Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 6

 

PDF/HTML Page 21 of 110
single page version

૧૫૩ પ્ર. સમ્યક્પ્રકૃતિ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સમ્યક્ત્વપર્યાયના મૂળનો
ઘાત તો ન થાય, પરંતુ ચલ, મલાદિક દોષ ઊપજે, તેને
સમ્યક્પ્રકૃતિ કહે છે.
૧૫૪ પ્ર. ચારિત્રમોહનીય કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના ચારિત્રપર્યાયનો ઘાત કરે, તેને
ચારિત્રમોહનીય કર્મ કહે છે.
૧૫૫ પ્ર. ચારિત્રમોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃકષાય અને નોકષાય (કિંચિત્ કષાય).
૧૫૬ પ્ર. કષાયના કેટલા ભેદ છે?
ઉ. સોળ છેઃઅનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી
માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ;
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ માન,
અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લોભ;
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન,
પ્રત્યાખ્યાનાવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજ્વલન
ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ.
૧૫૭ પ્ર. નોકષાયના કેટલા ભેદ છે?
ઉ. નવ છેઃહાસ્ય, રતિ, અરતિ, શોક, ભય,
જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ.
૧૫૮ પ્ર. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ
કોને કહે છે?
ઉ. જે આત્માના સ્વરૂપાચરણચારિત્રનો ઘાત કરે
તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
૧૫૯ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા,
લોભ કોને કહે છે?
ઉ. જે આત્માના દેશચારિત્રને ઘાતે, તેને
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
૧૬૦ પ્ર. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ
કોને કહે છે?
ઉ. જે આત્માના સકલચારિત્રને ઘાતે, તેને
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
૧૬૧ પ્ર. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ અને

PDF/HTML Page 22 of 110
single page version

નોકષાય કોને કહે છે?
ઉ. જે આત્માના યથાખ્યાતચારિત્રનો ઘાત કરે,
તેને સંજ્વલન અને નોકષાય કહે છે.
૧૬૨ પ્ર. આયુકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ આત્માને નારક, તિર્યંચ, મનુષ્ય અને
દેવના શરીરમાં રોકી રાખે તેને આયુકર્મ કહે છે. અર્થાત્
આયુકર્મ આત્માના અવગાહ ગુણને ઘાતે છે.
૧૬૩ પ્ર. આયુકર્મના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છેઃનરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ
અને દેવાયુ.
૧૬૪ પ્ર. નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ જીવને ગતિ વગેરે જુદા જુદા રૂપે
પરિણમાવે અથવા શરીરાદિક બનાવે; ભાવાર્થનામકર્મ
આત્માના સૂક્ષ્મત્વગુણને ઘાતે છે.
૧૬૫ પ્ર. નામકર્મના કેટલા ભેદ છે?
ઉ. ત્રાણુ (૯૩), ચારગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય
અને દેવ), પાંચજાતિ(એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય), પાંચ શરીર (ઔદારિક, વૈક્રિયિક,
આહારક, તૈજસ, અને કાર્માણ), ત્રણ અંગોપાંગ (ઔદારિક,
વૈક્રિયિક, આહારક), એક નિર્માણ કર્મ, પાંચ બંધન કર્મ
(ઔદારિકબંધન, વૈક્રિયિકબંધન, આહારકબંધન, તેજસબંધન
અને કાર્માણબંધન), પાંચ સંઘાત (ઔદારિક, વિક્રિયિક,
આહારક, તૈજસ, કાર્માણ), છ સંસ્થાન (સમચતુરસ્ર
સંસ્થાન, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક
સંસ્થાન, વામન સંસ્થાન, હુંડક સંસ્થાન), છ સંહનન
(વજ્રર્ષભનારાચ સંહનન, વજ્રનારાચ સંહનન, નારાચ
સંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિક સંહનન અને
અંસપ્રાપ્તસૃપાટિકા સંહનન), પાંચ વર્ણ કર્મ (કાળો, લીલો,
રાતો, પીળો, ધોળો), બે ગંધ કર્મ (સુગંધ, દુર્ગંધ), પાંચ રસ
કર્મ (ખાટો, મીઠો, કડવો, તૂરો, તીખો), આઠ સ્પર્શ (કઠોર,
કોમલ, હલકો, ભારે, ઠંડો ગરમ, ચીકણો, લૂખો), ચાર
આનુપૂર્વ્ય
(નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગત્યાનુપૂર્વ્ય),
અગુરુલઘુત્વ કર્મ એક, ઉપઘાત કર્મ એક, પરઘાત કર્મ એક,
આતાપકર્મ એક, ઉદ્યોતકર્મ એક, બે વિહાયોગતિ, (એક
મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), ઉચ્છ્વાસ એક, ત્રસ એક, સ્થાવર

PDF/HTML Page 23 of 110
single page version

એક, બાદર એક, સૂક્ષ્મ એક, પર્યાપ્ત એક, અપર્યાપ્ત એક,
પ્રત્યેક નામકર્મ એક, એક સાધારણ નામકર્મ, સ્થિર નામકર્મ
એક, અસ્થિર નામ કર્મ એક, શુભ નામ કર્મ એક, અશુભ
નામ કર્મ એક, સુભગ નામ કર્મ એક, દુર્ભગ નામ કર્મ એક,
સુસ્વર નામ કર્મ એક, દુઃસ્વર નામ કર્મ એક, આદેય નામ
કર્મ એક, અનાદેય નામ કર્મ એક, યશકીર્તિ નામકર્મ એક,
અપયશઃકીર્તિ નામકર્મ એક, તીર્થંકર નામ કર્મ એક.
૧૬૬ પ્ર. ગતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ જીવનો આકાર નારકી, તિર્યંચ, મનુષ્ય
અને દેવના સમાન બનાવે.
૧૬૭ પ્ર. જાતિ કોને કહે છે?
ઉ. અવ્યભિચારી સદ્રશતાથી એકરૂપ કરવાવાળા
વિશેષને જાતિ કહે છે. અર્થાત્ તે સદ્રશધર્મવાળા પદાર્થોને
જ ગ્રહણ કરે છે.
૧૬૮ પ્ર. જાતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય કહેવાય.
૧૬૯ પ્ર. શરીર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આત્માના ઔદારિકાદિ શરીર
બને.
૧૭૦ પ્ર. નિર્માણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના
થાય, તેને નિર્માણકર્મ કહે છે.
૧૭૦ (ક) પ્ર. આંગોપાંગ નામકર્મ કોને કહે છે?
ઉ. ઔદારિક, વૈક્રિયિક, આહારક આંગોપાંગ, જેના
ઉદયથી અંગઉપાંગોના ભેદ પ્રગટ થાય છે. (મસ્તક, પીઠ,
હૃદય, બાહુ, ઉદર, ઢીંચણ, હાથપગ તેને અંગ કહે છે.
કપાળ, નાસિકા, હોઠ આદિ ઉપાંગ છે).
(બૃ. દ્ર. સં. પા૪૮)
૧૭૧ પ્ર. બંધન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરોના
પરમાણુ પરસ્પર સંબંધને પ્રાપ્ત થાય, તેને બંધન નામકર્મ
કહે છે.

