PDF/HTML Page 21 of 64
single page version
દર્શન બાદ મંગલાચરણમાં ગુરુદેવે પ્રથમ સમયસારની પહેલી ગાથા દ્વારા અનંત સિદ્ધ
ભગવંતોને યાદ કરીને આત્મામાં સ્થાપ્યા. અહો, આવું શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં લેવું તે
અપૂર્વ મંગળ છે. પછી બીજી ગાથા દ્ધારા સ્વસમયનું સ્વરૂપ બતાવ્યું. પોતાની
સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયમાં સ્થિત જીવ, એટલે કે તે પર્યાયરૂપે પરિણમેલો જીવ
સ્વસમય છે, ને સ્વસમયપણું તે મંગળ છે. એ સિવાય રાગાદિભાવોને પોતાનું સ્વરૂપ
માનીને તેમાં જે સ્થિત છે તે પરસમય છે.
PDF/HTML Page 22 of 64
single page version
સુંદર છે, સુખરૂપ છે, તે તને શોભે છે. એવા સ્વસમયપણાની ઉત્પત્તિ રાગાદિ
પરભાવના સેવનથી થાય નહિ. (ચાંપાનું દ્રષ્ટાંત) જેમ ચાંપા જેવો પુત્ર એની ખાનદાન
માતાના પેટે જ પાકે, એ જયાં–ત્યાં ન પાકે; તેમ ચૈતન્યની આનંદ દશારૂપી ચાંપો, એ તે
કાંઈ રાગના પેટમાં પાકતો હશે? –ના. રાગના સેવનથી ચૈતન્યના ચાંપા ન પાકે.
રાગથી પાર પાર ચિદાનંદસ્વભાવ, તેની અંતર્મુખ પરિણતિની કુંખે જ ચૈતન્યના ચાંપા
પાકે એટલે કે સમ્યગ્દર્શનાદિ થાય. આનું નામ અપૂર્વ માંગળિક છે.
બતાવી. જેમ અશુભરાગ જ્ઞાનથી જુદી જાત છે, તેમ શુભરાગ પણ જ્ઞાનથી જુદી જાત
છે; શુભ ને અશુભ બંને રાગભાવો જ્ઞાનથી વિપરીત છે માટે તે બંને ભાવો અજ્ઞાનમય
છે, જ્ઞાન સાથે તેનો મેળ નથી.
ચૈતન્યની જાતમાંથી ઉત્પન્ન થયેલા નથી, ચૈતન્યના અબંધસ્વભાવથી તે બંધ ભાવો
વિરુદ્ધ છે, માટે તે અજ્ઞાનમય છે. જ્ઞાની તેને પોતાની જ્ઞાનદશાથી ભિન્ન જાણે છે.
વિભાવદશારૂપી ચાંડાલણી, તેના જ બંને પુત્રો છે; અશુભરાગ પણ વિભાવરૂપ
ચાંડાલણીથી ઉત્પન્ન છે, તેમ શુભરાગ–પુણ્ય પણ વિભાવરૂપ ચાંડાલણીથી જ ઉત્પન્ન
છે, શુભ કે પુણ્યની ઉત્પત્તિ કાંઈ ચૈતન્યમાંથી નથી થતી.
પણ જ્ઞાન પોતે રાગ વગરનું થઈને આનંદરૂપે ખીલી ઊઠશે. મોક્ષનો માર્ગ ચૈતન્યના
અનુભવમાંથી પ્રગટે છે, રાગમાંથી નથી પ્રગટતો.
દુઃખરૂપ જ છે, બંનેની ઉત્પત્તિ પરાશ્રિત એવી વિભાવપરિણતિ માંથી થાય છે; જ્ઞાનથી
તે બંનેની જાત જુદી છે, માટે તે અજ્ઞાનમય છે. અનાદિથી તે પુણ્ય–પાપના અજ્ઞાનમય
ભાવોરૂપે જ પોતાને અનુભવીને, જીવ પોતાના જ્ઞાન
PDF/HTML Page 23 of 64
single page version
આચાર્યદેવ સમજાવે છે કે બાપુ! તારી ચૈતન્યચીજ તો પાપ અને પુણ્ય બંનેથી ભિન્ન
છે. પુણ્ય–પાપ વગર આત્મા ચૈતન્યભાવથી જીવનાર છે. ધર્મી પુણ્ય–પાપથી ભિન્ન
જ્ઞાનને અનુભવતા થકા આત્માના પરમઅમૃતને અનુભવે છે. –આવો અનુભવ કર્યે જ
સમ્યગ્દર્શન થાય છે ને મોક્ષમાર્ગ ખૂલે છે.
અંશ કદી જ્ઞાનરૂપે ભાસવાનો નથી. જ્ઞાન તે રાગાદિથી છૂટું પડ્યું તે જ્ઞાનપણે જ જ્ઞાની
પોતાને સદા અનુભવે છે. રાગ હોય પણ તે જ્ઞાનથી ભિન્નપણે છે, એકપણે નહિ; તે
જ્ઞાનના જ્ઞેયપણે છે, જ્ઞાનના કાર્યપણે નથી; તે બંધની ધારામાં જાય છે, મોક્ષમાર્ગની
ધારામાં તે નથી આવતો. અરે, આવા જ્ઞાનને એકવાર લક્ષમાં તો લ્યો.
અનંત જન્મ–મરણ કરવા પડ્યા, તે અજ્ઞાનનો હવે નાશ કર્યો ત્યાં આત્માનું જન્મ–
મરણરહિત અમરપદ ભાસ્યું. હવે અમે અમર થયા, હવે સંસારનાં જન્મ–મરણ અમે
નહિ કરીએ. (અબ હમ અમર ભયે, ન મરેંગે)
મોક્ષમાર્ગી નથી, પુણ્ય કરવા છતાં તે સંસારમાર્ગમાં જ ઊભો છે. પુણ્ય કાંઈ મોક્ષમાર્ગ
નથી. પુણ્ય–પાપથી પાર વીતરાગી ચૈતન્યતત્ત્વનાં શ્રદ્ધા–જ્ઞાન–આચરણ તે જ મોક્ષમાર્ગ
છે. અરિહંતભગવંતોએ આવો મોક્ષમાર્ગ જૈનશાસનમાં ઉપદેશ્યો છે.
