Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 4

PDF/HTML Page 41 of 69
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૧૭. મારી જ્ઞાનવસ્તુ પોતાનું જ્ઞાનપણું છોડીને રાગપણે કદી થતી નથી; હું તો જ્ઞાન
જ છું.–એમ જ્ઞાનપણે જ પોતાને અનુભવનાર જ્ઞાનીને જ્ઞાન સિવાય બીજે
ક્્યાંય પોતાપણું ભાસતું નથી, તેથી તે સર્વત્ર મમતારહિત છે.
૧૧૮. હું પોતે જ મારો પારસમણિ ચિંતામણિ છું, મારા જ્ઞાન–આનંદનો ખજાનો
મારામાં જ છે, બીજા કોઈ પાસેથી કાંઈ લેવાનું મારે નથી.
૧૧૯. પોતાની વસ્તુ પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે–એવો જે નિર્ણય કરે તે અંતરમાં
જઈને તેનો અનુભવ કરે. વિકલ્પમાં તે અટકે નહિ.
૧૨૦. આખો ચૈતન્ય–રત્નાકર જેને મળ્‌યો તે વિકલ્પરૂપી કાંકરા કેમ વીણે? રાજહંસ
સાચા મોતીના ચારા છોડીને કાંકરાને કેમ ચરે?
૧૨૧. આત્માના અનુભવની, એટલે કે મોક્ષસુખની જેને અભિલાષા હોય તેણે પરીક્ષા
કરીને જ્ઞાનવડે આત્માના સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ, કે હું એક
જ્ઞાનસ્વભાવી, પરભાવોની ભેળસેળ વગરનો શુદ્ધ છું, આવો નિર્ણય થાય ત્યાં
રાગાદિ આસ્રવોની પક્કડ છૂટી જાય ને ચૈતન્યસમુદ્ર પોતે પોતામાં નિમગ્ન થાય.
૧૨૨. જે રાગાદિ દોષ છે તે તો ક્ષણિક અવસ્થામાં છે, આખોય આત્મા કાંઈ દોષરૂપ
નથી; આત્મા તો પરિપૂર્ણ જ્ઞાન–દર્શન સ્વભાવરૂપ છે. તે સ્વભાવમાં રાગાદિનું
સ્વામીત્વ નથી. એ સ્વભાવનું ભાન થતાં અવસ્થામાં પણ રાગાદિ દોષથી રહિત
જ્ઞાનદશા પ્રગટે છે. આવા જ્ઞાનના સંસ્કાર આત્મામાં રેડવા જેવા છે.
સંસ્કાર નાંખતી હતી. અંદરમાં તત્ત્વના સાચા સંસ્કાર જ ન હોય એને નિર્વિકલ્પ
અનુભવ ક્્યાંથી થાય?
૧૨પ. અહીં તો ગુરુ પાસેથી તત્ત્વના સંસ્કાર ઝીલીને જેણે આત્માનો નિર્ણય કર્યો છે,
અને એ નિર્ણયના બળે નિર્વિકલ્પ અનુભવ કરે છે તેની વાત છે.
૧૨૬. અનુભવ એટલે ભગવાન આત્માની પ્રસિદ્ધિ કેમ થાય? તેની આ રીતે બતાવાય
છે. જ્ઞાનદર્શનસ્વરૂપ આત્માને પોતાથી એકપણું, પરભાવોથી રહિત શુદ્ધપણું, ને
સ્વસંવેદન–પ્રત્યક્ષપણું છે. –એવા સ્વભાવને પકડતાં જ સર્વે પરભાવથી

PDF/HTML Page 42 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
છૂટીને નિર્વિકલ્પ અનુભવમાં ભગવાન આત્મા પોતાના સાચા સ્વરૂપે પ્રસિદ્ધ
થાય છે.
૧૨૭. આત્માનો આવો અનુભવ થતાં ધર્મીને પોતાના આત્મામાંથી સાક્ષી આવી જાય
છે કે અમારો આત્મા હવે મોક્ષની નજીક આવ્યો, સંસારસમુદ્રનો કિનારો હવે
અત્યંત નજીક આવી ગયો–આમ પોતાને પોતાની ખબર પડી જાય છે.
૧૨૮. આત્માનું સાચું સ્વરૂપ જ્યાં પોતાના અનુભવમાં આવી ગયું ત્યાં તેનાથી વિરુદ્ધ
કહેનારાને તે કદી માને નહિ; સ્વભાવથી વિપરીત કોઈ પરભાવને જ્ઞાનમાં પકડે
નહીં. એટલે જ્ઞાન સમસ્ત પરભાવથી છૂટું ને છૂટું જ્ઞાનમાત્રરૂપે જ રહે છે. ને
આવું જ્ઞાન થતાં જીવને આસ્રવ થતો નથી, તે અલ્પકાળમાં મુક્ત થાય છે.
૧૨૯. જ્ઞાનને અને રાગદ્વેષમોહને એકપણું તો છે નહીં, વિપરીતપણું છે; એટલે જે
આત્મા જ્ઞાનરૂપે પરિણમ્યો તે રાગદ્વેષમોહરૂપે થતો નથી. –આવા જ્ઞાનને જ
ભેદજ્ઞાન કહે છે; તે ભેદજ્ઞાન ધર્મ છે ને તે જ મોક્ષનું કારણ છે.
૧૩૦. જીવે અત્યારસુધી ભેદજ્ઞાન ન કર્યું ને પોતાને રાગરૂપે જ માન્યો, તે જીવની
પોતાની ભૂલ છે; કોઈ બીજાએ તે ભૂલ કરાવી નથી; અને બીજો તે ભૂલ
મટાડનાર નથી. જીવ પોતે ભેદજ્ઞાનવડે શુદ્ધઆત્માનો અનુભવ કરીને તે ભૂલ
મટાડે છે.
૧૩૧. ભૂલ તે જીવનો અસલી સ્વભાવ નથી એટલે તે મટી શકે છે. અને અનાદિની
ભૂલ ચાલી આવી છતાં જીવનો અસલી જ્ઞાનાનંદ સ્વભાવ મટી ગયો નથી.
જ્યારે જાગીને જુએ ત્યારે આત્માનો એવો ને એવો પરિપૂર્ણસ્વભાવ છે.
૧૩૨. બાપુ! તારું તત્ત્વ તારામાં જ છે, ક્્યાંય ખોવાયું નથી. તેં રાગમાં સર્વસ્વ માન્યું
એટલે તારા સાચા તત્ત્વને તું ભૂલ્યો. હવે રાગ અને જ્ઞાનના લક્ષણની ભિન્નતા
વડે બંનેને ભિન્ન જાણ; તો તારું તત્ત્વ તને સ્વસંવેદન–પ્રત્યક્ષ થશે, રાગથી જુદી
જ્ઞાનઅનુભૂતિ થશે.
૧૩૩. તારું સાચું અસ્તિત્વ કેવું છે? કેવડું છે? અંદર કેટલી તાકાત ને કેટલા ગુણો
ભર્યા છે? તેને લક્ષમાં લે. જ્ઞાનાદિ અનંત સ્વભાવથી પૂરું જે મહાન અસ્તિત્વ
છે તેમાં નિશ્ચલ થતાં જ સમસ્ત પરભાવની પક્કડ છૂટી જશે.....એટલે કે
આસ્રવરૂપ સંસાર છૂટી જશે.....

