Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 3 : Jeevanu Swaroop, 4 : Upyoganu Swaroop, 5 : Gnanopayogana Bhed Tatha Swaroop, 6 : Gnan-Darshan Upyogana Vyakhyanano Nay Vibhagathi Upasanhar, 7 : Jeeva Vyavaharathi Moort Chhe Pan Nishchayathi Amoort Chhe, 8 : Jeeva Nishchayathi Karmadina Kartapanathi Rahit Hova Chhata Vyavaharanayathi Karmno Karta Thay Chhe, 9 : Jeeva Shuddhanayathi Nirvikar Sukhamrutano Bhokta Chhe Topan Ashuddhanaythi Sansarik Sukh-Dukhano Bhokta Thay Chhe, 10 : Jeeva Nishchyanayathi Lokpraman Asankhyat Pradeshmatra Hova Chhata Vyavaharanayathi Shareerapraman Chhe.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 15

 

Page 9 of 272
PDF/HTML Page 21 of 284
single page version

background image
व्याख्या‘‘जीवो’’ शुद्धनिश्चयनयेनादिमध्यान्तवर्जितस्वपरप्रकाशकाविनश्वर-
निरुपाधिशुद्धचैतन्यलक्षणनिश्चयप्राणेन यद्यपि जीवति, तथाप्यशुद्धनयेनानादिकर्मबन्ध-
वशादशुद्धद्रव्यभावप्राणैर्जीवतीति जीवः
‘‘उवओगमओ’’ शुद्धद्रव्यार्थिकनयेन यद्यपि
सकलविमलकेवलज्ञानदर्शनोपयोगमयस्तथाप्यशुद्धनयेन क्षायोपशमिकज्ञानदर्शननिर्वृत्तत्वात्
ज्ञानदर्शनोपयोगमयो भवति
‘‘अमुत्ति’’ यद्यपि व्यवहारेण मूर्त्तकर्म्माधीनत्वेन
स्पर्शरसगन्धवर्णवत्या मूर्त्या सहितत्वान्मूर्त्तस्तथापि परमार्थेनामूर्त्तातीन्द्रियशुद्धबुद्धैक-
स्वभावत्वादमूर्त्तः
‘‘कत्ता’’ यद्यपि भूतार्थनयेन निष्क्रियटङ्कोत्कीर्णज्ञायकैकस्वभावोऽयं
जीवः तथाप्यभूतार्थनयेन मनोवचनकायव्यापारोत्पादककर्मसहितत्वेन शुभाशुभकर्म्म-
कर्तृत्वात् कर्त्ता
‘‘सदेहपरिमाणो’’ यद्यपि निश्चयेन सहजशुद्धलोकाकाशप्रमितासंख्येय-
प्रदेशस्तथापि व्यवहारेणानादिकर्म्मबन्धाधीनत्वेन शरीरनामकर्मोदयजनितोपसंहारविस्तारा-
धीनत्वात् घटादिभाजनस्थप्रदीपवत् स्वदेहपरिमाणः
‘‘भोत्ता’ यद्यपि शुद्धद्रव्यार्थिक-
ભોક્તા છે, સંસારસ્થ છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે તે જીવ છે. ૨
ટીકાઃ‘‘जीवो’’ આ જીવ જોકે શુદ્ધનિશ્ચયનયથી આદિમધ્યઅંતરહિત,
સ્વપરપ્રકાશક, અવિનાશી, નિરુપાધિ શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા
નિશ્ચયપ્રાણથી જીવે છે તોપણ અશુદ્ધનયથી અનાદિકર્મબંધના વશે અશુદ્ધ દ્રવ્યપ્રાણો અને
ભાવપ્રાણોથી જીવે છે, તેથી તે ‘જીવ’ છે.
‘‘उवओगमओ’’ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોકે સકળવિમળ (સર્વથા નિર્મળ)
કેવળજ્ઞાનદર્શનરૂપ ‘ઉપયોગમય’ છે તોપણ અશુદ્ધનયથી ક્ષાયોપશમિક જ્ઞાન અને દર્શનથી
રચાયેલો હોવાથી જ્ઞાનદર્શનરૂપ ‘ઉપયોગમય’ છે
‘‘अमुत्ति’’ જોકે વ્યવહારથી મૂર્તકર્મને આધીનપણે સ્પર્શ-રસ-ગંધ-વર્ણરૂપ મૂર્તપણા
સહિત છે, તેથી તે મૂર્ત છે તોપણ પરમાર્થે અમૂર્તઅતીન્દ્રિયશુદ્ધબુદ્ધએક સ્વભાવવાળો
હોવાથી ‘અમૂર્ત’ છે.
‘‘क त्ता’’ જોકે આ જીવ ભૂતાર્થનયથી નિષ્ક્રિયટંકોત્કીર્ણજ્ઞાયકએક સ્વભાવવાળો
છે તોપણ અભૂતાર્થનયથી મન-વચન-કાયાના વ્યાપારને ઉત્પન્ન કરનાર કર્મ સહિત હોવાથી,
શુભાશુભકર્મનો કર્તા હોવાથી ‘કર્તા’ છે.
‘‘सदेहपरिमाणो’’ જોકે નિશ્ચયથી સહજશુદ્ધ લોકાકાશપ્રમાણ અસંખ્યપ્રદેશી છે તોપણ
વ્યવહારથી, અનાદિ કર્મબંધને આધીનપણે શરીરનામકર્મના ઉદયથી ઉત્પન્ન સંકોચ
વિસ્તારના આધીનપણાને લીધે, ઘટાદિ પાત્રમાં રહેલ દીવાની પેઠે ‘સ્વદેહપ્રમાણ’ છે.
2

Page 10 of 272
PDF/HTML Page 22 of 284
single page version

background image
नयेन रागादिविकल्पोपाधिरहितस्वात्मोत्थसुखामृतभोक्ता, तथाप्यशुद्धनयेन तथाविधसुखा-
मृतभोजनाभावाच्छुभाशुभकर्मजनितसुखदुःखभोक्तृत्वाद्भोक्ता
‘‘संसारत्थो’’ यद्यपि
शुद्धनिश्चयनयेन निःसंसारनित्यानन्दैकस्वभावस्तथाप्यशुद्धनयेन द्रव्यक्षेत्रकालभवभावपञ्च-
प्रकारसंसारे तिष्ठतीति संसारस्थः
‘‘सिद्धो’’ व्यवहारेण स्वात्मोपलब्धिलक्षणसिद्धत्व-
प्रतिपक्षभूतकर्मोदयेन यद्यप्यसिद्धस्तथापि निश्चयनयेनानन्तज्ञानानन्तगुणस्वभावत्वात्
सिद्धः
‘‘सो’’ स एवंगुणविशिष्टो जीवः ‘‘विस्ससोड्ढगई’’ यद्यपि व्यवहारेण चतुर्गति-
जनककर्मोदयवशेनोर्ध्वाधस्तिर्यग्गतिस्वभावस्तथापि निश्चयेन केवलज्ञानाद्यनन्तगुणावाप्ति-
लक्षणमोक्षगमनकाले विस्रसा स्वभावेनोर्ध्वगतिश्चेति
अत्र पदखण्डनारूपेण शब्दार्थः कथितः,
शुद्धाशुद्धनयद्वयविभागेन नयार्थोऽप्युक्तः इदानीं मतार्थः कथ्यते जीवसिद्धिश्चार्वाकं प्रति,
ज्ञानदर्शनोपयोगलक्षणं नैयायिकं प्रति, अमूर्तजीवस्थापनं भट्टचार्वाकद्वयं प्रति,
‘‘भोत्ता’’ જોકે (આ જીવ) શુદ્ધદ્રવ્યાર્થિકનયથી રાગાદિવિકલ્પઉપાધિરહિત,
પોતાના આત્માથી ઉત્પન્ન સુખામૃતનો ભોક્તા છે તોપણ અશુદ્ધનયથી તે પ્રકારના
સુખામૃતભોજનનો અભાવ હોવાથી શુભાશુભકર્મથી ઉત્પન્ન સુખદુઃખને ભોગવતો
હોવાથી ‘ભોક્તા’ છે.
‘‘संसारत्थो’’ જોકે (આ જીવ) શુદ્ધનિશ્ચયનયથી નિઃસંસારનિત્યાનંદ
એકસ્વભાવવાળો છે તોપણ અશુદ્ધનયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ
પ્રકારના સંસારમાં રહે છે, તેથી ‘સંસારસ્થ’ છે.
‘‘सिद्धो’’ જોકે (આ જીવ) વ્યવહારથી, નિજાત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ
(સ્વરૂપ) છે એવા સિદ્ધત્વના પ્રતિપક્ષભૂત કર્મોદયથી અસિદ્ધ છે તોપણ નિશ્ચયનયથી
અનંતજ્ઞાનાદિ અનંતગુણરૂપ સ્વભાવવાળો હોવાથી ‘સિદ્ધ’ છે.
‘‘सो’’ તેઆ પ્રકારના ગુણોવાળો જીવ છે. ‘‘विस्ससोड्ढगई’’ જોકે (આ
જીવ) વ્યવહારથી ચાર ગતિ ઉત્પન્ન કરનાર કર્મોદયને વશે ઊર્ધ્વ, અધો અને તિર્યક્
ગતિરૂપ સ્વભાવવાળો છે તો પણ નિશ્ચયથી કેવળજ્ઞાનાદિ અનંતગુણની પ્રાપ્તિ જેનું
લક્ષણ છે, એવા મોક્ષગમનસમયે ‘વિસ્રસા
સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર’ છે.
અહીં પદખંડનારૂપ શબ્દાર્થ કહ્યો અને શુદ્ધ અને અશુદ્ધબે નયોના વિભાગથી
નયાર્થ પણ કહ્યો. હવે મતાર્થ કહેવામાં આવે છેઃ
જીવની સિદ્ધિ ચાર્વાક પ્રત્યે છે, (જીવનું) જ્ઞાનદર્શન-ઉપયોગરૂપ લક્ષણ નૈયાયિક પ્રત્યે