ચારિત્રદશા કદી આવે નહિ. ચારિત્રદશા તો મહાન આનંદના ભોગવટારૂપ છે, રાગનો
ભોગવટો એમાં નથી.
અલૌકિક અટપટી છે. બહારમાં ભલે કદાચ સંયોગ નરકનો હોય, પણ અંદર
PDF/HTML Page 24 of 64
single page version
પાર સુખરસમાં તરબોળપણે વર્તે છે. એ જ રીતે બહારમાં સ્વર્ગનો સંયોગ હોય તોપણ
જ્ઞાનીનું જ્ઞાન તેનાથી અલિપ્ત છે. આવું પુણ્ય–પાપથી અલિપ્ત જ્ઞાન તે ધર્મ છે. જ્ઞાનથી
વિરુદ્ધ એવો અશુભરાગ કે શુભરાગ તે બંને ખરાબ છે, બેમાંથી એક્કેય સારા નથી,
એક્કેયમાં સુખ નથી, ને એક્કેય જીવને મોક્ષ માટે ઉપયોગી થતા નથી. માટે પુણ્ય–પાપ
બંનેને સંસારનું કારણ જાણી, બંનેથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપે પોતાને ઓળખવો–
અનુભવવો તે ધર્મ છે, તે સંસારથી બચાવનાર ને મોક્ષ દેનાર છે.
દર્શન કર્યાં, બાદ મહાવીરનગરના જિનમંદિરમાં દર્શન કર્યાં. મંદિર ઘણું ભવ્ય છે, નીચે
મહાવીરાદિ ભગવંતો બિરાજે છે, ઉપર શાંતિનાથપ્રભુ કેવળજ્ઞાનસહિત પરમ અતીન્દ્રિય
આનંદના વેદનમાં મશગુલ ઊભા છે–ને જગતને બતાવી રહ્યા છે કે આ રીતે જગતથી
નિરપેક્ષપણે આત્મા અનુભવાય છે.
ભિન્ન એકલા ચૈતન્યભાવે પરિણમી રહ્યા છે. આવા ચૈતન્યભાવરૂપ અરિહંત દેવના
દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખતાં પોતાના આત્માનું શુદ્ધચૈતન્યસ્વરૂપ પણ ઓળખાય છે,
ને મોહનો નાશ થઈને સમ્યગ્દર્શનાદિ થાય છે. પછી શુદ્ધપયોગવડે તેમાં લીન થતાં
રાગ–દ્વેષનો પણ ક્ષય થઈને, કેવળજ્ઞાન થાય છે. આ જ મોક્ષની રીત છે. બધાય
તીર્થંકરો આ જ વિધિથી મોક્ષ પામ્યા છે, ને જગતને માટે આ જ ઉપદેશ કર્યો છે.
છે તેવા શિષ્યને તેનું સ્વરૂપ આચાર્યદેવ આ સમયસારની છઠ્ઠી ગાથામાં બતાવે છે.
આત્માને આનંદ આપે અને એના જન્મ–મરણના અંત આવે–એવી આ વાત સમજવા
માટે અંદર ઘણી પાત્રતા હોય છે; અરે, એનું શ્રવણ કરવામાં પણ
PDF/HTML Page 25 of 64
single page version
પાત્રતા જોઈએ.
મુનિઓ ઊતરીને તેની પાસે આવ્યા, ને ચૈતન્યનો ઉપદેશ દેતાં કહ્યું કે અરે આત્મા! તું
દશમા ભવે જગતનો નાથ તીર્થંકર થવાનો છો. તરત સિંહના પરિણામ પલટી ગયા,
જાતિસ્મરણ થયું, આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, ને અંદર જ્ઞાયકભાવની વીણા
એવી ઝણઝણી ઊઠી કે ત્યાં ને ત્યાં જ તે આત્મા સમ્યગ્દર્શન પામ્યો. પછી મુનિઓની
અપાર ભક્તિ કરી, ને આત્માના અંદરના વેદનપૂર્વક આહાર છોડીને સંથારો કર્યો.
સિંહનો આત્મા પણ આવું એક ક્ષણમાં કરી શકે છે; તેમ દરેક આત્મામાં આવી તાકાત
છે. પાત્ર થઈને જે સમજવા માંગે તે ક્ષણમાં સમજીને સમ્યક્ત્વાદિ પામી શકે છે.
સેવે છે ત્યારે તે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપે પરિણમે છે, અને ત્યારે તે આત્માને ‘શુદ્ધ’
કહીએ છીએ. આવો જ્ઞાયક તો પહેલાંં પણ હતો જ, તેની ખબર ન હતી, એટલે પોતાને
અશુદ્ધપણે અનુભવતો હતો. હવે તેનું ભાન કરતાં શુદ્ધપણે તે અનુભવમાં આવ્યો.
જ્ઞાયકભાવની આવી ઉપાસના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, અને આવી ઉપાસના તે જ
સમ્યગ્દર્શનનો ઉપાય છે. અખંડસ્વભાવની સન્મુખ થયા વિના તેના આનંદનો નમુનો
આવો નહિ; અને આનંદના અંશના વેદન વગર ‘આખો સ્વભાવ આવો આનંદરૂપ છે–
આવો હું છું’–એવી અખંડસ્વભાવની સમ્યક્પ્રતીત થાય નહિ; હું શુદ્ધ છું’ એમ એણે
જાણ્યું ક્્યાંથી? શુદ્ધ છું–એમ સ્વસન્મુખ થઈને જાણનારની તો દશા જ પલટી જાય છે.