PDF/HTML Page 24 of 110
single page version

૧૭૨ પ્ર. સંઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરનાં
પરમાણુ છિદ્રરહિત એકતાને પ્રાપ્ત થાય.
૧૭૩ પ્ર. સંસ્થાન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ (સિકલ)
બને, તેને સંસ્થાન નામકર્મ કહે છે.
૧૭૪ પ્ર. સમચતુરસ્ર સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ ઉપર, નીચે
તથા મધ્યમાં સરખે ભાગે બને.
૧૭૫ પ્ર. ન્યગ્રોધપરિમંડલ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર વડના વૃક્ષની
માફક હોય અર્થાત્ જેના નાભિથી નીચેના અંગ નાના અને
ઉપરના અંગ મોટા હોય.
૧૭૬ પ્ર. સ્વાતિ સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી નીચેનો ભાગ સ્થૂળ અથવા
મોટો હોય અને ઉપરનો ભાગ પાતળો (નાનો) હોય.
૧૭૭ પ્ર. કુબ્જક સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી કૂબડું શરીર હોય.
૧૭૮ પ્ર. વામન સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીર ઘણું જ ઠીંગણું હોય.
૧૭૯ પ્ર. હુંડક સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અંગ, ઉપાંગ કોઈ
ખાસ આકારનાં ન હોય; (બેડોળ હોય).
૧૮૦ પ્ર. સંહનન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હાડના બંધનવિશેષ થાય, તેને
સંહનન નામકર્મ કહે છે.
૧૮૧ પ્ર. વજ્રર્ષભનારાચ સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી વજ્રનાં હાડ, વજ્રના વેષ્ટન,
અને વજ્રનીજ ખીલીઓ હોય.
૧૮૨ પ્ર. વજ્રનારાચસંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી વજ્રના હાડ અને વજ્રની
ખીલીઓ હોય, પરંતુ વેષ્ટન વજ્રનું ન હોય.

PDF/HTML Page 25 of 110
single page version

૧૮૩ પ્ર. નારાચ સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી વેષ્ટન અને ખીલીઓ સહિત
હાડ હોય.
૧૮૪ પ્ર. અર્ધનારાચ સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હાડોની સંધિ અર્ધકીલિત
હોય.
૧૮૫ પ્ર. કીલક સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હાડની સંધિ પરસ્પર કીલિત
હોય.
૧૮૬ પ્ર. અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જુદા જુદા હાડ નસોથી
બંધાયેલા હોય, પણ પરસ્પર કીલિત ન હોય.
૧૮૭ પ્ર. વર્ણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રંગ હોય.
૧૮૮ પ્ર. ગંધ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં ગંધ હોય.
૧૮૯ પ્ર. રસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રસ હોય.
૧૯૦ પ્ર. સ્પર્શનામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં સ્પર્શ હોય.
૧૯૧ પ્ર. આનુપૂર્વીનામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આત્માના પ્રદેશ મરણના
પછી અને જન્મની પહેલાં રસ્તામાં અર્થાત્ વિગ્રહગતિમાં
મરણના પહેલાના શરીરના આકારે રહે.
૧૯૨ પ્ર. અગુરુલઘુ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાની
માફક ભારે અને આકડાના રૂની માફક હલકું ન હોય.
૧૯૩ પ્ર. ઉપઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પોતાનો ઘાત જ કરનાર અંગ
હોય, તેને ઉપઘાત નામકર્મ કહે છે.
૧૯૪ પ્ર. પરઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળા
અંગ ઉપાંગ હોય.

PDF/HTML Page 26 of 110
single page version

૧૯૫ પ્ર. આતાપ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આતાપરૂપ શરીર હોય.
જેમકેઃસૂર્યનું પ્રતિબિંબ.
૧૯૬ પ્ર. ઉદ્યોત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઉદ્યોતરૂપ શરીર થાય.
૧૯૭ પ્ર. વિહાયોગતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આકાશ ગમન થાય; તેના
શુભ અને અશુભ એમ બે ભેદ છે.
૧૯૮ પ્ર. ઉચ્છ્વાસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શ્વાસોચ્છ્વાસ લેવાય.
૧૯૯ પ્ર. ત્રસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી દ્વીન્દ્રિયાદિ જીવોમાં જન્મ
થાય.
૨૦૦ પ્ર. સ્થાવર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પૃથ્વીકાય, અપકાય,
તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જન્મ થાય.
૨૦૧ પ્ર. પર્યાપ્તિકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પોતપોતાના યોગ્ય પર્યાપ્તિ
પૂર્ણ થાય.
૨૦૨ પ્ર. પર્યાપ્તિ કોને કહે છે?
ઉ. આહારવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણાના
પરમાણુઓને શરીરઇન્દ્રિયાદિરૂપ પરિણમાવવાની શક્તિની
પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે.
૨૦૩ પ્ર. પર્યાપ્તિના કેટલા ભેદ છે?
ઉ. છઃઆહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિય-
પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને
મનઃપર્યાપ્તિ.
આહારપર્યાપ્તિઆહારવર્ગણાના પરમાણુઓને
ખલ અને રસભાગરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની
શક્તિની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહે છે.
શરીરપર્યાપ્તિજે પરમાણુઓને ખલરૂપ
પરિણમાવ્યા હતા. તેમના હાડ વગેરે કઠિન અવયવરૂપ અને
જેને રસ રૂપ પરિણમાવ્યા હતા, તેમના રુધિરાદિક દ્રવ્યરૂપ

