Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 10 : Samudghatana Bhed Ane Swaroop, 11 : Sansari Jeevanu Swaroop Nayavibhagathi, 12 : Tras Ane Sthavarana Bhed, Trasa Ane Sthavaranu Chaud Jeevasamas Apekshae Kathan, 13 : Jeevonu Chaud Marganasthan Ane Chaud Gunasthan Apekshae Kathan, 13 : Gunasthanona Nam Ane Lakshan, 13 : Shravakani Agiyar Pratimao, 13 : Munirajana Panch Mahavrato Tatha Shreni Vagerenu Swaroop, 13 : Margnaonu Kathan, 14 : Siddhonu Swaroop Tatha Urdhvagaman Swabhav.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 15

 

Page 29 of 272
PDF/HTML Page 41 of 284
single page version

background image
व्याख्या‘‘अणुगुरुदेहपमाणो’’ निश्चयेन स्वदेहाद्भिन्नस्य केवलज्ञानाद्यनन्तगुण-
राशेरभिन्नस्य निजशुद्धात्मस्वरूपस्योपलब्धेरभावात्तथैव देहममत्वमूलभूताहारभयमैथुन-
परिग्रहसंज्ञाप्रभृतिसमस्तरागादिविभावानामासक्तिसद्भावाच्च यदुपार्जितं शरीरनामकर्म तदुदये
सति अणुगुरुदेहप्रमाणो भवति
स कः कर्ता ? ‘‘चेदा’ चेतयिता जीवः कस्मात् ?
‘‘उवसंहारप्पसप्पदो’’ उपसंहारप्रसर्पतः शरीरनामकर्मजनितविस्तारोपसंहारधर्माभ्यामित्यर्थः
कोऽत्र दृष्टान्तः ? यथा प्रदीपो महद्भाजनप्रच्छादितस्तद्भाजनान्तरं सर्वं प्रकाशयति
लघुभाजनप्रच्छादितस्तद्भाजनान्तरं प्रकाशयति
पुनरपि कस्मात् ? ‘असमुहदो’
असमुद्घातात् वेदनाकषायविक्रियामारणान्तिकतैजसाहारककेवलिसंज्ञसप्तसमुद्घातवर्जनात्
વિસ્તારને કારણે પોતાના નાના કે મોટા શરીરપ્રમાણ રહે છે અને નિશ્ચયનયની અપેક્ષાએ
અસંખ્યાતપ્રદેશી છે.
ટીકાઃ‘‘अणुगुरुदेहपमाणो’’ નિશ્ચયનયથી પોતાના દેહથી ભિન્ન અને કેવળ-
જ્ઞાનાદિ અનંત ગુણસમૂહથી અભિન્ન એવા નિજશુદ્ધાત્મસ્વરૂપની ઉપલબ્ધિના
અભાવથી તથા દેહની મમતા જેનું મૂળ છે એવી આહાર - ભય - મૈથુન - પરિગ્રહરૂપ સંજ્ઞા
વગેરે સમસ્ત રાગાદિ વિભાવોમાં આસક્તિનો સદ્ભાવ હોવાથી જીવે જે શરીરનામકર્મ
ઉપાર્જિત કર્યું હોય છે, તેનો ઉદય થતાં (જીવ પોતાના) નાના કે મોટા દેહની બરાબર
થાય છે. તે કોણ થાય છે?
‘‘चेदा’’ ચેતન અર્થાત્ જીવ. શા કારણે?
‘‘उवसंहारप्पसप्पदो’’ સંકોચ તથા વિસ્તારથી; શરીરનામકર્મથી ઉત્પન્ન વિસ્તાર અને
સંકોચરૂપ (જીવના) ધર્મથીએવો અર્થ છે.
અહીં દ્રષ્ટાન્ત શું છે? જેમ દીવો મોટા વાસણમાં મૂકવામાં આવ્યો હોય તો
તે વાસણની અંદર સર્વને પ્રકાશે છે અને નાના વાસણમાં મૂકવામાં આવ્યો હોય તો
તે વાસણમાં સર્વને પ્રકાશે છે તેમ. વળી, બીજા ક્યા કારણે આ જીવ દેહપ્રમાણ
છે?
‘असमुहदो’ અસમુદ્ઘાતને લીધે. વેદના, કષાય, વિક્રિયા, મારણાન્તિક, તૈજસ,
આહારક અને કેવળી નામના સાત પ્રકારના સમુદ્ઘાત છોડી દીધા હોવાને લીધે
(
સમુદ્ઘાત સિવાયની વાત કરી હોવાને કારણે). સાત સમુદ્ઘાતનું લક્ષણ આ રીતે
કહ્યું છે
૧. અહીં એક જ ભાવને ભિન્ન અને અભિન્ન દર્શાવી અનેકાન્તસ્વરૂપ સિદ્ધ કર્યું છે.

Page 30 of 272
PDF/HTML Page 42 of 284
single page version

background image
तथा चोक्तं सप्तसमुद्घातलक्षणम्‘‘वेयणकसायवेउव्वियो मारणंतिओ समुग्घादो तेजाहारो
छट्ठो सत्तमओ केवलीणं तु ।।।।’’ तद्यथा‘मूलसरीरमछंडिय उत्तरदेहस्स जीवपिंडस्स
णिग्गमणं देहादो हवदि समुग्घादयं णाम ।।।।’’ तीव्रवेदनानुभवान्मूलशरीरमत्यक्त्वा
आत्मप्रदेशानां बहिर्निर्गमनमिति वेदनासमुद्घातः तीव्रकषायोदयान्मूलशरीरमत्यक्त्वा परस्य
घातार्थमात्मप्रदेशानां बहिर्गमनमिति कषायसमुद्घातः मूलशरीरमपरित्यज्य किमपि
विकर्तुमात्मप्रदेशानां बहिर्गमनमिति विक्रियासमुद्घातः मरणान्तसमये मूलशरीरमपरित्यज्य
यत्र कुत्रचिद्बद्धमायुस्तत्प्रदेशं स्फु टितुमात्मप्रदेशानां बहिर्गमनमिति मारणान्तिकसमुद्घातः
स्वस्य मनोनिष्टजनकं किञ्चित्कारणान्तरमवलोक्य समुत्पन्नक्रोधस्य संयमनिधानस्य
महामुनेर्मूलशरीरमपरित्यज्य सिन्दूरपुञ्जप्रभो दीर्घत्वेन द्वादशयोजनप्रमाणः सूच्यङ्गुल-
संख्येयभागमूलविस्तारो नवयोजनाग्रविस्तारः काहलाकृतिपुरुषो वामस्कन्धान्निर्गत्य वाम-
‘‘वेयणकसायवेउव्वियो मारणंतिओ समुग्घादो
तेजाहारो छट्ठो सत्तमओ केवलीणं तु’’ ।।
‘‘(૧) વેદના, (૨) કષાય, (૩) વિક્રિયા, (૪) મારણાન્તિક, (૫) તૈજસ, (૬)
આહાર અને (૭) કેવળીએ સાત સમુદ્ઘાત છે.’’ તે આ રીતે‘‘પોતાનું મૂળ શરીર
છોડ્યા વિના (તૈજસ અને કાર્મણરૂપ) ઉત્તર દેહની સાથે સાથે જીવપ્રદેશોના શરીર બહાર
નીકળવાને સમુદ્ઘાત કહે છે.’’ તીવ્ર પીડાનો અનુભવ થવાથી, મૂળ શરીર છોડ્યા વિના,
આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને વેદનાસમુદ્ઘાત કહે છે. ૧. તીવ્ર કષાયના ઉદયથી, મૂળ
શરીરને છોડ્યા વિના, બીજાનો ઘાત કરવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને
કષાયસમુદ્ઘાત કહે છે. ૨. મૂળ શરીર છોડ્યા વિના, કોઈ પણ પ્રકારની વિક્રિયા કરવા
માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને વિક્રિયાસમુદ્ઘાત કહે છે. ૩. મૃત્યુ વખતે, મૂળ
શરીરને છોડ્યા વિના, જ્યાં આ આત્માએ ક્યાંકનું આગામી આયુષ્ય બાંધ્યું હોય તે પ્રદેશને
સ્પર્શવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને મારણાન્તિકસમુદ્ઘાત કહે છે. ૪. પોતાના
મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર કોઈ અન્ય કારણ જોઈને જેમને ક્રોધ ઉત્પન્ન થયો છે તેવા
સંયમના નિધાનરૂપ મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના, સિંદૂરના ઢગલા જેવા
પ્રકાશવાળું, બાર યોજન લાંબુ, સૂચ્યંગુલના સંખ્યાતમા ભાગ જેટલા મૂળવિસ્તારવાળું અને
નવ યોજનના અગ્ર
વિસ્તારવાળું, બિલાડાના આકારવાળું એક પૂતળું ડાબા ખભામાંથી
નીકળીને ડાબી તરફ પ્રદક્ષિણા દઈને હૃદયમાં રહેલ વિરુદ્ધ વસ્તુને ભસ્મીભૂત કરીને, તે
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા૬૬૬
૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા૬૬૭

