે બતાવેલા
આનંદ – સુખ – શાંતિ તેને આ જીવ પામ્યો.
૨૪૯૭ ના અષાડ વદ સાતમે દાખલ થયો. અહા, એ અદ્ભુત
આનંદમય સ્વાનુભૂતિ – પ્રકાશ.....તેને ફરીફરીને યાદ કરતાં
તેની સાથે આપનો પરમ અચિંત્ય ઉપકાર હે મહાવીરનાથ
પોતાની આનંદમય સ્વાનુભૂતિનો જે અપૂર્વ પ્રકાશ થયો તેના
ફરીફરીને ઘોલન માટે, સ્વાનુભૂતિની આ પદરચના કરું છું.
Page 129 of 237
PDF/HTML Page 142 of 250
single page version
ચૈતન્યમાં આનંદરસની જે અપૂર્વ ધારા ઉલ્લસી, જે એક અદ્ભુત
અચિંત્ય – પૂર્વે કદી નહિ અનુભવાયેલી એવી શાંતિ અનુભવાણી.
અનંતગુણથી ભરેલી ગંભીર શાંતિ આત્મામાં પ્રગટી, તેની શી
વાત
એકદમ ઝડપથી મોક્ષપુરી તરફ ચાલી રહી છે.
દુઃખમાંથી સુખ થયું. અશાંતિમાંથી શાંતિ થઈ, રાગમાંથી
વીતરાગતા થઈ, આત્મા કદી ન જોયેલો તે સાક્ષાત્ પ્રત્યક્ષીભૂત
થયો, – એ દશાની શી વાત
પરિણામ પલટી ગયા, તો શુદ્ધોપયોગ વડે સંસારની દશા
પલટીને મોક્ષ તરફનો ભાવ પ્રગટે, કષાયભાવ છૂટીને અકષાયી
શાંતિ પ્રગટે અને તે પણ પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષથી
અનુભવમાં આવે, – એ અનુભવની નિઃશંકતાની શી વાત
Page 130 of 237
PDF/HTML Page 143 of 250
single page version
અહો, અહો, શી વેદન કેરી વાત જો;
સુડતાલીસમે વરસે સમકિત પામીને,
થયો છું હું હરિસ્વરુપ સાક્ષાત જો.....
દેખાયું.....ચૈતન્યધામમાં આત્માનો પ્રવેશ થયો, ને તેમાં
અનંતગુણથી ગંભીર એવી જે અનુભૂતિ થઈ – તેની શી વાત
ગંભીરતાની વાત તો સ્વાનુભૂતિમાં જ સમાય છે.
ભગવાને જે અદ્ભુત આત્મસ્વરુપ બતાવ્યું છે તે શક્તિસ્વરુપ
આત્મા આ જીવનના ૪૭ મા વર્ષમાં સમ્યક્ત્વદ્વારા પ્રાપ્ત થયો.
તેવો શુદ્ધાત્મા આપના પ્રતાપે મને પ્રાપ્ત થયો, તેથી ફરીફરીને
આપનો ઉપકાર માનું છું. ।।૨।।
Page 131 of 237
PDF/HTML Page 144 of 250
single page version
લેવા સમકિત આવ્યો હરિપ્રસંગ જો;
અદ્ભુત માતા વેદક મારા આત્મના,
એ છે મારાં સમ્યક્ના દાતાર જો.....
તીર્થંકર છે; અને પૂજ્ય બન્ને ધર્મમાતાઓ, – કે જેમણે આ
બાળકને પરમ વાત્સલ્યથી ચૈતન્યનું અમૃત નિરંતર પીવડાવ્યું છે –
તે માતાઓ દ્વારા અંતરની ઉર્મિથી બતાવાયેલો શુદ્ધઆત્મા આ
જીવને પ્રાપ્ત થયો છે, તેથી તે માતાઓનો પણ ખરેખર પરમ
ઉપકાર છે; તે માતા સમ્યક્ત્વના દાતા છે.