PDF/HTML Page 27 of 110
single page version

પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
શરીરપર્યાપ્તિ કહે છે.
£ન્દ્રિયપર્યાપ્તિઆહારવર્ગણાના પરમાણુઓને
ઇન્દ્રિયોના આકારે પરિણમાવવાને તથા ઇન્દ્રિય દ્વારા વિષય
ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
ઇન્દ્રિયપર્યાપ્તિ કહે છે.
શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિઆહારવર્ગણાના
પરમાણુઓને શ્વાસોચ્છ્વાસરૂપ પરિણમાવવાના કારણભૂત
જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ કહે છે.
ભાષાપર્યાપ્તિભાષાવર્ગણાના પરમાણુઓને
વચનરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની
પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહે છે.
મનઃપર્યાપ્તિમનોવર્ગણાના પરમાણુઓને
હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલાકાર મનરૂપ
પરિણમાવવાને તથા તેમની દ્વારા યથાવત્ (જોઈએ તેવી
રીતે) વિચાર કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
મનઃપર્યાપ્તિ કહે છે.
એકેન્દ્રિય જીવોને ભાષાપર્યાપ્તિ અને મનઃપર્યાપ્તિ
સિવાય બાકીની ચાર પર્યાપ્તિ હોય છે.
દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય
જીવોને મનઃપર્યાપ્તિ સિવાયની બાકીની પાંચ પર્યાપ્તિ હોય
છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિ હોય છે. એ
સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત છે તથા એક
એમ એક પર્યાપ્તિનો કાળ પણ અંતર્મુહૂર્ત છે, અને સર્વ
પર્યાપ્તિનો કાળ મળીને પણ અંતર્મુહૂર્ત છે, અને પહેલેથી
બીજી સુધીનો તથા બીજીથી ત્રીજી સુધીનો એવી રીતે છઠ્ઠી
પર્યાપ્તિ સુધીનો કાળ ક્રમથી મોટા મોટા અંતર્મુહૂર્ત છે.
પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓનો પ્રારંભ તો એકદમ
થાય છે. પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે. જ્યાં સુધી કોઈ પણ
જીવની શરીરપર્યાપ્તિ પૂર્ણ તો થઈ ન હોય, પણ નિયમથી
પૂર્ણ થવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને
નિર્વૃત્ત્યપર્યાપ્તક
કહે છે.
અને જેની શરીરપર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ હોય તેને
પર્યાપ્તક કહે છે. અને જેની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થઈ
ન હોય તથા શ્વાસના અઢારમાં ભાગમાં જ મરણ થવાવાળું
હોય, તેને
લબ્ધયપર્યાપ્તક કહે છે.

PDF/HTML Page 28 of 110
single page version

૨૦૪ પ્ર. અપર્યાપ્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી લબ્ધ્યપર્યાપ્તક અવસ્થા થાય,
તેને અપર્યાપ્તિ નામકર્મ કહે છે.
૨૦૫ પ્ર. પ્રત્યેક નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એક શરીરનો એક સ્વામી
હોય, તેને પ્રત્યેક નામકર્મ કહે છે.
૨૦૬ પ્ર. સાધારણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ
માલિક (સ્વામી) હોય, તેને સાધારણ નામકર્મ કહે છે.
૨૦૭ પ્ર. સ્થિર નામકર્મ અને અસ્થિર નામકર્મ કોને
કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ
પોતપોતાના ઠેકાણે રહે, તેને સ્થિર નામકર્મ કહે છે. અને
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાને
ઠેકાણે ન રહે, તેને અસ્થિર નામકર્મ કહે છે.
૨૦૮ પ્ર. શુભ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર થાય,
તેને શુભ નામકર્મ કહે છે.
૨૦૯ પ્ર. અશુભ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ન
થાય, તેને અશુભ નામકર્મ કહે છે.
૨૧૦ પ્ર. સુભગ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર
પ્રીતિ કરે, તેને સુભગ નામકર્મ કહે છે.
૨૧૧ પ્ર. દુર્ભગ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાની સાથે
દુશ્મની (વૈર) કરે, તેને દુર્ભગ નામકર્મ કહે છે.
૨૧૨ પ્ર. સુસ્વર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સુંદર મધુર સ્વર હોય, તેને
સુસ્વર નામકર્મ કહે છે.
૨૧૩ પ્ર. દુઃસ્વર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય, તેને
દુઃસ્વર નામકર્મ કહે છે.

PDF/HTML Page 29 of 110
single page version

૨૧૪ પ્ર. આદેય નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી કાંતિસહિત શરીર ઊપજે,
તેને આદેય નામકર્મ કહે છે.
૨૧૫ પ્ર. અનાદેય નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી કાંતિસહિત શરીર ન હોય,
તેને અનાદેય નામકર્મ કહે છે.
૨૧૬ પ્ર. યશઃકીર્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા
થાય, તેને યશઃકીર્તિ નામકર્મ કહે છે.
૨૧૭ પ્ર. અપયશઃકીર્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા ન
થાય, તેને અપયશઃકીર્તિ નામકર્મ કહે છે.
૨૧૮ પ્ર. તીર્થંકર નામકર્મ કોને કહે છે?
ઉ. અર્હંત પદના કારણભૂત કર્મને તીર્થંકર
નામકર્મ કહે છે.
૨૧૯ પ્ર. ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંતાનનાં ક્રમના ચાલતા
આવેલ જીવના આચરણરૂપ ઉચ્ચ-નીચ ગોત્રમાં જન્મ થાય,
તેને ગોત્રકર્મ કહે છે.
૨૨૦ પ્ર. ગોત્રકર્મના કેટલા ભેદ છે?
ઉ. બેઃઉચ્ચગોત્ર અને નીચગોત્ર.
૨૨૧ પ્ર. ઉચ્ચ ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય.
૨૨૨ પ્ર. નીચ ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી નીચ કુળમાં જન્મ થાય.
૨૨૩ પ્ર. અંતરાય કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ દાનાદિક કરવામાં વિઘ્ન નાંખે.
૨૨૪ પ્ર. અંતરાય કર્મના કેટલા ભેદ છે?
ઉ. પાંચઃદાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય,
ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય; દરેકનો અર્થ એ કે
દરેકમાં વિઘ્ન નાંખે.
૨૨૫ પ્ર. પુણ્ય કર્મ કોને કહે છે?
ઉ. જે જીવને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે.

