Tattvagyan Tarangini (Gujarati). Adhyay-5 : Shuddh Chidrupni Prapti Kadi Purve Koi Var Thai Nathi; Adhyay-6 : Shuddh Chidrupna Smaranama Nishchalatano Bodh.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 9

 

Page 33 of 153
PDF/HTML Page 41 of 161
single page version

અધ્યાય-૪ ][ ૩૩
અર્થ :ભોગભૂમિ, સ્વર્ગલોક, વિદ્યાધરોની ભૂમિ, નાગલોકની
પૃથ્વી પ્રાપ્ત થવી મુશ્કેલ છે. શુદ્ધ ચૈતન્યરૂપ ભૂમિ (દશા) અત્યંત સુગમ
છે. ૨.
तत्साधने सुखं ज्ञानं मोचनं जायते समं
निराकुलत्वमभयं सुगमा तेम हेतुना ।।।।
તે આત્મ સાધાન કર્યે સુખ જ્ઞાન થાયે,
તે સાથ મુકિત અહિંયાં જ અનુભવાયે;
આકુલતા રહિત એ સહજાત્મ પ્રાપ્તિ,
તેથી ગણી સુગમ તે, રહી જ્યાં ન ભીતિ. ૩.
અર્થ :તેના સાધનમાં સુખ, જ્ઞાન, કર્મથી મુક્તિ, નિરાકુળતા,
નિર્ભયતા એક સાથે ઉત્પન્ન થાય છે, તે કારણથી શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ
સુગમ છે. ૩.
अन्नाश्मागुरुनागफे नसदृशं स्पर्शेन तस्यांशतः
कौमाराम्रकसीसवारिसदृशं स्वादेन सर्वं वरं
गंधेनैव घृतादि वस्त्रसदृशं दृष्टया च शब्देन च
कर्कंर्यादि च मानसेन च यथा शास्त्रादि निश्चीयते
।।।।
स्मृत्या दृष्टनगाब्धिभूरुहपुरीतिर्यंग्नराणां तथा
सिद्धांतोक्तसुराचलहृदनदीद्वीपादिलोकस्थितेः
खार्थानां कृतपूर्वंकार्यविततेः कालत्रयाणामपि
स्वात्मा केवलचिन्मयोंऽशकलनात् सर्वोऽस्य निश्चीयते
।।।। युग्मं।।
પાષાણ આદિ પરખો જ્યમ અંશ સ્પર્શે,
આમ્રાદિ સારી ગણીએ જ્યમ સ્વાદ અંશે.
વસ્ત્રાદિ દ્રષ્ટિથી, ઘાૃતાદિ જણાય ગંધો,
શાસ્ત્રાદિ નિશ્ચય મને, ગીત ઘાંટ શબ્દે. ૪.

Page 34 of 153
PDF/HTML Page 42 of 161
single page version

૩૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પૂર્વે દીLેલ ત્યમ વારિધિા વૃક્ષને જે,
કે ગ્રામ માનવ પશુ સઘાળાં સ્મરે છે;
શાસ્ત્રોથી સાંભળી નદી Òદ મેરુ સર્વે,
દ્વીપાદિ લોકસ્થિતિ જે સ્મૃતિમાં ધારે છે;
£ન્દ્રિયના વિષય કાર્ય કરેલ પૂર્વે,
જેને ત્રિકાળ ઉરમાં વળી યાદ આવે;
અંશે અનુભવી સ્મૃતિ થકી તે કળાયે,
સંપૂર્ણ ચિન્મય નિજાત્મ પ્રતીત થાયે. ૫.
અર્થ :જેમ અન્ન, પથ્થર, અર્ગ, અફીણ અને તેવા બીજા
પદાર્થોને તે દરેકના આંશિક સ્પર્શથી તે દરેક સંપૂર્ણપણે ઓળખાય છે.
કેરી, કસીસ, જળ જેવા પદાર્થોને દરેકના સ્વાદથી (ચાખવાથી) સંપૂર્ણપણે
ઓળખી શકાય છે. ઘી વગેરે પદાર્થોને ગંધ વડે જ, વસ્ત્ર જેવા પદાર્થોને
દ્રષ્ટિ વડે (જોવાથી) અને ઝાલર, ઘંટ, ગીત આદિને શબ્દ સાંભળવાથી
ઓળખી શકાય છે તથા શાસ્ત્રાદિનો મન વડે નિશ્ચય થાય છે, વળી પૂર્વે
જોયેલા પર્વત, સમુદ્ર, વૃક્ષ, નગર, પશુ અને મનુષ્યોની સિદ્ધાંત
(શાસ્ત્ર)માં કહેલા મેરુ, સરોવર, નદી, દ્વીપ આદિ લોકસ્થિતિની,
ઇન્દ્રિયોના વિષયોની, પૂર્વે કરેલા કાર્યોની પરંપરાની ત્રણે કાળ સંબંધી
ઓળખાણ (નિશ્ચય) થઈ શકે છે; તેવી જ રીતે શુદ્ધ ચિદ્રૂપની સ્મૃતિ વડે,
અંશે અનુભવથી તેનું સંપૂર્ણપણું જે પોતાનો આત્મા-કેવળ જ્ઞાનમય છે,
તેનો નિશ્ચય કરાય છે. ૪
૫.
द्रव्यं क्षेत्रं च कालं च भावमिच्छेत् सुधीः शुभं
शुद्धचिद्रूपसंप्राप्ति हेतुभूतं निरंतरं ।।।।
न द्रव्येन न कालेन न क्षेत्रेण प्रयोजनं
के नचिन्नैव भावेन लब्धे शुद्धचिदात्मके ।।।।
તો દ્રવ્યક્ષેત્ર શુભ કાળ સ્વભાવ સર્વે,
ચિદ્રૂપ પ્રાપ્તિ સદુપાય સદાય સેવે;