Page 31 of 272
PDF/HTML Page 43 of 284
single page version

background image
प्रदक्षिणेन हृदये निहितं विरुद्धं वस्तु भस्मसात्कृत्य तेनैव संयमिना सह स च भस्म व्रजति
द्वीपायनवत्, असावशुभस्तेजस्समुद्घातः
लोकं व्याधिदुर्भिक्षादिपीडितमवलोक्य
समुत्पन्नकृपस्य परमसंयमनिधानस्य महर्षेर्मूलशरीरमपरित्यज्य शुभ्राकृतिः प्रागुक्तदेहप्रमाणः
पुरुषो दक्षिणप्रदक्षिणेन व्याधिदुर्भिक्षादिकं स्फोटयित्वा पुनरपि स्वस्थाने प्रविशति, असौ
शुभरूपस्तेजस्समुद्घातः
समुत्पन्नपदपदार्थभ्रान्तेः परमर्द्धिसंपन्नस्य महर्षेर्मूलशरीरमपरित्यज्य
शुद्धस्फ टिकाकृतिरेकहस्तप्रमाणः पुरुषो मस्तकमध्यान्निर्गत्य यत्र कुत्रचिदन्तर्मुहूर्तमध्ये
केवलज्ञानिनं पश्यति तद्दर्शनाच्च स्वाश्रयस्य मुनेः पदपदार्थनिश्चयं समुत्पाद्य पुनः स्वस्थाने
प्रविशति, असावाहारसमुद्घातः
सप्तमः केवलिनां दण्डकपाटप्रतरपूरणः सोऽयं
केवलिसमुद्घातः
नयविभागः कथ्यते‘‘ववहारा’ अनुपचरितासद्भूतव्यवहारनयात् ‘‘णिच्छयणयदो
असंखदेसो वा’’ निश्चयनयतो लोकाकाशप्रमितासंख्येयप्रदेशप्रमाणः ‘वा’ शब्देन तु
स्वसंवित्तिसमुत्पन्नकेवलज्ञानोत्पत्तिप्रस्तावे ज्ञानपेक्षया व्यवहारनयेन लोकालोकव्यापकः; न च
જ સંયમી (મુનિ) સાથે પોતે પણ ભસ્મીભૂત થઈ જાય છે, દ્વીપાયનમુનિની પેઠે; એ
અશુભતેજસ
સમુદ્ઘાત છે. લોકને વ્યાધિ, દુષ્કાળ વગેરેથી પીડિત જોઈને જેને દયા ઉત્પન્ન
થઈ છે એવા પરમ સંયમના નિધાન મહર્ષિના મૂળ શરીરને છોડ્યા વિના પૂર્વે કહેલા
દેહપ્રમાણવાળું, શુભ આકૃતિવાળું પૂતળું, જમણી તરફ પ્રદક્ષિણા કરીને, વ્યાધિ, દુષ્કાળ વગેરે
મટાડીને ફરીથી પોતાના મૂળ સ્થાનમાં પ્રવેશ કરે છે એ શુભતેજસસમુદ્ઘાત છે. ૫. પદ
અને પદાર્થમાં જેમને કાંઈક સંશય ઉત્પન્ન થયો છે એવા પરમ ૠદ્ધિવાળા મહર્ષિના મૂળ
શરીરને છોડ્યા વિના, શુદ્ધ સ્ફટિક જેવી આકૃતિવાળું, એક હાથનું પુરુષાકાર પૂતળું મસ્તકના
મધ્યમાંથી નીકળીને અંતર્મુહૂર્તમાં જ્યાં ક્યાંય કેવળજ્ઞાનીને જુએ છે ત્યાં તેમના દર્શનથી,
પોતાના આશ્રયભૂત મુનિને પદ અને પદાર્થનો નિશ્ચય ઉત્પન્ન કરીને ફરીથી પોતાના સ્થાનમાં
પ્રવેશ કરે છે તેને આહારક
સમુદ્ઘાત કહે છે. ૬. કેવળીઓને દંડ
- કપાટ - પ્રતર - લોકપૂરણરૂપ
થાય છે તે સાતમો કેવળીસમુદ્ઘાત છે. ૭.
નયવિભાગ કહે છે‘‘ववहारा’’ અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ઉપર કહ્યા
પ્રમાણ (જીવ પોતાના શરીરપ્રમાણ) છે. ‘‘णिच्छयणयदो असंखदेसो वा’’ નિશ્ચયનયથી
લોકાકાશ પ્રમાણ અસંખ્યપ્રદેશી છે. ‘वा’ અહીં જે ‘वा’ શબ્દ આપ્યો છે તેનાથી એમ સૂચિત
થાય છે કેસ્વસંવિત્તિથી
ઉત્પન્ન કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ્ઞાનઅપેક્ષાએ વ્યવહારનયથી
૧. શુદ્ધ આત્માની સ્વસંવેદનક્રિયાને ‘સ્વસંવિત્તિ’ કહે છે.

Page 32 of 272
PDF/HTML Page 44 of 284
single page version

background image
प्रदेशापेक्षया नैयायिकमीमांसकसांख्यमतवत् तथैव पञ्चेन्द्रियमनोविषयविकल्परहित-
समाधिकाले स्वसंवेदनलक्षणबोधसद्भावेऽपि बहिर्विषयेन्द्रियबोधाभावाज्जडः, न च सर्वथा
सांख्यमतवत्
तथा रागादिविभावपरिणामापेक्षया शून्योऽपि भवति, न चानन्तज्ञानाद्यपेक्षया
बौद्धमतवत् किञ्चअणुमात्रशरीरशब्देनात्र उत्सेधघनाङ्गुलासंख्येयभागप्रमितं लब्ध्य-
पूर्णसूक्ष्मनिगोदशरीरं ग्राह्यम्, न च पुद्गलपरमाणुः गुरुशरीरशब्देन च योजनसहस्रपरिमाणं
महामत्स्यशरीरं मध्यमावगाहेन मध्यमशरीराणि च इदमत्रतात्पर्यम्देहममत्वनिमित्तेन देहं
गृहीत्वा संसारे परिभ्रमति तेन कारणेन देहादिममत्वं त्यक्त्वा निर्मोहनिजशुद्धात्मनि भावना
कर्तव्येति
एवं स्वदेहमात्रव्याख्यानेन गाथा गता ।।१०।।
अतः परं गाथात्रयेण नयविभागेन संसारिजीवस्वरूपं तदवसाने शुद्धजीवस्वरूपं च
कथयति तद्यथा :
જીવ લોકાલોકવ્યાપક છે પરંતુ નૈયાયિક, મીમાંસક અને સાંખ્યમતવાળાઓ માને છે તેમ
પ્રદેશોની અપેક્ષાએ લોકાલોકવ્યાપક નથી. તેવી જ રીતે પાંચ ઇન્દ્રિય અને મનના વિષયના
વિકલ્પોથી રહિત સમાધિ વખતે સ્વસંવેદનલક્ષણ જ્ઞાનનો સદ્ભાવ હોવા છતાં પણ બાહ્ય
વિષયવાળા ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ હોવાની અપેક્ષાએ આત્માને જડ કહ્યો છે, પરંતુ
સાંખ્યમતવાળા માને છે તેમ સર્વથા જડ નથી. તેવી જ રીતે રાગાદિ વિભાવપરિણામોની
અપેક્ષાએ (આત્મા) શૂન્ય પણ છે, પરંતુ બૌદ્ધો માને છે તેમ અનંતજ્ઞાનાદિની અપેક્ષાએ
શૂન્ય નથી.
વિશેષ(ગાથામાં) ‘અણુ’માત્ર શરીર કહ્યું ત્યાં ઉત્સેધઘનાંગુલના અસંખ્યાતમા
ભાગ - પ્રમાણ લબ્ધિ - અપર્યાપ્તક સૂક્ષ્મ - નિગોદનું શરીર સમજવું પણ પુદ્ગલપરમાણુ ન
સમજવો. તેમજ ‘ગુરુશરીર’ શબ્દથી ‘એક હજાર યોજનપ્રમાણ મહામત્સ્યનું શરીર’ સમજવું
અને મધ્યમ અવગાહન વડે મધ્યમ શરીરો સમજવાં.
અહીં આ તાત્પર્ય છેશરીરના મમત્વના કારણે, જીવ શરીર ગ્રહણ કરીને
સંસારમાં પરિભ્રમણ કરે છે, માટે દેહાદિનું મમત્વ ત્યાગીને નિર્મોહ નિજ શુદ્ધાત્મામાં
ભાવના કરવી.
આ રીતે જીવના સ્વદેહ પ્રમાણપણાના વ્યાખ્યાનથી ગાથા પૂરી થઈ. ૧૦.
હવે પછી ત્રણ ગાથાઓ દ્વારા નયવિભાગપૂર્વક સંસારી જીવનું સ્વરૂપ અને તેના
અંતે શુદ્ધજીવનું સ્વરૂપ કહે છે. તે આ રીતે

Page 33 of 272
PDF/HTML Page 45 of 284
single page version

background image
पुढविजलतेयवाऊ वण्णफ्फ दी विविहथावरेइंदी
विगतिगचदुपंचक्खा तसजीवा होंति संखादी ।।११।।
पृथिवीजलतेजोवायुवनस्पतयः विविधस्थावरैकेन्द्रियाः
द्विकत्रिकचतुःपञ्चाक्षाः त्रसजीवाः भवन्ति शंखादयः ।।११।।
व्याख्या‘‘होंति’’ इत्यादिव्याख्यानं क्रियते ‘‘होंति’’ अतीन्द्रियामूर्तनिजपरमात्म-
स्वभावानुभूतिजनितसुखामृतरसस्वभावमलभमानास्तुच्छमपीन्द्रियसुखमभिलषन्ति छद्मस्थाः,
तदासक्ताः सन्त एकेन्द्रियादिजीवानां घातं कुर्वन्ति तेनोपार्जितं यत्त्रसस्थावरनामकर्म
तदुदयेन जीवा भवन्ति
कथंभूता भवन्ति ? ‘‘पुढविजलतेयवाऊ वणफ्फ दी
विविहथावरेइंदी’’ पृथिव्यप्तेजोवायुवनस्पतयः कतिसंख्योपेता ? विविधा आगम-
कथितस्वकीयस्वकीयान्तर्भेदैर्बहुविधाः स्थावरनामकर्मोदयेन स्थावरा, एकेन्द्रियजाति-
नामकर्मोदयेन स्पर्शेनेन्द्रिययुक्ता एकेन्द्रियाः, न केवलमित्थं भूताः स्थावरा भवन्ति
ગાથા ૧૧
ગાથાર્થઃપૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરે વિવિધ પ્રકારના સ્થાવર,
એકેન્દ્રિય જીવો છે અને શંખાદિ બે, ત્રણ, ચાર તથા પાંચ ઇન્દ્રિયવાળા ત્રસ જીવો છે.
ટીકાઃ‘‘होंति’’ વગેરે પદોની વ્યાખ્યા કરવામાં આવે છે. ‘‘होंति’ છદ્મસ્થ જીવ,
અતીન્દ્રિય અમૂર્ત નિજપરમાત્મસ્વભાવની અનુભૂતિથી ઉત્પન્ન સુખરૂપી અમૃતરસસ્વભાવને
પ્રાપ્ત ન કરતાં, ઇન્દ્રિયસુખ તુચ્છ હોવા છતાં તેની અભિલાષા કરે છે, તેમાં આસક્ત થઈને
એકેન્દ્રિયાદિ જીવોનો ઘાત કરે છે, તે જીવઘાતથી ઉપાર્જિત ત્રસ અને સ્થાવર નામકર્મના
ઉદયથી જીવો થાય છે. કેવા થાય છે?
‘‘पुढविजलतेयवाऊ वणफ्फ दी विविहथावरेइंदी’’ પૃથ્વી,
જળ, તેજ, વાયુ અને વનસ્પતિએવા પ્રકારના છે, આગમમાં કહેલા પોતપોતાના અનેક
પ્રકારના અવાન્તર ભેદવાળા છે. સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર, એકેન્દ્રિયજાતિ-
નામકર્મના ઉદયથી સ્પર્શેન્દ્રિયસહિત એકેન્દ્રિય હોય છે. તેઓ માત્ર આવા સ્થાવરો જ નથી
ભૂમિ તેજ જલ વૃક્ષ સમીર, એકેન્દ્રિય થાવર જુ શરીર;
બે તે ચઉ પણ ઇન્દ્રિય જીવ, ત્રસ હૈ સંખ આદિ ભવનીવ. ૧૧.
5

