Panchastikay Sangrah (Gujarati). Gatha: 80-96 ; Dharmadravyastikay ane Adharmadravyastikay Vyakhyan; Aakashdravyastikay Vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 15

 

Page 121 of 256
PDF/HTML Page 161 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૨૧
शब्दस्य पुद्गलस्कन्धपर्यायत्वख्यापनमेतत
इह हि बाह्यश्रवणेन्द्रियावलम्बितो भावेन्द्रियपरिच्छेद्यो ध्वनिः शब्दः
खलु स्वरूपेणानन्तपरमाणूनामेकस्कन्धो नाम पर्यायः बहिरङ्गसाधनीभूतमहास्कन्धेभ्यः
तथाविधपरिणामेन समुत्पद्यमानत्वात् स्कन्धप्रभवः, यतो हि परस्पराभिहतेषु महा-
स्कन्धेषु शब्दः समुपजायते किञ्च स्वभावनिर्वृत्ताभिरेवानन्तपरमाणुमयीभिः शब्द-
योग्यवर्गणाभिरन्योन्यमनुप्रविश्य समन्ततोऽभिव्याप्य पूरितेऽपि सकले लोके यत्र यत्र
बहिरङ्गकारणसामग्री समुदेति तत्र तत्र ताः शब्दत्वेन स्वयं व्यपरिणमन्त इति शब्दस्य
તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ્ય છે.
ટીકાશબ્દ પુદ્ગલસ્કંધપર્યાય છે એમ અહીં દર્શાવ્યું છે.
આ લોકમાં, બાહ્ય શ્રવણેંદ્રિય વડે અવલંબિત, ભાવેંદ્રિય વડે જણાવાયોગ્ય એવો
જે ધ્વનિ તે શબ્દ છે. તે (શબ્દ) ખરેખર સ્વરૂપે અનંત પરમાણુઓના એકસ્કંધરૂપ પર્યાય
છે. બહિરંગ સાધનભૂત (બાહ્ય-કારણભૂત) મહાસ્કંધો દ્વારા તથાવિધ પરિણામે
(શબ્દપરિણામે) ઊપજતો હોવાથી તે સ્કંધજન્ય છે, કારણ કે મહાસ્કંધો પરસ્પર અથડાતાં
શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છેએકબીજામાં
પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વભાવનિષ્પન્ન જ (પોતાના સ્વભાવથી જ
બનેલી), અનંતપરમાણુમયી શબ્દયોગ્ય-વર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં
જ્યાં જ્યાં બહિરંગકારણસામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ શબ્દપણે સ્વયં
૧. શબ્દ શ્રવણેંદ્રિયનો વિષય છે તેથી તે મૂર્ત છે. કેટલાક લોકો માને છે તેમ શબ્દ આકાશનો ગુણ
નથી, કારણ કે અમૂર્ત આકાશનો અમૂર્ત ગુણ ઇન્દ્રિયનો વિષય થઈ શકે નહિ.
૨. શબ્દના બે પ્રકાર છેઃ () પ્રાયોગિક અને () વૈશ્રસિક. પુરુષાદિના પ્રયોગથી ઉત્પન્ન થતો
શબ્દ તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો શબ્દ તે વૈશ્રસિક છે.
અથવા નીચે પ્રમાણે પણ શબ્દના બે પ્રકાર છેઃ () ભાષાત્મક અને () અભાષાત્મક. તેમાં
ભાષાત્મક શબ્દ દ્વિવિધ છેઅક્ષરાત્મક અને અનક્ષરાત્મક. સંસ્કૃતપ્રાકૃતાદિભાષારૂપ તે અક્ષરાત્મક
છે અને દ્વીંદ્રિયાદિક જીવોના શબ્દરૂપ તથા (કેવળીભગવાનના) દિવ્ય ધ્વનિરૂપ તે અનક્ષરાત્મક
છે. અભાષાત્મક શબ્દ પણ દ્વિવિધ છેપ્રાયોગિક અને વૈશ્રસિક. વીણા, ઢોલ, ઝાંઝ, વાંસળી વગેરેથી
ઉત્પન્ન થતો તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો તે વૈશ્રસિક છે.
કોઈ પણ પ્રકારનો શબ્દ હો પરંતુ સર્વ શબ્દનું ઉપાદાનકારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય
વર્ગણાઓ જ છે; તે વર્ગણાઓ જ સ્વયમેવ શબ્દપણે પરિણમે છે, જીભ-ઢોલ-મેઘ વગેરે માત્ર
નિમિત્તભૂત છે.
પં. ૧૬

Page 122 of 256
PDF/HTML Page 162 of 296
single page version

૧૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
नियतमुत्पाद्यत्वात् स्कन्धप्रभवत्वमिति ।।७९।।
णिच्चो णाणवगासो ण सावगासो पदेसदो भेत्ता
खंघाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ।।८०।।
नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता
स्कन्धानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः ।।८०।।
परमाणोरेकप्रदेशत्वख्यापनमेतत
परमाणुः स खल्वेकेन प्रदेशेन रूपादिगुणसामान्यभाजा सर्वदैवाविनश्वरत्वा-
न्नित्यः एकेन प्रदेशेन तदविभक्त वृत्तीनां स्पर्शादिगुणानामवकाशदानान्नानवकाशः
પરિણમે છે; એ રીતે શબ્દ નિયતપણે (અવશ્ય) ઉત્પાદ્ય છે; તેથી તે સ્કંધજન્ય છે. ૭૯.
નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વતો,
ભેત્તા રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦.
અન્વયાર્થ[ प्रदेशतः ] પ્રદેશ દ્વારા [ नित्यः ] પરમાણુ નિત્ય છે, [ न अनवकाशः ]
અનવકાશ નથી, [ न सावकाशः ] સાવકાશ નથી, [ स्कन्धानाम् भेत्ता ] સ્કંધોનો તોડનાર [ अपि
च कर्ता ] તેમ જ કરનાર છે તથા [ कालसंख्यायाः प्रविभक्ता ] કાળ ને સંખ્યાનો વિભાગનાર
છે (અર્થાત્ કાળનો ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે).
ટીકાઆ, પરમાણુના એકપ્રદેશીપણાનું કથન છે.
જે પરમાણુ છે, તે ખરેખર એક પ્રદેશ વડેકે જે રૂપાદિગુણસામાન્યવાળો છે
તેના વડેસદાય અવિનાશી હોવાથી નિત્ય છે; તે ખરેખર એક પ્રદેશ વડે તેનાથી
(પ્રદેશથી) અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્શાદિગુણોને અવકાશ દેતો હોવાને લીધે
૧. ઉત્પાદ્ય = ઉત્પન્ન કરાવા યોગ્ય; જેની ઉત્પત્તિમાં અન્ય કોઈ નિમિત્ત હોય છે એવો.
૨. સ્કંધજન્ય = સ્કંધો વડે ઉત્પન્ન થાય એવો; જેની ઉત્પત્તિમાં સ્કંધો નિમિત્ત હોય છે એવો. [
આખા
લોકમાં સર્વત્ર વ્યાપેલી અનંતપરમાણુમયી શબ્દયોગ્ય વર્ગણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમતી હોવા
છતાં પવન-ગળું-તાળવું-જીભ-હોઠ, ઘંટ-મોગરી વગેરે મહાસ્કંધોનું અથડાવું તે બહિરંગકારણસામગ્રી
છે અર્થાત
્ શબ્દરૂપ પરિણમનમાં તે મહાસ્કંધો નિમિત્તભૂત છે તેથી તે અપેક્ષાએ (નિમિત્ત-
અપેક્ષાએ) શબ્દને વ્યવહારથી સ્કંધજન્ય કહેવામાં આવે છે.]

