Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 5

PDF/HTML Page 41 of 89
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : વૈશાખ :
અનુભવગોચર થયો ત્યાં કોઈ પ્રકારની ભ્રાંતિ રહેતી નથી, દેહમાં–રાગમાં–વિકલ્પમાં
ક્્યાંય એકત્વબુદ્ધિ રહેતી નથી, સર્વ તરફથી શુદ્ધઆત્મા જ પ્રકાશમાન થાય છે.
શુદ્ધઆત્મા એવો છે કે તેનો અનુભવ કરતાં કોઈ ભ્રાંતિ રહેતી નથી; બદ્ધ–સ્પૃષ્ટ
આદિ ભાવોથી રહિત સ્વભાવ જ્યાં અનુભવમાં સ્પષ્ટ આવી ગયો; ત્યાં સ્વભાવમાં
બંધન કે અશુદ્ધતા હશે–એવી કોઈ શંકા રહેતી નથી.
પ્રશ્ન:– શુદ્ધાત્માના અનુભવમાં વિકાર ન હોય, એ તો બરાબર, પરંતુ તો પછી જે
રાગ–દ્વેષ–મોહ અથવા સુખદુઃખરૂપ પરિણામોને કોણ કરે છે? ને કોણ ભોગવે છે?
આત્મા તો શુદ્ધસ્વરૂપ છે. પછી આ અશુદ્ધભાવો આવ્યા ક્્યાંથી?
ઉત્તર:– ભાઈ, સ્વાનુભવમાં આત્મા શુદ્ધ છે, પણ જ્યારે સ્વાનુભવ ન હોય ને
વિકાર કરે ત્યારે જીવ જ તેનો કર્તા ને ભોક્તા છે. એ કાંઈ જડ નથી; ચેતનનો વિકાર
છે; ને સ્વાનુભવપણે જીવ તેનો કર્તા નથી; પણ જે જીવ શુદ્ધપરિણતિરૂપ નથી
પરિણમતો, ને અશુદ્ધતારૂપ પરિણમે છે, તેની પર્યાયમાં વિકાર છે તેનો કર્તા તે જીવ
પોતે જ છે; બીજો કોઈ તેનો કર્તા નથી, કે કર્મે તે કરાવ્યો નથી. અજ્ઞાનભાવથી જીવ જ
તે કરે છે ને જીવ જ તેને ભોગવે છે. જ્ઞાની જાણે છે કે આ રાગાદિભાવો છે તે જીવની
વિભાવ પરિણતિ છે, ઉપાધિરૂપ ભાવ છે. શુદ્ધસ્વરૂપમાં તેનું કર્તૃત્વ નથી,–પણ
શુદ્ધસ્વરૂપને અનુભવે ત્યારે તેનું કર્તૃત્વ છૂટે. આ રીતે શુદ્ધાત્માના વિચાર વખતે તે
વિકાર જીવનું સ્વરૂપ નથી. એક કહ્યું. પણ નિજસ્વરૂપનો વિચાર કરે નહિ; નિજસ્વરૂપ
શું છે તેને જાણે નહિ–અનુભવે નહિ, ને કહે કે વિકાર આત્મામાં છે જ નહિ.–તો તે તેની
ભ્રાન્તિ છે. ભાઈ, શુદ્ધસ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ પ્રગટ કર્યા વગર પર્યાયમાંથી
અશુદ્ધભાવોનું કર્તૃત્વ છૂટે નહિ; રાગાદિ અશુદ્ધભાવો જીવની સાથે બંધાયેલા છે,–જીવની
પર્યાયમાં છે,–પણ શુદ્ધસ્વરૂપમાં એ કોઈ અશુદ્ધભાવો પ્રતિષ્ઠા પામતા નથી, શોભા
પામતા નથી, શુદ્ધસ્વરૂપમાં તે પેસી જતા નથી. આત્મા સાથે જાણે તે અશુદ્ધતા પિંડરૂપ
થઈ ગઈ હોય–એમ પર્યાયદ્રષ્ટિથી દેખાય છે, પર્યાયમાં તે વિદ્યમાન છે, પણ
શુદ્ધસ્વરૂપના અનુભવથી તે બહાર છે, શુદ્ધ સ્વરૂપ તે વિભાવરૂપ થઈ ગયું નથી. માટે
આવા સમ્યક્સ્વભાવને અનુભવમાં લ્યો. શોભા તો આવા શુદ્ધસ્વરૂપના અનુભવથી છે,
વિભાવોથી આત્માની શોભા નથી. વિભાવોને આત્માના શુદ્ધસ્વરૂપમાં સ્થાન નથી,
આત્માના સ્વરૂપમાં વિભાવોની પ્રતિષ્ઠા નથી.
શુદ્ધસ્વરૂપે વર્તમાનમાં છે, ને અશુદ્ધતાય વર્તમાનમાં છે, પણ બંને એકમેક નથી;
બદ્ધ–સ્પષ્ટ આદિ વિભાવો છે, તે સ્વભાવપણે નથી, એ તો નવા સંબંધપણે થયેલા છે.
એ છૂટી જતાં આત્માના સ્વરૂપમાંથી કાંઈ છૂટી જતુંં નથી, કેમકે તે ભાવો શુદ્ધસ્વરૂપથી
બહાર છે.

PDF/HTML Page 42 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૩૧ :
નર–નારકાદિ વિભાવપર્યાયો અન્ય અન્ય ભાવરૂપ છે, ને શુદ્ધ ચૈતન્યસ્વભાવ
એકરૂપ–અનન્યભાવ છે. અસંખ્યપ્રદેશી આકારમાં અનેક પ્રકારના સંકોચ–વિસ્તારરૂપ
પરિણમન થાય છે, તે અનિયત છે, અસંખ્યપ્રદેશનો કોઈ નિયત આકાર નથી પણ
અનેક આકારો બદલે છે; આવું અનિયતપણું લક્ષમાં લેતાં શુદ્ધજીવતત્ત્વ અનુભવમાં નથી
આવતું. શુદ્ધ ચેતનાસ્વરૂપ છે તે જીવતત્ત્વનો નિયત–એકરૂપ રહેનાર ભાવ છે; દર્શન–
જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણોનો ભેદ છે તે વિશેષભાવ છે, તે ગુણભેદના આશ્રયદ્વારા પણ
શુદ્ધજીવવસ્તુ અનુભવમાં ન આવે. એ વિશેષો રહિત એટલે ગુણભેદના વિકલ્પો રહિત
શુદ્ધજીવવસ્તુ છે. રાગાદિક ઉપાધિભાવો છે તે સંયુક્તભાવ છે. અહીં કર્મથી
સંયુક્તપણાની વાત ન લીધી, પણ પરભાવથી સંયુક્તપણાની સૂક્ષ્મ વાત લીધી, એવું
સંયુક્તપણું શુદ્ધ જીવવસ્તુના અનુભવમાં આવતું નથી. જે બદ્ધ–સ્પષ્ટ આદિ
વિભાવપરિણામો કહ્યા તે સંસારઅવસ્થાયુક્ત જીવોને અવસ્થામાં છે, પણ શુદ્ધ
જીવસ્વરૂપની સ્વાનુભૂતિમાં તેનો અભાવ છે. સ્વાનુભૂતિમાં તે પરભાવો પ્રવેશતા નથી;
તે તો ઉપર ને ઉપર બહાર જ રહે છે. જ્ઞાનગુણરૂપ શુદ્ધજીવ તો ત્રિકાળગોચર છે,
ત્રણેકાળ શુદ્ધસ્વરૂપે રહેનાર છે, તે પરવસ્તુને તો સ્પર્શ્યો નથી, ને પરભાવને ય તે
અડયો નથી. શુદ્ધસ્વભાવ તો વિકારને સ્પર્શ્યો નથી, ને તે સ્વભાવના અનુભવરૂપ
પર્યાય પણ તે વિકારભાવોને સ્પર્શતી નથી.–માટે હે જીવ! તારે સમ્યક્ત્વ કરવું હોય,
શુદ્ધ વસ્તુનો અનુભવ લેવો હોય તો, એ પર્યાયના વિભાવોની દ્રષ્ટિ છોડીને આવા
સ્વભાવની સન્મુખ થા. શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવમાં જે પર્યાય વળી તે પર્યાય
સમસ્ત પરભાવોથી ભિન્ન છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ આત્માની આવી અનુભૂતિ થાય છે.
ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને અનુભૂતિમાં સર્વ પરભાવનો અભાવ છે.
પર્યાયમાં જોતાં પરભાવોની પ્રગટ ઉત્પત્તિ થાય છે, પર્યાયમાં તેનું વિદ્યમાનપણું
છે, છતાં શુદ્ધસ્વરૂપ તેનાથી જુદું છે, જે એકલા વિકારને જ દેખે છે, ને શુદ્ધસ્વભાવ મોટો
મહિમાવંત ચૈતન્યસૂર્ય છે તેને નથી દેખતો, તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ, ત્રિકાળને
ભૂલીને એકલા ક્ષણિક વિકાર જેટલી જ વસ્તુ તેં માની! પણ એ વિકાર કાંઈ
ત્રિકાળગોચર નથી; મોક્ષદશા થતાં તેનો સર્વથા અભાવ થાય છે,–એટલે અત્યારે જ
શુદ્ધવસ્તુમાં તેનો અભાવ છે–એમ તું શુદ્ધદ્રષ્ટિથી શુદ્ધવસ્તુને અનુભવમાં લે....તો જ
સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન થતાં પર્યાયમાંથી પણ પરભાવ છૂટવા માંડયા. સ્વભાવ
તરફ વળેલી પર્યાયમાં પરભાવો છે જ નહિ. આમ પર્યાયમાં પણ શુદ્ધતા અનુભવાય
ત્યારે જીવવસ્તુના શુદ્ધસ્વરૂપને જાણ્યું કહેવાય. શુદ્ધસ્વરૂપને જાણ્યું ને પર્યાયમાં જરાય
શુદ્ધતા ન આવી–એમ બને નહિ. જે મોક્ષમાં નથી તે જીવના શુદ્ધસ્વરૂપમાં નથી;–આ
રીતે આત્માના શુદ્ધસ્વરૂપનો નિર્ણય કરીને, હે જગતના જીવો! તમે તેનો અનુભવ કરો.

