Page 141 of 256
PDF/HTML Page 181 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यवहारेण गतिस्थित्यवगाहहेतुत्वरूपेण निश्चयेन विभक्त प्रदेशत्वरूपेण विशेषेण पृथगुपलभ्य- मानेनान्यत्वभाञ्ज्येव भवन्तीति ।।९६।।
અન્વયાર્થઃ — [ धर्माधर्माकाशानि ] ધર્મ, અધર્મ અને આકાશ (લોકાકાશ) [ समान- परिमाणानि ] સમાન પરિમાણવાળાં [ अपृथग्भूतानि ] અપૃથગ્ભૂત હોવાથી તેમ જ [ पृथगुप- लब्धिविशेषाणि ] પૃથક્-ઉપલબ્ધ (ભિન્નભિન્ન) વિશેષવાળાં હોવાથી [ एकत्वम् अन्यत्वम् ] એકત્વ તેમ જ અન્યત્વને [ कुर्वन्ति ] કરે છે.
ટીકાઃ — અહીં, ધર્મ, અધર્મ અને લોકાકાશનું અવગાહની અપેક્ષાએ એકત્વ હોવા છતાં વસ્તુપણે અન્યત્વ કહેવામાં આવ્યું છે.
ધર્મ, અધર્મ અને લોકાકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે સાથે રહેલાં હોવામાત્રથી જ ( – માત્ર એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ) એકત્વવાળાં છે; વસ્તુતઃ તો, (૧) વ્યવહારે ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વરૂપ (પૃથક્-ઉપલબ્ધ વિશેષ વડે) તથા (૨) નિશ્ચયે ૧વિભક્તપ્રદેશત્વરૂપ પૃથક્-ઉપલબ્ધ ૨વિશેષ વડે, તેઓ અન્યત્વવાળાં જ છે.
ભાવાર્થઃ — ધર્મ, અધર્મ અને લોકાકાશનું એકત્વ તો કેવળ એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ કહી શકાય છે; વસ્તુપણે તો તેમને અન્યત્વ જ છે, કારણ કે (૧) તેમનાં લક્ષણો ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વરૂપ ભિન્નભિન્ન છે તથા (૨) તેમના પ્રદેશો પણ ભિન્નભિન્ન છે. ૯૬.
આ રીતે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું. ૧. વિભક્ત=ભિન્ન. [ધર્મ, અધર્મ અને આકાશને ભિન્નપ્રદેશપણું છે.] ૨. વિશેષ=ખાસિયત; વિશિષ્ટતા; વિશેષતા. [વ્યવહારે તથા નિશ્ચયે ધર્મ, અધર્મ અને આકાશના વિશેષ
Page 142 of 256
PDF/HTML Page 182 of 296
single page version
૧૪
सद्भावस्वभावं चेतनं, चैतन्याभावस्वभावमचेतनम् । तत्रामूर्तमाकाशं, अमूर्तः कालः, अमूर्तः स्वरूपेण जीवः पररूपावेशान्मूर्तोऽपि, अमूर्तो धर्मः, अमूर्तोऽधर्मः, मूर्तः
અન્વયાર્થઃ — [ आकाशकालजीवाः ] આકાશ, કાળ, જીવ, [ धर्माधर्मौ च ] ધર્મ અને અધર્મ [ मूर्तिपरिहीनाः ] અમૂર્ત છે, [ पुद्गलद्रव्यं मूर्तं ] પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. [ तेषु ] તેમાં [ जीवः ] જીવ [ खलु ] ખરેખર [ चेतनः ] ચેતન છે.
ટીકાઃ — અહીં દ્રવ્યોનું મૂર્તામૂર્તપણું ( – મૂર્તપણું અથવા અમૂર્તપણું) અને ચેતના- ચેતનપણું ( – ચેતનપણું અથવા અચેતનપણું) કહેવામાં આવ્યું છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્ત છે; સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે તે અમૂર્ત છે. ચૈતન્યનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે ચેતન છે; ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે તે અચેતન છે. ત્યાં, આકાશ અમૂર્ત છે, કાળ અમૂર્ત છે, જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં ૨પ્રવેશ દ્વારા ( – મૂર્ત દ્રવ્યના સંયોગની અપેક્ષાએ) ૧. ચૂલિકા=શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન
કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે. ૨. જીવ નિશ્ચયે અમૂર્ત-અખંડ-એકપ્રતિભાસમય હોવાથી અમૂર્ત છે, રાગાદિરહિત સહજાનંદ જેનો એક
વ્યવહારે મૂર્ત પણ છે.
Page 143 of 256
PDF/HTML Page 183 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुद्गल एवैक इति । अचेतनमाकाशं, अचेतनः कालः, अचेतनो धर्मः, अचेतनोऽधर्मः, अचेतनः पुद्गलः, चेतनो जीव एवैक इति ।।९७।।
सहभूताः जीवाः, सक्रिया बहिरङ्गसाधनेन सहभूताः पुद्गलाः । निष्क्रियमाकाशं, निष्क्रियो धर्मः, निष्क्रियोऽधर्मः, निष्क्रियः कालः । जीवानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं મૂર્ત પણ છે, ધર્મ અમૂર્ત છે, અધર્મ અમૂર્ત છે; પુદ્ગલ જ એક મૂર્ત છે. આકાશ અચેતન છે, કાળ અચેતન છે, ધર્મ અચેતન છે, અધર્મ અચેતન છે, પુદ્ગલ અચેતન છે; જીવ જ એક ચેતન છે. ૯૭.
અન્વયાર્થઃ — [ सह जीवाः पुद्गलकायाः ] બાહ્ય કરણ સહિત રહેલા જીવો અને પુદ્ગલો [ सक्रियाः भवन्ति ] સક્રિય છે, [ न च शेषाः ] બાકીનાં દ્રવ્યો સક્રિય નથી ( – નિષ્ક્રિય છે); [ जीवाः ] જીવો [ पुद्गलकरणाः ] પુદ્ગલકરણવાળા ( – જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિરંગ સાધન હોય એવા) છે [ स्कन्धाः खलु कालकरणाः तु ] અને સ્કંધો અર્થાત્ પુદ્ગલો તો કાળકરણવાળા ( – જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા) છે.
