Bruhad Dravya Sangrah (Gujarati). Adhikar Beejo:Saptatattva-Navapadarth Adhikar; Saptatattva-Navpadarth Adhikar; Bija Adhikarani Samuday Patanika; Ashrava Aadi Sat Padarthoni Siddhi; Kaya Padarthono Karta Kon Tatha Kartutvana Vishayama Nayavibhaganu Kathan; Suddha Parinamik Bhav Dhyeyroop Chhe Dhyan Ke Bhavanaroop Nathi Teni Charcha; Gatha: 28 : Sat Tattvono Nirdesha, 29 : Aashravanu Swaroop (Bhavashrav Ane Dravyashravanu Swaroop), 30 : Bhavashravanu Visheshapane Kathan, 31 : Dravyashravanu Visheshapane Kathan, 32 : Bandha Padarthanu Kathan (Bhavabandha Ane Dravyabandhanu Swaroop), 33 : Bandhana Prakruti Aadi Char Bhedonu Kathan, 34 : Sanvar Padarthana Swaroopanu Kathan (Bhavsanvar Ane Dravyasanvaranu Kathan), 34 : Sanvarna Vishayama Nayavibhaganu Kathan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 15

 

Page 89 of 272
PDF/HTML Page 101 of 284
single page version

background image
पुनः पञ्चपरमेष्ठिन एव तत्राप्यर्हत्सिद्धद्वयमेव तत्रापि निश्चयेन सिद्ध एव परमनिश्चयेन
तु भोगाकांक्षादिरूपसमस्तविकल्पजालरहितपरमसमाधिकाले सिद्धसदृशः स्वशुद्धात्मैवोपादेयः,
शेषद्रव्याणि हेयानीति तात्पर्यम्
शुद्धबुद्धैकस्वभाव इति कोऽर्थः ? मिथ्यात्वरागादि-
समस्तविभावरहितत्वेन शुद्ध इत्युच्यते, केवलज्ञानाद्यनन्तगुणसहितत्वाद् बुद्धः इति
शुद्धबुद्धैकलक्षणम् सर्वत्र ज्ञातव्यम्
चूलिकाशब्दार्थः कथ्यतेचूलिका विशेषव्याख्यानम्, अथवा उक्तानुक्तव्याख्यानम्,
उक्तानुक्तसंकीर्णव्याख्यानम् चेति
।। इति षड्द्रव्यचूलिका समाप्ता ।।
વ્યક્તિરૂપે પંચ પરમેષ્ઠી જ ઉપાદેય છે. તેમાં પણ (પંચપરમેષ્ઠીમાં પણ) અર્હંત અને સિદ્ધ
એ બે જ ઉપાદેય છે. એ બેમાં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે અને પરમ નિશ્ચયનયથી
તો ભોગાકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પજાળરહિત પરમસમાધિકાળે સિદ્ધસમાન સ્વશુદ્ધાત્મા જ
ઉપાદેય છે, અન્ય સર્વ દ્રવ્યો હેય છે
આમ તાત્પર્ય છે.
‘શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવ’ એ પદનો શો અર્થ છે? મિથ્યાત્વરાગાદિ સમસ્ત
વિભાવરહિત હોવાથી આત્મા ‘શુદ્ધ’ કહેવાય છે અને કેવળજ્ઞાનાદિ અનંતગુણોથી સહિત
હોવાથી આત્મા ‘બુદ્ધ’ કહેવાય છે. ‘શુદ્ધ-બુદ્ધ’નું લક્ષણ સર્વત્ર આ રીતે જાણવું.
હવે, ‘ચૂલિકા’ શબ્દનો અર્થ કહેવામાં આવે છેકોઈ પદાર્થના વિશેષ વ્યાખ્યાનને,
કથન કરેલા વિષયમાં અકથિત વિષયના વ્યાખ્યાનને અને કહેલા તથા નહિ કહેલા વિષયના
મિશ્ર વ્યાખ્યાનને ‘ચૂલિકા’ કહે છે.
એ રીતે છ દ્રવ્યોની ચૂલિકા સમાપ્ત થઈ.
12

Page 90 of 272
PDF/HTML Page 102 of 284
single page version

background image
હવે દ્વિતીય અધિકાર કહેવામાં આવે છેઃ
હવે પછી, જીવ અને પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ આસ્રવ આદિ સાત પદાર્થોનું
અગિયાર ગાથાઓ સુધી વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ‘‘आसवबन्धण’’ ઇત્યાદિ
અધિકારની સૂચનારૂપ એક ગાથા, ત્યારપછી આસ્રવ પદાર્થના વ્યાખ્યાનરૂપે ‘‘आसवादि
जेण’’ ઇત્યાદિ ત્રણ ગાથાઓ છે. ત્યારપછી બંધનું વ્યાખ્યાન કરવા માટે ‘‘बज्झदि
कम्मं’’ વગેરે બે ગાથા છે, ત્યારપછી સંવરનું કથન કરવા માટે ‘‘चेदणपरिणामो’’
ઇત્યાદિ બે ગાથાઓ, ત્યારપછી નિર્જરાના પ્રતિપાદનરૂપ ‘‘जहकालेण तवेण य’’ વગેરે
એક ગાથા, ત્યારપછી મોક્ષસ્વરૂપના કથન માટે ‘‘सव्वस्स कम्मणो’’ આદિ એક ગાથા
અને પછી પુણ્ય અને પાપએ બેના કથન માટે ‘‘सुहअसुह’’ ઇત્યાદિ એક ગાથા
છે. એ રીતે અગિયાર ગાથાઓ દ્વારા સાત સ્થળોથી બીજા અધિકારને વિષે
સમુદાયપાતનિકા (
સમુદાયભૂમિકા) કહી.
સપ્તતત્ત્વનવપદાર્થ અધિાકાર
अथ द्वितीयः अधिकारः
अतः परं जीवपुद्गलपर्यायरूपाणामास्रवादिसप्तपदार्थानमेकादशगाथापर्यन्तं व्याख्यानं
करोति तत्रादौ ‘‘आसवबंधण’’ इत्याद्यधिकारसूत्रगाथैका, तदनन्तरमास्रवपदार्थ-
व्याख्यानरूपेण ‘‘आसवदि जेण’’ इत्यादि गाथात्रयम्, ततः परं बन्धव्याख्यानकथनेन
‘‘बज्झदि कम्मं’’ इति प्रभृतिगाथाद्वयं, ततोऽपि संवरकथनरूपेण ‘‘चेदणपरिणामो’’ इत्यादि
सूत्रद्वयं, ततश्च निर्जराप्रतिपादनरूपेण ‘‘जहकालेण तवेण य’’ इति प्रभृतिसूत्रमेकं, तदनन्तरं
मोक्षस्वरूपकथनेन ‘सव्वस्स कम्मणो’’ इत्यादि सूत्रमेकं, ततश्च पुण्यपापद्वयकथनेन
‘‘सुहअसुह’’ इत्यादि सूत्रमेकं चेत्येकादशगाथाभिः स्थलसप्तकसमुदायेन द्वितीयाधिकारे
समुदायपातनिका

Page 91 of 272
PDF/HTML Page 103 of 284
single page version

background image
અહીં, શિષ્ય પ્રશ્ન કરે છેજો એકાંતે જીવ અને અજીવ એ બે દ્રવ્યો પરિણામી
હોય તો સંયોગપર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય અને જો એકાંતે અપરિણામી હોય તો
જીવ અને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થો સિદ્ધ થાય, તેથી આસ્રવ આદિ સાત પદાર્થો કેવી
રીતે સિદ્ધ થાય? તેનો ઉત્તરઃ
કથંચિત્ પરિણામીપણાને લીધે સાત પદાર્થો સિદ્ધ થાય
છે. ‘કથંચિત્ પરિણામીપણા’નો શો અર્થ છે? જેમ સ્ફટિકમણિ જોકે સ્વભાવથી નિર્મળ છે,
તોપણ જપાપુષ્પાદિ ઉપાધિજનિત પર્યાયાંતરરૂપ પરિણતિને ગ્રહણ કરે છે, જોકે
(સ્ફટિકમણિ) ઉપાધિ ગ્રહણ કરે છે, તોપણ નિશ્ચયથી શુદ્ધસ્વભાવને છોડતો નથી; તેમ
જીવ પણ જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી સહજશુદ્ધ ચિદાનંદ એકસ્વભાવી છે, તોપણ અનાદિ
કર્મબંધપર્યાયના વશ રાગાદિ પરદ્રવ્યઉપાધિપર્યાયને ગ્રહણ કરે છે, જોકે (જીવ)
પરપર્યાયરૂપે પરિણમે છે, તોપણ નિશ્ચયથી શુદ્ધસ્વરૂપને છોડતો નથી. પુદ્ગલનું પણ તે
જ પ્રમાણે છે.
આવું પરસ્પર સાપેક્ષપણું ‘કથંચિત્ પરિણામીપણું’ શબ્દનો અર્થ છે. આ
પ્રમાણે કથંચિત્ પરિણામીપણું હોવાથી જીવ અને પુદ્ગલના સંયોગરૂપ પરિણતિથી બનતા
હોવાને લીધે આસ્રવાદિ સાત પદાર્થો સિદ્ધ થાય છે અને તે સાત પદાર્થો પૂર્વોક્ત જીવ
અને અજીવ દ્રવ્ય સાથે મળીને નવ થાય છે, તેથી નવ પદાર્થો કહેવામાં આવે છે.
અભેદનયથી પુણ્ય અને પાપ
એ બે પદાર્થનો આસ્રવ પદાર્થમાં અથવા બંધ પદાર્થમાં
સમાવેશ કરવાની અપેક્ષાએ સાત તત્ત્વ કહેવામાં આવે છે.
अत्राह शिष्य :यद्येकान्तेन जीवाजीवौ परिणामिनौ भवतस्तदा संयोगपर्यायरूप
एक एव पदार्थः, यदि पुनरेकान्तेनापरिणामिनौ भवतस्तदा जीवाजीवद्रव्यरूपौ द्वावेव पदार्थौ,
तत आस्रवादिसप्तपदार्थाः कथं घटन्त इति
तत्रोत्तरंकथंचित्परिणामित्वाद् घटन्ते
कथंचित्परिणामित्वमिति कोऽर्थः ? यथा स्फ टिकमणिविशेषो यद्यपि स्वभावेन निर्मलस्तथापि
जपापुष्पाद्युपाधिजनितं पर्यायान्तरं परिणति
गृह्णाति यद्यप्युपाधिं गृह्णाति तथापि निश्चयेन
शुद्धस्वभावं न त्यजति तथा जीवोऽपि यद्यपि शुद्धद्रव्यार्थिकनयेन सहजशुद्ध-
चिदानन्दैकस्वभावस्तथाप्यनादिकर्मबन्धपर्यायवशेन रागादिपरद्रव्योपाधिपर्यायं गृह्णाति
यद्यपि
परपर्यायेण परिणमति तथापि निश्चयेन शुद्धस्वरूपं न त्यजति पुद्गलोऽपि तथेति
परस्परसापेक्षत्वं कथंचित्परिणामित्वशब्दस्यार्थः एवं कथंचित्परिणामित्वे सति
जीवपुद्गलसंयोगपरिणतिनिर्वृत्तत्वादास्रवादिसप्तपदार्था घटन्ते ते च पूर्वोक्तजीवाजीवपदार्थाभ्यां
सह नव भवन्ति ततः एव नव पदार्थाः पुण्यपापपदार्थद्वयस्याभेदनयेन कृत्वा
१. ‘परिणमति’ इति पाठान्तरं