Page 35 of 153
PDF/HTML Page 43 of 161
single page version

અધ્યાય-૪ ][ ૩૫
તે બુદ્ધિમાન સહજાત્મસ્વરુપ પામ્યે,
દ્રવ્યાદિનું પછી નહિ કંઇ કામ નામે. ૭.
અર્થ :સમ્યગ્જ્ઞાની શુદ્ધ આત્મદશાની અખંડ પ્રાપ્તિના
કારણરૂપ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નિરંતર ઇચ્છે. ૬
શુદ્ધ ચૈતન્ય આત્મદશા પામ્યા પછી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને
ભાવથી (કાંઈ) પ્રયોજન નથી જ. ૭.
परमात्मा परंब्रह्म चिदात्मा सर्वदृक् शिवः
नामानीमान्यहो शुद्धचिद्रूपस्यैव केवलं ।।।।
(ઝૂલણા)
સર્વ દ્રષ્ટા પરબ્રÙ પરમાતમા,
તે ચિદાત્મા પ્રભુ શિવ કહાયે;
શુદ્ધ ચિદ્રૂપ કેવલ અહા ! જાણીએ,
નામ તેનાં જ સૌ એ ગણાયે. ૮.
અર્થ :પરમાત્મા, પરંબ્રહ્મ, ચિદાત્મા, સર્વદ્રષ્ટા, કલ્યાણસ્વરૂપ,
આ (બધા) નામો ખરેખર ફક્ત શુદ્ધ ચિદ્રૂપનાં જ છે. ૮.
मध्ये श्रुताब्धेः परमात्मनामरत्नव्रजं वीक्ष्य मया गृहीतं
सर्वोत्तमत्वादिदमेव शुद्धचिद्रूपनामातिमहार्घ्यरत्नं ।।।।
નામ પરમાત્મનાં, સમૂહ રત્નો તણો,
શાસ્ત્ર રત્નાકરે શોભતો હા !
શુદ્ધ ચિદ્રૂપ ઉત્તમ મહામૂલ્ય ત્યાં,
ભાળીને મx ગ્રıાãં રત્ન તો આ. ૯.
અર્થ :વીતરાગ પ્રવચનરૂપ સમુદ્રની મધ્યમાં પરમાત્માના
નામરૂપ રત્નનો સમૂહ જોઈને જે માત્ર આ શુદ્ધ ચિદ્રૂપ નામનું
મહામૂલ્યવાન રત્ન સર્વોત્તમ હોવાથી મેં તેનું ગ્રહણ કર્યું છે. ૯

Page 36 of 153
PDF/HTML Page 44 of 161
single page version

૩૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिद्रूपकं विना
तस्मादन्यत्र मे चिंता वृथा तत्र लयं भजे ।।१०।।
શુદ્ધ ચિદ્રૂપ વિણ અન્ય તે હું નહ{,
તે વિના અન્ય કંઇ મારું નાંહી;
તેથી અન્યત્ર ચિંતા બધાી વ્યર્થ ત્યાં,
થા. તલ્લીન ચિદ્રૂપમાંહી. ૧૦.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપ વિના કાંઈ પણ હું નથી, કંઈ પણ મારું
નથી, તેના સિવાય બીજે મારી ચિંતા નકામી છે; તેથી હું તેમાં લય
પામવાનો પ્રયત્ન કરું છું. ૧૦.
अनुभूय मया ज्ञातं सर्व जानाति पश्यति
अयमात्मा यदा कर्मप्रतिसीरा न विद्यते ।।११।।
કર્મ વાદળ વિષે આત્મરવિ જ્યાં છૂપ્યો,
જ્ઞાન દર્શન દ્યુતિ અલ્પ ભાસે;
અનુભવે જાણ્યું મx, કર્મ પMદો ખસ્યે,
પૂર્ણ તે જ્ઞાન દર્શન પ્રકાશે. ૧૧.
અર્થ :જ્યારે કર્મરૂપ પડદો નથી હોતો ત્યારે આ આત્મા
સર્વને જાણે છે અને દેખે છે, એમ મેં અનુભવ કરીને જાણ્યું છે. ૧૧.
विकल्पजालजंबालान्निर्गतोऽयं सदा सुखी
आत्मा तत्र स्थितो दुःखीत्यनुभूय प्रतीयतां ।।१२।।
अनुभूत्या मया बुद्धमयमात्मा महाबली
लोकालोकं यतः सर्वमंतर्नयति केवलः ।।१३।।
કલ્પના જાલ સેવાલમાંથી યદિ,
આત્મરુપ આ વિભુ ઉપર આવે;
તો સદા તે સુખી, તે વિના ત્યાં દુઃખી,
અનુભવે સુજ્ઞ સૌ પ્રતીત પાવે.

Page 37 of 153
PDF/HTML Page 45 of 161
single page version

અધ્યાય-૪ ][ ૩૭
અનુભવે જાણ્યું મx આ ચિદાત્મા અહો !
શું અનુપમ મહા શકિતધાારી !
લોક ને સૌ અલોકાદિ સર્વસ્વને,
જાણી નિજમાં શમે, જ્ઞાનભારી ! ૧૨૧૩.
અર્થ :વિકલ્પોની જાળરૂપ સેવાળમાંથી બહાર નીકળેલો આ
આત્મા સદા સુખી (છે) અને ત્યાં રહેલો દુઃખી છે, એમ અનુભવીને
નિશ્ચય કરો.
મેં અનુભવથી જાણ્યું છે કે આ આત્મા મહાન શક્તિશાળી છે,
કારણ કે પોતે એકલો જ, સર્વ લોક-અલોકને અંતરમાં (જ્ઞાનમાં) સમાવી
દે છે. ૧૨
૧૩.
स्मृतिमेति यतो नादौ पश्चादायाति किंचिन
कर्मोदयविशेषोऽयं ज्ञायते हि चिदात्मनः ।।१४।।
विस्फु रेन्मानसे पूर्वं पश्चान्नायाति चेतसि
किंचिद्वस्तु विशेषोऽयं कर्मणः किं न बुध्यते ।।१५।।
પ્રથમ સ્મરતાં સ્મૃતિમાં ન આવે કંઇ,
જે ધાીમેથી પછી યાદ આવે;
કર્મનો ઉદય ત્યાં આ ચિદાત્મા તણો,
સ્પષ્ટ તે કોઇ પ્રકારે જણાયે;
પ્રથમ મનમાં સ્ફુરે સ્મરણ કંઇ વસ્તુનું,
પછીથી સંભારતાં સાંભરે ના;
એ જ કો કર્મનો ભેદ વિદ્વજ્જનો,
કેમ નિશ્ચય કરો અંતરે ના ? ૧૪૧૫.
અર્થ :કેમ કે પ્રથમ સ્મરણમાં આવતું નથી, પછીથી કંઈક
આવે છે, ખરેખર આ ચિદાત્માનો કર્મોદયનો પ્રકાર જણાય છે. ૧૪.
પહેલાં કંઈક વસ્તુ મનમાં યાદ આવે, પાછળથી ચિત્તમાં યાદ
આવે નહિ, આ કર્મની વિશેષતા કેમ ખ્યાલમાં આવતી નથી? ૧૫.