PDF/HTML Page 43 of 69
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૩૪. ચૈતન્ય–હીરો જેના હાથમાં આવ્યો તે રાગાદિ પરભાવરૂપી કોલસાને કેમ પકડે?
ચૈતન્યના આનંદની મીઠાસ પાસે રાગનો સ્વાદ તો અત્યંત કડવો છે. પોતાના
આનંદસમુદ્રમાં મગ્ન થયેલો આત્મા સમસ્ત વિકલ્પોને તત્ક્ષણ જ વમી નાંખે છે.
આનંદના અનુભવમાં વિકલ્પની આકુળતા રહેતી નથી.
૧૩પ. અહા! મારી આત્મવસ્તુનો આવો સ્વભાવ! આવો ગંભીર મહિમાથી ભરેલો
ચૈતન્યસમુદ્ર હું જ પોતે છું.–આવા નિર્ણયમાં અપૂર્વ તાકાત છે.
૧૩૬. નિજસ્વરૂપને ભૂલીને અનાદિકાળથી જીવ દુઃખ વેદી રહ્યો છે. તે ભૂલ કોની?
જીવની પોતાની; તે કેટલા કાળની? –એક ક્ષણની; તે ભૂલ કોણ મટાડે? જીવ
પોતે તે ભૂલ કેમ મટે? –કે નિજસ્વરૂપની સંભાળ કરતાં ભૂલ મટે. નિજસ્વરૂપ
કેવું છે? –કે રાગાદિક આગંતુક બાહ્યભાવોથી જુદું જે શુદ્ધ ચિદાનંદ તત્ત્વ છે તે
જ નિજસ્વરૂપ છે.
૧૩૭. આ જ્ઞાનીની અનુભૂતિની વાત છે. ચૈતન્યની એવી નિશ્ચલ અનુભૂતિ થઈ કે
વિકલ્પોની પક્કડ છૂટી ગઈ....ને નિઃશંક થઈ ગયા કે હવે આ ચૈતન્યની જ
અનુભૂતિ વડે સમસ્ત પરભાવનો હું ક્ષય કરીશ.
૧૩૮. સ્વસંવેદન–પ્રત્યક્ષપણે ચૈતન્યદીવડો જાગ્યો છે, હવે કોઈપણ પર દ્રવ્ય મને
જરાપણ મારાપણે ભાસતું નથી; સમસ્ત પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન એવી મારી
ચૈતન્યવસ્તુમાં જ હું અચલ છું......
૧૩૯. આ પ્રકારે પોતાના આત્માનું વેદન તે જ આસ્રવોનાં દુઃખથી છૂટવાની રીત છે,
અને તે જ મોક્ષને સાધવાનો ઉપાય છે.
–આત્માની આવી અનુભૂતિવડે જ્ઞાનચેતનારૂપ થયેલા ધર્માત્મા આનંદના
અનુભવસહિત મોક્ષને સાધે છે....તેમને નમસ્કાર હો.
* (પ્રવચન–સમુદ્રના ૨૦૧ રત્નોમાંથી પ૭ રત્નોની બીજી રત્નમાળા અહીં પૂરી થઈ.)*
ત્રીજી રત્નમાળા ૬૨ રત્નોની શરૂ
૧૪૦. હે જીવ! તારે તારું હિત કરવું છે ને! –તો જ્ઞાનીઓ તને તારા હિતની રીત
સમજાવે છે. અંદરના અપૂર્વ ભાવથી તું આ વાત લક્ષમાં લે.

PDF/HTML Page 44 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૧ :
૧૪૧. પહેલી વાત એ છે કે તું તારા આત્માનો પ્રેમ કર, જગતના બાહ્ય પદાર્થોનું
કુતૂહલ અને પ્રેમ કરે છે તેને બદલે અંતરમાં બિરાજમાન તારો આતમરામ કેવો
અદ્ભુત છે તેને જાણવાનું કુતૂહલ અને પ્રેમ કર. આત્માનું સ્વરૂપ કેવું છે તે
વિચારમાં લઈને નિર્ણય કર.
૧૪૨. જેમ મીઠાપાણીનો દરિયો છલોછલ ભર્યો હોય તેમ આત્મા આનંદનાં મીઠા
જળથી ભરપૂર ચૈતન્યદરિયો છે. જેમ દરિયામાં માછલું તરસ્યું, તેમ આનંદનો
દરિયો આત્મા પોતે હોવા છતાં અજ્ઞાનને લીધે તે દુઃખી છે. દરિયામાં રહેલું
માછલું બહાર પાણી શોધે તેમ અજ્ઞાની જીવ આત્માથી બહાર સુખ શોધે છે. –
પણ સુખસ્વરૂપી તો પોતે જ છે......સુખના દરિયામાં જ પોતે વસે છે. એને સુખ
શોધવાપણું છે જ ક્્યાં?
૧૪૩. અરે, હાથી જેવા પ્રાણી પણ તે મોટા દેહથી ભિન્ન પોતાના આત્માનું ભાન કરીને
અંદર ઊતરી જાય છે; ‘હું પશું છું’ એ ભૂલીને, હું તો ચૈતન્યપરમેશ્વર છું’ એમ
તે અનુભવે છે. તે અનુભવ થતાં સમસ્ત પરભાવોની પક્કડ છૂટી જાય
છે.....આત્મા પોતે પોતાના સ્વરૂપે રહે છે.
૧૪૪. પોતાના આત્માનું સ્વરૂપ ઓળખીને અનંતા જીવો પરમાત્મા થઈ ગયા છે. આ
આત્મા પણ એ પરમાત્માની જાતનો જ છે.
૧૪પ. જુઓ, આવા આત્માને ઓળખવો તે સર્વજ્ઞનો ધર્મ છે.–
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.
૧૪૬. આત્માનો સ્વાદ આનંદસ્વરૂપ છે, પણ રાગાદિ વૃત્તિઓનો સ્વાદ તેનાથી
વિપરીત જાતનો છે. જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં તેમાં આનંદ આવે છે. પણ તેમાં રાગ
આવતો નથી. માટે જ્ઞાન તે આત્મા છે, ને રાગાદિ તે ખરેખર આત્મા નથી.
૧૪૭. આત્મા કેવડો છે? કે અંદર પોતાના સ્વસંવેદનમાં આવે તેવડો. આત્માના
સ્વસંવેદન માટે અંદર જોવું પડે છે, બહારમાં જોવું નથી પડતું. કેમકે આત્મા
બહારમાં વ્યાપક નથી.

PDF/HTML Page 45 of 69
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૪૮. આત્માના અનુભવ માટે રાગ સામે જોવું નથી પડતું, કેમકે આત્મા રાગમાં
વ્યાપક નથી.
૧૪૯. અનંત ગુણે પરિપૂર્ણ પોતાનો જે ચૈતન્યસ્વભાવ, તેમાં જ આત્મા વ્યાપક છે,
તે જ આત્મા છે, તેની સન્મુખતાથી જ આત્માનો સાચો અનુભવ થાય છે.
૧પ૦. ભાઈ, જેટલામાં આ શરીર છે તેટલામાં જ તારો ચિદાનંદસ્વરૂપ આત્મા છે,
દેહથી તદ્ન જુદો એનો સ્વભાવ છે. દરિયા જેવા ગંભીર સ્વભાવમાં અનંતા
ગુણરત્નો ભરેલા છે. ‘કાંઠે ઊભો રહીને તે શોધ મા; અંદર ડુબકી માર. ’
૧પ૧. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા મુક્ત જ છે, તે કોઈ બીજાથી બંધાયો નથી. ક્ષણિક
વિકારને જ આત્મા માનીને પોતાને બંધાયેલો માન્યો છે, પણ જો
સ્વભાવની શુદ્ધતાને જુએ તો મુક્ત તત્ત્વ દેખાય છે.
૧પ૨. જેમ બોરના માટલામાં વાંદરાનો હાથ કોઈએ પકડ્યો નથી, પણ વાંદરે
બોરની મૂઠી પોતાના હાથમાં બાંધી છે–તે મમતાને લીધે પોતે પકડાયો છે;
ને બીજાએ મને પકડ્યો એમ માને છે. તેમ જીવ પોતાના સ્વભાવને ભૂલીને
પરભાવની મમતાથી પકડાયો છે, ને બીજાએ મને બાંધ્યો–એમ અજ્ઞાનથી
માને છે.
૧પ૩. તું પરભાવની મમતા છોડી દે, ને જ્ઞાનસ્વભાવરૂપ જેવો છો તેવો નિશ્ચલ
રહે, તો જ્ઞાન–આનંદનો ચૈતન્યદરિયો તારામાં જ તને દેખાશે. અહા,
ચૈતન્યદરિયો પોતાના આનંદતરંગમાં ડોલી રહ્યો છે.
૧પ૪. પરમાત્મા કહે છે કે હે આત્મા! તારો આત્મા જ કેવળજ્ઞાનનાં પાક પાકે
એવું ચૈતન્યવૃક્ષ છે; આ ચૈતન્ય ઝાડની ડાળીએ રાગનાં ઝાડ ન પાકે; અને
રાગનાં ઝાડમાં કેવળજ્ઞાનનાં ફળ ન પાકે.
૧પપ. ચૈતન્યનો અનાદર કરીને જે રાગનો આદર કરે છે તે અમૃતનાં મીઠા ઝાડને
છોડીને ઝેરનાં ઝાડને સેવે છે.
૧પ૬. રાગ–દ્વેષ, ક્રોધાદિ વિકારી ભાવો છે તે અસ્થિર છે, રાગ પલટીને બીજી ક્ષણે