Page 92 of 272
PDF/HTML Page 104 of 284
single page version

background image
પ્રશ્નઃહે ભગવાન! જોકે કથંચિત્ પરિણામીપણાના બળથી, ભેદપ્રધાન
પર્યાયાર્થિકનયથી નવ પદાર્થો અને સાત તત્ત્વો સિદ્ધ થયાં, તોપણ તેમનાથી શું પ્રયોજન
છે? જેવી રીતે અભેદનયથી પુણ્ય અને પાપપદાર્થનો અંતર્ભાવ સાત તત્ત્વોમાં થયો તેવી
જ રીતે વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ
બે દ્રવ્યોમાં અંતર્ભાવ કરવામાં આવતાં, જીવ અને અજીવ એ બે પદાર્થો જ સિદ્ધ થાય
છે! એ શંકાનો પરિહાર કરે છેઃ
હેય અને ઉપાદેય તત્ત્વનું પરિજ્ઞાન કરાવવારૂપ પ્રયોજન
માટે આસ્રવાદિ પદાર્થોનું વ્યાખ્યાન કરવા યોગ્ય છે. તે જ કહે છેઃ અક્ષયઅનંત સુખ
તે ઉપાદેયતત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર અને નિર્જરાએ બે છે,
તેનું કારણ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાજ્ઞાનઅનુચરણરૂપ
લક્ષણવાળું નિશ્ચયરત્નત્રયસ્વરૂપ અને તેનું સાધક વ્યવહારરત્નત્રયરૂપ છે. હવે, હેયતત્ત્વ
કહેવામાં આવે છેઆકુળતા ઉત્પન્ન કરનારું નરકગતિ આદિનું દુઃખ અને નિશ્ચયથી
ઇન્દ્રિયજનિત સુખ હેયતત્ત્વ છે. તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ
पुण्यपापयोरास्रवपदार्थस्य, बन्धपदार्थस्य वा मध्ये अन्तर्भावविवक्षया सप्ततत्त्वानि भण्यन्ते हे
भगवन् ! यद्यपि कथंचित्परिणामित्वबलेन भेदप्रधानपर्यायार्थिकनयेन नवपदार्थाः सप्ततत्त्वानि
वा सिद्धानि तथापि तैः किं प्रयोजनम्
यथैवाभेदनयेन पुण्यपापपदार्थद्वयस्यान्तर्भावो
जातस्तथैव विशेषाभेदनयविवक्षायामास्रवादिपदार्थानामपि जीवाजीवद्वयमध्येऽन्तर्भावे कृते
जीवाजीवौ द्वावेव पदार्थाविति
तत्र परिहार :हेयोपादेयतत्त्वपरिज्ञानप्रयोजनार्थ-
मास्रवादिपदार्थाः व्याख्येया भवन्ति तदेव कथयतिउपादेयतत्त्वमक्षयानन्तसुखं, तस्य
कारणं मोक्षः, मोक्षस्य कारणं संवरनिर्जराद्वयं, तस्य कारणं विशुद्धज्ञानदर्शन-
स्वभावनिजात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं निश्चयरत्नत्रयस्वरूपं, तत्साधकं
व्यवहाररत्नत्रयरूपं चेति
इदानीं हेयतत्त्वं कथ्यतेआकुलत्वोत्पादकं नारकादिदुःखं
निश्चयेनेन्द्रियसुखं च हेयतत्त्वम् तस्य कारणं संसार; संसारकारणमास्रवबन्धपदार्थद्वयं, तस्य
૧. આત્માશ્રિત નિશ્ચયનય છે. [જુઓ, શ્રી સમયસાર ગાથા ૨૭૨ની શ્રી આત્મખ્યાતિ ટીકા.]
૨. અહીં, ‘સાધક’ કહ્યું છે તે ‘ભિન્ન સાધક’ના અર્થમાં સમજવું. ભિન્ન સાધ્ય
સાધનપણું છે તે વાસ્તવિક
સાધ્યસાધનપણું નથી, માત્ર ઉપચરિત છે. [જુઓ, શ્રી પંચાસ્તિકાય સંગ્રહ પૃષ્ઠ ૨૩૩ (ભિન્ન
સાધ્યસાધનભાવ); શ્રી સમયસાર ગાથા ૪૧૪ ની તાત્પર્યવૃત્તિ ટીકા [બહિરંગ સહકારી કારણ (અર્થાત્
નિમિત્ત); શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૩ (જે મોક્ષમાર્ગ તો નથી, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા
સહચારી છે; તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે.)]

Page 93 of 272
PDF/HTML Page 105 of 284
single page version

background image
બે પદાર્થ છે, તેનું કારણ પૂર્વોક્ત, વ્યવહાર અને નિશ્ચયરત્નત્રયથી વિલક્ષણ મિથ્યાદર્શન
જ્ઞાનચારિત્ર એ ત્રણ છે. આ રીતે હેય અને ઉપાદેયતત્ત્વનું વ્યાખ્યાન કરવામાં આવતાં
સાતતત્ત્વ અને નવપદાર્થો સ્વયમેવ સિદ્ધ થયાં.
હવે, કયા પદાર્થનો કર્તા કોણ છે તેનું કથન કરવામાં આવે છેઃનિજ નિરંજન
શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન પરમ આનંદ જેનું એક લક્ષણ છે, તેવા સુખામૃતના રસાસ્વાદથી
પરાઙ્મુખ જીવ બહિરાત્મા કહેવાય છે; તે બહિરાત્મા આસ્રવ, બંધ અને પાપ
એ ત્રણ
પદાર્થોનો કર્તા થાય છે; અને કોઈ વખતે મિથ્યાત્વ અને કષાયનો મંદ ઉદય હોતાં ભોગોની
આકાંક્ષા આદિ નિદાનબંધથી ભાવિકાળમાં પાપાનુબંધી પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે.
જે પૂર્વોક્ત બહિરાત્માથી વિપરીત લક્ષણવાળો સમ્યગ્દ્રષ્ટિ છે તે સંવર, નિર્જરા અને
મોક્ષ
એ ત્રણ પદાર્થોનો કર્તા થાય છે; જ્યારે તે રાગાદિ વિભાવરહિત પરમસામાયિકમાં
સ્થિર થવાને શક્તિમાન ન હોય ત્યારે વિષય - કષાયોથી ઉત્પન્ન દુર્ધ્યાનથી બચવા માટે,
સંસારની સ્થિતિનો છેદ કરતો પુણ્યાનુબંધી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ વગેરે વિશિષ્ટ
પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે.
હવે, કર્તૃત્વના વિષયમાં નયવિભાગનું કથન કરે છેઃ મિથ્યાદ્રષ્ટિ જીવને
પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ આસ્રવ, બંધ, પુણ્ય અને પાપપદાર્થોનું કર્તાપણું
कारणं पूर्वोक्तव्यवहारनिश्चयरत्नत्रयाद्विलक्षणं मिथ्यादर्शनज्ञानचारित्रयमिति एवं
हेयोपादेयतत्त्वव्याख्याने कृते सति सप्ततत्त्वनवपदार्थाः स्वयमेव सिद्धाः
इदानीं कस्य पदार्थस्य कः कर्त्तेति कथ्यतेनिजनिरञ्जनशुद्धात्मभावनोत्पन्न-
परमानन्दैकलक्षणसुखामृतरसास्वादपराङ्मुखो बहिरात्मा भण्यते स चास्रवबन्धपापपदार्थत्रयस्य
कर्ता भवति क्वापि काले पुनर्मन्दमिथ्यात्वमन्दकषायोदये सति भोगाकांक्षादिनिदानबंधेन
भाविकाले पापानुबंधिपुण्यपदार्थस्यापि कर्त्ता भवति यस्तु पूर्वोक्तबहिरात्मनो विलक्षणः
सम्यग्दृष्टिः स संवरनिर्जरामोक्षपदार्थत्रयस्य कर्त्ता भवति रागादिविभावरहितपरमसामायिके
यदा स्थातुं समर्थो न भवति तदा विषयकषायोत्पन्नदुर्ध्यानवञ्चनार्थं संसारस्थितिच्छेदं कुर्वन्
पुण्यानुबंधितीर्थंकरनामप्रकृत्यादिविशिष्ट पुण्यपदार्थस्यापि कर्ता भवति
कर्तृत्वविषये
नयविभागः कथ्यते मिथ्यादृष्टेर्जीवस्य पुद्गलद्रव्यपर्यायरूपाणामास्रवबंधपुण्यपापपदार्थानां
૧. જુઓઃશ્રી સમયસાર ગાથા ૨૭૨ ની આત્મખ્યાતિ ટીકા. (પરાશ્રિત વ્યવહારનય છે.); શ્રી
સમયસાર ગાથા ૨૭૨ ની તાત્પર્યવૃત્તિ ટીકામાં ઉત્થાનિકા (પરમઅભેદરત્નત્રયાત્મક
નિર્વિકલ્પસમાધિરૂપ નિશ્ચયનય વડે વિકલ્પાત્મક વ્યવહારનય ખરેખર બાધિત કરવામાં આવે છે.)