મને પ્રાપ્ત થયો; સમ્યક્ત્વ પામવા માટે જ કુદરતે મને કહાનગુરુના
ચરણમાં મુક્યો, ને એ કહાનગુરુની મંગલ છાયામાં આત્મહિતની
ભાવના ભાવતાં – ભાવતાં, જિનવાણીનો અભ્યાસ કરતાં – કરતાં,
ધર્મમાતાઓ પાસેથી વારંવાર આત્માનું પ્રોત્સાહન મેળવતાં –
મેળવતાં, જે ચૈતન્યરસનું ઘોલન થયું, ચૈતન્યરસ વારંવાર ઘૂંટાયો,
દિનરાત નિરંતર આત્માની શાંતિ કેમ મળે
દેખીને અત્યંત ઉત્કંઠા જાગતી હતી કે અહો
Page 132 of 237
PDF/HTML Page 145 of 250
single page version
થઈ, અને આ જીવ તેઓના પરમ ઉપકારને લીધે સમ્યક્ત્વ પામ્યો.
અહો, મને સમ્યક્ત્વના દાતાર સંતો
માનું છું. ।।૩।।
વિકલ્પો – જડ પામી શકે નહીં પાર જો;
અડી શકે નહીં અંતર આતમરામને,
ચેતનથી છે વિલક્ષણ સૌ ભાવ જો.....
કોઈ વિકલ્પો, કોઈ જડ – વાણી એનો પાર પામી શકતા નથી;
કેમકે આ ચૈતન્યતત્ત્વ – તેને કોઈ વિકલ્પો કે ઇન્દ્રિયગમ્ય પદાર્થો
અડી શકતા નથી. અહો, ચૈતન્યનો વિલક્ષણ ભાવ
લક્ષણવાળાં વિલક્ષણ છે. રાગથી વિલક્ષણ, જડથી વિલક્ષણ એવું
કોઈ પરમ ચૈતન્યસ્વરુપ આત્મતત્ત્વ, – અંતરનો મારો
આતમરામ, તે સ્વસંવેદનમાં સમાયેલો છે; તે વાણીમાં – વિકલ્પમાં
આવી શકતો નથી; તેનું જે સ્વસંવેદન થયું તેમાં કોઈ વાણીની
અપેક્ષા ન હતી, કોઈ વિકલ્પની અપેક્ષા ન હતી, અંદર માત્ર
ચૈતન્યરસ એક જ ઘોળાતો હતો. ।।૪।।
Page 133 of 237
PDF/HTML Page 146 of 250
single page version
બહારમાં નહીં આવે કોઈ ભાવ જો,
કેમ કરીને દેખે બાહિર જીવડા
ચૈતન્યના ભાવો ચૈતન્યમાં અભેદ થઈને પરિણમી ગયા, તે
બહારમાં ઇન્દ્રિયથી દેખાય કે રાગથી તેનું અનુમાન થઈ શકે –
તેવા નથી, તે તો અતીન્દ્રિય ભાવ છે, એટલે બાહિર – જીવડા,
બહારમાં દેખનારા જીવડાઓ આ અનુભૂતિને અરેરે
તે ધર્માત્માની અતીન્દ્રિય અનુભૂતિને ઓળખવા માટે પણ જિજ્ઞાસુ
આત્મામાં કોઈ અનેરા ભાવ હોવા જોઈએ; એકલા રાગ ભાવથી,
એકલા શુભરાગની ભક્તિના ભાવથી કે બહારની કોઈ ચેષ્ટાઓથી
એ ધર્માત્માની અનુભૂતિ અનુમાનગમ્ય પણ થઈ શકતી નથી.
ધર્માત્માની અનુભૂતિનો ભાવ જેમ રાગથી પાર અતીન્દ્રિય થયેલો
છે, તેમ તે અનુભૂતિને ઓળખવા માટેનો ભાવ પણ રાગથી જરાક
છૂટો પડેલો અને જ્ઞાનના રસવાળો હોય છે. એટલે આવી અદ્ભુત
અનુભૂતિને જગતના બાહ્યદ્રષ્ટિવાળા જીવો દેખે કે ન દેખે, એની
સાથે અનુભૂતિને કાંઈ જ સંબંધ નથી. પંચપરમેષ્ઠી ભગવંતો આવી
આત્મિક અનુભૂતિને દેખી રહ્યા છે, ધર્માત્માઓ આવી આત્મિક
Page 134 of 237
PDF/HTML Page 147 of 250
single page version
આવી જ અનુભૂતિ થાય છે એમ તેઓ અનુમાનથી જાણી શકે
છે. ।।૫।।
અનંત ગુણનિધિ છું આતમદેવ જો
ચેતનભાવ જ પ્રસરી રહ્યો છે એકલો,
સર્વ પ્રદેશે સુખ – સુખ બસ, સુખ જો.....