Page 38 of 153
PDF/HTML Page 46 of 161
single page version

૩૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
सर्वेषामपि कार्याणां शुद्धचिद्रूपचिंतनं
सुखसाध्यं निजाधीनत्वादीहामुत्र सौख्यकृत् ।।१६।।
प्रोद्यन्मोहाद् थया लक्ष्म्यां कामिन्यां रमते च हृत्
तथा यदि स्वचिद्रूपे किं न मुक्तिः समीपगा ।।१७।।
સર્વ કાર્યો વિષે સાધય સુગમ દીસે,
શુદ્ધચિદ્રૂપ ચિંતન વિચારો.
અવર પરતંત્ર, સ્વાધાીન નિજ ધયાન તો,
લોક પરલોક સુખકર સ્વીકારો. ૧૬.
મોહ ઉદયે મહામત્ત હા ! ચિત્ત આ,
કામિની કનકમાં રકત નિત્યે;
તેમ જો ચિત્ત નિજ ચિદ્સ્વરુપમાં ધારો,
કેમ તો મુકિતના સમીપ વર્તે ! ૧૭.
અર્થ :બધા કાર્યોમાં શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન આ લોક અને
પરલોકમાં સુખ આપનાર, પોતને આધીન હોવાથી સરળતાથી સધાય તેવું
છે. ૧૬.
જેમ મોહથી મત્ત મન કંચન અને કામિનીમાં રમે છે, તેમ જો
પોતાના શુદ્ધ આત્મામાં રમે, તો શું મોક્ષ સમીપ ન આવે? ૧૭.
विमुच्य शुद्धचिद्रूपचिंतनं ये प्रमादिनः
अन्यत् कार्यं च कुर्वंति ते पिबंति सुधां विषं ।।१८।।
विषयानुभवे दुःखं व्याकुलत्वात् सतां भवेत्
निराकुलत्वतः शुद्धचिद्रूपानुभवे सुखं ।।१९।।
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન તજી અન્ય જે,
કાર્ય કરવા પ્રમાદી પ્રવર્તે;
તે જનો પાન પીયૂષનું છોMીને,
વિષપાને અહો કેમ વર્તે ?

Page 39 of 153
PDF/HTML Page 47 of 161
single page version

અધ્યાય-૪ ][ ૩૯
વિષયસુખ અનુભવે વ્યાકુલિત મન બને,
દુઃખ ત્યાં તેથી તત્ત્વજ્ઞ માને;
શુદ્ધ ચિદ્રૂપ અનુભવે સુખ મહા !
ત્યાં નિરાકુલતા નિત્ય માણે. ૧૮-૧૯.
અર્થ :જે પ્રમાદીઓ શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન છોડીને અન્ય કાર્ય
કરે છે, તેઓ અમૃત છોડીને વિષનું પાન કરે છે. ૧૮.
વિષયોના અનુભવમાં વ્યાકુળતા હોવાથી સંતોને દુઃખ થાય છે,
શુદ્ધ આત્માના અનુભવમાં નિરાકુળતા હોવાથી સુખ થાય છે. ૧૯.
रागद्वेषादिजं दुःखं शुद्धचिद्रूपचिंतनात्
याति तच्चिंतनं न स्याद् यतस्तद्गमनं विना ।।२०।।
आनन्दो जायतेत्यंतः शुद्धचिद्रूपचिंतने
निराकुलत्वरूपो हि सतां यत्तन्मयोऽस्त्यसौ ।।२१।।
રાગદ્વેષાદિથી ઉપજે દુઃખ જે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતનથી જાયે;
કેમ કે તે ગયા વિણ ચિંતન કદી,
શુદ્ધ ચિદ્રૂપનું ના પમાયે;
શુદ્ધ ચિદ્રૂપના ચિંતને સંતને,
કોઇ અત્યંત આનંદ આવે;
તે નિરાકુળતારુપ આનંદ છે,
એક તન્મયપણે ચિદ્સ્વભાવે. ૨૦-૨૧.
અર્થ :રાગ-દ્વેષાદિથી ઉત્પન્ન થતું દુઃખ શુદ્ધઆત્મસ્વરૂપના
ચિંતનથી દૂર થઈ જાય છે, કારણ કે તેના દૂર થયા વિના તેનું (ચિદ્રૂપનું)
ચિંતન થતું નથી.
ખરેખર સંતોને શુદ્ધ આત્માનું ચિંતન કરતાં નિરાકુળતારૂપ અત્યંત
આનંદ પ્રગટે છે, કારણ કે તે ચિદ્રૂપ આનંદમય છે. ૨૧.