પ્રદેશાંતરપ્રાપ્તિનો હેતુ ( – અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ) એવો જે પરિસ્પંદરૂપ પર્યાય, તે ક્રિયા છે. ત્યાં, બહિરંગ સાધન સાથે રહેલા જીવો સક્રિય છે; બહિરંગ સાધન સાથે રહેલા પુદ્ગલો સક્રિય છે. આકાશ નિષ્ક્રિય છે; ધર્મ નિષ્ક્રિય છે; અધર્મ નિષ્ક્રિય છે; કાળ નિષ્ક્રિય છે.
Page 144 of 256
PDF/HTML Page 184 of 296
single page version
૧૪
कर्मनोकर्मोपचयरूपाः पुद्गला इति ते पुद्गलकरणाः । तदभावान्निःक्रियत्वं सिद्धानाम् । पुद्गलानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं परिणामनिर्वर्तकः काल इति ते कालकरणाः । न च कर्मादीनामिव कालस्याभावः । ततो न सिद्धानामिव निष्क्रियत्वं पुद्गलानामिति ।।९८।।
જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્ગલો છે; તેથી જીવો પુદ્ગલકરણવાળા છે. તેના અભાવને લીધે ( – પુદ્ગલકરણના અભાવને લીધે) સિદ્ધોને નિષ્ક્રિયપણું છે (અર્થાત્ સિદ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્ગલોનો અભાવ હોવાથી તેઓ નિષ્ક્રિય છે.) પુદ્ગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન *પરિણામનિષ્પાદક કાળ છે; તેથી પુદ્ગલો કાળકરણવાળા છે.
કર્માદિકની માફક (અર્થાત્ જેમ કર્મ-નોકર્મરૂપ પુદ્ગલોનો અભાવ થાય છે તેમ) કાળનો અભાવ હોતો નથી; તેથી સિદ્ધોની માફક (અર્થાત્ જેમ સિદ્ધોને નિષ્ક્રિયપણું હોય છે તેમ) પુદ્ગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. ૯૮.
અન્વયાર્થઃ — [ ये खलु ] જે પદાર્થો [ जीवैः इन्द्रियग्राह्याः विषयाः ] જીવોના ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો છે [ ते मूर्ताः भवन्ति ] તેઓ મૂર્ત છે અને [ शेषं ] બાકીનો પદાર્થસમૂહ [ अमूर्तं भवति ] અમૂર્ત છે. [ चित्तम् ] ચિત્ત [ उभयं ] તે બંનેને [ समाददाति ] ગ્રહણ કરે છે ( – જાણે છે).
ટીકાઃ — આ, મૂર્ત અને અમૂર્તનાં લક્ષણનું કથન છે. *પરિણામનિષ્પાદક=પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ
Page 145 of 256
PDF/HTML Page 185 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह हि जीवैः स्पर्शनरसनघ्राणचक्षुर्भिरिन्द्रियैस्तद्विषयभूताः स्पर्शरसगन्धवर्णस्वभावा अर्था गृह्यन्ते । श्रोत्रेन्द्रियेण तु त एव तद्विषयहेतुभूतशब्दाकारपरिणता गृह्यन्ते । ते कदाचित्स्थूलस्कन्धत्वमापन्नाः कदाचित्सूक्ष्मत्वमापन्नाः कदाचित्परमाणुत्वमापन्नाः इन्द्रिय- ग्रहणयोग्यतासद्भावाद् गृह्यमाणा अगृह्यमाणा वा मूर्ता इत्युच्यन्ते । शेषमितरत् समस्तमप्यर्थ- जातं स्पर्शरसगन्धवर्णाभावस्वभावमिन्द्रियग्रहणयोग्यताया अभावादमूर्तमित्युच्यते । चित्तग्रहण- योग्यतासद्भावभाग्भवति तदुभयमपि; चित्तं ह्यनियतविषयमप्राप्यकारि मतिश्रुतज्ञानसाधनीभूतं मूर्तममूर्तं च समाददातीति ।।९९।। — इति चूलिका समाप्ता ।
આ લોકમાં જીવો વડે સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને ચક્ષુરિંદ્રિય દ્વારા તેમના ( – તે ઇન્દ્રિયોના) વિષયભૂત, સ્પર્શ-રસ-ગંધ-વર્ણસ્વભાવવાળા પદાર્થો ( – સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ જેમનો સ્વભાવ છે એવા પદાર્થો) ગ્રહાય છે ( – જણાય છે); અને શ્રોત્રેંદ્રિય દ્વારા તે જ પદાર્થો તેના (શ્રોત્રેંદ્રિયના) ૧વિષયહેતુભૂત શબ્દાકારે પરિણમ્યા થકા ગ્રહાય છે. તેઓ (તે પદાર્થો), કદાચિત્ સ્થૂલસ્કંધપણાને પામતા થકા, કદાચિત્ સૂક્ષ્મત્વને (સૂક્ષ્મસ્કંધપણાને) પામતા થકા અને કદાચિત્ પરમાણુપણાને પામતા થકા ઇન્દ્રિયો દ્વારા ગ્રહાતા હોય કે ન ગ્રહાતા હોય, ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાનો (સદા) સદ્ભાવ હોવાથી ‘મૂર્ત’ કહેવાય છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે એવો બાકીનો અન્ય સમસ્ત પદાર્થસમૂહ ઇંદ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાના અભાવને લીધે ‘અમૂર્ત’ કહેવાય છે.
