Page 272 of 380
PDF/HTML Page 301 of 409
single page version
इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेश- विवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्त : ।
अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभि- निवेशः । अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि । सकलजिनस्य भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः । तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति , तस्य च निजभाव एव परमयोग इति ।
અન્વયાર્થઃ — [विपरीताभिनिवेशं परित्यज्य] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને [यः] જે [जैनकथिततत्त्वेषु] જૈનકથિત તત્ત્વોમાં [आत्मानं] આત્માને [युनक्ति ] જોડે છે, [निजभावः] તેનો નિજ ભાવ [सः योगः भवेत्] તે યોગ છે.
ટીકાઃ — અહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે એમ કહ્યું છે.
અન્ય સમયના તીર્થનાથે કહેલા ( – જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તકે કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશ — દુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે. ૧સકલજિન એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ૨ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ વગેરે એવો તેનો અર્થ છે. તેમણે ( – ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ પરમ યોગ છે.
[હવે આ ૧૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૨૭૨ ]
૧દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે.
૨ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.
Page 273 of 380
PDF/HTML Page 302 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यक्तेषु भव्यजनताभवघातकेषु ।
साक्षाद्युनक्ति निजभावमयं स योगः ।।२३०।।
भक्त्यधिकारोपसंहारोपन्यासोयम् ।
अस्मिन् भारते वर्षे पुरा किल श्रीनाभेयादिश्रीवर्धमानचरमाः चतुर्विंशति- तीर्थकरपरमदेवाः सर्वज्ञवीतरागाः त्रिभुवनवर्तिकीर्तयो महादेवाधिदेवाः परमेश्वराः सर्वे
[શ્લોકાર્થઃ — ] આ દુરાગ્રહને ( – ઉપરોક્ત વિપરીત અભિનિવેશને) છોડીને, જૈન- મુનિનાથોના ( – ગણધરદેવાદિક જૈનમુનિનાથોના) મુખારવિંદથી પ્રગટ થયેલાં, ભવ્ય જનોના ભવોનો નાશ કરનારાં તત્ત્વોમાં જે જિનયોગીનાથ (જૈન મુનિવર) નિજ ભાવને સાક્ષાત્ જોડે છે, તેનો એ નિજ ભાવ તે યોગ છે. ૨૩૦.
અન્વયાર્થઃ — [वृषभादिजिनवरेन्द्राः] વૃષભાદિ જિનવરેન્દ્રો [एवम्] એ રીતે [योगवरभक्ति म्] યોગની ઉત્તમ ભક્તિ [कृत्वा] કરીને [निर्वृतिसुखम्] નિર્વૃતિસુખને [आपन्नाः] પામ્યા; [तस्मात्] તેથી [योगवरभक्ति म्] યોગની ઉત્તમ ભક્તિને [धारय] તું ધારણ કર.
ટીકાઃ — આ, ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે.
આ ભારતવર્ષમાં પૂર્વે શ્રી નાભિપુત્રથી માંડીને શ્રી વર્ધમાન સુધીના ચોવીશ તીર્થંકર- પરમદેવો — સર્વજ્ઞવીતરાગ, ત્રિલોકવર્તી કીર્તિવાળા મહાદેવાધિદેવ પરમેશ્વરો — બધા, યથોક્ત
Page 274 of 380
PDF/HTML Page 303 of 409
single page version
एवमुक्त प्रकारस्वात्मसंबन्धिनीं शुद्धनिश्चययोगवरभक्तिं कृत्वा परमनिर्वाणवधूटिकापीवरस्तन- भरगाढोपगूढनिर्भरानंदपरमसुधारसपूरपरितृप्तसर्वात्मप्रदेशा जाताः, ततो यूयं महाजनाः स्फु टितभव्यत्वगुणास्तां स्वात्मार्थपरमवीतरागसुखप्रदां योगभक्तिं कुरुतेति ।
श्रीदेवेन्द्रकिरीटकोटिविलसन्माणिक्यमालार्चितान् ।
शक्रेणोद्भवभोगहासविमलान् श्रीकीर्तिनाथान् स्तुवे ।।२३१।।
પ્રકારે નિજ આત્મા સાથે સંબંધ રાખનારી શુદ્ધનિશ્ચયયોગની ઉત્તમ ભક્તિ કરીને, પરમ- નિર્વાણવધૂના અતિ પુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મપ્રદેશે અત્યંત-આનંદરૂપી પરમસુધારસના પૂરથી પરિતૃપ્ત થયા; માટે ૧સ્ફુટિતભવ્યત્વગુણવાળા હે મહાજનો! તમે નિજ આત્માને પરમ વીતરાગ સુખની દેનારી એવી તે યોગભક્તિ કરો.
