Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
અંદર આનંદના અમૃતની લહેરો ઊઠે છે. તેથી તેમાં નિમિત્તરૂપ જિનવાણીને પણ
અમૃતથી ભરેલી કહી છે. અહો, વીતરાગી પરમાગમ તો ખોબા ભરી ભરીને
ચૈતન્યરસના ઘૂંટડા પીવડાવે છે. –પણ ભાવશ્રુતવડે તેનું રહસ્ય જે સમજે તેને તે
ચૈતન્યરસનો સ્વાદ આવે; એકલા શબ્દોમાંથી ચૈતન્યરસનો સ્વાદ ન આવે.
સ્વસંવેદન પ્રત્યક્ષ થયેલા મતિ–શ્રુતજ્ઞાનના બળથી ધર્મી જીવ નિઃશંક થઈ ગયો
છે કે હવે હું મારા જ્ઞાન–શ્રદ્ધાના બળવડે ભવસાગરને તરી રહ્યો છું. મધુર ચૈતન્યરસનો
સ્વાદ લેતો–લેતો મારો આત્મા મોક્ષને સાધી જ રહ્યો છે. કેવળજ્ઞાનમાં જ નિઃશંકતા
થાય ને મતિ–શ્રુતજ્ઞાનમાં સાધકને નિઃશંકતા ન થાય–એમ નથી. સાધકના મતિ–
શ્રુતજ્ઞાન પણ આત્માના સ્વાનુભવવડે કેવળજ્ઞાનની જેમ જ આત્મામાં નિઃશંક વર્તે છે કે
આ આત્મા ધર્મી થયો છે ને મોક્ષને સાધી રહ્યો છે. આ રીતે મતિ–શ્રુતજ્ઞાનની તાકાત
પણ કોઈ અચિંત્ય–અદ્ભુત છે. ભલે છદ્મસ્થ હો–ગૃહસ્થ હો, પણ એના સ્વસંવેદન
મતિ–શ્રુતજ્ઞાનમાં કેટલી તાકાત છે! તેની લોકોને ખબર નથી. પરમાત્માની વાણી એવો
અદ્ભુત ચૈતન્યસ્વભાવ દેખાડે છે કે જે સ્વભાવને જાણતાં ધર્મી જીવ સંસારને તરી જાય
છે, ઉદયના તરંગો તેને ડુબાડી શકતા નથી; એનું જ્ઞાન તો તરતું છે... વિષમતાના પહાડ
એને રોકી શકતા નથી.
અહો, આત્માના અમૃતનું પાન કરાવનારી વીતરાગની વાણીનાં પ્રવાહરૂપી
પરમાગમ આ કાળે પણ વિદ્યમાન છે. વીતરાગી સંતોએ અંદર શાંતરસના દરિયામાં
ડુબકી મારીને જે ચૈતન્યરસનો સ્વાદ ચાખ્યો તે વાણી દ્વારા જગતને દેખાડ્યો; તેને
સમજીને મુમુક્ષુ જીવો ચૈતન્યના વીતરાગી અમૃતનું પાન કરે છે. ભગવાનની વાણી
સમજે ને આત્માનું જ્ઞાન ન થાય એમ બને નહિ. જેણે પાત્ર થઈને ભગવાનની વાણી
સાંભળી તે જીવ સ્વલક્ષ કરશે જ અને આત્માના આનંદને પામશે જ અહો, જિનવાણી
વિશ્વના નવે તત્ત્વોનું જ્ઞાન કરાવીને જીવને મોક્ષ તરફ લઈ જાય છે, ને ચૈતન્યના
શાંતરસનું પાન કરાવે છે.
અરે જીવ! પરમાગમે દેખાડેલા તારા ચૈતન્યદરિયામાં છલોછલ ભરેલા આ
અમૃતને એકવાર પી તો ખરો. ચૈતન્યના આનંદનો એકવાર સ્વાદ તો લે. ચૈતન્યના
અમૃતની શાંતિ પાસે રાગ તો તને આગ જેવો લાગશે. અહો, અમૃતમાર્ગ! એની
બલિહારી છે; એમાં રાગનો કોઈ કલેશ નથી. વીતરાગી શુદ્ધોપયોગપૂર્વક સમ્યગ્દર્શન
થતાં આત્મામાં આવો અમૃતમાર્ગ શરૂ થાય છે. આવો આનંદમાર્ગ પ્રગટે તે પરમાગમનું

PDF/HTML Page 22 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૯ :
ફળ છે. શુભરાગ તે કાંઈ ખરેખર પરમાગમનું ફળ નથી. આત્મામાં વીતરાગતા ને
આનંદ થાય તે જ પરમાગમનું ફળ છે. કેમકે પરમાગમે સ્વ–પરનું ભેદજ્ઞાન કરાવીને
સ્વ–સન્મુખ થવાનું કહ્યું હતું, –એમ કરતાં પરમ આનંદ પ્રગટ્યો, મોક્ષમાર્ગ પ્રગટ્યો. જે
આવો માર્ગ પ્રગટ કરે તેણે જ ખરેખર પરમાગમને જાણ્યા છે.
અહો! વીતરાગી સંતોએ આવા પરમાગમ દ્વારા અમને શુદ્ધાત્મા આપ્યો...
અમારા આત્માનો અનંત વૈભવ અમને દેખાડ્યો. એને જાણતાં જે અમૃત મળ્‌યું તેની શી
વાત! જેમ પૂરણપોળી ઘીથી રસબેળ હોય તેમ પરમાગમ તો સર્વત્ર વીતરાગી–
ચૈતન્યરસથી તરબોળ છે... વીતરાગરસથી ભરેલો આત્મા તે લક્ષગત કરાવે છે, ને
પરપ્રત્યેથી પરમ વૈરાગ્ય કરાવીને ચૈતન્યના આનંદરસનો સ્વાદ ચખાડે છે.
[શ્રી ગુરુપ્રતાપે આવા પરમાગમ અહીં સોનગઢના પરમાગમ–મંદિરમાં
કોતરાઈ રહ્યા છે... ને ભવ્ય જીવો તેના ભાવને આત્મામાં કોતરીને પરમ આનંદને
પામે છે.]
અહો! પરમાનંદની ભેટ દેનારા પરમાગમ જયવંત વર્તો.
* * *
આત્મધર્મનું... ભેટપુસ્તક... વીતરાગવિજ્ઞાન (૩)
છહઢાળા પ્રવચનોમાંથી ‘વીતરાગવિજ્ઞાન–ભાગ ત્રીજો’ છપાઈ ગયેલ
છે. કિંમત એક રૂપિયો, પોસ્ટેજ ૩૦ પૈસા; આ પુસ્તકમાં સમ્યગ્દર્શનસંબંધી
સુંદર વિવેચન છે, તે મુમુક્ષુને સમ્યક્ત્વનો પરમ મહિમા બતાવીને તેના
પ્રયત્નમાં જાગૃત કરે છે. આત્મધર્મના ચાલુ વર્ષના ગ્રાહકોને આ પુસ્તક ભેટ
આપવામાં આવ્યું છે. (ભેટ પુસ્તક રૂબરૂમાં, અથવા પોસ્ટેજના ૩૦ પૈસા
મોકલીને ગ્રાહકોએ મંગાવી લેવાનું હોય છે.) ભેટ આપવાના પુસ્તકો હવે
મર્યાદિત જ છે એટલે વૈશાખ સુદ બીજ સુધી જ ભેટ અપાશે; ત્યારપછી
પુસ્તક ભેટ આપવાનું બંધ થશે. માટે ગ્રાહક ન હોય તેમણે ત્યાંસુધીમાં ગ્રાહક
થઈ જવું ને પોતાનું ભેટપુસ્તક મેળવી લેવું. લવાજમ ચાર રૂપિયા છે.
આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ર૦ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
જ્ઞાનસ્વભાવી જીવ. તેની ત્રણ અવસ્થાઓ
બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ
જ્ઞાનસ્વભાવી જીવની ત્રણ અવસ્થા સમજાવીને આચાર્યદેવ
પરમાત્મા થવાની રીત બતાવે છે. કોઈને એમ થાય કે અરે! પરમાત્મા
થવાની આવડી મોટી વાત અમને કેમ સમજાય? તો કહે છે કે હે ભાઈ!
આત્માની દરકાર કરીને જે સમજવા માંગે તેને દરેકને સમજાય તેવી આ
વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ. એનાથી વિશેષ
કાંઈ નથી કહેતા. આત્માના હિત માટે જીવનમાં આ વાત લક્ષમાં લેવા
જેવી છે.
નિશ્ચયથી બધા જીવો
જ્ઞાનસ્વભાવી એકસરખા છે;
અવસ્થા અપેક્ષાએ જીવોના ત્રણ
પ્રકાર છે– (૧) બહિરાત્મા; (ર)
અંતરાત્મા; (૩) પરમાત્મા. આ
ત્રણ તો જીવની પર્યાયો છે; ને
દ્રવ્યસ્વભાવથી બધા જીવો
પરમાત્મસ્વરૂપ પરિપૂર્ણ છે, તે
સ્વભાવનું ભાન કરીને તેમાં
એકાગ્ર થતાં પર્યાયમાંથી બહિરાત્મપણું ટળીને જીવ પોતે અંતરાત્મા અને પરમાત્મા
થાય છે. પરમાત્મા થયેલા કોઈ જીવ ફરીને બહિરાત્મા ન થાય, પણ બહિરાત્મા જીવ
સમ્યક્ત્વાદિ દ્વારા પરમાત્મા થઈ શકે છે. અહો, એકેક જીવમાં પરમાત્મા થવાની સ્વતંત્ર
તાકાત, એ વાત જૈનશાસન જ બતાવે છે.
જગતમાં ભિન્નભિન્ન અનંતા જીવો છે; દરેક જીવનું લક્ષણ જ્ઞાનચેતનાછે.
અવસ્થામાં તે જીવો ત્રણ પ્રકારરૂપે પરિણમે છે, તેનું સ્વરૂપ:–

