Tattvagyan Tarangini (Gujarati). Adhyay-3 : Shuddh Chidrupni Praptina Upay; Adhyay-4 : Shuddh Chidrupna Margni Sugamata.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 9

 

Page 13 of 153
PDF/HTML Page 21 of 161
single page version

અધ્યાય-૨ ][ ૧૩
અને ઉત્તર ઉત્તમ ગુણોનો સમૂહ, પાપનું છૂટવું, બાહ્ય અને અભ્યંતર
સર્વ સંગનો ત્યાગ, અંતરની વિશુદ્ધિ અને ઉપસર્ગના તરંગો સહન
કરવાની શક્તિ (પ્રગટ) થાય છે. ૬.
तीर्थेषूत्कृष्टतीर्थं श्रुतिजलधिभवं रत्नमादेयमुच्चैः
सौख्यानां वा निधानं शिवपदगमने वाहनं शीघ्रगामि
वात्यां कर्मोधरणो भववनदहने पावकं विद्धि शुद्ध
चिद्रूपोहं विचारादिति वरमतिमन्नक्षराणां हि षटकं ।।।।
‘હું શુદ્ધ ચિદ્રૂપ’ વર્ણ ષટ્, હે ! બુદ્ધિમાન વિચારજો,
ઉત્કૃષ્ટ તીરથ, રત્ન ઉત્તમ, શ્રુતસમુદ્રનું ધાારજો;
એ સર્વસૌખ્યનિધાાન વાહન શિવગમનનું શીઘા્ર હા !
સૌ કર્મરજને પવન સમ, ભવ-વન-દહન અગ્નિ મહા. ૭
અર્થ :હે ઉત્તમ મતિમાન્! ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’ એ છ
અક્ષરોના વિચારથી તું જાણ કે તે જ તીર્થોમાં ઉત્કૃષ્ટ તીર્થ છે, શ્રુત
સાગરમાંથી નીકળેલું ઉત્તમ ગ્રહવા યોગ્ય રત્ન છે, સૌખ્યોનું નિધાન છે,
મોક્ષપદમાં લઈ જનાર ત્વરિત ગતિવાળું વાહન છે, કર્મસમૂહરૂપ ધૂળને
ઉડાડી મૂકવા માટે વાયુનો વંટોળ છે, સંસારવનને બાળવા માટે અગ્નિ
છે. ૭.
क्व यांति कार्याणि शुभाशुभानि क्व यांति संगाश्चिदचित्स्वरूपाः
क्व यांति रागादय एव शुद्ध चिद्रूपकोहंस्मरणे न विद्मः ।।।।
ચેતન અચેતન સંગ સૌ, કાર્યો શુભાશુભ જાય કાાં ?
ન જણાય ચિદ્રૂપસ્મરણથી રાગાદિ ભાગી જાય કાાં ?
અર્થ :‘હું ચિદ્રૂપ છું’ એમ સ્મરણ કરતાં શુભ અને અશુભ
કર્મો, ચેતન અને અચેતન સંગો (પરિગ્રહો), અને રાગાદિ ક્યાં જતા
રહે છે, તે અમે જાણતા નથી. ૮.

Page 14 of 153
PDF/HTML Page 22 of 161
single page version

૧૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
मेरुः कल्पतरुः सुवर्णममृतं चिंतामणिः केवलं
साम्यं तीर्थंकरो यथा सुरगवी चक्री सुरेन्द्रो महान्
भूभृद्भूरुहधातुपेयमणिधीवृत्ताप्तगोमानवा
मर्त्येष्वेव तथा च चिंतनमिह ध्यानेषु शुद्धात्मनः ।।।।
તરુ, ધાાતુ, પેય, ગિરિ, અમર, નર, ચરણ, મણિ ગૌ, જ્ઞાનમાં;
સુરતરુ, કનક, અમૃત, મેરુ, શક, ચક્રી, સામ્યતા;
ચિંતામણિ, સુરધોનુ, કેવલ, આપ્તમાં તીર્થંકરો,
ઉત્કૃષ્ટ જ્યમ, ત્યમ ધયાનમાં શુદ્ધાત્મચિંતન આદરો.
અર્થ :જેમ પર્વતોમાં મેરુ જ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ જ, ધાતુઓમાં
સુવર્ણ જ, પીવા યોગ્ય પદાર્થોમાં અમૃત જ, રત્નોમાં ચિંતામણિરત્ન જ,
જ્ઞાનોમાં કેવળજ્ઞાન જ, ચારિત્રોમાં સમતાભાવ, આપ્તોમાં તીર્થંકર જ,
ગાયોમાં કામધેનુ જ, મનુષ્યોમાં ચક્રવર્તી જ અને દેવોમાં ઇન્દ્ર જ ઉત્તમ
છે. તેવી રીતે આ લોકમાં ધ્યાનોમાં શુદ્ધ આત્માનું ચિંતન ઉત્તમ છે. ૯.
निधानानां प्राप्तिर्न च सुरकुरुरुहां कामधेनोः सुधा
याश्चिंतारत्नानामसुरसुरनराकाशगेर्शे दिराणां
खभोगानां भोगावनिभवनभुवां चाहमिंद्रादिलक्ष्म्या
न संतोषं कुर्यादिह जगति यथा शुद्धचिद्रूपलब्धिः
।।१०।।
જે કલ્પદ્રુમ કે કામધોનુ નિધાાનપ્રાપ્તિ કે સુધાા,
ચિંતામણિ સુર અસુર નર વિદ્યાધારેશ સુખો બધાાં;
ઐશ્વર્ય અહમિન્દ્રાદિનાં, સૌ ભોગ ભોગભૂમિ તણા,
સંતોષ આપે શુદ્ધચિદ્રૂપલબ્ધિા જેવો અન્ય ના. ૧૦.
અર્થ :આ જગતમાં શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિથી જેવો સંતોષ થાય
છે તેવો સંતોષ ધનના ભંડારો, કલ્પવૃક્ષ, કામધેનુ, અમૃત, ચિંતામણિ
રત્ન, સુર-અસુર વિદ્યાધરોના ઇન્દ્રોની લક્ષ્મી, ભોગભૂમિમાં પ્રાપ્ત થતા
અને સ્વર્ગભૂમિમાં પ્રાપ્ત થતા ભોગો તથા અહમિન્દ્રાદિની લક્ષ્મીની
પ્રાપ્તિથી પણ સંતોષ થતો નથી. ૧૦.