[હવે આ પરમ-ભક્તિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ગુણમાં જેઓ મોટા છે, જેઓ ત્રિલોકનાં પુણ્યના રાશિ છે (અર્થાત્ જેમનામાં જાણે કે ત્રણ લોકનાં પુણ્ય એકઠાં થયાં છે), દેવેંદ્રોના મુગટની કિનારી પર પ્રકાશતી માણેકપંક્તિથી જેઓ પૂજિત છે (અર્થાત્ જેમનાં ચરણારવિંદમાં દેવેંદ્રોના મુગટ ઝૂકે છે), (જેમની આગળ) શચી આદિ પ્રસિદ્ધ ઇન્દ્રાણીઓના સાથમાં શક્રેંદ્ર વડે કરવામાં આવતાં નૃત્ય, ગાન અને આનંદથી જેઓ શોભે છે, અને ૨શ્રી તથા કીર્તિના જેઓ સ્વામી છે, તે શ્રી નાભિપુત્રાદિ જિનેશ્વરોને હું સ્તવું છું. ૨૩૧.
[શ્લોકાર્થઃ — ] શ્રી વૃષભથી માંડીને શ્રી વીર સુધીના જિનપતિઓ પણ યથોક્ત માર્ગે
૨૭૪ ]
૧. સ્ફુટિત = પ્રકટિત; પ્રગટ થયેલ; પ્રગટ.
૨. શ્રી = શોભા; સૌંદર્ય; ભવ્યતા.
Page 275 of 380
PDF/HTML Page 304 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः ।
ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि ।।२३४।।
(પૂર્વોક્ત પ્રકારે) યોગભક્તિ કરીને નિર્વાણવધૂના સુખને પામ્યા છે. ૨૩૨.
[શ્લોકાર્થઃ — ] અપુનર્ભવસુખની (મુક્તિસુખની) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની ઉત્તમ ભક્તિ કરું છું; સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. ૨૩૩.
[શ્લોકાર્થઃ — ] ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે રાગદ્વેષની પરંપરારૂપે પરિણત ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત ( – એકાગ્ર, શાંત) કરેલા મનથી આનંદાત્મક તત્ત્વમાં સ્થિત રહેતો થકો, પરબ્રહ્મમાં (પરમાત્મામાં) લીન થાઉં છું. ૨૩૪.
[શ્લોકાર્થઃ — ] ઇન્દ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ (તત્ત્વપ્રાપ્તિ માટે અતિ ઉત્સુક) જેમનું ચિત્ત છે, તેમને સુંદર-આનંદઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. ૨૩૫.
[શ્લોકાર્થઃ — ] અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે
Page 276 of 380
PDF/HTML Page 305 of 409
single page version
संभावयामि तदहं पुनरेकमेकम् ।
मुक्ति स्पृहस्य भवशर्मणि निःस्पृहस्य ।।२३७।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमभक्त्यधिकारो दशमः श्रुतस्कन्धः ।।
જે યતિઓ યત્ન કરે છે, તેઓ ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહિ. ૨૩૬.
[શ્લોકાર્થઃ — ] જે પરમાત્મતત્ત્વ (રાગદ્વેષાદિ) દ્વંદ્વમાં રહેલું નથી અને અનઘ (નિર્દોષ, મળ રહિત) છે, તે કેવળ એકની હું ફરીફરીને સંભાવના (સમ્યક્ ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-ભક્તિ અધિકાર નામનો દશમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૨૭૬ ]નિયમસાર
Page 277 of 380
PDF/HTML Page 306 of 409
single page version
अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते ।
अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्त म् ।
હવે વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચયનો (શુદ્ધનિશ્ચય-આવશ્યકનો) અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [यः अन्यवशः न भवति] જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) [तस्य तु आवश्यकम् कर्म भणन्ति] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). [कर्मविनाशनयोगः] કર્મનો વિનાશ કરનારો યોગ ( – એવું જે આ આવશ્યક કર્મ) [निर्वृतिमार्गः] તે નિર્વાણનો માર્ગ છે [इति प्ररूपितः] એમ કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), નિરંતર સ્વવશને નિશ્ચય-આવશ્યક-કર્મ છે એમ કહ્યું છે.