તે બંને ( – પૂર્વોક્ત બંને પ્રકારના પદાર્થો) ચિત્ત વડે ગ્રહાવાની યોગ્યતાના સદ્ભાવવાળા છે; ચિત્ત — કે જે ૨અનિયત વિષયવાળું, ૩અપ્રાપ્યકારી અને મતિશ્રુતજ્ઞાનના સાધનભૂત ( – મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત) છે તે — મૂર્ત તેમ જ અમૂર્તને ગ્રહણ કરે છે ( – જાણે છે). ૯૯.
આ રીતે ચૂલિકા સમાપ્ત થઈ. ૧. તે સ્પર્શ-રસ-ગંધ-વર્ણસ્વભાવવાળા પદાર્થોને (અર્થાત્ પુદ્ગલોને) શ્રોત્રેંદ્રિયના વિષય થવામાં હેતુભૂત
શબ્દાકારપરિણામ છે, તેથી તે પદાર્થો (પુદ્ગલો) શબ્દાકારે પરિણમ્યા થકા શ્રોત્રેદ્રિંય દ્વારા ગ્રહાય છે. ૨. અનિયત=અનિશ્ચિત. [જેમ પાંચ ઇન્દ્રિયોમાંની પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય નિયત છે તેમ મનનો વિષય
નિયત નથી, અનિયત છે.] ૩. અપ્રાપ્યકારી=જ્ઞેય વિષયોને સ્પર્શ્યા વિના કાર્ય કરનાર — જાણનાર. [મન અને ચક્ષુ અપ્રાપ્યકારી
છે, ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.] પં. ૧૯
Page 146 of 256
PDF/HTML Page 186 of 296
single page version
૧૪
व्यवहारकालो निश्चयकालपर्यायरूपोपि जीवपुद्गलानां परिणामेनावच्छिद्यमानत्वात्तत्परिणामभव इत्युपगीयते, जीवपुद्गलानां परिणामस्तु बहिरङ्गनिमित्तभूतद्रव्यकालसद्भावे सति सम्भूतत्वार्द्दरव्य- कालसम्भूत इत्यभिधीयते । तत्रेदं तात्पर्यं — व्यवहारकालो जीवपुद्गलपरिणामेन निश्चीयते,
– આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [ कालः परिणामभवः ] કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); [ परिणामः द्रव्यकालसम्भूतः ] પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. — [ द्वयोः एषः स्वभावः ] આ, બંનેનો સ્વભાવ છે. [ कालः क्षणभङ्गुरः नियतः ] કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે.
ત્યાં, ‘સમય’ નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે.
ત્યાં, વ્યવહારકાળ નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં જીવ-પુદ્ગલોના પરિણામથી મપાતો — જણાતો હોવાને લીધે ‘જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો’ કહેવાય છે; અને જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સદ્ભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે ‘દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા’ કહેવાય છે. ત્યાં, તાત્પર્ય એ છે કે — વ્યવહારકાળ જીવ- પુદ્ગલોના પરિણામ વડે નક્કી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામની
Page 147 of 256
PDF/HTML Page 187 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निश्चयकालस्तु तत्परिणामान्यथानुपपत्त्येति । तत्र क्षणभङ्गी व्यवहारकालः सूक्ष्मपर्यायस्य तावन्मात्रत्वात्, नित्यो निश्चयकालः स्वगुणपर्यायाधारद्रव्यत्वेन सर्वर्दैवाविनश्वरत्वादिति ।।१००।।
सद्भावमावेदयन् भवति नित्यः । यस्तु पुनरुत्पन्नमात्र एव प्रध्वंस्यते स खलु तस्यैव અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જીવ-પુદ્ગલોના પરિણામ બીજી રીતે નહિ બની શકતા હોવાથી) નક્કી થાય છે.
ત્યાં, વ્યવહારકાળ *ક્ષણભંગી છે, કારણ કે સૂક્ષ્મ પર્યાય એવડો જ માત્ર ( – ક્ષણમાત્ર જેવડો જ, સમયમાત્ર જેવડો જ) છે; નિશ્ચયકાળ નિત્ય છે, કારણ કે તે પોતાના ગુણ-પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે સદાય અવિનાશી છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [ कालः इति च व्यपदेशः ] ‘કાળ’ એવો વ્યપદેશ [ सद्भावप्ररूपकः ] સદ્ભાવનો પ્રરૂપક છે તેથી [ नित्यः भवति ] કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે. [ उत्पन्नध्वंसी अपरः ] ઉત્પન્નધ્વંસી એવો જે બીજો કાળ (અર્થાત્ ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થનારો જે વ્યવહારકાળ) તે [ दीर्घान्तरस्थायी ] (ક્ષણિક હોવા છતાં પ્રવાહઅપેક્ષાએ) દીર્ઘ સ્થિતિનો પણ (કહેવાય) છે.
‘આ કાળ છે, આ કાળ છે’ એમ કરીને જે દ્રવ્યવિશેષનો સદા વ્યપદેશ (નિર્દેશ, કથન) કરવામાં આવે છે, તે (દ્રવ્યવિશેષ અર્થાત્ નિશ્ચયકાળરૂપ ખાસ દ્રવ્ય) ખરેખર પોતાના સદ્ભાવને જાહેર કરતું થકું નિત્ય છે; અને જે ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થાય *ક્ષણભંગી=ક્ષણે ક્ષણે નાશ પામનારો; પ્રતિસમય જેનો ધ્વંસ થાય છે એવો; ક્ષણભંગુર; ક્ષણિક.