Page 15 of 153
PDF/HTML Page 23 of 161
single page version

અધ્યાય-૨ ][ ૧૫
ना दुर्वणों विकर्णो गतनयनयुगो वामनः कुब्जको वा
छिन्नघ्राणः कुशब्दो विकलकरयुतो वाग्विहीनोऽपि पंगुः
खंजो निःस्वोऽनधीतश्रुत इह बधिरः कुष्ठरोगादियुक्तः
श्लाध्यः चिद्रूपचिंतापरः इतरजनो नैव सुज्ञानवद्भिः
।।११।।
નર હોય કાળો, કર્ણહીન, કદ્રૂપ, નકટો, કુબ્જ વા,
કુશબ્દ, વામન, પંગુ, LંMો, અંધા, મૂંગો, ખંજ વા;
નિર્ધાન, અભણ, બહેરો, ભલે હો કોઢ, વ્યાધિાગ્રસ્ત વા,
ચિદ્રૂપચિંતન લીન તો તે શ્લાધય પ્રાજ્ઞે અન્ય ના. ૧૧
અર્થ :આ લોકમાં કાળો, કાન વગરનો, આંધળો, ઠીંગણો,
ખૂંધો, નકટો, કર્કશ વાણીવાળો, ઠુંઠો, મૂંગો, લંગડો, પાંગળો, નિર્ધન,
અભણ, બહેરો કે કોઢાદિ રોગવાળો મનુષ્ય પણ જો ચિદ્રૂપના ચિંતનમાં
તત્પર હોય તો સમ્યગ્જ્ઞાનીઓ વડે તે પ્રશંસા પામે છે, બીજો કોઈ
મનુષ્ય પ્રશંસાપાત્ર થતો નથી. ૧૧.
रेणूनां कर्मणः संख्या प्राणिनो वेत्ति केवली
न वेद्मीति क्व यांत्येते शुद्धचिद्रूपचिंतने ।।१२।।
(ઝૂલણા)
જીવ કર્મો ઘાણાં ક્ષણ ક્ષણે સંગ્રહે,
સર્વ સર્વજ્ઞ-જ્ઞાને જણાયે;
શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ ક્ષણ ક્ષણ કર્યે,
સ્મરણથી કર્મ તો કાાંય જાયે. ૧૨.
અર્થ :જીવના કર્મના પરમાણુઓની સંખ્યા કેવળજ્ઞાની જાણે
છે. એ કર્મ શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરતાં, ક્યાં જતાં રહે છે, એ
હું જાણતો નથી. ૧૨.
तं चिद्रूपं निजात्मानं स्मर शुद्ध प्रतिक्षणं
यस्य स्मरणमात्रेण सद्यः कर्मक्षयो भवेत् ।।१३।।

Page 16 of 153
PDF/HTML Page 24 of 161
single page version

૧૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
શુદ્ધ ચિદ્રૂપ તે આત્મ નિજ ચિંતવો,
સ્મરણ ક્ષણ ક્ષણ કરો શાંત ભાવે;
તે સ્વરુપના સ્મરણ માત્રથી સદ્ય સૌ,
કર્મ ક્ષય થાય, શિવ સૌખ્ય આવે. ૧૩
અર્થ :જેના સ્મરણ માત્રથી કર્મનો ક્ષય સત્વરે થાય, તે શુદ્ધ
ચિદ્રૂપનેપોતાના આત્મસ્વરૂપને તું પ્રતિક્ષણ યાદ કર. ૧૩
उत्तमं स्मरणं शुद्धचिद्रूपोऽहमितिस्मृतेः
कदापि क्वापि कस्यापि श्रुतं दृष्टं न केनचित् ।।१४।।
शुद्धचिद्रूपसदृशं ध्येयं नैव कदाचन
उत्तमं क्वापि कस्यापि भूतमस्ति भविष्यति ।।१५।।
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સ્મરણ એ વીણ બીજું,
સ્મરણ ઉત્તમ સદા કાાંય છે ના;
એ વિના શ્રેÌ બીજું સ્મરણ ના દીLું,
કે કદા કર્ણ સુણ્યું કોઇએ ના;
શુદ્ધ ચિદ્રૂપ સમ ધયેય ઉત્તમ નહ{,
કોઇને કાાંય બીજું કદાપિ;
ભૂત ભાવી અને વર્તમાને અહા !
એ જ સર્વોપરી છે સદાપ. ૧૪-૧૫.
અર્થ :‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’ એ સ્મરણ કરતા બીજું ઉત્તમ
સ્મરણ કદીયે કોઈએ, ક્યાંય, કોઈની પાસેથી જોયું નથી. સાંભળ્યું નથી.
શુદ્ધ ચિદ્રૂપના જેવું ઉત્તમ ધ્યેય કદી ક્યાંય પણ કોઈને પણ નથી, થયું
નથી અને થશે નહિ. ૧૪-૧૫.
ये याता यांति यास्यंति योगिनः शिवसंपदः
समासाध्यैव चिद्रूपं शुद्धमानंदमन्दिरं ।।१६।।
શિવ સંપત્તિ જે યોગિયો પામીઆ,
પામતા, પામશે, તે ત્રિકાળે;