PDF/HTML Page 46 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૩ :
દ્વેષ, ક્રોધ પલટીને માનાદિ–એમ તે અનિત્ય છે, ને ચૈતન્યભાવ તો સદા
ચૈતન્યપણે સ્થિર રહેનાર છે. આ રીતે આત્મા રાગાદિથી જુદો ચૈતન્યભાવરૂપ
છે.
૧પ૭. જે ક્ષણે આત્મા આવા સ્વભાવપણે પોતાને અનુભવે છે તે જ ક્ષણે તેને
રાગાદિથી ભિન્નતા થાય છે. સ્વભાવના ચેતનસ્વાદમાં રાગના સ્વાદની નાસ્તિ
છે. –સમ્યગ્દર્શન થતાં આવો સ્વાદ આવે છે.
૧પ૮. હે જીવ! તું આવો અનુભવ કર! તને આનંદ આવશે, અને તારાં જન્મમરણ
છૂટી જશે.
૧પ૯. રાગાદિ ભાવો કે જે અશુચી છે, ચૈતન્યથી વિરુદ્ધ છે અને અધુ્રવ છે, તે
રાગાદિભાવોનો આશ્રય ચૈતન્યસ્વભાવી આત્મા નથી, તેનો આશ્રય તો જડ
કર્મોનો ઉદય છે. કર્મોનો આશ્રય છોડીને ચૈતન્યસ્વભાવનો આશ્રય કરતાં તે
રાગાદિભાવો રહેતા નથી, માટે તે આત્માનો સ્વભાવ નથી.
૧૬૦. આ રીતે જ્ઞાન અને રાગની ભિન્નતાનો જે નિર્ણય કરે તે જ જ્ઞાનરૂપ થઈને
પરભાવથી છૂટે.
૧૬૧. મોટો દરિયો જણાય છે–તે કોની સત્તામાં જણાય છે? ચૈતન્યની સત્તામાં તે જ્ઞાન
થાય છે. તો તે જ્ઞાનસત્તા કેવી મહાન છે–એને અંતરમાં દેખ.
૧૬૨. ચૈતન્યસત્તા ન હોય તો કાંઈ જ દેખાય નહીં. બધાયને જાણનારી ચૈતન્યસત્તા
બધાયથી જુદી, મહાન સામર્થ્યવાન છે. પોતે પોતાની ચૈતન્યસત્તાને ઓળખે તો
જ સાચું જ્ઞાન થાય.
૧૬૩. લોકોમાં કહેવાય છે કે ‘સરખે સરખાની જોડી શોભે’ તો અહીં આત્મામાં
સરખેસરખાની જોડી શોભે–એટલે શું? કે જ્ઞાનને અને રાગને સરખાપણું નથી,
એમને તો કજોડું છે, એટલે કે જ્ઞાન રાગનું સ્વામી થઈને તેને કરે–એ શોભતું
નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે જ્ઞાનનો જ સ્વામી થઈને જ્ઞાનભાવને જ કરે, –
એ શોભે છે, એ આત્માનું સાચું સ્વરૂપ છે.
૧૬૪. ભાઈ, તારો સરખો પરિવાર તો સમ્યગ્દર્શનાદિ છે, કે જે સ્વજાત છે–તે સમકિત
સાથે આત્માની સગાઈ બાંધ, ત્યાં અનંત ગુણના પરિવાર સાથે તારે સાચું
સગપણ બંધાશે.

PDF/HTML Page 47 of 69
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૬પ. જગતમાં પૈસા કમાવા માટે અનેક પ્રકારની કુયુક્તિ લડાવે છે, તેમાં તો પાપ છે;
તો હે ભાઈ! આ તારા ચૈતન્યની કમાણીનો અવસર છે, તેમાં ચૈતન્યની કમાણી
કેમ થાય? તેનો તો વિચાર કર. એના વિચાર સાથેના રાગથી પણ ઊંચા પુણ્ય
બંધાય છે; અને એની સમજણનું ફળ તો કોઈ અલૌકિક છે.
૧૬૬. અરે, તારું જ્ઞાન જેમ પરની તરફ ઝુકે છે ને પરને જાણે છે, તેમ અંતરમાં
આત્માનો પ્રેમ કરીને જ્ઞાનને સ્વ તરફ ઝુકાવ ને સ્વને જાણ, તેમાં અપૂર્વ
કલ્યાણ છે.
૧૬૭. આ જીવનનો શો ભરોસો? એક દિવસ દેહથી છૂટવાનો પ્રસંગ આવશે. માટે
દેહથી અત્યારે છૂટો જ છું–એમ દેહથી ભિન્ન ચેતનસ્વરૂપ આત્માનો નિર્ણય કરી
લે, અને તેના સંસ્કાર આત્મામાં પાડી દે. –એ જ એક શરણ છે.
૧૬૮. જેમ બરફની શીલા સર્વત્ર ઠંડકથી ભરેલી છે, તેમ ચૈતન્યભગવાન આ આત્મા
તદ્ન શાંત–શીતલ–ઠંડો છે, તેમાં કષાયની આકુળતા જરા પણ નથી. આવા
આત્માને અનુભવતાં આત્માને નિરાકુળસુખ થાય છે ને દુઃખરૂપ આસ્રવો છૂટી
જાય છે.
૧૬૯. અજ્ઞાન ભાવમાં વિકલ્પથી ડામાડોળ થઈને જીવે આસ્રવોને પકડયા હતા;
જ્ઞાનભાવે નિર્વિકલ્પ થઈને તે આસ્રવોને પોતાથી ભિન્ન જાણીને છોડી દીધા,
એટલે આત્મા નિરાસ્રવ થયો, વિજ્ઞાનઘન થયો.
૧૭૦. જગતના પદાર્થો હું નથી, પણ જગતના પદાર્થોને જે લક્ષમાં લ્યે છે તે હું છું.
૧૭૧. જેનો અનુભવ કરતાં આનંદનું–સુખનું વેદન થાય તે હું છું; જેના વેદનમાં દુઃખ
થાય તે હું નથી.
૧૭૨. રાગના વેદનમાં અગ્નિના દાહ જેવી આકુળતા ને દુઃખ છે; વર્તમાનમાં તે દુઃખરૂપ
છે, ને ભવિષ્યમાં પણ તેના ફળમાં દુઃખ જ છે. –એ કાંઈ આત્માનો સ્વભાવ
નથી.
૧૭૩. દુઃખ આત્માનો સ્વભાવ કેમ હોય? આત્માનો સ્વભાવ તો સુખ છે તેનું ફળ
પણ સુખ છે. –આવો આત્મા હું છું –એમ નક્કી કરીને તેને અનુભવમાં લેવો, તે
જ દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે.

