PDF/HTML Page 21 of 45
single page version
(૩ર૯) વિચારવાન અસદ્દવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. (ઉપદેશ છાયા)
(૩૩૦) જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી તેને સત્સુખનો વિયોગ છે. પોતાને
(૩૩ર) સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ. (પા.ર)
(૩૩૩) જીંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે; માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જીંદગી
(૩૩પ) શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારા સુકૃત્યનું
(૩૩૭) વૈરાગ્ય એ જ અનંતસુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. (પ૭)
(૩૩૮) આપત્તિકાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં (૭પ)
(૩૩૯) વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. (૭૬)
(૩૪૦) ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. (૯૮)
(૩૪૧) મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેમનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા
(૩૪૩) એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે.
PDF/HTML Page 22 of 45
single page version
(૩૪૬) શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરૂં મૂળ છે. (ર૧૧)
(૩૪૭) આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવી. (ર૧ર)
(૩૪૮) જે કોઈ તમને ધર્મનિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. (ર૧૭)
(૩૪૯) જેને લાગી છે તેને જ લાગી છે, અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ”
(૩પ૧) જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ આચરે નહિ, પણ રૂડું હોય તે જ
(૩પપ) જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ
તેને માટે દુષમકાળ નથી રહેતો, તેને માટે તો ધર્મકાળ છે. જ્યારે ધર્મ કરે
ત્યારે ધર્મકાળ.)
PDF/HTML Page 23 of 45
single page version
(૩૬૧) પ્રતિકૂળ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણસમીપનું
(૩૬૭) નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. (પૃ. ૧૩૦)
(૩૬૮) સત્જ્ઞાન અને સત્શીળને સાથે દોરજે. (પૃ. ૧૩૦)
(૩૬૯) આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સૂવાય. (પૃ.પ)
(૩૭ર) સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ
PDF/HTML Page 24 of 45
single page version
(૩૭પ) જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને
(૪૧૮)
(૩૮પ) સુખને ઈચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. (૪૪૯)
(૩૮૬) સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી
PDF/HTML Page 25 of 45
single page version
પોતે સર્વજ્ઞ પરમાત્મા થાય છે. એવા સર્વજ્ઞ અનાદિકાળથી થતા આવે છે. વિદેહક્ષેત્રમાં
અત્યારે સીમંધર પરમાત્મા વગેરે સર્વજ્ઞ અરિહંત ભગવંતો બિરાજે છે. તેમનો
દિવ્યધ્વનિ ઝીલીને, સાક્ષાત્ સાંભળીને અને અનુભવીને, કુંદકુંદાચાર્યદેવે આ સમયસાર
શાસ્ત્ર રચ્યું છે. તેમાં આ કર્તાકર્મ અધિકાર દ્વારા અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે.
મારું કાર્ય–એમ અજ્ઞાનથી માનીને જીવ સંસારમાં રખડી રહ્યો છે. ચિદાનંદ સ્વરૂપ હું છું,
જ્ઞાન જ મારું કાર્ય છે, ને રાગાદિ પરભાવ મારાથી ભિન્ન છે–એમ બંનેનું ભેદજ્ઞાન
કરીને, રાગાદિ સાથે કર્તાકર્મપણાની મિથ્યાબુદ્ધિનો જેણે નાશ કર્યો અને રાગરહિત જ્ઞાન
ભાવરૂપ થયા, તથા કર્મનો નાશ કરીને મોક્ષપદ પામ્યા, એવા સિદ્ધાલયમાં બિરાજમાન
સિદ્ધભગવંતોને મંગળરૂપે યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. –શા માટે? કે તેમની જેમ
પોતાના આત્મામાંથી પણ પરભાવો સાથે કર્તાકર્મપણાની બુદ્ધિરૂપ જે મિથ્યામદ, તેનો
નાશ કરવા માટે; જુઓ, આ સિદ્ધપદનો ઉપાય. જ્ઞાન અને રાગની એકતાબુદ્ધિ તે
અનંતાનુબંધી મદ છે, ને જ્ઞાન અને રાગના ભેદજ્ઞાન વડે તેનો નાશ થઈને
સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. તે મોક્ષનો માર્ગ છે, તે ધર્મ છે.
PDF/HTML Page 26 of 45
single page version
જ્ઞાન તો ધીરૂં છે, નિરાકુળ છે. બંનેની જાત જ જુદી છે. રાગના કર્તૃત્વમાં અટકવાનો
જ્ઞાનનો સ્વભાવ નથી, જ્ઞાનનો સ્વભાવ તો લોકાલોકને જાણવાનો છે. જે રાગના
કર્તૃત્વમાં રોકાઈ જાય છે તે જ્ઞાન લોકાલોકને જાણી શકતું નથી; આ રીતે રાગ તે તો
જ્ઞાનથી વિરુદ્ધભાવ છે.
હોતો નથી. શુભરાગ કરીને મેં કાંઈક ધર્મ કર્યો–એમ અજ્ઞાની તેમાં રોકાઈ જાય છે ને
જ્ઞાનસ્વભાવથી વિમુખ થાય છે, તે જીવ અજ્ઞાનબુદ્ધિને લીધે ચારગતિમાં અવતાર કરી–
કરીને દુઃખી થાય છે.
એકમેક હોય એમ તે પરભાવોમાં તન્મયપણે વર્તે છે. જ્ઞાન તો સ્વભાવભૂત છે, ને
રાગાદિ પરભાવભૂત છે. –આમ બંનેની અત્યંત ભિન્નતા છે. જ્ઞાનમાં રાગાદિ જણાય
ત્યાં, હું જ્ઞાન કર્તા ને રાગાદિ મારું કર્મ–એમ અજ્ઞાની રાગની ક્રિયાપણે પરિણમે છે, એનું
નામ અજ્ઞાનમય પ્રવૃત્તિ છે, અને તે જ બંધનું કારણ છે. જ્યાંસુધી અજ્ઞાનમયપ્રવૃત્તિ છે
ત્યાંસુધી જીવ સંસારમાં રખડે છે. રાગથી ભિન્ન હું તો જ્ઞાનમાત્ર છું, જ્ઞાનક્રિયામાં
રાગક્રિયા નથી, ને રાગક્રિયામાં જ્ઞાનક્રિયા નથી–એમ અત્્યંત ભિન્નતા જાણીને જીવ
જ્યારે જ્ઞાનમાત્રભાવપણે પરિણમે છે ત્યારે રાગના અંશને પણ તે પોતામાં ભેળવતો
નથી, એટલે તેને કર્મબંધન પણ થતું નથી; તેથી તે જીવ કર્મોથી છૂટે છે. આ રીતે
ભેદજ્ઞાન તે જ મોક્ષનો ઉપાય છે.
