Panchastikay Sangrah (Gujarati). Gatha: 63-79 ; Pudgaldravyastikay Vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 15

 

Page 101 of 256
PDF/HTML Page 141 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૧
करणत्वः, स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकान्तरमपेक्षते अतः कर्मणः
कर्तुर्नास्ति जीवः कर्ता, जीवस्य कर्तुर्नास्ति कर्म कर्तृ निश्चयेनेति ।।६२।।
પોતાને દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલો અને (૬) ધારી રાખવામાં
આવતા ભાવપર્યાયનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવો
સ્વયમેવ
ષટ્કારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી.
માટે નિશ્ચયથી કર્મરૂપ કર્તાને જીવ કર્તા નથી અને જીવરૂપ કર્તાને કર્મ કર્તા
નથી. (જ્યાં કર્મ કર્તા છે ત્યાં જીવ કર્તા નથી અને જ્યાં જીવ કર્તા છે ત્યાં કર્મ
કર્તા નથી.)
ભાવાર્થ(૧) પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુદ્ગલ પોતે જ
કર્તા છે; (૨) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પુદ્ગલ પોતે જ કરણ
છે; (૩) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું
પહોંચતું હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે, અથવા દ્રવ્યકર્મથી
પોતે અભિન્ન હોવાથી પુદ્ગલ પોતે જ કર્મ (કાર્ય) છે; (૪) પોતાનામાંથી પૂર્વ
પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી અને પુદ્ગલદ્રવ્યરૂપે ધ્રુવ
રહેતું હોવાથી પુદ્ગલ પોતે જ અપાદાન છે; (૫) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ દેતું
હોવાથી પુદ્ગલ પોતે જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત
્ પોતાના આધારે દ્રવ્યકર્મ
કરતું હોવાથી પુદ્ગલ પોતે જ અધિકરણ છે.
એ જ પ્રમાણે (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ
કર્તા છે; (૨) પોતે જીવભાવરૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કરણ
છે; (૩) જીવભાવને પ્રાપ્ત કરતો
પહોંચતો હોવાથી જીવભાવ કર્મ છે, અથવા
જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે; (૪) પોતાનામાંથી પૂર્વ
ભાવનો વ્યય કરીને (નવીન) જીવભાવ કરતો હોવાથી અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહેતો
હોવાથી જીવ પોતે જ અપાદાન છે; (૫) પોતાને જીવભાવ દેતો હોવાથી જીવ પોતે
જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત
્ પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ
પોતે જ અધિકરણ છે.
આ રીતે, પુદ્ગલની કર્મોદયાદિરૂપે કે કર્મબંધાદિરૂપે પરિણમવાની ક્રિયાને વિષે
ખરેખર પુદ્ગલ જ સ્વયમેવ છ કારકરૂપે વર્તતું હોવાથી તેને અન્ય કારકોની અપેક્ષા
નથી તથા જીવની ઔદયિકાદિ ભાવરૂપે પરિણમવાની ક્રિયાને વિષે ખરેખર જીવ જ
સ્વયમેવ છ કારકરૂપે વર્તતો હોવાથી તેને અન્ય કારકોની અપેક્ષા નથી. પુદ્ગલની અને

Page 102 of 256
PDF/HTML Page 142 of 296
single page version

૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं
किध तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ।।६३।।
कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम्
कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलम् ।।६३।।
कर्मजीवयोरन्योन्याकर्तृत्वेऽन्यदत्तफलान्योपभोगलक्षणदूषणपुरःसरः पूर्वपक्षो-
ऽयम् ।।६३।।
જીવની ઉપરોક્ત ક્રિયાઓ એક જ કાળે વર્તતી હોવા છતાં પણ પૌદ્ગલિક ક્રિયાને વિષે
વર્તતાં પુદ્ગલનાં છ કારકો જીવકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે તથા
જીવભાવરૂપ ક્રિયાને વિષે વર્તતાં જીવનાં છ કારકો પુદ્ગલકારકોથી તદ્દન ભિન્ન અને
નિરપેક્ષ છે. ખરેખર કોઈ દ્રવ્યનાં કારકોને કોઈ અન્ય દ્રવ્યનાં કારકોની અપેક્ષા હોતી
નથી. ૬૨.
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને,
ક્યમ કર્મ ફળ દે જીવને? ક્યમ જીવ તે ફળ ભોગવે? ૬૩.
અન્વયાર્થ[ यदि ] જો [ कर्म ] કર્મ [ कर्म करोति ] કર્મને કરે અને [ सः आत्मा ]
આત્મા [ आत्मानम् करोति ] આત્માને કરે તો [ कर्म ] કર્મ [ फलम् कथं ददाति ] આત્માને
ફળ કેમ આપે [ च ] અને [ आत्मा ] આત્મા [ तस्य फलं भुङ्क्ते ] તેનું ફળ કેમ ભોગવે?
ટીકાજો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું હોય, તો ‘અન્યે દીધેલું ફળ
અન્ય ભોગવે’ એવો પ્રસંગ આવે;આવો દોષ બતાવીને અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં
આવ્યો છે.
ભાવાર્થશાસ્ત્રોમાં કહ્યું છે કે (પૌદ્ગલિક) કર્મ જીવને ફળ આપે છે અને
જીવ (પૌદ્ગલિક) કર્મનું ફળ ભોગવે છે. હવે જો જીવ કર્મને કરતો જ ન હોય તો
જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ કેમ આપે અને જીવ પોતાથી નહિ કરાયેલા કર્મના
ફળને કેમ ભોગવે ? જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ આપે અને જીવ તે ફળ
ભોગવે એ કોઈ રીતે ન્યાયયુક્ત નથી. આ રીતે, ‘કર્મ કર્મને જ કરે છે અને આત્મા
આત્માને જ કરે છે’ એ વાતમાં પૂર્વોક્ત દોષ આવતો હોવાથી એ વાત ઘટતી નથી

Page 103 of 256
PDF/HTML Page 143 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૩
अथ सिद्धांतसूत्राणि
ओगाढगाढणिचिदो पोग्गलकाएहिं सव्वदो लोगो
सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ।।६४।।
अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः
सूक्ष्मैर्बादरैश्चानन्तानन्तैर्विविधैः ।।६४।।
कर्मयोग्यपुद्गला अञ्जनचूर्णपूर्णसमुद्गकन्यायेन सर्वलोकव्यापित्वाद्यत्रात्मा तत्रानानीता
एवावतिष्ठन्त इत्यत्रौक्त म् ।।६४।।
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावेहिं
गच्छंति कम्मभावं अण्णण्णोगाहमवगाढा ।।६५।।
એમ અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ૬૩.
હવે સિદ્ધાંતસૂત્રો છે (અર્થાત્ હવે ૬૩મી ગાથામાં કહેલા પૂર્વપક્ષના નિરાકરણ-
પૂર્વક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી ગાથાઓ કહેવામાં આવે છે).
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
અન્વયાર્થ[ लोकः ] લોક [ सर्वतः ] સર્વતઃ [ विविधैः ] વિવિધ પ્રકારના,
[ अनन्तानन्तैः ] અનંતાનંત [ सूक्ष्मैः बादरैः च ] સૂક્ષ્મ તેમ જ બાદર [ पुद्गलकायैः ] પુદ્ગલકાયો
(પુદ્ગલસ્કંધો) વડે [ अवगाढगाढनिचितः ] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
ટીકાઅહીં એમ કહ્યું છે કેકર્મયોગ્ય પુદ્ગલો (કાર્માણવર્ગણારૂપ પુદ્ગલ-
સ્કંધો) અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં
વ્યાપેલાં છે; તેથી જ્યાં આત્મા છે ત્યાં, વિના-લાવ્યે જ (ક્યાંયથી લાવવામાં આવ્યા
વિના જ), તેઓ રહેલાં છે. ૬૪.
આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી
કર્મત્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫.
*આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮મી છે.

Page 104 of 256
PDF/HTML Page 144 of 296
single page version

૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः
गच्छन्ति कर्मभावमन्योन्यावगाहावगाढाः ।।६५।।
अन्याकृतकर्मसम्भूतिप्रकारोक्ति रियम्
आत्मा हि संसारावस्थायां पारिणामिकचैतन्यस्वभावमपरित्यजन्नेवानादिबन्धन-
बद्धत्वादनादिमोहरागद्वेषस्निग्धैरविशुद्धैरेव भावैर्विवर्तते स खलु यत्र यदा मोहरूपं
रागरूपं द्वेषरूपं वा स्वस्य भावमारभते, तत्र तदा तमेव निमित्तीकृत्य जीवप्रदेशेषु
परस्परावगाहेनानुप्रविष्टाः स्वभावैरेव पुद्गलाः कर्मभावमापद्यन्त इति
।।६५।।
અન્વયાર્થ[ आत्मा ] આત્મા [ स्वभावं ] (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને
[ करोति ] કરે છે; [ तत्र गताः पुद्गलाः ] (ત્યારે) ત્યાં રહેલાં પુદ્ગલો [ स्वभावैः ] પોતાના
ભાવોથી [ अन्योन्यावगाहावगाढाः ] જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે
પ્રવેશ્યાં થકાં [ कर्मभावम् गच्छन्ति ] કર્મભાવને પામે છે.
ટીકાઅન્ય વડે કરવામાં આવ્યા વિના કર્મની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું
આ કથન છે.
આત્મા ખરેખર સંસાર-અવસ્થામાં પારિણામિક ચૈતન્યસ્વભાવને છોડ્યા વિના જ
અનાદિ બંધન વડે બદ્ધ હોવાથી અનાદિ મોહરાગદ્વેષ વડે *સ્નિગ્ધ એવા અવિશુદ્ધ
ભાવોરૂપે જ વિવર્તન પામે છે (પરિણમે છે). તે (સંસારસ્થ આત્મા) ખરેખર જ્યાં
અને જ્યારે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ એવા પોતાના ભાવને કરે છે, ત્યાં અને ત્યારે
તે જ ભાવને નિમિત્ત કરીને પુદ્ગલો પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં
(
વિશિષ્ટતાપૂર્વક) પરસ્પર અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કર્મભાવને પામે છે.
ભાવાર્થઆત્મા જે ક્ષેત્રે અને જે કાળે અશુદ્ધ ભાવે પરિણમે છે, તે જ ક્ષેત્રે
રહેલા કાર્માણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધો તે જ કાળે સ્વયં પોતાના ભાવોથી જ જીવના
પ્રદેશોમાં ખાસ પ્રકારે પરસ્પર-અવગાહરૂપે પ્રવેશ્યા થકા કર્મપણાને પામે છે.
આ રીતે, જીવથી કરાયા વિના જ પુદ્ગલો સ્વયં કર્મપણે પરિણમે છે. ૬૫.
*
સ્નિગ્ધ = ચીકણા; ચીકાશવાળા. (મોહરાગદ્વેષ કર્મબંધના નિમિત્તભૂત હોવાને લીધે મોહરાગદ્વેષને
સ્નિગ્ધતાની ઉપમા આપવામાં આવે છે. તેથી અહીં અવિશુદ્ધ ભાવોને ‘મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ
કહ્યા છે.)

Page 105 of 256
PDF/HTML Page 145 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૫
जह पोग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती
अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि ।।६६।।
यथा पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कन्धनिर्वृत्तिः
अकृता परैद्रर्ष्टा तथा कर्मणां विजानीहि ।।६६।।
अनन्यकृतत्वं कर्मणां वैचित्र्यस्यात्रोक्त म्
यथा हि स्वयोग्यचन्द्रार्क प्रभोपलम्भे सन्ध्याभ्रेन्द्रचापपरिवेषप्रभृतिभिर्बहुभिः प्रकारैः
पुद्गलस्क न्धविकल्पाः कर्त्रन्तरनिरपेक्षा एवोत्पद्यन्ते, तथा स्वयोग्यजीवपरिणामोपलम्भे ज्ञाना-
वरणप्रभृतिभिर्बहुभिः प्रकारैः कर्माण्यपि कर्त्रन्तरनिरपेक्षाण्येवोत्पद्यन्ते इति
।।६६।।
જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી
પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
અન્વયાર્થ[ यथा ] જેમ [ पुद्गलद्रव्याणां ] પુદ્ગલદ્રવ્યોની [ बहुप्रकारैः ] બહુ
પ્રકારે [ स्कन्धनिर्वृत्तिः ] સ્કંધરચના [ परैः अकृता ] પરથી કરાયા વિના [ दृष्टा ] થતી
જોવામાં આવે છે, [ तथा ] તેમ [ कर्मणां ] કર્મોની બહુપ્રકારતા [ विजानीहि ] પરથી
અકૃત જાણો.
ટીકાકર્મોની વિચિત્રતા (બહુપ્રકારતા) અન્ય વડે કરવામાં આવતી નથી
એમ અહીં કહ્યું છે.
જેમ પોતાને યોગ્ય ચંદ્ર-સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતાં, સંધ્યા-વાદળાં-ઇંદ્રધનુષ-
પ્રભામંડળ ઇત્યાદિ ઘણા પ્રકારે પુદ્ગલસ્કંધભેદો અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે
છે, તેમ પોતાને યોગ્ય જીવ-પરિણામની ઉપલબ્ધિ હોતાં, જ્ઞાનાવરણાદિ ઘણા પ્રકારે
કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે.
ભાવાર્થકર્મોની વિવિધ પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગરૂપ વિચિત્રતા પણ
જીવકૃત નથી, પુદ્ગલકૃત જ છે. ૬૬.
પં. ૧૪

Page 106 of 256
PDF/HTML Page 146 of 296
single page version

૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवा पोग्गलकाया अण्णण्णोगाढगहणपडिबद्धा
काले विजुज्जमाणा सुहदुक्खं देंति भुंजंति ।।६७।।
जीवाः पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः
काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ।।६७।।
निश्चयेन जीवकर्मणोश्चैककर्तृत्वेऽपि व्यवहारेण कर्मदत्तफलोपलम्भो जीवस्य न
विरुध्यत इत्यत्रोक्त म्
जीवा हि मोहरागद्वेषस्निग्धत्वात्पुद्गलस्कन्धाश्च स्वभावस्निग्धत्वाद्बन्धावस्थायां
परमाणुद्वन्द्वानीवान्योन्यावगाहग्रहणप्रतिबद्धत्वेनावतिष्ठन्ते यदा तु ते परस्परं वियुज्यन्ते,
तदोदितप्रच्यवमाना निश्चयेन सुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेणेष्टानिष्टविषयाणां
જીવ-પુદ્ગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે;
કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપેભોગવે. ૬૭.
અન્વયાર્થ[ जीवाः पुद्गलकायाः ] જીવો અને પુદ્ગલકાયો [ अन्योन्यावगाढ-
ग्रहणप्रतिबद्धाः ] (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે;
[ काले वियुज्यमानाः ] કાળે છૂટા પડતાં [ सुखदुःखं ददति भुञ्जन्ति ] સુખદુઃખ આપે છે અને
ભોગવે છે (અર્થાત્ પુદ્ગલકાયો સુખદુઃખ આપે છે અને જીવો ભોગવે છે).
ટીકાનિશ્ચયથી જીવ અને કર્મને એકનું (નિજ નિજ રૂપનું જ) કર્તાપણું
હોવા છતાં, વ્યવહારથી જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વિરોધ પામતો નથી
(
અર્થાત્ ‘કર્મ જીવને ફળ આપે છે અને જીવ તેને ભોગવે છે’ એ વાત પણ વ્યવહારથી
ઘટે છે) એમ અહીં કહ્યું છે.
જીવો મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ હોવાને લીધે અને પુદ્ગલસ્કંધો સ્વભાવથી સ્નિગ્ધ
હોવાને લીધે, (તેઓ) બંધ-અવસ્થામાં*પરમાણુદ્વંદ્વોની માફક(વિશિષ્ટ પ્રકારે)
અન્યોન્ય-અવગાહના ગ્રહણ વડે બદ્ધપણે રહે છે. જ્યારે તેઓ પરસ્પર છૂટા પડે છે
ત્યારે (
નીચે પ્રમાણે પુદ્ગલસ્કંધો ફળ આપે છે અને જીવો તેને ભોગવે છે)ઉદય
પામીને ખરી જતા પુદ્ગલકાયો સુખદુઃખરૂપ આત્મપરિણામોના નિમિત્તમાત્ર હોવાની
*પરમાણુદ્વંદ્વ = બે પરમાણુઓનું જોડકું; બે પરમાણુઓનો બનેલો સ્કંધ; દ્વિ-અણુક સ્કંધ.