– આત્મપ્રદેશે સુખ – સુખ બસ, સુખ જો.....
ભરેલો છે. એ વખતે આત્મા પોતે પોતાના ‘એકત્વ’ને – પોતાને
એકને જ – એકલો-એકલો સ્વસંવેદનમાં વેદે છે. આહા
એવો સ્પષ્ટ દેખ્યો, આંખથી જેમ થાંભલો દેખાય એના કરતાં પણ
વધુ સ્પષ્ટ, – પ્રત્યક્ષ જ્ઞાન વડે સ્વસંવેદનની સ્વાનુભૂતિથી
આત્માને પ્રત્યક્ષ દેખ્યો.
પ્રત્યક્ષતાની શી વાત
Page 135 of 237
PDF/HTML Page 148 of 250
single page version
અનંત ગુણોના રસમાં ડૂબ્યા રામ જો;
દરિયો ઊંડો કેવો ચૈતન્ય રસનો,
સ્વયંભૂથી પણ નહીં માપ મપાય જો.....
અનંત ગુણના ચૈતન્યરસમાં લીન થયો, એની શી વાત
વડે પણ જેનું માપ થઈ શકતું નથી, જેની ગંભીરતા અનંતા
સ્વયંભૂરમણ સમુદ્રથી પણ અધિક છે, જેની ગંભીરતા એકમાત્ર
અતીન્દ્રિય જ્ઞાનમાં જ સમાઈ શકે છે, બીજી કોઈ રીતે જેનું માપ
થઈ શકતું નથી એવો અમાપ – અગાધ શાંત ચૈતન્યરસનો સમુદ્ર
આત્માની અનુભૂતિમાં ઉલ્લસ્યો.
કદી ન આવે, નિજ મર્યાદા બાહ્ય જો;
એવું વેદન અંતરમાં શુદ્ધ ભાવનું,
મલિન ભાવો જેમાં કદી ન સમાય જો.....
બીજા કોઈ ભેદો, બીજા કોઈ વિકલ્પો કે અન્ય કોઈ સંગ ત્યાં
Page 136 of 237
PDF/HTML Page 149 of 250
single page version
પરિણમતો, પોતાની મર્યાદામાં સ્વઘરમાં સમાતો, આનંદથી
પરિણમતો હતો. પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયની શુદ્ધતાની
એકતા, – એ એકત્વની મર્યાદાથી બહાર એ જરા પણ ન જતો;
ને પોતાના સ્વરુપના વેદનમાં અન્ય ભાવને પોતે આવવા દેતો ન
હતો; પોતાના એકત્વના વેદનને કોઈ અન્ય ભાવથી કે કોઈ
ભંગભેદથી ખંડિત કરતો ન હતો.
આવું એકત્વસ્વરુપ પ્રાપ્ત થતાં કોઈ અદ્ભુત – આશ્ચર્યકારી
મોક્ષનો મંગળ મહોત્સવ જાણે થતો હોય
હોય
કોઈ ભેદભાવ પણ ન હતો. ચૈતન્યની અનુભૂતિમાં અભેદપણે
પંચપરમેષ્ઠી ભગવંતો પણ સમાયેલા જ હતા. ત્યાં ન કોઈ વિકલ્પ
હતો, ન કોઈ ઉલ્લાસની વૃત્તિનો ભાવ હતો, માત્ર ચૈતન્યની
શાંતપરિણતિ, – નિર્વિકલ્પ પરિણતિ, – અભેદ પરિણતિ
આત્મામાં પરિણમતી હતી. તે અનુભૂતિમાં અરિહંતો – સિદ્ધો પણ
સાક્ષાત્ થયા, – એમનું જેવું સ્વરુપ છે તેવું સ્વરુપ સાક્ષાત થયું,
એટલે જાણે આહા
પંચપરમેષ્ઠીને મારા આત્માથી બહાર ક્યાંય મારે જોવા જવું પડે –
એમ છે જ નહીં. ખરી અરિહંતોની ઓળખાણ, સિદ્ધભગવંતોની
આત્મામાં પધરામણી, કુંદકુંદસ્વામી જેવા ધર્માત્મા પુરુષોની સાચી
ઓળખાણ આ અનુભૂતિમાં થઈ. ।।૮।।
Page 137 of 237
PDF/HTML Page 150 of 250
single page version
સિદ્ધ પ્રભુ પણ બિરાજે સાક્ષાત જો.
