Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 5

PDF/HTML Page 21 of 89
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ :
ઘણાય જીવો શ્રોતા હોય છે, પણ તે બધાય કાંઈ સમ્યગ્દર્શન પામી જતા નથી. તેથી
ભૈયા ભગવતીદાસજી ઉપાદાન–નિમિત્તમાં સંવાદમાં કહે છે કે:–
યહ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો અનંતી વાર;
ઉપાદાન પલટયો નહિ, તો ભટકત ફિર્યો સંસાર. ૯
કેવલી અરૂ મુનિરાજકે, પાસ રહે બહુ લોય;
પૈ જાકો સુલટયો ધની, સમ્યક્ તાકો હોય. ૧૧
જુઓને, નિમિત્ત તરીકે સર્વજ્ઞ જેવા વક્તા મળ્‌યા, ને તેમની વાણી
સમવસરણમાં બેઠા બેઠા સાંભળી, છતાં જેમનું ઉપાદાન અશુદ્ધ હતું તે જીવો અજ્ઞાની
રહ્યા.–નિમિત્ત શું કરે? પોતાના ઉપાદાનની તૈયારી વિના ભગવાન પણ સમજાવી દ્યે
તેમ નથી. શુદ્ધાત્માની એક જ વાત જ્ઞાની પાસેથી એક સાથે ઘણા જીવો સાંભળે, તેમાં
કોઈ તે સમજીને તેવો અનુભવ કરી લ્યે છે, કોઈ જીવો તેવો અનુભવ નથી કરતા.
નિમિત્તપણે એક જ વક્તા હોવા છતાં શ્રોતાના ઉપાદાન અનુસાર ઉપદેશ પરિણમે છે.
આવી સ્વતંત્રતા છે. અહીં ઉત્કૃષ્ટ જ્ઞાનીવક્તા તરીકે તીર્થંકરદેવનો દાખલો લીધો તેમ
ચોથા ગુણસ્થાનથી માંડીને બધાંય જ્ઞાની વક્તાનું સમજી લેવું.
(૪) બંને જ્ઞાની
કોઈ વાર વક્તા જ્ઞાની હોય ને શ્રોતા પણ જ્ઞાની હોય, ત્યાં ઉપાદાન ને નિમિત્તે
બંને શુદ્ધ છે;–આવો પ્રકાર પણ જોવામાં આવે છે. તીર્થંકરભગવાનની સભામાં ગણધરો
જેવા શ્રોતા બિરાજતા હોય; જગતમાં સૌથી ઉત્તમ વક્તા તીર્થંકરદેવ, ને સૌથી ઉત્તમ
શ્રોતા ગણધરદેવ, અહા! એ વીતરાગી વક્તા ને એ શ્રોતાની શી વાત! જ્યાં સર્વજ્ઞ
જેવા વક્તા... ને ચાર જ્ઞાનધારી શ્રોતા....એ સભાના દિવ્ય દેદારની શી વાત!! ને
ભગવાનની વાણી એક સમયમાં પૂરું રહસ્ય લેતી આવે, ગણધરદેવ એકાગ્રપણે તે
ઝીલતાં ઝીલતાં સ્વરૂપમાં ઠરી જાય. ભગવાનની સભામાં બીજા પણ લાખો કરોડો
જ્ઞાનીઓ હોય, તિર્યંચો પણ ત્યાં ધર્મ પામે. સામે ઉપાદાન જાગ્યું એની શી વાત! ઉત્કૃષ્ટ
ઉપાદાન જાગે ત્યાં સામે નિમિત્ત પણ ઉત્કૃષ્ટ હોય.–છતાં બંને સ્વતંત્ર. વક્તાપણું તેરમા
ગુણસ્થાને પણ હોય પરંતુ શ્રોતાપણું છઠ્ઠા ગુણસ્થાન સુધી જ છે. પછી ઉપરના
ગુણસ્થાને તો ઉપયોગ નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં થંભી ગયો છે, ત્યાં વાણી તરફ લક્ષ
નથી. તીર્થંકરદેવ સર્વત્ર–

PDF/HTML Page 22 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૧૩ :
આ રીતે વક્તા અને શ્રોતારૂપ નિમિત્તે–ઉપાદાનના કુલ ચાર પ્રકાર કહ્યા, તે
દરેકમાં ઉપાદાન–નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજવી. અને આ દ્રષ્ટાંત અનુસાર
ભિન્નભિન્ન દ્રવ્યોમાં સર્વત્ર ઉપાદાન–નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજી લેવી....ને
પરાશ્રયબુદ્ધિ છોડીને સ્વાશ્રયવડે મોક્ષમાર્ગ સાધવો....તે તાત્પર્ય છે.
(શ્રી બનારસીદાસજીની ઉપાદાન–નિમિત્ત વચનિકા ઉપરના પ્રવચનમાંથી)
*******
અંતર્મુહૂર્તમાં આત્માને સાધવાની વાત
પ્રશ્ન:– ઘણા જીવોએ એક અંતર્મુહૂર્તમાં આત્માને સાધી લીધો છે, તો અમે પણ
ઉત્તર:– ભાઈ, એક અંતર્મુહૂર્તમાં આત્મા સાધી લેવાની જેની તૈયારી હોય તેને
તેનો કેટલો પ્રેમ હોય?–“હમણાં બીજું કરી લઉં ને આત્માનું પછી કરીશ”–એવો ભાવ
તેને આવે જ નહિ. ‘આત્માનું પછી કરશું ને હમણાં બીજું કરી લઉં’ એનો અર્થ એ થયો
કે તેને આત્મા કરતાં બીજું વધારે વહાલું છે, સ્વભાવના કાર્ય કરતાં પરભાવના કાર્યનો
પ્રેમ તેને વધુ છે. જેને જે કાર્યની અત્યંત આવશ્યકતા લાગે તેને તે પહેલાં કરે, તેમાં
મુદત ન મારે; ને જેની આવશ્યકતા ન લાગે તે કાર્ય પછી કરે, તેમાં મુદત નાખે.
આત્માની ઓળખાણનો જેને ખરેખરો ભાવ જાગે તેનો ઉદ્યમ આત્મા તરફ તરત જ
ઉપડયા વગર રહે નહિં. આચાર્યદેવ વારંવાર કહે છે કે આજે જ આત્માને
અનુભવો...તત્કાલ આત્માનો અનુભવ કરો. કદી એમ નથી કહ્યું કે “આ પછી કરજો”.
પછી કરીશું એમ કહે તો તેનો અર્થ એ છે કે વર્તમાનમાં તેને આત્માનો ખરો પ્રેમ કે
રુચિ જાગી નથી–એવો જીવ અંતર્મુહૂર્તમાં આત્માને ક્્યાંથી સાધી શકશે? હા, જેને
આત્માની ખરેખરી ધગશ અને લગની અંતરમાં જાગી હોય તે અંતરના પ્રયત્ન વડે
અંતર્મુહૂર્તમાં પણ આત્માનો અનુભવ કરી લ્યે છે. પણ એવા આત્માની અંતરની તૈયારી
કોઈ જુદી જ હોય છે.

PDF/HTML Page 23 of 89
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ :
સર્વજ્ઞસ્વરૂપને અનુસરનારી
જિનવાણીને નમસ્કાર
(કલશટીકા–પ્રવચનો)
પહેલા કળશમાં શુદ્ધાત્માને નમસ્કાર કર્યા; હવે
બીજા કળશમાં તે શુદ્ધાત્માને દર્શાવનારી દિવ્યધ્વનિ–
જિનવાણીને નમસ્કાર કરે છે; વાણી જડ હોવા છતાં
તેને શા માટે નમસ્કાર કર્યા? તેનું સમાધાન કરતાં
કહે છે કે તે વાણી સર્વજ્ઞસ્વરૂપ–અનુસારિણી છે, તેથી
તે પણ વંદનીય છે.

अनंतधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यात्मनः।
अनेकान्तमयी मुर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।।
જિનવાણીના નિમિત્તથી પ્રગટેલી શુદ્ધાત્માની અનુભૂતિ ત્રિકાળ જયવંત રહો,
એવી ભાવના છે ત્યાં નિમિત્તરૂપ વાણી પણ જયવંત રહો–એમ કહીને જિનવાણીનું
જિનવાણી કેવી છે? અનેકાન્તમયી છે; પદાર્થ જેવા અનેક ધર્મોસ્વરૂપ છે તેવા
અનેક ધર્મોને કહેનારી અનેકાન્તમય જિનવાણી છે. એક વસ્તુના અનેક ધર્મોને કહેનારી
આશંકા:– અનેકાન્ત તો સંશયરૂપ છે, વસ્તુને નિત્ય પણ કહે છે ને વળી અનિત્ય
પણ કહે છે, ચોક્કસ કાંઈ કહેતો નથી માટે અનેકાન્ત તો સંશયરૂપ છે, તેથી તે મિથ્યા
સમાધાન: નહીં; અનેકાન્ત તો સંશયને દૂર કરનાર છે, અને વસ્તુસ્વરૂપના
સાધન– શીલ છે, અર્થાત્ અનેકાન્ત તો વસ્તુસ્વરૂપને જેમ છે તેમ સાધે છે,
અનેકાન્તનો સ્વભાવ વસ્તુસ્વરૂપને સાધવાનો છે, ને વસ્તુસ્વરૂપનો નિર્ણય કરાવીને
તે સંશયને છેદે છે.

PDF/HTML Page 24 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૧પ :
જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય–ગુણસ્વરૂપ છે; અભેદરૂપથી સત્તાને જુઓ
તો તે દ્રવ્ય છે; અને જો ભેદરૂપથી જુઓ તો તે સત્તા અનંત ગુણરૂપ છે. અભેદથી જુઓ
તો એક દ્રવ્ય, તેને જ ભેદથી જુઓ તો અનંત ગુણો,–આમ સત્તા અનેકાન્તસ્વરૂપ છે.
અનાદિ અનંત આવું જ વસ્તુસ્વરૂપ છે, તેને અનેકાન્ત પ્રસિદ્ધ કરે છે. વસ્તુ સ્વયમેવ
અનેકાન્તસ્વરૂપ છે, તેને કોઈનો સહારો નથી. આવા અનેકાન્તસ્વરૂપને પ્રકાશનારી
જિનવાણીને નમસ્કાર કર્યા છે. ‘તે સદાય પ્રકાશમાન રહો’ એમ કહીને તેનું બહુમાન
કર્યું તેમાં નમસ્કાર આવી ગયા.
જે વાણીને નમસ્કાર ક્્ર્યા તે વાણી કેવી છે? કે ભિન્ન આત્માને દેખનારી–
અનુભવ–નારી છે; પ્રત્યક્ આત્મા એટલે ભિન્ન આત્મા; ભિન્ન આત્મા કહો કે
શુદ્ધઆત્મા. શુદ્ધઆત્મા એટલે સર્વજ્ઞ–વીતરાગસ્વભાવી આત્મા; આવા સર્વજ્ઞસ્વરૂપને
અનુસરનારી એટલે કે તેના સ્વરૂપને કહેનારી જિનવાણી છે. આવી સર્વજ્ઞસ્વરૂપ–
અનુસારિણી જિનવાણીને ન માને, તેને અચેતન કહીને નિષેધે તો ચાલે નહિ. ભાઈ, તે
વાણી ભલે અચેતન છે, પણ તે સર્વજ્ઞસ્વરૂપને અનુસરનારી છે, જેવું સર્વજ્ઞસ્વરૂપ છે
તેવું જ સ્વરૂપ તે કહે છે. જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે, કહેવાનો સ્વભાવ નથી;
વાણીમાં કહેવાનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ નથી, પણ સર્વજ્ઞે જેવું વસ્તુસ્વરૂપ
જાણ્યું તેવું જ વસ્તુસ્વરૂપ દિવ્યધ્વનિમાં આવે છે, –એવો જ વાણીનો સ્વભાવ છે; તેથી
તે દિવ્યધ્વનિરૂપ વાણીને ‘સર્વજ્ઞસ્વરૂપ–અનુસારિણી’ કહી છે. એટલે કોઈ પૂછે કે
‘અચેતન વાણીને નમસ્કાર કેમ કર્યા? ’–તો તેનું આમાં સમાધાન આવી જાય છે.
કાંઈ જ્ઞાનને આધારે વાણી નથી ને વાણીના આધારે જ્ઞાન નથી; બંને સ્વતંત્ર
છે. અને છતાં એવો સહજ મેળ છે કે જ્ઞાન જ્યાં સર્વજ્ઞપણે પરિણમ્યું ત્યાં વાણી પણ
તેને અનુસરનારી થઈ. જેવું શુદ્ધસ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું તેવું જ વાણીમાં આવ્યું.
જ્ઞાનમાં જે આવ્યું તેનાથી વિરુદ્ધ વાણીમાં ન આવે, તેથી આવી સર્વજ્ઞસ્વરૂપને
અનુસરનારી જિનવાણીનું પણ બહુમાન કર્યું છે.
શંકા–:
नमः समयसाराय’ એમ કહીને માંગળિકના શ્લોકમાં શુદ્ધઆત્મા જ
ઉપાદેય કહ્યો, અજીવ વસ્તુ નમસ્કાર યોગ્ય નથી અને શુદ્ધજીવ જ નમસ્કાર યોગ્ય છે–
એમ કહ્યું, ને અહીં વળી દિવ્યધ્વનિને નમસ્કાર કર્યા? દિવ્યધ્વનિ તો અજીવ છે.
અચેતન છે, તેને કેમ નમસ્કાર કર્યા?
સમાધાન:– ભાઈ, તે વાણી શુદ્ધાત્માનો પ્રકાશ કરનારી છે, સર્વજ્ઞસ્વરૂપ–
અનુસારિણી છે, તેથી નિમિત્તપણે તે પણ બહુમાનયોગ્ય છે. અહા, દિવ્યધ્વનિના
ધોધ....એ તો સાંભળ્‌યા

PDF/HTML Page 25 of 89
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ :
હોય એને ખ્યાલ આવે. ‘ત્રિકાળ દિવ્યધ્વનિ દાતારકી જય, દિવ્યધ્વનિ કી જય’–એમ
કહીને જ્ઞાનીઓ પણ ભગવાનની વાણીનું બહુમાન કરે છે. ભક્તિમાં પણ ગાય છે કે–
ધન્ય દિવ્યવાણી કારને રે.....
જેણે પ્રગટ કર્યો આત્મદેવ......
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે.....
આવી જિનવાણી તે સ્વરૂપના જ્ઞાનનું નિમિત્ત હોવાથી તે પૂજ્ય છે. એ જ રીતે
જિનપ્રતિમા વગેરેમાં પણ પૂજ્યપણું છે, કેમકે તે પણ સર્વજ્ઞપરમાત્માનું પ્રતિબિંબ છે.
જિનવાણીને ધર્મની માતા કહેવામાં આવી છે, માતાની જેમ તે પૂજ્ય છે. પહેલાં વાણીના
વાચ્યરૂપ શુદ્ધઆત્માને નમસ્કાર કર્યા; અહીં શુદ્ધાત્માની વાચક એવી, વાણીને નમસ્કાર
કર્યા. બીજી લૌકિક વાણી કરતાં આ શુદ્ધાત્મસ્વરૂપને કહેનારી વાણીમાં વિશેષતા છે.
ધર્મીને પણ તેના પ્રત્યે પૂજ્યભાવ આવે છે.
જિનવાણી જે ભિન્ન આત્મા દેખાડે છે તે કેવો છે? સર્વજ્ઞવીતરાગસ્વરૂપ ભિન્ન
આત્મા પોતાના અપાર–અપાર ગુણો સહિત છે. શુદ્ધ પરમાત્મા નિર્ગુણ નથી; જો
શુદ્ધઆત્મામાં ગુણનો વિનાશ થાય તો તો આત્માનો જ નાશ થઈ જાય, કેમકે ગુણો
અને દ્રવ્ય અભેદ છે તેથી ગુણનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય.–પણ એમ કદી
બનતું નથી. સર્વજ્ઞ–વીતરાગસ્વરૂપ શુદ્ધઆત્મા સદાય અનંતધર્મો સહિત છે,–એવા
અનંતધર્મસ્વરૂપ શુદ્ધઆત્માને પ્રકાશનારી અનેકાન્તમયી દિવ્યવાણી જયવંત હો.–એમ
કહીને બીજા શ્લોકમાં જિનવાણી–નમસ્કારરૂપ મંગળ કર્યું.
હવે ત્રીજા શ્લોકમાં ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યદેવ કહે છે કે આ શાસ્ત્રની
ટીકાદ્વારા મને મારા પરમશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાઓ, અર્થાત્ મારી પરિણતિમાં સર્વોત્કૃષ્ટ
વિશુદ્ધિ થાઓ. આ સમયસારમાં કહેલા શુદ્ધાત્મસ્વરૂપનું ઘોલન કરતાં કરતાં પરિણતિ
શુદ્ધ થતી જ જાય છે.–એ વાત ત્રીજા કળશમાં કહેશે.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ભક્તિ
જેને જ્ઞાની પ્રત્યે સાચી ભક્તિ નથી તેને
જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માની સાચી ભક્તિ નથી.
પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માને જે સાધવા માગે છે
તેને, તે જ્ઞાનસ્વરૂપના સાધક બીજા ધર્માત્માઓ પ્રત્યે
અત્યંત પ્રમોદ અને બહુમાન ભાવ જરૂર ઉલ્લસે છે.