PDF/HTML Page 43 of 89
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ :
આત્માનો અનુભવ
* આવો અનુભવ કરતાં શું થાય છે? ને આત્મા
કેવો દેખાય છે? તે કહે છે– *
भूतं भांतमभूतमेव रभसा निर्भिध बन्धं सुधी–
र्यधंतः किल कोऽप्यहो कलयति व्याहत्यमोहं हठात्।
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते धु्रवं
नित्यं कर्मकलंकपंकविफलो देवः स्वयं शाश्वतः।।१२।।
આવો અનુભવ કરતાં ભગવાન આત્મા પોતાના સ્વસ્વભાવપણે પ્રગટ થાય
છે.... એટલે કે પર્યાયમાં પ્રગટ અનુભવરૂપ થાય છે. ચેતના લક્ષણરૂપ આત્મા સ્વાનુભવ
વડે અશુદ્ધતારૂપી કીચડથી સર્વથા ભિન્ન થાય છે. જુઓ તો ખરા, આ આત્માના
અનુભવનો મહિમા! કે જેનો અનુભવ થતાં જ ચારગતિમાં ભ્રમણ અટકી જાય છે ને
ધુ્રવ–સ્થિર એવી સ્વભાવદશાને પામે છે; સ્વાનુભવનું ઉત્કૃષ્ટ ફળ સિદ્ધદશા છે.
આત્માનો અનુભવ કરતાં જે તેના સ્વભાવમાં છે તે પર્યાયમાં પણ વ્યક્ત થાય છે.
અનુભવમાં આવતો ભગવાન શુદ્ધઆત્મા પોતે દેવ છે, પોતે દિવ્યમહિમાવાળો દેવ છે,
તેથી ત્રણલોકથી પૂજ્ય છે. ત્રણલોકમાં જેટલા મોટા પુરુષો છે–જ્ઞાનીઓ ધર્માત્મા છે
તેઓ સર્વે આ ચૈતન્ય સ્વભાવને પૂજનીય–આદરણીય સમજે છે, માટે તે દેવ છે, એનો
દિવ્ય મહિમા છે; તે પોતે શાશ્વત છે. આવા મહિમાવાળો આત્મા સ્વાનુભવમાં પ્રગટ
થાય છે.
આવો આત્મા કેમ પ્રગટ થાય?
કે સ્વાનુભવદ્વારા જ પ્રગટ થાય. ભગવાન આત્માનો મહિમા એટલો મહાન છે
કે સ્વાનુભવના અતીન્દ્રિય આનંદદ્વારા જ તે પ્રગટ થાય, બીજા કોઈથી તે ગમ્ય થાય
નહિ.

PDF/HTML Page 44 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૩૩ :
સ્વાનુભવ–પ્રત્યક્ષ સિવાય બીજા કોઈમાં (–રાગમાં, વ્યવહારમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં)
એવી તાકાત નથી કે ભગવાન આત્માના અચિંત્ય મહિમાનો પાર પામે!
આત્માના સ્વાનુભવથી જ શાંતિ ને સુખ મળે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ ને
અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, તેનો મહિમા સ્વાનુભવદ્વારા જ ગોચર થાય છે. જ્ઞાન ને
આનંદના અનુભવ દ્વારા જ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો મહિમા પ્રત્યક્ષગોચર થાય છે.
વિકલ્પો તો પોતે દુઃખરૂપ છે, તે દુઃખ દ્વારા આનંદસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી.
આત્મારૂપ થઈને આત્મા અનુભવાય, આત્માથી વિરુદ્ધભાવે આત્મા ન અનુભવાય.
આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તો તેનું વેદન પણ જ્ઞાન ને આનંદરૂપ છે. જ્ઞાનનો કણ
જાગે ને આનંદનો સ્વાદ આવે–એનું નામ અનુભવ છે. વિભાવ તો વિપરીત છે, તેનામાં
એવી તાકાત નથી કે સ્વભાવમાં એકમેક થઈને તેને અનુભવે. સ્વભાવમાં એકમેક
થઈને તેનો અનુભવ કરવાની તાકાત અતીન્દ્રિય– જ્ઞાન ને આનંદમાં જ છે. વિકલ્પ તો
કીચડ જેવા છે. સ્વાનુભવરૂપી અમૃતમાં કીચડ કેમ હોય? સ્વાનુભવમાં આનંદના
અમૃતસમુદ્ર છે. ચૈતન્યની મહત્તા એવી છે કે અતીન્દ્રિયભાવ વિના તે ભાસે નહિ.
ચૈતન્યવસ્તુનો અદ્વિતીયમહિમા અજ્ઞાનીને ખ્યાલમાં આવતો નથી; અંતરમાં વળેલી જે
ચૈતન્યપ્રભુનો મહિમા (મોટાઈ–બડાઈ) એક રીતે જ ગમ્ય છે,–કઈ રીતે? કે
આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે તેમ અતીન્દ્રિયસુખ નામનો પણ એક ગુણ છે;
અશુદ્ધભાવરૂપ સંસારદશામાં તે સુખનો સ્વાદ આવતો નથી. એ સુખ અશુદ્ધતા ટળીને
શુદ્ધ– સ્વરૂપનો અનુભવ થતાં જ પ્રગટે છે. એ સુખ એવું છે કે ચારે ગતિમાં એનું કોઈ
દ્રષ્ટાંત નથી, ત્યારે ગતિના પરભાવમાં ક્્યાંય એવું સુખ નથી–કે જેના દ્વારા ચૈતન્યનું
અતીન્દ્રિય સુખ સમજાવી શકાય. અહા, આવું સુખ? પરમાત્માને પૂર્ણ પ્રગટ થયું છે, ને
દરેક આત્માના સ્વભાવમાં ભર્યું છે, પણ જ્યારે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરે ત્યારે તે
સુખનો અનુભવ–અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
શક્તિમાં સુખસ્વભાવ ભર્યો છે.
તેનો અનુભવ કેમ નથી? કે પોતામાં અશુદ્ધતા છે માટે. તેનો અનુભવ કેમ
થાય? કે પોતાના શુદ્ધસ્વરૂપને અનુભવે ત્યારે. આમ દ્રવ્યના સ્વભાવનું, અને તેની
શુદ્ધ–અશુદ્ધ પર્યાયનું જ્ઞાન કરાવ્યું. અહા, સ્વાનુભવના સુખની સરસ ને મીઠી વાત છે.
આત્મા અતીન્દ્રિય આનંદસ્વભાવથી ભરેલો છે, પણ પર્યાયમાં તે પ્રગટ નથી;–તે
ક્્યારે પ્રગટે? કે શુદ્ધસ્વરૂપને અનુભવતાં અતીન્દ્રિયઆનંદ પ્રગટે.