રાગરૂપ પણ નથી. પુણ્ય–પાપથી ભિન્ન ને આનંદ સાથે એકરૂપ એવો જે પોતાનો
આત્મસ્વભાવ તેની વાતનું યથાર્થ લક્ષપૂર્વક શ્રવણ જીવે કદી કર્યું નથી. પોતાના
PDF/HTML Page 27 of 45
single page version
અવતાર અનંતવાર કર્યા ને નરકગતિના અવતાર પણ અનંતવાર કર્યા. ભલે, એને
એની ખબર નથી; જેમ માતાના પેટમાં હતો ને છ માસનો બાળક હતો તે વખતે શું હતું
તેની જીવને ખબર નથી, પણ તેથી કાંઈ તે વસ્તુ મટી ન જાય; તેમ પૂર્વે અનંતકાળમાં
અનંત અવતાર અજ્ઞાનભાવે જીવે કર્યા છે; અત્યારે ખબર ન હોય તેથી શું? પૂર્વે ક્યાંક
રહ્યો તો હશે ને? તો ક્યાં રહ્યો? મોક્ષમાં ને પૂર્ણાનંદમાં રહ્યો હોય તો ફરીને અવતાર
ન હોય. મોક્ષમાં તો ગયો નથી, સંસારમાં જ રહ્યો છે; સંસાર એટલે ચારે ગતિ, તે
આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. આત્માના સ્વભાવરૂપ ભાવથી ચાર ગતિ ન મળે; ચારે
ગતિ તે વિભાવનું ફળ છે.
જ્ઞાનરૂપ થવું તે આત્માનો સ્વભાવ છે. પુણ્ય–પાપના ભાવો તે મલિન–આસ્રવો છે, તે
નિર્મળ જ્ઞાનરૂપ નથી. જેમ સેવાળ તે પાણીનું નિર્મળસ્વરૂપ નથી પણ મેલ છે; તેમ
રાગાદિ પરભાવો તે ચૈતન્યનું નિર્મળસ્વરૂપ નથી પણ પરભાવરૂપી મેલ છે. તે મેલપણે
જ અજ્ઞાની પોતાને અનુભવે છે, પણ ભગવાન મહિમાવંત શુદ્ધચૈતન્યતત્ત્વને
અનુભવતો નથી. ભાઈ, તારું ખરૂં સ્વરૂપ તો રાગ વગરનું નિર્મળ છે. નિર્મળ
જ્ઞાનભાવ, અને રાગાદિ પરભાવ એ બંનેનું ભેદજ્ઞાન કર. તારા ચૈતન્યતત્ત્વને જાણ્યા
વગર તારી રખડપટ્ટીના આરા નહિ આવે.
પ્રેમથી તેની વાત પણ જેણેે સાંભળી છે તે જીવ અલ્પકાળમાં અવશ્ય મુક્તિ પામે છે.
ઈન્દ્રો સ્વર્ગમાંથી જે વાત સાંભળવા માટે નીચે મનુષ્યલોકમાં ઊતરે, એવું આ ધર્મશ્રવણ
જીવને દુર્લભ છે. રાગથી ભિન્ન ચૈતન્યનું શ્રવણ કરીને, બંનેનું ભેદજ્ઞાન કરીને, રાગથી
જુદા ચૈતન્યને અનુભવવો તે અપૂર્વ ધર્મ છે.
સ્વરૂપ સમજ્યા વગર દુઃખ મટે નહિ ને સુખ થાય નહિ.
મને નહિ સમજાય’ એમ માનીને સમજવાની જિજ્ઞાસા જ છોડી દ્યે તો ક્યાંથી સમજાય?
PDF/HTML Page 28 of 45
single page version
એમ માનીને છોડી દેતો નથી,–કેમકે તેની રુચિ ને પ્રેમ છે. તેમ આત્મા પોતે ચૈતન્યવસ્તુ
છે, તેને પોતાનું સ્વરૂપ સમજવા માટે અંતરમાં પ્રેમ–રુચિ ને ઉત્સાહ હોય તો જરૂર
સમજાય તેવું છે. પોતાનું સ્વરૂપ પોતાથી ગુપ્ત રહે એ કેમ બને? પોતે પોતાને
સ્વસંવેદન–પ્રત્યક્ષ થાય એવો સ્વભાવ છે. પણ રાગવડે તે કદી અનુભવમાં ન આવે.
અંતરની જ્ઞાનક્રિયાવડે જ અનુભવમાં આવે એવો આત્મા છે.
પોતાના આત્માના સ્વભાવ ઉપર ક્રોધ છે.(સ્વભાવની અરુચિ તે જ કોંધ.) જ્યાં
રાગની રુચિ છે, રાગનું કર્તૃત્વ છે ત્યાં આત્માનું જ્ઞાન હોતું નથી. ચૈતન્યના
અતીન્દ્રિય આનંદમય સ્વાદને ભૂલીને અજ્ઞાની રાગના સ્વાદમાં મોહાઈ ગયો છે, રાગ
જ હું છું એમ તે અનુભવે છે, રાગથી જુદું પોતાનું સ્વરૂપ તેને ભાસતું નથી. તેને
સર્વજ્ઞભગવાન અને સન્તો સમજાવે છે કે અરે જીવ! જ્ઞાનને અને રાગને
એકવસ્તુપણું નથી પણ ભિન્નપણું છે. જ્ઞાનના અનુભવમાં રાગનો અંશમાત્ર ભાસતો
નથી. આવા જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને જે અનુભવે છે તે રાગાદિ આસ્રવોને
પોતાથી તદ્ન ભિન્ન દેખે છે એટલે તેની સાથેના કર્તાકર્મની પ્રવૃત્તિ તેને છૂટી જાય છે.