Page 278 of 380
PDF/HTML Page 307 of 409
single page version
यः खलु यथाविधि परमजिनमार्गाचरणकुशलः सर्वदैवान्तर्मुखत्वादनन्यवशो भवति किन्तु साक्षात्स्ववश इत्यर्थः । तस्य किल व्यावहारिकक्रियाप्रपंचपराङ्मुखस्य स्वात्माश्रय- निश्चयधर्मध्यानप्रधानपरमावश्यककर्मास्तीत्यनवरतं परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वरा वदन्ति । किं च यस्त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणपरमयोगः सकलकर्मविनाशहेतुः स एव साक्षान्मोक्षकारणत्वान्निर्वृतिमार्ग इति निरुक्ति र्व्युत्पत्तिरिति ।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः —
नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय ।
स्फू र्जज्ज्योतिःसहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम् ।।’’
વિધિ અનુસાર પરમજિનમાર્ગના આચરણમાં કુશળ એવો જે જીવ સદાય અંતર્મુખપણાને લીધે અન્યવશ નથી પરંતુ સાક્ષાત્ સ્વવશ છે ૧એવો અર્થ છે, તે વ્યાવહારિક ક્રિયાપ્રપંચથી પરાઙ્મુખ જીવને ૨સ્વાત્માશ્રિત-નિશ્ચયધર્મધ્યાનપ્રધાન પરમ આવશ્યક કર્મ છે એમ નિરંતર પરમતપશ્ચરણમાં લીન પરમજિનયોગીશ્વરો કહે છે. વળી, સકળ કર્મના વિનાશનો હેતુ એવો જે ૩ત્રિગુપ્તિગુપ્ત-પરમસમાધિલક્ષણ પરમ યોગ તે જ સાક્ષાત્ મોક્ષનું કારણ હોવાને લીધે નિર્વાણનો માર્ગ છે. આમ નિરુક્તિ અર્થાત્ વ્યુત્પત્તિ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની તત્ત્વદીપિકા નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો અર્થાત્ પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્ત્વમાં લીન થઈને, અત્યંત અવિચળપણાને લીધે, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા ( – સ્વભાવથી જ પ્રકાશતા)
૨૭૮ ]
૧. ‘અન્યવશ નથી’ એ કથનનો ‘સાક્ષાત્ સ્વવશ છે’ એવો અર્થ છે.
૨. નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચયધર્મધ્યાન પરમ આવશ્યક કર્મમાં પ્રધાન છે.
૩. પરમ યોગનું લક્ષણ ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત ( – અંતર્મુખ) એવી પરમ સમાધિ છે. [પરમ આવશ્યક
કર્મ તે જ પરમ યોગ છે અને પરમ યોગ તે નિર્વાણનો માર્ગ છે.]
Page 279 of 380
PDF/HTML Page 308 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि —
धर्मः साक्षात् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम् ।
तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम् ।।२३८।।
રત્નદીપકની નિષ્કંપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કંપપણે અત્યંત પ્રકાશ્યા — જાણ્યા કરે છે).’’
વળી (આ ૧૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યક-કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોક્કસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સત્-ચિદ્-આનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું શીઘ્ર કોઈ ( – અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ૨૩૮.
અન્વયાર્થઃ — [न वशः अवशः] જે (અન્યને) વશ નથી તે ‘અવશ’ છે [वा] અને [अवशस्य कर्म] અવશનું કર્મ તે [आवश्यकम्] ‘આવશ્યક’ છે [इति बोद्धव्यम्] એમ જાણવું; [युक्ति : इति] તે (અશરીર થવાની) યુક્તિ છે, [उपायः इति च] તે (અશરીર થવાનો) ઉપાય છે, [निरवयवः भवति] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. [निरुक्ति :] આમ નિરુક્તિ છે.
Page 280 of 380
PDF/HTML Page 309 of 409
single page version
अवशस्य परमजिनयोगीश्वरस्य परमावश्यककर्मावश्यं भवतीत्यत्रोक्त म् ।
यो हि योगी स्वात्मपरिग्रहादन्येषां पदार्थानां वशं न गतः, अत एव अवश इत्युक्त :, अवशस्य तस्य परमजिनयोगीश्वरस्य निश्चयधर्मध्यानात्मकपरमावश्यक- कर्मावश्यं भवतीति बोद्धव्यम् । निरवयवस्योपायो युक्ति : । अवयवः कायः, अस्याभावात् अवयवाभावः । अवशः परद्रव्याणां निरवयवो भवतीति निरुक्ति : व्युत्पत्तिश्चेति ।
अन्येषां यो न वश इति या संस्थितिः सा निरुक्ति : ।
स्फू र्जज्ज्योतिःस्फु टितसहजावस्थयाऽमूर्तता स्यात् ।।२३9।।
ટીકાઃ — અહીં, *અવશ પરમજિનયોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ કહ્યું છે.
જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય અન્ય પદાર્થોને વશ થતો નથી અને તેથી જ જેને ‘અવશ’ કહેવામાં આવે છે, તે અવશ પરમજિનયોગીશ્વરને નિશ્ચય- ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ જરૂર છે એમ જાણવું. (તે પરમ-આવશ્યક-કર્મ) નિરવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. અવયવ એટલે કાય; તેનો (કાયનો) અભાવ તે અવયવનો અભાવ (અર્થાત્ નિરવયવપણું). પરદ્રવ્યોને અવશ જીવ નિરવયવ થાય છે (અર્થાત્ જે જીવ પરદ્રવ્યોને વશ થતો નથી તે અકાય થાય છે). આ પ્રમાણે નિરુક્તિ — વ્યુત્પત્તિ — છે.
[હવે આ ૧૪૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધજીવાસ્તિકાય સિવાયના અન્ય પદાર્થોને વશ થતો નથી. આમ જે સુસ્થિત રહેવું તે નિરુક્તિ (અર્થાત્ અવશપણાનો વ્યુત્પત્તિ-અર્થ) છે. એમ કરવાથી ( – પોતામાં લીન રહી પરને વશ નહિ
૨૮૦ ]
*અવશ = પરને વશ ન હોય એવા; સ્વવશ; સ્વાધીન; સ્વતંત્ર.
Page 281 of 380
PDF/HTML Page 310 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह हि भेदोपचाररत्नत्रयपरिणतेर्जीवस्यावशत्वं न समस्तीत्युक्त म् ।
अप्रशस्तरागाद्यशुभभावेन यः श्रमणाभासो द्रव्यलिङ्गी वर्तते स्वस्वरूपादन्येषां
परद्रव्याणां वशो भूत्वा, ततस्तस्य जघन्यरत्नत्रयपरिणतेर्जीवस्य स्वात्माश्रयनिश्चयधर्मध्यान- लक्षणपरमावश्यककर्म न भवेदिति अशनार्थं द्रव्यलिङ्गं गृहीत्वा स्वात्मकार्यविमुखः सन् परमतपश्चरणादिकमप्युदास्य जिनेन्द्रमन्दिरं वा तत्क्षेत्रवास्तुधनधान्यादिकं वा सर्वमस्मदीयमिति मनश्चकारेति ।
થવાથી) *દુરિતરૂપી તિમિરપુંજનો જેણે નાશ કર્યો છે એવા તે યોગીને સદા પ્રકાશમાન જ્યોતિ વડે સહજ અવસ્થા પ્રગટવાથી અમૂર્તપણું થાય છે. ૨૩૯.
અન્વયાર્થઃ — [यः] જે [अशुभभावेन] અશુભ ભાવ સહિત [वर्तते] વર્તે છે, [सः श्रमणः] તે શ્રમણ [अन्यवशः भवति] અન્યવશ છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને [आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्] નથી.
ટીકાઃ — અહીં, ભેદોપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને અવશપણું નથી એમ કહ્યું છે.
જે શ્રમણાભાસ – દ્રવ્યલિંગી અપ્રશસ્ત રાગાદિરૂપ અશુભભાવ સહિત વર્તે છે, તે નિજ સ્વરૂપથી અન્ય ( – ભિન્ન) એવાં પરદ્રવ્યોને વશ છે; તેથી તે જઘન્ય રત્નત્રયપરિણતિવાળા જીવને સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ નથી. (તે શ્રમણાભાસ) ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વાત્મકાર્યથી વિમુખ રહેતો થકો પરમ તપશ્ચરણાદિ પ્રત્યે પણ ઉદાસીન (બેદરકાર) રહીને જિનેન્દ્રમંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન, ધાન્યાદિક બધું અમારું છે એમ બુદ્ધિ કરે છે.
*દુરિત = દુષ્કૃત; દુષ્કર્મ. (પાપ તેમ જ પુણ્ય બન્ને ખરેખર દુરિત છે.)