Page 11 of 272
PDF/HTML Page 23 of 284
single page version

background image
कर्मकर्तृस्थापनं सांख्यं प्रति, स्वदेहप्रमितिस्थापनं नैयायिकमीमांसकसांरन्यत्रयं प्रति,
कर्मभोक्तृत्वव्याख्यानं बौद्धं प्रति, संसारस्थव्याख्यानं सदाशिवं प्रति, सिद्धित्वव्याख्यानं
भट्टचार्वाकद्वयं प्रति, ऊर्ध्वगतिस्वभावकथनं मांडलिकग्रन्थकारं प्रति, इति मतार्थो ज्ञातव्यः
आगमार्थः पुनः ‘‘अस्त्यात्मानादिबद्धः’’इत्यादि प्रसिद्ध एव शुद्धनयाश्रितं
जीवस्वरूपमुपादेयम् शेषं च हेयम् इति हेयोपादेयरूपेण भावार्थोऽप्यवबोद्धव्यः एवं
शब्दनयमतागमभावार्थो यथासम्भवं व्याख्यानकाले सर्वत्र ज्ञातव्यः इति
जीवादिनवाधिकारसूचनसूत्रगाथा ।।।।
अतः परं द्वादशगाथाभिर्नवाधिकारान् विवृणोति तत्रादौ जीवस्वरूपं कथयति :
तिक्काले चदुपाणा इंदियबलमाउआणपाणो य
ववहारा सो जीवो णिच्छयणयदो दु चेदणा जस्स ।।।।
છે, જીવના અમૂર્તપણાનું સ્થાપન ભટ્ટ અને ચાર્વાક એ બે પ્રત્યે છે. ‘જીવ કર્મનો કર્તા છે’
એ સ્થાપન સાંખ્ય પ્રત્યે છે, ‘જીવ સ્વદેહપ્રમાણ છે’ એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને
સાંખ્ય
એ ત્રણ પ્રત્યે છે, ‘જીવ કર્મનો ભોક્તા છે’ એ વ્યાખ્યાન બૌદ્ધ પ્રત્યે છે, જીવના
સંસારસ્થપણાનું વ્યાખ્યાન સદાશિવ પ્રત્યે છે. જીવના સિદ્ધત્વનું વ્યાખ્યાન ભટ્ટ અને
ચાર્વાક
એ બે પ્રત્યે છે, જીવના ઊર્ધ્વગમનસ્વભાવનું વ્યાખ્યાન માંડલિક ગ્રંથકાર પ્રત્યે
છે. આ રીતે મતાર્થ જાણવો.
‘આત્મા અનાદિથી બંધાયેલો છે’ ઇત્યાદિ આગમાર્થ તો પ્રસિદ્ધ જ છે.
‘શુદ્ધનયાશ્રિત જીવસ્વરૂપ ઉપાદેય છે અને બીજું બધું હેય છે’
એમ હેય-
ઉપાદેયરૂપે ભાવાર્થ પણ જાણવો.
આ રીતે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યથાસંભવ વ્યાખ્યાનકાળે
સર્વત્ર જાણવા.
આ રીતે જીવાદિ નવ અધિકારોનું સૂચન કરનારી આ સૂત્રગાથા છે. ૨.
હવે, બાર ગાથાઓ દ્વારા નવ અધિકારોનું વિવરણ કરે છે. તેમાં પ્રથમ જીવનું
સ્વરૂપ કહે છેઃ
તીન કાલમેં જીવન જાસ, ઇન્દ્રિય બલ આયુષ ઉચ્છાસ;
ચ્યારિ પ્રાણ વ્યવહારૈં જીવ, નિશ્ચયનય ચેતના સદીવ. ૩.

Page 12 of 272
PDF/HTML Page 24 of 284
single page version

background image
त्रिकाले चतुःप्राणा इन्द्रियं बलं आयुः आनप्राणश्च
व्यवहारात् स जीवः निश्चयनयतस्तु चेतना यस्य ।।।।
व्याख्या‘‘तिक्काले चदुपाणा’’ कालत्रये चत्वारः प्राणा भवन्ति ते के
‘‘इंदियबलमाउआणपाणो य’’ अतीन्द्रियशुद्धचैतन्यप्राणात्प्रतिशत्रुपक्षभूतः क्षायोपशमिक
इन्द्रियप्राणः, अनन्तवीर्यलक्षणबलप्राणादनन्तैकभागप्रमिता मनोवचनकायबलप्राणाः,
अनाद्यनन्तशुद्धचैतन्यप्राणविपरीततद्विलक्षणाः सादिः सान्तश्चायुःप्राणः उच्छवासपरा-
वर्त्तोत्पन्नखेदरहितविशुद्धचित्प्राणाद्विपरीतसदृश आनपानप्राणः
‘‘ववहारा सो जीवो’’
इत्थंभूतैश्चतुर्भिर्द्रव्यभावप्राणैर्यथासंभवं जीवति जीविब्यति जीवितपूर्वो वा यो व्यवहारनयात्स
जीवः; द्रव्येन्द्रियादिर्द्रव्यप्राणा अनुपचरितासद्भूतव्यवहारेण, भावेन्द्रियादिः
क्षायोपशमिकभावप्राणाः पुनरशुद्धनिश्चयेन, सत्ताचैतन्यबोधादिः शुद्धभावप्राणाः निश्चयेनेति
‘‘णिच्छयणयदो दु चेदणा जस्स’’ शुद्धनिश्चयनयतः सकाशादुपादेयभूता शुद्धचेतना यस्य स
ગાથા
ગાથાર્થઃત્રણ કાળમાં ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોેચ્છ્વાસ
ચાર પ્રાણોને જે ધારણ કરે છે, તે વ્યવહારનયે જીવ છે. નિશ્ચયનયથી જેને ચેતના છે તે
જીવ છે.
ટીકાઃ‘तिक्काले चदुपाणा’’ ત્રણ કાળમાં (જીવને) ચાર પ્રાણો હોય છે. તે ક્યા?
‘‘इंदियबलमाउआणपाणो य’’ અતીન્દ્રિય શુદ્ધ ચૈતન્યપ્રાણથી પ્રતિપક્ષભૂત ક્ષાયોપશમિક
ઇન્દ્રિયપ્રાણ છે, અનંતવીર્યલક્ષણ બળપ્રાણથી અનંતમા ભાગ પ્રમાણ મનોબળ, વચનબળ
અને કાયબળરૂપ પ્રાણ છે. અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યપ્રાણથી વિપરીત
તેનાથી વિલક્ષણ
સાદિસાન્ત (આદિ અને અંતવાળો) આયુપ્રાણ છે. શ્વાસ અને ઉચ્છ્વાસના પરાવર્તનથી
ઉત્પન્ન ખેદ રહિત વિશુદ્ધ ચૈતન્યપ્રાણથી વિપરીત શ્વાસોચ્છ્વાસ રૂપ પ્રાણ છે. ‘‘ववहारा
सो जीवा’’ વ્યવહારનયઅપેક્ષાએ, આ પ્રકારના ચાર દ્રવ્ય અને ભાવપ્રાણોથી યથાસંભવ જે
જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. જીવને દ્રવ્યેન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણો
અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી, ભાવેન્દ્રિયાદિ ક્ષાયોપશમિક ભાવપ્રાણો અશુદ્ધ
નિશ્ચયનયથી અને સત્તા, ચૈતન્ય, બોધ વગેરે શુદ્ધભાવપ્રાણો નિશ્ચયનયથી છે.
‘‘णिच्छयणयदो
दु चेदणा जस्स’’ શુદ્ધ નિશ્ચયનયથી, ઉપાદેયભૂત શુદ્ધ ચેતના જેને છે તે જીવ છે.

Page 13 of 272
PDF/HTML Page 25 of 284
single page version

background image
जीवः एवं ‘‘वच्छरक्खभवसारिच्छ, सग्गणिरयपियराय चुल्लयहंडिय पुण मडउ णव
दिट्ठंता जाय ।।।।’’ इति दोहककथितनवदृष्टान्तैश्चार्वाकमतानुसारिशिष्यसंबोधनार्थं
जीवसिद्धिव्याख्यानेन गाथा गता अथ अध्यात्मभाषया नयलक्षणं कथ्यते सर्वे जीवाः
शुद्धबुद्धैकस्वभावाः इति शुद्धनिश्चयनयलक्षणम् रागादय एव जीवाः
इत्यशुद्धनिश्चयनयलक्षणम् गुणगुणिनोरभेदोऽपि भेदोपचार इति सद्भूतव्यवहारलक्षणम्
भेदेऽपि सत्यभेदोपचार इत्यसद्भूतव्यवहारलक्षणं चेति तथाहिजीवस्य केवलज्ञानादयो गुणा
इत्यनुपचरितसंज्ञशुद्धसद्भूतव्यवहारलक्षणम् जीवस्य मतिज्ञानादयो विभावगुणा
તેથી ‘‘वच्छरक्खभवसारिच्छ सग्गणिरयपियराय चुल्लयहंडिय पुण मडउ णव दिट्ठंता जाय ।।’’
( ૧. वत्सજન્મ લેતાં જ વાછરડું, પૂર્વજન્મના સંસ્કારથી, શીખવ્યા વિના પોતાની મેળે
માતાનું સ્તનપાન કરવા લાગે છે. ૨. अक्षरઅક્ષરોનું ઉચ્ચારણ જીવ જાણકારીની સાથે
આવશ્યકતા પ્રમાણે કરે છે. જડપદાર્થોમાં આ વિશેષતા હોતી નથી. ૩. भवજો આત્મા
એક સ્થાયી પદાર્થ ન હોય તો જન્મમરણ કોનાં થાય? ૪. सादृश्यઆહાર, પરિગ્રહ,
ભય, મૈથુન, હર્ષ, વિષાદ આદિ બધા જીવોમાં એકસરખાં દેખાય છે. ૫૬. स्वर्गनरक
જીવ જો સ્વતંત્ર પદાર્થ ન હોય તો સ્વર્ગનરકમાં જવાનું કોને સિદ્ધ થશે? ૭. पितर
અનેક મનુષ્ય મરીને ભૂત વગેરે થાય છે અને પોતાનાં સ્ત્રી, પુત્રાદિને પોતાના આગલા
ભવની હકીકત જણાવે છે. ૮.
चूल्हाहंडीજીવ જો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને
આકાશએ પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થતો હોય તો દાળ બનાવતી વખતે ચૂલા ઉપર
મૂકેલ હાંડીમાં પાંચે મહાભૂતોનો સમાગમ થવાને લીધે ત્યાં પણ જીવ ઉત્પન્ન થવો જોઈએ;
પરંતુ એમ બનતું નથી. ૯.
मृतक મડદામાં પાંચે પદાર્થો હોય છે પણ તેમાં જીવનાં
જ્ઞાનાદિ હોતાં નથી. આ રીતે જીવ એક જુદો સ્વતંત્ર પદાર્થ સિદ્ધ થાય છે. )
દોહરામાં કહેલાં નવ દ્રષ્ટાન્તો વડે, ચાર્વાકમતાનુસારી શિષ્યને સમજાવવા માટે જીવની
સિદ્ધિના વ્યાખ્યાનથી આ ગાથા પૂરી થઈ.
હવે અધ્યાત્મભાષાથી નયોનાં લક્ષણ કહે છેઃ ‘સર્વે જીવો શુદ્ધબુદ્ધએક
સ્વભાવવાળા છે’ એ શુદ્ધનિશ્ચયનયનું લક્ષણ છે. ‘રાગાદિ જ જીવ છે’ એ અશુદ્ધનિશ્ચયનયનું
લક્ષણ છે. ગુણ અને ગુણી અભેદ હોવા છતાં પણ ભેદનો ઉપચાર કરવો તે
સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે; અને ભેદ હોવા છતાં પણ અભેદનો ઉપચાર કરવો એ
અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. તે આ પ્રમાણે
‘જીવને કેવળજ્ઞાનાદિ ગુણો છે’ એ
અનુપચરિત શુદ્ધ સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. ‘જીવને મતિજ્ઞાનાદિ વિભાવગુણો છે’ એ

