Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 15 : Heyaroop Ajeevadravyana Kathanani Sharooat Tatha Bhed, 15 : Pudgalanu Swaroop, 16 : Pudgala Dravyana Vibhav-Vyanjan Paryayonu Pratipadan, 17 : Dharma Dravyanu Vyakhyan, 18 : Adharma Dravyanu Vyakhyan, 19 : Aakashadravyanu Kathan, 20 : Lokakashana Swaroopanu Kathan, 21 : Nishchayakal Ane Vyavaharakalnu Swaroop.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 15

 

Page 49 of 272
PDF/HTML Page 61 of 284
single page version

background image
तथाहिकेवलज्ञानादिगुणास्पदनिजशुद्धात्मैवोपादेयं इति रुचिरूपं निश्चयसम्यक्त्वं यत्पूर्वं
तपश्चरणावस्थायां भावितं तस्य फलभूतं समस्तजीवादितत्त्वविषये विपरीताभिनिवेश-
रहितपरिणतिरूपं परमक्षायिकसम्यक्त्वं भण्यते
पूर्वं छद्मस्थावस्थायां भावितस्य
निर्विकारस्वसंवेदनज्ञानस्य फलभूतं युगपल्लोकालोकसमस्तवस्तुगतविशेषपरिच्छेदकं
केवलज्ञानम्
निर्विकल्पस्वशुद्धात्मसत्तावलोकनरूपं यत्पूर्वं दर्शनं भावितं तस्यैव फलभूतं
युगपल्लोकालोकसमस्तवस्तुगतसामान्यग्राहकं केवलदर्शनम् कस्मिंश्चित्स्वरूपचलनकारणे जाते
सति घोरपरीषहोपसर्गादौ निजनिरञ्जनपरमात्मध्याने पूर्वं यत् धैर्यमवलम्बितं तस्यैव
फलभूतमनन्तपदार्थपरिच्छित्तिविषये खेदरहितत्वमनन्तवीर्यम्
सूक्ष्मातीन्द्रियकेवलज्ञान-
विषयत्वात्सिद्धस्वरूपस्य सूक्ष्मत्वं भण्यते एकदीपप्रकाशे नानादीपप्रकाशवदेकसिद्धक्षेत्रे
सङ्करव्यतिकरदोषपरिहारेणानन्तसिद्धावकाशदानसामर्थ्यमवगाहनगुणो भण्यते यदि सर्वथा
गुरुत्वं भवति तदा लोहपिण्डवदधःपतनं, यदि च सर्वथा लघुत्वं भवति तदा
‘કેવળજ્ઞાનાદિ ગુણોના સ્થાનરૂપ નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે’ એવી રુચિરૂપ
નિશ્ચયસમ્યક્ત્વ જે પહેલાં તપશ્ચર્યાની અવસ્થામાં ભાવિત કર્યું હતું. (ભાવ્યું હતુંઅનુભવ્યું
હતું) તેના ફળભૂત, સમસ્ત જીવાદિ તત્ત્વોના વિષયમાં વિપરીત - અભિનિવેશરહિત
પરિણતિરૂપ ‘પરમ ક્ષાયિકસમ્યક્ત્વ’ કહેવાય છે. ૧.
પૂર્વે છદ્મસ્થ અવસ્થામાં ભાવિત કરેલા (ભાવનામાં આવેલા, અનુભવેલા) નિર્વિકાર
સ્વસંવેદનજ્ઞાનના ફળભૂત, યુગપદ્ લોક અને અલોકની સમસ્ત વસ્તુઓના વિશેષોને
જાણનાર ‘કેવળજ્ઞાન’ છે. ૨. જે નિર્વિકલ્પ એવા સ્વશુદ્ધાત્મસત્તાના અવલોકનરૂપ દર્શન પૂર્વે
ભાવિત કર્યું હતું તેના જ ફળભૂત, યુગપદ્ લોકાલોકની સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ
કરનાર ‘કેવળદર્શન’ છે. ૩. આત્મસ્વરૂપથી ચલિત થવાનું કોઈ કારણ ઉત્પન્ન થતાં ઘોર
પરિષહ કે ઉપસર્ગાદિને વિષે નિજનિરંજન પરમાત્માના ધ્યાનમાં પૂર્વે જે ધૈર્યનું અવલંબન
કર્યું હતું તેના જ ફળભૂત, અનંત પદાર્થોને જાણવામાં ખેદના અભાવરૂપ ‘અનંતવીર્ય’
છે. ૪. સૂક્ષ્મ અતીન્દ્રિય કેવળજ્ઞાનનો વિષય હોવાને લીધે સિદ્ધોના સ્વરૂપને ‘સૂક્ષ્મત્વ’
કહેવાય છે. ૫. એક દીવાના પ્રકાશમાં જેમ અનેક દીવાનો પ્રકાશ સમાઈ જાય છે, તેમ
એક સિદ્ધના ક્ષેત્રમાં સંકર
- વ્યતિકર દોષ વિના અનંત સિદ્ધોને અવકાશ દેવાનું સામર્થ્ય તે
‘અવગાહન’ ગુણ કહેવાય છે. ૬. જો સિદ્ધ સર્વથા ગુરુ હોય તો લોઢાના પિંડની જેમ તે
નીચે પડે; અને જો સર્વથા લઘુ હોય તો પવનથી પ્રેરિત આકોલિયાના રૂની જેમ સદાય
ઊડ્યા જ કરે; પણ એમ નથી. તેથી તેમને ‘અગુરુલઘુ’ ગુણ કહેવામાં આવે છે.
7

Page 50 of 272
PDF/HTML Page 62 of 284
single page version

background image
वाताहतार्कतूलवत्सर्वदैव भ्रमणमेव स्यान्न च तथा तस्मादगुरुलघुत्वगुणोऽभिधीयते सहज-
शुद्धस्वरूपानुभवसमुत्पन्नरागादिविभावरहितसुखामृतस्य यदेकदेशसंवेदनं कृतं पूर्वं तस्यैव फल-
भूतमव्याबाधमनन्तसुखं भण्यते
इति मध्यमरुचिशिष्यापेक्षया सम्यक्त्वादिगुणाष्टकं भणितम्
विस्तररुचिशिष्यं प्रति पुनर्विशेषभेदनयेन निर्गतित्वं, निरिन्द्रियत्वं, निष्कायत्वं, निर्योगत्वं,
निर्वेदत्वं, निष्कषायत्वं, निर्नामत्वं, निर्गोत्रत्वं, निरायुषत्वमित्यादिविशेषगुणास्तथैवास्तित्व-
वस्तुत्वप्रमेयत्वादिसामान्यगुणाः स्वागमाविरोधेनानन्ता ज्ञातव्याः
संक्षेपरुचिशिष्यं प्रति
पुनर्विवक्षिताभेदनयेनानन्तज्ञानादिचतुष्टयम्, अनन्तज्ञानदर्शनसुखत्रयं, केवलज्ञानदर्शनद्वयं,
साक्षादभेदनयेन शुद्धचैतन्यमेवैको गुण इति
पुनरपि कथंभूताः सिद्धाः ? चरमशरीरात्
किञ्चिदूना भवन्ति तत् किञ्चिदूनत्वं शरीरोपाङ्गजनितनासिकादिछिद्राणामपूर्णत्वे सति
यस्मिन्नेव क्षणे सयोगिचरमसमये त्रिंशत्प्रकृतिउदयविच्छेदमध्ये शरीरोपाङ्गनामकर्मविच्छेदो
जातस्तस्मिन्नेव क्षणे जातमिति ज्ञातव्यम् कश्चिदाहयथा प्रदीपस्य भाजनाद्यावरणे गते
૭. સહજશુદ્ધસ્વરૂપઅનુભવથી ઉત્પન્ન, રાગાદિ વિભાવરહિત સુખામૃતનું એકદેશ સંવેદન
જે પહેલા કર્યું હતું તેના જ ફળીભૂત ‘અવ્યાબાધ અનંતસુખ’ કહેવામાં આવે છે. ૮. એ
પ્રમાણે મધ્યમરુચિવાળા શિષ્ય માટે સમ્યક્ત્વાદિ આઠ ગુણોનું કથન કર્યું.
વિસ્તારરુચિ શિષ્યને માટે વિશેષ ભેદનયે નિર્ગતિત્વ (ગતિરહિતપણું) નિરિન્દ્રિયત્વ
(ઇન્દ્રિયરહિતપણું), નિષ્કાયત્વ (શરીરરહિતપણું), નિર્યોગત્વ (યોગરહિતપણું), નિર્વેદત્વ
(વેદરહિતપણું), નિષ્કષાયત્વ (કષાયરહિતપણું), નિર્નામત્વ (નામરહિતપણું), નિર્ગોત્રત્વ
(ગોત્રરહિતપણું), નિરાયુષત્વ (આયુષ્યરહિતપણું)
ઇત્યાદિ વિશેષ ગુણો તેમજ અસ્તિત્વ,
વસ્તુત્વ, પ્રમેયત્વાદિ સામાન્ય ગુણો સ્વ - આગમથી અવિરોધપણે (જૈનાગમ અનુસાર) અનંત
જાણવા.
સંક્ષેપરુચિ શિષ્ય માટે વિવક્ષિત અભેદનયે (સિદ્ધને) અનંતજ્ઞાન આદિ ચાર ગુણ
અથવા અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતસુખ એ ત્રણ ગુણ અથવા કેવળજ્ઞાન અને
કેવળદર્શન એ બે ગુણ છે; સાક્ષાત્ અભેદનયથી શુદ્ધચૈતન્ય જ એક ગુણ છે.
વળી તે સિદ્ધો કેવા છે? ચરમ (અંતિમ) શરીરથી કાંઈક ન્યૂન છે. તે કિંચિત્ ન્યૂનપણું
છે તે, શરીર - ઉપાંગજનિત નાસિકાદિ છિદ્રો અપૂર્ણ હોવાથી જે ક્ષણે સયોગી ગુણસ્થાનના
ચરમ સમયે ત્રીસ પ્રકૃતિઓના ઉદયનો નાશ થયો, તેમાં શરીરોપાંગ નામકર્મનો પણ નાશ
થયો તે જ ક્ષણે થઈ ગયું એમ જાણવું. કોઈ શંકા કરે કે
જેમ દીવાને ઢાંકનાર પાત્ર આદિ