Page 34 of 272
PDF/HTML Page 46 of 284
single page version

background image
‘‘विगतिगचदुपंचक्खा तसजीवा’’ द्वित्रिचतुः पञ्चाक्षास्त्रसनामकर्मोदयेन त्रसजीवा भवन्ति ते
च कथंभूताः ? ‘‘संखादी’’ शङ्खादयः स्पर्शनरसनेन्द्रियद्वययुक्ताः शङ्खशुक्तिकृम्यादयो
द्वीन्द्रियाः स्पर्शनरसनघ्राणेन्द्रियत्रययुक्ताः कुन्थुपिपीलिकायूकामत्कुणादयस्त्रीन्द्रियाः,
स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियचतुष्टययुक्ता दंशमशकमक्षिकाभ्रमादयश्चतुरिन्द्रियाः, स्पर्शन-
रसनघ्राणचक्षुःश्रोत्रेन्द्रियपञ्चयुक्ता मनुष्यादयः पञ्चेन्द्रिया इति
अयमत्रार्थः
विशुद्धज्ञानदर्शनस्वभावनिजपरमात्मस्वरूपभावनोत्पन्नपारमार्थिकसुखमलभमाना इन्द्रिय-
सुखासक्ता एकेन्द्रियादिजीवानां वधं कृत्वा त्रसस्थावरा भवन्तीत्युक्तं पूर्वं
तस्मात्त्रसस्थावरोत्पत्तिविनाशार्थं तत्रैव परमात्मनि भावना कर्त्तव्येति
।।११।।
तदेव त्रसस्थावरत्वं चतुर्दशजीवसमासरूपेण व्यक्तीकरोति :
समणा अमणा णेया पंचिंदिय णिम्मणा परे सव्वे
बादरसुहमेइंदी सव्वे पज्जत्त इदरा य ।।१२।।
થતા. ‘‘विगतिगचदुपंचक्खा तसजीवा’’ બે, ત્રણ, ચાર તથા પાંચ ઇન્દ્રિયોવાળા, ત્રસનામકર્મના
ઉદયથી, ત્રસજીવો પણ થાય છે. તે કેવા છે? ‘‘संखादी’’ શંખ વગેરે. સ્પર્શન અને રસના
એ બે ઇન્દ્રિયવાળા શંખ, છીપ, કૃમિ વગેરે બે ઇન્દ્રિય જીવો છે; સ્પર્શન, રસના,
ઘ્રાણએ ત્રણ ઇન્દ્રિયોવાળા કંથવા, કીડી, જૂ , માકડ વગેરે ત્રિઇન્દ્રિય જીવો છે; સ્પર્શના,
રસના, ઘ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયવાળા ડાંસ, મચ્છર, માખી, ભમરા વગેરે ચતુરિન્દ્રિય
જીવો છે; સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય
એ પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યાદિ
પંચેન્દ્રિય જીવો છે.
સારાંશ એ છે કેવિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજ પરમાત્માના સ્વરૂપની ભાવનાથી
ઉત્પન્ન પારમાર્થિક સુખને પ્રાપ્ત ન કરતાં, ઇન્દ્રિયસુખમાં આસક્ત જીવો એકેન્દ્રિયાદિ
જીવોનો વધ કરીને ત્રસ અને સ્થાવર થાય છે
એમ પૂર્વે કહ્યું છે, તેથી ત્રસ અને સ્થાવરમાં
ઉત્પત્તિ ન થાય તે માટે તે જ પરમાત્મામાં ભાવના કરવી જોઈએ. ૧૧.
હવે તે જ ત્રસ અને સ્થાવરપણું ચૌદ જીવસમાસરૂપે પ્રગટ કરે છેઃ
મન - બિન અર મન - સહિત સુજાન, પંચેન્દ્રિય પર સબ મન - હાનિ;
બાદર સૂક્ષમ એકહિ અક્ષ, સબ પર્યાપત ઇતર પ્રત્યક્ષ. ૧૨.

Page 35 of 272
PDF/HTML Page 47 of 284
single page version

background image
समनस्काः अमनस्काः ज्ञेयाः पंचेन्द्रियाः निर्मनस्काः परे सर्वे
बादरसूक्ष्मैकेन्द्रियाः सर्वे पर्याप्ताः इतरे च ।।१२।।
व्याख्या‘‘समणा अमणा’’ समस्तशुभाशुभविकल्पातीतपरमात्मद्रव्यविलक्षणं
नानाविकल्पजालरूपं मनो भण्यते, तेन सह ये वर्त्तन्ते ते समनस्काः संज्ञिनः, तद्विपरीता
अमनस्का असंज्ञिनः
‘‘णेया’’ ज्ञेया ज्ञातव्याः ‘‘पंचिंदिय’’ ते संज्ञिनस्तथैवासंज्ञिनश्च
पञ्चेन्द्रियाः एवं संज्ञ्यसंज्ञिपञ्चेन्द्रियास्तिर्यञ्च एव, नारकमनुष्यदेवाः संज्ञिपञ्चेन्द्रिया एव
‘‘णिम्मणा परे सव्वे’’ निर्मनस्काः पञ्चेन्द्रियात्सकाशात् परे सर्वे द्वित्रिचतुरिन्द्रियाः
‘‘बादरसुहमेइंदी’’ बादरसूक्ष्मा एकेन्द्रियास्तेऽपि यदष्टपत्रपद्माकारं द्रव्यमनस्तदाधारेण
शिक्षालापोपदेशादिग्राहकं भावमनश्चेति तदुभयाभावादसंज्ञिन एव
‘‘सव्वे पज्जत्त इदरा य’’
एवमुक्तप्रकारेण संज्ञ्यसंज्ञिरूपेण पञ्चेन्द्रियद्वयं द्वित्रिचतुरिन्द्रियरूपेण विकलेन्द्रियत्रयं
ગાથા ૧૨
ગાથાર્થઃપંચેન્દ્રિય જીવ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના જાણવા; બાકીના
બધા જીવ મનરહિત અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવ બાદર અને સૂક્ષ્મ બે પ્રકારના છે. આ
બધા જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે.
ટીકાઃ‘‘समणा अमणा’’ સમસ્ત શુભાશુભવિકલ્પરહિત પરમાત્મદ્રવ્યથી
વિલક્ષણ અનેક પ્રકારના વિકલ્પોની જાળરૂપ મન છે. જે જીવો તે મનસહિત હોય તેને
‘સમનસ્ક’’
સંજ્ઞી અને તેનાથી વિપરીત (અર્થાત્ મનરહિત) હોય તેને ‘અમનસ્ક’
અસંજ્ઞી ‘‘णेया’’જાણવા. ‘‘पंचिंदिय’’ એવા અર્થાત્ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા
પંચેન્દ્રિય જીવો હોય છે. આવી રીતે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એમ બે
ભેદવાળા તિર્યંચો જ હોય છે; નારકી, મનુષ્ય અને દેવ સંજ્ઞી પંચેન્દ્રિય જ હોય છે.
‘‘णिम्मणा परे सव्वे’’ પંચેન્દ્રિય સિવાયના બીજા બધા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવો
અમનસ્ક જ હોય છે. ‘‘बादरसमुहमेइंदी’’ બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે તેઓ પણ,
આઠ પાખંડીવાળા કમળના આકારવાળું જે દ્રવ્યમન અને તેના આધારે શિક્ષા, વચન,
ઉપદેશાદિને ગ્રહણ કરનાર જે ભાવમન
એ બન્નેથી રહિત હોવાથી અસંજ્ઞી જ છે.
‘‘सव्वे पज्जत्त इदरा य’’ ઉપર કહ્યા પ્રમાણે સંજ્ઞી અને અસંજ્ઞીરૂપે પંચેન્દ્રિયના બે ભેદ,
દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયરૂપે વિકલત્રયના ત્રણ ભેદ તથા બાદર અને સૂક્ષ્મરૂપે