સાક્ષી સર્વે સાધક સંતો આપતા,
એવી અનુભૂતિ ‘છે’ ઇન્દ્રિય – તીત જો.....
અરિહંત અને સિદ્ધ ભગવંતો કેવા છે
અતીન્દ્રિય થયેલા સર્વજ્ઞો, – અતીન્દ્રિય આનંદરુપે પરિણમતા
સર્વજ્ઞો, – એમની ઓળખાણ પોતાના અતીન્દ્રિય સ્વસંવેદન દ્વારા
જ થઈ શકે છે. અતીન્દ્રિય સ્વસંવેદનમાં જે થોડુંક અતીન્દ્રિયપણું
થયું ને અતીન્દ્રિય આનંદનો થોડોક અંશ સ્વાદમાં આવ્યો તેના
ઉપરથી ખબર પડી કે અહો, આવું અદ્ભુત જ્ઞાન ને આવો અદ્ભુત
અતીન્દ્રિય આનંદ – એને ઘણો ઘણો વધારે – પરિપૂર્ણપણે
અરિહંતો અને સિદ્ધ ભગવંતો અનુભવી રહ્યા છે, એ જ જ્ઞાન અને
આનંદનો થોડોક નમૂનો આ આત્માને પ્રાપ્ત થયો.
એકદમ પ્રત્યક્ષ છે. આત્મા ઇન્દ્રિયોથી ભલે પકડાય તેવો નથી પરંતુ
અંતર્મુખ દશા, અંતર્મુખ જ્ઞાન અને અનુભૂતિ જે થાય છે તેમાં તો
આખેઆખો આત્મા સાક્ષાત્ હાજરાહજૂર પ્રત્યક્ષભૂત થઈ જાય છે.
આવી અનુભૂતિ થતાં સર્વે સિદ્ધ ભગવંતોની સાક્ષી, સર્વે સાધક
Page 138 of 237
PDF/HTML Page 151 of 250
single page version
પંચપરમેષ્ઠી ભગવંતો
અને હું પણ આપના તે માર્ગમાં આવી રહ્યો છું; તેમાં આપ સર્વેનું
અતીન્દ્રિયજ્ઞાન સાક્ષી છે.
અનુભૂતિના સાક્ષી બનાવું છું. ।।૯।।
બંને ધારા અતિશય ભિન્ન વેદાય જો.
જ્ઞાનલક્ષમાં અનંત ગુણનો પક્ષ છે,
બહાર રહે છે સર્વે રાગ – વિકલ્પ જો.....
જેમાં ચૈતન્યના બીજા સર્વે ભાવો પણ તન્મયપણે ભરેલા છે; અને
બીજી તરફ રાગ – દ્વેષાદિ પર ભાવો – કે જેમાં ચૈતન્યની શાંતિ
વગેરે કોઈ પણ ગુણો નથી; – આમ બે ભાવોનું અત્યંત ભિન્નપણું
જ્ઞાને પોતામાં જાણ્યું.