PDF/HTML Page 26 of 89
single page version

background image
એ આગાહી સાચી જ પડી
સં. ૧૯૭૮ પહેલાંનો એક પ્રસંગ છે. તે વખતે પૂ. શ્રી
કાનજીસ્વામી સ્થાનકવાસી સંપ્રદાયના મહામુનિ તરીકે પ્રસિદ્ધ હતા;
તે વખતે પાતરાં રંગવા વગેરે કાર્યો કરવા પડતા, પણ એમાં તેમનું
ચિત્ત ચોટતું નહિ; એમના ચિત્તમાં તો બીજા જ વિચારો રમી રહ્યા
હતા કે–અરે, આત્માની સાધના માટેનું આ જીવન...એનો મોંઘો સમય
આ પાતરાં રંગવા ને વસ્ત્રો ધોવાની ઉપાધિમાં જાય–એ કેમ પાલવે?
શું મુનિદશા આવી હોતી હશે?....ના; હૃદય ના પાડે છે. બીજી કોઈ
અનેરી દશાને એમનું હૃદય ઝંખી રહ્યું હતું.
એમનું ચિત્ત ઉદાસ અને વિચારમગ્ન દેખીને એમના ગુરુ શ્રી
હીરાચંદજી મહારાજે એકવાર તેમને પ્રેમથી પૂછયું–કાનજી! તારું ચિત્ત
ઉદાસ કેમ રહે છે? તું શું વિચાર કરે છે? ત્યારે તેમણે જવાબ આપ્યો
કે મહારાજ! આવા વસ્ત્ર ને પાત્રના કાર્યોમાં

PDF/HTML Page 27 of 89
single page version

background image
વખત વીતાવવો એ મને ઉપાધિરૂપ લાગે છે, મારું હૃદય નિવૃત્તિને
ઝંખી રહ્યું છે.
ત્યારે હીરાચંદજી મહારાજના મુખમાંથી ભદ્રભાવે વચન નીકળી
ગયા કે–કાનજી! તને આ બધું ન ગોઠતું હોય તો વસ્ત્ર–પાત્ર વગરના
સાધુ શોધી કાઢજે!
એમના આ વચનમાં તો ભવિષ્યના ભણકાર હતા....ભાવિની
આગાહી હતી. અંતે તો એ આગાહી સાચી જ પડી. થોડા જ વખતમાં
એ વૈરાગી આત્માએ ખરેખર વસ્ત્રપાત્ર વગરના દિગંબર સાધુ શોધી
કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોના એ પરમ ભક્ત બન્યા. તેઓ
દિગંબર મુનિદશાનો મહિમા કરતાં દ્રઢતાપૂર્વક કહે છે કે દિગંબર
જૈનધર્મ એ જ પરમસત્ય ધર્મ છે. બાહ્ય તેમજ અભ્યંતર સંપૂર્ણ
નિર્ગ્રંથતા વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ. ઘણીવાર
મુનિદર્શનની ઉર્મિથી તેઓ કહે છે કે અહા, કોઈ મુનિ આકાશમાર્ગે
આવીને દર્શન કરાવે તો ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય! અધ્યાત્માનું
શ્રવણ કરાવનારા કોઈ સંત–મુનિ મળે તો એમના ચરણ પાસે બેસીને
આ વાત સાંભળીએ.
આજે તો મુનિભક્ત આ મહાત્મા દિગંબર જૈનધર્મના પરમ
પ્રભાવક બન્યા છે.

PDF/HTML Page 28 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૧૭ :
સમયસારનો જે અભ્યાસ
કરશે તેનો મોહ નષ્ટ થશે
* શુદ્ધાત્માના ઘોલનથી પરિણતિની શુદ્ધતા *
[कलशटीका–प्रवचन]
परपरिणति हेतोर्मोहनाम्नोऽनुभावात्–
अविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः।
मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते–
सर्वतु समयसारव्याख्ययैवानुभूतेः।।३।।
આત્માના પરમાર્થસ્વરૂપને બતાવનારું જે આ શાસ્ત્ર સમયસાર, તેની ટીકા
રચતાં આચાર્ય અમૃતચન્દ્રસૂરિ કહે છે કે આ સમયસારના ઉપદેશથી, એટલે કે તેમાં
કહેલા શુદ્ધ આત્મસ્વરૂપના વારંવાર ઘોલનથી મારી પરિણતિ પરમવિશુદ્ધ થાઓ. અમુક
શુદ્ધિ તો થઈ છે ને ઉત્કૃષ્ટશુદ્ધિ થાઓ. જુઓ, આ સમયસારના ટીકાકારની ભાવના;
ટીકા વખતે વિકલ્પ તો છે, પણ ભાવના વિકલ્પ તરફ નથી ઢળતી, ભાવના તો શુદ્ધાત્મા
તરફ જ ઢળે છે. ‘સમયસાર’ ને નમસ્કાર કરીને એટલે શુદ્ધાત્મા તરફ પરિણતિને
વાળીને મંગલ કર્યું છે. હવે મારી પર્યાય શુદ્ધાત્મા તરફ જ ઉગ્રપણે ઢળ્‌યા કરો. શ્રુતની
ટીકા વખતે અંતરના ભાવશ્રુતમાં વારંવાર શુદ્ધાત્માના ઘોલનથી પરિણતિ શુદ્ધ થતી જ
જાય છે.
આ સમયસાર જેવું જે પરમ અધ્યાત્મ શાસ્ત્ર, તે પરમાર્થસ્વરૂપનું બતાવનાર છે,
ને પર પ્રત્યે પરમ વૈરાગ્ય કરાવનાર છે.–આવા શાસ્ત્રના ઘોલનથી પરિણતિ શુદ્ધ કેમ ન
થાય? –જરૂર થાય જ. આ શાસ્ત્ર સમસ્ત પર પ્રત્યેથી વૈરાગ્ય ઉપજાવે છે, ક્્યાંય પણ
પરાશ્રયને કે રાગને નથી પોષતું, શુદ્ધાત્માનું પરમાર્થ સ્વરૂપ બતાવીને સ્વાશ્રય કરાવે
છે, તેથી તેના અભ્યાસવડે ભાવશ્રુતની નિર્મળતા થતી જાય છે, વીતરાગતાની વૃદ્ધિવડે
પરિણતિ શુદ્ધ થતી જાય છે.
સ્વભાવથી તો હું શુદ્ધ ચિન્માત્ર છું–એમ શુદ્ધસ્વરૂપની દ્રષ્ટિ સહિત આચાર્યદેવે