PDF/HTML Page 48 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૫ :
૧૭૪. ધર્મ થાય ને દુઃખ ન મટે–એમ બને નહિ. જ્ઞાન થાય ને સુખ ન થાય–એમ બને
નહિ. જ્ઞાનની ઉત્પત્તિ ને દુઃખનો નાશ–એક જ ક્ષણે થાય છે.
૧૭પ. આત્માને શોધવા જતાં વચ્ચે વિકલ્પ ઊઠે તેનાથી પણ આત્મા જુદો છે, માટે
જ્ઞાનને એનાથી જુદું પાડીને, તે જ્ઞાનવડે આત્માને શોધ.
૧૭૬. સમ્યગ્દર્શનાદિ રત્નો ક્્યાં શોધવા? તારા અંતરમાં જ ચૈતન્ય–રત્નાકર છે તેમાં
શોધ.
૧૭૭. સંસાર ક્્યાં છે? સંસાર નથી તારા સ્વભાવમાં, સંસાર નથી પરમાં; સ્વ–પરની
ભિન્નતાને ભૂલીને વચ્ચે તેં ઊભું કરેલું જે અજ્ઞાન, તેમાં જ સંસાર છે.
૧૭૮. તે સંસાર કેમ મટે? આત્માનો જ્ઞાનસ્વભાવ, અને તેનાથી વિરુદ્ધ એવા પુણ્ય–
પાપના ભાવો, તે બંનેની ભિન્નતા જાણીને આત્મા પોતાને જ્ઞાનસ્વભાવરૂપે
અનુભવે ત્યાં તે અનુભવમાં સંસાર છૂટી જાય છે.
૧૭૯. જ્ઞાનમાં આસ્રવ નથી, એટલે કે જ્ઞાનમાં સંસાર નથી. માટે જ્ઞાનનો અનુભવ તે
જ સંસારથી છૂટવાની રીત છે.
૧૮૦. જ્ઞાનનો જ સ્વાદ શાંત–અનાકુળ છે; પાપનો કે પુણ્યનો એ બંનેનો સ્વાદ તો
અશાંતિરૂપ–આકુળતાવાળો છે. બંનેના સ્વભાવ અત્યંત જુદા છે.
શુભવિકલ્પનોય સ્વાદ જેને સારો લાગે છે તેને જ્ઞાનરસની ખબર નથી.
૧૮૧. જ્ઞાનરસનો સ્વાદ જેણે ચાખ્યો તે સર્વપ્રકારના રાગને પોતાથી જુદા સ્વાદવાળો
જાણીને છોડે છે. આ ભાવ મારો નહિ, આ રાગ મારું સ્વરૂપ નહીં.–એમ એક
ક્ષણમાં તેને ભિન્ન જાણીને છોડે છે.
૧૮૨. અહો, સમયસારમાં આચાર્યદેવે મોક્ષનો માર્ગ ખોલી દીધો છે. શુદ્ધ આત્માના
આશ્રયે જ મોક્ષની સિદ્ધિ થાય છે–એ વાત વારંવાર સ્પષ્ટ કરીને સમજાવી છે.
૧૮૩. ભાઈ, આ તારી વાત છે ને તને સમજાય તેવી છે. આ શરીર તો અચેતન છે ને
તેનો નાશ થવા છતાં આત્માનું અસ્તિત્વ તો સદાય રહે છે; આ શરીર પહેલાંં
આત્મા ક્્યાં હતો તેનું જ્ઞાન પણ થાય છે. આ રીતે આત્મા દેહથી જુદો છે. તે
જરાક વિચાર કરે તો સમજાય તેવું છે.

PDF/HTML Page 49 of 69
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૮૪. આત્મા જેમ શરીરથી જુદો છે તેમ રાગાદિથી પણ જુદો છે. રાગની વૃત્તિઓ નાશ
થવા છતાં તેને જાણનારો ચેતનસ્વભાવ એવો ને એવો રહે છે, તે ચેતનસ્વભાવ
હું છું.–આમ અંદર ભેદજ્ઞાનથી ઓળખાય છે.
૧૮પ. ચૈતન્યસત્તા આત્મા છે; તે જ્ઞાન–આનંદસ્વભાવથી ભરપૂર છે. જ્ઞાનસ્વભાવથી
પૂરો માન્યો એટલે તેમાં રાગ રહી શકે નહીં.
૧૮૬. ભાઈ, આવો તારો સ્વભાવ......તે સમજવાનો ઉત્સાહ લાવ! પોતાનો અનંત
વૈભવ જાણતાં કોને ઉલ્લાસ ન આવે! અરે, ઉલ્લાસ લાવીને સંભાળ તો ખરો.
૧૮૭. જેટલા આસ્રવો છે, જેટલા રાગભાવો છે–અશુભ કે શુભ, તે બધાય દુઃખથી
બનેલા છે, ને તેનું ફળ પણ દુઃખ જ છે. રાગ વર્તમાનમાં કે ભાવિમાં ક્્યારેક
સુખનું કારણ નથી.
૧૮૮. સુખથી ભરેલો તો ભગવાન આત્મા છે. તેના સેવનમાં વર્તમાન સુખ, અને
ભવિષ્યમાં તેના ફળમાં પણ સુખ; તેમાં દુઃખનો કયાંય પ્રવેશ નથી.
૧૮૯. અરે, ચૈતન્ય! તારા ગુણની પ્રશંસા સંતો તને સંભળાવે છે, તે સાંભળીને પ્રસન્ન
થા.....પ્રમોદિત થા. નાનું બાળક પણ પ્રશંસા સાંભળીને રાજી થાય છે.....તો
સંતો કહે છે કે તું શુદ્ધ છો.......તું પ્રભુ છો......તું અનંત ગુણવાળો પરમાત્મા
છો.....રાગનાં દુઃખવાળો તું નથી, તું સુખનો ભંડાર છો......તે સાંભળીને તું રાજી
થા.
૧૯૦. સ્વાનુભવરૂપ જે આત્મવૈભવ, તે આત્મવૈભવ વડે હું આ સમયસારમાં
શુદ્ધઆત્મા દેખાડીશ–એમ કહીને આચાર્યદેવે આ સમયસારની રચના કરી
છે....તેમાં આત્માનો અદ્ભુત વૈભવ બતાવ્યો છે. આત્માના આનંદમાં કલમ
બોળીબોળીને આ સમયસાર લખાયેલું છે.
૧૯૧. આત્માનો વૈભવ કોઈ ઈંદ્રિયો વડે, વિકલ્પોવડે કે બહારનાં ચિહ્નો વડે જણાય
તેવો નથી; અંતરના અતીન્દ્રિય સ્વસંવેદન વડે જ તે જણાય છે....તેને જાણતાં
મહાન આનંદ થાય છે.
૧૯૨. બાપુ! આત્માનો આવો આનંદ, તેને સાધવાનો આ અવસર છે. દુઃખ કાંઈ તારું
સ્વરૂપ નથી; અદુઃખ એટલે કે સુખનો અનુભવ આપે એવો જ આત્માનો
સ્વભાવ છે, દુઃખરૂપ એવા અન્ય ભાવોથી તારા આત્માને તું ભિન્ન જાણ

PDF/HTML Page 50 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૭ :
૧૯૩. ચૈતન્યની આનંદરૂપ અનુભૂતિ સિવાય બહારના જે કોઈ રાગભાવ થાય તેમાં
સુખ નથી, તેના ફળમાં પણ સુખ નથી, તે દુઃખ છે, તેનું ફળ પણ દુઃખ છે.
૧૯૪. પુણ્યના ફળમાં પણ દુઃખ? –હા; તે પુણ્યના ફળમાં સંયોગ મળે, તે સંયોગ
તરફના લક્ષે જીવને આકુળતારૂપ દુઃખ જ છે; સુખ તો સંયોગથી પાર ચિદાનંદ
સ્વભાવમાં છે. તે સ્વભાવને અનુભવે ત્યારે જ દુઃખદાયક આસ્રવોથી જીવ છૂટે
છે.
૧૯પ. દુઃખથી કેમ છૂટાય? તેની આ રીત વીતરાગી સંતોએ બતાવી છે. સુખનો દરિયો
અંદર છલકાઈ રહ્યો છે તેમાં એકાગ્ર થતાં દુઃખ રહેતું નથી. સુખ તો સ્વભાવથી
જ છે, તે કાંઈ લેવા જવું પડતું નથી.
૧૯૬. ભગવાન્! શુભવૃત્તિઓ કે જે તને દુઃખદાતાર છે તેને તેં પોતાની માનીને પકડી
રાખી છે; તે દુઃખદાયક છે અને આત્માનો સ્વભાવ જ સુખમય છે–એમ તું જાણ
તો તરત જ તે શુભવૃત્તિની પક્કડ તને છૂટી જશે.....અને આત્મા રાગ વગરનો
વિજ્ઞાનઘન થશે–આનું નામ ધર્મ!
૧૯૭. રોજના પાંચલાખ રૂપિયાનું તેલ આપે એવો કુવો નીકળવાની વાત સાંભળતાં
લોકોને આનંદ અને આશ્ચર્ય થાય છે......પણ ભાઈ! ત્રણલોકના વૈભવ કરતાંય
મહાન આનંદ આપે એવા કેવળજ્ઞાનના અનંત વૈભવ તારા ચૈતન્ય પાતાળમાં
ભર્યા છે, ભેદજ્ઞાનવડે ખોદીને તે નિધાનને બહાર કાઢ. ક્ષણે ક્ષણે અનંતસુખ
સદાકાળ આપ્યા કરે એવા અખૂટ તારા નિધાન છે.
૧૯૮. સાચો જીવ એને કહેવાય કે જે સુખ આપે.......સુખનું વેદન આપે તેને જીવ
કહેવાય; દુઃખના વેદનને જીવ કેમ કહેવાય? માટે જેમાં વેદન હોય તે બધા
રાગાદિ ભાવોને તારા આત્માથી જુદા જાણ. જેમાં સુખનું વેદન છે, એવો
વિજ્ઞાનઘન આત્મા જ તું છો. એના સિવાયનું બીજું બધું અનાત્મા છે.
૧૯૯. આત્માનો જે સ્વભાવ હોય તેનાથી કર્મ ન બંધાય; ને જે ભાવથી કર્મ બંધાય તે
આત્માનો સ્વભાવ ન હોય. આત્મા ચેતનભાવ છે, તે કર્મબંધનું કારણ થતો
નથી, તે તો મોક્ષસુખનું જ કારણ છે.–એવા સ્વભાવમાં પહોંચ્યે જ કલ્યાણ થાય
છે.
૨૦૦. હે જીવ! આ રીતે ભેદજ્ઞાનવડે તારા શુદ્ધ આત્માને તું રાગાદિથી અત્યંત જુદો