Page 148 of 256
PDF/HTML Page 188 of 296
single page version
૧૪
द्रव्यविशेषस्य समयाख्यः पर्याय इति । स तूत्सङ्गितक्षणभङ्गोऽप्युपदर्शितस्वसन्तानो नयबलाद्दीर्घान्तरस्थाय्युपगीयमानो न दुष्यति; ततो न खल्वावलिकापल्योपमसागरोपमादि- व्यवहारो विप्रतिषिध्यते । तदत्र निश्चयकालो नित्यः द्रव्यरूपत्वात्, व्यवहारकालः क्षणिकः पर्यायरूपत्वादिति ।।१०१।।
છે, તે (વ્યવહારકાળ) ખરેખર તે જ દ્રવ્યવિશેષનો ‘સમય’ નામનો પર્યાય છે. તે ક્ષણભંગી હોવા છતાં પણ પોતાની સંતતિને (પ્રવાહને) દર્શાવતો હોવાને લીધે તેને નયના બળથી ‘લાંબા વખત સુધી ટકનારો’ કહેવામાં દોષ નથી; તેથી આવલિકા, પલ્યોપમ, સાગરોપમ ઇત્યાદિ વ્યવહારનો નિષેધ કરવામાં આવતો નથી.
એ રીતે અહીં એમ કહ્યું કે — નિશ્ચયકાળ દ્રવ્યરૂપ હોવાથી નિત્ય છે, વ્યવહારકાળ પર્યાયરૂપ હોવાથી ક્ષણિક છે. ૧૦૧.
અન્વયાર્થઃ — [ एते ] આ [ कालाकाशे ] કાળ, આકાશ, [ धर्माधर्मौ ] ધર્મ, અધર્મ, [ पुद्गलाः ] પુદ્ગલો [ च ] અને [ जीवाः ] જીવો (બધાં) [ द्रव्यसञ्ज्ञां लभन्ते ] ‘દ્રવ્ય’સંજ્ઞાને પામે છે; [ कालस्य तु ] પરંતુ કાળને [ कायत्वम् ] કાયપણું [ न अस्ति ] નથી.
ટીકાઃ — આ, કાળને દ્રવ્યપણાના વિધાનનું અને અસ્તિકાયપણાના નિષેધનું કથન છે (અર્થાત્ કાળને દ્રવ્યપણું છે પણ અસ્તિકાયપણું નથી એમ અહીં કહ્યું છે).
જેમ ખરેખર જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્રવ્યનાં સઘળાં લક્ષણોનો સદ્ભાવ હોવાથી તેઓ ‘દ્રવ્ય’સંજ્ઞાને પામે છે, તેમ કાળ પણ (તેને દ્રવ્યના સઘળાં લક્ષણોનો
Page 149 of 256
PDF/HTML Page 189 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भवन्ति, तथा कालोऽपि । इत्येवं षड्द्रव्याणि । किन्तु यथा जीवपुद्गलधर्माधर्माकाशानां द्वयादिप्रदेशलक्षणत्वमस्ति अस्तिकायत्वं, न तथा लोकाकाशप्रदेशसंख्यानामपि कालाणूनामेक- प्रदेशत्वादस्त्यस्तिकायत्वम् । अत एव च पञ्चास्तिकायप्रकरणे न हीह मुख्यत्वेनोपन्यस्तः कालः । जीवपुद्गलपरिणामावच्छिद्यमानपर्यायत्वेन तत्परिणामान्यथानुपपत्त्यानुमीयमानद्रव्यत्वेना- त्रैवान्तर्भावितः ।।१०२।।
સદ્ભાવ હોવાથી) ‘દ્રવ્ય’સંજ્ઞાને પામે છે. એ પ્રમાણે છ દ્રવ્યો છે. પરંતુ જેમ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને ૧દ્વિ-આદિ પ્રદેશો જેનું લક્ષણ છે એવું અસ્તિકાયપણું છે, તેમ કાળાણુઓને — જોકે તેમની સંખ્યા લોકાકાશના પ્રદેશો જેટલી (અસંખ્ય) છે તોપણ — એકપ્રદેશીપણાને લીધે અસ્તિકાયપણું નથી. અને આમ હોવાથી જ (અર્થાત્ કાળ અસ્તિકાય નહિ હોવાથી જ) અહીં પંચાસ્તિકાયના પ્રકરણમાં મુખ્યપણે કાળનું કથન કરવામાં આવ્યું નથી; (પરંતુ) જીવ-પુદ્ગલોના પરિણામ દ્વારા જે જણાય છે — મપાય છે એવા તેના પર્યાય હોવાથી તથા જીવ-પુદ્ગલોના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન થાય છે એવું તે દ્રવ્ય હોવાથી તેને અહીં ૨અંતર્ભૂત કરવામાં આવ્યો છે. ૧૦૨.
અને પુદ્ગલાસ્તિકાયના પરિણામોનું વર્ણન કરતાં, તે પરિણામો દ્વારા જેના પરિણામો જણાય છે
— મપાય છે તે પદાર્થને (કાળને) તથા તે પરિણામોની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન
Page 150 of 256
PDF/HTML Page 190 of 296
single page version
૧૫૦
ततः प्रवचनसार एवायं पञ्चास्तिकायसंग्रहः । यो हि नामामुं समस्तवस्तुतत्त्वा- भिधायिनमर्थतोऽर्थितयावबुध्यात्रैव जीवास्तिकायान्तर्गतमात्मानं स्वरूपेणात्यन्तविशुद्ध- चैतन्यस्वभावं निश्चित्य परस्परकार्यकारणीभूतानादिरागद्वेषपरिणामकर्मबन्धसन्तति-
અન્વયાર્થઃ — [ एवम् ] એ પ્રમાણે [ प्रवचनसारं ] પ્રવચનના સારભૂત [ पञ्चास्ति- कायसंग्रहं ] ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને [ विज्ञाय ] જાણીને [ यः ] જે [ रागद्वेषौ ] રાગદ્વેષને [ मुञ्चति ] છોડે છે, [ सः ] તે [ दुःखपरिमोक्षम् गाहते ] દુઃખથી પરિમુક્ત થાય છે.
