Samyak Darshan Part 7 8 (Gujarati). Pakshatikrant Samaysaar; Swanubhutino Aprar Mahima; Sachho Marg Le To Fal Aave; Mumukshune Upyogi Vidhvidh Charchao; Chaitranyanu Grahan Vikalp Vade Na Thay; Mari Mata; Swanubhuti Prakasha (pad ).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 13

 

Page 108 of 237
PDF/HTML Page 121 of 250
single page version

background image
૧૦૮ : શ્રી મુનિ ભગવંતની સાથે )
( સમ્યગ્દર્શન
મુનિરાજ – ધર્માત્માના સત્સંગની એ ધન્ય ઘડી જીવનમાં
દિનરાત મને યાદ આવ્યા કરે છે. અહા! મારું આવું અદ્ભુત
સ્વરુપ મુનિરાજે મને દેખાડયું; રાગથી પાર મારા જ્ઞાનસ્વરુપનો
મહાન અતીન્દ્રિય આનંદ મને તેમના પ્રતાપે અનુભવમાં આવ્યો.
મારી આ જ્ઞાનઅનુભૂતિમાં રાગ નથી. દુઃખ નથી, ક્લેશ નથી.
આવી શાંત જ્ઞાતાધારાની ઉગ્રતા વડે હું મોહને સર્વથા તોડીને
કેવળજ્ઞાન પામી પરમાત્મા થઈશ.
બે ઘડી મુનિના સત્સંગનું આવું મહાન ફળ! તો જીવનમાં
એવો ધન્ય અવસર ક્યારે આવે કે હું પોતે મુનિ થઈને સતતપણે
મુનિવરોના સહવાસમાં રહું ને ધ્યાનમગ્ન બનીને તેમની સાથે સાથે
મોક્ષપુરીમાં જાઉં
!
– અને, મુનિરાજ જાણે આશીર્વાદપૂર્વક મને બોલાવી રહ્યા
છે; અંતરથી એના નાદ આવે છે. હે ભવ્ય! આવ.....ચાલ્યો
આવ.....આનંદથી આવીને અમારી સાથે રહે.....ને મોક્ષપુરીમાં
ચાલ. મોક્ષપુરીના દરવાજા ખુલ્લા છે.
બસ પ્રભો! આવી જ રહ્યો છું.....
તમારી સાથે રહેવા ને મોક્ષને સાધવા.
(આ એક ભાવનાત્મક નિબંધ છે. શ્રી મહાવીર પ્રભુના
‘અઢીહજારવર્ષીય નિર્વાણ મહોત્સવ’ પ્રસંગની સ્મૃતિમાં આત્મધર્મના
૪૦૦૦ જેટલા બાલસભ્યો માટે બ્ર. હરિભાઈએ એક નિબંધસ્પર્ધાનું
આયોજન કરેલું : નિબંધનો વિષય હતો ‘શ્રી મુનિરાજની સાથે.....’
મહાભાગ્યે તમને કોઈ મુનિરાજનો સંગ મળે તો તમે શું કરો
? – એ
વિષય ઉપર આવેલા નિબંધોના આધારે આ લેખ તૈયાર કર્યો છે. આવા
બીજા અનેક લેખોનો સંગ્રહ અમારી પાસે છે, જે યથાવસરે પ્રગટ થશે.)

Page 109 of 237
PDF/HTML Page 122 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( પક્ષાતિક્રાંત.... સમયસાર : ૧૦૯
પ ક્ષા તિ ક્રાં ત.....સ મ ય સા ર
નયદ્વય – કથન જાણે જ કેવળ ‘સમય’માં પ્રતિબદ્ધ જે,
નયપક્ષ કંઈ પણ નવગ્રહે, નયપક્ષથી પરિહીન તે.
પક્ષાતિક્રાંત થયેલ સમ્યગ્દ્રષ્ટિ કેવો છે તેનું અદ્ભુત વર્ણન
આ ગાથામાં છે. તેની અનુભૂતિનું ગંભીર સ્વરુપ સમજાવવા
ટીકામાં છ બોલથી કેવળીભગવાન સાથે સરખામણી કરી છે : –
જેવી રીતે કેવળી ભગવાન
તેવી રીતે શ્રુતજ્ઞાની – સમ્યગ્દ્રષ્ટિ
૧. વિશ્વના સાક્ષી છે.....તેથી,
૧. પરનું ગ્રહણ કરવા પ્રતિ
ઉત્સાહ નિવૃત્ત થયો છે...તેથી
૨. નયપક્ષોના સ્વરુપને
૨. નયપક્ષોના સ્વરુપને કેવળ
કેવળ જાણે છે.....
જાણે છે...
૩. સકળ કેવળજ્ઞાન વડે
૩. ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા
વિજ્ઞાનઘન થયા છે.....
વડે વિજ્ઞાનઘન થયો છે.....
૪. સદા – પોતે જ વિજ્ઞાનઘન
૪. તે કાળે – (અનુભવ વખતે)
થયા છે.....
પોતે જ વિજ્ઞાનઘન થયો છે..
૫. શ્રુતજ્ઞાનની ભૂમિકાથી
૫. વિકલ્પોની ભૂમિકાથી
અતિક્રાંત થયા છે.....
અતિક્રાંત થયો છે....
૬. નયપક્ષના ગ્રહણથી
૬. નયપક્ષના ગ્રહણથી દૂર
દૂર થયા છે.....
થયો છે.....
તેથી તે બંને, કોઈપણ નયપક્ષને ગ્રહતા નથી. આ છ બોલમાં
બીજો અને ચોથો બોલ એકસરખા છે; બાકીનાં ચાર બોલમાં
નજીવો તફાવત હોવા છતાં ‘પક્ષાતિક્રાંત’ સંબંધી સમાનતા છે.