Page 94 of 272
PDF/HTML Page 106 of 284
single page version

background image
અનુપચરિતઅસદ્ભૂતવ્યવહારનયથી છે અને જીવભાવપર્યાયરૂપ આસ્રવબંધપુણ્ય-પાપ-
પદાર્થોનું કર્તાપણું અશુદ્ધનિશ્ચયનયથી છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને જે દ્રવ્યરૂપ સંવર, નિર્જરા અને
મોક્ષપદાર્થનું કર્તાપણું છે, તે પણ અનુપચરિતઅસદ્ભૂતવ્યવહારથી છે અને જીવભાવ-
પર્યાયરૂપ સંવર
નિર્જરામોક્ષપદાર્થોનું કર્તાપણું વિવક્ષિત એકદેશ શુદ્ધનિશ્ચયનયથી છે.
પરમશુદ્ધનિશ્ચયનયથી તો ‘‘હે યોગી, પરમાર્થે આ જીવ ઉત્પન્ન થતો નથી, મરતો નથી, બંધ
કે મોક્ષ કરતો નથી, એમ જિનેન્દ્રો કહે છે.’’ એ વચન પ્રમાણે જીવને બંધમોક્ષ
થતો નથી.
પૂર્વોક્ત વિવક્ષિત એકદેશ શુદ્ધનિશ્ચયનયને આગમભાષામાં શું કહે છે?સ્વ
શુદ્ધાત્માનાં સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ જે થશે તે ‘ભવ્ય;’ આ પ્રકારના ‘ભવ્યત્વ’
નામના પારિણામિકભાવ સાથે સંબંધ રાખનારી ‘વ્યક્તિ’ કહેવામાં આવે છે (અર્થાત્
ભવ્યત્વ પારિણામિકભાવની વ્યક્તતા અર્થાત્ પ્રગટતા કહેવામાં આવે છે). અને
અધ્યાત્મભાષામાં તેને જ દ્રવ્યશક્તિરૂપ શુદ્ધપારિણામિકભાવની ભાવના કહે છે, અન્ય
નામથી તેને ‘નિર્વિકલ્પ સમાધિ’ અથવા ‘શુદ્ધોપયોગ’ આદિ કહે છે.
જેથી ભાવના મુક્તિનું કારણ છે, તેથી જ શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે. ધ્યાન
કે ભાવનારૂપ નથી. એમ શા માટે? સમાધાનઃધ્યાન કે ભાવનારૂપ પર્યાય વિનાશી
છે અને તે (શુદ્ધપારિણામિકભાવ) તો દ્રવ્યરૂપ હોવાથી અવિનાશી છે. અહીં તાત્પર્ય આ
છે
મિથ્યાત્વરાગાદિ વિકલ્પજાળરહિત નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સહજાનંદ
कर्तृत्वमनुपचरितासद्भूतव्यवहारेण, जीवभावपर्यायरूपाणां पुनरशुद्धनिश्चयनयेनेति
सम्यग्दृष्टेस्तु संवरनिर्जरामोक्षपदार्थानां द्रव्यरूपाणां यत्कर्तृत्वं तदप्यनुपचरितासद्भूतव्यवहारेण,
जीवभावपर्यायरूपाणां तु विवक्षितैकदेशशुद्धनिश्चयनयेनेति
परमशुद्धनिश्चयेन तु ‘‘ण वि
उप्पज्जइ, ण वि मरइ, बन्धु ण मोक्खु करेइ जिउ परमत्थे जोइया, जिणवरु एउँ भणेइ ’’
इति वचनाद्बन्धमोक्षौ न स्तः स च पूर्वोक्तविवक्षितैकदेशशुद्धनिश्चय आगमभाषया किं
भण्यतेस्वशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपेण भविष्यतीति भव्यः, एवंभूतस्य
भव्यत्वसंज्ञस्य पारिणामिकभावस्य संबन्धिनी व्यक्तिर्भण्यते अध्यात्मभाषया पुनर्द्रव्य-
शक्तिरूपशुद्धपारिणामिकभावविषये भावना भण्यते, पर्यायनामान्तरेण निर्विकल्पसमाधिर्वा
शुद्धोपयोगादिकं चेति
यतः एव भावना मुक्तिकारणं ततः एव शुद्धपारिणामिकभावो
ध्येयरूपो भवति, ध्यानभावनारूपी न भवति कस्मादिति चेत् ? ध्यानभावनापर्यायो विनश्वरः
स च द्रव्यरूपत्वादविनश्वर इति इदमत्र तात्पर्यंमिथ्यात्वरागादिविकल्पजालरहितनिज-
૧. પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૬૮.

Page 95 of 272
PDF/HTML Page 107 of 284
single page version

background image
જેનું એક લક્ષણ છે; એવા સુખના સંવેદનરૂપ જે ભાવના છે તે મુક્તિનું કારણ છે. તે
ભાવનાને કોઈ પુરુષ કોઈ અન્ય નામથી કહે છે.
આમ, પૂર્વોક્ત પ્રકારે અનેકાંતના વ્યાખ્યાનથી નક્કી થયું કેઆસ્રવ, બંધ, પુણ્ય
અને પાપએ ચાર પદાર્થો જીવ અને પુદ્ગલના સંયોગ પરિણામરૂપ જે વિભાવપર્યાય
છે તેનાથી ઉત્પન્ન થાય છે, અને સંવર, નિર્જરા અને મોક્ષએ ત્રણ પદાર્થો જીવ અને
પુદ્ગલના સંયોગરૂપ પરિણામના વિનાશથી ઉત્પન્ન, વિવક્ષિત સ્વભાવપર્યાય વડે ઉત્પન્ન
થાય છે.
તે હવે કહેવામાં આવે છેઃ
ગાથા ૨૮
ગાથાર્થઃઆસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય અને પાપરૂપ જે પદાર્થો
જીવ અને અજીવ દ્રવ્યના વિશેષો છે; તે પણ અમે સંક્ષેપથી કહીએ છીએ.
ટીકાઃ‘‘आसव’’ નિરાસ્રવ સ્વસંવેદનથી વિલક્ષણ શુભાશુભ પરિણામ વડે
शुद्धात्मभावनोत्पन्नसहजानन्दैकलक्षणसुखसंवित्तिरूपा च भावना मुक्तिकारणं भवति तां च
कोऽपि जनः केनापि पर्यायनामान्तरेण भणतीति एवं पूर्वोक्तप्रकारेणानेकांतव्याख्यानेनास्रव-
बंधपुण्यपापपदार्थाः जीवपुद्गलसंयोगपरिणामरूपविभावपर्यायेणोत्पद्यन्ते संवरनिर्जरामोक्ष-
पदार्थाः पुनर्जीवपुद्गलसंयोगपरिणामविनाशोत्पन्नेन विवक्षितस्वभावपर्यायेणेति स्थितम्
तद्यथा
आसव बंधण संवर णिज्जर मोक्खो सपुण्यपावा जे
जीवाजीवविसेसा तेवि समासेण पभणामो ।।२८।।
आस्रवबंधनसंवरनिर्जरमोक्षाः सपुण्यपापाः ये
जीवाजीवविशेषाः तान् अपि समासेन प्रभणामः ।।२८।।
व्याख्या‘‘आसव’’ निरास्रवस्वसंवित्तिविलक्षणशुभाशुभपरिणामेन शुभाशुभ-
યહ તૌ ભયો પ્રથમ અધિકાર, દૂજો સુણૂં તત્ત્વ - વિસ્તાર;
જીવ અજીવ રુ આસ્રવ બંધ, સંવર નિર્જરા મોક્ષ અબંધ. ૨૮