PDF/HTML Page 24 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૧ :
• બહરિાત્માનું સ્વરૂપ •
પોતાનું અંતરંગ જ્ઞાનસ્વરૂપ ભૂલીને બહારમાં શરીર અને જીવને એક માનીને
જે વર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા છે; તે તત્ત્વમાં મૂઢ છે. એવા બહિરાત્મા જીવો
અનંતા છે; જગતના જીવોનો મોટો ભાગ મિથ્યાદ્રષ્ટિ–બહિરાત્મા છે. પણ બહિરાત્મપણું
તે જીવનું ખરું સ્વરૂપ નથી, એટલે તેને છોડીને જીવ પોતે અંતરાત્મા તથા પરમાત્મા
થઈ શકે છે.
• અંતરાત્માનું સ્વરૂપ •
દેહથી ભિન્ન અંતરમાં આત્મસ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે. નરકમાં પણ
જે સમ્યગ્દ્રષ્ટિ છે તે અંતરાત્મા છે. દેડકું, હાથી, વાંદરો, સિંહ વગેરે તિર્યંચોમાં પણ જે
જીવો દેહથી ભિન્ન આત્માને અંતરમાં અનુભવે છે તેઓ અંતરાત્મા છે. અંતરાત્મા
અસંખ્યાતા છે. ચોથાથી બારમાગુણસ્થાન સુધીના જીવો અંતરાત્મા છે.
તેમાં જેઓ દ્વિવિધ પરિગ્રહથી રહિત છે–અંતરમાં મિથ્યાત્વાદિ મોહથી રહિત છે
ને બહારમાં વસ્ત્રાદિથી રહિત છે, અને શુદ્ધોપયોગ વડે નિજસ્વરૂપના ધ્યાનમાં એકાગ્ર
છે એવા મુનિવરો તે ઉત્તમ અંતરાત્મા છે, એટલે કે સાતમા ગુણસ્થાનથી બારમા
ગુણસ્થાન સુધીના જીવો ઉત્તમ અંતરાત્મા છે.
અંતરમાં આત્માના અનુભવ સહિત જેઓ દેશવ્રતી–શ્રાવક છે કે મહાવ્રતીમુનિ છે
તેઓ મધ્યમ–અંતરાત્મા છે, એટલે કે પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવો મધ્યમ–
અંતરાત્મા છે;
અને અવિરત–સમ્યગ્દ્રષ્ટિ એટલે જેને વ્રતાદિક ન હોવા છતાં પણ અંતરમાં દેહથી
ભિન્ન શુદ્ધઆત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શન થયું છે તે જીવો જઘન્ય અંતરાત્મા છે.
આ રીતે ઉત્તમ–મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના અંતરાત્મા જાણવા. –
ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના આ બધાય અંતરાત્મા જીવો આત્માને જાણનારા છે
ને મોક્ષમાર્ગમાં ચાલનારા છે. બાર અંગને જાણનારા ગણધરભગવાન, અને એક નાનું
સમ્યગ્દ્રષ્ટિ દેડકું–એ બંને અંતરાત્મા છે, બંને ‘શિવમગચારી’ છે–મોક્ષમાર્ગી છે. જુઓ,
ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને પણ મોક્ષમાર્ગી કહ્યા છે. સમન્તભદ્રસ્વામીએ પણ
કહ્યું છે કે– ‘गृहस्थो मोक्षमार्गस्थ’ (રત્નકરંડશ્રાવકાચાર)

PDF/HTML Page 25 of 49
single page version

background image
: રર : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
પરમાત્માનું સ્વરૂપ
શુદ્ધાત્માના ધ્યાનરૂપ શુદ્ધોપયોગવડે ઘાતીકર્મોને દૂર કરીને, કેવળજ્ઞાનરૂપ
પરમપદ જેમણે પ્રગટ કર્યું છે તેઓ પરમાત્મા છે, તેઓ લોકાલોકને પ્રત્યક્ષ જાણનારા
છે. તે પરમાત્માના બે પ્રકાર છે: અરિહંત પરમાત્મા, અને સિદ્ધ પરમાત્મા. અરિહંત
પરમાત્મા શરીરસહિત હોવાથી તેમને સ–કલ પરમાત્મા કહેવાય છે; એવા લાખો
અરિહંત ભગવંતો વિદેહક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે, અને સદાય થયા કરે છે.
સિદ્ધપરમાત્માને શરીર હોતું નથી તેથી તેમને નિ–કલ પરમાત્મા કહેવાય છે, તેઓ
જ્ઞાનશરીરી છે, તેઓ આઠેકર્મથી રહિત છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાને બિરાજમાન
જીવો અરિહંત પરમાત્મા છે; અને ગુણસ્થાનથી પાર, દેહાતીત સિદ્ધ ભગવંતો છે. સિદ્ધ–
પરમાત્મા એટલે ચાર ગતિથી મુક્ત જીવ, તેઓ અનંતા છે. અરિહંત અને
સિદ્ધપરમાત્મા આત્માના અનંત સુખને અનુભવે છે.
–આમ ત્રણ પ્રકારમાંથી બહિરાત્મપણાને હેયરૂપ જાણીને છોડવું; અંતરમાં દેહથી
ભિન્ન શુદ્ધ પરમસ્વરૂપને ઓળખીને અંતરાત્મા થવું અને નિરંતર તેના જ ધ્યાનવડે
પરમાત્મા થઈને નિત્ય અનંત આનંદનો અનુભવ કરવો. દરેક જીવમાં આવા પરમાત્મા
થવાની તાકાત છે.
કોઈ કહે કે અમે ગામડામાં રહીએ, ધંધા–વેપાર–મજુરીમાં જીવન વીતાવીએ, ને
આ પરમાત્મા થવાની આવડી મોટી વાત આપ સમજાવો છો! તે અમને કેમ સમજાય?
તો કહે છે કે–હે ભાઈ! તું ગામડામાં નથી રહ્યો, તું તો તારા અનંતગુણના મોટા
વૈભવમાં રહ્યો છો. દુઃખથી છૂટવા માટે આત્માની દરકાર કરીને જે સમજવા માંગે તે
દરેકને સમજાય તેવી આ વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ,
એનાથી વિશેષ કાંઈ નથી કહેતા. બાપુ! જીવનમાં આ વાત લક્ષમાં લેવા જેવી છે, બાકી
તો બધું થોથાં છે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. પૈસા કમાવા ખાતર મજુરીમાં જીવન
વીતાવે છે પણ એ કરોડો રૂપિયામાં કે બંગલા–મોટરમાં ક્યાંય સુખનો છાંટોય નથી,
અરે! સ્વર્ગમાંય સુખ નથી ત્યાં મનુષ્યલોકના વૈભવની શી વાત? સુખ તો આત્માના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જ છે, બાકી બહારનાં કોઈ પણ પદાર્થના લક્ષે તો
આકુળતાને દુઃખ જ છે.

