Samyak Darshan Part 7 8 (Gujarati). Badvan Upyog Aatmane Sadhe Chhe, Raag Nahi; Swanubhav No Kaal Teni Odkhan; Arihantna Darshan Karta; Swa-Parno Vibhag; Sadhak.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 13

 

Page 68 of 237
PDF/HTML Page 81 of 250
single page version

background image
૬૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
છો! પ્રભો, આપ મારા આંગણે પધારો ને હું આપને આહારદાન
દઈને આપની સાથે સાથે મોક્ષમાર્ગમાં રહું – એ મારી
ભક્તિભાવના છે.
(ઇતિ શ્રી દેવ – ગુરુ – શાસ્ત્રપ્રત્યે ભક્તિભાવના)
બળવાન ઉપયોગ આત્માને સાધે છે, રાગ નહિ.
શુભોપયોગ ત્રણ પ્રકારે – ૧. ક્રિયારુપ; ૨. ભક્તિરુપ; ૩.
ગુણગુણીભેદવિચારરુપ. તે દરેક પ્રકાર સાતિશયરુપ અને
નિરતિશયરુપ એમ બબ્બે પ્રકારનાં હોય છે : –
સાતિશયરુપ શુભ – ઉપયોગવાળો જીવ તો ચોક્કસ શુદ્ધતાને
સાધે છે.
નિરતિશય શુભઉપયોગી જીવ સાતિશય થયા વગર શુદ્ધતાને
સાધી શકતો નથી.
અહીં જૈનમાર્ગાનુસારી શુભોપયોગીની વાત લેવી છે;
કુમતઅનુયાયીને શુભ સાથે દેવ – ગુરુ – ધર્મની વિરાધના હોવાથી
તેને તો પાપની જ પ્રધાનતા છે.....એની વાત લેતા નથી.
(૧) શુભક્રિયામાં વર્તે (૨) દેવગુરુશાસ્ત્રસંબંધી ઉત્તમકાર્યોમાં
ભક્તિથી ભાગ લ્યે, અને (૩) શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના વિચાર
કરે – આત્માના વિચાર કરે, પણ તે ત્રણે પ્રકારના શુભ વિકલ્પના
રસમાં જ રોકાઈ રહે, ઉપયોગને વિકલ્પથી અધિક ન કરે,
વિકલ્પથી જુદું ચેતનસ્વરુપ લક્ષગત ન કરે, તો એવા જીવના
શુભોપયોગમાં કોઈ સાતિશયતા નથી; એવા નિરતિશય શુભભાવ
અજ્ઞાની જીવો પૂર્વે પણ કરી ચૂક્યા છે, એમાં જીવના હિતનો પ્રસંગ
નથી. સાતિશય વગરના આ શુભોપયોગમાં ‘ઉપયોગ’ બળવાન

Page 69 of 237
PDF/HTML Page 82 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૯
નથી, ઉપયોગ રાગમાં દબાઈ રહ્યો છે – તેમાં એકાકાર વર્તી રહ્યો
છે તેથી તે પોતાનું કાર્ય કરી શકતો નથી. – હા, એટલું ખરું કે
શુભને લીધે તેને શુભનિમિત્તો મળ્યા કરશે, તેથી ભવિષ્યમાં
‘કદાચિત્’ આગળ વધીને તે સ્વકાર્ય સાધવા તૈયાર થશે તો તે વખતે
તેમાં સાતિશયપણું આવી જશે.
‘ઉપયોગમાં’ સાતિશયપણું આવ્યા વગર તે પોતાના
સ્વભાવને સાધી શકે નહિ. જે ઉપયોગમાં સાતિશયપણું આવે તે
જરુર પોતાના સ્વભાવને સાધે જ છે. એ ધ્યાન રાખવું કે ‘શુભ –
ઉપયોગ’ તેમાંથી સાધકપણું ‘ઉપયોગ’માં છે, ‘શુભ’માં નહીં.
શુભરાગ અને ઉપયોગ બંને ભિન્ન ભિન્ન (એકબીજાથી વિરુદ્ધ)
કાર્ય કરે છે. તેમાં ઉપયોગ જ્યારે રાગ કરતાં બળવાન હોય ત્યારે
તેને ‘સાતિશય’ કહીએ છીએ.
હવે એ જ ત્રણ પ્રકાર ૧ – ક્રિયા, ૨ – ભક્તિ, ૩ –
વિચાર, – તે વખતે જો ઉપયોગસ્વરુપ આત્મા ‘લક્ષગત’ વર્તતો
હોય, એટલે કે ઉપયોગની અધિકતા ને શુભરાગથી ભિન્નતાનું લક્ષ
વર્તતું હોય, તો તે શુભોપયોગ સાતિશય છે, – સમ્યક્ત્વ સાથે તે
સંબંધવાળો છે. શુભોપયોગનું આ સાતિશયપણું બે પ્રકારે છે –
(૧) સમ્યક્ત્વની પૂર્વતૈયારી વખતનું; (૨) સમ્યક્ત્વ
સહિતનું.
શુભોપયોગ = શુભ + ઉપયોગ; તેમાં જે ‘શુભ’ રાગ છે
તેની તો કાંઈ વિશેષતા નથી, તે તો રાગ જ છે; પણ ત્યાં
સાતિશયપણું એટલા માટે કહ્યું કે તે રાગની સાથે તે કાળે જે
ઉપયોગ છે તે, રાગ કરતાં અધિક – બળવાન થયો છે. રાગ કરતાં
તેની વિશેષતા છે – અતિશયતા છે, તેથી તે ઉપયોગની અપેક્ષાએ
તે શુભોપયોગમાં સાતિશયપણું આવે છે. આવી અતિશયતા ઉચ્ચ