Page 96 of 272
PDF/HTML Page 108 of 284
single page version

background image
શુભ અને અશુભ કર્મોનું આવવું, તે ‘આસ્રવ’ છે. ‘बंधण’ બંધરહિત શુદ્ધાત્મતત્ત્વની
ઉપલબ્ધિરૂપ ભાવનાથી ભ્રષ્ટ થયેલ જીવને કર્મના પ્રદેશો સાથે સંશ્લેષ (સંબંધ) થાય
છે, તે ‘બંધ’ છે. ‘संवर’ કર્મના આગમનને રોકવામાં સમર્થ સ્વાનુભવરૂપે પરિણમેલા
જીવને શુભાશુભ કર્મોના આગમનનો નિરોધ તે ‘સંવર’ છે. ‘णिज्जर’ શુદ્ધોપયોગની
ભાવનાના સામર્થ્યથી નીરસ થયેલાં કર્મપુદ્ગલોનું એકદેશ ખરી જવું, તે ‘નિર્જરા’ છે.
मोक्खो’ જીવ અને પુદ્ગલના સંશ્લેષરૂપ બંધનો નાશ કરવાને સમર્થ નિજ શુદ્ધાત્માની
ઉપલબ્ધિરૂપ પરિણામ, તે ‘મોક્ષ’ છે. ‘सपुण्णपावा जे’ જે (ઉપરોક્ત આસ્રવાદિ પદાર્થો)
પુણ્યપાપસહિત છે. ‘ते वि समासेण पभणामो’ જેમ પહેલાં જીવ અને અજીવ પદાર્થોનું
વ્યાખ્યાન કર્યું છે, તેમ તે આસ્રવાદિ પદાર્થોને પણ સંક્ષેપમાં કહીએ છીએ. તે કેવા
છે? ‘
जीवाजीवविसेसाः’ જીવ અને અજીવના વિશેષો છેચૈતન્યભાવરૂપ છે, તે જીવના
વિશેષો છે અને ચૈતન્યના અભાવરૂપ છે, તે અજીવના વિશેષો છે. ‘વિશેષ’નો શો અર્થ
છે? ‘વિશેષ’ નો અર્થ પર્યાય છે. ચૈતન્યરૂપ અશુદ્ધ પરિણામો જીવના (પર્યાયો) છે,
અચેતનરૂપ કર્મપુદ્ગલના પર્યાયો છે, તે અજીવના (પર્યાયો) છે. આ રીતે અધિકાર
સૂત્રરૂપ ગાથા પૂરી થઈ. ૨૮.
कर्मागमनमास्रवः ‘‘बंधण’’ बंधातीतशुद्धात्मतत्त्वोपलम्भभावनाच्युतजीवस्य कर्मप्रदेशैः सह
संश्लेषो बन्धः ‘‘संवर’’ कर्मास्रवनिरोधसमर्थस्वसंवित्तिपरिणतजीवस्य शुभाशुभकर्मागमन-
संवरणं संवरः ‘‘णिज्जर’’ शुद्धोपयोगभावनासामर्थ्येन नीरसीभूतकर्मपुद्गलानामेकदेशगलनं
निर्जरा ‘‘मोक्खो’’ जीवपुद्गलसंश्लेषरूपबन्धस्य विघटने समर्थः स्वशुद्धात्मोपलब्धि-
परिणामो मोक्ष इति ‘‘सपुण्णपावा जे’’ पुण्यपापसहिता ये, ‘‘ते वि समासेण पभणामो’’
यथा जीवाजीवपदार्थौ व्याख्यातौ पूर्वं तथा तानप्यास्रवादिपदार्थान् समासेण संक्षेपेण प्रभणामो
वयं; ते च कथंभूताः ? ‘‘जीवाजीवविसेसा’’ जीवाजीवविशेषाः
चैतन्यभावरूपा जीवस्य
विशेषाः चैतन्याभावरूपा अजीवस्य विशेषाः विशेषा इत्यस्य कोऽर्थः ? पर्यायाः चैतन्याः
अशुद्धपरिणामा जीवस्य, अचेतनाः कर्मपुद्गलपर्याया अजीवस्येत्यर्थः एवमधिकारसूत्रगाथा
गता ।।२८।।
૧. અહીં મુખ્યપણે મિથ્યાદ્રષ્ટિ જીવોને લીધા છે કેમકે, તેઓ ‘શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ ભાવનાથી ભ્રષ્ટ
છે.’ અશુદ્ધનિશ્ચયનયથી જે રાગાદિરૂપ ભાવબંધ છે, તે પણ શુદ્ધનિશ્ચયનયથી પુદ્ગલનો જ બંધ છે.
દ્રવ્યસંગ્રહ ગાથા ૧૬ ટીકા.

Page 97 of 272
PDF/HTML Page 109 of 284
single page version

background image
अथ गाथात्रयेणास्रवव्याख्यानं क्रियते तत्रादौ भावास्रवद्रव्यास्रवस्वरूपं सूचयति :
आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ
भावासवो जिणुत्तो कम्मासवणं परो होदि ।।२९।।
आस्रवति येन कर्म्म परिणामेन आत्मनः सः विज्ञेयः
भावास्रवः जिनोक्तः कर्म्मास्रवणं परः भवति ।।२९।।
व्याख्या‘‘आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ भावासवो’’ आस्रवति
कर्म येन परिणामेनात्मनः स विज्ञेयो भावास्रवः कर्मास्रवनिर्मूलनसमर्थशुद्धात्म-
भावनाप्रतिपक्षभूतेन येन परिणामेनास्रवति कर्म; कस्यात्मनः ? स्वस्य; स परिणामो भावास्रवो
विज्ञेयः
स च कथंभूतः ? ‘‘जिणुत्तो’’ जिनेन वीतरागसर्वज्ञेनोक्तः ‘‘कम्मासवणं परो
होदि’’ कर्मास्रवणं परो भवति, ज्ञानावरणादिद्रव्यकर्मणामास्रवणमागमनं परः पर इति
હવે, ત્રણ ગાથાઓ વડે આસ્રવ પદાર્થનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ભાવાસ્રવ
અને દ્રવ્યાસ્રવના સ્વરૂપની સૂચના કરે છેઃ
ગાથા ૨૯
ગાથાર્થઃઆત્માના જે પરિણામથી કર્મનો આસ્રવ થાય છે, તેને જિનેન્દ્રે કહેલ
ભાવાસ્રવ જાણવો અને જે (જ્ઞાનાવરણાદિ) કર્મોનો આસ્રવ છે, તે દ્રવ્યાસ્રવ છે.
ટીકાઃआसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ भावासवाે’ આત્માના જે
પરિણામથી કર્મ આવે છે, તેને ભાવાસ્રવ જાણવો. કર્મના આસ્રવનો નાશ કરવામાં સમર્થ
એવી શુદ્ધાત્માની ભાવનાથી પ્રતિપક્ષભૂત જે પરિણામથી કર્મ આવે છે; કોના પરિણામથી?
આત્માનાપોતાના; તે પરિણામને ભાવાસ્રવ જાણવો. તે ભાવાસ્રવ કેવો છે? ‘जिणुत्तो
જિનેન્દ્રેવીતરાગ સર્વજ્ઞદેવે કહેલ છે. ‘कम्मासवणं परो होदि’ કર્મોનું જે આગમન છે તે
‘પર’ છે. (અર્થાત્ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોનું આસ્રવણઆગમન તે પર એટલે કે બીજું
૧. પરિણામના નિમિત્તે.
પુન્ય પાપ એ નવ, ઇન માંહિ, આવૈ કર્મસૂ આસ્રવ ચાહિ;
ભાવાસ્રવ આતમપરિણામ, પુદ્ગલ આવૈ દ્રવ્ય સુનામ. ૨૯.
13

Page 98 of 272
PDF/HTML Page 110 of 284
single page version

background image
છે.) ‘પર’ શબ્દનો શો અર્થ છે? ‘ભાવાસ્રવથી અન્ય, ભિન્ન.’ ભાવાસ્રવના નિમિત્તે, તેલ
ચોપડેલ પદાર્થોને ધૂળ ચોંટે છે તેમ, જીવને દ્રવ્યાસ્રવ થાય છે.
શંકાઃખરેખર ‘आस्रवति येन कर्म’‘જેનાથી કર્મનો આસ્રવ થાય છે’ એ
પદથી જ દ્રવ્યાસ્રવની વાત આવી ગઈ, તો પછી ‘कम्मासवणं परो होदि’કર્માસ્રવ બીજો
હોય છે’એ પદથી દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન શા માટે કર્યું? સમાધાનઃતમારી શંકા
યોગ્ય નથી. કેમકે ‘જે પરિણામથી; શું થાય છે? કર્મનો આસ્રવ થાય છે;’ એવું જે કથન
છે તેનાથી પરિણામનું સામર્થ્ય બતાવ્યું છે, દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન કર્યું નથી. આમ, તાત્પર્ય
છે. ૨૯.
હવે, ભાવાસ્રવનું સ્વરૂપ વિશેષપણે કહે છેઃ
ગાથા ૩૦
ગાથાર્થઃપહેલાના (ભાવાસ્રવના) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ અને
ક્રોધાદિ કષાય એટલા ભેદ જાણવા. તેમાંથી મિથ્યાત્વ આદિના અનુક્રમે પાંચ, પાંચ, પંદર,
ત્રણ અને ચાર ભેદ છે.
कोऽर्थः ? भावास्रवादन्यो भिन्नो भावास्रवनिमित्तेन तैलमृक्षितानां धूलिसमागम इव द्रव्यास्रवो
भवतीति ननु ‘‘आस्रवति येन कर्म’’ तेनैव पदेन द्रव्यास्रवो लब्धः, पुनरपि कर्मास्रवणं
परो भवतीति द्रव्यास्रवव्याख्यानं किमर्थमिति यदुक्तं त्वया ? तन्न येन परिणामेन किं भवति
आस्रवति कर्म, तत्परिणामस्य सामर्थ्यं दर्शितं, न च द्रव्यास्रवव्याख्यानमिति भावार्थः ।।२९।।
अथ भावास्रवस्वरूपं विशेषेण कथयति :
मिच्छत्ताविरदपमादजोगकोधादओऽथ विण्णेया
पण पण पणदस तिय चदु कमसो भेदा दु पुव्वस्स ।।३०।।
मिथ्यात्वाविरतिप्रमादयोगक्रोधादयः अथ विज्ञेयाः
पञ्च पञ्च पञ्चदश त्रयः चत्वारः क्रमशः भेदाः तु पूर्वस्य ।।३०।।
મિથ્યા અવિરત ઔ પરમાદ, યોગ કષાય તણૂં ઉન્માદ;
પાંચપાંચ પણદસ તિય ચ્યારિ, ભાવાસ્રવકે ભેદ કહારિ. ૩૦.

