Tattvagyan Tarangini (Gujarati). Adhyay-7 : Shuddh Chidrupna Smaranama Nayona Avalambananu Varnan; Adhyay-8 : Shuddh Chidrupni Prapti Mate Bhedgnanni Aavashyakta.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 9

 

Page 53 of 153
PDF/HTML Page 61 of 161
single page version

અધ્યાય-૬ ][ ૫૩
दृश्यंतेऽतीव निःसाराः क्रिया वागंगचेतसां
कृतकृत्यत्वतः शुद्धचिद्रूपं भजता सता ।।।।
દ્રવ્યભાવથી તન કારાગૃહ વિષે સ્થિતિ છે ત્યાં સુધાી તો,
‘હું સહજાત્મસ્વરુપ’ સ્મરણ એ Òદયકમલમાં નિત્ય રહો;
તન મન વચનતણી સૌ ચેષ્ટા દીસે અતીવ અસાર અહા !
શુદ્ધ ચિદાત્મસ્વરુપને ભજતાં, સાર ગ્રıાો, હું કૃતાર્થ મહા. ૬-૭
અર્થ :જ્યાં સુધી મારી દ્રવ્યથી અને ભાવથી શરીરમાં સ્થિતિ
છે, ત્યાં સુધી ‘શુદ્ધ ચિદ્રૂપ હું છું’ એ સ્મરણ મારા હૃદયકમળમાં નિશ્ચયે
રહો. ૬.
શુદ્ધ ચિદ્રૂપને ભજતાં થકાં કૃતકૃત્યતા પ્રાપ્ત થવાથી વચન, શરીર
અને મનની ક્રિયાઓ અત્યંત અસાર જણાય છે. ૭.
किंचित्कदोत्तमं क्वापि न यतो नियमान्नमः
तस्मादनंतशः शुद्धचिद्रूपाय प्रतिक्षणं ।।।।
बाह्यांतः संगमंगं नृसुरपतिपदं कर्मबंधादिभावं
विद्याविज्ञानशोभाबलभवखसुखं कीर्तिरूपप्रतापं
राज्यागाख्यागकालास्रवकुपरिजनं वाग्मनोयानधीद्धा-
तीर्थेशत्वं ह्यनित्यं स्मर परमचलं शुद्धचिद्रूपमेकं
।।।।
બાıાાભ્યંતર સંગ ક્ષણિક સૌ, શરીર, નરેન્દ્ર, સુરેન્દ્ર પદો,
કર્મભાવ, વિદ્યા, બળ, શોભા, જન્મ, રુપ, યશ, વિષય સુખો;
રાજપાટ વિજ્ઞાન પ્રતાપો ગિરિ તરુ નામ ધારા સ્વજનો,
આuાવ, કાળ, વચન મન વાહન બુદ્ધિ નશ્વર સર્વ ગણો.
કાંતિ દીપ્તિ તીર્થપતિપદ પણ નહિ નિત્ય અહો ! જગમાં,
ચિદ્રૂપ શુદ્ધ સદા સર્વોત્તમ અચલિત તેથી ધારું ઉરમાં;
કિંચિત્ કાાંય કદી નહિ નિશ્ચે ચિદ્રૂપથી જગ પ્રવર અહો !
તેથી અનંત પ્રણામ સદા મુજ તે ચિદ્રૂપને ક્ષણ ક્ષણ હો. ૮-૯.

Page 54 of 153
PDF/HTML Page 62 of 161
single page version

૫૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :જે કારણથી, નિશ્ચયથી, ક્યાંય પણ ક્યારેય, કંઈ પણ
(બીજું) ઉત્તમ નથી, તે કારણે, શુદ્ધચિદ્રૂપને ક્ષણે ક્ષણે અનંતવાર નમસ્કાર
હો. ૮.
બાહ્ય અને અંતરંગ પરિગ્રહ, શરીર, નરેન્દ્ર અને સુરેન્દ્રનાં પદ,
કર્મબંધ આદિ ભાવ, વિદ્યા, વિજ્ઞાનકળા કૌશલ્યા, શોભા, બળ, જન્મ,
ઇન્દ્રિયોનાં સુખ, કીર્તિ, રૂપ, પ્રતાપ, રાજ્ય, પર્વત, નામ, વૃક્ષ, કાળ,
આસ્રવ, પૃથ્વી, પરિવાર, વાણી, મન, વાહન, બુદ્ધિ, દીપ્તિ, તીર્થંકરપણું
નિશ્ચયથી અનિત્ય છે, (તેથી) પરમ અચલ એવા એક શુદ્ધચિદ્રૂપનું
સ્મરણ કર. ૯.
रागाद्या न विधातव्याः सत्यसत्यपि वस्तुनि
ज्ञात्वा स्वशुद्धचिद्रूपं तत्र तिष्ठ निराकुलः ।।१०।।
સર્વ શુભાશુભ વસ્તુ પ્રતિ કદી, ન કરો રાગાદિ ભાવ,
જાણી નિર્મલ નિજ ચિદ્રૂપ ત્યાં, સ્થિર નિરાકુળ થાય;
`નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૦.
અર્થ :સારા કે ખોટા અથવા વર્તમાન, તેમજ ભૂત-ભવિષ્યના
પદાર્થોમાં પણ રાગ-દ્વેષ આદિ કર્તવ્ય નથી. પોતાના શુદ્ધ ચેતનસ્વરૂપ
આત્માને જાણીને ત્યાં નિરાકુળ સુખસ્વરૂપે સ્થિર થા. ૧૦.
चिद्रूपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः
भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ।।११।।
ચિદ્રૂપ હું તે મારું તેથી તે, જો. તો સુખ થાય;
ભવ ક્ષય મુકિત શ્રેય પમાય, તે સાર જિનાગમાંય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૧.
અર્થ
:હું ચૈતન્યસ્વરૂપ છું, તે (આત્મા) મારો છે, માટે હું તેને
જોઉં છું એટલે સુખી છું. આ ભવનો ક્ષય, આત્મહિત, મોક્ષ છે, એ
જિનાગમનું રહસ્ય
સાર છે. ૧૧.