Page 70 of 237
PDF/HTML Page 83 of 250
single page version

background image
૭૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જિજ્ઞાસુને સમ્યક્ત્વની પૂર્વતૈયારી વખતે પણ હોય છે, ને સમ્યક્ત્વ
પછીના શુભોપયોગમાં પણ તે હોય છે.
સમ્યક્ત્વ પહેલાંના સાતિશય – ઉપયોગનું બળ એવું છે કે
રાગથી પોતે જુદો પડીને, તેનાથી આઘો ઊંડે – ઊંડે જઈને પોતાના
સમ્યક્સ્વભાવને તે પકડી લેશે; તે શુભરાગમાં અટકી નહીં રહે. તેને
રાગ કરતાં ઉપયોગનું બળ ક્ષણે ક્ષણે વધી રહ્યું છે. – આવું આત્મ-
બળ નિરતિશય ઉપયોગમાં નથી, તે તો રાગથી દબાઈ ગયેલ છે.
‘‘ઉપયોગ – ગુણથી અધિક તેથી જીવના નહીં ભાવ કો.’’
સર્વજ્ઞપ્રભુએ જયારે જોયું હતું ત્યારે, મારા પુરુષાર્થથી ‘‘હું
સમ્યક્ત્વ પામી આરાધક થયો’’ – તેમાં સર્વજ્ઞનું દિવ્યજ્ઞાન, મારું
સમ્યક્ પરિણમન, તેવો પુરુષાર્થ, દેશનાલબ્ધિ, કાળલબ્ધિ,
કર્મઅભાવ વગેરે નિમિત્તો, – એ બધાયે એકસાથે જ પોતપોતાનું
કામ કર્યું છે. – એ બધાનું એકસાથે જ્ઞાન કરવું જોઈએ. એકનો
સ્વીકાર ને બીજાનો નિષેધ – એમ નહિ, પ્રસંગ અનુસાર મુખ્ય –
ગૌણ ભલે થાય. (તત્ત્વાર્થ રાજવાર્તિક અ. ૧ સૂત્ર ૩ ની ટીકામાં
આ સંબંધી પ્રકરણ છે.)
જિનશાસ્ત્રોનું સમ્યક્ અવગાહન એ સ્વાનુભૂતિનું સાધક
છે. મુમુક્ષુના હાથમાં આવેલી જિનવચનરુપ તીક્ષ્ણ ધારવાળી
તલવાર, પુરુષાર્થવડે પ્રહાર કરવામાં આવતાં મોહશત્રુને છેદી નાંખે
છે. માટે હે ભવ્ય
! જિનવચનને એકલા શુભરાગનું સાધન ન
બનાવ, એમાં તો સ્વાનુભૂતિનું સાધન થવાની તાકાત છે.....માટે
સ્વાનુભૂતિનું જ સાધન બનાવ. – તો જ તું જિનવાણીનો સાચો
સેવક છો. એ જ રીતે ગુરુને અને ભગવાનને પણ વીતરાગ ભાવમાં
જ નિમિત્ત બનાવ.

Page 71 of 237
PDF/HTML Page 84 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૧
દેવ – શાસ્ત્ર – ગુરુની સાચી પ્રતીતિ – ઓળખાણ અવશ્ય
આત્મતત્ત્વની પ્રતીતિ કરાવીને સમ્યક્ત્વ પમાડે છે.
પરદયાથી (રાગથી) વ્યવહાર ધર્મ સધાય છે, સ્વધર્મ
નહીં. સ્વદયાથી (વીતરાગતાથી) નિજધર્મ સધાય છે ને પરમસુખ
પમાય છે.
નય – જ્ઞાન સાધક છે, અનેકાન્ત – પ્રમાણ સાધ્ય છે;
માટે નય વડે એકેક ધર્મને પકડીને અટકી ન જવું, અનેકાન્ત
સાધવો.
આજે નિજસ્વરુપ સાધવું કઠણ છે – એમ કહીને તેની
સાધના છોડી ન દઈશ. જે ન સાધે તેને તો ત્રણેકાળે કઠિન જ છે.
જે સાધે તેને અત્યારે પણ સુગમ છે. આજે જ સાચા દિલથી સાધવા
લાગી જા.....તારે માટે આજે પણ સુગમ છે.
અરે, વેપાર – ધંધા વિષય – કષાય કરવા સુગમ, અને
સ્વરુપનો અનુભવ કરવો દુર્ગમ – એમ કહીને, સ્વરુપનો અભ્યાસ
છોડી વિષયકષાય કરતાં તને શરમ નથી આવતી
? વિષય – કષાયો
ને ઘર – ધંધાનો પાપરસ છે તે છોડીને ચૈતન્યનો રસીલો થા, –
પછી જોઈ લે કે આત્માનો અનુભવ કેવો સુગમ છે
!! બાપુ! એમાં
રસ લીધા વગર અનુભવ ક્યાંથી થશે? આત્માનો રસ લગાડી એની
પાછળ લાગ.....તો જરુર તને સ્વાનુભવ થશે. અનેક સંતોએ નાની
– નાની ઉંમરમાં, પ્રતિકૂળતાની વચ્ચે પણ એવો અનુભવ કર્યો છે.
તું પણ હવે કર. અત્યાર સુધી તો ભૂલ્યો પણ હવે ગુરુપ્રતાપે
જૈનધર્મ પામીને જાગ. સંસારના બીજા કામોમાં ચતુરાઈ કરે છે –
તો આત્માને સાધવાના કામમાં ચતુરાઈ કર. નવરો થઈ – થઈને
વિકથા કર્યા કરે છે તે છોડીને દિન – રાત હોંશે – હોંશે આત્માની
કથા કર....તેના અનુભવની વાર્તા સંતો પાસે જઈ – જઈને પૂછ્યા

Page 72 of 237
PDF/HTML Page 85 of 250
single page version

background image
૭૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
કર.....તેનો અપાર મહિમા કર્યા કર. એની પાછળ લાગીશ તો તારું
કામ જરુર થશે ને તું ભવદુઃખથી છૂટીશ.
બધા કરતાં મારું ચૈતન્યતત્ત્વ જ શ્રેષ્ઠ છે કે જે મને
સુખરસનો આસ્વાદ આપે છે. ચૈતન્યના સ્વરસનો આસ્વાદ એ જ
સ્વાનુભવ. – એ મારાથી દૂર નથી, બહાર નથી, હું જ એ સ્વાદરુપ
છું. જેમ મીઠાસ્વાદરુપ સાકર પોતે છે તેમ ચૈતન્યસ્વાદરુપ હું પોતે
છું. ‘સાકર પોતાનો મીઠો સ્વાદ લ્યે છે’ – એમ શું કહેવું? તેમ હું
મારા ચૈતન્યરસનો સ્વાદ લઉં છું – એવો ભેદ શું કહેવો
?
ચૈતન્યરસ તો હું પોતે છું. – એનો જશ સર્વે સંતોએ ગાયો છે.
અહો જીવો! સદાય એમ કરો કે જેથી આત્મા દુઃખી ન
થાય. જૈનધર્મમાં ઉત્તમ દાવ (અવસર) પામ્યા છો તો હવે સુખની
કમાણી કરી લ્યો. ક્રોધને – માનને – માયાને – લોભને, વિષયોની
ભાવનાને, બધા પરભાવોને એકકોર આઘે – આઘે મૂકી,
ચૈતન્યપ્રભુની એકદમ નજીક આવી, શાંત – શાંત ભાવે ભેદ મટાડીને
એને ભાવો. એવો ભાવો કે ભાવ્ય – ભાવક એક થઈ જાય.
નિર્વિકલ્પરસની આનંદધારા ઊછળશે ને તમે અપૂર્વ આશ્ચર્ય પામશો.
પોતાનો ચિંતામણિ પોતાના ઘરમાં પડયો છે – તેને તો ભૂલી
જાય, અને બીજાના હાથમાં રહેલા ચિંતામણિની છાયા પોતાના
હાથમાં પડે, તે છાયા વડે ઇચ્છા – સિદ્ધિ કરવા માગે તો ક્યાંથી
થાય
? તેમ આત્મા પોતાના ચૈતન્યચિંતામણિને તો ભૂલી રહ્યો છે,
ને જ્ઞાનની છાયા પરજ્ઞેયમાં પડે છે – ત્યાં પરજ્ઞેયમાં નિજભાવ
કલ્પી, તેના વડે સુખી થવા માગે – તે સુખ ક્યાંથી થાય
? પોતાના
ચિંતામણિને ચિંતવે તો સર્વસિદ્ધિ થાય.
આત્માનો પરમ પ્રેમ કરીને, અપાર અચિંત્ય મહિમા જાણતાં
ઉપયોગ આત્મસન્મુખ થયો ત્યારે સ્વાનુભવ થયો; તેમાં

