Panchastikay Sangrah (Gujarati). Gatha: 47-62.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 15

 

Page 81 of 256
PDF/HTML Page 121 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૧
व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः
ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यन्ते ।।४६।।
व्यपदेशादीनामेकान्तेन द्रव्यगुणान्यत्वनिबन्धनत्वमत्र प्रत्याख्यातम्
यथा देवदत्तस्य गौरित्यन्यत्वे षष्ठीव्यपदेशः, तथा वृक्षस्य शाखा द्रव्यस्य
गुणा इत्यनन्यत्वेऽपि यथा देवदत्तः फलमङ्कुशेन धनदत्ताय वृक्षाद्वाटिकायाम-
वचिनोतीत्यन्यत्वे कारकव्यपदेशः, तथा मृत्तिका घटभावं स्वयं स्वेन स्वस्मै स्वस्मात
स्वस्मिन् करोतीत्यात्मात्मानमात्मनात्मने आत्मन आत्मनि जानातीत्यनन्यत्वेऽपि यथा
प्रांशोर्देवदत्तस्य प्रांशुर्गौरित्यन्यत्वे संस्थानं, तथा प्रांशोर्वृक्षस्य प्रांशुः शाखाभरो मूर्तद्रव्यस्य
मूर्ता गुणा इत्यनन्यत्वेऽपि
यथैकस्य देवदत्तस्य दश गाव इत्यन्यत्वे संख्या, तथैकस्य
અન્વયાર્થ[ व्यपदेशाः ] વ્યપદેશો, [ संस्थानानि ] સંસ્થાનો, [ संख्याः ] સંખ્યાઓ
[ च ] અને [ विषयाः ] વિષયો [ ते बहुकाः भवन्ति ] ઘણાં હોય છે. [ ते ] તે (વ્યપદેશ
વગેરે), [ तेषाम् ] દ્રવ્ય-ગુણોના [ अन्यत्वे ] અન્યપણામાં [ अनन्यत्वे च अपि ] તેમ જ
અનન્યપણામાં પણ [ विद्यन्ते ] હોઈ શકે છે.
ટીકાઅહીં *વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય-ગુણોના અન્યપણાનું કારણ હોવાનું
ખંડન કર્યું છે.
જેવી રીતે ‘દેવદત્તની ગાય’ એમ અન્યપણામાં ષષ્ઠીવ્યપદેશ (છઠ્ઠી વિભક્તિનું
કથન) હોય છે, તેવી રીતે ‘વૃક્ષની શાખાઓ’, ‘દ્રવ્યના ગુણો’ એમ અનન્યપણામાં પણ
(ષષ્ઠીવ્યપદેશ) હોય છે. જેવી રીતે ‘દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્તને માટે વૃક્ષ
પરથી વાડીમાં તોડે છે’ એમ અન્યપણામાં કારકવ્યપદેશ હોય છે, તેવી રીતે ‘માટી
પોતે ઘટભાવને (ઘડારૂપ પરિણામને) પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે
છે’, ‘આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે
એમ અનન્યપણામાં પણ (કારકવ્યપદેશ) હોય છે. જેવી રીતે ‘ઊંચા દેવદત્તની ઊંચી
ગાય’ એમ અન્યપણામાં સંસ્થાન હોય છે, તેવી રીતે ‘વિશાળ વૃક્ષનો વિશાળ
શાખાસમુદાય’, ‘મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો’ એમ અનન્યપણામાં પણ (સંસ્થાન) હોય છે.
*વ્યપદેશ = કથન; અભિધાન. (આ ગાથામાં એમ સમજાવ્યું છે કેજ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ
વગેરે ઘટે એવું કાંઈ નથી; જ્યાં અભેદ હોય ત્યાં પણ તેઓ ઘટે છે. માટે દ્રવ્ય-ગુણોમાં જે વ્યપદેશ
વગેરે હોય છે તે કાંઈ એકાંતે દ્રવ્ય-ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી.)
પં. ૧૧