Page 139 of 237
PDF/HTML Page 152 of 250
single page version
શાસ્ત્રના અભ્યાસ અનુસાર જીવને પોતાના જ્ઞાનમાં જાણવામાં આવતું
હતું; ‘આ જ્ઞાન, અને આ રાગ’ એમ બંનેને જાણીને, તેમાં જ્ઞાનનો પક્ષ
હતો; – જ્ઞાનનો પક્ષ એટલે શું
રાગમાં કંઈ પણ શાંતિ દેખાતી ન હતી, કે રાગ પોતાને વહાલો લાગતો
ન હતો. આમ પહેલેથી જ રુચિની દિશા પલટી ગઈ, પક્ષ ફરી ગયો,
રાગનો પક્ષ છૂટી સ્વાભાવિક ભાવોનો પક્ષ થયો; તે પક્ષનું ઘોલન
કરતાં – કરતાં, જ્ઞાનની વૃદ્ધિ કરતાં – કરતાં અને રાગનો રસ તોડતાં
– તોડતાં, અંતે બંને ધારા અત્યંત ભિન્ન, એકદમ જુદી વેદનમાં આવી
ગઈ અને સાક્ષાત્ સ્વસંવેદન થયું, ત્યાં નિર્વિકલ્પતા થઈ ગઈ.
પક્ષ હતો એટલે કે અનંત ગુણો એ જ્ઞાનના પક્ષમાં આવીને ઊભા
રહેતા હતા; જ્ઞાનના સ્વાદની સાથે અનંત ગુણોનો સ્વાદ અંદર
દેખાતો હતો, વેદનમાં આવતો હતો; અને જે રાગાદિ – વિકલ્પો –
અશાંતિ – ક્રોધાદિ ભાવો – પરભાવો એ બધાય ભાવો જ્ઞાનના
વેદનથી એકદમ દૂર, એકદમ જુદા અને વિરુદ્ધ સ્વભાવવાળા
એટલે કે વિપક્ષવાળા હતા. આ રીતે આત્માની જે અનુભૂતિ થઈ
તેમાં બંને ભાવોનું સર્વથા ભિન્નપણું તો થયું, પણ બંનેને ભિન્ન
કરીને અનુભૂતિ જ્ઞાનના પક્ષમાં રહી ગઈ અને રાગનો તેમાં
અભાવ થઈ ગયો. – આમ એક જ જ્ઞાનસ્વરુપના જ પક્ષનું લક્ષ
રહ્યું – એની જ અનુભૂતિ રહી, બીજાની નાસ્તિ તેમાં આવી ગઈ.
થયું. ।।૧૦।।
Page 140 of 237
PDF/HTML Page 153 of 250
single page version
હું જ સ્વયં છું નિજાનંદપદ ધામ જો.
સ્વયં સુખી ને તૃપ્તપણે હું વર્તતો,
દીસે નહીં કો અવર મુજ આરામ જો...
અનુભૂતિમાં નહીં આવેલો, એવા આનંદસ્વરુપે મારો પોતાનો
આત્મા જ પરિણમનરુપ થઈ ગયો, એટલે હું પોતે જ મારા
નિજાનંદપદનું ધામ છું – એમ પોતે પોતાને અનુભવવા લાગ્યો.
ત્યારે હું પોતે સુખી હતો; – સુખ એટલે હું જ. સુખ નામની કોઈ
બીજી વસ્તુ નથી, આત્માથી કોઈ જુદું સુખ નથી. – આમ સ્વયં
પોતે પોતાને સુખી દેખી – અનુભવી ને પોતામાં તૃપ્ત થયો કે
અહો
અસંતોષ ન રહ્યો કે હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું; કે
મારે બીજે ક્યાંયથી લેવાનું રહ્યું, બીજા કોઈની કાંઈ આધીનતા
કરવાની રહી – એવો કોઈ અતૃપ્તિ ભાવ રહેતો નથી. મારું આટલું
મજાનું ચૈતન્યતત્ત્વ – એ જ એક પોતાનો આરામ, એ જ આનંદથી
ખીલેલો બગીચો, એ જ અનંત ગુણોના ચૈતન્ય ભાવોથી ભરેલું
વિશ્રામનું સ્થાન; પોતામાં જ પોતે સ્થિર થઈને રહી ગયો કે વાહ,
આ મારું ઘર! આ મારું રહેવાનું સ્થાન! ગમે ત્યાં હોઉં – જગતના
છે; એમાં જ હું હવે સદા કાળ રહીશ. એનાથી બહાર જગતમાં
Page 141 of 237
PDF/HTML Page 154 of 250
single page version
એ મારા આત્માને માટે આરામનું સ્થાન છે નહિ. – એમ સ્વયં
પોતે પોતામાં આરામ લઉં એવું મારું સ્વતત્ત્વ કોઈ પરમ અદ્ભુત,
અનુભૂતિમાં પ્રાપ્ત થયું. ।।૧૧।।
મહિમાનું શું કહીએ
કરાવે છે ચેતનમય નિજ ભાવ જો.