સ્વભાવ તો પૂરો ભર્યો છે. તે સ્વભાવનો ભરોસો કરતાં પરમાંથી પરિણામની લીનતા
છૂટીને સ્વમાં પરિણામ એકાગ્ર થાય છે ને અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ પોતે થઈ જાય છે.
આવી દશારૂપે પરિણમેલા આત્માને ‘શુદ્ધ’ કહેવાય છે.
PDF/HTML Page 26 of 64
single page version
રાગાદિ પરભાવની વાત તો અનંત વાર તેં સાંભળી, પણ એમાં તારું કાંઈ હિત ન થયું.
તો હવે હિત થાય એવી આ તારા શુદ્ધતત્ત્વની રાગ વગરની ઊંચી વાત તું લક્ષમાં લે.
સત્ય તો ઊંચુ જ હોય ને! તું પોતે ઊંચો છો–મહાન જ્ઞાનસ્વભાવ છો; તારા જ્ઞાનવડે
તારો સ્વભાવ પ્રત્યક્ષ થઈ શકે તેવો તું છો. પોતાના મહાન સ્વભાવને પ્રત્યક્ષ
અનુભવગોચર કરવાની આત્માની તાકાત છે. અનંત ચૈતન્યપ્રકાશનો પૂંજ આત્મા છે
તેમાંથી ચૈતન્યકિરણ નીકળે છે;ચૈતન્યકિણરમાં રાગનાં અંધારાં ન હોય, આવા
ચૈતન્યકિરણરૂપ થઈને જેણે પોતાને પરથી ભિન્ન એક જ્ઞાયકભાવરૂપે અનુભવ્યો તે
જીવ ધર્મી છે; તેને શુદ્ધ કહીએ છીએ.
જિનાલયમાં ભગવાનનાં દર્શન કર્યાં. સ્વાગત કરતાં નવાના પ્રોફેસર શ્રી બચુભાઈએ
કહ્યું કે આજે આ નવા ગામમાં આત્માની નવી વાત સાંભળવા મળશે તેથી અમારા
ઉલ્લાસનો પાર નથી. વાત તો તીર્થંકર ભગવંતોએ કહેલી જુની છે, પણ અમારા માટે તે
નવી છે. બીજી વિદ્યા તો ઘણી ભણ્યા ને ઘણી ડીગ્રી મેળવી, પણ હવે પૂ. ગુરુદેવ જે
વીતરાગી વિદ્યા ભણાવે છે તેની એવી ડીગ્રી મેળવીએ કે જેથી ભવોભવનાં દુઃખોથી
છૂટકારો થઈને આત્મા મુક્તિ પામે. ગ્રામ્યજનો પણ કુતૂહલપૂર્વક ચૈતન્યતત્ત્વનું શ્રવણ
કરવા ઉમટયા હતા. ગુરુદેવ પધારતાં નાના ગામમાં પણ ધર્મનો મોટો મેળો ભરાતો
હતો.
છે ને સંસારમાં રખડે છે. હવે રાગથી ભિન્ન આત્માનું સ્વરૂપ ઓળખીને તેનું સ્મરણ
કરવું, ને પરભાવોનું વિસ્મરણ કરવું એટલે તેનાથી ભિન્નતા જાણીને તેની મમતા
છોડાવી–એવા ભાવને ભગવાન મંગળ કહે છે.
PDF/HTML Page 27 of 64
single page version
લક્ષ્મીવાળો ભગવાન છે. પોતાનું ભગવાનપણું ભૂલીને જે સુખ માટે પરવસ્તુની ભીખ
માંગે છે તે ભીખારી છે. મારા સુખ માટે મારે પૈસાની–ખોરાક વગેરેની જરૂર પડે એમ
માનનાર જીવ ભીખારી છે. બાપુ! તારો આત્મા પુણ્ય–પાપ વગરનો સ્વયં આનંદસ્વરૂપ
છે–તેનો સ્વાદ લેતાં તને પરમસુખ થશે. આવા આત્માને ઓળખતાં આનંદ મળે ને દુઃખ
ટળે–તે જ મંગળ છે.
ને તેનો જ અનુભવ કર્યો છે; પણ પુણ્ય અને પાપ એ બંનેથી પાર એક ચૈતન્ય ચીજ
અંદરમાં છે, તેની વાત પૂર્વે કદી પ્રેમથી સાંભળી નથી; અને એવા ચૈતન્યતત્ત્વનો ઉપદેશ
કરનારા જ્ઞાની પણ જગતમાં બહુ વિરલ છે.
જરાય ન થયું. પાપનો અશુભરાગ, કે પુણ્યનો શુભરાગ, એ બનેનું ફળ દુઃખ છે, સંસાર
છે, તેમાંથી એકેયમાં શાંતિ નથી, કલ્યાણ નથી. તે બંનેથી જુદી જાતનું ચૈતન્યતત્ત્વ છે
તેની વાત જીવે કદી પૂર્વે ‘સાંભળી નથી.. ’
સાંભળી જ નથી. સાંભળ્યું ખરેખર ત્યારે કહેવાય કે અંદર તેવો ભાવ પોતામાં પ્રગટ
કરે.
કર. રાગની જાતથી તારી ચૈતન્યજાત તદ્ન જુદી છે. અરે, એકવાર આવા તત્ત્વને
લક્ષમાં તો લે. એને લક્ષમાં લેતાં ભવથી તારા નીવેડા આવી જશે. બાકી ચૈતન્યના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપી દીવડા વગર, શુભરાગનાં એકલા ઘડાથી કાંઈ તારા આત્મામાં
ધર્મના અજવાળા નહિ થાય રાગ નાશ થઈ જાય તોપણ તારો ચૈતન્યદીવડો ઝગમગ
ટકી રહેશે. અને અંદર ચૈતન્યના દીવડા વગર એકલા રાગવડે તારું કાંઈ કલ્યાણ નહિ
થાય. –આ રીતે જ્ઞાન અને રાગને (દીવો અને ઘટની માફક) અત્યંત ભિન્નતા છે.