Page 17 of 153
PDF/HTML Page 25 of 161
single page version

અધ્યાય-૨ ][ ૧૭
શુદ્ધ ચિદ્રૂપ આનંદમંદિરને,
માત્ર આરાધાી સમ્યક્પ્રકારે. ૧૬.
અર્થ :જે યોગીઓ મોક્ષરૂપી સંપત્તિ પામ્યા છે, પામે છે અને
પામશે, તે આનંદના ધામ એવા શુદ્ધચિદ્રૂપનું યથાર્થ આરાધન કરીને જ
પામ્યા છે, પામે છે અને પામશે. ૧૬
द्वादशांगं ततो बाह्यं श्रुतं जिनवरोदितं
उपादेयतया शुद्धचिद्रूपस्तत्र भाषितः ।।१७
જિનવરે અંગ દ્વાદશ, બહિરંગ જે,
શાસ્ત્ર વિસ્તાર સઘાળો પ્રકાશ્યો;
શુદ્ધ ચિદ્રૂપ સહજાત્મપદ સુખનિધિા,
ત્યાં ઉપાદેય સર્વત્ર ભાખ્યો. ૧૭
અર્થ :જિનવરોએ કહેલું શ્રુતજ્ઞાન બારઅંગરૂપ અને અંગબાહ્ય
જે છે તેમાં ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) એક શુદ્ધ ચિદ્રૂપને કહ્યો
છે. ૧૭.
शुद्धचिद्रूपसद्ध्यानाद् गुणाः सर्वे भवंति च
दोषाः सर्वे विनश्यंति शिवसौख्यं च संभवेत् ।।१८।।
શુદ્ધ ચિદ્રૂપનું ધયાન સમ્યક્ કર્યે,
સર્વ સદ્ગુણ પ્રગટે સ્વભાવે;
દોષનો સમૂહ સૌ નાશ પામે અહા!
મોક્ષનાં સૌખ્ય અત્યંત પાવે. ૧૮
અર્થ :શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનથી સર્વે ગુણો પ્રગટ થાય છે,
સર્વ દોષો નાશ પામે છે અને મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. ૧૮.
चिद्रूपेण च घातिकर्महननाच्छुद्धेन धाम्ना स्थितं
यस्मादत्र हि वीतरागवपुषो नाम्नापि नुत्यापि च

Page 18 of 153
PDF/HTML Page 26 of 161
single page version

૧૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तद्बिंबस्य तदोकसो झगिति तत्कारायकस्यापि च
सर्व गच्छति पापमेति सुकृतं तत्तस्य किं नो भवेत्
।।१९।।
વીતરાગી વિભુનું સ્મરે નામ જ્યાં,
મૂર્તિ, મંદિર, સ્તુતિને કરે જો;
પાપ સૌ દૂર ટળે, પુણ્ય ઉત્તમ મળે,
શું ન ઉત્કૃષ્ટ ધયાને ફળે તો?
શુદ્ધ ચિદ્રૂપના ધયાનથી ત્યાં બધાાં,
ઘાાતિયાં કર્મનો નાશ થાયે;
જ્ઞાન દર્શન અનંતા સુખે યુકત જે,
શુદ્ધ સ્વરુપે સ્થિતિ ત્યાં પમાયે. ૧૯
અર્થ :શુદ્ધ ચિદ્રૂપના ધ્યાન વડે ઘાતિકર્મોનો નાશ થતાં શુદ્ધ
સ્વરૂપમાં સ્થિતિ થાય છે. કારણ કે અહીં વીતરાગ ભગવાનના નામ વડે
પણ, સ્તુતિ-પ્રણામ વડે, તે વીતરાગબિંબના, તે વીતરાગમંદિરના, તેના
કરાવનારનાં પણ સર્વ પાપ સત્વરે દૂર થઈ જાય છે, સર્વ પુણ્ય આવે
છે, તો તેનું ધ્યાન કરનારને ક્યું ફળ ન થાય? ૧૯.
कोऽसौ गुणोस्ति भुवने न भवेत्तदा यो
दोषोऽथवा क इह यस्त्वरितं न गच्छेत्
तेषां विचार्य कथयंतु बुधाश्च शुद्ध
चिद्रूपकोऽहमिति ये यमिनः स्मरंति ।।२०।।
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સંયમી જે સ્મરે,
સુગુણ એવો શું લોકે ન પામે ?
દોષ એવો શું સત્વર ટળે જે નહ{,
બુધા જનો ! કહો વિચારી, ન નામે. ૨૦
અર્થ :હે વિદ્વાનો ! વિચારીને કહો કે જે સંયમીઓ, ‘શુદ્ધ
ચિદ્રૂપ હું છું’ એવું સ્મરણ કરે છે, તેમને લોકમાં ત્યારે એવો ક્યો ગુણ

Page 19 of 153
PDF/HTML Page 27 of 161
single page version

અધ્યાય-૨ ][ ૧૯
છે કે જે ન પ્રગટે અથવા અહીં ક્યો દોષ છે કે જે તરત જ ન ટળી
જાય? ૨૦.
तिष्ठंत्वेकत्र सर्वे वरगुणनिकराः सौख्यदानेऽतितृप्ताः
संभूयात्यंतरम्या घरविधिजनिता ज्ञानजायां तुलायां
पार्श्वेन्यस्मिन् विशुद्धा ह्युपविशतु वरा केवला चेति शुद्ध-
चिद्रूपोहंस्मृतिर्भो कथमपि विधिना तुल्यतां ते न यांति
।।२१।।
પુણ્યવશ પ્રાપ્ત અતિ રમ્ય સુખદાયિ સૌ,
શ્રેÌ ગુણસમૂહ એકત્ર મૂકો;
જ્ઞાનરુપ ત્રાજુના એક પલ્લે બધાા,
અન્ય પલ્લે સ્મરણ માત્ર રાખો;
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સ્મરણ કેવલ અહા!
શુદ્ધ અત્યંત ઉત્તમ વખાણો;
કોઇ રીતે કદી તેની તોલે નહિ,
સમૂહ એ ગુણતણો જરીય જાણો. ૨૧.
અર્થ :અત્યંત રમ્ય, સદ્ભાગ્યે મળેલા, સુખ આપવામાં
અત્યંત સમર્થ એવા સર્વ ઉત્તમ ગુણોના સમૂહો, જ્ઞાનજનિત ત્રાજવામાં
એક બાજુ એકઠા થઈને રહો, અને બીજી બાજુએ વિશુદ્ધ ઉત્તમ માત્ર
હું શુદ્ધ ચિદ્રૂપ છું એ સ્મરણ મૂકો; હે જનો! તે કોઈપણ રીતે સરખા
સમાન થતા નથી. ૨૧
तीर्थतां भूः पदैः स्पृष्टा नाम्ना योऽघचयः क्षयं
सुरौधो याति दासत्वं शुद्धचिद्रक्तचेतसां ।।२२।।
શુદ્ધ ચિદ્રૂપમાં ચિત્ત અનુરકત તે,
સંતપદ સ્પૃષ્ટભૂમિ તીર્થ થાયે;
દેવગણ દાસ તેના બનીને રહે,
નામ તેનું સ્મર્યે પાપ જાયે. ૨૨.