PDF/HTML Page 51 of 69
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
જાણ.....ને ચેતનસ્વભાવપણે જ પોતાનો અનુભવ કર....તે ક્ષણે જ રાગાદિ
પરભાવો જુદા પડી જશે ને તારો આત્મા પરમ આનંદપણે તને અનુભવાશે.
૨૦૧ –આવા શુદ્ધાત્માના અનુભવ વડે જેમને ભેદજ્ઞાનરૂપી બીજ ઊગી તેમને તે
વૃદ્ધિગત થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણ આનંદમય પૂર્ણિમા ઊગશે.
તે મહાન અપૂર્વ મંગળ છે.
પોરબંદરમાં ચૈત્ર વદ છઠ્ઠથી વૈશાખ સુદ બીજ સુધીના
મંગલ ઉત્સવ પ્રસંગે જે કહાન–પ્રવચનસમુદ્ર ઉલ્લસ્યો તેમાંથી
વીણીને ૮૨+પ૭+૬૨ એમ કુલ ૨૦૧ રત્નો વડે ગૂંથેલી આ ત્રણ–
રત્નમાળા ભવ્ય જીવોને આનંદમંગળ સહિત રત્નત્રયની દાતા હો.
(–બ્ર. હ. જૈન)
* * * * *
અમારી પ્રિય ચીજ
જેઓ વન–જંગલમાં વસતા હતા ને આત્માના આનંદનું
શોધન કરીને તેના વેદનમાં જીવન ગાળતા હતા એવા સંત–મુનિરાજ
કહે છે કે અહો! અમને અમારું ચૈતન્યપદ જ પરમ પ્રિય
છે.....ચૈતન્યનો આનંદ અચિંત્ય છે દેવો પણ ચૈતન્યના આનંદની
વાર્તા સાંભળવા માટે સ્વર્ગમાંથી ઊતરીને આ મનુષ્યલોકમાં આવે
છે. અમને જે પરમ પ્રિય છે એવા જ્ઞાયકભાવના જ ગાણાં આ
સમયસારમાં અમે ગાયા છે.
ભાઈ, બાહ્ય પદાર્થનો પ્રેમ કરીને અનંતકાળથી તું દુઃખી
થયો; હવે એ પ્રેમ છોડ, ને તારા આત્માનો પ્રેમ કર. જગતના પદાર્થો
કરતાં તારા આત્માને જ સૌથી વહાલો કર.... ‘જગત ઈષ્ટ નહિ
આત્મથી’ એવું જીવન કર, તો તારું અપૂર્વ કલ્યાણ થશે. અમારી
એક જ પ્રિય ચીજ–જે શુદ્ધઆત્મા, તે અમે તને બતાવીએ છીએ, તું
પણ એને જ પ્રિય કરીને અનુભવમાં લે.....તો તારું જીવન
આનંદમય થશે.

PDF/HTML Page 52 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૯ :
આપના પ્રશ્નોના જવાબ
ગતાંકમાં રજુ કરેલ યોજના–અનુસાર બાળકો ઉપરાંત અનેક
૧. પ્રશ્ન:– પરમાત્માની ઓળખાણ કેમ થાય? (એક મુમુક્ષુ–સોનગઢ)
ઉત્તર:– પોતાના જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્માની ઓળખાણ કરતાં પરમાત્માની ઓળખાણ
થાય છે; કેમકે આ આત્મા અને પરમાત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી.
૨. પ્રશ્ન:– સમ્યગ્દર્શન કયા ઉપાયે થાય? (જ્યોત્સ્ના તથા સરોજબેન–અમદાવાદ)
ઉત્તર:– અત્યંત પ્રીતિપૂર્વક જ્ઞાની પાસેથી આત્માનું સ્વરૂપ સમજવાથી. (જે સ્વરૂપ
સમજ્યા વિના દુઃખ પામ્યો, તે સ્વરૂપ સમજતાં સુખ થાય.)
૩. પ્રશ્ન:– શાસ્ત્ર બહુ વાંચું છું પણ તેમાં મારી બુદ્ધિ નથી ચાલતી, તો શું કરવું?
ઉત્તર:– ધીરજ રાખીને તેમાં ચિત્ત પરોવશો તો જરૂર બુદ્ધિ ખીલશે. અંદર જ્ઞાનનું ને
જ્ઞાનીનું ખૂબ જ બહુમાન ઘૂંટવું. આવા ભાવે શાસ્ત્ર–અભ્યાસથી જરૂર તેનું
ફળ આવશે. હારો નહિ, થાકો નહિ, ઉલ્લાસથી આગળ વધો.
૪. પ્રશ્ન:– ઈશ્વરનાં દર્શન કેમ થાય? (એક મુમુક્ષુ–મોરબી.)
ઉત્તર:–
ઈશ્વરનું સાચું સ્વરૂપ ઓળખતાં પોતાના અંતરમાં જ ઈશ્વરનાં દર્શન થાય છે.
પ્રશ્ન:– ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે?
ઉત્તર:– દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જે પોતાનું સ્વરૂપ ઓળખીને, રાગ–દ્વેષ–
અજ્ઞાનને દૂર કરી વીતરાગ–સર્વજ્ઞ–પૂર્ણઆનંદસ્વરૂપ થાય તે આત્માને
પરમેશ્વર કહેવાય છે.

PDF/HTML Page 53 of 69
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પરમેશ્વર એટલે શુદ્ધઆત્મા; તેનું સ્વરૂપ ઓળખતાં પોતાનો આત્મા જ
પરમેશ્વર સ્વરૂપે દેખાય છે. તેને ઈશ્વરદર્શન કે સમ્યગ્દર્શન કહેવાય.
(અરિહંત પરમેશ્વરના આત્માને ઓળખતાં તેમના જેવો પોતાનો
શુદ્ધઆત્મા ઓળખાય છે–એ વાત પ્રવચનસારની ૮૦ મી ગાથામાં બહુ
સરસ સમજાવી છે.
૬. પ્રશ્ન:– લોક કઈ રીતે બનેલો છે? (ચતુરભાઈ–ઉખરેલી)
ઉત્તર:– લોક બનેલો નથી કે લોક નામની કોઈ એક વસ્તુ નથી; પણ જગતમાં
અનાદિથી સત્ એવા અનંત જીવ અને અજીવનો જે સમૂહ છે તેને ‘લોક’
કહેવાય છે. જેમ જીવાદિ પદાર્થો કોઈના બનાવેલા નથી તેમ લોક પણ
કોઈનો બનેલો નથી.
૭. પ્રશ્ન:– સૂર્ય–ચંદ્ર તે દેવનાં વિમાનો છે ને તે મેરૂપર્વતની આસપાસ નિત્ય પ્રદક્ષિણા
કરે છે–એ ખરૂં; પણ મેરૂપર્વત તો મનુષ્યલોકમાં આવેલ છે, ને સ્વર્ગ લોક
તો મેરૂથી ઊંચે છે; તો તે સૂર્ય–ચંદ્ર દેવો મનુષ્યલોકમાં મેરૂને કઈ રીતે
પ્રદક્ષિણા કરે? (ઉખરેલી)
ઉત્તર:– મેરુથી ઊંચે જે સ્વર્ગલોક આવેલ છે, તેમાં વૈમાનિક દેવો રહે છે. એ સિવાય
જ્યોતિષી–વ્યંતર અને ભવનવાસી દેવો છે–તેઓ મધ્યલોકમાં રહે છે. સૂર્ય–
ચંદ્ર એ જ્યોતિષી દેવો છે, અને મધ્યલોકમાં લગભગ ૭૦૦ થી ૯૦૦
યોજનની ઊંચાઈમાં તેમનું ગમન છે. મેરૂપર્વત તો એક લાખ યોજન ઊંચો
છે. એટલે સૂર્ય–ચંદ્ર તો મેરુના ૧૦૦ મા ભાગ જેટલી ઊંચાઈએ પણ નથી.
સૂર્ય–ચંદ્ર કરતાં મેરુની ઊંચાઈ સોગણી વધુ ઊંચી છે. આ ઉપરથી ખ્યાલ
આવી શકશે કે સૂર્ય–ચંદ્ર મનુષ્યલોકમાં મેરુને કઈ રીતે પ્રદક્ષિણા કરે છે.
(આ આપણા મનુષ્ય– લોકના સૂર્ય–ચંદ્રની વાત કરી. બાકી તો મધ્યલોકમાં
અસંખ્યાત (કરોડો અબજો નહિ પણ અસંખ્યાત) સૂર્ય–ચંદ્ર છે.
૮. પ્રશ્ન:– ભરતક્ષેત્રમાં આદિનાથ ઋષભદેવ તીર્થંકર કયા આરામાં થયા?
ઉત્તર:–
ત્રીજા આરાના અંતભાગમાં થયા.
૯. પ્રશ્ન:– ઋષભદેવ તીર્થંકર પહેલાં આરામાં કેમ ન થાય?
ઉત્તર:
પહેલા આરાની રચના ભોગભૂમિ (સ્વર્ગ જેવી) હોય છે; જેમ સ્વર્ગમાં
મોક્ષ નથી તેમ પહેલા આરામાં પણ મોક્ષસાધના હોતી નથી. ભગવાનનો
અવતાર