Page 99 of 272
PDF/HTML Page 111 of 284
single page version

background image
ટીકાઃ‘‘मिच्छत्ताविरदिपमादजोगकोधादआે’’ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ
અને ક્રોધાદિ કષાય આસ્રવના ભેદ છે. અંતરંગમાં જે વીતરાગ નિજાત્મતત્ત્વની
અનુભૂતિ અને રુચિ વિષે વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરાવે છે અને બહારમાં
અન્યના શુદ્ધાત્મતત્ત્વ વગેરે સમસ્ત દ્રવ્યોમાં વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરાવે છે;
તેને મિથ્યાત્વ કહે છે.
અંતરંગમાં નિજ પરમાત્મસ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન પરમ સુખામૃતમાં જે
રતિ (લીનતા) તેનાથી વિલક્ષણ અને બાહ્ય - વિષયમાં અવ્રતરૂપ (અર્થાત્ વ્રત ધારણ
ન કરવાનો ભાવ) તે અવિરતિ છે.
અંતરંગમાં પ્રમાદરહિત શુદ્ધાત્માની અનુભૂતિમાં ચલનરૂપ (ચળપણારૂપ) અને
બાહ્ય - વિષયમાં મૂળ અને ઉત્તરગુણોમાં મળ ઉત્પન્ન કરનાર તે પ્રમાદ છે.
નિશ્ચયથી પરમાત્મા નિષ્ક્રિય છે, તોપણ તેને વ્યવહારથી વીર્યાન્તરાયકર્મના
ક્ષયોપશમથી ઉત્પન્ન એવો, મન - વચન - કાયવર્ગણાને અવલંબનારો, કર્મવર્ગણાનું ગ્રહણ
કરવામાં હેતુભૂત એવો આત્મપ્રદેશોનો જે પરિસ્પંદ હોય છે; તેને યોગ કહેવાય છે.
અંતરંગમાં પરમઉપશમમૂર્તિ, કેવળજ્ઞાનાદિ અનંતગુણસ્વભાવી પરમાત્મ-
સ્વરૂપમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર અને બાહ્ય - વિષયમાં અન્ય પદાર્થોના સંબંધથી ક્રૂરતા
આદિ આવેશરૂપ, તે ક્રોધાદિકષાય છે.
એ રીતે, ઉપર કહેલા લક્ષણવાળા પાંચ આસ્રવો છે. ‘अथ’ હવે,
व्याख्या‘‘मिच्छत्ताविरदिपमादजोगकोधादओ’’ मिथ्यात्वाविरतिप्रमादयोगक्रोधादयः
अभ्यन्तरे वीतरागनिजात्मतत्त्वानुभूतिरुचिविषये विपरीताभिनिवेशजनकं बहिर्विषये तु
परकीयशुद्धात्मतत्त्वप्रभृतिसमस्तद्रव्येषु विपरीताभिनिवेशोत्पादकं च मिथ्यात्वं भण्यते
अभ्यन्तरे निजपरमात्मस्वरूपभावनोत्पन्नपरमसुखामृतरतिविलक्षणा बहिर्विषये पुनरव्रतरूपा
चेत्यविरतिः
अभ्यन्तरे निष्प्रमादशुद्धात्मानुभूतिचलनरूपः, बहिर्विषये तु मूलोत्तरगुणमल-
जनकश्चेति प्रमादः निश्चयेन निष्क्रियस्यापि परमात्मनो व्यवहारेण वीर्यान्तरायक्षयोपशमोत्पन्नो
मनोवचनकायवर्गणावलम्बनः कर्मादानहेतुभूत आत्मप्रदेशपरिस्पन्दो योग इत्युच्यते अभ्यन्तरे
परमोपशममूर्तिकेवलज्ञानाद्यनन्तगुणस्वभावपरमात्मस्वरूपक्षोभकारकाः बहिर्विषये तु परेषां
संबंधित्वेन क्रूरत्वाद्यावेशरूपाः क्रोधादयश्चेत्युक्तलक्षणाः पञ्चास्रवाः
‘‘अथ’’ अथो

Page 100 of 272
PDF/HTML Page 112 of 284
single page version

background image
‘विण्णेया’ એ જાણવા જોઈએ. તેના કેટલા ભેદ છે? ‘‘पण पण पणदस तिय चदु कमसो
भेदा दु’’ મિથ્યાત્વ આદિના અનુક્રમે પાંચ, પાંચ, પંદર, ત્રણ અને ચાર ભેદ છે.
તેનો વિસ્તારઃ(‘‘एयंतबुद्धदरसी विवरीओ बह्म तावसो विणओ इन्दो विय संसइदो
मक्कडिओ चेव अण्णाणी ।। બૌદ્ધમત એકાન્તમિથ્યાત્વી છે. યાજ્ઞિક - બ્રહ્મ વિપરીતમિથ્યાત્વી છે,
તાપસ વિનયમિથ્યાત્વી છે, ઇન્દ્રાચાર્ય સંશયમિથ્યાત્વી છે અને મશ્કરી અજ્ઞાનમિથ્યાત્વી
છે.)’’
એ ગાથામાં કહેલાં લક્ષણ પ્રમાણે પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. હિંસા, અસત્ય,
ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની આકાંક્ષારૂપ અવિરતિ પણ પાંચ પ્રકારની છે, અથવા
મનસહિત પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અને પૃથ્વી આદિ છકાયની વિરાધનાના ભેદથી બાર
પ્રકારની છે. ‘‘ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, નિદ્રા એક અને સ્નેહ એક
રીતે પંદર પ્રમાદ કહ્યા છે.’’ગાથામાં કહ્યા પ્રમાણે પંદર પ્રમાદ છે. મન, વચન અને
કાયાના વ્યાપારના ભેદથી ત્રણ પ્રકારનો યોગ છે અથવા વિસ્તારથી પંદર પ્રકારનો યોગ
છે. ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી કષાય ચાર છે; અથવા કષાય અને નોકષાયના
ભેદથી પચીસ પ્રકારના છે. આ બધા ભેદ કોના છે?
‘पुव्वस्स’ પહેલી ગાથામાં કહેલાં
ભાવાસ્રવના છે. ૩૦.
હવે, દ્રવ્યાસ્રવનું સ્વરૂપ કહે છેઃ
‘‘विण्णेया’’ विज्ञेया ज्ञातव्याः कतिभेदास्ते ? ‘‘पण पण पणदस तिय चदु कमसो भेदा
दु’’ पञ्चपञ्चपञ्चदशत्रिचतुर्भेदाः क्रमशो भवन्ति पुनः तथाहि ‘‘एयंतबुद्धदरसी विवरीओ
बह्म तावसो विणओ इन्दो विय संसइदो मक्कडिओ चेव अण्णाणी ’’ इति
गाथाकथितलक्षणं पञ्चविधं मिथ्यात्वम् हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाकाङ्क्षारूपेणाविरतिरपि
पञ्चविधा अथवा मनःसहितपञ्चेन्द्रियप्रवृत्तिपृथिव्यादिषट्कायविराधनाभेदेन द्वादशविधा
‘‘विकहा तहा कसाया इन्दियणिद्दा तहेव पणयो य चदु चदु पणमेगेगं हुंति पमादाहु
पण्णरस ’’ इति गाथाकथितक्रमेण पञ्चदश प्रमादाः मनोवचनकायव्यापारभेदेन त्रिविधो
योगः, विस्तरेण पञ्चदशभेदो वा क्रोधमानमायालोभभेदेन कषायाश्चत्वारः,
कषायनोकषायभेदेन पञ्चविंशतिविधा वा एते सर्वे भेदाः कस्य सम्बन्धिनः ‘‘पुव्वस्स’’
पूर्वसूत्रोदितभावास्रवस्येत्यर्थः ।।३०।।
अथ द्रव्यास्रवस्वरूपमुद्योतयति :
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૪.