Page 82 of 256
PDF/HTML Page 122 of 296
single page version

૮૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
वृक्षस्य दश शाखाः एकस्य द्रव्यस्यानन्ता गुणा इत्यनन्यत्वेऽपि यथा गोष्ठे गाव इत्यन्यत्वे
विषयः, तथा वृक्षे शाखाः द्रव्ये गुणा इत्यनन्यत्वेऽपि ततो न व्यपदेशादयो द्रव्यगुणानां
वस्तुत्वेन भेदं साधयन्तीति ।।४६।।
णाणं धणं च कुव्वदि धणिणं जह णाणिणं च दुविधेहिं
भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ।।४७।।
ज्ञानं धनं च करोति धनिनं यथा ज्ञानिनं च द्विविधाभ्याम्
भणन्ति तथा पृथक्त्वमेकत्वं चापि तत्त्वज्ञाः ।।४७।।
वस्तुत्वभेदाभेदोदाहरणमेतत
यथा धनं भिन्नास्तित्वनिर्वृत्तं भिन्नास्तित्वनिर्वृत्तस्य, भिन्नसंस्थानं भिन्नसंस्था-
જેવી રીતે ‘એક દેવદત્તની દસ ગાયો’ એમ અન્યપણામાં સંખ્યા હોય છે, તેવી રીતે
એક વૃક્ષની દશ શાખાઓ’, ‘એક દ્રવ્યના અનંત ગુણો’ એમ અનન્યપણામાં પણ
(સંખ્યા) હોય છે. જેવી રીતે ‘વાડામાં ગાયો’ એમ અન્યપણામાં વિષય (આધાર)
હોય છે, તેવી રીતે ‘વૃક્ષમાં શાખાઓ’, ‘દ્રવ્યમાં ગુણો’ એમ અનન્યપણામાં પણ
(વિષય) હોય છે. માટે (એમ સમજવું કે) વ્યપદેશ વગેરે, દ્રવ્ય-ગુણોમાં વસ્તુપણે ભેદ
સિદ્ધ કરતા નથી. ૪૬.
ધનથી ‘ધની’ ને જ્ઞાનથી ‘જ્ઞાનીદ્વિધા વ્યપદેશ છે,
તે રીત તત્ત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથક્ત્વને. ૪૭.
અન્વયાર્થ[ यथा ] જેવી રીતે [ धनं ] ધન [ च ] અને [ ज्ञानं ] જ્ઞાન [ धनिनं ]
(પુરુષને) ‘ધની[ च ] અને [ ज्ञानिनं ]જ્ઞાની[ करोति ] કરે છે[ द्विविधाभ्याम्
भणन्ति ] એમ બે પ્રકારે કહેવામાં આવે છે, [ तथा ] તેવી રીતે [ तत्त्वज्ञाः ] તત્ત્વજ્ઞો
[ पृथक्त्वम् ] પૃથક્ત્વ [ च अपि ] તેમ જ [ एकत्वम् ] એકત્વને કહે છે.
ટીકાઆ, વસ્તુપણે ભેદ અને (વસ્તુપણે) અભેદનું ઉદાહરણ છે.
જેવી રીતે (૧) ભિન્ન અસ્તિત્વથી રચાયેલું, (૨) ભિન્ન સંસ્થાનવાળું,
(૩) ભિન્ન સંખ્યાવાળું અને (૪) ભિન્ન વિષયમાં રહેલું એવું ધન (૧) ભિન્ન