PDF/HTML Page 26 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૩ :
ભાઈ! વિચાર તો કર કે– રૂપિયા, મકાન, મોટર વગેરે પદાર્થો તો જીવતત્ત્વ છે?
–કે અજીવ? એ તો અજીવ છે. તો શું અજીવમાં કદી સુખ હોય? ના; એનામાં સુખ કદી
છે જ નહિ, તો તે તને ક્યાંથી સુખ આપે? માટે અજીવમાં–પરમાં સુખબુદ્ધિ છોડ.
હવે તે અજીવ તરફના વલણનો તારો ભાવ, (–પછી તે અશુભ હો કે શુભ)
તેમાં પણ આકુળતા ને દુઃખ જ છે, તેમાં કાંઈ ચૈતન્યના આનંદનું વેદન તો નથી. – માટે
તે પરલક્ષી શુભાશુભભાવોમાંય સુખબુદ્ધિ છોડી દે.
સુખથી ભરેલો તારો આત્મસ્વભાવ, તેમાં ઉપયોગ જોડતાં જ સ્વલક્ષે
પરમઆનંદ અનુભવાય છે.
જુઓ, સાતતત્ત્વને જાણવામાં આ વાત આવી જાય છે. –
* ;
* તેની સન્મુખતાથી આનંદ અનુભવાય તેમાં સંવર–નિર્જરા–મોક્ષ આવ્યા.
* ;
* તેની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે–તેમાં પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ
આવી ગયા.
આ રીતે તત્ત્વોનું પૃથક્કરણ કરીને સમજે તો મોક્ષમાર્ગનો સાચો નિર્ણય થયા
વગર રહે નહીં. જીવતત્ત્વ કેવું છે તેની આ વાત ચાલે છે. વિદેહક્ષેત્રોમાં દેહ સહિત
અરિહંત ભગવંતો સદાય બિરાજે છે, અહીં ભરતક્ષેત્રમાં પણ અઢીહજાર વર્ષ પહેલાંં
અરિહંત ભગવાન સાક્ષાત્ વિચરતા હતા, તે ભગવંતોએ જીવાદિ તત્ત્વનું જેવું સ્વરૂપ
કહ્યું તેવું જ્ઞાનીસંતોએ ઝીલ્યું, જાતે અનુભવ્યું અને શાસ્ત્રમાં કહ્યું; તે જ અહીં કહેવાય
છે. આચાર્યદેવે કહ્યું છે કે ‘જીવાદિ નવતત્ત્વોને ભૂતાર્થથી જાણવા તે સમ્યગ્દર્શન છે’ ત્યાં
ભૂતાર્થદ્રષ્ટિ કરતાં જ તેમાં શુદ્ધઆત્માની પ્રતીત આવી, ને નવતત્ત્વના વિકલ્પ છૂટી
ગયા. શુદ્ધદ્રષ્ટિમાં નવ ભેદ નથી, તેમાં તો એકલો શુદ્ધાત્મ ભગવાન જ આનંદસહિત
પ્રકાશમાન છે; ને આવા આત્માની દ્રષ્ટિપૂર્વક નવતત્ત્વની પ્રતીતનું આ વર્ણન છે. એકલા
નવતત્ત્વ ગોખ્યા કરે ને તેના વિકલ્પને અનુભવ્યા કરે પણ જો શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં ન
લ્યે તો તેને સમ્યગ્દર્શન થતું નથી, તે તો બહિરાત્મા જ રહે છે. અહીં તો અંતરાત્મા
થયેલો જીવ, વિકલ્પોથી છૂટો પડીને નવતત્ત્વને જેમ છે તેમ જાણે છે.

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ર૪ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
તેની વાત છે. તેને શુદ્ધાત્મામાં જ સ્વામીત્વબુદ્ધિ વર્તે છે. નિશ્ચયશ્રદ્ધાના વિષયમાં નવ
ભેદ ન આવે, તેમાં તો એકલા નિજરૂપની જ શ્રદ્ધા છે. જેમ રાજાની સાથેના બીજા
માણસોને દેખીને તેમને પણ ‘આ રાજા આવ્યો’ એમ ઉપચારથી કહેવાય છે; ખરેખરો
રાજા તો તે નથી, જુદો છે, તેમ શુદ્ધઆત્માની દ્રષ્ટિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ તે તો
મોક્ષમાર્ગમાં રાજા સમાન છે; પણ તેની સાથે નવતત્ત્વની પ્રતીતને દેખીને તેને પણ ‘આ
સમ્યગ્દર્શન છે’ એમ ઉપચારથી કહેવાય છે, ખરેખરું સમ્યગ્દર્શન તો તે નથી, જુદું છે.
પણ તેની સાથે નવતત્ત્વની શ્રદ્ધા વગેરેના જે વિકલ્પો હોય છે તે વ્યવહારમાં બતાવ્યા
બતાવ્યા છે તેનાથી વિરુદ્ધ માન્યતા ધર્મીને હોય નહીં. અહો, આ તો નિશ્ચય–વ્યવહારની
સંધિવાળો અલૌકિક જિનમાર્ગ છે, – વીતરાગ ભગવંતો જે માર્ગે ચાલ્યા તે માર્ગે
જવાની આ વાત છે. એની શરૂઆત વીતરાગદ્રષ્ટિ વડે થાય છે, રાગ વડે તેની શરૂઆત
થતી નથી.
જેણે પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઝીલ્યો છે,
અનુભૂતિવડે અંતરમાં પોતાના પરમાત્મસ્વરૂપને અનુભવ્યું છે તે અંતરાત્મા
મોક્ષમાર્ગમાં ચાલનારા છે; તે પોતાની પર્યાયને પણ જાણે છે. પહેલાંં અજ્ઞાનદશામાં
બહિરાત્મપણું હતું, ત્યારે હું એકાંત દુઃખી હતો; તે દશા ટળીને હવે અંતરાત્મપણું થયું છે
ને આત્માનું સાચું સુખ અંશે અનુભવમાં આવ્યું છે; હવે શુદ્ધ આત્માના જ ધ્યાન વડે
પૂર્ણ સુખરૂપ પરમાત્મદશા અલ્પકાળમાં થશે. આ રીતે બહિરાત્મા, અંતરાત્માને
પરમાત્મનું સ્વરૂપ ઓળખવું.

ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમભાવ;
થઈ તું અંતરઆત્મા, ધ્યા પરમાત્મસ્વભાવ.

PDF/HTML Page 28 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : રપ :
नमः सिद्धेभ्यः
સંવર એટલે આનંદ. સંવર એટલે મોક્ષમાર્ગ.
સંવરના કારણરૂપ ભેદજ્ઞાન અભિનંદનીય છે
જ્ઞાન અને રાગની ભિન્નતા જાણીને, ઉપયોગ રાગાદિથી જુદો પડતાં
ભેદવિજ્ઞાનરૂપ જે અપૂર્વ સંવરદશા પ્રગટી તે મહા આનંદમય છે; મોક્ષના કારણરૂપ
હોવાથી તે અભિનંદનીય છે, પ્રશંસનીય છે. ચૈતન્યના આનંદના અપાર વિલાસસહિત
સમ્યગ્દર્શન થયું તેમાં સમસ્ત શુભાશુભ રાગથી અત્યંત જુદો શુદ્ધઉપયોગ સ્વરૂપ આત્મા
આનંદસહિત પ્રગટ્યો, એટલે અનાદિનો આસ્રવ છૂટ્યો ને અપૂર્વ સંવરદશા શરૂ થઈ.
સંવરમાં આનંદ છે. આસ્રવો આત્માને દુઃખરૂપ હતા, ને ભેદજ્ઞાનરૂપ સંવર
આત્માને અપૂર્વ શાંતિનું વેદન કરાવે છે. –તેથી તે મંગળ છે.
જ્યાં સુધી આત્મા ભેદજ્ઞાન વડે જાગ્યો ન હતો ને અજ્ઞાનથી પોતાને રાગાદિરૂપ
અનુભવતો હતો ત્યાંસુધી આસ્રવનું જોર હતું; તે આસ્રવ આખા જગતના અજ્ઞાની
જીવોને જીતી લેવાથી ગર્વિત હતો; પણ હવે જ્યાં ભેદજ્ઞાન વડે ભગવાન આત્મા જાગ્યો
અને રાગાદિથી ભિન્ન અત્યંત આનંદમય સંવરભાવ પ્રવટ્યો, તે સંવરરૂપી યોદ્ધો
આસ્રવને જીતી લ્યે છે. સંવર એવો જોરાવર છે કે રાગાદિ આસ્રવના કોઈ કણને પણ
પોતામાં રહેવા દેતો નથી. આવી મહિમાવંત પ્રશંસનીય સંવરદશા કેમ પ્રગટે તેનું
અદ્ભુતસ્વરૂપ આચાર્યદેવે આ સંવર–અધિકારમાં સમજાવ્યું છે.
ભેદજ્ઞાનના અદ્ભુત અચિંત્ય રહસ્યો અહીં ખુલ્લા કરીને સમજાવ્યા
છે.. જે સમજતાં મુમુક્ષુનો આત્મા ખીલી ઊઠે છે.
ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, કારણકે બંનેના પ્રદેશો જુદા હોવાથી
તેમને એકપણું નથી; તેથી તેમને આધાર–આધેયપણું પણ નથી. – જુઓ, સંવર માટે
આ ભેદજ્ઞાન કરાવે છે. જેમ જડ અને ચેતનને એકપણું નથી, જડ તે ચેતન નથી, ચેતન
તે જડ નથી, એમ તે બંનેને અત્યંત જુદાપણું છે; તેમ ક્રોધાદિને અને ઉપયોગને