Page 282 of 380
PDF/HTML Page 311 of 409
single page version
त्रिभुवनभुवनान्तर्ध्वांतपुंजायमानम् ।
वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति ।।२४०।।
मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः ।
मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः ।।२४१।।
नमस्या सा योग्या शतमखशतस्यापि सततम् ।
सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः ।।२४२।।
[હવે આ ૧૪૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] ત્રિલોકરૂપી મકાનમાં રહેલા (મહા) તિમિરપુંજ જેવું મુનિઓનું આ (કોઈ) નવું તીવ્ર મોહનીય છે કે (પહેલાં) તેઓ તીવ્ર વૈરાગ્યભાવથી ઘાસના ઘરને પણ છોડીને (પછી) ‘અમારું તે અનુપમ ઘર!’ એમ સ્મરણ કરે છે! ૨૪૦.
[શ્લોકાર્થઃ — ] કળિકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ મળકાદવથી રહિત અને *સદ્ધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે. ૨૪૧.
[શ્લોકાર્થઃ — ] આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય
૨૮૨ ]
*સદ્ધર્મરક્ષામણિ = સદ્ધર્મની રક્ષા કરનારો મણિ. (રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી
પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ).
Page 283 of 380
PDF/HTML Page 312 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે! કળિથી હણાયેલો છે ( – કળિકાળથી ઇજા પામેલો છે). ૨૪૨.
[શ્લોકાર્થઃ — ] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[શ્લોકાર્થઃ — ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪.
અન્વયાર્થઃ — [यः] જે (જીવ) [संयतः] સંયત રહેતો થકો [खलु] ખરેખર [शुभभावे] શુભ ભાવમાં [चरति] ચરે — પ્રવર્તે છે, [सः] તે [अन्यवशः भवेत्] અન્યવશ
*રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો
Page 284 of 380
PDF/HTML Page 313 of 409
single page version
अत्राप्यन्यवशस्याशुद्धान्तरात्मजीवस्य लक्षणमभिहितम् ।
यः खलु जिनेन्द्रवदनारविन्दविनिर्गतपरमाचारशास्त्रक्रमेण सदा संयतः सन्
शुभोपयोगे चरति, व्यावहारिकधर्मध्यानपरिणतः अत एव चरणकरणप्रधानः, स्वाध्यायकालमवलोकयन् स्वाध्यायक्रियां करोति, दैनं दैनं भुक्त्वा भुक्त्वा चतुर्विधाहारप्रत्याख्यानं च करोति, तिसृषु संध्यासु भगवदर्हत्परमेश्वरस्तुतिशत- सहस्रमुखरमुखारविन्दो भवति, त्रिकालेषु च नियमपरायणः इत्यहोरात्रेऽप्येकादशक्रिया-तत्परः, पाक्षिकमासिकचातुर्मासिकसांवत्सरिकप्रतिक्रमणाकर्णनसमुपजनितपरितोषरोमांच- कंचुकितधर्मशरीरः, अनशनावमौदर्यरसपरित्यागवृत्तिपरिसंख्यानविविक्त शयनासनकाय- क्लेशाभिधानेषु षट्सु बाह्यतपस्सु च संततोत्साहपरायणः, स्वाध्यायध्यानशुभाचरणप्रच्युत- प्रत्यवस्थापनात्मकप्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गनामधेयेषु चाभ्यन्तरतपोनुष्ठानेषु च
છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને [आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्] નથી.
ટીકાઃ — અહીં પણ (આ ગાથામાં પણ), અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મજીવનું લક્ષણ કહ્યું છે.