Page 40 of 153
PDF/HTML Page 48 of 161
single page version

૪૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तं स्मरन् लभते ना तमन्यदन्यच्च केवलं
याति यस्य पथा पांथस्तदेव लभते पुरं ।।२२।।
शुद्धचिद्रूपसंप्राप्तिर्दुर्गमा मोहतोंऽगिनां
तज्जयेऽत्यंत सुगमा क्रियाकांडविमोचनात् ।।२३।।
જે સ્મરે સ્વરુપ, તે જ પ્રાપ્તિ કરે,
અન્ય સ્મરણે જનો અન્ય પામે;
પથિક જે નગરનો માર્ગ લઇ સંચરે,
ત્યાં જ પહાxચે, નહ{ અન્ય ગ્રામે.
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ દુર્ગમ અહા !
મોહવશ પ્રાણીને સુગમ કાાંથી ?
મોહના વિજયથી, વિણ ક્રિયાકાંM પણ,
પ્રાપ્તિ તેની અતિ સુગમતાથી. ૨૨૨૩.
અર્થ :મનુષ્ય તેનું સ્મરણ કરતાં તેને પામે છે અને અન્યનું
સ્મરણ કરતાં કેવળ અન્યને પામે છે; જેમ વટેમાર્ગુ જે નગરના માર્ગે
જાય છે, તે જ નગરમાં તે પહોંચે છે. ૨૨.
પ્રાણીઓને મોહથી શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ પ્રાપ્તિ મુશ્કેલ છે
અને તેનો (મોહનો) જય કરવાથી (અન્ય) ક્રિયાકાંડ કર્યા વગર પણ
(તેની પ્રાપ્તિ) અત્યંત સુગમ છે. ૨૩.

Page 41 of 153
PDF/HTML Page 49 of 161
single page version

અધયાય ૫ મો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ કદી પૂર્વે કોઈ વાર થઈ નથી ]
रत्नानामौषधीनां वसनरसरुजामन्नधातूपलानां
स्त्रीभाश्वानां नराणां जलचरवयसां गोमहिष्यादिकानां
नामोत्पत्त्यर्घतार्थान् विशदमतितया ज्ञातवान् प्रायशोऽहं
शुद्धचिद्रूपमात्रं कथमहह निजं नैव पूर्वं कदाचित्
।।।।
(ઝૂલણા)
રત્ન ઔષધિા બહુ વસ્ત્ર રસ વ્યાધિાઓ,
અન્ન પથ્થર અને ધાાતુઓનાં;
પુરુષ સ્ત્રી અશ્વ ગજ પક્ષી જલચર તથા,
ગાય ભxસાદિ પર વસ્તુઓનાં;
નામ, ઉત્પત્તિ, કિંમત, પ્રયોજન બધાું,
તીક્ષ્ણ બુદ્ધિ કરી બહુય જાણ્યું;
કિંતુ નિજ શુદ્ધ ચિદ્રૂપને મx અહો !
પૂર્વ કાલે કદી ના પિછાણ્યું ! ૧.
અર્થ :રત્નોનાં, ઔષધોનાં, વસ્ત્ર, રસ, રોગનાં, અન્ન, ધાતુ,
પથ્થરોનાં, સ્ત્રી, હાથી ને અશ્વોનાં, મનુષ્યોનાં, જળચર અને નભચર
(પક્ષીઓ)નાં, ગાય, ભેંસ આદિનાં નામ, ઉત્પત્તિ, મૂલ્ય, પ્રયોજન તીક્ષ્ણ
બુદ્ધિ વડે કરી મેં ઘણું કરીને જાણ્યા છે. અહો! ખેદ છે કે કોઈ રીતે
માત્ર પોતાના શુદ્ધ ચિદ્રૂપને પૂર્વે કદી પણ જાણ્યું નથી? ૧.
पूर्वं मया कृतान्येव चिंतनान्यप्यनेकशः
न कदाचिन्महामोहात् शुद्धचिद्रूपचिंतनं ।।।।

Page 42 of 153
PDF/HTML Page 50 of 161
single page version

૪૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
अनंतानि कृतान्येव मरणानि मयापि न
कुत्रचिन्मरणे शुद्धचिद्रूपोऽहमिति स्मृतं ।।।।
અન્ય પણ બહુ બહુવિધા ચિંતન કર્યાં,
પૂર્વમાં આત્મહિત શ્રેણી કાપી;
શુદ્ધ ચિદ્રૂપનું પણ ન ચિંતન કર્યું,
મx મહામોહવશ થઇ કદાપિ;
મરણ પણ પૂર્વમાં મx અનંતાં કર્યાં,
સ્વરુપને ભૂલી પરને હું માની;
એક પણ મરણ કાળે સ્મરણના કર્યું,
શુદ્ધ ચિદ્રૂપ હું એમ જાણી. ૩.
અર્થ :પૂર્વે મેં અનેક વાર ચિંતન પણ કર્યાં છે, પરંતુ
મહામોહથી શુદ્ધ આત્માનું ચિંતન કદાપિ થયું નથી. ૨.
અનંતવાર મરણ પણ મેં કર્યાં છે, પરંતુ કોઈ પણ મરણ વખતે
મેં ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’ એમ સ્મરણ કર્યું નથી. ૩.
सुरद्रुमा निधानानि चिंतारत्नं द्युसद्गवी
लब्धा च न परं पूर्वं शुद्धचिद्रूपसंपदा ।।।।
द्रव्यादिपंचथा पूर्वं परावर्त्ता अनंतशः
कुतास्तेष्वेकशो न स्वं स्वरूपं लब्धवानहं ।।।।
કલ્પતરુ કામધોનુ, નિધાાનો વળી,
રત્નચિંતામણિ દિવ્ય વિભૂતિ;
મx લહી પૂર્વમાં, શુદ્ધ ચિદ્રૂપ રુપ,
અનુપ સંપત્તિની કદી ન પ્રાપ્તિ;
દ્રવ્ય આદિ પરાવર્ત્તનો પંચ તે,
મx અનંતાં કર્યાં પૂર્વકાળે;