Page 73 of 237
PDF/HTML Page 86 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૩
નિર્વિકલ્પતા છે. આવી દશામાં સમ્યક્ત્વ ઊપજ્યું.....સમ્યગ્જ્ઞાન
પણ ત્યારે જ પ્રગટયું. અપૂર્વ મહા આનંદ થયો. એ અનુભવદશાનાં
ઘણાં નામ છે. આત્માના સ્વાદરુપ આનંદઅનુભવ તે મુખ્ય છે,
સર્વગુણનો મીઠો રસ એ અનુભવમાં સમાઈ જાય છે.
સ્વાનુભવનો કાળ ચોથા ગુણસ્થાને લઘુઅંતર્મુહૂર્ત છે, ને
તે લાંબા કાળના અંતરે થાય છે; તેનાથી પાંચમાગુણસ્થાને
સ્વાનુભવ રહેવાનો કાળ વધુ છે, ને થોડા જ કાળના અંતરે થાય છે;
મુનિવરોને સ્વાનુભવ દીર્ઘ અંતર્મુહૂર્ત સુધી રહે છે ને બહુ થોડા
કાળના અંતરે વારંવાર થયા કરે છે.
ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ફરી ફરી કેટલા
કાળના અંતરે થાય – તે બાબત કોઈ ચોક્કસ માપ આગમમાં
જોવામાં આવ્યું નથી; તથા વર્તમાનગોચર સ્વાનુભવી –
સાધર્મીજનો સાથે આ વિષયની ચર્ચાથી પણ તે કાળનું કોઈ ચોક્કસ
પ્રમાણ નિશ્ચિત થઈ શક્યું નથી. પણ આ સંબંધમાં એક વિશેષતા
મુમુક્ષુઓએ ખાસ જાણવાયોગ્ય – સમજવાયોગ્ય મહત્ત્વની છે કે –
સ્વાનુભૂતિના નિર્વિકલ્પકાળમાં જે સમ્યક્ત્વ થયું છે, તે સમ્યક્ત્વ,
સ્વાનુભૂતિ બહાર બીજે ઉપયોગ વખતે પણ સમ્યગ્દ્રષ્ટિને એવું ને
એવું ટકી રહે છે; સમ્યગ્જ્ઞાનચેતના ચાલુ જ રહે છે; તે સમ્યગ્દર્શન
અને જ્ઞાનચેતના તો તે વખતેય વિકલ્પ વગરના, નિર્વિકલ્પ છે,
વિકલ્પથી જુદું જ તેનું પરિણમન વર્તી રહ્યું છે.....અતીન્દ્રિયસુખનું
પરિણમન પણ ચાલી જ રહ્યું છે. શ્રદ્ધા – જ્ઞાન – સુખના આ બધા
નિર્વિકલ્પચૈતન્યભાવોને તમે ઓળખતા શીખો તો જ સમ્યગ્દ્રષ્ટિને
તમે ઓળખી શકશો.....ને ત્યારે, સમ્યગ્દ્રષ્ટિમાં વિકલ્પદશા ને
નિર્વિકલ્પદશા વચ્ચે તમને જે મોટો ભેદ દેખાય છે તે મટી
જશે.....તમને વિકલ્પ અને જ્ઞાન જુદા પાડતાં આવડી જશે.

Page 74 of 237
PDF/HTML Page 87 of 250
single page version

background image
૭૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
હા, એક ને એક ભૂમિકાના જીવમાં સવિકલ્પદશા તથા
નિર્વિકલ્પદશા વખતે આનંદવેદનમાં થોડી હાનિ – વૃદ્ધિ થાય છે,
– પણ આનંદની ધારા અને મોક્ષની સાધના તો ચાલુ જ રહે છે.
મુનિભગવંતોને નિર્વિકલ્પદશા વારંવાર આવે છે ને વિશેષકાળ
ટકે છે. કોઈ કહે છે કે – મુનિઓને પોણી – પોણી સેકંડમાં છઠ્ઠું –
સાતમું ગુણસ્થાન આવે – એટલે છઠ્ઠાગુણસ્થાનનો કાળ ૦।। સેકંડથી
વધુ ન જ હોય ને સાતમાનો તેનાથી પણ અડધો હોય
!’’ – પણ
એવી વાત ષટ્ખંડાગમ વગેરે કોઈ સિદ્ધાંતમાં આવતી નથી, તેમજ
અનુભવ – યુક્તિથી પણ તે સત્ય ભાસતી નથી. ચોથા – પાંચમા
ગુણસ્થાને પણ સ્વાનુભવ કરનાર જાણે છે કે અનુભૂતિનો કાળ
વિશેષ છે. – તો મુનિવરોની સ્વાનુભૂતિનો કાળ તો અમારાથી પણ
વિશેષ હોય જ છે. જીવ અડધી સેકંડથી વધુકાળ છઠ્ઠાગુણસ્થાનમાં
રહે તો તેને મુનિદશા જ ન રહે – એમ માનવામાં અજાણપણે પણ
મુનિભગવંતોનો અવર્ણવાદ થઈ જાય છે.
નિર્વિકલ્પ સ્વાનુભવરસની ધારા વધતાં કેવળજ્ઞાન થાય છે.
અનુભવ મારગ મોક્ષકા.....અનુભવ મોક્ષસ્વરુપ
હે ભવ્ય! તું એક વાત સાંભળ! જો કે ઘણીવાર તને આ
વાત કહી છે – વળી એકવાર ફરી કહીએ છીએ કે તું હવે
સ્વાનુભવ કરી લે. સ્વાનુભવ તે જ સ્વસમય છે, તે જ જીવનું
જીવન છે; સ્વાનુભવમાં જ શાંતિ છે, તેમાં જ તૃપ્તિ છે; સ્વાનુભવ
તે જ કલ્યાણ છે, તે જ મોક્ષરાહ છે; જૈનધર્મ પામવાની સફળતા
સ્વાનુભવથી જ છે. સ્વાનુભવ થતો હોય તો મૃત્યુનેય ગણકારીશ
નહિ, કે માન – અપમાન જોવા રોકાઈશ નહીં. સ્વાનુભવ જેવું
સન્માન બીજું કોઈ નથી, એના જેવી મોટાઈ બીજે ક્યાંય નથી.