જે (શ્રમણ) ખરેખર જિનેંદ્રના વદનારવિંદમાંથી નીકળેલા પરમ-આચારશાસ્ત્રના ક્રમથી (રીતથી) સદા સંયત રહેતો થકો શુભોપયોગમાં ચરે — પ્રવર્તે છે; વ્યાવહારિક ધર્મધ્યાનમાં પરિણત રહે છે તેથી જ *ચરણકરણપ્રધાન છે; સ્વાધ્યાયકાળને અવલોકતો થકો ( – સ્વાધ્યાયયોગ્ય કાળનું ધ્યાન રાખીને) સ્વાધ્યાયક્રિયા કરે છે, પ્રતિદિન ભોજન કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે, ત્રણ સંધ્યાઓ વખતે ( – સવારે, બપોરે ને સાંજે) ભગવાન અર્હત્ પરમેશ્વરની લાખો સ્તુતિ મુખકમળથી બોલે છે, ત્રણે કાળે નિયમપરાયણ રહે છે (અર્થાત્ ત્રણે વખતના નિયમોમાં તત્પર રહે છે), — એ રીતે અહર્નિશ (દિવસ-રાત થઈને) અગિયાર ક્રિયામાં તત્પર રહે છે; પાક્ષિક, માસિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ સાંભળવાથી ઊપજેલા સંતોષથી જેનું ધર્મશરીર રોમાંચથી છવાઈ જાય છે; અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ નામનાં છ બાહ્ય તપમાં જે સતત ઉત્સાહપરાયણ રહે છે; સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી ચ્યુત થતાં ફરી તેમાં સ્થાપનસ્વરૂપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય અને વ્યુત્સર્ગ નામનાં
૨૮૪ ]
*ચરણકરણપ્રધાન = શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એવો
Page 285 of 380
PDF/HTML Page 314 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कुशलबुद्धिः, किन्तु स निरपेक्षतपोधनः साक्षान्मोक्षकारणं स्वात्माश्रयावश्यककर्म निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, अतः परद्रव्यगतत्वादन्यवश इत्युक्त : । अस्य हि तपश्चरणनिरतचित्तस्यान्यवशस्य नाकलोकादिक्लेशपरंपरया शुभोपयोगफलात्मभिः प्रशस्तरागांगारैः पच्यमानः सन्नासन्न- भव्यतागुणोदये सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्ध- निश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति ।
भजतु परमानन्दं निर्वाणकारणकारणम् ।
सहजपरमात्मानं दूरं नयानयसंहतेः ।।२४५।।
અભ્યંતર તપના અનુષ્ઠાનમાં (આચરણમાં) જે કુશળબુદ્ધિવાળો છે; પરંતુ તે નિરપેક્ષ તપોધન સાક્ષાત્ મોક્ષના કારણભૂત સ્વાત્માશ્રિત આવશ્યક-કર્મને — નિશ્ચયથી પરમાત્મતત્ત્વમાં વિશ્રાંતિરૂપ નિશ્ચયધર્મધ્યાનને તથા શુક્લધ્યાનને — જાણતો નથી; તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્યવશ કહેવામાં આવ્યો છે. જેનું ચિત્ત તપશ્ચરણમાં લીન છે એવો આ અન્યવશ શ્રમણ દેવલોકાદિના ક્લેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિ વડે નિર્વાણને પામે છે (અર્થાત્ ક્યારેક શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિને પ્રાપ્ત કરે તો જ અને ત્યારે જ નિર્વાણને પામે છે).
[હવે આ ૧૪૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તજો અને *નિર્વાણના કારણનું કારણ એવા સહજપરમાત્માને ભજો — કે જે સહજપરમાત્મા પરમાનંદમય છે, સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫.
*નિર્વાણનું કારણ પરમશુદ્ધોપયોગ છે અને પરમશુદ્ધોપયોગનું કારણ સહજપરમાત્મા છે.
Page 286 of 380
PDF/HTML Page 315 of 409
single page version
अत्राप्यन्यवशस्य स्वरूपमुक्त म् ।
यः कश्चिद् द्रव्यलिङ्गधारी भगवदर्हन्मुखारविन्दविनिर्गतमूलोत्तरपदार्थसार्थप्रति- पादनसमर्थः क्वचित् षण्णां द्रव्याणां मध्ये चित्तं धत्ते, क्वचित्तेषां मूर्तामूर्तचेतनाचेतनगुणानां मध्ये मनश्चकार, पुनस्तेषामर्थव्यंजनपर्यायाणां मध्ये बुद्धिं करोति, अपि तु त्रिकाल- निरावरणनित्यानंदलक्षणनिजकारणसमयसारस्वरूपनिरतसहजज्ञानादिशुद्धगुणपर्यायाणामाधार- भूतनिजात्मतत्त्वे चित्तं कदाचिदपि न योजयति, अत एव स तपोधनोऽप्यन्यवश इत्युक्त : ।
અન્વયાર્થઃ — [यः] જે [द्रव्यगुणपर्यायाणां] દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) [चित्तं करोति] મન જોડે છે, [सः अपि] તે પણ [अन्यवशः] અન્યવશ છે; [मोहान्धकारव्यपगतश्रमणाः] મોહાન્ધકાર રહિત શ્રમણો [ईद्रशम्] આમ [कथयन्ति] કહે છે.
ટીકાઃ — અહીં પણ અન્યવશનું સ્વરૂપ કહ્યું છે.