PDF/HTML Page 45 of 89
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : વૈશાખ :
આત્માના અનુભવ વગર અજ્ઞાનભાવથી જીવોને એકલું દુઃખ છે, પણ એ દુઃખ
એને દુઃખ કેમ લાગતું નથી?–તો કહે છે કે એને સાચા સુખની ખબર નથી, એટલે
દુઃખને પણ તે ઓળખતો નથી. દુઃખની મંદતામાં એને સુખ લાગે છે, અથવા સાતાના
વેદનમાં તે સુખની કલ્પના કરે છે, પણ તે સુખ નથી, તેમાં તો દુઃખ છે. આકુળતા
વગરનું અતીન્દ્રિયસુખ લક્ષમાં લ્યે તો ખબર પડે કે સ્વાનુભવ સિવાય સાચું સુખ હોય
નહિ. સ્વાનુભવ કરતાં અશુદ્ધતા ટળે ને અતીન્દ્રિય આનંદ પ્રગટે. આનંદનો ઉત્પાદ,
અશુદ્ધતાનો ને દુઃખનો વ્યય, તથા જ્ઞાનાનંદ– સ્વભાવની ધુ્રવતા, આમ ઉત્પાદ–વ્યય–
ધુ્રવ પણ આવી ગયા.
પરમાત્માને પૂર્ણ અતીન્દ્રિયસુખ છે, ને સાધકને સ્વાનુભવથી તે અતીન્દ્રિયસુખ
અંશે પ્રગટ્યું છે, સ્વાનુભવ જેને નથી તેવા જીવો ચારગતિમાં એકલા દુઃખને જ ભોગવે
છે. અંદરના પરમાત્મસ્વરૂપને ધ્યાવતાં જે સુખ અનુભવાય તે સુખ જગતમાં બીજે
ક્્યાંય કોઈ પદાર્થમાં નથી, વિકલ્પથી એની કલ્પના પણ થઈ શકતી નથી. આચાર્યદેવ
કહે છે કે ભાઈ, જગતની જંજાળ છોડીને, જગતનો મોહ છોડીને આવા સ્વાનુભવસુખને
તું અનુભવમાં લે. તારી સ્વવસ્તુમાં આ સુખ ભરેલું છે તે સ્વાનુભવથી પ્રગટ કર.
એક કોર ચક્રવર્તીનો વૈભવ, ઈન્દ્રનો વૈભવ, અરે! ત્રણલોકની બાહ્યસામગ્રી,–
અને બીજી કોર અંદરના સ્વાનુભવના સુખનો એક કણિયો,–તો કહે છે કે ત્રણલોકની
સામગ્રીમાં આ સુખનો કણિયો નથી, અને તે સામગ્રીવડે આ સુખની કલ્પના પણ થઈ
શકતી નથી. માટે કહે છે કે સ્વાનુભવ જેવું સુખ જગતમાં ક્્યાંય નથી; પોતાનું
શુદ્ધસ્વરૂપ અનુભવતાં અતીન્દ્રિય સુખ થાય છે. માટે આવો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે,
ને તેને ધ્યાવવો તે જ મોક્ષનો ઉપાય છે. શુદ્ધાત્માનો ઉપાદેય કરવો તે જ મોક્ષનો ઉપાય
છે.
પ્રશ્ન:– પરમાત્માને જે પૂર્ણ અતીન્દ્રિય સુખ છે, ને આત્માના સ્વભાવમાં જે પૂર્ણ
અતીન્દ્રિયસુખ ભર્યું છે, તે સુખને કોણ જાણી શકે?
ઉત્તર:– જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ છે તેને જ તે સુખ ગમ્ય છે, જેણે પોતે
સ્વાનુભવથી પોતામાં તે સુખની વાનગી ચાખી તે જ તેવા પૂર્ણ સુખને જાણી શકે છે.
તેથી કહ્યું કે –“
आत्मात्मानुभवैकगम्यमहिमा
અહીં તો કહે છે કે જેને સ્વાનુભવ નથી તે પરમાત્માના સુખને ઓળખતો નથી.
ભગવાનને જેવું અતીન્દ્રિય સુખ છે તેવા સુખનો અંશ પોતામાં સ્વાનુભવથી અનુભવ્યા
વગર, એટલે કે અતીન્દ્રિયજ્ઞાનથી પોતાના આત્માને અનુભવ્યા વગર, ભગવાનને કેવું
સુખ છે તેની ઓળખાણ થાય નહિ. પોતે એકલા દુઃખના સ્વાદમાં (ને ઈન્દ્રિયજ્ઞાનમાં)
ઊભો રહીને પરમાત્માના અતીન્દ્રિય સુખને જાણી ન શકે. જ્યાં સ્વાનુભવ થયો ને
સ્વભાવનું સુખ ચાખ્યું ત્યાં ભાન થયું કે અહો,

PDF/HTML Page 46 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૩પ :
આત્માનું આવું સુખ!! પરમાત્માને આવું સુખ પૂર્ણ છે, મુનિવરો આવા સ્વભાવસુખના
અનુભવમાં લીન છે, સમકિતી જીવો આવા સુખને અનુભવે છે–આમ સ્વાનુભવ થતાં
બધાયની ખરી ઓળખાણ થઈ; ને પોતે પણ તેમની નાતમાં ભળ્‌યો. ‘ભગવાન સુખી’
એમ કહે પણ સુખનું વેદન શું ચીજ છે તેને તો ઓળખે નહિ, તો ભગવાનને પણ
ખરેખર ઓળખતો નથી. માટે શુદ્ધ સ્વરૂપને અનુભવે ત્યારે અતીન્દ્રિયસુખ પોતાને
થાય, ને ત્યારે બીજા જીવોના અતીન્દ્રિયસુખની ખબર પડે.
પ્રશ્ન:– કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય? શું કરવાથી જીવ શુદ્ધ થાય?
ઉત્તર:– શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. અશુદ્ધભાવના અનુભવ વડે
કદી શુદ્ધતા થાય નહિ, ને શુદ્ધતા વિના સુખ નહિ. આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવું તે
જ શુદ્ધતાનું કારણ છે, ને તેનાથી જ સુખ છે.
અશુદ્ધનો અનુભવ શુદ્ધતાનું કારણ કેમ થાય? એટલે વિકલ્પ–રાગ–વ્યવહાર
તેના અનુભવ વડે શુદ્ધતા કેમ થાય? વિકલ્પથી પાર જે શુદ્ધ જીવ વસ્તુ છે તેને
અનુભવતાં આત્માના ભાવ શુદ્ધ થાય છે, તેને અતીન્દ્રિયસુખ પ્રગટે છે ને તે સિદ્ધપદ
પામે છે.
જે શુદ્ધઆત્માને જાણે–અનુભવે તે જ શુદ્ધતાને પામે.–જુઓ, આ શુદ્ધતાનું
કારણ બતાવ્યું–આ સિવાય બીજું કોઈ શુદ્ધતાનું કારણ નથી.
જે જીવ શુદ્ધબુદ્ધિવાળો થઈ નિરંતર શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે પોતાના
અચિંત્ય આત્મમહિમાને પ્રગટ દેખે છે. આવો અનુભવ કરનાર મોહને શુદ્ધબુદ્ધિવડે
મૂળમાંથી ઉખેડી નાખે છે.
વાહ! શુદ્ધસ્વરૂપને જે અનુભવે છે તેની જ બુદ્ધિ શુદ્ધ છે. નિરાલંબી માર્ગ!
રાગથી ભિન્ન માર્ગ! તે શુદ્ધસ્વરૂપના અનુભવવડે જ પમાય છે. શુદ્ધબુદ્ધિ જ્યાં જોરથી
અંતરમાં વળી ત્યાં મોહને હઠાવી દીધો, મોહને મૂળમાંથી ઊખેડીને, તેને ભેદી નાખીને
જ્ઞાની શુદ્ધબુદ્ધિવડે તત્ક્ષણ આત્માને અનુભવે છે. રાગમાં રોકાય તેને શુદ્ધબુદ્ધિ નથી
કહેતાં, તેનામાં મોહને તોડવાનું જોર નથી; ને બુદ્ધિ શુદ્ધ થઈને જ્યાં અંતરમાં વળી ત્યાં
તે શુદ્ધબુદ્ધિમાં આત્મા તરફનું એવું બળ પ્રગટ્યું કે તે બળથી મિથ્યાત્વાદિ પરિણામોને
મૂળમાંથી ઉખેડીને નાશ કરી નાખે છે.
જુઓ, આ મિથ્યાત્વના નાશની ને સ્વભાવને અનુભવવાની રીત! સ્વભાવનો
અનુભવનશીલ ને વિભાવનો ક્ષયકરણશીલ ભગવાન આત્મા સ્વબળથી જાગ્યો, ત્યાં
મોહ રહે નહિ. આ ચોથા ગુણસ્થાનના સમ્યક્ત્વની વાત છે. આત્મા નિજઘરમાં પ્રવેશ
કરે છે તેની

PDF/HTML Page 47 of 89
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : વૈશાખ :
અનાદિનો મિથ્યાદ્રષ્ટિ જીવ જ્યારે સ્વાનુભવ તરફનો પ્રયત્ન ઉપાડવાની
ભૂત–વર્તમાન કે ભાવિ એવા ત્રણે કાળના બંધને, ત્રણે કાળની એકત્વબુદ્ધિરૂપ
સ્વાનુભૂતિમાં વર્તમાનમાં જ પોતાનો અચિંત્ય મહિમાવંત આત્મદેવ સર્વ કર્મોથી
શુદ્ધનયસ્વરૂપ જે આત્માની અનુભૂતિ છે તે અનુભૂતિમાં બધું સમાય છે.

PDF/HTML Page 48 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૩૭ :
સ્વાનુભૂતિમાં બધું સમાય છે
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીની
શુદ્ધતા સ્વાનુભૂતિ વડે પ્રગટે છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
સ્વાનુભૂતિમાં સમાય છે. સંતો અને
શાસ્ત્રો સ્વાનુભૂતિ કરવાનું ફરમાવે છે. જે
શાસ્ત્રો તરફ જ જોઈ રહે છે ને આત્મા
તરફ વળીને સ્વાનુભૂતિ કરતો નથી તેણે
શાસ્ત્રની આજ્ઞા માની નથી. જેણે
સ્વાનુભવ કર્યો તેણે સર્વે શાસ્ત્રોનું રહસ્ય
જાણી લીધું. આ રીતે સ્વાનુભૂતિમાં સર્વે
શાસ્ત્રોનું રહસ્ય સમાય છે.
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा।
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्य–
मेकोस्ति नित्यमवबोधधनः समन्तात्।।१३।।
અહો, આ સ્વાનુભૂતિ–તે જૈનશાસનનો મર્મ છે. જૈનશાસનનું રહસ્ય
સ્વાનુભૂતિમાં સમાય છે. મુનિવરોના અંતરમાં આવી સ્વાનુભૂતિનો પ્રવાહ વર્તે છે તે જ
મોક્ષમાર્ગ છે. સાથે જે મહાવ્રતનો શુભરાગ હોય તે કાંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગનો
ભાવ, ને રાગભાવ, એ બંને ભાવો જ જુદા છે; મોક્ષમાર્ગનો ભાવ તો સ્વાનુભૂતિમાં
સમાય છે ને રાગભાવ તો સ્વાનુભૂતિથી બહાર રહી જાય છે–આવી ભિન્નતા અનુભવ્યા
વિના મોક્ષમાર્ગ સાધી શકાય નહિ.
મોક્ષમાર્ગમાં આવશ્યકતા શેની?–કે સ્વાનુભૂતિની.
સ્વાનુભૂતિ વિના મોક્ષમાર્ગ હોતો નથી.
મોક્ષમાર્ગી જીવની વચ્ચે બીજા રાગાદિ ભાવો આવે ભલે, પણ તે બીજા ભાવો
આવશ્યક નથી, તેને આધીન મોક્ષમાર્ગ નથી; તે ભાવો ન હોય તો મોક્ષમાર્ગ અટકી
જાય એમ નથી. મોક્ષમાર્ગ સ્વાનુભૂતિને આધીન છે. જ્યાં સ્વાનુભૂતિ નથી ત્યાં
મોક્ષમાર્ગ નથી.