ટીકાઃ — અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
ખરેખર સઘળુંય (દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ) પ્રવચન કાળ સહિત પંચાસ્તિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદિત કરતું નથી; તેથી પ્રવચનનો સાર જ આ ‘પંચાસ્તિકાય- સંગ્રહ’ છે. જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુતત્ત્વના કહેનારા આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને ૧અર્થતઃ ૨અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે ૩અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને, ૪પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ અને કર્મબંધની પરંપરાથી ૧. અર્થતઃ=અર્થ પ્રમાણે; વાચ્યને અનુલક્ષીને; વાચ્યસાપેક્ષ; વાસ્તવિક રીતે. ૨. અર્થીપણે=ગરજુપણે; યાચકપણે; સેવકપણે; કાંઈક પ્રાપ્ત કરવાના પ્રયોજનથી (અર્થાત્ હિતપ્રાપ્તિના
હેતુથી). ૩. જીવાસ્તિકાયની અંદર પોતે (નિજ આત્મા) સમાઈ જાય છે, તેથી જેવું જીવાસ્તિકાયનું સ્વરૂપ
૪. રાગદ્વેષપરિણામ અને કર્મબંધ અનાદિ કાળથી એકબીજાને કાર્યકારણરૂપ છે.
Page 151 of 256
PDF/HTML Page 191 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
समारोपितस्वरूपविकारं तदात्वेऽनुभूयमानमवलोक्य तत्कालोन्मीलितविवेकज्योतिः कर्मबन्ध- सन्ततिप्रवर्तिकां रागद्वेषपरिणतिमत्यस्यति, स खलु जीर्यमाणस्नेहो जघन्यस्नेहगुणाभिमुख- परमाणुवद्भाविबन्धपराङ्मुखः पूर्वबन्धात्प्रच्यवमानः शिखितप्तोदकदौस्थ्यानुकारिणो दुःखस्य परिमोक्षं विगाहत इति ।।१०३।।
જેનામાં ૧સ્વરૂપવિકાર ૨આરોપાયેલો છે એવો પોતાને (નિજ આત્માને) તે કાળે અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ હોવાથી (અર્થાત્ અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી) કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષપરિણતિને છોડે છે, તે પુરુષ, ખરેખર જેને ૩સ્નેહ જીર્ણ થતો જાય છે એવો, જઘન્ય ૪સ્નેહગુણની સંમુખ વર્તતા પરમાણુની માફક ભાવી બંધથી પરાઙ્મુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતપ્ત જળની ૫દુઃસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે. ૧૦૩.
૨. આરોપાયેલો=(નવો અર્થાત્ ઔપાધિકરૂપે) કરાયેલો. [સ્ફટિકમણિમાં ઔપાધિકરૂપે થતી રંગિત
દશાની માફક જીવમાં ઔપાધિકરૂપે વિકારપર્યાય થતો કદાચિત્ અનુભવાય છે.] ૩. સ્નેહ=રાગાદિરૂપ ચીકાશ ૪. સ્નેહ=સ્પર્શગુણના પર્યાયરૂપ ચીકાશ. [જેમ જઘન્ય ચીકાશની સંમુખ વર્તતો પરમાણુ ભાવી બંધથી
પરાઙ્મુખ છે, તેમ જેને રાગાદિ જીર્ણ થતા જાય છે એવો પુરુષ ભાવી બંધથી પરાઙ્મુખ છે.] ૫. દુઃસ્થિતિ=અશાંત સ્થિતિ (અર્થાત્ તળે-ઉપર થવું તે, ખદખદ થવું તે); અસ્થિરતા; ખરાબ – કફોડી
Page 152 of 256
PDF/HTML Page 192 of 296
single page version
૧૫૨પંચાસ્તિકાયસંગ્રહ
मेवानुगन्तुमुद्यमते । ततोऽस्य क्षीयते द्रष्टिमोहः । ततः स्वरूपपरिचयादुन्मज्जति ज्ञानज्योतिः । ततो रागद्वेषौ प्रशाम्यतः । ततः उत्तरः पूर्वश्च बन्धो विनश्यति । ततः पूनर्बन्धहेतुत्वाभावात् स्वरूपस्थो नित्यं प्रतपतीति ।।१०४।।
અન્વયાર્થઃ — [ जीवः ] જીવ [ एतद् अर्थं ज्ञात्वा ] આ અર્થને જાણીને ( – આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધાત્માને જાણીને), [ तदनुगमनोद्यतः ] તેને અનુસરવાનો ઉદ્યમ કરતો થકો [ निहतमोहः ] હતમોહ થઈને ( – જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), [ प्रशमितरागद्वेषः ] રાગદ્વેષને પ્રશમિત ( – નિવૃત્ત) કરીને, [ हतपरापरः भवति ] ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે.
પ્રથમ, કોઈ જીવ આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધચૈતન્યસ્વભાવવાળા (નિજ) આત્માને જાણે છે; તેથી (પછી) તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે; તેથી તેને દ્રષ્ટિમોહનો ક્ષય થાય છે; તેથી સ્વરૂપના પરિચયને લીધે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે; તેથી રાગદ્વેષ પ્રશમી જાય છે ( — નિવૃત્ત) થાય છે; તેથી ઉત્તર અને પૂર્વ ( – પછીનો અને પહેલાંનો) બંધ વિનાશ પામે છે; તેથી ફરીને બંધ થવાના હેતુપણાનો અભાવ હોવાથી સ્વરૂપસ્થપણે સદા પ્રતપે છે — પ્રતાપવંત વર્તે છે (અર્થાત્ તે જીવ સદાય સ્વરૂપસ્થિત રહી પરમાનંદજ્ઞાનાદિરૂપે પરિણમે છે). ૧૦૪.