PDF/HTML Page 29 of 49
single page version

background image
: ર૬ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
એકપણું નથી; ક્રોધ તે જ્ઞાન નથી, જ્ઞાન તે ક્રોધ નથી, એમ તે બંનેને અત્યંત જુદાપણું
છે. આ રીતે ઉપયોગસ્વરૂપ આત્માનું સર્વે પરભાવોથી ભિન્નપણું છે. આત્માને પોતાના
ઉપયોગ સાથે એકતા છે, રાગાદિ સાથે તેને એકતા નથી. રાગાદિમાં ખરેખર આત્મા
નથી, ઉપયોગમાં જ આત્મા છે. –આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવ સર્વે રાગાદિથી ભિન્ન
શુદ્ધઉપયોગરૂપે જ રહે છે, અને તેને જ સંવર થતાં નવા કર્મોનું આવવું અટકે છે. –આનું
નામ ધર્મ છે, ને આ મોક્ષનો ઉપાય છે.
આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવો દુઃખરૂપ છે; તેમને ભિન્ન
જાતિપણું છે એટલે એકપણું નથી. જ્ઞાન–આનંદદશાને અને ક્રોધ–રાગાદિદશાને એકપણું
નથી, એકબીજાના આધારે તેમની ઉત્પત્તિ નથી, અસંખ્યપ્રદેશી ચૈતન્યઘન આત્મા જ્યારે
પોતાને ઉપયોગ સ્વરૂપે અનુભવે છે ત્યારે રાગાદિ કોઈ પરભાવો તેને પોતામાં દેખાતા
નથી, ઉપયોગસ્વરૂપ આત્મા એક જ પોતે–પોતામાં દેખાય છે, માટે રાગાદિભાવો
તેનાથી બહાર છે. તે રાગાદિભાવોની રચના જ્ઞાનવડે થતી નથી.
ઉપયોગરૂપ નિર્મળપર્યાય તેમાં આત્મા છે, પણ રાગમાં આત્મા નથી; રાગના
આધારે આત્મા જણાતો નથી, ને આત્માના આધારે રાગ ઉત્પન્ન થતો નથી. ઉપયોગ
અને રાગ બંનેની જાત તદ્ન જુદી છે. આનંદમય ચૈતન્યસ્વાદમાં આત્મા જણાય છે.
અરે, આત્માના આ આનંદમાં દુઃખ કેવું? –રાગ કેવો? રાગ તો દુઃખ છે, જ્ઞાનમાં તે
સમાય નહીં.
ઉપયોગ એટલે રાગથી ભિન્ન પડીને અંતર્મુખ વળેલી પરિણતિ, તેમાં આત્માની
અનુભૂતિ છે, તેમાં ક્રોધાદિનો અનુભવ નથી. અને ક્રોધાદિના અનુભવરૂપ ક્રિયામાં
જ્ઞાનનો અનુભવ નથી. અંતર્મુખ ઉપયોગમાં શાંતિનું વેદન છે, તે ઉપયોગમાં આત્મા
અભેદ છે, તેના આધારે આત્મા છે, ને તે આત્માને પ્રસિદ્ધ કરે છે, રાગાદિ ભાવોનું તેમાં
સ્થાન નથી –વેદન નથી. અને તે રાગાદિભાવોમાં ઉપયોગસ્વરૂપ ભગવાન આત્મા
રહેતો નથી. સ્વાનુભવક્રિયાથી આત્મા સિદ્ધ થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મા, જાણવાની
ક્રિયામાં (ઉપયોગમાં) રહે છે, તેથી ઉપયોગ પર્યાય તે આધાર છે ને ઉપયોગસ્વરૂપ
આત્મા ત આધેય છે, –એમ બંને અભેદ છે. ખરેખર ઉપયોગથી જુદો બીજો કોઈ તેનો
આધાર નથી... એટલે પોતાના ઉપયોગથી ભિન્ન બીજા કોઈ ભાવો સાથે આત્માને
એકતા નથી, પણ અત્યંત ભિન્નતા છે. અહો, આવું અપૂર્વ ભેદજ્ઞાન ભગવાનના માર્ગમાં
જ છે. આત્માને આનંદિત કરતું આવું ભેદજ્ઞાન પ્રગટે છે.

PDF/HTML Page 30 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૭ :
અહો, અલૌકિક વીતરાગમાર્ગ!
અહો, દર્શનશુદ્ધિ માટે વીતરાગનો માર્ગ અલૌકિક છે. વીતરાગમાર્ગ રાગથી
ભિન્ન ચૈતન્યસ્વાદ ચખાડે છે. ચૈતન્યની શાંતિના સ્વાદમાં રાગાદિ ભાવનો અંશ પણ
સમાય નહીં. નાનામાં નાના રાગના કણનો પણ જેને પ્રેમ છે, –તે રાગમાં જેને શાંતિ
લાગે છે, તે જીવ વીતરાગ ભગવાનના માર્ગ ઉપર ક્રોધ કરે છે; કેમકે રાગ જેને ગમ્યો
તેને વીતરાગમાર્ગ કેમ ગમશે? વીતરાગમાર્ગનો અણગમો એ જ અનંતો ક્રોધ છે.
વીતરાગ ચૈતન્યભાવમાં રાગનો કોઈ અંશ સમાય નહીં. ચૈતન્યસ્વરૂપ આત્માની
ક્રિયાઓ પણ ચૈતન્યભાવરૂપ જ હોય, ચૈતન્યની ક્રિયા રાગરૂપ ન હોય. રાગની ક્રિયામાં
ચૈતન્યની પ્રાપ્તિ કદી ન થાય. આ રીતે ચૈતન્યને અને રાગને સર્વ પ્રકારે ભિન્નતા છે.
રાગથી ભિન્ન આવી ચૈતન્યક્રિયા જેણે કરી તે જીવ સુકૃત (સમ્યગ્દર્શનાદિ ઉત્તમકાર્ય)
કરનારો સુકૃતી છે. જ્ઞાન અને રાગની ભિન્નતાનું કાર્ય, એટલે કે ભેદજ્ઞાનરૂપ ઉત્તમકાર્ય
તેણે કરી લીધું, તે જીવ જ્ઞપ્તિક્રિયાનો કર્તા છે, તેની જ્ઞપ્તિક્રિયામાં આત્મા અનુભવાય છે,
તેની જ્ઞપ્તિક્રિયામાં રાગાદિ કોઈ પરભાવો અનુભવાતા નથી.
ચૈતન્યને અને રાગને કાંઈ મેળ નથી–એકતા નથી પણ વચ્ચે સાંધો છે એટલે કે
જુદાઈ છે. જેમ પથ્થરની સાંધ વચ્ચે સુરંગ ફોડતાં બે કટકા જુદા થઈ જાય છે, તેમ જ્ઞાન
અને રાગની સાંધ વચ્ચે ભેદજ્ઞાનરૂપી વીજળી પડતાં બંને તદ્ન જુદા અનુભવાય છે.
ચૈતન્યની શાંતિના અનુભવમાં તે એકમેક થતાં નથી, કેમકે તેની જાત જુદી છે, તેના
અંશો જુદા છે, અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વસનારો આત્મા રાગની આકુળતામાં કેમ
આવે? જ્યાં આત્માને સાચા સ્વરૂપે જાણ્યો ત્યાં અંદર અતીન્દ્રિય સ્વાદ આવ્યો, તે
સ્વાદરૂપે આત્મા જણાય છે; રાગના વેદનમાં આત્માનો સ્વાદ નથી, ને તે સ્વાદથી
આત્મા જણાતો નથી.
સ્વભાવનો ટચ એ જ સાચી હા
અહો, આવા આત્માની અપૂર્વ વાત... તે સાંભળતાં અંદર સ્વભાવનો ‘ટચ’ થઈ
જાય– તો જ ખરૂં સાંભળ્‌યું કહેવાય. સ્વભાવનો ટચ એ જ ખરી