PDF/HTML Page 28 of 64
single page version
ચૈતન્યના અપૂર્વ આનંદના અમૃત તેને પ્રગટે છે.
પામ્યા છે, તે જ આ વાત છે. અને આ સત્ય સમજયે જ જીવનું કલ્યાણ થાય છે. નવી
કહો કે અનાદિથી કહો, –સત્ય આત્મસ્વરૂપની આ વાત છે, અને આ સમજ્યે જ જીવને
ભવભ્રમણથી છૂટકારો થાય તેમ છે. માટે આ વાતનું બહુમાન લાવીને, લક્ષમાં લઈને
સમજવા જેવી છે.
મોટા પટમાં ૨૪ ભગવંતો, તેમજ ૧૬ સ્વપ્નો વગેરેનું ભાવવાહી દશ્ય છે. ત્યાં દર્શન
કર્યાં બાદ બાજુમાં જૈન પાઠશાળાનું ઉદ્ઘાટન ગુરુદેવના મંગલ હસ્તે થયું.
જૈનબાળપોથીમાં “ કરીને ગુરુદેવે વીતરાગવિજ્ઞાન–પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. બે–ત્રણ
હજારની વસ્તીવાળા આવા ગામમાં પણ જૈનપાઠશાળા માટેનો ઉલ્લાસ ઘણો પ્રશંસનીય
છે, ને બીજા મોટા ગામોને માટે અનુકરણીય છે. નાના ગામમાં પણ મોટા શહેર જેવી
વિશાળ પ્રવચન–સભા થતી હતી, સેંકડો હરિજન ભાઈ–બહેનો પણ આવતા હતા.
મંગલ–પ્રવચનમાં અનંતસિદ્ધોને યાદ કરીને નમસ્કાર કરતાં ગુરુદેવે કહ્યું કે આવા
અનંતસિદ્ધોને જે જ્ઞાન લક્ષમાં લ્યે છે તે જ્ઞાન રાગથી છુટું પાડીને સ્વસન્મુખ થાય છે ને
સિદ્ધ જેવા પોતાના આત્માને તે અનુભવે છે; તે અપૂર્વ મંગળ છે.
આત્મા તે બંનેથી જુદો છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે–
PDF/HTML Page 29 of 64
single page version
તે કારણ છેદક દશા મોક્ષપંથ ભવ–અંત.
તેઓ અરહિંત છે. તે અરિહંત ભગવાન જેવું આ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. તે સદાય
અત્યંત નિર્મળ છે અને રાગાદિભાવો મલિન છે, ચૈતન્યથી વિપરીત છે.–આમ
ભેદજ્ઞાનવડે આત્માના સ્વભાવ અને પરભાવને જુદા જાણે ત્યારે તે જીવ પોતાને
જ્ઞાનપણે જ અનુભવે છે ને રાગાદિ ભાવોને જુના જાણીને તેનો કર્તા થતો નથી. આવા
જ્ઞાનસ્વભાવના ભાન વગર અનંતકાળ જીવે સંસારના દુઃખમાં ગુમાવ્યો.
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ
એકલાં પાપ જ કર્યાં છે ને પુણ્ય નથી કર્યાં–એમ નથી. પાપ અને પુણ્ય બન્ને કર્યાં છે,
પણ તે પુણ્ય–પાપથી જુદી ચૈતન્યવસ્તુ પોતે કોણ છે તે કદી જાણ્યું નથી. એવા
ચૈતન્યતત્ત્વને જાણે તો જાણે તો જીવ પુણ્ય–પાપરૂપ આસ્રવોથી છૂટો પડી જાય છે.
અહા! જ્યાં જ્ઞાન થયું કે હું તો જ્ઞાન છું, જ્ઞાન તો શાંતિસ્વરૂપ છે, ને આ રાગાદિભાવો
જ્ઞાનથી વિપરીત છે, તેમાં આકુળતા છે;–એમ જ્યાં ભેદજ્ઞાન થયું કે તે ક્ષણે જ આત્મા
તે રાગાદિથી ભિન્ન જ્ઞાનપણે પરિણમવા માંડે છે. તે જ્ઞાનમાં આસ્રવનો અભાવ છે.
અજ્ઞાન છે, પોતાના શાંત–ચૈતન્યને તે ભૂલી જાય છે. જ્યારે આત્મા, પોતાના
જ્ઞાનસ્વભાવને સમસ્ત રાગાદિભાવોથી જુદો જ્ઞાનમાં લ્યે છે ત્યારે તેના અંતરમાં
અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, શાંતિનું ઝરણું ઝરે છે. આવો અનુભવ કરવા
માટેની આ ધર્મકથા છે.
PDF/HTML Page 30 of 64
single page version
જડ વસ્તુ પોતે પોતાને જાણતી નથી, બીજો તેને જાણે, તેમ રાગાદિ પોતે પોતાને
જાણતા નથી, ‘બીજો’ તેને જાણે છે. બીજો એટલે રાગથી જુદો, એવો જ્ઞાનસ્વભાવી
આત્મા સ્વ–પરને જાણે છે; રાગને જાણતાં પોતે રાગરૂપ થતો નથી, જ્ઞાનરૂપ જ રહીને
રાગને જાણે છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખવો તે જ આસ્રવથી (સંસારથી)
છૂટવાની રીત છે.
જ્ઞાનભાવને જ કરે છે, રાગને જ્ઞાનના કાર્યપણે તે કરતો નથી–આ જ્ઞાનીનું લક્ષણ છે.