Page 20 of 153
PDF/HTML Page 28 of 161
single page version

૨૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :શુદ્ધ ચૈતન્યમાં જેમનું ચિત્ત લીન છે એવા સંતોના
ચરણ વડે સ્પર્શાયેલી ભૂમિ, તીર્થપણું પામે છે. તેમના નામથી પાપનો
સમૂહ નાશ પામે છે અને દેવોનો સમૂહ તેમનું દાસત્વ પામે છે. ૨૨.
शुद्धस्य चित्स्वरूपस्य शुद्धोन्योऽन्यस्य चिंतनात्
लोहं लोहाद् भवेत्पात्रं सौवर्णं च सुवर्णतः ।।२३।।
લોહથી લોહમય પાત્ર સઘાળાં બને,
કનકના પાત્ર સૌ કનકરુપે;
શુદ્ધ ચિદ્દચિંતને શુદ્ધ પદ સંપજે,
અન્ય ચિંતન કરે અન્યરુપે. ૨૩.
અર્થ :જેમ લોઢામાંથી લોહમય પાત્ર બને અને સુવર્ણમાંથી
સુવર્ણમય પાત્ર બને, તેમ શુદ્ધ ચિત્સ્વરૂપના ચિંતનથી શુદ્ધ થાય અને
અશુદ્ધના ચિંતનથી આત્મા અશુદ્ધ થાય છે. ૨૩.
मग्ना ये शुद्धचिद्रूपे ज्ञानिनो ज्ञानिनोपि ये
प्रमादिनः स्मृतौ तस्य तेपि मग्ना विधेर्वशात् ।।२४।।
શુદ્ધ ચિદ્રૂપને જાણનારા મહા,
જ્ઞાનીઓ મગ્ન ચિદ્રૂપમાંહ{;
કર્મવશ સ્મરણમાં જો પ્રમાદી છતાં,
જ્ઞાની તો ગણો મગ્ન ત્યાંહી. ૨૪.
અર્થ :જે જ્ઞાનીઓ છે તે શુદ્ધ ચિદ્રૂપમાં મગ્ન છે, જે
જ્ઞાનીઓ છે છતાં શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં કર્મવશે પ્રમાદી છે, તે પણ
મગ્ન છે. ૨૪.
सप्तधातुमयं देहं मलमूत्रादिभाजनं
पूज्यं कुरु परेषां हि शुद्धचिद्रूपचिंतनात् ।।२५।।
સાત ધાાતુમયી દેહ અશુચિભર્યો,
મૂત્ર મલ અશુચિ ભાજન છતાં યે;

Page 21 of 153
PDF/HTML Page 29 of 161
single page version

અધ્યાય-૨ ][ ૨૧
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન વMે પુનિત તે,
સર્વને પૂજ્ય કરવો સદા યે. ૨૫.
અર્થ :સાત ધાતુમય, મળમૂત્રાદિના સ્થાનરૂપ શરીર પણ
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મચિંતનથી બીજાઓને તે પૂજ્ય છે, એમ નિશ્ચય
કરો. ૨૫.

Page 22 of 153
PDF/HTML Page 30 of 161
single page version

અધયાય ત્રીજો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના ઉપાય ]
जिनेशस्य स्नानात् स्तुतियजनजपान्मंदिरार्चाविधाना-
च्चतुर्धा दानाद्वाध्ययनखजयतो ध्यानतः संयमाच्च
व्रताच्छीलात्तीर्थादिकगमनविधेः क्षांतिमुख्यप्रधर्मात्
क्रमाच्चिद्रूपाप्तिर्भवति जगति ये वांछकास्तस्य तेषां
।।।।
(વસંતતિલકા)
ભાવે જિનેન્દ્ર જય સ્નાત્ર સ્તુતિ પૂજાને,
મંદિરઅર્ચનવિધાાન સુપાત્ર દાને;
શાસ્ત્રાદિ, અધયયન, સંયમ, શીલ, ધયાને,
અત્યંત આદર કરે ભવિ તીર્થસ્થાને;
£ન્દ્રિયનો વિજયને વ્રતવર્તનાથી,
ક્ષાંતિ પ્રમુખ દશ ધાર્મ સુસાધાનાથી;
ચિદ્રૂપ પ્રાપ્તિ જગમાં જીવ વાંછતા જે,
સેવી ઉપાય ક્રમથી પદ પામતા તે. ૧.
અર્થ :જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવાથી, સ્તુતિ, પૂજા,
જપ કરવાથી, મંદિરપૂજાના વિધાનથી, ચાર પ્રકારના દાનથી અથવા
શાસ્ત્રઅભ્યાસ અને ઇન્દ્રિયના જયથી, ધ્યાનથી અને સંયમથી, વ્રતથી,
શીલથી, તીર્થગમન આદિ વિધિથી, ક્ષમા આદિ ઉત્તમ ધર્મોથી ક્રમે કરીને
ચિદ્રૂપની પ્રાપ્તિ, જગતમાં જેઓ તેના વાંછક છે; તેમને થાય છે. ૧.
देवं श्रुतं गुरुं तीर्थं भदंतं च तदाकृतिं
शुद्धचिद्रूपसद्ध्यानहेतुत्वाद् भजते सुधीः ।।।।