Page 55 of 153
PDF/HTML Page 63 of 161
single page version

અધ્યાય-૬ ][ ૫૫
चिद्रूपे केवले शुद्धे नित्यानंदमये यदा
स्वे तिष्ठति तदा स्वस्थं कथ्यते परमार्थतः ।।१२।।
ચિદ્રૂપ કેવલ શુદ્ધસ્વરુપ એ નિત્યાનંદે પ્રપૂર્ણ,
તે નિજ સ્વરુપે રે સ્થિર તો નિશ્ચયે, સ્વસ્થ કıાો સંપૂર્ણ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૨.
અર્થ :જ્યારે આત્મા નિત્યાનંદમય કેવળ પોતાના શુદ્ધચિદ્રૂપમાં
સ્થિર થાય છે, ત્યારે પરમાર્થથી સ્વસ્થપણે સમાધિરૂપ કહેવાય છે. ૧૨.
निश्चलः परिणामोऽस्तु स्वशुद्धचिति मामकः
शरीरमोचनं यावदिव भूमौ सुराचलः ।।१३।।
નિર્મળ નિજ ચિદ્રૂપ વિષે રહો, નિશ્ચલ મુજ પરિણામ;
દેહ જતાં પણ એ ન ચળો કદા, મેરુ ચલે નહિ નામ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૩.
અર્થ :જ્યાં સુધી શરીર છૂટ્યું નથી, ત્યાં સુધી પૃથ્વી ઉપર
મેરુ પર્વતની જેમ, સ્વ શુદ્ધ આત્મામાં મારા પરિણામ નિશ્ચલ રહો. ૧૩.
सदा परिणतिर्मेऽस्तु शुद्धचिद्रूपकेऽचला
अष्टमीभूमिकामध्ये शुभा सिद्धशिला यथा ।।१४।।
નિર્મલ નિજ ચિદ્રૂપ વિષે સદા, મુજ પરિણતિ હો અકંપ;
જેમ વિરાજે રે અષ્ટમી ભૂમિમાં, સિદ્ધશિલા નિષ્કંપ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૪.
અર્થ :જેમ આઠમી ભૂમિ (પૃથ્વી)ના અગ્રભાગે મોક્ષસ્થાનમાં
પવિત્ર સિદ્ધશિલા નિશ્ચળ છે, તેમ શુદ્ધ ચિદ્રૂપમાં મારા ભાવ સદા નિશ્ચળ
રહો. ૧૪.
चलंति सन्मुनीन्द्राणां निर्मलानि मनांसि न
शुद्धचिद्रूपसद्ध्यानात् सिद्धक्षेत्राच्छिवा यथा ।।१५।।

Page 56 of 153
PDF/HTML Page 64 of 161
single page version

૫૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિર્મળ ચિદ્રૂપ ધયાન થકી કદી સંત મુનિવર્ય ચિત્ત;
લેશ ચળે ના સિદ્ધિક્ષેત્રથી સિદ્ધો જ્યમ ત્યાં સુસ્થિત.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૫.
અર્થ :જેમ સિદ્ધક્ષેત્રથી સિદ્ધો ચળતા નથી તેમ શુદ્ધ આત્માના
ઉત્તમ ધ્યાનથી, મુનીન્દ્રોનાં નિર્મળ મન ચળતાં નથી. ૧૫.
मुनीश्वरैस्तथाभ्यासो दृढः सम्यग्विधीयते
मानसं शुद्धचिद्रूपे यथाऽत्यंतं स्थिरीभवेत् ।।१६।।
શુદ્ધ સ્વરુપે રે નિશ્ચલ ધયાનનો, સમ્યગ્ દ્રઢ અભ્યાસ;
સેવો એવો રે જ્ઞાની મુનીશ્વરો, અચલ લહે નિજવાસ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૬.
અર્થ :મુનિવરો સ્વ શુદ્ધ આત્મામાં મનની એકાગ્રતારૂપ એવો
દ્રઢ સમ્યક્ અભ્યાસ કરે છે, કે જેથી તે અત્યંત સ્થિર થાય છે. ૧૬.
सुखे दुःखे महारोगे क्षुधादीनामुपद्रवे
चतुर्विधोपसर्गे च कुर्वे चिद्रूपचिंतनं ।।१७।।
સુખ દુઃખ સમયે રે મહાવ્યાધિા વિષે, ભીષણ ઉપદ્રવ માંય;
ઉપસર્ગાદિ રે આવ્યે ના ચૂકું, ચિદ્રૂપ ચિંતન જરાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૭.
અર્થ :સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપદ્રવોમાં
અને ચાર પ્રકારના ઉપસર્ગ આવી પડે, ત્યારે શુદ્ધઆત્માનું ચિંતન
કરું. ૧૭.
निश्चलं न कृतं चित्तमनादौ भ्रमतो भवे
चिद्रूपे तेन सोढानि महादुःखान्यहो मया ।।१८।।
નિજ ચિદ્રૂપમાં રે નિશ્ચલ ચિત્ત હા ! ન ધાર્યું મx કોઇવાર;
ભમતાં ભવમાં રે, તેથી અનાદિથી દુઃખ પામ્યો હું અપાર.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૮.

Page 57 of 153
PDF/HTML Page 65 of 161
single page version

અધ્યાય-૬ ][ ૫૭
અર્થ :અનાદિથી સંસારમાં ભમતાં મેં ચિદ્રૂપમાં ચિત્તને
નિશ્ચલ કર્યું નહિ, તેથી અહોહો! આશ્ચર્ય છે કે મેં મહાન દુઃખો સહન
કર્યાં. ૧૮.
ये याता यांति यास्यंति निर्वृत्तिं पुरुषोत्तमाः
मानसं निश्चलं कृत्वः स्वे चिद्रूपे न संशयः ।।१९।।
જે નરરત્નો રે મુકિતમાં ગયા, જાયે, જાશે સદાય;
નિજ ચિદ્રૂપે રે નિશ્ચલ મન કરી, સૌ નિઃશંક શિવ થાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૯.
અર્થ :જે ઉત્તમ પુરુષો મોક્ષે ગયા છે, જાય છે અને જશે
તે સર્વે પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને એકાગ્ર કરીને (ગયા છે,
જાય છે અને જશે) એમાં સંશય નથી. ૧૯.
निश्चलोंऽगी यदा शुद्धचिद्रूपोऽहमिति स्मृतौ
तदैव भावमुक्तिः स्यात्क्रमेण द्रव्यमुक्तिभाग् ।।२०।।
‘નિર્મલ ચિદ્રૂપ હું’ જન એમ જ્યાં સ્મરણે નિશ્ચલ થાય;
ભાવમુકિત તો ત્યાં જ ક્રમે પછી દ્રવ્યે મુકિત વરાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૨૦.
અર્થ :‘હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું’ એમ સ્મરણ કરતાં
જ્યારે આત્મદ્રવ્ય નિશ્ચળ થાય છે, ત્યારે જ ભાવમોક્ષ થાય છે અને
અનુક્રમે દ્રવ્યમોક્ષને યોગ્ય (પણ) થાય છે. ૨૦.