અંતરમુખ વૃત્તિને વાળી વેગથી,
રાગ – દ્વેષને રાખે છે અતિ દૂર જો.....
જે માર્ગથી આત્મા પામ્યા, તે માર્ગ અને તેવું આત્મસ્વરુપ આપણને
પણ તે સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ બતાવ્યું છે. અહા, આવું શાસન
પામવું, ને એ શાસનમાં કહેલું ચૈતન્યતત્ત્વ પામવું – એ અપૂર્વતાની
શી વાત
સમજો તો આત્મા બીજા બધાયથી છૂટા ચેતનપણે જ પોતાની
અનુભૂતિમાં આવે – એવું જૈનશાસન સર્વ પ્રકારે બતાવે છે.
Page 142 of 237
PDF/HTML Page 155 of 250
single page version
એકદમ અંતરમાં વળવા માંડે છે – કે વાહ
દ્વેષ તો એમાં ક્યાંય દેખાતા નથી, એની નજીકમાં પણ દેખાતા
નથી. રાગ – દ્વેષ જાણે આ આત્મામાં ક્યાંય છે જ નહિ.....એમ
એકદમ, રાગદ્વેષ અત્યંત દૂર થઈ ગયા, રાગદ્વેષથી ચેતના અત્યંત
છૂટી પડી ગઈ. – આવી ચેતનાપણે આત્માની અનુભૂતિ
જૈનશાસન કરાવે છે.
વખતનો ‘રાગ’ એ કાંઈ ચેતનને પકડતો નથી, પણ એ વખતનું
‘જ્ઞાન’ – તે આગળ વધી, રાગથી છૂટ્ટું પડી, તે જ્ઞાન પોતે
ચેતનભાવરુપ થઈને ચૈતન્યતત્ત્વને અનુભવે છે. ખરેખર બંને
ચેતનભાવો તન્મય થઈ જાય છે, એનું નામ જ અનુભૂતિ છે.
દ્રવ્ય – પર્યાય બંને એક સ્વભાવરુપ થઈ ગયા, એનું નામ અભેદ
અનુભૂતિ
Page 143 of 237
PDF/HTML Page 156 of 250
single page version
કદી ન થાયે ચેતન રાગ આધીન જો;
બંનેની જ્યાં જાત જ ભિન્ન ભિન્ન વર્તતી,઼
ઊંડા ઊતર્યે એ તો ભિન્ન જણાય જો.....
જાત એકબીજાથી જુદી તો ખરી, પણ ઊલ્ટી એકબીજાથી વિરુદ્ધ
પણ છે; તો ચેતનપ્રભુ એ રાગને આધીન કેમ થાય
પરિણમે છે. આ રીતે ચેતનની અનુભૂતિની જાત અને રાગની જાત,
એ બંને એકદમ જુદા જુદા સ્વરુપે જ વર્તે છે. જ્યારે ચેતનભાવ
પોતાના ચૈતન્યમાં ઊંડો ઊતરે છે ત્યારે તે રાગથી છૂટો પડયો છે.