Page 75 of 237
PDF/HTML Page 88 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૫
વળી એ સ્વાધીનપણે કરાતું સત્કાર્ય છે, તે અત્યંત સુંદર છે ને તેમાં
કોઈની ગુલામી કરવી પડતી નથી. વાહ રે વાહ
! તું જો તો ખરો....
વિચાર તો ખરો – કે જે સ્વાનુભવની ચર્ચામાં તને આવી મજા
આવે છે તે સ્વાનુભવનો સાક્ષાત્ આનંદ કેવો મજાનો હશે
!! આવો
સ્વાનુભવ શીધ્ર કર.... અને સ્વાનુભવ કરીને પછી સ્વાનુભવરુપ
રહેવાનો ઉદ્યમ રાખ્યા કર.
જો કે સમ્યગ્દ્રષ્ટિને સવિકલ્પદશા વખતેય ઉપયોગ અને
સમ્યક્ત્વ તો નિર્મળ જ છે.....તોપણ સ્વરુપમાં ઉપયોગની સ્થિરતા
વડે જેમ જેમ વિશુદ્ધતા વધે તેમ તેમ સુખ વધતું જાય છે.
મતિશ્રુતજ્ઞાનની સ્વસન્મુખ ધારા વધતાં સ્વસંવેદનરસ વધતો જાય
છે. આ રીતે સ્વાનુભવ તે અનંત સુખનું મૂળ છે. સવિકલ્પ અને
નિર્વિકલ્પ બંને પ્રકારનાં ચારિત્રપરિણામ ધર્મી જીવે પોતામાં દીઠાં
છે ને તેનો સ્વાદભેદ જાણ્યો છે. તેથી જેમ પરિણામની સ્થિરતા વધે
તેમ ઉદ્યમ રાખે છે.....ને વિકલ્પપરિણામ રહી જાય તોપણ પોતાની
સમ્યક્ત્વ – ચેતનાને વિકલ્પથી અલિપ્ત જ રાખીને બેઠો હોવાથી
તે ગભરાતો નથી, નિજ – સ્વાનુભવમાં શંકાશીલ થતો નથી.
સ્વાનુભવી – પુરુષ ગમે ત્યાં રહે.....સ્વાનુભવના પ્રસાદથી
તે પૂજ્ય છે, સુંદર છે – શોભનીક છે. પરમેશ્વરમાં અનંત ગુણની
જે વિશેષતા છે તે બધી વિશેષતા સ્વાનુભવમાં સિદ્ધ થઈ જાય છે.
સ્વાનુભૂતિમાં સિદ્ધ પરમાત્મા અને આ આત્મા વચ્ચે કોઈ જ
તફાવત દેખાતો નથી.
ગુણ અનંતકે રસ સબે અનુભવ રસકે માંહિ;
યાતેં અનુભવ સારિખો, ઓર દૂસરો નાંહી.
પંચ પરમગુરુ જે થયા, ને થાશે જગમાંહિ,
તે અનુભવ – પ્રસાદથી, એમાં ધોખો નાંહી.

Page 76 of 237
PDF/HTML Page 89 of 250
single page version

background image
૭૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સ્વાનુભવથી ઊંચું પદ જગતમાં કોઈ નથી; સ્વાનુભવ જેવું
ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી. સ્વાનુભવનો મહિમા અનંત
છે.....સ્વાનુભવનો આનંદ સિદ્ધભગવાન જેવો છે. અનાદિથી
આત્મ પ્રદેશ ઉપર બેઠેલા આઠકર્મો સ્વાનુભવ થતાં ભાગી જાય છે.
સ્વાનુભવીને કર્મો પોતાનું ફળ આપી શકતા નથી; નવાં કર્મો
બંધાતાં નથી. કર્મો કદાચિત આવે તો તે સ્વાનુભવીની સેવા કરવા
જ આવે છે. સ્વાનુભવીને કોઈ ભયો રહ્યા નથી કે જગત પાસેથી
કાંઈ લેવાની વાંછા નથી. સ્વાનુભવીએ રત્નત્રયને પોતાના સ્વજન
બનાવ્યા છે, તેનો પરમ પ્રેમ છે.
હે પ્રભુજી! તમે તો અનંત જ્ઞાનધારક ચિદાનંદ છો ને! શું
આ જડ – મડદા સાથે સગાઈ તમને શોભે છે? એ મડદા સાથે
ભાઈબંધી કરીને તેની સાથે તમે અનંતકાળથી રખડયા ને દુઃખી
થયા, હવે એનો સંગ છોડો ને તમારી પ્રભુતા સંભારો. આ શરીર
જડ – મડદું તે હું છું એટલે કે હું મડદું છું – એમ કહેતાં તમને
શરમ નથી આવતી
? બસ, હવે શરીર ધારણ નથી કરવા.....ચેતી
જાવ. તમે ચેતન છો. તમારા ચેતનમાં જડ નથી. ચેતનમાં રાગદ્વેષ
નથી. રાગ – દ્વેષ – ક્રોધ થઈ – થઈને મરી ગયા, છતાં તમે કાંઈ
મરી નથી ગયા, તમે તો આ જીવતા રહ્યા. તો જીવંતભાવને –
ચેતનભાવને દેખો – અનુભવો, તમારું મરણ કદી નહીં
થાય.....અમરપદને પામી જશો.
પ્રશ્ન : – અમે અંદર જોવા ઘણી મહેનત કરીએ છીએ પણ
ચેતનવસ્તુ દેખાતી નથી, તો તેમાં ઉપયોગ કેવી રીતે લગાવીએ?
ઉત્તર : – ભાઈ, તને ચેતનને દેખવા માટે ઉત્કંઠા થઈ તે
માટે શાબાશી! ઉત્કંઠા જાગી છે – તો તે જરુર દેખાશે.....ધીરજ

Page 77 of 237
PDF/HTML Page 90 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૭
છોડીશ નહીં. જો, તને ચેતનવસ્તુ બતાવું છું : ગઈ કાલે કોઈ
પરવસ્તુને તેં જાણી, આજે તે વસ્તુ તો ચાલી ગઈ છતાં તેનું જ્ઞાન
તારામાં રહ્યું છે.....તે જ્ઞાન ક્યાં રહ્યું છે
? જો જોઈએ! ઊંડે – ઊંડે
તારામાં જ તે જ્ઞાન રહ્યું છે ને? જ્યાં એ જ્ઞાન રહ્યું છે તે જ તું પોતે
ચેતનવસ્તુ છો. વળી વિચારી જો.....ગઈકાલે તેં જે ક્રોધ કરેલ, તેનું
અત્યારે તને ‘જ્ઞાન’ છે – પણ તેવો ક્રોધ જ્ઞાન સાથે અત્યારે થતો
નથી; આ રીતે ક્રોધ અને જ્ઞાન જુદા છે; એમ નક્કી કરીને,
ક્રોધાદિથી જુદા ચેતનરુપ ઉપયોગભાવને શોધી લે. (તારામાં જે
વેદાઈ જ રહ્યો છે તે ભાવને ઓળખી લે.) એટલે તારી વસ્તુ તને
જડી જશે – સ્વસંવેદનમાં આવી જશે.
વળી સાંભળ! તું તારી ચેતનવસ્તુને શોધવા માટે જ્ઞાનમાં
જ્યારે મહેનત કરે છે ત્યારે તે જ્ઞાનમાં વિષય – કષાય વગરની, નવી
જાતની જ કોઈ શાંતિ ઝાંખી – ઝાંખી વેદાય છે.....ઝાંખી – ઝાંખી
હોવા છતાં આવી શાંતિ તેં પહેલાં કોઈ વસ્તુમાં વેદી ન હતી.....તો
આવી શાંતિનું વેદન ક્યાંથી આવે છે
? જ્યાંથી એ શાંતિનું વેદન
આવે છે – જેમાં એ શાંતિ વેદાય છે ને જે એ શાંતિને વેદે છે – તે
જ તું પોતે જ છો; તારામાં જ એ બધી ક્રિયાઓ થાય છે. તારી વસ્તુ
મહાન શાંતિથી ભરેલી છે, એટલે તેનો વિચાર કરતાં પણ તે શાંતિની
સુગંધ આવવા માંડે છે.....એ શાંતિનો દોર પકડીને ઊંડે – ઊંડે
ચાલ્યો જા તો શાંતિનો આખો સમુદ્ર તારામાં ઊછળતો તને દેખાશે.
થોડી વાર લાગે તો ગભરાઈને પાછો આવીશ મા.....અમે જોયેલી
વસ્તુ તને બતાવીએ છીએ; કોઈ કલ્પિત વસ્તુનું વર્ણન નથી કરતા.
उपयोगलक्षणः जीवः’ જીવ ઉપયોગમય છે....
ઉપયોગસ્વરુપમાં જીવ વસે છે.....જે જીવ છે તે પોતે જ
ઉપયોગરુપ થઈને બધાને જાણે છે. ‘હું જાણું છું’ એવું જાણપણું
જીવ વગર કેમ હોય
? ‘હું જાણું છું’ એટલે જ ‘હું જીવ છું’ –