Page 110 of 237
PDF/HTML Page 123 of 250
single page version

background image
૧૧૦ : સ્વાનુભૂતિનો અપાર મહિમા )
( સમ્યગ્દર્શન
સ્વાનુભૂતિનો અપાર મહિમા
અહા, આચાર્યદેવે શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ કરનારા
સમ્યગ્દ્રષ્ટિને કેવળી ભગવાન સાથે સરખાવ્યા છે. આ સમજતાં
નિર્વિકલ્પ – અનુભૂતિનો અપાર મહિમા સમજાય છે.
‘ધન્ય સ્વાનુભૂતિ !’
આવી અનુભૂતિસ્વરુપ થયેલ આત્મા તે પોતે જ ‘સમયસાર’
છે, તે પરમાત્મા છે, તે સમ્યગ્દર્શન છે, તે સમ્યગ્જ્ઞાન છે, તે
ઉત્પાદ – વ્યય – ધ્રુવ છે, તે જ દ્રવ્ય – ગુણ – પર્યાયસ્વરુપ છે;
અનુભવથી તે કંઈ જુદા નથી.
તે આત્મા કેવો અનુભવ કરે છે? તેની સ્પષ્ટતા કરતાં
આચાર્યદેવ કળશ ૯૨ માં કહે છે કે –
‘ચિત્સ્વભાવના પૂંજ વડે જ પોતાનાં ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય
ભવાય છે – આવું જેનું પરમાર્થસ્વરુપ હોવાથી જે એક છે; સમસ્ત
બંધપદ્ધતિને દૂર કરીને આવા અપાર સમયસારને હું અનુભવું છું.’
આવો અનુભવ તે જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, ને
‘સમયસાર’ છે. આથી વિરુદ્ધ બીજો કોઈ અનુભવ સમ્યગ્દર્શનમાં
કે જ્ઞાનમાં હોતા નથી. સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન જે શુદ્ધાત્માને
અનુભવે છે તે એક જ છે, જુદા જુદા નથી.
અહા, સમયસારની આ ગાથા ૧૪૩-૧૪૪ નું સ્પષ્ટીકરણ
શ્રીગુરુ – કહાન જ્યારે પ્રવચનમાં કરતા, ત્યારે ચૈતન્યઅનુભૂતિના
મહિમાના કોઈ અનેરા ભાવો ઉલ્લસતા.....જે કોઈક વિરલ ઊંડા –
મુમુક્ષુઓ જ ઝીલતા, ને આવી અનુભૂતિનો ગંભીર મહિમા
સમજીને તેનો પ્રયત્ન જગાડતા.

Page 111 of 237
PDF/HTML Page 124 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિનો મહિમા : ૧૧૧
આમ તો આખુંય સમયસાર સમ્યગ્દર્શનથી ને શુદ્ધાત્માની
અનુભૂતિથી ભરેલું છે; તેમાંય આ ગા. ૧૪૩ – ૧૪૪ માં
સમ્યગ્દર્શન થવાનું ખાસ વર્ણન છે : તેમાં વીસ – વીસ શ્લોકો
દ્વારા તેમજ ગાથા દ્વારા સ્પષ્ટ સમજાવ્યું છે કે નયપક્ષના વિકલ્પો
વડે (ભલે હું શુદ્ધ છું એવો શુદ્ધનયનો વિકલ્પ હોય – તો પણ તેના
વડે) શુદ્ધાત્માનો નિર્ણય કે અનુભૂતિ થતી નથી. પ્રથમ શ્રુતજ્ઞાન વડે
જ (વિકલ્પવડે નહિ પણ જ્ઞાનવડે જ) શુદ્ધાત્માનો નિર્ણય થાય છે;
એવો નિર્ણય કરનારું જ્ઞાન, વિકલ્પોને (ઇંદ્રિયો તેમજ મનને)
ઓળંગીને, આત્મસન્મુખ થઈને શુદ્ધાત્માની અનુભૂતિ કરે છે;
આવી અનુભૂતિ કરનાર આત્મા તે ભગવાન છે, તે સમયસાર છે;
સમ્યગ્દર્શન, જ્ઞાન ને આનંદ પણ તે જ છે.
આવો અનુભવ કરવો તે જ સર્વે સંતોનો ઉપદેશ છે.
‘સાચો માર્ગ લે.....તો ફળ આવે’
(છ મહિના તો વધુમાં વધુ)
આચાર્યદેવ કરુણાથી કંઈક ઠપકા સાથે આત્મહિતનું
માર્ગદર્શન આપતાં (કળશ ૩૪માં) કહે છે કે –
विरम.....!’ હે ભવ્ય! તને નક્કામો કોલાહલ કરવાથી શું
લાભ છે? એનાથી તું વિરામ પામ. (તારી કલ્પનાઓ છોડી દે.)
અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચલ લીન થઈ અંતરમાં દેખ.
આવો, અમે કહીએ છીએ તે રીતે, છ મહિના આત્માને દેખવાનો
અભ્યાસ કર. – એમ કરવાથી તારા પોતાના હૃદયસરોવરમાં
દેહાદિથી ભિન્ન તારા શુદ્ધઆત્માની ઉપલબ્ધિ અનુભૂતિ તને થશે
જ.