Page 36 of 272
PDF/HTML Page 48 of 284
single page version

background image
बादरसूक्ष्मरूपेणैकेन्द्रियद्वयं चेति सप्त भेदाः ‘‘आहारसरीरिंदिय पज्जत्ती आणपाणभासमणो
चत्तारिपंचछप्पियएइन्दियवियलसण्णिसण्णीणं ’’ इति गाथाकथितक्रमेण ते सर्वे प्रत्येकं
स्वकीयस्वकीयपर्याप्तिसंभवात्सप्त पर्याप्ताः सप्तापर्याप्ताश्च भवन्ति एवं चतुर्दश जीवसमासा
ज्ञातव्यास्तेषां च ‘‘इंदियकायाऊणिय पुण्णापुण्णेसु पुण्णगे आणा वेइंदियादिपुण्णे वचीमणो
सण्णिपुण्णेव दस सण्णीणं पाणा सेसेगूणंतिमस्सवे ऊणा पज्जतेसिदरेसु य सत्तदुगे
सेसगेगूणा ’’ इति गाथाद्वयकथितक्रमेण यथासंभवमिन्द्रियादिदशप्राणाश्च विज्ञेयाः
એકેન્દ્રિયના બે ભેદએમ કુલ સાત ભેદ થયા. ‘‘आहारसरीरिंदिय पज्जत्ती
आणपाणभासमणो चत्तारिपंचछप्पियपइन्द्रियवियलसण्णिसण्णीणं ।।’’ [આહાર, શરીર, ઇન્દ્રિય,
શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનએ છ પર્યાપ્તિ છે. એમાંથી એકેન્દ્રિય જીવને ચાર
(આહાર, શરીર, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ), વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય
જીવોને (મન સિવાયની) પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિ હોય છે.] આ
ગાથામાં કહેલા ક્રમથી તે સર્વ (સાત પ્રકારના) જીવો પોતપોતાની પર્યાપ્તિ પૂર્ણ થવાથી
પર્યાપ્ત હોય છે અર્થાત્ એ સાત પર્યાપ્ત હોય છે અને પોતાની પર્યાપ્તિ પૂર્ણ નહિ થવાથી
સાત અપર્યાપ્ત હોય છે. આવી રીતે ચૌદ જીવસમાસ જાણવા.
‘‘इंदियकायाऊणिय पुण्णापुण्णेसु पुण्णगे आणा
वेइंदियादिपुण्णे वचीमणो सण्णिपुण्णेव
दस सण्णीणं पाणा सेसेगूणंति मस्स वेऊणा
पज्जत्तेसिदरेसु य सत्त दुगे सेसगेगूणा ।।’’
[‘‘ઇન્દ્રિય, કાય અને આયુષ્યએ ત્રણ પ્રાણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેને હોય છે.
શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તને જ હોય છે, વચનબળપ્રાણ બે ઇન્દ્રિય આદિ પર્યાપ્તને જ હોય છે,
મનોબળપ્રાણ સંજ્ઞી પર્યાપ્તને જ હોય છે. પર્યાપ્ત અવસ્થામાં સંજ્ઞી પંચેન્દ્રિયોને દસ પ્રાણ,
અસંજ્ઞી પંચેન્દ્રિયોને (મન વિના) નવ પ્રાણ, ચાર ઇન્દ્રિયવાળાને (મન અને કર્ણેન્દ્રિય વિના)
આઠ પ્રાણ, ત્રણ ઇન્દ્રિયવાળાને (મન, કાન અને ચક્ષુ ઇન્દ્રિય વિના) સાત પ્રાણ, બે
ઇન્દ્રિયવાળાઓને (મન, કર્ણ, ચક્ષુ અને ઘ્રાણેન્દ્રિય વિના) છ પ્રાણ અને એકેન્દ્રિયવાળાઓને
(મન, કર્ણ, ચક્ષુ, ઘ્રાણ, રસના તથા વચન વિના) ચાર પ્રાણ હોય છે. અપર્યાપ્ત જીવોમાં સંજ્ઞી
તથા અસંજ્ઞી
એ બંને પંચેન્દ્રિયોને શ્વાસોચ્છ્વાસ, વચનબળ અને મનોબળ વિના સાત પ્રાણ
હોય છે અને ચતુરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધી ક્રમેક્રમે એકેક પ્રાણ ઘટે છે.] આ બન્ને ગાથાઓમાં
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૧૮ ૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૩૧૧૩૨

Page 37 of 272
PDF/HTML Page 49 of 284
single page version

background image
अत्रैतेभ्यो भिन्नं निजशुद्धात्मतत्त्वमुपादेयमिति भावार्थः ।।१२।।
अथ शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन शुद्धबुद्धैकस्वभावा अपि
जीवाः पश्चादशुद्धनयेन चतुर्दशमार्गणास्थानचतुर्दशगुणस्थानसहिता भवन्तीति प्रतिपादयति :
मग्गणगुणठाणेहि य चउदसहि हवंति तह असुद्धणया
विण्णेया संसारी सव्वे सुद्धा हु सुद्धणया ।।१३।।
मार्गणागुणस्थानैः चतुर्दशभिः भवन्ति तथा अशुद्धनयात्
विज्ञेयाः संसारिणः सर्व्वे शुद्धाः खलु शुद्धनयात् ।।१३।।
व्याख्या‘‘मग्गणगुणठाणेहि य हवंति तह विण्णेया’’ यथा
पूर्वसूत्रोदितचतुर्दशजीवसमासैर्भवन्ति मार्गणागुणस्थानैश्च तथा भवन्ति सम्भवन्तीति विज्ञेया
કહેલા ક્રમ પ્રમાણે યથાસંભવ ઇન્દ્રિયાદિક દશ પ્રાણ સમજવા.
અહીં ભાવાર્થ એ છે કે આનાથી (ઇન્દ્રિયો, પર્યાપ્તિઓ, પ્રાણો વગેરેથી) ભિન્ન
નિજશુદ્ધાત્મતત્ત્વ ઉપાદેય છે. ૧૨.
હવે શુદ્ધ - પારિણામિક - પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવો શુદ્ધ - બુદ્ધ - એક
સ્વભાવવાળા છે, તોપણ પશ્ચાત્ અશુદ્ધનયથી ચૌદ માર્ગણાસ્થાન અને ચૌદ ગુણસ્થાન સહિત
હોય છે, એમ પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૧૩
ગાથાર્થઃસર્વે સંસારી જીવો અશુદ્ધનયથી માર્ગણાસ્થાન અને ગુણસ્થાનની
અપેક્ષાએ ચૌદ-ચૌદ પ્રકારના છે. શુદ્ધનયથી ખરેખર બધા સંસારી જીવ શુદ્ધ જાણવા.
ટીકાઃ‘‘मग्गणगुणठाणेहि य हवंति तइ विण्णेया’’ જેમ આગળની ગાથામાં કહેલા
ચૌદ જીવસમાસોથી જીવો ચૌદ ભેદવાળા થાય છે તેમ માર્ગણા અને ગુણસ્થાનથી પણ થાય
૧. જુઓ ફૂટનોટ ગાથા ૪
ચૌદહ મારગના ગુનથાન, નય અશુદ્ધ સંસારી માન;
નિશ્ચય સર્વ જીવ હૈ શુદ્ધ, નાંહિ ભેદ ચેતન નિત બુદ્ધ. ૧૩.

Page 38 of 272
PDF/HTML Page 50 of 284
single page version

background image
ज्ञातव्याः कतिसंख्योपेतैः ? ‘‘चउदसहि’’ प्रत्येकं चतुर्दशभिः कस्मात् ? ‘असुद्धणया’’
अशुद्धनयात् सकाशात् इत्थंभूताः के भवन्ति ? ‘‘संसारी’’ संसारिजीवाः ‘‘सव्वे सुद्धा
हु सुद्धणया’’ त एव सर्वे संसारिणः शुद्धाः सहजशुद्धज्ञायकैकस्वभावाः कस्मात् ?
शुद्धनयात् शुद्धनिश्चयनयादिति अथागमप्रसिद्धगाथाद्वयेन गुणस्थाननामानि कथयति
‘‘मिच्छो सासण मिस्सो अविरदसम्मो य देसविरदो य विरया पमत्त इयरो अपुव्व अणियठ्ठि
सुहमो य उवसंत खीणमोहो सजोगिकेवलिजिणो अजोगी य चउदस गुणठाणाणि य
कमेण सिद्धा य णायव्वा ’’ इदानीं तेषामेव गुणस्थानानां प्रत्येकं संक्षेपलक्षणं कथ्यते
तथाहिसहजशुद्धकेवलज्ञानदर्शनरूपाखण्डैकप्रत्यक्षप्रतिभासमयनिजपरमात्मप्रभृतिषड्द्रव्य-
पञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थेषु मूढत्रयादिपञ्चविंशतिमलरहितं वीतरागसर्वज्ञप्रणीत-
नयविभागेन यस्य श्रद्धानं नास्ति स मिथ्यादृष्टिर्भवति
पाषाणरेखासदृशानन्तानुबन्धिक्रोध-
છે એમ સમજવું. (માર્ગણા અને ગુણસ્થાનથી) કેટલી સંખ્યાવાળા થાય છે? ‘‘चउदसहि’’
પ્રત્યેક ચૌદચૌદ સંખ્યાવાળા થાય છે. કઈ અપેક્ષાએ? ‘‘असुद्धणया’’ અશુદ્ધનયની
અપેક્ષાએ. આ પ્રકાના કોણ થાય છે? ‘‘संसारी’’ સંસારી જીવો થાય છે. ‘‘सव्वे सुद्धा हु
सुद्धणया’’ તે જ બધા સંસારી જીવો શુદ્ધ છે અર્થાત્ જેનો સહજશુદ્ધજ્ઞાયક એકસ્વભાવ છે
એવા છે. કઈ અપેક્ષાએ? શુદ્ધનયની અપેક્ષાએશુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ.
હવે આગમપ્રસિદ્ધ બે ગાથાઓ દ્વારા ગુણસ્થાનોનાં નામ કહે છેઃ મિથ્યાત્વ,
સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ,
અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવળી અને અયોગીકેવળી.
આ રીતે ક્રમપૂર્વક ચૌદ ગુણસ્થાન જાણવા
.
હવે, તે ગુણસ્થાનોમાંથી પ્રત્યેકનું સંક્ષેપથી લક્ષણ કહે છે. તે આ રીતેસહજશુદ્ધ
કેવળજ્ઞાનદર્શનરૂપ અખંડ - એક - પ્રત્યક્ષ - પ્રતિભાસમય નિજપરમાત્મા વગેરે છ દ્રવ્ય, પાંચ
અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં, ત્રણ મૂઢતા વગેરે પચ્ચીસ દોષરહિત, વીતરાગ
- સર્વજ્ઞપ્રણીત નયવિભાગ અનુસાર જે જીવને શ્રદ્ધાન નથી તે જીવ ‘મિથ્યાદ્રષ્ટિ’ છે. ૧.
પથ્થરમાં કોરેલી રેખા સમાન અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભમાંથી કોઈ એકના
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૯૧૦
૨. સર્વજ્ઞપ્રણીત નયવિભાગમાં શુદ્ધ-બુદ્ધ એકસ્વભાવ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે, અન્ય સર્વ હેય છે. જુઓ
ગાથા ૧૫ ભૂમિકા તથા ચૂલિકા.