Page 107 of 256
PDF/HTML Page 147 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૭
निमित्तमात्रत्वात्पुद्गलकायाः सुखदुःखरूपं फलं प्रयच्छन्ति जीवाश्च निश्चयेन निमित्त-
मात्रभूतद्रव्यकर्मनिर्वर्तितसुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेण द्रव्यकर्मोदयापादितेष्टा-
અપેક્ષાએ *નિશ્ચયથી, અને ઇષ્ટાનિષ્ટ વિષયોના નિમિત્તમાત્ર હોવાની અપેક્ષાએ
*વ્યવહારથી, +સુખદુઃખરૂપ ફળ આપે છે; તથા જીવો નિમિત્તમાત્રભૂત દ્રવ્યકર્મથી
નિષ્પન્ન થતા સુખ-દુઃખરૂપ આત્મપરિણામોના ભોક્તા હોવાની અપેક્ષાએ નિશ્ચયથી, અને
(નિમિત્તમાત્રભૂત) દ્રવ્યકર્મના ઉદયથી સંપાદિત ઇષ્ટાનિષ્ટ વિષયોના ભોક્તા હોવાની
અપેક્ષાએ વ્યવહારથી, તે પ્રકારનું (સુખદુઃખરૂપ) ફળ ભોગવે છે (
અર્થાત્ નિશ્ચયથી
સુખદુઃખપરિણામરૂપ અને વ્યવહારથી ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ ભોગવે છે).
*(૧) સુખદુઃખપરિણામોમાં તથા (૨) ઇષ્ટાનિષ્ટ વિષયોના સંયોગમાં શુભાશુભ કર્મો નિમિત્તભૂત
હોય છે, તેથી તે કર્મોને તેમના નિમિત્તમાત્રપણાની અપેક્ષાએ જ ‘‘
(૧) સુખદુઃખપરિણામરૂપ (ફળ)
તથા (૨) ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ ‘દેનારાં ’’ (ઉપચારથી) કહી શકાય છે. હવે, (૧) સુખ-
દુઃખપરિણામ તો જીવના પોતાના જ પર્યાયરૂપ હોવાથી જીવ સુખદુઃખપરિણામને તો ‘નિશ્ચયથી
ભોગવે છે, અને તેથી સુખદુઃખપરિણામમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (જેમને
‘‘સુખદુઃખપરિણામરૂપ ફળ દેનારાં’’ કહ્યાં હતાં તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય
છે કે ‘‘તેઓ જીવને ‘નિશ્ચયથી’ સુખદુઃખપરિણામરૂપ ફળ દે છે’’; તથા (૨) ઇષ્ટાનિષ્ટ વિષયો
તો જીવથી તદ્દન ભિન્ન હોવાથી જીવ ઇષ્ટાનિષ્ટ વિષયોને તો ‘વ્યવહારથી’ ભોગવે છે, અને
તેથી ઇષ્ટાનિષ્ટ વિષયોમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (જેમને ‘‘ઇષ્ટાનિષ્ટ
વિષયરૂપ ફળ દેનારાં’’ કહ્યાં હતાં તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે ‘‘તેઓ
જીવને ‘વ્યવહારથી’ ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ દે છે.’’
અહીં (ટીકાના બીજા ફકરામાં) જે ‘નિશ્ચય’ અને ‘વ્યવહાર’ એવા બે ભંગ પાડ્યા છે તે
માત્ર એટલો ભેદ સૂચવવા માટે જ પાડ્યા છે કે ‘કર્મનિમિત્તક સુખદુઃખપરિણામો જીવમાં થાય
છે અને કર્મનિમિત્તક ઇષ્ટાનિષ્ટ વિષયો જીવથી તદ્દન ભિન્ન છે’. પરંતુ અહીં કહેલા નિશ્ચયરૂપ
ભંગથી એમ ન સમજવું કે ‘
પૌદ્ગલિક કર્મ જીવને ખરેખર ફળ આપે છે અને જીવ ખરેખર
કર્મે દીધેલા ફળને ભોગવે છે’.
પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યને ફળ આપી શકતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય
પાસેથી ફળ મેળવીને ભોગવી શકતું નથી. જો પરમાર્થે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને ફળ આપે અને
તે અન્ય દ્રવ્ય તેને ભોગવે તો બંને દ્રવ્યો એક થઈ જાય. અહીં એ ધ્યાનમાં રાખવું ખાસ આવશ્યક
છે કે ટીકાના પહેલા ફકરામાં આખી ગાથાના કથનનો સાર કહેતાં શ્રી ટીકાકાર આચાર્યદેવે પોતે
જ, જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વ્યવહારથી જ કહ્યો છે, નિશ્ચયથી નહિ.
+સુખદુઃખના બે અર્થો થાય છેઃ (૧) સુખદુઃખપરિણામો, અને (૨) ઇષ્ટાનિષ્ટ વિષયો. જ્યાં
નિશ્ચયથી’ કહ્યું છે ત્યાં ‘સુખદુઃખપરિણામો’ એવો અર્થ સમજવો અને જ્યાં ‘વ્યવહારથી’ કહ્યું
છે ત્યાં ‘ઇષ્ટાનિષ્ટ વિષયો’ એવો અર્થ સમજવો.

Page 108 of 256
PDF/HTML Page 148 of 296
single page version

૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निष्टविषयाणां भोक्तृ त्वात्तथाविधं फलं भुञ्जन्ते इति एतेन जीवस्य भोक्तृत्वगुणोऽपि
व्याख्यातः ।।६७।।
तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स
भोत्ता दु हवदि जीवो चेदगभावेण कम्मफलं ।।६८।।
तस्मात्कर्म कर्तृ भावेन हि संयुतमथ जीवस्य
भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलम् ।।६८।।
कर्तृत्वभोक्तृत्वव्याख्योपसंहारोऽयम्
तत एतत् स्थितं निश्चयेनात्मनः कर्म कर्तृ, व्यवहारेण जीवभावस्य; जीवोऽपि
निश्चयेनात्मभावस्य कर्ता, व्यवहारेण कर्मण इति यथात्रोभयनयाभ्यां कर्म कर्तृ,
तथैकेनापि नयेन न भोक्तृ कुतः ? चैतन्यपूर्वकानुभूतिसद्भावाभावात ततश्चेतनत्वात
આથી (આ કથનથી) જીવના ભોક્તૃત્વગુણનું પણ વ્યાખ્યાન થયું. ૬૭.
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું;
ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્ફળ તણું. ૬૮.
અન્વયાર્થ[ तस्मात् ] તેથી [ अथ जीवस्य भावेन हि संयुतम् ] જીવના ભાવથી
સંયુક્ત એવું [ कर्म ] કર્મ (દ્રવ્યકર્મ) [ कर्तृ ] કર્તા છે (નિશ્ચયથી પોતાનું કર્તા અને
વ્યવહારથી જીવભાવનું કર્તા; પરંતુ તે ભોક્તા નથી). [ भोक्ता तु ] ભોક્તા તો [ जीवः
भवति ] (માત્ર) જીવ છે [ चेतकभावेन ] ચેતકભાવને લીધે [ कर्मफलम् ] કર્મફળનો.
ટીકાઆ, કર્તૃત્વ અને ભોક્તૃત્વની વ્યાખ્યાનો ઉપસંહાર છે.
તેથી (પૂર્વોક્ત કથનથી) એમ નક્કી થયું કેકર્મ નિશ્ચયથી પોતાનું કર્તા છે,
વ્યવહારથી જીવભાવનું કર્તા છે; જીવ પણ નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે,
વ્યવહારથી કર્મનો કર્તા છે.
જેમ અહીં બંને નયોથી કર્મ કર્તા છે, તેમ એક પણ નયથી તે ભોક્તા નથી.
શા કારણે? કારણ કે તેને *ચૈતન્યપૂર્વક અનુભૂતિનો સદ્ભાવ નથી. તેથી ચેતનપણાને
*જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેને જ અહીં ભોક્તૃત્વ કહેલ છે, તે સિવાયની અનુભૂતિને નહિ.