PDF/HTML Page 54 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૧ :
મોક્ષને સાધવા માટે હતો, તેથી મોક્ષને યોગ્ય કાળમાં જ તેમનો અવતાર
થયો. ચોથા કાળના અંતસુધીમાં જન્મેલા જીવોમાં મોક્ષની લાયકાત હોય છે;
ત્યાર પછી પંચમ કાળમાં અવતરેલા જીવો તે ભવે મોક્ષ પામતા નથી;
આત્મજ્ઞાન કરીને એકાવતારી થઈ શકે.
૧૦. પ્રશ્ન:– ચોવીસી એટલે શું? એક ચોવીસીમાં કેટલા વર્ષ થાય?
ઉત્તર:– ચોવીસ તીર્થંકરોના સમૂહને ‘ચોવીસી’ કહેવાય છે; એક ચોવીસી થવામાં
અસંખ્યાત વર્ષ થાય છે.
૧૧. પ્રશ્ન:– ભગવાન મહાવીર તીર્થંકર કયા આરામાં થયા?
ઉત્તર:– ચોથા આરાના અંતભાગમાં થયા. તેમના મોક્ષ પધાર્યા પછી ત્રણ વર્ષ આઠ
માસ ને પંદર દિવસે (અષાડ વદ એકમે) પાંચમો આરો બેઠો.)
૧૨. ૩૪૩ ઘનરાજુ પ્રમાણે લોક છે; તો તેના કેટલા માઈલ થાય?
ઉત્તર:– એક ઘનરાજુમાં અસંખ્યાત માઈલ થયા; એક ઘનરાજુના અસંખ્યમા
ભાગમાં પણ અસંખ્યાત માઈલો થાય; ને તેટલા વિસ્તારમાં અનંતજીવો
તેમજ પુદ્ગલો રહેલાં છે. અને છતાં, અનંત અલોક પાસે તો આવડો મોટો
લોક પણ દરિયાના ટીપાં કરતાંય ક્્યાંય નાનો છે. તથા આવડો મોટો જે
અનંત અલોક–તેના કરતાંય જ્ઞાનના અનંત સામર્થ્યનું તો કોઈ અદ્ભુત–
અચિંત્યપણું છે. આવો પ્રભાવશાળી આત્મા પોતે લોકમાં રહ્યો હોવા છતાં
અલોકથીયે મહાન છે.
૧૩. પ્રશ્ન:– શાસ્ત્રોમાં મંત્રોની વાત આવે છે તે સત્ય છે?
ઉત્તર: – હા. (બાકી મંત્રવિદ્યાના નામે કોઈ દંભ ચલાવે–તે જુદી વાત છે.)
૧૪. પ્રશ્ન:– મોક્ષ માટેનો મંત્ર ક્્યો?
ઉત્તર:–
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષને સાધવા માટેનો અફર મંત્ર છે.
૧પ. પ્રશ્ન:– નરક અને નિગોદ–તેમાંથી વધુ દુઃખ શેમાં?
ઉત્તર:–
નિગોદમાં; નરક તે પંચેન્દ્રિય છે, નિગોદ તે એકેન્દ્રિય છે; નરકનો જીવ તો કદાચિત
સમ્યગ્દર્શન પણ પામી શકે છે, નિગોદના જીવને કદી સમ્યગ્દર્શન થતું નથી.
૧૬. પ્રશ્ન:– સ્વર્ગ અને મોક્ષમાં શું ફેર?
ઉત્તર:–
ઘણો ઘણો ફેર; અજ્ઞાનીની કલ્પનામાંય ન આવે એવડો મોટો ફેર! જેમ પુણ્ય

PDF/HTML Page 55 of 69
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
અને જ્ઞાન જુદા છે, તેમ સ્વર્ગ અને મોક્ષ જુદા છે. સ્વર્ગ તો રાગનું ફળ છે,
મોક્ષ તો જ્ઞાનનું ફળ છે, જેમ રાગમાં સુખ નથી તેમ તેના ફળરૂપ સ્વર્ગમાં
પણ સુખ નથી; મોક્ષ વીતરાગસ્વરૂપ છે, તેમાં સુખ છે.
૧૭. પ્રશ્ન:– ચાર ગતિના સમ્યગ્દ્રષ્ટિ જીવ મરીને ક્્યાં–ક્્યાં ઉપજે છે?
ઉત્તર:– મનુષ્ય સમ્યગ્દ્રષ્ટિ મરીને દેવમાં ઊપજે છે, અથવા મોક્ષ પામે છે; પણ જો
પૂર્વે મિથ્યાત્વદશામાં આયુ બધાઈ ગયું હોય તો તે જીવ ભોગભૂમિ–
મનુષ્યમાં તિર્યંચમાં કે પ્રથમ નરકમાં પણ ઊપજે છે.
* દેવ–સમ્યગ્દ્રષ્ટિ મરીને મનુષ્યમાં જ ઊપજે છે.
* નારકી–સમ્યગ્દ્રષ્ટિ મરીને મનુષ્યમાં જ ઊપજે છે.
* તિર્યંચ–સમ્યગ્દ્રષ્ટિ મરીને દેવમાં જ ઊપજે છે.
૧૮. પ્રશ્ન:– સતી ચંદનબાળા ધર્માત્મા હોવા છતાં તેને કેમ આવાં કષ્ટ પડ્યા?
(સરોજબેન, અમદાવાદ)
ઉત્તર:– પૂર્વે અજ્ઞાનદશામાં તેણે કોઈ નિર્દોષ ધર્માત્મા–શીલવંત જીવોની નિંદાના
ભાવ કર્યા હશે, કોઈ પ્રકારે દેવ–ગુરુ–ધર્મની આસાતના કરી હશે. તેથી એવા
કષ્ટ આવી પડ્યા. પણ અંતે ધર્મની આરાધના વડે તેણે પોતાના જીવનને
સફળ બનાવ્યું. આ ઉપરથી એવો બોધ મળે છે કે ધર્મની આરાધનામાં દ્રઢ
થવું, અને કોઈ ધર્માત્માની નિંદા ન કરવી.
૧૯. પ્રશ્ન:– અમારી પાસે ઓછી મૂડી હોય તો દાન ક્્યાંથી કરીએ?
ઉત્તર:–
પ્રથમ તો, માત્ર પૈસા વડે જ દાન થઈ શકે એ વાત ખોટી છે. મુનિવરો પાસે
તો કદી પૈસા હોતા નથી છતાં તેઓ મોટા દાનેશ્વરી છે, કઈ રીતે? કે તેઓ
જ્ઞાનદાન આપીને અનેક જીવોને મોક્ષપંથે ચડાવે છે. જ્ઞાનદાન સૌથી મહાન
છે; એક હાથી ધર્માત્મા–પંચમગુણસ્થાની શ્રાવક હતો; જંગલના બીજા
હાથીઓ સૂંઢમાં સૂકાં ઘાસપાન વગેરે લાવીને અત્યંત ભક્તિથી તે ધર્માત્મા–
હાથીને આહારદાન કરતા હતા. એમાં પૈસાની જરૂર ક્્યાં પડી? અને જેને
દાન કરવું જ હોય તે મૂડી ગણવા ન બેસે કે આટલી મૂડી થાય પછી દાન
કરું. બે પૈસામાંથી