PDF/HTML Page 29 of 89
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ :
પરિણતિની પૂર્ણ શુદ્ધતાની ભાવના કરી છે. આમ કહીને શુદ્ધદ્રવ્ય અને પર્યાય બંનેનું
જ્ઞાન કરાવી દીધું. વસ્તુપણે તો હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ, રાગાદિ ઉપાધિ વગરનો, સુખનો
પૂંજ છું– આવા નિજસ્વરૂપનું ભાન તો છે, સાધકદશા તો છે, પણ હજી પર્યાયમાં કાંઈક
અશુદ્ધતાનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે, તે અશુદ્ધતાનો નાશ થઈને શુદ્ધાત્માના
ઘોલનવડે મારી પરમ વિશુદ્ધિ પ્રગટો.
અશુદ્ધતાનું નિમિત્ત મોહકર્મ છે; ને શુદ્ધતાનું કારણ શુદ્ધાત્માની ભાવના છે. હવે
મારી પરિણતિ આ સમયસારની ટીકા વડે–ટીકામાં કહેલા શુદ્ધાત્માના ઘોલનવડે.
શુદ્ધાત્મા તરફ ઢળે છે, ને મોહના ઉદય તરફ પરિણતિ ઢળતી નથી, એટલે મોહનો નાશ
થઈને પરિણતિ શુદ્ધ થતી જાય છે. અને જે કોઈ શ્રોતા આ સમયસારની ટીકામાં કહેલા
ભાવોનું ભાવશ્રુતવડે ઘોલન કરશે તેને પણ મોહનો નાશ થશે ને સમ્યક્ત્વાદિ
શુદ્ધપરિણતિ પ્રગટ થશે. ‘મારા અને પરના મોહના નાશને માટે હું આ સમયસાર કહું
છું–એમ કહીને આચાર્યદેવે આ શાસ્ત્રનું ઉત્તમ ફળ બતાવ્યું છે. આત્માનું શુદ્ધસ્વરૂપ
દેખાડીને આ શાસ્ત્ર મોહનો નાશ કરાવનારું છે.
આ આત્મસ્વરૂપનું જ્ઞાનસ્વરૂપ ને સુખસ્વરૂપ છે; પર્યાયમાંથી અશુદ્ધતાનો
વિનાશ થતાં તે જ્ઞાન ને સુખ વ્યક્ત થાય છે. પોતાના સ્વભાવમાં હતા તે જ પર્યાયમાં
પ્રગટ થાય છે.
પ્રશ્ન:– જીવનો સ્વભાવ તો શુદ્ધ છે; પર્યાયમાં અનાદિથી તેને જે અશુદ્ધતા છે તે
અશુદ્ધતામાં કાંઈ નિમિત્તમાત્ર છે કે નહીં? સ્વાધીન વસ્તુ પોતે વિકારરૂપે પરિણમી તો
તેમાં કોઈ નિમિત્ત છે કે નહિ?
ઉત્તર:– હા, નિમિત્તમાત્ર પણ છે.–કોણ નિમિત્ત છે? તો કહે છે કે મોહકર્મના
ઉદયનો વિપાક અશુદ્ધતાનું નિમિત્ત છે. જીવના અશુદ્ધભાવોથી પૂર્વે બંધાયેલું જે મોહકર્મ
તે ઉદયકાળે અશુદ્ધતાનું નિમિત્ત છે.–પણ અહીં તો કહે છે કે શુદ્ધાત્મસ્વભાવના ઘોલનને
લીધે શુદ્ધતા વધતાં, તે મોહ અશુદ્ધતાનું નિમિત્ત થયા વગર જ નષ્ટ થઈ જશે.
સમયસારની ટીકા કરતાં કરતાં ભાવશ્રુતમાં શુદ્ધાત્માનું એવું જોસદાર ઘોલન ચાલશે કે
પરિણતિ શુદ્ધ થઈ જશે ને મોહની મલિનતા તેમાંથી નીકળી જશે. પરિણતિનું
શુદ્ધસ્વરૂપમાં જ વ્યાપ્ય–વ્યાપકપણું થશે એટલે અશુદ્ધતા સાથેનું વ્યાપ્ય–વ્યાપકપણું મટી
જશે. શાસ્ત્રનું આવું ફળ છે, એટલે આવો ભાવ જે પ્રગટ કરે તે જ આ શાસ્ત્રને
સમજ્યો કહેવાય. અહો, આત્માને ન્યાલ કરી દ્યે એવા ભાવો સન્તોએ આ શાસ્ત્રમાં
ભર્યા છે; આ તો ભાગવતશાસ્ત્ર છે, ભગવાન આત્માનું ભાગવત છે.

PDF/HTML Page 30 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૧૯ :
જિનવચનનો સાર
(કલશટીકા–પ્રવચનો)
જિનવચનમાં એટલે કે દિવ્યધ્વનિદ્વારા કહેલા
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः।
सपदि समयसारं ते परं ज्योतिरुच्चे–
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।।
તે આસન્નભવ્ય જીવો તુરત જ શુદ્ધ જીવને પ્રત્યક્ષપણે પ્રાપ્ત કરે છે–દેખે છે,
કેવો છે શુદ્ધ જીવ? અતિશયવાળી જ્ઞાનજ્યોતિરૂપ છે. આવા આત્માના અનુભવ
સમ્યગ્દર્શન થયું ત્યાં જ શુદ્ધાત્માની પ્રત્યક્ષ પ્રાપ્તિ કહી દીધી. રાગ અને મનના
અવલંબન વગર આત્માનો સાક્ષાત્કાર થયો, તેના આનંદનો અનુભવ થયો ત્યાં તેની
પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ–એમ કહ્યું. સ્વાનુભૂતિમાં આત્મા આવ્યો તે કાંઈ નવો નથી થયો, તે
તો અનાદિથી સ્વયંસિદ્ધ હતો જ, પોતાને વ્યક્ત અનુભવ નવો થયો, વસ્તુ કાંઈ નવી
નથી થઈ. વળી કુમતવાળા કોઈ એકાંત ક્ષણિક કહે, કોઈ એકાન્ત અપરિણામી કહે, કોઈ
આત્મા

PDF/HTML Page 31 of 89
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ :
આવા સ્વરૂપને ભવ્ય જીવો પામે છે. શું કરવાથી પામે છે? કઈ ક્રિયા કરવાથી
શુદ્ધઆત્માને પામે છે?–તો કહે છે કે દિવ્યધ્વનિરૂપ જિનવચનમાં કહેલા ઉપાદેયરૂપ
શુદ્ધાત્મસ્વરૂપમાં જેઓ રમે છે, એટલે કે તેની રુચિ કરીને તેમાં એકાગ્રતાનો વારંવાર
અભ્યાસ કરે છે,–આ પ્રકારે જિનવચનમાં (એટલે કે જિનવચનના સારભૂત
શુદ્ધઆત્મામાં) જેઓ રમે છે તેઓ તુરત જ શુદ્ધાત્માને અનુભવે છે.
જુઓ, આ જિનવચનનો સાર!
જિનવચનનો સાર શું? કે શુદ્ધાત્માને ઉપાદેય કરવો તે; રાગ–વ્યવહાર–નિમિત્ત
એ બધાયનું જ્ઞાન જિનવચનો કરાવે છે, પણ તેને ઉપાદેય કરવાનું જિનવચન નથી
કહેતા; તે રાગ–વ્યવહાર કે નિમિત્તના અવલંબનમાં લાભ માનીને અટકી રહેવાનું
જિનવચન નથી કહેતા; રાગથી પાર, નિમિત્તથી પાર, વ્યવહારથી પાર એવો જે
પરમાર્થભૂત શુદ્ધઆત્મા તે જ પહેલેથી ઠેઠ સુધી ઉપાદેય છે–એમ જિનવચનનો ઉપદેશ
છે. જેણે શુદ્ધાત્માને ઉપાદેય કર્યો તેણે જ જિનવચન સાંભળ્‌યા. તે જીવ તુરત જ
શુદ્ધાત્માને સાક્ષાત્ અનુભવે છે.
એકલા જિનવચન એટલે કે દિવ્યધ્વનિ તે તો પુદ્ગલની રચના છે. અચેતન છે,
સ્વાનુભવ વગરની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેતા નથી. સ્વાનુભવ વગરના
શાસ્ત્રજ્ઞાનને સાચું જ્ઞાન કહેતા નથી. ભાઈ, તારી વસ્તુ શું છે? તારી વસ્તુ તરફ વળ્‌યા
વગર તેં કોની પ્રતીત કરી? કોની રુચિ કરી? રાગવડે વસ્તુ પમાશે–એમ જ માને તેના
અંતરમાં રાગની ઉપાદેયબુદ્ધિ છે, પણ જિનવાણીમાં ઉપાદેયરૂપ કહેલા શુદ્ધાત્માને તે
જાણતો નથી. શુદ્ધાત્મા સિવાય બીજા રાગાદિને જે ઉપાદેય માને છે તે જિનવચનથી
વિરુદ્ધ ચાલે છે.
કેવાં છે જિનવચન? બંને નયોના વિકલ્પો મટાડીને શુદ્ધવસ્તુનો નિર્વિકલ્પ
અનુભવ કરાવે