Page 109 of 256
PDF/HTML Page 149 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૯
केवल एव जीवः कर्मफलभूतानां कथञ्चिदात्मनः सुखदुःखपरिणामानां कथञ्चिदिष्टानिष्ट-
विषयाणां भोक्ता प्रसिद्ध इति
।।६८।।
एवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहिं कम्मेहिं
हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ।।६९।।
एवं कर्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः
हिंडते पारमपारं संसारं मोहसंछन्नः ।।६९।।
कर्मसंयुक्त त्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत
एवमयमात्मा प्रकटितप्रभुत्वशक्ति : स्वकैः कर्मभिर्गृहीतकर्तृत्वभोक्तृत्वाधिकारोऽनादि
मोहावच्छन्नत्वादुपजातविपरीताभिनिवेशः प्रत्यस्तमितसम्यग्ज्ञानज्योतिः सान्तमनन्तं वा संसारं
લીધે કેવળ જીવ જ કર્મફળનોકથંચિત્ આત્માના સુખદુઃખપરિણામોનો અને કથંચિત
ઇષ્ટાનિષ્ટ વિષયોનોભોક્તા પ્રસિદ્ધ છે. ૬૮.
કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે
જીવ મોહથી આચ્છન્ન સાંત અનંત સંસારે ભમે. ૬૯.
અન્વયાર્થ[ एवं ] એ રીતે [ स्वकैः कर्मभिः ] પોતાનાં કર્મોથી [ कर्ता
भोक्ता भवन् ] કર્તા-ભોક્તા થતો [ आत्मा ] આત્મા [ मोहसंछन्नः ] મોહાચ્છાદિત વર્તતો
થકો [ पारम् अपारं संसारं ] સાંત અથવા અનંત સંસારમાં [ हिंडते ] પરિભ્રમણ કરે
છે.
ટીકાઆ, કર્મસંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે.
એ રીતે પ્રગટ પ્રભુત્વશક્તિને લીધે જેણે પોતાનાં કર્મો વડે (નિશ્ચયથી
ભાવકર્મો અને વ્યવહારથી દ્રવ્યકર્મો વડે) કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો
છે એવા આ આત્માને, અનાદિ મોહાચ્છાદિતપણાને લીધે વિપરીત *અભિનિવેશ
ઊપજ્યો હોવાથી સમ્યગ્જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે, તેથી તે સાંત અથવા અનંત
*અભિનિવેશ = અભિપ્રાય; આગ્રહ.

Page 110 of 256
PDF/HTML Page 150 of 296
single page version

૧૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परिभ्रमतीति ।।६९।।
उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो
णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो ।।७०।।
उपशान्तक्षीणमोहो मार्गं जिनभाषितेन समुपगतः
ज्ञानानुमार्गचारी निर्वाणपुरं व्रजति धीरः ।।७०।।
कर्मवियुक्त त्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत
अयमेवात्मा यदि जिनाज्ञया मार्गमुपगम्योपशान्तक्षीणमोहत्वात्प्रहीणविपरीता-
भिनिवेशः समुद्भिन्नसम्यग्ज्ञानज्योतिः कर्तृत्वभोक्तृ त्वाधिकारं परिसमाप्य सम्यक् -
प्रकटितप्रभुत्वशक्ति र्ज्ञानस्यैवानुमार्गेण चरति, तदा विशुद्धात्मतत्त्वोपलम्भरूपमपवर्गनगरं
સંસારમાં પરિભ્રમણ કરે છે.
(આ પ્રમાણે જીવના કર્મસહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વગુણનું વ્યાખ્યાન
કરવામાં આવ્યું.) ૬૯.
જિનવચનથી લહી માર્ગ જે, ઉપશાંતક્ષીણમોહી બને,
જ્ઞાનાનુમાર્ગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૦.
અન્વયાર્થ[ जिनभाषितेन मार्गं समुपगतः ] જે (પુરુષ) જિનવચનથી માર્ગને
પામીને [ उपशान्तक्षीणमोहः ] ઉપશાંતક્ષીણમોહ થયો થકો (અર્થાત્ દર્શનમોહનો જેને ઉપશમ,
ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો થકો) [ ज्ञानानुमार्गचारी ] જ્ઞાનાનુમાર્ગે ચરે છે
(જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે), [ धीरः ] તે ધીર પુરુષ [ निर्वाणपुरं व्रजति ]
નિર્વાણપુરને પામે છે.
ટીકાઆ, કર્મવિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે.
જ્યારે આ જ આત્મા જિનાજ્ઞા વડે માર્ગને પામીને, ઉપશાંતક્ષીણમોહપણાને લીધે
(દર્શનમોહના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમને લીધે) જેને વિપરીત અભિનિવેશ નષ્ટ
થયો હોવાથી સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો થયો થકો, કર્તૃત્વ અને ભોક્તૃત્વના
અધિકારને સમાપ્ત કરીને સમ્યક્પણે પ્રગટ પ્રભુત્વશક્તિવાળો થયો થકો જ્ઞાનને જ
અનુસરનારા માર્ગે ચરે છે (
પ્રવર્તે છે, પરિણમે છે, આચરણ કરે છે), ત્યારે તે વિશુદ્ધ

Page 111 of 256
PDF/HTML Page 151 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્યપંચાસ્તિકાયવર્ણન
૧૧૧
विगाहत इति ।।७०।।
अथ जीवविकल्पा उच्यन्ते
एक्को चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो होदि
चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य ।।७१।।
छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभङ्गसब्भावो
अट्ठासओ णवट्ठो जीवो दसठाणगो भणिदो ।।७२।।
एक एव महात्मा स द्विविकल्पस्त्रिलक्षणो भवति
चतुश्चङ्क्रमणो भणितः पञ्चाग्रगुणप्रधानश्च ।।७१।।
षटकापक्रमयुक्त : उपयुक्त : सप्तभङ्गसद्भावः
अष्टाश्रयो नवार्थो जीवो दशस्थानगो भणितः ।।७२।।
આત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ અપવર્ગનગરને (મોક્ષપુરને) પામે છે.
(આ પ્રમાણે જીવના કર્મરહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વગુણનું વ્યાખ્યાન
કરવામાં આવ્યું.) ૭૦.
હવે જીવના ભેદો કહેવામાં આવે છે.
એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે,
ચઉભ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે; ૭૧.
ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે,
જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ, દશસ્થાનગત ભાખેલ છે. ૭૨.
અન્વયાર્થ[ सः महात्मा ] તે મહાત્મા [ एकः एव ] એક જ છે, [ द्विविकल्पः ] બે
ભેદવાળો છે અને [ त्रिलक्षणः भवति ] ત્રિલક્ષણ છે; [ चतुश्चङ्क्रमणः ] વળી તેને ચતુર્વિધ
ભ્રમણવાળો [ च ] તથા [ पञ्चाग्रगुणप्रधानः ] પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો [ भणितः ]
કહ્યો છે. [ उपयुक्तः जीवः ] ઉપયોગી એવો તે જીવ [ षटकापक्रमयुक्तः ]*અપક્રમ સહિત,
[ सप्तभङ्गसद्भावः ] સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો, [ अष्टाश्रयः ] આઠના આશ્રયરૂપ, [ नवार्थः ]
*
અપક્રમ = (સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુશ્રેણી ગમન અર્થાત્ વિદિશાઓ છોડીને ગમન