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ર૮ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
‘હા’ છે. તેથી આચાર્યદેવે કહ્યું છે કે આ એકત્વસ્વભાવની વાતને તું તારા
સ્વાનુભવથી પ્રમાણ કરજે.
ચૈતન્યના સાચા શ્રોતાને આનંદના તરંગ ઊઠે છે
ભગવાન અને સંતો કહે છે કે હે ભાઈ! તું પણ અમારી હરોળનો છો, અમારી
જાતનો તું છો; અમારા તરફના લક્ષે કે વાણીના શ્રવણના લક્ષે જે વિકલ્પ થાય તેના વડે
જણાય એવું તારું સ્વરૂપ નથી; અંતરના નિર્વિકલ્પ જ્ઞાનવડે જણાય એવું તારું સ્વરૂપ
છે. અરે, તારું વિકલ્પાતીત સ્વરૂપ છે તે તો જ્ઞાનગમ્ય થાય તેવું છે, તે વિકલ્પગમ્ય થતું
નથી. આવી વીતરાગી વાણી સાંભળનાર શિષ્ય એવો છે કે જે શ્રવણના વિકલ્પની
મુખ્યતા નથી કરતો પણ અંતરના જ્ઞાનની મુખ્યતા કરે છે, તેથી તેને આત્મામાંથી
આનંદના તરંગ ઊઠે છે. તે શબ્દ ઉપર કે ભેદના વિકલ્પ ઉપર જોર કરીને નથી અટકતો
પણ એનાથી આઘો ખસી, અંદર ઊતરી, ભાવ–શ્રુતજ્ઞાનવડે વસ્તુસ્વરૂપને પકડતાં તેને
આનંદના તરંગ સહિત સમ્યગ્દર્શનાદિ થાય છે ને મોહનો નાશ થાય છે. –એ વાત
પ્રવચનસાર ગા. ૮૬ માં કહી છે; તેમ જ આત્મઅવલોકનમાં પણ કહી છે. જેને અનુભવ
થયો હોય તેને આનંદની વૃદ્ધિ થતી જાય છે, અને જેને ન થયો હોય તેને નવો આનંદ
પ્રગટે છે. –આ રીતે જિનવાણી તે ભવ્ય જીવોને આનંદની જ દાતાર છે.
સિદ્ધની જેમ સિદ્ધપદનો સાધક પણ વિજયવંત છે
અહો! ચૈતન્યવસ્તુ કેવી મહિમાવંત છે! ... શબ્દોથી કે વિકલ્પોથી તે વસ્તુનો
પાર પમાતો નથી, અંતર્મુખ જ્ઞાનવડે જ તે વસ્તુનો પાર પમાય છે; અને તે જ્ઞાન
પ્રગટતાં સાથે અતીન્દ્રિય આનંદનું વેદન લેતું પ્રગટે છે... સિદ્ધ ભગવાન સાથે તેની સંધિ
થાય છે. જુઓ, જગતમાં સિદ્ધજીવો થોડા, ને સંસારી–મિથ્યાદ્રષ્ટિ જીવો તેનાથી
અનંતગુણા, છતાં ભાવમાં સિદ્ધભગવંતોના જ્ઞાન–આનંદનું એવું જોર છે કે અનંતા
સિદ્ધોમાંથી અનંતકાળે પણ એક્કેય સિદ્ધજીવ પાછો સંસારમાં આવતો નથી; સંસારમાંથી
છૂટી–છૂટીને સિદ્ધ થનારા જીવોની ધારા ચાલી જાય છે. આ રીતે સદા સંસારી જીવો
ઓછા થતા જાય છે ને સિદ્ધજીવો વધતા જાય છે. –એટલે સિદ્ધ ભગવંતો સદા

PDF/HTML Page 32 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૯ :
વિજયવંત છે; તેમ જ તે સિદ્ધપદને સાધનારા સાધક જીવો પણ વિજયવંત છે. સિદ્ધ પ્રભુ
ભલે નીચે ન આવે પણ સાધક જીવ પોતાની ઉન્નતિ કરીને સિદ્ધલોકમાં પહોંચી જાય છે.
એકલું જ્ઞાન... તેમાં બીજાની ભેળસેળ નથી
જેમ અનંતાનંત આકાશને રહેવા માટે આકાશથી જુદો બીજો કોઈ આધાર નથી,
મહાન આકાશ અન્ય દ્રવ્યની અપેક્ષા વગર પોતે પોતામાં જ રહેલું છે. તેમ અનંત
ચૈતન્યભાવોથી ભરેલો જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેને એક ચૈતન્યસ્વરૂપે જ લક્ષમાં લઈને
અનુભવ કરતાં જ્ઞાનથી જુદા બીજા કોઈ રાગાદિ ભાવોમાં તેને સ્થાપી શકાતો નથી;
એકલા અચિંત્ય જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં રાગાદિભાવો સાથે
તેની જરાય એકતા દેખાતી નથી. એકલું જ્ઞાન જ જ્ઞાનસ્વરૂપે પોતે પોતાને અનુભવમાં
આવતાં સાથે વીતરાગી આનંદ થાય છે. આ રીતે આનંદ સહિત ભેદજ્ઞાન પ્રગટે છે. તે
સંવરનું પરમ કારણ છે. આવું ચૈતન્ય અને રાગનું અત્યંત સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને હે
સત્પુરુષો! તમે આનંદિત થાઓ.
રાગથી જુદા એકલા ચૈતન્યભાવમાં જ આત્માને સ્થાપી શકાય છે, એટલે
અનુભવી શકાય છે, પણ રાગાદિ કોઈ ભાવોમાં ઉપયોગસ્વરૂપ આત્માને સ્થાપી શકાતો
નથી, એટલે રાગ વડે આત્મા અનુભવી શકાતો નથી. જેણ આકાશથી જુદા બીજા કોઈ
આધારમાં આકાશને સ્થાપી શકાતું નથી, આકાશથી મોટો એવો કોઈ પદાર્થ જ નથી કે
જે આકાશનો આધાર થઈ શકે. તેમ જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞાનથી જુદા બીજા કોઈ
ભાવમાં સ્થાપી શકાતો નથી; જ્ઞાનથી જુદા રાગાદિ કોઈ ભાવો એવા નથી કે જે જ્ઞાનનો
આધાર થઈ શકે. – આ રીતે જ્ઞાનને રાગાદિ સર્વ ભાવોથી અત્યંત ભિન્ન અનુભવમાં
લેતાં પરમ આનંદ સહિત ભેદજ્ઞાન થાય છે. આવું ભેદજ્ઞાન તે સંવર છે, તે મોક્ષનો
ઉપાય છે, અને તેથી તે અભિનંદવા જેવું છે.
ધન્ય તે શ્રોતા... કે જે આત્માને ‘ટચ’ કરે છે
આત્મસન્મુખ જે ઉપયોગપરિણતિ થઈ તેમાં આત્મા અભેદ અનુભવાય છે–
એટલે તેના જ આધારે આત્મા છે–એમ કહ્યું. જોકે અનુભૂતિમાં તો આધાર–આધેયનો

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
ભેદ પણ રહેતો નથી. અહો, આવી અનુભૂતિ આચાર્યદેવે સમયસારમાં આત્માના
વૈભવથી દેખાડી છે. તેનું શ્રવણ કરનાર જીવો પણ એવા લીધા છે કે જેઓ અંદરમાં
આત્માને ‘ટચ’ કરીને, એટલે કે તેના વાચ્યને લક્ષમાં લઈને સ્વાનુભવ કરે છે;
શ્રવણકાળે વિકલ્પ છે પણ તે વિકલ્પ ઉપર તેમનું વજન નથી, વજન તો અંદરના
વાચ્યરૂપ શુદ્ધઆત્મા તરફ જ છે.
અહો, જિનવાણીનું શ્રવણ તો વીતરાગતાનું કારણ છે, –તે ખરેખર રાગનું કારણ
નથી; કેમકે રાગમાં અટકવાનું જિનવાણીમાતા નથી કહેતા, જિનવાણીમાતા તો રાગથી
અત્યંત ભિન્નતા બતાવીને ચૈતન્યસ્વભાવમાં સન્મુખતા કરાવે છે. –એવું લક્ષ જેણે કર્યું
તેણે જ ખરેખર જિનવાણી સાંભળી કહેવાય. જિનવાણીમાં વીતરાગી સંતોએ જેવો
આત્મસ્વભાવ કહ્યો તેવો જ જ્ઞાનવડે (વિકલ્પ વડે નહિ, પણ જ્ઞાનવડે જ) લક્ષમાં
લઈને જ્યાં ઉપયોગ અંતરમાં ઝુક્્યો ત્યાં તે નિર્વિકલ્પ–ઉપયોગમાં આત્મા અભેદપણે
અનુભવાયો, એટલે તેના આધારે આત્મા છે, –તે જ આત્મા છે. આવો અનુભવ તે જ
જિનવાણીના શ્રવણનું સાચું ફળ છે.
જ્ઞાનની અનુભૂતિ વડે ભેદજ્ઞાન થાય છે... રાગવડે નહીં
આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યજાત વસ્તુ છે; એની જાતથી જ જાત જણાય છે;
કજાતથી જાત જણાતી નથી; એટલે કે જ્ઞાનસ્વરૂપ રાગવડે અનુભવાતું નથી, જ્ઞાનથી જ
જ્ઞાનસ્વરૂપ અનુભવાય છે. જ્ઞાનસ્વરૂપમાં રાગ તે તો કજાત છે; રાગ વગરનું (રાગથી
છુટું) જ્ઞાન તે જ જ્ઞાનની જાત છે.. તે જ્ઞાન અભેદ થઈને પોતે પોતાને જ્ઞાનસ્વરૂપે
અનુભવે છે. આ રીતે આત્મા પોતે પોતાના સ્વભાવથી જણાય એવો સ્વાનુભવ–પ્રત્યક્ષ
છે (
स्वानुभूत्या चकासते...) પરિણતિ એકદમ ગુલાંટ ખાઈને, પરાલંબન છોડીને
અંતરમાં વળી જાય છે ત્યાં આત્મા સાક્ષાત્ અનુભવાય છે. અહો! આવી નિર્વિકલ્પ–
ચેતનપરિણતિ થઈ ત્યારે અતીન્દ્રિય મહા આનંદસહિત ચોથું ગુણસ્થાન પ્રગટ્યું;
ભગવાન આત્મા સ્વપર્યાયમાં પ્રગટ્યો. શૂરવીર ભગવાન આત્મા, પોતાની નિર્વિકલ્પ
જ્ઞાનપરિણતિ સિવાય બીજી કોઈ રીતે જાણવામાં આવે નહીં; રાગ પરિણતિને આધીન
તે કદી થાય નહીં.