આમ થતાં અજ્ઞાનથી થતું કર્મબંધન પણ તેને છૂટી જાય છે. આ રીતે જ્ઞાનભાવવડે
કર્મબંધનથી છૂટીને જીવ મુક્તિ પામે છે. આ પ્રમાણે ભેદજ્ઞાનરૂપ જ્ઞાનચેતના તે
મોક્ષનો ઉપાય છે.
સ્વભાવ સાંભળતા અંદર ઊંડેથી તેના મહિમાપૂર્વક ‘ઓહો! આવો મારો આત્મા!’
એમ મહિમા લાવીને ઊછળી જાય તો અંર્તમુખ દશા થઈને આત્માનો અનુભવ કરે.
જેની રુચિ હોય તે તરફ પરિણમન થાય છે. પરથી ભેદજ્ઞાન કરીને પોતાના સ્વભાવ
તરફ પરિણમવું તેમાં જીવની શોભા છે...પોતાની પ્રભુતાવડે જીવની શોભા છે.
પરવસ્તુવડે કે પરભાવવડે પોતાની શોભા માનવી તે તો હીનતા છે–દીનતા છે–
અજ્ઞાન છે.
પુરાય છે. –એને તે ‘રાજા’ કોણ કહે? જે પોતાના સુખને માટે પરવસ્તુ માંગે છે તે
PDF/HTML Page 29 of 45
single page version
પરવસ્તુના અંશની પણ જરૂર નથી–એમ નિજગુણના આનંદને સ્વાધીનપણે
અનુભવનારા જ્ઞાની ધર્માત્મા તે મોટા ચક્રવર્તી છે.
વિના મારે ન ચાલે એવી પરાધીનબુદ્ધિવાળા જીવો વીતરાગના માર્ગમાં ચાલી શકતા
નથી–‘હરિનો મારગ છે શૂરાનો, પ્રભુનો મારગ છે શૂરાનો, કાયરનું નહિ કામ જો..’
મારા ચૈતન્યને પરની ઓશિયાળ નથી, રાગની ઓશિયાળ નથી–એવી સ્વાધીનદ્રષ્ટિરૂપ
શૂરવીરતા વડે મોક્ષમાર્ગ સધાય છે.
ભરેલ શ્રીફળ જેવો આ ભગવાન આત્મા, બહારના છોતા જેવા દેહાદિ સંયોગોથી જુદો
છે; આઠકર્મરૂપી કાચલાથી પણ જુદો છે; ને અંદર રાગાદિ પરભાવરૂપી જે છાલ તેનાથી
પણ જુદો શુદ્ધ જ્ઞાન ને આનંદરસથી ભરેલો અસંખ્યપ્રદેશી ચૈતન્યગોળો તે આત્મા છે.
તેમાં રાગનું કર્તૃત્વ પણ રહે એમ બને નહિ, કેમકે બંને વસ્તુ જુદી છે. જડ ને ચેતન કદી
એક થતા નથી, તેમ જ્ઞાનભાવ અને રાગભાવ પણ કદી એક થતા નથી, બંનેનાં લક્ષણ
જુદા છે. આમ બંનેના ભિન્ન લક્ષણવડે ભિન્નતા જાણતાં જીવ જ્ઞાનમયભાવમાં જ
તન્મયપણે પરિણમે છે ને વિકારમાં તન્મયપણે પરિણમતો નથી. તે–તે કાળે વર્તતા
રાગના જ્ઞાનરૂપે પરિણમે છે, તે જ્ઞાનનું કર્તૃત્વ જ્ઞાનીને છે, પણ રાગનું કર્તૃત્વ જ્ઞાનીને
નથી. જેમ ગોળનું પરિણમન ગોળરૂપ હોય, કાળીજીરીરૂપ ન હોય, તેમ જ્ઞાનનું
પરિણમન જ્ઞાનરૂપ હોય, જ્ઞાનનું પરિણમન રાગરૂપ ન હોય. જ્ઞાન તો આત્માનો
સ્વભાવ છે ને રાગ તે તો પરભાવ છે. તેમને કર્તાકર્મપણું નથી. એમ ઓળખીને રાગનો
અકર્તા થઈ જ્ઞાનભાવપણે જ પરિણમતા જ્ઞાનીને બંધન થતું નથી. આ રીતે
જ્ઞાનભાવવડે બંધનો નિરોધ થાય છે, એટલે કે ભેદજ્ઞાન તે મોક્ષમાર્ગ છે.
PDF/HTML Page 30 of 45
single page version
અને સમજણ પણ જે ન કરે તેને વીતરાગમાર્ગ ક્યાંથી હાથ આવે? અનંતકાળથી
પોતાની ખોજ પોતે પોતામાં ન કરતાં પરમાં ખોજ કરી કરીને કાળ ગુમાવ્યો. જાણે
બીજો મારું કાર્ય કરી દેશે–એમ પરની સામે જોયા કર્યું. ભાઈ! તારું સ્વકાર્ય કરવાની
શક્તિ તારામાં જ છે. બીજા કોઈના કારણ વગર તું પોતે સમ્યગ્દર્શનથી માંડીને
સિદ્ધપદ સુધીની તારી દશાનો કર્તા થઈને પરિણમ–એવી સ્વાધીનપ્રભુતા તારા
આત્મામાં છે. તારી પ્રભુતા વડે તું જ તારા કાર્યનો કર્તા છો. આવી પ્રભુતા જાણે તે
પોતાની પર્યાયમાં બીજાનું કર્તૃત્વ માને નહિ, ને પોતે બીજાનો કર્તા થવાનું માને
નહિ; નિર્મળ પર્યાયના કર્તૃત્વપણે જ તેનું પરિણમન થાય.