ભગવાન અર્હત્ના મુખારવિંદથી નીકળેલા ( – કહેવાયેલા) મૂળ અને ઉત્તર પદાર્થોનું સાર્થ ( – અર્થ સહિત) પ્રતિપાદન કરવામાં સમર્થ એવો જે કોઈ દ્રવ્યલિંગધારી (મુનિ) ક્યારેક છ દ્રવ્યોમાં ચિત્ત જોડે છે, ક્યારેક તેમના મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન ગુણોમાં મન જોડે છે અને વળી ક્યારેક તેમના અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયોમાં બુદ્ધિ જોડે છે, પરંતુ ત્રિકાળ- નિરાવરણ, નિત્યાનંદ જેનું લક્ષણ છે એવા નિજકારણસમયસારના સ્વરૂપમાં લીન સહજજ્ઞાનાદિ શુદ્ધગુણપર્યાયોના આધારભૂત નિજ આત્મતત્ત્વમાં ચિત્ત ક્યારેય જોડતો નથી, તે તપોધનને પણ તે કારણે જ (અર્થાત્ પર વિકલ્પોને વશ થતો હોવાના કારણે જ) અન્યવશ કહેવામાં આવ્યો છે.
૨૮૬ ]
Page 287 of 380
PDF/HTML Page 316 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रध्वस्तदर्शनचारित्रमोहनीयकर्मध्वांतसंघाताः परमात्मतत्त्वभावनोत्पन्नवीतराग- सुखामृतपानोन्मुखाः श्रवणा हि महाश्रवणाः परमश्रुतकेवलिनः, ते खलु कथयन्तीद्रशम् अन्यवशस्य स्वरूपमिति ।
तथा चोक्त म् —
तथा हि —
જેમણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી તિમિરસમૂહનો નાશ કર્યો છે અને પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન વીતરાગસુખામૃતના પાનમાં જે ઉન્મુખ (તત્પર) છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર અન્યવશનું આવું ( – ઉપર કહ્યા પ્રમાણે) સ્વરૂપ કહે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મકાર્યને છોડીને દ્રષ્ટ તથા અદ્રષ્ટથી વિરુદ્ધ એવી તે ચિંતાથી ( – પ્રત્યક્ષ તથા પરોક્ષથી વિરુદ્ધ એવા વિકલ્પોથી) બ્રહ્મનિષ્ઠ યતિઓને શું પ્રયોજન છે?’’
વળી (આ ૧૪૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જેમ ઇન્ધનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી ઇન્ધન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.
Page 288 of 380
PDF/HTML Page 317 of 409
single page version
परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं ।
अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ।।१४६।।
अत्र हि साक्षात् स्ववशस्य परमजिनयोगीश्वरस्य स्वरूपमुक्त म् ।
यस्तु निरुपरागनिरंजनस्वभावत्वादौदयिकादिपरभावानां समुदयं परित्यज्य काय- करणवाचामगोचरं सदा निरावरणत्वान्निर्मलस्वभावं निखिलदुरघवीरवैरिवाहिनीपताकालुंटाकं निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्त : । तस्याभेदानुपचाररत्नत्रयात्मकस्य निखिलबाह्यक्रियाकांडाडंबरविविधविकल्पमहाकोलाहलप्रतिपक्षमहानंदानंदप्रदनिश्चयधर्मशुक्ल- ध्यानात्मकपरमावश्यककर्म भवतीति ।
અન્વયાર્થઃ — [परभावं परित्यज्य] જે પરભાવને પરિત્યાગીને [निर्मलस्वभावम्] નિર્મળ સ્વભાવવાળા [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [सः खलु] તે ખરેખર [आत्मवशः भवति] આત્મવશ છે [तस्य तु] અને તેને [आवश्यम् कर्म] આવશ્યક કર્મ [भणन्ति] (જિનો) કહે છે.
ટીકાઃ — અહીં ખરેખર સાક્ષાત્ સ્વવશ પરમજિનયોગીશ્વરનું સ્વરૂપ કહ્યું છે.
જે (શ્રમણ) નિરુપરાગ નિરંજન સ્વભાવવાળો હોવાને લીધે ઔદયિકાદિ પરભાવોના સમુદાયને પરિત્યાગીને, નિજ કારણપરમાત્માને — કે જે (કારણપરમાત્મા) કાયા, ઇન્દ્રિય અને વાણીને અગોચર છે, સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવવાળો છે અને સમસ્ત જ) આત્મવશ કહેવામાં આવ્યો છે. તે અભેદ-અનુપચારરત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત બાહ્યક્રિયાકાંડ-આડંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ +મહા-આનંદાનંદપ્રદ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ પરમાવશ્યક-કર્મ છે.