Page 123 of 256
PDF/HTML Page 163 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૨૩
एकेन प्रदेशेन द्वयादिप्रदेशाभावादात्मादिनात्ममध्येनात्मान्तेन न सावकाशः एकेन
प्रदेशेन स्कन्धानां भेदनिमित्तत्वात् स्कन्धानां भेत्ता एकेन प्रदेशेन स्कन्धसङ्घात-
निमित्तत्वात्स्कन्धानां कर्ता एकेन प्रदेशेनैकाकाशप्रदेशातिवर्तितद्गतिपरिणामापन्नेन
समयलक्षणकालविभागकरणात् कालस्य प्रविभक्ता एकेन प्रदेशेन तत्सूत्रितद्वयादि-
भेदपूर्विकायाः स्कंधेषु द्रव्यसंख्यायाः, एकेन प्रदेशेन तदवच्छिन्नैकाकाशप्रदेश-
અનવકાશ નથી; તે ખરેખર એક પ્રદેશ વડે (તેનામાં) દ્વિ-આદિ પ્રદેશોનો અભાવ
હોવાથી, પોતે જ આદિ, પોતે જ મધ્ય અને પોતે જ અંત હોવાને લીધે (અર્થાત્ નિરંશ
હોવાને લીધે), સાવકાશ નથી; તે ખરેખર એક પ્રદેશ વડે સ્કંધોના ભેદનું નિમિત્ત હોવાથી
(અર્થાત્ સ્કંધના વીખરાવાનુંતૂટવાનું નિમિત્ત હોવાથી) સ્કંધોનો તોડનાર છે; તે
ખરેખર એક પ્રદેશ વડે સ્કંધના સંઘાતનું નિમિત્ત હોવાથી (અર્થાત્ સ્કંધના મળવાનું
રચાવાનું નિમિત્ત હોવાથી) સ્કંધોનો કરનાર છે; તે ખરેખર એક પ્રદેશ વડેકે જે એક
આકાશપ્રદેશને અતિક્રમનારા (ઓળંગનારા) તેના ગતિપરિણામને પામે છે તેના વડે
‘સમય’ નામનો કાળનો વિભાગ કરતો હોવાથી કાળનો વિભાગનાર છે; તે ખરેખર એક
પ્રદેશ વડે સંખ્યાનો પણ
વિભાગનાર છે, કારણ કે () તે એક પ્રદેશ વડે તેનાથી
રચાતા બે વગેરે ભેદોથી માંડીને (ત્રણ અણુ, ચાર અણુ, અસંખ્ય અણુ ઇત્યાદિ)
દ્રવ્યસંખ્યાના વિભાગ સ્કંધોને વિષે કરે છે, () તે એક પ્રદેશ વડે તેના જેટલી
મર્યાદાવાળા એક ‘આકાશપ્રદેશ’થી માંડીને (બે આકાશપ્રદેશ, ત્રણ આકાશપ્રદેશ, અસંખ્ય
આકાશપ્રદેશ ઇત્યાદિ) ક્ષેત્રસંખ્યાના વિભાગ કરે છે, () તે એક પ્રદેશ વડે, એક
૧. વિભાગનાર = વિભાગ કરનાર; માપનાર. [સ્કંધોને વિષે દ્રવ્યસંખ્યાનું માપ (અર્થાત્ તેઓ કેટલા
અણુઓનાપરમાણુઓના બનેલા છે એવું માપ) કરવામાં અણુઓનીપરમાણુઓની અપેક્ષા આવે
છે, એટલે કે તેવું માપ પરમાણુ દ્વારા થાય છે. ક્ષેત્રના માપનો એકમ ‘આકાશપ્રદેશ’ છે અને
આકાશપ્રદેશની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે; તેથી ક્ષેત્રનું માપ પણ પરમાણુ દ્વારા થાય
છે. કાળના માપનો એકમ ‘સમય’ છે અને સમયની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે; તેથી
કાળનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. જ્ઞાનભાવના (
-જ્ઞાનપર્યાયના) માપનો એકમ ‘પરમાણુમાં
પરિણમતા જઘન્ય વર્ણાદિભાવને જાણે તેટલું જ્ઞાન’ છે અને તેમાં પરમાણુની અપેક્ષા આવે છે;
તેથી ભાવનું (
-જ્ઞાનભાવનું) માપ પણ પરમાણુ દ્વારા થાય છે. આ પ્રમાણે પરમાણુ દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ ને ભાવ માપવામાં ગજ સમાન છે].
૨. એક પરમાણુપ્રદેશ જેવડા આકાશના ભાગને (-ક્ષેત્રને) ‘આકાશપ્રદેશ’ કહેવામાં આવે છે. આ
‘આકાશપ્રદેશ’ તે ક્ષેત્રનો ‘એકમ’ છે. [ગણતરી માટે, કોઈ વસ્તુના જેટલા પરિમાણને ‘એક માપ’
સ્વીકારવામાં આવે, તેટલા પરિમાણને તે વસ્તુનો ‘એકમ’ કહેવામાં આવે છે.]

Page 124 of 256
PDF/HTML Page 164 of 296
single page version

૧૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पूर्विकायाः क्षेत्रसंख्यायाः, एकेन प्रदेशेनैकाकाशप्रदेशातिवर्तितद्गतिपरिणामावच्छिन्न-
समयपूर्विकायाः कालसंख्यायाः, एकेन प्रदेशेन तद्विवर्तिजघन्यवर्णादिभावावबोधपूर्विकाया
भावसंख्यायाः प्रविभागकरणात
् प्रविभक्ता संख्याया अपीति ।।८०।।
एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसद्दं
खंधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ।।८१।।
एकरसवर्णगन्धं द्विस्पर्शं शब्दकारणमशब्दम्
स्कन्धान्तरितं द्रव्यं परमाणुं तं विजानीहि ।।८१।।
परमाणुद्रव्ये गुणपर्यायवृत्तिप्ररूपणमेतत
सर्वत्रापि परमाणौ रसवर्णगन्धस्पर्शाः सहभुवो गुणाः ते च क्रमप्रवृत्तैस्तत्र स्व-
पर्यायैर्वर्तन्ते तथाहिपञ्चानां रसपर्यायाणामन्यतमेनैकेनैक दा रसो वर्तते पञ्चानां वर्ण-
આકાશપ્રદેશને અતિક્રમનારા તેના ગતિપરિણામના જેટલી મર્યાદાવાળા ‘સમય’થી માંડીને
(બે સમય, ત્રણ સમય, અસંખ્ય સમય ઇત્યાદિ) કાળસંખ્યાના વિભાગ કરે છે, અને
() તે એક પ્રદેશ વડે તેનામાં વિવર્તન પામતા (પલટાતા, પરિણમતા) જઘન્ય
વર્ણાદિભાવને જાણનારા જ્ઞાનથી માંડીને ભાવસંખ્યાના વિભાગ કરે છે. ૮૦.
એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે,
તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧.
અન્વયાર્થ[ तं परमाणुं ] તે પરમાણુ [ एकरसवर्णगन्धं ] એક રસવાળો, એક
વર્ણવાળો, એક ગંધવાળો તથા [ द्विस्पर्शं ] બે સ્પર્શવાળો છે, [ शब्दकारणम् ] શબ્દનું કારણ
છે, [ अशब्दम् ] અશબ્દ છે અને [ स्कन्धान्तरितं ] સ્કંધની અંદર હોય તોપણ [ द्रव्यं ]
(પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ [ विजानीहि ] જાણો.
ટીકાઆ, પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું (ગુણ અને પર્યાય હોવાનું) કથન
છે.
સર્વત્ર પરમાણુમાં રસ-વર્ણ-ગંધ-સ્પર્શ સહભાવી ગુણો હોય છે; અને તે ગુણો તેમાં
ક્રમવર્તી નિજ પર્યાયો સહિત વર્તે છે. તે આ પ્રમાણેપાંચ રસપર્યાયોમાંથી એક વખતે
૧. પરમાણુને એક આકાશપ્રદેશેથી બીજા અનંતર આકાશપ્રદેશે (મંદગતિથી) જતાં જે વખત લાગે
તેને ‘સમય’ કહેવામાં આવે છે.