નિર્મળભાવોનું કર્તૃત્વ ધર્મીના આત્મામાં છેે; વસ્તુસ્વરૂપથી આત્મા પોતે તેનો કર્તા
છે. અહો, વીતરાગી મોક્ષમાર્ગમાં રાગરહિત ચારિત્રપર્યાય કોઈ અલૌકિક છે; ક્યાં
એ ચારિત્રપર્યાય, ને ક્યાં વિકલ્પ! દેહની નગ્નદશા કે વિકલ્પો તે કાંઈ
વીતરાગચારિત્ર– દશાના કર્તા નથી. છતાં તેવી ચારિત્રદશા વખતે બહારમાં જો
નિમિત્તો હોય તો તેવા જ હોય, પણ તે નિમિત્તોનું કર્તૃત્વ ધર્મીના આત્મામાં નથી,
ધર્મીના આત્મામાં તો નિર્મળભાવનું જ કર્તૃત્વ છે. જ્ઞાનના પરિણમનમાં જેટલા
ભાવો સમાય તેમનું જ કર્તૃત્વ ધર્મીને છે; જ્ઞાનથી બહારના કોઈ ભાવોનું કર્તૃત્વ
ધર્મીને નથી. હે ભાઈ! જો તું પરભાવોના કર્તૃત્વમાં અટકીશ તો તેનાથી રહિત
એવા નિર્મળભાવને ક્યારે કરીશ? અરે, તું ચૈતન્ય, તારા ચૈતન્યકાર્યને ચૂકીને
પરનો ને વિકારનો કર્તા થવા ક્યાં જાય છે? અંતર્મુખ થઈને તારા નિર્મળ
જ્ઞાનભાવનો કર્તા થા...ને! નિર્મળભાવના સ્વાધીન કર્તૃત્વપણે તારો આત્મા શોભે
છે. તારા નિર્મળભાવનું કર્તૃત્વ બીજા કોઈમાં નથી.
PDF/HTML Page 31 of 45
single page version
અનંત શક્તિમાન આત્મા છે, તેની પ્રાપ્તિ માટે એટલે કે તેના અનુભવ માટે તેનું
ઉત્સાહના જોરથી પરિણામ તેમાં એકાગ્ર થતાં વિકલ્પ તૂટી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવ થાય છે. જેમ હીરો જેને લેવો હોય તે તેની કિંમત સમજે છે ને હીરાની પરીક્ષા
કરે છે. હીરાને બદલે લીંબોડી કે કાચનો કટકો લઈ લેતો નથી; તેમ જેેને
ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત કરવો હોય તેણે જ્ઞાનીના ઉપદેશ અનુસાર તેની કિંમત સમજવી
જોઈએ, તેની અનંત શક્તિની તાકાતનો મહિમા જાણવો જોઈએ ને અંતરના વેદનથી
પરીક્ષા કરીને તેનું સ્વરૂપ સમજવું જોઈએ. જડને કે રાગને ચૈતન્યસ્વરૂપ માની લ્યે તો
સાચું આત્મસ્વરૂપ સમજાય નહિ. કોઈ લીંબોડીને નીલમણિ માની લ્યે તો? તેમ કોઈ
જીવ રાગને જ આત્મા માની લ્યે તો? –તો તે ઊંધી માન્યતાનું સાચું ફળ આવે નહિ.
ઝેરને કોઈ સાકર માનીને ખાય તેથી કાંઈ તે મીઠું ન લાગે, કડવું જ લાગે. તેમ વિકારને
કોઈ આત્મસ્વરૂપ માનીને વેદે તો તેથી કાંઈ તેને આત્માની શાંતિ વેદનમાં ન આવે.
આકુળતા જ વેદાય. માટે યથાર્થ આત્મસ્વરૂપ જેમ છે તેમ બરાબર જાણવું જોઈએ.
સાચા જ્ઞાનનું જ સાચું ફળ આવે છે. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કહ્યો તેવો આત્મા
જાણ્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ, ને સમ્યક્ચારિત્ર પણ હોય નહિ. –કેમકે પોતાનું
સ્વરૂપ જાણ્યા વગર ઠરશે શેમાં? ને સ્વરૂપમાં ઠર્યા વગર મુક્તિ થાય નહિ.
મોક્ષદશા ચારિત્ર વગર નહિ.
ચારિત્રદશા સમ્યકત્વ વગર નહિ.
સમ્યકત્વ શુદ્ધઆત્માની ઓળખાણ વગર નહિ.
PDF/HTML Page 32 of 45
single page version
સર્વજ્ઞદેવે આત્માને ‘ભગવાન’ કહ્યો છે કેમકે તે પોતે મહિમાવંત પદાર્થ છે.
નથી, મલિનતા નથી. અશુભ પાપરાગ, કે શુભ પુણ્યરાગ–તે બંને મલિન બંધભાવ છે,
તે ચેતના વગરના હોવાથી જડ છે, તે પોતે પોતાને કે બીજાને જાણતા નથી. અને
આત્મા તો સ્વયંપ્રકાશી સ્વ–પરને જાણનાર ચેતનસ્વભાવી છે. આમ બંનેની ભિન્નતાનું
જ્ઞાન થતાંવેંત જ આત્મા તે રાગાદિ આસ્રવોને પારકા જાણીને તત્ક્ષણે તેનાથી પાછો
વળે છે, તેનાથી જુદો પડીને જ્ઞાનભાવપણે પરિણમે છે; એટલે તેને બંધન થતું નથી.
પહેલાં રાગમાં વહાલપ હતી, તેને બદલે ઓળખાણ થતાં હવે પોતાનું જ્ઞાન જ વ્હાલું
લાગ્યું. હું તો જ્ઞાન જ છું, જ્ઞાનથી અન્ય કોઈ ભાવ હું નથી,–આવું ભેદજ્ઞાન તે જ બંધથી
છૂટવાનું કારણ છે.
સ્વચ્છ છે ને સેવાળ તે મેલ છે, બંને જુદા છે. તેમ રાગાદિ આસ્રવભાવો તે આત્માના
ચૈતન્યસ્વભાવથી જુદા છે, રાગાદિ તે ચૈતન્યભાવ નથી, ચૈતન્યતત્ત્વ તો રાગથી જુદું
સ્વચ્છ સ્વ–પરપ્રકાશક છે. તે પવિત્ર છે ને રાગાદિ તો મેલ છે; એમ બંનેની ભિન્નતા છે.