૨૮૮ ]
*દુરઘરૂપી વીર શત્રુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે તેને — ધ્યાવે છે, તેને જ ( – તે શ્રમણને
*દુરઘ = દુષ્ટ અઘ; દુષ્ટ પાપ. (અશુભ તેમ જ શુભ કર્મ બંને દુરઘ છે.)
+પરમ આવશ્યક કર્મ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ છે — કે જે ધ્યાનો મહા આનંદ- આનંદના દેનારાં છે. આ મહા આનંદ-આનંદ વિકલ્પોના મહા કોલાહલથી વિરુદ્ધ છે.
Page 289 of 380
PDF/HTML Page 318 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः ।
सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम् ।।२४७।।
प्रहतचारुवधूकनकस्पृह ।
स्मरकिरातशरक्षतचेतसाम् ।।२५०।।
[હવે આ ૧૪૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટ-શુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
[શ્લોકાર્થઃ — ] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ- વીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે — એવા અવંચક (માયાચાર રહિત) ગુરુનું વાક્ય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[શ્લોકાર્થઃ — ] નિર્વાણનું કારણ એવો જે જિનેંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે નિર્વાણસંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થઃ — ] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે
Page 290 of 380
PDF/HTML Page 319 of 409
single page version
तनुविशोषणमेव न चापरम् ।
स्ववश जन्म सदा सफलं मम ।।२५१।।
स्वरसविसरपूरक्षालितांहः समंतात् ।
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः ।।२५२।।
યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી! તું અમારું — કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું — ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦.
[શ્લોકાર્થઃ — ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ ( – સુકાવું) જ છે, બીજું નહિ. (પરંતુ) હે સ્વવશ! (હે આત્મવશ મુનિ!) તારા ચરણકમળયુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧.
[શ્લોકાર્થઃ — ] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતારસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને – ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે) — એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨.
[શ્લોકાર્થઃ — ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩.
[શ્લોકાર્થઃ — ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે
૨૯૦ ]
Page 291 of 380
PDF/HTML Page 320 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं ।
तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ।।१४७।।
शुद्धनिश्चयावश्यकप्राप्त्युपायस्वरूपाख्यानमेतत् ।
इह हि बाह्यषडावश्यकप्रपंचकल्लोलिनीकलकलध्वानश्रवणपराङ्मुख हे शिष्य शुद्ध-
निश्चयधर्मशुक्लध्यानात्मकस्वात्माश्रयावश्यकं संसारव्रततिमूललवित्रं यदीच्छसि, समस्त- विकल्पजालविनिर्मुक्त निरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजसुख- प्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः । अतः परमावश्यकेन
અનન્યબુદ્ધિવાળો રહેતો થકો ( – નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતો થકો) સર્વ કર્મોથી બહાર રહે છે. ૨૫૪.
અન્વયાર્થઃ — [यदि] જો તું [आवश्यकम् इच्छसि] આવશ્યકને ઇચ્છે છે તો તું [आत्मस्वभावेषु] આત્મસ્વભાવોમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोषि] કરે છે; [तेन तु] તેનાથી [जीवस्य] જીવને [सामायिकगुणं] સામાયિકગુણ [सम्पूर्णं भवति] સંપૂર્ણ થાય છે.
ટીકાઃ — આ, શુદ્ધનિશ્ચય-આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે.
બાહ્ય ષટ્-આવશ્યકપ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી ( – વ્યવહાર છ આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી) પરાઙ્મુખ હે શિષ્ય! શુદ્ધનિશ્ચય- ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચય-શુક્લધ્યાનસ્વરૂપ સ્વાત્માશ્રિત આવશ્યકને — કે જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુહાડો છે તેને — જો તું ઇચ્છે છે, તો તું સમસ્ત વિકલ્પજાળ રહિત નિરંજન નિજ પરમાત્માના ભાવોમાં — સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ વગેરેમાં — સતત-નિશ્ચળ સ્થિરભાવ કરે છે; તે હેતુથી (અર્થાત્ તે કારણ વડે) નિશ્ચયસામાયિકગુણ ઊપજતાં, મુમુક્ષુ જીવને બાહ્ય છ આવશ્યકક્રિયાઓથી શું ઊપજ્યું?