PDF/HTML Page 30 of 110
single page version

૨૨૬ પ્ર. પાપ કર્મ કોને કહે છે?
ઉ. જે જીવને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે.
૨૨૭ પ્ર. ઘાતિયા કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો ઘાત
કરે, તેને ઘાતિયા કર્મ કહે છે.
૨૨૮ પ્ર. અઘાતિયા કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો
ઘાત ન કરે, તેને અઘાતિયા કર્મ કહે છે.
૨૨૯ પ્ર. સર્વઘાતિ કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના અનુજીવી ગુણોનો સર્વ પ્રકારે
ઘાત કરે, તેને સર્વઘાતિ કર્મ કહે છે.
૨૩૦ પ્ર. દેશઘાતિકર્મ કોને કહે છે?
ઉ. જે જીવના અનુજીવી ગુણોનો એકદેશ
ઘાત કરે, તેને દેશઘાતિ કર્મ કહે છે.
૨૩૧ પ્ર. જીવવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જેનું ફળ જીવમાં હોય.
૨૩૨ પ્ર. પુદ્ગલવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મનું ફળ પુદ્ગલમાં (શરીરમાં) થાય.
૨૩૩ પ્ર. ભવવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જેના ફળથી જીવ સંસારમાં રોકાય.
૨૩૪ પ્ર. ક્ષેત્રવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ફળથી વિગ્રહ ગતિમાં જીવનો આકાર
પહેલાના જેવો બનેલો રહે.
૨૩૫ પ્ર. વિગ્રહ ગતિ કોને કહે છે?
ઉ. એક શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ કરવાને
માટે જીવનું જવું, તેને વિગ્રહગતિ કહે છે.
૨૩૬ પ્ર. ઘાતિ કર્મ કેટલાં અને ક્યા ક્યા છે?
ઉ. સુડતાલીસ (૪૭) છેઃજ્ઞાનાવરણ ૫,
દર્શનાવરણ ૯, મોહનીય ૨૮ અને અંતરાય ૫, એ પ્રમાણે
૪૭ છે.
૨૩૭ પ્ર. અઘાતિ કર્મ કેટલાં અને ક્યા ક્યા છે?
ઉ. એકસો એક (૧૦૧) છેઃવેદનીય ૨, આયુ

PDF/HTML Page 31 of 110
single page version

૪, નામકર્મ ૯૩ અને ગોત્ર ૨, એ પ્રમાણે ૧૦૧ છે.
૨૩૮ પ્ર. સર્વઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. એકવીશ (૨૧) છેઃ જ્ઞાનાવરણની ૧
(કેવળજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૬, (કેવળ દર્શનાવરણ ૧
અને નિદ્રા ૫, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪ (અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧
અને સમ્યગ્મિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે.
૨૩૯ પ્ર. દેશઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. છવ્વીસ (૨૬) છેઃજ્ઞાનાવરણની ૪ (મતિ-
જ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને
મનઃપર્યયજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૩. (ચક્ષુદર્શનાવરણ,
અવધિદર્શનાવરણ) અચક્ષુર્દર્શનાવરણ મોહનીયની ૧૪
(સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અંતરાયની
એ પ્રમાણે છવ્વીસ છે.
૨૪૦ પ્ર. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. ચાર છેઃનરકગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી,
મનુષ્યગત્યાનુપૂર્વી અને દેવગત્યાનુપૂર્વી એ ચાર છે.
૨૪૧ પ્ર. ભવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ
છે?
ઉ. ચાર છેઃનરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને
દેવાયુ.
૨૪૨ પ્ર. જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. ઇઠ્ઠયોતેર (૭૮) છેઃઘાતિકર્મની ૪૭,
ગોત્રની ૨, વેદનીયની ૨ અને નામકર્મની ૨૭ (તીર્થંકર
પ્રકૃતિ, ઉચ્છ્વાસ, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ,
સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદેય, યશઃકીર્તિ,
અપયશઃકીર્તિ, ત્રસ, સ્થાવર, પ્રશસ્ત
વિહાયોગતિ,
અપ્રશસ્ત વિહાયોગતિ, સુભગ, દુર્ભગ, ગતિ ૪, જાતિ ૫)
એ સર્વ મળીને ૭૮ પ્રકૃતિ છે.
૨૪૩ પ્ર. પુદ્ગલવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ
છે?
ઉ. બાસઠ છેઃ(સર્વપ્રકૃતિ ૧૪૮માંથી ક્ષેત્રવિપાકી
૪, ભવવિપાકી ૪, જીવવિપાકી ૭૮ એવી રીતે સર્વ મળીને