Page 51 of 272
PDF/HTML Page 63 of 284
single page version

background image
प्रकाशस्य विस्तारो भवति तथा देहाभावे लोकप्रमाणेन भाव्यमिति ? तत्र परिहारमाह
प्रदीपसम्बन्धी योऽसौ प्रकाशविस्तारः पूर्वं स्वभावेनैव तिष्ठति पश्चादावरणं जातं; जीवस्य
तु लोकमात्रसंख्येयप्रदेशत्वं स्वभावो भवति यस्तु प्रदेशानां सम्बन्धी विस्तारः स स्वभावो न
भवति
कस्मादिति चेत्, पूर्वं लोकमात्रप्रदेशा विस्तीर्णा निरावरणास्तिष्ठन्ति, पश्चात्
प्रदीपवदावरणं जातमेव तन्न, किन्तु पूर्वमेवानादिसन्तानरूपेण शरीरेणावृतास्तिष्ठन्ति ततः
कारणात्प्रदेशानां संहारो न भवति, विस्तारश्च शरीरनामकर्माधीन एव, न च स्वभावस्तेन
कारणेन शरीराभावे विस्तारो न भवति
अपरमप्युदाहरणं दीयतेयथा
हस्तचतुष्टयप्रमाणवस्त्रं पुरुषेण मुष्टौ बद्धं तिष्ठति पुरुषाभावे सङ्कोचविस्तारौ वा न करोति,
निष्पत्तिकाले सार्द्रं मृन्मयभोजनं वा शुष्कं सज्जलाभावे सति; तथा जीवोऽपि
पुरुषस्थानीयजलस्थानीयशरीराभावे विस्तारसंकोचौ न करोति
यत्रैव मुक्तस्तत्रैव तिष्ठतीति
ये केचन वदन्ति, तन्निषेधार्थं पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथा गतिपरिणामात् चेति
દૂર થતાં, દીવાના પ્રકાશનો વિસ્તાર થઈ જાય છે; તેમ શરીરનો અભાવ થતાં સિદ્ધનો આત્મા
પણ ફેલાઈને લોકપ્રમાણ થઈ જવો જોઈએ. તેનું સમાધાન કરવામાં આવે છેઃ
દીપકના
પ્રકાશનો જે વિસ્તાર છે તે પહેલાં સ્વભાવથી જ હોય છે, પાછળથી તે દીપકને આવરણ
થયું છે; પરંતુ જીવને તો લોકપ્રમાણ અસંખ્યાતપ્રદેશીપણું સ્વભાવ છે, પ્રદેશોનો જે વિસ્તાર
તે સ્વભાવ નથી. પ્રશ્નઃ
‘એમ શા માટે? પહેલાં જીવના લોકપ્રમાણ પ્રદેશો વિસ્તીર્ણ
(લોકમાં ફેલાયેલા), નિરાવરણ હોય છે અને પાછળથી દીવાની જેમ આવરણ થયું છે.’
ઉત્તરઃએ પ્રમાણે નથી. પરંતુ જીવના પ્રદેશ તો પહેલેથી જ અનાદિ-સંતાનરૂપે શરીરથી
આવૃત્ત રહ્યા છે, તેથી (જીવના) પ્રદેશોનો સંકોચ (પાછળથી) થતો નથી. વળી વિસ્તાર
શરીરનામકર્મને આધીન જ છે, સ્વભાવ નથી; તે કારણે શરીરનો અભાવ થતાં પ્રદેશોનો
વિસ્તાર થતો નથી. અહીં અન્ય પણ ઉદાહરણ આપવામાં આવે છેઃ (૧) જેમ ચાર હાથ
લાંબું વસ્ત્ર કોઈ મનુષ્યે મુઠ્ઠીમાં રાખ્યું હોય તે, (મૂઠ્ઠી ખોલી નાખ્યા પછી) પુરુષના અભાવમાં
સંકોચ કે વિસ્તાર કરતું નથી, અથવા (૨) જેમ ભીની માટીનું વાસણ બનતી વખતે સંકોચ
અને વિસ્તારને પ્રાપ્ત થાય છે, પણ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે જળનો અભાવ થવાથી
સંકોચ અને વિસ્તાર પામતું નથી; તેમ (મુક્ત) જીવ પણ (૧) પુરુષસ્થાનીય અથવા
(૨) જળસ્થાનીય શરીરનો અભાવ થતાં સંકોચ
વિસ્તાર પામતો નથી.
કોઈ કહે છે કે ‘‘જીવ જ્યાં મુક્ત થાય છે ત્યાં જ રહે છે’’ તેનો નિષેધ કરવા
માટે, પૂર્વના પ્રયોગથી, અસંગ હોવાથી, બંધનો છેદ થવાથી તથા ગતિ પરિણામથીઆ ચાર

Page 52 of 272
PDF/HTML Page 64 of 284
single page version

background image
हेतुचतुष्टयेन तथैवाविद्धकुलालचक्रवद् व्यपगतलेपालाबुवदेरण्डबीजवदग्निशिखावच्चेति
दृष्टान्तचतुष्टयेन च स्वभावोर्द्धगमनं ज्ञातव्यं, तच्च लोकाग्रपर्यन्तमेव, न च परतो
धर्मास्तिकायाभावादिति
‘नित्या’ इति विशेषणं तु, मुक्तात्मनां कल्पशतप्रमितकाले गते
जगति शून्ये जाते सति पुनरागमनं भवतीति सदाशिववादिनो वदन्ति, तन्निषेधार्थं विज्ञेयम्
‘उत्पादव्ययसंयुक्तत्वं’, विशेषणं, सर्वथैवापरिणामित्वनिषेधार्थमिति किञ्च विशेषः
निश्चलाविनश्वरशुद्धात्मस्वरूपाद्भिन्नं सिद्धानां नारकादिगतिषु भ्रमणं नास्ति
कथमुत्पादव्ययत्वमिति ? तत्र परिहारः
आगमकथितागुरुलघुषट्स्थानपतितहानिवृद्धिरूपेण
येऽर्थपर्यायास्तदपेक्षया अथवा येन येनोत्पादव्ययध्रौव्यरूपेण प्रतिक्षणं ज्ञेयपदार्थाः परिणमन्ति
तत्परिच्छित्त्याकारेणानीहितवृत्त्या सिद्धज्ञानामपि परिणमति तेन कारणेनोत्पादव्ययत्वम्, अथवा
व्यञ्जनपर्यायापेक्षया संसारपर्यायविनाशः सिद्धपर्यायोत्पादः, शुद्धजीवद्रव्यत्वेन ध्रौव्यमिति
एवं
હેતુઓ દ્વારા, તેમજ કુંભારના ઘૂમતા ચાકની જેમ, જેનો માટીનો લેપ દૂર થયો હોય એવા
તુંબડાની જેમ, એરંડના બીજની જેમ અને અગ્નિની શિખાની જેમ
આ ચાર દ્રષ્ટાંતો દ્વારા,
જીવને ‘સ્વભાવથી જ ઊર્ધ્વગમન જાણવું,’ અને તે (ઊર્ધ્વગમન) લોકના અગ્રભાગ સુધી
જ થાય છે એથી આગળ થતું નથી, કેમકે ધર્માસ્તિકાયનો (આગળ) અભાવ છે.
‘સિદ્ધ ભગવાન નિત્ય છે’ એમ જે ‘નિત્ય’ વિશેષણ છે તે, સદાશિવવાદી એમ કહે
છે કે ‘કલ્પપ્રમાણ સમય વીત્યે જ્યારે જગત શૂન્ય થઈ જાય છે ત્યારે મુક્ત જીવોનું સંસારમાં
પુનરાગમન થાય છે, તેનો નિષેધ કરવા માટે છે, એમ જાણવું.
સિદ્ધ ભગવાનનું એક વિશેષણ ‘ઉત્પાદવ્યયસંયુક્તપણું’ એવું છે, તે સર્વથા
અપરિણામીપણાનો નિષેધ કરવા માટે છે.
વળી અહીં વિશેષ સમજાવવામાં આવે છેઃનિશ્ચળ અવિનશ્વર શુદ્ધાત્મસ્વરૂપથી
ભિન્ન નારકાદિ ગતિમાં સિદ્ધોને ભ્રમણ હોતું નથી, તો સિદ્ધોમાં ઉત્પાદ - વ્યય કેવી રીતે
હોય? તેનું સમાધાનઃ(૧) આગમમાં કહ્યા પ્રમાણે અગુરુલઘુગુણના ષટ્સ્થાનપતિત
હાનિ - વૃદ્ધિરૂપે જે અર્થપર્યાયો છે તે અપેક્ષાએ (સિદ્ધ ભગવાનને ઉત્પાદ - વ્યય ઘટે છે),
અથવા (૨) જ્ઞેય પદાર્થો પોતાના જે જે ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યરૂપે પ્રતિ સમય પરિણમે છે તેની
જ્ઞપ્તિના આકારે અનીહિતવૃત્તિએ (વિના ઇચ્છાએ) સિદ્ધનું જ્ઞાન પણ પરિણમે છે તે કારણે
સિદ્ધ ભગવાનને ઉત્પાદ
- વ્યય ઘટે છે, અથવા (૩) વ્યંજન પર્યાયની અપેક્ષાએ સિદ્ધોને
સંસાર પર્યાયનો વિનાશ, સિદ્ધપર્યાયનો ઉત્પાદ અને શુદ્ધ જીવદ્રવ્યપણે ધ્રૌવ્ય છે.