PDF/HTML Page 34 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩૧ :
અહો, અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે. એકકોર એકલો જ્ઞાનસ્વરૂપ આત્માપોતાની
જ્ઞાનપરિણતિમાં અભેદ વર્તતો બિરાજે છે, ને બીજી કોર રાગાદિભાવો–કર્મો–નોકર્મો
વગેરે સમસ્ત પદાર્થો જ્ઞાનથી અત્યંત જુદા છે. આ રીતે ઉપયોગસ્વરૂપ આત્મા
ઉપયોગમાં જ છે, તે રાગાદિમાં નથી; ને રાગાદિ ભાવો રાગાદિમાં જ છે, તે કોઈ ભાવો
ચૈતન્યસ્વરૂપ ઉપયોગમાં નથી. –આમ જ્ઞાન અને રાગનું અત્યંત જુદાપણું ભલી રીતે
સિદ્ધ થયું, શંકા વગર સર્વ પ્રકારે ભેદજ્ઞાન સિદ્ધ થયું. જ્ઞાનનો કોઈ કણિયો રાગમાં નહિ,
રાગનો કોઈ કણિયો જ્ઞાનમાં નહિ; જ્ઞાન સદાય જ્ઞાનરૂપ જ છે, રાગ સદા રાગરૂપ જ છે.
–આવું ભેદજ્ઞાનનું વેદન જેણે કર્યું એવો જ્ઞાની જીવ પોતાના જ્ઞાનમાં રાગાદિ ભાવોને
કણિકા માત્ર પણ રચતો નથી, જ્ઞાનને રાગાદિથી સર્વથા જુદું જ અનુભવે છે; રાગના
કાળે પણ રાગથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપપણે પોતાનું વેદન તેને ખસતું નથી, ને
રાગના કોઈ અંશને પોતાના ચૈતન્યભાવ સાથે તે કદી ભેળવતા નથી. આવું ભેદજ્ઞાન
અપૂર્વ આનંદદાયક છે.
આનંદમય ભેદજ્ઞાન જયવંત વર્તે છે
અરે, સમ્યગ્દર્શનને ભેદજ્ઞાન શું ચીજ છે, –ને એનું અંતરનું વેદન કેવું છે તેની
જગતને ખબર નથી. બાપુ! ચૈતન્યસ્વરૂપ તારો આત્મા, એ તે કાંઈ શુભરાગના
વેદનમાં આવી જાય એવો છે? શું શુભરાગ જેટલી જ ચૈતન્યપ્રભુની કિંમત છે?
શુભરાગથી આત્માનો અનુભવ થવાનું જે માને છે તે તો રાગમાં આત્માને વેચી દે છે,
રાગરૂપે જ આત્માને માને છે, રાગથી જુદો કોઈ આત્મા તેના લક્ષમાં આવ્યો નથી.
અહીં તો સર્વે રાગથી અત્યંત ભિન્ન એકલું ચૈતન્યસ્વરૂપ બતાવીને કહે છે કે આવો
આત્મા જ્ઞાન વડે જ અનુભવમાં આવે છે, તે અનુભવમાં રાગનો કોઈ અંશ નથી.
આવો અનુભવ કરીને હે સત્પુરુષો! તમે પ્રમોદિત થાઓ... આનંદિત થાઓ... અંતરમાં
સાચું ભેદજ્ઞાન કરતાં જ અતીન્દ્રિય આનંદ વેદાય છે, ને તે આનંદને વેદતો–વેદતો
ધર્મીજીવ સિદ્ધપદને સાધે છે.
–આવું આનંદમય ભેદજ્ઞાન જયવંત વર્તે છે.

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ૩ર : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
સત્પુરુષો ભેદજ્ઞાન વડે આનંદનું વેદન કરો
(સંવર–અધિકાર પ્રવચનોમાંથી)
ભેદજ્ઞાનનું કોઈ અચિંત્ય અપાર સામર્થ્ય છે. ચૈતન્યના
આનંદરસમાં તરબોળ થતું ભેદજ્ઞાન પ્રગટે છે, તે જ્ઞાનધારામાં પરમ
શાંતરસનું વેદન છે... વીતરાગ–રસના અખંડ વહેણ તેમાં વહે છે. અરે
જીવ! એકવાર કોઈપણ રીતે, પરમ પરાક્રમ કરીને આત્માને શુદ્ધપણે
અનુભવમાં લઈને આવી અપૂર્વ જ્ઞાનધારા પ્રગટાવ. પરમ પુરુષાર્થ વડે
અંદર ઊતરીને રાગ સાથે એકતાની અજ્ઞાનધારાને તોડ અને જ્ઞાનધારા
વડે ચૈતન્યની શુદ્ધતારૂપ આનંદનું વેદન કર...
ચૈતન્યભાવરૂપ આત્મા અને ચૈતન્યભાવરહિત રાગાદિ–એ બંનેની અત્યંત
ભિન્નતા જાણીને, ભેદજ્ઞાન વડે અંતર્મુખ પરિણતિ કરીને, જેણે દારુણ–પરાક્રમ વડે
પોતાના ઉપયોગને રાગથી અત્યંત જુદો અનુભવ્યો છે તે સત્પુરુષો નિર્મળ
ભેદજ્ઞાનજ્યોતિ વડે અત્યંત આનંદિત થાય છે. અજ્ઞાનમાં રાગ અને ઉપયોગ એકમેક
લાગતા હતા, પણ ખરેખર તેઓ એક ન હતા, લક્ષણભેદથી તદ્ન જુદા હતા; તે જુદાપણું
ઓળખીને ધર્મી જીવે ભેદજ્ઞાન પ્રગટ કર્યું. તે જાણે છે કે મારી અંદર ઉપયોગસ્વરૂપે જે
અનુભવાય છે તે જ હું છું; ઉપયોગથી ભિન્ન રાગાદિ જે કોઈ ભાવો છે તે અચેતન છે, તે
હું નથી. –આમ બંનેને સર્વથા ભિન્ન અનુભવે છે.
અહો, ચૈતન્યનો આનંદરસ! તેમાં રાગનો રસ કેમ સમાય? ચૈતન્યરસ તો પરમ
શાંત છે; ને રાગ તો અશાંતિ છે, –ભલે રાગ શુભ હો, પણ રાગમાં તો અશાંતિ જ છે.
ધર્મી જીવને તે રાગાદિ વખતે અંદર સમ્યક્ત્વાદિને લીધે આત્માની શાંતિનું વેદન વર્તતું
હોય છે; પરંતુ તેનેય જે રાગ છે તે તો અશાંતિ જ છે, તે કાંઈ શાંતિ નથી, કે તે શાંતિનું
કારણ પણ નથી. રાગમાં આનંદ નથી; રાગથી અત્યંત ભિન્ન ચૈતન્યના વેદનમાં શાંતિ
છે–આનંદ છે, હે સત્પુરુષો! ભેદજ્ઞાન વડે તમે આત્માના આનંદને અનુભવો. જ્યાં રાગ
વગરના શુદ્ધ ઉપયોગને અનુભવમાં લીધો ત્યાં મહાન આનંદ થાય છે... ઉપયોગ પોતે
પોતામાં થંભીને એવો ઠરી જાય છે કે અનંત