Page 14 of 272
PDF/HTML Page 26 of 284
single page version

background image
इत्युपचरितसंज्ञाशुद्धसद्भूतव्यवहारलक्षणम् ‘मदीयो देहमित्यादि’ संश्लेषसंबन्धसहितपदार्थः
पुनरनुपचरितसंज्ञासद्भूतव्यवहारलक्षणम् यत्र तु संश्लेषसंबन्धो नास्ति तत्र ‘मदीयः पुत्र
इत्यादि’ उपचरिताभिधानासद्भूतव्यवहारलक्षणमिति नयचक्रमूलभूतं संक्षेपेण नयषटकं ज्ञातव्य
मिति
।।।।
अथ गाथात्रयपर्यन्तं ज्ञानदर्शनोपयोगद्वयं कथ्यते तत्र प्रथमगाथायां मुख्यवृत्त्या
दर्शनोपयोगव्याख्यानं करोति यत्र मुख्यत्वमिति वदति तत्र यथासम्भवमन्यदपि विवक्षितं
लभ्यत इति ज्ञातव्यम्
उवओगो दुवियप्पो दंसणणाणं च दंसणं चदुधा
चक्खु अचक्खू ओही दंसणमध केवलं णेयं ।।।।
उपयोगः द्विविकल्पः दर्शनं ज्ञानं च दर्शनं चतुर्धा
चक्षुः अचक्षुः अवधिः दर्शनं अथ केवलं ज्ञेयम् ।।।।
ઉપચરિત અશુદ્ધ સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. સંશ્લેષસંબંધવાળા પદાર્થ ‘શરીરાદિ મારા
છે’ એ અનુપચરિત અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. જ્યાં સંશ્લેષસંબંધ નથી એવા ‘પુત્રાદિ
મારા છે’ તે ઉપચરિત અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. એ પ્રમાણે નયચક્રના મૂળભૂત છ
નયો સંક્ષેપમાં જાણવા. ૩.
હવે, ત્રણ ગાથા સુધી જ્ઞાન અને દર્શન એ બે ઉપયોગનું કથન કરવામાં આવે છે.
ત્યાં પ્રથમ ગાથામાં મુખ્યપણે દર્શન-ઉપયોગની વ્યાખ્યા કરે છે. જ્યાં અમુક વિષયનું
‘મુખ્યતાથી’ વર્ણન કરવાનું કહ્યું હોય ત્યાં ગૌણપણે બીજા વિષયનું પણ યથાસંભવ કથન
આવી જાય છે, એમ જાણવુંઃ
ગાથા
ગાથાર્થઃઉપયોગ બે પ્રકારનો છેઃ દર્શન અને જ્ઞાન. તેમાં દર્શનોપયોગ
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનએમ ચાર પ્રકારનો જાણવો.
દોય ભેદ ઉપયોગ ઉદાર, દર્શન જ્ઞાન ધરૈ સુવિચાર;
દર્શન-ભેદ ચ્યારિ હૈ ભલા, ચક્ષુ અચક્ષુ અવધિ કેવલા. ૪.

Page 15 of 272
PDF/HTML Page 27 of 284
single page version

background image
व्याख्या‘‘उवओगो दुवियप्पो’’ उपयोगो द्विविकल्पः ‘‘दंसणणाणं च’’
निर्विकल्पकं दर्शनं सविकल्पकं ज्ञानं च पुनः ‘‘दंसणं चदुधा’’ दर्शनं चतुर्धा भवति;
‘‘चक्खु अचक्खू ओही दंसणमध केवलं णेयं’’ चक्षुर्दर्शनमचक्षुर्दर्शनमवधिदर्शनमथ अहो
केवलदर्शनमिति विज्ञेयम्
तथाहिआत्मा हि जगत्त्रयकालत्रयवर्त्तिसमस्तवस्तुसामान्य-
ग्राहकसकलविमलकेवलदर्शनस्वभावस्तावत्, पश्चादनादिकर्मबन्धाधीनः सन् चक्षुर्दर्शनावरण-
क्षयोपशमाद्बहिरङ्गद्रव्येन्द्रियालम्बनाच्च मूर्तं सत्तासामान्यं निर्विकल्पं संव्यवहारेण प्रत्यक्षमपि
निश्चयेन परोक्षरूपेणैकदेशेन यत्पश्यति तच्चक्षुर्दर्शनम्
तथैव स्पर्शनरसनघ्राण-
ટીકાઃ‘‘उवओगो दुवियप्पो’’ ઉપયોગ બે પ્રકારનો છેઃ ‘‘दंसणणाणं च’’ દર્શન
અને જ્ઞાન. દર્શન નિર્વિકલ્પ છે અને જ્ઞાન સવિકલ્પ છે. ‘‘दंसणं चदुधा’’ દર્શનોપયોગ
ચાર પ્રકારનો છેઃ ‘‘चक्खु अचक्खू ओही दंसणमध केवलं णेयं’’ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
અવધિદર્શન અને કેવળદર્શનએ ચાર પ્રકાર જાણવા. તે આ પ્રમાણેપ્રથમ તો
ખરેખર આત્મા ત્રણ લોક, ત્રણ કાળવર્તી સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ કરનાર,
સકળવિમળ કેવળદર્શનસ્વભાવવાળો છે;
પશ્ચાત્ અનાદિ કર્મબંધને આધીન થઈને,
ચક્ષુદર્શનાવરણના ક્ષયોપશમથી અને બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી મૂર્તપદાર્થના
સત્તાસામાન્યને વિકલ્પ વિના (
નિરાકારપણે) સંવ્યવહારથી પ્રત્યક્ષરૂપે પણ નિશ્ચયથી
પરોક્ષરૂપે, જે એકદેશ દેખે છે તે ચક્ષુદર્શન છે. તેવી જ રીતે સ્પર્શનરસનાઘ્રાણ
૧. અહીં ‘તાવત્’ (પ્રથમ) અને ‘પશ્ચાત્’ (પછી) એમ જે કહ્યું છે તે કાળઅપેક્ષાએ નથી, પણ ભાવ-
અપેક્ષાએ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે સમજવુંઃબન્ને નયોના સ્વરૂપનો નિર્ણય કરનારાને હેય
ઉપાદેયનું જ્ઞાન સાથે સાથે હોય છે. તેથી નિશ્ચયનયનો વિષય સદા આશ્રય કરવા યોગ્ય હોવાથી તે
ભાવ-અપેક્ષાએ ‘તાવત્’ (પ્રથમ) છે, મુખ્ય છે, ઉપાદેય છે અને વ્યવહારનયનો વિષય જાણવા યોગ્ય
હોવા છતાં તેના વિષયનો આશ્રય તજવા યોગ્ય હોવાથી તે ભાવ-અપેક્ષાએ ‘પશ્ચાત્’ (પછી) છે, ગૌણ
છે, હેય છે. (આ પ્રમાણે નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવી આત્માનો આશ્રય લેતાં
કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પ્રગટે છે અને પછી જીવ અપ્રતિહત શુદ્ધભાવે પરિણમતાં સમયે સમયે સંવર
નિર્જરા વૃદ્ધિગત થતાં જાય છે અને છેવટે સિદ્ધદશા જીવ પ્રાપ્ત કરે છે.)
ગાથા ૫ની ટીકામાં તથા ગાથા ૧૩ની ભૂમિકામાં પણ આ પ્રમાણે તાત્પર્ય સમજવું. શ્રી સમયસાર
ગાથા ૭ની ટીકામાં, શ્રી પ્રવચનસાર ગાથા ૧૯, ૩૪, ૫૫, ૧૬૨ અને ૧૬૭ની ટીકામાં અને શ્રી
પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૨૯, ૫૧, ૫૨, ૧૧૩ અને ૧૫૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે જે ‘તાવત્’
અને ‘પશ્ચાત્’ શબ્દો કહ્યા છે તેનાં અર્થ અને તાત્પર્ય પણ ઉપર પ્રમાણે સમજવાં.
આ સંબંધમાં સોનગઢથી પ્રસિદ્ધ ‘દ્રવ્યસંગ્રહ’ ની ગાથા ૧૩ ની ટીકામાં જે સ્પષ્ટીકરણ કર્યું છે તે
વાંચવું.

