Samyak Darshan Part 7 8 (Gujarati). Sarvagna No Svikar; He Jiv Jene Tu Sodhe Chhe Te Tuj Chho; Mare Nijanandne Bhetvu Chhe; Abhedmathi Bhed; Bhed Pragat Karnarna Vichar; Jago Chaitanya Prabhu; Parmatmana Panthe; Shree Munibhagvantni Sathe.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 13

 

Page 88 of 237
PDF/HTML Page 101 of 250
single page version

background image
૮૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
રાગનો નાશ નથી કરતું. અનંતાનુબંધી કષાયને અને સમ્યક્ત્વને
સાથે રહેવામાં વિરોધ છે, પણ બીજા કષાયોને અને સમ્યક્ત્વને
સાથે રહેવામાં વિરોધ નથી. – આમ મિશ્રભાવોમાં પણ બંને
પ્રકારના ભાવોની ભિન્નતા જાણો. સાધકને આત્મા સ્વસંવેદનમાં
પ્રત્યક્ષ થયો છે, જ્ઞાનચેતના પ્રગટી છે; પણ સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન
વગર પરમાત્મા થવાતું નથી. બારમાગુણસ્થાને સંપૂર્ણ જ્ઞાન વગર
તેને પરમાત્મા ન કહ્યા, અંતરાત્મા કહ્યા; ત્યાંસુધી સાધકભાવ કહ્યો;
કેવળજ્ઞાન થતાં સાધક મટીને સ્વયં સાધ્ય – પરમાત્મા થયા.
તે સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર હો.
c અહો સર્વજ્ઞસ્વભાવી કેવળીભગવાન! આપનો સ્વીકાર
ઇન્દ્રિયજ્ઞાન વડે થઈ શકતો નથી; આપ અતીન્દ્રિયજ્ઞાનના જ વિષય
છો. છતાં જેઓ આપને ઇન્દ્રિયનો વિષય બનાવવા માંગે છે તેઓ
ખરેખર આપના પરમાત્મસ્વરુપને ઓળખતા નથી. અરે, શું એક
સૂક્ષ્મ જડપરમાણુ કરતાંય આપ સ્થૂળ છો કે ઇન્દ્રિયગમ્ય બનો
?
– નહીં, નહીં. અરે, એક છૂટો મૂર્ત – પરમાણુ પણ એવો સૂક્ષ્મ
છે કે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ શકતો નથી, અતીન્દ્રિયજ્ઞાનનો જ
તે વિષય છે; તો પછી અમૂર્ત જ્ઞાન – આનંદમય અતીન્દ્રિય –
પરમાત્મા તો ઇન્દ્રિયજ્ઞાનના વિષય કેમ થાય
? અરે, શું તે ચેતન –
પરમાત્મા જડપરમાણુ કરતાંય સ્થૂળ છે કે તેને ઇન્દ્રિયજ્ઞાનના
વિષય કહો છો
? અરે, પરમાત્માની મહાનતા તમે જાણી નથી,
તમારું જ્ઞાન જ અત્યંત સ્થૂળ ઇન્દ્રિયાધીન છે, તેથી તમને
પરમાત્માની સ્તુતિ કરતાં આવડતી નથી. પરમાત્મા – સર્વજ્ઞને
ઇન્દ્રિયના વિષય કહેવા તે તેમની સ્તુતિ નથી અપિ તુ અવર્ણવાદ
છે; તે જ્ઞાનસ્વભાવી પરમાત્માને અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રહણ કરવા તે
જ તેમની પરમાર્થ સ્તુતિ છે. એ વાત કુંદકુંદસ્વામીએ સમયસાર

Page 89 of 237
PDF/HTML Page 102 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૯
ગાથા ૩૧ માં તથા પ્રવચનસાર ગા. ૮૦ માં કહી છે, કે
જ્ઞાનસ્વભાવી આત્માનું સ્વસંવેદન તે જ કેવળી ભગવાનની પરમાર્થ
સ્તુતિ છે. તે સ્તુતિ રાગવડે કે ઇન્દ્રિયજ્ઞાનવડે થઈ શકતી નથી.
અતીન્દ્રિયચેતનારુપ ને અતીન્દ્રિય સુખરુપ થયેલા ભગવાન
અર્હંતદેવને વિકલ્પાતીત જ્ઞાનવડે ઓળખતાં આત્માનું પરમાર્થ
સ્વરુપ ઓળખાય છે ને સમ્યગ્દર્શન થાય છે.
હે જિજ્ઞાસુ ! જેને તું શોધે છે તે તું જ છો
એક જિજ્ઞાસુ કોઈ જ્ઞાનવાન પુરુષને ઓળખી તેની પાસે
ગયો અને પૂછ્યું – અમને શુદ્ધચેતનવસ્તુની પ્રાપ્તિ કરાવો!
ત્યારે તે જ્ઞાનીએ કહ્યું – બીજા એક જ્ઞાનવાન છે તેમની પાસે
જાઓ, તે તમને બતાવશે.
જિજ્ઞાસુ ત્યાં ગયો ને પ્રાર્થના કરી : અમને ચેતનવસ્તુની
પ્રાપ્તિ કરાવો.
ત્યારે તે બીજા જ્ઞાનીએ તેને કહ્યું – નજીકમાં મીઠા પાણીનો
દરિયો છે તેમાં એક મચ્છ રહે છે, તે જ્ઞાની છે, તેની પાસે જાઓ,
તે તમને ચૈતન્યની પ્રાપ્તિનો ઉપાય બતાવશે.
તેમની સલાહ સ્વીકારી તે જિજ્ઞાસુ દરિયાના માછલા પાસે
ગયો, ને કહ્યું – અમને અમારા શુદ્ધચૈતન્યની પ્રાપ્તિ – અનુભૂતિ
કરાવો.
ત્યારે મચ્છે મીઠાસથી જવાબ આપ્યો : – ભલે, પણ અમારું
એક કામ છે તે પહેલાં કરો, તો પછી તમને ચૈતન્યવસ્તુ બતાવીએ.
તમે મહાન જિજ્ઞાસુ છો ને પરાક્રમી છો તેથી ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ
માટે અહીં સુધી આવ્યા છો; તેથી તમે અમારું કામ જરુર કરશો;