PDF/HTML Page 33 of 45
single page version
ભિન્નપણે આત્માનો અનુભવ જ્ઞાનવડે થાય છે. આવી ભિન્નતા જે જ્ઞાને જાણી તે જ્ઞાન
રાગાદિ સાથે એકતા કરતું નથી પણ તેને પોતાથી ભિન્ન જ જાણે છે. એટલે તે જ્ઞાન
રાગથી જુદું પરિણમતું થકું આસ્રવોથી નિવર્તે છે, કર્મનો આસ્રવ ત્યાં થતો નથી. માટે
જ્ઞાન તે જ કર્મબંધથી છૂટવાનો ઉપાય છે. અહો! સર્વજ્ઞ ભગવાને આત્માને ‘ભગવાન’
કહીને સંબોધ્યો છે. જેમ માતા બાળકને હાલરડામાં તેના વખાણ સંભળાવે છે કે ‘મારો
દીકરો ડાહ્યો...’ તેમ જિનવાણી માતા આત્માના ગુણના હાલરડાં ગાઈને તેને જગાડે છે
કે અરે જીવ! તું ભગવાન છો...તું પવિત્ર છો...તું આનંદરૂપ છો...ભાઈ! તું તારા
નિજગુણનો પ્રેમ કર. રાગમાં તારી શોભા નથી. પોતાના ગુણોનો મહિમા ભૂલીને
અનાદિથી જીવ રાગના પ્રેમમાં રોકાઈ રહ્યો છે, પોતાના આત્માને રાગરૂપ જ અનુભવી
રહ્યો છે–તે જ ભવભ્રમણનું કારણ છે. પોતાનો સ્વભાવ રાગરહિત હોવા છતાં રાગ
સહિત અનુભવે છે, પણ ભૂતાર્થસ્વભાવ શુદ્ધ છે તે રાગ વગરનો છે એવો અનુભવ
અને ભેદજ્ઞાન કરવું તે મોક્ષનું કારણ છે.
રાગાદિ આસ્રવભાવો આકુળતારૂપ છે ને દુઃખનાં કારણો છે, બંધનાં કારણો છે;
કારણ નથી. આત્માનો અનુભવ નિરાકુળ શાંત સુખરૂપ છે, તેમાં દુઃખ નથી. ભાઈ, તારે
સુખી થવું હોય તો આનંદમૂર્તિ તારો આત્મા છે તેની સન્મુખ તારે જોવું પડશે. રાગ તો
દુઃખનું ઘર છે તેની સામે જોયે સુખ તને નહિ મળે. સુખનું ઘર આત્મા છે તેમાં ઉપયોગ
મૂકતાં પરમ સુખનો અનુભવ થાય છે.
કારણ છે, માત્ર તે જ દુઃખનું કારણ છે, એ સિવાય બીજું કોઈ દુઃખનું કારણ નથી; રોગ,
નિર્ધનતા વગેરે બાહ્ય સંયોગ કાંઈ દુઃખનું કારણ નથી, રાગ–દ્વેષ–મોહરૂપ જે વિષમતા તે
જ દુઃખનું કારણ છે.
PDF/HTML Page 34 of 45
single page version
કરાવે એવું નથી. તેમજ આત્મા કારણ થઈને રાગને પોતાનું કાર્ય બનાવે એમ નથી.
રાગાદિક સાથે આત્માને કારણ–કાર્યપણું નથી. રાગને તો દુઃખ સાથે કારણ–કાર્યપણું છે.
ભગવાન આત્મા સ્વયં સુખરૂપ છે, તેને સુખ માટે બીજા કોઈ સાથે કારણ–કાર્યપણું
નથી; તેમજ દુઃખનું કાર્ય–કારણપણું પણ તેનામાં નથી. આત્માની પ્રાપ્તિ દુઃખ દ્વારા (રાગ
દ્વારા) થતી નથી. નિરાકુળ જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવે છે.
નાકમાં દુર્ગંધની ગોળી ભરી રાખે તેને ફૂલની સુગંધ કયાંથી આવે? તે દુર્ગંધ કાઢી નાંખે
તો સુગંધની ખબર પડે. તેમ ચૈતન્યના પરમ આનંદની આ મીઠી મધુરી વાત, પણ
પરભાવની રુચિરૂપી દુર્ગંધ રાખી છે તે જીવને સ્વભાવના આનંદની સુગંધ અનુભવમાં
આવતી નથી. ભાઈ! રાગ ને જ્ઞાન બંનેની જાત જ જુદી છે એમ સમજીને રાગની રુચિ
છોડ ને જ્ઞાનાનંદસ્વભાવની રુચિ કર, તો તારા સ્વભાવના અપૂર્વ સુખનો અનુભવ તને
થશે. પોતાના જ્ઞાનની રુચિ સિવાય બીજા કોઈ કારણથી સુખની પ્રાપ્તિ થતી નથી એટલે
કે ધર્મ થતો નથી. આવા શુદ્ધ જ્ઞાનની રુચિ ને ઓળખાણ વગર શુભાશુભ ક્રિયાકાંડ
બધા વ્યર્થ છે. શુદ્ધજ્ઞાનની ઓળખાણ વગર દેવ–ગુુરુ–ધર્મની શુદ્ધશ્રદ્ધા પણ થતી નથી.
દેવ–ગુરુએ શું કહ્યું તે જાણ્યા વગર દેવ–ગુરુની ખરી શ્રદ્ધા ક્યાંથી થશે? દેવ–ગુુરુએ
રાગને બંધનું કારણ કહ્યું છે તેને બદલે રાગને ધર્મનું કારણ માનીને સેવે–તે જીવે દેવ–
ગુરુના ઉપદેશને માન્યો નથી. બાપુ! અત્યારે આ શુદ્ધઆત્માની શ્રદ્ધા કરવાના ટાણાં
આવ્યા છે. ‘પછી કરીશ’ એમ વાયદા ન કરીશ. જેની રુચિ હોય તેમાં વાયદો ન હોય.