Page 16 of 272
PDF/HTML Page 28 of 284
single page version

background image
શ્રોત્રેન્દ્રિયાવરણનો ક્ષયોપશમ હોવાથી પોતપોતાની બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી, મૂર્ત
પદાર્થના સત્તાસામાન્યને વિકલ્પ વિના (-નિરાકારપણે) પરોક્ષરૂપે જે એકદેશ દેખે છે તે
અચક્ષુદર્શન છે.તેવી જે રીતે મન-ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમથી અને સહકારી કારણરૂપ
આઠ પાંખડીવાળા કમળના આકારરૂપ દ્રવ્યમનના આલંબનથી, મૂર્ત અને અમૂર્ત સમસ્ત
વસ્તુઓના સત્તા સામાન્યને વિકલ્પ વિના પરોક્ષરૂપે જે દેખે છે તે માનસ-અચક્ષુદર્શન છે.
તે જ આત્મા અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી મૂર્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના
જે એકદેશ-પ્રત્યક્ષરૂપે દેખે છે તે અવધિદર્શન છે. તથા જે સહજશુદ્ધ છે અને સદા આનંદ
જેનું એક રૂપ છે એવા પરમાત્મતત્ત્વની સંવિત્તિની પ્રાપ્તિના બળથી, કેવળદર્શનાવરણનો
ક્ષય થતાં, મૂર્ત
અમૂર્ત સમસ્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના સકલ-પ્રત્યક્ષરૂપે જે
એક સમયમાં દેખે છે તે ઉપાદેયભૂત ક્ષાયિક કેવળદર્શન જાણવું. ૪.
હવે આઠ ભેદોવાળા જ્ઞાનોપયોગનું પ્રતિપાદન કરે છે
જ્ઞાનભેદ મતિ શ્રુત અવધિકા, ભલેબુરેતૈ હૈ છહૈતિકા;
મનપર્યય કેવલ મિલિ આઠ, હૈ પરતક્ષ પરોક્ષ સુપાઠ. ૫.
श्रोत्रेन्द्रियावरणक्षयोपशमत्वात्स्वकीयस्वकीयबहिरङ्गद्रव्येन्द्रियालम्बनाच्च मुर्त्तं सत्तासामान्यं
विकल्परहितं परोक्षरूपेणैकदेशेन यत्पस्यति तदचक्षुर्दर्शनम्
तथैव च मनइन्द्रिया-
वरणक्षयोपशमात्सहकारिकारणभूताष्टदलपद्माकारद्रव्यमनोऽवलम्बनाच्च मूर्त्तामूर्त्तसमस्तवस्तु-
गतसत्तासामान्यं विकल्परहितं परोक्षरूपेण यत्पश्यति तन्मानसमचक्षुर्दर्शनम्
स एवात्मा
यदवधिदर्शनावरणक्षयोपशमान्मूर्त्तवस्तुगतसत्तासामान्यं निर्विकल्परूपेणैकदेशप्रत्यक्षेण यत्पश्यति
तदवधिदर्शनम्
यत्पुनः सहजशुद्धसदानन्दैकरूपपरमात्मतत्त्वसंवित्तिप्राप्तिबलेन केवल-
दर्शनावरणक्षये सति मूर्त्तामूर्त्तसमस्तवस्तुगतसत्तासामान्यं विकल्परहितं सकलप्रत्यक्ष-
रूपेणैकसमये पश्यति तदुपादेयभूतं क्षायिकं केवलदर्शनं ज्ञातव्यमिति
।।।।
अथाष्टविकल्पं ज्ञानोपयोगं प्रतिपादयति
णाणं अट्ठियप्पं मदिसुदिओही अणाणणाणाणि
मणपज्जवकेवलमवि पच्चक्खपरोक्खभेयं च ।।।।

Page 17 of 272
PDF/HTML Page 29 of 284
single page version

background image
ज्ञानं अष्टविकल्पं मतिश्रुतावधयः अज्ञानज्ञानानि
मनःपर्ययः केवलं अपि प्रत्यक्षपरोक्षभेदं च ।।।।
व्याख्याः‘‘णाणं अट्ठवियप्पं’’ ज्ञानमष्टविकल्पं भवति ‘‘मदिसुदिओही
अणाणणाणाणि’’ अत्राष्टविकल्पमध्ये मतिश्रुतावधयो मिथ्यात्वोदयवशाद्विपरीताभिनिवेश-
रूपाण्यज्ञानानि भवन्ति; तान्येव शुद्धात्मादितत्त्वविषये विपरीताभिनिवेशरहितत्वेन
सम्यग्दृष्टिजीवस्य सम्यग्ज्ञानानि भवन्ति
‘‘मणपज्जकेवलमवि’’ मनःपर्ययज्ञानं
केवलज्ञानमप्येवमष्टविधं ज्ञानं भवति ‘‘पच्चक्खपरोक्खभेयं च’’ प्रत्यक्षपरोक्षभेदं च
अवधिमनःपर्ययद्वयमेकदेशप्रत्यक्षं विभङ्गावधिरपि देशप्रत्यक्षं, केवलज्ञानं सकलप्रत्यक्षं;
शेषचतुष्टयं परोक्षमिति
इतो विस्तरःआत्मा हि निश्चयनयेन सकलविमलाखण्डैकप्रत्यक्ष-
प्रतिभासमयकेवलज्ञानरूपस्तावत् स च व्यवहारेणानादिकर्मबन्धप्रच्छादितः सन्
मतिज्ञानावरणीयक्षयोपशमाद्वीर्यान्तरायक्षयोपशमाच्च बहिरङ्गपञ्चेन्द्रियमनोऽवलम्बनाच्च मूर्त्तामूर्त्तं
ગાથા
ગાથાર્થઃકુમતિ, કુશ્રુત, કુઅવધિ, મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને
કેવળજ્ઞાનએ રીતે આઠ પ્રકારનું જ્ઞાન છે. એમાં પણ પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ ભેદ છે.
ટીકાઃ‘‘णाणं अट्ठवियप्पं’’ જ્ઞાન આઠ પ્રકારનું છે. ‘‘मदिसुदिओही
अणाणणाणाणि’’ એ આઠ ભેદોમાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાનએ ત્રણ મિથ્યાત્વના
ઉદયવશે વિપરીત અભિનિવેશરૂપ અજ્ઞાન છે અને તે જ શુદ્ધાત્માદિ તત્ત્વના વિષયમાં
વિપરીતાભિનિવેશરહિતપણાથી સમ્યગ્દ્રષ્ટિ જીવને સમ્યગ્જ્ઞાન છે.
‘‘मणपज्जवकेवलमवि’’
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનએ બન્ને મળીને જ્ઞાનના આઠ ભેદ થયા. ‘पच्चक्खपरोक्खभेयं
च’’ તે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદરૂપ છે. અવધિ અને મનઃપર્યયએ બે (ભેદ)
એકદેશપ્રત્યક્ષ છે. વિભંગ - અવધિજ્ઞાન પણ દેશપ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સકળપ્રત્યક્ષ છે અને
બાકીનાં ચાર પરોક્ષ છે.
હવે તેનો વિસ્તાર કહેવામાં આવે છેઃપ્રથમ તો આત્મા ખરેખર નિશ્ચયનયથી
સકળવિમળ, અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય કેવળજ્ઞાનરૂપ છે. તે વ્યવહારથી અનાદિકર્મબંધ
વડે આચ્છાદિત થયો થકો, મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અને વીર્યાન્તરાયના
૧. ગાથા ૪ ની ફૂટનોટ અહીં પણ વાંચવી.
3

Page 18 of 272
PDF/HTML Page 30 of 284
single page version

background image
वस्त्वेकदेशेन विकल्पाकारेण परोक्षरूपेण सांव्यवहारिकप्रत्यक्षरूपेण वा यज्जानाति
तत्क्षायोपशमिकं मतिज्ञानम्
किञ्चः छद्मस्थानां वीर्यान्तरायक्षयोपशमः केवलिनां तु
निरवशेषक्षयो ज्ञानचारित्राद्युत्पत्तौ सहकारी सर्वत्र ज्ञातव्यः संव्यवहारलक्षणं कथ्यते
समीचीनो व्यवहारः संव्यवहारः प्रवृत्तिनिवृत्तिलक्षणः संव्यवहारो भण्यते संव्यवहारे भवं
सांव्यवहारिकं प्रत्यक्षम् यथा घटरूपमिदं मया दृष्टमित्यादि तथैव श्रुतज्ञानारवरण-
क्षयोपशमान्नोइन्द्रियावलम्बनाच्च प्रकाशोपाध्यायादिबहिरङ्गसहकारिकारणाच्च मूर्त्तामूर्त्तवस्तु-
लोकालोकव्याप्तिज्ञानरूपेण यदस्पष्टं जानाति तत्परोक्षं श्रुतज्ञानं भण्यते
किञ्च विशेषः
शब्दात्मकं श्रुतज्ञानं परोक्षमेव तावत्, स्वर्गापवर्गादिबहिर्विषयपरिच्छित्तिपरिज्ञानं विकल्परूपं
तदपि परोक्षं, यत्पुनरभ्यन्तरे सुखदुःखविकल्परूपोऽहमनन्तज्ञानादिरूपोऽहमिति वा तदीषत्
ક્ષયોપશમથી તથા બહિરંગ પંચેન્દ્રિય તેમ જ મનના અવલંબનથી મૂર્ત તેમ જ અમૂર્ત
વસ્તુઓને, એકદેશ, વિકલ્પાકારે, પરોક્ષરૂપે અથવા સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપે જે જાણે છે તે
ક્ષાયોપશમિક મતિજ્ઞાન છે. છદ્મસ્થોને જ્ઞાન
ચારિત્રાદિની ઉત્પત્તિમાં વીર્યાન્તરાયનો
ક્ષયોપશમ અને કેવળીઓને સર્વથા ક્ષય સર્વત્ર સહકારી જાણવો.
હવે સંવ્યવહારનું લક્ષણ (સ્વરૂપ) કહેવામાં આવે છે. સમીચીન વ્યવહાર તે
સંવ્યવહાર છે. પ્રવૃત્તિનિવૃત્તિસ્વરૂપ સંવ્યવહાર કહેવાય છે. સંવ્યવહારે જે હોય તે
સાંવ્યવહારિક પ્રત્યક્ષ
જેમકે ‘ઘટનું રૂપ આ મેં જોયું’ વગેરે.
શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી તેમ જ પ્રકાશ, ઉપાધ્યાયાદિ
બહિરંગ સહકારી કારણોથી મૂર્ત - અમૂર્ત વસ્તુને લોક - અલોકને વ્યાપ્તિજ્ઞાનરૂપે જે અસ્પષ્ટ
જાણે છે તે પરોક્ષ શ્રુતજ્ઞાન કહેવાય છે.
વળી વિશેષજે શબ્દાત્મક શ્રુતજ્ઞાન છે તે તો પરોક્ષ જ છે (પણ) સ્વર્ગ,
મોક્ષાદિ બાહ્ય વસ્તુઓનો બોધ કરાવનાર વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ છે
અને જે અભ્યંતરમાં ‘સુખ
- દુઃખના વિકલ્પરૂપ હું છું,’ ‘અનંતજ્ઞાનાદિરૂપ હું છું’એવું
૧. કાર્યકાળે સાથે રહેનારનિમિત્ત સહચર. શ્રી ગોમ્મટસારજીવકાંડની ગાથા ૫૬૭ ની મોટી ટીકામાં
ધર્માસ્તિકાયને ગમનમાં ‘સહકારી કારણ’ કહેવામાં આવેલ છે. ત્યાં ‘સહકારી કારણ’નો અર્થ આ પ્રમાણે
સમજાવ્યો છેઃ
‘‘સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ વર્તતાં જે જીવપુદ્ગલ તેમને ધર્માસ્તિકાય સહકારી
કારણ છે. તેમાં તેનું કારણપણું એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જીવપુદ્ગલ ગમનાદિ
ક્રિયારૂપ વર્તે છે.’’ નિમિત્ત હોય અને ઉપાદાન જ્યાં પોતાનું કામ પોતાથી જ કરે છે. ત્યાં નિમિત્તને
‘સહકારી’ કહેવાય છે. આવો ‘સહકારી’ નો અર્થ સમજવો.