Page 58 of 153
PDF/HTML Page 66 of 161
single page version

અધયાય ૭ મો
[શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં નયોના અવલંબનનું વર્ણન]
न यामि शुद्धचिद्रूपे लयं यावदहं दृढं
न मुंचामि क्षणं तावद् व्यवहारावलंबनं ।।।।
નિર્મળ ચિદ્રૂપમાં નિશ્ચલપણે, લય જ્યાં સુધાી ન પમાય;
ત્યાં સુધાી અવલંબન વ્યવહારનું, ક્ષણ પણ દૂર ન કરાય,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપમાં જ્યાં સુધી હું દ્રઢ લય ન પામું, ત્યાં
સુધી વ્યવહારનો આશ્રય ક્ષણ પણ છોડું નહિ. ૧.
अशुद्धं किल चिद्रूपं लोके सर्वत्र दृश्यते
व्यवहारनयं श्रित्वा शुद्धं बोधदृशा क्वचित् ।।२२।।
અસહજ ચિદ્રૂપ લોકવિષે બધો, વ્યવહારે તો જણાય;
નિશ્ચયનયરુપ જ્ઞાનદ્રષ્ટિ થક˘ી, શુદ્ધ કવચિત્ દેખાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૨.
અર્થ :વ્યવહારનયના આશ્રયથી જોતાં લોકમાં સર્વત્ર ખરેખર
અશુદ્ધ ચિદ્રૂપ દેખાય છે. નિશ્ચયદ્રષ્ટિથી જોતાં શુદ્ધ ચિદ્રૂપ ક્યાંક ક્યારેક
જણાય છે.
चिद्रूपे तारतम्येन गुणस्थानाच्चतुर्थतः
मिथ्यात्वाद्युदयाद्यख्यमलापायाद् विशुद्धता ।।।।
મિથ્યાત્વાદિ રે પ્રકૃતિરુપ જ્યાં મલક્ષય આરંભ થાય;
ચિદ્રૂપ શુદ્ધિ રે /મથી ચતુર્થ એ, ગુણસ્થાનેથી ગણાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૩.

Page 59 of 153
PDF/HTML Page 67 of 161
single page version

અધ્યાય-૭ ][ ૫૯
અર્થ :મિથ્યાત્વ આદિના ઉદયરૂપ મિથ્યાત્વ મોહનીય વગેરે
(અને અનંતાનુબંધી ક્રોધ વગેરે કષાય) મળ દૂર થવાથી ચોથા
ગુણસ્થાનથી માંડીને તારતમ્યતાથી ચિદ્રૂપમાં વિશુદ્ધતા આવીને વધે
છે. ૩.
मोक्षस्वर्गार्थिनां पुंसां तात्त्विकव्यवहारिणां
पंथाः पृथक् पृथक् रूपो नागरागारिणामिव ।।।।
જુદા ગામે રે જાતા પથિકના જુદા માર્ગો ભળાય;
મોક્ષાર્થી નિશ્ચય, વ્યવહારને, સ્વર્ગાર્થી તેમ ચહાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૪.
અર્થ :મોક્ષના ઇચ્છુક પુરુષોનો અને સ્વર્ગના ઇચ્છક
પુરુષોનો અનુક્રમે નિશ્ચયના આશ્રયરૂપ તાત્ત્વિક અને વ્યવહારના
આશ્રયરૂપ અતાત્ત્વિક જુદા જુદા નગરમાં જનાર પથિકોની જેમ ભિન્ન-
ભિન્નરૂપ માર્ગ છે. ૪.
चिंताक्लेशकषायशोकबहुले देहादिसाध्यात्परा-
धीने कर्मनिबन्धनेऽतिविषमे मार्गे भयाशान्विते
व्यामोहे व्यवहारनामनि गतिं हित्वा व्रजात्मन् सदा
शुद्धे निश्चयनामनीह सुखदेऽमुत्रापि दोषोज्झिते
।।।।
હે! આત્મન્ એ કલેશ કષાયયુત વિષમ અતિ વ્યવહાર;
ચિંતા આશારે શોક ભયે ભર્યો, સ્વાધાીન વળી નહિ લગાર.
કર્મ નિબંધાન ને વ્યામોહકર, જાણી તજ વ્યવહાર;
દોષ રહિત નિશ્ચય ભજ શુદ્ધ એ લોકદ્વયે સુખકાર.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૫.
અર્થ :ચિંતા, ક્લેશ, ક્રોધાદિ કષાય, શોકાદિ અત્યંત જેમાં છે
તે દેહાદિથી સાધ્ય હોવાથી પરાધીન, કર્મ નિબંધન રૂપ, ભય અને
આશાયુક્ત, મૂંઝવણ કરનાર, વ્યવહાર નામના અતિ વિષમ માર્ગમાં

Page 60 of 153
PDF/HTML Page 68 of 161
single page version

૬૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ચાલવાનું છોડીને હે આત્મન્! આ લોકમાં અને પરલોકમાં પણ
સુખ આપનાર દોષરહિત, શુદ્ધ નિશ્ચય નામના માર્ગમાં તું સદા ગમન
કર. ૫.
न भक्तवृंदैर्न च शिष्यवर्गैर्न पुस्तकाद्यैर्न च देहमुख्यैः
न कर्मणा केन ममास्ति कार्यं विशुद्धचित्यस्तु लयः सदैव ।।।।
ભકતજનો પુસ્તક તન આદિનું, શિષ્ય સમૂહનું શું કામ ?
ચિદ્રૂપ નિર્મળમાં લય હો સદા, કર્મ અવરનું ન કામ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૬.
અર્થ :માટે ભક્તોના સમૂહથી, શિષ્યવર્ગથી, પુસ્તકાદિથી કે
કોઈ કર્મથી કાંઈ કામ નથી, (ફક્ત) વિશુદ્ધ ચૈતન્યમાં સદા મારી
પરિણતિનો લય થાવ. ૬.
न चेतसा स्पर्शमहं करोमि सचेतनाचेतनवस्तुजाते
विमुच्य शुद्धं हि निजात्मतत्त्वं क्वचित्कदाचित्कथमप्यवश्यं ।।।।
શુદ્ધ નિજાતમ તત્ત્વ તજી કદી, કોઇ રીતે હું કાાંય;
જM ચેતનરુપ વસ્તુ સમૂહને, મનથી ન સ્પર્શું અવશ્ય,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૭.
અર્થ :નિજ શુદ્ધાત્મતત્ત્વને છોડીને સચેતન અને અચેતન એવા
સર્વ પદાર્થ સમૂહમાં ક્યારેય, કદાપિ, કોઈ પણ રીતે હું મનથી અવશ્ય
સ્પર્શ કરું નહિ. ૭
व्यवहारं समालंब्य येऽक्षि कुर्वंति निश्चये
शुद्धचिद्रूपसंप्राप्तिस्तेपामेवेतरस्य न ।।।।
અવલંબીનેરે જે વ્યવહારને, નિશ્ચયમાં દે લક્ષ;
નિર્મળ ચિદ્રૂપ પ્રાપ્તિ તે લહે, બીજાને નહિ અવશ્ય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૮.