Page 78 of 237
PDF/HTML Page 91 of 250
single page version

background image
૭૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
આવા પોતાના અસ્તિત્વનું ચેતનમય સ્વસંવેદન થઈ રહ્યું હોવા
છતાં તેની કેમ ના પાડો છો
? ‘હું મને નથી દેખાતો’ એમ કેમ કહો
છો? અરે, પોતે પોતાનો અભાવ તે કોણ કહે? અસ્તિત્વને
દેખવાની વારંવાર ટેવ પાડો તો બીજા બધાથી જુદું તમારું સ્પષ્ટ
અસ્તિત્વ તમને દેખાશે.....સ્વાધીન અસ્તિત્વ દેખતાવેંત તમને
મહાન આનંદ થશે.....નવું જ જીવન પ્રાપ્ત થશે.
વાહ, વાહ! આ રહ્યોને હું સત્! હું મારામાં છું.
કોણ કહે છે – ‘હું નથી’?
મારા સ્વરુપ – અસ્તિત્વમાં હું મને વેદી જ રહ્યો છું.
स्व सं वे द्यो हं
T
સત્ના સાથિયા પુરાવો.....
સ્વાનુભવના વાજાં વગડાવો.....
આજે અવસર અપૂર્વ આનંદના.....
T

Page 79 of 237
PDF/HTML Page 92 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૯
મારા ચેતન પરિણામમાં ઉત્પાદ – વ્યય – ધ્રુવતા છે.
ઉત્પાદ – વ્યય – ધ્રુવતામાં સત્ છે; સત્માં મારું સર્વસ્વ છે;
પરિણમન શુદ્ધ થતાં આખો આત્મા શુદ્ધ થયો. ( – પ્રવ. ગા. ૯)
‘‘શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, જીવ પરિણામસ્વભાવી હોઈને.’’
આત્મા પોતે પોતામાં શુદ્ધપણે પરિણમી રહ્યો છે.
મારા ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ મારામાં છે.
પરના ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ પરમાં છે.
આમ સ્વ-પરને અત્યંત ભિન્નતા છે, કાંઈ જ ભેળસેળ નથી.
ભિન્નતા હોવાથી એકલા – એકલા આત્માને શુદ્ધતા જ છે.
પરસંગ છોડીને પોતાના એકત્વમાં રહેનારને કોઈ અશુદ્ધતા નથી.
આ રીતે હું એક છું.....શુદ્ધ છું.....મારામાં જ પરિપૂર્ણ છું.
– આવી સ્વાનુભૂતિરુપે હું પરિણમ્યો છું...તેથી –
‘છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શન – પૂર્ણ છું.’
સંપૂર્ણ શુદ્ધતા-જ્ઞાયકતા-વીતરાગતા-આનંદને પામેલ આત્મા
તે દેવ. તેઓ પરમ મંગલરુપ અને ઉપકારી છે, કેમકે તેમના
સ્વરુપની ઓળખાણથી આત્માનું સાચું સ્વરુપ ઓળખાય છે, અને
તેઓ જે માર્ગે – જે ભાવથી મોક્ષપદ પામ્યા તે માર્ગ – તે ભાવ
તેમણે આપણને ઉપદેશ્યા છે. –
અર્હન્ત સૌ કર્મોતણો કરી
નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી,
નિર્વૃત્ત થયા; નમું તમને.
(પ્રવચનસાર ગા. ૮૨)
અહો, આવા પરમાત્મદેવનું નામસ્મરણ પણ મંગલકારી છે.

Page 80 of 237
PDF/HTML Page 93 of 250
single page version

background image
૮૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ભગવાન અરહંતદેવના દર્શન કરતાં એમ વિચાર જાગે છે
કે અહો! આ સર્વજ્ઞપ્રભુ કેવા વીતરાગ છે!! વીતરાગતાને લીધે કેવા
શોભી રહ્યા છે! તેઓ પણ પૂર્વે સંસારદશામાં સરાગ હતા પણ
પછી સ્વરુપ – સાધન વડે રાગ મટાડી વીતરાગ થયા. માટે નક્કી
થાય છે કે આત્મા રાગસ્વરુપ નથી. આવું મારું સ્વરુપ સમજતાં હું
પણ રાગ મટાડીને વીતરાગ થઈશ. આમ રાગ અને આત્મસ્વરુપનું
ભેદજ્ઞાન તે પરમાત્માના દર્શનનું સત્ફળ છે.
ચાર કલ્યાણક અને અનંતચતુષ્ટયયુક્ત પરમાત્મા દિવ્યધ્વનિ
વડે સાક્ષાત્ મોક્ષમાર્ગની જ વર્ષા કરી રહ્યા છે. મોક્ષમાર્ગ પ્રતિપાદક
આવા અરિહંત પરમાત્મા મનુષ્યલોકમાં સદાય વિદ્યમાન વિચરે છે,
મોક્ષમાર્ગ પણ જગતમાં સદાય છે; ને તે મોક્ષમાર્ગમાં ચાલનારા
મુમુક્ષુઓ પણ સદાય છે. વીરપ્રભુનું શાસન પામીને હું પણ
મોક્ષમાર્ગના આ પ્રવાહમાં જોડાઈ ગયો છું. પ્રવાહધારા અખંડ છે
– નવા નવા જીવો તેમાં જોડાતા જાય છે. તમે પણ આવો ને પ્રભુના
માર્ગમાં જોડાવ.
– ‘‘અમે તો અજ્ઞાની છીએ!’’
ભાઈ, તમે અજ્ઞાની નથી, જ્ઞાની છો. – સાંભળો! તમારામાં
જ્ઞાનશક્તિ છે તો અજ્ઞાન થયું છે. જ્ઞાનશક્તિ જ જો ન હોત તો
અજ્ઞાનપરિણામ ક્યાંથી થાત
? માટે તમે પોતાને અજ્ઞાનમય ન
માનો, જ્ઞાનસ્વરુપી જાણો. જેમ રાગ – પરિણામ થવા છતાં તમે
રાગમય નથી પણ વીતરાગસ્વભાવી છો, તેથી રાગ મટીને
વીતરાગતા થઈ જાય છે; તેમ તમે પોતાને જ્ઞાનસ્વભાવી જાણો તો
અજ્ઞાન કાંઈ છે જ નહીં. ‘અજ્ઞાન’ એ કોઈ શક્તિ નથી, શક્તિ તો
‘જ્ઞાન’ છે; – તેને સંભાળો. જ્ઞાનમાં અજ્ઞાન નથી. જો કે જ્ઞાન
વિના અજ્ઞાન નથી પરંતુ અજ્ઞાન વિના તો જ્ઞાન છે. – માટે