PDF/HTML Page 36 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩૩ :
ગુણના એકરસની કોઈ પરમ અચિત્ય શાંતિ વેદાય છે. આચાર્યદેવ કહે છે કે અહો
જીવો! આવા આનંદનું વેદન કરો. અમે તો સતત આવા આનંદને વેદીએ છીએ ને તમે
પણ ભેદજ્ઞાન કરીને આવા આનંદને અનુભવો. અરે, ચૈતન્ય સિવાય બીજે ક્યાંય
આનંદની ગંધ પણ નથી. અંદર ભગવાન આત્માને દેખીને એકવાર તો તું આનંદિત
થા... રાજી થા! રાગને વેદી–વેદીને દુઃખમાં તો તેં અનંતો કાળ ગાળ્‌યો, હવે રાગ વગરનું
આવું સરસ–મજાનું આનંદમય ચૈતન્યતત્ત્વ અમે તને બતાવ્યું –તે અનુભવમાં લઈને
રાજી થા... પ્રસન્ન થા... આનંદિત થા.
વાહ રે વાહ! આવો આનંદમય મારો આત્મા સંતોએ મને બતાવ્યો. ભેદજ્ઞાન
વડે હવે મારા આત્માને હું જ્ઞાનરૂપ જ દેખું છું; મારું જ્ઞાન અણુમાત્ર પણ રાગાદિ સાથે
ભળતું નથી, છૂટું ને છૂટું રહે છે. જ્ઞાનથી વિપરીત એવા રાગાદિ ભાવોનો કોઈ અંશ મને
મારા ચૈતન્યપણે ભાસતો નથી. આ રીતે જ્ઞાન જ્ઞાનરૂપે જ રહેતું થકું, અને રાગ–દ્વેષ–
મોહરૂપે જરાય નહિ થતું થકું, શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે–અનુભવે છે; એટલે તેને
રાગ–દ્વેષ–મોહના અભાવરૂપ સંવરધર્મ થાય છે. શુદ્ધોપયોગપૂર્વક આવી આનંદમય
સંવરદશા–સમ્યગ્દર્શન ને ભેદજ્ઞાન થાય છે, તે અભિનંદનીય છે, તે પ્રશંસનીય છે.
અહો, વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે;
એમાં રાગનો કોઈ કણિયો સમાય નહીં.
આવો વીતરાગમાર્ગ જયવંત છે.
ભેદજ્ઞાની જીવની જ્ઞાનપરિણતિ અદ્ભુત–અલૌકિક હોય છે. જેમ સોનું ચારેકોર
અગ્નિના ભડકા વચ્ચે પણ સોનું જ રહે છે, તે સોનું કાંઈ અન્યરૂપ થઈ જતું નથી કે
બળી જતું નથી; તેમ રાગથી ભિન્ન પડીને આનંદધામનો જેણે સ્વાદ ચાખ્યો છે એવું
આત્માનું શુદ્ધજ્ઞાન, તે જ્ઞાન અનેકવિધ કર્મોદયની વચ્ચે વર્તવા છતાં પણ જ્ઞાન તો
જ્ઞાનરૂપ જ રહે છે, તે જ્ઞાન કાંઈ રાગાદિરૂપ કે કર્મરૂપ થઈ જતુ નથી. સંયોગની
અનુકૂળતામાં તે ઓગળતું નથી કે પ્રતિકૂળતામાં બળતું નથી, એ તો પરમભાવપણે જ
પોતાને વેદતું થકું શાંતિને જ વેદ્યા કરે છે; એટલે તેને કર્મોની નિર્જરા જ છે.
પાંડવ ભગવંતો મુનિદશામાં શત્રુંજય ઉપર ધ્યાનમાં હતા ને દુર્યોધનના ભાણેજે
અગ્નિનો ઘોર ઉપસર્ગ કર્યો; શરીરનાં રજકણો બળવા માંડયા, પણ તે વખતેય તે
મુનિવરોનું જ્ઞાન તો શાંતરસમાં તરબોળ છે, તે જ્ઞાન બળતું નથી, શાંતિ ખસતી નથી.
અહો, એ મુનિવરો બળતા નથી પણ અંદરની શાંતિમાં ઠર્યા છે. ચૈતન્યના

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
શાંતરસમાં તે અગ્નિ જરાય અડયી નથી. જ્ઞાનમાં ક્રોધ થતો નથી, અશાંતિ થતી નથી.
તેમ સમ્યગ્દ્રષ્ટિ–ભેદજ્ઞાની જીવનો આત્મા જે શાંતરસરૂપ પરિણમી ગયો છે તે શાંત
જ્ઞાનમયભાવ કદી રાગરૂપ થતો નથી. રાગ તેમાં પ્રવેશતો નથી; રાગથી જુદેજુદું જ જ્ઞાન
વર્તે છે. અરે, ચૈતન્યતત્ત્વ પોતે જ પરમ શાંતિ અને જ્ઞાનભાવરૂપ થયું, તેમાં હવે
જગતની પ્રતિકૂળતા કેવી? ગમે તેવા ઘોર કર્મોદય વખતે પણ તે જ્ઞાન શુદ્ધ–જ્ઞાનપણે જ
વર્તે છે, અંતરમાં પોતાની શાંતિના વેદનથી તે છૂટતું નથી. એ જ્ઞાન ખાલી નથી પણ
પરમ શાંતિથી ભરેલું છે, આનંદથી ભરેલું છે, અનંતગુણના વીતરાગીરસથી ભરેલું છે.
અરે, બહારના સંયોગનો ઘેરો તો ધર્માત્માના જ્ઞાનને ઘેરી શકે નહિ, ને તે કાળે
વર્તતા રાગાદિ પરભાવો પણ ધર્માત્માના જ્ઞાનને ઘેરી શકતા નથી; ધર્મીનું જ્ઞાન તે
પરભાવોથી જુદું અલિપ્ત જ રહે છે. ભેદજ્ઞાનનું કોઈ અદ્ભુત અચિંત્ય વીતરાગી જોર છે
કે જેના બળે જ્ઞાન અને રાગ જુદા ને જુદા જ રહે છે; જ્ઞાન પોતાના સ્વરૂપથી જરાપણ
ચ્યુત થતું નથી, આનંદથી છૂટતું નથી ને રાગ–દ્વેષરૂપ થતું નથી.
અરે, ચૈતન્યમૂર્તિ આત્મા પોતે રાગથી જુદો પડીને ચૈતન્યભાવરૂપે પરિણમ્યો, એ
તે કાંઈ ફરીને રાગરૂપ થાય? આત્મા કોને કહેવાય? ચૈતન્યભાવને આત્મા કહેવાય; તે
આત્મા આત્મારૂપે થયો પછી તેમાં વિભાવ કે અશાંતિ કેવા? ને બહારની પ્રતિકૂળતા
તેમાં કેવી? જ્ઞાનમાં તો પરમ શાંતિ છે. અરે, આટલી પ્રતિકૂળતાની શી વાત! આનાથી
અનંતગણી પ્રતિકૂળતા આવી પડે તોપણ મને શું? હું તો જ્ઞાનમય છું. જ્ઞાનમાં
પ્રતિકૂળતાનો પ્રવેશ છે જ ક્યાં? હું ચૈતન્ય–વીર, મારો અફરમાર્ગ, તેમાં સંયોગની
પ્રતિકૂળતા મને ડગાવી શકે નહીં, કે ડરાવી શકે નહીં. મારો ચૈતન્યભાવ રાગથી જુદો
પડ્યો તે ફરીને કદી રાગાદિ સાથે એક થાય નહીં, વાઘ ને સિંહ આવીને શરીરને ખાય
તો ભલે ખાય, મારા અતીન્દ્રિય જ્ઞાનને તો કોઈ ખાઈ શકે નહીં, હણી શકે નહીં;
કદાચિત્ રાગ–દ્વેષની વૃત્તિઓ થાય તો તે વૃત્તિઓથી પણ મારું જ્ઞાન કદી અજ્ઞાનરૂપ ન
થાય; જ્ઞાન તે રાગાદિની વૃત્તિરૂપ થતું નથી; જ્ઞાન તો જ્ઞાનરૂપ જ, રાગાદિથી અત્યંત
જુદું, પરમ શાંતિસ્વભાવપણે જ રહે છે. અરે, ચૈતન્યની અનુભૂતિમાં ધર્મીને જે શાંતિ
થઈ તે શાંતિ કોઈ સંયોગમાં છૂટે નહિ, રાગ પણ તે શાંતિને હણી શકે નહીં. રાગ પોતે
અશાંતિ છે, પણ ચૈતન્યની જે શાંતિ સાધકને પ્રગટી છે તેમાં તે અશાંતિનો પ્રવેશ નથી.
ચૈતન્યના આશ્રયે જે શાંતિ તેને પ્રગટી

PDF/HTML Page 38 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩પ :
છે તે રાગ વખતેય હણાતી નથી. –આવું ભેદજ્ઞાનનું અપૂર્વ બળ છે. અહા! ભેદજ્ઞાન તો
આનંદમાં કેલી કરતું–કરતું આસ્રવોને હણી નાંખે છે.
અનુકૂળતાના બરફ વચ્ચે ઓગળે નહિ, ને પ્રતિકૂળતાના અગ્નિ વચ્ચે પણ બળે
નહિ–એવું અલિપ્ત જ્ઞાન છે. અહા! રાગથી ભિન્ન પડીને આત્મા પોતે સ્વભાવથી જ જે
શાંતિરૂપ પરિણમ્યો, તે સ્વભાવની શાંતિથી હવે તે કેમ છૂટે? સંવરરૂપ–શાંતિ–રૂપ–
જ્ઞાનરૂપ–આનંદરૂપ–સમ્યક્ત્વાદિરૂપ થયો તે તો આત્માનો સ્વભાવ છે, તે સ્વભાવનો
કદી નાશ ન થાય. પણ આવી દશાવાળા ધર્માત્મા બહારથી ઓળખાય નહીં.
જુઓ, આ એક અપૂર્વ ન્યાય છે કે જ્ઞાન ને આનંદરૂપ થયેલા આત્માનું
અનુમાન પણ તે જ ખરેખર કરી શકે કે જેને પોતાને પોતામાં જ્ઞાન–આનંદ–સ્વરૂપ
આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ થયો હોય. પોતે પોતાના આત્માને પ્રત્યક્ષ
(અનુભવગમ્ય) કરીને જ બીજા ધર્મી–આત્માનું અનુમાન સાચું કરી શકે. પોતાના
આત્માને પ્રત્યક્ષ કર્યાં વગર, એકલા અનુમાનગમ્ય બાહ્યચિહ્નોથી બીજા
ધર્માત્માની સાચી ઓળખાણ થઈ શકે નહિ. પોતે એકલા અનુમાનથી બીજાને
જાણનારો નથી, તેમજ બીજા જીવો એકલા અનુમાનથી આ ધર્મી–આત્માને જાણી
શકે–એવો પણ આત્મા નથી. જેણે પોતાના આત્માને સ્વાનુભવથી પ્રત્યક્ષ કરીને
અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ ચાખ્યો હોય તે જ બીજા જ્ઞાનઆનંદસ્વરૂપ થયેલા
આત્માની સાચી ઓળખાણ કરી શકે. – આ રીતે પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન જ સાચું
હોય છે. પ્રત્યક્ષનું અપાર સામર્થ્ય છે, –જેમાં બીજા કોઈની અપેક્ષા નથી; રાગ–
વિકલ્પોથી તે તદ્ન નિરપેક્ષ છે.
જેમ કેવળી ભગવાનનું કેવળજ્ઞાન રાગથી સર્વથા જુદું છે તેમ સાધક ધર્માત્માનું
પણ જ્ઞાન રાગથી સર્વથા જુદું જ વર્તે છે, રાગના કોઈ અંશને પોતામાં ભેળવતું નથી.
સાધકની દશામાં આત્મા જે જ્ઞાનરૂપ–શાંતિરૂપ–આનંદરૂપ–શ્રદ્ધા વગેરે અનંત
સ્વભાવરૂપ પરિણમ્મો છે તે તો રાગથી સર્વથા ભિન્ન જ છે; તે જ્ઞાન–આનંદભાવોને
રાગાદિ સાથે કાંઈપણ લાગતું–વળગતું નથી, સર્વથા ભિન્નતા છે. આવું ભેદજ્ઞાન
આનંદરસથી ભરેલું છે.
આવું ભેદજ્ઞાન નિરંતર ભાવવાયોગ્ય છે.
* * *