PDF/HTML Page 49 of 89
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : વૈશાખ :
ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનની સાથે જ સ્વાનુભૂતિ થઈ ગઈ છે. સ્વાનુભૂતિ
વડે આત્મા પોતે પોતાના સ્વરૂપમાં પ્રવેશીને શુદ્ધ થાય છે; એટલે સ્વાનુભૂતિ મોક્ષનું
પ્રવેશદ્વાર છે. અને આ આત્મઅનુભવ પરદ્રવ્યની સહાયતાથી રહિત છે. રાગ પણ
અનુભવથી પર છે, તેની સહાય પણ અનુભવમાં નથી.
અનુભવ એટલે શું?
અનુભવ એટલે વસ્તુનો પ્રત્યક્ષ આસ્વાદ, આત્માના અતીન્દ્રિય આનંદનો
પ્રત્યક્ષ આસ્વાદ આવે તેનું નામ આત્માનુભવ છે.
પ્રશ્ન:– કોઈવાર આત્માની અનુભૂતિ કહો છો, કોઈવાર જ્ઞાનની અનુભૂતિ કહો છો, તો
આત્માની અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિ એમાં કાંઈ વિશેષતા છે? કે બંને એક જ છે?
ઉત્તર:– એમાં કાંઈ વિશેષતા નથી; આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની
અનુભૂતિ કહો તે બંને એક જ છે; તેથી કહ્યું કે:–
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा
....
શુદ્ધનયવડે જે શુદ્ધ આત્માની અનુભૂતિ છે, તે ખરેખર જ્ઞાનની જ અનુભૂતિ છે;–
આમ નક્કી કરીને શું કરવું? કે સદા સર્વ તરફથી જે જ્ઞાનઘન છે એવા આત્મામાં
પ્રવેશીને તેનો સ્વાનુભવ કરવો. આવા અનુભવથી આત્મા શુદ્ધ થાય છે. આત્માનો
અનુભવ સર્વ તરફથી જ્ઞાનમય છે, તે અનુભવમાં રાગને પ્રવેશવાની મનાઈ છે.
આત્માનો અનુભવ પરની તેમજ પરભાવની સહાય વગરનો છે. જે ભાવનો પ્રવેશ
અનુભવમાં નથી થઈ શકતો તે પરભાવ અનુભવમાં મદદગાર કેમ થાય? અનુભવ તો
પરભાવનોક્ષય કરણશીલ છે.
વિશ્રામ લેવાનું ધામ તો અનુભવમાં છે. આમ જિજ્ઞાસુ શિષ્યે લક્ષમાં લીધું છે. ત્યાં
તેને એવો પ્રશ્ન નથી ઊઠતો કે રાગની કાંઈ સહાય હશે? વ્યવહારનું કાંઈ અવલંબન હશે?
એક વાત તો પકડી કે મોક્ષમાર્ગ તો સ્વાનુભવથી થાય. ક્્યારેક શાસ્ત્રમાં એમ ભાષા આવે
કે શુદ્ધ આત્માની અનુભૂતિ કરવાથી આત્મા શુદ્ધ થાય છે, અને કોઈ વાર એમ આવે કે
જ્ઞાનમાત્રની અનુભૂતિથી આત્મા શુદ્ધ થાય છે; તેમાં શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે શુદ્ધ આત્માની
અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિમાં કાંઈ ફેર છે? તો કહે છે કે ના; બંનેમાં કાંઈ વિશેષતા
નથી, ફેર નથી; શુદ્ધ આત્માની અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિ બંને એક જ છે. શુદ્ધનયથી
આવા આત્માને અનુભવમાં લેતાં આત્મા શુદ્ધ થાય છે.–એનું નામ મોક્ષમાર્ગ છે.
જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, એટલે તે આત્મા જ છે. જ્ઞાન કહો કે આત્મા કહો,
શુદ્ધનયથી તેનો અનુભવ થાય છે, પોતે પોતાના સ્વરૂપમાં પ્રવેશીને તેનો અનુભવ કરે છે.–
એમાં કોઈ બીજાની ઉપાધિ નથી, બીજાની સહાય નથી, બીજાની અપેક્ષા નથી. જેથી

PDF/HTML Page 50 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૩૯ :
શુદ્ધ વસ્તુ છે એવો જ એનો અનુભવ છે. શુદ્ધવસ્તુમાં જેમ અશુદ્ધતા નથી, તેમ તેની
અનુભૂતિમાં પણ અશુદ્ધતા નથી. નિરૂપાધિરૂપે વસ્તુ જેવી છે તેવી પ્રત્યક્ષ સ્વાદમાં આવે
તેનું નામ શુદ્ધાત્માનો અનુભવ છે. આવો અનુભવ શુદ્ધનયવડે થાય છે, તેથી
અનુભૂતિને શુદ્ધનયસ્વરૂપ કીધી છે.–અશુદ્ધતા, વિકલ્પ, રાગ તેમાં સમાય નહિ.–આવી
અનુભૂતિમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાય છે.
અનુભૂતિએ જ્યાં નિજ સ્વરૂપમાં પ્રવેશ કર્યો ત્યાં તેમાં એકલા શુદ્ધદ્રવ્યનો જ
સ્વાદ રહ્યો, બીજા બધાય પરભાવો બહાર રહી ગયા. આવી અનુભૂતિ કરવાની
શાસ્ત્રની આજ્ઞા છે, કેમકે તે જ મોક્ષમાર્ગ છે–એમ જાણ્યું.
જેણે જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્માનો અનુભવ લીધો તેણે બારે અંગનું રહસ્ય જાણી
લીધું; બાર અંગમાં પણ શુદ્ધાત્માના અનુભવનો જ ઉપદેશ છે, ને તેને જ મોક્ષમાર્ગ કહ્યો
છે, કોઈને સંશય થાય કે બાર અંગનું જ્ઞાન તે કોઈ અપૂર્વ લબ્ધિ છે, એટલે શાસ્ત્રના
જાણપણાની જ મહત્તા લાગે ને અનુભવનો મહિમા ન જાણે, તો કહે છે કે ભાઈ,
આત્માનુભવ એ જ મોક્ષમાર્ગ છે–એમ દ્વાદશાંગમાં પણ કહ્યું છે. માટે જ્યાં શુદ્ધાત્માની
અનુભૂતિ થઈ ત્યાં એવો કોઈ નિયમ નથી કે આટલા શાસ્ત્રનું જાણપણું હોવું જ
જોઈએ. જ્ઞાનની અનુભૂતિને મોક્ષમાર્ગ કહેતાં કોઈ શાસ્ત્રજ્ઞાનને મોક્ષમાર્ગ સમજી જાય,
તો કહે છે કે શાસ્ત્ર તરફનું જ્ઞાન તેમાં તો વિકલ્પ છે, તેને અમે ખરેખર જ્ઞાનઅનુભૂતિ
કહેતા નથી, શુદ્ધાત્માની જે અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, ને તે જ મોક્ષમાર્ગ
છે. બાર અંગનું જ્ઞાન તો સમ્યગ્દ્રષ્ટિને સંયમીને જ ઊઘડે છે; સમ્યગ્દ્રષ્ટિનેય તેમાંય
વિકલ્પ છે, શાસ્ત્ર તરફનું જ્ઞાન તે મોક્ષનું કારણ નથી, તો પછી બીજો શુભરાગ મોક્ષનું
કારણ કેમ થાય? બાર અંગના શાસ્ત્રો પોતે એમ કહે છે કે અમારા તરફનું વલણ તે
મોક્ષનો માર્ગ નથી પણ તારા શુદ્ધસ્વરૂપની અનુભૂતિ કર, તે મોક્ષનો માર્ગ છે. શાસ્ત્ર
તરફ જોઈ રહે ને શાસ્ત્રે કહેલા આત્મા તરફ ન વળે તો તેણે ખરેખર શાસ્ત્રની આજ્ઞા
માની નથી. જેણે સ્વાનુભૂતિ કરી તેણે બધા શાસ્ત્રોનું રહસ્ય જાણી લીધું.
આ રીતે, સ્વાનુભૂતિને એવો કોઈ શાસ્ત્રજ્ઞાનનો પ્રતિબંધ નથી કે આટલા
શાસ્ત્રો ભણ્યો હોય તો જ અનુભૂતિ થાય? શાસ્ત્રો ન ભણ્યો હોય છતાં દેડકુંય
સ્વાનુભૂતિ કરી લ્યે. શાસ્ત્રો ભલે ન ભણ્યો પણ શાસ્ત્રોએ જે કરવાનું કહ્યું હતું તે તેણે
પોતામાં કરી લીધું એટલે શાસ્ત્રનું રહસ્ય તે સ્વાનુભૂતિ વડે પામી ગયો. અનુભૂતિ કાંઈ
શાસ્ત્રોને અવલંબતી નથી, અનુભૂતિ તો શુદ્ધ આત્માને જ અવલંબે છે. અહો! આવી
નિરાલંબી અનુભૂતિનો અપાર મહિમા છે. માટે
હે મોક્ષાર્થી જીવો! મોક્ષને માટે
શુદ્ધઆત્માની આવી અનુભૂતિ કરો.