Page 19 of 272
PDF/HTML Page 31 of 284
single page version

background image
परोक्षम्; यच्च निश्चयभावश्रुतज्ञानं तच्च शुद्धात्माभिमुखसुखसंवित्तिस्वरूपं स्वसंवित्त्याकारेण
सविकल्पमपीन्द्रियमनोजनितरागादिविकल्पजालरहितत्वेन निर्विकल्पम्
अभेदनयेन तदेवात्म-
शब्दवाच्यं वीतरागसम्यक्चारित्राविनाभूतं केवलज्ञानापेक्षया परोक्षमपि संसारिणां क्षायिक-
ज्ञानाभावात् क्षायोपशमिकमपि प्रत्यक्षमभिधीयते
अत्राह शिष्यःआद्ये परोक्षमिति
तत्त्वार्थसूत्रे मतिश्रुतद्वयं परोक्षं भणितं तिष्ठति, कथं प्रत्यक्षं भवतीति ? परिहारमाह
तदुत्सर्गव्याख्यानम्, इदं पुनरपवादव्याख्यानम् यदि तदुत्सर्गव्याख्यानं न भवति तर्हि मतिज्ञानं
कथं तत्त्वार्थे परोक्षं भणितं तिष्ठति तर्कशास्त्रे सांव्यवहारिकं प्रत्यक्षं कथं जातम् यथा
अपवादव्याख्यानेन मतिज्ञानं परोक्षमपि प्रत्यक्षज्ञानम्, तथा स्वात्माभिमुखं भावश्रुतज्ञानमपि
परोक्षं सत्प्रत्यक्षं भण्यते
यदि पुनरेकान्तेन परोक्षं भवति तर्हि सुखदुःखादिसंवेदनमपि परोक्षं
प्राप्नोति, न च तथा तथैव च स एवात्मा, अवधिज्ञानावरणीयक्षयोपशमान्मूर्त्तं वस्तु
જ્ઞાન તે ઇષત્ (જરા) પરોક્ષ છે. અને જે નિશ્ચયભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માભિમુખ
હોવાથી સુખના સંવેદનસ્વરૂપ છે; તે સ્વસંવેદનના આકારરૂપ હોવાથી સવિકલ્પ હોવા
છતાં પણ, ઇન્દ્રિય
મનજનિત રાગાદિ વિકલ્પજાળથી રહિત હોવાથી નિર્વિકલ્પ છે;
અભેદનયે જે ‘આત્મા’ શબ્દથી કહેવાય છે એવું તે જ (નિશ્ચય - ભાવશ્રુતજ્ઞાન)કે જે
વીતરાગ સમ્યક્ ચારિત્ર સાથે અવિનાભાવી છે તેકેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ હોવા
છતાં પણ, સંસારી જીવોને ક્ષાયિકજ્ઞાનનો અભાવ હોવાથી ક્ષાયોપશમિક હોવા છતાં
પણ, પ્રત્યક્ષ કહેવાય છે.
અહીં શિષ્ય પૂછે છે ‘आद्ये परोक्षम् એમ તત્ત્વાર્થસૂત્રમાં મતિ - શ્રુત એ બે જ્ઞાનને
પરોક્ષ કહેલ છે, તો પછી (શ્રુતજ્ઞાન) પ્રત્યક્ષ કેવી રીતે હોય? તેનું નિરાકરણ કરવામાં
આવે છેઃ તે ઉત્સર્ગનું વ્યાખ્યાન છે અને અહીં જે કથન છે તે અપવાદનું વ્યાખ્યાન
છે. જો તે ઉત્સર્ગકથન ન હોત તો, તત્ત્વાર્થસૂત્રમાં મતિજ્ઞાનને પરોક્ષ કેવી રીતે કહ્યું?
અને તર્કશાસ્ત્રમાં તે જ (
મતિજ્ઞાન) સાંવ્યવહારિકપ્રત્યક્ષ કેવી રીતે થઈ ગયું? તેથી (એમ
સમજવું કે) જેમ અપવાદવ્યાખ્યાનથી, મતિજ્ઞાનને પરોક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષજ્ઞાન કહ્યું
છે, તેમ સ્વ
- આત્માભિમુખ ભાવશ્રુતજ્ઞાનને પણ પરોક્ષ હોવા છતાં પ્રત્યક્ષ કહ્યું છે. વળી
જો તે એકાંત પરોક્ષ હોય તો સુખદુઃખાદિનું સંવેદન પણ પરોક્ષ થાય; પણ એમ તો
છે નહિ.
તે જ આત્મા અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મૂર્ત વસ્તુને વિકલ્પસહિત

Page 20 of 272
PDF/HTML Page 32 of 284
single page version

background image
यदेकदेशप्रत्यक्षेण सविकल्पं जानाति तदवधिज्ञानम् यत्पुनर्मनःपर्ययज्ञानावरण-
क्षयोपशमाद्वीर्यान्तरायक्षयोपशमाच्च स्वकीयमनोऽवलम्बनेन परकीयमनोगतं मूर्त्तमर्थमेकदेश-
प्रत्यक्षेण सविकल्पं जानाति तदीहामतिज्ञानपूर्वकं मनःपर्ययज्ञानम्
तथैव निजशुद्धात्म-
तत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणैकाग्रध्यानेन केवलज्ञानावरणादिघातिचतुष्टयक्षये सति
यत्समुत्पद्यते तदेकसमये समस्तद्रव्यक्षेत्रकालभावग्राहकं सर्वप्रकारोपादेयभूतं केवल-
ज्ञानमिति
।।।।
अथ ज्ञानदर्शनोपयोगद्वयव्याख्यानस्य नयविभागेनोपसंहारः कथ्यते
अट्ठ चदु णाणदंसण सामण्णं जीवलक्खणं भणियं
ववहारा सुद्धणया सुद्धं पुण दंसणं णाणं ।।।।
(સાકારપણે) જે એકદેશ પ્રત્યક્ષ જાણે છે તે અવધિજ્ઞાન છે.
જે મનઃપર્યયજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તેમજ વીર્યાન્તરાયના ક્ષયોપશમથી પોતાના
મનના અવલંબન દ્વારા બીજાના મનમાં રહેલ મૂર્ત પદાર્થને વિકલ્પસહિત (સાકારપણે)
એકદેશપ્રત્યક્ષ જાણે છે, તે ઇહામતિજ્ઞાનપૂર્વકનું મનઃપર્યયજ્ઞાન છે.
નિજ શુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધા - જ્ઞાન - ચારિત્ર જેનું લક્ષણ છે એવા એકાગ્રધ્યાન
વડે કેવલજ્ઞાનાવરણાદિ ચાર ઘાતીકર્મોનો નાશ થતાં જે ઉત્પન્ન થાય છે તે, એક સમયમાં
સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ગ્રહણ કરનારું, સર્વ પ્રકારે
*ઉપાદેયભૂત કેવળજ્ઞાન
છે. ૫
હવે, જ્ઞાન - દર્શન બન્ને ઉપયોગના વ્યાખ્યાનનો નયવિભાગથી ઉપસંહાર કરે
છેઃ
* ઉપાદેય = ગ્રાહ્ય; ગ્રહણ કરવા યોગ્ય. ઉપાદેયપણું મુખ્યત્વે બે પ્રકારે કહેવામાં આવે છેઃ (૧) જ્યાં
નિજ ધ્રુવ શુદ્ધાત્માજ્ઞાયકસ્વભાવ આત્માઉપાદેય કહેવામાં આવે, ત્યાં તે ‘આશ્રય કરવા યોગ્ય’ તરીકે
ઉપાદેય સમજવો. (૨) જ્યાં કેવળજ્ઞાન, સિદ્ધત્વ વગેરે પર્યાયો ઉપાદેય કહેવામાં આવે, ત્યાં તે પર્યાયો
‘પ્રગટ કરવા યોગ્ય’ તરીકે ઉપાદેય સમજવા. [અહીં એ ખ્યાલમાં રાખવું કે સિદ્ધત્વાદિ પર્યાય ‘ પ્રગટ
કરવા’ નો ઉપાય નિજ ધ્રુવ શુદ્ધાત્માનો ‘આશ્રય લેવો’ તે જ છે.]
યહ સામાન્ય જીવકા ચિહ્ન, નય વ્યવહાર બતાયા ગિહ્ન;
નિશ્ચય શુદ્ધ જ્ઞાનદર્શના, લિંગ યથારથ જિનવર ભનાં. ૬.