Page 112 of 237
PDF/HTML Page 125 of 250
single page version

background image
૧૧૨ : સાચો માર્ગ લે..... )
( સમ્યગ્દર્શન
કોઈ કહે કે અમે તો વર્ષોથી ઘણી મહેનત કરીને તૂટી મરીએ
છીએ, છતાં કેમ કંઈ આત્મપ્રાપ્તિ થતી નથી? – તો જ્ઞાની
સમજાવે છે : હે ભાઈ! તું સમજ કે તારો પ્રયત્ન સાચી દિશામાં
નથી; તેં ‘નકામો કોલાહલ છોડીને’ પ્રયત્ન નથી કર્યો; તારા
નિર્ણયમાં, જ્ઞાનમાં, રુચિમાં ભૂલ છે; શું ભૂલ છે તે જ્ઞાની જ તને
સમજાવી શકશે. બાકી તો, વિકલ્પમાત્ર કોલાહલ છે, અને તું કહે
છે કે ‘હું વિકલ્પ વડે આત્માનો નિર્ણય કે અભ્યાસ કરું છું’ તો તેં
વિકલ્પોના કોલાહલને ક્યાં છોડયો
? ઊલ્ટું તેના ગ્રહણની બુદ્ધિ
કરી.....પછી આત્માનો માર્ગ તને ક્યાંથી હાથ આવે? ‘પોતાની
રીતે’ વર્ષોથી પ્રયત્ન કરવા છતાં કાંઈ હાથ ન આવ્યું તો સમજ કે
તું માર્ગ જ ભૂલ્યો છે. (દોડયો ઘણું....પણ ઊંધા રસ્તે
!) જ્ઞાની
પાસેથી સાચી રીત સમજીને ફરી એકડે એકથી શરુ કર અને પછી
જો....કે છ મહિનામાં કેવું ઉત્તમ ફળ આવે છે
!!
સાચા માર્ગનું, સાચા નિર્ણયનું, સાચા પ્રયત્નનું ફળ જરુર
આવે છે.....ને તત્કાળ તે આત્મામાં દેખાય છે.
– માટે હે ભવ્ય આત્માર્થી! તું ભય છોડ.....અત્યાર સુધી
જે કાંઈ કર્યું ને નિષ્ફળ ગયું તેનો આગ્રહ છોડી દે; ને કોઈક
જ્ઞાનીના માર્ગદર્શન અનુસાર, પ્રસન્નતાથી.....સાચા ભાવથી,
નિઃશંકપણે અને દુનિયાથી નિર્ભયપણે, તું આત્માની અનુભૂતિના
પ્રયત્નમાં તારા ‘જ્ઞાનને’ જોડ જરુર મહાન આનંદસહિત તને
આત્મઅનુભૂતિ થશે.....ને સમ્યગ્દર્શન વડે તારા આત્મકલ્યાણના
કોડ પૂરા થશે.

Page 113 of 237
PDF/HTML Page 126 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૩
મુમુક્ષુને ઉપયોગી વિધવિધ ચર્ચાઓ
ધ્યેયરુપ સિદ્ધભગવાન (સ. ગા. ૧)
આ મંગલ ગાથામાં ‘वंदित्तु सव्व सिद्धे.....’ કહીને, સાધ્યરુપ
સિદ્ધ ભગવંતોને શુદ્ધ આત્માના આદર્શ તરીકે સ્વીકાર્યા છે.
તે સિદ્ધ ભગવંતો કેવા છે? કે સ્વભાવ – ભાવભૂત એવી
સિદ્ધગતિરુપે પરિણમેલા છે, અપરિણામી નથી. આવા
સિદ્ધભગવંતોને આદર્શરુપે રાખીને સાધકજીવ પોતાના આત્માને
પણ તેમના જેવો એટલે કે ‘શુદ્ધ પર્યાયરુપે પરિણમતો’ અનુભવે છે
ને તેને ધ્યાવીને પોતે સિદ્ધપદરુપે પરિણમી જાય છે.
‘જ્ઞા.....ય.....ક.....ભા.....વ’ (સ. ગા. ૬)
જે એક જ્ઞાયકભાવ છે તે – ‘શુભાશુભ – કષાયચક્રરુપે
પરિણમતો નથી’ તેથી – પ્રમત્ત કે અપ્રમત્ત નથી.....
‘કષાયચક્રરુપે નથી પરિણમતો’ એમ કહ્યું તેમાં જ
‘અર્થાપત્તિન્યાયે’ એ વાત આવી ગઈ કે કષાય વગરના શુદ્ધ
જ્ઞાનચક્રરુપે તે પરિણમે છે.
‘કોઈપણ ભાવરુપે પરિણમતો નથી’ એમ ન કહ્યું એટલે કે
જ્ઞાયકને અપરિણામી ન કહ્યો પણ કષાયચક્રથી જુદો જ્ઞાનપરિણામી
કહ્યો. અને એવા જ્ઞાનરુપ પરિણમનારને જ અમે ‘શુદ્ધ – જ્ઞાયક’
કહીએ છીએ. (ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે શુદ્ધ કહેવાય
છે.)
સ્વાનુભૂતિ વખતે તે ‘જ્ઞાયક’ (ભલે પરને નથી જાણતો પણ)
પોતે પોતાને જાણે છે, તેથી તે જ્ઞાયક જ છે : જાણનાર પોતે (કર્તા),