PDF/HTML Page 32 of 110
single page version

૮૬ પ્રકૃતિ બાદ કરવાથી બાકી રહી ૬૨ પ્રકૃતિ તે પુદ્ગલ
વિપાકી છે.)
૨૪૪ પ્ર. પાપ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. સો (૧૦૦) છેઃઘાતિયા પ્રકૃતિ ૪૭, અશાતા
વેદનીય ૧, નીચગોત્ર ૧, નરકાયુ ૧ અને નામકર્મની ૫૦
(નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧, તિર્યગ્ગતિ ૧,
તિર્યગ્ગત્યાનુપૂર્વી ૧, જાતિમાંથી આદિની ૪, સંસ્થાનના
અન્તની ૫, સંહનન અન્તની ૫, સ્પર્શાદિક ૨૦, ઉપઘાત
૧, અપ્રશસ્ત વિહાયોગતિ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧,
અપર્યાપ્તિ ૧, અનાદેય ૧, અપયશઃકીર્તિ ૧, અશુભ ૧,
દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અસ્થિર ૧, સાધારણ ૧) એ સર્વ
મળીને ૧૦૦ પાપ પ્રકૃતિ છે.
૨૪૫ પ્ર. પુણ્ય પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. અડસઠ (૬૮) છેઃકર્મની સમસ્ત પ્રકૃતિ
૧૪૮ છે, જેમાંથી ૧૦૦ પાપ પ્રકૃતિ બાદ કરવાથી બાકી
રહેલ ૪૮ પ્રકૃતિ અને નામકર્મની સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિ,
પુણ્ય અને પાપ એ બંનેમાં ગણાય છે; કેમકે તે વીશે (૨૦)
પ્રકૃતિ સ્પર્શાદિ કોઈને ઇષ્ટ અને કોઈને અનિષ્ટ હોય છે.
તે માટે ૪૮માં સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિ મેળવવાથી ૬૮ પુણ્ય
પ્રકૃતિ થાય છે.
૨૪૬ પ્ર. સ્થિતિબંધ કોને કહે છે?
ઉ. કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાનું પડવું
તેને.
૨૪૭ પ્ર. આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કેટલી
છે?
ઉ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય, એ
ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ત્રીસ ક્રોડાક્રોડી સાગરની
છે, મોહનીય કર્મની સિત્તેર ક્રોડાક્રોડી સાગરની છે.
નામકર્મની અને ગોત્રકર્મની વીશ વીશ (૨૦) ક્રોડાક્રોડી
સાગરની છે અને આયુકર્મની તેત્રીસ (૩૩) સાગરની છે.
૨૪૮ પ્ર. આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી કેટલી
છે?
ઉ. વેદનીય કર્મની બાર (૧૨) મુહૂર્ત, નામ તથા
ગોત્રકર્મની આઠ (૮) મુહૂર્તની અને બાકીનાં સમસ્ત કર્મોની
અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.

PDF/HTML Page 33 of 110
single page version

૨૪૯ પ્ર. ક્રોડાક્રોડી કોને કહે છે?
ઉ. એક કરોડ ને એક કરોડે ગુણવાથી જે સંખ્યા
થાય, તેને એક ક્રોડાક્રોડી કહે છે.
૨૫૦ પ્ર. સાગર કોને કહે છે?
ઉ. દશ ક્રોડાક્રોડી અદ્ધાપલ્યોનો એક સાગર થાય છે.
૨૫૧ પ્ર. અદ્ધાપલ્ય કોને કહે છે?
ઉ. બે હજાર કોશ ઊંડો અને બે હજાર કોશ
પહોળા એવા ગોળ ખાડામાં, જેનો કાતરથી બીજો ભાગ ન
થઈ શકે એવા ઘેટાંના વાળોને ભરવા. પછી જેટલા વાળ
તેમાં સમાય, તેમાંથી એક એક વાળ સો
સો વર્ષે બહાર
કાઢવો; જેટલા વર્ષોમાં તે સર્વે વાળ નીકળી જાય તેટલા
વર્ષોના જેટલા સમય થાય તેને વ્યવહારપલ્ય કહે છે.
વ્યવહારપલ્યથી અસંખ્યાતગુણો ઉદ્ધારપલ્ય થાય છે અને
ઉદ્ધારપલ્યથી અસંખ્યાતગુણો અદ્ધાપલ્ય થાય છે.
૨૫૨ પ્ર. મુહૂર્ત કોને કહે છે?
ઉ. અડતાલીસ (૪૮) મિનિટનો એક મુહૂર્ત થાય
છે.
૨૫૩ પ્ર. અંતર્મુહૂર્ત કોને કહે છે?
ઉ. આવલીથી ઉપર અને મુહૂર્તથી નીચેના કાળને
અન્તર્મુહૂર્ત કહે છે.
૨૫૪. પ્ર. આવલી કોને કહે છે?
ઉ. એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય છે.
૨૫૫ પ્ર. શ્વાસોચ્છ્વાસ કાળ કોને કહે છે?
ઉ. નીરોગી પુરુષની નાડીના એકવાર ચાલવાને
શ્વાસોચ્છ્વાસ કાળ કહે છે.
૨૫૬ પ્ર. એક મુહૂર્તમાં કેટલા શ્વાસોચ્છ્વાસ થાય છે?
ઉ. એક મુહૂર્તમાં ત્રણ હજાર સાતસો તોંતેર
(૩૭૭૩) શ્વાસોચ્છ્વાસ થાય છે.
૨૫૭ પ્ર. અનુભાગબંધ કોને કહે છે?
ઉ. ફળ દેવાની શક્તિની હીનાધિકતાને
અનુભાગબંધ કહે છે.
૨૫૮ પ્ર. પ્રદેશબંધ કોને કહે છે?
ઉ. બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને
પ્રદેશબંધ કહે છે.

PDF/HTML Page 34 of 110
single page version

૨૫૯ પ્ર. ઉદય કોને કહે છે?
ઉ. સ્થિતિને પૂરી કરીને કર્મોના ફલ આપવાને ઉદય
કહે છે.
૨૬૦ પ્ર. ઉદીરણા કોને કહે છે?
ઉ. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મનાં ફળ આવવાને
ઉદીરણા કહે છે.
૨૬૧ પ્ર. ઉપશમ કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી કર્મની
શક્તિની અનુદ્ભૂતિને ઉપશમ કહે છે.
૨૬૨ પ્ર. ઉપશમના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃઅંતઃકરણરૂપ ઉપશમ અને
સદવસ્થારૂપ ઉપશમ.
૨૬૩ પ્ર. અંતઃકરણરૂપ ઉપશમ કોને કહે છે?
ઉ. આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મના
પરમાણુઓને આગળપાછળ ઉદય આવવા યોગ્ય કરવાં,
તેને અંતઃકરણરૂપ ઉપશમ કહે છે.
૨૬૪ પ્ર. સદવસ્થારૂપ ઉપશમ કોને કહે છે?
ઉ. વર્તમાન સમયને છોડીને આગામી કાળમાં ઉદય
આવવાવાળાં કર્મોનું સત્તામાં રહેવું તેને સદવસ્થારૂપ ઉપશમ
કહે છે.
૨૬૫ પ્ર. ક્ષય કોને કહે છે?
ઉ. કર્મની આત્યંતિક નિવૃત્તિને ક્ષય કહે છે.
૨૬૬ પ્ર. ક્ષયોપશમ કોને કહે છે?
ઉ. વર્તમાન નિષેકમાં સર્વઘાતી સ્પર્દ્ધકોનો
ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય અને
આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ
ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.
૨૬૭ પ્ર. નિષેક કોને કહે છે?
ઉ. એક સમયમાં કર્મના જેટલાં પરમાણુઓ
ઉદયમાં આવે તે સર્વના સમૂહને નિષેક કહે છે.
૨૬૮ પ્ર. સ્પર્દ્ધક કોને કહે છે?
ઉ. વર્ગણાઓના સમૂહને સ્પર્દ્ધક કહે છે.