Page 83 of 256
PDF/HTML Page 123 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૩
नस्य, भिन्नसंख्यं भिन्नसंख्यस्य, भिन्नविषयलब्धवृत्तिकं भिन्नविषयलब्धवृत्तिकस्य
पुरुषस्य धनीति व्यपदेशं पृथक्त्वप्रकारेण कुरुते, यथा च ज्ञानमभिन्नास्तित्व-
निर्वृत्तमभिन्नास्तित्वनिर्वृत्तस्याभिन्नसंस्थानमभिन्नसंस्थानस्याभिन्नसंख्यमभिन्नसंख्यस्याभिन्न-
विषयलब्धवृत्तिकमभिन्नविषयलब्धवृत्तिकस्य पुरुषस्य ज्ञानीति व्यपदेशमेकत्वप्रकारेण
कुरुते; तथान्यत्रापि
यत्र द्रव्यस्य भेदेन व्यपदेशादिः तत्र पृथक्त्वं, यत्राभेदेन
तत्रैकत्वमिति ।।४७।।
णाणी णाणं च सदा अत्थंतरिदा दु अण्णमण्णस्स
दोण्हं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं ।।४८।।
ज्ञानी ज्ञानं च सदार्थान्तरिते त्वन्योऽन्यस्य
द्वयोरचेतनत्वं प्रसजति सम्यग् जिनावमतम् ।।४८।।
અસ્તિત્વથી રચાયેલા, (૨) ભિન્ન સંસ્થાનવાળા, (૩) ભિન્ન સંખ્યાવાળા અને (૪)
ભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને ‘
ધની’ એવો વ્યપદેશ પૃથક્ત્વપ્રકારથી કરે છે,
તથા જેવી રીતે (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલું, (૨) અભિન્ન સંસ્થાનવાળું, (૩)
અભિન્ન સંખ્યાવાળું અને (૪) અભિન્ન વિષયમાં રહેલું એવું જ્ઞાન (૧) અભિન્ન
અસ્તિત્વથી રચાયેલા, (૨) અભિન્ન સંસ્થાનવાળા, (૩) અભિન્ન સંખ્યાવાળા અને (૩)
અભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને ‘જ્ઞાની’ એવો વ્યપદેશ એકત્વપ્રકારથી કરે છે,
તેવી રીતે અન્યત્ર પણ સમજવું. જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં પૃથક્ત્વ
છે, જ્યાં (દ્રવ્યના) અભેદથી (વ્યપદેશ વગેરે) હોય ત્યાં એકત્વ છે. ૪૭.
જો હોય અર્થાંતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને,
બન્ને અચેતનતા લહેજિનદેવને નહિ માન્ય જે. ૪૮.
અન્વયાર્થ[ ज्ञानी ] જો જ્ઞાની (આત્મા) [ च ] અને [ ज्ञानं ] જ્ઞાન [ सदा ]
સદા [ अन्योऽन्यस्य ] પરસ્પર [ अर्थान्तरिते तु ] અર્થાંતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો
[ द्वयोः ] બન્નેને [ अचेतनत्वं प्रसजति ] અચેતનપણાનો પ્રસંગ આવે[ सम्यग्
जिनावमतम् ] કે જે જિનોને સમ્યક્ પ્રકારે અસંમત છે.