Page 114 of 237
PDF/HTML Page 127 of 250
single page version

background image
૧૧૪ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
અને પોતાને જ જાણ્યો (તે કર્મ) – એમ કર્તાકર્મનું અભિન્નપણું
(દ્રવ્યપર્યાયનું અભિન્નપણું) છે; ‘જ્ઞાયક’થી જુદો બીજો કોઈ
‘જ્ઞાતા’ નથી : ‘જ્ઞાત તે તો તે જ છે.’ આ છઠ્ઠી ગાથાનો અર્થ
કેટલાક જીવો બરાબર સમજતા નથી, અને ‘તેમાં આત્માને સર્વથા
અપરિણામી કહ્યો છે’ – એમ માને છે, – તે ભ્રાન્તિનું નિરાકરણ
ઉપરના ન્યાયો સમજવાથી થઈ શકશે.
અહીં ‘પ્રમત્ત – અપ્રમત્ત’ના અર્થમાં ૧ થી ૧૪ ગુણસ્થાનો
લેવાના છે, – તેમાં મોહાદિ ઉદયભાવો ભળેલા હોવાથી
ગુણસ્થાનોને અશુદ્ધ કહ્યા; પરંતુ ભેદજ્ઞાનવડે તે ઉદયભાવોને બાદ
કરીને જોતાં જે સમ્યક્ત્વ – કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો દેખાય છે તે
તો જીવનું સ્વરુપ છે ને સ્વભાવથી જીવ પોતે તે – રુપ પરિણમે છે.
તે પરિણમન જીવનું ‘કર્મ’ છે ને શુદ્ધજીવ તેનો ‘કર્તા’ છે – એમ
કર્તા – કર્મનું અનન્યપણું (એકપણું) છે. આ, છઠ્ઠી ગાથાનું ને
સમયસારનું તાત્પર્ય છે.
(ગા. ૩૨૨ થી ૩૪૪)
સાંખ્યની જેમ – કોઈ જૈન પણ જો આત્માને સર્વથા
અપરિણામી માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, – અને જિનવાણીના
વિરાધક છે; એ વાત સમયસાર ૩૨૨ થી ૩૪૪ સુધીની ૨૩
ગાથામાં બહુ સ્પષ્ટ રીતે સમજાવીને સાબિત કર્યું છે કે આત્મા
અપરિણામી નથી પણ સ્વપરિણામી છે. અજ્ઞાની જીવ પોતાના
અજ્ઞાનપરિણામને કરે છે, ને ભેદજ્ઞાની જીવ જ્ઞાન ભાવરુપ
પરિણમતો થકો તે જ્ઞાનપરિણામનો કર્તા (તથા વિભાવનો અકર્તા)
થાય છે. આ રીતે જીવ કંઈક પરિણામ તો કરે જ છે.
c

Page 115 of 237
PDF/HTML Page 128 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૫
સમયસાર ગા. ૧૧
ભૂતાર્થનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ
જૈનધર્મનો મંત્ર ] * [ શુદ્ધનય ભૂતાર્થ
ભૂતાર્થસ્વભાવી શુદ્ધાઆત્મા, તેના અનુભવરુપે પરિણમેલો
જીવ તે પોતે ‘શુદ્ધનય’ છે; તે ‘શુદ્ધનય’ ભૂતાર્થ છે, ને એવા
‘ભૂતાર્થ’ના આશ્રયવાળો જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
શુદ્ધનય તો શ્રુતજ્ઞાનની પર્યાય છે, પણ અહીં તે પર્યાયનો ભેદ
ન કરતાં, શુદ્ધનય અને તેના વિષયભૂત શુદ્ધઆત્મા – તે બંનેને
અભેદ કરીને, તેને જ (એટલે કે તેવા ભાવરુપે પરિણમેલા જીવને
જ) ‘ભૂતાર્થ’ અને ‘શુદ્ધનય’ કહેલ છે, ને તે પોતે જ સમ્યગ્દર્શન છે.
આ રીતે ‘શુદ્ધનય ભૂતાર્થ’ હોવાનું અને તે ‘ભૂતાર્થના આશ્રયે
સમ્યગ્દ્રષ્ટિ’ હોવાનું સમજાવીને પ્રભુ કુંદકુંદસ્વામીએ સમ્યગ્દર્શનનો
અમોઘ – મંત્ર આપ્યો છે. તેમને નમસ્કાર હો.
શ્રી ગુરુકહાન આ ગાથાને જૈનધર્મનો મંત્ર કહેતા હતા.
નિ જ પ દ
હે ઉત્તમ મુમુક્ષુ!
જેમ ક્રોધાદિ વિભાવો તારાથી પર ભાવો છે ને બાહ્ય છે, તેમ
તારા જ્ઞાનાદિ પર્યાયોરુપ ચેતન ભાવોને તારાથી બાહ્ય કે પર ભાવો
ન માનીશ, તે તો તારા સ્વભાવના અંતરંગ નિજભાવો છે. –
સાંભળ
! (સમયસાર : ૨૦૫)
મતિ – શ્રુત – અવધિ – મન: – કેવળ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે.

Page 116 of 237
PDF/HTML Page 129 of 250
single page version

background image
૧૧૬ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
– જે મતિ – શ્રુત વગેરે જ્ઞાનપર્યાયો છે તેઓ જ્ઞાનમય આ
એક પદને ભેદતા નથી પણ ઊલ્ટા અભિનંદે છે.
c જૈ નં જ ય તિ શા સ નં c
આખાય સમયસારમાં, મૂળગાથા કે તેની સંસ્કૃતટીકામાં
શુદ્ધપર્યાયથી જુદો આત્મા ક્યાંય કહ્યો નથી, સર્વત્ર અભેદ કહ્યો છે.
તેમ જ દ્રવ્ય – ગુણ – પર્યાય વચ્ચે પ્રદેશભેદ હોવાનું પણ ક્યાંય
કહ્યું નથી. શતશતવાર ગુરુગમે સમયસારના મથનનો સાર આ છે
કે તારા શુદ્ધ દ્રવ્યગુણપર્યાયથી તારો આત્મા અભેદ છે – તે જ
આત્માનું ‘એકત્વ’ છે; ને તેને પર દ્રવ્યો તથા પરભાવોથી
ભિન્નતારુપ ‘વિભક્ત’ પણું છે. આવા એકત્વ – વિભક્તરુપ શુદ્ધ
અભેદ આત્માની અનુભૂતિ કરવી તે જ શુદ્ધનય છે; ને શુદ્ધનયની
અનુભૂતિથી ઊંચું ખરેખર બીજું કાંઈ નથી. અનુભૂતિમાં શુદ્ધનય
અને તેનો વિષય અભેદ છે; તેથી ‘શુદ્ધનય ભૂતાર્થ છે’ અને આવી
અનુભૂતિ તે જ જૈનશાસન છે.
जैनं जयति शासनम्
સ્વ-પરનું ભેદજ્ઞાન
‘અણુમાત્ર પણ રાગાદિનો જેને પોતામાં સદ્ભાવ છે એટલે
કે રાગના એક અંશમાત્રને જે જ્ઞાનસ્વભાવમાં ભેળવે છે તેને
ભેદજ્ઞાન નથી, તે આત્માના શુદ્ધ સ્વરુપને જાણતો નથી.’
હવે જેમ જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં પરના એક અણુ
માત્રને ભેળવતા નથી, તેમ પોતાના સ્વભાવના એક અંશને પણ
પોતાથી બહાર પરમાં ભેળવતા નથી; પોતાના જ્ઞાનના કોઈ અંશને