PDF/HTML Page 51 of 89
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ :
સાધકને નિશ્ચય–સમ્યક્ત્વ
સદૈવ હોય છે
જીવ પદાર્થ અનાદિથી મિથ્યાદ્રષ્ટિ છે; સ્વપરના
યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે.
વળી જે કાળે કોઈ જીવને દર્શનમોહના ઉપશમ–
ક્ષયોપશમથી સ્વપરના યથાર્થ શ્રદ્ધાનરૂપે તત્ત્વાર્થ
શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વની થાય છે. માટે
સ્વપરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ નિશ્ચય
સમ્યક્ત્વ ગર્ભિત છે.
જુઓ, પહેલાં તો સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવે છે; પછી સમ્યગ્જ્ઞાનની તેમજ
સ્વાનુભવ વગેરેની ચર્ચા કરશે. આ તો લોકોત્તર ચિઠ્ઠિ છે, એટલે આમાં કાંઈ
વેપારધંધાની કે ઘર– કુટુંબની વાત ન હોય, આમાં તો સ્વાનુભવ વગેરેની લોકોત્તર
ચર્ચા ભરેલી છે. એના ભાવ સમજે એને એની કિંમત સમજાય, જેમ કોઈ એક શાહુકાર
વેપારી બીજા શાહુકાર ઉપર ખુલ્લા પોસ્ટકાર્ડમાં ચિઠ્ઠિ લખે છે કે ‘બજારભાવ કરતાં
જરાક ઊંચા ભાવે પણ એક લાખ ગાંસડી રૂ ખરીદ કરો.’ જુઓ, આ દોઢ લીટીના
લખાણમાં તો કેટલી વાત આવી જાય છે! સામસામા બંને વેપારીઓનો એકબીજા
ઉપરનો વિશ્વાસ, હિંમત, શાહુકારી, વેપાર સંબંધીનું જ્ઞાન–એ બધુંય દોઢ લીટીમાં ભર્યું
છે. પણ એના જાણકારને એની ખબર પડે, અભણને શું ખબર પડે? તેમ સર્વજ્ઞ
ભગવાને શાસ્ત્રરૂપી ચિઠ્ઠિમાં સન્તો ઉપર ધર્મનો સંદેશ લખ્યો છે, તેમાં સ્વાનુભવના ને
સ્વ–પરની ભિન્નતા વગેરેના અનેક ગંભીર રહસ્યો ભર્યાં છે. તે ઉપરથી તેમની સર્વજ્ઞતા,
વીતરાગતા તેમજ ઝીલનારની તાકાત–એ બધું ખ્યાલમાં આવી જાય છે. ભગવાનના
શાસ્ત્રમાં ભરેલા ગૂઢ ભાવોને જ્ઞાની જ જાણે છે. અજ્ઞાનીને એના રહસ્યની ખબર પડે
નહિ, ને રહસ્ય જાણ્યા વગર એનો ખરો મહિમા આવે નહિ.
અહીં સાધર્મી ઉપર ચિઠ્ઠિ લખતાં સ્વાનુભવની ચર્ચામાં પહેલી જ સમ્યગ્દર્શનની
વાત કરી છે. સમ્યગ્દર્શન વગર સ્વાનુભવ હોતો નથી. સ્વાનુભવપૂર્વક જ સમ્યગ્દર્શનની
ઉત્પત્તિ થાય છે. સ્વાનુભવ એ એક દશા છે, તે દશા જીવને અનાદિથી હોતી નથી પણ
નવી પ્રગટે છે. એ સ્વાનુભવદશાનો ઘણો મહિમા શાસ્ત્રોએ વર્ણવ્યો છે; સ્વાનુભવ એ
મોક્ષમાર્ગ છે. સ્વાનુભવમાં જે આનંદ છે એવો આનંદ જગતમાં બીજે ક્્યાંય નથી.
આવી સ્વાનુભવદશાનું સ્વરૂપ અહીં કહેશે.

PDF/HTML Page 52 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪૧ :
આ જગતમાં અનંત જીવો છે; દરેક જીવ ચૈતન્યમય છે, પરિપૂર્ણ જ્ઞાન ને સુખ દરેક
જીવના સ્વભાવમાં ભરેલા છે. પણ આવા પોતાના સ્વરૂપને પોતે દેખતો નથી–નથી
અનુભવતો તેથી અનાદિથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને
પરભાવોમાં જ તન્મય થઈ રહ્યો છે, સ્વ–પરની જેવી ભિન્નતા છે તેવી યથાર્થ જાણતો નથી
ને વિપરીત માને છે. એટલે પરથી મારામાં કાંઈક થાય ને હું પરમાં કાંઈક કરી દઉં–એવી
ઊંડી ઊંડી સ્વ–પરની એકત્વબુદ્ધિ તેને રહ્યા કરે છે, એવી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ
છે. જુઓ, આ વિપરીત માન્યતા જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને કરી રહ્યો છે,
એકેક સમય કરતાં કરતાં અનાદિકાળથી પોતે જ પોતાના અજ્ઞાનને લીધે મિથ્યાભાવરૂપ
પરિણમી રહ્યો છે, કોઈ બીજાએ તેને મિથ્યાત્વ કરાવ્યું નથી. મિથ્યાત્વકર્મે જીવમાં મિથ્યાત્વ
કરાવ્યું–એમ જે માને તેને સ્વપરની એકત્વબુદ્ધિ છે. પૂજનની જયમાલામાં પણ આવે છે કે
‘કર્મ બિચારે કોન, ભૂલ મેરી અધિકાઈ’ પ્રભો! હું મારી ભૂલની અધિકતાથી જ દુઃખ
ભોગવી રહ્યો છું. નિગોદમાં જે જીવ અનાદિથી નિગોદમાં રહ્યો છે તે પણ પોતાના
ભાવકલંકની અત્યંત પ્રચૂરતાને લીધે જ નિગોદમાં રહ્યો છે: भावकलंकसुपउश
निगोयवासं ण मुंचई– ગોમટ્ટસાર જીવકાંડ: ભાઈ, તારી ભૂલ તું જડને માથે નાંખ તો એ
ભૂલથી તારો છૂટકારો કયે દી’ થશે? જીવ અને જડ બંને દ્રવ્ય જ જ્યાં અત્યંત જુદા, બંનેની
જાતિ જ જુદી, બંનેનું પરિણમન જુદું, ત્યાં એક બીજામાં શું કરે? પણ આવી વસ્તુસ્થિતિને
નહિ જાણનાર જીવને સ્વપરની એકત્વબુદ્ધિનો અથવા કર્તાકર્મની બુદ્ધિનો ભ્રમ અનાદિથી
ચાલ્યો આવે છે, એ જ મિથ્યાત્વ છે ને એ જ સંસારદુઃખનું મૂળ છે. અહીં તો હવે એ
ભ્રમરૂપ મિથ્યાત્વ કેમ ટળે એની વાત છે.
કોઈ મુમુક્ષુ જીવ જ્યારે અંતરના પુરુષાર્થથી સ્વ–પરના યથાર્થ શ્રદ્ધાનરૂપ
તત્ત્વાર્થ– શ્રદ્ધાન કરે ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. સ્વ શું, પર શું, સ્વમાં આત્માનો
શુદ્ધ સ્વભાવ શું ને રાગાદિ પરભાવ શું એ બધાને ભેદજ્ઞાનથી બરાબર ઓળખીને
પ્રતીત કરતાં સમ્યક્ત્વ થાય છે. સ્વ–પરના આવા યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ
નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. જુઓ, આ મૂળ વાત! સ્વ–પરની શ્રદ્ધામાં કે દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ વખતે નિશ્ચય સમ્યક્ત્વ તો ભેગું ને ભેગું જ છે.
કોઈ કહે કે નિશ્ચયસમ્યકત્વ ચોથા ગુણસ્થાને ન હોય. તો કહે છે કે ભાઈ, જો નિશ્ચય
સમકિત ભેગું ને ભેગું જ ન હોય તો તારા માનેલા એકલા વ્યવહારને શાસ્ત્રકારો
સમ્યક્ત્વ કહેતા જ નથી. જેને શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમકિત નથી તે જીવ સમ્યક્ત્વી
જ નથી તે તો મિથ્યાત્વી જ છે, શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થાય ત્યારે જ
જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે ને ત્યારે જ તેને સમકિતી કહેવાય. માટે કહે છે કે
સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વ–પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મયશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ
ગર્ભિત છે. ‘ગર્ભિત છે’ એનો અર્થ એની સાથે જ વર્તે છે. અને આવા જીવને
નિમિત્તપણે દર્શનમોહકર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સ્વયમેવ હોય છે. એટલે કથનમાં
નિમિત્તથી એમ કહેવાય કે દર્શનમોહના