Page 39 of 272
PDF/HTML Page 51 of 284
single page version

background image
मानमायालोभमान्यतरोदयेन प्रथमौपशमिकसम्यक्त्वात्पतितो मिथ्यात्वं नाद्यापि
गच्छतीत्यन्तरालवर्त्ती सासादनः
निजशुद्धात्मादितत्त्वं वीतरागसर्वज्ञप्रणीतं परप्रणीतं च मन्यते
यः स दर्शनमोहनीयभेदमिश्रकर्मोदयेन दधिगुडमिश्रभाववत् मिश्रगुणस्थानवर्त्ती भवति अथ
मतंयेन केनाप्येकेन मम देवेन प्रयोजनं तथा सर्वे देवा वन्दनीया न च निन्दनीया इत्यादि-
वैनयिकमिथ्यादृष्टिः संशयमिथ्यादृष्टिर्वा तथा मन्यते तेन सह सम्यग्मिथ्यादृष्टेः को विशेष
इति ? अत्र परिहारः
‘‘स सर्वदेवेषु सर्वसमयेषु च भक्तिपरिणामेन येन केनाप्येकेन मम
ઉદયવડે પ્રથમ - ઉપશમસમ્યક્ત્વથી પડીને જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામવાળો જીવ ‘સાસાદન’ છે. ૨.
નિજશુદ્ધાત્માદિ વીતરાગસર્વજ્ઞપ્રણીત તત્ત્વોને અને પરપ્રણીત તત્ત્વોને પણ જે માને છે તે
મિશ્રદર્શનમોહનીયકર્મના ઉદયથી દહીં અને ગોળના મિશ્રણવાળા પદાર્થોની જેમ
‘મિશ્રગુણસ્થાન’વાળો જીવ છે. ૩.
અહીં શંકા‘જે કોઈ પણ (ગમે તે હો) એક દેવથી મારે તો પ્રયોજન છે’ તથા
‘બધા જ દેવ વંદનીય છે, નિન્દા કોઈ પણ દેવની ન કરવી જોઈએ’ ઇત્યાદિ વૈનયિક
મિથ્યાદ્રષ્ટિ અથવા સંશય મિથ્યાદ્રષ્ટિ માને છે, તો તેનામાં અને સમ્યગ્મિથ્યાદ્રષ્ટિમાં શો
તફાવત છે? તેનો ઉત્તર
તે તો સર્વ દેવો પ્રત્યે અને સર્વ શાસ્ત્રો પ્રત્યે ભક્તિના પરિણામ
કરવાને લીધે કોઈ પણ એકથી મને પુણ્ય થશેએમ માનીને સંશયરૂપે ભક્તિ કરે છે, તેને
કોઈ એક દેવમાં નિશ્ચય નથી અને મિશ્રગુણસ્થાનવર્તી જીવને તો બન્નેમાં નિશ્ચય છે;
એ તફાવત છે.
‘‘સ્વાભાવિક અનંતજ્ઞાનાદિ અનંત ગુણના આધારભૂત નિજપરમાત્મદ્રવ્ય ઉપાદેય છે
અને ઇન્દ્રિયસુખાદિ પરદ્રવ્ય હેય છે’’ એમ અર્હત્સર્વજ્ઞપ્રણીત નિશ્ચયવ્યવહારનયરૂપ
૧. અવિરત સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘નિજ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે અને ઇન્દ્રિયસુખાદિ પરદ્રવ્ય હેય છે’ એમ
અંતરંગમાં આંશિક શુદ્ધ પરિણતિએ પરિણમીને નિરંતર માને છે (એટલે કે નિશ્ચયરૂપ સાધ્યભાવેશુદ્ધ
સમ્યગ્દર્શનભાવેપરિણમીને નિરંતર માને છે); વળી તે બહારમાંવિકલ્પમાં નવતત્ત્વશ્રદ્ધાનાદિભાવે
પરિણમીને પણ એમ માને છે (એટલે કે વ્યવહારરૂપ સાધકભાવથીનવતત્ત્વશ્રદ્ધાનાદિરૂપ
વિકલ્પભાવથીપણ એમ માને છે). નિશ્ચયવ્યવહારનો આવો સુમેળ હોય છે. આથી આમ તાત્પર્ય
ગ્રહવુંઃકોઈ જીવ એમ કહે કે ‘હું અંતરંગ શુદ્ધપરિણતિથી તો નિજદ્રવ્યની ઉપાદેયતા ને પરદ્રવ્યની
હેયતા માનું છું, પણ મને વિકલ્પમાં નવતત્ત્વશ્રદ્ધાનાદિથી વિરુદ્ધભાવો છે,’ તો તે વાત બરાબર નથી
અને તે જીવ સમ્યગ્દ્રષ્ટિ નથી જ. વળી કોઈ જીવ એમ કહે કે ‘હું નવતત્ત્વશ્રદ્ધાનાદિરૂપ વિકલ્પભાવમાં
તો નિજદ્રવ્યની ઉપાદેયતા ને પરદ્રવ્યની હેયતા બરાબર માનું છું, પણ મને અંતરંગ શુદ્ધ પરિણમન
નથી,’ તો તે જીવ પણ સમ્યગ્દ્રષ્ટિ નથી.

Page 40 of 272
PDF/HTML Page 52 of 284
single page version

background image
पुण्यं भविष्यतीति मत्वा संशयरूपेण भक्तिं कुरुते निश्चयो नास्ति मिश्रस्य पुनरुभयत्र
निश्चयोऽस्तीति विशेषः ’’ स्वाभाविकानन्तज्ञानाद्यनन्तगुणाधारभूतं निजपरमात्मद्रव्यमुपादेयम्,
इन्द्रियसुखादिपरद्रव्यं हि हेयमित्यर्हत्सर्वज्ञप्रणीतनिश्चयव्यवहारनयसाध्यसाधकभावेन मन्यते परं
किन्तु भूमिरेखादिसदृशक्रोधादिद्वितीयकषायोदयेन मारणनिमित्तं तलवरगृहीततस्कर-
वदात्मनिन्दासहितः सन्निन्द्रियसुखमनुभवतीत्यविरतसम्यग्दृष्टेर्लक्षणम्
यः पूर्वोक्तप्रकारेण
सम्यग्दृष्टिः सन् भूमिरेखादिसमानक्रोधादिद्वितीयकषायोदयाभावे सत्यभ्यन्तरे निश्चय-
नयेनैकदेशरागादिरहितस्वाभाविकसुखानुभूतिलक्षणेषु बहिर्विषयेषु पुनरेकदेशहिंसानृतास्तेया-
ब्रह्मपरिग्रहनिवृत्तिलक्षणेषु ‘‘दंसणवयसामाइयपोसहसचित्तराइभत्ते य
बम्हारंभपरिग्गह
अणुमण उद्दिट्ठ देसविरदो य ’’ इति गाथाकथितैकादशनिलयेषु वर्तते स
पञ्चमगुणस्थानवर्ती श्रावको भवति स एव सद्दृष्टिर्धूलिरेखादिसदृशक्रोधादि-
तृतीयकषायोदयाभावे सत्यभ्यन्तरे निश्चयनयेन रागाद्युपाधिरहितस्वशुद्धात्मसंवित्तिसमुत्पन्न-
सुखामृतानुभवलक्षणेषु बहिर्विषयेषु पुनः सामस्त्येन हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहनिवृत्तिलक्षणेषु च
સાધ્ય - સાધકભાવે માને છે, પરંતુ ભૂમિમાં પડેલી રેખા સમાન ક્રોધાદિ અપ્રત્યાખ્યાન
કષાયના ઉદયથી, મારવાને માટે કોટવાળે પકડેલ ચોરની જેમ, આત્મનિન્દા સહિત વર્તતો
થકો ઇન્દ્રિયસુખને અનુભવે
છે તે ‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ’ નું લક્ષણ છે. ૪. જે પૂર્વોક્ત પ્રકારે
સમ્યગ્દ્રષ્ટિ વર્તતો થકો ભૂમિની રેખા સમાન ક્રોધાદિ અપ્રત્યાખ્યાનાવરણરૂપ દ્વિતીય કષાયના
ઉદયનો અભાવ હોતાં,
‘‘दंसणवयसामाइय पोसहसचित्तराइभत्ते य बम्हारंभपरिग्गह अणुमय उद्दिट्ठ
देसविरदो य (દર્શન, વ્રત, સામાયિક, પ્રોષધ, સચિત્તવિરત, રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્ય,
આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ અને ઉદ્દિષ્ટત્યાગ)’ એ ગાથામાં કહેલાં
(શ્રાવકોનાં) અગિયાર સ્થાનોમાં
(૧) અંતરંગમાં નિશ્ચયનયથી એકદેશ રાગાદિરહિત
સ્વાભાવિક સુખની અનુભૂતિ જેમનું લક્ષણ છે, અને (૨) બાહ્ય વિષયોમાં (વ્યવહારથી)
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ તથા પરિગ્રહની એકદેશ નિવૃત્તિ જેમનું લક્ષણ છે તેમાં
વર્તે છે, તે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક છે. ૫. જ્યારે તે જ સમ્યગ્દ્રષ્ટિ, ધૂળની રેખા સમાન
ક્રોધાદિ પ્રત્યાખ્યાનાવરણ ત્રીજા કષાયનો ઉદય હોતાં, પાંચ મહાવ્રતોમાં
(૧) અંતરંગમાં
નિશ્ચયનયથી રાગાદિઉપાધિરહિત સ્વશુદ્ધાત્મસંવેદનથી ઉત્પન્ન સુખામૃતનો અનુભવ જેમનું
લક્ષણ છે, અને (૨) બાહ્ય વિષયોમાં (વ્યવહારથી) હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ તથા
૧. આ અનુભવભોગવટો અનીહિત વૃત્તિએવિયોગબુદ્ધિએ હોય છે અને તેનું સ્વામિત્વ ચતુર્થગુણસ્થાનવર્તી
જીવને હોતું નથી.