PDF/HTML Page 56 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૩ :
એક પૈસો આપીને પણ દાન થઈ શકે છે. રકમની મોટાઈ ઉપરથી દાનના
ભાવનું માપ થતું નથી. મનની મોટાઈ વડે પરિગ્રહનો મમત્વભાવ ઘટે તે
અનુસાર દાન થાય છે. એક માણસ કરોડો રૂા. વાપરે, બીજો માણસ એક જ
રૂા. વાપરે, –છતાં બીજા માણસની દાનભાવના જોરદાર હોય–એમ પણ બની
શકે છે. કોઈ પ્રકારે ધર્મની સેવામાં, સાધર્મીની સેવામાં પોતાનો સમય
આપવો તે પણ દાન છે. (શક્તિના પ્રમાણમાં દાન અપાય છે. મૂડીનો ચોથો,
છઠ્ઠો કે છેવટ દશમો ભાગ દાનમાં વાપરવાનો ઉપદેશ છે.)
૨૦. પ્રશ્ન:– મરવું ન હોય તો શું કરવું?
ઉત્તર:– દેહથી ભિન્ન આત્માને જાણવો. –એટલે તમે જીવપણે સદાય જીવંત રહેશો.
મરશે અને બળશે તે કાંઈ તમે નથી, તમે તો ઉપયોગસ્વરૂપ અવિનાશી
આત્મરામ છો; તમારું મરણ નથી.
૨૧.પ્રશ્ન:– દ્રવ્ય–ગુણ–પર્યાય તેમાં પાંચભાવ કઈ રીતે ઊતરે?
(નેમચંદ જૈન, સાવરકુંડલા)
ઉત્તર:– દ્રવ્ય અને ગુણ પારિણામિકભાવે છે, પર્યાયમાં પાંચે ભાવ લાગુ પડે છે.
૨૨. પ્રશ્ન:– નવ તત્ત્વમાં પાંચ ભાવ સમજાવો.
ઉત્તર:–
જીવ તત્ત્વ પારિણામિકભાવરૂપ છે.
અજીવ તત્ત્વમાં કર્મઅપેક્ષાએ ઉદય–ઉપશમ–ક્ષયોપશમ–ક્ષય ને પારિણામિક
એ પાંચે બોલ લાગુ પડે છે.
પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ તે ચારેય ઔદયિકભાવરૂપ છે.
સંવર–નિર્જરા તે ઔપશમિક–ક્ષાયોપશમિક તથા ક્ષાયિકભાવરૂપ છે.
મોક્ષ તે ક્ષાયિકભાવરૂપ છે.
૨૩. પ્રશ્ન:– પૂજા કરવાથી શું લાભ? (જયેશ જૈન, વઢવાણ)
ઉત્તર:– જેમની પૂજા કરીએ છીએ તેમના જેવા થવાની ભાવના જાગે. વીતરાગ
દેવની પૂજા કરનાર પોતે પણ વીતરાગ થવાની ભાવના ભાવે છે.
૨૪. પ્રશ્ન:– તીર્થંકર અને ચક્રવર્તીમાં શો ફેર?
ઉત્તર:–
તીર્થંકર એ ધર્મના ચક્રવર્તી છે; ને ચક્રવર્તી રાજા તે તો રાજ્યના ચક્રવર્તી

PDF/HTML Page 57 of 69
single page version

background image
: ૫૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
છે. ચક્રવર્તી પણ તીર્થંકર પાસે તો દાસ છે. તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનને
લીધે ત્રણ લોકના રાજા છે. તીર્થંકર તો તે જ ભવે મોક્ષ પામે; અને ચક્રવર્તી
જોકે મોક્ષગામી તો છે જ પણ તે જ ભવે મોક્ષ પામે કે પછી પણ પામે.
ભરતક્ષેત્રમાં એક ચોવીસીમાં તીર્થંકરો ૨૪ થાય ને ચક્રવર્તી ૧૨ થાય.
શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ભગવંતો પહેલાં ચક્રવર્તી હતા, પછી તેઓ છ
ખંડના રાજવૈભવને છોડીને ધર્મના ચક્રવર્તી તીર્થંકર થયા. એક વાત યાદ
રાખજો કે તીર્થંકરપણું અને ચક્રવર્તીપણું એ બંને પદ તો પુણ્યપ્રકૃતિનું ફળ
છે, તે બંને વગર પણ મોક્ષ પામી શકાય છે, કેમકે આત્મગુણ તેનાથી જુદા
છે. સર્વજ્ઞતા તે આત્મગુણ છે.
૨પ. પ્રશ્ન:– દર્શનમોહ અને ચારિત્રમોહની સરળ ભાષામાં વ્યાખ્યા શું? અને તેનો ક્ષય
કેમ થાય? (જયેન્દ્ર જૈન, જામનગર)
ઉત્તર:– પોતાના આત્માનું સાચું સ્વરૂપ જેવું છે તેવું ન સમજતાં, તેમાં ભૂલ કરવી
તેનું નામ દર્શનમોહ; અને પોતાના આત્મસ્વરૂપમાં વીતરાગ ભાવે સ્થિર ન
રહી શકવું તેનું નામ ચારિત્રમોહ.
આત્મસ્વરૂપ જેવું છે તેવું સમજતાં દર્શનમોહ ટળે; અને પછી વીતરાગભાવે
સ્વરૂપમાં સ્થિર રહેતા ચારિત્રમોહ ટળે.
૨૬ પ્રશ્ન:– (નીચેની કડીનો અર્થ સમજાવશો)
અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા!
અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા!!
ઉઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી. તે પ્રવૃત્તિ બાળ તું.
ઉત્તર:– શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ચાર લીટીમાં આત્માનો ઘણો સરસ ભાવવાહી
ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે અરે જીવ! તારા આત્માનું સ્વરૂપ કે જે
અનંતસુખથી ભરેલું છે અને દુઃખ તો જેમાં નામમાત્ર છે–એટલે કે
કહેવામાત્ર છે, ખરેખર તેમાં દુઃખ નથી, –એવા આત્માની મિત્રતા તને કેમ
ન રહી? એનો પ્રેમ તને કેમ ન આવ્યો? અને બાહ્ય વિષયો–કે જેમાં અનંત
દુઃખ છે ને સુખ તો કહેવામાત્ર જ છે, ખરેખર તેમાં સુખ નથી,
–તે વિષયોમાં તને પ્રેમ આવે છે! –આ કેવી વિચિત્રતા છે? આ તને શોભતું
નથી. –માટે તારા ન્યાયનેત્રને (જ્ઞાન–

PDF/HTML Page 58 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૫ :
ચક્ષુને) ઊઘાડીને નીહાળ રે નીહાળ! વિચાર તો કર કે તારું હિત શેમાં છે?
આત્મામાં સુખ છે કે વિષયોમાં? એમ વિવેકપૂર્વક વિચારીને હે જીવ! હવે તું
આવી મિથ્યા પ્રવૃત્તિથી શીઘ્રમેવ નિવૃત્તિ ધારણ કર. બાહ્ય વિષયપ્રવૃત્તિને
છોડ...ને આત્માનો પ્રેમ કર....શીઘ્ર જ કર.
–આ પ્રમાણે આત્મહિતની સુન્દર પ્રેરણા આપી છે.
૨૭. પ્રશ્ન:– સાચું સુખ કેમ દેખાતું નથી?
ઉત્તર:– જીવ પોતે જ્ઞાનની આંખ ઊઘાડતો નથી માટે! જો પોતાની જ્ઞાનઆંખ ઉઘાડે
તો પોતામાં જ સુખનો મોટો દરિયો દેખાય.
૨૮. પ્રશ્ન:– મોક્ષનો માર્ગ શું છે? (જસ્મીન જૈન, વઢવાણ)
ઉત્તર:–
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે, તે વીતરાગ છે, તેમાં રાગ નથી.
૨૯. પ્રશ્ન:– આતમદેવ કેવો હશે?
ઉત્તર:–
અસ્સલ મજાનો....ખાસ જોવા જેવો! જ્ઞાન ને આનંદથી ભરેલો.
૩૦. પ્રશ્ન:– માનસ્તંભ શું છે?
ઉત્તર:–
જૈનધર્મની દીવાદાંડી! દૂરથી એને જોતાં ધર્મના માર્ગે જવાની પ્રેરણા જાગે છે.
૩૧. પ્રશ્ન:– સાચું જ્ઞાન કોને કહેવાય? (કમલેશ જૈન, વઢવાણ)
ઉત્તર:– આત્માને જાણે તે જ સાચું જ્ઞાન. (ભેદજ્ઞાન તે જ્ઞાન છે. બાકી બુરો
અજ્ઞાન)
૩૨. પ્રશ્ન:– સુખ શેમાં છે?
ઉત્તર:– ભગવાનમાં ને આપણામાં બધાયમાં સુખ છે; માત્ર જડમાં સુખ નથી.
બધાય આત્મા સુખના જ ભંડાર છે; જે ઓળખે તે સુખી થાય.
૩૩. પ્રશ્ન:– અનેકાન્તવાદી એટલે શું?
ઉત્તર:– આત્મામાં અનેક ધર્મો એક સાથે છે, નિત્યપણું–અનિત્યપણું વગેરે એકસાથે
જ છે; આવા અનેક ધર્મસ્વરૂપ આત્માને જે ઓળખે તે અનેકાંતવાદી છે.