Page 112 of 256
PDF/HTML Page 152 of 296
single page version

૧૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स खलु जीवो महात्मा नित्यचैतन्योपयुक्त त्वादेक एव, ज्ञानदर्शनभेदाद्दिव-
विकल्पः, कर्मफलकार्यज्ञानचेतनाभेदेन लक्ष्यमाणत्वात्र्रिलक्षणः ध्रौव्योत्पादविनाश-
भेदेन वा, चतसृषु गतिषु चङ्क्रमणत्वाच्चतुश्चङ्क्रमणः, पञ्̄चभिः पारिणामिकौदयिकादि-
भिरग्रगुणैः प्रधानत्वात्पञ्चाग्रगुणप्रधानः, चतसृषु दिक्षूर्ध्वमधश्चेति भवान्तरसङ्क्रमण-
षटकेनापक्रमेण युक्त त्वात्षटकापक्रमयुक्त :, अस्तिनास्त्यादिभिः सप्तभंगैः सद्भावो यस्येति
सप्तभङ्गसद्भावः, अष्टानां कर्मणां गुणानां वा आश्रयत्वादष्टाश्रयः, नवपदार्थरूपेण
वर्तनान्नवार्थः, पृथिव्यप्तेजोवायुवनस्पतिसाधारणप्रत्येकद्वित्रिचतुःपञ्̄चेन्द्रियरूपेषु दशसु स्थानेषु
गतत्वाद्दशस्थानग इति
।।७१७२।।
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को
उड्ढं गच्छदि सेसा विदिसावज्जं गदिं जंति ।।७३।।
નવ-અર્થરૂપ અને [ दशस्थानगः ] દશસ્થાનગત [ भणितः ] કહેવામાં આવ્યો છે.
ટીકાતે જીવ મહાત્મા (૧) ખરેખર નિત્યચૈતન્ય-ઉપયોગી હોવાથી ‘એક જ
છે; (૨) જ્ઞાન ને દર્શન એવા ભેદોને લીધે ‘બે ભેદવાળો’ છે; (૩) કર્મફળચેતના,
કાર્યચેતના ને જ્ઞાનચેતના એવા ભેદો વડે અથવા ધ્રૌવ્ય, ઉત્પાદ ને વિનાશ એવા ભેદો
વડે લક્ષિત હોવાથી ‘
ત્રિલક્ષણ (ત્રણ લક્ષણવાળો)’ છે; (૪) ચાર ગતિમાં ભમતો
હોવાથી ‘ચતુર્વિધ ભ્રમણવાળો’ છે; (૫) પારિણામિક, ઔદયિક ઇત્યાદિ પાંચ મુખ્ય
ગુણો વડે પ્રધાનપણું હોવાથી ‘પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો’ છે; (૬) ચાર
દિશાઓમાં, ઊંચે અને નીચે એમ ષડ્વિધ ભવાંતરગમનરૂપ અપક્રમથી યુક્ત હોવાથી
(અર્થાત
્ અન્ય ભવમાં જતાં ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી) ‘છ અપક્રમ
સહિત’ છે; (૭) અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગો વડે જેનો સદ્ભાવ છે એવો હોવાથી
સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો’ છે; (૮) (જ્ઞાનાવરણીયાદિ) આઠ કર્મોના અથવા
(સમ્યક્ત્વાદિ) આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી ‘આઠના આશ્રયરૂપ’ છે; (૯) નવ
પદાર્થરૂપે વર્તતો હોવાથી ‘નવ-અર્થરૂપ’ છે; (૧૦) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ
વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ
સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી ‘
દશસ્થાનગત’ છે. ૭૧૭૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને
ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.

Page 113 of 256
PDF/HTML Page 153 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૧૩
प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धैः सर्वतो मुक्त :
ऊर्ध्वं गच्छति शेषा विदिग्वर्जां गतिं यान्ति ।।७३।।
बद्धजीवस्य षडगतयः कर्मनिमित्ताः मुक्त स्याप्यूर्ध्वगतिरेका स्वाभाविकी-
त्यत्रोक्त म् ।।७३।।
इति जीवद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्
अथ पुद्गलद्रव्यास्तिकायव्याख्यानम्
खंधा य खंधदेसा खंदपदेसा य होंति परमाणू
इदि ते चदुव्वियप्पा पोग्गलकाया मुणेयव्वा ।।७४।।
અન્વયાર્થ[ प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धैः ] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ
અને પ્રદેશબંધથી [ सर्वतः मुक्तः ] સર્વતઃ મુક્ત જીવ [ ऊर्ध्वं गच्छति ] ઊર્ધ્વગમન કરે છે;
[ शेषाः ] બાકીના જીવો (ભવાંતરમાં જતાં) [ विदिग्वर्जां गतिं यान्ति ] વિદિશાઓ છોડીને
ગમન કરે છે.
ટીકાબદ્ધ જીવને કર્મનિમિત્તક ષડ્વિધ ગમન (અર્થાત્ કર્મ જેમાં નિમિત્તભૂત
છે એવું છ દિશાઓમાં ગમન) હોય છે; મુક્ત જીવને પણ સ્વાભાવિક એવું એક
ઊર્ધ્વગમન હોય છે.
આમ અહીં કહ્યું છે.
ભાવાર્થસમસ્ત રાગાદિવિભાવ રહિત એવું જે શુદ્ધાત્માનુભૂતિલક્ષણ ધ્યાન
તેના બળ વડે ચતુર્વિધ બંધથી સર્વથા મુક્ત થયેલો જીવ પણ, સ્વાભાવિક અનંત જ્ઞાનાદિ
ગુણોથી યુક્ત વર્તતો થકો, એકસમયવર્તી અવિગ્રહગતિ વડે (લોકાગ્રપર્યંત) સ્વાભાવિક
ઊર્ધ્વગમન કરે છે. બાકીના સંસારી જીવો મરણાંતે વિદિશાઓ છોડીને પૂર્વોક્ત ષટ્-
અપક્રમસ્વરૂપ (કર્મનિમિત્તક) અનુશ્રેણીગમન કરે છે. ૭૩.
આ રીતે જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા;
તે સ્કંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪.
પં. ૧૫

Page 114 of 256
PDF/HTML Page 154 of 296
single page version

૧૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्कन्धाश्च स्कन्धदेशाः स्कन्धप्रदेशाश्च भवन्ति परमाणवः
इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।।७४।।
पुद्गलद्रव्यविकल्पादेशोऽयम्
पुद्गलद्रव्याणि हि कदाचित्स्कन्धपर्यायेण, कदाचित्स्कन्धदेशपर्यायेण, कदाचित्स्कन्ध-
प्रदेशपर्यायेण, कदाचित्परमाणुत्वेनात्र तिष्ठन्ति नान्या गतिरस्ति इति तेषां चतुर्विकल्प-
त्वमिति ।।७४।।
खंधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसो त्ति
अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ।।७५।।
स्कन्धः सकलसमस्तस्तस्य त्वर्धं भणन्ति देश इति
अर्धार्धं च प्रदेशः परमाणुश्चैवाविभागी ।।७५।।
पुद्गलद्रव्यविकल्पनिर्देशोऽयम्
અન્વયાર્થ[ ते पुद्गलकायाः ] પુદ્ગલકાયના [ चतुर्विकल्पाः ] ચાર ભેદ
[ ज्ञातव्याः ] જાણવાઃ[ स्कन्धाः च ] સ્કંધો, [ स्कन्धदेशाः ] સ્કંધદેશો, [ स्कन्धप्रदेशाः ]
સ્કંધપ્રદેશો [ च ] અને [ परमाणवः भवन्ति इति ] પરમાણુઓ.
ટીકાઆ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન છે.
પુદ્ગલદ્રવ્યો કદાચિત્ સ્કંધપર્યાયે, કદાચિત્ સ્કંધદેશરૂપ પર્યાયે, કદાચિત
સ્કંધપ્રદેશરૂપ પર્યાયે અને કદાચિત્ પરમાણુપણે અહીં (લોકમાં) હોય છે; બીજી કોઈ
ગતિ નથી. એ પ્રમાણે તેમના ચાર ભેદો છે. ૭૪.
પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે,
અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫.
અન્વયાર્થ[ सकलसमस्तः ] સકળ-સમસ્ત (પુદ્ગલપિંડાત્મક આખી વસ્તુ)
તે [ स्क न्धः ] સ્કંધ છે, [ तस्य अर्धं तु ] તેના અર્ધને [ देशः इति भणन्ति ] દેશ કહે છે,
[ अर्धार्धं च ] અર્ધનું અર્ધ તે [ प्रदेशः ] પ્રદેશ છે [ च ] અને [ अविभागी ] અવિભાગી તે
[ परमाणुः एव ] ખરેખર પરમાણુ છે.
ટીકાઆ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું વર્ણન છે.