Page 41 of 272
PDF/HTML Page 53 of 284
single page version

background image
पञ्चमहाव्रतेषु वर्त्तेते यदा तदा दुःस्वप्नादिव्यक्ताव्यक्तप्रमादसहितोऽपि षष्ठगुणस्थानवर्त्ती
प्रमत्तसंयतो भवति
स एव जलरेखादिसदृशसंज्वलनकषायमन्दोदये सति निष्प्रमदा-
शुद्धात्मसंवित्तिमलजनकव्यक्ताव्यक्तप्रमादरहितः सन्सप्तमगुणस्थानवर्ती अप्रमत्तसंयतो
भवति
स एवातीतसंज्वलनकषायमन्दोदये सत्यपूर्वपरमाह्लादैकसुखानुभूतिलक्षणा-
पूर्वकरणोपशमकक्षपकसंज्ञोऽष्टमगुणस्थानवर्ती भवति दृष्टश्रुतानुभूतभोगाकांक्षादिरूप-
समस्तसंङ्कल्पविकल्परहितनिजनिश्चलपरमात्मतत्त्वैकाग्रध्यानपरिणामेन कृत्वा येषां
जीवानामेकसमये ये परस्परं पृथक्कर्तुं नायान्ति ते वर्णसंस्थानादिभेदेऽप्यनिवृत्ति-
करणौपशमिकक्षपकसंज्ञा द्वितीयकषायाद्येकविंशतिभेदभिन्नचारित्रमोहप्रकृतिनामुपशमन-
क्षपणसमर्था नवमगुणस्थानवर्तिनो भवन्ति
सूक्ष्मपरमात्मतत्त्वभावनाबलेन सूक्ष्म-
कृष्टिगतलोभकषायस्योपशमकाः क्षपकाश्च दशमगुणस्थानवर्तिनो भवन्ति १०
परमोपशममूर्तिनिजात्मस्वभावसंवित्तिबलेन सकलोपशान्तमोहा एकादशगुणस्थानवर्तिनो
भवन्ति
११ उपशमश्रेणिविलक्षणेन क्षपकश्रेणिमार्गेण निष्कषायशुद्धात्मभावनाबलेन
પરિગ્રહની સંપૂર્ણપણે નિવૃત્તિ જેમનું લક્ષણ છે તેમાંવર્તે છે ત્યારે, દુઃસ્વપ્ન આદિ વ્યક્ત
અને અવ્યક્ત પ્રમાદસહિત હોવા છતાં પણ, તે છઠ્ઠા ગુણસ્થાનવર્તી ‘પ્રમત્તસંયત’ છે. ૬.
તે જ જીવ જળની રેખા સમાન સંજ્વલન કષાયનો મંદ ઉદય હોતાં પ્રમાદરહિત
શુદ્ધાત્માનુભવમાં દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદરહિત વર્તતો થકો સાતમા
ગુણસ્થાનવર્તી ‘અપ્રમત્તસંયત’ છે. ૭. તે જ (જીવ) સંજ્વલન કષાયનો અત્યંત મંદ ઉદય
હોતાં અપૂર્વ (પરમ
આહ્લાદરૂપ એક સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા) ‘અપૂર્વકરણ
- ઉપશમક કે ક્ષપક’ નામના આઠમા ગુણસ્થાનવર્તી છે. ૮. દ્રષ્ટ, શ્રુત અને અનુભૂત
ભોગાકાંક્ષાદિરૂપ સમસ્ત સંકલ્પવિકલ્પરહિત, નિજ નિશ્ચલ પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર
ધ્યાનના પરિણામની અપેક્ષાએ જે જીવોને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી તેઓ,
વર્ણ અને સંસ્થાન આદિનો ભેદ હોવા છતાં, ‘અનિવૃત્તિકરણ
ઉપશમક કે ક્ષપક’ સંજ્ઞાના
ધારક, અપ્રત્યાખ્યાનાવરણરૂપ દ્વિતીય કષાયાદિ એકવીસ પ્રકારની ચારિત્રમોહનીય કર્મની
પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયમાં સમર્થ એવા, નવમા ગુણસ્થાનવર્તી જીવ છે. ૯. સૂક્ષ્મ
પરમાત્મતત્ત્વની ભાવનાના બળથી, સૂક્ષ્મ
અત્યંત કૃશ થયેલ લોભકષાયનો ઉપશમ કે ક્ષય
કરનારા જીવો દશમા ગુણસ્થાનવર્તી છે. ૧૦. પરમઉપશમમૂર્તિ નિજાત્માના સ્વભાવના
અનુભવના બળથી સંપૂર્ણ મોહનો ઉપશમ કરનાર (જીવો) અગિયારમા ગુણસ્થાનવર્તી છે.
૧૧. ઉપશમશ્રેણીથી વિલક્ષણ એવા ક્ષપકશ્રેણીના માર્ગે નિષ્કષાય શુદ્ધાત્માની ભાવનાના
6

Page 42 of 272
PDF/HTML Page 54 of 284
single page version

background image
क्षीणकषाया द्वादशगुणस्थानवर्तिनो भवन्ति १२ मोहक्षपणानन्तरमन्तर्मुहूर्तकालं
स्वशुद्धात्मसंवित्तिलक्षणैकत्ववितर्कावीचारद्वितीयशुक्लध्याने स्थित्वा तदनन्त्यसमये ज्ञानावरण-
दर्शनावरणान्तरायत्रयं युगपदेकसमयेन निर्मूल्य मेघपुञ्जरविनिर्गतदिनकर इव सकल-
विमलकेवलज्ञानकिरणैर्लोकालोकप्रकाशकास्त्रयोदशगुणस्थानवर्तिनो जिनभास्करा भवन्ति
१३
मनोवचनकायवर्गणालम्बनकर्मादाननिमित्तात्मप्रदेशपरिस्पन्दलक्षणयोगरहिताश्चतुर्दशगुणस्थान-
वर्तिनोऽयोगिजिना भवन्ति
१४ ततश्च निश्चयरत्नत्रयात्मक-कारणभूतसमयसारसंज्ञेन
परमयथाख्यातचारित्रेण चतुर्दशगुणस्थानातीताः ज्ञानावरणाद्यष्टकर्मरहिताः सम्यक्त्वाद्यष्ट-
गुणान्तर्भूतनिर्नामनिर्गोत्राद्यनन्तगुणाः सिद्धा भवन्ति
अत्राह शिष्य :केवलज्ञानोत्पत्तौ मोक्षकारणभूतरत्नत्रयपरिपूर्णतायां सत्यां तस्मिन्नेव
क्षणे मोक्षेण भाव्यं सयोग्ययोगिजिनगुणस्थानद्वये कालो नास्तीति ? परिहारमाह
यथाख्यातचारित्रं जातं परं किन्तु परमयथाख्यातं नास्ति अत्र दृष्टांतः यथा
चौरव्यापाराभावेऽपि पुरुषस्य चौरसंसर्गो दोषं जनयति तथा चारित्रविनाशक-
બળથી કષાયનો ક્ષય કરનારા જીવ બારમા ગુણસ્થાનવર્તી છે. ૧૨. મોહનો ક્ષય કર્યા પછી
અંતર્મુહૂર્ત કાળપર્યંત, સ્વશુદ્ધાત્મસંવિત્તિ (સંવેદન) જેનું લક્ષણ છે એવા ‘એકત્વવિતર્ક
અવીચાર’ નામના દ્વિતીય શુક્લધ્યાનમાં સ્થિર થઈને, તેના છેલ્લા સમયમાં જ્ઞાનાવરણ,
દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેનો એક સાથે એક સમયમાં નાશ કરીને, મેઘપટલમાંથી
નીકળેલા સૂર્યની જેમ સકળનિર્મળ કેવળજ્ઞાનનાં કિરણોથી લોક અને અલોકને પ્રકાશિત
કરનારા, તેરમા ગુણસ્થાનવર્તી જિન ભાસ્કર છે. ૧૩. મન, વચન, કાયાની વર્ગણાનું જેને
આલંબન છે અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે, એવા આત્મપ્રદેશોના
પરિસ્પંદનસ્વરૂપ જે યોગ, તેનાથી રહિત, ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી જિન છે. ૧૪.
અને ત્યારપછી નિશ્ચયરત્નત્રયાત્મક ‘કારણભૂત સમયસાર’ નામનું જે પરમ યથાખ્યાતચારિત્ર
છે, તેના વડે પૂર્વોક્ત ચૌદ ગુણસ્થાનથી અતીત થયેલા, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી રહિત
થયેલા તથા સમ્યક્ત્વાદિ આઠ ગુણોમાં અંતર્ભૂત, નિર્નામ, નિર્ગોત્ર આદિ અનંતગુણવાળા,
‘સિદ્ધો’ છે.
અહીં શિષ્ય પૂછે છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં મોક્ષના કારણભૂત રત્નત્રયની
પરિપૂર્ણતા થઈ ગઈ તો તે જ ક્ષણે મોક્ષ થવો જોઈએ. સયોગી અને અયોગીજિન નામના
બે ગુણસ્થાનનો કાળ રહેતો નથી. એ શંકાનો ઉત્તર આપે છેઃ
યથાખ્યાતચારિત્ર તો થયું,
પરંતુ પરમ યથાખ્યાતચારિત્ર નથી. અહીં દ્રષ્ટાન્ત છેજેમ કોઈ મનુષ્ય ચોરી કરતો નથી

Page 43 of 272
PDF/HTML Page 55 of 284
single page version

background image
चारित्रमोहोदयाभावेऽपि सयोगिकेवलिनां निष्क्रियशुद्धात्माचरणविलक्षणो योगत्रय-
व्यापारश्चारित्रमलं जनयति, योगत्रयगते पुनरयोगिजिने चरमसमयं विहाय शेषाघाति-
कर्मतीव्रोदयश्चारित्रमलं जनयति, चरमसमये तु मन्दोदये सति चारित्रमलाभावात् मोक्षं
गच्छति
इति चतुर्दशगुणस्थानव्याख्यानं गतम् इदानीं मार्गणाः कथ्यन्ते ‘‘गइ इंदियेसु
काये जोगे वेदे कसायणाणे य संयम दंसण लेस्सा भविया समत्तसण्णि आहारे ’’ इति
गाथाकथितक्रमेण गत्यादिचतुर्दशमार्गणा ज्ञातव्याः तद्यथास्वात्मोपलब्धिसिद्धिविलक्षणा
नारकतिर्यङ्मनुष्यदेवगतिभेदेन चतुर्विधा गतिमार्गणा भवति अतीन्द्रियशुद्धात्म-
तत्त्वप्रतिपक्षभूताह्येकद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदेन पञ्चप्रकारेन्द्रियमार्गणा अशरीरात्म-
तत्त्वविसदृशी पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसकायभेदेन षड्भेदा कायमार्गणा
निर्व्यापारशुद्धात्मपदार्थविलक्षणमनोवचनकाययोगभेदेन त्रिधा योगमार्गणा, अथवा विस्तरेण
પણ તેને ચોરના સંસર્ગનો દોષ લાગે છે, તેમ સયોગ કેવળીઓને ચારિત્રનો નાશ કરનાર
ચારિત્રમોહના ઉદયનો અભાવ હોવા છતાં નિષ્ક્રિય શુદ્ધાત્મ
આચરણથી વિલક્ષણ ત્રણ
યોગનો વ્યાપાર ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે; તથા ત્રણ યોગનો જેમને અભાવ છે તે
અયોગી જિનને, ચરમ સમય સિવાય, બાકી રહેલાં ચાર અઘાતીકર્મોનો તીવ્ર ઉદય ચારિત્રમાં
દોષ ઉત્પન્ન કરે છે. ચરમ સમયે મંદ ઉદય હોતાં, ચારિત્રમાં દોષનો અભાવ થવાથી, તે
મોક્ષને પામે છે.
એ રીતે ચૌદ ગુણસ્થાનોનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે માર્ગણાઓનું કથન કરવામાં આવે છેઃ
‘‘गइ इंदियेसु काये जोगे वेदे कसायणाणे
संयम दंसण लेस्सा भविया सम्मत्तसण्णि आहारे ।। (ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય,
જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર)’’ એ રીતે ગાથામાં
કહેલા ક્રમ પ્રમાણે ગતિ આદિ ચૌદ માર્ગણા જાણવી. તે આ પ્રમાણેઃનિજ આત્માની
ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી વિલક્ષણ એવી ગતિમાર્ગણા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના
ભેદથી ચાર પ્રકારની છે. ૧. અતીન્દ્રિય શુદ્ધાત્મતત્ત્વથી પ્રતિપક્ષભૂત ઇન્દ્રિયમાર્ગણા
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારની છે. ૨.
અશરીરી આત્મતત્ત્વથી વિસદ્રશ એવી કાયમાર્ગણા પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસ્પતિ અને
ત્રસકાયના ભેદથી છ પ્રકારની છે. ૩. નિર્વ્યાપાર શુદ્ધાત્મપદાર્થથી વિલક્ષણ મન, વચન અને
કાયયોગના ભેદથી યોગમાર્ગણા ત્રણ પ્રકારની છે; અથવા વિસ્તારથી સત્ય, અસત્ય, ઉભય
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૪૧