Page 53 of 272
PDF/HTML Page 65 of 284
single page version

background image
नयविभागेन नवाधिकारैजीवद्रव्यं ज्ञातव्यम् अथवा तदेव बहिरात्मान्तरात्मपरमात्मभेदेन त्रिधा
भवति
तद्यथास्वशुद्धात्मसंवित्तिसमुत्पन्नवास्तवसुखात्प्रतिपक्षभूतेनेन्द्रियसुखेनासक्तो
बहिरात्मा, तद्विलक्षणोऽन्तरात्मा अथवा देहरहितनिजशुद्धात्मद्रव्यभावनालक्षणभेदज्ञान-
रहितत्वेन देहादिपरद्रव्येष्वेकत्वभावनापरिणतो बहिरात्मा, तस्मात्प्रतिपक्षभूतोऽन्तरात्मा अथवा
हेयोपादेयविचारकचित्तं, निर्दोषपरमात्मनो भिन्न रागादयो दोषाः, शुद्धचैतन्यलक्षण आत्मा,
इत्युक्तलक्षणेषु चित्तदोषात्मसु त्रिषु वीतरागसर्वज्ञप्रणीतेषु अन्येषु वा पदार्थेषु यस्य
परस्परसापेक्षनयविभाजेन श्रद्धानं ज्ञानं च नास्ति स बहिरात्मा, तस्माद्विसदृशोऽन्तरात्मेति
रूपेण बहिरात्मान्तरात्मनोर्लक्षणं ज्ञातव्यम्
परमात्मलक्षणं कथ्यतेसकलविमलकेवलज्ञानेन
येन कारणेन समस्तं लोकालोकं जानाति व्याप्नोति तेन कारणेन विष्णुर्भण्यते
परमब्रह्मसंज्ञनिजशुद्धात्मभावनासमुत्पन्नसुखामृततृप्तस्य सत उर्वशीरम्भातिलोत्तमाभिर्देव-
कन्याभिरपि यस्य ब्रह्मचर्यव्रतं न खण्डितं स परमब्रह्म भण्यते
केवलज्ञानादिगुणैश्वर्ययुक्तस्य
એ રીતે નયવિભાગથી નવ અધિકારો દ્વારા જીવદ્રવ્ય જાણવું.
અથવા તે જ (જીવ) બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારનો
છે. તે આ પ્રમાણેઃસ્વશુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન વાસ્તવિક સુખથી પ્રતિપક્ષભૂત
ઇન્દ્રિયસુખમાં આસક્ત (જીવ) બહિરાત્મા છે અને તેનાથી વિલક્ષણ જીવ અંતરાત્મા છે;
અથવા દેહરહિત નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવના જેનું લક્ષણ છે એવા ભેદજ્ઞાનથી રહિત હોવાથી
દેહાદિ પરદ્રવ્યોમાં એકત્વભાવનારૂપ પરિણમેલો જીવ બહિરાત્મા છે, તેનાથી પ્રતિપક્ષભૂત
અંતરાત્મા છે. અથવા હેય અને ઉપાદેયનો વિચાર કરનારું ‘ચિત્ત’, નિર્દોષ પરમાત્માથી
ભિન્ન રાગાદિ ‘દોષ’ અને શુદ્ધચૈતન્યલક્ષણ ‘આત્મા’;
એ ત્રણનાં તથા વીતરાગ
સર્વજ્ઞપ્રણીત અન્ય પદાર્થોનાં જેને પરસ્પર સાપેક્ષ નયવિભાગથી શ્રદ્ધાન અને જ્ઞાન નથી
તે બહિરાત્મા છે, તેનાથી વિરુદ્ધ અંતરાત્મા છેએ રીતે બહિરાત્મા અને અંતરાત્માનું
લક્ષણ જાણવું.
(હવે) પરમાત્માનું લક્ષણ કહેવામાં આવે છેઃજેથી સકળવિમળ કેવળજ્ઞાનવડે
સમસ્ત લોકાલોકને જાણે છેવ્યાપે છે, તેથી ‘વિષ્ણુ’ કહેવાય છે. પરમબ્રહ્મ નામક
નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સુખામૃતવડે તૃપ્ત હોવાથી ઉર્વશી, રંભા, તિલોત્તમા વગેરે
દેવકન્યાઓ વડે પણ જેમનું બ્રહ્મચર્યવ્રત ખંડિત થતું નથી, તે ‘પરમબ્રહ્મ’ કહેવાય છે.
કેવળજ્ઞાનાદિ ગુણરૂપી ઐશ્વર્યથી સહિત હોવાને લીધે દેવેન્દ્રાદિ પણ તે પદની અભિલાષા

Page 54 of 272
PDF/HTML Page 66 of 284
single page version

background image
सतो देवेन्द्रादयोऽपि तत्पदाभिलाषिणः सन्तो यस्याज्ञां कुर्वन्ति स ईश्वराभिधानो भवति
केवलज्ञानशब्दवाच्यं गतं ज्ञानं यस्य स सुगतः, अथवा शोभनमविनश्वरं मुक्तिपदं गतः
सुगतः
‘‘शिवं परमकल्याणं निर्वाणं ज्ञानमक्षयम् प्राप्तं मुक्तिपदं येन स शिवः
परिकीर्त्तितः ’’ इति श्लोककथितलक्षणः शिवः कामक्रोधादिदोषजयेनानन्त-
ज्ञानादिगुणसहितो जिनः इत्यादिपरमागमकथिताष्टोत्तरसहस्रसंख्यनामवाच्यः परमात्मा
ज्ञातव्यः एवमेतेषु त्रिविधात्मसु मध्ये मिथ्यादृष्टिभव्यजीवे बहिरात्मा व्यक्तिरूपेण तिष्ठति,
अन्तरात्मपरमात्मद्वयं शक्तिरूपेण भाविनैगमनयापेक्षया व्यक्तिरूपेण च अभव्यजीवे
पुनर्बहिरात्मा व्यक्तिरूपेण अन्तरात्मपरमात्मद्वयं शक्तिरूपेणैव, न च भाविनैगमनयेनेति
यद्यभव्यजीवे परमात्मा शक्तिरूपेण वर्तते तर्हि कथमभव्यत्वमिति चेत् ? परमात्मशक्तेः
केवलज्ञानादिरूपेण व्यक्तिः न भविष्यतीत्यभव्यत्वं, शक्तिः पुनः शुद्धनयेनोभयत्र समाना
કરતા થકા જેમની આજ્ઞા માને છે તે ‘ઈશ્વર’ નામ પામે છે. કેવળજ્ઞાન શબ્દથી વાચ્ય,
‘સુ’ અર્થાત્ ઉત્તમ, ‘ગત’ અર્થાત્ જ્ઞાન જેમને છે તે ‘સુગત’ છે, અથવા જે શોભાયમાન
અવિનશ્વર મુક્તિપદને પામ્યા છે તે ‘સુગત’ છે.
‘‘शिवं परमकल्याणं निर्वाणं ज्ञानमक्षयम् प्राप्तं
मुक्तिपदं येन स शिवः परिकीर्त्तितः ’’ ( શિવ એટલે પરમકલ્યાણ, નિર્વાણ અને
અક્ષયજ્ઞાનરૂપ મુક્તિપદને જે પામ્યા છે તે ‘શિવ’ કહેવાય છે)’’એ શ્લોકમાં કહેલ
લક્ષણવાળા ‘શિવ’ છે. કામ - ક્રોધાદિ દોષનો જય કરવાથી અનંતજ્ઞાનાદિ ગુણસહિત તે
‘જિન’ છે. ઇત્યાદિ પરમાગમમાં કહેલ એક હજાર અને આઠ નામથી વાચ્ય પરમાત્મા
જાણવા.
એ પ્રમાણે આ ત્રિવિધ આત્માઓને વિષે, મિથ્યાદ્રષ્ટિ ભવ્યજીવમાં બહિરાત્મા
વ્યક્તરૂપે રહે છે, અંતરાત્મા અને પરમાત્માએ બે શક્તિરૂપે રહે છે અને
ભાવિનૈગમનયની અપેક્ષાએ વ્યક્તિરૂપે પણ રહે છે. અભવ્યજીવમાં બહિરાત્મા વ્યક્તરૂપે
તથા અંતરાત્મા અને પરમાત્મા
એ બે શક્તિરૂપે જ રહે છે; ભાવિનૈગમનયની અપેક્ષાએ
પણ તેમાં અંતરાત્મા અને પરમાત્મા વ્યક્તિરૂપે રહેતી નથી. પ્રશ્નઃજો અભવ્યજીવમાં
પરમાત્મા શક્તિરૂપે રહે તો તેનામાં અભવ્યત્વ કેવી રીતે છે? ઉત્તરઃઅભવ્યજીવમાં
પરમાત્મશક્તિની વ્યક્તતા કેવળજ્ઞાનાદિરૂપે નહિ થાય તેથી તેનામાં અભવ્યત્વ છે અને
શક્તિ તો (
પરમાત્મશક્તિ તો) શુદ્ધનયની અપેક્ષાએ અભવ્ય અને ભવ્ય બન્નેમાં સમાન
१. ‘शांतम्’ इति पाठान्तरम्
૨. આપ્તસ્વરૂપ ગા. ૨૪