આત્માની રુચિ હોય તો આત્માની ઓળખાણમાં વાયદા ન હોય. પૈસાની રુચિવાળો એમ
નથી કહેતો કે હમણાં પૈસા નથી જોતા, પછી ધીમેધીમે કમાશું! ત્યાં તો એકસાથે લાખો–
કરોડો આવે તો લઈ લેવા માંગે છે. તો જેને આત્માની ખરેખરી રુચિ લાગે તેના ભાવમાં
એમ ન આવે કે હમણાં આત્મા નથી સમજવો, પછી ધીમેધીમે સમજશું.–પણ તેના
ભાવમાં તો એમ હોય કે અત્યારે જ આત્મા સમજીને તેમાં એકાગ્રતા કરું. જ્યાં રુચિ છે
ત્યાં કાળની મુદત ગોઠતી નથી. ચૈતન્ય વિના જેને ક્ષણ પણ ચેન ન પડે, એવી જેને
લગની લાગી છે તેને માટે આ વાત છે. ને આ વાત સમજ્યે જ દુઃખની ભઠ્ઠીમાંથી
ઉગારો થાય તેમ છે. આ સિવાય અશુભ કે શુભ એ તો બધી આકુળતાની ભઠ્ઠી છે,
તેમાં ક્યાંય શાંતિ નથી.
PDF/HTML Page 35 of 45
single page version
ચેતનથી રહિત છે, તે સ્વને કે પરને નહિ જાણતા હોવાથી તેમને જડસ્વભાવ કહ્યા છે;
ચેતનસ્વભાવથી તેની ભિન્નતા છે. રાગ પોતે પોતાને નથી જાણતો પણ રાગથી ભિન્ન
એવું જ્ઞાન જ રાગને જાણે છે. આવી જ્ઞાન અને રાગની ભિન્નતા લક્ષમાં પણ ન લ્યે તે
અંતરમાં ભેદજ્ઞાન કરીને અનુભવ તો ક્યાંથી કરે? ને ભિન્ન જ્ઞાનના અનુભવ વગર
તેને ધર્મ ક્યાંથી થાય? જ્ઞાનનું રાગથી ભિન્ન પરિણમન થાય તે જ ધર્મ અને મોક્ષનું
કારણ છે. જ્ઞાન અને રાગની જે ક્ષણે ભિન્નતા જાણે છે તે જ ક્ષણે જીવ રાગથી ભિન્ન
જ્ઞાનભાવે પરિણમે છે. કોઈ કહે કે ભેદજ્ઞાન થયું પણ આનંદનો અનુભવ ન થયો.–તો
એમ બને જ નહીં. જો રાગથી ભિન્ન થઈને જ્ઞાન ન પરિણમે ને રાગ સાથે એકમેકપણે જ
પરિણમ્યા કરે તો તે જીવને ખરૂં ભેદજ્ઞાન થયું નથી, તે ભેદજ્ઞાનની માત્ર વાત કરે છે.
જો ખરૂં ભેદજ્ઞાન થાય તો જ્ઞાની રાગમાં કેમ અટકે? ભેદજ્ઞાનનું કામ તો એ છે કે
જ્ઞાનને અને રાગને જુદાપણે અનુભવવા; આત્માને જ્ઞાન સાથે એકમેક અનુભવવો ને
રાગથી ભિન્ન અનુભવવો. આવા અનુભવરૂપ ભેદજ્ઞાન થતાં આસ્રવો છૂટી જાય છે.
પહેલાં અજ્ઞાનથી આત્મા રાગાદિમાં તન્મય પ્રવર્તતો, તે હવે ભેદજ્ઞાન થતાં જ જ્ઞાનપણે
જ પરિણમતો થકો રાગાદિ ભાવોથી નિવર્તે છે; એટલે તેને બંધન થતું નથી. આ રીતે
ભેદજ્ઞાન તે બંધનથી છૂટવાનો ને મોક્ષ પામવાનો ઉપાય છે.
મારા દેવ–ગુરુએ શું કર્યું? હું પણ એ જ કરું કે જે મારા દેવ–ગુુરુએ કર્યું.
વીતરાગભાવ વડે પોતાના આત્માને લાભ થાય એ જ કરવાનું છે.
મારા હિત માટે એવો બહાદુર બનું કે જગતની કોઈ પરિસ્થિતિ
PDF/HTML Page 36 of 45
single page version
અજ્ઞાનમય આસ્રવો દુઃખદાયક છે, ને જ્ઞાનવડે તેનાથી છૂટી શકાય છે; તો હે પ્રભો!
આત્માને આસ્રવોથી છૂટવાની રીત શું છે? તે સમજાવો.
એમાં રહી સ્થિત લીન એમાંં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. (૭૩)
નિશ્ચય અને અનુભવદ્વારા આત્મા આસ્રવોથી છૂટો પડે છે–એમ આસ્રવોથી છૂટવાની
રીત સમજાવે છે.
અંત કેમ આવે? એવું શું કાર્ય કરું કે આ દુઃખથી આત્માનો છૂટકારો થાય ને નિરાકુળ
શાંતિનું વેદન થાય! આવી જિજ્ઞાસાવાળા શિષ્યને આચાર્યદેવ આ અપૂર્વ વાત સમજાવે
છે. આત્મામાં અમૃતની રેલમછેલ થાય એવી આ વાત છે.
અવલંબતો આત્મા વિજ્ઞાનઘન થઈને રાગાદિ આસ્રવોને છોડી દે છે.
દુઃખભાવોથી પાછો ફરતો ન હતો; પણ જ્યારે ભેદજ્ઞાનવડે પોતાના શુદ્ધ આત્માને
જાણ્યો ત્યારે રાગને પોતાથી ભિન્ન જાણીને તેની પક્કડ છોડી દીધી; આ રીતે આત્મા
બંધભાવોથી નિવૃત્ત થાય છે.
PDF/HTML Page 37 of 45
single page version
કરવો–તેની પરમ હિતકર વાત સન્તોએ સમજાવી છે. આવો આત્મનિર્ણય કરીને વિકલ્પ
તોડીને અનુભવ કરે છે,–તેનો નિર્ણય પણ અપૂર્વ છે.
નહિ. અંતર્મુખ ઉપયોગવડે પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે.