Page 44 of 272
PDF/HTML Page 56 of 284
single page version

background image
सत्यासत्योभयानुभयभेदेन चतुर्विधो मनोयोगो वचनयोगश्च, औदारिकौदारिकमिश्र-
वैक्रियिकवैक्रियिकमिश्राहारकाहारकमिश्रकार्मणकायभेदेन सप्तविधो काययोगश्चेति समुदायेन
पञ्चदशविधा वा योगमार्गणा
वेदोदयोद्भवरागादिदोषरहितपरमात्मद्रव्याद्भिन्ना
स्त्रीपुंनपुंसकभेदेन त्रिधा वेदमार्गणा निष्कषायशुद्धात्मस्वभावप्रतिकूलक्रोध-
लोभमायामानभेदेन चतुर्विधा कषायमार्गणा, विस्तरेण कषायनोकषायभेदेन पञ्चविंशतिविधा
वा
मत्यादिसंज्ञापञ्चकं कुमत्याद्यज्ञानत्रयं चेत्यष्टविधा ज्ञानमार्गणा
सामायिकच्छेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसांपराययथाख्यातभेदेन चारित्रं पञ्चविधम्,
संयमासंयमस्तथैवासंयमश्चेति प्रतिपक्षद्वयेन सह सप्तप्रकारा संयममार्गणा
चक्षुरचक्षुरवधिकेवलदर्शनभेदेन चतुर्विधा दर्शनमार्गणा कषायोदयरञ्जितयोगप्रवृत्ति-
विसदृशपरमात्मद्रव्यप्रतिपन्थिनी कृष्णनीलकापोततेजःपद्मशुक्लभेदेन षड्विधा
लेश्यामार्गणा १० भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणा ११ अत्राह शिष्यः
અને અનુભયરૂપ ભેદથી ચાર પ્રકારના મનોયોગ છે, એ જ રીતે (સત્ય, અસત્ય, ઉભય
અને અનુભય એમ) ચાર પ્રકારના વચનયોગ છે, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક,
વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ
એવી રીતે કાયયોગના સાત પ્રકાર છે.
એ પ્રમાણે બધી મળીને પંદર પ્રકારની યોગમાર્ગણા થઈ. ૪. વેદના ઉદયથી ઉત્પન્ન થતા
રાગાદિદોષ રહિત પરમાત્મદ્રવ્યથી ભિન્ન એવી વેદમાર્ગણા સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના
ભેદથી ત્રણ પ્રકારની છે. ૫. નિષ્કષાય શુદ્ધાત્મસ્વભાવથી પ્રતિકૂળ ક્રોધ, માન, માયા અને
લોભના ભેદથી ચાર પ્રકારની કષાયમાર્ગણા છે; વિસ્તારથી કષાય અને નોકષાયના ભેદથી
પચ્ચીસ પ્રકારની કષાયમાર્ગણા છે. ૬. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન તથા
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ
એ રીતે આઠ પ્રકારની જ્ઞાનમાર્ગણા છે. ૭. સામાયિક,
છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાતરૂપ ભેદથી ચારિત્ર પાંચ
પ્રકારનું તથા સંયમાસંયમ અને અસંયમ એ બે પ્રતિપક્ષરૂપ ભેદ મળીને સાત પ્રકારની
સંયમમાર્ગણા છે. ૮. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારની
દર્શનમાર્ગણા છે. ૯. કષાયોદયરંજિત યોગપ્રવૃત્તિથી વિસદ્રશ (કષાયના ઉદયથી રંજિત
યોગની પ્રવૃત્તિથી વિપરીત) એવા પરમાત્મદ્રવ્યનો વિરોધ કરનારી લેશ્યામાર્ગણા કૃષ્ણ, નીલ,
કાપોત, તેજો, પદ્મ અને શુક્લલેશ્યાના ભેદથી છ પ્રકારની છે. ૧૦. ભવ્ય અને અભવ્યના
ભેદથી બે પ્રકારની ભવ્યમાર્ગણા છે. ૧૧.
१. ‘प्रतिपक्षी’ इति पाठान्तरं.

Page 45 of 272
PDF/HTML Page 57 of 284
single page version

background image
शुद्धपारिणामिकपरमभावरूपशुद्धनिश्चयेन गुणस्थानमार्गणास्थानरहिता जीवा इत्युक्तं पूर्वम्,
इदानीं पुनर्भव्याभव्यरूपेण मार्गणामध्येऽपि पारिणामिकभावो भणित इति पूर्वापरविरोधः ?
अत्र परिहारमाह
पूर्वं शुद्धपारिणामिकभावापेक्षया गुणस्थानमार्गणानिषेधः कृतः, इदानीं
पुनर्भव्याभव्यत्वद्वयमशुद्धपारिणामिकभावरूपं मार्गणामध्येऽपि घटते ननुशुद्धाशुद्धभेदेन
पारिणामिकभावो द्विविधो नास्ति किन्तु शुद्ध एव ? नैवं यद्यपि सामान्यरूपेणोत्सर्गव्याख्यानेन
शुद्धपारिणामिकभावः कथ्यते तथाप्यपवादव्याख्यानेनाशुद्धपारिणामिकभावोऽप्यस्ति
तथाहि
‘‘जीवभव्याभव्यत्वानि च’’ इति तत्त्वार्थसूत्रे त्रिधा पारिणामिकभावो भणितः, तत्र शुद्ध-
चैतन्यरूपं जीवत्वमविनश्वरत्वेन शुद्धद्रव्याश्रितत्वाच्छुद्धद्रव्यार्थिकसंज्ञः शुद्धपारिणामिकभावो
भण्यते, यत्पुनः कर्मजनितदशप्राणरूपं जीवत्वं, भव्यत्वम्, अभव्यत्वं, चेति, त्रयं, तद्वि-
नश्वरत्वेन पर्यायाश्रितत्वात्पर्यायार्थिकसंज्ञस्त्वशुद्धपारिणामिकभाव उच्यते
अशुद्धत्वं कथमिति
चेत् ? यद्यप्येतदशुद्धपारिणामिकत्रयं व्यवहारेण संसारिजीवेऽस्ति तथापि ‘‘सव्वे सुद्धा हु
અહીં શિષ્ય કહે છેશુદ્ધ પારિણામિકપરમભાવરૂપ શુદ્ધનિશ્ચયથી જીવો ગુણસ્થાન
અને માર્ગણાસ્થાનરહિત છેએમ પહેલાં કહેવામાં આવ્યું છે અને હવે અહીં માર્ગણાના
કથનમાં ભવ્ય અને અભવ્યરૂપે પારિણામિકભાવ કહ્યો. એ રીતે ત્યાં પૂર્વાપર વિરોધ આવે
છે. તેનું અહીં સમાધાન કરે છેઃ
પહેલાં શુદ્ધ પારિણામિકભાવની અપેક્ષાથી ગુણસ્થાન
અને માર્ગણાસ્થાનનો નિષેધ કર્યો હતો, પરંતુ અહીં ભવ્યત્વ અને અભવ્યત્વ એ બે, અશુદ્ધ
પારિણામિકભાવરૂપ હોવાથી, માર્ગણાના કથનમાં ઘટે છે. જો એમ કહેવામાં આવે કે ‘‘શુદ્ધ
અને અશુદ્ધના ભેદથી પારિણામિકભાવ બે પ્રકારનો નથી પણ એક શુદ્ધ જ છે,’’ તો એમ
નથી; જોકે સામાન્યરૂપે ઉત્સર્ગ વ્યાખ્યાનથી શુદ્ધ પારિણામિકભાવ કહેવામાં આવે છે, તોપણ
અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિકભાવ પણ છે. જેમકે
‘‘जीवभव्याभव्यत्वानि च’’
પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વરૂપ ત્રણ પ્રકારે પારિણામિકભાવ કહ્યો
છે. ત્યાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવત્વ અવિનશ્વરપણાને લીધે શુદ્ધદ્રવ્યને આશ્રિત હોવાથી ‘શુદ્ધ
- દ્રવ્યાર્થિક’ એવી સંજ્ઞાવાળો શુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે અને કર્મજનિત દશ પ્રાણરૂપ
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વરૂપ ત્રણે છે, તે વિનશ્વરપણાને લીધે પર્યાયાશ્રિત હોવાથી
‘પર્યાયાર્થિક’ એવી સંજ્ઞાવાળા અશુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે. પ્રશ્નઃ
અશુદ્ધપણું
કેમ? ઉત્તરઃજોકે આ ત્રણ અશુદ્ધ પારિણામિકભાવ વ્યવહારથી સંસારી જીવમાં છે,
તોપણ ‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ [શુદ્ધનયે સર્વ (સંસારી) જીવો ખરેખર શુદ્ધ છે]’’ એ
૧. આ ગાથાના મથાળામાં કહ્યું છે.