Page 90 of 237
PDF/HTML Page 103 of 250
single page version

background image
૯૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
મચ્છે કહ્યું – ભાઈ! હું ઘણાય વખતનો તરસ્યો છું, પાણી
વગર તરફડું છું, માટે ક્યાંયથી પાણી લાવી આપો; તમારો ઉપકાર
થશે. મહાજનની રીત છે કે દુઃખીને મદદ કરે; માટે તમે પાણી
લાવીને મારી તરસ મટાડો.....હું તમને ચિદાનંદ વસ્તુ પ્રત્યક્ષ
બતાવીને તેની પ્રાપ્તિ કરાવીશ.
ત્યારે તે જિજ્ઞાસુ પુરુષ આશ્ચર્યથી કહેવા લાગ્યો – અરે, તમે
એમ કેમ કહો છો કે પાણી લાવો! આ મીઠા પાણીના દરિયામાં તો
તમે સદાય રહો જ છો. જે દરિયામાં તમે રહો છો તે તરફ
જુઓ.....પાણી ભર્યું જ છે.
ત્યારે મચ્છ બોલ્યો – હે જિજ્ઞાસુ ભાઈ! તમે પણ મારી જેમ
જ કરી રહ્યા છો. વિચાર કરો – તમે પોતે ક્યાં રહો છો? તમે જ્યાં
રહો છો ત્યાં જ ચૈતન્યનો દરિયો ભર્યો છે, તમે પોતે જ
ચૈતન્યસ્વરુપ છો, છતાં ચૈતન્યને બહાર શોધવા કેમ નીકળ્યા છો
?
ને અમારું કાર્ય થતાં તમારું કાર્ય પણ ચોક્કસ કરશું – એ નિયમથી
જાણો.
જિજ્ઞાસુએ કહ્યું – તમારું કામ જરુર કરશું, – માટે બતાવો.

Page 91 of 237
PDF/HTML Page 104 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૧
તમારામાં ભરેલા ચૈતન્યદરિયા તરફ જુઓને! સન્દેહ ન કરો.....ને
ચૈતન્યસ્વરુપે જ પોતાને અનુભવો. અનાદિથી ભૂલ્યા, છતાં તમારો
જ્ઞાનભાવ મટી ગયો નથી, જ્ઞાનસમુદ્રમાંથી તમે બહાર નીકળી ગયા
નથી. સ્વયં પોતે જ્ઞાનસ્વરુપ છો, જ્ઞાન પોતે પોતાને બીજે શોધે તે
આશ્ચર્ય છે. ‘હે જીવ
! જેને તું શોધે છે તે તું પોતે જ છે. – માટે
અંતર્મુખ થઈને સ્વસંવેદન કર.’
જિજ્ઞાસુ તો પોતાનું સ્વરુપ પોતામાં દેખીને સ્તબ્ધ થઈ
ગયો.....ને માછલું ક્યાં અલોપ થઈ ગયું – તેની ખબરે ન પડી.
પણ તેના ઉપદેશના પડઘા હજી સંભળાય છે.....
વસ્તુ પોતે પોતાના સ્વરુપમાં જ છે.....તેને બહાર ન શોધો.
વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળે ન કરે.
વસ્તુના સ્વરુપનો મહિમા અનંત છે, અચિંત્ય છે, અમિટ છે.
પોતામાં ઉપયોગ મૂકીને જોવું – એ જ સ્વરુપને પામવાની રીત
છે.
સંતોએ ને ગ્રંથોએ માર્ગ બતાવ્યો છે, પણ ઉપયોગ પોતે અંદર
જાય તો પોતાની વસ્તુ પોતાને પ્રાપ્ત થાય.
પોતામાં જ વસ્તુ પ્રાપ્ત થતાં મહાન આનંદ થાય
– એ જ ‘સ્વાનુભવ – પ્રકાશ’ છે.
મારે નિજાનંદને ભેટવું છે –
એવું ભેટવું છે કે તે – રુપે જ હું થઈ જઉં
હું જ આનંદ છું, – આનંદસ્વરુપમાં તન્મય થઈને ભેટવા

Page 92 of 237
PDF/HTML Page 105 of 250
single page version

background image
૯૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
હું મારા આત્મસ્વરુપની એકની જ પરમ પ્રીતિ કરીને, અન્ય સમસ્ત
પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટભાવના છોડું છું; રાગ – દ્વેષરુપ સમસ્ત
ચિંતા મટાડીને, નિજાનંદી પ્રભુએ એકને જ ધ્યાનમાં ધ્યાવી –
ચિંતવી – તેમાં જ ઉપયોગને લીન કરી, મારા સમસ્ત
દ્રવ્યગુણપર્યાયને આનંદમય કરી દઉં છું. – આ મારી સ્વસમયરુપ
સમાધિ છે.
મારું દ્રવ્ય મારી આનંદપરિણતિરુપે દ્રવી રહ્યું છે.
આત્મદ્રવ્યને પોતાના આનંદમય દ્રવણમાં (પરિણમનમાં) એવી
એકરસતા થઈ છે કે બહારના કોઈપણ પરિષહની વેદના તેમાં ઘૂસી
શકતી નથી. આનંદરસના આસ્વાદમાં તૃપ્ત આત્માને બહારની કોઈ
અપેક્ષા જ રહી નથી, – એટલે બહારમાં ઇન્દ્રપદની સમ્પદા હો
કે કોઈ ઘોર ઉપદ્રવ હો, – બંને તેને તો સરખા જ છે, – પોતાથી
બાહ્ય જ છે. અહા, ચિત્ત તો પરમેશ્વરમાં લીન થયું છે – ત્યાં
પરમાનંદની શી વાત
!!
પહેલાં સમ્યગ્જ્ઞાને આત્મસ્વરુપનો ઉત્કૃષ્ટ મહિમા જાણી લીધો
છે; તેમાં એટલી બધી સુંદરતા છે કે તેને જાણતાં જ્ઞાનમાં મહાન
આનંદ થયો છે; દ્રવ્ય – ગુણ – પર્યાય – પ્રદેશો બધાય આનંદરસમાં
તરબોળ છે. અહા, આત્મસાધનાના પહેલા પગલામાં જ આવી મજા
છે. પછી તેમાં લીનતારુપ સમાધિ થાય ત્યારે તો બહારમાં દુઃખાદિ
પ્રસંગની વેદનાને પણ આત્મા વેદતો નથી, જ્ઞાન પોતાના સહજ
સુખના વેદનમાં જ મગ્ન છે. એ રીતે આત્મસમાધિવડે જ્ઞાન – સુખનું
વેદન વધતાં – વધતાં, સર્વ આવરણને તોડીને આત્મા પોતે
પરમસુખી પરમાત્મા થઈ જશે. – તેને હવે તો થોડીક જ વાર છે. –
તે માર્ગમાં ઝડપથી ચાલી રહ્યા છીએ.