Page 115 of 256
PDF/HTML Page 155 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૧૫
अनन्तानन्तपरमाण्वारब्धोऽप्येकः स्कन्धो नाम पर्यायः तदर्धं स्कन्धदेशो नाम
पर्यायः तदर्धार्धं स्कन्धप्रदेशो नाम पर्यायः एवं भेदवशात् द्वयणुकस्कन्धादनन्ताः
स्कन्धप्रदेशपर्यायाः निर्विभागैकप्रदेशः स्कन्धस्यान्त्यो भेदः परमाणुरेकः पुनरपि द्वयोः
परमाण्वोः सङ्घातादेको द्वयणुकस्कन्धपर्यायः एवं सङ्घातवशादनन्ताः स्कन्धपर्यायाः एवं
भेदसङ्घाताभ्यामप्यनन्ता भवन्तीति ।।७५।।
અનંતાનંત પરમાણુનો બનેલો હોવા છતાં જે એક હોય તે સ્કંધ નામનો પર્યાય
છે; તેનું અર્ધ તે સ્કંધદેશ નામનો પર્યાય છે; તે અર્ધનું જે અર્ધ તે સ્કંધપ્રદેશ નામનો
પર્યાય છે. એ પ્રમાણે ભેદને લીધે (છૂટા પડવાને લીધે) દ્વિ-અણુક સ્કંધપર્યંત અનંત
સ્કંધપ્રદેશરૂપ પર્યાયો હોય છે. નિર્વિભાગ-એક-પ્રદેશવાળો, સ્કંધનો છેલ્લો ભાગ તે એક
પરમાણુ છે. (આ રીતે
*ભેદથી થતા પુદ્ગલવિકલ્પોનું વર્ણન થયું.)
વળી, બે પરમાણુઓના સંઘાતથી (ભેગા થવાથી) એક દ્વિઅણુક-સ્કંધરૂપ પર્યાય
થાય છે. એ રીતે સંઘાતને લીધે (દ્વિઅણુક-સ્કંધની માફક ત્રિઅણુક-સ્કંધ, ચતુરણુક-સ્કંધ
ઇત્યાદિ) અનંત સ્કંધરૂપ પર્યાયો થાય છે. (આ રીતે સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું
વર્ણન થયું.)
એ પ્રમાણે ભેદ-સંઘાત બંનેથી પણ (એકીસાથે ભેદ અને સંઘાત બંને થવાથી
પણ) અનંત (સ્કંધરૂપ પર્યાયો) થાય છે. (આ રીતે ભેદ-સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું
વર્ણન થયું.) ૭૫.
*ભેદથી થતા પુદ્ગલવિકલ્પોનું (પુદ્ગલભેદોનું) ટીકાકાર શ્રી જયસેનાચાર્યદેવે જે વર્ણન કર્યું છે તેનો
સાર નીચે પ્રમાણે છેઃઅનંતપરમાણુપિંડાત્મક ઘટપટાદિરૂપ જે વિવક્ષિત આખી વસ્તુ તેને ‘સ્કંધ
સંજ્ઞા છે. ભેદ વડે તેના જે પુદ્ગલવિકલ્પો થાય છે તે નીચેના દ્રષ્ટાંત પ્રમાણે સમજવા. ધારો
કે ૧૬ પરમાણુનો બનેલો એક પુદ્ગલપિંડ છે અને તે તૂટીને તેના કકડા થાય છે. ત્યાં ૧૬
પરમાણુના આખા પુદ્ગલપિંડને ‘
સ્કંધ’ ગણીએ તો ૮ પરમાણુવાળો તેનો અર્ધભાગરૂપ કકડો તે
દેશ’ છે, ૪ પરમાણુવાળો તેનો ચતુર્થભાગરૂપ કકડો તે ‘પ્રદેશ’ છે અને અવિભાગી નાનામાં
નાનો કકડો તે ‘પરમાણુ’ છે. વળી, જેમ ૧૬ પરમાણુવાળા આખા પિંડને ‘સ્કંધ’ સંજ્ઞા છે, તેમ
૧૫થી માંડીને ૯ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ ‘સ્કંધ’ સંજ્ઞા છે; જેમ ૮ પરમાણુવાળા
તેના અર્ધભાગરૂપ કકડાને ‘દેશ’ સંજ્ઞા છે, તેમ ૭થી માંડીને ૫ પરમાણુ સુધીના તેના કોઈ પણ
કકડાને પણ ‘દેશ’ સંજ્ઞા છે; જેમ ૪ પરમાણુવાળા તેના ચતુર્થભાગરૂપ કકડાને ‘પ્રદેશ’ સંજ્ઞા
છે, તેમ ૩થી માંડીને ૨ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ ‘પ્રદેશ’ સંજ્ઞા છે.
આ દ્રષ્ટાંત પ્રમાણે, ભેદ વડે થતા પુદ્ગલવિકલ્પો સમજવા.

Page 116 of 256
PDF/HTML Page 156 of 296
single page version

૧૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
बादरसुहुमगदाणं खंधाणं पोग्गलो त्ति ववहारो
ते होंति छप्पयारा तेलोक्कं जेहिं णिप्पण्णं ।।७६।।
बादरसौक्ष्म्यगतानां स्कन्धानां पुद्गलः इति व्यवहारः
ते भवन्ति षट्प्रकारास्त्रैलोक्यं यैः निष्पन्नम् ।।७६।।
स्कन्धानां पुद्गलव्यवहारसमर्थनमेतत
स्पर्शरसगन्धवर्णगुणविशेषैः षट्स्थानपतितवृद्धिहानिभिः पूरणगलनधर्मत्वात् स्कन्ध-
व्यक्त्याविर्भावतिरोभावाभ्यामपि च पूरणगलनोपपत्तेः परमाणवः पुद्गला इति निश्चीयन्ते
स्कन्धास्त्वनेकपुद्गलमयैकपर्यायत्वेन पुद्गलेभ्योऽनन्यत्वात्पुद्गला इति व्यवह्रियन्ते, तथैव च
સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘પુદ્ગલ’ તણો વ્યવહાર છે;
છ વિકલ્પ છે સ્કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬.
અન્વયાર્થ[ बादरसौक्ष्म्यगतानां ] બાદર ને સૂક્ષ્મપણે પરિણત [ स्कन्धानां ] સ્કંધોને
[ पुद्गलः ]પુદ્ગલ[ इति ] એવો [ व्यवहारः ] વ્યવહાર છે. [ ते ] તેઓ [ षट्प्रकाराः भवन्ति ]
છ પ્રકારના છે, [ यैः ] જેમનાથી [ त्रैलोक्यं ] ત્રણ લોક [ निष्पन्नम् ] નિષ્પન્ન છે.
ટીકાસ્કંધોને વિષે ‘પુદ્ગલ’ એવો જે વ્યવહાર છે તેનું આ સમર્થન છે.
() જેમાં ષટ્સ્થાનપતિત (છ સ્થાનોમાં સમાવેશ પામતી) વૃદ્ધિહાનિ થાય છે
એવા સ્પર્શ-રસ-ગંધ-વર્ણરૂપ ગુણવિશેષોને લીધે (પરમાણુઓ) ‘પૂરણગલન’ ધર્મવાળા
હોવાથી તથા () સ્કંધવ્યક્તિના (સ્કંધપર્યાયના) આવિર્ભાવ અને તિરોભાવની
અપેક્ષાએ પણ (પરમાણુઓમાં) ‘પૂરણ-ગલન’ ઘટતાં હોવાથી પરમાણુઓ નિશ્ચયે
પુદ્ગલો’ છે. સ્કંધો તો અનેકપુદ્ગલમય એકપર્યાયપણાને લીધે પુદ્ગલોથી અનન્ય
૧. જેમાં (સ્પર્શ-રસ-ગંધ-વર્ણની અપેક્ષાએ તથા સ્કંધપર્યાયની અપેક્ષાએ) પૂરણ અને ગલન થાય તે
પુદ્ગલ છે. પૂરણ = પુરાવું તે; ભરાવું તે; પૂર્તિ; પુષ્ટિ; વૃદ્ધિ. ગલન = ગળવું તે; દુર્બળ થવું તે;
કૃશતા; હાનિ; ઘટાડો. [
() પરમાણુઓના વિશેષ ગુણો જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ છે તેમનામાં થતી
ષટ્સ્થાનપતિત વૃદ્ધિ તે પૂરણ છે અને ષટ્સ્થાનપતિત હાનિ તે ગલન છે; માટે એ રીતે પરમાણુઓ
પૂરણ-ગલનધર્મવાળા છે. (૨) પરમાણુઓમાં સ્કંધરૂપ પર્યાયનો આવિર્ભાવ થવો તે પૂરણ છે અને
તિરોભાવ થવો તે ગલન છે; એ રીતે પણ પરમાણુઓમાં પૂરણ-ગલન ઘટે છે.]
૨. સ્કંધ અનેકપરમાણુમય એકપર્યાય છે તેથી તે પરમાણુઓથી અનન્ય છે; અને પરમાણુઓ તો પુદ્ગલો
છે; તેથી સ્કંધ પણ વ્યવહારથી ‘પુદ્ગલ’ છે.