આ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં ષડ્દ્રવ્યપંચાસ્તિકાયવર્ણન નામનો પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Page 153 of 256
PDF/HTML Page 193 of 296
single page version
शुद्धं बुधानामिह तत्त्वमुक्त म् ।
प्रकीर्त्यते सम्प्रति वर्त्म तस्य ।।७।।
[પ્રથમ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પહેલા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવ્યું અને બીજા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવશે તે શ્લોક દ્વારા અતિ સંક્ષેપમાં દર્શાવે છેઃ]
[શ્લોકાર્થઃ — ] અહીં (આ શાસ્ત્રમાં પ્રથમ શ્રુતસ્કંધને વિષે) દ્રવ્યસ્વરૂપના પ્રતિપાદન વડે બુધ પુરુષોને (સમજુ જીવોને) શુદ્ધ તત્ત્વ (શુદ્ધાત્મતત્ત્વ) ઉપદેશવામાં આવ્યું. હવે પદાર્થભેદ વડે ઉપોદ્ઘાત કરીને ( – નવ પદાર્થરૂપ ભેદ વડે પ્રારંભ કરીને) તેનો માર્ગ ( – શુદ્ધાત્મતત્ત્વનો માર્ગ અર્થાત્ તેના મોક્ષનો માર્ગ) વર્ણવવામાં આવે છે. [૭]
[હવે આ બીજા શ્રુતસ્કંધને વિષે શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત ગાથાસૂત્ર શરૂ કરવામાં આવે છેઃ]
Page 154 of 256
PDF/HTML Page 194 of 296
single page version
૧૫
परमभट्टारकमहादेवाधिदेवश्रीवर्द्धमानस्वामिनः सिद्धिनिबन्धनभूतां भावस्तुतिमासूत्र्य, कालकलितपञ्चास्तिकायानां पदार्थविकल्पो मोक्षस्य मार्गश्च वक्त व्यत्वेन प्रतिज्ञात इति ।।१०५।।
અન્વયાર્થઃ — [ अपुनर्भवकारणं ] અપુનર્ભવના કારણ [ महावीरम् ] શ્રી મહાવીરને [ शिरसा अभिवन्द्य ] શિરસા વંદન કરીને, [ तेषां पदार्थभङ्गं ] તેમનો પદાર્થભેદ ( – કાળ સહિત પંચાસ્તિકાયનો નવ પદાર્થરૂપ ભેદ) તથા [ मोक्षस्य मार्गं ] મોક્ષનો માર્ગ [ वक्ष्यामि ] કહીશ.
પ્રવર્તમાન મહાધર્મતીર્થના મૂળ કર્તા તરીકે જેઓ *અપુનર્ભવના કારણ છે એવા ભગવાન, પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીની, સિદ્ધત્વના નિમિત્તભૂત ભાવસ્તુતિ કરીને, કાળ સહિત પંચાસ્તિકાયનો પદાર્થભેદ (અર્થાત્ છ દ્રવ્યોનો નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષનો માર્ગ કહેવાની આ ગાથાસૂત્રમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ૧૦૫.
નિમિત્તભૂત છે.]
Page 155 of 256
PDF/HTML Page 195 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
रागद्वेषापरिहीणम्, मोक्षस्यैव न भावतो बंधस्य, मार्ग एव नामार्गः, भव्यानामेव नाभव्यानां, लब्धबुद्धीनामेव नालब्धबुद्धीनां, क्षीणकषायत्वे भवत्येव न कषायसहितत्वे भवतीत्यष्टधा नियमोऽत्र द्रष्टव्यः ।।१०६।।
અન્વયાર્થઃ — [ सम्यक्त्वज्ञानयुक्तं ] સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું [ चारित्रं ] ચારિત્ર — [ रागद्वेषपरिहीणम् ] કે જે રાગદ્વેષથી રહિત હોય તે, [ लब्धबुद्धीनाम् ] લબ્ધબુદ્ધિ [ भव्यानां ] ભવ્યજીવોને [ मोक्षस्य मार्गः ] મોક્ષનો માર્ગ [ भवति ] હોય છે.
સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ — નહિ કે અસમ્યક્ત્વ અને અજ્ઞાનથી યુક્ત, ચારિત્ર જ — નહિ કે અચારિત્ર, રાગદ્વેષ રહિત હોય એવું જ (ચારિત્ર) — નહિ કે રાગદ્વેષ સહિત હોય એવું, મોક્ષનો જ — ૧ભાવતઃ નહિ કે બંધનો, માર્ગ જ — નહિ કે અમાર્ગ, ભવ્યોને જ — નહિ કે અભવ્યોને, ૨લબ્ધબુદ્ધિઓને જ — નહિ કે અલબ્ધ- બુદ્ધિઓને, ૩ક્ષીણકષાયપણામાં જ હોય છે — નહિ કે કષાયસહિતપણામાં હોય છે. આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો (અર્થાત્ આ ગાથામાં ઉપરોક્ત આઠ પ્રકારે નિયમ કહ્યો છે એમ સમજવું). ૧૦૬. ૧. ભાવતઃ=ભાવ અનુસાર; આશય અનુસાર. (‘મોક્ષનો’ કહેતાં જ ‘બંધનો નહિ’ એવો ભાવ અર્થાત્
આશય સ્પષ્ટ સમજાય છે.) ૨. લબ્ધબુદ્ધિ=જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા. ૩. ક્ષીણકષાયપણામાં જ=ક્ષીણકષાયપણું હોતાં જ; ક્ષીણકષાયપણું હોય ત્યારે જ. [સમ્યક્ત્વજ્ઞાનયુક્ત
Page 156 of 256
PDF/HTML Page 196 of 296
single page version
૧૫
दर्शनोदयापादिताश्रद्धानाभावस्वभावं भावान्तरं श्रद्धानं सम्यग्दर्शनं, शुद्धचैतन्यरूपात्म-
અન્વયાર્થઃ — [ भावानां ] ભાવોનું ( – નવ પદાર્થોનું) [ श्रद्धानं ] શ્રદ્ધાન [ सम्यक्त्वं ] તે સમ્યક્ત્વ છે; [ तेषाम् अधिगमः ] તેમનો અવબોધ [ ज्ञानम् ] તે જ્ઞાન છે; [ विरूढमार्गाणाम् ] (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને [ विषयेषु ] વિષયો પ્રત્યે વર્તતો [ समभावः ] સમભાવ [ चारित्रम् ] તે ચારિત્ર છે.
