Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 21 : Kaldravyana Abhavaroop Manyatanu Khandan, 22 : Nishchayakalana Rahevana Kshetranu Tatha Dravyani Sankhyanu Pratipadan, 22 : Lokakashani Baharana Kalanuono Abhav Hovathi Aakashadravyanu Parinaman Kai Reete, 22 : Kaladravyana Parinamanama Sahakari (Nimitta) Karan Kon?, 23, 24, Panchastikayna Vyakhyanani Sharooaat, 25 : Kayatvana Vyakhyanano Vishesha Vistar, 26 : Pudgal Dravyane Pan Kayatva Hovanu Kathan, 27 : Pradeshanu Lakshan ; Chha Dravyonu Chhoolikaroope Vishesha Vyakhyan; Hey-Upadey Swaroopano Vishesh Vichar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 15

 

Page 69 of 272
PDF/HTML Page 81 of 284
single page version

background image
परिस्पन्दलक्षणरूपया वा क्रियया तथैव दूरासन्नचलनकालकृतपरत्वापरत्वेन च लक्ष्यते ज्ञायते
यः, स परिणामक्रियापरत्वापरत्वलक्षण इत्युच्यते
अथ द्रव्यरूपनिश्चयकालमाह
स्वकीयोपादानरूपेण स्वयमेवपरिणममानानां पदार्थानां कुम्भकारचक्रस्याधस्तनशिलावत्,
शीतकालाध्ययने अग्निवत्, पदार्थपरिणतेर्यत्सहकारित्वं सा वर्त्तना भण्यते
सैव लक्षणं यस्य
स वर्त्तनालक्षणः कालाणुद्रव्यरूपो निश्चयकालः, इति व्यवहारकालस्वरूपं निश्चयकालस्वरूपं
च विज्ञेयम्
कश्चिदाह ‘‘समयरूप एव निश्चयकालस्तस्मादन्यः कालाणुद्रव्यरूपो निश्चयकालो
नास्त्यदर्शनात् ?’’ तत्रोत्तरं दीयतेसमयस्तावत्कालस्तस्यैव पर्यायः स कथं पर्याय इति
चेत् ? पर्यायस्तोत्पन्नप्रध्वंसित्वात् तथाचोक्तं ‘‘समओ उप्पण्णं पद्धंसी’’ स च पर्यायो
द्रव्यं विना न भवति, पश्चात्तस्य समयरूपपर्यायकालस्योपादानकारणभूतं द्रव्यं तेनापि
પરિણામથીપર્યાયથી તથા એક પ્રદેશથી બીજે પ્રદેશે ચાલવારૂપ અથવા ગાય દોહવી, રસોઈ
કરવી વગેરે પરિસ્પંદરૂપ ક્રિયાથી તેમજ દૂર કે નજીક ચાલવારૂપ કાળકૃત પરત્વ અને
અપરત્વથી તે લક્ષિત થાય છે
જણાય છે; તેથી તે વ્યવહારકાળ પરિણામ, ક્રિયા, પરત્વ
અને અપરત્વલક્ષણવાળો કહેવાય છે.
હવે, દ્રવ્યરૂપ નિશ્ચયકાળ વિષે કહે છેઃપોતાના ઉપાદાનરૂપે સ્વયમેવ પરિણમતા
પદાર્થોનેકુંભારના ચાકડાને ફરવામાં નીચેની શિલાના સહકારીપણાની પેઠે, ઠંડીમાં
અભ્યાસ કરતા વિદ્યાર્થીને અધ્યયનમાં અગ્નિના સહકારીપણાની પેઠેપદાર્થ પરિણતિમાં
જે સહકારીપણું છે તેને ‘વર્તના’ કહે છે; એ ‘વર્તના’ જેનું લક્ષણ છે તે, વર્તનાલક્ષણવાળો
કાળાણુદ્રવ્યરૂપ ‘નિશ્ચયકાળ’ છે.
એ રીતે વ્યવહારકાળ અને નિશ્ચયકાળનું સ્વરૂપ જાણવું.
કોઈ કહે છે કે, સમયરૂપ જ નિશ્ચયકાળ છે; તેનાથી ભિન્ન બીજો કાળાણુદ્રવ્યરૂપ
નિશ્ચયકાળ નથી, કેમકે તે દેખવામાં આવતો નથી. તેનો ઉત્તર આપે છેઃપ્રથમ તો સમય
કાળનો જ પર્યાય છે. સમય કાળનો પર્યાય કેવી રીતે છે? પર્યાય ઉત્પન્નધ્વંસી હોય છે
તેથી. તથા કહ્યું છે કે
‘‘समओ उप्पण्ण पद्धंसी । (સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે
છે.)’’ અને તે પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. તે સમયરૂપ પર્યાયકાળના ઉપાદાનકારણરૂપ
૧. શ્રી પ્રવચનસાર ગાથા ૧૩૯ છેલ્લો ભાગ.

Page 70 of 272
PDF/HTML Page 82 of 284
single page version

background image
कालरूपेण भाव्यम् इन्धनाग्निसहकारिकारणोत्पन्नस्यौदनपर्यायस्य तन्दुलोपादानकारणवत्,
अथ कुम्भकारचक्रचीवरादिबहिरंगनिमित्तोत्पन्नस्य मृण्मयघटपर्यायस्य मृत्पिण्डोपादानकारणवत्,
अथवा नरनारकादिपर्यायस्य जीवोपादानकारणवदिति
तदपि कस्मादुपादानकारणसदृशं कार्यं
भवतीति वचनात् अथ मतं ‘‘समयादिकालपर्यायाणां कालद्रव्यमुपादानकारणं न भवति;
किन्तु समयोत्पत्तौ मन्दगतिपरिणतपुद्गलपरमाणुस्तथा निमेषकालोत्पत्तौ नयनपुटविघटनं,
तथैव घटिकाकालपर्यायोत्पत्तौ घटिकासामग्रीभूतजलभाजनपुरुषहस्तादिव्यापारो, दिवसपर्याये
तु दिनकरबिम्बमुपादानकारणमिति
’’ नैवम् यथा तन्दुलोपादानकारणोत्पन्नस्य सदोदन-
पर्यायस्य शुक्लकृष्णादिवर्णा, सुरभ्यसुरभिगन्धस्निग्धरूक्षादिस्पर्शमधुरादिरसविशेषरूपा
गुणा दृश्यन्ते तथा पुद्गलपरमाणुनयनपुटविघटनजलभाजनपुरुषव्यापारादिदिनकरबिम्बरूपैः
पुद्गलपर्यायैरुपादानभूतैः समुत्पन्नानां समयनिमिषघटिकादिकालपर्यायाणामपि
शुक्लकृष्णादिगुणाः प्राप्नुवन्ति, न च तथा
उपादानकारणसदृशं कार्यमिति वचनात् किं
દ્રવ્ય તે પણ કાળરૂપ હોવું જોઈએ. ઇંધન, અગ્નિ આદિ સહકારી કારણથી ઉત્પન્ન ભાતરૂપ
પર્યાયના ઉપાદાનકારણ ચોખાની જેમ, કુંભાર, ચાક, દોરી આદિ બહિરંગ નિમિત્તથી ઉત્પન્ન
માટીના ઘટપર્યાયના ઉપાદાનકારણ માટીના પિંડાની જેમ. અથવા નર
- નારકાદિ પર્યાયના
ઉપાદાનકારણ જીવની જેમ સમય, ઘડી આદિ કાળનું ઉપાદાનકારણ કાળદ્રવ્ય હોવું જોઈએ.
તે પણ શા માટે? ‘ઉપાદાનકારણના જેવું જ કાર્ય થાય છે’ એવું વચન હોવાથી.
હવે, એમ માનવામાં આવે કે, ‘‘સમય આદિ કાળના પર્યાયોનું ઉપાદાનકારણ
કાળદ્રવ્ય નથી, પરંતુ સમયરૂપ પર્યાયની ઉત્પત્તિમાં મંદગતિપરિણત પુદ્ગલપરમાણુ,
નિમેષરૂપ પર્યાયની ઉત્પત્તિમાં આંખોનું મીંચાવું અને ઊઘડવું, ઘડીરૂપ કાળપર્યાયની
ઉત્પત્તિમાં ઘડીની સામગ્રીરૂપ પાણીનો વાટકો, માણસના હાથ આદિનો વ્યાપાર અને
દિવસરૂપ પર્યાયની ઉત્પત્તિમાં સૂર્યનું બિંબ ઉપાદાનકારણ છે.’’ પણ એમ નથી. જો એમ
હોય તો, જેમ ચાવલરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ ભાતરૂપ પર્યાયમાં સફેદ, કૃષ્ણ
વગેરે રંગ, સારી કે નરસી ગંધ, સ્નિગ્ધ કે રૂક્ષાદિ સ્પર્શ, મધુર વગેરે રસ ઇત્યાદિ
વિશેષ ગુણો દેખાય છે, તેમ પુદ્ગલપરમાણુ, આંખોનું મીંચાવું-ઊઘડવું, પાણીનો કટોરો
અને મનુષ્યનો વ્યાપાર આદિ, તથા સૂર્યબિંબરૂપ ઉપાદાનભૂત પુદ્ગલપર્યાયોથી ઉત્પન્ન
સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાળપર્યાયોમાં પણ સફેદ, કૃષ્ણ આદિ ગુણો પ્રાપ્ત
થવા જોઈએ! પણ તેમ થતું નથી. કારણ કે, ઉપાદાનકારણ સમાન કાર્ય થાય છે; એવું
વચન છે.