Page 117 of 256
PDF/HTML Page 157 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૧૭
बादरसूक्ष्मत्वपरिणामविकल्पैः षट्प्रकारतामापद्य त्रैलोक्यरूपेण निष्पद्य स्थितवन्त इति
तथाहिबादरबादराः, बादराः, बादरसूक्ष्माः, सूक्ष्मबादराः, सूक्ष्माः, सूक्ष्मसूक्ष्मा इति तत्र
छिन्नाः स्वयं सन्धानासमर्थाः काष्ठपाषाणादयो बादरबादराः छिन्नाः स्वयं सन्धानसमर्थाः
क्षीरघृततैलतोयरसप्रभृतयो बादराः स्थूलोपलम्भा अपि छेत्तुं भेत्तुमादातुमशक्याः
छायातपतमोज्योत्स्नादयो बादरसूक्ष्माः सूक्ष्मत्वेऽपि स्थूलोपलम्भाः स्पर्शरसगन्धशब्दाः
सूक्ष्मबादराः सूक्ष्मत्वेऽपि हि करणानुपलभ्याः कर्मवर्गणादयः सूक्ष्माः अत्यन्तसूक्ष्माः
कर्मवर्गणाभ्योऽधो द्वयणुकस्कन्धपर्यन्ताः सूक्ष्मसूक्ष्मा इति ।।७६।।
सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू
सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ।।७७।।
હોવાથી વ્યવહારે ‘પુદ્ગલો’ છે, તેમ જ (તેઓ) બાદરત્વ ને સૂક્ષ્મત્વરૂપ પરિણામોના
ભેદો વડે છ પ્રકારોને પામીને ત્રણ લોકરૂપે થઈને રહ્યા છે. તે છ પ્રકારના સ્કંધો આ
પ્રમાણે છે
() બાદરબાદર; () બાદર; () બાદરસૂક્ષ્મ; () સૂક્ષ્મબાદર;
() સૂક્ષ્મ; () સૂક્ષ્મસૂક્ષ્મ. ત્યાં, () કાષ્ઠપાષાણાદિક (સ્કંધો) કે જે છેદાતા થકા
સ્વયં સંધાઈ શકતા નથી તે (ઘન પદાર્થો) ‘બાદરબાદર’ છે; () દૂધ, ઘી, તેલ,
જળ, રસ વગેરે (સ્કંધો) કે જે છેદાતા થકા સ્વયં જોડાઈ જાય છે તે (પ્રવાહી પદાર્થો)
‘બાદર’ છે; () છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગેરે (સ્કંધો) કે જે સ્થૂલ જણાતા
હોવા છતાં છેદી, ભેદી કે (હસ્તાદિ વડે) ગ્રહી શકાતા નથી તે ‘બાદરસૂક્ષ્મ’ છે;
() સ્પર્શ-રસ-ગંધ-શબ્દ કે જે સૂક્ષ્મ હોવા છતાં સ્થૂલ જણાય છે (અર્થાત્ ચક્ષુ
સિવાયની ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો કે જે આંખથી નહિ દેખાતા હોવા છતાં
સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંઘી શકાય છે
અથવા કાનથી સાંભળી શકાય છે ) તે ‘સૂક્ષ્મબાદર’ છે; (૫) કર્મવર્ગણા વગેરે (સ્કંધો)
)
કે જેમને સૂક્ષ્મપણું છે તેમ જ જેઓ ઇન્દ્રિયોથી ન જણાય એવા છે તે ‘સૂક્ષ્મ’ છે;
(
) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) દ્વિઅણુક-સ્કંધ સુધીના (સ્કંધો) કે જે અત્યંત
સૂક્ષ્મ છે તે ‘સૂક્ષ્મસૂક્ષ્મ’ છે. ૭૬.
જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને;
તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.

Page 118 of 256
PDF/HTML Page 158 of 296
single page version

૧૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सर्वेषां स्कन्धानां योऽन्त्यस्तं विजानीहि परमाणुम्
स शाश्वतोऽशब्दः एकोऽविभागी मूर्तिभवः ।।७७।।
परमाणुव्याख्येयम्
उक्तानां स्कन्धरूपपर्यायाणां योऽन्त्यो भेदः स परमाणुः स तु पुनर्विभागा-
भावादविभागी, निर्विभागैकप्रदेशत्वादेकः, मूर्तद्रव्यत्वेन सदाप्यविनश्वरत्वान्नित्यः, अनादि-
निधनरूपादिपरिणामोत्पन्नत्वान्मूर्तिभवः, रूपादिपरिणामोत्पन्नत्वेऽपि शब्दस्य परमाणु-
गुणत्वाभावात्पुद्गलस्कन्धपर्यायत्वेन वक्ष्यमाणत्वाच्चाशब्दो निश्चीयत इति
।।७७।।
आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु
सो णेओ परमाणू परिणामगुणो सयमसद्दो ।।७८।।
અન્વયાર્થ[ सर्वेषां स्क न्धानां ] સર્વ સ્કંધોનો [ यः अन्त्यः ] જે અંતિમ ભાગ
[ तं ] તેને [ परमाणुम् विजानीहि ] પરમાણુ જાણો. [ सः] તે [ अविभागी ] અવિભાગી,
[ एकः ] એક, [ शाश्वतः ] શાશ્વત, [ मूर्तिभवः ] મૂર્તિપ્રભવ (મૂર્તપણે ઊપજનારો) અને
[ अशब्दः ] અશબ્દ છે.
ટીકાઆ, પરમાણુની વ્યાખ્યા છે.
પૂર્વોક્ત સ્કંધરૂપ પર્યાયોનો જે અંતિમ ભેદ (નાનામાં નાનો ભાગ) તે પરમાણુ
છે. અને તે તો, વિભાગના અભાવને લીધે અવિભાગી છે; નિર્વિભાગ-એકપ્રદેશવાળો
હોવાથી એક છે; મૂર્તદ્રવ્યપણે સદાય અવિનાશી હોવાથી નિત્ય છે; અનાદિ-અનંત
રૂપાદિના પરિણામે ઊપજતો હોવાથી *મૂર્તિપ્રભવ છે; અને રૂપાદિના પરિણામે ઊપજતા
હોવા છતાં પણ અશબ્દ છે એમ નિશ્ચિત છે, કારણ કે શબ્દ પરમાણુનો ગુણ નથી
તથા તેનું (
શબ્દનું) હવે પછી (૭૯મી ગાથામાં) પુદ્ગલસ્કંધપર્યાયપણે કથન છે. ૭૭.
આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે,
તે જાણવો પરમાણુજે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮.
*
મૂર્તિપ્રભવ=મૂર્તપણારૂપે ઊપજનારો અર્થાત્ રૂપ-ગંધ-રસ-સ્પર્શના પરિણામરૂપે જેનો ઉત્પાદ થાય
છે એવો. (મૂર્તિ=મૂર્તપણું)