Page 117 of 237
PDF/HTML Page 130 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૭
– કોઈ પર્યાયને જે પોતાના આત્માથી બહાર (પરદ્રવ્યરુપ) માને છે
તે પણ આત્માને પરથી ભિન્ન જાણતો નથી.
જેમ પરના કોઈ અંશને સ્વમાં ન લાવવો,
તેમ સ્વના કોઈ અંશને સ્વથી બહાર ન કાઢવો;
પર દ્રવ્ય – ગુણ – પર્યાયથી અત્યંત ખાલી, ને
સ્વ દ્રવ્ય – ગુણ – પર્યાયથી સંપૂર્ણ પૂરો.....
આવી આત્મશ્રદ્ધા ને આત્મજ્ઞાન તે જ સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન.
સ્વતત્ત્વના કોઈ અંશને જે પરમાં નાંખે છે તેને ‘અંશી’ ખંડિત
થઈ જાય છે એટલે પૂર્ણ આત્મા પ્રતીતમાં આવતો નથી.
માત્ર નવતત્ત્વના ભેદવિચારમાં રોકાઈ રહે તેને માટે તે
‘પરભાવ’ કહ્યો; પણ નવતત્ત્વનું સાચું સ્વરુપ વિચારીને તેમાંથી
આસ્રવબંધરુપ અશુદ્ધતત્ત્વને છોડીને, સંવરનિર્જરાતત્ત્વરુપે
(સમ્યક્ત્વાદિ – રુપે) જે સ્વયં પરિણમે છે તેને તો તે તત્ત્વ સાથે
એકત્વ પરિણમન છે, તેના સમ્યક્ત્વાદિ કાંઈ બાહ્ય તત્ત્વ નથી, તેને
તો તે અંત: તત્ત્વ છે – સ્વભાવ છે – ઉપાદેય છે.
સાચો વિચારક તો સમ્યક્ત્વાદિને પોતાના આત્મામાં
અભિન્ન ચિંતવીને, તે – રુપ પરિણમન કરે છે. ‘જે સમ્યક્દર્શન છે
તે આત્મા જ છે.’ સમ્યક્ત્વાદિને પોતાથી ભિન્ન ચિંતવવા તે વિચાર
ખોટા છે ને તેવું ચિંતન કરનાર સમ્યક્ત્વાદિરુપ પરિણમતો નથી;
– મિથ્યાત્વરુપ પરિણમે છે.
‘મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે,
મુજ આત્મ દર્શન – ચરિત છે;
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને,
મુજ આત્મ સંવર – યોગ છે.’

Page 118 of 237
PDF/HTML Page 131 of 250
single page version

background image
૧૧૮ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
‘મુજ જ્ઞાનમાં આત્મા ખરે,
દર્શન – ચરિતમાં આતમા,
પચ્ચખાણમાં આત્મા જ,
સંવર – યોગમાં પણ આતમા.’
– આ છે જ્ઞાનીનું સમ્યક્ ચિંતન!
સાક્ષી છે પ્રભુ કુંદકુંદસ્વામી.
જ્ઞાની જ્ઞાનક્રિયાના કર્તા છે
आत्मा ज्ञानं...स्वयं ज्ञानम्
ज्ञानात् अन्यत् करोति किम्?
આત્મા પોતે જ્ઞાનસ્વરુપ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે?
જ્ઞાનથી વિરુદ્ધ અન્ય ભાવોનો કર્તા આત્મા છે – એવી બુદ્ધિ
તે અજ્ઞાની જીવોનો મોહ છે.
હવે આનો વ્યતિરેક કરીને કોઈ એમ માને કે ‘મારો આત્મા
મારા નિજ ભાવનોય કર્તા નથી, કે આત્મા પોતાની
જ્ઞાનાદિપર્યાયને પણ કરતો નથી,’ – તો તે પણ અજ્ઞાન અને
મોહ છે, તેનેય કર્તા – કર્મના સાચા સ્વરુપની ખબર નથી.
ભગવાને આત્માને જ્ઞાનથી અન્ય એવા પરભાવનો અકર્તા
કહ્યો છે, કાંઈ નિજ – જ્ઞાનભાવનો અકર્તા નથી કહ્યો; તેનો
તો તન્મયરુપે કર્તા છે.