PDF/HTML Page 32 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૨૧ :
છે. બંને નયોને પરસ્પર વિરુદ્ધપણું છે–એક નયનો વિકલ્પ એવો છે કે વસ્તુ દ્રવ્યરૂપ છે,
બીજા નયનો વિકલ્પ એવો છે કે વસ્તુ પર્યાયરૂપ છે.–આવા નયવિકલ્પવડે વસ્તુ
અનુભવમાં આવતી નથી, બંને નયના વિરોધને મટાડીને, અને શુદ્ધઆત્માનો આશ્રય
કરાવીને જિનવચન શુદ્ધસ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ કરાવે છે.
જુઓ, આ કળશટીકામાં અધ્યાત્મના સરસ ભાવો ખોલ્યા છે. પં
બનારસીદાસજીના વખતમાં આ ગ્રંથનો અભ્યાસ કરનારા સાધર્મીઓ કહેતા કે ‘सरस
सरस यह ग्रन्थ’
શુદ્ધજીવસ્વરૂપના અનુભવમાં બંને નયના વિકલ્પ છૂટી જાય છે, માટે
અનુભવદશામાં બંને નયના વિકલ્પ જૂઠા છે–અસત્ છે. અનુભવમાં તો દ્રવ્ય–ગુણ–
પર્યાય બધું છે, પણ તેમાં વિકલ્પ નથી; વિકલ્પને અસત્ કહ્યો છે, પર્યાયને અસત્ નથી
કીધી, પર્યાય તો અંદર ભળી ગઈ છે, ને વિકલ્પ છૂટી ગયો છે. નિશ્ચયનયનો જે વિષય
છે તે કાંઈ જૂઠો નથી, પણ અનુભવદશામાં એનો વિકલ્પ નથી, માટે વિકલ્પને જૂઠો
કહ્યો છે. આવા અનુભવ વડે મિથ્યાત્વનું સહજપણે વમન થઈ જાય છે. જ્યાં આત્માના
સ્વભાવને ઉપાદેય કરીને પરિણતિ તે તરફ વળી ત્યાં મિથ્યાત્વ સહજપણે છૂટી ગયું.
પરિણતિને અંતરઅનુભવમાં વાળ્‌યા વગર લાખ ઉપાયે પણ મિથ્યાત્વ છૂટે નહિ, અને
પરિણતિ જ્યાં અંર્તસ્વભાવમાં વળી ત્યાં મિથ્યાત્વભાવ સહેજે જ છૂટી ગયો, ત્યાં તેને
ટાળવાનો જુદો પ્રયત્ન કરવો નથી પડતો.
આ સમયસારમાં ઉપાદેયરૂપ શુદ્ધજીવવસ્તુ બતાવી છે, એના અનુભવથી મોહનો
જગતમાં અનંતાનંત જીવો છે; તેમાં અંનતમા ભાગના તો અભવ્ય છે, તેઓ કદી
મોક્ષ પામવાના નથી, કેમકે તેઓ શુદ્ધઆત્માના અનુભવથી રહિત છે; હવે ભવ્ય
જીવોમાં પણ કાંઈ બધાય મોક્ષ પામી જતા નથી, તેમાંથી કેટલાક જીવો મોક્ષના
અધિકારી છે, તે મોક્ષગામી ભવ્ય જીવોના મોક્ષમાં જવાના કાળનું માપ છે, તે કેવળી
ભગવાન જાણે છે. જેઓ મોક્ષ પામશે તેઓ શુદ્ધાત્માના અનુભવથી જ મોક્ષ પામશે.
ક્્યો જીવ કેટલોકાળ વીતતાં મોક્ષ પામશે તેની નોંધ કેવળજ્ઞાનમાં છે. એટલે કે
કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તે બધું લખાઈ ગયું છે– જણાઈ ગયું છે.
અહા, અનંતા જીવો, તેની ત્રણકાળની સમસ્ત અવસ્થા જેમાં સાક્ષાત્ જણાય–એ
કેવળજ્ઞાનની તાકાતની શી વાત! આવા કેવળજ્ઞાનની અચિંત્ય મોટાઈ જે જ્ઞાનમાં બેઠી
તે જ્ઞાન પણ કેવળજ્ઞાનની જાતિનું થઈને મોક્ષમાર્ગ તરફ ચાલ્યું.

PDF/HTML Page 33 of 89
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ :
જે જીવે કેવળજ્ઞાનની પ્રતીત કરી, સમ્યગ્દર્શન કર્યું તે જીવને
અર્ધપુદ્ગલપરાવર્તન કરતાં વધુ સંસારસ્થિતિ હોય જ નહિ; એનો સંસાર મર્યાદિત થઈ
ગયો. સમ્યક્ત્વને યોગ્ય જીવ થયો ત્યાં કાળલબ્ધિ પાકી ગઈ–એમ કહેવાય. આ રીતે
પુરુષાર્થ અને કાળલબ્ધિ ભેગાં જ છે. જેના જ્ઞાનમાં કેવળજ્ઞાનના સામર્થ્યનો નિર્ણય
થયો તેની અલ્પ કાળમાં મુક્તિ કેવળજ્ઞાનમાં નોંધાયેલી જ છે. જે જ્ઞાને કેવળજ્ઞાનનો
નિર્ણય કર્યો તે જ્ઞાન રાગથી જુદું પડીને જિનસ્વભાવ તરફ વળ્‌યું,–તેને સમ્યક્ત્વ
હોગા...હોગા ને હોગા; દ્રવ્યસ્વભાવ તરફ ઝૂકે ત્યાં પર્યાયમાં સમ્યક્ત્વની કાળલબ્ધિ
આવી જ જાય. આના સિવાય બીજા કરોડો ઉપાય બહારમાં કરે તો પણ સમ્યક્ત્વ થાય
નહિ. સમ્યક્ત્વ એ સહજ વસ્તુ છે, બહારના યત્ન વડે તે સધાતી નથી. વિકલ્પરૂપ
પ્રયત્ન વડે સ્વાનુભવ થતો નથી, સ્વાનુભવ સહજ છે એટલે પરિણતિ સ્વરૂપમાં પ્રવેશી
ગઈ, ત્યાં પુરુષાર્થનો પણ વિકલ્પ નથી.–આવી સહજ પરિણતિરૂપ સમ્યક્ત્વછે, એમ
આશય સમજવો.
આત્મામાં મન કેમ પરોવાય?
એક ભાઈએ પૂછયું આત્માની વાત સાંભળતી વખતે તો
સારી લાગે છે પણ તેના વિચારમાં મન પરોવાતું નથી, તેનું શું
કારણ?
ઉત્તરમાં ગુરુદેવે કહ્યું કે જો ખરેખરી રુચિ હોય તો તેમાં મન
કેમ ન પરોવાય? સંસારના વિચારમાં મન કેમ પરોવાય છે?
સાંભળતી વખતે પણ જો ખરેખર આત્મસ્વરૂપ લક્ષગત કરીને
તેનો ઉત્સાહ આવે તો ઉપયોગ તેમાં લાગ્યા વગર રહે નહિ.
આત્માને જાણવાની ખરેખરી લગન જાગે તેને તેમાં વારંવાર
ઉપયોગ લાગે. એના વિચારમાં મન નથી લાગતું તો પોતાનાં
પરિણામમાં ખામી છે. ઉપયોગને પરાણેપરાણે બળપૂર્વક પરથી
પાછો વાળીને સ્વતત્ત્વમાં, ચિંતનમાં જોડવાનો વારંવાર ઉદ્યમ
કરવો જોઈએ. વારંવાર અંતરના ઊગ્ર અભ્યાસવડે ચૈતન્યમાં
ઉપયોગ જરૂર લાગે છે.