ચૈતન્યસ્વભાવ તો સદાય રાગથી છૂટો જ છે, અને તે ચૈતન્યમાં
ઊંડા ઊતરવાની તાકાત ચેતનભાવમાં જ છે; રાગમાં એવી તાકાત
નથી કે ચૈતન્યસ્વભાવમાં ઊંડે ઊતરી શકે. રાગ એ તો બહાર જતો
ભાવ, સ્થૂળ ભાવ છે; એ ચૈતન્યનું વેદન કરી શકે નહિ, કે
ચૈતન્યની અંદર પ્રવેશી શકે નહિ. જ્યાં રાગની સાથે ભેળસેળ હોય
ત્યાં ચૈતન્યનો સાચો સ્વાદ આવે નહીં. જેમાં ચૈતન્યનો સાચો સ્વાદ
આવ્યો તે અનુભૂતિ સર્વ પ્રકારે રાગ વગરની, માત્ર ચેતના –
પરિણતિરુપ જ હતી, – કે જે ચેતનાની અંદર પોતાના સર્વ
ગુણોનો મધુર સ્વાદ, નિર્મળ સ્વાદ, શાંતિ અને વીતરાગતા સમાઈ
શકે, પણ તેમાં એક પણ પર ભાવનો અંશ સમાઈ શકે નહિ. –
આવી સ્પષ્ટ અદ્ભુત અનુભૂતિ આત્માને થઈ. એનું નામ
Page 144 of 237
PDF/HTML Page 157 of 250
single page version
જ પંચપરમેષ્ઠી ભગવંતોની કૃપા છે ને એ જ આત્માનું કલ્યાણ છે.
અહો, આત્મા ધન્ય બન્યો.....તે આવા ભાવથી ધન્ય બન્યો. ।।૧૩।।
સ્થંભ કરતાંયે દીસે અતિ સાક્ષાત્ જો.
ઇન્દ્રિય – સંબંધ છોડી ચાલ્યું જ્ઞાન આ,
એ તો પહોંચ્યું અતીન્દ્રિય આનંદધામ જો.....
અંતરમાં વળ્યું; અને જ્યાં સ્વસંવેદન થયું ઈ અતીન્દ્રિયજ્ઞાનમાં
થયેલા સ્વસંવેદનની શી વાત
પ્રકાશમાં ઊભેલો થાંભલો આંખથી ચોખ્ખો દેખાય છે એનાથી પણ
વધારે ચોખ્ખો, અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા પોતાના વેદનમાં સ્પષ્ટ
આવે છે. – કેમકે આંખથી થતું જ્ઞાન તો પરોક્ષ – પરાધીન છે
ત્યારે સ્વસંવેદનમાં થતું જ્ઞાન તો પ્રત્યક્ષ, અતીન્દ્રિય, સ્વાધીન છે;
જેમાં ઇન્દ્રિયની – આંખની કોઈની મદદ નથી, જેમાં રાગનું
આલંબન નથી, – એ જ્ઞાનની તાકાતની શી વાત
જ્ઞાનની તાકાત કોઈ અપરંપાર ઘણી ઘણી વધારે છે.
Page 145 of 237
PDF/HTML Page 158 of 250
single page version
સંબંધ એણે તોડી નાંખ્યો. – ખબર પણ ન પડી, એટલે કે
વિચારમાં પણ ન આવ્યું કે અત્યારે ઇન્દ્રિયોનો સંબંધ હતો ને છૂટી
ગયો
ઇન્દ્રિયોનું અવલંબન એકદમ છોડી દીધું.....છૂટી ગયું. અને એ
જ્ઞાન ઇંદ્રિયોથી છૂટીને, અંતરમાં દોડયું; પહેલાં ઇદ્રિયોના
અવલંબનમાં બંધાયેલું હતું એટલે દોડી શકતું ન હતું. (અંતર્મુખ
થઈ શકતું ન હતું). હવે જ્યાં ઇન્દ્રિયોનું બંધન તોડી નાંખ્યું ત્યાં
જ્ઞાન જોરદાર થઈ, છૂટું પડી, અતીન્દ્રિય થઈ અંતરસ્વરુપમાં
દોડયું, સ્વભાવમાં ઊતર્યું. અતીન્દ્રિય થયા વગર જ્ઞાન પોતાના
સ્વભાવ તરફ ચાલી શકતું ન હતું; હવે તો સ્વસંવેદનમાં એકદમ
અતીન્દ્રિય થઈ પોતે પોતાના સ્વભાવને પકડી લીધો. આવું આ
જ્ઞાન પોતાના અતીન્દ્રિયધામમાં પહોંચી ગયું.