કાળ સહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થો તે ખરેખર ‘ભાવો’ છે. તે ‘ભાવો’નું મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થતું જે અશ્રદ્ધાન તેના અભાવસ્વભાવવાળો જે ૧ભાવાંતર — શ્રદ્ધાન (અર્થાત્ નવ પદાર્થોનું શ્રદ્ધાન), તે સમ્યગ્દર્શન છે — કે જે (સમ્યગ્દર્શન) શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વના ૨વિનિશ્ચયનું બીજ છે. ૩નૌકાગમનના ૧. ભાવાંતર=ભાવવિશેષ; ખાસ ભાવ; બીજો ભાવ; જુદો ભાવ. [નવ પદાર્થોના અશ્રદ્ધાનનો અભાવ
જેનો સ્વભાવ છે એવો ભાવાંતર ( – નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે.] ૨. વિનિશ્ચય=નિશ્ચય; દ્રઢ નિશ્ચય. ૩. જેવી રીતે નાવમાં બેઠેલા કોઈ મનુષ્યને નાવની ગતિના સંસ્કારવશ, પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય
વિપરીત સ્વરૂપે સમજાય છે.
Page 157 of 256
PDF/HTML Page 197 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्त्वविनिश्चयबीजम् । तेषामेव मिथ्यादर्शनोदयान्नौयानसंस्कारादि“ स्वरूपविपर्ययेणा- ध्यवसीयमानानां तन्निवृत्तौ समञ्जसाध्यवसायः सम्यग्ज्ञानं, मनाग्ज्ञानचेतना- प्रधानात्मतत्त्वोपलम्भबीजम् । सम्यग्दर्शनज्ञानसन्निधानादमार्गेभ्यः समग्रेभ्यः परिच्युत्य स्वतत्त्वे विशेषेण रूढमार्गाणां सतामिन्द्रियानिन्द्रियविषयभूतेष्वर्थेषु रागद्वेषपूर्वक- विकाराभावान्निर्विकारावबोधस्वभावः समभावश्चारित्रं, तदात्वायतिरमणीयमनणीयसो- ऽपुनर्भवसौख्यस्यैकबीजम् । इत्येष त्रिलक्षणो मोक्षमार्गः पुरस्तान्निश्चयव्यवहाराभ्यां व्याख्यास्यते । इह तु सम्यग्दर्शनज्ञानयोर्विषयभूतानां नवपदार्थानामुपोद्घातहेतुत्वेन सूचित इति ।।१०७।। સંસ્કારની માફક મિથ્યાદર્શનના ઉદયને લીધે જેઓ સ્વરૂપવિપર્યયપૂર્વક અધ્યવસિત થાય છે (અર્થાત્ વિપરીત સ્વરૂપે સમજાય છે — ભાસે છે) એવા તે ‘ભાવો’નો જ ( – નવ પદાર્થોનો જ), મિથ્યાદર્શનના ઉદયની નિવૃત્તિ હોતાં, જે સમ્યક્ અધ્યવસાય (સત્ય સમજણ, યથાર્થ અવભાસ, સાચો અવબોધ) થવો, તે સમ્યગ્જ્ઞાન છે — કે જે (સમ્યગ્જ્ઞાન) કાંઈક અંશે જ્ઞાનચેતનાપ્રધાન આત્મતત્ત્વની ઉપલબ્ધિનું (અનુભૂતિનું) બીજ છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનના સદ્ભાવને લીધે સમસ્ત અમાર્ગોથી છૂટીને જેઓ સ્વતત્ત્વમાં વિશેષપણે ૧રૂઢ માર્ગવાળા થયા છે તેમને ઇન્દ્રિય અને મનના વિષયભૂત પદાર્થો પ્રત્યે રાગદ્વેષપૂર્વક વિકારના અભાવને લીધે જે નિર્વિકારજ્ઞાન- સ્વભાવવાળો સમભાવ હોય છે, તે ચારિત્ર છે — કે જે (ચારિત્ર) તે કાળે અને આગામી કાળે રમણીય છે અને અપુનર્ભવના (મોક્ષના) મહા સૌખ્યનું એક બીજ છે.
— આવા આ ત્રિલક્ષણ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક) મોક્ષમાર્ગનું આગળ નિશ્ચય અને વ્યવહારથી વ્યાખ્યાન કરવામાં આવશે. અહીં તો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનના વિષયભૂત નવ પદાર્થોના ૨ઉપોદ્ઘાતના હેતુ તરીકે તેનું સૂચન કરવામાં આવ્યું છે. ૧૦૭. *અહીં ‘संस्कारादि’ ને બદલે ઘણું કરીને ‘संस्कारादिव’ હોવું જોઈએ એમ લાગે છે. ૧. રૂઢ=રીઢો; પાકો; પરિચયથી દ્રઢ થયેલો. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનને લીધે જેમનો સ્વતત્ત્વગત
માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને ઇન્દ્રિયમનના વિષયો પ્રત્યે રાગદ્વેષના અભાવને લીધે વર્તતો નિર્વિકારજ્ઞાનસ્વભાવી સમભાવ તે ચારિત્ર છે). ૨. ઉપોદ્ઘાત=પ્રસ્તાવના [સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગનાં પ્રથમનાં બે અંગ જે
Page 158 of 256
PDF/HTML Page 198 of 296
single page version
૧૫
नवपदार्थानां नामानि । तत्र चैतन्यलक्षणो जीवास्तिक एवेह जीवः । चैतन्याभाव- लक्षणोऽजीवः । स पञ्चधा पूर्वोक्त एव — पुद्गलास्तिकः, धर्मास्तिकः, अधर्मास्तिकः, आकाशास्तिकः, कालद्रव्यञ्चेति । इमौ हि जीवाजीवौ पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वेन
અન્વયાર્થઃ — [ जीवाजीवौ भावौ ] જીવ અને અજીવ — બે ભાવો (અર્થાત્ મૂળ પદાર્થો) તથા [ तयोः ] તે બેનાં [ पुण्यं ] પુણ્ય, [ पापं च ] પાપ, [ आस्रवः ] આસ્રવ, [ संवरणं निर्जरणं बन्धः ] સંવર, નિર્જરા, બંધ [ च ] ને [ मोक्षः ] મોક્ષ — [ ते अर्थाः ] એ (નવ) પદાર્થો છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ — એ પ્રમાણે નવ પદાર્થોનાં નામ છે.