Page 71 of 272
PDF/HTML Page 83 of 284
single page version

background image
बहुना योऽसावनाद्यनिधनस्तथैवामूर्त्तो नित्यः समयाद्युपादानकारणभूतोऽपि समयादि-
विकल्परहितः कालाणुद्रव्यरूपः स निश्चयकालो, यस्तु सादिसान्तसमयघटिकाप्रहरादिविवक्षित-
व्यवहारविकल्परूपस्तस्यैव द्रव्यकालस्य पर्यायभूतो व्यवहारकाल इति
अयमत्र भावः यद्यपि
काललब्धिवशेनानन्तसुखभाजनो भवति जीवस्तथापि विशुद्धज्ञानदर्शनस्वभावनिज-
परमात्मतत्त्वस्य सम्यक्श्रद्धानज्ञानानुष्ठानसमस्तबहिर्द्रव्येच्छानिवृत्तिलक्षणतपश्चरणरूपा या
निश्चयचतुर्विधाराधना सैव तत्रोपादानकारणं ज्ञातव्यम् न च कालस्तेन स हेय इति
।।२१।।
अथ निश्चयकालस्यावस्थानक्षेत्रं द्रव्यगणनां च प्रतिपादयति :
लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का
रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ।।२२।।
लोकाकाशप्रदेशे एकैकस्मिन् ये स्थिताः हि एकैकाः
रत्नानां राशिः इव ते कालाणवः असंख्यद्रव्याणि ।।२२।।
ઘણું કહેવાથી શું? જે અનાદિનિધન છે, અમૂર્ત છે, નિત્ય છે, સમયાદિના
ઉપાદાનકારણભૂત હોવા છતાં સમયાદિના ભેદરહિત છે, તે કાલાણુદ્રવ્યરૂપ નિશ્ચયકાળ છે.
અને જે સાદિ
- સાન્ત છે, સમય, ઘડી, પ્રહર આદિ વિવક્ષિત વ્યવહારનયના ભેદરૂપ છે તે,
તે જ દ્રવ્યકાળના પર્યાયરૂપ વ્યવહારકાળ છે.
સારાંશ એ છે કેજો કે કાળલબ્ધિના વશે જીવ અનંતસુખનું ભાજન થાય છે,
તોપણ વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજપરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન - જ્ઞાન - આચરણરૂપ તથા
સમસ્ત બહિર્દ્રવ્યની ઇચ્છાની નિવૃત્તિ જેનું લક્ષણ છે, એવા તપશ્ચરણરૂપ જે નિશ્ચય ચતુર્વિધ
આરાધના છે તે જ તેમાં ઉપાદાનકારણ જાણવું, કાળ નહિ; તેથી તે (કાળ) હેય છે. ૨૧.
હવે, નિશ્ચયકાળના રહેવાના ક્ષેત્રનું તથા દ્રવ્યની સંખ્યાનું પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૨૨
ગાથાર્થઃજે લોકાકાશના એક એક પ્રદેશ પર રત્નોના ઢગલાની જેમ
ભિન્નભિન્નપણે એક એક સ્થિત છે, તે કાલાણુ અસંખ્ય દ્રવ્ય છે.
લોકાકાશપ્રદેશનિ માંહિ, એક એક પરિ જુદે ગિણાંહિ;
જે અસંખ્ય તિષ્ઠૈ થિરરૂપ, કાલાણૂ જિમ રત્નનિ તૂપ. ૨૨.

Page 72 of 272
PDF/HTML Page 84 of 284
single page version

background image
व्याख्या‘‘लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का’’ लोकाकाशप्रदेशेष्वेकैकेषु
ये स्थिता एकैकसंख्योपेता ‘‘हु’’ स्फु टं क इव ? ‘‘रयणाणं रासी इव’’ परस्पर-
तादात्म्यपरिहारेण रत्नानां राशिरिव ‘‘ते कालाणू’’ ते कालाणवः कति संख्योपेताः ?
‘‘असंखदव्वाणि’’ लोकाकाशप्रमितासंख्येयद्रव्याणीति तथाहियथा अंगुलिद्रव्यस्य
यस्मिन्नेव क्षणे वक्रपर्यायोत्पत्तिस्तस्मिन्नेव क्षणे पूर्वपाञ्जलपर्यायविनाशोऽङ्गुलिरूपेण ध्रौव्यमिति
द्रव्यसिद्धिः
यथैव च केवलज्ञानादिव्यक्तिरूपेण कार्यसमयसारस्योत्पादो निर्विकल्प-
समाधिरूपकारणसमयसारस्य विनाशस्तदुभयाधारपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति वा द्रव्यसिद्धिः
तथा कालाणोरपि मन्दगतिपरिणतपुद्गलपरमाणुना व्यक्तीकृतस्य कालाणूपादानकारणोत्पन्नस्य
य एव वर्तमानसमयस्योत्पादः स एवातीतसमयापेक्षया विनाशस्तदुभयाधारकालाणुद्रव्यत्वेन
ध्रौव्यमित्युत्पादव्ययध्रौव्यात्मककालद्रव्यसिद्धिः
लोकबहिर्भागेकालाणुद्रव्याभावात्कथमाकाश-
द्रव्यस्य परिणतिरिति चेत् ? अखण्डद्रव्यत्वादेकदेशदण्डाहतकुम्भकारचक्रभ्रमणवत्,
तथैवैकदेशमनोहरस्पर्शनेन्द्रियविषयानुभवसर्वाङ्गसुखवत्, लोकमध्यस्थितकालाणुद्रव्य-
ટીકાઃ‘‘लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का’’ લોકાકાશના એક એક પ્રદેશ
ઉપર જે એક એક સંખ્યામાં સ્થિત છે, ‘‘हु’’ સ્પષ્ટપણે, કોની પેઠે? ‘‘रयणाणं रासी इव’’
પરસ્પર તાદાત્મ્યરહિત રત્નોની રાશિની જેમ. ‘‘ते कालाणू’’ તે કાલાણુઓ છે. તે કેટલી
સંખ્યાવાળા છે? ‘‘असंखदव्वाणि’’ લોકાકાશના પ્રદેશપ્રમાણ અસંખ્ય દ્રવ્યો છે. વિશેષજેવી
રીતે આંગળીને વક્ર પર્યાયની ઉત્પત્તિ જે ક્ષણે થાય છે તે જ ક્ષણે પૂર્વના સીધા પર્યાયનો
વ્યય થાય છે અને આંગળીપણે ધ્રુવપણું રહે છે
એ પ્રમાણે દ્રવ્યની સિદ્ધિ થાય છે; તથા
જેવી રીતે કેવળજ્ઞાનાદિની વ્યક્તિરૂપે કાર્ય - સમયસારનો ઉત્પાદ, નિર્વિકલ્પ સમાધિરૂપ કારણ
સમયસારનો વિનાશ અને તે બન્નેના આધારભૂત પરમાત્મદ્રવ્યપણે ધ્રૌવ્ય છેએ રીતે પણ
દ્રવ્યની સિદ્ધિ છે; તેવી રીતે કાલાણુને પણ મંદગતિથી પરિણમેલા પુદ્ગલપરમાણુ વડે પ્રગટ
કરાયેલ અને કાલાણુરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ જે વર્તમાન સમયનો ઉત્પાદ છે,
તે જ ભૂતકાળના સમયની અપેક્ષાએ વિનાશ અને તે બન્નેના આધારભૂત કાલાણુદ્રવ્યરૂપે
ધ્રૌવ્ય છે
એ રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક કાળદ્રવ્યની સિદ્ધિ છે.
શંકાઃલોકાકાશની બહારના ભાગમાં કાલાણુદ્રવ્યનો અભાવ હોવાથી
આકાશદ્રવ્યનું પરિણમન (અલોકાકાશમાં) કેવી રીતે થાય? સમાધાનઃઆકાશ અખંડ
દ્રવ્ય હોવાથી, જેમ કુંભારના ચાકડાના એક ભાગમાં લાકડીથી પ્રેરવામાં આવતાં આખો
ચાકડો ભ્રમણ કરે છે, તથા સ્પર્શેન્દ્રિયના વિષયનો એક ભાગમાં મનોહર અનુભવ કરવાથી
સમસ્ત શરીરમાં સુખનો અનુભવ થાય છે, તેમ લોકાકાશમાં રહેલાં કાલાણુદ્રવ્ય આકાશના

Page 73 of 272
PDF/HTML Page 85 of 284
single page version

background image
धारणैकदेशेनापि सर्वत्र परिणमनं भवतीति कालद्रव्यं शेषद्रव्याणां परिणतेः सहकारिकारणं
भवति
कालद्रव्यस्य किं सहकारिकारणमिति ? यथाकाशद्रव्यमशेषद्रव्याणामाधारः स्वस्यापि,
तथा कालद्रव्यमपि परेषां परिणतिसहकारिकारणं स्वस्यापि अथ मतं यथा कालद्रव्यं
स्वस्योपादानकारणं परिणतेः सहकारिकारणं च भवति तथा सर्वद्रव्याणि, कालद्रव्येण किं
प्रयोजनमिति ? नैवम्; यदि पृथग्भूतसहकारिकारणेनप्रयोजनं नास्ति तर्हि सर्वद्रव्याणां
साधारणगतिस्थित्यवगाहनविषये धर्माधर्माकाशद्रव्यैरपि सहकारिकारणभूतैः प्रयोजनं नास्ति
किञ्च, कालस्य घटिकादिवसादिकार्यं प्रत्यक्षेण दृश्यते; धर्मादीनां पुनरागमकथनमेव, प्रत्यक्षेण
किमपि कार्यं न दृश्यते; ततस्तेषामपि कालद्रव्यस्यैवाभावः प्राप्नोति
ततश्च
जीवपुद्गलद्रव्यद्वयमेव, च चागमविरोधः किञ्च, सर्वद्रव्याणां परिणतिसहकारित्वं कालस्यैव
गुणः, घ्राणेन्द्रियस्य रसास्वादनमिवान्यद्रव्यस्य गुणोऽन्यद्रव्यस्य कर्तुं नायाति
द्रव्यसंकरदोषप्रसंगादिति
એક ભાગમાં સ્થિત હોવા છતાં આખા આકાશમાં પરિણમન થાય છે.
શંકાઃકાળદ્રવ્ય બાકીનાં બીજાં દ્રવ્યોનાં પરિણમનને સહકારી કારણ થાય છે;
કાળદ્રવ્યને પરિણમનમાં કોણ સહકારી કારણ થાય છે? સમાધાનઃજેમ આકાશદ્રવ્ય
બીજાં બધાં દ્રવ્યોનો આધાર છે અને પોતાનો પણ આધાર છે, તેમ કાળદ્રવ્ય પણ બીજાં
દ્રવ્યોનાં પરિણમનમાં સહકારી કારણ છે અને પોતાના પરિણમનમાં પણ સહકારી કારણ છે.
શંકાઃજેવી રીતે કાળદ્રવ્ય પોતાના પરિણમનમાં ઉપાદાનકારણ છે અને
સહકારીકારણ પણ છે, તેમ બધાં દ્રવ્યો પણ પોતાના પરિણમનમાં ઉપાદાન અને સહકારી
કારણ હો; તે દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃ
એમ નથી.
જો પોતાનાથી ભિન્ન સહકારી કારણનું પ્રયોજન ન હોય તો સર્વ દ્રવ્યોનાં સામાન્ય ગતિ,
સ્થિતિ અને અવગાહનની બાબતમાં સહકારી કારણભૂત એવાં ધર્મ, અધર્મ અને
આકાશદ્રવ્યનું પણ કોઈ પ્રયોજન ન રહે. વળી, કાળદ્રવ્યનું ઘડી, દિવસ આદિ કાર્ય તો
પ્રત્યક્ષપણે દેખાય છે; પણ ધર્મ વગેરે દ્રવ્યોનું તો આગમકથન જ છે, પ્રત્યક્ષપણે તેમનું કોઈ
કાર્ય દેખાતું નથી, તેથી કાળદ્રવ્યની પેઠે તેમનો પણ અભાવ પ્રાપ્ત થાય; અને તો પછી
જીવ અને પુદ્ગલ બે જ દ્રવ્ય રહે. પણ તે તો (તેમ માનવું તે તો) આગમથી વિરુદ્ધ છે.
વળી, સર્વદ્રવ્યોને પરિણમનમાં સહકારી થવું એ કાળદ્રવ્યનો જ ગુણ છે; જેમ ઘ્રાણેન્દ્રિયથી
રસાસ્વાદ થઈ શકતો નથી, તેમ અન્ય દ્રવ્યનો ગુણ અન્ય દ્રવ્ય દ્વારા થઈ શકતો નથી કેમકે,
એમ માનવાથી દ્રવ્યસંકરરૂપ દોષનો પ્રસંગ આવે છે.
10

Page 74 of 272
PDF/HTML Page 86 of 284
single page version

background image
कश्चिदाहयावत्कालेनैकाकाशप्रदेशं परमाणुरतिक्रामति ततस्तावत् कालेन समयो
भवतीत्युक्तमागमे एकसमयेन चतुर्दशरज्जुगमने यावंत आकाशप्रदेशास्तावन्तः समयाः
प्राप्नुवन्ति
परिहारमाहएकाकाशप्रदेशातिक्रमेण यत् समयव्याख्यानं कृतं तन्मन्द-
गत्यपेक्षया, यत्पुनरेकसमये चतुर्दशरज्जुगमनव्याख्यानं तत्पुनः शीघ्रगत्यपेक्षया तेन कारणेन
चतुर्दशरज्जुगमनेऽप्येकसमयः तत्र दृष्टान्तःकोऽपि देवदत्तो योजनशतं मन्दगत्या दिनशतेन
गच्छति स एव विद्याप्रभावेण शीघ्रगत्या दिनेनैकेनापि गच्छति तत्र किं दिनशतं भवति
किन्त्वेक एव दिवसः तथा चतुर्दशरज्जुगमनेऽपि शीघ्रगमनेनैक एव समयः
किञ्चस्वयं विषयानुभवरहितोऽप्ययं जीवः परकीयविषयानुभवं दृष्टम् श्रुतं च
मनसि स्मृत्वा यद्विषयाभिलाषं करोति तदपध्यानं भण्यते, तत्प्रभृतिसमस्तजालरहितं
स्वसंवित्तिसमुत्पन्नसहजानन्दैकलक्षणसुखरसास्वादसहितं यत्तद्वीतरागचारित्रं भवति
કોઈ કહે છે‘જેટલા કાળમાં આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પરમાણુ
ગમન કરે છે તેટલા કાળને સમય કહે છે’ એમ આગમમાં કહ્યું છે; તો એક સમયમાં
પરમાણુ ચૌદ રાજુ ગમન કરતાં જેટલા આકાશપ્રદેશો ઓળંગે તેટલા સમય થવા
જોઈએ! તેનું સમાધાન કરે છેઃ
પરમાણુ એક આકાશપ્રદેશથી બીજા પ્રદેશે જાય
તેટલા કાળને સમય શાસ્ત્રમાં કહેલ છે તે પરમાણુની મંદગતિની અપેક્ષાએ છે અને જે
પરમાણુનું એક સમયમાં ચૌદ રાજુ ગતિ કરવાનું કથન છે તે તો શીઘ્ર ગતિ કરવાની
અપેક્ષાએ છે; તેથી પરમાણુ ચૌદ રાજુ ગમન કરે, તોપણ એક સમય જ થાય છે. ત્યાં
દ્રષ્ટાંત એ છે કે, કોઈ દેવદત્ત નામનો પુરુષ મંદગતિથી ચાલીને સો દિવસોમાં સો
યોજન ચાલે છે અને તે જ પુરુષ વિદ્યાના પ્રભાવથી શીઘ્ર ગતિ કરીને એક દિવસમાં
પણ સો યોજન જાય છે, તો શું તેને સો યોજન ચાલવામાં સો દિવસ લાગે છે? ના,
પણ એક જ દિવસ લાગે છે; તેવી જ રીતે ચૌદ રાજુ ગમન કરવામાં પણ શીઘ્રગમનને
લીધે પરમાણુને એક જ સમય લાગે છે.
વળી વિશેષસ્વયં વિષયોના અનુભવરહિત હોવા છતાં પણ આ જીવ બીજાના
જોયેલા, સાંભળેલા, અનુભવેલા વિષયનું મનમાં સ્મરણ કરીને જે વિષયોની અભિલાષા કરે
છે તેને અપધ્યાન કહેવામાં આવે છે. તે વિષય
અભિલાષરૂપ અપધ્યાનાદિ સમસ્ત
જાળરહિત, સ્વસંવેદનથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક લક્ષણ છે; એવા સુખના રસાસ્વાદ
સહિત જે છે તે વીતરાગચારિત્ર છે અને તેની સાથે જે અવિનાભાવી હોય છે તે

Page 75 of 272
PDF/HTML Page 87 of 284
single page version

background image
यत्पुनस्तदविनाभूतं तन्निश्चयसम्यक्त्वं वीतरागसम्यक्त्वं चेति भण्यते तदेव कालत्रयेऽपि
मुक्तिकारणम् कालस्तु तदभावे सहकारिकारणमपि न भवति ततः स हेय इति
तथाचोक्तम्‘‘किं पलविएण बहुणा जे सिद्धा णरवरा गए काले सिद्धिहंहि जेवि भविया
तं जाणइ सम्ममाहप्पं ।।’’ इदमत्र तात्पर्यम्कालद्रव्यमन्यद्वा परमागमाविरोधेन विचारणीयं
परं किन्तु वीतरागसर्वज्ञवचनं प्रमाणमिति मनसि निश्चित्य विवादो न कर्तव्यः कस्मादिति
चेत् ? विवादे रागद्वेषौ भवतस्ततश्च संसारवृद्धिरिति ।।।।
एवं कालद्रव्यव्याख्यानमुख्यतया पञ्चमस्थले सूत्रद्वयं गतं इतिगाथाष्टकसमुदायेन
पंचभिः स्थलैः पुद्गलादिपंचविधाजीवद्रव्यकथनरूपेण द्वितीयो अन्तराधिकारः समाप्तः
अतः परं सूत्रपञ्चकपर्यन्तं पञ्चास्तिकायव्याख्यानं करोति तत्रादौ गाथापूर्वार्द्धेन
षड्द्रव्यव्याख्यानोपसंहार उत्तरार्धेन तु पंचास्तिकायव्याख्यानप्रारम्भः कथ्यतेः
નિશ્ચયસમ્યક્ત્વ અથવા વીતરાગસમ્યક્ત્વ કહેવાય છે. તે જ (નિશ્ચયસમ્યક્ત્વ જ) ત્રણે કાળે
મુક્તિનું કારણ છે. કાળ તો તેના અભાવમાં સહકારી કારણ પણ થતો નથી; તેથી તે હેય
છે. એવી રીતે કહ્યું પણ છે કે
‘‘किं पलविएण बहुणा जे सिद्धा णरवरा गए काले सिद्धिहंहि
जेवि भविया तं जाणह सम्ममाहप्पं ।।’’ (ઘણું કહેવાથી શું? જે શ્રેષ્ઠ પુરુષો ભૂતકાળમાં સિદ્ધ
થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં થશે તે સમ્યક્ત્વનું માહાત્મ્ય જાણો.)’’
અહીં, તાત્પર્ય આ છે કેકાળદ્રવ્ય તથા અન્ય દ્રવ્ય વિષે પરમાગમના અવિરોધપણે
વિચાર કરવો, પરંતુ ‘વીતરાગ સર્વજ્ઞનું વચન સત્ય છે’ એમ મનમાં નિશ્ચય કરીને વિવાદ
ન કરવો. શા માટે? કારણ કે, વિવાદ કરવાથી રાગ
- દ્વેષ થાય છે અને રાગ - દ્વેષથી સંસારની
વૃદ્ધિ થાય છે. ૨૨.
આ રીતે કાળદ્રવ્યના વ્યાખ્યાનની મુખ્યતાથી પાંચમા સ્થળમાં બે ગાથાઓ પૂરી થઈ.
આ રીતે આઠ ગાથાઓના સમુદાયથી પાંચ સ્થળોમાં પુદ્ગલ આદિ પાંચ પ્રકારનાં અજીવ
દ્રવ્યોના કથનરૂપે બીજો અંતરાધિકાર પૂરો થયો.
હવે પછી, પાંચ ગાથાઓ સુધી પંચાસ્તિકાયનું વ્યાખ્યાન કરે છે. તેમાં પણ પ્રથમ
ગાથાના પૂર્વાર્ધથી છ દ્રવ્યોના વ્યાખ્યાનનો ઉપસંહાર અને ઉત્તરાર્ધથી પંચાસ્તિકાયના
વ્યાખ્યાનનો પ્રારંભ કરે છેઃ
૧. દ્વાદશ અનુપે્રક્ષાગાથા ૯૦

Page 76 of 272
PDF/HTML Page 88 of 284
single page version

background image
एवं छब्भेयमिदं जीवाजीवप्पभेददो दव्वं
उत्तं कालविजुत्तं णादव्वा पंच अत्थिकाया दु ।।२३।।
एवं षड्भेदं इदं जीवाजीवप्रभेदतः द्रव्यम्
उक्तं कालवियुक्तम् ज्ञातव्याः पञ्च अस्तिकायाः तु ।।२३।।
व्याख्या‘‘एवं छब्भेयमिदं जीवाजीवप्पभेददो दव्वं उत्तं’’ एवं पूर्वोक्तप्रकारेण
षड्भेदमिदं जीवाजीवप्रभेदतः सकाशाद्द्रव्यमुक्तं कथितं प्रतिपादितम् ‘‘कालविजुत्तं णादव्वा
पंच अत्थिकाया दु’’ तदेव षड्विधं द्रव्यं कालेन वियुक्तं रहितं ज्ञातव्याः पञ्चास्तिकायास्तु
पुनरिति
।।२३।।
पञ्चेति संख्या ज्ञाता तावदिदानीमस्तित्वं कायत्वं च निरूपयति :
संति जदो तेणेदे अत्थित्ति भणंति जिणवरा जह्मा
काया इव बहुदेसा तह्मा काया य अत्थिकाया य ।।२४।।
ગાથા ૨૩
ગાથાર્થઃઆ રીતે જીવ અને અજીવના પ્રભેદથી દ્રવ્ય છ પ્રકારનાં છે. કાળદ્રવ્ય
સિવાય બાકીનાં પાંચ દ્રવ્યોને અસ્તિકાય જાણવાં.
ટીકાઃ‘‘एवं छब्भेयमिदं जीवाजीवप्पभेददो दव्वं उत्तं’’ આમ પૂર્વોક્ત પ્રકારે જીવ
અને અજીવના પ્રભેદથી આ છ પ્રકારનાં દ્રવ્ય કહ્યાં છે. ‘‘कालविजुत्तं णादव्वा पंच अत्थिकाया
दु’’ તે જ છ પ્રકારનાં દ્રવ્યને કાળ સિવાય પંચાસ્તિકાય તરીકે જાણવાં. ૨૩.
પાંચ એવી સંખ્યા તો જાણી; હવે તેના અસ્તિત્વ અને કાયત્વનું નિરૂપણ કરે છેઃ
ઐસૈં દ્રવ્ય કહે છહ ભેદ, જીવ - અજીવતણે, બિન - ખેદ;
કાલ બિના પણ અસ્તિ જુ કાય, જાનૂં જિન ભાષે સમુદાય. ૨૩.
એતે ‘હૈ’ ઐસેં જિનદેવ, ભાષે અસ્તિરૂપ સ્વયમેવ;
બહુ પ્રદેશ કાય જિમ લખૈ, અસ્તિકાય પાંચૂં ઇમ અખૈ. ૨૪.

Page 77 of 272
PDF/HTML Page 89 of 284
single page version

background image
सन्ति यतः तेन एते अस्ति इति भणन्ति जिनवराः यस्मात्
काया इव बहुदेशाः तस्मात् कायाः च अस्तिकायाः च ।।२४।।
व्याख्या‘‘संति जदो तेणेदे अत्थित्ति भणंति जिणवरा’’ सन्ति विद्यन्ते यत एते
जीवाद्याकाशपर्यन्ताः पञ्च तेन कारणेनैतेऽस्तीति भणंति जिणवराः सर्वज्ञाः ‘‘जह्मा काया
इव बहुदेसा तह्मा काया य’’ यस्मात्काया इव बहुप्रदेशास्तस्मात्कारणात्कायाश्च भणंति
जिनवराः
‘‘अत्थिकाया य’’ एवं न केवलं पूर्वोक्तप्रकारेणास्तित्वेन युक्ता अस्तिसंज्ञास्तथैव
कायत्वेन युक्ताः कायसंज्ञा भवन्ति किन्तूभयमेलापकेनास्तिकायसंज्ञाश्च भवन्ति इदानीं
संज्ञालक्षणप्रयोजनादिभेदेऽप्यस्तित्वेन सहाभेदं दर्शयति तथाहि शुद्धजीवास्तिकाये
सिद्धत्वलक्षणः शुद्धद्रव्यव्यञ्जनपर्यायः, केवलज्ञानादयो विशेषगुणाः, अस्तित्व-
वस्तुत्वागुरुलघुत्वादयः सामान्यगुणाश्च
तथैवाव्याबाधानन्तसुखाद्यनन्तगुणव्यक्तिरूपस्य
कार्यसमयसारस्योत्पादो रागादिविभावरहितपरमस्वास्थ्यरूपस्य कारणसमयसारस्य
ગાથા ૨૪
ગાથાર્થઃકારણ કે તેઓ વિદ્યમાન છે, તેથી જિનવરોએ એમને ‘અસ્તિ’ કહ્યાં
અને એ કાયની જેમ બહુપ્રદેશી છે, તેથી એમને ‘કાય’ કહ્યાં. બન્ને મળીને ‘અસ્તિકાય’
થાય છે.
ટીકાઃ‘‘संति जदो तेणेदे अत्थित्ति भणंति जिणवरा’’ જીવથી આકાશ સુધીનાં પાંચ
દ્રવ્ય વિદ્યમાન છે તે કારણે એમને સર્વજ્ઞ જિનવરો ‘અસ્તિ’ કહે છે. ‘‘जह्मा काया इव बहुदेसा
तह्मा काया य’’ અને તે કાયાની પેઠે બહુપ્રદેશી છે, તેથી જિનવરો તેમને ‘કાય’ કહે છે.
‘‘अत्थिकाया य’’ આવી રીતે પૂર્વે કહ્યું તેમ ‘અસ્તિત્વ’ વાળા હોવાથી કેવળ ‘અસ્તિ’ સંજ્ઞા
નથી, તેમજ ‘કાયત્વ’વાળા હોવાથી કેવળ ‘કાય’ સંજ્ઞા પણ નથી; પરંતુ બન્નેના મેળાપથી
‘અસ્તિકાય’ સંજ્ઞા છે.
હવે સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન આદિના ભેદ હોવા છતાં પણ અસ્તિત્વની સાથે (આ પાંચે)
અભેદ છે, એમ બતાવે છેઃશુદ્ધ જીવાસ્તિકાયને વિષે (મુક્તદશામાં) સિદ્ધત્વલક્ષણરૂપ
શુદ્ધદ્રવ્ય - વ્યંજન - પર્યાય, કેવળજ્ઞાન આદિ વિશેષ ગુણો અને અસ્તિત્વ, વસ્તુત્વ, અગુરુલઘુત્વ
વગેરે સામાન્ય ગુણો છે, તથા (મુક્તદશામાં) અવ્યાબાધ અનંતસુખાદિ અનંત ગુણની
વ્યક્તતારૂપ કાર્ય
- સમયસારનો ઉત્પાદ, રાગાદિ વિભાવરહિત પરમસ્વાસ્થ્યરૂપ કારણ -
સમયસારનો વ્યય અને તે બન્નેના આધારભૂત પરમાત્મદ્રવ્યપણે ધ્રૌવ્ય છે; શુદ્ધ જીવાસ્તિકાયને

Page 78 of 272
PDF/HTML Page 90 of 284
single page version

background image
व्ययस्तदुभयाधारभूतपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमित्युक्तलक्षणैर्गुणपर्यायैरुत्पादव्ययध्रौव्यैश्च सह
मुक्तावस्थायां संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सत्तारूपेण प्रदेशरूपेण च भेदो नास्ति
कस्मादिति चेत् ? मुक्तात्मसत्तायां गुणपर्यायाणामुत्पादव्ययध्रौव्याणां चास्तित्वं सिद्ध्यति,
गुणपर्यायोत्पादव्ययध्रौव्यसत्तायाश्च मुक्तात्मास्तित्वं सिद्धयतीति परस्परसाधितसिद्धत्वादिति
कायत्वं कथ्यतेबहुप्रदेशप्रचयं दृष्ट्वा यथा शरीरं कायो भण्यते तथानन्त-
ज्ञानादिगुणाधारभूतानां लोकाकाशप्रमितासंख्येयशुद्धप्रदेशानां प्रचयं समूहं संघातं मेलापकं
दृष्ट्वा मुक्तात्मनि कायत्वं भण्यते
यथा शुद्धगुणपर्यायोत्पादव्ययध्रौव्यैः सह मुक्तात्मनः
सत्तारूपेण निश्चयेनाभेदो दर्शितस्तथा यथासंभवं संसारिजीवेषु पुद्गलधर्माधर्माकाशकालेषु च
द्रष्टव्यः
कालद्रव्यं विहाय कायत्वं चेति सूत्रार्थः ।।२४।।
अथ कायत्वव्याख्याने पूर्वं यत्प्रदेशास्तित्वं सूचितं तस्य विशेषव्याख्यानं करोतीत्येका
पातनिका, द्वितीया तु कस्य द्रव्यस्य कियन्तः प्रदेशा भवन्तीति प्रतिपादयति :
એ રીતે ઉપરોક્ત લક્ષણવાળા ગુણ - પર્યાય અને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યની સાથે મુક્ત અવસ્થામાં
સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન આદિનો ભેદ હોવા છતાં પણ સત્તારૂપે અને પ્રદેશરૂપે ભેદ નથી. શા
માટે ભેદ નથી? મુક્તાત્માની સત્તામાં ગુણપર્યાયોનું અને ઉત્પાદ
- વ્યય - ધ્રૌવ્યનું અસ્તિત્વ સિદ્ધ
થાય છે, તથા ગુણ - પર્યાય તેમ જ ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યની સત્તાથી મુક્તાત્માનું અસ્તિત્વ સિદ્ધ
થાય છે; એ રીતે પરસ્પર સાધિત - સિદ્ધત્વ (સાધ્યસાધનપણું ) છે.
હવે, એમના કાયત્વનું કથન કરવામાં આવે છેઃજેવી રીતે ઘણા પ્રદેશોનો સમૂહ
જોઈને શરીરને ‘કાય’ કહેવામાં આવે છે, તેવી રીતે અનંત જ્ઞાનાદિ ગુણોના આધારભૂત
લોકાકાશપ્રમાણ અસંખ્ય શુદ્ધ પ્રદેશોનો સમૂહ જોઈને મુક્તાત્મામાં ‘કાયત્વ’ કહેવામાં આવે છે.
જેવી રીતે શુદ્ધ ગુણ - પર્યાય અને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય સાથે મુક્તાત્માને સત્તારૂપે
નિશ્ચયનયથી અભેદપણું બતાવ્યું, તેવી રીતે યથાસંભવ સંસારી જીવોમાં તથા પુદ્ગલ, ધર્મ,
અધર્મ, આકાશ ને કાળમાં પણ જાણવું, અને કાળદ્રવ્ય સિવાય કાયત્વ પણ જાણવું.
આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે. ૨૪
હવે, કાયત્વના વ્યાખ્યાનમાં પૂર્વે જે પ્રદેશોનું અસ્તિત્વ સૂચવ્યું હતું તેનું વિશેષ
વ્યાખ્યાન કરે છે. [એક પાતનિકા (ઉત્થાનિકા) તો એ પ્રમાણે છે, બીજી પાતનિકા એમ
છે કે,] કયા દ્રવ્યના કેટલા પ્રદેશો છે એનું પ્રતિપાદન કરે છેઃ

Page 79 of 272
PDF/HTML Page 91 of 284
single page version

background image
होंति असंखा जीवे धम्माधम्मे अणंत आयासे
मुत्ते तिविह पदेसा कालस्सेगो ण तेण सो काओ ।।२५।।
भवन्ति असंख्याः जीवे धर्माधर्मयोः अनन्ताः आकाशे
मूर्त्ते त्रिविधाः प्रदेशाः कालस्य एकः न तेन सः कायः ।।२५।।
व्याख्या‘‘होंति असंखा जीवे धम्माधम्मे’’ भवन्ति लोकाकाशप्रमितासंख्येयप्रदेशाः
प्रदीपवदुपसंहारविस्तारयुक्तेऽप्येकजीवे, नित्यं स्वभावविस्तीर्णयोर्धर्माधर्मयोरपि ‘‘अणंत
आयासे’’ अनन्तप्रदेशा आकाशे भवन्ति ‘‘मुत्ते तिविह पदेसा’’ मूर्त्ते पुद्गलद्रव्ये
संख्यातासंख्यातानन्ताणूनां पिण्डाः स्कन्धास्त एव त्रिविधाः प्रदेशा भण्यन्ते, न च
क्षेत्रप्रदेशाः
कस्मात् ? पुद्गलस्यानन्तप्रदेशक्षेत्रे अवस्थानाभावादिति ‘‘कालस्सेगो’’
कालाणुद्रव्यस्यैक एव प्रदेशः ‘‘ण तेण सो काओ’’ तेन कारणेन स कायो न भवति
कालस्यैकप्रदेशत्वविषये युक्तिं प्रदर्शयति तद्यथाकिञ्चिदूनचरमशरीरप्रमाणस्य
ગાથા ૨૫
ગાથાર્થઃજીવ, ધર્મ તથા અધર્મદ્રવ્યના અસંખ્ય પ્રદેશ છે, આકાશના અનંત
છે; મૂર્ત્તના (પુદ્ગલના) ત્રણ પ્રકારના (સંખ્યાત, અસંખ્યાત, અનંત) પ્રદેશો છે. કાળને એક
પ્રદેશ છે, તેથી તે ‘કાય’ નથી.
ટીકાઃ‘‘होंति असंखा जीवे धम्माधम्मे’’ દીપકની પેઠે સંકોચવિસ્તારયુક્ત એક
જીવમાં અને સદા સ્વભાવથી વિસ્તૃત ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યમાં પણ લોકાકાશપ્રમાણ
અસંખ્ય પ્રદેશો હોય છે.
‘‘अणंत आयासे’’ આકાશમાં અનંત પ્રદેશો હોય છે. ‘‘मुत्ते तिविह
पदेसा’’ મૂર્ત્તપુદ્ગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુઓના પિંડ અર્થાત્
સ્કંધ હોય છે; તેને જ ત્રણ પ્રકારના પ્રદેશો કહેવામાં આવે છે, ક્ષેત્રપ્રદેશોને નહિ. કેમકે
પુદ્ગલ અનંતપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેતાં નથી.
‘‘कालस्सेगो’’ કાલાણુને એક જ પ્રદેશ છે. ‘‘ण
तेण सो काओ’’ તે કારણ તે ‘કાય’ નથી. કાળદ્રવ્યને એકપ્રદેશ હોવાની બાબતમાં યુક્તિ
બતાવે છે. તે આ રીતેજેવી રીતે અંતિમ શરીરથી થોડા ઓછા પ્રમાણવાળા સિદ્ધત્વ
દેશ અસંખ્ય જીવ એકકૈ, ધર્મ - અધર્મ તથા ગિનિ તકૈ;
નભ અનંત, પુદ્ગલ બહુ ભાય, એક કાલકૈ, ઇમ વિન - કાય. ૨૫.

Page 80 of 272
PDF/HTML Page 92 of 284
single page version

background image
सिद्धत्वपर्यायस्योपादानकारणभूतं शुद्धात्मद्रव्यं तत्पर्यायप्रमाणमेव यथा वा
मनुष्यदेवादिपर्यायोपादानकारणभूतं संसारिजीवद्रव्यं तत्पर्यायप्रमाणमेव, तथा कालद्रव्यमपि
समयरूपस्य कालपर्यायस्य विभागेनोपादानकारणभूतमविभाग्येकप्रदेश एव भवति
अथवा
मन्दगत्या गच्छतः पुद्गलपरमाणोरेकाकाशमप्रदेशपर्यन्तमेव कालद्रव्यं गतेः सहकारिकारणं
भवति ततो ज्ञायते तदप्येकप्रदेशमेव
कश्चिदाहपुद्गलपरमाणोर्गतिसहकारिकारणं धर्मद्रव्यं तिष्ठति, कालस्य
किमायातम् ? नैवं वक्तव्यम्धर्मद्रव्ये गतिसहकारिकारणे विद्यमानेऽपि मत्स्यानां
जलवन्मनुष्याणां शकटारोहणादिवत्सहकारिकारणानि बहून्यपि भवन्ति इति अथ मतं
कालद्रव्यं पुद्गलानां गतिसहकारिकारणं कुत्र भणितमास्ते ? तदुच्यते‘‘पुग्गलकरणा जीवा
खंधा खलु कालकरणादु’’ इत्युक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः पञ्चास्तिकायप्राभृते अस्यार्थः
कथ्यतेधर्मद्रव्ये विद्यमानेऽपि जीवानाम् कर्मनोकर्मपुद्गला गतेः सहकारिकारणं भवन्ति,
अणुस्कन्धभेदभिन्नपुद्गलानां तु कालद्रव्यमित्यर्थः ।।२५।।
પર્યાયનું ઉપાદાનકારણભૂત જે શુદ્ધાત્મદ્રવ્ય છે તે સિદ્ધત્વપર્યાયપ્રમાણ (તેના સમાન) જ છે,
અથવા જેવી રીતે મનુષ્ય, દેવ આદિ પર્યાયોના ઉપાદાનકારણભૂત જે સંસારી જીવદ્રવ્ય છે
તે એ મનુષ્યાદિ પર્યાયપ્રમાણ (તેના બરાબર જ) જ છે, તેવી રીતે કાળદ્રવ્ય પણ સમયરૂપ
કાળપર્યાયના અવિભાગપણાથી ઉપાદાનકારણભૂત અવિભાગી એકપ્રદેશ જ હોય છે. અથવા
મંદગતિથી ગમન કરતા પુદ્ગલપરમાણુને એક આકાશપ્રદેશ સુધી જ કાળદ્રવ્ય ગતિનું
સહકારી કારણ થાય છે, તેથી જણાય છે કે તે કાળદ્રવ્ય પણ એકપ્રદેશી જ છે.
કોઈ પ્રશ્ન કરે છે કે, પુદ્ગલપરમાણુને ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય છે તેમાં
કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃએમ કહેવું ન જોઈએ. ગતિમાં સહકારી કારણ
ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ માછલાને ગતિ કરવામાં જળની જેમ અને મનુષ્યોને
(શકટ
આરોહણની) જેમ બીજાં પણ ઘણાં સહકારી કારણો હોય છે. કોઈ કહે કે કાળદ્રવ્ય
પુદ્ગલોની ગતિમાં સહકારી કારણ છે, એમ ક્યાં કહ્યું છે? તેનો ઉત્તર આપવામાં આવે
છેઃ
શ્રી કુંદકુંદાચાર્યદેવે પંચાસ્તિકાય પ્રાભૃતમાં કહ્યું છે કે‘‘पुग्गलकरणा जीवा खंधा खलु
कालकरणा दु’’ એનો અર્થ કહેવામાં આવે છેઃધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ, જીવોને
ગતિમાં કર્મનોકર્મરૂપ પુદ્ગલો સહકારી કારણ થાય છે અને અણુ તથા સ્કંધએ બે
ભેદવાળા પુદ્ગલોને ગમનમાં કાળદ્રવ્ય સહકારી કારણ થાય છે. ૨૫.

Page 81 of 272
PDF/HTML Page 93 of 284
single page version

background image
अथैकप्रदेशस्यापि पुद्गलपरमाणोरुपचारेण कायत्वमुपदिशति :
एयपदेसो वि अणू णाणाखंधप्पदेसदो होदि
बहुदेसो उवयारा तेण य काओ भणंति सव्वण्हु ।।२६।।
एकप्रदेशः अपि अणुः नानास्कन्धप्रदेशतः भवति
बहुदेशः उपचारात् तेन च कायः भणन्ति सर्वज्ञः ।।२६।।
व्याख्या‘‘एयपदेसो वि अणू णाणाखंधप्पदेसदो होदि बहुदेसो’’ एकप्रदेशोऽपि
पुद्गलपरमाणुर्नानास्कन्धरूपबहुप्रदेशतः सकाशाद्बहुप्रदेशो भवति ‘‘उवयारा’’ उपचाराद्
व्यवहारनयात्, ‘‘तेण य काओ भणंति सव्वण्हु’’ तेन कारणेन कायमिति सर्वज्ञा
भणन्तीति
तथाहियथायं परमात्मा शुद्धनिश्चयनयेन द्रव्यरूपेण शुद्धस्तथैकोऽप्यनादिकर्म-
बन्धवशात्स्निग्धरूक्षस्थानीयरागद्वेषाभ्यां परिणम्य नरनारकादिविभावपर्यायरूपेण व्यवहारेण
હવે, પુદ્ગલ પરમાણુ એકપ્રદેશી છે તોપણ ઉપચારથી તેને કાયત્વ છે, એમ ઉપદેશે
છેઃ
ગાથા ૨૬
ગાથાર્થઃએકપ્રદેશી પણ પરમાણુ અનેક સ્કંધરૂપ બહુપ્રદેશી થાય છે તે કારણે
સર્વજ્ઞદેવ ઉપચારથી પરમાણુને ‘કાય’ કહે છે.
ટીકાઃ‘‘एयपदेसो वि अणू णाणाखंदप्पदेसदो होदि बहुदेसो’’ પુદ્ગલપરમાણુ
એકપ્રદેશી છે, તોપણ જુદાજુદા સ્કંધરૂપ બહુપ્રદેશી થાય છે; ‘‘उवयारा’’ ઉપચાર એટલે
વ્યવહારનયથી; ‘‘तेण य काओ भणंति सव्वण्हु’’ તે કારણે સર્વજ્ઞદેવો પરમાણુને ‘કાય’ કહે
છે.
વિશેષઃજેવી રીતે આ પરમાત્મા શુદ્ધ નિશ્ચયનયથી દ્રવ્યરૂપે શુદ્ધ તથા એક
છે, તોપણ અનાદિ કર્મબંધના વશે સ્નિગ્ધ - રૂક્ષગુણસ્થાનીય રાગ - દ્વેષરૂપ પરિણમીને
વ્યવહારથી નર - નારકાદિ વિભાવ પર્યાયરૂપે અનેક પ્રકારનો થાય છે, તેવી જ રીતે
પુદ્ગલ-અણૂ એક પરદેશ, ખંધ રૂક્ષ - ચીકણતૈં વેશ;
બહુદેશી ઉપચાર કહાવ, કાયરૂપ ઇમ કહ્યૌ સ્વભાવ. ૨૬.
11

Page 82 of 272
PDF/HTML Page 94 of 284
single page version

background image
बहुविधो भवति तथा पुद्गलपरमाणुरपि स्वभावेनैकोऽपि शुद्धोऽपि रागद्वेष-
स्थानीयबन्धयोग्यस्निग्धरूक्षगुणाभ्यां परिणम्य द्विअणुकादिस्कन्धरूपविभावपर्यायैर्बहुविधो-
बहुप्रदेशो भवति तेन कारणेन बहुप्रदेशलक्षणकायत्वकारणत्वादुपचारेण कायो भण्यते
अथ
मतं यथा पुद्गलपरमाणोर्द्रव्यरूपेणैकस्यापि द्वयणुकादिस्कन्धपर्यायरूपेण बहुप्रदेशरूपं कायत्वं
जातं तथा कालाणोरपि द्रव्येणैकस्यापि पर्यायेण कायत्वं भवत्विति ? तत्र परिहारः
स्निग्धरूक्षहेतुकस्य बन्धस्याभावान्न भवति तदपि कस्मात् ? स्निग्धरूक्षत्वं पुद्गलस्यैव धर्मो
यतः कारणादिति अणुत्वं पुद्गलसंज्ञा, कालस्याणुसंज्ञा कथमिति चेत् ? तत्रोत्तरम्
अणुशब्देन व्यवहारेण पुद्गला उच्यन्ते निश्चयेन तु वर्णादिगुणानां पूरणगलनयोगात्पुद्गला इति
वस्तुवृत्या पुनरणुशब्दः सूक्ष्मवाचकः
तद्यथापरमेण प्रकर्षेणाणुः अणुः कोऽर्थः ? सूक्ष्म,
इति व्युत्पत्त्या परमाणुः स च सूक्ष्मवाचकोऽणुशब्दो निर्विभागपुद्गलविवक्षायां पुद्गलाणुं
वदति अविभागिकालद्रव्यविवक्षायां तु कालाणुं कथयतीत्यर्थः ।।२६।।
પુદ્ગલપરમાણુ પણ સ્વભાવથી એક અને શુદ્ધ હોવા છતાં પણ રાગદ્વેષસ્થાનીય
બંધયોગ્ય સ્નિગ્ધરૂક્ષગુણરૂપે પરિણમીને દ્વિઅણુક આદિ સ્કંધરૂપ વિભાવપર્યાયરૂપે અનેક
પ્રકારે બહુપ્રદેશી થાય છે, તે કારણે ‘બહુપ્રદેશત્વ’ જેનું લક્ષણ છે તેવા કાયત્વને કારણે
ઉપચારથી ‘કાય’ કહેવાય છે.
કોઈ માને કે જેમ પુદ્ગલપરમાણુને, તે દ્રવ્યરૂપે એક હોવા છતાં, દ્વિઅણુક આદિ
સ્કંધપર્યાયરૂપે બહુપ્રદેશરૂપ કાયત્વ છે, તેમ કાલાણુને પણ, તે દ્રવ્યથી એક હોવા છતાં પણ,
પર્યાયોથી કાયત્વ હો! તેનો પરિહાર કરવામાં આવે છેઃ
સ્નિગ્ધ - રૂક્ષત્વ જેનું કારણ છે
એવા બંધનો (કાળમાં) અભાવ હોવાથી તેમ બનતું નથી. તેમ શા માટે છે? કારણ કે
સ્નિગ્ધ
- રૂક્ષપણું પુદ્ગલનો જ ધર્મ છે.
શંકાઃ‘અણુ’ પુદ્ગલની સંજ્ઞા છે, કાળને ‘અણુ’ સંજ્ઞા કેવી રીતે છે?
ઉત્તરઃ‘અણુ’ શબ્દ દ્વારા વ્યવહારનયથી પુદ્ગલોનું કથન કરવામાં આવે છે,
નિશ્ચયથી તો વર્ણાદિ ગુણોના પૂરણ અને ગલનના સંબંધથી તેઓને પુદ્ગલો કહેવામાં આવે
છે. વાસ્તવિકપણે ‘અણુ’ શબ્દ સૂક્ષ્મતાનો વાચક છે. જેમ કે, પરમપણે અર્થાત્ પ્રકૃષ્ટપણે
જે અણુ તે ‘પરમાણુ.’ ‘અણુ’ નો અર્થ શો? ‘સૂક્ષ્મ’ એ વ્યુત્પત્તિ પ્રમાણે ‘પરમાણુ’ શબ્દ
‘અતિસૂક્ષ્મ’ને કહે છે. અને તે સૂક્ષ્મતાવાચક ‘અણુ’ શબ્દ નિર્વિભાગ પુદ્ગલની વિવક્ષામાં
‘પુદ્ગલાણુ’ ને કહે છે અને અવિભાગી કાળદ્રવ્યની વિવક્ષામાં ‘કાલાણુ’ને કહે છે. ૨૬.

Page 83 of 272
PDF/HTML Page 95 of 284
single page version

background image
अथ प्रदेशलक्षणमुपलक्षयति :
जावदियं आयासं अविभागीपुग्गलाणुउट्टद्धं
तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं ।।२७।।
यावतिकं आकाशं अविभागिपुद्गलाण्ववष्टब्धम्
तं खलु प्रदेशं जानीहि सर्व्वाणुस्थानदानार्हम् ।।२७।।
व्याख्या‘‘जावदियं आयासं अविभागीपुग्गलाणुउट्टद्धं तं खु पदेसं जाणे’
यावत्प्रमाणमाकाशमविभागिपुद्गलपरमाणुना विष्टब्धं व्याप्तं तदाकाशं खु स्फु टं प्रदेशं जानीहि
हे शिष्य ! कथंभूतं ‘‘सव्वाणुट्ठाणदाणरिहं’’ सर्वाणूनां सर्वपरमाणूनां सूक्ष्मस्कन्धानां च
स्थानदानस्यावकाशदानस्यार्हं योग्यं समर्थमिति
यत एवेत्थंभूतावगाहनशक्तिरस्त्याकाशस्य
तत एवासंख्यातप्रदेशेऽपि लोके अनन्तानन्तजीवास्तेभ्योऽप्यनन्तगुणपुद्गला अवकाशं लभन्ते
तथा चोक्तम्, जीवपुद्गलविषयेऽवकाशदानसामर्थ्यम् ‘‘एगणिगोदसरीरे जीवा दव्वप्पमाणदो
હવે, પ્રદેશનું લક્ષણ કહે છેઃ
ગાથા ૨૭
ગાથાર્થઃજેટલું આકાશ અવિભાગી પુદ્ગલાણુથી રોકાય છે તેને સર્વ અણુઓને
સ્થાન દેવાને યોગ્ય પ્રદેશ જાણો.
ટીકાઃ‘‘जावदियं आयासं अविभागी पुग्गलाणुउट्टद्धं तं खु पदेसं जाणे’’ હે શિષ્ય!
જેટલું આકાશ અવિભાગી પુદ્ગલપરમાણુથી વ્યાપ્ત હોય તેટલા આકાશને સ્પષ્ટપણે પ્રદેશ
જાણ. કેવો છે તે?
‘‘सव्वाणुट्ठाणदाणरिहं’’ તે પ્રદેશ સર્વ અણુઓનેસર્વ પરમાણુઓને અને
સૂક્ષ્મસ્કંધોનેસ્થાન એટલે અવકાશ દેવાને યોગ્યસમર્થ છે. આકાશદ્રવ્યમાં એવી
અવગાહનશક્તિ છે, તેથી જ અસંખ્યાતપ્રદેશી લોકાકાશમાં પણ અનંતાનંત જીવો અને તેના
કરતાં પણ અનંતગુણા પુદ્ગલો સમાવેશ પામે છે. એવી રીતે જીવ અને પુદ્ગલોના સંબંધમાં
અવકાશ દેવાનું સામર્થ્ય (અન્યત્ર આ પ્રમાણે) કહ્યું છેઃ
‘‘એક નિગોદના શરીરમાં
પુદ્ગલઅણૂ જિતો આકાશ, રોકૈ સો પરદેશ વિકાસ;
સર્વ અણૂકૂં દે અવગાહ, શક્તિ ઐસી ધારૈ જુ અથાહ. ૨૭.

Page 84 of 272
PDF/HTML Page 96 of 284
single page version

background image
दिट्ठा सिद्धेहि अणंतगुणा सव्वेण वितीदकालेण ।।।। ओगाढगाढणिचिदो पोग्गलकाएहिं
सव्वदो लोगो सुहमेहिं बाहरेहिं य णंताणंतेहिं विविधेहिं ।।।।’’ अथ मतं मूर्त्तपुद्गलानां
विभागो भेदो भवतु नास्ति विरोधः, अमूर्त्ताखण्डस्याकाशद्रव्यस्य कथं विभागकल्पनेति ?
तन्न
रागाद्युपाधिरहितस्वसंवेदनप्रत्यक्षभावनोत्पन्नसुखामृतरसास्वादतृप्तस्य मुनियुगलस्यावस्थान-
क्षेत्रमेकमनेकं वा यद्येकं, तर्हि द्वयोरेकत्वं प्राप्नोति, न च तथा भिन्नं चेत्तदा
निर्विभागद्रव्यस्यापि विभागकल्पनमायातं घटाकाशपटाकाशमित्यादिवदिति ।।२७।। एवं
सूत्रपञ्चकेन पञ्चास्तिकायप्रतिपादकनामा तृतीयोऽन्तराधिकारः ।।
इति श्रीनेमिचन्द्रसैद्धान्तदेवविरचिते द्रव्यसंग्रहग्रन्थे नमस्कारादिसप्तविंशतिगाथा-
भिरन्तराधिकारत्रयसमुदायेन षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकनामा प्रथमोधिकारः
समाप्तः
ભૂતકાળમાં થયેલા સર્વ સિદ્ધોથી અનંતગુણા જીવો દ્રવ્યપ્રમાણથી દેખવામાં આવ્યા છે. આ
લોક સર્વ તરફથી વિવિધ તથા અનંતાનંત સૂક્ષ્મ અને બાદર પુદ્ગલોથી ખીચોખીચ
ભર્યો
છે. ૨.
શંકાઃમૂર્ત એવાં પુદ્ગલોમાં ભેદ હો, એમાં વિરોધ નથી; પરંતુ અમૂર્ત અને
અખંડ આકાશદ્રવ્યમાં ભેદકલ્પના કેવી રીતે હોઈ શકે? સમાધાનઃતે શંકા યોગ્ય નથી.
રાગાદિ ઉપાધિરહિત, સ્વસંવેદનપ્રત્યક્ષભાવનાથી ઉત્પન્ન સુખામૃતના રસાસ્વાદથી તૃપ્ત બે
મુનિઓને રહેવાનું ક્ષેત્ર એક છે કે અનેક (બે) છે? જો બન્નેને રહેવાનું ક્ષેત્ર એક હોય
તો બન્નેનું એકપણું થાય; પણ એમ તો છે નહિ. અને જો કહો કે બન્નેનું નિવાસક્ષેત્ર જુદું
છે, તો નિર્વિભાગ એવા આકાશદ્રવ્યમાં પણ ઘટાકાશ, પટાકાશ ઇત્યાદિની જેમ
વિભાગકલ્પના સિદ્ધ થઈ. ૨૭.
આ રીતે પાંચ સૂત્રોથી પંચાસ્તિકાયનું પ્રતિપાદન કરનારો ત્રીજો અંતરાધિકાર પૂરો
થયો.
એ રીતે શ્રી નેમિચન્દ્રસિદ્ધાન્તિદેવ રચિત દ્રવ્યસંગ્રહ ગ્રંથમાં નમસ્કારાદિ સત્તાવીસ
ગાથાઓ દ્વારા ત્રણ અંતરાધિકારો વડે છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું પ્રતિપાદન કરનાર પ્રથમ
અધિકાર સમાપ્ત થયો.
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૯૫.
૨. પંચાસ્તિકાય ગાથા ૧૬૪

Page 85 of 272
PDF/HTML Page 97 of 284
single page version

background image
चूलिका
अतः परं पूर्वोक्तषड्द्रव्याणां चूलिकारूपेण विस्तरव्याख्यानं क्रियते तद्यथा
परिणामि जीवमुत्तं, सपदेसं एयखेत्तकिरिया य
णिच्चं कारण कत्ता, सव्वगदमिदरंहि यपवेसे ।।।।
दुण्णि य एयं एयं, पंच त्तिय एय दुण्णि चउरो य
पंच य एयं एयं, एदेसं एय उत्तरं णेयं ।।।। (युग्मम्)
व्याख्या‘‘परिणामि’’ इत्यादिव्याख्यानं क्रियते ‘‘परिणामि’’ परिणामिनौ
जीवपुद्गलौ स्वभावविभावपरिणामाभ्यां कृत्वा, शेष चत्वारि द्रव्याणि
विभावव्यञ्जनपर्यायाभावान्मुख्यवृत्त्या पुनरपरिणामीनिति
‘‘जीव’’ शुद्धनिश्चयनयेन
विशुद्धज्ञानदर्शनस्वभावं शुद्धचैतन्यं प्राणशब्देनोच्यते तेन जीवतीति जीवः व्यवहारनयेन पुनः
હવે, પછી પૂર્વોક્ત છ દ્રવ્યોનું ચૂલિકારૂપે (ઉપસંહાર તરીકે) વિશેષ વ્યાખ્યાન કરે
છેઃ
ચૂલિકા
ગાથાર્થઃછ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે, ચેતનદ્રવ્ય
એક જીવ છે, મૂર્તિક એક પુદ્ગલ છે, પ્રદેશસહિત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ તથા
આકાશ
એ પાંચ દ્રવ્યો છે, એક એક સંખ્યાવાળા ધર્મ, અધર્મ અને આકાશએ ત્રણ
દ્રવ્યો છે, ક્ષેત્રવાન એક આકાશ દ્રવ્ય છે, ક્રિયાસહિત જીવ અને પુદ્ગલએ બે દ્રવ્ય છે,
નિત્યદ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ ચાર છે, કારણદ્રવ્ય પુદ્ગલ, ધર્મ, અધર્મ,
આકાશ અને કાળએ પાંચ છે, કર્તા એક જીવદ્રવ્ય છે, સર્વવ્યાપક દ્રવ્ય એક આકાશ
છે, (એક ક્ષેત્રાવગાહ હોવા છતાં પણ) આ છયે દ્રવ્યોને પરસ્પર પ્રવેશ નથી. એ રીતે છયે
મૂળ દ્રવ્યોના ઉત્તરગુણ જાણવા.
ટીકાઃ‘‘परिणामि’’ સ્વભાવ તથા વિભાવ પરિણામોથી જીવ અને પુદ્ગલ
એ બે દ્રવ્યો પરિણામી છે. બાકીનાં ચાર દ્રવ્યો વિભાવવ્યંજનપર્યાયના અભાવની મુખ્યતાથી
અપરિણામી છે.
‘‘जीव’’ શુદ્ધનિશ્ચયનયથી વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધચૈતન્યને ‘પ્રાણ’ શબ્દથી
કહેવામાં આવે છે; તે શુદ્ધચૈતન્યરૂપ પ્રાણથી જે જીવે છે તે જીવ છે. વ્યવહારનયથી

Page 86 of 272
PDF/HTML Page 98 of 284
single page version

background image
कर्मोदयजनितद्रव्यभावरूपैश्चतुर्भिः प्राणैर्जीवति, जीविष्यति, जीवितपूर्वो वा जीवः
पुद्गलादिपञ्चद्रव्याणि पुनरजीवरूपाणि ‘‘मुत्तं’’ अमूर्त शुद्धात्मनो
विलक्षणस्पर्शरसगन्धवर्णवती मूर्त्तिरुच्यते, तत्सद्भावान्मूर्त्तः पुद्गलः जीवद्रव्यं
पुनरनुपचरितासद्भूतव्यवहारेण मूर्त्तमपि, शुद्धनिश्चयनयेनामूर्त्तम्, धर्माधर्माकाशकालद्रव्याणि
चामूर्त्तानि
‘‘सपदेसं’’ लोकमात्रप्रमितासंख्येयप्रदेशलक्षणं जीवद्रव्यमादिं कृत्वा पञ्चद्रव्याणि
पञ्चास्तिकायसंज्ञानि सप्रदेशानि कालद्रव्यं पुनर्बहुप्रदेशत्वलक्षणकायत्वाभावादप्रदेशम्
‘‘एय’’ द्रव्यार्थिकनयेन धर्माधर्माकाशद्रव्याण्येकानि भवन्ति जीवपुद्गलकालद्रव्याणि
पुनरनेकानि भवन्ति ‘‘खेत्त’’ सर्वद्रव्याणामवकाशदानसामर्थ्यात् क्षेत्रमाकाशमेकम्
शेषपञ्चद्रव्याण्यक्षेत्राणि ‘‘किरियाय’’ क्षेत्रात्क्षेत्रान्तरगमनरूपा परिस्पन्दवती चलनवती क्रिया
सा विद्यते ययोस्तौ क्रियावन्तौ जीवपुद्गलौ धर्माधर्माकाशकालद्रव्याणि पुनर्निष्क्रियाणि
‘‘णिच्चं’’ धर्माधर्माकाशकालद्रव्याणि यद्यप्यर्थपर्यायत्वेनानित्यानि, तथापि मुख्यवृत्त्या
કર્મોદયજનિત દ્રવ્ય અને ભાવરૂપ ચાર પ્રકારના (ઇન્દ્રિય, બળ, આયુ, શ્વાસોચ્છ્વાસ)
પ્રાણોથી જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. પુદ્ગલ આદિ પાંચ દ્રવ્યો
અજીવરૂપ છે.
‘‘मुत्तं’’ અમૂર્ત શુદ્ધાત્માથી વિલક્ષણ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરૂપ મૂર્તિ કહેવાય
છે, તેના સદ્ભાવથી પુદ્ગલ મૂર્ત છે. જીવદ્રવ્ય અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી મૂર્ત છે;
પણ શુદ્ધ નિશ્ચયનયથી અમૂર્ત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્યો અમૂર્ત છે.
‘‘सपदेसं’’ લોકમાત્રપ્રમાણ અસંખ્ય પ્રદેશવાળા જીવદ્રવ્યથી માંડીને પાંચ દ્રવ્યો (જીવ,
પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ) ‘પંચાસ્તિકાય’ સંજ્ઞાવાળાં સપ્રદેશ છે. કાળદ્રવ્યને
બહુપ્રદેશ જેનું લક્ષણ છે, એવા કાયત્વનો અભાવ હોવાથી તે અપ્રદેશ છે.
‘‘एय’’ દ્રવ્યાર્થિકનયથી ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્ય એક એક છે. જીવ, પુદ્ગલ,
કાળદ્રવ્ય અનેક છે. ‘‘खेत्त’’ સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનું સામર્થ્ય હોવાથી ક્ષેત્ર એક
આકાશદ્રવ્ય છે, બાકીનાં પાંચ દ્રવ્ય અક્ષેત્ર છે.
‘‘किरिया य’’ એકક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવારૂપ પરિસ્પંદરૂપ અથવા
ચાલવારૂપ ક્રિયા જેમનામાં છે, તે ક્રિયાવાન જીવ અને પુદ્ગલએ બે દ્રવ્યો છે. ધર્મ,
અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો નિષ્ક્રિય છે. ‘‘णिच्चं’’ ધર્મ, અધર્મ, આકાશ
અને કાળદ્રવ્ય જોકે અર્થપર્યાયવાળાં હોવાની અપેક્ષાએ અનિત્ય છે, તોપણ મુખ્યપણે