Page 23 of 153
PDF/HTML Page 31 of 161
single page version

અધ્યાય-૩ ][ ૨૩
સ÷ેવ શાસ્ત્ર મુનિ તીર્થ ગુરુ સુજ્ઞાની,
કે મૂર્તિ તે તણી વિષે બહુમાન આણી,
શુદ્ધાત્મધયાન સદુપાય બધાા વિચારી,
સેવે સદાય અતિ નિર્મલ બુદ્ધિ ધાારી. ૨.
અર્થ :સમ્યગ્જ્ઞાની દેવ-શાસ્ત્ર-ગુરુ, તીર્થરૂપ ભગવંતને તથા
તેમની પ્રતિમાને શુદ્ધ આત્મસ્વરૂપના સદ્ધ્યાનના કારણો હોવાથી, ભજે
છે. ૨.
अनिष्टान् खहृदामर्थानिष्टानपि भजेत्त्यजेत्
शुद्धचिद्रूपसद्ध्याने सुधीर्हेतूनहेतुकान् ।।।।
અર્થો અનિષ્ટ મન £ન્દ્રિયને છતાં જો,
ચિદ્રૂપધયાનસદુપાય, બુધાો ભજે તો;
જે હોય £ષ્ટ મન £ન્દ્રિયને છતાં જો,
થાયે અહેતુ ચિદ્ધયાન વિષે, તજે તો. ૩.
અર્થ :ઇન્દ્રિય અને મનને અપ્રિય પદાર્થો હોય પણ જો તે
શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનમાં હેતુ થતા હોય, તો સમ્યગ્દ્રષ્ટિ જીવ તેને
ભજે અને (ઇન્દ્રિય
મનને) પ્રિય લાગતાં પદાર્થો પણ (શુદ્ધ ચિદ્રૂપના
ધ્યાનમાં) વિઘ્નરૂપ હોય, તો તેને વિના વિલંબે છોડી દે. ૩.
मुंचेत्समाश्रयेच्छुद्धचिद्रूपस्मरणेऽहितं
हितं सुधीः प्रयत्नेन द्रव्यादिकचतुष्टयं ।।।।
ચિદ્રૂપના સ્મરણમાં હિતકારી ધાારે,
જે દ્રવ્ય, ક્ષેત્ર, વળી કાળ સુભાવ ચારે;
તેને પ્રયત્ન કરી પ્રાજ્ઞજનો સુસેવે,
તેમાં અહિતકર શીઘા્ર તજે, ન સેવે. ૪.
અર્થ
:પ્રાજ્ઞજન શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતકારી દ્રવ્ય,

Page 24 of 153
PDF/HTML Page 32 of 161
single page version

૨૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારને બળપૂર્વક તજી દે અને હિતરૂપ દ્રવ્યાદિ
ચારને પ્રયત્નપૂર્વક અવલંબે. ૪.
संगं विमुच्य विजने वसंति गिरिगह्वरे
शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः ।।।।
જ્ઞાનીજનો પર વિષે, અતિ નિઃસ્પૃહી જે,
પ્રાપ્તિ સદા વિમલ ચિદ્રૂપની ચહી તે;
સૌ સંગ આuાવ મહા ગણીને તજે એ,
એકાંતવાસ ગિરિગ¯રને ભજે એ. ૫.
અર્થ :જ્ઞાનીજનો પરભાવોમાં નિસ્પૃહ થઈને શુદ્ધ ચિદ્રૂપની
સંપ્રાપ્તિ માટે, સંગનો ત્યાગ કરીને, એકાંત ગિરિગુફામાં વસે છે. ૫.
स्वल्पकार्यकृतौ चिंता महावज्रायते ध्रुवं
मुनीनां शुद्धचिद्रूपध्यानपर्वत भंजने ।।।।
शुद्धचिद्रूपसद्धयानभानुरत्यंतनिर्मलः
जनसंगतिसंजातविकल्पाब्दैस्तिरोभवेत् ।।।।
ચિંતા જરાય પર કાર્યની વ» ભારે,
ચિદ્રૂપ ધયાન ગિરિ એ મુનિનો વિદારે;
ચિદ્રૂપ ધયાન રવિ નિર્મળ તે છવાયે,
વિકલ્પ મેઘા જનસંગતિજન્ય આવ્યે. ૭.
અર્થ :મુનિઓને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વત તોડવાને માટે
અલ્પ કાર્ય અંગે કરેલી ચિંતા નિશ્ચયથી મહાન વજ્ર જેવી બને છે. ૬.
મનુષ્યોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપ વાદળો વડે, અત્યંત
નિર્મળ, શુદ્ધ આત્મધ્યાનરૂપ સૂર્ય ઢંકાઈ જાય છે. ૭.
अभव्ये शुद्धचिद्रूपध्यानस्य नोद्भवो भवेत्
वंध्यायां किल पुत्रस्य विषाणस्य खरे यथा ।।।।