PDF/HTML Page 34 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૨૩ :
આગમપદ્ધત્તિ અને
અધ્યાત્મપદ્ધત્તિનું વર્ણન
(અધ્યાત્મપદ્ધત્તિ તે મોક્ષમાર્ગ: આગમપદ્ધત્તિ તે સંસાર)
“વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ
છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ
છીએ. આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવ
આત્મદ્રવ્યના જાણવા. તે બંને ભાવ સંસારઅવસ્થા
વિષે ત્રિકાલવર્તી માનવા”
વસ્તુનો સ્વભાવ કહેતાં અહીં ત્રિકાળી સ્વભાવ ન સમજવો, પણ પર્યાયનો
ભાવ સમજવો; સંસારી જીવને પર્યાયમાં વિકારની પરંપરા અનાદિથી ચાલી આવે છે
તથા તેના નિમિત્તરૂપે કર્મની પરંપરા પણ અનાદિથી ચાલી આવે છે, તેને અહીં
‘આગમપદ્ધત્તિ’ કહે છે. આ આગમપદ્ધત્તિ અશુદ્ધ છે એટલે તેમાં આત્માનો અધિકાર ન
કહ્યો. અધ્યાત્મપદ્ધત્તિ શુદ્ધ પર્યાયરૂપ છે એટલે તેમાં આત્માનો અધિકાર કહ્યો.
આગમરૂપ અશુદ્ધભાવ અને અધ્યાત્મરૂપ શુદ્ધભાવ–એ બંને ભાવો આત્મદ્રવ્યના
જાણવા. અને એ બંને ભાવવાળા જીવો સંસારઅવસ્થામાં સદાય હોય છે એટલે
સંસારઅવસ્થામાં એ બંને ભાવોને ત્રિકાલવર્તી કહ્યા.
સંસારમાં સાધક અને બાધક જીવો સદાય વર્તે જ છે; સંસારમાં કોઈવાર એકલી
અશુદ્ધ પર્યાયવાળા જીવો જ રહી જાય ને શુદ્ધ પર્યાયવાળા કોઈ જીવ ન હોય એમ કદી
બનતું નથી, તેમજ બધા જીવો શુદ્ધ પર્યાયવાળા થઈ જાય ને અશુદ્ધપર્યાયવાળા કોઈ
જીવ ન રહે–એમ પણ કદી બનતું નથી; એટલે અશુદ્ધ ભાવરૂપ આગમપદ્ધત્તિ અને
શુદ્ધભાવરૂપ અધ્યાત્મપધ્ધત્તિ એ બંને ભાવો સંસારમાં ત્રણેકાળે વર્તે છે. આ વાત
સંસારમાં રહેલા ભિન્નભિન્ન જીવોની અપેક્ષાએ સમજવી, એટલે કે કોઈ જીવો
શુધ્ધપર્યાયવાળા હોય, કોઈ જીવો અશુધ્ધ પર્યાયવાળા હોય, કોઈ મિશ્ર પર્યાયવાળા
હોય,–એ રીતે બંને ભાવો ત્રિકાળવર્તી માનવા. પણ એક જ જીવમાં એ ભાવો સદાય
રહ્યા કરે એમ ન સમજવું. નહિતર તો અશુધ્ધતા ટળીને શુધ્ધતા કદી થઈ જ ન શકે.
અથવા શુધ્ધ પર્યાય પણ અનાદિની ઠરે. પણ એમ નથી. એક જીવ વ્યક્તિગત રીતે
પોતાની પર્યાયમાંથી અશુધ્ધતા ટાળીને શુધ્ધતા પ્રગટ કરી શકે છે, પણ જગતમાંથી
અશુધ્ધભાવનો સર્વથા અભાવ થઈ જાય –એમ કદી બનવાનું નથી. જગતમાં તો બધા
ભાવવાળા જીવો

PDF/HTML Page 35 of 89
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : વૈશાખ :
સદાય રહેવાના છે. જગતમાં સિદ્ધ પણ અનાદિથી થતા આવે છે ને નિગોદ પણ
અનાદિથી છે, મિથ્યાદ્રષ્ટિ પણ અનાદિથી છે ને સમ્યગ્દ્રષ્ટિ પણ અનાદિથી છે, અજ્ઞાની
પણ છે ને કેવળજ્ઞાની પણ છે; એમ બધા પ્રકારના જીવો જગતમાં સદાય રહેવાના છે.–
કોઈ જીવ આખા જગતમાંથી અજ્ઞાનનો ને અશુદ્ધતાનો અભાવ કરવા માગે તો તેમ ન
કરી શકે, પણ પોતે પોતાના આત્મામાંથી અજ્ઞાન અને અશુદ્ધતા મટાડીને કેવળજ્ઞાન અને
સિદ્ધપદ પ્રગટ કરી શકે.
જેટલા શુભાશુભ વ્યવહારભાવો છે તે બધાય આગમપદ્ધત્તિમાં છે; આગમપદ્ધત્તિ
તે બંધ પદ્ધત્તિ છે, અથવા કર્મ પદ્ધત્તિ છે. તેમાં ધર્મ નથી. ધર્મ તો અધ્યાત્મપદ્ધત્તિમાં છે;
અધ્યાત્મપદ્ધત્તિ તે મોક્ષમાર્ગરૂપ છે, તે શુદ્ધભાવ રૂપ છે. આ શુદ્ધ ભાવરૂપ અધ્યાત્મ–
પદ્ધત્તિમાં આત્માનો અધિકાર કહ્યો, પણ આગમ પદ્ધત્તિમાં આત્માનો અધિકાર ન કહ્યો,
કેમ કે તે આત્માના સ્વભાવરૂપ નથી પણ વિભાવરૂપ છે. અહીં ‘આગમપધ્ધતિ’ કહી
તેમાં ‘આગમ’ નો અર્થ સિધ્ધાન્તરૂપ શાસ્ત્ર ન સમજવો. પણ આગમ–પધ્ધત્તિ એટલે
અનાદિથી ચાલી આવેલી પરંપરા; અથવા આગમ એટલે આગંતુક ભાવો. વિકારી
ભાવો છે તે નવા આગંતુક છે, તે સ્વભાવમાં નથી પણ કર્મનિમિત્તે પર્યાયમાં નવા નવા
ઉત્પન્ન થયેલા છે, ને અનાદિથી તેનો પ્રવાહ ચાલ્યો આવે છે. વિકાર અને તેના
નિમિત્તરૂપ કર્મ એ બંનેનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે તેનું નામ આગમપધ્ધતિ
છે. ને જીવમાં જે નવી અપૂર્વ અધ્યાત્મદશા એટલે કે શુધ્ધપર્યાય પ્રગટે તે
અધ્યાત્મપધ્ધતિ છે. આ બંને પ્રકારના ભાવો જગતમાં સદાય વર્તતા જ હોય છે. એ
બંનેનું હવે વિવેચન કરે છે–
“આગમરૂપ કર્મપદ્ધત્તિ છે; અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ છે. તેનું વિવેચન–
* કર્મપદ્ધત્તિ પૌદ્ગલિકદ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના
પરિણામ છે; ભાવરૂપ પુદ્ગલાકાર આત્માની અશુદ્ધપરિણતિરૂપ પરિણામ છે. તે
બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા.
* હવે શુદ્ધચેતનાપદ્ધત્તિ એટલે શુદ્ધઆત્મપરિણામ; તે પણ દ્રવ્યરૂપ તથા
ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વ પરિણામ, તથા ભાવરૂપ જ્ઞાનદર્શન–
સુખ–વીર્ય આદિ અનંત ગુણપરિણામ,–એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.
આ આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધત્તિમાં અનંતતા માનવી.
જુઓ, હવે આ સૂક્ષ્મ વાત! પણ છે તો જીવના પોતાના પરિણામની જ
વાત.