Page 125 of 256
PDF/HTML Page 165 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૨૫
पर्यायाणामन्यतमेनैकेनैकदा वर्णो वर्तते उभयोर्गन्धपर्याययोरन्यतरेणैकेनैकदा गन्धो वर्तते
चतुर्णां शीतस्निग्धशीतरूक्षोष्णस्निग्धोष्णरूक्षरूपाणां स्पर्शपर्यायद्वन्द्वानामन्यतमेनैकेनैकदा
स्पर्शो वर्तते
एवमयमुक्त गुणवृत्तिः परमाणुः शब्दस्कंधपरिणतिशक्ति स्वभावात् शब्दकारणम्
एकप्रदेशत्वेन शब्दपर्यायपरिणतिवृत्त्यभावादशब्दः स्निग्धरूक्षत्वप्रत्ययबन्धवशादनेकपरमाण्वेक-
त्वपरिणतिरूपस्कन्धान्तरितोऽपि स्वभावमपरित्यजन्नुपात्तसंख्यत्वादेक एव द्रव्यमिति ।।८१।।
उवभोज्जमिंदिएहिं य इंदियकाया मणो य कम्माणि
जं हवदि मुत्तमण्णं तं सव्वं पोग्गलं जाणे ।।८२।।
उपभोग्यमिन्द्रियैश्चेन्द्रियकाया मनश्च कर्माणि
यद्भवति मूर्तमन्यत् तत्सर्वं पुद्गलं जानीयात।।८२।।
કોઈ એક (રસપર્યાય) સહિત રસ વર્તે છે; પાંચ વર્ણપર્યાયોમાંથી એક વખતે કોઈ એક
(વર્ણપર્યાય) સહિત વર્ણ વર્તે છે; બે ગંધપર્યાયોમાંથી એક વખતે કોઈ એક (ગંધપર્યાય)
સહિત ગંધ વર્તે છે; શીત-સ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ ને ઉષ્ણ-રૂક્ષ એ ચાર
સ્પર્શપર્યાયોનાં જોડકાંમાંથી એક વખતે કોઈ એક જોડકા સહિત સ્પર્શ વર્તે છે. આ પ્રમાણે
જેમાં ગુણોનું વર્તવું (
અસ્તિત્વ) કહેવામાં આવ્યું એવો આ પરમાણુ શબ્દસ્કંધરૂપે
પરિણમવાની શક્તિરૂપ સ્વભાવવાળો હોવાથી શબ્દનું કારણ છે; એકપ્રદેશી હોવાને લીધે
શબ્દપર્યાયરૂપ પરિણતિ નહિ વર્તતી હોવાથી અશબ્દ છે; અને સ્નિગ્ધ-રૂક્ષત્વના કારણે બંધ
થવાને લીધે અનેક પરમાણુઓની એકત્વપરિણતિરૂપ સ્કંધની અંદર રહ્યો હોય તોપણ
સ્વભાવને નહિ છોડતો થકો, સંખ્યાને પ્રાપ્ત હોવાથી (અર્થાત્ પરિપૂર્ણ એક તરીકે જુદો
ગણતરીમાં આવતો હોવાથી) એકલો જ દ્રવ્ય છે. ૮૧.
ઇન્દ્રિય વડે ઉપભોગ્ય, ઇન્દ્રિય, કાય, મન ને કર્મ જે,
વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮૨.
અન્વયાર્થ[ इन्द्रियैः उपभोग्यम् च ] ઇન્દ્રિયો વડે ઉપભોગ્ય વિષયો,
[ इन्द्रियकायाः ] ઇન્દ્રિયો, શરીરો, [ मनः ] મન, [ कर्माणि ] કર્મો [ च ] અને [ अन्यत् यत् ]
૧. સ્નિગ્ધ-રૂક્ષત્વ = ચીકાશ અને લૂખાશ
૨. અહીં એમ બતાવ્યું છે કે સ્કંધને વિષે પણ પ્રત્યેક પરમાણુ સ્વયં પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, પરની
સહાય વિનાનો છે, પોતાથી જ પોતાના ગુણપર્યાયમાં સ્થિત છે.

Page 126 of 256
PDF/HTML Page 166 of 296
single page version

૧૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सकलपुद्गलविकल्पोपसंहारोऽयम्
इन्द्रियविषयाः स्पर्शरसगन्धवर्णशब्दाश्च, द्रव्येन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुः-
श्रोत्राणि, कायाः औदारिकवैक्रियकाहारकतैजसकार्मणानि, द्रव्यमनः, द्रव्यकर्माणि,
नोकर्माणि, विचित्रपर्यायोत्पत्तिहेतवोऽनन्ताः अनन्ताणुवर्गणाः, अनन्ता असंख्येयाणुवर्गणाः,
अनन्ताः संख्येयाणुवर्गणाः द्वयणुकस्क न्धपर्यंताः, परमाणवश्च, यदन्यदपि मूर्तं तत्सर्वं
पुद्गलविकल्पत्वेनोपसंहर्तव्यमिति
।।८२।।
इति पुद्गलद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्
બીજું જે કાંઈ [ मूर्त्तं भवति ] મૂર્ત હોય [ तत् सर्वं ] તે સઘળું [ पुद्गलं जानीयात् ] પુદ્ગલ
જાણો.
ટીકાઆ, સર્વ પુદ્ગલભેદોનો ઉપસંહાર છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દરૂપ (પાંચ) ઇન્દ્રિયવિષયો, સ્પર્શન, રસન, ઘ્રાણ,
ચક્ષુ ને શ્રોત્રરૂપ (પાંચ) દ્રવ્યેંદ્રિયો, ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ ને કાર્મણરૂપ
(પાંચ) કાયો, દ્રવ્યમન, દ્રવ્યકર્મો, નોકર્મો, વિચિત્ર પર્યાયોની ઉત્પત્તિના હેતુભૂત (અર્થાત
અનેક પ્રકારના પર્યાયો ઊપજવાના કારણભૂત) *અનંત અનંતાણુક વર્ગણાઓ, અનંત
અસંખ્યાતાણુક વર્ગણાઓ અને દ્વિ-અણુક સ્કંધ સુધીની અનંત સંખ્યાતાણુક વર્ગણાઓ
તથા પરમાણુઓ, તેમ જ બીજું પણ જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુદ્ગલના ભેદ તરીકે
સંકેલવું.
ભાવાર્થવીતરાગ અતીંદ્રિય સુખના સ્વાદથી રહિત જીવોને ઉપભોગ્ય
પંચેંદ્રિયવિષયો, અતીંદ્રિય આત્મસ્વરૂપથી વિપરીત પાંચ ઇન્દ્રિયો, અશરીર આત્મપદાર્થથી
પ્રતિપક્ષભૂત પાંચ શરીરો, મનોગત-વિકલ્પજાળરહિત શુદ્ધજીવાસ્તિકાયથી વિપરીત મન,
કર્મરહિત આત્મદ્રવ્યથી પ્રતિકૂળ આઠ કર્મો અને અમૂર્ત આત્મસ્વભાવથી પ્રતિપક્ષભૂત
બીજું પણ જે કાંઈ મૂર્ત હોય તે બધું પુદ્ગલ જાણો. ૮૨.
આ રીતે પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* લોકમાં અનંત પરમાણુની બનેલી વર્ગણાઓ અનંત છે, અસંખ્યાત પરમાણુની બનેલી વર્ગણાઓ
પણ અનંત છે અને (દ્વિ-અણુક સ્કંધ, ત્રિ-અણુક સ્કંધ ઇત્યાદિ) સંખ્યાત પરમાણુની બનેલી વર્ગણાઓ
પણ અનંત છે. (અવિભાગી પરમાણુઓ પણ અનંત છે.)