Page 46 of 272
PDF/HTML Page 58 of 284
single page version

background image
सुद्धणया’’ इति वचनाच्छुद्धनिश्चयेन नास्ति त्रयं, मुक्तजीवे पुनः सर्वथैव नास्ति, इति
हेतोरशुद्धत्वं भण्यते
तत्र शुद्धाशुद्धपारिणामिकमध्ये शुद्धपारिणामिकभावो ध्यानकाले ध्येयरूपो
भवति ध्यानरूपो न भवति, कस्मात् ध्यानपर्यायस्य विनश्वरत्वात्, शुद्धपारिणामिकस्तु
द्रव्यरूपत्वादविनश्वरः, इति भावार्थः
औपशमिकक्षायोपशमिकक्षायिकसम्यक्त्वभेदेन त्रिधा
सम्यक्त्वमार्गणा मिथ्यादृष्टिसासादनमिश्रसंज्ञविपक्षत्रयभेदेन सह षड्विधा ज्ञातव्या १२
संज्ञित्वासंज्ञित्वविसदृशपरमात्मस्वरूपाद्भिन्ना संज्ञ्यसंज्ञिभेदेन द्विधा संज्ञिमार्गणा १३
आहारकानाहारकजीवभेदेनाहारकमार्गणापि द्विधा १४ इति चतुर्दशमार्गणास्वरूपं ज्ञातव्यम्
एवं ‘पुढविजलतेयवाऊ’’ इत्यादिगाथाद्वयेन, तृतीयगाथापादत्रयेण च ‘‘गुणजीवापज्जत्ती पाणा
सण्णा य मग्गणाओय
उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिया ’’ इति
गाथाप्रभृतिकथितस्वरूपं धवलजयधवलमहाधवलप्रबन्धाभिधानसिद्धान्तत्रयबीजपदं सूचितम्
વચનથી શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ (સંસારી જીવોમાં) એ ત્રણે ભાવ નથી અને મુક્ત
જીવમાં તો સર્વથા નથી, એ હેતુથી અશુદ્ધપણું કહેવાય છે. ત્યાં શુદ્ધ અને અશુદ્ધ
પારિણામિકભાવમાંથી
શુદ્ધપારિણામિકભાવ ધ્યાનના કાળે ધ્યેયરૂપ હોય છે, ધ્યાનરૂપ હોતો
નથી, કારણ કે ધ્યાનપર્યાય વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિકભાવ તો દ્રવ્યરૂપ હોવાથી
અવિનશ્વર છે. આમ ભાવાર્થ છે.
ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વના ભેદથી ત્રણ પ્રકારની સમ્યક્ત્વ-
માર્ગણામિથ્યાદર્શન, સાસાદન અને મિશ્ર એ ત્રણ વિપરીત ભેદસહિતછ પ્રકારની
જાણવી. ૧૨. સંજ્ઞી અને અસંજ્ઞીપણાથી વિસદ્રશ એવા પરમાત્મસ્વરૂપથી ભિન્ન
સંજ્ઞીમાર્ગણા સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી બે પ્રકારની છે. ૧૩. આહારક અને અનાહારક
જીવોના ભેદથી આહારમાર્ગણા પણ બે પ્રકારની છે. ૧૪.
એ રીતે ચૌદ માર્ગણાનું સ્વરૂપ જાણવું.
આ રીતે
‘‘पुढविजलतेयवाऊ’’ ઇત્યાદિ બે ગાથાથી અને ત્રીજી ગાથાના ત્રણ પાદથી
ગ્રંથકારે ધવલ - જયધવલ - મહાધવલપ્રબંધ નામના ત્રણ સિદ્ધાંતગ્રંથોના બીજપદને સૂચિત કર્યું
છેકે જેનું સ્વરૂપ (જે બીજપદનું સ્વરૂપ) ‘‘गुणजीवापज्जत्ती पाणा सण्णा य मग्गणाओय
उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिया ’’ ગુણસ્થાન, જીવસમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા,
ચૌદ માર્ગણા અને ઉપયોગથીએમ ક્રમપૂર્વક વીશ પ્રરૂપણા કહી છે.)’’ એ
૧. ત્રણે કાળે શુદ્ધતા પ્રગટ કરવા માટે આ દ્રવ્યરૂપ શુદ્ધ પારિણામિકભાવ આશ્રય કરવા યોગ્ય છે.
૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા
૨.

Page 47 of 272
PDF/HTML Page 59 of 284
single page version

background image
‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ इति शुद्धात्मतत्त्वप्रकाशकं तृतीयगाथाचतुर्थपादेन पञ्चास्तिकाय-
प्रवचनसारसमयसाराभिधानप्राभृतत्रयस्यापि बीजपदं सूचितमिति
अत्र गुणस्थानमार्गणादिमध्ये
केवलज्ञानदर्शनद्वयं क्षायिकसम्यक्त्वमनाहारकशुद्धात्मस्वरूपं च साक्षादुपादेयं, यत्पुनश्च
शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं कारणसमयसारस्वरूपं तत्तस्यैवोपादेयभूतस्य
विवक्षितैकदेशशुद्धनयेन साधकत्वात्पारम्पर्येणोपादेयं शेषं तु हेयमिति
यच्चाध्यात्मग्रन्थस्य
बीजपदभूतं शुद्धात्मस्वरूपमुक्तं तत्पुनरुपादेयमेव अनेन प्रकारेण जीवाधिकारमध्ये
शुद्धाशुद्धजीवकथनमुख्यत्वेन सप्तमस्थले गाथात्रयं गतम् ।।१३।।
अथेदानीं गाथापूर्वार्द्धेन सिद्धस्वरूपमुत्तरार्द्धेन पुनरूर्ध्वगतिस्वभावं च कथयति
णिक्कम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदो सिद्धा
लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता ।।१४।।
(ગોમ્મટસારની) ગાથા વગેરેમાં કહ્યું. ‘‘सव्वे सुद्धा हु सुद्धणया (શુદ્ધનયે સર્વ જીવો ખરેખર
શુદ્ધ છે)’’ એ ત્રીજી ગાથાના ચોથા પાદથીકે જે શુદ્ધાત્મતત્ત્વનું પ્રકાશક છે તેનાથી
પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ પ્રાભૃતના બીજપદને સૂચિત કર્યું છે.
અહીં ગુણસ્થાન અને માર્ગણાસ્થાન વગેરેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનએ બે,
ક્ષાયિકસમ્યક્ત્વ, અનાહારક શુદ્ધાત્મસ્વરૂપ સાક્ષાત્ ઉપાદેય છે અને શુદ્ધાત્માનાં સમ્યક્
શ્રદ્ધાન - જ્ઞાન - આચરણરૂપ કારણસમયસાર છે તે, તે જ ઉપાદેયભૂતનો (કેવળજ્ઞાનાદિનો)
વિવક્ષિત એકદેશ શુદ્ધનયની અપેક્ષાએ સાધક હોવાથી પરંપરાએ ઉપાદેય છે; એ સિવાય
બધું હેય છે. જે અધ્યાત્મ
- ગ્રન્થના બીજપદભૂત શુદ્ધાત્મસ્વરૂપ કહ્યું તે તો ઉપાદેય જ છે.
આ રીતે જીવાધિકારમાં શુદ્ધ અને અશુદ્ધ જીવના કથનની મુખ્યતાથી સાતમા સ્થળે
ત્રણ ગાથા પૂરી થઈ. ૧૩.
હવે, અહીં ગાથાના પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ અને ઉત્તરાર્ધથી તેમનો ઊર્ધ્વગમન
સ્વભાવ કહે છેઃ
૧. પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય છે.
અષ્ટકર્મ હતિ અઠ ગુણ પાય, ચરમદેહતૈં કિછૂ ઉનાય;
લોકઅંત થિત સિદ્ધ કહાય, નિત ઉત્પાદ નાશ હૂ ભાય. ૧૪.

Page 48 of 272
PDF/HTML Page 60 of 284
single page version

background image
निष्कर्म्माणः अष्टगुणाः किंचिदूनाः चरमदेहतः सिद्धाः
लोकाग्रस्थिताः नित्याः उत्पादव्ययाभ्यां संयुक्ताः ।।१४।।
व्याख्या‘सिद्धा’ सिद्धा भवन्तीति क्रियाध्याहारः किं विशिष्टाः ? ‘‘णिक्कम्मा
अट्ठगुणा किंचूणा चरमदेहदो’’ निष्कर्माणोऽष्टगुणाः किञ्चिदूनाश्चरमदेहतः सकाशादिति
सूत्रपूर्वार्द्धेन सिद्धस्वरूपमुक्तम्
ऊर्ध्वगमनं कथ्यते ‘लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं
संजुत्ता’’ ते च सिद्धा लोकाग्रस्थिता नित्या उत्पादव्ययाभ्यां संयुक्ताः अतो
विस्तरःकर्मारिविध्वंसकस्वशुद्धात्मसंवित्तिबलेन ज्ञानावरणादिमूलोत्तरगतसमस्तकर्मप्रकृति-
विनाशकत्वादष्टकर्मरहिताः ‘‘सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं अगुरुलहुअव्वबाहं
अट्ठगुणा होंति सिद्धाणं इति गाथाकथितक्रमेण तेषामष्टकर्मरहितानामष्टगुणाः कथ्यन्ते
ગાથા ૧૪
ગાથાર્થઃસિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે, આઠ ગુણોના ધારક છે, અંતિમ
શરીરથી કાંઈક ન્યૂન (ઓછા) આકારવાળા છે, લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે અને
ઉત્પાદ
- વ્યયથી યુક્ત છે.
ટીકાઃ‘‘सिद्धा’’ સિદ્ધો હોય છે. એ રીતે અહીં ‘भवन्ति’ (હોય છે)’’ ક્રિયા
અધ્યાહાર છે. કેવા હોય છે? ‘‘णिकम्मा अट्ठगुणाः किंचूणा चरमदेहदो’’ કર્મોથી રહિત, આઠ
ગુણોથી સહિત, અંતિમ શરીરથી કાંઈક ન્યૂન એવા સિદ્ધ છેહોય છે; એ પ્રમાણે ગાથાના
પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ કહ્યું. હવે, તેમનો ઊર્ધ્વગમન સ્વભાવ કહેવામાં આવે છેઃ
‘‘लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता’’ તે સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગમાં સ્થિત છે,
નિત્ય છે અને ઉત્પાદ - વ્યયથી સંયુક્ત છે.
હવે વિસ્તાર કહેવામાં આવે છેઃકર્મશત્રુઓના વિધ્વંસક સ્વશુદ્ધાત્માની સંવિત્તિના
(સંવેદનના) બળથી જ્ઞાનાવરણાદિ મૂળ અને ઉત્તર સમસ્ત કર્મપ્રકૃતિઓનો વિનાશ કરવાને
કારણે સિદ્ધભગવાન આઠ કર્મથી રહિત છે.
‘‘सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं
अगुरुलहुअव्वबाहं अट्ठगुणा होंति सिद्धाणं । (સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધએ આઠ ગુણો સિદ્ધોને હોય છે)’’ એ ગાથામાં
કહેલા ક્રમપૂર્વક, આઠ કર્મરહિત એવા તે સિદ્ધોના આઠ ગુણો કહેવામાં આવે છે.
૧. વસુનન્દી શ્રાવકાચાર ગાથા-૫૩૭