PDF/HTML Page 36 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૨પ :
જીવની પર્યાયમાં કેવા કેવા પ્રકારના ભાવો થાય છે તે સમજવાની આ વાત છે, એટલે
ધ્યાન રાખીને સમજવા જેવી છે,
આત્માની પરિણતિમાં અશુદ્ધતા અનાદિથી છે, તે સ્વભાવગતભાવ નથી પણ,
પ્રશ્ન:– જે દ્રવ્યકર્મની પરંપરા છે તે તો પુદ્ગલની પર્યાય છે, છતાં અહીં તેને
ઉત્તર:– એ પુદ્ગલની પર્યાય છે એ વાત સાચી, પરંતુ જીવના અશુદ્ધભાવની
સાથે તેને સંબંધ છે, જીવના અશુદ્ધભાવની સાથે મેળવાળું તેનું પરિણમન છે તેથી અહીં
તે કર્મ પદ્ધત્તિને પણ જીવના ભાવ કહી દીધા છે. જીવ સાથે જેને સંબંધ નથી એવા બીજા
અનંતા પરમાણુઓ જગતમાં છે, પણ તેની અહીં વાત નથી. અહીં તો જીવના પરિણામ
સાથે જેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એવા પુદ્ગલોની વાત છે. લાકડું–ઘર–શરીર
વગેરેનો સંબંધ તો જીવને ક્્યારેક હોય ને ક્્યારેક ન પણ હોય, પરંતુ સંસારમાં જીવને
કર્મનો સંબંધ તો સદાય હોય જ છે; એ સંબંધ બતાવવા તેને પણ જીવનો ભાવ કહ્યો છે–
એમ સમજવું.
આત્મદ્રવ્યના અને તેના જ્ઞાનાદિ ગુણોના જે શુદ્ધ પરિણામ છે તે
દ્રવ્યના શુદ્ધ પરિણામ તે દ્રવ્યરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ છે એને જ્ઞાન–શ્રદ્ધા–ચારિત્ર
આગમપદ્ધત્તિ સંસારનું કારણ છે, અધ્યાત્મપદ્ધત્તિ મોક્ષનું કારણ છે. જેનાથી
કર્મ બંધાય તે બધાય ભાવો આગમપદ્ધત્તિમાં જાય છે,–વ્યવહાર રત્નત્રયમાં જે
શુભરાગ છે તે પણ આગમપદ્ધત્તિમાં જાય છે; શુદ્ધચેતનારૂપ જેટલા ભાવો છે તે
અધ્યાત્મપદ્ધત્તિમાં

PDF/HTML Page 37 of 89
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ :
આવે છે. આ બંને પદ્ધત્તિની ધારા એકબીજાથી જુદી છે. આ બંને પદ્ધત્તિમાં અનંતતા
માનવી; આત્માના વિકારી ભાવોમાં અનંત પ્રકારો છે ને તેમાં નિમિત્તરૂપ કર્મમાં પણ
અનંત પ્રકારો છે; આત્માના નિર્મળ પરિણામોમાં પણ અનંત ગુણના અનંત પ્રકારો છે;
જ્ઞાનાદિ ગુણોના પરિણમનમાં પણ અનંત પ્રકાર છે. આ રીતે અશુદ્ધતા કે શુદ્ધતા એ
બંનેમાં અનંતતા સમજવી.
જેમ સમયસારમાં અજ્ઞાનીને પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત કહ્યો, તેમ અહીં
અશુદ્ધ– પરિણામને પુદ્ગલાકાર કહ્યા, તે આત્માના સ્વભાવની જાત નથી તેને આત્મ–
આકાર ન કહ્યા. આત્માના આશ્રયે પ્રગટેલા, આત્માના શુદ્ધપરિણામ છે તે આત્મ–
આકાર છે તેમાં પુદ્ગલનો સંબંધ નથી, આત્માના સ્વભાવ સાથે સંબંધવાળા જે ભાવ
હોય તે આત્માને સુખનું કારણ હોય. પુદ્ગલ સાથે સંબંધવાળા જે ભાવ હોય તે
આત્માને સુખનું કારણ ન હોય, તેથી તે ભાવો ઉપાદેય નથી; તે તો આગંતુક એટલે
બહારથી આવેલા છે, તે કાંઈ ઘરમાંથી પ્રગટેલા નથી, કે ઘરમાં રહેવાના નથી. તે
ભાવોમાં ખરેખર આત્મા નથી, તેમાં મોક્ષમાર્ગ નથી. જે કોઈ શુભાશુભ ભાવો છે તેમાં
આત્માનો અધિકાર નથી પણ આસ્રવનો અધિકાર છે, બંધનો અધિકાર છે. એ વિકારી
ભાવોનું સ્વામીપણું આસ્રવ ને બંધ તત્ત્વોને છે. આત્માના સ્વભાવને તેનું સ્વામીપણું
નથી, માટે તેમાં આત્માનો અધિકાર નથી. આત્માનો અધિકાર તો શુદ્ધ ચેતના
પરિણામમાં છે. આગમપદ્ધત્તિ છે તે ઉદયભાવ રૂપ છે, ને અધ્યાત્મપદ્ધત્તિ ઉપશમ–ક્ષાયક
કે સમ્યક્ક્ષયોપશમભાવરૂપ છે.
પુણ્ય–પાપ–આસ્રવ–બંધ ને અજીવકર્મ એ પાંચ તત્ત્વો આગમપદ્ધત્તિમાં
સમાય છે, ને સંવર–નિર્જરા–મોક્ષ તથા શુદ્ધજીવ એ ચાર તત્ત્વો અધ્યાત્મપદ્ધત્તિમાં
આવે છે. આમ બંને પદ્ધત્તિ એક બીજાથી વિલક્ષણ છે. તેનું સ્વરૂપ ઓળખે તો
ભેદજ્ઞાન થઈ જાય ને મોક્ષમાર્ગ પ્રગટે; એટલે પોતામાં અધ્યાત્મની પરંપરા
વિકસવા માંડે ને આગમની (કર્મની તથા અશુદ્ધતાની) પરંપરા તૂટવા માંડ.ે–આનું
નામ ધર્મ. આવી અધ્યાત્મપદ્ધત્તિની (એટલે કે શુદ્ધ પરિણમનની પરંપરાની)
શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધી
અધ્યાત્મપદ્ધત્તિ છે; પરંતુ ત્યાં જેટલી અશુદ્ધતા ને કર્મનો સંબંધ છે તેટલી
આગમપદ્ધત્તિ છે. તે સર્વથા છૂટી જતાં સંસાર છૂટી જાય છે ને સિદ્ધ દશા પ્રગટે છે;
ત્યાં પછી પુદ્ગલકર્મ સાથેનો જરાય સંબંધ રહેતો નથી, ને સંસારની અનાદિની
પરંપરા પણ અત્યંતપણે છેદાઈ જાય છે.
અજ્ઞાની તો આગમપદ્ધતિને, એટલે કે વિકારને તથા કર્મના સંબંધને જ
જીવનું સ્વરૂપ માને છે, જીવના શુદ્ધ સ્વરૂપને તે જાણતો નથી, એટલે તેને
અધ્યાત્મપદ્ધત્તિ કે