આવા જ્ઞાનસ્વરૂપે પોતાને અનુભવવો તે સીમંધરપરમાત્માનો સન્દેશ છે, કુંદકુંદચાર્યદેવ
તે સન્દેશો વિદેહમાં જઈને અહીં લાવ્યા છે, તે જ અહીં કહેવાય છે. સંતોના અંતરના
નાદની આ વાત છે.
તે વિરુદ્ધભાવવડે આત્માનું જ્ઞાન કેમ થાય? અચેતન–વિકલ્પમાં એવી તાકાત નથી કે તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદને પમાડે. શુભવિકલ્પ–રાગ ભલે દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનો હો,
પણ તે કાંઈ ચૈતન્યની સજાત નથી, તેના ફળમાં કાંઈ મુક્તિ કે ધર્મ ન મળે, તેના
ફળમાં તો સંસાર મળે. ચૈતન્યની શાંતિનો સ્વાદ કોઈપણ રાગમાં નથી. શાંતિ અને
આનંદનું ઝરણું તો ચૈતન્યસરોવરમાંથી વહે છે. –ભાઈ! એકવાર જ્ઞાન અને રાગની
અત્યંત ભિન્નતાનો નિર્ણય તો કર...... તેમાં તને જ્ઞાનનો અદ્ભૂત સ્વાદ આવશે, ને તું
ન્યાલ થઈ જઈશ.
આનંદ ઉપજાવનાર છે; ને પરતરફની રાગવૃત્તિઓ તો દુઃખ ઉપજાવનારી છે. મંદરાગરૂપ
શુભરાગ હો તે પણ દુઃખરૂપ જ છે, તે કાંઈ સુખનો ઉપાય નથી. તેનાથી સર્વથા જુદું જે
ચૈતન્યતત્ત્વ છે તે પોતે સુખરૂપ છે, તેના સંગે કદી દુઃખની ઉત્પત્તિ થતી નથી. આ રીતે
આત્માના સ્વભાવને અને રાગને તદ્ન ભિન્નતા છે. આવું ભેદજ્ઞાન તે જ આસ્રવને
રોકવાનું સાધન છે. રાગની જરાય અપેક્ષા તેમાં નથી એટલે જ્ઞાનને રાગ સાથે જરાય
કર્તાકર્મપણું, સાધન–સાધ્યપણું કે કારણ–કાર્યપણું નથી.
PDF/HTML Page 31 of 64
single page version
છે. ગુરુદેવના પ્રતાપે અત્યારસુધીમાં જયાં–જ્યાં પંચકલ્યાણક થયા તેમાં સૌથી નાનું
ગામ રણાસણ હશે. આવા નાના ગામમાં મહાન માંગલિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે
અહો, આ ભગવાન સમયસાર અદ્વિતીય જગતચક્ષુ છે. શુદ્ધઆત્મા તે સમયસાર, અને
તેને દેખાડનારું આ શાસ્ત્ર તે સમયસાર, એમ આત્મરૂપ અને શાસ્ત્રરૂપ બંને સમયસાર
અદ્વિતીય જગતચક્ષુ છે, સ્વ–પરનું ભિન્ન–ભિન્ન સ્વરૂપ જેમ છે તેમ અદ્ધિતીય–
અતીન્દ્રિય ચૈતન્યનેત્ર જેને ખૂલ્યાં છે તે આત્મા પોતે સમયસાર છે, પોતાના સ્વભાવને
પ્રકાશવામાં તેમજ જગતને જાણવામાં તે અદ્ધિતીય ચક્ષુ છે; સ્વ–પરને સાક્ષાત્
જાણવાની એવી તાકાત જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. આત્મા પોતે પોતાને
પ્રત્યક્ષ જાણે, ને જગતને પણ પ્રત્યક્ષજ્ઞાન વડે જાણે–એવો તેનો અદ્વિતીયસ્વભાવ છે;
રાગમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં એવી તાકાત નથી. મનથી ને રાગથી પાર સ્વંસવેદ્ય આત્માને
આ સમયસાર પ્રત્યક્ષ કરાવે છે. ‘અહો, આત્માનો અચિંત્યવૈભવ આ સમયસારે
દેખાડયો છે. ’ ‘સમયસાર’ ના પક્ષી એટલે કે શુદ્ધાત્માના પક્ષરૂપી પાંખવાળા ધર્મી
જીવો નિરાલંબી
PDF/HTML Page 32 of 64
single page version
ગગનમાં તેઓ આનંદનથી ઊડે છે, આત્માનું સ્વસંવેદન કરીને અલ્પકાળમાં મોક્ષ પામે
છે. અને જેઓ સમયસાર વિપક્ષી છે –શુદ્ધઆત્માનો પક્ષ તોડીને રાગનો પક્ષ કરનારા
છે તેઓ સંસારની ચારગતિમાં ઝૂલે છે. અહો, ચૈતન્યનો પક્ષ કર્યો તેને રાગનો પક્ષ
છૂટીને મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આવા અદ્વિતીય–જગતચક્ષુ શુદ્ધ આત્માનું લક્ષ કરવું,
તેનું સ્મરણ કરવું તે મંગળ છે.
અભાવરૂપ જ છે. શુદ્ધ આત્માના અનુભવરૂપ જ્ઞાન, અને રાગથી ભિન્ન પડેલું જ્ઞાન,
તેને કાળભેદ નથી. શુદ્ધાત્માના અનુભવરૂપ જે જ્ઞાન છે તે પોતે આસ્રવોથી છુટું પડેલું
છે, તેથી તેને ભાવભેદ નથી તેમ કાળભેદ પણ નથી.
ભેદજ્ઞાન છે તે તો જ્ઞાનમય છે, તેમાં રાગાદિ કોઈ ભાવો નથી.