Page 25 of 153
PDF/HTML Page 33 of 161
single page version

અધ્યાય-૩ ][ ૨૫
दूरभव्यस्य नो शुद्धचिद्रूपध्यानसंरुचिः
यथाऽजीर्णविकारस्य न भवेदन्नसंरुचिः
।।।।
શુદ્ધાત્મનું અભવિને નહિ ધયાન હોવે,
વંધયા યથા સુત નહ{, ખર શ્રૃંગ પાવે;
શુદ્ધાત્મ-ધયાન રુચિ ના દૂરભવ્ય પામે,
થાયે અજીર્ણ રુચિ અન્નની ત્યાં વિરામે. ૯.
અર્થ :જેમ વંધ્યા સ્ત્રીમાં પુત્રની તથા ગધેડામાં શિંગડાની
ખરેખર ઉત્પત્તિ થતી નથી, તેમ અભવ્ય જીવમાં શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનની
ઉત્પત્તિ થતી નથી. ૮.
જેવી રીતે અજીર્ણના રોગીને ભોજન લેવાની સાચી રુચિ થતી
નથી, તેવી રીતે દૂરભવ્યમાં (જેનો મોક્ષ નિકટ નથી તેવા જીવમાં) શુદ્ધ
આત્મસ્વરૂપના ધ્યાનમાં યથાર્થ રુચિ થતી નથી. ૯.
भेदज्ञानं विना शुद्धचिद्रूपज्ञानसंभवः
भवेन्नैव यथा पुत्रसंभूतिर्जनकं विना ।।१०।।
कर्मांगाखिलसंगे, निर्ममतामातरं विना
शुद्धचिद्रूपसद्ध्यानपुत्रसूतिर्न जायते ।।११।।
સંતાન સંભવ નહ{ જ્યમ વિણ તાત,
ના ભેદજ્ઞાન વિણ શુદ્ધ સ્વરુપ જ્ઞાત;
સૌ સંગકર્મતનનિર્મમતા જનેતા,
શુદ્ધાત્મધયાનસુતસંભવ તે વિના ના. ૧૦૧૧
અર્થ :જેમ પિતા વિના પુત્રનો જન્મ થાય જ નહિ, તેમ
ભેદજ્ઞાન વિના શુદ્ધ ચિદ્રૂપના જ્ઞાનનો સંભવ થાય જ નહિ. ૧૦.
કર્મ, શરીર અને સમસ્ત સંગમાં, નિર્મમતારૂપ માતા વિના શુદ્ધ
ચિદ્રૂપના સદ્ધ્યાનરૂપ પુત્રનો જન્મ થતો નથી. ૧૧.

Page 26 of 153
PDF/HTML Page 34 of 161
single page version

૨૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तत्तस्य गतचिंता निर्जनताऽऽसन्न भव्यता
भेदज्ञानं परस्मिन्निर्ममता ध्यानहेतवः ।।१२।।
ચિંતા અભાવ વળી નિર્જનવાસ ભાવે,
આસન્નભવ્યપણું, ભેદ વિબોધા પાવે;
દેહાદિ સર્વ પરમાંથી મમત્વ જાયે,
એ ધયાન હેતુ નરરત્ન વિષે સુહાયે. ૧૨.
અર્થ :તેથી ચિંતાનો અભાવ, એકાંતવાસ, સમીપ
મુક્તિગામીપણું, ભેદવિજ્ઞાન, પરમાં નિર્મમતા, તેના ધ્યાનના હેતુઓ
છે. ૧૨.
नृस्त्रीतिर्यग्सुराणां स्थितिगतिवचनं नृत्यगानं शुचादि
क्रीड़ाक्रोधादि मौनं भयहसनजरारोदनस्वापशूकाः
व्यापाराकाररोगं नुतिनतिकदनं दीनतादुःखशंकाः
श्रृंगारादीन् प्रपश्यन्नमिह भवे नाटकं मन्यते ज्ञः
।।१३।।
(શાર્દૂલવિક્રીડિત)
સંસારે નર નારી દેવ પશુનાં, સ્થિતિ ગતિ ગાનને,
વાણી નૃત્ય ક્રીMા પીMા રુદનને ક્રોધાાદિને મૌનને;
આકૃતિ સ્તુતિ સૌ પ્રવૃત્તિ ભીતિને વ્યાધિા જરા દુઃખને,
જોતા નાટક માનિ જ્ઞાની સમ તે શૃંગાર કે શોકને. ૧૩.
અર્થ :આ સંસારમાં મનુષ્ય, સ્ત્રી, પશુ અને દેવોની સ્થિતિ,
ગતિ, વચનને, નૃત્યને, ગીતને, શોક આદિને, ક્રીડાને, ક્રોધને, મૌનને,
ભય, હાસ્ય, જરા, રુદન, નિદ્રા તથા જુગુપ્સાને, વ્યાપાર, આકૃતિ,
રોગને, સ્તુતિ, પ્રણામ, પીડાને, દીનતા, દુઃખ, શંકાને, ભોજનને,
શૃંગારાદિને વાસ્તવિક રૂપે જોતાં જ્ઞાની નાટક માને છે. ૧૩.
चक्रींद्रयोः सदसि संस्थितयोः कृपा स्या-
त्तद्भार्ययोरतिगुणान्वितयोर्घृणा च

Page 27 of 153
PDF/HTML Page 35 of 161
single page version

અધ્યાય-૩ ][ ૨૭
सर्वोत्तमेंद्रियसुखस्मरणेऽतिकष्टं
यस्योद्धचेतसि स तत्त्वविदां वरिष्ठः
।।१४।।
ચક્રી £ન્દ્રસભા વિરાજિત અહા ! દેખી દયા આવતી,
રાણી કે શચિ સુંદરાંગી રતિશી, જોતાં ઘાૃણા જાગતી;
સર્વોત્કૃષ્ટ સુખો સ્મર્યે વિષયનાં આપે સ્મૃતિ દુઃખની,
ચિત્તે એ પ્રગટાો વિવેક નર તે તત્ત્વજ્ઞ શિરોમણિ. ૧૪.
અર્થ :જેમના ઉચ્ચ ચિત્તમાં, સભામાં વિરાજિત ચક્રવર્તી કે
ઇન્દ્રની ઉપર દયા આવે, રતિ સમાનરૂપ અને અતિશય ગુણયુક્ત તેમની
સ્ત્રીઓ, ચક્રવર્તીની પટરાણી તથા ઇન્દ્રની ઇન્દ્રાણીની ઉપર અણગમો
આવે તથા સર્વોત્તમ ઇન્દ્રિય સુખના સ્મરણથી અત્યંત કષ્ટ થાય, તે
તત્ત્વજ્ઞાનીઓમાં સર્વોત્તમ છે. ૧૪.
रम्यं वल्कलपर्णमंदिरकरीरं कांजिकं रामठं
लोहं ग्रावनिषादकुश्रुतमटेद् यावन्न यात्यंबरं
सौधं कल्पतरुं सुधां च तुहिनं स्वर्णं मणिं पंचमं
जैनीवाचमहो तथेंद्रियभवं सौख्यं निजात्मोद्भवं
।।१५।।
(હરિગીત)
દિવ્ય વસ્ત્રો મહેલ સુરતરુ કે સુધાા કંચન મણિ,
જિનેન્દ્રવાણી આત્મસુખને જ્યાં સુધાી પામ્યા નથી;
ત્યાં સુધાી વલ્કલ પર્ણકુટી કરીર કાંજી લોહને,
પથ્થર કુશ્રુતિ વિષયસુખ અતિ રમ્ય લાગે લોકને. ૧૫.
અર્થ :જેમ, જ્યાં સુધી જીવને દિવ્ય વસ્ત્ર, મહેલ, કલ્પતરુ,
અમૃત, કપૂર, સુવર્ણ, મણિરત્ન, કોયલનો સ્વર અને જિનેન્દ્રની
દિવ્યવાણી પ્રાપ્ત થતી નથી; ત્યાં સુધી આશ્ચર્યની વાત છે કે તે વલ્કલને
(ઝાડની છાલના વસ્ત્રો), ઘાસપર્ણની ઝુંપડી, કેરડા, રાખ, હિંગ, લોઢું,
પથ્થર, હાથીનો કર્કશ સ્વર અને કુશાસ્ત્રને રમ્ય માનીને તેને માટે ભટકે