Page 119 of 256
PDF/HTML Page 159 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્યપંચાસ્તિકાયવર્ણન
૧૧૯
आदेशमात्रमूर्तः धातुचतुष्कस्य कारणं यस्तु
स ज्ञेयः परमाणुः परिणामगुणः स्वयमशब्दः ।।७८।।
परमाणूनां जात्यन्तरत्वनिरासोऽयम्
परमाणोर्हि मूर्तत्वनिबन्धनभूताः स्पर्शरसगन्धवर्णा आदेशमात्रेणैव भिद्यन्ते;
वस्तुतस्तु यथा तस्य स एव प्रदेश आदिः, स एव मध्यः, स एवान्तः इति, एवं
द्रव्यगुणयोरविभक्त प्रदेशत्वात
् य एव परमाणोः प्रदेशः, स एव स्पर्शस्य, स एव
रसस्य, स एव गन्धस्य, स एव रूपस्येति ततः क्वचित्परमाणौ गन्धगुणे, क्वचित
गन्धरसगुणयोः, क्वचित् गन्धरसरूपगुणेषु अपकृष्यमाणेषु तदविभक्त प्रदेशः परमाणुरेव
विनश्यतीति न तदपकर्षो युक्त : ततः पृथिव्यप्तेजोवायुरूपस्य धातुचतुष्कस्यैक एव
અન્વયાર્થ[ यः तु ] જે [ आदेशमात्रमूर्त्तः ] આદેશમાત્રથી મૂર્ત છે (અર્થાત
માત્ર ભેદવિવક્ષાથી મૂર્તત્વવાળો કહેવાય છે) અને [ धातुचतुष्कस्य कारणं ] જે (પૃથ્વી
આદિ) ચાર ધાતુઓનું કારણ છે [ सः] તે [ परमाणुः ज्ञेयः ] પરમાણુ જાણવો
[ परिणामगुणः ] કે જે પરિણામગુણવાળો છે અને [ स्वयम् अशब्दः ] સ્વયં અશબ્દ છે.
ટીકાપરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોવાનું આ ખંડન છે.
મૂર્તત્વના કારણભૂત સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો, પરમાણુથી *આદેશમાત્ર વડે જ ભેદ
કરવામાં આવે છે; વસ્તુતઃ તો જેવી રીતે પરમાણુનો તે જ પ્રદેશ આદિ છે, તે જ પ્રદેશ
મધ્ય છે અને તે જ પ્રદેશ અંત છે, તેવી રીતે દ્રવ્ય અને ગુણના અભિન્ન પ્રદેશ હોવાથી,
જે પરમાણુનો પ્રદેશ છે, તે જ સ્પર્શનો છે, તે જ રસનો છે, તે જ ગંધનો છે, તે
જ રૂપનો છે. તેથી કોઈ પરમાણુમાં ગંધગુણ ઓછો હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ અને
રસગુણ ઓછા હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ, રસગુણ અને રૂપગુણ ઓછા હોય, તો
તે ગુણથી અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ વિનાશ પામે. માટે તે ગુણની ઓછપ યુક્ત
(
ઉચિત) નથી. [કોઈ પણ પરમાણુમાં એક પણ ગુણ ઓછો હોય તો તે ગુણની સાથે
અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ નાશ પામે; માટે બધા પરમાણુઓ સમાન ગુણવાળા
જ છે, એટલે કે તેઓ ભિન્ન ભિન્ન જાતિના નથી.
] તેથી પૃથ્વી, પાણી, અગ્નિ અને
વાયુરૂપ ચાર ધાતુઓનું, પરિણામને લીધે, એક જ પરમાણુ કારણ છે (અર્થાત
*
આદેશ = કથન. [માત્ર ભેદકથન દ્વારા જ પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો ભેદ પાડવામાં આવે
છે, પરમાર્થે તો પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભેદ છે.]

Page 120 of 256
PDF/HTML Page 160 of 296
single page version

૧૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परमाणुः कारणं परिणामवशात विचित्रो हि परमाणोः परिणामगुणः क्वचित्कस्यचिद्गुणस्य
व्यक्ताव्यक्त त्वेन विचित्रां परिणतिमादधाति यथा च तस्य परिणामवशादव्यक्तो गन्धादि-
गुणोऽस्तीति प्रतिज्ञायते, न तथा शब्दोऽप्यव्यक्तोऽस्तीति ज्ञातुं शक्यते, तस्यैकप्रदेशस्यानेक-
प्रदेशात्मकेन शब्देन सहैकत्वविरोधादिति
।।७८।।
सद्दो खंधप्पभवो खंधो परमाणुसंगसंघादो
पुट्ठेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो ।।७९।।
शब्दः स्कन्धप्रभवः स्कन्धः परमाणुसङ्गसङ्घातः
स्पृष्टेषु तेषु जायते शब्द उत्पादिको नियतः ।।७९।।
પરમાણુઓ એક જ જાતિના હોવા છતાં તેઓ પરિણામને લીધે ચાર ધાતુઓનાં કારણ
બને છે
); કેમ કે વિચિત્ર એવો પરમાણુનો પરિણામગુણ ક્યાંક કોઈ ગુણની
*વ્યક્તાવ્યક્તતા વડે વિચિત્ર પરિણતિને ધારણ કરે છે.
વળી જેવી રીતે પરમાણુને પરિણામને લીધે +અવ્યક્ત ગંધાદિગુણ છે એમ જણાય
છે તેવી રીતે શબ્દ પણ અવ્યક્ત છે એમ જાણી શકાતું નથી, કારણ કે એકપ્રદેશી પરમાણુને
અનેકપ્રદેશાત્મક શબ્દ સાથે એકત્વ હોવામાં વિરોધ છે. ૭૮.
છે શબ્દ સ્કંધોત્પન્ન; સ્કંધો અણુસમૂહસંઘાત છે,
સ્કંધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
અન્વયાર્થ[ शब्दः स्कन्धप्रभवः ] શબ્દ સ્કંધજન્ય છે. [ स्कन्धः परमाणु-
सङ्गसङ्घातः ] સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, [ तेषु स्पृष्टेषु ] અને તે સ્કંધો સ્પર્શાતાં
અથડાતાં [ शब्दः जायते ] શબ્દ ઉત્પન્ન થાય છે; [ नियतः उत्पादिकः ] એ રીતે
*વ્યક્તાવ્યક્તતા = વ્યક્તતા અથવા અવ્યક્તતા; પ્રગટતા અથવા અપ્રગટતા. [પૃથ્વીમાં સ્પર્શ, રસ, ગંધ,
ને વર્ણ એ ચારે ગુણો વ્યક્ત (અર્થાત્ વ્યક્તપણે પરિણત) હોય છે; પાણીમાં સ્પર્શ, રસ ને વર્ણ
વ્યક્ત હોય છે અને ગંધ અવ્યક્ત હોય છે; અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યક્ત હોય છે અને બાકીના
બે અવ્યક્ત હોય છે; વાયુમાં સ્પર્શ વ્યક્ત હોય છે અને બાકીના ત્રણ અવ્યક્ત હોય છે.
]
+જેવી રીતે પરમાણુમાં ગંધાદિગુણ ભલે અવ્યક્તપણે પણ હોય છે તો ખરો જ તેવી રીતે પરમાણુમાં
શબ્દ પણ અવ્યક્તપણે રહેતો હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યક્તપણે કે અવ્યક્તપણે બિલકુલ
હોતો જ નથી.