Page 101 of 272
PDF/HTML Page 113 of 284
single page version

background image
ગાથા ૩૧
ગાથાર્થઃજ્ઞાનાવરણ આદિ આઠ કર્મોને યોગ્ય જે પુદ્ગલ આવે છે તેને
દ્રવ્યાસ્રવ જાણવો; તે અનેક ભેદવાળો છે, એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે.
ટીકાઃ‘णाणावरणादीणं’ સહજ શુદ્ધ કેવળજ્ઞાનને અથવા અભેદની અપેક્ષાએ
કેવળજ્ઞાનાદિ અનંતગુણના આધારભૂત, જ્ઞાન શબ્દથી વાચ્ય પરમાત્માને જે આવૃત્ત કરે
અર્થાત્ ઢાંકે તેને જ્ઞાનાવરણ કહે છે. તે જ્ઞાનાવરણ જેની આદિમાં છે તેવા જે
જ્ઞાનાવરણાદિ; તેમને
‘जोग्ग’ યોગ્ય ‘जं पुग्गलं समासवदि’ તેલ ચોપડેલ શરીરવાળાઓને
ધૂળના રજકણનો જેમ સમાગમ થાય છે, તેમ કષાયરહિત શુદ્ધાત્માના સંવેદનથી રહિત
જીવોને જે કર્મવર્ગણારૂપ પુદ્ગલનો આસ્રવ થાય છે, ‘दव्वासओ स णेओ’ તેને દ્રવ્યાસ્રવ
જાણવો. ‘अणेयभेओ’ અને તે (દ્રવ્યાસ્રવ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય,
આયુ, નામ, ગોત્ર તથા અંતરાય એ નામની આઠ મૂળપ્રકૃતિરૂપ ભેદથી, તથા ‘‘पण णव
णाणावरणादीणं जोग्गं जं पुग्गलं समासवदि
दव्वासवो स णेओ अणेयभेओ जिणक्खादो ।।३१।।
ज्ञानावरणादीनां योग्यं यत् पुद्गलं समास्रवति
द्रव्यास्रवः सः ज्ञेयः अनेकभेदः जिनाख्यातः ।।३१।।
व्याख्या‘‘णाणावरणादीणं’’ सहजशुद्धकेवलज्ञानमभेदेन केवलज्ञानाद्यनन्तगुणाधार-
भूतं ज्ञानशब्दवाच्यं परमात्मानं वा आवृणोतीति ज्ञानावरणं, तदादिर्येषां तानि ज्ञानावरणादीनि
तेषां ज्ञानावरणादीनां ‘‘जोग्गं’’ योग्यं ‘‘जं पुग्गलं समासवदि’’ स्नेहाभ्यक्तशरीराणां
धूलिरेणुसमागम इव निष्कषायशुद्धात्मसंवित्तिच्युतजीवानां कर्मवर्गणारूपं यत्पुद्गलद्रव्यं
समास्रवति, ‘‘दव्वासओ स णेओ’’ द्रव्यास्रवः स विज्ञेयः
‘‘अणेयभेओ’’ स च
ज्ञानदर्शनावरणीयवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायसंज्ञानामष्टमूलप्रकृतीनां भेदेन, तथैव ‘‘पण
૧. શુદ્ધાત્માના સંવેદનરહિત મિથ્યાદ્રટિ જીવો છે; તેમની મુખ્યતાથી આ કથન છે.
જ્ઞાનાવરણ આદિકે યોગ્ય, પુદ્ગલ આવૈ જિવકૈ ભોગ્ય;
દ્રવ્યાસ્રવ ભાષ્યો બહુ ભેદ, જિણવરદેવ, રહિત વચખેદ. ૩૧.

Page 102 of 272
PDF/HTML Page 114 of 284
single page version

background image
दु अट्ठवीसा चउ तियणवदी य दोण्णि पंचेव बावण्णहीण बियसयपयडिविणासेण होंति ते
सिद्धा ।।।। (પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, બે વેદનીયની, અઠાવીસ
મોહનીયની, ચાર આયુની, ત્રાણું નામની, બે ગોત્રની અને પાંચ અંતરાયનીએ રીતે
એકસો અડતાળીસ પ્રકૃતિઓના નાશથી સિદ્ધ થાય છે.)’’એ ગાથામાં કહેલા ક્રમથી
એકસો અડતાળીસ ઉત્તર પ્રકૃતિરૂપ ભેદથી, અને અસંખ્યાત લોકપ્રમાણ પૃથ્વીકાય
નામકર્મ આદિ ઉત્તરોત્તર પ્રકૃતિરૂપ ભેદથી અનેક ભેદવાળો છે, એમ ‘जिणक्खादो’ શ્રી
જિનેન્દ્રદેવે કહ્યું છે. ૩૧.
આ રીતે, આસ્રવના વ્યાખ્યાનની ત્રણ ગાથાઓથી પ્રથમ સ્થળ સમાપ્ત થયું.
હવે, બે ગાથાઓથી બંધનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ગાથાના પૂર્વાર્ધથી ભાવબંધ
અને ઉત્તરાર્ધથી દ્રવ્યબંધનું સ્વરૂપ કહે છેઃ
ગાથા ૩૨
ગાથાર્થઃજે ચેતનભાવથી કર્મ બંધાય છે તે ભાવબંધ છે અને કર્મ તથા
णव दु अट्ठवीसा चउ तियणवदी य दोण्णि पंचेव बावण्णहीण बियसयपयडिविणासेण होंति
ते सिद्धा ।।।।’’ इति गाथाकथितक्रमेणाष्टचत्वारिंशदधिकशतसंख्याप्रमितोत्तरप्रकृतिभेदेन तथा
चासंख्येयलोकप्रमितपृथिवीकायनामकर्माद्युत्तरोत्तरप्रकृतिरूपेणानेकभेद इति ‘‘जिणक्खादो’’
जिनख्यातो जिनप्रणीत इत्यर्थः
।।३१।। एवमास्रवव्याख्यानगाथात्रयेण प्रथमस्थलं गतम्
अतः परं सूत्रद्वयेन बन्धव्याख्यानं क्रियते तत्रादौ गाथापूर्वार्धेन भावबन्धमुत्तरार्धेन
तु द्रव्यबन्धस्वरूपमावेदयति :
बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबंधो सो
कम्मादपदेसाणं अण्णोण्णपवेसण इदरो ।।३२।।
बध्यते कर्म्म येन तु चेतनभावेन भावबन्धः सः
कर्म्मात्मप्रदेशानां अन्योन्यप्रवेशनं इतरः ।।३२।।
૧. સિદ્ધભક્તિ ગાથા ૮.
જિસ ચેતન - પરિણામહ કર્મ, બંધિહૈ ભાવબંધ સો મર્મ;
આતમ - કર્મ - દેશ - પરવેશ, આપસ માહિ દ્રવ્ય યહ દેશ. ૩૨.

Page 103 of 272
PDF/HTML Page 115 of 284
single page version

background image
આત્માના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે દ્રવ્યબંધ છે.
ટીકાઃ‘बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबन्धो सो’ જે ચેતનભાવથી કર્મ
બંધાય છે તે ભાવબંધ છે. સમસ્ત કર્મબંધ નષ્ટ કરવામાં સમર્થ, અખંડ, એક પ્રત્યક્ષ
પ્રતિભાસમય, પરમ ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા જ્ઞાનગુણના સંબંધવાળી અથવા
અભેદનયથી અનંતજ્ઞાનાદિ ગુણના આધારભૂત પરમાત્માના સંબંધવાળી જે નિર્મળ
અનુભૂતિ, તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ
રાગાદિ પરિણતિરૂપ અથવા અશુદ્ધ ચેતનભાવસ્વરૂપ
જે પરિણામથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે, તે પરિણામ ભાવબંધ કહેવાય છે.
‘कम्मादपदेसाणं अण्णोण्णपवेसणं इदरो’ કર્મ અને આત્માના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ થવો તે
બીજો અર્થાત્ દ્રવ્યબંધ છે. તે જ ભાવબંધના નિમિત્તથી કર્મના પ્રદેશોનો અને આત્માના
પ્રદેશોનો, દૂધ અને પાણીની જેમ, એકબીજામાં પ્રવેશ અર્થાત્ સંશ્લેષ તે દ્રવ્યબંધ છે. ૩૨.
હવે, ગાથાના પૂર્વાર્ધથી તે જ બંધના પ્રકૃતિબંધ આદિ ચાર ભેદોનું કથન કરે છે
અને ઉત્તરાર્ધથી તેમના કારણનું કથન કરે છેઃ
व्याख्या‘‘बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबन्धो सो’’ बध्यते कर्म येन
चेतनभावेन स भावबन्धो भवति समस्तकर्मबन्धविध्वंसनसमर्थाखण्डैकप्रत्यक्षप्रतिभास-
मयपरमचैतन्यविलासलक्षणज्ञानगुणस्य, अभेदनयेनानन्तज्ञानादिगुणाधारभूतपरमात्मनो वा
संबन्धिनी या तु निर्मलानुभूतिस्तद्विपक्षभूतेन मिथ्यात्वरागादिपरिणतिरूपेण वाऽशुद्धचेतनभावेन
परिणामेन बध्यते ज्ञानावरणादि कर्म येन भावेन स भावबन्धो भण्यते
‘‘कम्मादपदेसाणं
अण्णोण्णपवेसणं इदरो’’ कर्मात्मप्रदेशानामन्योन्य प्रवेशनमितरः तेनैव भावबंधनिमित्तेन
कर्मप्रदेशानात्मप्रदेशानां च क्षीरनीरवदन्योन्यं प्रवेशनं संश्लेषो द्रव्यबन्ध इति ।।३२।।
अथ तस्यैव बन्धस्य गाथापूर्वार्धेन प्रकृतिबन्धादिभेदचतुष्टयं कथयति, उत्तरार्धेन तु
प्रकृतिबन्धादीनां कारणं चेति
पयडिट्ठिदिअणुभागप्पदेसभेदादु चदुविधो बन्धो
जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो होंति ।।३३।।
પ્રકૃતિ પ્રદેશ રુ થિતિ અનુભાગ, ચ્યારિ ભેદ હૈ બંધ - વિભાગ;
યોગ કરૈ પરકતિ - પરદેશ, થિતિ - અનુભાગ કષાય - અસેસ. ૩૩.