Page 81 of 237
PDF/HTML Page 94 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૧
જ્ઞાનમાં અજ્ઞાન નથી. જેમ આત્માના અસ્તિત્વ વિના રાગ નથી પણ
રાગ વિના તો આત્માનું અસ્તિત્વ છે; માટે આત્મા રાગસ્વરુપ નથી.
આત્મા તો રાગથી મોટો છે, તેથી રાગ વગર તે જીવી શકે છે.
જ્ઞાનસ્વરુપી તું ન હોત તો ‘જ્ઞાનાવરણ’ કોને આવરત? અને
જ્ઞાનાવરણકર્મ ગમે તેવું મોટું હોવા છતાં તારા જ્ઞાનને પૂરું ઢાંકી
શકતું નથી, જ્ઞાન ખુલ્લુ તો રહે જ છે. માટે જ્ઞાનાવરણકર્મથી જ્ઞાન
મોટું છે. જ્ઞાન પોતાની મહાન – શક્તિ સંભાળીને જાગશે ત્યારે
આવરણને તોડીને એવું ખીલશે કે આખા જગતને પોતાનું જ્ઞેય
બનાવી દેશે. આવરણ વખતેય જ્ઞાનની નિજશક્તિ ચાલી ગઈ નથી.
અહા, જેની તાકાતનો એક નાનો અંશ પણ આખા
જગતને જાણી લ્યે તેની પૂરી તાકાતનું શું કહેવું? બહારમાં લોક –
અલોક અને અંદર પોતામાં અનંતા ગુણ – પર્યાયોની શુદ્ધતા – એ
બધાને આનંદસહિત એક સાથે જાણવાની મારા જ્ઞાનની તાકાત છે,
– એમ જ્ઞાનશક્તિનું સંવેદન કરતાં અજ્ઞાન તો અલોપ થઈ ગયું.
અજ્ઞાન અલોપ થતાં, જ્ઞાન સ્વ – પર જ્ઞેયને યથાર્થ
સ્વરુપ જાણે છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય – ગુણ – પર્યાય સ્વરુપ છે. એ
ત્રણે જુદા જુદા નથી. દ્રવ્યમાં ગુણ – પર્યાયો રહેલાં છે;
ગુણપર્યાયોમાં દ્રવ્ય રહેલું છે. કથંચિત્ સ્વરુપભેદ હોવા છતાં
વસ્તુત: અભેદપણે જે ગુણ – પર્યાય છે તે જ દ્રવ્ય છે, જે દ્રવ્ય છે
તે જ ગુણ – પર્યાય છે. બધું એક જ સત્ છે. દ્રવ્ય વગર ગુણ –
પર્યાય ન હોય; ગુણપર્યાય વગર દ્રવ્ય ન હોય. ત્રણેની પરસ્પર
સિદ્ધિ છે. ગુણ – પર્યાયો વગર દ્રવ્યની સિદ્ધિ ન થાય; દ્રવ્ય વગર
ગુણ – પર્યાયની સિદ્ધિ ન થાય. વસ્તુના પરિણામ પ્રત્યેક સમયે
ઉત્પાદ – વ્યય – ધ્રુવતાને ધારે છે.....ને એવો પ્રવાહ ત્રિકાળ છે,
એટલે ઉત્પાદ – વ્યય – ધ્રુવતા એ સત્વસ્તુનું ત્રિકાળીસ્વરુપ છે.

Page 82 of 237
PDF/HTML Page 95 of 250
single page version

background image
૮૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સ્વજ્ઞેયના ઉત્પાદ – વ્યય – ધ્રુવ દ્રવ્ય – ગુણ – પર્યાય સ્વમાં જ છે.
પરજ્ઞેયના ઉત્પાદ – વ્યય – ધ્રુવ દ્રવ્ય – ગુણ – પર્યાય પરમાં જ છે.
મારો કોઈ અંશ પરમાં, કે પરનો કોઈ અંશ મારામાં નથી, તેથી
સમસ્ત પરજ્ઞેયો પ્રત્યે મને અત્યંત ઉદાસીનતારુપ સમભાવ છે,
મારા સ્વજ્ઞેયરુપ જ્ઞાનતત્ત્વમાં જ હું અત્યંત તૃપ્ત સંતુષ્ટ છું.
આવો સ્વ – પરનો વિભાગ કરતાં શુદ્ધાત્માની ઉપલબ્ધિ
થાય છે, ને મોક્ષમાર્ગ સધાય છે. વીતરાગ સંતે એ વાત પ્રવચનસાર
ગાથા ૧૯૨ – ૧૯૩ માં સમજાવીને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિનો
ઉપાય બતાવ્યો છે : –
એ રીત દર્શન – જ્ઞાન છે, ઇન્દ્રિય – અતીત મહાર્થ છે;
માનું હું આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચલ ધ્રુવ છે.
લક્ષ્મી, શરીર, સુખ – દુઃખ અથવા શત્રુ – મિત્ર જનો અરે
!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ – આત્મક જીવ છે.
નવતત્ત્વને હું જ્યારે ભૂતાર્થથી જાણું છું એટલે કે મારા
ભૂતાર્થ સ્વભાવને હું અનુભવું છું ત્યારે મારું શુદ્ધતત્ત્વ અજીવ
તત્ત્વથી સર્વથા જુદું અનુભવાય છે; એ જ રીતે રાગરુપ પુણ્ય –
પાપ – આસ્રવ – બંધતત્ત્વો મારા શુદ્ધ જીવતત્ત્વથી જુદા રહી જાય
છે, ને ચેતનારુપ સંવર – નિર્જરા – મોક્ષ તત્ત્વો મારા શુદ્ધતત્ત્વમાં
અભેદ અનુભવાય છે; આ રીતે નવતત્ત્વોનો વિભાગ થતાં
ભૂતાર્થપણે મારું એક શુદ્ધ – જીવતત્ત્વ જ ચૈતન્યભાવમય પ્રકાશે
છે. એ અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે, એમાં મને મારા આત્મા સિવાય
બીજા કોઈનું અવલંબન નથી; આવા મારા સ્વતત્ત્વનો મને કદી
વિયોગ નથી, તેથી મારે માટે હું પોતે ધ્રુવ છું; સર્વ સ્વભાવસંપન્ન
હું મહાન પદાર્થ છું. શુદ્ધાત્મતત્ત્વની આવી ભાવનાથી સમ્યક્ત્વાદિ
શુદ્ધતારુપ પરિણમન થાય છે.