PDF/HTML Page 38 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૨૭ :
આગમપદ્ધત્તિ બેમાંથી એક્કેયનું જ્ઞાન નથી. તેને આગમપદ્ધત્તિ તો છે પણ
આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; શુભરાગ વગેરે આગમપદ્ધત્તિને જ તે તો
અધ્યાત્મપદ્ધત્તિરૂપ માની લ્યે છે.– એ વાત આગળ વધશે. આગમ તથા
અધ્યાત્મપદ્ધત્તિનું ખરું જ્ઞાન સમ્યગ્જ્ઞાનીને જ હોય છે.
સંસારમાં આગમ અને અધ્યાત્મપદ્ધત્તિ બંને ત્રિકાળ છે, પણ વ્યક્તિગત એક
જીવને આગમપદ્ધત્તિ અનાદિથી છે, ને અધ્યાત્મપદ્ધત્તિરૂપ સાધકદશા અસંખ્ય સમયની
હોય છે. કોઈ સાધકદશામાં લાંબામાં લાબો કાળ રહે તો પણ તે અસંખ્ય સમય જ હોય,
તેથી વધુ ન હોય; ને કોઈ જીવ સાધકદશામાં ઓછામાં ઓછો કાળ રહીને સિદ્ધ થાય
તોપણ તેને સાધકદશામાં અસંખ્ય સમય તો હોય જ. સંસારમાં દરેક જીવને આ બધાય
ભાવો હોય જ એવો નિયમ નથી; જેને જે લાગુ પડે તે સમજી લેવા.
****
***
**
*
હે જીવ!
જો તારે શરીરરહિત થવું હોય,
કર્મનો ધ્વસં કરવો હોય,
ને વિકારી ભાવોનો અભાવ કરવો હોય,
–તો–
શરીર રહિત એવો અશરીરી,
કર્મથી રહિત એવા અબંધ,
ને વિકાર રહિત જ્ઞાન સ્વભાવી,
એવા તારા આત્માને શુદ્ધનયની દ્રષ્ટિથી તું દેખ.
એ સ્વભાવને અનુભવતાં તારા ભાવકર્મો
ટળી જશે, દ્રવ્યકર્મો છૂટી જશે ને કર્મરહિત
એવા સિદ્ધપદની તને પ્રાપ્તિ થશે............
*

PDF/HTML Page 39 of 89
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ :
આખું જગત
આત્માને અનુભવો
* પોતે શુદ્ધાત્માને અનુભવીને આખા જગતને કહે છે કે તમે પણ
ભ્રાંતિ છોડીને આવા શુદ્ધઆત્માને અનુભવો. *
જગતના સમસ્ત જીવોને સંબોધીને કહે છે કે
તમે આવા શુદ્ધઆત્માને અનુભવો.
न हि विदधति बद्धस्पृष्टभावादयोमी
स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्।
अनुभवतु तमेव धोतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।।
જગત એટલે સર્વ જીવરાશિ, જગતના સર્વે જીવો; જેમ ‘કાઠિયાવાડ જાગ્યું”
એટલે કાઠિયાવાડના જીવો જાગ્યા; તેમ જગત....એટલે જગતના સર્વે જીવો,–તેને
સંબોધીને સાગમટે કહે છે કે પૂર્વે કહ્યો એવા શુદ્ધ આત્માને પ્રત્યક્ષરૂપ સ્વસંવેદનથી તમે
અનુભવમાં લ્યો. અનાદિકાળથી પરભાવના અનુભવમાં દુઃખ વેઠયું, હવે સ્વાનુભવના
આનંદને ભોગવો. અહા, નાની નાની ઉમરના રાજકુંવરો, પણ બધું છોડીને ચૈતન્યના
આનંદને અનુભવવા વનમાં ગયા. ને ચેતન્યના સ્વરૂપમાં પ્રવેશ્યા. ભરતચક્રવર્તીના
સેનાપતિ જયકુમાર (–હસ્તિનાપુરના રાજા) વૈરાગ્ય પામીને જ્યારે દીક્ષિત થયા ને
ભગવાનના ગણધર થયા, ત્યારે એ વૈરાગ્ય સમાચાર સાંભળીને, વનક્રીડા માટે ગયેલા
ભરતચક્રીના ૧૦૦ રાજકુમારો ત્યાંથી સીધા ભગવાનના સમવસરણમાં ગયા.....ને ત્યાં
જઈને મુનિ થયા. આ બહારના રાજવૈભવથી ઉત્તમ બીજી કંઈક વસ્તુ અંદરમાં દેખી
હતી, તે વસ્તુના આનંદને સાધવા રાજપાટ છોડીને ચાલી નીકળ્‌યા. અહીં તો કહે છે કે
આખા જગતના જીવો આવા આત્માને અનુભવો.–પોતાને તે અનુભવ અત્યંત ગોઠયો
છે તેથી આખા જગતને તેનું નિમંત્રણ કરે છે.

PDF/HTML Page 40 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૨૯ :
કઈ રીતે અનુભવો?–કે શરીરાદિ સમસ્ત પરદ્રવ્યોમાં મોહથી રહિત થઈને શુદ્ધ–
આત્માને અનુભવો. આવા અનુભવ વગર ચાર ગતિના ઘોર દુઃખમાં અનંતકાળ વીત્યો,
પણ હવે તો આવો અવસર પામીને શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તેના આનંદનો
સ્વાદ લ્યો. પોતે સ્વાદ લઈને બીજાને તેવો સ્વાદ લેવાનું કહે છે. પોતે જાણ્યું હોય તો
બીજાને કહે ને! ‘જગત અનુભવો’ એનો અર્થ કે અમે તો અનુભવ કર્યો છે, ને જગતમાં
પણ જે કોઈ જીવો સુખ ચાહતા હોય તેઓ આવી વસ્તુનો અનુભવ કરો.
શરીરાદિ પરવસ્તુને પોતાની માનીને જ્યાંંસુધી મિથ્યાભાવે પ્રવર્તે છે ત્યાંસુધી
એનાથી ભિન્ન શુદ્ધજીવ વસ્તુનો અનુભવ થતો નથી. માટે કહ્યું કે એ મિથ્યાબુદ્ધિરૂપ
મોહને છોડીને, શુદ્ધનયવડે આત્માને અનુભવમાં લ્યો.
અરે જીવ! તું ભૂલ્યો! જે તારું સ્વરૂપ તેને તેં જાણ્યું નહિ, ને જે તારું સ્વરૂપ
નથી તેને તું પોતાનું માની બેઠો. જે વસ્તુ તારે કામની નથી એમાં તું મોહ્યો; ને જે વસ્તુ
ખરેખર તારે કામની છે એવી સ્વવસ્તુની સામે તેં જોયું નહિ–આથી તું અનાદિથી દુઃખી
થયો પણ હવે તો શરીરાદિને પર જાણીને, અંતરની સ્વવસ્તુને દેખ, તેને અનુભવમાં લે;
એ અનુભવમાં જ પરમ સુખ છે.
અહો, પોતાનો જે સ્વભાવ પોતામાં છે તેને અનુભવવાની સીધી–સાદી–સ્પષ્ટ
વાત છે. પરદ્રવ્યો તો છૂટા જ છે, તે પરદ્રવ્યો સાથેની એકત્વબુદ્ધિ તેં કરી છે,
એકત્વબુદ્ધિને તું છોડ તો સ્વાનુભવને યોગ્ય થા. પરમાં એકત્વ છોડીને જ્ઞાને જ્યાં સ્વમાં
એકત્વ કર્યું ત્યારે સ્વાનુભવ થયો.
સ્વાનુભવ માટે છોડવાનું શું?
કે પરદ્રવ્ય મારું એવી એકતાબુદ્ધિને છોડવી.
સ્વાનુભવમાં અંગીકાર કરવાનું શું?
પોતાની ચૈતન્યવસ્તુ જેવી છે તેવી ગ્રહણ કરવી, એટલે કે શ્રદ્ધા–જ્ઞાનમાં લેવી.
ભાઈ, તારે સ્વાનુભવ માટે જે છોડવાનું છે તે કાંઈ બહારમાં નથી, તારી
પર્યાયમાં જ છે. તારી પર્યાયમાં પરની સાથેની એકત્વબુદ્ધિરૂપ જે મિથ્યાભાવ તે જ તારે
છોડવાનો છે, તેને છોડતાં આત્મા સ્વાનુભવને લાયક થાય છે. અથવા સ્વાનુભવ થયો
ત્યાં તે મિથ્યાબુદ્ધિ છૂટી જાય છે.–આમ અસ્તિ–નાસ્તિ છે. શુદ્ધસ્વભાવના અનુભવમાં
મિથ્યાબુદ્ધિનો અભાવ છે, તે અનુભવમાં સર્વ પ્રકારે શુદ્ધઆત્મા જ પ્રકાશમાન છે. આવો
આત્મા જ્યાંં