Page 84 of 256
PDF/HTML Page 124 of 296
single page version

૮૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यगुणानामर्थान्तरभूतत्वे दोषोऽयम्
ज्ञानी ज्ञानाद्यद्यर्थान्तरभूतस्तदा स्वकरणांशमन्तरेण परशुरहितदेवदत्तवत्करणव्यापारा-
समर्थत्वादचेतयमानोऽचेतन एव स्यात ज्ञानञ्च यदि ज्ञानिनोऽर्थान्तरभूतं तदा
तत्कर्त्रंशमन्तरेण देवदत्तरहितपरशुवत्तत्कर्तृत्वव्यापारासमर्थत्वादचेतयमानमचेतनमेव स्यात
च ज्ञानज्ञानिनोर्युतसिद्धयोस्संयोगेन चेतनत्वं द्रव्यस्य निर्विशेषस्य गुणानां निराश्रयाणां
शून्यत्वादिति
।।४८।।
ટીકાદ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો આ (નીચે પ્રમાણે) દોષ
આવે.
જો જ્ઞાની (આત્મા) જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો (આત્મા) પોતાના કરણ-
અંશ વિના, કુહાડી વિનાના દેવદત્તની માફક, કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ
થવાથી નહિ ચેતતો (જાણતો) થકો અચેતન જ હોય. અને જો જ્ઞાન જ્ઞાનીથી
(આત્માથી) અર્થાંતરભૂત હોય તો જ્ઞાન તેના કર્તૃ-અંશ વિના, દેવદત્ત વિનાની
કુહાડીની માફક, તેના કર્તાનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતું (
જાણતું) થકું અચેતન જ હોય. વળી યુતસિદ્ધ એવાં જ્ઞાન અને જ્ઞાનીને (જ્ઞાન અને
આત્માને) સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી, કારણ કે નિર્વિશેષ દ્રવ્ય અને
નિરાશ્રય ગુણો શૂન્ય હોય. ૪૮.
૧. કરણનો વ્યાપાર = સાધનનું કાર્ય. [આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. જો આત્મા જ્ઞાનથી ભિન્ન
જ હોય તો આત્મા સાધનનો વ્યાપાર અર્થાત્ જ્ઞાનનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે
નહિ તેથી આત્માને અચેતનપણું આવે.]
૨. કર્તાનો વ્યાપાર = કર્તાનું કાર્ય. [જ્ઞાન કરણ છે અને આત્મા કર્તા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન
જ હોય તો જ્ઞાન કર્તાનો વ્યાપાર અર્થાત્ આત્માનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે
નહિ તેથી જ્ઞાનને અચેતનપણું આવે.]
૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલ; સમવાયથીસંયોગથી સિદ્ધ થયેલ. [જેમ લાકડી અને માણસ જુદાં
હોવા છતાં લાકડીના યોગથી માણસ ‘લાકડીવાળો’ થાય છે તેમ જ્ઞાન અને આત્મા જુદાં હોવા
છતાં જ્ઞાન સાથે જોડાઈને આત્મા ‘જ્ઞાનવાળો (જ્ઞાની)’ થાય છે એમ પણ નથી. લાકડી અને
માણસની જેમ જ્ઞાન અને આત્મા કદી જુદાં હોય જ ક્યાંથી? વિશેષ રહિત દ્રવ્ય હોઈ શકે જ
નહિ, તેથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? અને આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહિ, તેથી આત્મા
વિના જ્ઞાન કેવું? માટે ‘લાકડી’ અને ‘લાકડીવાળા’ની માફક ‘જ્ઞાન’ અને ‘જ્ઞાની’નું યુતસિદ્ધપણું
ઘટતું નથી.]