PDF/HTML Page 53 of 89
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : વૈશાખ :
ઉપશમાદિથી સમ્યક્ત્વ થયું. પણ ખરેખર તો સ્વપરના યથાર્થ શ્રદ્ધાનનો પ્રયત્ન જીવે
કર્યો ત્યારે સમ્યક્ત્વ થયું; જીવ યથાર્થ શ્રદ્ધાનનો ઉદ્યમ ન કરે ને કર્મમાં ઉપશમાદિ થઈ
જાય. એમ બનતું નથી. આ ઉપરાંત અહીં તો એ બતાવવું છે કે સ્વ–પરની શ્રદ્ધામાં
શુદ્ધાત્માની શ્રદ્ધા આવી જ જાય છે. શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક્ત્વ છે, તે હોય તો
જ સ્વ–પરની કે દેવ–ગુરુ–ધર્મની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેવાય છે. નિશ્ચય વગરના
એકલા શુભ રાગરૂપ વ્યવહારથી જીવ સમકિતી કહેવાતો નથી. નિશ્ચય સમ્યક્ત્વ થાય
તેને જ સમકિતી કહીએ છીએ.
સ્વાનુભવનો રંગ.....
અને તેની ભૂમિકા
જીવે શુદ્ધાત્માના ચિંતનનો
અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના
સ્વાનુભવનો રંગ લાગે એને સંસારનો
રંગ ઉતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ
બંનેથી દૂર થા ત્યારે શુદ્ધાત્માનું ચિંતન
થશે. જેને હજી પાપના તીવ્ર કષાયોથી
પણ નિવૃત્તિ નથી, દેવગુરુની ભક્તિ,
ધર્માત્માનું બહુમાન, સાધર્મીઓનો પ્રેમ
વગેરે અત્યંત મંદકષાયની ભૂમિકામાં પણ
જે નથી આવ્યો તે અકષાય ચૈતન્યનું
નિર્વિકલ્પ ધ્યાન ક્્યાંથી કરશે? પહેલાં
બધાય કષાયનો (શુભ અશુભનો) રંગ
ઊડી જાય.....જ્યાં એનો રંગ ઊડી જાય
ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ
જ જાય, ને પછી ચૈતન્યનો રંગ ચડતાં
તેને અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને
એકદમ શાન્ત કર્યા વગર એમને એમ
અનુભવ કરવા માંગે તો થાય નહિ.
અહા, અનુભવી જીવની અંદરની દશા
કોઈ ઓર હોય છે!

PDF/HTML Page 54 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪૩ :
અનંતનો અંત છે જ નહિ કે જે જ્ઞાનમાં જણાય. જ્ઞાનસામર્થ્ય એવું છે
કે અનંતને પણ અનંતરૂપે જ જાણી લે છે. એ જ્ઞાનનો દિવ્ય મહિમા છે.
“અનંતતાનું સ્વરૂપ દ્રષ્ટાંત વડે દર્શાવીએ છીએ; જેમકે, વડના વૃક્ષનું એક બીજ
અનંતતા સમજાવવા અહીં વૃક્ષ અને બીજનું દ્રષ્ટાંત આપ્યું છે. વૃક્ષ અને બીજની
પરંપરા અનાદિની છે, પહેલાં વૃક્ષ કે પહેલાં બીજ?–તો પરંપરાથી બંને અનાદિના છે. ને
સૂક્ષ્મ વિચારથી જોતાં એકેક બીજમાં ભવિષ્યના અનંતા વૃક્ષની તાકાત છે.–એમ બંનેની
પરંપરા વિચારતાં તેનો ક્્યાંય પાર ન આવે, તેમ જીવમાં વિકારની ને કર્મની પરંપરા
અનાદિથી ચાલી રહી છે, ને શુદ્ધપર્યાયનો પ્રવાહ પણ જગતમાં અનાદિથી ચાલી જ રહ્યો
છે. પહેલાં સિદ્ધ કે સંસાર? તો બંને પ્રવાહ પણ જગતમાં અનાદિથી ચાલી જ રહ્યો છે.
પહેલાં સિદ્ધ કે સંસાર? –તો બંને અનાદિના છે? પહેલાં વિકાર કે કર્મ? તો બંનેની
પરંપરા અનાદિની છે? પહેલા દ્રવ્ય કે પર્યાય? પહેલાં સામાન્ય કે વિશેષ? તો એ બંને
અનાદિના છે, પહેલાં–પછીપણું તેમાં નથી.

PDF/HTML Page 55 of 89
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : વૈશાખ :
જો ‘દ્રવ્યની પહેલી પર્યાય આ’ એમ કહો તો ત્યાં દ્રવ્યની જ આદિ થઈ જાય છે,
દ્રવ્ય અનાદિ નથી રહેતું; એ જ રીતે ‘દ્રવ્યની છેલ્લી પર્યાય આ’–એમ કહો તો ત્યાં
દ્રવ્યનો જ અંત થઈ જાય છે, દ્રવ્ય અનંત નથી રહેતું, એકેક પર્યાય આદિ–અંતવાળી
ભલે હો પણ પર્યાયના પ્રવાહને આદિ–અંત નથી, એટલે દ્રવ્યની પર્યાયમાં આ પહેલી ને
આ છેલ્લી–એવું આદિ અંતપણું નથી. દ્રવ્યમાં પર્યાયનો પ્રવાહ પહેલાં ન હતો ને પછી
શરૂ થયો, અથવા તે પ્રવાહ કદી અટકી જશે–એમ નથી. જેમ દ્રવ્ય અનાદિ અનંત છે તેમ
તેની સાથે તેની પર્યાયનો પ્રવાહ પણ અનાદિઅનંત વર્તી જ રહ્યો છે ને કેવળજ્ઞાનમાં
બધું જણાઈ રહ્યું છે. જુઓ તો ખરા, આ જગતની વસ્તુસ્થિતિ! અનાદિને અનાદિપણે
ને અનંતને અનંતપણે જેમ છે તેમ કેવળી ભગવાન વિકલ્પ વગર જાણે છે.
પ્રશ્ન:– પહેલી પર્યાય કઈ ને છેલ્લી પર્યાય કઈ–એ ભગવાન પણ ન જાણે?
ઉત્તર:– ભગવાન જેમ વસ્તુ હોય તેમ જાણે, કે તેનાથી વિપરીત જાણે? જે
‘અનાદિ’ છે–તેને આદિ છે જ નહિ પછી ભગવાન તેની ‘આદિ ક્્યાંથી જાણે? એને જે
‘અનંત’ છે તેનો ‘અંત’ છે જ નહિ પછી ભગવાન તેનો અંત ક્્યાંથી જાણે? જો
ભગવાન તેના આદિ ને અંત જાણે તો તેનું અનાદિ અનંતપણું ક્્યાં રહ્યું? ભાઈ, આ
તો સ્વભાવને અચિંત્ય વિષય છે. અહો, અનંતતા જે જ્ઞાનમાં સમાઈ ગઈ તે જ્ઞાનની
દિવ્ય અનંતતા લક્ષમાં લેતાં જ્ઞાન તેમાં જ (જ્ઞાન–સ્વભાવના અનંત મહિમામાં જ)
ડુબી જાય છે, એટલે જ્ઞાન સ્થિર થઈ જાય છે. નિર્વિકલ્પ થઈ જાય છે.
પ્રશ્ન:– જો અનંતનો છેડો ભગવાન પણ ન જાણે તો તો તેમનું જ્ઞાન–સામર્થ્ય
મર્યાદિત થઈ ગયું?
ઉત્તર:– ના; ભગવાન જો અનંતને અનંત તરીકે પણ ન જાણતા હોય તો
તેમનું જ્ઞાનસામર્થ્ય મર્યાદિત કહેવાય; પરંતુ ભગવાન તો કેવળજ્ઞાનના અમર્યાદિત
સામર્થ્ય વડે અનંતને પણ અનંત તરીકે પ્રત્યક્ષ જાણે છે. ભગવાન તેનો છેડો ન
જાણી શક્્યા માટે તેને અનંત કહી દીધું એમ નથી. ભગવાને અનંતને અનંતપણે
જાણ્યું તેથી તેને અનંત કહ્યું..... અનંતને પણ સર્વજ્ઞ ભગવાન જાણે છે, જો ન જાણે
તો ‘સર્વજ્ઞ’ કેમ કહેવાય!
પ્રશ્ન:– જો ભગવાન અનંતને જાણે છે તો ભગવાનના જ્ઞાનમાં તેનો અંત આવી
ગયો કે નહિ?
ઉત્તર:– ના; ભગવાને અનંતને અનંતપણે જાણ્યું છે. અનંતને અંતવાળા તરીકે
નથી જાણ્યું. ભગવાન અનંતને નથી જાણતા–એમ પણ નથી, ને ભગવાને જાણવાથી
તેનો અંત આવી જાય છે એમ પણ નથી; અનંત અનંતપણે રહીને ભગવાનના જ્ઞાનમાં