રાગ, એ બંનેનો સ્વાદ તદ્ન જુદો ધર્મી જાણે છે. ચૈતન્યનો શાંતરસ ચાખ્યો તે જીવ
કષાયના રસને પોતામાં ભેળવે નહિ. કષાયો (પછી અશુભ હોય કે શુભ, પાપ હો કે
પુણ્ય) તે ચૈતન્યથી વિરુદ્ધ જાત છે એટલે શાંતિના ઘાતક છે, ચૈતન્યની સાથે તેને મેળ
નથી. –આમ અત્યંત ભિન્નતા જાણનાર જીવને સમ્યક્પ્રકારે આસ્રવોથી નિવૃત્તિ થઈ
જાય છે.
પાછો મંદ પડી જાય, તેમાં સ્થિરતા હોતી નથી; તેમ પુણ્ય–પાપના ભાવો તે ચૈતન્યનો
સ્થિર ભાવ નથી, તે તો વાઈના વેગ જેવા છે; કોઈવાર શુભ, કોઈવાર અશુભ,
કોઈવાર તીવ્રવેગ, કોઈવાર મંદતા, એમ તે રાગાદિભાવો અસ્થિર અધુ્રવ છે.
ચૈતન્યભાવ સદા નિરાકુળ શાંતરસપણે ધુ્રવ રહે છે. આત્મા ચૈતન્ય ચૈતન્ય–ચૈતન્ય એમ
સદા ચૈતન્યપણે ધુ્રવ રહે છે, ચૈતન્ય મટીને તે અન્યથા થતો નથી. આ રીતે વાઈના
PDF/HTML Page 33 of 64
single page version
નહિ. ક્ષણમાં પલટી જાય એવો તેનો અધુ્રવસ્વભાવ છે. ચૈતન્યપણે જીવ સદાય ટકે એવો
તેનો સ્વભાવ છે. કોઈ જીવ ચોવીસ કલાક એકધારો ક્રોધ ન કરી શકે, કેમકે ક્રોધ તેનો
સ્વભાવ નથી, અને ચોવીસ કલાક શાંતિ રાખવા માંગે તો રાખી શકે, કેમકે શાંતિ તેનો
સ્વભાવ છે. ગમે તેવો ક્રોધી જીવ ચોવીસ કલાક ક્રોધમાં નહિ રહી શકે, તે ક્ષણમાં પલટી
જશે. એ જ રીતે શુભરાગમાં પણ સદા ટકી નહિ શકે, ક્ષણમાં તે પલટી જશે. આ રીતે
આસ્રવો જીવસ્વભાવથી જુદા છે. ચૈતન્યભાવ કે જે આસ્રવ વગરનો છે, પુણ્ય–પાપ
વગરનો છે, તે જીવ છે; તે પોતે સુખરૂપ છે, સ્થિર છે, શરણરૂપ છે.
તારા સ્વભાવ હતા જ ક્્યાં? તારો સ્વભાવ તો રાગ વગરનો ચેતન છે, તે ક્્યાંય
ચાલ્યો ગયો નથી. તે ચેતનસ્વભાવપણે તું પોતાને દેખ.
જેમ પાપ તારો સ્વભાવ નથી તેમ પુણ્ય તારો સ્વભાવ નથી; પાપ ને પુણ્ય બંનેથી પાર
તારો ચેતનસ્વભાવ છે; તે સ્વભાવના અનુભવ વડે જ આસ્રવથી છૂટી શકાય છે.
જ્ઞાનનું વેદન થયું તે જ ક્ષણે વિકારનું વેદન છૂટી ગયું જ્ઞાનના વેદનમાં વિકારનું વેદન
હોઈ શકે નહિ.
રાગ સમાય નહિ. બિંદુપણ સિંધુની જાતનું છે, વિરુદ્ધ નથી. ચૈતન્યસમુદ્ર આત્મા, તેનું
બિંદુ નાનામાં નાનો અંશ પણ ચૈતન્યરૂપ જ છે. ચૈતન્યનો અંશ રાગ ન હોય. આ રીતે
ચૈતન્યજાતને પરભાવોથી જુદી અનુવભતાં, આત્મા અને આસ્રવ છૂટા પડી જાય છે.
કર્મના વાદળાં વીંખાઈ જાય છે ને ચૈતન્યસૂર્ય જ્ઞાનપ્રકાશથી ખીલી ઊઠે છે. ત્યાં
આત્માને પોતાને ખબર પડે છે કે આત્માની પરિણતિ આસ્રવોથી છૂટી ગઈ ને શાંત
ચૈતન્યભાવરૂપ થઈ. આવા શાંતસ્વભાવરૂપ આખો
PDF/HTML Page 34 of 64
single page version
છૂટવાનો ને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ છે.
અને ઉમળકાભેર સ્વાગત કર્યું. પ્રવચન સાંભળવા માટે સેંકડોની સંખ્યામાં ગ્રામજનતા
ઉમટી હતી. પ્રવચનમાં (સ. ગા. ૭૪ દ્ધારા) દેહથી ને રાગથી ભિન્ન આત્માનું સ્વરૂપ
ગ્રામ્યશૈલીથી સમજાવતાં ગુરુદેવે કહ્યું કે જેમ શ્રીફળમાં ઉપરનાં છાલાં, કાચલી અને
અંદરની છાલ ત્રણેથી જુદું સફેદ–મીઠું ટોપરું છે; તેમ બહારનું શરીર, જડકર્મો અને
અંદરના શુભાશુભ રાગભાવો–એ ત્રણેથી જુદો ચૈતન્યસ્વરૂપ–આનંદસ્વરૂપ આત્મા છે.
એવા આત્માનું ભાન કરવું તે ધર્મ છે.
દુઃખનાં કારણ છે. આ રીતે અંદર વિચાર કરીને બંનેના જુદાપણાનો નિર્ણય કરવો
જોઈએ.