Page 43 of 153
PDF/HTML Page 51 of 161
single page version

અધ્યાય-૫ ][ ૪૩
તે વિષે એક પણ વાર નિજ સ્વરુપને,
હું ન પામ્યો ભમ્યો ભ્રાન્તિજાળે. ૫.
અર્થ :(મને) પૂર્વે કલ્પવૃક્ષ, ધનના ભંડાર, ચિંતામણિ રત્ન,
કામધેનુ વગેરે મળ્યા, પરંતુ શુદ્ધચિદ્રૂપ સંપત્તિ મળી નથી. ૪.
(મેં) પૂર્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ નામના પાંચ
પરાવર્તન (સંસાર ભ્રમણ) અનંતવાર કર્યા છે, તેમાં એકવાર પણ મને
મારું સ્વરૂપ મળ્યું નથી. ૫.
इन्द्रादीनां पदं लब्धं पूर्वं विद्याधरेशिनां
अनंतशोऽहमिंद्रस्य स्वस्वरूपं न केवलं ।।।।
मध्ये चतुर्गतीनां च बहुशो रिपवो जिताः
पूर्वं न मोहप्रत्यर्थी स्वस्वरूपोपलब्धये ।।।।
મx અનંતી અહો ! વાર વળી પૂર્વમાં,
ઇન્દ્ર, વિદ્યાધાર સ્વામી ધાાયો;
તેમ અહમિન્દ્રનાં પદ મહા ભોગવ્યાં,
માત્ર સ્વસ્વરુપને કદી ન પામ્યો,
ચાર ગતિ ભ્રમણમાં બહુ બહુ શત્રુઓ,
બહુ બહુ વાર જીત્યા તથાપિ;
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિમાં વિઘનરુપ,
મોહ શત્રુ ન જીત્યો કદાપિ. ૬-૭.
અર્થ :(મને) પૂર્વે ઇન્દ્રાદિનાં, અનંતવાર વિદ્યાધરોના
અધિપતિનાં (અને) અહમિંદ્રનું પદ પણ મળ્યું (છે) માત્ર સ્વસ્વરૂપ
મળ્યું નથી. પૂર્વે ચારગતિમાં (મેં) અનેકવાર શત્રુઓને જીત્યા
(પણ) સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે (બાધારૂપ એવા) મોહ શત્રુને જીત્યો
નથી. ૬-૭

Page 44 of 153
PDF/HTML Page 52 of 161
single page version

૪૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
मया निःशेषशास्त्राणि व्याकृतानि श्रुतानि च
तेभ्यो न शुद्धचिद्रूपं स्वीकृतं तीव्रमोहिना ।।।।
वृद्धसेवा कृता विद्वन्महतां सदसि स्थितः
न लब्धं शुद्धचिद्रूपं तत्रापि भ्रमतो निजं ।।।।
સર્વ શાસ્ત્રો ભણ્યો, શ્રવણ અતિ અતિ કર્યું;
બોધા પણ અન્યને ખૂબ દીધાો;
તીવ્ર મોહે છતાં તે મહ{થી નહ{,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ગ્રહણ કીધાો.
વૃદ્ધસેવા કરી, સાધાુસંગે ફર્યો,
જ્ઞાની પાસે સભામધય બેLો;
તે છતાં ત્યાંથી પણ શુદ્ધ ચિદ્રૂપને,
ના લıાãં, ભ્રમ અનાદિ ન નાLો. ૮-૯.
અર્થ :મેં સંસારમાં સર્વ શાસ્ત્રો સાંભળ્યા અને તેમના વિષે
વ્યાખ્યાન કર્યા, પરંતુ તીવ્ર મોહી એવા મેં તે શાસ્ત્રોમાંથી શુદ્ધ ચિદ્રૂપનું
ગ્રહણ કર્યું નહિ. ૮.
(મેં) વૃદ્ધોની સેવા કરી, (હું) વિદ્વાન, મહાત્માઓની સભામાં
બેઠો, (છતાં) ત્યાં ભમીને પણ મેં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ
કરી નહિ. ૯.
मानुष्यं बहुशो लब्धमार्ये खंडे च सत्कुलं
आदिसंहननं शुद्धचिद्रूपं न कदाचन ।।१०।।
शौचसंयमशीलानि दुर्धराणि तपांसि च
शुद्धचिद्रूपसद्ध्यानमंतरा धृतवानहं ।।११।।
આર્યખંMે બહુ વાર નર ભવ લıાો,
જન્મ ઉત્તમ કુલે પણ હું પામ્યો;

Page 45 of 153
PDF/HTML Page 53 of 161
single page version

અધ્યાય-૫ ][ ૪૫
પ્રથમ સંહનન પણ વાર બહુ મx લıાãં,
શુદ્ધ ચિદ્રૂપ ના કદીય પામ્યો.
શૌચ સંયમ તથા શીલ તપ આદર્યાં,
સર્વ દુષ્કર વ્રતો પણ ધાર્યાં મx;
એક નિજ શુદ્ધ ચિદ્રૂપના ધયાન વિણ,
સર્વ સાધાન નિરર્થક કર્યાં મx. ૧૦-૧૧.
અર્થ :આર્યદેશમાં મનુષ્યપણું, વજ્રર્ષભનારાચસંહનન, ઉત્તમ
ફળ. એ બધુ મને અનેકવાર મળ્યું છે, પરંતુ શુદ્ધ ચિદ્રૂપ કદી મળ્યું
નથી. ૧૦.
શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાન વિનાના શૌચ, શીલ, સંયમ તથા દુર્ધર
તપ મેં ધારણ કર્યાં છે. ૧૧.
एकेंद्रियादिजीवेषु पर्यायाः सकला धृताः
अजानता स्वचिद्रूपं परस्पर्शादिजानता ।।१२।।
ज्ञातं दृष्टं मया सर्वं सचेतनमचेतनं
स्वकीयं शुद्धचिद्रूपं न कदाचिच्च केवलं ।।१३।।
સર્વ એકેન્દ્રિયાદિ વિષે બહુ ભમ્યો,
બહુ ધાર્યા સર્વ પર્યાય ત્યાં મx;
સ્પર્શ રસ આદિ પરના બહુ જાણતાં,
નિજ ચિદ્રૂપ જાણ્યું ન ત્યાં મx.
અન્ય ચેતન અચેતન પદાર્થો વળી,
સર્વ જાણ્યા દીLા બાıાદ્રષ્ટિ;
માત્ર નિજ શુદ્ધ ચિદ્રૂપને જાણવા,
દેખવા ના ખુલી આત્મદ્રષ્ટિ. ૧૨-૧૩.
અર્થ :પોતાના આત્મસ્વરૂપને જાણ્યા વિના અને પરના સ્પર્શ,
રસ, રૂપ આદિને જાણતાં મેં એકેન્દ્રિયાદિમાં સર્વ અવસ્થાઓ ધારણ કરી
છે. ૧૨.