Page 93 of 237
PDF/HTML Page 106 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૩
અભેદમાંથી ભેદ ઊપજ્યો છે...
ભેદ છે તે અભેદને સિદ્ધ કરે છે
‘‘જ્ઞાનસ્વરુપ આત્મા છે’’ એવો જે ગુણ – ગુણી ભેદ
ઉપજ્યો છે તે અભેદવસ્તુના અસ્તિત્વમાંથી ઊઠયો છે. ‘‘જ્ઞાન તે
આત્મા’’ એવો ગુણ – ગુણીભેદ કાંઈ જડમાંથી નથી ઊઠયો,
રાગમાંથી પણ નથી ઊઠયો, પણ જ્યાં ગુણ અને ગુણીનું અસ્તિત્વ
છે એવી એક ચૈતન્યવસ્તુમાંથી તે ભેદ ઊઠયો છે; ને તે વસ્તુને
અનુભવતાં તે બંને ભેદ તેમાં જ સમાઈ જાય છે.
આત્મા પોતે જ્ઞાનસ્વરુપ છે તો ‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ
ઊઠે છે; જો આત્મા જ્ઞાનસ્વરુપ ન હોય તો એવો ભેદ ક્યાંથી ઊઠે?
માટે ‘ભેદ’ (ગુણભેદ) જ્યાંથી ઊઠે છે ને જેમાં સમાય છે ત્યાં
જા.....તો ભેદદ્વારા તને અભેદની પ્રાપ્તિ થશે, ગુણદ્વારા વસ્તુની
પ્રાપ્તિ થશે. ગુણસ્વરુપ તો વસ્તુ જ છે, – બીજું કોઈ નથી. આ
રીતે ગુણનો ભેદ અભેદવસ્તુને જાણવામાં કારણ છે ( – વ્યવહાર
છે તે પરમાર્થનો પ્રતિપાદક છે) : ગુણ સાધન છે, વસ્તુ સાધ્ય છે.
ગુણ – ગુણીની એકતાદ્વારા ભાવશ્રુતરસ ઝરે છે....તેને પી – પીને
આત્મા અમર થાય છે.
ગુણ – ગુણીનો સમ્યક્ વિચાર આત્માને અન્ય પદાર્થોથી
જુદો રાખે છે; અન્યના સંબંધ વગરના એકલા ગુણગુણીમાંથી
રાગદ્વેષનું પણ ઉત્થાન થઈ શકતું નથી, એટલે રાગદ્વેષથી પણ
આત્માને જુદો રાખે છે; અને ‘જ્યાં ચેતન ત્યાં સર્વગુણ’ – જ્યાં
એક ગુણ છે ત્યાં સર્વ ગુણ છે – એ ન્યાયે અનંતગુણસંપન્ન
અવિકારી આત્માની સ્વાનુભૂતિ કરાવે છે. અહા, જૈનધર્મના
વ્યવહારમાં પણ પરમાર્થ કેવો સમાયેલો છે
!!

Page 94 of 237
PDF/HTML Page 107 of 250
single page version

background image
૯૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સ્વાનુભૂતિની ભાવનામાં પહેલાં સ્વ – પરનું ભેદજ્ઞાન કરીને,
‘હું જ્ઞાન.....હું આત્મા’ એમ પોતામાં ‘અહં’ ભાવ વારંવાર ઘુંટાય
છે; પછી ઊંડે ઉતરતા ‘‘અહં’’ એવા વિચાર છૂટીને અસ્મિ ‘હું છું’
એવો ભાવ વેદાય છે.....‘હું દર્શનજ્ઞાનમય છું, – એવા સ્થૂળ
ભેદભાવ ત્યાં રહેતાં નથી; – અત્યંત સૂક્ષ્મ વિચાર હોય છે; પછી
તે સૂક્ષ્મ વિચારને પણ ઓળંગી જઈને; વિકલ્પ – વિચાર વગર,
સ્વરુપ – સત્તામાત્રનો સ્વસંવેદનભાવ રહે છે, – તે નિર્વિકલ્પ
આનંદસમાધિ છે. ત્યાં આત્મા પોતાના એકસ્વરુપમાં જ એકરસ
છે, બીજો કોઈ રસ નથી, કોઈ ભેદવિચાર નથી. સ્વરુપ આખું
સત્તામાત્ર પોતે પોતામાં પરિણમી રહ્યું છે. વિકલ્પો – ભેદો બધા
થાકીને બહાર અધવચ્ચે અટકી ગયા, મન પણ થાક્યું, પરમ
શાંતિમય ચૈતન્ય ઉપયોગ એકલો અંદર પોતાના ઉત્પત્તિસ્થાન સુધી
પહોંચીને તેમાં એવો તન્મય થયો કે
અદ્વૈતના આ મહાન આનંદમાં કોઈ દ્વૈત દેખાતું નથી,
દ્રવ્ય-પર્યાય જરાય જુદા અનુભવાતા નથી. – આ
પરમાત્માનો વિલાસ છે.... સ્વરુપની સિદ્ધિ છે.....સર્વે
ધર્માત્માઓની અનુભૂતિ છે ને પરમાત્માની સાક્ષી છે.
‘અહો, શ્રી પંચપરમેષ્ઠી ગુરુઓનો ઉપદેશ આવું
નિર્વિકલ્પ – ચૈતન્યઅમૃત પીવડાવે છે. ભવ્ય સાધર્મીઓ!
આ અમૃતને પીઓ.....રે.....પીઓ! સ્વ – પર ભેદજ્ઞાનના
નિરંતર અભ્યાસથી તમારા જ ચૈતન્યપાતાળમાંથી આવા
આનંદરસનો ફૂવારો ઊછળશે. થાકશો નહિ, હતાશ થાશો
નહિ. શંકા કરશો નહિ, એક જ લગનથી ચૈતન્ય –
સ્વરુપમાં લાગ્યા રહેજો, દિનરાત ક્ષણ – પળ પ્રયત્ન કયા
ર્