Page 127 of 256
PDF/HTML Page 167 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૨૭
अथ धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानम्
धम्मत्थिकायमरसं अवण्णगंधं असद्दमप्फासं
लोगागाढं पुट्ठं पिहुलमसंखादियपदेसं ।।८३।।
धर्मास्तिकायोऽरसोऽवर्णगन्धोऽशब्दोऽस्पर्शः
लोकावगाढः स्पृष्टः पृथुलोऽसंख्यातप्रदेशः ।।८३।।
धर्मस्वरूपाख्यानमेतत
धर्मो हि स्पर्शरसगन्धवर्णानामत्यन्ताभावादमूर्तस्वभावः तत एव चाशब्दः
सकललोकाकाशाभिव्याप्यावस्थितत्वाल्लोकावगाढः अयुतसिद्धप्रदेशत्वात् स्पृष्टः स्वभावादेव
सर्वतो विस्तृतत्वात्पृथुलः निश्चयनयेनैकप्रदेशोऽपि व्यवहारनयेनासंख्यातप्रदेश इति ।।८३।।
હવે ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે;
લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩.
અન્વયાર્થ[ धर्मास्तिकायः ] ધર્માસ્તિકાય [ अस्पर्शः ] અસ્પર્શ, [ अरसः ] અરસ,
[ अवर्णगन्धः ] અગંધ, અવર્ણ અને [ अशब्दः ] અશબ્દ છે; [ लोकावगाढः ] લોકવ્યાપક છે;
[ स्पृष्टः ] અખંડ, [ पृथुलः ] વિશાળ અને [ असंख्यातप्रदेशः ] અસંખ્યાતપ્રદેશી છે.
ટીકાઆ, ધર્મના (ધર્માસ્તિકાયના) સ્વરૂપનું કથન છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો અત્યંત અભાવ હોવાથી ધર્મ (ધર્માસ્તિકાય) ખરેખર
અમૂર્તસ્વભાવવાળો છે; અને તેથી જ અશબ્દ છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો
હોવાથી લોકવ્યાપક છે; અયુતસિદ્ધ પ્રદેશવાળો હોવાથી અખંડ છે; સ્વભાવથી જ સર્વતઃ
વિસ્તૃત હોવાથી વિશાળ છે; નિશ્ચયનયે એકપ્રદેશી હોવા છતાં વ્યવહારનયે અસંખ્યાતપ્રદેશી
છે. ૮૩.
૧. યુતસિદ્ધ = જોડાયેલ; સંયોગસિદ્ધ. [ધર્માસ્તિકાયને વિષે જુદા જુદા પ્રદેશોનો સંયોગ થયેલો છે એમ
નથી, તેથી તેમાં વચ્ચે વ્યવધાનઅંતરઅવકાશ નથી; માટે ધર્માસ્તિકાય અખંડ છે.]
૨. એકપ્રદેશી = અવિભાજ્ય-એકક્ષેત્રવાળો. (નિશ્ચયનયે ધર્માસ્તિકાય અવિભાજ્ય-એકપદાર્થ હોવાથી
અવિભાજ્ય-એકક્ષેત્રવાળો છે.)

Page 128 of 256
PDF/HTML Page 168 of 296
single page version

૧૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिच्चं
गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकज्जं ।।८४।।
अगुरुकलघुकैः सदा तैः अनन्तैः परिणतः नित्यः
गतिक्रियायुक्तानां कारणभूतः स्वयमकार्यः ।।८४।।
धर्मस्यैवावशिष्टस्वरूपाख्यानमेतत
अपि च धर्मः अगुरुलघुभिर्गुणैरगुरुलघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबन्धन-
स्य स्वभावस्याविभागपरिच्छेदैः प्रतिसमयसम्भवत्षट्स्थानपतितवृद्धिहानिभिरनन्तैः सदा
परिणतत्वादुत्पादव्ययवत्त्वेऽपि स्वरूपादप्रच्यवनान्नित्यः
गतिक्रियापरिणतानामुदासीनाविना-
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે,
છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિતને હેતુ છે. ૮૪.
અન્વયાર્થ[ अनन्तैः तैः अगुरुक लघुकैः ] તે (ધર્માસ્તિકાય) અનંત એવા જે
અગુરુલઘુ (ગુણો, અંશો) તે-રૂપે [ सदा परिणतः ] સદા પરિણમે છે, [ नित्यः ] નિત્ય છે,
[ गतिक्रियायुक्तानां ] ગતિક્રિયાયુક્તને [ कारणभूतः ] કારણભૂત (નિમિત્તરૂપ) છે અને [ स्वयम्
अकार्यः ] પોતે અકાર્ય છે.
ટીકાઆ, ધર્મના જ બાકીના સ્વરૂપનું કથન છે.
વળી ધર્મ (ધર્માસ્તિકાય) અગુરુલઘુ ગુણોરૂપે એટલે કે અગુરુલઘુત્વ
નામનો જે સ્વરૂપપ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પરિચ્છેદોરૂપેકે
જેઓ પ્રતિસમય થતી ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિવાળા અનંત છે તેમના રૂપેસદા
પરિણમતો હોવાથી ઉત્પાદવ્યયવાળો છે, તોપણ સ્વરૂપથી ચ્યુત નહિ થતો હોવાથી નિત્ય
છે; ગતિક્રિયાપરિણતને (
ગતિક્રિયારૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને) ઉદાસીન
૧. ગુણ = અંશ; અવિભાગ પરિચ્છેદ. [સર્વ દ્રવ્યોની માફક ધર્માસ્તિકાયમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ
છે. તે સ્વભાવ ધર્માસ્તિકાયને સ્વરૂપપ્રતિષ્ઠત્વના (અર્થાત્ સ્વરૂપમાં રહેવાના) કારણભૂત છે. તેના
અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુલઘુ ગુણો (-અંશો) કહ્યા છે.]
૨. ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિ = છ સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિહાનિ; ષટ્ગુણ વૃદ્ધિહાનિ.
[અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે ષટ્ગુણ વૃદ્ધિહાનિ થયા કરે છે.]
૩. જેમ સિદ્ધભગવાન, ઉદાસીન હોવા છતાં, સિદ્ધગુણોના અનુરાગરૂપે પરિણમતા ભવ્ય જીવોને
સિદ્ધગતિના સહકારી કારણભૂત છે, તેમ ધર્મ પણ, ઉદાસીન હોવા છતાં, પોતપોતાના ભાવોથી
જ ગતિરૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને ગતિનું સહકારી કારણ છે.

Page 129 of 256
PDF/HTML Page 169 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૨૯
भूतसहायमात्रत्वात्कारणभूतः स्वास्तित्वमात्रनिर्वृत्तत्वात् स्वयमकार्य इति ।।८४।।
उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए
तह जीवपोग्गलाणं धम्मं दव्वं वियाणाहि ।।८५।।
उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके
तथा जीवपुद्गलानां धर्मद्रव्यं विजानीहि ।।८५।।
धर्मस्य गतिहेतुत्वे द्रष्टान्तोऽयम्
यथोदकं स्वयमगच्छदगमयच्च स्वयमेव गच्छतां मत्स्यानामुदासीनाविनाभूत-
सहायकारणमात्रत्वेन गमनमनुगृह्णाति, तथा धर्मोऽपि स्वयमगच्छन् अगमयंश्च स्वयमेव
*અવિનાભાવી સહાયમાત્ર હોવાથી (ગતિક્રિયાપરિણતને) કારણભૂત છે; પોતાના
અસ્તિત્વમાત્રથી નિષ્પન્ન હોવાને લીધે પોતે અકાર્ય છે (અર્થાત્ સ્વયંસિદ્ધ હોવાને લીધે
કોઈ અન્યથી ઉત્પન્ન થયો નથી તેથી કોઈ અન્ય કારણના કાર્યરૂપ નથી). ૮૪.
જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં,
ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. ૮૫.
અન્વયાર્થ[ यथा ] જેમ [ लोके ] જગતમાં [ उदकं ] પાણી [ मत्स्यानां ]
માછલાંઓને [ गमनानुग्रहकरं भवति ] ગમનમાં અનુગ્રહ કરે છે, [ तथा ] તેમ [ धर्मद्रव्यं ]
ધર્મદ્રવ્ય [ जीवपुद्गलानां ] જીવ-પુદ્ગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (નિમિત્તભૂત હોય
છે) એમ [ विजानीहि ] જાણો.
ટીકાઆ, ધર્મના ગતિહેતુત્વ વિષે દ્રષ્ટાંત છે.
જેમ પાણી પોતે ગમન નહિ કરતું થકું અને (પરને) ગમન નહિ કરાવતું થકું,
સ્વયમેવ ગમન કરતાં માછલાંઓને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે
*જો કોઈ એક, કોઈ બીજા વિના ન હોય, તો પહેલાને બીજાનું અવિનાભાવી કહેવામાં આવે
છે. અહીં ધર્મદ્રવ્યને ‘ગતિક્રિયાપરિણતનું અવિનાભાવી સહાયમાત્ર’ કહ્યું છે તેનો અર્થ એ છે કે
ગતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલો ન હોય ત્યાં ધર્મદ્રવ્ય તેમને સહાયમાત્રરૂપ પણ નથી; જીવ-પુદ્ગલો
સ્વયં ગતિક્રિયારૂપે પરિણમતાં હોય તો જ ધર્મદ્રવ્ય તેમને ઉદાસીન સહાયમાત્રરૂપ (નિમિત્તમાત્રરૂપ)
છે, અન્યથા નહિ.
પં. ૧૭