Page 46 of 153
PDF/HTML Page 54 of 161
single page version

૪૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
મેં બધા ચેતન, અચેતન (પદાર્થો)ને જોયા અને જાણ્યા; ફક્ત
પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને કદી જાણ્યું નથી. ૧૩.
लोकज्ञाति श्रुतसुरनृपति श्रेयसां भामिनीनां
यत्यादीनां व्यवहृतिमखिलां ज्ञातवान् प्रायशोऽहं
क्षेत्रादीनामशकलोजगतो वा स्वभावं च शुद्ध
चिद्रूपोऽहं ध्रुवमिति न कदा संसृतौ तीव्रमोहात् ।।१४।।
લોક જ્ઞાતિ તથા શાસ્ત્ર સુર નૃપતણિ,
નીતિરીતિ જાણી મx સર્વ પ્રાયે;
સ્ત્રી, મુનિ આદિના અખિલ વ્યવહારને,
તેમ મx જાણ્યો મુખ્યતાયે;
ક્ષેત્ર નદી આદિ સૌ જગત સંપૂર્ણના,
જાણવા ભાવ હું બહુ ય શાણો;
તીવ્ર મોહે છતાં ભવ વિષે હા કદી,
શુદ્ધ ચિદ્રૂપ હું ધા્રુવ ન જાણ્યો. ૧૪.
અર્થ :સંસારમાં લોક, જ્ઞાતિ, શાસ્ત્ર, દેવ રાજા આદિની
સંપતિ, શ્રેય (કલ્યાણ), સ્ત્રી અને મુનિઓના સમસ્ત વ્યવહારોનું અથવા
દેશ, નગર, નદી, પર્વત આદિના ભાગોનું, જગતમાં સ્વભાવનું મેં ઘણું
કરીને જ્ઞાન કર્યું, (મેળવ્યું) પરંતુ તીવ્ર મોહને લીધે ‘હું ચેતનસ્વરૂપ
આત્મા છું’ એમ ખરેખર કદી જાણ્યું નહિ. ૧૪.
शीतकाले नदीतीरे वर्षाकाले तरोरधः
ग्रीष्मे नगशिरोदेशे स्थितो न स्वे चिदात्मनि ।।१५।।
विहितो विविधोपायैः कायक्लेशो महत्तमः
स्वर्गादिकांक्षया शुद्धं स्वस्वरूपमजानता ।।१६।।
अधीतानि च शास्त्राणि बहुवारमनेकशः
मोहतो न कदा शुद्धचिद्रूपप्रतिपादकं ।।१७।।

Page 47 of 153
PDF/HTML Page 55 of 161
single page version

અધ્યાય-૫ ][ ૪૭
(શિખરિણી)
શિયાળામાં ©ભો સરિતાતટમાં શીત સહતો,
વળી વર્ષાકાળે તરુવરતળે સ્થિતિ ધારતો;
ઉનાળે અદ્રિના શિખર પર તાપે તપ તપ્યો,
ચિદાત્મામાં કિંતુ નિજ સ્થિતિ કરી હું ન વિરમ્યો. ૧૫.
તનુ કલેશે, ઇચ્છી સુરસુખ, તપ્યો ઘાોર તપ હું,
ન જાણ્યું, શુદ્ધાત્મસ્વરુપ સુખ તો તે કામ ચહું ?
ઘાણી રીતે શાસ્ત્રો, ફરી ફરી ઘાણાં હું ભણી ગયો,
છતાં શાસ્ત્રો બોધો સ્વરુપ તે મોહે નહિ ગણ્યો. ૧૬-૧૭.
અર્થ :શિયાળામાં હું નદીના કિનારા ઉપર, વર્ષા ૠતુમાં
વૃક્ષની નીચે, ઉનાળામાં પર્વતના શિખર પ્રદેશમાં રહ્યો; પરંતુ પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્મામાં રહ્યો નહિ. ૧૫.
મેં શુદ્ધ સ્વસ્વરૂપને ન જાણતાં, સ્વર્ગાદિની ઇચ્છાથી વિવિધ
ઉપાયો દ્વારા મહાન કાયક્લેશ કર્યો. ૧૬.
તથા ઘણી વાર અનેક પ્રકારે શાસ્ત્રો ભણ્યા, પરંતુ મોહવશ થઈને
શુદ્ધ આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર કદી ભણ્યો નહિ. ૧૭.
न गुरुः शुद्धचिद्रूपस्वरूपप्रतिपादकः
लब्धो मन्ये कदाचितं विनाऽसौ लभ्यते कथं ।।१८।।
सचेतने शुभे द्रव्ये कृता प्रीतिरचेतने
स्वकीये शुद्धचिद्रूपे न पूर्वं मोहिना मया ।।१९।।
ગુરુ જ્ઞાની શુદ્ધ સ્વરુપ નિજ બોધો પ્રવીણ જે,
મªયા નો તો કાાંથી સ્વરુપ નિજ પામું હું વિણ તે ?
કરી પ્રીતિ સારા જીવ અજીવ દ્રવ્યે પર છતાં,
કરી ના મોહે મx, વિમલ નિજ રુપે Lરી જતાં. ૧૮-૧૯.