Page 55 of 272
PDF/HTML Page 67 of 284
single page version

background image
यदि पुनः शक्तिरूपेणाप्यभव्यजीवे केवलज्ञानं नास्ति तदा केवलज्ञानावरणं न घटते
भव्याभव्यद्वयं पुनरशुद्धनयेनेति भावार्थः एवं यथा मिथ्यादृष्टिसंज्ञे बहिरात्मनि नयविभागेन
दर्शितमात्मत्रयं तथा शेषगुणस्थानेष्वपि तद्यथाबहिरात्मावस्थायामन्तरात्मपरमात्मद्वयं
शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च विज्ञेयम्, अन्तरात्मावस्थायां तु बहिरात्मा
भूतपूर्वनयेन घृतघटवत्, परमात्मस्वरूपं तु शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च
परमात्मावस्थायां पुनरन्तरात्मबहिरात्मद्वयं भूतपूर्वनयेनेति अथ त्रिधात्मानं गुणस्थानेषु
योजयति मिथ्यात्वसासादनमिश्रगुणस्थानत्रये तारतम्यन्यूनाधिकभेदेन बहिरात्मा ज्ञातव्यः,
अविरतगुणस्थाने तद्योग्याशुभलेश्यापरिणतो जघन्यान्तरात्मा, क्षीणकषायगुणस्थाने पुनरुत्कृष्टः,
अविरतक्षीणकषाययोर्मध्ये मध्यमः, सयोग्ययोगिगुणस्थानद्वये विवक्षितैकदेशशुद्धनयेन
सिद्धसदृशः परमात्मा, सिद्धस्तु साक्षात्परमात्मेति
अत्र बहिरात्मा हेयः,
છે. વળી જો અભવ્ય જીવમાં શક્તિરૂપે પણ કેવળજ્ઞાન ન હોય તો તેને કેવળજ્ઞાનાવરણ
કર્મ સિદ્ધ થતું નથી. ભવ્યપણું અને અભવ્યપણું
એ બન્ને અશુદ્ધનયની અપેક્ષાએ છે, એમ
ભાવાર્થ છે.
એ પ્રમાણે જેમ ‘મિથ્યાદ્રષ્ટિ’ સંજ્ઞાવાળા બહિરાત્મામાં નયવિભાગથી ત્રણ આત્મા
બતાવ્યા તેમ બાકીનાં ગુણસ્થાનોમાં પણ સમજવા. તે આવી રીતેબહિરાત્મઅવસ્થામાં
અંતરાત્મા અને પરમાત્માએ બન્ને શક્તિરૂપે અને ભાવિનૈગમનયથી વ્યક્તિરૂપે પણ રહે
છે, એમ જાણવું. અંતરાત્મઅવસ્થામાં બહિરાત્મા ભૂતપૂર્વનયે તથા ઘીના ઘડાની જેમ અને
પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે તથા ભાવિનૈગમનયથી વ્યક્તિરૂપે પણ રહે છે. પરમાત્મ -
અવસ્થામાં અંતરાત્મા અને બહિરાત્મા બન્ને ભૂતપૂર્વનયથી રહે છે.
હવે, ત્રણે પ્રકારના આત્માઓને ગુણસ્થાનોમાં ઘટાવે છેઃ મિથ્યાત્વ, સાસાદન
અને મિશ્રએ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્યરૂપ ન્યૂનાધિક ભેદથી બહિરાત્મા જાણવો.
અવિરત ગુણસ્થાનમાં તેને યોગ્ય અશુભલેશ્યારૂપે પરિણમેલ (જીવ) જઘન્ય અંતરાત્મા
છે અને ક્ષીણકષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા છે; અવિરત અને ક્ષીણકષાય
ગુણસ્થાનની વચ્ચેનાં ગુણસ્થાનોમાં મધ્યમ અંતરાત્મા છે; સયોગી અને અયોગી
ગુણસ્થાનમાં વિવક્ષિત એકદેશશુદ્ધનયની અપેક્ષાએ સિદ્ધસદ્રશ પરમાત્મા છે અને સિદ્ધ
તો સાક્ષાત્ પરમાત્મા છે.
અહીં બહિરાત્મા હેય છે, ઉપાદેયભૂત અનંતસુખનો સાધક હોવાથી અંતરાત્મા

Page 56 of 272
PDF/HTML Page 68 of 284
single page version

background image
उपादेयभूतस्यानन्तसुखसाधकत्वादन्तरात्मोपादेयः, परमात्मा पुनः साक्षादुपादेय इत्यभिप्रायः
एवं षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकप्रथमाधिकारमध्ये नमस्कारादिचतुर्दशगाथाभिर्नवभिरन्तर-
स्थलैर्जीवद्रव्यकथनरूपेण प्रथमोऽन्तराधिकारः समाप्तः
।।१४।।
अतः परं यद्यपि शुद्धबुद्धैकस्वभावं परमात्मद्रव्यमुपादेयं भवति तथापि
हेयरूपस्याजीवद्रव्यस्य गाथाष्टकेन व्याख्यानं करोति कस्मादिति चेत् ? हेयतत्त्वपरिज्ञाने सति
पञ्चादुपादेयस्वीकारो भवतीति हेतोः तद्यथा
अज्जीवो पुण णेओ पुग्गलधम्मो अधम्म आयासं
कालो पुग्गल मुत्तो रूवादिगुणो अमुत्ति सेसा दु (हु) ।।१५।।
अजीवः पुनः ज्ञेयः पुद्गलः धर्मः अधर्मः आकाशम्
कालः पुद्गलः मूर्त्तः रूपादिगुणः अमूर्त्ताः शेषाः तु ।।१५।।
ઉપાદેય છે અને પરમાત્મા તો સાક્ષાત્ ઉપાદેય છેએવો અભિપ્રાય છે.
આ રીતે ષડ્દ્રવ્યપંચાસ્તિકાયના પ્રતિપાદક પ્રથમ અધિકારમાં નમસ્કારગાથાદિ ચૌદ
ગાથા દ્વારા નવ અંતરસ્થળ વડે જીવદ્રવ્યના કથનરૂપે પ્રથમ અંતરાધિકાર પૂરો થયો. ૧૪.
હવે પછી, જોકે શુદ્ધ-બુદ્ધએકસ્વભાવ જેનો છે તેવું પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે. તોપણ
હેયરૂપ અજીવદ્રવ્યનું આઠ ગાથા વડે વ્યાખ્યાન કરે છે. શા માટે? પહેલાં હેય તત્ત્વનું પરિજ્ઞાન
થતાં પછી ઉપાદેય તત્ત્વનો સ્વીકાર થાય છે તે કારણે. તે વ્યાખ્યાન આ પ્રમાણે છેઃ
ગાથા ૧૫
ગાથાર્થઃપુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ અજીવ દ્રવ્ય જાણવાં,
રૂપાદિ ગુણનું ધારક પુદ્ગલ મૂર્ત દ્રવ્ય છે અને બાકીનાં (ચાર) અમૂર્ત છે.
૧. આ પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય છે. તે પર્યાય હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય કરવા યોગ્ય
તો સદા નિજ ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા જ છે. જુઓ ગાથા ૧૫ ની ભૂમિકા તથા નિયમસાર ગાથા ૫૦.
૨. આ આશ્રય કરવા યોગ્ય તરીકે સદા ઉપાદેય છે.
૩. તેનો આશ્રય છોડવા યોગ્ય હોવાથી હેય છે.
અબ અજીવકૌ સુનૌ વિલાસ, પુદ્ગલ ધર્મ અધર્મ અકાસ;
કાલ, તહાં મૂરત પુદ્ગલા, રૂપાદિક યુત, શેષ ન રલા. ૧૫.

Page 57 of 272
PDF/HTML Page 69 of 284
single page version

background image
व्याख्या‘‘अज्जीवो पुण णेओ’’ अजीवः पुनर्ज्ञेयः सकलविमलकेवलज्ञानदर्शनद्वयं
शुद्धोपयोगः, मतिज्ञानादिरूपो विकलोऽशुद्धोपयोग इति द्विविधोपयोगः,
अव्यक्तसुखदुःखानुभवनरूपा कर्मफलचेतना, तथैव मतिज्ञानादिमनःपर्ययपर्यन्तमशुद्धोपयोग
इति, स्वेहापूर्वेष्टानिष्टविकल्परूपेण विशेषरागद्वेषपरिणमनं कर्मचेतना, केवलज्ञानरूपा
शुद्धचेतना इत्युक्तलक्षणोपयोगश्चेतना च यत्र नास्ति स भवत्यजीव इति विज्ञेयः
‘पुण’
पुनः पश्चाज्जीवाधिकारानन्तरं ‘‘पुग्गलधम्मो अधम्म आयासं कालो’’ स च
पुद्गलधर्माधर्माकाशकालद्रव्यभेदेन पञ्चधा पूरणगलनस्वभावत्वात्पुद्गल इत्युच्यते
गतिस्थित्यवगाहवर्त्तनालक्षणा धर्माधर्माकाशकालाः, ‘‘पुग्गल मुत्तो’’ पुद्गलो मूर्त्तः
कस्मात् ? ‘‘रूवादिगुणो’’ रूपादिगुणसहितो यतः ‘‘अमुत्ति सेसा हु’’
रूपादिगुणाभावादमूर्त्ता भवन्ति पुद्गलाच्छेषाश्चत्वार इति तथाहियथा
अनन्तज्ञानदर्शनसुखवीर्यगुणचतुष्टयं सर्वजीवसाधारणं तथा रूपरसगन्धस्पर्शगुणचतुष्टयं
ટીકાઃ‘‘अज्जीवो पुण णेओ’’ વળી, અજીવ જાણવા યોગ્ય છે. સકળવિમળ
કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્ને શુદ્ધ ઉપયોગ છે, મતિજ્ઞાનાદિરૂપ વિકલ - અશુદ્ધ
ઉપયોગ છે; એ રીતે ઉપયોગ બે પ્રકારે છે. અવ્યક્ત સુખ - દુઃખના અનુભવરૂપ
‘કર્મફળચેતના’ છે, તેમ જ મતિજ્ઞાનથી મનઃપર્યયજ્ઞાનપર્યંત અશુદ્ધોપયોગરૂપ એવી,
સ્વઇહાપૂર્વક ઇષ્ટ
- અનિષ્ટ, વિકલ્પરૂપે વિશેષ રાગ - દ્વેષના પરિણમનરૂપ ‘કર્મચેતના’ છે,
કેવળજ્ઞાનરૂપ ‘શુદ્ધચેતના’ છે. એ રીતે ઉપર કહ્યા પ્રમાણેના લક્ષણવાળાં ઉપયોગ અને
ચેતના જ્યાં નથી તે અજીવ છે, એમ જાણવું;
‘पुण’ પછી, અર્થાત્ જીવ અધિકારની પછી
‘‘पुग्गलधम्मो अधम्म आयासं कालो’’ અને તે (અજીવ) પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને
કાળદ્રવ્યના ભેદથી પાંચ પ્રકારે છે.
પૂરણ અને ગલનનો સ્વભાવ હોવાથી પુદ્ગલ કહેવાય છે. ગતિ, સ્થિતિ, અવગાહ
અને વર્તના (હેતુરૂપ) લક્ષણવાળાં (ક્રમપૂર્વક) ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્ય છે.
‘‘पुग्गल मुत्तो’’ પુદ્ગલ મૂર્ત છે. શા માટે? ‘‘रूवादिगुणो’’ રૂપાદિ ગુણવાળું છે. માટે. ‘‘अमुत्ति
सेसा हु’’ પુદ્ગલ સિવાયનાં બાકીનાં ચાર દ્રવ્યો રૂપાદિ ગુણો વિનાનાં હોવાથી અમૂર્ત છે.
તે આ રીતે
જેમ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યએ ચારે ગુણ સર્વ જીવોમાં સામાન્ય છે
તેમ રૂપ, રસ, ગંધ અને સ્પર્શએ ચારે ગુણ સર્વ પુદ્ગલોમાં સામાન્ય છે અને જેમ
8