PDF/HTML Page 59 of 69
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૩૪ પ્રશ્ન:– આપણે ભગવાનને વંદન શા માટે કરીએ છીએ? (મુકેશ જૈન, વઢવાણ)
ઉત્તર:–
આપણને તેમના જેવા થવાનું ગમે છે તેથી.
૩પ. પ્રશ્ન:– મુક્ત જીવ સંસારમાં કેમ નહિ આવતા હોય?
ઉત્તર:–
શું કામ આવે? સુખને છોડીને દુઃખમાં કોણ આવે?
૩૬. પ્રશ્ન:– સમવસરણ શું છે?
ઉત્તર:– તીર્થંકર ભગવાન જ્યારે ઉપદેશ આપે ત્યારે ધર્મસભા તરીકે સભામંડપ
વગેરેની અદ્ભુત રચના ઈન્દ્રો કરે છે......તે સમવસરણમાં અનેક અતિશય
હોય છે. ત્યાંની વાવડીના પાણીમાં સાત ભવ દેખાય છે, ત્યાં ભૂખ–તરસ
લાગતી નથી, મૃત્યુ થતું નથી, ગમે તેવા શત્રુઓ પણ વેરભાવ ભૂલી જાય
છે, ક્રૂર જીવો ક્રૂરતા છોડીને અહિંસક બની જાય છે, આંધળા દેખતા થઈ જાય
છે, લુલા ચાલતા થઈ જાય છે, આત્મસાધક ધર્મી જીવોનાં ટોળેટોળાં ત્યાં
નજરે પડે છે...અને સૌથી મહાન વસ્તુ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા અરિહંતદેવ
ત્યાં નજરે દેખાય છે ને તેમની વાણીદ્વારા ભવ્ય જીવો પોતાના શુદ્ધાત્માને
જાણીને પરમપદને સાધે છે. અહા, પ્રભુના એ સમવસરણનું વર્ણન કેમ
થાય? એને જોવાને હૈડું તલસી રહ્યું છે.
૩૭. પ્રશ્ન:– આત્માનો સાચો વ્યવહાર ક્્યો છે? (મહેન્દ્ર જૈન દાહોદ)
ઉત્તર:– ચેતનાનો વિલાસ તે આત્માનો સાચો વ્યવહાર છે, અજ્ઞાનીઓ તે
વ્યવહારને ઓળખતા નથી, ને શરીરાશ્રિત વ્યવહારને પોતાનો માનીને
સંસારમાં રખડે છે.
૩૮. પ્રશ્ન:– રૂપી અને અરૂપી એટલે શું? (ભારતીબેન જૈન, વઢવાણ)
ઉત્તર:– જેનામાં સ્પર્શ–રંગ વગેરે હોય તેને રૂપી કહેવાય છે; સ્પર્શાદિ જેમાં ન હોય
તેને અરૂપી કહેવાય છે. રૂપી પદાર્થ પુદ્ગલ જ છે, અને તે ઈંદ્રિયગમ્ય થઈ
શકે છે. અરૂપી પદાર્થ આંખ વગેરે ઈંદ્રિયોથી દેખાતા નથી. ઈન્દ્રિયદ્વારા જે
કાંઈ જણાય તે બધુંય રૂપી સમજવું.
૩૯. પ્રશ્ન:– અરૂપી હોય તે આત્મા છે–એ વાત સાચી છે?
ઉત્તર:–
તે અર્ધ સત્ય છે. કેમકે ‘આત્મા અરૂપી છે’ એ ખરૂં, પણ ‘જે કોઈ

PDF/HTML Page 60 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૭ :
પદાર્થ અરૂપી છે તે બધા આત્મા’ નથી; અરૂપી પદાર્થમાં કોઈ આત્મા છે,
કોઈક જડ પણ છે. આકાશ વગેરે ચાર દ્રવ્યો અરૂપી હોવા છતાં તે આત્મા
નથી, તે જડ છે; આત્માનું અબાધિત લક્ષણ ચેતનપણું છે–જે બીજા કોઈમાં
નથી, ને આત્મામાં સદાય છે.
૪૦. પ્રશ્ન:– મંદિરમાં શાસ્ત્રની સ્થાપના શું કામ કરીએ છીએ? (નીતાબેન જૈન)
ઉત્તર:– તે વીતરાગદેવની વાણી છે અને શુદ્ધાત્માને ઓળખવામાં નિમિત્ત છે તેથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર ત્રણેને પૂજનીય કહ્યા છે.
૪૧. પ્રશ્ન:– જડમાં સુખ કેમ ન હોય?
ઉત્તર:–
કેમકે તે જડ છે; સુખ તે આત્માનો ગુણ છે, તે જડમાં ન હોય.
૪૨. પ્રશ્ન:– સમ્યગ્દર્શન માટે શું કરવું જોઈએ?
ઉત્તર:–
સાચી આત્મલગનીથી તત્ત્વનો અભ્યાસ અને ધર્માત્માનો સત્સંગ.
૪૩. પ્રશ્ન:– ભગવાન ઉપર ત્રણ છત્ર હોય છે તે શું સૂચવે છે?
ઉત્તર:– ભગવાનના અષ્ટપ્રાતિહાર્યરૂપ તે વૈભવ છે. ભગવાને ત્રણ રત્ન વડે ત્રણ
લોકમાં સર્વશ્રેષ્ઠ પદ પ્રગટ કર્યું તેના પ્રતીકરૂપે ત્રણ છત્ર છે–એમ જ્ઞાનીજનો
અલંકારપૂર્વક સ્તુતિ કરે છે. વળી, ભગવાનના મુખની દિવ્યશોભા પાસે
ચંદ્રની શોભા પણ ઝંખવાઈ ગઈ, તેથી ચંદ્ર પોતે જાણે ત્રણ છત્રનું રૂપ
લઈને ભગવાનની સેવા કરવા આવ્યો હોય! ઈત્યાદિ અનેક અલંકારથી
ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે.
૪૪. સુરતથી સુરેશકુમાર ભુરાલાલ કામદાર લખે છે કે હું કોલેજિયન બાલસભ્ય
છું; આત્મધર્મ વગેરે વાંચું છું. સવારમાં ભગવાનનાં દર્શન કરીને કોલેજ
જતાં રસ્તામાં વિચાર આવ્યા કરે છે કે આ દેહ તો ક્ષણભંગુર છે; સંસારમાં
કાંઈ સાર નથી. –વારંવાર મૃત્યુની બીક લાગ્યા કરે છે....ક્્યાંય ગમતું
નથી....અમૂલ્ય માનવદેહ વેડફાઈ ન જાય, તે માટે માર્ગદર્શન આપશો.
ભાઈશ્રી, પ્રથમ તો કોલેજના અભ્યાસની વચ્ચે પણ ભગવાનનાં દર્શન અને
તત્ત્વવિચારમાં રસ લેવા માટે ધન્યવાદ! બીજું, જ્યારે ગુરુદેવ આપણને
દેહથી ભિન્ન અવિનાશી આત્મા સમજાવે છે ત્યારે મૃત્યુથી ભયભીત રહેવાની
જરૂર નથી. હા, દેહની ક્ષણભંગુરતા જાણીને આત્મહિત માટે ક્ષણે–પળે
જાગૃત રહેવું જરૂરી છે. તેમ લખો છો કે ક્્યાંય ગમતું નથી, –તો અંદર