PDF/HTML Page 35 of 110
single page version

૨૬૯ પ્ર. વર્ગણા કોને કહે છે?
ઉ. વર્ગોના સમૂહને વર્ગણા કહે છે.
૨૭૦ પ્ર. વર્ગ કોને કહે છે?
ઉ. સમાન અવિભાગપ્રતિચ્છેદોના ધારક પ્રત્યેક
કર્મપરમાણુને વર્ગ કહે છે.
૨૭૧ પ્ર. અવિભાગપ્રતિચ્છેદ કોને કહે છે?
ઉ. શક્તિના અવિભાગી અંશને અવિભાગપ્રતિચ્છેદ
કહે છે. અથવા જેનો બીજો ભાગ થઈ શકે નહિ તેવા અંશને
અવિભાગપ્રતિચ્છેદ કહે છે.
૨૭૨ પ્ર. આ પ્રકરણમાં ‘‘શક્તિ’’ શબ્દથી કઈ
શક્તિ ઇષ્ટ છે?
ઉ. અહીં શક્તિ શબ્દથી કર્મોની અનુભાગરૂપ
અર્થાત્ ફળ આપવાની શક્તિ ઇષ્ટ છે.
૨૭૩ પ્ર. ઉદયાભાવી ક્ષય કોને કહે છે?
ઉ. ફળ આપ્યા વિના આત્માથી કર્મના સંબંધ
છૂટવાને ઉદયાભાવી ક્ષય કહે છે.
૨૭૪ પ્ર. ઉત્કર્ષણ કોને કહે છે?
ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના વધી જવાને
ઉત્કર્ષણ કહે છે.
૨૭૫ પ્ર. અપકર્ષણ કોને કહે છે?
ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના ઘટી જવાને
અપકર્ષણ કહે છે.
૨૭૬ પ્ર. સંક્રમણ કોને કહે છે?
ઉ. કોઈ પણ કર્મના સજાતીય એક ભેદને બીજા
ભેદરૂપ થઈ જવાને સંક્રમણ કહે છે.
૨૭૭ પ્ર. સમયપ્રબદ્ધ કોને કહે છે?
ઉ. એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને
નોકર્મપરમાણુ બંધાય, તે સર્વને સમયપ્રબદ્ધ કહે છે.
૨૭૮ પ્ર. ગુણહાનિ કોને કહે છે?
ઉ. ગુણાકારરૂપ હીન હીન (ઓછું ઓછું) દ્રવ્ય
જેમાં જણાય, તેને ગુણહાનિ કહે છે. જેમકેકોઈ જીવે એક
સમયમાં ૬૩૦૦ પરમાણુઓના સમૂહરૂપ સમય પ્રબદ્ધનો
બંધ કર્યો અને તેમાં ૪૮ સમયની સ્થિતિ પડી, તેમાં

PDF/HTML Page 36 of 110
single page version

ગુણહાનિઓના સમૂહરૂપ નાના ગુણહાનિ ૬, તેમાંથી પ્રથમ
ગુણહાનિના પરમાણુ ૩૨૦૦, બીજી ગુણહાનિના પરમાણુ
૧૬૦૦, ત્રીજી ગુણહાનિના પરમાણુ ૮૦૦, ચોથી
ગુણહાનિના પરમાણુ ૪૦૦, પાંચમી ગુણહાનિના પરમાણુ
૨૦૦ અને છઠ્ઠી ગુણહાનિના પરમાણુ ૧૦૦ છે. અહીં
ઉત્તરોત્તર ગુણહાનિઓમાં ગુણાકારરૂપ હીન હીન
પરમાણુ(દ્રવ્ય) પ્રાપ્ત થાય છે. તેથી તેને ગુણહાનિ કહે છે.
૨૭૯ પ્ર. ગુણહાનિ આયામ કોને કહે છે?
ઉ. એક ગુણહાનિના સમયના સમૂહને ગુણહાનિ
આયામ કહે છે. જેમકેઉપરના દ્રષ્ટાંતમાં ૪૮ સમયની
સ્થિતિમાં ૬ ગુણહાનિ હતી, તો ૪૮ ને ૬ એ ભાગવાથી
પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું, તે જ ગુણહાનિ
આયામ કહેવાય છે.
૨૮૦ પ્ર. નાના ગુણહાનિ કોને કહે છે?
ઉ. ગુણહાનિઓના સમૂહને નાના ગુણહાનિ કહે
છે. જેમકેઉપરના દ્રષ્ટાન્તમાં આઠ આઠ સમયની છ
ગુણહાનિ છે, તે જ છ સંખ્યા નાના ગુણહાનિનું પરિમાણ
જાણવું.
૨૮૧ પ્ર. અન્યોન્યાભ્યસ્તરાશિ કોને કહે છે?
ઉ. નાનાગુણહાનિપ્રમાણ બમણું માંડીને પરસ્પર
ગુણાકાર કરવાથી જે ગુણનફળ (ગુણાકાર) થાય, તેને
અન્યોન્યાભ્યસ્તરાશિ કહે છે. જેમકે
ઉપરના દ્રષ્ટાંતમાં બે
છ વાર માંડીને પરસ્પર ગુણવાથી ૬૪ થાય છે, તે જ
અન્યોન્યાભ્યસ્તરાશિનું પરિમાણ જાણવું.
૨૮૨ પ્ર. અંતિમ ગુણહાનિનું પરિમાણ કેવી રીતે
કાઢવું?
ઉ. એક ઓછા અન્યોન્યાભ્યસ્તરાશિનો ભાગ
સમયપ્રબદ્ધમાં મૂકવાથી અંતિમ ગુણહાનિના દ્રવ્યનું પરિમાણ
નીકળે છે. જેમકે
૬૩૦૦માં એક ઓછા ૬૪નો ભાગ
દેવાથી જે ૧૦૦ પ્રાપ્ત થયા, તે જ અંતિમ ગુણહાનિનું દ્રવ્ય
છે.
૨૮૩ પ્ર. અન્યગુણહાનિઓના દ્રવ્યનું પરિમાણ કેવી
રીતે કાઢવું જોઈએ?
ઉ. અંતિમ ગુણહાનિના દ્રવ્યને પ્રથમ ગુણહાનિ
પર્યંત બમણા બમણા કરવાથી અન્યગુણહાનિઓના દ્રવ્યનું