Page 48 of 153
PDF/HTML Page 56 of 161
single page version

૪૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :મને લાગે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું નિરૂપણ
કરનાર સદ્ગુરુ (મને) કદી મળ્યા નથી. તે સદ્ગુરુ વિના આ શુદ્ધ
ચિદ્રૂપની પ્રાપ્તિ કેમ કરીને થાય? ૧૮.
મનને પ્રિય એવા સચેતન, અચેતન પદાર્થોમાં મોહી એવા મેં પૂર્વે
પ્રીતિ કરી પણ આત્માને પ્રિય એવા શુદ્ધ ચિદ્રૂપમાં પ્રીતિ કરી નહિ. ૧૯.
दुष्कराण्यपि कार्याणि हा शुभान्यशुभानि च
बहूनि विहितानीह नैव शुद्धात्मचिंतनं ।।२०।।
पूर्वं या विहिता क्रिया किल महामोहोदयेनाखिल
मूढत्वेन मयेह तत्र महतीं प्रीतिं समातन्वता
चिद्रूपाभिरतस्य भाति विषवत् सा मंदमोहस्य मे
सर्वस्मिन्नधुना निरीहमनसोऽतोधिग् विमोहोदयं
।।२१।।
व्यक्ताव्यक्तविकल्पानां वृंदैरापूरितो भृशं
लब्धस्तेनावकाशो न शुद्धचिद्रूप चिंतने ।।२२।।
ઘાણાં એવાં કીધાાં શુભ અશુભ કાર્યો કિLન હા !
છતાં શુદ્ધાત્માનું કદી નહિ કર્યું ચિંતન મહા.
ક્રિયા પૂર્વે જે જે સકલ કરી મx મોહ ઉદયે,
રતિ વિસ્તારી ત્યાં અતિશય મહા મૂઢ મતિયે;
હવે ભાસે તે સૌ વિષ સમ મને મોહ વિધારયે,
સ્વરુપે લાગ્યો હું નિરીહ પરમાં, મોહ ધિાક્ એ.
મને વ્યકતાવ્યકત પ્રતિપળ વિકલ્પે પૂરણને,
મળી ના નિવૃત્તિ નિજ વિમલ ચિદ્રૂપ મનને. ૨૦-૨૧-૨૨.
અર્થ :અહા! મેં અહીં અનેક શુભ અને અશુભ દુષ્કર કાર્યો
કર્યા છે, પણ શુદ્ધ આત્માનું ચિંતન નથી જ કર્યું. ૨૦.

Page 49 of 153
PDF/HTML Page 57 of 161
single page version

અધ્યાય-૫ ][ ૪૯
પૂર્વે મહા મોહના ઉદયે મૂઢતાથી તેમાં અત્યંત પ્રીતિ કરનાર એવા
મેં જે ક્રિયા અહીં ખરેખર કરી છે, તે બધી ક્રિયા મોહ જેનો મંદ થયો
છે અને ચિદ્રૂપમાં રતિ થઈ છે એવા મને સર્વમાં નિસ્પૃહબુદ્ધિથી થવાથી
હવે ઝેર જેવી લાગે છે, તેથી અત્યંત મોહના ઉદયને ધિક્કાર છે. ૨૧.
હું વ્યક્ત અને અવ્યક્ત વિકલ્પોના સમૂહથી અત્યંત ભરેલો છું,
તેથી મને શુદ્ધ ચિદ્રૂપના ચિંતવનમાં અવકાશ મળ્યો નથી. ૨૨.

Page 50 of 153
PDF/HTML Page 58 of 161
single page version

અધયાય ૬ Õો
[શુદ્ધ ચિદ્રૂપનાં સ્મરણમાં નિશ્ચળતાનો બોધ ]
जानंति ग्रहिलं हतं ग्रहगणैर्ग्रस्तं पिशाचैरुजा
मग्नं भूरि परीषहैर्विकलतां नीतं जराचेष्टितं
मृत्यासन्नतया गतं विकृतितां चेद् भ्रांतिमंतं परे
चिद्रूपोऽहमिति स्मृतिप्रवचनं जानंतु मामंगिनः
।।।।
ચિદ્રૂપ ચિંતન તત્પર મુજને દુર્ભગ ભ્રમિત ભલે જન કહે,
કે ઉન્મત્ત, પિશાચે પીિMત, વ્યાધિાગ્રસ્ત વિપરીત ગ્રહે;
મંદ પ્રબળ પરિષહથી વિકૃત જરા મરણ સન્મુખ ગણે,
ચિદ્રૂપ હું એ સ્મૃતિ વચનરુપ, રે ! જન જાણો તથ્યપણે. ૧.
અર્થ :જો અન્ય પ્રાણીઓ મને ગ્રહો વડે ગ્રહાયેલો, હણાયેલો,
ભૂત પિશાચ વડે પકડાયેલો, રોગથી પીડિત, અત્યંત પરિષહોથી વિકલ
થયેલો અને વૃદ્ધાવસ્થા પામેલો, મૃત્યુની નજદીક પહોંચેલો, વિકૃત
અવસ્થા પામેલો, ભ્રાંતિવાળો માને છે તો તમે એમ સમજો કે હું તો
ચૈતન્યસ્વરૂપ છું
એ સ્મરણમાં રાખવા યોગ્ય ઉત્તમ પ્રવચનરૂપશુદ્ધ
ચિદ્રૂપ છું. ૧.
उन्मत्तं भ्रांतियुक्तं गतनयनयुगं दिग्विमूढं च सुप्तं
निश्चिंतं प्राप्तमूर्च्छं जलवहनगतं बालकावस्थमेतत्
स्वस्याधीनं कृतं वा ग्रहिलगतिगतं व्याकुलं मोहधूर्त्तैः
सर्वं शुद्धात्मदृग्भीरहितमपि जगद् भाति भेदज्ञचित्ते
।।।।
શુદ્ધ આત્મદર્શન હીન જગ આ ભેદ જ્ઞાનીને ચિત્ત દીસે,
હા ! ઉન્મત્ત ભ્રમિત નેત્રહીણ દિગ્મૂઢ ગાઢ સુષુપ્તિ વિષે;