PDF/HTML Page 56 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪પ :
જણાય છે. જો અનંતને અંત તરીકે જાણે તો તે જ્ઞાન ખોટું, અને જો ‘અનંત’ ને ન
જાણી લ્યે તો તે જ્ઞાન પુરું નહિ.
પ્રશ્ન:– ‘અનંત’ હોય તે જ્ઞાનમાં કઈ રીતે જણાય?
ઉત્તર:– ભાઈ, પદાર્થની અનંતતા કરતાં જ્ઞાન સામર્થ્યની અનંતતા ઘણી મોટી
છે, તેથી બેહદ જ્ઞાનસામર્થ્ય અનંતને પણ પહોંચી વળે છે, જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય
લક્ષમાં આવે તો જ આ વાત બેસે તેવી છે. વિકારમાં અટકેલું જ્ઞાન મર્યાદિત છે તે
અનંતને નથી પહોંચી શકતું, પણ વિકાર વગરના જ્ઞાનમાં તો અચિંત્ય બેહદ તાકાત છે,
તે અનાદિ–અનંત–કાળને, અનંતાનંત આકાશ પ્રદેશોને એ બધાયને સાક્ષાત્ જાણી લ્યે
છે? અરે, એનાથી તો અનંતગણું સામર્થ્ય એનામાં ખીલ્યું છે.
પ્રશ્ન:– અહીં વૃક્ષ અને બીજના દ્રષ્ટાંતે વિકાર અને કર્મ એ બંનેની પરંપરા પણ
અનંત કીધી, તો પછી વિકારનો નાશ થઈને મોક્ષ ક્્યારે થાય?
ઉત્તર:– વૃક્ષ અને બીજની પરંપરા સામાન્યપણે અનંત છે, પણ તેથી કરીને કાંઈ
બધા બીજમાંથી વૃક્ષ ઊગે જ એવો નિયમ નથી, ઘણાંય બીજ ઊગ્યા પહેલાં બળી જાય
છે, ને તેને વૃક્ષ–બીજની પરંપરાનો અંત આવી જાય છે, એકવાર જે બીજ બળી ગયું તે
ફરીને કદી ઉગતું નથી. તેમ જગતમાં સામાન્યપણે વિકાર ને કર્મની પરંપરા અનંત છે,
તેનો જગતમાંથી કદી અભાવ થવાનો નથી, પણ તેથી કરીને કાંઈ બધાય જીવોને એવી
વિકારી પરંપરા ચાલ્યા જ કરે એવો નિયમ નથી; ઘણાય જીવો પુરુષાર્થ વડે વિકારની
પરંપરા તોડીને સિદ્ધપદને સાધે છે, તેમને વિકારની પરંપરાનો અંત આવી જાય છે. જેણે
એકવાર વિકારના બીજને બાળી નાખ્યું તેને ફરીને કદી વિકાર થતો નથી. આ રીતે
વિકારની પરંપરા તૂટી શકે છે.
પ્રશ્ન:– વિકારની પરંપરા તો અનાદિની છે, તો તેનો અંત કેમ આવે?
ઉત્તર:– પરંપરા અનાદિની હોય માટે તેનો અંત ન આવે એમ નથી. જેમ
વૃક્ષ– બીજની પરંપરા અનાદિની હોવા છતાં કોઈ એક બીજ બળી જતાં તેની
પરંપરાનો અંત આવી જાય છે. તેમ વિકારની પરંપરા અનાદિની હોવા છતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે ધર્મી જીવને તેનો અંત આવી જાય છે. જેમ મોક્ષમાર્ગ
અનાદિથી ન હોવા છતાં તેની નવી શરૂઆત થઈ શકે છે; તેમ વિકાર અનાદિનો
હોવા છતાં તેનો અંત થઈ શકે છે.
પ્રશ્ન:– આગમ અને અધ્યાત્મ (એટલે કે વિકાર અને શુદ્ધતા) બંનેમાં અનંતતા
કીધી; તે કઈ રીતે?

PDF/HTML Page 57 of 89
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : વૈશાખ :
ઉત્તર:– વિકારમાં અનંત પ્રકારો છે ને તેના નિમિત્તરૂપ કર્મમાં અનંતાનંત
પરમાણુઓ છે; એ રીતે આગમપદ્ધતિમાં અનંતતા છે; અને જીવના અનંતગુણોની
અનંત નિર્મળ પર્યાયો છે, એકેક નિર્મળ પર્યાય અનંતા ભાવોથી ને અનંતા
સામર્થ્યથી ભરેલી છે, જ્ઞાનની એક નાની પર્યાયમાં પણ અનંતા અવિભાગ પ્રતિછેદ
અંશોનું સામર્થ્ય છે. આમ અધ્યાત્મપદ્ધતિમાં પણ અનંતતા જાણવી. એકેક
આત્મામાં અનંતગુણો છે, એકેક ગુણમાં અનંત નિર્મળ પર્યાયો ખીલવાની તાકાત
પડી છે, ને એકેક નિર્મળ પર્યાય અનંત સામર્થ્ય સહિત છે. તારા એક આત્મામાં
કેટલું અનંત સામર્થ્ય છે–એનું લક્ષ કર તો સ્વસન્મુખવૃત્તિ થાય ને અપૂર્વ
અધ્યાત્મદશા પ્રગટે. એક તરફ વિકારની ધારા અનાદિની, ને બીજી તરફ સ્વભાવ
સામર્થ્યની ધારા પણ અનાદિની સાથે ને સાથે જ ચાલી રહી છે, વિકારની ધારા
વખતેય સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઈ
અભાવ નથી થયો; પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં વિકારની
પરંપરાનો પ્રવાહ તૂટયો ને અધ્યાત્મપરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને
સાદિ અનંતકાળ રહ્યા કરશે, માટે હે ભાઈ! અંતમુર્ખ થઈ તારા સ્વભાવસામર્થ્યને
વિચારમાં લે.....લક્ષમાં લે પ્રતીતમાં લે.... અનુભવમાં લે. લોકોને બહારનો વિશ્વાસ
આવે છે કે એક બીજમાંથી આવડો મોટો દશ માઈલના ઘેરાવાવાળો વડ ફાલ્યો,
પણ ચૈતન્યશક્તિના એક બીજમાંથી અનંતા કેવળજ્ઞાન– રૂપી વડલા ફાલવાની
તાકાત છે તેનો વિશ્વાસ નથી આવતો. જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના
આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા–ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ
ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન
પડી છે.–સૂક્ષ્મદ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં અપૂર્વ કલ્યાણ થશે.
એક ક્ષણ સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે,
અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો
તૂટતા નથી. આમ સમ્યક્ત્વનો અને સ્વાનુભવનો
કોઈ અચિંત્ય મહિમા છે.–એમ સમજીને હે જીવ! તેની
આરાધનામાં તત્પર થા.

PDF/HTML Page 58 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪૭ :
નિશ્ચયસમ્યક્ત્વથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે
નિશ્ચયસમ્યક્ત્વ વગર જીવ સમ્યગ્દ્રષ્ટિ કહેવાય નહિ
“જેને સ્વ–પરનું યથાર્થ શ્રદ્ધાન નથી, પણ
જૈનમતમાં કહેલા દેવ–ગુરુ ને ધર્મ એ ત્રણને માને છે
તથા અન્ય મતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને
નહિ, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે
સમ્યક્ત્વી નામને પામે નહિ. માટે સ્વ–પર
ભેદવિજ્ઞાન– પૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ
જાણવું.”
વાહ, જુઓ નિશ્ચય–વ્યવહારની કેવી સ્પષ્ટ વાત છે! યથાર્થ શ્રદ્ધાનથી નિશ્ચય
સમ્યક્ત્વ થાય ત્યારે જ જીવ સમ્યક્ત્વી થાય છે. નિશ્ચય સમ્યક્ત્વ જ મોક્ષમાર્ગરૂપ છે,
વ્યવહાર સમ્યક્ત્વ તો શુભ–આસ્રવરૂપ છે, એ કાંઈ મોક્ષમાર્ગસ્વરૂપ નથી. સિદ્ધાંતમાં
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः” એમ કહ્યું છે તેમાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત
છે. ‘तत्त्वार्थश्रद्धान सम्यग्दर्शनम्’ –એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. ભૂતાર્થને આશ્રિત
સમ્યગ્દર્શન કહ્યું (સમયસાર ગા. ૧૧) તેમાં અને આ સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી.
આવું સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટે છે તે ઠેઠ સિદ્ધદશામાં પણ રહે છે. શુભ રાગરૂપ
વ્યવહારસમ્યગ્દર્શન કાંઈ સિદ્ધદશામાં હોતું નથી. આ રીતે નિશ્ચય સમ્યગ્દર્શન તે જ
મોક્ષમાર્ગરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ બધાય જીવોને આવું નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
આવા નિશ્ચય સમ્યક્ત્વ વગર ધર્મની કે મોક્ષમાર્ગની શરૂઆત પણ હોઈ શકતી નથી.
આત્મવસ્તુનો જેવો સ્વભાવ છે તે જ પ્રમાણે શ્રદ્ધામાં લેવો તે સમ્યક્ત્વ છે, ને તે
વસ્તુનો ભાવ છે એટલે કે નિશ્ચય છે. આવા સમ્યક્ત્વની ભૂમિકામાં ધર્મીને વીતરાગી દેવ–
શાસ્ત્ર–ગુરુની ઓળખાણ, ભક્તિ, તેમના પ્રત્યે ઉત્સાહ, પ્રમોદ, બહુમાન અને વિનય આવે
છે. પણ આથી કરીને કોઈ જીવ એવા એકલા વ્યવહારમાં જ સંતુષ્ટ થઈ જાય ને નિશ્ચય
સમ્યક્ત્વને ભૂલી જાય તો એને સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી. જો વ્યવહારની સાથે ને સાથે જ
નિશ્ચય સમ્યક્ત્વ (શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીત) હોય–(“બંને સાથ રહેલ”) તો જ એનો
વ્યવહાર સાચો છે, નહિતર તો વ્યવહારાભાસ છે. નિશ્ચયશ્રદ્ધા તો છે નહિ