Page 95 of 237
PDF/HTML Page 108 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૫
જ કરજો.....મહાન ઉલ્લાસ રાખજો.....તમને બહુ મજા
આવશે.....ને આનંદની સિદ્ધિ થશે.....
ક્યારેક બેચેની થાય.....મન મૂંઝાય.....ધીરજ ખૂટતી લાગે
તો વગર વિલંબે, વગર સંકોચે આત્મજ્ઞાની પાસે જઈને હૃદય
ખોલી નાંખજો.....તે જ્ઞાનીની એક જ દ્રષ્ટિ – મીઠીમધુરી ચૈતન્યની
વાત તમારી હતાશાને તરત જ ખંખેરી નાંખશે ને તમારા આત્માને
સ્વરુપ સાધવાની અખંડધારામાં જોડી દેશે.
સાચી આત્મલગની કરો.....તો કાર્યસિદ્ધિને વાર નથી.
જૈનશાસન અને જ્ઞાનીજનો તમારી પાસે જ છે.
તત્ક્ષણ ‘સ્વાનુભૂતિનો પ્રકાશ’ કરો. (આશીષ
!)
b o b
ભેદજ્ઞાન પ્રગટ કરવાના વિચાર
અનંતસ્વભાવી આત્મા; તેનું જ્ઞાનકાર્ય મુખ્ય. તે પોતાના
જ્ઞાનકાર્ય વડે જડને – વિભાવને જાણે ત્યારે, ‘હું જ્ઞાન છું’ એવા
જ્ઞાનસ્વાદને ભૂલી જાય છે ને અજ્ઞાનનો સ્વાદ લ્યે છે.....અજ્ઞાનનો
સ્વાદ એટલે મોહનો સ્વાદ તે દુઃખ છે.
હવે ભેદજ્ઞાન આ પ્રમાણે કરવું કે – હું જાણનાર
જ્ઞાનસ્વભાવી છું, જ્ઞાન સાથે મારા અનંતસ્વભાવો તન્મય છે. આવા
જ્ઞાનસ્વભાવથી હું પોતે પોતામાં જ જ્ઞાનરુપે પરિણમી રહ્યો છું; તે
જ્ઞાનનો સ્વાદ મહા આનંદરુપ છે. આવું જ્ઞાનવેદન તે સુખ છે; તેમાં
મોહ નથી. એટલે જડને કે વિભાવને જાણવા છતાં તેમાં ક્યાંય તે
o

Page 96 of 237
PDF/HTML Page 109 of 250
single page version

background image
૯૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જ્ઞાન મોહિત થતું નથી, તેના સ્વાદને પોતાના સ્વાદમાં ભેળવતું
નથી; પોતાનો ચૈતન્યસ્વાદ પોતામાં જ લીધા કરે છે.
જ્ઞાનસ્વાદ એકદમ શાંત છે. વિભાવનો સ્વાદ વ્યાકુળ છે.
જડમાં તો કોઈ સ્વાદ જ નથી, અથવા જડસ્વાદ છે.
શરીર તો આખેઆખું જડરુપ અચેતન પ્રત્યક્ષ છે, તેમાં
ચેતનાનો પ્રવેશ કદી થતો નથી.
ચેતના કદી જડ થતી નથી; શરીર કદી ચેતનામાં પ્રવેશતું
નથી; જુદેજુદા રહે છે.
અનંતવાર જડ શરીરના સંયોગ આવ્યા ને છૂટયા, છતાં
દર્શન – જ્ઞાનસ્વરુપ આત્મા તો ઉપયોગસ્વરુપ જ રહ્યા કર્યો છે. તે
ઉપયોગ જ હું છું.
આત્મા ઉપયોગી; શરીર ‘અનુપયોગી.’ બંનેની ભિન્નતા
સ્પષ્ટ છે.
રાગદ્વેષાદિ વિભાવ જો કે ચેતન નથી, પણ જ્યાં ચેતનનું
અસ્તિત્વ હોય ત્યાં જ તે થઈ શકે છે, એટલે પહેલાં – મુખ્ય
ચેતનઅસ્તિત્વ છે. જ્યાં જ્યાં રાગદ્વેષ દેખાય ત્યાં ત્યાં પહેલાં
ચેતનને તું જોઈ લે. તે ચેતન તને મહાન દેખાશે; પછી મહાન ચેતન
સાથે વિજાતીય રાગાદિકનો સંબંધ કરતાં તને શરમ થશે, એટલે તું
એ રાગદ્વેષનો સંબંધ તોડી તારા ચેતનભાવમાં જ રહીશ. – આ
જ ભેદજ્ઞાન છે.
ઉપયોગ અને રાગની ભિન્નતા જિનવાણીએ સર્વત્ર દેખાડી
છે; સંત – ધર્માત્માઓએ પોતામાં અનુભવી છે. ભાઈ! તારો
અસલી ચેતનસ્વભાવ કદી મટી શકે નહિ. ‘ચેતનસ્વભાવી’ તું
b

Page 97 of 237
PDF/HTML Page 110 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૭
વિદ્યમાન છો, તો તેની વિકૃતિરુપ રાગાદિક થાય છે. ચેતનસ્વભાવી
તું વિદ્યમાન ન હો તો રાગાદિક કેવી રીતે થાય
? માટે એકલા
રાગાદિકને ન દેખ, ચેતનસ્વભાવના અસ્તિત્વને દેખ. હજી કે
ચેતનસ્વભાવનું એકલું અસ્તિત્વ રાગાદિ વિકાર વગરનું
અનુભવાશે; પણ એકલા રાગાદિ, ચેતનના અસ્તિત્વ વગર કદી
નહીં અનુભવાય.
રાગાદિ વગરનું તારું ચેતનત્વ ઘણું જ સુંદર છે, – મોક્ષનો
સ્વાદ તેમાં ભર્યો છે. એ સ્વાદ છોડીને તું નરકાદિના કારણરુપ
પાપનો સ્વાદ કેમ લ્યે છે
? તમે જાણો છો કે આ શરીર – સ્ત્રી –
ધન – મકાન એ કોઈ તમારા થઈને રહેવાના નથી, અત્યારથી જુદા
જ છે, છતાં તમે તેમાં મોહિત થઈ, પોતાનું હિત ચૂકી નરકાદિનાં
કર્મો કેમ બાંધો છો
? ને વળી પાછા તેમાં સુખ કેમ માનો છો?
અરેરે, સંતો તમને વારંવાર શિખામણ આપે છે, તમે પણ ગ્રંથને
સાંભળો છો – વાંચો છો, છતાં મોહ કેમ નથી મૂકતા
? હજી ક્યાં
સુધી સંસારમાં ભટકવું છે?
જાગો....જાગો.....ચૈતન્ય
પ્રભુ! ઝટ જાગો! વારંવાર
આવા હિતની શિખામણ
દેનારા મળવા દુર્લભ છે....
અવસર પામ્યા છો તો
તેનો લાભ લઈ લ્યો.