Page 130 of 256
PDF/HTML Page 170 of 296
single page version

૧૩૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गच्छतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन गमनमनुगृह्णाति इति ।।८५।।
जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं
ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ।।८६।।
यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यम्
स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ।।८६।।
अधर्मस्वरूपाख्यानमेतत
यथा धर्मः प्रज्ञापितस्तथाधर्मोऽपि प्रज्ञापनीयः अयं तु विशेषः
गतिक्रियायुक्तानामुदकवत्कारणभूतः, एषः पुनः स्थितिक्रियायुक्तानां पृथिवीवत्कारणभूतः
ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મ (ધર્માસ્તિકાય) પણ પોતે ગમન નહિ કરતો થકો અને
(પરને) ગમન નહિ કરાવતો થકો, સ્વયમેવ ગમન કરતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન
અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં *અનુગ્રહ કરે છે. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે;
પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬.
અન્વયાર્થ[ यथा ] જેમ [ धर्मद्रव्यं भवति ] ધર્મદ્રવ્ય છે [ तथा ] તેમ [ अधर्माख्यम्
द्रव्यम् ] અધર્મ નામનું દ્રવ્ય પણ [ जानीहि ] જાણો; [ तत् तु ] પરંતુ તે (ગતિક્રિયા-
યુક્તને કારણભૂત હોવાને બદલે) [ स्थितिक्रियायुक्तानाम् ] સ્થિતિક્રિયાયુક્તને [ पृथिवी इव ]
પૃથ્વીની માફક [ कारणभूतम् ] કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને
નિમિત્તભૂત છે).
ટીકાઆ, અધર્મના સ્વરૂપનું કથન છે.
જેમ ધર્મનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું, તેમ અધર્મનું પણ પ્રજ્ઞાપન કરવાયોગ્ય છે.
પરંતુ આ (નીચે પ્રમાણે) તફાવત છેઃ પેલો (ધર્માસ્તિકાય) ગતિક્રિયાયુક્તને પાણીની
માફક કારણભૂત છે અને આ (અધર્માસ્તિકાય) સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક
કારણભૂત છે. જેમ પૃથ્વી પોતે પહેલેથી જ સ્થિતિરૂપે (સ્થિર) વર્તતી થકી અને પરને
*ગમનમાં અનુગ્રહ કરવો એટલે ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ (નિમિત્તરૂપ) કારણ-
માત્ર હોવું.

Page 131 of 256
PDF/HTML Page 171 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૧
यथा पृथिवी स्वयं पूर्वमेव तिष्ठन्ती परमस्थापयन्ती च स्वयमेव तिष्ठतामश्वादीनामुदासीना-
विनाभूतसहायकारणमात्रत्वेन स्थितिमनुगृह्णाति, तथाऽधर्मोऽपि स्वयं पूर्वमेव तिष्ठन्
परमस्थापयंश्च स्वयमेव तिष्ठतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन स्थिति-
मनुगृह्णातीति
।।८६।।
जादो अलोगलोगो जेसिं सब्भावदो य गमणठिदी
दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ।।८७।।
जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थिती
द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ।।८७।।
धर्माधर्मसद्भावे हेतूपन्यासोऽयम्
धर्माधर्मौ विद्येते लोकालोकविभागान्यथानुपपत्तेः जीवादिसर्वपदार्थानामेकत्र
સ્થિતિ (સ્થિરતા) નહિ કરાવતી થકી, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતા અશ્વાદિકને
ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે, તેમ અધર્મ
(
અધર્માસ્તિકાય) પણ પોતે પહેલેથી જ સ્થિતિરૂપે વર્તતો થકો અને પરને સ્થિતિ નહિ
કરાવતો થકો, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન અવિનાભાવી
સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે. ૮૬.
ધર્માધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને;
તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
અન્વયાર્થઃ[ गमनस्थिती ] (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ [ च ] તથા [ अलोक-
लोकं ] અલોક ને લોકનો વિભાગ, [ ययोः सद्भावतः ] તે બે દ્રવ્યોના સદ્ભાવથી [ जातम् ]
થાય છે. [ च ] વળી [ द्वौ अपि ] તે બંને [ विभक्तौ ] વિભક્ત, [ अविभक्तौ ] અવિભક્ત
[ च ] અને [ लोकमात्रौ ] લોકપ્રમાણ [ मतौ ] કહેવામાં આવ્યાં છે.
ટીકાઃઆ, ધર્મ અને અધર્મના સદ્ભાવની સિદ્ધિ માટે હેતુ દર્શાવવામાં
આવ્યો છે.
ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, કારણ કે લોક અને અલોકનો વિભાગ અન્યથા
બની શકે નહિ. જીવાદિ સર્વ પદાર્થોના એકત્ર-અસ્તિત્વરૂપ લોક છે; શુદ્ધ એક આકાશના

Page 132 of 256
PDF/HTML Page 172 of 296
single page version

૧૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
वृत्तिरूपो लोकः शुद्धैकाकाशवृत्तिरूपोऽलोकः तत्र जीवपुद्गलौ स्वरसत एव
गतितत्पूर्वस्थितिपरिणामापन्नौ तयोर्यदि गतिपरिणामं तत्पूर्वस्थितिपरिणामं वा स्वय-
मनुभवतोर्बहिरङ्गहेतू धर्माधर्मौ न भवेताम्, तदा तयोर्निरर्गलगतिस्थितिपरिणामत्वादलोकेऽपि
वृत्तिः केन वार्येत
ततो न लोकालोकविभागः सिध्येत धर्माधर्मयोस्तु जीव-
पुद्गलयोर्गतितत्पूर्वस्थित्योर्बहिरङ्गहेतुत्वेन सद्भावेऽभ्युपगम्यमाने लोकालोकविभागो जायत
इति
किञ्च धर्माधर्मौ द्वावपि परस्परं पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वाद्विभक्तौ एक-
क्षेत्रावगाढत्वादविभक्तौ निष्क्रियत्वेन सकललोकवर्तिनोर्जीवपुद्गलयोर्गतिस्थित्युपग्रहकरणा-
ल्लोकमात्राविति ।।८७।।
ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स
हवदि गदिस्स य पसरो जीवाणं पोग्गलाणं च ।।८८।।
અસ્તિત્વરૂપ અલોક છે. ત્યાં, જીવ અને પુદ્ગલ સ્વરસથી જ (સ્વભાવથી જ)
ગતિપરિણામને તથા ગતિપૂર્વક સ્થિતિપરિણામને પ્રાપ્ત હોય છે. જો ગતિપરિણામ અથવા
ગતિપૂર્વક સ્થિતિપરિણામને સ્વયં અનુભવતાં એવાં તે જીવ-પુદ્ગલને બહિરંગ હેતુઓ ધર્મ
અને અધર્મ ન હોય, તો જીવ-પુદ્ગલને
*નિરર્ગળ ગતિપરિણામ અને સ્થિતિપરિણામ
થવાથી અલોકમાં પણ તેમનું (જીવ-પુદ્ગલનું) હોવું કોનાથી વારી શકાય? (કોઈથી ન
જ વારી શકાય.) તેથી લોક અને અલોકનો વિભાગ સિદ્ધ ન થાય. પરંતુ જો જીવ-
પુદ્ગલની ગતિના અને ગતિપૂર્વક સ્થિતિના બહિરંગ હેતુઓ તરીકે ધર્મ અને અધર્મનો
સદ્ભાવ સ્વીકારવામાં આવે તો લોક અને અલોકનો વિભાગ (સિદ્ધ) થાય છે. (માટે
ધર્મ અને અધર્મ વિદ્યમાન છે.) વળી (તેમના વિષે વિશેષ હકીકત એ છે કે), ધર્મ
અને અધર્મ બંને પરસ્પર પૃથગ્ભૂત અસ્તિત્વથી નિષ્પન્ન હોવાથી વિભક્ત (ભિન્ન) છે;
એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત (અભિન્ન) છે; સમસ્ત લોકમાં વર્તનારાં જીવ-
પુદ્ગલને ગતિસ્થિતિમાં નિષ્ક્રિયપણે અનુગ્રહ કરતા હોવાથી (નિમિત્તરૂપ થતા હોવાથી)
લોકપ્રમાણ છે. ૮૭.
ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતો પરદ્રવ્યને;
જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણો ઉદાસીન હેતુ છે. ૮૮.
*
નિરર્ગળ=નિરંકુશ; અમર્યાદ.