Page 21 of 272
PDF/HTML Page 33 of 284
single page version

background image
अष्टचतुर्ज्ञानदर्शने सामान्यं जीवलक्षणं भणितम्
व्यवहारात् शुद्धनयात् शुद्धं पुनः दर्शनं ज्ञानम् ।।।।
व्याख्या‘‘अट्ठ चदु णाणदंसण सामण्णं जीवलक्खणं भणियं’’ अष्टविधं ज्ञानं
चतुर्विधं दर्शनं सामान्यं जीवलक्षणं भणितम् सामान्यमिति कोऽर्थः ?
संसारिजीवमुक्तजीवविवक्षा नास्ति, अथवा शुद्धाशुद्धज्ञानदर्शनविवक्षा नास्ति तदपि
कथमितिचेद् ? विवक्षाया अभावः सामान्यलक्षणमिति वचनात् कस्मात् सामान्यम्
जीवलक्षणं भणितम् ? ‘‘ववहारा’’ व्यवहारात् व्यवहारनयात् अत्र केवलज्ञानदर्शनं प्रति
शुद्धसद्भूतशब्दवाच्योऽनुपचरितसद्भूतव्यवहारः, छद्मस्थज्ञानदर्शनापरिपूर्णापेक्षया पुनरशुद्ध-
सद्भूतशब्दवाच्य उपचरितसद्भूतव्यवहारः, कुमतिकुश्रुतविभङ्गत्रये पुनरुपचरितासद्भूत-
व्यवहारः
‘‘सुद्धणया सुद्धं पुण दंसणं णाणं’’ शुद्धनिश्चयनयात्पुनः शुद्धमखण्डं
केवलज्ञानदर्शनद्वयं जीवलक्षणमिति किञ्च ज्ञानदर्शनोपयोगविवक्षायामुपयोगशब्देन
ગાથા
ગાથાર્થઃવ્યવહારનયથી આઠ પ્રકારનાં જ્ઞાન અને ચાર પ્રકારનાં દર્શન
સામાન્યપણે જીવનું લક્ષણ કહ્યું છે. શુદ્ધનયની અપેક્ષાએ શુદ્ધ જ્ઞાનદર્શનને જીવનું લક્ષણ
કહ્યું છે.
ટીકાઃ‘‘अट्ठ चदु णाणदंसण सामण्णं जीवलक्खणं भणियं’’ આઠ પ્રકારના જ્ઞાન
અને ચાર પ્રકારના દર્શનને સામાન્યપણે જીવનું લક્ષણ કહ્યું છે. અહીં ‘સામાન્ય’ એ કથનનો
શો અર્થ છે? એ અર્થ છે કે આ લક્ષણમાં સંસારી જીવ કે મુક્ત જીવની વિવક્ષા નથી
અથવા શુદ્ધ કે અશુદ્ધ જ્ઞાન
- દર્શનની વિવક્ષા નથી. એવો અર્થ કેમ? ‘વિવક્ષાનો અભાવ
એ સામાન્યનું લક્ષણ છે’એવું વચન હોવાથી.
કઈ અપેક્ષાએ જીવનું સામાન્ય લક્ષણ કહ્યું છે? ‘‘ववहारा’’
વ્યવહારથીવ્યવહારનયની અપેક્ષાએ કહ્યું છે. અહીં કેવળજ્ઞાનદર્શન પ્રત્યે ‘શુદ્ધ સદ્ભૂત’
વ્યવહારથી વાચ્ય ‘અનુપચરિત સદ્ભૂત’ વ્યવહાર છે, છદ્મસ્થનાં અપૂર્ણ જ્ઞાન - દર્શનની
અપેક્ષાએ ‘અશુદ્ધ સદ્ભૂત’ શબ્દથી વાચ્ય ‘ઉપચરિત સદ્ભૂત’ વ્યવહાર છે અને કુમતિ,
કુશ્રુત, કુઅવધિ
એ ત્રણે જ્ઞાનને વિષે ‘ઉપચરિત અસદ્ભૂત’ વ્યવહાર છે.
‘‘सुद्धणया सुद्धं पुण दंसणं णाणं’’ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ અખંડ કેવળજ્ઞાન અને
કેવળદર્શનએ બે જીવનું લક્ષણ છે.

Page 22 of 272
PDF/HTML Page 34 of 284
single page version

background image
विवक्षितार्थपरिच्छित्तिलक्षणोऽर्थग्रहणव्यापारो गृह्यते शुभाशुभशुद्धोपयोगत्रयविवक्षायां
पुनरुपयोगशब्देन शुभाशुभशुद्धभावनैकरूपमनुष्ठानं ज्ञातव्यमिति अत्र सहजशुद्ध-
निर्विकारपरमानन्दैकलक्षणस्य साक्षादुपादेयभूतस्याक्षयसुखस्योपादानकारणत्वात् केवलज्ञान-
दर्शनद्वयमुपादेयमिति
एवं नैयायिकं प्रति गुणगुणिभेदैकान्तनिराकरणार्थमुपयोगव्याख्यानेन
गाथात्रयं गतम् ।।।।
अथामूर्त्तातीन्द्रियनिजात्मद्रव्यसंवित्तिरहितेन मूर्त्तपञ्चेन्द्रियविषयासक्तेन च यदुपार्जितं
मूर्तं कर्म तदुदयेन व्यवहारेण मूर्तोऽपि निश्चयेनामूर्तो जीव इत्युपदिशति
वण्ण रस पंच गंधा दो फासा अट्ठ णिच्छया जीवे
णो संति अमुत्ति तदो ववहारा मुत्ति बंधादो ।।।।
અહીં જ્ઞાન - દર્શન ઉપયોગની વિવક્ષામાં ‘ઉપયોગ’ શબ્દનો અર્થ વિવક્ષિત પદાર્થને
જાણવું - દેખવું જેનું લક્ષણ છે, એવો ‘પદાર્થગ્રહણરૂપ વ્યાપાર’ એમ થાય છે. પરંતુ શુભ,
અશુભ અને શુદ્ધએ ત્રણ ઉપયોગની વિવક્ષામાં ‘ઉપયોગ’ શબ્દનો અર્થ શુભ, અશુભ
કે શુદ્ધ ભાવના જેનું એક રૂપ છે, એવું ‘અનુષ્ઠાન’ સમજવું.
અહીં સહજશુદ્ધ નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ (સ્વરૂપ) છે, એવું જે સાક્ષાત્
ઉપાદેયભૂત અક્ષય સુખ તેનું ઉપાદાનકારણ હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનએ બન્ને
ઉપાદેય છે.
આવી રીતે નૈયાયિક પ્રતિ ગુણ - ગુણીભેદના એકાન્તનું નિરાકરણ કરવા માટે,
ઉપયોગના વ્યાખ્યાન દ્વારા ત્રણ ગાથાઓ પૂરી થઈ. ૬.
હવે, અમૂર્ત અતીન્દ્રિય નિજ આત્મદ્રવ્યના જ્ઞાનથી રહિત હોવાથી અને મૂર્ત
પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત હોવાથી જે મૂર્તકર્મ ઉપાર્જિત કર્યું છે, તેના ઉદયથી
વ્યવહારથી જીવ મૂર્ત છે પણ નિશ્ચયનયથી જીવ અમૂર્ત છે, એમ ઉપદેશે છેઃ
૧. શ્રી નિયમસાર કળશ ૧૭ ના અર્થમાં આ પ્રમાણે લખ્યું છેઃ‘‘જિનેન્દ્રકથિત સમસ્ત દર્શનજ્ઞાનના
ભેદોને જાણીને, જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો, શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર
તત્ત્વમાં પેસી જાય છે
ઊંડો ઊતરી જાય છે તે નિર્વાણસુખને પામે છે.’’ આ ઉપરથી એમ સમજવું કે
આશ્રય કરવા યોગ્ય તરીકે તો સદા નિજ ચૈતન્યચમત્કારમાત્ર ત્રિકાળી ધ્રુવતત્ત્વ એક જ ઉપાદેય છે.
વર્ણ પાંચ રસ પાંચ જુ ગંધ, દોય ફાસ અઠ નાંહી ખંધ;
નિશ્ચય મૂરતિ - વિન જિય સાર, બંધસહિત મૂરત વિવહાર. ૭.

Page 23 of 272
PDF/HTML Page 35 of 284
single page version

background image
वर्णाः रसाः पंच गन्धौ द्वौ स्पर्शाः अष्टौ निश्चयात् जीवे
नो सन्ति अमूर्त्तिः ततः व्यवहारात् मूर्त्तिः बन्धतः ।।।।
व्याख्या‘‘वण्ण रस पञ्च गंधा दो फासा अट्ठ णिच्छया जीवे णो संति’’
श्वेतपीतनीलारुणकृष्णसंज्ञाः पञ्च वर्णाः, तिक्तकटुकषायाम्लमधुरसंज्ञाः पञ्च रसाः,
सुगन्धदुर्गन्धसंज्ञौ द्वौ गन्धौ, शीतोष्णस्निग्धरूक्षमृदुकर्कशगुरुलघुसंज्ञा अष्टौ स्पर्शाः,
‘‘णिच्छया’’ शुद्धनिश्चयनयात् शुद्धबुद्धैकस्वभावे शुद्धजीवे न सन्ति
‘‘अमुत्ति तदो’’ ततः
कारणादमूर्त्तः यद्यमूर्तस्तर्हि तस्य कथं कर्मबन्ध इति चेत् ? ‘‘ववहारा मुत्ति’’
अनुपचरितासद्भूतव्यवहारान्मूर्तो यतः तदपि कस्मात् ? ‘‘बंधादो’’ अनन्त-
ज्ञानाद्युपलम्भलक्षणमोक्षविलक्षणादनादिकर्मबन्धनादिति तथा चोक्तम्
कथंचिन्मूर्तामूर्तजीवलक्षणम्‘‘बंधं पडि एयत्तं लक्खणदो हवदि तस्स भिण्णत्तं तम्हा
अमुत्तिभावो णेगंतो होदि जीवस्स ।।।।’’ अयमत्रार्थःयस्यैवामूर्तस्यात्मनः
ગાથા
ગાથાર્થઃનિશ્ચયથી જીવમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ નથી
તેથી જીવ અમૂર્તિક છે; વ્યવહારનયની અપેક્ષાએ કર્મબંધ હોવાથી જીવ મૂર્તિક છે.
ટીકાઃ‘‘वण्ण रस पञ्च गंधा दो फासा अट्ठ णिच्छया जीवे णो संति’’ શ્વેત, પીત,
નીલ, લાલ અને કૃષ્ણએ પાંચ રંગ; તીખો, કડવો, કષાયલો, ખાટો અને મધુર
પાંચ રસ; સુગંધ અને દુર્ગંધએ બે ગંધ; શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, કોમળ, કઠોર,
હલકો, ભારેએ આઠ સ્પર્શ; ‘‘णिच्छया’’ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ - બુદ્ધ - એક - સ્વભાવવાળા
શુદ્ધ જીવમાં નથી. ‘‘अमुत्ति तदो’’ તે કારણે આ જીવ અમૂર્ત છે. જો જીવ અમૂર્તિક છે,
તો તેને કર્મબંધ કેવી રીતે થાય છે? ‘‘ववहारा मुत्ति’’ કારણ કે જીવ અનુપચરિત અસદ્ભૂત
વ્યવહારનયથી મૂર્ત છે, તેથી (કર્મબંધ થાય છે). જીવ મૂર્ત ક્યા કારણે છે? ‘‘बंधादो’’ અનંત
જ્ઞાનાદિની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવા મોક્ષથી વિલક્ષણ અનાદિ કર્મબંધનને કારણે જીવ
મૂર્ત છે. વળી અન્યત્ર જીવનું લક્ષણ કથંચિત્ મૂર્ત અને કથંચિત્ અમૂર્ત કહ્યું છે; તે આ
પ્રમાણેઃ
‘‘કર્મબંધ પ્રતિ જીવની એકતા છે અને લક્ષણથી તેની ભિન્નતા છે; તેથી એકાંતે
જીવને અમૂર્તિકપણું નથી.’’
૧. શ્રી સર્વાર્થસિદ્ધિ ૨/૭ ટીકા.