Page 83 of 237
PDF/HTML Page 96 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૩
જે ભાવના પ્રમાણે કાર્ય થઈ શકે તે જ સાચી ભાવના છે.
જે ભાવના પ્રમાણે કાર્ય ન થઈ શકે તે ભાવના સાચી નથી. જેમકે
(૧) શરીર મારું – એવી જડ – ચેતનની એકતાની ભાવના
અજ્ઞાની જીવ કરે છે, પણ જડ – ચેતનની એકતા કદી થઈ શકતી
નથી; આત્મા કદી જડ થઈ શકતો નથી, જડ કદી ચેતન થઈ શકતું
નથી; માટે તે ભાવના મિથ્યા છે, નિરર્થક છે.
(૨) જ્ઞાન અને રાગની ભિન્નતાની ભાવના સત્ય અને સાર્થક
છે, કેમકે તે ભાવના – અનુસાર કાર્ય થાય છે, જ્ઞાન અને રાગ
જુદા પડે છે.
(૩) આત્મા અને તેની પર્યાયની ભિન્નતાની ભાવના નિષ્ફળ
છે, કેમકે આત્મા અને તેની પર્યાય કદી જુદા પડી શકતા નથી;
મોક્ષમાંય આત્મા પર્યાયરુપ તો રહે જ છે, આત્માને પર્યાય વગરનો
કદી કરી શકાતો નથી.....માટે તેમના ભેદની ભાવના સાચી નથી.
મિથ્યાત્વરુપ આત્માને જીવે ચિરકાળથી અનાદિથી ભાવ્યો
છે. સમ્યક્ત્વરુપ આત્માને જીવે પૂર્વે કદી ભાવ્યો નથી; તેથી હવે હું
સમ્યક્ત્વરુપ પરિણમીને તેને જ સદા ભાવું છું.
✽ ✽ ✽
‘શુદ્ધનય ભૂતાર્થ છે’
આત્માના સ્વભાવભૂત ભાવ તે ભૂતાર્થ છે.
શુદ્ધદ્રવ્ય – ગુણ – પર્યાયસ્વરુપ ભૂતાર્થસ્વભાવ છે, તેમાં ભેદ
પાડયા વગર આખા સ્વભાવને એકસાથે અનુભવે છે તે ભૂતાર્થના
અનુભવરુપ શુદ્ધનય છે. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે, સમ્યગ્દર્શનરુપ
છે. (આ શુદ્ધનય શુદ્ધસ્વભાવ અને અશુદ્ધતાને જુદા પાડે છે; પરંતુ

Page 84 of 237
PDF/HTML Page 97 of 250
single page version

background image
૮૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
શુદ્ધવસ્તુમાં દ્રવ્ય – ગુણ – પર્યાયના ભેદ નથી પાડતો.)
(પંચાધ્યાયીમાં આ વાત આવે છે : અ. ૧ ગા. ૨૪૬ –
૨૪૭; તથા કલશ – ટીકા : ૯)
દ્રવ્ય – પર્યાયના ભેદરુપ જે દ્રવ્યાર્થિકનય છે તે અનુભવ
વખતનો નય નથી, તે તો વિકલ્પવાળો છે કેમકે ભેદ પાડીને એક
એક ધર્મને ગ્રહણ કરે છે. (પરવસ્તુમાં પણ પર્યાય ગૌણ કરીને
દ્રવ્યને દેખવું તે દ્રવ્યાર્થિકનય છે.)
વસ્તુના પૂરેપૂરા શુદ્ધસ્વરુપને ગ્રહણ કરીને જ તેનો સાચો
અનુભવ થઈ શકે. વસ્તુના શુદ્ધસ્વરુપમાં પણ ભાગલા પાડીને,
એકેક ભાગના ગ્રહણ વડે વસ્તુનું સાચું સ્વરુપ અનુભવમાં આવતું
નથી. આ બાબતમાં હાથી અને છ અંધનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે :
હાથીની સૂંઢ – પૂંછડી – કાન – પગ વગેરે એકેક અંગને જ
પકડીને તેને જ આખો હાથી માની લેનાર આંધળાને સાચા હાથીનું
જ્ઞાન થતું નથી. બધા અંગ સહિત આખા હાથીને જે જાણે છે તેને
જ સાચા હાથીનું જ્ઞાન થાય છે; તેમ આત્મામાં સમજવું.
ભૂતાર્થસ્વભાવનો ગ્રાહક જે શુદ્ધનય છે તે બધા જ
સ્વભાવધર્મો સહિત વસ્તુને એકપણે – શુદ્ધપણે ગ્રહણ કરે છે, તેના
કોઈ સ્વભાવને છોડી દેતો નથી. શુદ્ધનયરુપ જ્ઞાનપર્યાય છે તે પણ
વસ્તુનો સ્વભાવ છે, તેથી અભેદઅનુભૂતિમાં ‘શુદ્ધનય ભૂતાર્થ છે’
એમ કહ્યું. ‘ભૂતાર્થ’માં શુદ્ધપર્યાયનો અભાવ નથી. ‘પર્યાયના ભેદનો’
અભાવ છે. દ્રવ્ય – ગુણ – પર્યાય એવા ત્રણેય ભેદ અભૂતાર્થ છે, તે
ભેદવડે પરમાર્થ જીવનું ગ્રહણ થતું નથી – એ વાત ‘અલિંગગ્રહણ’
ના અર્થોમાં (૧૮ – ૧૯ – ૨૦ બોલમાં) આચાર્યદેવે સ્પષ્ટ
સમજાવી છે. ત્યાં આચાર્યદેવે આત્મા અને તેની શુદ્ધપર્યાય વચ્ચેના
ભેદનો વિકલ્પ મટાડવા ‘શુદ્ધપર્યાય તે આત્મા છે’ એમ કહ્યું છે, પણ

Page 85 of 237
PDF/HTML Page 98 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૫
આત્મા શુદ્ધપર્યાયથી જુદો છે – એમ નથી કહ્યું. – તેમાં તો તે કાળે
તન્મય છે. દ્રવ્ય – પર્યાયના ભેદ વડે પરમાર્થ આત્માનું ગ્રહણ થતું
નથી એટલે કે તે અનુભવમાં આવતો નથી.
વસ્તુસ્વભાવ તે નિજધર્મ છે : ‘
वत्थुसहावो धम्मो।
આત્માના શુદ્ધ અનંત ગુણ – પર્યાયરુપ સ્વભાવ તે નિજધર્મ
છે. આવા નિજધર્મનો ધારક જીવ પરમ શુદ્ધ છે, તે નિશ્ચય છે.
તારા એક પણ સ્વધર્મને તું છોડીશ ના.
પરના એક પણ ધર્મને પોતાના માનીશ મા.
આ રીતે સ્વધર્મના ગ્રહણવડે તું પરમાત્મા બની જઈશ.
કોઈપણ પરના ધર્મનું ગ્રહણ કરવા જઈશ તો દુઃખી થઈશ.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે;
જાણે – જુએ જે સર્વ, તે હું – એમ જ્ઞાની ચિંતવે.
મારા સ્વ – આત્મપ્રદેશમાં અન્ય કોઈપણ વસ્તુના
દ્રવ્ય – ગુણ – પર્યાય નથી.
મારા દ્રવ્ય-ગુણ-પર્યાયનો સમસ્ત વૈભવ મારા સ્વ-
આત્મપ્રદેશમાં જ ભર્યો છે.
અસંખ્યપ્રદેશી આત્મવસ્તુમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે
કોઈ ક્ષેત્રભેદ નથી.
કથંચિત્ ભાવભેદ એવો છે કે – દ્રવ્ય તે એકગુણ કે પર્યાય
નથી, ને એકગુણ કે પર્યાય તે જ દ્રવ્ય નથી. આમ છતાં વસ્તુપણે
એવો અભેદભાવ છે કે જે દ્રવ્ય છે તે જ ગુણ – પર્યાય છે, ને જે
ગુણ – પર્યાય છે તે જ દ્રવ્ય છે. આવા અભેદભાવમાં આખો
આત્મા સમાય છે; અભેદઅનુભૂતિ તે આત્માનું સર્વસ્વ છે.