Page 133 of 256
PDF/HTML Page 173 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૩
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य
भवति गतेः सः प्रसरो जीवानां पुद्गलानां च ।।८८।।
धर्माधर्मयोर्गतिस्थितिहेतुत्वेऽप्यत्यन्तौदासीन्याख्यापनमेतत
यथा हि गतिपरिणतः प्रभञ्जनो वैजयन्तीनां गतिपरिणामस्य हेतुकर्ता-
ऽवलोक्यते, न तथा धर्मः स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपरिणाममेवा-
पद्यते कुतोऽस्य सहकारित्वेन परेषां गतिपरिणामस्य हेतुकर्तृत्वम् किन्तु सलिल-
અન્વયાર્થઃ[ धर्मास्तिकः ] ધર્માસ્તિકાય [ न गच्छति ] ગમન કરતો નથી [ च ]
અને [ अन्यद्रव्यस्य ] અન્ય દ્રવ્યને [ गमनं न करोति ] ગમન કરાવતો નથી; [ सः ] તે,
[ जीवानां पुद्गलानां च ] જીવો તથા પુદ્ગલોને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી)
[ गतेः प्रसरः ] ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત)
[ भवति ] છે.
ટીકાઃધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના હેતુઓ હોવા છતાં તેઓ અત્યંત
ઉદાસીન છે એમ અહીં કથન છે.
જેવી રીતે ગતિપરિણત પવન ધજાઓના ગતિપરિણામનો હેતુકર્તા જોવામાં આવે
છે, તેવી રીતે ધર્મ (જીવ-પુદ્ગલોના ગતિપરિણામનો હેતુકર્તા) નથી. તે (ધર્મ) ખરેખર
નિષ્ક્રિય હોવાથી ક્યારેય ગતિપરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહકારી
તરીકે પરના ગતિપરિણામનું હેતુકર્તાપણું ક્યાંથી હોય? (ન જ હોય.) પરંતુ જેવી રીતે
*સહકારી = સાથે કાર્ય કરનાર અર્થાત્ સાથે ગતિ કરનાર. [ધજાની સાથે પવન પણ ગતિ કરતો
હોવાથી અહીં પવનને (ધજાના) સહકારી તરીકે હેતુકર્તા કહ્યો છે; અને જીવ-પુદ્ગલોની સાથે
ધર્માસ્તિકાય ગમન નહિ કરતાં (અર્થાત્ સહકારી નહિ બનતાં), માત્ર તેમને (ગતિમાં) આશ્રયરૂપ
કારણ બનતો હોવાથી ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહ્યો છે. પવનને હેતુકર્તા કહ્યો તેનો એવો
અર્થ કદી ન સમજવો કે પવન ધજાઓના ગતિપરિણામને કરાવતો હશે. ઉદાસીન નિમિત્ત હો
કે હેતુકર્તા હો
બંને પરમાં અકિંચિત્કર છે. તેમનામાં માત્ર ઉપર કહ્યો તેટલો જ તફાવત છે.
હવે પછીની ગાથાની ટીકામાં આચાર્યદેવ પોતે જ કહેશે કે ‘ખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો
પોતાના પરિણામોથી જ નિશ્ચયે ગતિસ્થિતિ કરે છે’. માટે ધજા, સવાર ઇત્યાદિ બધાંય, પોતાના
પરિણામોથી જ ગતિસ્થિતિ કરે છે, તેમાં ધર્મ તેમ જ પવન, તથા અધર્મ તેમ જ અશ્વ અવિશેષપણે
અકિંચિત્કર છે એમ નિર્ણય કરવો.
]

Page 134 of 256
PDF/HTML Page 174 of 296
single page version

૧૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मिव मत्स्यानां जीवपुद्गलानामाश्रयकारणमात्रत्वेनोदासीन एवासौ गतेः प्रसरो
भवति
अपि च यथा गतिपूर्वस्थितिपरिणतस्तुरङ्गोऽश्ववारस्य स्थितिपरिणामस्य
हेतुकर्तावलोक्यते, न तथाऽधर्मः स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपूर्व-
स्थितिपरिणाममेवापद्यते कुतोऽस्य सहस्थायित्वेन परेषां गतिपूर्वस्थितिपरिणामस्य
हेतुकर्तृत्वम् किन्तु पृथिवीवत्तुरङ्गस्य जीवपुद्गलानामाश्रयकारणमात्रत्वेनोदासीन एवासौ
गतिपूर्वस्थितेः प्रसरो भवतीति ।।८८।।
विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि
ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति ।।८९।।
પાણી માછલાંઓને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનું ઉદાસીન જ
પ્રસારનાર છે, તેવી રીતે ધર્મ જીવ-પુદ્ગલોને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ
તરીકે ગતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત) છે.
વળી (અધર્માસ્તિકાય વિષે પણ એમ છે કે)જેવી રીતે ગતિપૂર્વક-સ્થિતિપરિણત
અશ્વ સવારના (ગતિપૂર્વક) સ્થિતિપરિણામનો હેતુકર્તા જોવામાં આવે છે, તેવી રીતે અધર્મ
(જીવ-પુદ્ગલોના ગતિપૂર્વક સ્થિતિપરિણામનો હેતુકર્તા) નથી. તે (અધર્મ) ખરેખર નિષ્ક્રિય
હોવાથી ક્યારેય ગતિપૂર્વક સ્થિતિપરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના)
*સહસ્થાયી તરીકે પરના ગતિપૂર્વક સ્થિતિપરિણામનું હેતુકર્તાપણું ક્યાંથી હોય? (ન જ
હોય.) પરંતુ જેવી રીતે પૃથ્વી અશ્વને (ગતિપૂર્વક સ્થિતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ
તરીકે ગતિપૂર્વક સ્થિતિની ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે અધર્મ જીવ-પુદ્ગલોને
(
ગતિપૂર્વક સ્થિતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિનો ઉદાસીન
જ પ્રસારનાર (અર્થાત્ ગતિપૂર્વક-સ્થિતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત) છે. ૮૮.
રે! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે;
તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
*
સહસ્થાયી=સાથે સ્થિતિ (સ્થિરતા) કરનાર. [અશ્વ સવારની સાથે સ્થિતિ કરે છે, તેથી અહીં અશ્વને
સવારના સહસ્થાયી તરીકે સવારના સ્થિતિપરિણામનો હેતુકર્તા કહ્યો છે. અધર્માસ્તિકાય તો ગતિપૂર્વક
સ્થિતિને પામનારાં જીવ-પુદ્ગલોની સાથે સ્થિતિ કરતો નથી, પહેલેથી જ સ્થિત છે; આ રીતે તે
સહસ્થાયી નહિ હોવાથી જીવ-પુદ્ગલોના ગતિપૂર્વક સ્થિતિપરિણામનો હેતુકર્તા નથી.
]