કહે છે કે–
આંગણે આવેલો જીવ કેવો આત્મનિર્ણય કરે છે તેની વાત છે. પ્રત્યક્ષ જ્ઞાન વડે જણાઉં
એવો અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા હું છું–આવો નિશ્ચય કરીને પોતામાં ઉપયોગ મુકતાં
વિકલ્પ છૂટી જાય છે ને નિર્વિકલ્પ આનંદ સહિત સમ્યગ્દર્શન થાય છે.–આવી રીત
સર્વજ્ઞભગવાનની વાણીમાં આવી છે.
વિકલ્પના અવલંબનની બુદ્ધિ છૂટી ગઈ છે, ને આત્માના સ્વભાવસન્મુખ બુદ્ધિ વળી છે.
તે જીવ ઉપયોગને સ્વસન્મુખ કરી, વિકલ્પરહિત સાક્ષાત્ અનુભવ કરશે.–આ
સમ્યગ્દર્શનની રીત છે.
પામ્યા તે તો આત્માના મહેલમાં બેઠા–બેઠા સાક્ષાત્ આનંદને અનુભવે છે, ને
સમ્યકત્વની સન્મુખ જીવ આત્માના સ્વરૂપનો વિચાર વડે નિર્ણય કરે છે. આત્માનો
સાચો નિર્ણય કરવામાં પણ ઘણો પુરુષાર્થ છે. ભાઈ, જીવનમાં આ ખરૂં કરવા જેવું છે.
આત્માના નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને અનુભવ થાય નહીં.
PDF/HTML Page 38 of 45
single page version
જાતિસ્મરણજ્ઞાન કહે છે. અત્યારે આ સભામાં રાજુલ(૭વર્ષની) બેઠી છે તેને અઢી
વર્ષની ઉમરે પૂર્વ ભવની વાત યાદ આવી છે કે પૂર્વ ભવમાંં હું જુનાગઢમાં હતી ને ગીતા
મારું નામ હતું. આમ પૂર્વ ભવની વાત યાદ આવવી એ કાંઈ બહુ આશ્ચર્યની વાત નથી.
અસંખ્ય વર્ષ પહેલાનું જાણનારા પણ અત્યારે છે. આત્મા તો નિત્ય છે, તે કાંઈ આ
શરીર જેટલો નથી. જુઓ, પૂર્વ ભવનું જ્ઞાન થઈ શકે તેની એક યુક્તિ :– બે મનુષ્યો છે,
તેમાં એક ૧૦૦ વર્ષની ઉમરનો છે, બીજો પ૦ વર્ષની વયનો છે. હવે સો વર્ષની વયનો
માણસ પોતાની ૯૦ વર્ષ પહેલાંની કે ૯૮ વર્ષ પહેલાંની (એટલે કે પોતે બે વર્ષનો હતો
ત્યારની) વાત જાણી શકે છે; જો તે જીવ પોતાની ૯૮ વર્ષ પહેલાંની વાતને અત્યારે
જાણી શકે તો, જે માણસ પ૦ વર્ષનો છે તેનો જીવ પણ પોતાની ૯૮ વર્ષ પહેલાંની વાત
કેમ જાણી ન શકે? જીવની જાત તો સરખી છે એટલે તે પણ જરૂર જાણી શકે. હવે તે
પ૦ વર્ષની ઉમરનો માણસ પોતાની ૯૮ વર્ષ પહેલાંની વાતને યાદ કરે તો શું થાય?–કે
આ ભવની પહેલાંના ભવ સાથે સંધિ થાય, આ ભવ પહેલાં પોતે ક્યાં હતો તે યાદ
આવે. એટલે આ દેહ જેટલો આત્મા નથી પણ દેહથી ભિન્ન, બધા ભવમાં સળંગ
રહેનારો આત્મા છે.–આવા નિત્ય આત્માને લક્ષમાં લ્યે તો દેહબુદ્ધિ છૂટી જાય. અહીં તો
તે ઉપરાંત અંદરમાં આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરવાની વાત છે.
પોતાને ભૂલીને સંયોગમાં એવો મુર્છાઈ રહ્યો છે કે એને પરભવનો વિચાર પણ આવતો
નથી. જ્ઞાની તો શરીરને ભિન્ન જ દેખે છે, ક્ષણે ક્ષણે આત્મપ્રત્યક્ષ એવા પોતાના
આત્માને દેહથી જુદો જ વેદે છે. આત્માનો સ્વાદ એ જ હું છું, દેહાદિ હું નહિ ને રાગનો
આકુળસ્વાદ તે પણ હું નહિ, જ્ઞાનવડે સ્વસંવેદનમાં આનંદનો સ્વાદ આવે તે હું છું.
આવા આત્માનો નિર્ણય કરે તો મૃત્યુનો ભય ન રહે. ભાઈ, આ મનુષ્યભવ તો ક્ષણિક
ટૂંકા કાળનો છે, તે કાંઈ સદાકાળ રહેવાનો નથી; મૃત્યુ નજર સામે જ ઊભું છે એમ
સમજીને તું સાવધાન થઈને આત્માના હિતની સંભાળ કર. ‘ચેત ચેત નર ચેત!’ દેહ તો
અત્યારે પણ જુદો છે, ને તેનો સંયોગ છૂટી જશે. દેહ કાંઈ આત્માની સ્વ વસ્તુ નથી,
દેહનો સ્વામી જડ પુદ્ગલ છે, આત્મા નહિ. અહીં તો કહે છે કે રાગનોય સ્વામી આત્મા
નહિ, સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષજ્ઞાન તેનો સ્વામી આત્મા છે, ને તે જ હું છું–એમ ધર્મી
પોતાના આત્માનો નિશ્ચય કરે છે. આત્મા એવો વિજ્ઞાનઘન છે કે તેમાં શુભવિકલ્પનોય
પ્રવેશ ન થઈ શકે. એકલા વિજ્ઞાનઘનસ્વભાવે નિત્ય ટકતો આત્મા હું છું–એમ ધર્મી
અનુભવે છે.