Page 61 of 153
PDF/HTML Page 69 of 161
single page version

અધ્યાય-૭ ][ ૬૧
અર્થ :જેઓ વ્યવહારને અવલંબીને નિશ્ચયમાં દ્રષ્ટિ કરે છે,
તેમને જ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે, બીજાને થતી નથી. ૮
संपर्कात् कर्मणोऽशुद्धं मलस्य वसनं यथा
व्यवहारेण चिद्रूपं शुद्धं तन्निश्चयाश्रयात् ।।।।
મલ સંબંધો રે વસ્ત્ર મલીન દીસે, ત્યમ વ્યવહારે અશુદ્ધ;
કર્મ સંબંધો રે ચિદ્રૂપ જોઇએ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૯.
અર્થ :જેમ વ્યવહારનયથી મલના સંબંધથી વસ્ત્રને મલિન
કહેવાય છે અને નિશ્ચયદ્રષ્ટિના આશ્રયથી તે શુદ્ધ થાય છે, તેમ કર્મના
સંબંધથી આત્માને વ્યવહારથી અશુદ્ધ કહેવાય છે અને નિશ્ચયનયના
આશ્રયથી તે શુદ્ધ થાય છે. ૯.
अशुद्धं कथ्यते स्वर्णमन्यद्रव्येण मिश्रितं
व्यवहारं समाश्रित्य शुद्धं निश्चयतो यथा ।।१०।।
युक्तं तथाऽन्यद्रव्येणाशुद्धं चिद्रूपमुच्यते
व्यवहारनयात् शुद्धं निश्चयात् पुनरेव तत् ।।११।।
અન્ય દ્રવ્યથી રે યુકત સુવર્ણ તે જ્યમ વ્યવહારે અશુદ્ધ;
નિશ્ચયદ્રષ્ટિથી અન્ય જણાયના માત્ર કનક તો શુદ્ધ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૦.
અન્ય દ્રવ્યયુત તેમ અશુદ્ધ તે, વ્યવહારે ચિદ્રૂપ;
તે જ ચિદાત્મા નિશ્ચયદ્રષ્ટિથી ભાસે શુદ્ધ સ્વરુપ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૧.
અર્થ :જેમ અન્ય દ્રવ્ય સાથે મેળવાયેલું સુવર્ણ વ્યવહારનો
આશ્રય કરીને અશુદ્ધ કહેવાય છે, નિશ્ચયથી (તે) શુદ્ધ કહેવાય છે. ૧૦.
તેમ અન્ય દ્રવ્યથી યુક્ત ચિદ્રૂપ વ્યવહારનયથી અશુદ્ધ કહેવાય છે
અને નિશ્ચયથી તે જ શુદ્ધ કહેવાય છે. ૧૧.

Page 62 of 153
PDF/HTML Page 70 of 161
single page version

૬૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
बाह्यांतरन्यसंपर्को येनांशेन वियुज्यते
तेनांशेन विशुद्धिः स्याद् चिद्रूपस्य सुवर्णवत् ।।१२।।
બાıા અભ્યંતર અન્ય સંબંધા તે જે જે અંશ મુકાય;
તે તે અંશે રે ત્યાં ચિદ્રૂપની શુદ્ધિ કનકવત્ થાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૨.
અર્થ :સોનાની પેઠે આત્માને જેટલે અંશે બાહ્ય અને અંતર
અન્ય દ્રવ્યનો સંબંધ છૂટે છે, તેટલા અંશે વિશુદ્ધિ થાય છે. ૧૨.
शुद्धचिद्रूपसद्ध्यानपर्वतारोहणं सुधीः
कुर्वन् करोति सुदृष्टिर्व्यवहारावलंबनं ।।१३।।
आरुह्य शुद्धचिद्रूप ध्यानपर्वतमुत्तमं
तिष्ठेद् यावत्त्यजेत्तावद् व्यवहारावलंबनं ।।१४।।
નિર્મળ ચિદ્રૂપના સદ્ધયાનરુપ, ગિરિ પર ચઢતાં સુસંત;
સમ્યગ્દ્રષ્ટિ રે સદ્વ્યવહારને, અવલંબે મતિમંત.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૩.
નિર્મળ ચિદ્રૂપ ધયાનગિરિ વરે, ચઢીને દ્રઢ સ્થિર થાય;
ત્યારે આલંબન વ્યવહારનું, સર્વ પ્રકારે મુકાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૪.
અર્થ :સમ્યગ્જ્ઞાની, સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ
પર્વત ઉપર ચઢતાં, વ્યવહારનો આશ્રય લે છે. ૧૩.
જ્યારે ઉત્તમ શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનરૂપ પર્વત ઉપર ચડીને
સ્થિર થાય, ત્યારે તે વ્યવહારનો આશ્રય તજી દે. ૧૪.
शुद्धचिद्रूपसद्ध्यानपर्वतादवरोहणं
यदान्यकृतये कुर्यात्तदा तस्यावलंबनं ।।१५।।