Page 24 of 272
PDF/HTML Page 36 of 284
single page version

background image
प्राप्त्यभावादनादिसंसारे भ्रमितोऽयं जीवः स एवामूर्तो मूर्तपञ्चेन्द्रियविषयत्यागेन निरंतरं
ध्यातव्यः
इति भट्टचार्वाकमतं प्रत्यमूर्तजीवस्थापनमुख्यत्वेन सूत्रं गतम् ।।।।
अथ निष्क्रियामूर्तटङ्कोत्कीर्णज्ञायकैकस्वभावेन कर्मादिकर्तृत्वरहितोऽपि जीवो
व्यवहारादिनयविभागेन कर्ता भवतीति कथयति
पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु णिच्छयदो
चेदणकम्माणादा सुद्धणया सुद्धभावाणं ।।।।
पुद्गलकर्म्मादीनां कर्त्ता व्यवहारतः तु निश्चयतः
चेतनकर्म्मणां आत्मा शुद्धनयात् शुद्धभावानाम् ।।।।
व्याख्याअत्र सूत्रे भिन्नप्रक्रमरूपव्यवहितसम्बन्धेन मध्यपदं गृहीत्वा व्याख्यानं क्रियते
તાત્પર્ય એ છે કેજે અમૂર્ત આત્માની પ્રાપ્તિ વિના અનાદિ સંસારમાં આ જીવ
ભમ્યો તે જ અમૂર્તિક આત્માનું, મૂર્ત પંચેન્દ્રિયના વિષયોના ત્યાગ વડે નિરંતર ધ્યાન કરવું
જોઈએ. એ રીતે ભટ્ટ અને ચાર્વાક મત પ્રતિ અમૂર્ત જીવની સ્થાપનાની મુખ્યતાથી સૂત્ર
કહ્યું. ૭.
હવે નિષ્ક્રિય, અમૂર્ત, ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવથી જીવ જોકે કર્માદિના
કર્તાપણાથી રહિત છે, તોપણ વ્યવહારાદિ નયવિભાગથી કર્તા થાય છે એમ કહે છે
ગાથા ૮
ગાથાર્થઃઆત્મા વ્યવહારનયથી પુદ્ગલકર્માદિનો કર્તા છે, નિશ્ચયનયથી
ચેતનકર્મોનો કર્તા છે અને શુદ્ધનયથી શુદ્ધભાવોનો કર્તા છે.
ટીકાઃઆ સૂત્રમાં ભિન્નપ્રક્રમરૂપ વ્યવહિત સંબંધથી મધ્યમ પદ લઈને
૧. પુદ્ગલકર્મ મારાથી અત્યંત ભિન્ન છે, વસ્તુતઃ તે મને લાભનુકશાન કરી શકે નહિ એવો નિર્ણય કરી,
અમૂર્તિક નિજ ત્રિકાળી ધ્રુવસ્વભાવનો આશ્રય કરવો. તેમ કરવાથી જ ધર્મ પ્રગટે છે, વૃદ્ધિ પામે છે
અને પૂર્ણ થાય છે; અને પૂર્ણ થતાં પુદ્ગલ કર્મો અને શરીર સાથેનો આત્યંતિક વિયોગ થતાં જીવ
સિદ્ધપદને પામે છે.
પુદ્ગલ કર્મ કરૈ વ્યવહાર, કર્તા યાતૈં કહે કરાર,
નિશ્ચય નિજ રાગાદિક કરૈ, શુદ્ધ દ્રષ્ટિ શુદ્ધ ભાવહિ ધરૈ. ૮.

Page 25 of 272
PDF/HTML Page 37 of 284
single page version

background image
‘‘आदा’’ आत्मा ‘‘पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु’’ पुग्गलकर्मादीनां कर्त्ता व्यवहारतस्तु
पुनः, तथाहि
मनोवचनकायव्यापारक्रियारहितनिजशुद्धात्मतत्त्वभावनाशून्यः सन्ननुपचरितासद्-
भूतव्यवहारेण ज्ञानावरणादिद्रव्यकर्मणामादिशब्देनौदारिकवैक्रियिकाहारकशरीरत्रयाहारादि-
षट्पर्याप्तियोग्यपुद्गलपिण्डरूपनोकर्मणां तथैवोपचरितासद्भूतव्यवहारेण बहिर्विषयघटपटादीनां च
कर्ता भवति
‘‘णिच्छयदो चेदणकम्माणादा’’ निश्चयनयतश्चेतनकर्मणां; तद्यथारागादि-
विकल्पोपाधिरहितनिष्क्रियपरमचैतन्यभावनारहितेन यदुपार्जितं रागाद्युत्पादकं कर्म तदुदये सति
निष्क्रियनिर्मलस्वसंवित्तिमलभमानो भावकर्मशब्दवाच्यरागादिविकल्परूपचेतनकर्मणामशुद्ध-
निश्चयेन कर्त्ता भवति
अशुद्धनिश्चयस्यार्थः कथ्यतेकर्मोपाधिसमुत्पन्नत्वादशुद्धः, तत्काले
तप्तायःपिण्डवत्तन्मयत्वाच्च निश्चयः, इत्युभयमेलापकेनाशुद्धनिश्चयो भण्यते ‘‘सुद्धणया
सुद्धभावाणं’’ शुभाशुभयोगत्रयव्यापाररहितेन शुद्धबुद्धैकस्वभावेन यदा परिणमति
तदानन्तज्ञानसुखादिशुद्धभावानां छद्मस्थावस्थायां भावनारूपेण विवक्षितैकदेशशुद्धनिश्चयेन कर्ता,
मुक्तावस्थायां तु शुद्धनयेनेति
किन्तु शुद्धाशुद्धभावानां परिणममानानाम् एव कर्तृत्वं ज्ञातव्यम्,
વ્યાખ્યાન કરવામાં આવે છે. ‘‘आदा’’ આત્મા ‘‘पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु’’
વ્યવહારનયથી પુદ્ગલકર્માદિનો કર્તા છે. જેમ કેમન - વચન - કાયવ્યાપારક્રિયારહિત નિજ
શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી શૂન્ય થઈને, અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી જ્ઞાનાવરણાદિ
દ્રવ્યકર્મોનો તથા આદિ શબ્દથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક
એ ત્રણ શરીરનો,
આહારાદિ છ પર્યાપ્તિયોગ્ય પુદ્ગલપિંડરૂપ નોકર્મોનો અને ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી
ઘટપટાદિ બહિર્વિષયોનો પણ કર્તા (આ જીવ) થાય છે.
‘‘णिच्छयदो चेदणकम्माणादा’’ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ચેતનકર્મોનો કર્તા છે.
તે આવી રીતેરાગાદિ વિકલ્પરૂપ ઉપાધિરહિત, નિષ્ક્રિય, પરમ ચૈતન્યની ભાવનાથી રહિત
હોવાથી જીવે રાગાદિને ઉત્પન્ન કરનાર જે કર્મ ઉપાર્જિત કર્યું છે, તેનો ઉદય થતાં, નિષ્ક્રિય,
નિર્મળ સ્વસંવિત્તિને નહિ પ્રાપ્ત કરતો જીવ,
‘ભાવકર્મ’ શબ્દથી વાચ્ય રાગાદિ વિકલ્પરૂપ
ચેતનકર્મોનો અશુદ્ધ નિશ્ચયનયથી કર્તા થાય છે. અશુદ્ધ નિશ્ચયનો અર્થ કહેવામાં આવે
છેઃ
કર્મોપાધિથી ઉત્પન્ન થતું હોવાથી અશુદ્ધ કહેવાય છે અને તે સમયે તપેલા લોખંડના
ગોળાની પેઠે તન્મય હોવાથી નિશ્ચય કહેવાય છે. એ પ્રમાણે અશુદ્ધ અને નિશ્ચય એ બન્નેનો
મેળાપ કરીને અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવે છે.
‘‘सुद्धणया सुद्धभावाणं’’ જ્યારે જીવ, શુભ
- અશુભરૂપ ત્રણ યોગ (મન, વચન, કાયા)ના વ્યાપારથી રહિત, શુદ્ધ - બુદ્ધ એવા
એકસ્વભાવરૂપે પરિણમન કરે છે ત્યારે અનંત જ્ઞાન - સુખાદિ શુદ્ધભાવોનો છદ્મસ્થ અવસ્થામાં
4