Page 87 of 272
PDF/HTML Page 99 of 284
single page version

background image
विभावव्यञ्जनपर्यायाभावान्नित्यानि, द्रव्यार्थिकनयेन च; जीवपुद्गलद्रव्ये पुनर्यद्यपि
द्रव्यार्थिकनयापेक्षया नित्ये तथाप्यगुरुलघुपरिणतिस्वरूपस्वभावपर्यायापेक्षया विभावव्यञ्जन-
पर्यायापेक्षया चानित्ये
‘‘कारण’’ पुद्गलधर्माधर्माकाशकालद्रव्याणि व्यवहारनयेन
जीवस्यशरीरवाङ्मनःप्राणापानादिगतिस्थित्यवगाहवर्त्तनाकार्याणि कुर्वन्तीति कारणानि भवंति
जीवद्रव्यं पुनर्यद्यपि गुरुशिष्यादिरूपेण परस्परोपग्रहं करोति तथापि पुद्गलादिपंचद्रव्याणां
किमपि न करोतीत्यकारणम्
‘‘कत्ता’’ शुद्धपारिणामिकपरमभावग्राहकेन शुद्धद्रव्यार्थिकनयेन
यद्यपि बंधमोक्षद्रव्यभावरूपपुण्यपापघटपटादीनामकर्त्ता जीवस्तथाप्यशुद्धनिश्चयेन
शुभाशुभोपयोगाभ्यां परिणतः सन् पुण्यपापबंधयोः कर्त्ता तत्फलभोक्ता च भवति
विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मद्रव्यस्य सम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेण शुद्धोपयोगेन तु
परिणतः सन् मोक्षस्यापि कर्त्ता तत्फलभोक्ता चेति
शुभाशुभशुद्धपरिणामानां परिणमनमेव
कर्तृत्वं सर्वत्र ज्ञातव्यमिति पुद्गलादिपंचद्रव्याणां च स्वकीयस्वकीयपरिणामेन परिणमनमेव
તેમનામાં વિભાવવ્યંજનપર્યાયનો અભાવ હોવાથી તે નિત્ય છે, દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી
પણ નિત્ય છે. જીવ અને પુદ્ગલદ્રવ્ય જોકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે, તોપણ
અગુરુલઘુગુણના પરિણમનરૂપ સ્વભાવપર્યાયની અપેક્ષાએ તથા વિભાવવ્યંજનપર્યાયની
અપેક્ષાએ અનિત્ય છે.
‘‘कारण’’ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્ય વ્યવહારનયથી જીવનાં
શરીરવાણીમનપ્રાણઉચ્છ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહન અને વર્તનારૂપ કાર્યો કરે
છે, તેથી કારણ છે. જીવદ્રવ્ય જોકે ગુરુશિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે છે, તોપણ
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોનું કાંઈ પણ કાર્ય કરતું નથી, તેથી જીવ ‘અકારણ’ છે.
‘‘कत्ता’’ શુદ્ધપારિણામિકપરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવ જોકે બંધ
મોક્ષ, દ્રવ્યભાવરૂપ, પુણ્યપાપ અને ઘટ - પટાદિનો અકર્તા છે; તોપણ અશુદ્ધનિશ્ચયથી
શુભ અને અશુભોપયોગરૂપ પરિણમીને પુણ્ય - પાપબંધનો કર્તા અને તેના ફળનો ભોક્તા
થાય છે; વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજ - શુદ્ધાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાન અને
અનુષ્ઠાનરૂપ શુદ્ધોપયોગે પરિણમીને મોક્ષનો પણ કર્તા અને તેના ફળનો ભોક્તા થાય
છે. સર્વત્ર જીવને શુભ, અશુભ તથા શુદ્ધ પરિણામોના પરિણમનરૂપ જ કર્તૃત્વ જાણવું.
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોને તો પોતપોતાના પરિણામથી જે પરિણમન છે તે જ કર્તૃત્વ છે;
વાસ્તવમાં પુણ્ય
- પાપાદિરૂપે અકર્તાપણું જ છે.

Page 88 of 272
PDF/HTML Page 100 of 284
single page version

background image
कर्तृत्वम्, वस्तुवृत्त्या पुनः पुण्यपापादिरूपेणाकर्तृत्वमेव ‘‘सव्वगदं’’ लोकालोकव्याप्त्यपेक्षया
सर्वगतमाकाशं भण्यते लोकव्याप्त्यपेक्षया धर्माधर्मौ च जीवद्रव्यं पुनरेकजीवापेक्षया
लोकपूरणावस्थां विहायासर्वगतं, नानाजीवापेक्षया सर्वगतमेव भवति, पुद्गलद्रव्यं
पुनर्लोकरूपमहास्कन्धापेक्षया सर्वगतं, शेषपुद्गलापेक्षया सर्वगतं न भवति, कालद्रव्यं
पुनरेककालाणुद्रव्यापेक्षया सर्वगतं, न भवति, लोकप्रदेशप्रमाणनानाकालाणुविवक्षया लोके
सर्वगतं भवति
‘‘इदरंहि य पवेसे’ यद्यपि सर्वद्रव्याणि व्यवहारेणैकक्षेत्रावगाहेनान्योन्यप्रवेशेन
तिष्ठन्ति तथापि निश्चयनयेन चेतनादिस्वकीयस्वरूपं न त्यजन्तीति अत्र षड्द्रव्येषु मध्ये
वीतरागचिदानन्दैकादिगुणस्वभावं शुभाशुभमनोवचनकायव्यापाररहितं निजशुद्धात्म-
द्रव्यमेवोपादेयमिति भावार्थः
अत ऊर्ध्वं पुनरपि षड्द्रव्याणां मध्ये हेयोपादेयस्वरूपं विशेषेण विचारयति तत्र
शुद्धनिश्चयनयेन शक्तिरूपेण शुद्धबुद्धैकस्वभावत्वात् सर्वे जीवा उपादेया भवन्ति व्यक्तिरूपेण
‘‘सव्वगदं’’ લોક અને અલોકમાં વ્યાપવાની અપેક્ષાએ આકાશને ‘સર્વગત’ કહેવામાં
આવે છે. લોકાકાશમાં વ્યાપવાની અપેક્ષાએ ધર્મ અને અધર્મદ્રવ્ય સર્વગત છે. જીવદ્રવ્ય, એક
જીવની અપેક્ષાએ લોકપૂરણ નામક સમુદ્ઘાતની અવસ્થા સિવાય અસર્વગત છે, પણ
જુદાજુદા જીવોની અપેક્ષાએ સર્વગત જ છે. પુદ્ગલદ્રવ્ય લોકવ્યાપક મહાસ્કંધની અપેક્ષાએ
સર્વગત છે અને બાકીનાં પુદ્ગલોની અપેક્ષાએ સર્વગત નથી. કાળદ્રવ્ય, એક કાલાણુદ્રવ્યની
અપેક્ષાએ સર્વગત નથી, લોકાકાશના પ્રદેશ બરાબર જુદાજુદા કાલાણુની વિવક્ષાથી કાળદ્રવ્ય
લોકમાં સર્વગત છે.
‘‘इदरंहि य पवेसे’’ જોકે સર્વ દ્રવ્યો વ્યવહારનયથી એક ક્ષેત્રે અવગાહ હોવાથી
એકબીજામાં પ્રવેશ કરીને રહે છે, તોપણ નિશ્ચયનયથી ચેતના આદિ પોતપોતાના સ્વરૂપને
છોડતાં નથી.
સારાંશ એ છે કે; આ છ દ્રવ્યોમાં વીતરાગ, ચિદાનંદ, એક આદિ ગુણસ્વભાવી
અને શુભાશુભ મન, વચન અને કાયાના વ્યાપારરહિત નિજ શુદ્ધાત્મદ્રવ્ય જ ઉપાદેય છે.
(હેયઉપાદેયસ્વરૂપનો વિશેષ વિચાર)
હવે પછી, ફરીથી છ દ્રવ્યોમાં હેય - ઉપાદેય સ્વરૂપનો વિશેષ વિચાર કરે છે. ત્યાં
શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે સર્વે જીવો શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવી હોવાથી ઉપાદેય છે અને