Page 135 of 256
PDF/HTML Page 175 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૫
विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव सम्भवति
ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।।८९।।
धर्माधर्मयोरौदासीन्ये हेतूपन्यासोऽयम्
धर्मः किल न जीवपुद्गलानां कदाचिद्गतिहेतुत्वमभ्यस्यति, न कदाचित्स्थिति-
हेतुत्वमधर्मः तौ हि परेषां गतिस्थित्योर्यदि मुख्यहेतू स्यातां तदा येषां गतिस्तेषां
गतिरेव, न स्थितिः, येषां स्थितिस्तेषां स्थितिरेव, न गतिः तत एकेषामपि
गतिस्थितिदर्शनादनुमीयते न तौ तयोर्मुख्यहेतू कि न्तु व्यवहारनयव्यवस्थापितौ
उदासीनौ कथमेवं गतिस्थितिमतां पदार्थानां गतिस्थिती भवत इति चेत्, सर्वे
અન્વયાર્થઃ[ येषां गमनं विद्यते ] (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ
નથી, કારણ કે) જેમને ગતિ હોય છે [ तेषाम् एव पुनः स्थानं सम्भवति ] તેમને જ વળી
સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). [ ते तु ]
તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થો) તો [ स्वकपरिणामैः ] પોતાના પરિણામોથી [ गमनं स्थानं
च ] ગતિ અને સ્થિતિ [ कुर्वन्ति ] કરે છે.
ટીકાઃઆ, ધર્મ અને અધર્મના ઉદાસીનપણાની બાબતમાં હેતુ કહેવામાં
આવ્યો છે.
ખરેખર (નિશ્ચયથી) ધર્મ જીવ-પુદ્ગલોને કદી ગતિહેતુ થતો નથી, અધર્મ કદી
સ્થિતિહેતુ થતો નથી; કારણ કે તેઓ પરને ગતિસ્થિતિના જો મુખ્ય હેતુ (નિશ્ચયહેતુ)
થાય, તો જેમને ગતિ હોય તેમને ગતિ જ રહેવી જોઈએ, સ્થિતિ ન થવી
જોઈએ, અને જેમને સ્થિતિ હોય તેમને સ્થિતિ જ રહેવી જોઈએ, ગતિ ન થવી
જોઈએ. પરંતુ એકને જ (
તેના તે જ પદાર્થને) ગતિ અને સ્થિતિ થતી જોવામાં
આવે છે; તેથી અનુમાન થઈ શકે છે કે તેઓ (ધર્મ-અધર્મ) ગતિ-સ્થિતિના મુખ્ય
હેતુ નથી, પરંતુ વ્યવહારનયસ્થાપિત (વ્યવહારનય વડે સ્થાપવામાંકહેવામાં આવેલા)
ઉદાસીન હેતુ છે.
પ્રશ્નઃએ પ્રમાણે હોય તો ગતિસ્થિતિમાન પદાર્થોને ગતિસ્થિતિ કઈ રીતે થાય
છે?

Page 136 of 256
PDF/HTML Page 176 of 296
single page version

૧૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
हि गतिस्थितिमन्तः पदार्थाः स्वपरिणामैरेव निश्चयेन गतिस्थिती कुर्वन्तीति ।।८९।।
इति धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्
अथ आकाशद्रव्यास्तिकायव्याख्यानम्
सव्वेसिं जीवाणं सेसाणं तह य पोग्गलाणं च
जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ।।९०।।
सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च
यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशम् ।।९०।।
आकाशस्वरूपाख्यानमेतत
षड्द्रव्यात्मके लोके सर्वेषां शेषद्रव्याणां यत्समस्तावकाशनिमित्तं विशुद्धक्षेत्ररूपं
ઉત્તરઃખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચયે
ગતિસ્થિતિ કરે છે. ૮૯.
આ રીતે ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જે લોકમાં જીવ-પુદ્ગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦.
અન્વયાર્થઃ[ लोके ] લોકમાં [ जीवानाम् ] જીવોને [ च ] અને [ पुद्गलानाम् ]
પુદ્ગલોને [ तथा एव ] તેમ જ [ सर्वेषाम् शेषाणाम् ] બધાં બાકીનાં દ્રવ્યોને [ यद् ] જે [ अखिलं
विवरं ] સંપૂર્ણ અવકાશ [ ददाति ] આપે છે, [ तद् ] તે [ आकाशम् भवति ] આકાશ છે.
ટીકાઃઆ, આકાશના સ્વરૂપનું કથન છે.
ષટ્દ્રવ્યાત્મક લોકમાં *બધાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત છે,
*નિશ્ચયનયે નિત્યનિરંજન-જ્ઞાનમય પરમાનંદ જેમનું એક લક્ષણ છે એવા અનંતાનંત જીવો, તેમનાથી
અનંતગુણાં પુદ્ગલો, અસંખ્ય કાળાણુઓ અને અસંખ્યપ્રદેશી ધર્મ તથા અધર્મ
એ બધાંય દ્રવ્યો
વિશિષ્ટ અવગાહગુણ વડે લોકાકાશમાંજોકે તે લોકાકાશ માત્ર અસંખ્યપ્રદેશી જ છે તોપણ
અવકાશ મેળવે છે.

Page 137 of 256
PDF/HTML Page 177 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૭
तदाकाशमिति ।।९०।।
जीवा पोग्गलकाया धम्माधम्मा य लोगदो णण्णा
तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ।।९१।।
जीवाः पुद्गलकायाः धर्माधर्मौ च लोकतोऽनन्ये
ततोऽनन्यदन्यदाकाशमन्तव्यतिरिक्त म् ।।९१।।
लोकाद्बहिराकाशसूचनेयम्
जीवादीनि शेषद्रव्याण्यवधृतपरिमाणत्वाल्लोकादनन्यान्येव आकाशं त्वनन्तत्वाल्लोका-
दनन्यदन्यच्चेति ।।९१।।
आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि
उड्ढंगदिप्पधाणा सिद्धा चिट्ठंति किध तत्थ ।।९२।।
તે આકાશ છેકે જે (આકાશ) વિશુદ્ધક્ષેત્રરૂપ છે. ૯૦.
જીવ-પુદ્ગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧.
અન્વયાર્થઃ[ जीवाः पुद्गलकायाः धर्माधर्मौ च ] જીવો, પુદ્ગલકાયો, ધર્મ અને અધર્મ
(તેમ જ કાળ) [ लोकतः अनन्ये ] લોકથી અનન્ય છે; [ अन्तव्यतिरिक्तम् आकाशम् ] અંત રહિત
એવું આકાશ [ ततः ] તેનાથી (લોકથી) [ अनन्यत् अन्यत् ] અનન્ય તેમ જ અન્ય છે.
ટીકાઃઆ, લોકની બહાર (પણ) આકાશ હોવાની સૂચના છે.
જીવ વગેરે બાકીનાં દ્રવ્યો (આકાશ સિવાયનાં દ્રવ્યો) મર્યાદિત પરિમાણવાળાં
હોવાને લીધે લોકથી *અનન્ય જ છે; આકાશ તો અનંત હોવાને લીધે લોકથી અનન્ય તેમ
જ અન્ય છે. ૯૧.
અવકાશદાયક આભ ગતિ-થિતિહેતુતા પણ જો ધરે,
તો ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨.
*અહીં જોકે સામાન્યપણે પદાર્થોનું લોકથી અનન્યપણું કહ્યું છે તોપણ નિશ્ચયથી અમૂર્તપણું,
કેવળજ્ઞાનપણું, સહજપરમાનંદપણું, નિત્યનિરંજનપણું ઇત્યાદિ લક્ષણો વડે જીવોનું ઇતર દ્રવ્યોથી
અન્યપણું છે અને પોતપોતાનાં લક્ષણો વડે ઇતર દ્રવ્યોનું જીવોથી ભિન્નપણું છે એમ સમજવું.
પં. ૧૮