Page 58 of 272
PDF/HTML Page 70 of 284
single page version

background image
सर्वपुद्गलसाधारणं, यथा च शुद्धबुद्धैकस्वभावसिद्धजीवे अनन्तचतुष्टयमतीन्द्रियं तथैव
शुद्धपुद्गलपरमाणुद्रव्ये रूपादिचतुष्टयमतीन्द्रियं, यथा रागादिस्नेहगुणेन कर्मबन्धावस्थायां
ज्ञानादिचतुष्टयस्याशुद्धत्वं तथा स्निग्धरूक्षत्वगुणेन द्वयणुकादिबन्धावस्थायां रूपादि-
चतुष्टयस्याशुद्धत्वं, यथा निःस्नेहनिजपरमात्मभावनाबलेन रागादिस्निग्धत्वविनाशे सत्यनंत-
चतुष्टयस्य शुद्धत्वं तथा जघन्यगुणानां बन्धो न भवतीति वचनात्परमाणुद्रव्ये स्निग्धरूक्षत्व-
गुणस्य जघन्यत्वे सति रूपादिचतुष्टयस्य शुद्धत्वमवबोद्धव्यमित्यभिप्रायः
।।१५।।
अथ पुद्गलद्रव्यस्य विभावव्यञ्जनपर्यायान्प्रतिपादयति :
सद्दो बंधो सुहुमो थूलो संठाणभेदतमछाया
उज्जोदादवसहिया पुग्गलदव्वस्स पज्जाया ।।१६।।
शब्दः बन्धः सूक्ष्मः स्थूलः संस्थानभेदतमश्छायाः
उद्योतातपसहिताः पुद्गलद्रव्यस्य पर्यायाः ।।१६।।
શુદ્ધબુદ્ધએકસ્વભાવવાળા સિદ્ધ જીવમાં અનંતચતુષ્ટય અતીન્દ્રિય છે, તેમ જ શુદ્ધ પુદ્ગલ
એવા પરમાણુદ્રવ્યમાં રૂપાદિ ચતુષ્ટય અતીન્દ્રિય છે. જેમ રાગાદિ સ્નેહગુણથી કર્મબંધની
અવસ્થામાં જ્ઞાનાદિ ચતુષ્ટયનું અશુદ્ધપણું છે, તેમ સ્નિગ્ધ
- રૂક્ષત્વગુણથી દ્વિઅણુકાદિ બંધ
- અવસ્થામાં રૂપાદિ ચતુષ્ટયનું અશુદ્ધપણું છે. જેમ સ્નેહરહિત નિજપરમાત્મભાવનાના બળે
રાગાદિ સ્નિગ્ધત્વનો વિનાશ થતાં અનંતચતુષ્ટય શુદ્ધ હોય છે. તેમ ‘જઘન્ય ગુણોનો બંધ
થતો નથી’’ એ વચન અનુસાર પરમાણુદ્રવ્યમાં સ્નિગ્ધ-રૂક્ષત્વગુણની જઘન્યતા હોતાં રૂપાદિ
ચતુષ્ટયનું શુદ્ધપણું હોય છે, એમ જાણવું. આવો અભિપ્રાય છે. ૧૫.
હવે, પુદ્ગલ દ્રવ્યના વિભાવવ્યંજનપર્યાયોનું પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૧૬
ગાથાર્થઃશબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, ઉદ્યોત અને
આતપ પુદ્ગલ દ્રવ્યના પર્યાયો છે.
શબ્દ બંધ સૂક્ષમ અરુ થૂલ, સંસથાન અરુ ભેદ સમૂલ;
તમ છાયા આતાપ ઉજાસ, પુદ્ગલ કે પર્યાય સમાસ. ૧૬

Page 59 of 272
PDF/HTML Page 71 of 284
single page version

background image
व्याख्याशब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमच्छायातपोद्योतसहिताः पुद्गलद्रव्यस्य
पर्याया भवन्ति अथ विस्तरःभाषात्मकोऽभाषात्मकश्च द्विविधः शब्दः
तत्राक्षरानक्षरात्मभेदेन भाषात्मको द्विधा भवति तत्राप्यक्षरात्मकः संस्कृत-
प्राकृतापभ्रन्शपैशाचिकादिभाषाभेदेनार्यम्लेच्छमनुष्यादिव्यवहारहेतुर्बहुधा अनक्षरात्मकस्तु
द्वीन्द्रियादितिर्यग्जीवेषु सर्वज्ञदिव्यध्वनौ च अभाषात्मकोऽपि प्रायोगिकवैस्रसिकभेदेन द्विविधः
‘‘ततं वीणादिकं ज्ञेयं विततं पटहादिकम् घनं तु कांस्यतालादि सुषिरं वंशादिकं विदुः ’’
इति श्लोककथितक्रमेण प्रयोगे भवः प्रायोगिकश्चतुर्धा भवति विस्रसा स्वभावेन भवो
वैस्रसिको मेघादिप्रभवो बहुधा किञ्च शब्दातीतनिजपरमात्मभावनाच्युतेन
शब्दादिमनोज्ञमनोज्ञपञ्चेन्द्रियविषयासक्तेन च जीवेन यदुपार्जितं सुस्वरदुःस्वरनामकर्म तदुदयेन
यद्यपि जीवे शब्दो दृश्यते तथापि स जीवसंयोगेनोत्पन्नत्वाद् व्यवहारेण जीवशब्दो भण्यते,
ટીકાઃશબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન, ભેદ, તમ, છાયા, આતપ અને
ઉદ્યોત પુદ્ગલ દ્રવ્યના પર્યાયો છે.
હવે, વિસ્તાર બતાવે છેઃભાષાત્મક અને અભાષાત્મક એમ શબ્દ બે પ્રકારે છે,
ત્યાં અક્ષરરૂપ અને અનક્ષરરૂપ ભેદથી ભાષાત્મક શબ્દના બે ભેદ છે. તેમાં પણ સંસ્કૃત,
પ્રાકૃત, અપભ્રંશ, પિશાચી આદિ ભાષાના ભેદથી, આર્ય કે મ્લેચ્છ મનુષ્યોના વ્યવહારના
કારણે અક્ષરાત્મક ભાષા અનેક પ્રકારની છે. અનક્ષરાત્મક ભાષા બે ઇન્દ્રિયાદિ તિર્યંચ
જીવોમાં અને સર્વજ્ઞની દિવ્યધ્વનિમાં હોય છે. અભાષાત્મક શબ્દ પણ ‘પ્રાયોગિક’ અને
‘વૈસ્રસિક’ ના ભેદથી બે પ્રકારે છે.
‘‘ततं वीणादिकं ज्ञेयं विततं पटहादिकम् घनं तु कांस्यतालादि
सुषिरं वंशादिकं विदुः ।। (વીણા આદિના શબ્દને ‘તત’, ઢોલ આદિના શબ્દને ‘વિતત’, મંજીરા
વગેરેના અવાજને ‘ઘન’ અને બંશી આદિના શબ્દને ‘સુષિર’ કહે છે.)’’ એ શ્લોકમાં કહેલા
ક્રમપ્રમાણે પ્રયોગથી થયેલ એવા ‘પ્રાયોગિક’ શબ્દ ચાર પ્રકારના છે. વિસ્રસા એટલે
સ્વભાવથી થયેલ એવા ‘વૈસ્રસિક’ શબ્દ વાદળાં વગેરેથી થાય છે, તે અનેક પ્રકારના છે.
વિશેષઃશબ્દાતીત નિજ પરમાત્માની ભાવનાથી ચ્યુત થયેલ, શબ્દાદિ મનોજ્ઞ
અને અમનોજ્ઞ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત જીવે જે સુસ્વર અને દુઃસ્વર નામનું
નામકર્મ ઉપાર્જિત કર્યું હતું તેના ઉદયથી જોકે જીવમાં શબ્દ દેખાય છે, તોપણ તે જીવના
સંયોગથી ઉત્પન્ન થયેલ હોવાથી વ્યવહારથી જીવનો શબ્દ કહેવાય છે, પરંતુ નિશ્ચયથી તો
૧. શ્રી પંચાસ્તિકાય તાત્પર્યવૃત્તિ ગાથા ૭૯ ટીકા.

Page 60 of 272
PDF/HTML Page 72 of 284
single page version

background image
निश्चयेन पुनः पुद्गलस्वरूप एवेति बन्धः कथ्यतेमृत्पिण्डादिरूपेण योऽसौ बहुधा बंधः
स केवलः पुद्गलबंधः, यस्तु कर्मनोकर्मरूपः स जीवपुद्गलसंयोगबंधः किञ्च विशेष :
कर्मबंधपृथग्भूतस्वशुद्धात्मभावनारहितजीवस्यानुपचरितासद्भूतव्यवहारेण द्रव्यबंधः, तथैवा-
शुद्धनिश्चयेन योऽसौ रागादिरूपो भावबंधः कथ्यते सोऽपि शुद्धनिश्चयनयेन पुद्गलबंध एव
बिल्वाद्यपेक्षया बदरादीनां सूक्ष्मत्वं, परमाणोः साक्षादिति; बदराद्यपेक्षया बिल्वादीनां स्थूलत्वं,
जगद्व्यापिनि महास्कन्धे सर्वोत्कृष्टमिति
समचतुरस्रन्यग्रोधसातिककुब्जवामन-
हुण्डभेदेनषट्प्रकारसंस्थानं यद्यपि व्यवहारनयेन जीवस्यास्ति तथाप्यसंस्थानाच्चिच्यमत्कार-
परिणतेर्भिन्नत्वान्निश्चयेन पुद्गलसंस्थानमेव; यद्यपि जीवादन्यत्र वृत्तत्रिकोणचतुष्कोणादि-
व्यक्ताव्यक्तरूपं बहुधा संस्थानं तदपि पुद्गल एव
गोधूमादिचूर्णरूपेण घृतखण्डादिरूपेण
बहुधा भेदो ज्ञातव्यः दृष्टिप्रतिबन्धकोऽन्धकारस्तम इति भण्यते वृक्षाद्याश्रयरूपा
તે શબ્દ પુદ્ગલસ્વરૂપ જ છે.
હવે, બંધનું કથન કરવામાં આવે છેઃમાટીના પિંડાદિરૂપે જે આ અનેક પ્રકારનો
બંધ છે તે તો કેવળ પુદ્ગલબંધ જ છે અને જે કર્મનોકર્મરૂપ બંધ છે તે જીવ અને
પુદ્ગલના સંયોગરૂપ બંધ છે. વળી વિશેષઃકર્મબંધથી પૃથગ્ભૂત સ્વશુદ્ધાત્માની
ભાવનાથી રહિત જીવને અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી દ્રવ્યબંધ કહેવાય છે, તેમ જ
અશુદ્ધનિશ્ચયનયથી જે આ રાગાદિરૂપ ભાવબંધ કહેવાય છે, તે પણ શુદ્ધનિશ્ચયનયથી
પુદ્ગલબંધ જ છે.
બિલ્વફળ વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું છે અને પરમાણુને સાક્ષાત્
સૂક્ષ્મપણું છે. બોર વગેરેની અપેક્ષાએ બિલ્વ વગેરેનું સ્થૂળપણું છે અને ત્રણ લોકમાં વ્યાપ્ત
મહાસ્કંધને વિષે સૌથી અધિક સ્થૂળતા છે.
સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાતિક, કુબ્જક, વામન અને હુંડકના ભેદથી છ પ્રકારનાં
સંસ્થાન જોકે વ્યવહારનયથી જીવને છે, તોપણ સંસ્થાનરહિત ચૈતન્યચમત્કારની પરિણતિથી
ભિન્ન હોવાથી નિશ્ચયનયથી તે સંસ્થાન પુદ્ગલનાં જ છે. જીવથી ભિન્ન જે કોઈ ગોળ,
ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વ્યક્ત
- અવ્યક્તરૂપ અનેક પ્રકારનાં સંસ્થાન છે તે પણ પુદ્ગલ જ
છે. ઘઉં વગેરેના ચૂર્ણરૂપ તથા ઘી, ખાંડ આદિરૂપ અનેક પ્રકારના (સંસ્થાન) ભેદ જાણવા.
દ્રષ્ટિને રોકનાર અંધકારને ‘તમ’ કહેવામાં આવે છે.