રાગમાંથી ચૈતન્યશાંતિ ન આવે. જેમ ચાંપો તો એની ખાનદાન માની કુંખે પાકે; તેમ
ચૈતન્યના આનંદરૂપી ચાંપો તો આત્માના સ્વભાવની કુંખે પાકે, એ રાગમાં ને પુણ્યમાં
ન પાકે. આવા આત્માના સ્વભાવને રાગથી ને શરીરથી જુદો ઓળખવો જોઈએ. આ
મનુષ્યદેહ તો ક્ષણમાં ફૂ થઈને ઊડી જશે, તેમાં દેહથી ભિન્ન આત્માની ઓળખાણના
સંસ્કાર પાડવા જોઈએ.
PDF/HTML Page 35 of 64
single page version
નથી કેમકે શુદ્ધતત્ત્વ તેના જ્ઞાનનું જ્ઞેય થયું જ નથી. જાણ્યા વગર શ્રદ્ધા કોની?
જેનું જ્ઞાન કષાયચક્રથી છૂટું પડીને, જ્ઞાયકભાવને એકને લક્ષગત કરીને શુદ્ધરૂપે
પરિણમ્યું છે, એટલે જ્ઞાયકભાવની જેણે ઉપાસના કરી છે તેને જ ‘હું શુદ્ધ છું’
એવો અનુભવ અને જ્ઞાન–શ્રદ્ધા સાચાં છે. તેણે અંતર્મુખ થઈને શુદ્ધઆત્માને
સ્વજ્ઞેય બનાવ્યો છે. સમયસાર ગા. ૧૭–૧૮ માં પણ આ રીતે જીવ–રાજાને
સાધવાની રીત બતાવી છે.
જાય છે. આ તો વિજ્ઞાનઘન આનંદમય આત્માને દેખવા માટેનું અદ્વિતીય
જગતચક્ષુ છે. ભગવાન કુંદકુંદાચાર્યે આ સમયસાર રચીને ભરતક્ષેત્રના જીવો
ઉપર તીર્થંકર જેવો ઉપકાર કર્યો છે, ને અમૃતચંદ્ર સ્વામીએ તેના ભાવો ખોલીને
ગણધરદેવ જેવો ઉપકાર કર્યો છે. ‘એમણે તો શુદ્ધાત્માના અનુભવરૂપ
નિજવૈભવનો નમૂનો આપ્યો છે.... ન્યાલ કર્યા છે. ’
આત્મદ્રવ્ય શું છે તેની જેને શ્રદ્ધા હોય તેને જ તેમાં એકાગ્રતા વડે શુદ્ધતા થાય;
ને વ્યવહારઆચરણ તે શુદ્ધતાઅનુસાર હોય–એવો મેળ છે. શુદ્ધતા વગરના
એકલા વ્યવહાર આચરણનો શુભરાગ તેને કાંઈ શ્રાવકનાં વ્રત કહેવાય નહિ, એ
તો અજ્ઞાનીનાં બાલવ્રત છે. શુદ્ધતાસહિતનાં વ્યવહારઆચરણને જ વ્રત કહેવાય.
તે વ્રતાચરણ અંદરની તે પ્રકારની શુદ્ધતાને પ્રસિદ્ધ કરે છે કે આ જીવને આટલા
રાગના અભાવરૂપ શુદ્ધતા થઈ છે. (પ્રવચનસારના ચરણાનુયોગના પ્રારંભમાં
એ વાત કરી છે.)
PDF/HTML Page 36 of 64
single page version
પરિણતિની શાંતિ તેને વર્તે જ છે, તે પરિણતિ તો આનંદરસની ગટાગટી કરે છે.
તેમ જ બહારમાં ઈન્દ્રપદના વૈભવવિલાસ હોવા છતાં ધર્મીની ચૈતન્યપરિણતિ તે
તેનાથી છૂટી જ વર્તે છે. રાગ અને જ્ઞાનચેતના એક કાળે વર્તે છે પણ તે બન્નેનું
કાર્ય ભિન્ન છે, બન્નેની જાત જુદી છે, તેથી ભિન્નતાને જે ઓળખે તેને
સમકિતીની સાચી ઓળખાણ થાય, ને ભેદજ્ઞાન થાય.
સમ્યગ્દ્રષ્ટિ તે તો મોક્ષમાર્ગમાં છે એટલે પ્રશંસનીય છે; પણ મોહવાન મિથ્યાદ્રષ્ટિ
જીવ પંચમહાવ્રત પાળે તોપણ મોક્ષમાર્ગ નથી. તેથી તે પ્રશંસનીય નથી.
સમ્યગ્દર્શન વગર કદી મોક્ષમાર્ગ થતો નથી.
હોય છે ને અંદર રત્નત્રયધર્મ વર્તે છે. ત્રણ કષાયનો અભાવ છે. અવ્રત
સમ્યગ્દ્રષ્ટિને વ્રતાદિ ન હોવા છતાં ઈન્દ્ર પણ તેની પ્રશંસા કરે છે કે વાહ!
ચૈતન્યદ્રષ્ટિધારક ધર્માત્મા! તું મોક્ષના માર્ગમાં છો. મુનિઓ તો મોક્ષના માર્ગમાં
છે, તું પણ મોક્ષના પંથમાં છો. તારો અવતાર ધન્ય છે.... તારો આત્મા કૃતકૃત્ય
છે–એમ કહીને કુંદકુંદસ્વામીએ પણ અષ્ટાપાહુડમાં સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકની પ્રશંસા
કરી છે.
ભગવાનની પંક્તિમાં બિરાજે છે.