Page 138 of 256
PDF/HTML Page 178 of 296
single page version

૧૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि
ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र ।।९२।।
आकाशस्यावकाशैकहेतोर्गतिस्थितिहेतुत्वशङ्कायां दोषोपन्यासोऽयम्
यदि खल्वाकाशमवगाहिनामवगाहहेतुरिव गतिस्थितिमतां गतिस्थितिहेतुरपि स्यात्,
तदा सर्वोत्कृष्टस्वाभाविकोर्ध्वगतिपरिणता भगवंतः सिद्धा बहिरङ्गान्तरङ्गसाधनसामग््रयां
सत्यामपि कुतस्तत्राकाशे तिष्ठन्ति इति ।।९२।।
जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं
तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति ।।९३।।
यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम्
तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ।।९३।।
અન્વયાર્થઃ[ यदि आकाशम् ] જો આકાશ [ गमनस्थितिकारणाभ्याम् ] ગતિ-
સ્થિતિનાં કારણ સહિત [ अवकाशं ददाति ] અવકાશ આપતું હોય (અર્થાત્ જો આકાશ
અવકાશહેતુ પણ હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તો [ ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः ]
ઊર્ધ્વગતિપ્રધાન સિદ્ધો [ तत्र ] તેમાં (આકાશમાં) [ कथम् ] કેમ [ तिष्ठन्ति ] સ્થિર હોય?
(આગળ ગમન કેમ ન કરે?)
ટીકાઃજે કેવળ અવકાશનો જ હેતુ છે એવું જે આકાશ તેને વિષે ગતિસ્થિતિ-
હેતુત્વ (પણ) હોવાની શંકા કરવામાં આવે તો દોષ આવે છે તેનું આ કથન છે.
જો આકાશ, જેમ તે *અવગાહવાળાઓને અવગાહહેતુ છે તેમ, ગતિસ્થિતિ-
વાળાઓને ગતિ-સ્થિતિહેતુ પણ હોય, તો સર્વોત્કૃષ્ટ સ્વાભાવિક ઊર્ધ્વગતિએ પરિણત
સિદ્ધભગવંતો, બહિરંગ-અંતરંગ સાધનરૂપ સામગ્રી હોવા છતાં પણ, કેમ (
કયા કારણે)
તેમાંઆકાશમાંસ્થિર હોય? ૯૨.
ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી,
તે કારણે જાણોગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩.
અન્વયાર્થઃ[ यस्मात् ] જેથી [ जिनवरैः ] જિનવરોએ [ सिद्धानाम् ] સિદ્ધોની
*
અવગાહ=લીન થવું તે; મજ્જિત થવું તે; અવકાશ પામવો તે.

Page 139 of 256
PDF/HTML Page 179 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૯
स्थितिपक्षोपन्यासोऽयम्
यतो गत्वा भगवन्तः सिद्धाः लोकोपर्यवतिष्ठन्ते, ततो गतिस्थितिहेतुत्वमाकाशे
नास्तीति निश्चेतव्यम् लोकालोकावच्छेदकौ धर्माधर्मावेव गतिस्थितिहेतू मन्तव्याविति ।।९३।।
जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं
पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्ढी ।।९४।।
यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम्
प्रसजत्यलोकहानिर्लोकस्य चान्तपरिवृद्धिः ।।९४।।
आकाशस्य गतिस्थितिहेतुत्वाभावे हेतूपन्यासोऽयम्
नाकाशं गतिस्थितिहेतुः लोकालोकसीमव्यवस्थायास्तथोपपत्तेः यदि गति-
[ उपरिस्थानं ] લોકના ઉપર સ્થિતિ [ प्रज्ञप्तम् ] કહી છે, [ तस्मात् ] તેથી [ गमनस्थानम् आकाशे
न अस्ति ] ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત્ ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે
નથી) [ इति जानीहि ] એમ જાણો.
ટીકાઃ(ગતિપક્ષ સંબંધી કથન કર્યા પછી) આ, સ્થિતિપક્ષ સંબંધી કથન છે.
જેથી સિદ્ધભગવંતો ગમન કરીને લોકના ઉપર સ્થિર થાય છે (અર્થાત્ લોકના ઉપર
ગતિપૂર્વક સ્થિતિ કરે છે), તેથી ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી એમ નિશ્ચય કરવો;
લોક અને અલોકનો વિભાગ કરનારા ધર્મ તથા અધર્મને જ ગતિ તથા સ્થિતિના હેતુ
માનવા. ૯૩.
નભ હોય જો ગતિહેતુ ને સ્થિતિહેતુ પુદ્ગલ-જીવને,
તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
અન્વયાર્થઃ[ यदि ] જો [ आकाशं ] આકાશ [ तेषाम् ] જીવ-પુદ્ગલોને [ गमन-
हेतुः ] ગતિહેતુ અને [ स्थानकारणं ] સ્થિતિહેતુ [ भवति ] હોય તો [ अलोकहानिः ] અલોકની
હાનિનો [ च ] અને [ लोकस्य अन्तपरिवृद्धिः ] લોકના અંતની વૃદ્ધિનો [ प्रसजति ] પ્રસંગ આવે.
ટીકાઃઅહીં, આકાશને ગતિસ્થિતિહેતુત્વનો અભાવ હોવા વિષે હેતુ રજૂ
કરવામાં આવ્યો છે.
આકાશ ગતિ-સ્થિતિનો હેતુ નથી, કારણ કે લોક અને અલોકની સીમાની વ્યવસ્થા

Page 140 of 256
PDF/HTML Page 180 of 296
single page version

૧૪૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्थित्योराकाशमेव निमित्तमिष्येत्, तदा तस्य सर्वत्र सद्भावाज्जीवपुद्गलानां गतिस्थित्यो-
र्निःसीमत्वात्प्रतिक्षणमलोको हीयते, पूर्वं पूर्वं व्यवस्थाप्यमानश्चान्तो लोकस्योत्तरोत्तरपरिवृद्धया
विघटते
ततो न तत्र तद्धेतुरिति ।।९४।।
तम्हा धम्माधम्मा गमणट्ठिदिकारणाणि णागासं
इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणंताणं ।।९५।।
तस्माद्धर्माधर्मौ गमनस्थितिकारणे नाकाशम्
इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम् ।।९५।।
आकाशस्य गतिस्थितिहेतुत्वनिरासव्याख्योपसंहारोऽयम्
धर्माधर्मावेव गतिस्थितिकारणे नाकाशमिति ।।९५।।
धम्माधम्मागासा अपुधब्भूदा समाणपरिमाणा
पुधगुवलद्धिविसेसा करेंति एगत्तमण्णत्तं ।।९६।।
એ રીતે જ બની શકે છે. જો આકાશને જ ગતિ-સ્થિતિનું નિમિત્ત માનવામાં આવે, તો
આકાશનો સદ્ભાવ સર્વત્ર હોવાને લીધે જીવ-પુદ્ગલોની ગતિસ્થિતિની કોઈ સીમા નહિ
રહેવાથી પ્રતિક્ષણ અલોકની હાનિ થાય અને પહેલાં પહેલાં વ્યવસ્થાપિત થયેલો લોકનો અંત
ઉત્તરોત્તર વૃદ્ધિને પામવાથી લોકનો અંત જ તૂટી પડે (અર્થાત્ પહેલાં પહેલાં નિશ્ચિત થયેલો
લોકનો અંત પછી પછી આગળ વધતો જવાથી લોકનો અંત જ બની શકે નહિ). માટે
આકાશને વિષે ગતિ-સ્થિતિનો હેતુ નથી. ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં;
ભાખ્યું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫.
અન્વયાર્થઃ[ तस्मात् ] તેથી [ गमनस्थितिकारणे ] ગતિ અને સ્થિતિનાં કારણ
[ धर्माधर्मौ ] ધર્મ અને અધર્મ છે, [ न आकाशम् ] આકાશ નહિ. [ इति ] આમ [ लोकस्वभावं
शृण्वताम् ] લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે [ जिनवरैः भणितम् ] જિનવરોએ કહ્યું છે.
ટીકાઃઆ, આકાશને ગતિસ્થિતિહેતુત્વ હોવાના ખંડન સંબંધી કથનનો ઉપસંહાર છે.
ધર્મ અને અધર્મ જ ગતિ અને સ્થિતિનાં કારણ છે, આકાશ નહિ. ૯૫.
ધર્માધરમ-નભને સમાનપ્રમાણયુત અપૃથક્ત્વથી,
વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬.