PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
આત્મા! તેં તારા અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી; તારો આત્મા એક
સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને તેની પ્રીતિ કર.
અંર્તઆત્મામાં એકાગ્ર થતાં રાગ ટળી જાય છે ને સર્વજ્ઞતા પ્રગટી જાય છે, માટે રાગ
તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે તારું સ્વરૂપ છે.–આ પ્રમાણે રાગથી ભિન્ન
જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે મુક્તિના ઉપાયનું પહેલું સોપાન છે.
PDF/HTML Page 3 of 21
single page version
પ્રવચનો પૂર્ણ થયા છે. અને ચૈત્ર સુદ બીજના સુપ્રભાતે ગુજરાતી
પ્રવચનસાર ઉપર ત્રીજી વખતના પ્રવચનોનો મંગલ પ્રારંભ થયો છે.
સંસારસમુદ્રનો પાર પામી ગએલા સંતોએ, સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય
પરમ આનંદના પિપાસુ એવા ભવ્ય જીવોના હિતને માટે જેની રચના કરી છે,
એવું આ પ્રવચનસાર ગુરુદેવના શ્રીમુખે શ્રવણ કરતાં જિજ્ઞાસુ શ્રોતાઓને
ઘણો ઉલ્લાસ આવે છે....અને અતીન્દ્રિય જ્ઞાન તથા અતીન્દ્રિયસુખ માટેની
તેની પિપાસા વધુ ઉગ્ર બને છે. તેનો ઉપાય બતાવતાં પ્રારંભમાં જ પૂ.
જ્ઞાનસ્વભાવી આત્મામાં ઊંડે ઊંડે ઊતરતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ
થાય છે, કેમકે આત્માનો સ્વભાવ સ્વયં આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિયઆનંદની
આવી વાર્તા સાંભળતાં મુમુક્ષુના હૈયામાંથી સહેજે એવા ઉદ્ગાર સરી પડે છે
કે:
અરે જીવ! તેં તારા પરમાનંદ તત્ત્વને અનાદિથી લક્ષમાં લીધું નથી,
કદી કરી નથી, અને પૂર્વે સત્સમાગમે યથાર્થ રુચિ પૂર્વક તેનું શ્રવણ પણ કર્યું
નથી. અંર્તસ્વભાવની સન્મુખ થઈને પ્રતીત અને અનુભવ કરતાં ખ્યાલમાં
આવે છે કે અહો! સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં જ ભર્યું છે, તેમાંથી જ મારી
સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. અલ્પજ્ઞતા વખતે પણ સર્વજ્ઞતાનું સામર્થ્ય મારા
સ્વભાવમાં નિત્ય ભર્યું છે; આવા અંર્તસ્વભાવને પ્રતીતમાં લઈને તેનું
અવલંબન કરતાં સર્વજ્ઞતા પ્રગટી જાય છે, આ સિવાય બીજા કોઈપણ
PDF/HTML Page 4 of 21
single page version
PDF/HTML Page 5 of 21
single page version
પરમ પ્રભાવક પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રતાપે તીર્થધામ સોનગઢમાં ત્રેસઠ ફૂટ ઊંચો ભવ્ય માનસ્તંભ
મહોત્સવની વર્ષગાંઠ પ્રસંગે એ મંગળ મહોત્સવની ઊર્મિઓ તાજી થાય છે.
સીમંધર ભગવાનને નીરખતાં, મહાવિદેહમાં વિચરી રહેલા સીમંધર ભગવાનને જ નીરખવા જેવો સંતોષ થાય
છે. આવા આ પાવન માનસ્તંભની છાયામાં આવતાં જ શાંત....શાંત લહરીઓથી હૃદય અત્યંત વિશ્રાંતિ પામે છે.
નગરીની શોભા, ભગવાન નેમીનાથ પ્રભુનો ગર્ભકલ્યાણક અને પછી જન્મ; ભવ્ય ગજયાત્રા અને જન્માભિષેક,
પારણાઝૂલન અને રાજસભા, જાન અને પશુઓનો પોકાર, ભગવાનનો વૈરાગ્ય અને રાજીમતીની ભાવના,
આમ્રવનમાં દીક્ષાકલ્યાણક ને ત્યાં ગુરુદેવના પ્રવચનમાં વૈરાગ્યની ધૂન, ભગવાનના આહારદાનનો
અદ્ભુતપ્રસંગ, ને ગુરુદેવના સુહસ્તે અંકન્યાસ વિધાન, કેવળજ્ઞાન કલ્યાણક અને સમવસરણ–ભક્તિ,
નિર્વાણધામ ગીરનારજીનું દ્રશ્ય, છેવટે માનસ્તંભમાં ઉપર–નીચે ચતુર્દિશ સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા અને
ઉમળકાથી હૃદયમાં હર્ષ થાય છે. ખરેખર–
થંભી જતાં હતાં.
જેનાં દર્શન થતાં જ ભક્તિથી નમ્રીભૂત થઈને હૃદય પોકારી ઊઠે છે કે અહો! ધન્ય એ જિનેન્દ્રવૈભવ!! ધન્ય એ
માનસ્તંભ! ધન્ય એ મહોત્સવ!!
PDF/HTML Page 6 of 21
single page version
કાંઈક જુદી છે–એમ અંતરમાં વિચાર કરીને નિર્ણય કર, તો તને ધર્મ થાય અને
સંસારની રખડપટીનો અંત આવે.
मनसोऽचिंत्यं वाचामगोचरम् यन्महस्तनोर्भिन्नम्।
स्वानुभवमात्र गम्यं चिद्रु पममूर्तमव्याद्वः।।
નથી; વળી તે વાણીથી અગોચર છે એટલે વાણી દ્વારા તે જણાય–એમ પણ નથી. અને મનથી પણ તે
જ્ઞાનથી જ ગમ્ય થાય તેવો છે–પોતાના સ્વસંવેદનજ્ઞાનથી તે જણાય છે. આવા આત્માની
તેમાં જીવની ચિંતા નિરર્થક છે,
PDF/HTML Page 7 of 21
single page version
આમ સમજે તો વિકલ્પ તરફનું જોર તૂટી જાય અને ચૈતન્યસ્વભાવ તરફનું જોર પ્રગટે, એટલે
વિકલ્પથી છૂટીને ચૈતન્યસ્વભાવમાં જ્ઞાનનું જોડાણ થાય.–એનું નામ ધર્મ છે. ભાઈ! પરમાં તારી
ચિંતા નિરર્થક છે, તારી ચિંતા પ્રમાણે પરનું કાર્ય થતું નથી. શરીર–લક્ષ્મી વગેરેને કેમ સાચવવા–તેની
ઘણી ચિંતા કરે, છતાં તારી ચિંતાને આધીન તે વસ્તુ રહેતી નથી. તેમજ તે ચિંતા વડે આત્માના
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા પણ થતી નથી. અચિંત્ય આત્મસ્વભાવ છે, તે મનના જોડાણથી
પાર છે. મનના અવલંબનથી પણ છૂટું પડીને જે જ્ઞાન અંર્તસ્વભાવમાં વળે તે જ્ઞાનથી જ શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ આત્માનું સ્વસંવેદન થાય છે.
પામ્યો નથી. અનંતવાર શુભભાવ કરીને સ્વર્ગમાં ગયો પણ આત્મજ્ઞાન વગર ત્યાં પણ શાંતિ ન
પામ્યો. તીવ્ર પાપભાવ કરીને નરકમાં પણ અનંતવાર ગયો. આવો મનુષ્ય અવતાર પણ અનંતવાર
જીવ પામી ચૂક્યો છે. પરંતુ પાપ તેમજ પુણ્ય બંનેથી પાર મારું ચૈતન્યતત્ત્વ શું છે–તે કદી સત્સમાગમે
લક્ષમાં લીધું નથી. ધર્મના બહાને કાંઈક પુણ્ય પરિણામ કર્યાં ત્યાં મને ધર્મ થયો–એમ અજ્ઞાનીએ
ભ્રમણાથી માન્યું છે, પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નથી. અરે! જડ શરીરની હાલવાચાલવાની
ક્રિયા થાય ત્યાં તે ક્રિયા મેં કરી અને તેનાથી મને ધર્મ થયો–એમ અજ્ઞાની માને છે તે તો મોટી
ભ્રમણા છે, તેને તો હજી દેહથી ભિન્ન પોતાના પરિણામની પણ ખબર નથી. અહીં કહે છે કે આત્મા
દેહની ક્રિયાથી તો પાર છે, વચનથી પણ અગોચર છે અને મનના વિકલ્પોથી પણ તે અચિંત્ય છે.
દેહ–મન–વાણીથી પાર આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તેના પરમાર્થ સ્વરૂપને સ્વાનુભવજ્ઞાનથી જાણ્યા
વિના કદી જીવને ધર્મ થાય નહિ. બહારમાં હીરા–માણેક, વસ્ત્ર વગેરે ચીજ લેવા જાય ત્યાં તેની
પરીક્ષા કરે છે, અરે! બે પૈસાની તાવડી લેવા જાય ત્યાં ટકોરો મારીને તેની પરીક્ષા કરે છે, પણ
આત્માનો ધર્મ શું ચીજ છે–તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે–તેની પરીક્ષા કરીને કદી નિર્ણય કર્યો નથી;
પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે નક્કી કરવાની દરકાર પણ કરતો નથી, અને એમને એમ ઊંધી
માન્યતાથી સંસારમાં રખડી રહ્યો છે. ભગવાન! અનાદિથી તેં શુભ–અશુભ ભાવો તો કર્યા છતાં
ચૈતન્યસ્વરૂપ તારા લક્ષમાં ન આવ્યું, તો તે શુભ–અશુભ ભાવો કરતાં તારા ચૈતન્યતત્ત્વની જાત
કંઈક જુદી છે–એમ અંતરમાં વિચાર કરીને નિર્ણય કર, તો ધર્મ થાય અને સંસારની રખડપટીનો
અંત આવે.
આત્મામાંથી નીકળતી નથી, તેમજ સામા સાંભળનાર આત્મામાં કાંઈ તે વાણી પ્રવેશી જતી નથી,
આ રીતે વાણીથી આત્મા અગોચર છે. વાણી તરફનું લક્ષ છોડીને જ્ઞાનને અંતરમાં વાળે તો તે
જ્ઞાનથી આનંદકંદ આત્મા અનુભવમાં આવે છે. અહો! અનુભવમાં એક આત્મા સિવાય બીજા
કોઈનું અવલંબન છે જ
PDF/HTML Page 8 of 21
single page version
નહિ, બહારનું કોઈ સાધન છે જ નહિ. ભાઈ, તારો આત્મા તને તારા જ્ઞાનથી જ અનુભવમાં આવે
તેવો છે. આખો આત્મા જ્ઞાનસ્વભાવથી ભરેલો છે ને સંયોગથી ખાલી છે. આવો આત્મા
સ્વાનુભવગમ્ય છે; દેહ – વાણી મનથી કે રાગથી અગમ્ય છે ને માત્ર સ્વાનુભવથી ગમ્ય છે. –આવા
આત્માનો પ્રથમ સત્સમાગમે બરાબર નિર્ણય કરવો જોઈએ.
થાય છે, પંચપરમેષ્ઠી ભગવાનના પ્રતિમાજી બનાવીને તેમની સ્થાપના કરવાનો તેમજ પ્રતિષ્ઠા
મહોત્સવ વગેરેનો ભાવ પણ આવે છે, તે ભાવ કાંઈ અસ્થાને નથી. તે ભૂમિકામાં તે પ્રકારનો ભાવ
આવે છે. ધર્માત્માને ભગવાનની પૂજા–પ્રતિષ્ઠા વગેરેનો ભાવ આવેજ નહિ–એમ જો કોઈ તેનો
સર્વથા નિષેધ કરે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને ધર્મની ભૂમિકાની ખબર નથી; તેમજ તે શુભભાવ
આવ્યો તેને જ ધર્મ મનાવી દે અથવા તો તેનાથી પાપ માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, તેને
નવતત્ત્વનું ભાન નથી. ધર્મીને પોતાની સર્વજ્ઞશક્તિનું ભાન થયું છે પણ હજી સર્વજ્ઞતા પ્રગટી નથી
અને રાગ છે ત્યારે, જેમને પૂર્ણ સર્વજ્ઞતા પ્રગટી ગઈ છે એવા કેવળી ભગવાન પ્રત્યે તેમજ તે
સર્વજ્ઞતાના સાધક સંતો પ્રત્યે બહુમાન અને ભક્તિનો ઉલ્લાસ આવ્યા વિના રહેતો નથી. સાક્ષાત્
તીર્થંકર ભગવાન બિરાજતા હોય તેમને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રો આવીને દિવ્ય સમવસરણ
(ધર્મસભા)ની રચના કરે છે, તેમાં બાર સભા હોય છે, અને તેની વચ્ચે ત્રણ પીઠિકાઓ ઉપર
નિરાલંબીપણે ભગવાન બિરાજે છે. તથા સમવસરણની ચાર બાજુ સોનાનાં ને રત્નોનાં ચાર મોટાં
માનસ્તંભ હોય છે. ભગવાનને તો કાંઈ રાગ કે ઈચ્છા નથી; ઈન્દ્ર સમક્તિ છે–એકાવતારી છે, તેને
એવો ભક્તિનો ભાવ આવે છે. સોનગઢમાં એ માનસ્તંભનો નમૂનો છે; માનસ્તંભ તે કીર્તિસ્તંભ
નથી પણ ધર્મસ્તંભ છે, તેને જોતાં જ મિથ્યાદ્રષ્ટિનાં અભિમાન ગળી જાય છે. ભગવાને પુણ્યથી પાર
ચિદાનંદતત્ત્વનું પહેલાંં ભાન કર્યું અને પુણ્યનો નિષેધ કરીને ચિદાનંદસ્વરૂપમાં એકાગ્રતાથી ભગવાન
કેવળજ્ઞાન પામ્યા; ત્યાં પુણ્યનાં ફળ એવાં આવ્યાં કે સમ્યગ્દ્રષ્ટિ એકાવતારી ઈન્દ્રો આવીને તેમના
ચરણની સેવા કરે છે, ને સમવસરણની એવી અદ્ભુત રચના કરે છે કે જોનાર આશ્ચર્યમાં પડી જાય.
ધર્મીને રાગથી પાર પોતાના ચિદાનંદસ્વભાવનું ભાન છે છતાં તેને આવો ભક્તિનો રાગ થયા વિના
રહેતો નથી. ધર્મીને રાગ થાય છે માટે તે રાગથી લાભ માનતા હશે–એમ નથી. રાગ થવા છતાં તે
વખતે ધર્મીને ભાન વર્તે છે કે હું આ રાગથી પાર છું, મારું સ્વરૂપ તો અચિંત્ય જ્ઞાનાનંદમય છે, મારા
ચિદાનંદ આત્માને આ રાગનું અવલંબન નથી. આવા ચૈતન્યતત્ત્વની સમજણ કરવી તે મૂળ વસ્તુ
છે. જ્ઞાનાનંદસ્વભાવે ભરેલો આ ચૈતન્ય ભગવાન રાગથી પાર છે, તેને સ્વસંવેદનજ્ઞાનથી જાણવો તે
અપૂર્વ ધર્મ છે.
નરક–નિગોદના અવતારમાં તારો આત્મા રઝળશે. માટે સત્સમાગમે આત્માના સ્વરૂપનો નિર્ણય કર.
ચૈતન્યસ્વરૂપ આત્માના નિર્ણય વિના જીવ અનાદિ કાળથી સંસારમાં રખડી રહ્યો છે, સંસારમાં
PDF/HTML Page 9 of 21
single page version
રખડતાં તેણે ચારે ગતિના અવતાર અનંતવાર કર્યા છે. અજ્ઞાની જીવ દયા વગેરેના શુભ પરિણામ
કરીને તેને ધર્મ માને છે, પણ એવા દયાના પરિણામ કરીને અનંતવાર સ્વર્ગમાં ગયો છતાં આત્માના
ભાન વગર કિંચિત્ પણ ધર્મ થયો નહીં ને ભવભ્રમણ મટયું નહિ. દયા, ભક્તિ વગેરેના શુભ
પરિણામ હોય તે જુદી વાત છે, ધર્મીને પણ દયા–ભક્તિના ભાવ હોય, પણ તેને અંતરમાં ભાન વર્તે
છે કે આ રાગ પરિણામ છે તે ધર્મ નથી, મારું ચૈતન્યતત્ત્વ આ રાગથી ભિન્ન છે. આવી અંતર્દષ્ટિને
લીધે જ ધર્મીને ધર્મ થાય છે; ધર્મીને પણ જે રાગ થાય છે તે કાંઈ ધર્મનું કારણ નથી.
અમારી શક્તિનું કામ નથી, ભગવાનના કોઈ અલૌકિક પુણ્યના પ્રતાપે આ રચના થઈ ગઈ છે.
સમવસરણમાં ભગવાનને ઈચ્છા વિના સહજપણે સર્વાંગેથી દિવ્ય વાણીનો ધોધ છૂટે છે, ને સિંહ–
વાઘ–હાથી–વાંદરા–સર્પ ને મોર વગેરે તિર્યંચો પણ સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય છે.
એકાવતારી ઈન્દ્રો પણ ત્યાં આવીને ભગવાનની સ્તુતિ કરે છે; પણ તે વખતેય તેની દ્રષ્ટિ અંતરના
જ્ઞાનાનંદ સ્વરૂપમાં પડી છે. રાગ થાય છે ખરો, પણ તે જ વખતે મારું જ્ઞાનાનંદ સ્વરૂપ આ રાગથી
પાર છે–એવી અંતર્દષ્ટિનું પરિણમન ધર્મીને વર્તે છે. મારો આત્મા દેહથી પાર છે, વચનથી કે મનથી
તે ગમ્ય નથી અને રાગથી પણ તે અગમ્ય છે, માત્ર સ્વાનુભવથી જ ગમ્ય છે. અચિંત્ય આત્મ
સ્વભાવ છે ને રાગથી એટલે કે વ્યવહારથી જણાય તેવો નથી, પણ સ્વસન્મુખ થઈને અંર્તદ્રષ્ટિ
કરે તેનાથી જ આત્મા જણાય તેવો છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કદી બનતું નથી,
ચિદાનંદસ્વરૂપ આત્મા વ્યવહારના વિકલ્પોથી પાર છે, તેને નિશ્ચયનયથી અંતરંગમાં પકડે તો
સમ્યક્ દર્શન થાય છે. ભાઈ! આવી સત્ય વાત લક્ષમાં લઈને તેનો પક્ષ તો કર...સત્યનો નિર્ણય
કરીને તેની હા તો પાડ...પછી તેનું અંર્તમંથન કરતાં કરતાં સ્વસન્મુખ થઈને આત્માનો અનુભવ
થશે. જો અંતરમાં પુરુષાર્થ કરીને એકવાર પણ આવું અપૂર્વ આત્મભાન કરે તો અલ્પકાળમાં જીવ
મુક્તિ પામે, ને પછી ફરીને તેને અવતાર ન રહે. જીવ અનાદિથી પોતાના વાસ્તવિક જ્ઞાનસ્વરૂપને
ભૂલીને, વિકારને અને દેહને પોતાનું સ્વરૂપ માનીને સંસારમાં રખડી રહ્યો છે. કોઈ બીજાએ તેને
રખડાવ્યો નથી ને કોઈ બીજો તેને તારનાર નથી; પોતે જ ભૂલ કરી છે તેથી રખડયો છે, અને
યથાર્થ સમજણ વડે પોતે તે ભૂલને ટાળે તો રખડવાનું મટે. આ સિવાય પરનો વાંક કાઢે તો તે
પોતાના દોષ ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને તેનું રખડવાનું મટે નહિ. જેમ–કોઈને મોઢા ઉપર મેલ
હોય ને અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાય, ત્યાં તે અરીસાને ઘસવા માંડે તો મોઢા ઉપરનો ડાઘ
ક્યાંથી જાય? જ્યાં મેલ છે તેને તો જાણે નહિ ને બીજે ઠેકાણે ઉપાય કરે તો મેલ ટળે નહિ. મેલ
ક્યાં છે તે જાણે તો તેને ટાળવાનો ઉપાય કરે. તેમ આત્મા પોતાની જ ભૂલથી સંસારમાં રખડે છે,
તેની જ પર્યાયમાં મલિનતા અને અપરાધ છે, તેને બદલે પરને કારણે રખડયો એમ માને તો તે
પર સામે જ જોયા કરે પણ પોતાની ભૂલ ટાળવાનો ઉપાય કરે નહિ, એટલે તેની ભૂલ કદી ટળે
નહિ ને તેનું રખડવાનું અટકે નહિ. ભાઈ! તારી ભૂલથી જ તું રખડયો, તે ભૂલ તેં કરી છે અને તું
જ તે ભૂલને ટાળ તો
PDF/HTML Page 10 of 21
single page version
વગરનો નિર્ભ્રાન્ત જ્ઞાનસ્વભાવ ત્રિકાળ છે, માટે જ્ઞાન વડે અંતરના સ્વરૂપની ઓળખાણ કર તો
અનાદિની ભૂલ મટે ને અપૂર્વ શાંતિ પ્રગટે.
આ આંગળી તે શરીરનો અવયવ છે, તે અવયવ વડે આખા શરીરના સ્પર્શનો ખ્યાલ આવે છે,
પણ લાકડું વગેરે બીજી ચીજ વડે શરીરના સ્પર્શનો ખ્યાલ આવતો નથી કેમ કે તે જુદી ચીજ છે.
તેમ આત્મા અખંડ ચૈતન્યશરીરી છે ને મતિ–શ્રુત જ્ઞાન તેનો અવયવ છે; તે મતિ–શ્રુત જ્ઞાનરૂપ
અવયવને સ્વસન્મુખ કરતાં આખા આત્માના આનંદનો અનુભવ થાય છે. આત્માના અંશ દ્વારા
આત્માનો અનુભવ થાય છે, પણ આત્માથી ભિન્ન એવી શરીર વગેરેની ક્રિયા દ્વારા આત્માનો
અનુભવ થતો નથી, તેમજ રાગ પણ ખરેખર ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે, તેના વડે પણ આત્માનો
અનુભવ થતો નથી. જેમ આંગળી ઉપર મેલનાં થર જામ્યાં હોય તો તેના વડે શરીરના સ્પર્શનો
ખ્યાલ નથી આવતો, તેમ જ્ઞાનમાં ‘રાગ તે હું’ એવી રાગાદિની રુચિરૂપ મેલનાં થર જામ્યાં હોય
તો તેના વડે આત્માનો અનુભવ થતો નથી. વર્તમાનમાં જ્ઞાનનો જે વ્યક્ત અંશ છે તે મારા અખંડ
જ્ઞાનસ્વભાવનો અંશ છે, અને તે જ્ઞાન રાગથી જુદું છે,–એમ રાગથી ભિન્નતા જાણીને અંતરના
જ્ઞાનસ્વભાવમાં જ્ઞાનને એકાગ્ર કરતાં તે જ્ઞાન દ્વારા અખંડ અત્માસ્વભાવનો અનુભવ થાય છે;
પણ જો રાગાદિ સાથે એકતા માનીને અટકી જાય તો તે જ્ઞાન આત્મસ્વભાવની સન્મુખ વળતું
નથી. ઈંદ્રિયો કે મનનાં અવલંબનમાં જે જ્ઞાન અટક્યું તેના વડે પણ આત્મા જણાતો નથી તેથી તે
અચિંત્ય છે ઈંદ્રિયો તેમજ મનના અવલંબનથી પાર એવા અતીન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાય છે.
આવા જ્ઞાન સિવાય દેહાદિની કોઈ ક્રિયાથી કે વ્રત–તપ–ત્યાગના શુભરાગથી આત્મા જણાય તેવો
નથી, અને આત્માને જાણ્યા વિના કદી ધર્મ થતો નથી.
શુભભાવથી જુદી જ ચીજ છે. રાગ થયો માટે તેના અવલંબને ધર્મ ટક્યો–એમ પણ નથી, ધર્મ તો
આત્મસ્વભાવના અવલંબને જ ટક્યો છે. આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ ધર્મનું અવલંબન
નથી. ભાઈ! મારુંજ્ઞાનાનંદ સ્વરૂપ રાગથી પાર છે, રાગ મારા સ્વરૂપમાં અંશમાત્ર પણ મદદગાર
નથી–એમ એક વાર લક્ષમાં તો લે, તારા ચૈતન્યતત્ત્વને રાગથી જુદાપણે એકવાર તો જો, રાગથી
વિમુખ થઈને એકવાર સ્વભાવસન્મુખ થા, તો તને તારા અચિંત્ય મહિમાનું ભાન થાય. સ્વસન્મુખ
જ્ઞાન વડે આત્માનું ભાન થાય છે, એ સિવાય બીજા કોઈ ઉપાયથી આત્મા લક્ષમાં આવે તેવો નથી
ને પરિભ્રમણ અટકે તેમ નથી. જીવે અનંતકાળથી બહારમાં જોયું છે પણ અંર્ત–સ્વભાવને લક્ષમાં
લઈને તેનું અવલોકન કદી કર્યું નથી. હું તો ચૈતન્યસ્વભાવ છું, જગતથી હું જુદો છું, પરનો એક
અંશ પણ મારો નથી–એવું અંર્ત–સ્વભાવનું ભાન ભૂલીને, બાહ્યદ્રષ્ટિથી અનાદિથી પરને પોતાનું
માને છે, પરંતુ એક રજકણ પણ તેનો થયો નથી; પરને માટે જેટલો પ્રયત્ન કર્યો તે બધો વ્યર્થ છે.
જો જ્ઞાનને અંતર્મુખ કરીને પોતાના આત્મસ્વભાવને જાણવાનો પ્રયત્ન કરે તો
PDF/HTML Page 11 of 21
single page version
રહે નહીં, અલ્પકાળમાં જ તેની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ જાય; અને પરને પોતાનું કરવા માટે
અનંતકાળ મથે તોય પરનો એક અંશ પણ તેનો થાય નહીં. માટે હે જીવ! બહારનો વ્યર્થ પ્રયત્ન
છોડીને તું તારા સ્વભાવની પ્રાપ્તિનો ઉદ્યમ કર. પરચીજને પોતાની કરવી તે તો અશક્ય છે ને
પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી –તેની શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરવો–તે તો સુગમ છે, સમ્યક્
પ્રયત્નથી તે થઈ શકે તેવું છે. માટે સત્સમાગમે યથાર્થ શ્રવણ–મનન કરીને અંતરમાં
આત્મસ્વરૂપની ઓળખાણ કરવી ને તેનો અનુભવ કરવો તે અર્પૂવ હિત અને ધર્મનો ઉપાય છે.
તીખાસ પ્રગટી શકે પણ તેમાંથી મીઠાશ ન પ્રગટે ગમે તેવી ઊંચી લીંડીપીપર હોય તો પણ તેમાંથી
સાકરની મીઠાસ પ્રગટ કરવી અશક્ય છે કેમકે તેનામાં તેવો સ્વભાવ નથી. તેમ ભગવાન
આત્મામાં જ્ઞાન અને આનંદનો સ્વભાવ ભર્યો છે, તેને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થતાં તેમાંથી
કેવળજ્ઞાન અને પૂર્ણ આનંદનો અનુભવ પ્રગટ થઈ શકે છે, પરંતુ આત્મા ગમે તેટલો પ્રયત્ન કરે
તો પણ જડ શરીર વગેરેને પોતાનું કરવું તે અશક્ય છે, કેમ કે તે પોતાની ચીજ નથી. વળી જેનામાં
જે સ્વભાવ હોય તે બહારથી ન આવે જેમ લીંડીપીપરમાં જે ચોસઠપોરી તીખાસ પ્રગટે છે તે ક્યાંય
બહારથી નથી આવતી. પણ તેનામાં સ્વભાવ ભર્યો છે તેમાંથી જ પ્રગટે છે; તેમ આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાન અને આનંદ પ્રગટે તે બહારના કોઈ સાધ નથી નથી પ્રગટતા, પણ અંતરમાં ત્રિકાળ ચિદાનંદ
સ્વભાવમાં પરિપૂર્ણ સામર્થ્ય ભર્યું છે તેમાંથી જ તે પ્રગટે છે. ભગવાન! તારા સ્વભાવમાં અચિંત્ય
સામર્થ્ય ભર્યું છે, પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ પ્રગટવાની તાકાત અત્યારે જ તારા આત્મામાં ભરી
છે, તેનો તું વિશ્વાસ કર....શુદ્ધનય વડે તારા અંર્તસ્વભાવને લક્ષમાં લે. જીવે પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપને કદી લક્ષમાં લીધું નથી શુદ્ધનયનો પક્ષ કદી કર્યો નથી એટલે કે મારું શુદ્ધ
જ્ઞાનાનંદસ્વરૂપ રાગથી પાર નિરાલંબી છે– એવું અંર્તલક્ષ કદી કર્યું નથી, આત્માના આવા
અંર્તસ્વભાવ સિવાય બહારમાં વીજું કોઈ જીવને શરણભૂત નથી; અંતરમાં સ્વાનુભવગમ્ય
ભગવાન આત્મા છે તે જ શરણભૂત છે, તે તમારી રક્ષા કરો–એમ કહીને આચાર્યદેવ આશીર્વાદ
આપે છે. રાગ કે દેહની ક્રિયા તે કોઈ આત્માના રક્ષક નથી, તેમ જ બીજું કોઈ આ આત્માનું રક્ષક
નથી, પણ અંતરમાં પોતાના અતીન્દ્રિય અચિંત્ય આત્મસ્વભાવનું લક્ષ અને પ્રતીત કરવી તે જ
પોતાની રક્ષા કરનાર છે. ભાઈ! આ જગતમાં તારું ચૈતન્યતત્ત્વ જ તારી રક્ષા કરનાર છે ને તે જ
તને શરણભૂત છે, માટે તારા ચૈતન્યસ્વરૂપની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કર–જ્ઞાન કર ને તેનું જ
શરણ લે.
PDF/HTML Page 12 of 21
single page version
• જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે ‘પ્રભો આત્મા કોણ છે ને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?
• શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે કે: આત્મા અનંતધર્મોવાળું એક દ્રવ્ય છે અને
આ વર્ણન ચાલે છે.
“આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે,–કૃત્રિમ ગરમીથી પકવવામાં
કાળે જ પાકી છે, પણ ઘાસમાં રાખી હતી તેથી એમ કહેવાય છે કે આ કેરીને ઘાસમાં રાખીને ઝટ પકાવી દીધી.
તેમ અલ્પ સમયમાં ઉગ્ર પુરુષાર્થ કરીને જીવ મુક્તિ પામે ત્યાં એમ કહેવાય છે કે આ જીવ પુરુષાર્થથી શીઘ્ર મુક્તિ
પામ્યો, તે અકાળનયનું કથન છે અને તેવો એક ધર્મ આત્મામાં છે. મુક્તિ તો તેનો જે સમય હતો તે સમયે જ
થઈ છે, તેનો સમય કાંઈ ફર્યો નથી.
આપ ન મળ્યા હોત તો અમે અનંત સંસારમાં રખડી મરત, આપના ચરણકમળના પ્રસાદથી ઝટ અમારા
સંસારનો અંત આવી ગયો, ને અમે હવે અલ્પકાળમાં મોક્ષ પામશું. આપના ઉપકારથી અમારો અનંત સંસાર
PDF/HTML Page 13 of 21
single page version
તે કાળ કાંઈ આઘોપાછો થઈ ગયો નથી.
મુક્તિનો સ્વકાળ છે ત્યારે જ તે મુક્તિ પામે છે. જેમ કેરી તેની ઋતુથી પાકે છે તેમ આત્માના સ્વભાવમાં
થઈ એમ કાળનયથી કહેવામાં આવે છે. પરંતુ તે મુક્તિ થાય છે, ત્યાં આત્માના સ્વકાળથી મુક્તિ પુરુષાર્થ વગર
થઈ નથી.
કર્મોનો અલ્પકાળમાં નાશ કર્યો ને શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરી–એમ લક્ષમાં લેવું તે અકાળનય છે.
કરવા જતાં ધર્મી એવું ચૈતન્યદ્રવ્ય લક્ષમાં આવે છે. આખા વસ્તુ સ્વભાવને દ્રષ્ટિમાં લીધા વિના તેના ધર્મનો
યથાર્થ નિર્ણય થઈ શકે નહિ. આત્મદ્રવ્યની સન્મુખતાથી જ તેના ધર્મની સાચી પ્રતીતિ થાય છે, ચૈતન્ય
વહેલું નથી થયું; પણ લોકવ્યવહારમાં અકાળે અવસાન પામ્યો એમ કહેવાય છે. તેમ આત્મામાં એક એવો ધર્મ
છે કે આત્મા પુરુષાર્થ કરીને અકાળે મોક્ષ પામ્યો અર્થાત્ વહેલો મોક્ષ પામ્યો–એમ અકાળનયથી કહેવામાં આવે
છે. જે જીવ વસ્તુસ્વભાવથી ઊંધુંં માને છે ને ઊંધુંં પ્રરુપે છે તે જીવ ક્ષણે ક્ષણે અનંત સંસાર વધારે છે, તેમજ
સ્વભાવની દ્રષ્ટિના જોરે સમકિતિ જીવ અનંત સંસારને એક ક્ષણમાં તોડી નાખે છે ને શીઘ્ર મુક્તિ પામે છે–એમ
અકાળનયથી કહેવામાં આવે છે. પહેલાંં સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન હતી ને સંસાર ઉપર દ્રષ્ટિ હતી ત્યારે ક્ષણે ક્ષણે
અનંત સંસાર વધારે છે એમ કહ્યું, અને જ્યાં સત્સમાગમે ઊંધી દ્રષ્ટિ ટાળીને સ્વભાવદ્રષ્ટિ કરી ત્યાં એક ક્ષણમાં
અનંત સંસારને કટ કરી નાખ્યો–એમ અકાળનયથી કહેવાય છે. પણ સંસાર થવાનો હતો ને ટાળ્યો અથવા તો તે
છે–એમ નથી. પણ અનંતકાળનાં કર્મો અલ્પકાળમાં તોડી નાંખ્યાં–એમ અકાળનયથી કહેવાય છે. આ નયો
છદ્મસ્થના જ્ઞાનમાં હોય છે, કેવળી ભગવાનના જ્ઞાનમાં નય હોતા નથી. તેમને તો એક સાથે સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન
વર્તી રહ્યું છે.
કહ્યા તે પણ એકેક આત્મામાં એક સાથે જ વર્તી રહ્યા છે. એક જીવ સ્વકાળ અનુસાર મુક્તિ પામે ને બીજો જીવ
પુરુષાર્થ કરીને અકાળે મુક્તિ પામે–એમ નથી અર્થાત્ એક ધર્મ એક જીવમાં અને બીજો ધર્મ બીજા જીવમાં એમ
નથી, એક જ જીવમાં બધા ધર્મ એક સાથે રહેલા છે.
સ્વકાળ વખતેે પણ પુરુષાર્થ તો ભેગો જ છે.
PDF/HTML Page 14 of 21
single page version
છે.
આત્માને દ્રષ્ટિમાં લેવો તે જ આ બધા ધર્મોને જાણવાનું ફળ છે.
લીંબુ વાવે ને તેને લીંબુનું ઝાડ ઊગે, તેમ ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ અને એકાગ્રતાના પ્રયત્ન
વડે આત્માની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.–આવું જાણનાર પુરુષકારનય છે. આવા પુરુષકારનય વગર નિયતિનય કે
કાળનય હોતા નથી. બધા નયોથી–બધા પડખાંથી દ્રવ્યને જાણીને પ્રતીતમાં લેવું જોઈએ. પુરુષાર્થથી જ આત્માની
સિદ્ધિ થાય–એવો ધર્મ આત્મામાં ત્રિકાળ છે.–ક્યો પુરુષાર્થ? નિમિત્ત તરફનો કે રાગ તરફનો પુરુષાર્થ તે કાંઈ
મુક્તિનું કારણ નથી પણ આત્મા તરફ વળીને સ્વભાવનો પુરુષાર્થ તે મુક્તિનું કારણ છે. આવા પ્રયત્ન વગર
આત્માની સિદ્ધિ સાધ્ય થતી નથી. યત્નસાધ્ય થાય એવો ધર્મ કોનો છે? આત્મદ્રવ્યનો તે ધર્મ છે એટલે આત્મા
સામે જોવાનું રહ્યું, અંતર્મુખ આત્મસ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતાના પ્રયત્નથી જ ધર્મ થાય છે.
બીજા પણ અનંત ધર્મો ભેગાજ છે, એટલે પુરુષાર્થ કરનારે પણ એકલા પુરુષાર્થધર્મ સામે જોવાનું નથી પણ
અખંડ આત્મદ્રવ્યની સામે જોવાનું છે, કેમકે પુરુષાર્થધર્મ આત્માનો છે. અંતરના પ્રયત્નથી મુક્તિ થાય–એવો
મારો આત્મા છે–એમ યત્નસાધ્યધર્મ વડે આત્માને લક્ષમાં લ્યે તે પુરુષકારનય છે. આના પછી હવે દૈવનયથી
અયત્નસાધ્યધર્મ કહેશે, પણ તે વખતેય આ પુરુષાર્થધર્મ તો ભેગો જ છે, પુરુષાર્થ વગરનું એકલું દૈવ નથી. એક
જ ધર્મનો એકાંત ખેંચે ને આત્માના બીજા ધર્મો તે વખતે સાથે જ વર્તે છે તેને ન સ્વીકારે તો તે મિથ્યાદ્રષ્ટિ છે
ને તેના બધા નયો તથ્ય છે. જ્ઞાની નો અનંત ધર્મના આધારભૂત પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યની દ્રષ્ટિ રાખીને,
પ્રમાણજ્ઞાનપૂર્વક દરેક ધર્મને તે તે પ્રકારના નયથી જાણે છે, એટલે જ્ઞાનીને જ સમ્યક્ નય હોય છે–એમ સમજવું.
તેને મોતી મેળવવાનો પ્રયત્ન ન હતો ને મળ્યા, તેથી તેને દૈવ કહ્યું. તેમ જે જીવ સ્વભાવ તરફના પ્રયત્નથી
મોક્ષમાર્ગને સાધે છે તે જીવને કર્મો સ્વયમેવ ટળતા જાય છે, કર્મને ટાળવા તરફનો તેનો પુરુષાર્થ નથી માટે તેને
દૈવ કહ્યું. પરંતુ જેમ દૈવવાદીને લીંબુમાંથી મોતી મળ્યાં તેમાં પણ તેને તે જાતના પુણ્ય છે તેમ દૈવનયથી
આત્માના યત્ન વિના કર્મો ટળ્યા ને મુક્તિ થઈ–એમ કહેવાય, તેમાં પણ સ્વભાવ તરફનો પુરુષાર્થ તો છે જ.
અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફનો પુરુષાર્થ કર્યો ત્યાં જડ કર્મોનો
PDF/HTML Page 15 of 21
single page version
અયત્નસાધ્ય કહેવાય છે. દૈવનયમાં એમ નથી કે કર્મ માર્ગ આપે ત્યારે મુક્તિ થાય ને તેમાં જીવનો પુરુષાર્થ ન
ચાલે! જીવ પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યાં કર્મ એની મેળે ટળી જાય છે, તેમાં જુદો યત્ન કરવો પડતો
નથી માટે તેનું નામ દૈવ છે.
જોઈએ, તો જ દૈવનયનું જ્ઞાન સાચું કહેવાય. પુરુષાર્થ વડે મુક્તિ થઈ–એમ ન કહેતાં, કર્મો ટળ્યાં ને મુક્તિ થઈ
અથવા દૈવથી મુક્તિ થઈ–એમ કહેવું તે દૈવવાદ છે, પરંતુ તેમાં પણ ચૈતન્યસ્વભાવના પુરુષાર્થનો તો સ્વીકાર
ભેગો છે જ. યત્નસાધ્ય તે સ્વ અપેક્ષાએ, ને અયત્નસાધ્ય તે પર અપેક્ષાએ; પોતામાં પુરુષાર્થ છે ને પરને માટે
પુરુષાર્થ નથી. સ્વના પુરુષાર્થની સાથે કર્મના અભાવરૂપ દૈવ પણ છે. આ દૈવનયવાળાને પણ આત્મસન્મુખતા
છે, તેને કાંઈ પુરુષાર્થનો નિષેધ નથી.
–પણ કર્મ ટળે ક્યારે? કર્મ સામે જોવાથી કર્મ ન ટળે, પણ સ્વભાવસન્મુખ એકાગ્રતાનો પ્રયત્ન કરતાં કર્મો સ્વયં
ટળી જાય છે ને મુક્તિ થઈ જાય છે. પુરુષાર્થની વિવક્ષા ગૌણ કરીને દૈવનયમાં કર્મની વિવક્ષાથી કથન કર્યું છે.
વસ્તુમાં તો પુરુષાર્થ વગેરે અનંતધર્મો એક સાથે રહેલા છે, તેમાં એક મુખ્ય ને બીજો ગૌણ એવા પ્રકાર નથી,
અભેદ વસ્તુમાં બધા ધર્મો એક સાથે છે. પણ છદ્મસ્થને શ્રુતજ્ઞાનમાં નય પડે છે, તે નયમાં મુખ્ય–ગૌણ હોય છે.
એક નય છે તે બીજા નયોના વિષયભૂત ધર્મોને ગૌણ કરે છે–પણ તેનો સર્વથા નિષેધ નથી કરતો. જો બીજા
ધર્મોનો સર્વથા નિષેધ કરે તો અનેકાન્તમય વસ્તુ સ્વરૂપ જ સાબિત ન થાય એટલે કે વસ્તુનું પ્રમાણજ્ઞાન જ ન
થાય. ને પ્રમાણ વિના નય પણ ક્યાંથી હોય? ન જ હોય, કેમ કે નય તે શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે.
લક્ષમાં લે છે તે ધર્મ પરનો નથી પણ આત્માનો છે, માટે આત્માની સન્મુખ દ્રષ્ટિ કરે તેને જ તેના ધર્મોનું યથાર્થ
જ્ઞાન થાય છે. કર્મ સામે જોઈને દૈવનયની પ્રતીત નથી થતી પણ આત્માની સામે જોઈને તેની પ્રતીત થાય છે.
આત્મદ્રવ્યમાં જ મુક્તિ થવાનો ધર્મ છે, તે ધર્મ કાંઈ કર્મમાંથી નથી આવતો, પણ આત્માનો જ તે ધર્મ કાંઈ
કર્મમાંથી નથી આવતો, પણ આત્માનો જ તે ધર્મ છે. આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાય અને કર્મ
ઉપરની દ્રષ્ટિ ગઈ, ત્યારે આવા ધર્મોનું ભાન થયું. આમાં પોતાનો મહિમા આવવો જોઈએ કે અહો! આ તો બધું
મારા ધર્મોનું જ વર્ણન છે, આમાં પરનો મહિમા ક્યાં ય નથી પણ મારા ચૈતન્યસ્વભાવનો જ મહિમા છે, ઘણા
નયોની વિધવિધ વિવક્ષાથી વર્ણન કર્યું તે તો મારા સ્વભાવની વિશાળતા છે. આમ આત્મસ્વભાવનો મહિમા
લાવીને સમજવું જોઈએ, પણ કંટાળો ન લાવવો જોઈએ.
પુરુષાર્થ, દૈવ વગેરે જેટલા ધર્મો વર્ણવ્યા તેમાં પર ઉપર કે વિકાર ઉપર વજન દેવાનું નથી કેમકે આ ધર્મો પરના
આધારે કે વિકારના આધારે નથી; તેમજ એકેક ધર્મ જુદો રહેતો નથી માટે તે એકેક ધર્મ ઉપર પણ વજન દેવાનું
નથી; અખંડ આત્માના જ આશ્રયે આ બધા ધર્મો એક સાથે રહેલા છે; ધર્મ કોનો? કે ધર્મીનો; ધર્મી એટલે આખો
આત્મા; તે અખંડ આત્મા શુદ્ધચૈતન્યમૂર્તિ છે તેના ઉપર જ વજન દેવાનું છે. વજન દેવું એટલે શું? કે શ્રદ્ધા–જ્ઞાનનું
જોર તે અખંડ સ્વભાવ તરફ વાળીને તેમાં એકાગ્ર થવું,–તે શુદ્ધ આત્માની પ્રાપ્તિનો ઉપાય છે. અત્યારે ‘આત્મા
કોણ છે’ તે આચાર્ય પ્રભુ સમજાવે છે, અને આત્માની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન હવે પછી કહેશે.
PDF/HTML Page 16 of 21
single page version
જોતાં આ ધર્મોની યથાર્થ ઓળખાણ થાય છે, પર્યાયબુદ્ધિવાળાને આ ધર્મોની ઓળખાણ હોતી નથી.
પુરુષાર્થનયથી કહો કે દવનયથી કહો, પણ જેઓ મોક્ષ પામે છે તે બધાય પુરુષાર્થપૂર્વક જ મોક્ષ પામે છે. જો
એકલા દૈવથી જ મુક્તિ થાય ને પુરુષાર્થ ન હોય તો તે જીવમાં એક દૈવધર્મ રહ્યો પણ પુરુષાર્થધર્મ ન રહ્યો, ને
પુરુષાર્થવાળાને એકલો પુરુષાર્થ ધર્મ જ રહ્યો, –પણ એમ બનતું નથી; બંનેમાં બંને ધર્મો છે. એક જીવને એકલા
પુરુષાર્થથી મુક્તિ ને બીજાને એકલા દૈવથી મુક્તિ–એમ જુદા જુદા બે જીવનું વર્ણન નથી, પણ એક જ જીવમાં
અનંતા ધર્મો એક સાથે રહેલા છે, તે ધર્મોનું આ વર્ણન છે. કથનમાં ભલે એક ધર્મની મુખ્યતા આવે, પણ તે જ
વખતે બીજા અનંતા ધર્મો વસ્તુમાં પડ્યા જ છે. જો એક ધર્મને માને બીજા ધર્મોને ન માને તો જ્ઞાન પ્રમાણ થતું
નથી. વસ્તુ એક સાથે અનંતધર્મોવાળી છે, તે ને વસ્તુની દ્રષ્ટિ પૂર્વકના આ નયો છે, એટલે આ નયો વડે એકેક
ધર્મનું જ્ઞાન કરનારની દ્રષ્ટિ તે એક ધર્મ ઉપર નથી હોતી પણ આખા ધર્મી ઉપર (ચૈતન્યસ્વભાવ ઉપર) તેની
દ્રષ્ટિ હોય છે. કથનમાં આ ધર્મો એક પછી એક આવે છે પણ વસ્તુમાં કાંઈ તે એક પછી એક નથી, વસ્તુમાં તો
એક સાથે બધા ધર્મો છે આ બધા ધર્મો આત્મદ્રવ્યના છે, આત્મદ્રવ્ય આ બધા ધર્મોને ધારી રાખે છે; આવા
અખંડ આત્મદ્રવ્યને અંતરંગ દ્રષ્ટિમાં લેવું તે જ આ બધા ધર્મોના વર્ણનનું તાત્પર્ય છે.
આત્માએ પ્રયત્ન કર્યો પોતામાં, ત્યાં કર્મ ટળીને ચૈતન્યરત્ન પ્રાપ્ત થયું. દૈવવાદીને લીંબુના ઝાડમાંથી માણેક
નીકળ્યા તેમાં તેના તે પ્રકારના પુણ્ય છે તેમ અહીં દૈવનયવાળાને પણ મુક્તિ પ્રાપ્ત થવામાં તે પ્રકારનો પ્રયત્ન
છે. દ્રષ્ટાંતમાં દૈવવાદી ને પુરુષાર્થવાદી જુદા છે પણ સિદ્ધાંતમાં દૈવધર્મ અને પુરુષાર્થધર્મ કાંઈ જુદા જુદા
આત્માના નથી, એક જ આત્માના બંને ધર્મો છે. જેણે પોતાના જ્ઞાયકસ્વભાવ તરફનો પુરુષાર્થ કર્યો તેને કર્મ
તરફનો પ્રયત્ન ન હોવા છતાં કર્મ ટળીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ રૂપી રત્નની પ્રાપ્તિ થઈ જાય છે.
પણ કોઈક જીવનો પુરુષાર્થ બીજા જીવને કામ આવી જાય–એમ બનતું નથી. દૈવનય પણ પુરુષાર્થ–ધર્મનો નિષેધ
નથી કરતો; જો એકલા દૈવને જ માનીને પુરુષાર્થનો નિષેધ કરે તો તે એકાંત મિથ્યાદ્રષ્ટિ છે.
કરે છે. આમાં આત્માએ પુરુષાર્થથી જડ કર્મોને ટાળ્યા એમ કહેવું તે નિમિત્તથી કથન છે, અને કર્મ ટળવાથી
આત્માની મુક્તિ થઈ–એ પણ નિમિત્તથી કથન છે. આત્માનો પુરુષાર્થ આત્મામાં છે ને કર્મની અવસ્થા જડમાં છે.
આત્મા તો પોતાના સ્વભાવનો જ પુરુષાર્થ કરે છે ત્યાં કર્મ તેની મેળે ટળી જાય છે ને મુક્તિ થઈ જાય છે. આમાં
કર્મને ટાળવા તરફ જીવનો યત્ન નથી છતાં કર્મ ટળી જાય છે ને મુક્તિ થઈ જાય છે તેથી અયત્નસાધ્યધર્મ
કહેવામાં આવ્યો છે.
ત્યારે ખોરાક મલી રહેશે. પુરુષાર્થવાદી કહે કે હું ગામમાં જઈને યત્નથી ખોરાક મેળવી આવું છું. પછી
પુરુષાર્થવાદી ગામમાં જઈને બે લાડવા લઈ આવ્યો અને આવીને દૈવવાદીને કહ્યું કે જો, હું પ્રયત્નથી લાડવા લઈ
આવ્યો. પછી એક લાડવો તેણે પોતાની પાસે રાખીને બીજો દૈવવાદીને આપ્યો. ત્યારે દૈવવાદીએ કહ્યું કે જો, મારા
દૈવ પ્રમાણે મને પણ લાડવો મળી ગયો. –હવે આ દ્રષ્ટાંતમાં ખરેખર તો દૈવવાદીને તેમજ પુરુષાર્થવાદીને બંનેને
પોતાના ‘પુણ્યથી’ જ લાડવાની પ્રાપ્તિ થઈ છે; પણ એકને પુરુષાર્થનો વિકલ્પ નિમિત્તરૂપે છે તેથી તેને
પુરુષાર્થથી લાડવાની પ્રાપ્તિ કહી, અને બીજાને તેવો વિકલ્પ નથી તેથી તેને યત્ન વગર દૈવથી લાડવાની પ્રાપ્તિ
કહી. પણ બંનેમાં એક જ પ્રકાર છે કે તે પ્રકારના પુણ્ય હોય તો પ્રાપ્તિ થાય. તેમ અહીં
PDF/HTML Page 17 of 21
single page version
પ્રાપ્તિ થઈ છે. પણ તેમાં સ્વભાવ તરફનો પ્રયત્ન છે તે અપેક્ષાએ મોક્ષને યત્નસાધ્ય કહ્યો. અને કર્મ તરફનો
પ્રયત્ન નથી તે અપેક્ષાએ અયત્નસાધ્ય કહ્યો. દૈવનયથી કથન હો કે પુરુષાર્થનયથી કથન હો, તે બંનેમાં આ તો
એક જ પ્રકાર છે કે બંનેને તેવો પુરુષાર્થ છે; સ્વભાવના પુરુષાર્થ વિના બેમાંથી કોઈને મોક્ષ પ્રાપ્ત થાય–એમ
બનતું નથી.
એકાગ્ર થતાં પરિણમનનો પ્રવાહ સ્વસન્મુખ વળી જાય છે ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તથા મોક્ષદશા પ્રગટી
જાય છે.
હોય છે.
લક્ષે મુક્તિ થાય ને કોઈવાર જડના લક્ષે મુક્તિ થાય–એમ પણ નથી, તેમ કોઈવાર એકલા પુરુષાર્થથી મુક્તિ
થાય ને કોઈવાર એકલા દૈવથી મુક્તિ થાય–એમ પણ નથી. આત્મામાં પુરુષાર્થ અને દૈવ બંને એક સાથે જ છે.
કર્મની પદ્ધતિ સામે જોઈને આત્માના આવા ધર્મની પ્રતીત થતી નથી પણ આત્માની સામે જોઈને જ તેના
ધર્મોની પ્રતીત થાય છે. આત્માના આવા દૈવધર્મને ઓળખવા જાય તો ત્યાં પણ તે ધર્મના આધારભૂત ધર્મીની
(એટલે કે શુદ્ધચૈતન્યમાત્ર આત્મતત્ત્વની) દ્રષ્ટિ કરવાનું આવે છે એટલે તેમાં પણ સ્વભાવદ્રષ્ટિનો પુરુષાર્થ
આવી જાય છે. આત્માના અનંત ધર્મોમાંથી પુરુષાર્થ વગેરે કોઈ એક ધર્મને જુદો પાડીને લક્ષમાં લ્યે તો તેના
લક્ષે મુક્તિ થતી નથી. એકલા પુરુષાર્થ ધર્મના લક્ષે મુક્તિ થતી નથી માટે આત્મા અયત્નસાધ્ય છે. એટલે ભેદની
દ્રષ્ટિ છોડીને અખંડ આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરવી તે જ તાત્પર્ય છે. અયત્નસાધ્યધર્મદ્વારા આત્માને જાણે તો તેમાં
પણ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે, કેમકે અયત્નસાધ્યધર્મ તેનાથી જુદો નથી. આ રીતે
અયત્નસાધ્યધર્મને જાણનારનું જ્ઞાન પણ શુદ્ધ સ્વભાવ તરફ વળેલું હોય છે ને તેને જ દૈવનય હોય છે.
જ્ઞાનમાં નય હોતા નથી.
દૈવનય બહારમાં લાગુ પાડવો.– તો એ વિવિક્ષા અહીં લાગુ પડતી નથી, કેમકે અહીં તો આત્માના ધર્મોનું વર્ણન
છે એટલે બધા નયો આત્મામાં જ લાગુ પડે છે. અહીં આત્માના મોક્ષ માટે પુરુષાર્થ અને દૈવ બંને એક સાથે
બતાવવા છે; એક આત્મામાં તે બંને ધર્મો એક સાથે રહેલા છે. માટે અહીં જે નયની જે વિવક્ષા છે તે જાણવી
જોઈએ.
PDF/HTML Page 18 of 21
single page version
આ પ્રતિક્રમણનો અધિકાર છે.
સૌથી પહેલું પ્રપિક્રમણ મિથ્યાત્વનું થાય છે. આત્માનું ભાન કરીને અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે જ
પોતાના પરમાત્મતત્વના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ભાવો રૂપે પરિણમે છે, એ જ તેનું પ્રતિક્રમણ છે.
ચિદાનંદતત્ત્વના આશ્રયે સમ્યક્ત્વાદિની ભાવના છે તે ભવભ્રમણનો નાશ કરનારી છે. આવી ભાવનાવાળો જીવ
અતિ આસન્નભવ્ય છે, એટલે કે અલ્પકાળમાં તે મુક્તિ પામે છે.
અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે, તેથી આનંદને જ આત્માનું લક્ષણ કહ્યું. શાસ્ત્રોમાં જ્ઞાનને આત્માનું લક્ષણ
કહ્યું છે પણ જ્યાં જ્ઞાન અંતર્મુખ થઈને લક્ષ્યને પકડે ત્યાં તે જ્ઞાન સાથે અતીન્દ્રિય–આનંદ ન હોય એમ બને
આનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, ને તે આનંદમાં લીનતા તે
સમ્યક્ચારિત્ર છે.
નિશ્ચય રત્નત્રય છે.
PDF/HTML Page 19 of 21
single page version
જીવ પ્રતિક્રમણસ્વરૂપ છે. પરમ પુરુષાર્થમાં પરાયણ ધર્માત્માને આવું પ્રતિક્રમણ હોય છે.
પરમપુરુષાર્થમાં પરાયણ નથી, પણ ઊંધા પુરુષાર્થવાળો છે; તેને પ્રતિક્રમણ હોતું નથી. જેણે ચિદાનંદ સ્વભાવમાં
પ્રવીણ છે, ને તેને જ અનાદિના મિથ્યાત્વાદિ ભાવોનું ખરું પ્રતિક્રમણ હોય છે.
પરિણમી જાય છે,–ત્યાં યાદ રાખવું નથી પડતું–ગોખવું નથી પડતું,–પણ અંતરનો આશ્રય વર્તે છે ત્યાં
સમ્યગ્દર્શનાદિરૂપે સહજ પરિણમન વર્તે છે.
અજ્ઞાનનું અંધારૂં ટાળ્યું નથી તે ‘ધર્મદીવાકર’ કેવો? પૈસા ખરચે ને લોકો ભેગા થઈને ‘ધર્મદીવાકર’નું બિરૂદ
આપી દ્યે તેથી કાંઈ આત્મામાં ધર્મના દીવા થતા નથી. ચિદાનંદતત્વનું ભાન કરીને પોતાના આત્મામાં જેણે
જ્ઞાનદીવડા પ્રગટાવ્યા ને અજ્ઞાન–અંધકારનો નાશ કર્યો તે જ ‘ધર્મદીવાકર’ છે.
सालिबीजस्स जवंकुरुप्पायण सत्ती होज्ज, अणवस्थापसंगादो। तम्हा कम्हि वि अंतरं गकारणादो चेव
कज्जुप्पत्ती होदि त्ति णिच्छओ कायव्वो।”
से जौ के अंकुरकी भी उत्पत्ति का प्रसंग प्राप्त होगा। किन्तु उस प्रकार के द्रव्य तीनों ही कालों में
किसी भी क्षेत्रमें नहीं हैं कि जिनके बलसे शालिधान्य के बीजसे जौ के अंकुर को उत्पन्न करने की
शक्ति हो सके। यदि ऐसा होने लगेगा तो अनवस्था दोष प्राप्त होगा। इसलिये कहीं पर भी अन्तरंग
कारण से ही कार्य की उत्पत्ति होती है, ऐसा निश्चय करना चाहिए।
ઉચ્ચગોત્ર ૧, યશકીર્તિ ૧ એ પ્રમાણે ૧૭ પ્રકૃતિઓ) બંધાય છે. તેમાં જ્ઞાનાવરણ–દર્શનાવરણ ને અંતરાયની
સ્થિતિ અંતઃમુહૂર્તની જ હોય છે, જ્યારે સાતાવેદનીયની સ્થિતિ ૧૨ મુહૂર્તની તથા ગોત્ર અને નામ કર્મની સ્થિતિ
આઠ મુહૂર્તની બંધાય છે; છએ કર્મોનું બંધન એક સાથે થતું હોવા છતાં આ પ્રમાણે સ્થિતિમાં ફેર પડે છે.
તે ખાસ પ્રકૃતિનું અંતરંગ કારણ જ તેવું છે, અને તે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
PDF/HTML Page 20 of 21
single page version
નાંખું!–પણ પરમાણુઓમાં એવો જ સ્વભાવ છે કે પોતપોતાની યોગ્યતા પ્રમાણે તેઓ પરિણમી જાય છે.
“યોગ્યતા” તે અંતરંગ કારણ છે, ને તેને અનુસાર જ કાર્ય થાય છે.
સાગરોપમની જ,–એમ કેમ? તો ષટ્ખંડાગમમાં આચાર્યદેવ કહે છે કે પ્રકૃતિવિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિબંધ
થાય છે, એટલે કે તે તે વિશેષ પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે, ને તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી
જ તેવું કાર્ય થાય છે. એમ કહીને ત્યાં આચાર્યદેવે મહાન સિદ્ધાંત જણાવ્યો છે કે “બધે ઠેકાણે અંતરંગ કારણથી
જ કાર્યની ઉત્પત્તિ થાય છે,”–એવો નિશ્ચય કરવો.
પ્રકૃતિઓનો એવો જ સ્વભાવ છે. સ્વભાવ કહો, યોગ્યતા કહો, કે અંતરંગ કારણ કહો–તેનાથી જ કાર્યની ઉત્પત્તિ
થાય છે. એ સિવાય બાહ્ય કારણોથી ઉત્પત્તિ થતી નથી. જો કદી પણ બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી હોય તો
ચોખાના બીજમાંથી ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ, પણ એમ કદી બનતું નથી.
મૂળીયામાં ગમે તેટલા કેરીના રસના ઢગલા કરો તો પણ લીમડામાં આંબા પાકતા નથી, કેમકે બાહ્યકારણથી
કાર્યની ઉત્પત્તિ થતી નથી. જો બાહ્યકારણ અનુસાર કાર્યની ઉત્પત્તિ થાય તો તો અજીવનું નિમિત્ત બનતાં તે
અજીવને અનુસાર જીવ પણ અજીવ થઈ જશે!–પણ એમ કદી બનતું નથી, સર્વત્ર અંતરંગ કારણથી જ કાર્યની
ઉત્પત્તિ થાય છે, બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી.
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઉનાળાની રજાઓ દરમિયાન
સોમવાર તા. ૩૦–૫–૫૫ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે
શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા જિજ્ઞાસુ જૈનબંધુઓ
પણ આ વર્ગનો લાભ લઈ શકશે. વર્ગમાં દાખલ થનારને માટે જમવાની તથા
રહેવાની વ્યવસ્થા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે. વર્ગ પૂરો થયા
પછી પરીક્ષા લઈને પ્રમાણપત્ર આપવામાં આવશે.