Page 98 of 237
PDF/HTML Page 111 of 250
single page version

background image
૯૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
મારો ઉપયોગ સદા મારામાં છે, તેનો મને કદી વિયોગ નથી.
ક્રોધાદિ વિભાવ એ ખરેખર કોઈ વસ્તુ નથી. મોહાગ્નિથી ફદફદાટ
થતો હતો, પણ ઉપયોગ જ્યાં મોહાગ્નિથી છૂટો પડયો ત્યાં શાંત
થઈ ગયો, તેમાં કોઈ ફદફદાટ ન રહ્યો. – એ જ મારું અસલી
શાંત સ્વરુપ છે. – આમ વારંવાર અત્યંત શાંતચિત્તે પોતાના
સ્વરુપની ભાવના કરવી. ત્યાં સ્વભાવ પ્રગટે છે ને સાચો આનંદ
વેદાય છે. – એનો સાક્ષી આત્મા પોતે જ છે.
હે જીવ! તારો એક્કેય ભાવ એવો નથી કે જેમાં તારું
ચેતનપણું રહેલું ન હોય. ચેતનપણું સર્વત્ર વ્યાપ્ત છે.....તે આખું
ચેતનપણું, એકલું ચેતનપણું, અનંતભાવથી ભરેલું ચેતનપણું, દ્રવ્ય
– પર્યાયરુપ ચેતનપણું – તે જ તું છો. તું ચૈતન્યરસમાં ચડી જા.
આ કામ અત્યારે તારાથી થાય તેવું છે, તેથી જ તને કહીએ
છીએ. પરિગ્રહવાન સમ્યગ્દ્રષ્ટિ પણ ક્યારેક ક્યારેક શુદ્ધોપયોગી
થઈ સ્વાનુભૂતિ કરી લ્યે છે, તે ધન્ય છે, મોક્ષના સાધક છે.
સ્વરુપના અનુભવ વખતે તે પોતાના સિદ્ધસમાન આત્મતત્ત્વને
સ્વસંવેદનરુપ કરીને પ્રત્યક્ષ દેખે છે. – આવો અનુભવ પૂજ્ય છે,
સર્વે સંતોએ એની પ્રશંસા કરી છે; સર્વશાસ્ત્રોમાં એનો જ મહિમા
ભર્યો છે.
હે ભવ્ય મુમુક્ષુ! તું પ્રતીત કર.....અમે કહીએ છીએ તેમ
કરતાં તારું હિત જ થશે. બધું કહેવાનું તાત્પર્ય એ છે કે પરની
આશા સર્વથા મટાડી, તારા ચેતનના સ્વરસથી તૃપ્ત થા. તારા
ચેતનરસનો સ્વાદ જ કોઈ એવો અપૂર્વ છે કે તે ચાખતાં પરમ તૃપ્તિ
ઊપજે છે, – એવી તૃપ્તિ ઊપજે છે કે પછી બીજું કાંઈ રસવાળું
લાગતું નથી. ચૈતન્યરસ પાસે જગત નીરસ લાગે છે. એ ચૈતન્યરસ
ચાખતાં જ વિષયભાવરુપ સર્વે વ્યાધિ મટી જાય છે.

Page 99 of 237
PDF/HTML Page 112 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૯
બધાય પંચ પરમગુરુઓ ને સંત – ધર્માત્મા – જ્ઞાનીજનો
નિજસ્વરુપનો અનુભવ કરી કરીને ભવથી પાર થયા છે. એ
મહાજનો જે પંથ પકડી પાર થયા તે જ અવિનાશી – પુરીનો પંથ
તું પકડ. એ મહાજનોના માર્ગે ચાલતાં તારું અનંત કલ્યાણ થશે.
આ જ સાચો સ્વ – અર્થ છે, બાકી બધો અનર્થ છે.
અને તે ‘અર્થ’ કેમ કહેવાય – કે જેના ગ્રહણથી ‘અનર્થ’
થાય? ‘અર્થ’ તો તે સાચો કે જેના ગ્રહણથી ‘પરમાર્થ’ સધાય.
આત્મા જ ઉત્તમ અર્થ છે.
તેનું ગ્રહણ તે પરમાર્થ છે.
અન્ય અર્થનું ગ્રહણ તે અનર્થ છે.
ભાઈ! તારું ચૈતન્યતત્ત્વ કાંઈ ઉજ્જડ નથી, અનંતગુણોની
ઉત્તમ વસ્તી ત્યાં વસેલી છે.....ચેતનરાજાની ત્યાં રાજધાની છે.
બાહ્ય વિષયો તો ઉજ્જડ વેરાન છે; ત્યાં કોઈ ગુણની વસ્તી નથી,
એમાં ક્યાંય આનંદ નથી, એનો કોઈ રાજા નથી; એ મોહ લૂટારાનો
જંગલી પ્રદેશ છે, એમાં તું જઈશ મા. – નહિતર તારા ગુણનિધાન
લૂંટાઈ જશે. ચૈતન્યની રાજધાનીમાં રહેજે, ને નિશ્ચિતપણે તારા
ગુણનિધાનને ભોગવજે.
તારો એક જ્ઞાનકણિયો પણ તારા આખા જ્ઞાનસ્વભાવને
જાહેર કરે છે. તારો જ્ઞાનકણિયો રાગને જાહેર નથી કરતો, – તેની
તો જાત જ જુદી છે. તારો જ્ઞાનકણિયો કષાયપૂંજથી જુદો રહી,
જ્ઞાનપિંડમાં તન્મય રહી તને કહે છે ‘હું જ્ઞાનમય છું.’ – માટે
જ્ઞાનને બીજા સ્વરુપે જોવાની ભ્રમણા છોડ. સુખ પણ જ્ઞાનમાં જ
છે, બીજે ક્યાંય નથી. જ્ઞાનથી બહાર બીજે તારું અસ્તિત્વ જ નથી,
માટે બીજે ક્યાંય ખોજીશ નહીં. ઘણાકાળથી સ્વપદને તું ભૂલ્યો
હોવાથી વારંવાર કહેવું પડે છે. હવે સ્વપદને સંભારી એવો જાગી

Page 100 of 237
PDF/HTML Page 113 of 250
single page version

background image
૧૦૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જા કે ફરીને કહેવું ન પડે. બસ! આ છેલ્લું એક જ વાર કહેવાથી
તું જાગી જા. તારા ચૈતન્યનું અમૃત પીને અમર થઈ જા.
આવું મનુષ્યજીવન પામ્યા છો, આવો જૈનઉપદેશ મળ્યો
છે, આવી આત્મહિતની ભાવના જાગી છે ને ભેદજ્ઞાનના
તત્ત્વવિચાર પણ કરો છો, – તો હવે સ્વાનુભૂતિ કરતાં શી
વાર? બધા સાધન તૈયાર છે, હવે વાર ન લગાડો. આજે જ
સ્વાનુભૂતિથી આત્માને પ્રકાશિત કરો.
ધન્ય છે શ્રીગુરુ – કે જેમણે આવી સ્વાનુભૂતિની રીત
બતાવી. શાબાશી છે તે શિષ્યને – કે જેણે આત્માર્થી
થઈને સ્વાનુભવના પ્રકાશવડે આત્માને
આનંદથી શોભાવ્યો ને ભવથી પાર કર્યો.
l જય સ્વાનુભવ – પ્રકાશ l
સ્વભાવરસના ઘોલનથી ભરપૂર, આત્મસાક્ષીપૂર્વક
‘સ્વાનુભવપ્રેરક આ સ્વાનુભવ – પ્રસાદ’
શાસ્ત્રરચના પૂ. શ્રી કાનજીસ્વામીની વિદ્યમાનતામાં
થઈ : સોનગઢ વીર સંવત ૨૫૦૩ માહ સુદ
તેરસ. વર્દ્ધમાનદેવપ્રકાશિત જૈનશાસન જયવંત છે.
– બ્ર. હરિલાલ જૈન