Page 104 of 272
PDF/HTML Page 116 of 284
single page version

background image
ગાથા ૩૩
ગાથાર્થઃપ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશએ ભેદોથી બંધ ચાર પ્રકારનો
છે; યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે અને કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે.
ટીકાઃ‘पयडिट्ठिदिअणुभागप्पदेसभेदादु चदुविधो बन्धो’ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ
અને પ્રદેશના ભેદથી બંધ ચાર પ્રકારનો છે, તેનો વિસ્તારઃજ્ઞાનાવરણકર્મનો સ્વભાવ
શો છે? જેમ પડદો દેવના મુખને ઢાંકી દે છે, તેમ જ્ઞાનાવરણકર્મ જ્ઞાનને ઢાંકી દે છે.
દર્શનાવરણ કર્મનો સ્વભાવ શો છે? રાજાના દર્શનમાં પ્રતિહારી જેમ રોકે છે, તેમ
દર્શનાવરણકર્મ દર્શનમાં અટકાયત કરે છે. શાતા અને અશાતા વેદનીયનો સ્વભાવ શો છે?
મધથી લિપ્ત તલવારની ધાર ચાટવાથી જેમ થોડું સુખ અને ઘણું દુઃખ થાય છે, તેમ
વેદનીયકર્મ અલ્પ સુખ અને અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. મોહનીયનો સ્વભાવ શો છે?
મદ્યપાનની જેમ હેય
ઉપાદેય પદાર્થના વિચારમાં વિકળતા. આયુષ્યકર્મનો સ્વભાવ શો છે?
બેડીની પેઠે એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં રોકવું તે. નામકર્મનો સ્વભાવ શો છે?
ચિત્રકારની પેઠે અનેક પ્રકારનાં રૂપ કરવાં તે. ગોત્રકર્મનો સ્વભાવ શો છે? નાનાં
- મોટાં
વાસણ બનાવનાર કુંભારની જેમ ઉચ્ચ કે નીચ ગોત્ર કરવાં તે. અંતરાયકર્મનો સ્વભાવ
શો છે? ભંડારીની પેઠે દાનાદિ કાર્યમાં વિઘ્ન કરવું તે. કહ્યું છે કેઃ
‘‘પટ, પ્રતિહાર
દ્વારપાળ, તલવાર, મધ, બેડી, ચિત્રકાર, કુંભાર અને ભંડારી;એ આઠેનો જેવો સ્વભાવ
प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदात् तु चतुर्विधिः बन्धः
योगात् प्रकृतिप्रदेशौ स्थित्यनुभागौ कषायतः भवतः ।।३३।।
व्याख्या‘‘पयडिट्ठिदिअणुभागप्पदेसभेदादु चदुविधो बन्धो’’ प्रकृतिस्थित्यनुभाग-
प्रदेशभेदाच्चतुर्विधो बन्धो भवति तथाहिज्ञानावरणीयस्य कर्मणः का प्रकृतिः ?
देवतामुखवस्त्रमिव ज्ञानप्रच्छादनता दर्शनावरणीयस्य का प्रकृतिः ? राजदर्शनप्रतिषेधक-
प्रतीहारवरद्दर्शनप्रच्छादनता सातासातवेदनीयस्य का प्रकृतिः ? मधुलिप्तखङ्गधारास्वाद-
नवदल्पसुखबहुदुःखोत्पादकता मोहनीयस्स का प्रकृतिः ? मद्यपानबद्धेयोपादेय-
विचारविकलता आयुःकर्मणः का प्रकृतिः ? निगडवद्गत्यन्तरगमननिवारणता नामकर्मणः
का प्रकृतिः ? चित्रकारपुरुषवन्नानारूपकरणता गोत्रकर्मणः का प्रकृतिः ? गुरुलघुभाजन-
कारककुम्भकारवदुच्चनीचगोत्रकरणता अन्तरायकर्मणः का प्रकृतिः ? भाण्डागारिक-
वद्दानादिविघ्नकरणतेति तथाचोक्तं‘‘पडपडिहारसिमज्जाहलिचित्तकुलालभंडयारीणं जह

Page 105 of 272
PDF/HTML Page 117 of 284
single page version

background image
છે, તેવો જ ક્રમથી જ્ઞાનાવરણ આદિ આઠે કર્મોનો સ્વભાવ જાણવો.’’ એ આઠ દ્રષ્ટાંતથી
પ્રકૃતિબંધ જાણવો.
બકરી, ગાય, ભેંસ આદિના દૂધમાં જેવી રીતે બે પહોર વગેરે સુધી પોતાના મધુર
રસમાં રહેવાની કાળની મર્યાદા છે તેને સ્થિતિ કહેવાય છે, તેમ જીવના પ્રદેશોમાં જેટલા
કાળ સુધી કર્મસંબંધરૂપે સ્થિતિ છે, તેટલા કાળને સ્થિતિબંધ જાણવો.
જેવી રીતે તેમનાં જ દૂધમાં તારતમ્યપણે રસસંબંધી શક્તિવિશેષને (ચીકાશ,
મીઠાશને) અનુભાગ કહેવામાં આવે છે, તેવી રીતે જીવના પ્રદેશો ઉપર રહેલા કર્મના
સ્કંધોમાં પણ સુખ કે દુઃખ દેવાની શક્તિવિશેષને અનુભાગબંધ જાણવો. ઘાતીકર્મ સાથે
સંબંધ રાખનારી તે શક્તિ વેલ, કાષ્ઠ, હાડકાં અને પથ્થરના ભેદથી ચાર પ્રકારની છે.
તેવી જ રીતે અશુભ અઘાતીકર્મ સાથે સંબંધ રાખનારી શક્તિ નીમ, કાળીજીરી, વિષ તથા
હાલાહલરૂપના ભેદથી ચાર પ્રકારની છે, અને શુભ અઘાતીકર્મ સાથે સંબંધ રાખનારી
શક્તિ ગોળ, ખાંડ, સાકર અને અમૃતરૂપ ચાર પ્રકારની છે.
આત્માના એકેક પ્રદેશ ઉપર સિદ્ધોના અનંતમા ભાગપ્રમાણ અને અભવ્ય જીવોની
સંખ્યાથી અનંતગુણા એવા અનંતાનંત પરમાણુઓ પ્રત્યેક ક્ષણે બંધ પામે છે, તે પ્રદેશબંધ છે.
હવે, બંધનું કારણ કહે છે. ‘जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो
हुंति યોગથી પ્રકૃતિ અને પ્રદેશ તથા કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે.
एदेसिं भावा तहवि य कम्मा मुणेयव्वा ।।।।’’ इति दृष्टान्ताष्टकेन प्रकृतिबन्धो ज्ञातव्यः
अजागोमहिष्यादिदुग्धानां प्रहरद्वयादिस्वकीयमधुररसावस्थानपर्यन्तं यथा स्थितिर्भण्यते, तथा
जीवप्रदेशेष्वपि यावत्कालं कर्मसम्बन्धेन स्थितिस्तावत्कालं स्थितिबन्धो ज्ञातव्यः
यथा च
तेषामेव दुग्धानां तारतम्येन रसगतशक्तिविशेषोऽनुभागो भण्यते तथा जीवप्रदेश-
स्थितकर्मस्कन्धानामपि सुखदुःखदानसमर्थशक्तिविशेषोऽनुभागबन्धो विज्ञेयः
सा च
घातिकर्मसम्बंधिनी शक्तिर्लतादार्वस्थिपाषाणभेदेन चतुर्धा तथैवाशुभघातिकर्मसम्बंधिनी
निम्बकाञ्जीरविषहालाहलरूपेण, शुभाघातिकर्मसम्बन्धिनी पुनर्गुडखण्डशर्करामृतरूपेण चतुर्धा
भवति
एकैकात्मप्रदेशे सिद्धानन्तैकभागसंख्या अभव्यानंतगुणप्रमिता अनंतानंतपरमाणवः
प्रतिक्षणबंधमायांतीति प्रदेशबंधः इदानीं बंधकारणं कथ्यते ‘‘जोगा पयडिपदेसा
ठिदिअणुभागा कसायदो हुंति ’’ योगात्प्रकृतिप्रदेशौ, स्थित्यनुभागौ कषायतो भवत इति
१ ‘शक्तिभेदेन’ इति पाठान्तरं

Page 106 of 272
PDF/HTML Page 118 of 284
single page version

background image
વિસ્તારઃનિશ્ચયથી નિષ્ક્રિય એવા શુદ્ધાત્માના પ્રદેશોના વ્યવહારથી પરિસ્પંદનું કારણ
યોગ છે, તેનાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધએ બે પ્રકારના બંધ થાય છે. નિર્દોષ
પરમાત્મભાવનાના પ્રતિબંધક ક્રોધાદિ કષાયના ઉદયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ
એ બે બંધ થાય છે.
શંકાઃઆસ્રવ અને બંધ થવામાં મિથ્યાત્વ, અવિરતિ આદિ કારણો સમાન છે,
તો આસ્રવ અને બંધમાં તફાવત શું છે? ઉત્તરઃએ પ્રમાણે નથી. પ્રથમ ક્ષણમાં
કર્મસ્કંધોનું જે આગમન છે તે આસ્રવ છે અને આગમન પછી બીજી વગેરે ક્ષણોમાં જીવના
પ્રદેશોમાં તે સ્કંધોનું રહેવું તે બંધ છે, એ પ્રમાણે (આસ્રવ અને બંધમાં) તફાવત છે.
કારણ કે, યોગ અને કષાયથી ચાર પ્રકારના બંધ થાય છે, માટે બંધનો નાશ કરવા
યોગ અને કષાયનો ત્યાગ કરીને નિજ શુદ્ધાત્મામાં ભાવના કરવી તે તાત્પર્ય છે. ૩૩.
આ પ્રમાણે બંધના વ્યાખ્યાનથી બે ગાથાઓ વડે, બીજું સ્થળ પૂરું થયું.
હવે, આગળ બે ગાથાઓ વડે સંવર પદાર્થનું કથન કરવામાં આવે છે. ત્યાં પ્રથમ
तथाहिनिश्चयेन निष्क्रियाणामपि शुद्धात्मप्रदेशानां व्यवहारेण परिस्पंदनहेतुर्योगः,
तस्मात्प्रकृतिप्रदेशबन्धद्वयं भवति निर्दोषपरमात्मभावनाप्रतिबन्धकक्रोधादिकषायोदयात्
स्थित्यनुभागबन्धद्वयं भवतीति आस्रवे बन्धे च मिथ्यात्वाविरत्यादिकारणानि समानानि, को
विशेषः ? इति चेत्, नैवं; प्रथमक्षणे कर्मस्कंधानामागमनमास्रवः, आगमनानन्तरं
द्वितीयक्षणादौ जीवप्रदेशेष्ववस्थानं बंध इति भेदः
यत एव योगकषायाद्बंधचतुष्टयं भवति
तत एव बंधविनाशार्थं योगकषायत्यागेन निजशुद्धात्मनि भावना कर्त्तव्येति तात्पर्यम् ।।३३।।
एवं बंधव्याख्यानेन सूत्रद्वयेन द्वितीयं स्थलं गतम्
अत ऊर्ध्वं गाथाद्वयेन संवरपदार्थः कथ्यते तत्र प्रथमगाथायां भावसंवरद्रव्यसंवरस्वरूपं
निरूपयति :
चेदणपरिणामो जो कम्मस्सासवणिरोहणे हेदू
सो भावसंवरो खलु दव्वासवरोहणे अण्णो ।।३४।।
આસ્રવકે રોકણકૂં ભાવ આતમકૌ, સો સંવર ભાવ;
પુદ્ગલકર્મ રુકૈ સો જાનિ સંવર દ્રવ્ય, નામ સો માંનિ. ૩૪.