Page 28 of 153
PDF/HTML Page 36 of 161
single page version

૨૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
છે, તેવી રીતે જ્યાં સુધી જીવને નિજ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી
ત્યાં સુધી જીવ ઇન્દ્રિયજનિત સુખ તરફ ભટકે છે. ૧૫.
केचिद् राजादिवार्तां विषयरतिकलाकीर्तिरैप्राप्तिचिंतां
संतानोद्भूत्युपायं पशुनगविगवां पालवं चान्ससेवां
स्वापक्रीडौषधादीन् सुरनरमनसां रंजनं देहपोषं
कुर्वंतोऽस्यंति कालं जगति च विरलाः स्वस्वरूपोपलब्धिं
।।१६।।
રાજાદિની વિકથા વિષે £ન્દ્રિયરતિ કીર્તિ કલા,
ધાન તનય £ચ્છા, અન્ય સેવા, પશુ વૃક્ષ પક્ષીની લલા;
ઔષધા શયન ક્રીMા શરીરપોષણ મનુજ સુર રંજને,
સૌ વ્યર્થ કાલ વીતાવતા, વિરલા જ ચિદ્રૂપ ચિંતને. ૧૬.
અર્થ :જગતમાં કેટલાક જીવો રાજાદિની વાર્તા, વિષયભોગ,
સ્ત્રીરતિ, કલા, કીર્તિ અને ધનપ્રાપ્તિની ચિંતા, સંતાનની ઉત્પત્તિના ઉપાય,
પશુ, વૃક્ષ, પક્ષી, ગાય, બળદના પાલન અને અન્યની સેવા, નિદ્રા, ક્રીડા,
ઔષધ આદિ સુર અને નરોના મનને રંજન, દેહનું પોષણ કરતાં થકાં
કાળને ગુમાવી દે છે અને અતિ અલ્પ જીવો સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં
કાળ વીતાવે છે. ૧૬.
वाचांगेन हृदा शुद्धचिद्रूपोहमिति ब्रुवे
सर्वदानुभवामीह स्मरामीति त्रिधा भजे ।।१७।।
शुद्धचिद्रूपसद्ध्यानहेतुभूतां क्रियां भजेत्
सुधीः कांचिच्च पूर्वं तद्ध्याने सिद्धे तु तां त्यजेत् ।।१८।।
(માલિની)
તન મન વચને હું, શુદ્ધ ચિદ્રૂપ સેવું,
અનુભવું સ્મરું ગા. ભકિતથી નિત્ય ધયાવું;
સહજ સ્વરુપધયાને કાર્યકારી ક્રિયા જે,
વિમલ-મતિ ભજે સૌ ધયાન સિદ્ધે તજે તે. ૧૭-૧૮

Page 29 of 153
PDF/HTML Page 37 of 161
single page version

અધ્યાય-૩ ][ ૨૯
અર્થ :અહીં, વાણીથી, શરીરથી, ચિત્તથી શુદ્ધ ચિદ્રૂપ હું છું એમ
ઉચ્ચારુ, અનુભવું, સ્મરણ કરું; એમ ત્રણ પ્રકારે હમેશાં ભજું. ૧૭.
સમ્યગ્જ્ઞાની શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનમાં કારણભૂત કોઈ પણ
ક્રિયાને પ્રથમ ભજે, પરંતુ તે ધ્યાનની સિદ્ધિ થતાં ક્રિયાને તજી દે. ૧૮.
अंगस्यावयवैरंगमंगुल्याद्यैः परामृशेत्
मत्याद्यैः शुद्धचिद्रूपावयवैस्तं तथा स्मरेत् ।।१९।।
ज्ञेये दृश्ये यथा स्वे स्वे चित्तं ज्ञातरि दृष्टरि
दद्याच्चेन्ना तथा विंदेत्परं ज्ञानं च दर्शनं ।।२०।।
જ્યમ શરીરઅવયવ અંગુલિ આદિથી તન લક્ષાય છે,
ચિદ્અંગ મત્યાદિ સુજ્ઞાને સ્વરુપ સ્મૃતિ પમાય છે;
પર જ્ઞેયદ્રશ્યે જન દિયે મન તેમ જો સ્વરુપે દીએ,
જ્ઞાતા તથા દ્રષ્ટા વિષે તો જ્ઞાન દર્શન વર લીએ. ૧૯-૨૦
અર્થ :શરીરના આંગળી આદિ અવયવો વડે શરીરનું અનુમાન
થાય છે અને પછી સ્પર્શાય છે, તેમ શુદ્ધ ચિદ્રૂપના અવયવો મતિજ્ઞાન
આદિ વડે તે શુદ્ધ ચિદ્રૂપને સ્મરવું, ધ્યાવું જોઈએ. ૧૯.
જેમ મનુષ્ય પોતાના જ્ઞેય અને દ્રશ્યમાં ચિત્તને જોડે છે તેમ જો
તે જ્ઞાતાદ્રષ્ટા એવા સ્વમાં ચિત્ત જોડે, તો તે ઉત્કૃષ્ટ જ્ઞાન અને દર્શનની
પ્રાપ્તિ કરે છે. ૨૦.
उपायभूतमेवात्र शुद्धचिद्रूपलब्धये
यत् किंचित्तत् प्रियं मेऽस्ति तदर्थित्वान्न चापरं ।।२१।।
चिद्रूपः केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे
मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकार्द्धेन निरूपितः ।।२२।।
હું શુદ્ધ ચિદ્રૂપ અર્થી, સદુપાયો બધાા તે તે ચહું,
છે તે જ પ્રિય મુજને ઘાણા, તેથી અવર કદી ના ચહું;