Page 101 of 237
PDF/HTML Page 114 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( પરમાત્માના પંથે : ૧૦૧
પરમાત્માના પંથે.....
આત્મહિત માટે મુમુક્ષુ જીવનો નિરધાર
‘‘હું જીવ છું’’ તેથી મારામાં જ સુખ ભર્યું છે; કેમકે સુખ ત્યાં
જ હોય છે કે જ્યાં જીવ હોય. જીવ સિવાય બીજા કોઈમાં સુખ
હોતું નથી.
તો હવે સુખી થવા માટે મારે શું કરવું જોઈએ? –
(૧) મારાથી અન્ય ધન – સ્ત્રી વગેરેમાં સુખ છે જ નહીં, તો
તેમનાથી મારે શું પ્રયોજન છે? – એટલે તેમના માટે જીવન
ગુમાવવું નકામું છે; માત્ર નકામું જ નહિ, દુઃખકર પણ છે.
(૨) હું તે બાહ્ય વસ્તુઓને માટે જેટલા રાગદ્વેષ ક્રોધમાન
કરું – તેનાથી મને કાંઈ લાભ નથી, પણ એકલું દુઃખ જ છે.
(૩) અન્ય વસ્તુને તેમજ રાગ – દ્વેષાદિને બાદ કરતાં હવે
મારામાં શું રહે છે? તે મારે જોવાનું છે. હા, એ બધા નીકળી જતાં
પણ હું ‘જીવ’ તો રહું જ છું; આથી સિદ્ધ થાય છે કે મારા જીવત્વનું
– મારા જીવનનું એ કોઈ સાધન નથી.
(૪) મારા જીવનમાં જ્ઞાન – સુખ – વીતરાગતા એ બધા
નિરંતર ભરેલા છે, તે જ મારો સ્વભાવ છે; એટલે મારા સુખને
બીજે ક્યાંયથી લાવવું નથી; હું પોતે જ સુખપિંડ છું.
(૫) વાહ! આટલો નિશ્ચય કરતાં મારો સંસારનો મોહ
કેટલો છૂટી ગયો? અને મારા આત્મામાં વિશ્વાસ જાગીને કેટલો
સંતોષ થઈ રહ્યો છે!!
– બસ, હવે આ આત્મવિશ્વાસના બળથી જ હું મારા
જીવનને સુંદર બનાવીશ ને પરમાત્માના પંથે ચાલીશ.

Page 102 of 237
PDF/HTML Page 115 of 250
single page version

background image
૧૦૨ : શ્રી મુનિભગવંતની સાથે.... )
( સમ્યગ્દર્શન
એકવાર હું શાંતિવનમાં ટહેલતો હતો.....
.....ત્યાં તો એક સિદ્ધ ભગવાનને મેં જોયા.....આહા,
અત્યારે સિદ્ધ ભગવાન! મન ન માન્યું, પણ જ્ઞાન કહેતું હતું કે આ
તો સિદ્ધ ભગવાન જ છે.....સાક્ષાત્ સિદ્ધ!
વિકલ્પ કહે છે – અશક્ય છે; આ કાળમાં વળી સિદ્ધ
ક્યાંથી? આ તો પંચમકાળ છે.
જ્ઞાન કહે છે : હા, આ તો પંચમકાળમાં સિદ્ધ!
આત્મઆનંદમાં ઝૂલતા જે દેખાય છે તે સિદ્ધભગવાન જ છે.
‘પંચમકાળમાં હાલતા – ચાલતા સિદ્ધ...’ અહો, આશ્ચર્ય...આશ્ચર્ય
!
એને જોતાં જ આત્મા તો મુગ્ધ થઈ ગયો. શરીરથી પાર
ચૈતન્યતત્ત્વની અદ્ભુતતા દેખીને મારું હૃદય ભક્તિથી નમી પડયું.
વનમાં વિચરતા ને મહા આનંદમાં ઝૂલતા એ મુનિરાજનો વીતરાગ
શ્રી મુનિભગવંતની સાથે.....
(મુમુક્ષુ જીવની ભાવનારુપ એક નિબંધ)

Page 103 of 237
PDF/HTML Page 116 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( શ્રી મુનિ ભગવંતની સાથે : ૧૦૩
દેદાર જોતાં જ ઘડીભર ચિત્ત થંભી ગયું, દુનિયા ભુલાઈ ગઈ;
ઇંદ્રિયો થંભી ગઈ, વિકલ્પો શાંત થઈ ગયા.....અહો, આશ્ચર્ય
!
જેમના દેદાર જોતાં જ વિકલ્પો શાંત થવા માંડયા, તો તેમના
અંતરમાં પ્રવેશતાં સર્વે વિકલ્પો મટીને નિર્વિકલ્પ – શાંતિ થશે, તેવી
પ્રતીતિ થઈ.....અને મેં જ્ઞાનદ્વારા એમના હૃદયમાં પ્રવેશ કર્યો.
કેવા છે એ મુનિરાજ! કેવા છે એ નાનકડા સિદ્ધ!
– જેમને સહજપણે બાહ્ય તેમજ અંતરંગ ત્યાગ વર્તે છે;
બાહ્યમાં વસ્ત્રાદિનો ને અંતરમાં કષાયોનો ત્યાગ વર્તે છે; નિરંતર
જેઓ આત્મ – આનંદના જોરદાર અનુભવમાં રત છે. અરે, ક્ષણે
ક્ષણે જેઓ આશ્ચર્યકારી આનંદસાગરમાં ડૂબકી મારે છે ને સિદ્ધ
જેવો જ આનંદ અનુભવી લ્યે છે; – પછી તેમને સિદ્ધ કેમ ન
કહેવાય
? પૂ. શ્રી કાનજીસ્વામીના શબ્દોમાં કહીએ તો ‘અહા, મુનિ
તો હાલતા – ચાલતા સિદ્ધ છે.’
અદ્ભુત, અપૂર્વ, સિદ્ધસમાન આનંદના હિલોળા તેમના
અંતરમાં ઉલ્લસી રહ્યા છે. પ્રમાદનું તેમને નામનિશાન નથી,
ચૈતન્યની અનુભૂતિ તેમને સતત સુલભ છે, ને બાહ્ય વિષયોનો
પરિચય તેમને છૂટી ગયો છે. રાગમાત્રને દુશ્મન સમજીને તેનાથી
તેઓ સાવધાન છે, અને અંતરમાં ઉલ્લસતી સુખસાગરની છોળ
પીવામાં મગ્ન છે.....ધન્ય છે – આ મુનિરાજ
!
અહો, આજે કેવો અવસર આવ્યો છે! અપૂર્વ સોનેરી
અવસર છે કે મને આવા મુનિરાજના સાક્ષાત્ દર્શન થયા; તેમનું
મિલન થતાં જાણે સિદ્ધનું મિલન થયું. પરમાત્માનો સાક્ષાત્કાર થયો.
જેમ દરિયામાં ડૂબતાને નાની નૌકા મળી જાય કે રણમાં તરસ્યાને
મીઠા પાણીનું નાનકડું ઝરણું દેખાય ને હર્ષિત થાય તેમ
પંચમકાળમાં નાનકડા સિદ્ધ જેવા આ મુનિરાજના દર્શનથી મારું