Page 86 of 237
PDF/HTML Page 99 of 250
single page version

background image
૮૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
હે ભવ્ય! તારા ગુણ – પર્યાયોને જ તું સૌથી વહાલા કર...
કેમકે તે તું જ છો. પોતાના ઉપર તો પોતાને પ્રેમ હોય જ. રત્નત્રયને
જે પોતાના આત્માથી અભેદ ભાવે છે તેને જ રત્નત્રય-ધર્મનું સાચું
વાત્સલ્ય છે; રત્નત્રયને જે આત્માથી જુદો માને તેને તેનું સાચું
વાત્સલ્ય નથી એટલે તેની પાસે સમ્યક્ત્વાદિ ગુણો જ નથી.
સા ધ ક
સાધક અંતરાત્મા મિશ્રભાવવાળા હોય છે; તેમાં એક
સમ્યક્ત્વ – જ્ઞાનચેતનારુપ વીતરાગી શુદ્ધભાવ છે; અને તે જ
આત્માની અવસ્થામાં ‘બીજા’ રાગદિ વિભાવ પણ છે. આમ
શુદ્ધભાવ અને વિભાવ બંને ભાવની ધારા તે આત્મામાં એકસાથે
વર્તતી હોવાથી તેને મિશ્રભાવવાળો કહીએ છીએ.
ત્યાં વિશેષતા એ છે કે તેમાં જે સમ્યક્ત્વાદિ શુદ્ધપરિણતિ છે
તે તો શુદ્ધ જ છે; સમ્યક્ત્વ – જ્ઞાનચેતના કે સુખ – તે કાંઈ
રાગવાળાં અશુદ્ધ થઈ જતાં નથી. તે શુદ્ધભાવોની જ સાધકને
પ્રધાનતા છે, ને તે જ તેનું ચિહ્ન છે. સાધકપણું અને મોક્ષમાર્ગ તે
શુદ્ધભાવની ધારાવડે જ સધાય છે. એટલે સાધક – જ્ઞાનીની
ભૂમિકામાં યત્કિંચિત્ રાગાદિ દેખો ત્યારે પણ તેની રાગથી અલિપ્ત
જ્ઞાનચેતનાને ભૂલશો નહિ. રાગ જેને ડગાવી શકતો નથી એવી તે
અચલ છે. જુઓ, ભરતચક્રીએ ક્રોધપૂર્વક બાહુબલી – પોતાના
ભાઈને મારવા ચક્ર છોડયું – તે વખતેય તે ક્રોધ તે ધર્માત્માના
સમ્યક્ત્વને કે તેની જ્ઞાનચેતનાને ડગાવી શક્યો નથી, મલિન કરી
શક્યો નથી, નષ્ટ કરી શક્યો નથી. ક્રોધ સામે અડગપણે ટકી
રહેવાનું અપાર સામર્થ્ય તે સમ્યક્ત્વચેતનામાં છે.....તે મહાન છે.

Page 87 of 237
PDF/HTML Page 100 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૭
ક્રોધના સામર્થ્ય કરતાં જ્ઞાનચેતના ઘણી જ બળવાન છે.....તેને
ઓળખતાં જ જ્ઞાનીનું હૃદય ઓળખાય છે, ને પોતાનેય ભેદજ્ઞાન
થાય છે. ‘ – અમને એમ થયું છે.’ (જુઓ પાનું : ૨૦૩)
ચેતનધારા છે તે મોક્ષની સાધક છે. જેટલી ચેતનધારા છે
તેટલું સુખ નિરંતર છે; ધર્મીને સંક્લેશ પરિણામ વખતેય તે
સુખધારા વર્તી રહી છે; ને જેટલી કષાય – કર્મધારા છે તેટલું દુઃખ
છે; પણ મોક્ષને સાધવાનું તે વખતેય ચાલુ હોવાથી તે ધર્મીને
દુર્ગતિનું કે વિશેષ વ્યાકુળતાનું કારણ થતી નથી. પ્રતીતમાં –
જ્ઞાનમાં આત્મસ્વરુપ બરાબર આવ્યું છે, પણ પરિણમનમાં હજી
પૂરું આવ્યું નથી, શુદ્ધતાનું પરિણમન શરુ થયું છે પણ હજી પૂરું
નથી થયું. જુઓને, ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ તો ક્ષાયિક થઈ ગયું
છતાં હજી રાગ તો રહ્યો; – એક સાથે ક્ષાયિકભાવ ને ઉદયભાવ
બંને વર્તે છે. સમ્યક્ત્વગુણ સર્વગુણોમાં ફેલાયેલો છે તેથી તેના
પ્રતાપે સર્વ ગુણોમાં થોડી થોડી તો શુદ્ધતા થઈ છે. એકેક ગુણ
પોતાનો સ્વાદ બધા ગુણોને આપે છે. – પણ વિકારભાવને કોઈ
ગુણો સાથ આપતા નથી, તેને જુદો જ રાખે છે; ગુણના આધાર
વિનાનો તે નિરાધાર છે, લાંબુ જીવી શકતો નથી.
સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધાની પરિણતિ સમ્યક્ શ્રદ્ધારુપ છે, જ્ઞાનની
પરિણતિ જ્ઞાનચેતનારુપ છે; ચારિત્ર – પરિણતિમાં કેટલીક શુદ્ધિ
થઈ છે, કેટલોક વિકાર પણ છે. જેટલા અંશે રત્નત્રયની શુદ્ધતા છે
તે તો મોક્ષની જ સાધક છે, તેના વડે કર્મબંધન થતું નથી. જેટલા
અંશે રાગાદિ – અશુદ્ધતા છે તેટલો અપરાધ છે, તે બંધનું કારણ
થાય છે, તે મોક્ષનું કારણ થતું નથી. – આમ બંને ધારા
પોતપોતાનું કામ કરે છે; એકબીજાનું કામ કરતી નથી, ને
એકબીજાનું કામ રોકતીય નથી. ચોથા ગુણસ્થાનનો રાગ તેના
સમ્યક્ત્વને નથી બગાડતો, અને ચોથા ગુણસ્થાનનું સમ્યક્ત્વ ત્યાંના