Page 26 of 272
PDF/HTML Page 38 of 284
single page version

background image
न च हस्तादिव्यापाररूपाणामिति यतो हि नित्यनिरञ्जननिष्क्रियनिजात्मस्वरूपभावनारहितस्य
कर्मादिकर्तृत्वं व्याख्यातम्, ततस्तत्रैव निजशुद्धात्मनि भावना कर्तव्या एवं सांख्यमतं
प्रत्येकान्ताकर्तृत्वनिराकरणमुख्यत्वेन गाथा गता ।।।।
अथ यद्यपि शुद्धनयेन निर्विकारपरमाह्लादैकलक्षणसुखामृतस्य भोक्ता तथाप्यशुद्धनयेन
सांसारिकसुखदुःखस्यापि भोक्तात्मा भवतीत्याख्याति
ववहारा सुहदुक्खं पुग्गलकम्मप्फलं पभुंजेहि
आदा णिच्छयणयदो चेदणभावं खु आदस्स ।।।।
व्यवहारात् सुखदुःखं पुद्गलकर्म्मफलं प्रभुङ्क्ते
आत्मा निश्चयनयतः चेतनभावं खलु आत्मनः ।।।।
ભાવનારૂપે, વિવક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી કર્તા છે અને મુક્ત અવસ્થામાં શુદ્ધનયથી
અનંત જ્ઞાન
સુખાદિ શુદ્ધભાવોનો કર્તા છે.
પરંતુ પરિણમતા એવા શુદ્ધઅશુદ્ધ ભાવોનું જ કર્તાપણું જીવમાં જાણવું, હસ્તાદિના
વ્યાપારરૂપ (પુદ્ગલપરિણામો)નું નહિ.
નિત્યનિરંજનનિષ્ક્રિય નિજાત્મસ્વરૂપની ભાવના રહિત જીવને કર્માદિનું કર્તાપણું
કહ્યું છે, તેથી તે નિજ શુદ્ધાત્મામાં જ ભાવના કરવી.
આ રીતે સાંખ્યમત પ્રત્યે એકાંત અકર્તૃત્વનું (જીવ એકાંતે અકર્તા હોવાનું)
નિરાકરણ કરવાની મુખ્યતાથી ગાથા પૂરી થઈ. ૮.
હવે, જોકે આત્મા શુદ્ધનયથી નિર્વિકાર પરમ આહ્લાદ જેનું એક લક્ષણ છે એવા
સુખામૃતનો ભોક્તા છે, તોપણ અશુદ્ધનયથી સાંસારિક સુખ - દુઃખનો પણ ભોક્તા થાય છે,
એમ કહે છેઃ
૧. શ્રી સમયસારમાં પણ જીવ પુદ્ગલાદિ કે અન્ય જીવોની પર્યાયોનો કર્તા નથી, એમ કર્તાકર્મઅધિકાર
તથા સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકારમાં કહ્યું છે. શરીરની, પરપદાર્થોની, બોલવાની, ખાવાપીવાની ઇત્યાદિ
ક્રિયાઓમાં જે અનાદિ અજ્ઞાનથી જીવની કર્તૃત્વબુદ્ધિ છે, તે પોતાના ત્રિકાળ આત્મસ્વરૂપના લક્ષે શુદ્ધરૂપે
પરિણમવાથી જ તૂટે માટે ‘જીવ પરપદાર્થની કોઈ ક્રિયા ખરેખર એક સમય પણ કરી શકતો નથી’
એવો નિર્ણય કરવો
એ આ ગાથાનું તાત્પર્ય છે.
સુખદુઃખમય ફલ પુદ્ગલકર્મ, ભોગૈ નય વ્યવહાર સુમર્મ;
નિશ્ચયનય નિજ ચેતનભાવ, જીવ ભોગવૈ સદા કહાવ. ૯.

Page 27 of 272
PDF/HTML Page 39 of 284
single page version

background image
व्याख्या‘‘ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुंजेदि’’ व्यवहारात् सुखदुःखरूपं
पुद्गलकर्मफलं प्रभुंक्ते स कः कर्त्ता ? ‘‘आदा’’ आत्मा ‘‘णिच्छयणयदो चेदणभावं
आदस्स’ निश्चयनयतश्चेतनभावं भुंक्ते ‘‘खु’’ स्फु टम् कस्य सम्बन्धिनमात्मनः स्वस्येति
तद्यथाआत्मा हि निजशुद्धात्मसंवित्तिसमुद्भूतपारमार्थिकसुखसुधारसभोजनमलभमान
उपचरितासद्भूतव्यवहारेणेष्टानिष्टपञ्चेन्द्रियविषयजनितसुखदुःखं भुंक्ते, तथैवानुपचरिता-
सद्भूतव्यवहारेणाभ्यन्तरे सुखदुःखजनकं द्रव्यकर्म्मरूपं सातासातोदयं भुंक्ते, स
एवाशुद्धनिश्चयनयेन हर्षविषादरूपं सुखदुःखं च भुंक्ते
शुद्धनिश्चयनयेन तु
परमात्मस्वभावसम्यक्श्रद्धानज्ञानानुष्ठानोत्पन्नसदानन्दैकलक्षणं सुखामृतं भुंक्त इति अत्र
यस्यैव स्वाभाविकसुखामृतस्य भोजनाभावादिन्द्रियसुखं भुञ्जानः सन् संसारे परिभ्रमति
ગાથા ૯
ગાથાર્થઃવ્યવહારનયથી આત્મા સુખ - દુઃખરૂપ પુદ્ગલકર્મના ફળને ભોગવે છે
અને નિશ્ચયનયથી પોતાના ચેતનભાવને ભોગવે છે.
ટીકાઃ‘‘ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुंजेदि’’ વ્યવહારનયની અપેક્ષાએ સુખ
દુઃખરૂપ પુદ્ગલકર્મનાં ફળોને ભોગવે છે. તે કર્મફળોનો ભોક્તા કોણ છે? ‘‘आदा’’
આત્મા. ‘‘णिच्छयणयदो चेदणभावं आदस्स’’ નિશ્ચયનયની અપેક્ષાએ ચેતનભાવનો ભોક્તા છે.
‘‘खु’’ પ્રગટપણે, કોના ચેતનભાવનો? આત્માના પોતાના ચેતનભાવનો. તે આવી રીતેઆત્મા
જ નિજ શુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન પારમાર્થિક સુખસુધારસના ભોજનને નહિ પ્રાપ્ત કરતો,
ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ઇષ્ટ - અનિષ્ટ પંચેન્દ્રિય વિષયજનિત સુખ - દુઃખને ભોગવે
છે, તેવી જ રીતે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી અંતરંગમાં સુખ - દુઃખજનક
દ્રવ્યકર્મરૂપ શાતા અને અશાતાના ઉદયને ભોગવે છે અને તે જ અશુદ્ધનિશ્ચયનયથી હર્ષ
- વિષાદરૂપ સુખ - દુઃખને ભોગવે છે; શુદ્ધનિશ્ચયનયથી તો પરમાત્મસ્વભાવનાં સમ્યક્ શ્રદ્ધાન
- જ્ઞાન - આચરણથી ઉત્પન્ન, સદા આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતને ભોગવે છે.
અહીં, જે સ્વાભાવિક સુખામૃતના ભોજનના અભાવથી આત્મા ઇન્દ્રિયસુખ
ભોગવતો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે, તે જ અતીન્દ્રિય સુખ (સ્વાભાવિક
૧. સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રથમ ગુણસ્થાનધારી સર્વે મિથ્યાદ્રષ્ટિ છે. ચતુર્થ ગુણસ્થાનથી સિદ્ધ
સુધીના સર્વે જીવો તેમની ભૂમિકાની શુદ્ધિ અનુસાર આત્મિક અતીન્દ્રિયસુખ ભોગવે છે, એવું આ
ગાથાનું તાત્પર્ય છે.

Page 28 of 272
PDF/HTML Page 40 of 284
single page version

background image
तदेवातीन्द्रियसुखं सर्वप्रकारेणोपादेयमित्यभिप्रायः एवं कर्ता कर्मफलं न भुक्तं इति
बौद्धमतनिषेधार्थं भोक्तृत्वयाख्यानरूपेण सूत्रं गतम् ।।।।
अथ निश्चयेन लोकप्रमितासंख्येयप्रदेशमात्रोऽपि व्यवहारेण देहमात्रो जीव
इत्यावेदयति
अणुगुरुदेहपमाणो उवसंहारप्पसप्पदो चेदा
असमुहदो ववहारा णिच्छयणयदो असंखदेसो वा ।।१०।।
अणुगुरुदेहप्रमाणः उपसंहारप्रसर्प्पतः चेतयिता
असमुद्घातात् व्यवहारात् निश्चयनयतः असंख्यदेशो वा ।।१०।।
સુખામૃત) સર્વ પ્રકારે ઉપાદેય છે એવો અભિપ્રાય છે.
આ રીતે, ‘કર્તા, કર્મફળને ભોગવતો નથી’ એ બૌદ્ધમતનો નિષેધ કરવા માટે
‘ભોક્તૃત્વના’ વ્યાખ્યાનરૂપે સૂત્ર પૂરું થયું. ૯.
હવે નિશ્ચયનયથી લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાત્ર હોવા છતાં વ્યવહારનયથી,
પોતાના શરીરપ્રમાણ જીવ છે એમ બતાવે છેઃ
ગાથા ૧૦
ગાથાર્થઃસમુદ્ઘાત સિવાય, આ જીવ વ્યવહારનયની અપેક્ષાએ સંકોચ -
પંડિત હીરાલાલજી રચિત અને મથુરા સંઘ દ્વારા પ્રકાશિત દ્રવ્યસંગ્રહની ટીકા પા. ૨૩ માં ગાથા
૯ સંબંધમાં નીચે પ્રમાણે લખ્યું છેઃ
‘‘જીવના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે કે જીવ
યથાર્થ વસ્તુસ્વરૂપને જાણીને, પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વબુદ્ધિને છોડે અને પોતાના
સહજ નિર્વિકાર ચિદાનંદસ્વરૂપ શુદ્ધપર્યાયનો કર્તા
- ભોક્તા થવાનો સતત પ્રયત્ન કરે.’’
પરવસ્તુનું કાંઈ પણ જીવ કરી શકતો નથી તેમ તેને ભોગવી પણ શકતો નથી. અસદ્ભૂત
વ્યવહારનયે શાતાઅશાતાના ઉદયને તથા ઇષ્ટઅનિષ્ટ ઇન્દ્રિયવિષયોને જીવ ભોગવે છે, એમ
કહેવામાં આવે છે.
[અસદ્ભૂત = જૂઠો]
અણુગુરુદેહમાન વ્યવહાર, સકુચૈ ફૈલૈ જિય નિરધાર;
સમુદ્ઘાતબિન કહિએ એમ, નિશ્ચય દેશ અસંખ્ય જુ નેમ. ૧૦.