Page 104 of 237
PDF/HTML Page 117 of 250
single page version

background image
૧૦૪ : શ્રી મુનિ ભગવંતની સાથે )
( સમ્યગ્દર્શન
હૃદય અત્યંત હર્ષિત થઈ રહ્યું છે. અહા, એનું વર્ણન કરવું અશક્ય
છે. સમુદ્ર જેટલી શાહીથી અને પૃથ્વી જેટલા કાગળ પર લખવામાં
આવે તો પણ જેમના મહિમાનું પૂરું વર્ણન થતું નથી, તેની શું વાત
?
તેમના સહવાસની પળો અત્યંત ધન્ય હતી, એમની આશ્ચર્યકારી
ધ્યાનમુદ્રા ચૈતન્યભાવની પ્રેરક હતી.
હું સ્તબ્ધપણે એકીટસે મુનિરાજની શાંત ધ્યાનમુદ્રા જોઈ જ
રહ્યો; ત્યાં મુનિરાજ ધ્યાનમાંથી બહાર આવ્યા.....મીઠી નજરે મારા
તરફ જોયું અહા
! શી મધુરી દ્રષ્ટિ! એ દ્રષ્ટિ પડતાં જ મને તો જાણે
અપૂર્વ નિધાન મળ્યા.....મને થયું કે, હું અનાદિકાળથી અનંતદુઃખો
ભોગવતો આવ્યો છું; હવે આ ભવમાં આવા મુનિરાજ મળ્યા તો
તેમના સમાગમવડે તેમના માર્ગે જઈને અનાદિના દુઃખનો અંત કરું
ને સાદિ અનંતના મહાન સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરું
! આ
મુનિરાજ એકલા – એકલા પોતાના અનંત આનંદમાં મગ્ન છે, તો
તેઓ કેવી રીતે આવો આનંદ પામ્યા
? તે તેમની પાસેથી જાણું! –
એવી ભાવનાથી મેં મુનિરાજને વિનયપૂર્વક પૂછ્યું : –
‘હે પ્રભો! અનાદિકાળથી હું સંસારમાં જન્મ – મરણના ને
કષાયના અનંત દુઃખને ભોગવું છું; હવે આ ભવદુઃખોથી હું થાકી
ગયો છું. મહાભાગ્યે મને આપ મળ્યા છો. આપ ખરેખરા સુખી છો
ને સુખનો માર્ગ જાણો છો; તો તે સુખની પ્રાપ્તિનો ઉપાય કૃપા
કરીને મને બતાવો.’
શ્રી મુનિરાજે મારી જિજ્ઞાસા જાણીને પ્રસન્નતા બતાવી ને
શાંતિથી મને સમજાવ્યું. અહા, શી મધુરી એ વાણી! જાણે અમૃત
ઝરતું હતું. તેઓશ્રીએ કહ્યું : –
હે ભવ્ય! તું આત્મા પોતે જ્ઞાન – આનંદસ્વભાવથી ભરેલો
છો જ; પણ તારા સ્વભાવને ન જાણવાથી, વિષય – કષાયના

Page 105 of 237
PDF/HTML Page 118 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( શ્રી મુનિ ભગવંતની સાથે : ૧૦૫
ભાવોવડે તું દુઃખી થઈ રહ્યો છે. માટે પ્રથમમાં પ્રથમ તું તારા
આત્માને જાણ
! પર્યાયમાં વ્યક્ત એવા ચૈતન્યચિહ્નવડે તારા
આત્માનું સ્વરુપ જાણ, અને વિષય – કષાયોથી પાછો વળ.....તેમાં
સુખની બુદ્ધિ છોડ. અનાદિથી સ્વપણે માનેલ એવા શરીરાદિ જડમાં
રાચીને, તેમાં રાગદ્વેષ કરીને તું દુઃખી થયો, તેમાં ક્યાંય તને સુખ
ન મળ્યું; હવે તેમાં સ્વબુદ્ધિ છોડી દે; સુખ તેમાં નથી, સુખ તારામાં
પોતામાં છે, તારી સામે જો.
મેં કહ્યું : વાહ પ્રભો! આપની વાણી મને આત્માની તીવ્ર
જિજ્ઞાસા જગાડે છે. આપે જેને જાણવાનું કહ્યું – તે મારું સ્વરુપ કેવું
છે
? ને કઈ રીતે મને તેનો અનુભવ થાય? તે મને સમજાવો.
શ્રી મુનિભગવંતે ઉત્તરમાં ગંભીર ધ્યાનચેષ્ટાપૂર્વક કહ્યું : –
હે ભવ્ય! સુખમય તત્ત્વ તો તારા અંતરમાં સદાય વિદ્યમાન
છે, પણ તારા સ્વતત્ત્વના નિજવૈભવને ભૂલીને અનંતકાળથી તેં
કામભોગબંધનની, એટલે વિષય – કષાયની કલંકિની કથા
સાંભળીને તેનો પ્રેમ કર્યો, તેનો જ વારંવાર પરિચય કર્યો; તેથી
તારું સુખ (તારા અંતરમાં વિદ્યમાન હોવા છતાં) તને અનુભવમાં
ન આવ્યું ને તું દુઃખી થયો. પણ ભાઈ
! હવે એ વાત વીતી ગઈ
!
હવે તો તારું એકત્વ – વિભક્ત સ્વરુપ બતાવું છું; તું અપૂર્વ
આદરપૂર્વક પ્રેમથી તે સાંભળજે, સમજજે, ને એવા આત્માને
અનુભવમાં લેજે. તારા સર્વ દુઃખ દૂર થશે ને તને અપૂર્વ સુખનું
વેદન થશે. આત્મા પોતે ભગવાન છે તે અનુભૂતિસ્વરુપ એટલે
જ્ઞાનસ્વરુપ છે; આવા તારા આત્માની વાત તું પ્રસન્નચિત્ત
અપૂર્વભાવે સાંભળી, વિચારી અને પોતાના અનુભવમાં લઈને
પ્રમાણ કરજે.