Page 63 of 153
PDF/HTML Page 71 of 161
single page version

અધ્યાય-૭ ][ ૬
નિર્મળ ચિદ્રૂપ ધયાન ગિરિ થકી ઉતરે જો કોઇ કાળ;
કાર્ય પ્રસંગે રે તો વ્યવહાર સદ્ અવલંબે તત્કાળ,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૫.
અર્થ :જ્યારે અન્ય પ્રયોજનાર્થે શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ
પર્વતથી ઉતરવાનું બને, ત્યારે તે વ્યવહારનું અવલંબન કરે. ૧૫.
याता यांति च यास्यंति ये भव्या मुक्तिसंपदं
आलंब्य व्यवहारं ते पूर्वं पश्चाच्चनिश्चयं ।।१६।।
कारणेन विना कार्यं न स्यात्तेन विना नयं
व्यवहारं कदोत्पत्तिर्निश्चयस्य न जायते ।।१७।।
મુકિતશ્રીને જે વર્યા મનમોહન મેરે,
વરતા વળી વરનાર રે; મનમોહન મેરે;
પ્રથમ ભજી વ્યવહાર સત્ મનમોહન મેરે;
ગ્રહી નિશ્ચય પછી સાર રે, મનમોહન મેરે. ૧૬.
કારણ વિણ કદી કાર્યની મનમોહન મેરે,
સિદ્ધિ નહિ જેમ થાય રે, મનમોહન મેરે;
સદ્ વ્યવહાર વિના કદી મનમોહન મેરે;
નિશ્ચય નહિ સધાાય રે; મનમોહન મેરે. ૧૭.
અર્થ :જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, પામે છે
અને પામશે તે પ્રથમ સત્ વ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને
અવલંબીને પામ્યા છે. ૧૬.
કારણ વગર કાર્ય થાય નહિ, તેથી સત્ વ્યવહારનય વિના
નિશ્ચયની ઉત્પત્તિ કદી થતી નથી. ૧૭.
जिनागमे प्रतीतिः स्याज्जिनस्याचरणेऽपि च
निश्चयं व्यवहारं तन्नयं भज यथाविधि ।।१८।।

Page 64 of 153
PDF/HTML Page 72 of 161
single page version

૬૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિશ્ચય ને વ્યવહાર નય મનમોહન મેરે,
યથાવિધિા ભજ ચંગ રે, મનમોહન મેરે;
જિનવચને જિનચરણમાં મનમોહન મેરે,
પ્રતીતિ જેમ અભંગ રે, મનમોહન મેરે. ૧૮.
અર્થ :ઉપર કહ્યા મુજબ તું નિશ્ચય અને વ્યવહારનયનું વિધિ
પ્રમાણે ગ્રહણ કર કે, જેથી જિન પ્રણીત આગમમાં અને
(સ્વરૂપરમણતારૂપ) જિનના આચરણમાં પણ શ્રદ્ધા થાય. ૧૮.
व्यवहारं विना केचिन्नष्टा केवलनिश्चयात्
निश्चयेन विना केचित् केवलव्यवहारतः ।।१९।।
નિશ્ચયમાત્રથી બહુ થયા મનમોહન મેરે,
નષ્ટ, વિના વ્યવહાર રે; મનમોહન મેરે;
નિશ્ચયવિણ ત્યમ નષ્ટ બહુ મનમોહન મેરે,
માત્ર ગ્રહી વ્યવહાર રે, મનમોહન મેરે. ૧૯.
અર્થ :કેટલાક વ્યવહાર વિના માત્ર નિશ્ચયનું ગ્રહણ કરવાથી
નાશ પામી ગયા, કેટલાક નિશ્ચય વગર, કેવળ વ્યવહારને ગ્રહવાથી નષ્ટ
થઈ ગયા. ૧૯.
द्वाभ्यां दृग्भ्यां विना न स्यात् सम्यग्द्रव्यावलोक नं
यथा तथा नयाभ्यां चेत्युक्तं स्याद्वादवादिभिः ।।२०।।
દ્રવ્ય યથાર્થ જણાય ના મનમોહન મેરે,
બે નયનો વિણ તેમ રે, મનમોહન મેરે;
બન્ને નય સુતત્ત્વ ગ્રહે મનમોહન મેરે,
કહે સ્યાદ્વાદી એમ રે, મનમોહન મેરે. ૨૦.
અર્થ :જેમ બે નેત્રો વગર યથાર્થ રીતે પદાર્થનું અવલોકન
થાય નહિ, તેમ બે નયો વિના યથાર્થ અવલોકન થાય નહિ, તેમ સ્યાદ્વાદ
મતના જાણકારોએ કહ્યું છે. ૨૦.

Page 65 of 153
PDF/HTML Page 73 of 161
single page version

અધ્યાય-૭ ][ ૬૫
निश्चयं क्वचिदालंब्य व्यवहारं क्वचिन्नयं
विधिना वर्त्तते प्राणी जिनवाणीविभूषितः ।।२१।।
નિશ્ચય અવલંબને કવચિત્ મનમોહન મેરે,
કવચિત્ ભજે વ્યવહાર રે, મનમોહન મેરે;
જિનવાણી ભૂષિત જનો, મનમોહન મેરે,
વર્તે વિધિા ગ્રહી સાર રે, મનમોહન મેરે. ૨૧.
અર્થ :જિનવાણીથી વિભૂષિત પ્રાણી ક્યારેક નિશ્ચયને
અવલંબીને અને ક્યારેક વ્યવહારને અવલંબીને વર્તે છે. ૨૧.
व्यवहाराद्बहिः कार्यं कुर्याद्विधिनियोजितं
निश्चयं चांतरं धृत्वा तत्त्वेदी सुनिश्चलं ।।२२।।
તત્ત્વજ્ઞાની અંતર વિષે મનમોહન મેરે,
ધારી નિશ્ચય સુસ્થિર રે મનમોહન મેરે;
બાıા ક્રિયા વ્યવહારથી મનમોહન મેરે,
કરતા વિધિા વશ ધાીર રે મનમોહન મેરે. ૨૨.
અર્થ :તત્ત્વજ્ઞાની નિશ્ચયને અંતરમાં અત્યંત નિશ્ચલપણે ધારણ
કરીને પ્રારબ્ધયોગે સંપ્રાપ્ત બાહ્ય કાર્ય બહારથી વ્યવહારને અવલંબીને
કરે. ૨૨.
शुद्धचिद्रूपसंप्रार्प्तिनयाधीनेति पश्यतां
नयादिरहितं शुद्धचिद्रूपं तदनंतरं ।।२३।।
નિર્મલ ચિદ્રૂપ પ્રાપ્તિ તો મનમોહન મેરે,
દેખો નય આધાીન રે, મનમોહન મેરે;
પછી શુદ્ધ ચિદ્રૂપ તો મનમોહન મેરે,
વિમલ નયાદિ વિહીન રે મનમોહન મેરે. ૨૩.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ નયોને આધીન છે એમ જુઓ.
ત્યાર પછી આત્મસ્વરૂપ નયાદિ રહિત છે. ૨૩.✽✽