બધા બોલ જ્ઞાયકરૂપ શુદ્ધઆત્માના વાચક છે. તે નોંધ નીચે મુજબ છે–
૧. નિજ કારણ પરમાત્મા ૨. શુદ્ધ આત્મા
PDF/HTML Page 37 of 64
single page version
૧૦. ભગવાન જ્ઞાતા દ્રવ્ય ૧૧. પરમ તત્ત્વ
PDF/HTML Page 38 of 64
single page version
જ્ઞાનનું સ્વ–પર–પ્રકાશક સામર્થ્ય જ પ્રકાશે છે.
એમ ધર્મી અનુભવે છે. જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમવા છતાં જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેય
ત્રણ ભેદરૂપી ધર્મી પોતાને નથી અનુભવતો; હું પોતે જ્ઞાન, મારું સ્વતત્ત્વ જ
મારું જ્ઞેય, હું પોતે જાણનાર જ્ઞાતા–આવા જ્ઞાતા–જ્ઞેય–જ્ઞાનની એકતારૂપ મારી
ચૈતન્યલીલા છે. દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી ખંડ–ભેદ કર્યાં વગર સુવિશુદ્ધ
એક ચૈતન્ય માત્રરૂપે હું મને અનુભવું છું. તેમાં બીજા કોઈની અપેક્ષા નથી.
અહો, આવા ચૈતન્યનો નિર્ણય પણ રાગની અપેક્ષાથી પાર છે. આવો નિર્ણય
અને અનુભવ કરનાર જીવને આત્મામાં અતીન્દ્રિય આનંદસહિત મોક્ષના
ભણકાર આવી જાય છે. –આવી દશાનું નામ ધર્મ છે.
પરસત્તાના અવલંબને થયેલો કોઈપણ ભાવ મોક્ષનું સાધન થાય નહિ. ધર્મીને
ભૂમિકાઅનુસાર પરાવલંબન હોય પણ તેને મોક્ષનું કારણ ન માને, તે વખતે
જેટલો સ્વાલંબી વીતરાગભાવ છે તેટલું જ મોક્ષનું કારણ છે. પરાવલંબી
કોઈપણ ભાવને જે ઉપાદેય માને કે મોક્ષનું કારણ માને તે તો મિથ્યાદ્રષ્ટિ છે.
ચૈતન્યની ફત્તેહ થાય ને આનંદના પૂર આવે–એવી આ વાત છે.
સેવા કોની કરી?
PDF/HTML Page 39 of 64
single page version
(સ + એવ) પોતામાં પ્રગટ કરવો તે જ્ઞાનીની સાચી સેવા છે.
શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે રાગાદિ અશુદ્ધતાથી જુદો એકરૂપ
ચૈતન્યભાવ દેખાય છે, પર્યાયના ભેદ તેમાં દેખાતા નથી.
હરે તે હરિ છે. આવા હરિનો મારગ તે તો શૂરવીરોનો મારગ છે; એ કાંઈ
રાગવડે સાધી શકતો નથી.
વિકલ્પને કરતો નથી. એક આત્મામાં ત્રણ ભેદના વિકલ્પ તે જ્ઞાનીનું કાર્ય નથી.
ગુણભેદના વિકલ્પથી પાર જ્ઞાયકતત્ત્વપણે ધર્મી પોતાને અનુભવે છે, તે
અનુભવમાં ચૈતન્યના અનંતગુણનો અભેદ સ્વાદ છે.
ગુણભેદના વિકલ્પથી પણ છૂટો પડીને, એક શુદ્ધ જ્ઞાયકભાવપણે પોતાને દેખે છે.
આવું સ્વરૂપ દેખનાર જીવ તે જ ખરો પંડિત છે. તેની અભેદદ્રષ્ટિમાં ગુણભેદનું
કર્તૃત્વ નથી, માટે ભેદનો અભાવ કહ્યો છે.
તેનો કાંઈ અભાવ નથી; અભેદ આત્માની અનુભૂતિમાં કે ગુણભેદ ગૌણ થઈ
જાય છે, ભેદનું લક્ષ રહેતુ નથી.
એટલે
PDF/HTML Page 40 of 64
single page version
કહીને ઓળખાવ્યો છે.
શ્રીગુરુ પાસે નીકટ આવ્યો છે, આમ ભાવે અને દ્રવ્યે બંને રીતે શિષ્ય નીકટ
વર્તી થયો છે; એવા શિષ્યને અભેદતત્ત્વ સમજાવતાં વચ્ચે ભેદનો વિકલ્પ આવી
જાય છે, પણ જોર અભેદતત્ત્વ તરફ છે; તે અનુસાર શિષ્ય પણ સમજી જાય છે કે
જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ કહ્યા તે માત્ર વ્યવહારથી છે, પરમાર્થ એક તત્ત્વના
અનુભવમાં તે ભેદના વિકલ્પ નથી.
આત્મા અનુભવાય છે. આવો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે, તે મોક્ષનું
કર્ણધાર છે.
કરશે. માટે પ્રથમ જ્ઞાનીઓએ જેવો કહ્યો તેવા આત્માને લક્ષમાં લઈને
સમ્યગ્દર્શન કર...... તે સમ્યગ્દર્શન તારી નૌકાને ભવસમુદ્રથી પાર કરશે.
રાજનો મોટો ચોર છે; તેમ સર્વજ્ઞદેવના વીતરાગમાર્ગરૂપી જે દરબાર, તેને
અનાદાર કરીને જે જીવ રાગથી ધર્મ માને છે તે ચૈતન્યદરબારનો ચોર છે. તે
મિથ્યાત્વરૂપ ચોરીનું ફળ અનંત સંસારદુઃખ છે. ને તેની સામે ચૈતન્યતત્ત્વને
રાગથી ભિન્ન અનુભવમાં લેતાં સમ્યગ્દર્શનાદિ થાય છે તે મહા મોક્ષસુખનું
દેનાર છે.
થાય? સમ્યગ્દર્શન થતાં આત્મા કેવો અનુભવાય–તેનું આ વર્ણન છે.