Page 119 of 237
PDF/HTML Page 132 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૯
સમયસાર ગા. ૬૯ – ૭૦ માં આચાર્યદેવ કહે છે કે –
‘જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી.’ – એટલે
કે આત્મામાં તે સ્વીકારવામાં આવી છે. આત્મા એવો અક્રિય નથી
કે તેનામાં જ્ઞાનક્રિયા પણ ન હોય. રાગાદિ ક્રિયાને આત્માથી ભિન્ન
કહીને, મોક્ષમાર્ગમાંથી તેનો નિષેધ કર્યો છે; જ્ઞાનક્રિયા તો
આત્માના સ્વભાવભૂત છે, તેને આત્માથી જુદી પાડી શકાય નહિ,
તેનો નિષેધ કરી શકાય નહીં. આત્મા સર્વથા અકર્તા નથી, નિજ
શુદ્ધભાવનો તો કર્તા છે. ‘આત્મસિદ્ધિ’ માં જ્ઞાન પામેલો શિષ્ય
પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે –
‘‘અથવા નિજપરિણામ જે શુદ્ધ ચેતનારુપ
કર્તા – ભોક્તા તેહનો, નિર્વિકલ્પ – સ્વરુપ.’’
જ્ઞાની વિભાવકર્મોના અકર્તા – અભોક્તા છે; પરંતુ પોતાના
શુદ્ધ ચેતનભાવોના તે અભેદપણે (વિકલ્પ વગર) કર્તા – ભોક્તા
છે. આ શુદ્ધ કર્તા – ભોક્તાપણું જ્ઞાનીને જ સમજાય છે.
શું અંદર અને શું બહાર ?
સમ્યગ્દર્શન આત્માનું અંતરંગ તત્ત્વ છે, કે આત્માથી
બાહ્ય છે?
સમ્યગ્દર્શન તે આત્માનું અભેદ – અંતરંગ તત્ત્વ છે, તે
આત્માથી જુદું કે બાહ્ય નથી.
ધર્માત્મા પોતાના શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાયોને પોતાની
અંદર સમાવે છે, કોઈને બહાર નથી રાખતો; ને સર્વે રાગાદિ
પરભાવોને પોતાથી બહાર રાખે છે, ચૈતન્યમાં નથી ભેળવતો.
– આવી છે ધર્માત્માની ભેદજ્ઞાનદશા.
‘‘નિજભાવને છોડે નહીં; પરભાવ કંઈપણ નવગ્રહે.’’

Page 120 of 237
PDF/HTML Page 133 of 250
single page version

background image
૧૨૦ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
ચૈતન્યતત્ત્વનું ગ્રહણ વિકલ્પ વડે ન થાય
ચૈતન્યતત્ત્વ એવું મોટું મહાન અતીન્દ્રિય છે કે, તેને
વિકલ્પગમ્ય કહેવું તે કલંક છે; ‘વિકલ્પથી આત્માને જાણ્યો’ એમ
કહેનારે આત્માને ઇન્દ્રિયગમ્ય – સ્થૂળ માન્યો છે. વિકલ્પ પોતે
મોહનો પ્રકાર છે, તેના વડે જ્ઞાનસ્વરુપ આત્માનું ગ્રહણ (શ્રદ્ધાન,
જ્ઞાન કે આચરણ) કેમ થઈ શકે
? ચૈતન્યની જાતરુપ જ્ઞાન વડે જ
તેનું ગ્રહણ થાય છે. આત્માની શોભા વિકલ્પથી નથી; જ્ઞાનચેતનાથી
જ આત્માની શોભા છે. વિકલ્પમાં આત્માનો સ્વાદ નથી, તેમાં તો
મોહનો સ્વાદ છે. આત્માનો સ્વાદ તો ચેતનામાં છે. આ રીતે ચેતના
અને વિકલ્પને સ્વાદભેદે અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતા
જાણી, પ્રજ્ઞાછીણી વડે વિકલ્પોને જુદા કરીને, અને ચેતનામાં એકત્વ
કરીને, શુદ્ધઆત્માની સ્વાનુભૂતિ થાય છે.
સ્વાનુભવની પરંપરા
પ્રશ્ન : – સમ્યગ્દ્રષ્ટિ – જ્ઞાની પોતે પોતાના સ્વાનુભવની
વાત કરે?
ઉત્તર : – હા; શ્રીગુરુ પાસે, તેમજ સુયોગ્ય આત્માર્થી જીવો
પાસે જ્ઞાની પોતાના સ્વાનુભવની વાત કરે. ‘હે પ્રભો! આપના
પ્રસાદથી મને શુદ્ધાત્મા મળ્યો’ એમ કહીને ઉપકાર માને.
– તો પછી, નિયમસારમાં તો કહ્યું છે કે જ્ઞાનીજીવ
પરજનનો સંગ છોડીને પોતાના જ્ઞાનનિધિને ભોગવે’ – તેનો શું
અર્થ છે
?