PDF/HTML Page 59 of 89
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : વૈશાખ :
ને એકલા વ્યવહારના શુભરાગમાં સંતુષ્ટ થઈ જાય છે એટલે તે રાગને જ મોક્ષમાર્ગ
માન્યા વગર રહેશે નહિ, તેથી તેની શ્રદ્ધા મિથ્યા જ છે. આ રીતે વ્યવહારના આશ્રયે
મોક્ષમાર્ગ છે જ નહિ, નિશ્ચય સમ્યક્ત્વાદિના આશ્રયે જ મોક્ષમાર્ગ છે, અથવા, જે
નિશ્ચય સમ્યક્ત્વાદિ છે તે જ મોક્ષમાર્ગ છે. વ્યવહાર સમ્યક્ત્વાદિ શુભરાગરૂપ છે તે
મોક્ષમાર્ગ નથી.
અરે, ભાઈ મોક્ષમાર્ગ તો વસ્તુના સ્વભાવની જાતનો હોય, કે એનાથી વિરુદ્ધ
હોય? નિશ્ચય સમ્યક્ત્વનો જે ભાવ છે તે તો વસ્તુસ્વભાવની જ જાતનો છે ને
સિદ્ધદશામાંય તે ભાવ રહે છે. વ્યવહાર સમ્યક્ત્વનો જે (રાગ) ભાવ છે તે
વસ્તુસ્વભાવની જાતનો નથી પણ વિરુદ્ધભાવ છે, સિદ્ધદશામાં તે ભાવ રહેતો નથી.
આવી સ્પષ્ટ અને સીધી વાત, જિજ્ઞાસુ થઈને સમજે તો તરત સમજાય તેવી છે. પણ
જેને સમજવું ન હોય ને વાદવિવાદ કરવા હોય તે તો આવી સ્પષ્ટ વાતમાં પણ કાંઈક ને
કાંઈક કુતર્ક કરશે. શું થાય? કોઈ બીજાને પરાણે સમજાવી શકે તેમ નથી.
तत्त्वार्थश्रद्धान ને સમ્યક્ત્વ કહ્યું છે; ‘तत्त्व’ એટલે જે વસ્તુનો જેવો ‘ભાવ’
હોય તેવો જાણવો જોઈએ, તો જ તે વસ્તુને સાચી રીતે માની કહેવાય. જીવમાં જ્ઞાનાદિ
અનંત સ્વભાવો છે તે જીવનો ‘ભાવ’ છે; આ અનંત શક્તિરૂપ ભાવને ભૂલીને એક
ક્ષણિક વિકાર ભાવ જેટલી જ જીવની કિંમત આંકે, તો તેણે ખરેખર જીવના ‘ભાવ ને
જાણ્યો નથી. રાગથી લાભ માનનાર ખરેખર તો તે રાગ જેટલી જ જીવની કિંમત માની
રહ્યો છે; ‘આ રાગ વડે મને જીવનો સ્વભાવ મળી જશે’–એનો અર્થ એ થયો કે જીવના
સ્વભાવની કિંમત રાગ જેટલી જ તેણે માની. તે પોતાના શુદ્ધસ્વભાવને, પોતાના સમ્યક્
ભાવને, પોતાના સ્વભાવની સાચી કિંમતને જાણતો નથી. એટલે બહારના પદાર્થોને કે
વિકારી ભાવને કિંમત આપે છે ને પોતાને કિંમત વગરનો વિકારી કલ્પે છે, તેથી તેના
શ્રદ્ધા ‘સમ્યક્’ નથી પણ મિથ્યા છે;–ભલે તે શુદ્ધ જૈનના દેવ–ગુરુ–શાસ્ત્રને શુભરાગથી
માનતો હોય ને કુદેવાદિને માનતો ન હોય–તો પણ એટલાથી તેનું મિથ્યાત્વ છૂટતું નથી.
ભાઈ, તારી અચિંત્ય કિંમત છે, જગતમાં મોંઘામાં મોંઘું ચૈતન્યરત્ન તું જ છો, તારી
વસ્તુમાં પ્રવેશીને તારા સાચા ભાવને–સાચા સ્વરૂપને તું જાણ તો જ તને સમ્યક્ત્વ થાય
ને તારું મિથ્યાત્વ ટળે. સ્વ–પરનું ભેદજ્ઞાન ત્યારે જ સાચું કહેવાય કે જો શુદ્ધાત્માનું
શ્રદ્ધાન ભેગું હોય; દેવ–ગુરુની ઓળખાણ ત્યારે જ સાચી કહેવાય કે જો શુદ્ધાત્માનું
શ્રદ્ધાન ભેગું હોય. નવતત્ત્વની શ્રદ્ધા ત્યારે જ સમ્યક્ કહેવાય કે જ્યારે ભૂતાર્થસ્વભાવની
સન્મુખ થઈને શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરે. એકલા વ્યવહારથી એ બધું કર્યા કરે ને જો
શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ ન કરે તો તે જીવને સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી. માટે

PDF/HTML Page 60 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪૯ :
અંતરમાં પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબીને જે પ્રતીત થઈ, તે સમ્યક્
પ્રતીતનો ભાવ સ્વભાવમાંથી આવ્યો છે. તે પ્રતીત સ્વભાવની જાતની છે.
સિદ્ધભગવાનની પ્રતીત અને નાનામાં નાના એટલે કે ચોથા ગુણસ્થાનવાળા
સમકિતીની પ્રતીત, એ બંનેની પ્રતીતમાં કાંઈ ફેર ગણવામાં આવ્યો નથી; જેવો
શુદ્ધાત્મા સિદ્ધપ્રભુની પ્રતીતમાં છે તેવો જ શુદ્ધઆત્મા સમકિતીની પ્રતીતમાં છે.
બહારના આશ્રયે થયેલો વ્યવહારશ્રદ્ધાનો ભાવ કાંઈ બધા જીવોને એક સરખો નથી
હોતો. પણ આથી એમ ન સમજવું કે એ ભાવ ગમે તેવો (વિપરીત પણ) હોય.
નવતત્ત્વને જે વિપરીત માનતો હોય, દેવ–ગુરુ–શાસ્ત્રને અન્યથા માનતો હોય,
સર્વજ્ઞતા વગેરેને માનતો ન હોય, એવા જીવને તો વ્યવહારશ્રદ્ધા પણ વિપરીત છે.
જેને નવતત્ત્વની, દેવ–ગુરુ–શાસ્ત્રની કે સ્વ–પરની ભિન્નતાની ઓળખાણ નથી તેને
તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન બહુ આઘું છે. અહીં તો એ બધા ઉપરાંત આગળની વાત
બતાવવી છે કે એ બધું કરવા છતાં જો શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કરે તો જ
સમ્યગ્દ્રષ્ટિ થાય, એના વગર સમ્યગ્દ્રષ્ટિ કહેવાય નહિ.
‘શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ આવું નિશ્ચય સમ્યગ્દર્શન તો સાતમા ગુણસ્થાને
હોય, છઠ્ઠે–પાંચમે–ચોથે નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય’–આમ કોઈ કહે તો એનો અર્થ
એ થયો કે ત્યાં મોક્ષમાર્ગ જ ન હોય, અરે ભાઈ! એ તો માર્ગની ઘણી વિપરીતતા
છે. ચોથે–પાંચમે–છઠ્ઠે નિશ્ચય વગર એકલા વ્યવહારથી જ જો તું મોક્ષમાર્ગ માની
લેતો હો તો એને તો આચાર્ય ભગવાને ‘વ્યવહારમૂઢતા’ કીધી છે. નિશ્ચય વગરના
કેવળ વ્યવહારને મોક્ષમાર્ગમાં ગણતા નથી. મોક્ષમાર્ગમાં જે સમ્યગ્દર્શન કહ્યું છે તે
શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે, અને એવું નિશ્ચય સમ્યક્ત્વ ચોથા
ગુણસ્થાને પણ નિયમથી હોય છે, એટલે ત્યાં એકદેશ–મોક્ષમાર્ગ પણ ગણવામાં
આવે છે.
આવું
સમ્યક્ત્વનું સાચું સ્વરૂપ પણ ન ઓળખે ને તેમાં ગોટા વાળે તેણે તો
મોક્ષમાર્ગનું ખરૂં સ્વરૂપ જાણ્યું નથી. મોક્ષમાર્ગનું ખરૂં સ્વરૂપ જે સમજે પણ નહિ તે
તેને સાધે ક્્યાંથી? તેથી અહીં મોક્ષમાર્ગના મૂળરૂપ નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
હજારો વર્ષનાં શાસ્ત્ર ભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને
ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.