PDF/HTML Page 37 of 110
single page version

પરિમાણ નીકળે છે. જેમકે૨૦૦૪૦૦૮૦૦૧૬૦૦
૩૨૦૦.
૨૮૪ પ્ર. પ્રત્યેક ગુણહાનિમાં પ્રથમાદિ સમયોમાં
દ્રવ્યનું પરિમાણ કેવી રીતે હોય છે?
ઉ. નિષેકહારને ચયથી ગુણવાથી પ્રત્યેક ગુણહાનિના
પ્રથમ સમયના દ્રવ્ય નીકળે છે, અને પ્રથમ સમયના
દ્રવ્યમાંથી એક એક ચય બાદ કરવાથી ઉત્તરોત્તર સમયોના
દ્રવ્યોનું પરિમાણ નીકળે છે. જેમકે
નિષેકહાર ૧૬ ને ચય
૩૨ થી ગુણવાથી પ્રથમ ગુણહાનિના પ્રથમ સમયના દ્રવ્ય
૫૧૨ થાય છે. અને ૫૧૨ માંથી એક એક ચય અથવા
બત્રીશ બત્રીશ બાદ કરવાથી બીજા સમયના દ્રવ્યોનું
પરિમાણ ૪૮૦, ત્રીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૪૮,
ચોથા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૧૬, પાંચમાં સમયના
દ્રવ્યોનું પરિમાણ ૩૮૪, છઠ્ઠા સમયના દ્રવ્યોનું પરિમાણ
૩૫૨, સાતમાં સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૨૦ અને
આઠમાં સમયનાં દ્રવ્યોનાં પરિમાણ ૨૮૮ નીકળે છે. એવી
રીતે દ્વિતીયાદિક ગુણહાનિઓમાં પણ પ્રથમાદિ સમયોના
દ્રવ્યોનું પરિમાણ કાઢી લેવું.
૨૮૫ પ્ર. નિષેકહાર કોને કહે છે?
ઉ. ગુણહાનિઆયામથી બમણા પરિમાણને
નિષેકહાર કહે છે. જેમકેઃગુણહાનિ આયામ ૮ થી
બમણા ૧૬ ને નિષેકહાર કહે છે.
૨૮૬ પ્ર. ચય કોને કહે છે?
ઉ. શ્રેણી વ્યવહાર ગણિતમાં સમાન હાનિ અથવા
સમાન વૃદ્ધિના પરિમાણને ચય કહે છે.
૨૮૭ પ્ર. આ પ્રકરણમાં ચયનું પરિમાણ કાઢવાની
કઈ રીત છે?
ઉ. નિષેકહારમાં એક અધિક ગુણહાનિ આયામનું
પ્રમાણ જોડીને અર્ધા કરવાથી જે લબ્ધ આવે, તેને
ગુણહાનિઆયામથી ગુણ્યા કરવી, એવી રીતે ગુણવાથી જે
ગુણનફળ (ગુણાકાર) થાય. તેનો ભાગ વિવક્ષિત
ગુણહાનિના દ્રવ્યમાં ઉમેરવાથી વિવક્ષિત ગુણહાનિના ચયનું
પરિમાણ નીકળે છે.
જેમકેનિષેકહાર ૧૬માં એક અધિક ગુણહાનિ
આયામ ૯ ઉમેરવાથી ૨૫ થયા. પચીશના અર્ધા ૧૨।। ને

PDF/HTML Page 38 of 110
single page version

ગુણહાનિઆયામ ૮ થી ગુણવાથી ૧૦૦ થાય છે. તે
૧૦૦નો ભાગ વિવક્ષિત પ્રથમ ગુણહાનિના દ્રવ્ય ૩૨૦૦માં
ઉમેરવાથી પ્રથમ ગુણહાનિસંબંધી ચય ૩૨ આવ્યા. એવી
રીતે દ્વિતીય ગુણહાનિના ચયનું પરિમાણ ૧૬, તૃતીયનું
પરિણામ ૮, ચતુર્થનું ૪, પંચમનું ૨ અને અંતિમ
ગુણહાનિના ચયનું પરિમાણ ૧ જાણવું.
૨૮૮ પ્ર. અનુભાગની રચનાનો ક્રમ ક્યો છે?
ઉ. દ્રવ્યની અપેક્ષાથી જે રચના ઉપર બતાવી છે
તેમાં પ્રત્યેક ગુણહાનિના પ્રથમાદિ સમય સંબંધી દ્રવ્યને
વર્ગણા કહે છે. અને તે વર્ગણાઓમાં જે પરમાણુ છે, તેને
વર્ગ કહે છે. પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જે ૫૧૨
વર્ગ છે, તેમાં અનુભાગશક્તિના અવિભાગપ્રતિચ્છેદ સમાન
છે. અને તે દ્વિતીયાદિ વર્ગણાઓના વર્ગોના અવિભાગ-
પ્રતિચ્છેદોની અપેક્ષાએ સર્વેથી ન્યૂન અર્થાત્ જઘન્ય છે.
દ્વિતીયાદિ વર્ગણાના વર્ગોમાં એક એક અવિભાગપ્રતિચ્છેદની
અધિકતા ક્રમથી જે વર્ગણાપર્યંત એક એક અવિભાગ-
પ્રતિચ્છેદ વધે ત્યાં સુધીની વર્ગણાઓના સમૂહનું નામ એક
સ્પર્દ્ધક છે અને જે વર્ગણાના વર્ગોમાં યુગપત્ (એક સાથે)
અનેક અવિભાગપ્રતિચ્છેદોની વૃદ્ધિ થઈને પ્રથમ વર્ગણાના
વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી બમણી સંખ્યા થઈ
જાય, ત્યાંથી બીજા સ્પર્દ્ધકનો પ્રારંભ સમજવો. એવી જ
રીતે જે જે વર્ગણાઓના વર્ગોમાં પ્રથમ વર્ગણાના વર્ગોના
અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી ત્રણગુણા, ચારગુણા આદિ
અવિભાગપ્રતિચ્છેદ હોય, ત્યાંથી ત્રીજો, ચોથો આદિ
સ્પર્દ્ધકોનો પ્રારંભ સમજવો. એવી રીતે એક ગુણહાનિમાં
અનેક સ્પર્દ્ધક થાય છે.
૨૮૯ પ્ર. આસ્રવ કોને કહે છે?
ઉ. બંધના કારણને આસ્રવ કહે છે.
૨૯૦ પ્ર. આસ્રવના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃદ્રવ્યબંધનું નિમિત્તકારણ, દ્રવ્યબંધનું
ઉપાદાનકારણ, ભાવબંધનું નિમિત્તકારણ અને ભાવબંધનું
ઉપાદાનકારણ
૨૯૧ પ્ર. કારણ કોને કહે છે?
ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે.