Page 66 of 153
PDF/HTML Page 74 of 161
single page version

અધયાય ૮ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ભેદજ્ઞાનની આવશ્યકતા]
छेत्रीसूचिक्रकचपवनैः सीसकाग्न्यूषयंत्रै
स्तुल्या पाथः कतकफलबद्धंसपक्षिस्वभावा
शस्त्रीजायुस्वधितिसदृशा टंकवैशाखबद्वा
प्रज्ञा यस्योद्भवति हि भिदे तस्य चिद्रूपलब्धिः
।।।।
છીણી સોય પવન કરવત સમ કોલુ અગ્નિ સીસા જેવી,
હંસ પક્ષી ક્ષીર ગ્રહે ભિન્ન, જળ કરે કતક નિર્મળ તેવી;
ઔષધિા, અસિ, પરશુ, છરી, મંથન-દંM પદાર્થો ભિન્ન કરે,
તેમ સ્વ-પર ભેદે પ્રજ્ઞા નિજ વર્તે તો ચિદ્સ્વરુપ વરે. ૧.
અર્થ :જેને જડ ચેતનના ભેદ પાડવા માટે છીણી, સોય,
કરવત, પવન સમાન, સીસું, અગ્નિ, કોલુ (શેરડી પીલવાનો સંચો)ના
જેવી, પાણી, ફટકડી જેવી, હંસ પક્ષીના સ્વભાવ જેવી, છરી, આયુષ્ય
આપનાર ઔષધ, પરશુ જેવી, ટાંકણા કે રવૈયા (દહીંનું મંથન કરનાર
મેરુદંડ) જેવી પ્રજ્ઞા (વિવેકવાળું જ્ઞાન) પ્રગટ થાય છે, તેને નિશ્ચયથી
ચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે. ૧.
स्वर्णं पाषाणसूताद्वसनमिव मलात्ताम्ररूप्यादि हेम्नो
वा लोहादग्निरिक्षो रस इह जलवत्कर्दमात्केकिपक्षात्
ताम्रं तैलं तिलादेः रजतमिव किलोपायतस्ताम्रमुख्यात्
दुग्धान्नीरं घृतं च क्रियत इव पृथक् ज्ञानिनात्मा शरीरात्
।।।।
જેમ કનક-પાષાણથી કંચન, વસ્ત્રથી મેલ ઉપાય વMે,
લોહથી અગ્નિ, £ક્ષુથી રસ, કે ચાંદી કનકથી ભિન્ન પMે;

Page 67 of 153
PDF/HTML Page 75 of 161
single page version

અધ્યાય-૮ ][ ૬૭
ક્ષીરથી નીર, કર્દમથી જળ, ને તલથી તેલ જુદાં નીકળે,
તેમ જ્ઞાની પ્રજ્ઞાએ, ચિદ્રૂપ, નિજ તનથી વિભિન્ન કળે. ૨.
અર્થ :આ જગતમાં જેમ સુવર્ણપાષાણમાંથી સુવર્ણ, મેલથી
વસ્ત્ર, સુવર્ણમાંથી તાંબુ રૂપું વગેરે અથવા લોહમાંથી અગ્નિ, શેરડીમાંથી
રસ, કાદવમાંથી જળ, મોરના પીંછામાંથી ત્રાંબુ, તલ આદિમાંથી તેલ,
તાંબા વગેરે ધાતુમાંથી જેમ ચાંદી, દૂધમાંથી પાણી અને ઘી ઉપાય કરીને
પૃથક્ કરવામાં આવે છે; તેમ જ્ઞાની વડે આત્માને શરીરથી ભિન્ન
કરવામાં આવે છે.
देशं राष्ट्रं पुराद्यं स्वजनवनधनं वर्णपक्षं स्वकीय
ज्ञातिं संबंधिवर्गं कुलपरिजनकं सोदरं पुत्रजाये
देहं हृद्वाग्निभावान् विकृतिगुणविधीन् कारकादीनि भित्वा
शुद्धं चिद्रूपमेकं सहजगुणनिधिं निर्विभागं स्मरामि
।।।।
દેશ રાજ્ય પુર વર્ણ પક્ષકે પરિજન વન ધાન કુલ સ્વજનો,
પુત્ર ભ્રાત ભાર્યા સંબંધાી, સ્વકીય જ્ઞાતિ તન મન વચનો;
સર્વ વિભાવ કારક પર મુજથી વિકૃતહેતુ ભિન્ન કરું,
નિર્વિભાગ નિર્મલ નિજ ચિદ્રૂપ એક સહજ ગુણ નિધિા સ્મરું. ૩.
અર્થ :દેશને, રાજ્યને, પુર-નગર આદિને, સ્વજન, વન,
ધનને, બ્રાહ્મણ આદિ વર્ણના પક્ષને, પોતાની જ્ઞાતિને, સંબંધી વર્ગને, કુળ
પરિવારને, ભાઈને, સ્ત્રી-પુત્રને, શરીરને, મનને, વાણીરૂપ વિભાવોને
વિકાર કરનારા કર્તા, કર્મ, કરણ આદિ કારકોને ભિન્ન કરીને, અખંડ,
એક સ્વાભાવિક ગુણના ધામરૂપ, શુદ્ધ ચિદ્રૂપને હું સ્મરું છું. ૩.
स्वात्मध्यानामृतं स्वच्छं विकल्पानपसार्य सत्
पिवति क्लेशनाशाय जलं शैवालवत्सुधीः ।।।।
સૌ વિકલ્પસેવાલ ખસેMી, નિર્મલ જલવત્ જ્ઞાનીજનો;
સ્વાત્મધયાન નિર્મલ અમૃતને, પીવે કલેશ હરવા ભવનો. ૪.