Page 121 of 237
PDF/HTML Page 134 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૨૧
– ભાઈ, એમાં તો ધર્મના વિરોધી જીવો, કે તત્ત્વની જિજ્ઞાસા
વગરના સાવ લૌકિક જીવોને ‘પરજન’ કહ્યા છે, તેવા જીવોનો સંગ
વાદવિવાદના ક્લેશનું કારણ થતો હોવાથી તે છોડીને, જ્ઞાની પોતાના
જ્ઞાનનિધિને ભોગવે – એમ કહ્યું છે; પણ પોતાના ગુરુજનો ઉપકારી
પુરુષો તેમજ તત્ત્વજિજ્ઞાસુ સાધર્મી – સજ્જનો તેમને કાંઈ ‘પરજન’
નથી કહ્યા; તેમનો તો સંગ કરે, તેમજ તેમની સાથે સ્વાનુભવની ચર્ચા
પણ કરે. જ્યાંત્યાં અયોગ્ય સ્થાને તેની ચર્ચા ન કરે. જો સુયોગ્ય જીવ
સાથે પણ જ્ઞાની પોતાના સ્વાનુભવની ચર્ચા ન કરે તો જગતમાં
સ્વાનુભૂતિના માર્ગની પરંપરા કઈ રીતે ચાલશે
?
વળી જુઓ, દેશનાલબ્ધિનો નિયમ શું સૂચવે છે? કોઈ પણ
સ્વાનુભૂતિવંત જ્ઞાનીના શ્રીમુખથી આત્માના અનુભવની વાત
‘પ્રત્યક્ષ સાંભળીને’ (ટેપ દ્વારા સાંભળીને કે લખાણ વાંચીને નહિ
પણ એકવાર પ્રત્યક્ષ સાંભળીને) જીવને દેશનાલબ્ધિ થાય
છે.....અને પછી સુપાત્ર જીવ તેવો સ્વાનુભવ કરે છે. હવે જો જ્ઞાની
પોતાના અનુભવની વાત બોલે જ નહિ તો દેશનાલબ્ધિનો જ લોપ
થઈ જાય
!
ઘણા લોકો ભ્રમણાથી એમ માને છે કે ‘હીરા મુખસે ના કહે,
લાખ હમારા મોલ, તેમ જ્ઞાની પોતે પોતાના અનુભવની વાત ન
કરે
!’ – પણ તે વાત બરાબર નથી. પ્રથમ તો હીરાને મુખ – જીભ
જ નથી કે તે બોલે; અથવા હીરાની ચમક એ જ એનું મુખ છે ને
તેના દ્વારા તે પ્રસિદ્ધ કરે જ છે કે હું કેટલો મુલ્યવાન છું
! તેમ
જ્ઞાનીની વાણીમાં સ્વાનુભવની ચમક હોય છે ને તેના ઉપરથી
ઝવેરી જેવા કુશળ જિજ્ઞાસુઓ તેમને પારખી લઈને પોતાનું કલ્યાણ
કરે છે. આ લેખકને જીવનમાં અનેક જ્ઞાનીઓ મળ્યાં છે, ને તેમના
શ્રીમુખથી તેમના સ્વાનુભવની વાત પ્રત્યક્ષ સાંભળી છે, – જે
અપૂર્વ કલ્યાણનું કારણ થયું છે.

Page 122 of 237
PDF/HTML Page 135 of 250
single page version

background image
૧૨૨ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
શાસ્ત્રોમાં પણ એવા હજારો પ્રસંગો છે કે જેમાં જ્ઞાની પોતાની
અનુભૂતિનું નિઃશંક વર્ણન કરતા હોય, તેમાંથી થોડાક નમૂના અહીં
આપીએ છીએ : –
(સમયસાર ગા : ૫) નિરંતર ઝરતા આનંદની છાપવાળા
પ્રચુર સ્વસંવેદનથી મને નિજવૈભવ પ્રગટયો છે.....
(સ. કળશ ૨૦) આ આત્મજ્યોતિને અમે નિરંતર
અનુભવીએ છીએ.
(કળશ : ૩૦) હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરુપને
અનુભવું છું.
(ગા. ૩૮) પ્રતિબુદ્ધ શિષ્ય, પોતાને જે અપૂર્વ આત્મઅનુભવ
થયો તેનું વર્ણન કરતાં સ્વમુખે કહે છે કે – હું અનાદિથી
અપ્રતિબુદ્ધ હતો; હવે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં
આવતાં.....પોતાના પરમેશ્વર આત્માને જાણીને, તેનું શ્રદ્ધાન
કરીને તથા આચરણ કરીને જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ
થયો; તે હું એવો અનુભવ કરું છું કે.....મહાન જ્ઞાનપ્રકાશ
મને પ્રગટ થયો છે.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે –
‘ઓગણીસો ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે.’
‘દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે
દેહભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’
(આ કાવ્યમાં ચારિત્રની ભાવના ભાવી છે પણ ‘આત્મબોધ
ક્યારે થશે’ એમ ભાવના નથી કરી, કેમકે આત્મબોધ તો થઈ ગયો
છે.)
‘અમારું જે અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગતા છે.’

Page 123 of 237
PDF/HTML Page 136 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૨૩
‘આત્મસિદ્ધિ’માં બોધબીજ પામેલો શિષ્ય કહે છે કે –
‘સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
ભાસ્યું નિજસ્વરુપ તે શુદ્ધ ચેતનારુપ;
અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરુપ.’
પ્રવચનસાર : પહેલી જ ગાથાનો પહેલો શબ્દ ‘एष.....’ તેના
અર્થમાં કહે છે કે ‘આ સ્વસંવેદન – પ્રત્યક્ષ હું.....પ્રણમું છું.
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના ઐક્યસ્વરુપ એકાગ્રતાને હું
અવલંબ્યો છું.
(ગા. ૮૦) મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો
છે.....અર્થાત્ મને સમ્યગ્દર્શન થયું છે.....મેં ચિંતામણિ પ્રાપ્ત
કર્યો છે.....મારી મતિ વ્યવસ્થિત થઈ છે.....
(ગા. ૯૨) બહિર્મોહદ્રષ્ટિ આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે
હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની
નથી.....‘આ આત્મા સ્વયમેવ ધર્મ થયો.’
(પ્ર. ગા. ૧૯૯) ‘મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય
છે.’ અર્થાત્ મોક્ષમાર્ગ નક્કી કરીને તેમાં ચાલી રહ્યા છીએ.
(ગા. ૨૦૦) હું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી
આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક.....શુદ્ધાત્મામાં પ્રવર્તું છું.
– આ રીતે સ્વાનુભવી જ્ઞાનીજનો, સુયોગ્ય પ્રસંગે સુપાત્ર
જીવો સમક્ષ પોતાના સ્વાનુભવની મહા આનંદકારી વાત કરે છે, ને
જિજ્ઞાસુ જીવોને તે મહાન આત્મલાભનું કારણ થાય છે.
જિજ્ઞાસુઓને માટે આ વિષય મહત્ત્વનો અને લાભકારી હોવાથી
તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
c