Page 51 of 153
PDF/HTML Page 59 of 161
single page version

અધ્યાય-૬ ][ ૫૧
પાગલ મૂર્છાગત અવિચારી, જલપ્રવાહમાં વહી જતું,
અજ્ઞ બાલસમ મોહ Lગોને વશ વ્યાકુલ વિશેષ થતું. ૨.
અર્થ :શુદ્ધ આત્મદર્શનથી રહિત, આ સર્વ જગત્ પણ
ભેદજ્ઞાનીના ચિત્તમાં ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત, બન્ને નેત્રરહિત, દિશા ભૂલેલું,
ગાઢ નિદ્રામાં સૂતેલું, અવિચારી, મૂર્ચ્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું,
બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું અથવા મોહરૂપી ઠગોથી પીડિત દશા
પામેલું હોય તેવું અને મોહ ઠગે પોતાને આધીન કરેલું, વ્યાકુળ થયેલું
જણાય છે. ૨.
स्त्रीणां भर्त्ता बलानां हरय इव धरा भूपतीनां स्ववत्सो
धेनूनां चक्रवाक्या दिनपतिरतुलश्चातकानां घनार्णः
कासाराद्यब्धराणाममृतमिव नृणां वा निजौकः सुराणां
वैद्यो रोगातुराणां प्रिय इव हृदि मे शुद्धचिद्रूपनामा
।।।।
સ્ત્રીના ચિત્ત વિષે પ્રિય ભર્તા, બલભદ્રોને પ્રાણ હરિ,
ભૂપને ભૂમિ, વત્સ ધોનુને, ચક્રવાકને તિમિરારિ;
ચાતકને જલધાર, દેવોને સ્વર્ગ, જનોને પ્રિય સુધાા,
પ્રિય વિમલ ચિદ્રૂપ મુજ ચિત્તે, રોગાતુરને વૈદ્ય યથા. ૩.
અર્થ :સ્ત્રીઓના ચિત્તને જેમ પતિ, બળભદ્રોને વાસુદેવ,
રાજાઓને પૃથ્વી, ગાયોને પોતાના વાછરડાં, ચક્રવાકીને સૂર્ય, ચાતકોને
મેઘનું પાણી, જળચરોને તળાવ આદિ, મનુષ્યોને અમૃત અથવા દેવોને
સ્વર્ગ, રોગથી પીડાયેલાઓને વૈદ્ય અનુપમ પ્રિય હોય છે; તેમ મારા
હૃદયમાં શુદ્ધચિદ્રૂપ જેનું નામ છે એવો આત્મા અત્યંત પ્રિય છે. ૩.
शापं वा कलयंति वस्तुहरणं चूर्णं बधं ताडनं
छेदं भेदगदादिहास्यदहनं निदाऽऽपदापीडनं
पव्यग्न्यब्ध्यगपंककूपवनभूक्षेपापमानं भयं
केचिच्चेत् कलयंतु शुद्धपरमब्रह्मस्मृतावन्वहं
।।।।

Page 52 of 153
PDF/HTML Page 60 of 161
single page version

૫૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પરમ બ્રÙ ચિંતન તલ્લીન હું મને કોઇ ભય શાપ દીએ,
વસ્તુહરણ, ચૂરણ, વધા, તાMન, છેદ, ભેદ, બહુ દુઃખ દીએ;
ગિરિ અગ્નિ અબ્ધિા નવ કૂપે ફxકે વજો હણે ભલે,
ભલે હાસ્ય નિંદાદિ કરો, પણ અલ્પચિત્ત મુજ નહિ મળે. ૪.
અર્થ :શુદ્ધ પરમાત્માની સ્મૃતિમાં સર્વદા લીન એવા મને જો
કોઈ શાપ આપે અથવા વસ્તુઓનું હરણ કરે, ચૂરચૂર કરે, વધ કરે,
તાડન કરે, છેદે, ભેદે, ગદાદિથી મારે, બાળે, મશ્કરી કરે, નિંદે, પીડે,
વજ્ર મારા ઉપર ફેંકે, અગ્નિમાં, સમુદ્રમાં, પર્વત કે વૃક્ષ ઉપરથી નીચે
ફેંકે, કાદવમાં, કૂવામાં, વનમાં કે ભૂમિ ઉપર ફેંકે, અપમાનિત કરે કે
ભય ઉપજાવે તો ભલે તેમ કરો. ૪.
चंद्रार्कभ्रमवत्सदा सुरनदीधारौधसंपातव
ल्लोकेस्मिन् व्यवहारकालगतिवद् द्रव्यस्य पर्यायवत्
लोकाधस्तलवातसंगमनवत् पद्मादिकोद्भूतिवत्
चिद्रूपस्मरणं निरंतरमहो भूयाच्छिवाप्त्यैमम्
।।।।
ચંદ્ર સૂર્ય ગતિ જેમ નિરંતર, સુર નદીવહન સદાય યથા,
પલ પલ કાલ ગતિ સમ લોકે, દ્રવ્ય વિષે પર્યાય સદા;
લોક નીચે ઘાન આદિ પવનવત્ જલમાં કમલોત્પત્તિ યથા,
ચિદ્રૂપસ્મરણ નિરંતર ચિત્તે શિવદાયી મુજ બનો તથા. ૫.
અર્થ :આ લોકમાં સદાય સૂર્ય ચંદ્રના ભ્રમણની પેઠે, ગંગા
નદીના પ્રવાહના વહનની માફક, વ્યવહારકાળની ગતિની પેઠે, દ્રવ્યની
પર્યાયની જેમ, લોકની નીચે ધનવાત, તનવાત વગેરે પવનોના નિરંતર
ગમનની માફક, (સરોવરોમાં) કમળ આદિની નિરંતર ઉત્પત્તિ થયા કરે
છે તેમ અહો, મારા મનમાં પણ નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો
કે જેથી મને મોક્ષરૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. ૫.
इति हृत्कमले शुद्धचिद्रूपोऽहं हि तिष्ठतु
द्रव्यतो भावतस्तावद् यावदंगे स्थितिर्मम ।।।।