Page 68 of 153
PDF/HTML Page 76 of 161
single page version

૬૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :નિર્મળ મતિમાન સંત પુરુષ, ક્લેશનો નાશ કરવા માટે
વિકલ્પોને સેવાળ માફક દૂર કરીને, નિર્મળ જળની જેમ સ્વાત્મધ્યાન રૂપ
અમૃતનું પાન કરે છે. ૪.
नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात् परं तपः
नात्मध्यानात्परो मोक्षपथः क्वापि कदाचन ।।।।
આત્મધયાનથી અધિાક કદાપિ કોઇ સ્થળે સુખ સત્ય નથી;
તપ પણ તેમ જ મોક્ષમાર્ગ પણ આત્મધયાનથી શ્રેÌ નથી. ૫.
અર્થ :ક્યાંય પણ, કદી પણ, આત્મધ્યાનથી ચડિયાતું બીજું
કોઈ સુખ નથી, આત્મધ્યાનથી શ્રેષ્ઠ તપ નથી, આત્મધ્યાન સિવાય બીજો
કોઈ મોક્ષનો માર્ગ નથી. ૫.
केचित्प्राप्य यशः सुखं वरवधूं रायं सुतं सेवकं
स्वामित्वं वरवाहनं बलसुहृत्पांडित्यरूपादिकं
मन्यंते सफलं स्वजन्ममुदिता मोहाभिभूता नरा
मन्येऽहं च दुरापयात्मवपुषोर्ज्ञप्त्या भिदः केवलं ।।।।
સુંદર રમણી સુખ યશ ધાન કે પુત્ર મિત્ર ભૃત્યાદિ કદા,
સ્વામિપણું વાહન પિંMતતા, બળ સુંદર રુપ પ્રાપ્ત યદા;
તો તે પામ્યે મોહવશે જન હર્ષિત નરભવ સફળ ગણે,
આત્મા દેહ જુદા એ દુર્લભ જ્ઞાનથી ધાન્ય ગણું હું મને.
અર્થ :કેટલાક મોહને વશ થયેલા જનો યશ, સુખ, સારી સ્ત્રી,
ધન, પુત્ર, સેવક, સ્વામીત્વ, ઉત્તમ વાહન, બળ, મિત્ર, પાંડિત્ય, રૂપાદિ
પ્રાપ્ત કરવાથી હર્ષિત થયેલા ઉત્તમ મનુષ્ય ભવને સફળ (થયો) ગણે
છે અને હું આત્મા અને શરીરના ભેદના દુર્લભ જ્ઞાન વડે કેવળ બધું
ઉપચાર રૂપ માનું છું. ૬.
तावत्तिष्ठंति चिद्भूमौ दुर्भेद्याः कर्मपर्वताः
भेदविज्ञानवजं्र न यावत्पतति मूर्द्धनि ।।।।

Page 69 of 153
PDF/HTML Page 77 of 161
single page version

અધ્યાય-૮ ][ ૬૯
ત્યાં સુધાી ચિદ્રૂપ ભૂમિ ઉપર બહુ કર્મગિરિ દુર્ભેદ્ય દીસે,
જ્યાં સુધાી ભેદ વિજ્ઞાન વ»ના એકાએક પMે શીર્ષે. ૭.
અર્થ :જ્યાં સુધી મસ્તક ઉપર ભેદવિજ્ઞાનરૂપ વજ્ર પડતું
નથી, ત્યાં સુધી કર્મપર્વતો દુર્ભેદપણે ચૈતન્યરૂપ ભૂમિમાં ઊભા રહે
છે. ૭.
दुर्लभोऽत्र जगन्मध्ये चिद्रूपरुचिकारकः
ततोऽपि दुर्लभं शास्त्रं चिद्रूपप्रतिपादकं ।।।।
ततोऽपि दुर्लभो लोके गुरुस्तदुपदेशकः
ततोऽपि दुर्लभं भेदज्ञानं चिंतामणिर्यथा ।।।।
દુર્લભ આ જગ મધય અતિશય ચિદ્રૂપમાં રુચિ લાવે જે,
તેથી અતિ દુર્લભ સત્શાસ્ત્રો ચિદ્રૂપ સ્પષ્ટ બતાવે જે;
દુર્લભ પણ તેથી ગુરુ જ્ઞાની, ચિદ્રૂપ નિશદિન બોધો જે,
સૌથી ચિંતામણિ સમ દુર્લભ ભેદજ્ઞાન ઉર શોધો તે. ૮-૯.
અર્થ :આ જગતમાં, ચૈતન્યસ્વરૂપી રુચિ કરનારકરાવનાર
દુર્લભ છે, ચૈતન્યસ્વરૂપનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રો તેના કરતાં પણ
દુર્લભ છે. લોકમાં તેનો ઉપદેશ આપનાર ગુરુ તેથી પણ દુર્લભ છે અને
ચિંતામણિ રત્નની જેમ ભેદજ્ઞાન તેના કરતાં પણ દુર્લભ છે. ૮-૯.
भेदो विधीयते येन चेतनाद्देहकर्मणोः
तज्जातविक्रियादीनां भेदज्ञानं तदुच्यते ।।१०।।
દેહ કર્મકૃત સર્વ વિકારો તે જM, ચેતન આપ અહો !
જM ચેતન એ ભિન્ન કરે તે ભેદજ્ઞાન મુજ ઉર રહો. ૧૦.
અર્થ :જેનાથી ચૈતન્યસ્વરૂપ આત્માથી શરીરનો, કર્મનો અને
તેનાથી થતા સર્વ વિકારોનો ભેદ કરવામાં આવે છે, તેને ભેદજ્ઞાન કહે
છે. ૧૦.