Page 106 of 237
PDF/HTML Page 119 of 250
single page version

background image
૧૦૬ : શ્રી મુનિ ભગવંતની સાથે )
( સમ્યગ્દર્શન
‘મુમુક્ષુએ પ્રથમ જ આત્મા જાણવો.’
હે ભવ્ય! પ્રથમમાં પ્રથમ તું જ્ઞાનસ્વરુપ આત્મામાં સ્વબુદ્ધિ
કરી, શરીરમાં ને રાગદ્વેષમાં સ્વપણું માનવું છોડી દે. તું
જ્ઞાનસ્વભાવી ભગવાન છો. પામર નથી; ચૈતન્યની પરમેશ્વરતાથી
ભરેલા તને પામરપણું ન શોભે. હે ચેતનરાજા
! તું પરદ્રવ્ય પાસે
તારા સુખની ભીખ માગે છે તે તને નથી શોભતું, માટે તે છોડી દે.
પરદ્રવ્યમાંથી કે રાગમાંથી તને સુખ કદી નહીં મળે. માટે તેમાં
આત્મબુદ્ધિ છોડ. ભાઈ
! સુખશાંતિનો સમુદ્ર તું મિથ્યાત્વના
અગ્નિમાં શેકાઈ રહ્યો છે. તારા સ્વભાવમાં તે રાગાદિ અંગારા
નથી, તું તો શાંતરસથી ભરેલો છો. તું ક્રોધાદિ રહિત છો, પણ
જ્ઞાનસહિત છો. ક્રોધાદિ વિભાવ છે; જ્ઞાન તારો સ્વભાવ છે.
– આહા! શ્રી મુનિરાજ મને મારું સ્વરુપ કેવું સ્પષ્ટ
સમજાવી રહ્યા છે! મારી વૃત્તિ સ્વભાવ – પરભાવનું ભેદજ્ઞાન
કરીને અંતર્મુખ થતી જાય છે. મુનિરાજનો ક્ષણભરનો સમાગમ
ચમત્કારી અસર કરી રહ્યો છે. મેં પૂછ્યું : –
પ્રભો! અંતરમાં આત્માને જોવા જાઉં છું ત્યાં રાગદ્વેષ પણ
દેખાય છે! તો તેનું ભેદજ્ઞાન કઈ રીતે કરવું?
શ્રી મુનિરાજે કહ્યું : અંદરની બહુ સૂક્ષ્મ વાત તેં પૂછી. હે
વત્સ! સાંભળ! જ્ઞાન અને રાગનો સમય એક હોવા છતાં તેમના
સ્વરુપમાં અત્યંત ભિન્નતા છે. ‘આ રાગ છે તે હું છું’ એમ નથી
જણાતું, પણ ‘હું જ્ઞાન છું ને આ રાગાદિ મારાં પરજ્ઞેય છે, તે
જ્ઞાનથી ભિન્ન છે’ – એમ તે પરજ્ઞેયપણે જણાય છે, ને રાગાદિથી
જુદું જ્ઞાન જ સ્વપણે અનુભવાય છે. એ જ્ઞાનપણે જે અનુભવાય છે
તે પોતે જ તું આત્મા છો. જેમ સ્વચ્છ દર્પણમાં કોલસો જણાતી
વખતે પણ દર્પણ પોતે સ્વચ્છપણે જ રહે છે. તેમ તારા જ્ઞાનમાં

Page 107 of 237
PDF/HTML Page 120 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( શ્રી મુનિ ભગવંતની સાથે : ૧૦૭
રાગદ્વેષ જણાય છે ત્યારે પણ તારો આત્મા જ્ઞાનરુપે જ પરિણમે છે;
જ્ઞાનમાં તે તન્મય વર્તે છે. આ રીતે જ્ઞાનસ્વરુપ આત્માને જાણતાં
સમ્યક્ ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. માટે હે ભવ્ય
! તું
રાગનું કર્તાપણું છોડ. અને જ્ઞાતારસની શાંતધારામાં આવી જા.
એકવાર તું તારા સ્વરુપનો સ્વાદ લઈશ પછી જ્ઞાનમાં રાગાદિ
જણાવા છતાં તું તેના કર્તાપણામાં નહીં અટક કારણ કે તે ભાવોમાં
જ્ઞાનરસ નથી – ચેતનતા નથી, તે ભાવો ચેતના વગરના છે; તેનું
કર્તાપણું ( – તેમાં તન્મયપણું) જ્ઞાનધારામાં નથી. માટે જ્ઞાનરસના
જ બનેલા એવા તારા અખંડ સત્દ્રવ્યનો વિચાર કર; તેનો વિચાર
કરી ઉપયોગને તેમાં જ એકાગ્ર કર.
અહા, જ્યારે શ્રી મુનિરાજ આ વાત કરતા હતા ત્યારે તેમનું
ચિત્ત ચૈતન્યમાં જ એકાગ્ર વર્તી રહ્યું હતું.....તે જોઈને મારું ચિત્ત
પણ સર્વ પરભાવોથી દૂર થઈને, અંતરમાં મારા પરમાત્મતત્ત્વને
દેખવા જઈ રહ્યું હતું.....અને બીજી જ ક્ષણે તો હું મને પોતાને
પરમાત્મસ્વરુપે અનુભવી રહ્યો હતો. પરમાત્માના સાક્ષાત્કારનો
કોઈ મહા અપૂર્વ આનંદ અંદર વેદાતો હતો. આશ્ચર્યકારી,
અદ્ભુતથી પણ અદ્ભુત, એ વચનાતીત અનુભૂતિના પૂરા ગાણાં
કોણ ગાઈ શકે
?
અહા, પરમાત્મા જેવા મુનિવરોના સંગે મને પણ પરમાત્મા
બનાવી દીધો. મારું પરમાત્મપણું મેં મારામાં જ દેખ્યું.....ને તેના
જોરે હું પણ તે મુનિવરોની સાથે – સાથે મોક્ષપંથમાં ચાલવા
માંડયો. આવી અનુભૂતિમાંથી બહાર આવીને જોયું ત્યાં તો એ
નિસ્પૃહ મુનિરાજ ગગનમાર્ગે અન્યત્ર વિહાર કરી ગયા હતા ને
મારા હૃદયમાં એક પરમાત્મતત્ત્વ મૂકતા ગયા હતા.
ધન્ય મુનિવરોનો ઉપકાર! ધન્ય તેમનો સમાગમ!
c c c