Page 107 of 272
PDF/HTML Page 119 of 284
single page version

background image
ગાથામાં ભાવસંવર અને દ્રવ્યસંવરનું સ્વરૂપ કહે છેઃ
ગાથા ૩૪
ગાથાર્થઃઆત્માનો જે પરિણામ કર્મના આસ્રવને રોકવામાં કારણ છે, તેને
ભાવસંવર કહે છે અને જે દ્રવ્યાસ્રવનું રોકાવું તે દ્રવ્યસંવર છે.
ટીકાઃ‘चेदणपरिणामो जो कम्मस्सासवणिरोहणे हेदू सो भावसंवरो खलु’ જે
ચેતન પરિણામ, કેવો? કર્મોના આસ્રવને રોકવામાં કારણ છે તે, ખરેખર નિશ્ચયથી
ભાવસંવર છે.
‘दव्वासवरोहणे अण्णो’ દ્રવ્યકર્મના આસ્રવનો નિરોધ થતાં બીજો
દ્રવ્યસંવર થાય છે. તે આ રીતે છેઃનિશ્ચયથી સ્વતઃસિદ્ધ હોવાથી અન્ય કારણની
અપેક્ષારહિત, અવિનશ્વર હોવાથી નિત્ય, પરમ પ્રકાશરૂપ સ્વભાવ હોવાથી સ્વપરને
પ્રકાશવામાં સમર્થ, અનાદિ
અનંત હોવાથી આદિ, મધ્ય અને અંતરહિત, દ્રષ્ટ, શ્રુત
અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધાદિ સમસ્ત રાગાદિ વિભાવમળથી
રહિત હોવાને લીધે અત્યંત નિર્મળ, પરમચૈતન્યવિલાસરૂપ લક્ષણ હોવાથી
ચિદ્ઉચ્છલનથી (ચૈતન્યના ઊછળવાથી) ભરપૂર, સ્વાભાવિક પરમાનંદ એક લક્ષણ
હોવાથી પરમસુખની મૂર્તિ, આસ્રવરહિત સહજ સ્વભાવ હોવાથી સર્વ કર્મોનો સંવર
चेतनपरिणामः यः कर्म्मणः आस्रवनिरोधने हेतुः
सः भावसंवरः खलु द्रव्यास्रवरोधनः अन्यः ।।३४।।
व्याख्या‘‘चेदणपरिणामो जो कम्मस्सासवणिरोहणे हेदू सो भावसंवरो
खलु’’ चेतनपरिणामो यः, कथंभूतः ? कर्मास्रवनिरोधने हेतुः स भावसंवरो भवति खलु
निश्चयेन
‘‘दव्वासवरोहणे अण्णो’’ द्रव्यकर्मास्रवनिरोधने सत्यन्यो द्रव्यसंवर इति
तद्यथानिश्चयेन स्वतः सिद्धत्वात्परकारणनिरपेक्षः, स चैवाविनश्वरत्वान्नित्यः
परमोद्योतस्वभावत्वात्स्वपरप्रकाशनसमर्थः, अनाद्यनन्तत्वादादिमध्यान्तमुक्तः, दृष्ट-
श्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धादिसमस्तरागादिविभावमलरहितत्वादत्यन्तनिर्मलः, परम-
चैतन्यविलासलक्षणत्वादुच्छलननिर्भरः, स्वाभाविकपरमानन्दैकलक्षणत्वात्परमसुखमूर्तिः,
निरास्रवसहजस्वभावत्वात्सर्वकर्मसंवरहेतुरित्युक्तलक्षणः परमात्मा तत्स्वभावभावेनोत्पन्नो योऽसौ
ભાવસંવર અને દ્રવ્યસંવરની શરૂઆત ચતુર્થ ગુણસ્થાનથી થાય છે; અને ચૌદમે ગુણસ્થાને આસ્રવનો
સર્વથા અભાવ થતાં સર્વસંવર હોય છે.

Page 108 of 272
PDF/HTML Page 120 of 284
single page version

background image
કરવામાં કારણઆવાં લક્ષણોવાળો પરમાત્મા છે. તેના સ્વભાવભાવથી ઉત્પન્ન જે
શુદ્ધચેતનપરિણામ છે તે ભાવસંવર છે. અને જે, કારણરૂપ ભાવસંવરથી ઉત્પન્ન થયેલ
કાર્યરૂપ નવાં દ્રવ્યકર્મોના આગમનનો અભાવ, તે દ્રવ્યસંવર છે.
હવે, સંવરના વિષયમાં નયવિભાગનું કથન કરે છેઃમિથ્યાત્વ ગુણસ્થાનથી
માંડીને ક્ષીણકષાય ગુણસ્થાન સુધી ઉપર ઉપર મંદપણું હોવાથી તારતમ્યતાથી અશુદ્ધ નિશ્ચય
વર્તે છે. તેમાં ગુણસ્થાનના ભેદથી શુભ, અશુભ અને શુદ્ધ અનુષ્ઠાનરૂપ (આચરણરૂપ) ત્રણ
પ્રકારના ઉપયોગનો વ્યાપાર હોય છે. તે કહેવામાં આવે છે
મિથ્યાદ્રષ્ટિ, સાસાદન અને
મિશ્રએ ત્રણ ગુણસ્થાનોમાં ઉપર ઉપર મંદપણે અશુભ ઉપયોગ હોય છે. તેનાથી આગળ
અસંયત સમ્યગ્દ્રષ્ટિ, શ્રાવક અને પ્રમત્તસંયત એ ત્રણ ગુણસ્થાનોમાં પરંપરાએ
શુદ્ધોપયોગનો સાધક ઉપર ઉપર તારતમ્યતાથી શુભોપયોગ હોય છે. ત્યારપછી અપ્રમત્તથી
शुद्धचेतनपरिणामः स भावसंवरो भवति यस्तु भावसंवरात्कारणभूतादुत्पन्नः कार्यभूतो
नवतरद्रव्यकर्मागमनाभावः स द्रव्यसंवर इत्यर्थः
अथ संवरविषयनयविभागः कथ्यते तथाहिमिथ्यादृष्टयादिक्षीणकषाय-
पर्यन्तमुपर्युपरि मन्दत्वात्तारतम्येन तावदशुद्धनिश्चयो वर्त्तते तस्य मध्ये पुनर्गुणस्थानभेदेन
शुभाशुभशुद्धानुष्ठानरूपउपयोगत्रयव्यापारस्तिष्ठति तदुच्यतेमिथ्यादृष्टिसासादनमिश्र-
गुणस्थानेषूपर्युपरि मन्दत्वेनाशुभोपयोगो वर्तते, ततोऽप्यसंयतसम्यग्दृष्टिश्रावकप्रमत्तसंयतेषु
पारम्पर्येण शुद्धोपयोगसाधक उपर्युपरि तारतम्येन शुभोपयोगो वर्तते, तदनन्तरमप्रमत्तादि-
૧. શુદ્ધચૈતન્યસ્વરૂપ ત્રિકાળધ્રુવજ્ઞાયકસ્વભાવ આત્મા જે શ્રી સમયસાર ગાથા ૬ માં કહ્યો છે, તેની આ
વિસ્તારમય વ્યાખ્યા છે. તે ત્રિકાળ શુદ્ધસ્વરૂપ સદા આશ્રય કરવા યોગ્ય હોવાથી સર્વ પ્રકારે ઉપાદેય
છે.
૨. જ્યાં ચારિત્રગુણની આંશિક શુદ્ધિ હોય ત્યાં તેની સાથે વર્તતા શુભોપયોગને પરંપરાએ શુદ્ધોપયોગનો સાધક
કહેવામાં આવે છે. ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને તેની ભૂમિકા અનુસાર શુદ્ધિ હોય છે. જુઓ,
છઠ્ઠા ગુણસ્થાન ધારક મુનિસંબંધી પ્રવચનસાર ગાથા ૨૪૫
૨૪૬ બન્ને આચાર્યોની ટીકા.
શ્રી પ્રવચનસાર ગાથા ૨૪૭ની શ્રી જયસેનાચાર્યદેવ કૃત ટીકામાં મુનિની અપેક્ષાએ ‘शुद्धोपयोगसाधके
शुभोपयोगे’ શબ્દો કહ્યા છે. અહીં (શ્રી દ્રવ્યસંગ્રહની ટીકામાં) તો ચોથે, પાંચમે અને છઠ્ઠેએમ ત્રણે
ગુણસ્થાને ‘શુદ્ધોપયોગસાધક શુભોપયોગ’ કહેલ છે; તેથી તદ્દન સ્પષ્ટ થાય છે કે, એ ત્રણે ગુણસ્થાને
આંશિક શુદ્ધ પરિણતિ હોય જ છે; કારણ કે જ્યાં આંશિક શુદ્ધિ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં
શુદ્ધોપયોગના સાધકપણાનો આરોપ પણ ઘટતો નથી.