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચર્ચા
આત્મહિતને લગતી જિજ્ઞાસાના કોઈ પ્રશ્નો આપને મુંઝવતા હોય તો
સમાધાન માટે આપ આ વિભાગમાં પૂછાવી શકો છો. સંપાદકને યોગ્ય લાગશે
તે પ્રશ્નોના જવાબ આ વિભાગમાં આપવામાં આવશે. ધર્મને લગતી જાણવા
જેવી અવનવી વાતો–પ્રસંગો પણ આપ આ વિભાગ માટે મોકલી શકો છો.
પ્રશ્ન :– સ્ત્રી મોક્ષની અધિકારી થઈ શકે?
ઉત્તર :– હા; સમ્યક્ત્વ પામનાર સ્ત્રી એકબે ભવમાં જ મોક્ષની અધિકારી થઈ શકે છે.
બાકી સ્ત્રીપર્યાય રાખીને કોઈ મોક્ષ પામી શકે નહિ. સમ્યક્ત્વાદિના બળે બીજા
ભવે સ્ત્રીપર્યાય છેદી, મનુષ્ય થઈ, મુનિ થઈ, તે જીવ મોક્ષ પામી શકે છે.
સ્ત્રીપર્યાયમાં પણ જ્યાં સમ્યક્ત્વ થયું ત્યાં નિયમથી મોક્ષની પ્રાપ્તિનો સિક્કો
લાગી ગયો. એ જ રીતે તિર્યંચ કે નારકી પણ સમ્યક્ત્વ પામીને અલ્પકાળમાં
મોક્ષના અધિકારી બની શકે છે. મોક્ષના અધિકારી થવું હોય તેણે પ્રથમ
સમ્યક્ત્વની આરાધના કરવી જોઈએ.
પ્રશ્ન :– સમ્યગ્દ્રષ્ટિને નિર્વિકલ્પ અનુભવમાં અનંત ગુણો હોય છે?
ઉત્તર :– હા; અનંતગુણ વગરનો આત્મા હોય નહિ; અનુભૂતિમાં પણ અનંતગુણના
રસથી એકરસ થયેલો ‘આત્મસ્વાદ’ છે. ચૈતન્યના અનંતગુણોનો અભેદ
રસાસ્વાદ તે નિર્વિકલ્પઅનુભૂતિ છે. તે અનંત આનંદમય છે.
પ્રશ્ન :– ગમે તેટલું ખાધા છતાં ફરીને ભૂખ લાગ્યા જ કરે છે, તો એવો ક્્યો ઉપાય છે કે
આ ભૂખનું દુઃખ મટે?
ઉત્તર :– ચૈતન્યસ્વરૂપ અરૂપી આત્મામાં જડ આહારનો પ્રવેશ જ નથી; આવા આત્માના
લક્ષે અનાહારી ભાવ પ્રગટ થતાં આહારની વૃત્તિ રહેતી નથી. જ્ઞાનમાં આહાર
હોતો નથી. આહારસંજ્ઞા તે પ્રમાદ છે, ને અપ્રમત્તભાવે જ્ઞાનસ્વરૂપમાં ઠરતાં
આહારસંજ્ઞા રહેતી નથી, ત્યાં ભૂખ લાગતી નથી ને દુઃખ રહેતું નથી. અહા,
ચૈતન્યના પરમ અતીન્દ્રિય સુખના સ્વાદમાં મશગુલ થયો તે જીવને ભૂખનું
દુઃખ ક્યાંથી હોય? એ તો પરમ તૃપ્ત–તૃપ્ત વર્તે છે. ચૈતન્યના અમૃતનો સ્વાદ
લેવો એ જ ભૂખનું દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. ચૈતન્યના આનંદના
ભોજન વગર જીવને કદી તૃપ્તિ થવાની નથી.

PDF/HTML Page 40 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩૭ :
સમ્યગ્દર્શનની ઓળખાણ
પ્રશ્ન :– કોઈ જીવ સમ્યગ્દર્શન પામ્યો છે તેને ઓળખવાનું લક્ષણ શું? –કે જેથી બીજા
માણસ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ વચ્ચેનો ફરક સમજી શકે?
ઉત્તર :– એકલા બહારની ક્રિયાના ચિહ્નથી સમ્યગ્દ્રષ્ટિને ઓળખી શકાય નહિ. જેને
પોતાને સમ્યક્ત્વનું સ્વરૂપ લક્ષગત થયું હોય તે જ સમ્યગ્દ્રષ્ટિને ખરેખર
ઓળખી શકે. સમ્યગ્દર્શન પોતે અતીન્દ્રિય વસ્તુ છે, એકલા ઈન્દ્રિયગમ્ય ચિહ્નો
દ્વારા તેને ઓળખી ન શકાય. સમ્યગ્દ્રષ્ટિની ખરી ઓળખાણ ત્યારે થાય કે
જ્યારે પોતામાં તે જાતનો ભાવ પ્રગટ કરે. સમ્યગ્દ્રષ્ટિની ઓળખાણનો ભાવ
પણ અપૂર્વ છે, ને રાગથી પાર છે. જેમ આત્મા અલિંગગ્રહણ એટલે અતીન્દ્રિયગ્રાહ્ય
છે તેમ તેની સમ્યક્ત્વાદિ શુદ્ધદશા પણ ખરેખર અલિંગગ્રહણ એટલે અતીન્દ્રિયગ્રાહ્ય
છે, તેને એકલા ઈન્દ્રિયગમ્ય અનુમાનથી ઓળખી શકાય નહિ.
તૈયારી અને પ્રાપ્તિ
પ્રશ્ન :– સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવની દશા કેવી હોય છે? ને સમ્યગ્દર્શન
પામ્યા પછી તેની દશા કેવી હોય છે?
ઉત્તર :– એક આત્મઅનુભવનો જ ઉમંગ, તેનો જ રંગ, વારંવાર સતત તેની જ ઘોલના,
નિજસ્વરૂપની અતિશય મહત્તા, તેની એકની જ પ્રિયતા, ને એના સિવાય
બધાય પરભાવોની અત્યંત તૂચ્છતા સમજીને તેમાં તદ્ન નીરસતા, બીજે બધેથી
પરિણામ હટાવીને એક આત્મસ્વરૂપમાં જ પરિણામને લગાવવાનો ઊંડો ઉગ્ર
પ્રયત્ન;.. સ્વરૂપની અપ્રાપ્તિનો પ્રથમ તીવ્ર અજંપો, તેની પ્રાપ્તિ માટે તીવ્ર
જિજ્ઞાસારૂપ ધગશ, પછી નીકટમાં જ સ્વરૂપની પ્રાપ્તિના ભણકારનો પરમ
ઉલ્લાસ–ઠંડક;– આમ ઘણા પ્રકારે અનેકવાર ગુરુદેવ સમ્યક્ત્વની ભૂમિકાનું
વર્ણન કરે છે.
સ્વરૂપ પ્રાપ્ત થયું ને અપૂર્વતા થઈ તે તો અપાર ગંભીરપણે અંદર ને
અંદર જ સમાય છે. એ સમકિતીની પરિણતિમાં કોઈ પરમ ઉદાસીનતા,
અદ્ભુત શાંતિ, જગતથી અલિપ્તતા, આત્માના અનુભવના આનંદની કોઈ
અચિંત્ય ખુમારી–વગેરે અનંતા ભાવોથી ભરેલી ઘણી ઘણી ગંભીરતા તો
પોતાને જ્યારે સ્વાનુભવ થાય ત્યારે ખબર પડે.