PDF/HTML Page 39 of 110
single page version

૨૯૨ પ્ર. કારણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક સમર્થ કારણ અને બીજું
અસમર્થ કારણ.
૨૯૩ પ્ર. સમર્થ કારણ કોને કહે છે?
ઉ. પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત
સામગ્રીઓના સદ્ભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ
કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે.
૨૯૪ પ્ર. અસમર્થ કારણ કોને કહે છે?
ઉ. ભિન્નભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ
કહે છે. અસમર્થ કારણ કાર્યનું નિયામક નથી.
૨૯૫ પ્ર. સહકારી સામગ્રીના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક નિમિત્તકારણ, બીજું
ઉપાદાનકારણ.
૨૯૬ પ્ર. નિમિત્તકારણ કોને કહે છે?
ઉ. સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની
ઉત્પત્તિમાં સહાયક ( અનુકુળ) હોવાનો જેના ઉપર આરોપ
આવે છે તે પદાર્થને નિમિત્તકારણ કહે છે. જેમકે
ઘડાની
ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર, આદિ.
૨૯૭ પ્ર. ઉપાદાનકારણ કોને કહે છે?
ઉ. + (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, તેને
ઉપાદાનકારણ કહે છે. જેમકેઘડાની ઉત્પત્તિમાં માટી, (૨)
અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલી રહ્યો છે,
તેમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે. અને
અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે, (૩) તે સમયની
પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે પર્યાય કાર્ય.
ઉપાદાનકારણ તે જ ખરું કારણ છે.
૨૯૮ પ્ર. દ્રવ્યબંધ કોને કહે છે?
ઉ. કાર્માણસ્કંધરૂપ પુદ્ગલદ્રવ્યમાં આત્માની સાથે
સંબંધ થવાની શક્તિને દ્રવ્યબંધ કહે છે.
૨૯૯ પ્ર. ભાવબંધ કોને કહે છે?
ઉ. આત્માના યોગકષાયરૂપ ભાવોને ભાવબંધ કહે
છે.
+ (૧) આપ્તમીમાંસા. ગા૭૧-૭૨ટીકા (૨) આપ્તમીમાંસા
ગાથા ૫૮ની ટીકા (૩) પંચાધ્યાયીગાથા. ૭૩૨
નંબર (૧) દ્રવ્યાર્થિકનયે છે; (૨) અને (૩) પર્યાયાર્થિક નયે છે.

PDF/HTML Page 40 of 110
single page version

૩૦૦ પ્ર. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે?
ઉ. આત્માના યોગકષાયરૂપ પરિણામ દ્રવ્યબંધનું
નિમિત્તકારણ છે.
૩૦૧ પ્ર. દ્રવ્યબંધનું ઉપાદાનકારણ શું છે?
ઉ. બંધ થવાના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ
કાર્માણ સ્કંધને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ કહે છે.
૩૦૨ પ્ર. ભાવબંધનું નિમિત્તકારણ શું છે?
ઉ. ઉદય અને ઉદીરણા અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ
કર્મ ભાવબંધનું નિમિત્ત કારણ છે.
૩૦૩ પ્ર. ભાવબંધનું ઉપાદાનકારણ શું છે?
ઉ. ભાવબંધના વિવક્ષિત સમયથી અનંતર પૂર્વ
ક્ષણવર્તી યોગ કષાયરૂપ આત્માના પર્યાય વિશેષને
ભાવબંધનું ઉપાદાનકારણ કહે છે.
૩૦૪ પ્ર. ભાવાસ્રવ કોને કહે છે?
ઉ. દ્રવ્યબંધના નિમિત્ત કારણ અથવા ભાવબંધના
ઉપાદાનકારણને ભાવાસ્રવ કહે છે.
૩૦૫ પ્ર. દ્રવ્યાસ્રવ કોને કહે છે?
ઉ. દ્રવ્યબંધના ઉપાદાનકારણ અથવા ભાવબંધના
નિમિત્તકારણને દ્રવ્યાસ્રવ કહે છે.
૩૦૬ પ્ર. પ્રકૃતિબંધ અને અનુભાગબંધમાં શો ભેદ
છે?
ઉ. પ્રત્યેક પ્રકૃતિના ભિન્નભિન્ન ઉપાદાન શક્તિ
યુક્ત અનેક ભેદરૂપ કાર્માણ સ્કંધનો આત્માની સાથે સંબંધ
થવાને પ્રકૃતિબંધ કહે છે. અને તે જ સ્કંધોમાં ફળદાન
શક્તિના તારતમ્યને (ન્યૂનાધિકતાને) અનુભાગબંધ કહે છે.
૩૦૭ પ્ર. સમસ્ત પ્રકૃતિઓના બંધનું કારણ
સામાન્યતાથી યોગ છે અથવા તેમાં કાંઈ વિશેષતા છે?
ઉ. જેવી રીતે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત
નાના પ્રકારના ભોજનોને મનુષ્ય હસ્ત દ્વારા ઇચ્છા
વિશેષપૂર્વક ગ્રહણ કરે છે અને વિશેષ ઇચ્છાના અભાવમાં
ઉદર પૂર્ણ કરવાને માટે સામાન્ય ભોજનનું ગ્રહણ કરે છે,
તેવી જ રીતે આ જીવ વિશેષ કષાયના અભાવમાં યોગ
માત્રથી કેવળ શાતાવેદનીયરૂપ કર્મને ગ્રહણ કરે છે, પરંતુ