તેમાં, ચૈતન્ય જેનું લક્ષણ છે એવો જીવાસ્તિક જ ( – જીવાસ્તિકાય જ) અહીં જીવ છે. ચૈતન્યનો અભાવ જેનું લક્ષણ છે તે અજીવ છે; તે (અજીવ) પાંચ પ્રકારે પૂર્વે કહેલ જ છે — પુદ્ગલાસ્તિક, ધર્માસ્તિક, અધર્માસ્તિક, આકાશાસ્તિક અને કાળદ્રવ્ય. આ જીવ અને અજીવ (બંને) પૃથક્ અસ્તિત્વ વડે નિષ્પન્ન હોવાથી ભિન્ન જેમના સ્વભાવ છે એવા (બે) મૂળ પદાર્થો છે.
તો નવ પદાર્થના વ્યાખ્યાનની પ્રસ્તાવનાના હેતુ તરીકે તેનું માત્ર સૂચન કરવામાં આવ્યું છે.]
Page 159 of 256
PDF/HTML Page 199 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भिन्नस्वभावभूतौ मूलपदार्थौ । जीवपुद्गलसंयोगपरिणामनिर्वृत्ताः सप्तान्ये पदार्थाः । शुभपरिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामः पुद्गलानाञ्च पुण्यम् । अशुभ- परिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामः पुद्गलानाञ्च पापम् । मोहरागद्वेष- परिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्चास्रवः । मोहरागद्वेषपरिणामनिरोधो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्च संवरः । कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिर्बृंहितशुद्धोप- योगो जीवस्य, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानाञ्च निर्जरा । मोहरागद्वेषस्निग्धपरिणामो जीवस्य, तन्निमित्तेन कर्मत्वपरिणतानां जीवेन सहान्योन्य- सम्मूर्च्छनं पुद्गलानाञ्च बन्धः । अत्यन्तशुद्धात्मोपलम्भो जीवस्य, जीवेन सहात्यन्तविश्लेषः
જીવ અને પુદ્ગલના સંયોગપરિણામથી નીપજતા સાત બીજા પદાર્થો છે. (તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ – ) જીવના શુભ પરિણામ (તે પુણ્ય છે) તેમ જ તે (શુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ ( – શુભકર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. જીવના અશુભ પરિણામ (તે પાપ છે) તેમ જ તે (અશુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ ( – અશુભકર્મરૂપ પરિણામ) તે પાપ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ (તે આસ્રવ છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામ) જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુદ્ગલોના કર્મપરિણામ તે આસ્રવ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ (તે સંવર છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગ દ્વારા પ્રવેશતાં પુદ્ગલોના કર્મપરિણામનો નિરોધ તે સંવર છે. કર્મના વીર્યનું ( – કર્મની શક્તિનું) ૧શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારનાં) તપો વડે વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધોપયોગ (તે નિર્જરા છે) તેમ જ તેના પ્રભાવથી ( – વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ ૨સંક્ષય તે નિર્જરા છે. જીવના, મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ છે) તેમ જ તેના ( – સ્નિગ્ધ પરિણામના) નિમિત્તથી કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન ( – વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે બંધ છે. જીવની અત્યંત શુદ્ધ આત્મોપલબ્ધિ (તે મોક્ષ છે) તેમ જ કર્મપુદ્ગલોનો જીવથી અત્યંત ૧. શાતન કરવું=પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. સંક્ષય=સમ્યક્ પ્રકારે ક્ષય
Page 160 of 256
PDF/HTML Page 200 of 296
single page version
૧૬૦
कर्मपुद्गलानां च मोक्ष इति ।।१०८।।
चेतनास्वभावाः, चेतनापरिणामलक्षणेनोपयोगेन लक्षणीयाः । तत्र संसारस्था देहप्रवीचाराः, निर्वृत्ता अदेहप्रवीचारा इति ।।१०९।। વિશ્લેષ (વિયોગ) તે મોક્ષ છે. ૧૦૮.
અન્વયાર્થઃ — [ जीवाः द्विविधाः ] જીવો બે પ્રકારના છેઃ [ संसारस्थाः निर्वृत्ताः ] સંસારી અને સિદ્ધ. [ चेतनात्मकाः ] તેઓ ચેતનાત્મક ( – ચેતનાસ્વભાવવાળા) [ अपि च ] તેમ જ [ उपयोगलक्षणाः ] ઉપયોગલક્ષણવાળા છે. [ देहादेहप्रवीचाराः ] સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે.
જીવો બે પ્રકારના છેઃ (૧) સંસારી અર્થાત્ અશુદ્ધ, અને (૨) સિદ્ધ અર્થાત્ શુદ્ધ. તે બંનેય ખરેખર ચેતનાસ્વભાવવાળા છે અને *ચેતનાપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થવાયોગ્ય ( – ઓળખાવાયોગ્ય) છે. તેમાં, સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. ૧૦૯. *ચેતનાનો પરિણામ તે ઉપયોગ. આ ઉપયોગ જીવરૂપી લક્ષ્યનું લક્ષણ છે.