Page 61 of 272
PDF/HTML Page 73 of 284
single page version

background image
मनुष्यादिप्रतिबिम्बरूपा च छाया विज्ञेया उद्योतश्चंद्रविमाने खद्योतादितिर्यग्जीवेषु च भवति
आतप आदित्यविमाने अन्यत्रापि सूर्यकांतमणिविशेषादौ पृथ्वीकाये ज्ञातव्यः अयमत्रार्थः
यथा जीवस्य शुद्धनिश्चयेन स्वात्मोपलब्धिलक्षणे सिद्धस्वरूपे स्वभावव्यञ्जनपर्याये
विद्यमानेऽप्यनादिकर्मबंधवशात् स्निग्धरूक्षस्थानीयरागद्वेषपरिणामे सति स्वाभाविकपरमानंदैक-
लक्षणस्वास्थ्यभावभ्रष्ट नरनारकादिविभावव्यञ्जनपर्याया भवन्ति तथा पुद्गलस्यापि निश्चयनयेन
शुद्धपरमाण्ववस्थालक्षणे स्वभावव्यञ्जनपर्याये सत्यपि स्निग्धरूक्षत्वाद्बंधो भवतीति
वचनाद्रागद्वेषस्थानीयबंधयोग्यस्निग्धरूक्षत्वपरिणामे सत्युक्तलक्षणाच्छब्दादन्येऽपि आगमोक्त-
लक्षणाआकुञ्चनप्रसारणदधिदुग्धादयो विभावव्यञ्जनपर्याया ज्ञातव्याः
एवमजीवाधिकारमध्ये
पूर्वसूत्रोदितरूपादिगुणचतुष्टययुक्तस्य तथैवात्र सूत्रोदितशब्दादिपर्यायसहितस्य संक्षेपेणाणुस्कंध-
भेदभिन्नस्य पुद्गलद्रव्यस्य व्याख्यानमुख्यत्वेन प्रथमस्थले गाथाद्वयं गतम्
।।१६।।
વૃક્ષાદિના આશ્રયથી થનાર તથા મનુષ્યાદિના પડછાયારૂપ જે છે તેને છાયા જાણવી.
ચંદ્રના વિમાનમાં તથા આગિયા વગેરે તિર્યંચ જીવોમાં ઉદ્યોત હોય છે.
સૂર્યના વિમાનમાં અને બીજે પણ સૂર્યકાન્ત મણિ વગેરે વિશેષ પ્રકારના પૃથ્વીકાયમાં
આતપ જાણવો.
સારાંશ એ છે કેજેવી રીતે જીવને શુદ્ધનિશ્ચયનયથી સ્વાત્મોપલબ્ધિ જેનું લક્ષણ
છે એવા સિદ્ધસ્વરૂપ સ્વભાવવ્યંજનપર્યાય વિદ્યમાન હોવા છતાં, અનાદિ કર્મબંધના વિશે
સ્નિગ્ધરૂક્ષસ્થાનીય (
જેમ પુદ્ગલ અને પુદ્ગલ વચ્ચેના બંધમાં સ્નિગ્ધરૂક્ષત્વ નિમિત્તભૂત
હોય છે તેમ જીવ - પુદ્ગલના બંધમાં જે નિમિત્તભૂત હોય છે એવા) રાગ - દ્વેષપરિણામ થતાં
સ્વાભાવિક પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સ્વાસ્થ્યભાવથી ભ્રષ્ટ નર - નારકાદિ
વિભાવવ્યંજનપર્યાયો થાય છે; તેવી રીતે પુદ્ગલને પણ નિશ્ચયનયથી શુદ્ધપરમાણુરૂપ અવસ્થા
જેનું લક્ષણ છે એવો સ્વભાવવ્યંજનપર્યાય હોવા છતાં, ‘સ્નિગ્ધરૂક્ષપણાથી બંધ થાય છે’ એ
વચનથી રાગ
- દ્વેષસ્થાનીય બંધયોગ્ય સ્નિગ્ધરૂક્ષત્વપરિણામ થતાં, ઉપર કહેલા શબ્દાદિકથી
અન્ય પણ, આગમોક્ત લક્ષણવાળા સંકોચ - વિસ્તાર, દહીં - દૂધ વગેરે વિભાવવ્યંજનપર્યાયો
જાણવા.
આ રીતે અજીવ અધિકારને વિષે પૂર્વસૂત્રમાં કહેલા રૂપાદિ ચાર ગુણયુક્ત અને આ
સૂત્રમાં કહેલ શબ્દાદિ પર્યાયસહિત, અણુ અને સ્કંધરૂપ ભેદવાળા પુદ્ગલદ્રવ્યના
સંક્ષેપવ્યાખ્યાનની મુખ્યતાથી પ્રથમ સ્થળમાં બે ગાથાઓ પૂરી થઈ. ૧૬.

Page 62 of 272
PDF/HTML Page 74 of 284
single page version

background image
अथ धर्मद्रव्यमाख्याति :
गइपरिणयाण धम्मो पुग्गलजीवाण गमणसहयारी
तोयं जह मच्छाणं अच्छंताणेव सो णेई ।।१७।।
गतिपरिणतानां धम्मः पुद्गलजीवानां गमनसहकारी
तोयं यथा मत्स्यानां अगच्छतां नैव सः नयति ।।१७।।
व्याख्यागतिपरिणतानां धर्मो जीवपुद्गलानां गमनसहकारिकारणं भवति
दृष्टान्तमाहतोयं यथा मत्स्यानाम् स्वयं तिष्ठतो नैव स नयति तानिति तथाहि
यथा सिद्धो भगवानमूर्त्तोऽपि निष्क्रियस्तथैवाप्रेरकोऽपि सिद्धवदनन्तज्ञानादिगुण-
स्वरूपोऽहमित्यादिव्यवहारेण सविकल्पसिद्धभक्तियुक्तानां निश्चयेन निर्विकल्पसमाधिरूप-
स्वकीयोपादानकारणपरिणतानां भव्यानां सिद्धगतेः सहकारिकारणं भवति
तथा
હવે, ધર્મદ્રવ્યનું વ્યાખ્યાન કરે છેઃ
ગાથા ૧૭
ગાથાર્થઃગમન કરવામાં પરિણત પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી
ધર્મદ્રવ્ય છે; જેમ માછલીઓને ગમન કરવામાં જળ સહકારી છે તેમ. ગમન નહિ કરતાં
જીવ અને પુદ્ગલોને તે (
ધર્મદ્રવ્ય) ગમન કરાવતું નથી.
ટીકાઃગતિરૂપે પરિણમેલાં જીવ અને પુદ્ગલોને ગતિ કરવામાં સહકારી કારણ
ધર્મદ્રવ્ય છે. તેનું દ્રષ્ટાંત કહે છેઃ જેમ માછલીઓને ગમન કરવામાં સહાયક જળ છે તેમ.
પોતાની જાતે સ્થિત હોય (
સ્વયં ગતિ ન કરતાં હોય) તેમને (એવાં જીવ-પુદ્ગલોને)
તે ગમન કરાવતું નથી. તે આ પ્રમાણેઃજેવી રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત્ત હોવા છતાં,
નિષ્ક્રિય તેમજ અપ્રેરક હોવા છતાં ‘હું સિદ્ધસમાન અનંત જ્ઞાનાદિગુણસ્વરૂપ છું’ ઇત્યાદિ
વ્યવહારથી સવિકલ્પ સિદ્ધભક્તિવાળા એવા, નિશ્ચયથી નિર્વિકલ્પસમાધિરૂપ નિજ
- ઉપાદાનકારણપરિણત જીવોને સિદ્ધગતિના સહકારી કારણ છે, તેવી રીતે નિષ્ક્રિય, અમૂર્ત્ત
૧. સહકારી કારણ = નિમિત્તકાણ.
જીવ રુ પુદ્ગલ ગમન કરાહિ, સહકારી તબ ગિનિયે તાહિ;
ધર્મદ્રવ્ય જિમ જલ માછલા, બૈઠેકૂં ન ચલાવૈ બલા. ૧૭.

Page 63 of 272
PDF/HTML Page 75 of 284
single page version

background image
निष्क्रियोऽमूर्तो निष्प्रेरकोऽपि धर्मास्तिकायः स्वकीयोपादानकारणेन गच्छतां जीवपुद्गलानां
गतेः सहकारिकारणं भवति
लोकप्रसिद्धदृष्टान्तेन तु मत्स्यादीनां जलादिवदित्यभिप्रायः एवं
धर्मद्रव्यव्याख्यानरूपेण गाथा गता ।।१७।।
अथाधर्मद्रव्यमुपदिशति :
ठाणजुदाण अधम्मो पुग्गलजीवाण ठाणसहयारी
छाया जह पहियाणं गच्छंता णेव सो धरई ।।१८।।
स्थानयुतानां अधर्म्मः पुद्गलजीवानां स्थानसहकारी
छाया यथा पथिकानां गच्छतां नैव सः धरति ।।१८।।
व्याख्यास्थानयुक्तानामधर्मः पुद्गलजीवानां स्थितेः सहकारिकारणं भवति तत्र
दृष्टान्तःछात्रा यथा पथिकानाम् स्वयं गच्छतो जीवपुद्गलान् स नैव धरतीति
અને અપ્રેરક હોવા છતાં પણ ધર્મદ્રવ્ય, પોતાના ઉપાદાનકારણથી ગતિ કરતાં જીવ અને
પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે
જેમ માછલાં વગેરેને જળ વગેરે ગમનમાં સહાયક
હોવાનું લોકપ્રસિદ્ધ દ્રષ્ટાંત છે તેમ. આવો અભિપ્રાય છે.
આ રીતે ધર્મદ્રવ્યના વ્યાખ્યાનરૂપે આ ગાથા પૂરી થઈ. ૧૭.
હવે, અધર્મદ્રવ્ય વિષે કહે છેઃ
ગાથા ૧૮
ગાથાર્થઃસ્થિતિયુક્ત પુદ્ગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મદ્રવ્ય
છે; જેમ છાંયો મુસાફરોને સ્થિતિમાં સહકારી છે તેમ. ગમન કરતાં જીવ અને પુદ્ગલોને
અધર્મદ્રવ્ય સ્થિર કરતું નથી જ.
ટીકાઃસ્થિતિયુક્ત પુદ્ગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મદ્રવ્ય
છે. ત્યાં દ્રષ્ટાંતઃજેમ છાંયો મુસાફરોને સ્થિતિમાં સહકારી કારણ છે તેમ. સ્વયં ગતિ
કરતાં જીવ અને પુદ્ગલોને તે સ્થિર કરતું નથી જ. તે આ રીતેસ્વસંવેદનથી ઉત્પન્ન
તિષ્ઠૈ પુદ્ગલ જીવ સુ જબૈ, થિતિસહકારી હોય સુ તબૈ;
છાયા જિમ પંથીકૂ જાનિ, દ્રવ્ય અધર્મ, ગમન ન વિભાનિ. ૧૮.

Page 64 of 272
PDF/HTML Page 76 of 284
single page version

background image
तद्यथास्वसंवित्तिसमुत्पन्नसुखामृतरूपं परमस्वास्थ्यं यद्यपि निश्चयेन स्वरूपे स्थितिकारणं
भवति तथा ‘‘सिद्धोऽहं सुद्धोऽहं अणंतणाणाइगुणसमिद्धोऽहं देहपमाणो णिच्चो असंखदेसो
अमुत्तो य ’’ इति गाथाकथितसिद्धभक्तिरूपेणेह पूर्वं सविकल्पावस्थायां सिद्धोऽपि यथा
भव्यानां बहिरङ्गसहकारिकारणं भवति तथैव स्वकीयोपादानकारणेन स्वयमेव तिष्ठतां
जीवपुद्गलानामधर्मद्रव्यं स्थितेः सहकारिकारणम्
लोकव्यवहारेण तु छायावद्वा पृथिवीवद्वेति
सूत्रार्थः एवमधर्मद्रव्यकथनेन गाथा गता ।।१८।।
अथाकाशद्रव्यमाह :
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं
जेण्हं लोगागासं अल्लोगागासमिदि दुविहं ।।१९।।
अवकाशदानयोग्यं जीवादीनां विजानीहि आकाशम्
जैनं लोकाकाशं अलोकाकाशं इति द्विविधम् ।।१९।।
સુખામૃતરૂપ પરમ સ્વાસ્થ્ય જોકે નિશ્ચયનયથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે તથા ‘‘सिद्धोऽहं
सुद्धोऽहं अणंतणाणाइगुणसमिद्धोऽहं देहपमाणो णिच्चो असंखदेशो अमुत्तो च’’ । (હું સિદ્ધ છું, હું
શુદ્ધ છું, અનંતજ્ઞાનાદિ ગુણોનો હું ધારક છું, હું દેહપ્રમાણ, નિત્ય, અસંખ્યપ્રદેશી અને અમૂર્ત્ત
છું.)’’ એ ગાથામાં કહેલ સિદ્ધભક્તિરૂપે પહેલાં સવિકલ્પ અવસ્થામાં સિદ્ધ પણ જેમ ભવ્યોને
બહિરંગ સહકારી કારણ હોય છે, તેવી જ રીતે પોતાના ઉપાદાનકારણથી સ્વયમેવ સ્થિતિ
ધરતાં જીવ અને પુદ્ગલોને અધર્મદ્રવ્ય સ્થિતિનું સહકારી કારણ છે; લોકવ્યવહારથી છાંયા
અથવા પૃથ્વીની માફક. આમ સૂત્રાર્થ છે.
એ પ્રમાણે અધર્મદ્રવ્યના કથનની ગાથા પૂરી થઈ. ૧૮.
હવે, આકાશદ્રવ્યનું કથન કરે છેઃ
ગાથા ૧૯
ગાથાર્થઃજે જીવાદિ દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને જિનેન્દ્રદેવે કહેલું
આકાશદ્રવ્ય જાણો. લોકાકાશ અને અલોકાકાશ એ રીતે આકાશ બે પ્રકારનું છે.
જીવાદિક સબકૂ અવકાશ, દેય દ્રવ્ય સો ગિનૂં આકાશ;
લોક - અલોક દોય વિધિ અખ્યા, દેવ જિનેશ્વર જૈસૈં લખ્યા. ૧૯.

Page 65 of 272
PDF/HTML Page 77 of 284
single page version

background image
व्याख्याजीवादीनामवकाशदानयोग्यमाकाशं विजानीहि हे शिष्य ! किं विशिष्टं ?
‘‘जेण्हं’’ जिनस्येदं जैनं, जिनेन प्रोक्तं वा जैनम् तच्च लोकाकाशभेदेन द्विविधमिति इदानीं
विस्तरःसहजशुद्धसुखामृतरसास्वादेन परमसमरसीभावेन भरितावस्थेषु केवल-
ज्ञानाद्यनन्तगुणाधारभूतेषु लोकाकाशप्रमितासंख्येयस्वकीयशुद्धप्रदेशेषु यद्यपि निश्चयनयेन
सिद्धास्तिष्ठन्ति, तथाप्युपचरितासद्भूतव्यवहारेण मोक्षशिलायां तिष्ठन्तीति भण्यते
इत्युक्तोऽस्ति
स च ईदृशो मोक्षो यत्र प्रदेशे परमध्यानेनात्मा स्थितः सन् कर्मरहितो भवति,
तत्रैव भवति नान्यत्र ध्यानप्रदेशे कर्मपुद्गलान् त्यक्त्वा ऊर्ध्वगमनस्वभावेन गत्वा मुक्तात्मानो
यतो लोकाग्रे तिष्ठन्तीति तत उपचारेण लोकाग्रमपि मोक्षः प्रोच्यते, यथा
तीर्थभूतपुरुषसेवितस्थानमपि भूमिजलादिरूपमुपचारेण तीर्थं भवति
सुखबोधार्थं कथितमास्ते
यथा तथैव सर्वद्रव्याणि यद्यपि निश्चयनयेन स्वकीयप्रदेशेषु तिष्ठन्ति
तथाप्युपचरितासद्भूतव्यवहारेण लोकाकाशे तिष्ठन्तीत्यभिप्रायो भगवतां श्री नेमिचंद्र-
सिद्धान्तदेवानामिति
।।१९।।
ટીકાઃહે શિષ્ય! જીવાદિને અવકાશ આપવાની યોગ્યતા જેનામાં છે તેને
જિનેન્દ્રકથિત આકાશદ્રવ્ય જાણ. તે લોક અને અલોકરૂપ આકાશના ભેદથી બે
પ્રકારનું છે.
હવે, એનો વિસ્તાર કહેવામાં આવે છેઃસહજ શુદ્ધ સુખામૃતરસના
આસ્વાદવાળા પરમસમરસીભાવથી ભરિતાવસ્થ, કેવળજ્ઞાનાદિ અનંતગુણના આધારરૂપ,
લોકાકાશપ્રમાણ અસંખ્યાત નિજ શુદ્ધપ્રદેશોમાં જોકે નિશ્ચયનયથી સિદ્ધ ભગવંતો રહે
છે, તોપણ ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ‘સિદ્ધ ભગવાન મોક્ષશિલા ઉપર રહે
છે’ એમ કહેવાય છે; એ પ્રમાણે પહેલાં કહેવાયું છે. આવો મોક્ષ જે પ્રદેશમાં
પરમધ્યાન વડે આત્મા સ્થિર થઈને કર્મરહિત થાય છે, ત્યાં જ થાય છે, બીજે નહિ;
ધ્યાન કરવાના સ્થાનમાં કર્મપુદ્ગલોને છોડીને ઊર્ધ્વગમન સ્વભાવથી ગતિ કરીને
મુક્તાત્માઓ લોકાગ્રે સ્થિર થાય છે, તેથી ઉપચારથી લોકના અગ્રભાગને પણ મોક્ષ
કહેવાય છે. તીર્થસ્વરૂપ પુરુષે સેવેલું ભૂમિ
જળાદિરૂપ સ્થાન પણ ઉપચારથી તીર્થ
(કહેવાય) છે. આમ સહેલાઈથી બોધ થવા માટે કહેવાય છે. તેવી જ રીતે સર્વ દ્રવ્યો,
જોકે નિશ્ચયનયથી પોતાના પ્રદેશોમાં રહે છે તોપણ, ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી
લોકાકાશમાં રહે છે. આમ, ભગવાન શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવનો અભિપ્રાય
જાણવો. ૧૯.
9

Page 66 of 272
PDF/HTML Page 78 of 284
single page version

background image
तमेव लोकाकाशं विशेषेण द्रढयति :
धम्माऽधम्मा कालो पुग्गलजीवा य संति जावदिये
आयासे सो लोगो तत्तो परदो अलोगुत्ति ।।२०।।
धर्म्माधर्मौ कालः पुद्गलजीवाः च सन्ति यावतिके
आकाशे सः लोकः ततः परतः अलोकः उक्तः ।।२०।।
व्याख्याधर्माधर्मकालपुद्गलजीवाश्च सन्ति यावत्याकाशे स लोकः तथा चोक्तं
लोक्यन्ते दृश्यन्ते जीवादिपदार्था यत्र स लोक इति तस्माल्लोकाकाशात्परतो बहिर्भागे
पुनरनन्ताकाशमलोक इति अत्राह सोमाभिधानो राजश्रेष्ठी हे भगवन् !
केवलज्ञानस्यानन्तभागप्रमितमाकाशद्रव्यं तस्याप्यनन्तभागे सर्वमध्यमप्रदेशे लोकस्तिष्ठति
चानादिनिधनः केनापि पुरुषविशेषेण न कृतो न हतो न धृतो न च रक्षितः
तथैवासंख्यातप्रदेशस्तत्रयासंख्यातप्रदेशे लोकेऽनन्तजीवास्तेभ्योऽप्यनन्तगुणाः पुद्गलाः,
તે જ લોકાકાશને વિશેષપણે દ્રઢ કરે છેઃ
ગાથા ૨૦
ગાથાર્થઃધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને જીવએ પાંચે દ્રવ્ય જેટલા
આકાશમાં રહે છે તે લોકાકાશ છે; તે લોકાકાશની બહાર અલોકાકાશ છે.
ટીકાઃધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને જીવો જેટલા આકાશમાં છે તે લોકાકાશ
છે. કહ્યું પણ છે કેઃજ્યાં જીવાદિ પદાર્થો દેખવામાં આવે છે તે લોક છે. તે લોકાકાશથી
બહાર જે અનંત આકાશ છે તે ‘અલોકાકાશ’ છે.
અહીં, સોમ નામના રાજશ્રેષ્ઠી પ્રશ્ન કરે છેઃ હે ભગવન્! કેવળજ્ઞાનના અનંતમા
ભાગપ્રમાણ આકાશદ્રવ્ય છે, તેના પણ અનંતમા ભાગમાં સૌની વચ્ચે લોકાકાશ છે અને
તે અનાદિનિધન છે, કોઈ પણ વિશિષ્ટ પુરુષ વડે કરાયો નથી, નષ્ટ થતો નથી, ધારણ
કરવામાં આવતો નથી કે રક્ષાતો નથી; વળી તે અસંખ્યાત પ્રદેશોવાળો છે. તે અસંખ્યાતપ્રદેશી
ધર્મઅધર્મ જીવ પુદ્ગલા, કાલદ્રવ્ય એ સબ હી રલા;
જેતેમૈં હૈ લોકાકાશ, તાતૈં પરૈં અલોક આકાશ. ૨૦

Page 67 of 272
PDF/HTML Page 79 of 284
single page version

background image
लोकाकाशप्रमितासंख्येयकालाणुद्रव्याणि, प्रत्येकं लोकाकाशप्रमाणं धर्माधर्मद्वयमित्युक्तलक्षणाः
पदार्थाः कथमवकाशं लभन्त इति ? भगवानाह
एकप्रदीपप्रकाशे नानाप्रदीप-
प्रकाशवदेकगूढरसनागगद्याणके बहुसुवर्णवद्भस्मघटमध्ये सूचिकोष्ट्रदुग्धवदित्यादिदृष्टान्तेन
विशिष्टावगाहनशक्तिवशादसंख्यातप्रदेशेऽपि लोकेऽवस्थानमवगाहो न विरुध्यते
यदि
पुनरित्थंभूतावगाहनशक्तिर्न भवति तर्ह्यसंख्यातप्रदेशेष्वसंख्यातपरमाणूनामेव व्यवस्थानं, तथा
सति सर्वे जीवा यथा शुद्धनिश्चयेन शक्तिरूपेण निरावरणाः शुद्धबुद्धैकस्वभावास्तथा
व्यक्तिरूपेण व्यवहारनयेनापि, न च तथा प्रत्यक्षविरोधादागमविरोधाच्चेति
एवमाकाशद्रव्यप्रतिपादनरूपेण सूत्रद्वयं गतम् ।।२०।।
अथ निश्चयव्यवहारकालस्वरूपं कथयति :
दव्वपरिवट्टरूवो जो सो कालो हवेइ ववहारो
परिणामादीलक्खो वट्टणलक्खो य परमट्ठो ।।२१।।
લોકમાં અનંત જીવો, તેનાં કરતાં પણ અનંતગુણા પુદ્ગલો, લોકાકાશ પ્રમાણ અસંખ્યાત
કાળદ્રવ્યો, પ્રત્યેક લોકાકાશપ્રમાણ એવા ધર્મ અને અધર્મ બે દ્રવ્યો
એ પદાર્થો કેવી રીતે
અવકાશ મેળવે છે?
ભગવાન ઉત્તર આપે છેઃએક દીપકના પ્રકાશમાં અનેક દીપકોનો પ્રકાશ, એક
ગૂઢ રસના શીશામાં ઘણું સુવર્ણ, રાખથી ભરેલા ઘડામાં સોય તથા ઊંટડીનું દૂધ જેમ સમાઈ
જાય છે
ઇત્યાદિ દ્રષ્ટાંતે, વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે અસંખ્યપ્રદેશવાળા લોકમાં પણ
પૂર્વોક્ત પદાર્થોના અવગાહમાં વિરોધ આવતો નથી. વળી, જો આ પ્રકારની અવગાહન-
શક્તિ ન હોય તો લોકના અસંખ્ય પ્રદેશોમાં અસંખ્ય પરમાણુઓનો જ સમાવેશ થાત અને
એમ થતાં જેમ શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે બધા જીવો નિરાવરણ અને શુદ્ધ
બુદ્ધએક
સ્વભાવવાળા છે, તેમ વ્યક્તરૂપે વ્યવહારનયથી પણ થઈ જાય! પરંતુ એમ તો નથી, કેમકે
પ્રત્યક્ષ અને આગમબન્ને પ્રકારે તેમાં વિરોધ છે.
આ પ્રમાણે આકાશદ્રવ્યના પ્રતિપાદનરૂપે બે ગાથાઓ પૂરી થઈ. ૨૦.
હવે, નિશ્ચયકાળ અને વ્યવહારકાળનું સ્વરૂપ કહે છેઃ
દ્રવ્યનિકે પરિવર્તનરૂપ, કાલ લખો વ્યવહાર વિરૂપ;
લખ્યો પડૈ પરિણામનિ એહ, નિશ્ચય વર્તન લક્ષણ તેહ. ૨૧.

Page 68 of 272
PDF/HTML Page 80 of 284
single page version

background image
द्रव्यपरिवर्तनरूपः यः सः कालः भवेत् व्यवहारः
परिणामादिलक्ष्यः वर्त्तनालक्षणः च परमार्थः ।।२१।।
व्याख्या‘‘दव्वपरिवट्टरूवो जो’’ द्रव्यपरिवर्त्तरूपो यः ‘‘सो कालो हवेइ ववहारो’’
स कालो भवति व्यवहाररूपः स च कथंभूतः ? ‘‘परिणामादीलक्खो’’
परिणामक्रियापरत्वापरत्वेन लक्ष्यत इति परिणामादिलक्ष्यः इदानीं निश्चयकालः कथ्यते
‘‘वट्टणलक्खो य परमट्ठो’’ वर्त्तनालक्षणश्च परमार्थकाल इति तद्यथाजीवपुद्गलयोः
परिवर्त्तो नवजीर्णपर्यायस्तस्य या समयघटिकादिरूपा स्थितिः स्वरूपं यस्य स भवति
द्रव्यपर्यायरूपो व्यवहारकालः
तथाचोक्तं संस्कृतप्राभृतेन‘‘स्थितिः कालसंज्ञका’’ तस्य
पर्यायस्य सम्बन्धिनी याऽसौ समयघटिकादिरूपा स्थितिः सा व्यवहारकालसंज्ञा भवति, न
च पर्याय इत्यभिप्रायः
यत एव पर्यायसम्बन्धिनी स्थितिर्व्यवहारकालसंज्ञां भजते तत एव
जीवपुद्गलसम्बन्धिपरिणामेन पर्यायेण तथैव देशान्तरचलनरूपया गोदोहनपाकादि-
ગાથા ૨૧
ગાથાર્થઃજે દ્રવ્યોના પરિવર્તનરૂપ છે (અર્થાત્ દ્રવ્યપરિવર્તનની સ્થિતિરૂપ છે)
અને પરિણામાદિથી લક્ષિત થાય છે તે વ્યવહારકાળ છે; વર્તના લક્ષણવાળો જે કાળ છે
તે નિશ્ચયકાળ છે.
ટીકાઃ‘‘दव्वपरिवट्टरूवो जो’’ જે દ્રવ્યના પરિવર્તનરૂપ છે (અર્થાત્ દ્રવ્યના પર્યાય
સાથે સંબંધવાળી કાળાવધિરૂપ છે) ‘‘सो कालो हवेइ ववहारो’’ તે કાળ વ્યવહારરૂપ છે. અને
તે કેવો છે? ‘‘परिणामादीलक्खो’’ પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વથી લક્ષિત થાય છે
જણાય છે, તેથી તે પરિણામાદિથી લક્ષ્ય છે.
હવે, નિશ્ચયકાળ વિષે કહેવામાં આવે છે. वट्टणलक्खो य परमट्ठो’’ જે વર્તનલક્ષણવાળો
છે તે પરમાર્થકાળ છે.
તે સ્પષ્ટ કરવામાં આવે છેઃજીવ અને પુદ્ગલના પરિવર્તનરૂપ જે નવી અને
જૂની પર્યાય તેની સમયઘડી ઇત્યાદિરૂપ ‘સ્થિતિ’ જેનું સ્વરૂપ છે, તે દ્રવ્યપર્યાયરૂપ
વ્યવહારકાળ છે. સંસ્કૃતભાષામાં પણ તે જ કહ્યું છે‘‘स्थितिः कालसंज्ञकाः (સ્થિતિને કાળ
એવી સંજ્ઞા છે).’’ તે પર્યાય સાથે સંબંધવાળી જે સમય, ઘડી વગેરેરૂપ સ્થિતિ છે તે ‘સ્થિતિ’
વ્યવહારકાળ છે. (પુદ્ગલાદિના પરિવર્તનરૂપ) પર્યાય વ્યવહારકાળ નથી
એવો અભિપ્રાય
છે. પર્યાયસંબંધી સ્થિતિને વ્યવહારકાળ એવું નામ મળે છે, તેથી જ જીવ અને પુદ્ગલના