મશગુલ થઈ ગયું. ત્યાં આ આનંદ, ને આ હું – એવો દ્વૈતનો
વિકલ્પ પણ જ્ઞાનમાં રહ્યો નહિ. ઉપયોગ નિર્વિકલ્પ થઈને આનંદમાં
તન્મય થઈ ગયો. – આવી અનુભૂતિ કેટલી ઊંડી
– એમ અલ્પ સમયની અનુભૂતિમાં પણ અપાર ઊંડપને લીધે,
ઘણા – ઘણા લાંબા કાળની અનુભૂતિ હોય – જાણે અનંત કાળથી
અનુભૂતિમાં જ આત્મા બેઠો હોય
આત્માને માટે ન રહી. હવે તો આ આત્મારામ પોતાના આનંદમય
Page 146 of 237
PDF/HTML Page 159 of 250
single page version
નિજઘર છોડીને સંસારરુપી પર ઘરમાં આ આત્મા હવે કદી નહીં
જાય.
કરનેકી યહ બાત હૈ. ઐસી અનુભૂતિ કરનેસે આત્માકો મહાન
આનંદ હોતા હૈ; આત્માકા કલ્યાણ.....આત્માકી શાંતિ.....આત્માકી
ઐસી અનુભૂતિમેં હી હૈ. ।।૧૪।।
નીરખવા પોતે પોતાનું રુપ જો;
અદ્ભુત મહિમા આવ્યો જ્યારે લક્ષમાં,
કેમ રહે પછી ક્ષણ પણ એક્કે દૂર જો.....
છેલ્લે, એટલે કે અષાડ વદ ૭ ના દિવસે અનુભૂતિ કરવા માટે
જ્યારે આ આત્મા બેઠો હતો.....ત્યારે ચૈતન્યતત્ત્વનો વિચાર કરતાં,
પરભાવોથી ભિન્ન જ્ઞાનીની જ્ઞાનચેતનાનું લક્ષ કરતાં સહજપણે
આત્મદેવના ભાવો પોતાના ચૈતન્યસ્વભાવ તરફ ઉલ્લસ્યા; –
એવા ઉલ્લસ્યા.....એ ઉલ્લાસથી એવી મજા આવી – એવી શાંતિ
આવી.....કે ઝડપથી એવી શાંતિસ્વરુપ પોતાનું રુપ જોવા માટે
પરિણામ એકદમ સ્થિર – શાંત થઈને અંદરમાં ઊંડે ઊંડે જવા
લાગ્યા.
Page 147 of 237
PDF/HTML Page 160 of 250
single page version
અદ્ભુત અંતરમાં લક્ષગત થવા લાગ્યો. અહો, જ્યાં ચૈતન્યનો
આવો મહિમા લક્ષમાં આવી જાય, – પછી મુમુક્ષુજીવ એક ક્ષણ
પણ એનાથી દૂર કેમ રહે
પરિણામની અંદર જ ત્રણ પ્રકારનાં કરણ થઈ ગયા.....હવે એ
વખતે ઉપયોગ તો અંદરમાં જ જતો હતો, એટલે ‘આ ત્રણ કરણ
થયા’ એવું કંઈ ભેદનું લક્ષ હોય નહીં; પણ પછી ખ્યાલ આવી ગયો
કે આ સ્થિતિમાં જ્યારે ચૈતન્ય તરફ ઉપયોગ જતો હતો એ
વખતના કોઈ કાળમાં એ ત્રણ કરણ સમાઈ ગયા હતા. એ
પરિણામમાં ચૈતન્યરસની કોઈ પરમ સૂક્ષ્મતા હતી; એ
ચૈતન્યરસની અંદર જ ત્રણ કરણ હતા, – એટલે સમ્યક્ત્વના ત્રણ
કરણ એ કોઈ રાગરુપ નથી પણ ચૈતન્યને રાગથી ભિન્ન પકડવાની
ક્રિયા – એવી ક્રિયા કરવાનું નામ જ ત્રણ કરણ છે. – એવો ભાવ
અંતરમાં સ્પષ્ટ દેખાય છે.
ક્ષણ પણ એનાથી દૂર કેમ રહે
ગયો, અપૂર્વ સ્વાનુભૂતિ થઈ ગઈ; કોઈ પરમ આનંદ, મહાન
શાંતિ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, મોક્ષમાર્ગ – બધુંય એક જ ક્ષણમાં
અંદરમાં આવી ગયું.