Page 70 of 153
PDF/HTML Page 78 of 161
single page version

૭૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
स्वकीयं शुद्धचिद्रूपं भेदज्ञानं विना कदा
तपःश्रुतवतां मध्ये न प्राप्तं केनचित् क्वचित् ।।११।।
क्षयं नयति भेदज्ञश्चिद्रूपप्रतिघातकं
क्षणेन कर्मणां राशिं तृणानां पावको यथा ।।१२।।
સ્વકીય શુદ્ધચિદ્રૂપની પ્રાપ્તિ, તપ કે શ્રુત અભ્યાસી જનો,
કોઇ કાાંય પણ કદી ન લહે વિણ ભેદજ્ઞાન, શ્રમ વ્યર્થ ગણો;
તૃણરાશિને અગ્નિ દહે તેમ ભેદજ્ઞાની ક્ષણમાં કરતા,
ચિદ્રૂપઘાાતક કર્મસમૂહનો નાશ, સ્વરુપ મુકિત વરતા. ૧૧-૧૨.
અર્થ :તપ અને શાસ્ત્રજ્ઞાનીઓમાંથી કોઈએ ભેદજ્ઞાન વિના,
નિજ શુદ્ધ ચિદ્રૂપની ક્યાંય, કદી પણ પ્રાપ્તિ કરી નથી. ૧૧.
ભેદજ્ઞાની, જેમ અગ્નિ ઘાસના સમૂહને (બાળીને નષ્ટ કરે છે)
તેમ આત્મસ્વરૂપનો ઘાત કરનાર કર્મસમૂહનો ક્ષણમાત્રમાં નાશ કરે છે.
अछिन्नधारया भेदबोधनं भावयेत् सुधीः
शुद्धचिद्रूपसंप्राप्त्यै सर्वशास्त्रविशारदः ।।१३।।
संवरोनिर्जरा साक्षात् जायते स्वात्मबोधनात्
तद्भेदज्ञानतस्तस्मात्तच्च भाव्यं मुमुक्षुणा ।।१४।।
સર્વ શાસ્ત્રમાં નિપુણ અહો ! મતિમાન ચહો ચિદ્રૂપ યદા,
ભાવો ભેદવિજ્ઞાન ભાવના એક અખિંMત મને સદા;
સ્વાત્મજ્ઞાનથી પ્રગટે સંવર તેમ નિર્જરા પ્રબળ અહા !
ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન તે ત્યાં જ મુમુક્ષુની સતત સ્પૃહા. ૧૩-૧૪.
અર્થ :સર્વ શાસ્ત્રોમાં નિપુણ એવા ભેદજ્ઞાનીએ શુદ્ધચિદ્રૂપની
સમ્પ્રાપ્તિ માટે અખંડિત ધારાએ ભેદજ્ઞાને ભાવવું. ૧૩.
આત્મજ્ઞાનથી સાક્ષાત્ સંવર અને નિર્જરા થાય છે તે આત્મજ્ઞાન
ભેદજ્ઞાનથી થાય છે, માટે મુમુક્ષુએ તે ભેદજ્ઞાનને ભાવવું. ૧૪.

Page 71 of 153
PDF/HTML Page 79 of 161
single page version

અધ્યાય-૮ ][ ૭૧
लब्धा वस्तुपरीक्षा च शिल्पादि सकला कला
वह्वी शक्तिर्विभूतिश्च भेदज्ञप्तिर्न केवला ।।१५।।
વસ્તુ પરીક્ષા રે શિલ્પકળાદિમાં નિપુણ થયો બહુ વાર,
શકિત વિભૂતિ રે બહુ લહી; માત્રના ભેદજ્ઞપ્તિ કોઇ વાર.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૫.
અર્થ :વસ્તુની પરીક્ષા શિલ્પ આદિ સર્વ કળા તેમ જ બહુ
શક્તિ અને વિભૂતિ (આ જીવને) મળી છે, માત્ર ભેદજ્ઞાન પ્રાપ્ત થયું
નથી. ૧૫.
चिद्रूपच्छादको मोहरेणुराशिर्नं बुध्यते
क्व यातीति शरीरात्मभेदज्ञानप्रभंजनात् ।।१६।।
આત્મ શરીરના રે ભેદવિજ્ઞાનરુપ, વાયુ બળે કાાંય જાય,
મોહરેણુ ચય ચિદ્રૂપ ઢાંકતો, તે તો જરી ના જણાય,
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૬.
અર્થ :શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ પવનથી,
ચૈતન્યસ્વરૂપ આવરણ કરનાર (ઢાંકનાર) મોહકર્મનાં પરમાણુનો સમૂહ
ક્યાં ઊડી જાય છે
, તેની ખબર પડતી નથી. ૧૬.
भेदज्ञानं प्रदीपोऽस्ति शुद्धचिद्रूपदर्शने
अनादिजमहामोहतामसच्छेदनेऽपि च ।।१७।।
તિમિર અનાદિ રે જે મહામોહનું, છેદે એ બળવાન,
નિર્મલ ચિદ્રૂપ દર્શન હેતુ એ, ભેદજ્ઞપ્તિ દીપ જાણ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૭.
અર્થ :ભેદજ્ઞાન શુદ્ધચિદ્રૂપના દર્શનમાં અને અનાદિના
મહામોહરૂપ અંધકારને છેદવામાં દીપક છે. ૧૭.
भेदविज्ञाननेत्रेण योगी साक्षादवेक्षते
सिद्धस्थाने शरीरे वा चिद्रूपं कर्मणोज्झितं ।।१८।।

Page 72 of 153
PDF/HTML Page 80 of 161
single page version

૭૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ભેદજ્ઞાનરુપ ચક્ષુ અપૂર્વથી, યોગી જુવે સાક્ષાત્,
સિદ્ધિક્ષેત્રે રે તેમ શરીરમાં, ચિદ્રૂપ કર્મો રહિત;
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૮.
અર્થ :ભેદવિજ્ઞાનરૂપ નેત્રથી યોગી સિદ્ધસ્થાનમાં અથવા
શરીરમાં કર્મરહિત શુદ્ધચિદ્રૂપને સાક્ષાત્ જુવે છે. ૧૮.
मिलितानेकवस्तूनां स्वरूपं हि पृथक् पृथक्
स्पर्शादिभिर्विदग्धेन निःशंकं ज्ञायते यथा ।।१९।।
तथैव मिलितानां हि शुद्धचिद्देहकर्मणां
अनुभूत्या कथं सद्भिः स्वरूपं न पृथक् पृथक् ।।२०।।युग्मं।।
ભેગી મળેલી રે વસ્તુ ઘાણી છતાં, ભિન્નરુપે ઓળખાય,
પ્રવીણ પુરુષને રે સ્પર્શાદિકથી, જેમ તે જુદી ગ્રહાય;
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૯.
તેમ મળેલાં રે કર્મ, શરીર ને નિર્મળ ચિદ્રૂપ છતાં ય,
અનુભવથી કેમ ભિન્ન વિભિન્ન તે, સંતોને ન જણાય ?
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૦.
અર્થ :જેમ ચતુર પુરુષ ભેગી મળેલી અનેક વસ્તુઓનું સ્વરૂપ
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વડે જુદું જુદું નિશ્ચયથી જાણી લે છે, તેવી
જ રીતે ભેગા મળેલાં શુદ્ધ આત્મા અને દેહ, કર્મ આદિનું સ્વરૂપ
સત્પુરુષો અનુભૂતિ દ્વારા ભિન્ન-ભિન્ન કેમ ન જાણી લે? (અવશ્ય જાણે
જ) ૧૯-૨૦.
आत्मानं देहकर्माणि भेदज्ञाने समागते
मुक्त्वा यांति यथा सर्पा गरुडे चंदनद्रुमं ।।२१।।
ગરુM જુવે ત્યાં રે ચંદન તરુ તજી, સર્પ સમૂહ જ્યમ પલાય,
ભેદવિજ્ઞાને રે કર્મ શરીર તેમ, આત્માથી દૂર થાય.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૧.