PDF/HTML Page 39 of 45
single page version
રાગ અને વિકલ્પની ક્રિયાસંબંધી કારકો પણ આત્માની અનુભૂતિમાં નથી. અને નિર્મળ
પર્યાયરૂપ ક્રિયાનો હું કર્તા, તે મારું કર્મ, જ્ઞાન તેનું સાધન–એવા જે નિર્મળ કારકોના
ભેદના વિકલ્પો તે પણ શુદ્ધ આત્માની અનુભૂતિમાં નથી. તે વિકલ્પોથી પણ પાર શુદ્ધ
અનુભૂતિમાત્ર હું છું.
જરૂર તેને આવે જ. આવા નિર્ણય પછી અનુભવવડે સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શનરૂપી બીજ ઊગી પછી તે જીવને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા થાય જ.
ચૈતન્યના મહાન સ્વાદ પાસે આખી દુનિયાનો રસ છૂટી જાય છે. ચૈતન્યના આનંદ પાસે
બીજું બધું થોથાં જેવું છે. આવો નિર્ણય કરે તેને શુભ વિકલ્પનું સ્વામીપણું પોતામાં
ભાસતું નથી.
નથી, તેથી હું મમતારહિત છું; પરભાવનો અંશપણ મને સ્વપણે ભાસતો નથી.–જે શુદ્ધ
આત્માનો અનુભવ કરવો છે તેને પહેલાં નિર્ણયમાં તો લેવો જોઈએ ને? તે નિર્ણયની
આ વાત છે.
તેમાં લઈ લેવા. શુભ રાગનો સ્વામી થઈને અજ્ઞાની સ્વર્ગમાં પણ દુઃખી જ છે. અરે,
સ્વર્ગમાં દુઃખ! હા, ભાઈ! એ સંયોગમાં કાંઈ થોડું સુખ છે? અંદર દુઃખના કારણરૂપ
પરભાવ સાથેની એકત્વબુદ્ધિ જેને પડી છે તે જીવ સ્વર્ગમાં પણ દુઃખી જ છે. સુખ–દુખ
કાંઈ સંયોગમાં નથી, સુખ–દુઃખ તો પોતાના પરિણામમાં છે. અહીં તો અનાદિનું અજ્ઞાન
ને દુઃખ ટાળીને આત્માને સુખી કેમ કરવો તેની વાત છે.
જ્ઞાનભાવથી પરિપૂર્ણ એવો હું મમતારહિત છું કેમકે પરભાવના એક અંશનુંય સ્વામીત્વ
PDF/HTML Page 40 of 45
single page version
નિર્મમ આત્મસ્વભાવને તેણે જાણ્યો નથી. પરભાવનો એક અંશ પણ જેમાં સમાય નહિ
એવા જ્ઞાનદર્શનસ્વભાવથી પરિપૂર્ણ મારો આત્મા છે. જેમ આકાશ વગેરે દ્રવ્ય પોત
પોતાના વિશેષ સ્વભાવમાં રહેલા છે, પરમાર્થ વસ્તુવિશેષ છે, તેમ હું મારા પરિપૂર્ણ
જ્ઞાન–દર્શન સ્વભાવમાં રહેલ પરમાર્થ વસ્તુ–વિશેષ છું; અન્ય દ્રવ્યોથી અસાધારણ એવા
મારા વિશેષ સ્વભાવમાં–જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ સ્વભાવમાં હું સદાય રહેલો છું, ને
રાગાદિપણે હું જરાપણ થતો નથી.–આવા આત્મ સ્વભાવનો નિશ્ચય કરીને તેમાં
ઉપયોગ નિશ્ચલ રહેતાં આત્મામાંથી સર્વે આસ્રવ ભાવો છૂટી જાય છે ને આત્મા
નિર્વિકલ્પ વિજ્ઞાનઘન આનંદરૂપ થાય છે. જેમ સમુદ્ર તરંગોથી ક્ષુબ્ધ થઈને ભમરી
ખાતો હોય, ત્યારે તે ભમરીમાં વહાણને પકડી રાખે છે, પણ જ્યાં વમળ ઠરીને સમુદ્ર
શાંત થયો ત્યાં વહાણને છોડીને દે છે. તેમ આ ભગવાન ચૈતન્ય સમુદ્ર પહેલાં રાગ અને
વિકલ્પોની પક્કડથી મિથ્યાત્વરૂપી વમળમાં હતો ત્યારે તેણે આસ્રવોને પકડી રાખ્યા
હતા, પણ જ્યાં રાગથી ભિન્ન પોતાના ચિદાનંદ શુદ્ધસ્વરૂપનો નિર્ણય કરીને પોતે
પોતામાં નિશ્ચલ થયો, પોતે શાંતરસમાં મગ્ન થયો, ત્યાં વમળ શમી ગયા ને વિકલ્પોને
છોડીને આત્મા નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવે પરિણમ્યો.–આ આસ્રવોથી છૂટવાની
રીત, ને આ મોક્ષનો માર્ગ. આ વિધિથી જ આત્મા બંધનથી છૂટીને મુક્તિ પામે છે.
અનંતા જીવો મોક્ષ પામ્યા છે ને અનંતા જીવો મોક્ષ પામશે તે બધાય જીવો આ જ
રીતથી મોક્ષ પામ્યા છે ને પામશે; આ સિવાય મોક્ષની બીજી કોઈ રીત નથી.
મહા દુઃખનું કારણ છે એવા ઊંધા માર્ગમાં અજ્ઞાની જીવો નિઃશંક થઈને વર્તે છે, ને
પોતાના હિત માટેનો જે સાચો માર્ગ વીતરાગી સન્તો બતાવે તેમાં શંકા કરે છે.–એ જીવ
દુઃખમાંથી કેમ છૂટે? ભાઈ, અનંતા જન્મમરણ ટાળવાની ને અનંતું સુખ પામવાની
સાચી રીત સન્તો બતાવે છે, તે જાણીને નિઃશંક થા. આત્માનું જેવું પરમાર્થસ્વરૂપ છે તેવું
લક્ષમાં લઈ, નિશ્ચય કરીને તેનો અનુભવ કરવો તે જ દુઃખથી છૂટવાની રીત છે.