Page 30 of 153
PDF/HTML Page 38 of 161
single page version

૩૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ચિદ્રૂપ કેવલ શુદ્ધ હું આનંદધાામ સદા સ્મરું,
શ્લોકાર્ધાથી સર્વજ્ઞ ભાષિત બોધા મોક્ષાર્થ ધારું. ૨૧૨૨
અર્થ :શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે અહીં જે કંઈ પણ કારણરૂપ
હોય તે મનેહું તેનો જ અભિલાષી હોવાથીપ્રિય છે અને અન્ય પ્રિય
નથી.
હું ચૈતન્યસ્વરૂપ, એકલો, નિર્મળ, આનંદસ્વરૂપ છું, એમ સ્મરણ
કરું છું. અર્ધ શ્લોકમાં આ મુક્તિ માટેનો સર્વજ્ઞનો ઉપદેશ કહેલો
છે. ૨૧
૨૨.
बहिश्चितः पुरः शुद्धचिद्रूपाख्यानकं वृथा
अंधस्य नर्त्तनं गानं बधिरस्य यथा भुवि ।।२३।।
अंतश्चितः पुरः शुद्धचिद्रूपाख्यानकं हितं
बुभुक्षिते पिपासार्त्तेऽन्नं जलं योजितं यथा ।।२४।।
જ્યમ અંધા આગળ નૃત્ય કે ગીત બધિાર આગળ વ્યર્થ છે,
ત્યમ શુદ્ધ ચિદ્રૂપનું કથન બહિરાત્મ આગળ વ્યર્થ છે;
ભૂખ્યા કને જ્યમ અન્ન કે તરસ્યા કને જળ હિત કરે,
ત્યમ અંતરાત્મા સમીપ ચિદ્રૂપ-કથન હિતકર છે ખરે. ૨૩-૨૪
અર્થ :જેમ લોકમાં આંધળાની આગળ નાચ અને બહેરાની
આગળ ગાન નકામા છે, તેમ અજ્ઞાની પાસે શુદ્ધ આત્મસ્વરૂપનું
વ્યાખ્યાન નિરર્થક છે. ૨૩.
જેમ ભૂખ્યા પાસે મૂકેલું અન્ન, તરસથી પીડાતા પાસે જળ,
હિતરૂપ થાય છે; તેવી રીતે અંતરાત્માની પાસે શુદ્ધ ચિદ્રૂપનું વ્યાખ્યાન
સફળ થાય છે. ૨૪.
उपाया बहवः संति शुद्धचिद्रूपलब्धये
तद्ध्यानेन समो नाभूदुपायो न भविष्यति ।।२५।।

Page 31 of 153
PDF/HTML Page 39 of 161
single page version

અધ્યાય-૩ ][ ૩૧
(અનુષ્ટુપ)
શુદ્ધ ચિદ્રૂપ પ્રાપ્તિના ઉપાયો બહુ સર્વદા,
છતાં તદ્ધયાન જેવો ના થયો છે ના થશે કદા. ૨૫
અર્થ :શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો છે. (પણ)
તેનો ધ્યાન જેવો (બીજો કોઈ) ઉપાય થયો નથી, (છે નહિ) અને થશે
નહિ. ૨૫.

Page 32 of 153
PDF/HTML Page 40 of 161
single page version

અધયાય ૪ થો
[શુદ્ધ ચિદ્રૂપના માર્ગની સુગમતા]
न क्लेशो न धनव्ययो न गमनं देशांतरे प्रार्थना
केषांचिन्न बलक्षयो न न भयं पीडा परस्यापि न
सावद्यं न न रोग जन्मपतनं नैवान्यसेवा न हि
चिद्रूपस्मरणे फलं बहु कथं तन्नाद्रियंते बुधाः
।।।।
(વસંતતિલકા)
ચિદ્રૂપના સ્મરણમાં ફળ છે ઘાણેરું,
ના દુઃખ દ્રવ્યવ્યય વ્યાધિા વિદેશ કેરું;
જન્માદિ ભીતિ પરસેવ પ્રયાચના ના,
ના પાપ તાપ બુધા ! આદર કાં ધારો ના ? ૧.
અર્થ :ચિદ્રૂપના સ્મરણમાં ક્લેશ નથી, ધન ખરચવું પડતું
નથી, પરદેશમાં જવું પડતું નથી, કોઈની પાસે યાચના કરવી પડતી નથી,
બળનો ક્ષય થતો નથી, ભય થતો નથી શત્રુ તરફથી પીડા થતી નથી,
પાપ લાગતું નથી, રોગ, જન્મ કે મરણ થતાં નથી, બીજાઓની સેવા
પણ કરવી પડતી જ નથી. (અને) ફળ ઘણું છે (તો) હે વિદ્વજ્જનો!
તમે તેમાં કેમ આદર ઉત્સાહ ધરતા નથી? ૧.
दुर्गमा भोगभूः स्वर्गभूमिर्विद्याधरावनिः
नागलोकधरा चातिसुगमा शुद्धचिद्धरा ।।।।
રે ! પ્રાપ્તિ ભોગભૂમિની, સુરલોક કેરી,
વિદ્યાધારો તણી ભૂમિ, ભૂમિ નાગ કેરી.
છે એ નહ{ સુગમ તો, જરી જો વિચારો,
ચિદ્રૂપ પ્રાપ્તિ સુગમ તેથી સ્વકાર્ય સારો.