Page 124 of 237
PDF/HTML Page 137 of 250
single page version

background image
૧૨૪ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
‘સારું છે.....તેને દેખો’
હે જીવ! તારા આત્મામાં ક્યારેય એકલો ઉદયભાવ નથી
હોતો, બીજા સારા ભાવો પણ સદાય તારામાં હોય જ છે; તેની
સુંદરતા ઓળખતાં જ ઉદયભાવો જુદા પડી જાય છે. એકલા
વિભાવને ન દેખ; સારું છે તેને દેખ.
ઉદય ભાવ વિનાના તો ઘણાય જીવો જોવા મળે છે;
ચેતનભાવ વિનાનો તો કોઈ જ જીવ હોતો નથી.
– આ વાત વિચારીને પ્રયોગ કરતાં જરુર ભેદજ્ઞાન થાય છે
ને ઉપશમાદિ ભાવો પ્રગટે છે.
મારી માતા
હે જિનવાણી – મા! સાચા ભાવથી મેં જીવનભર તારી સેવા
કરી, મારું આખુંય જીવન ને આત્મા તને સમર્પિત કરી દીધા; તો
તેના ફળમાં તું મને શું આપીશ
?
હે વત્સ! સાંભળ! જેમ તેં તારું સર્વસ્વ મને સમર્પિત કર્યું
તેમ મેં પણ મારું સર્વસ્વ તને સમર્પિત કરી દીધું છે : મારી પાસે
ઉત્તમ ત્રણ રત્નો, તેમાંથી અપૂર્વ સમ્યક્ત્વ – રત્ન તો હું તને દઈ
ચુકી છું અને બાકીનાં બે વીતરાગતા ને કેવળજ્ઞાનરુપ મહા રત્નો
પણ થોડા જ વખતમાં હું તને આપીશ.
ધન્ય માતા, તારી સેવાનું સર્વોત્તમ ફળ તેં મને આપ્યું. તારી
સેવાથી જીવન ધન્ય બન્યું, મારો આત્મા કૃતકૃત્ય થયો.
તને નમસ્કાર હો.

Page 125 of 237
PDF/HTML Page 138 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૨૫
સ્વાનુભૂતિ-પ્રકાશ
દેખ્યો રે દેખ્યો અદ્ભુત વૈભવ અંતરે,
અનંતગુણનિધિ છું આતમદેવ જો;
ચેતનભાવ જ પ્રસરી રહ્યો છે એકલો,
સર્વપ્રદેશે સુખ – સુખ બસ, સુખ જો...
(સ્વાનુભૂતિ સંબંધી ૪૭ પદ તથા તેના અર્થ)
બ્ર. હરિલાલ જૈન

Page 126 of 237
PDF/HTML Page 139 of 250
single page version

background image
૧૨૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સ્વાનુભૂતિ – પ્રકાશ
આ ‘સ્વાનુભૂતિ – પ્રકાશ’શાસ્ત્ર અંતરની અનુભૂતિના
ભાવો વડે રચાયેલું છે. આના ભાવો સમજીને જે મુમુક્ષુજીવો
આદરથી – વિશ્વાસથી અને ઊંડા મનનથી આનો સ્વાધ્યાય કરશે
તે જીવોને સ્વાનુભૂતિ પ્રત્યેનો પરમ ઉત્સાહ જાગશે અને અત્યંત
અલ્પકાળમાં જ તેઓ સ્વાનુભૂતિનો પ્રકાશ કરીને ચૈતન્યના પરમ
અતીન્દ્રિય આનંદને પામશે. અને, જેઓ આવા અતીન્દ્રિય –
આનંદને પામેલા છે એવા – સ્વાનુભૂતિવંતા મારા સાધર્મીજનો
પણ આ સ્વાનુભૂતિપ્રકાશ – શાસ્ત્ર દ્વારા પોતાની સ્વાનુભૂતિને
ફરી ફરીને અત્યંત તાજી કરીને ખૂબ આનંદિત થશે.
સ્વાનુભૂતિનો પ્રકાશ જગતના સર્વે મુમુક્ષુજીવોમાં
વિસ્તરો ને જૈનશાસનની આ સ્વાનુભૂતિ જગતનું કલ્યાણ કરો.
‘‘જય વર્દ્ધમાન’’ બ્ર. હરિલાલ જૈન

Page 127 of 237
PDF/HTML Page 140 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૨૭
नमः श्री वर्द्धमानाय
ઉ પ કા ર
જેમના પ્રતાપથી આ આત્મા સ્વાનુભૂતિ પામ્યો અને
પોતાના ઇષ્ટ પદની પ્રાપ્તિ થઈ એવા મહાવીર ભગવાનનો
મહાન ઉપકાર છે.....તેમને નમસ્કાર હો.
अभिमतफलसिद्धेः अभ्युपायः सुबोधः
स च भवति सुशास्त्रात् तस्य चोत्पत्तिः आप्तात् ।
इति भवति स पूज्य तत्प्रसादात् प्रबुद्धेः
न हि कृतमुपकारं साधवो विस्मरंति ।।
શાસ્ત્રની ઉત્પત્તિ ‘આપ્ત’ એટલે સર્વજ્ઞદેવ અને પરમ
ગુરુઓથી થાય છે; અને તેના વડે સુબોધ પ્રગટે છે કે જે
ઇષ્ટ ફળની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે, તેમના પ્રસાદથી
પ્રબુદ્ધ થયેલા બુધજનોવડે તે આપ્તપુરુષો પૂજનીય છે;
કેમકે સત્પુરુષ – ધર્માત્માઓ પોતાના ઉપર કરેલા
પંચપરમેષ્ઠી ભગવંતોના ઉપકારને કદી ભૂલતા નથી.