Page 85 of 256
PDF/HTML Page 125 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૫
ण हि सो समवायादो अत्थंतरिदो दु णाणदो णाणी
अण्णाणी त्ति य वयणं एगत्तप्पसाधगं होदि ।।४९।।
न हि सः समवायादर्थान्तरितस्तु ज्ञानतो ज्ञानी
अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति ।।४९।।
ज्ञानज्ञानिनोः समवायसम्बन्धनिरासोऽयम्
न खलु ज्ञानादर्थान्तरभूतः पुरुषो ज्ञानसमवायात् ज्ञानी भवतीत्युपपन्नम्
स खलु ज्ञानसमवायात्पूर्वं किं ज्ञानी किमज्ञानी ? यदि ज्ञानी तदा ज्ञानसमवायो
निष्फलः
अथाज्ञानी तदा किमज्ञानसमवायात्, किमज्ञानेन सहैकत्वात् ? न तावद-
ज्ञानसमवायात्; अज्ञानिनो ह्यज्ञानसमवायो निष्फलः, ज्ञानित्वं तु ज्ञानसमवाया-
भावान्नास्त्येव ततोऽज्ञानीति वचनमज्ञानेन सहैकत्वमवश्यं साधयत्येव सिद्धे
રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને;
અજ્ઞાની’ એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯.
અન્વયાર્થ[ ज्ञानतः अर्थान्तरितः तु ] જ્ઞાનથી અર્થાંતરભૂત [ सः ] એવો તે
(આત્મા) [ समवायात् ] સમવાયથી [ ज्ञानी ] જ્ઞાની થાય છે [ न हि ] એમ ખરેખર
નથી. [ अज्ञानी ]અજ્ઞાની[ इति च वचनम् ] એવું વચન [ एकत्वप्रसाधकं भवति ]
(ગુણ-ગુણીના) એકત્વને સિદ્ધ કરે છે.
ટીકાઆ, જ્ઞાન અને જ્ઞાનીને સમવાયસંબંધ હોવાનું નિરાકરણ (ખંડન) છે.
જ્ઞાનથી અર્થાંતરભૂત આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થાય છે એમ માનવું
ખરેખર યોગ્ય નથી. (આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થતો માનવામાં આવે તો અમે
પૂછીએ છીએ કે) તે (
આત્મા) જ્ઞાનનો સમવાય થયા પહેલાં ખરેખર જ્ઞાની છે કે
અજ્ઞાની? જો જ્ઞાની છે (એમ કહેવામાં આવે) તો જ્ઞાનનો સમવાય નિષ્ફળ છે. હવે
જો અજ્ઞાની છે (એમ કહેવામાં આવે) તો (પૂછીએ છીએ કે) અજ્ઞાનના સમવાયથી
અજ્ઞાની છે કે અજ્ઞાનની સાથે એકત્વથી અજ્ઞાની છે? પ્રથમ, અજ્ઞાનના સમવાયથી
અજ્ઞાની હોઈ શકે નહિ; કારણ કે અજ્ઞાનીને અજ્ઞાનનો સમવાય નિષ્ફળ છે અને
જ્ઞાનીપણું તો જ્ઞાનના સમવાયનો અભાવ હોવાથી છે જ નહિ. માટે ‘
અજ્ઞાની’ એવું

Page 86 of 256
PDF/HTML Page 126 of 296
single page version

૮૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चैवमज्ञानेन सहैकत्वे ज्ञानेनापि सहैकत्वमवश्यं सिध्यतीति ।।४९।।
समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य
तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिद्दिट्ठा ।।५०।।
समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च
तस्माद्द्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ।।५०।।
समवायस्य पदार्थान्तरत्वनिरासोऽयम्
વચન અજ્ઞાનની સાથે એકત્વને અવશ્ય સિદ્ધ કરે છે જ. અને એ રીતે અજ્ઞાનની સાથે
એકત્વ સિદ્ધ થતાં જ્ઞાનની સાથે પણ એકત્વ અવશ્ય સિદ્ધ થાય છે.
ભાવાર્થઆત્માને અને જ્ઞાનને એકત્વ છે એમ અહીં યુક્તિથી સમજાવ્યું છે.
પ્રશ્નછદ્મસ્થદશામાં જીવને માત્ર અલ્પજ્ઞાન જ હોય છે અને કેવળીદશામાં
તો પરિપૂર્ણ જ્ઞાનકેવળજ્ઞાન થાય છે; માટે ત્યાં તો કેવળીભગવાનને જ્ઞાનનો સમવાય
(કેવળજ્ઞાનનો સંયોગ) થયો ને?
ઉત્તરના, એમ નથી. જીવને અને જ્ઞાનગુણને સદાય એકત્વ છે, અભિન્નતા
છે. છદ્મસ્થદશામાં પણ તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે કેવળજ્ઞાન હોય છે.
કેવળીદશામાં, તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે રહેલું કેવળજ્ઞાન વ્યક્ત થાય છે;
કેવળજ્ઞાન ક્યાંય બહારથી આવીને કેવળીભગવાનના આત્મા સાથે સમવાય પામે છે
એમ નથી. છદ્મસ્થદશામાં અને કેવળીદશામાં જે જ્ઞાનનો તફાવત જણાય છે તે માત્ર
શક્તિ-વ્યક્તિરૂપ તફાવત સમજવો. ૪૯.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે, અયુતત્વ તે;
તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦.
અન્વયાર્થ[ समवर्तित्वं समवायः ] સમવર્તીપણું તે સમવાય છે; [ अपृथग्भूतत्वम् ]
તે જ, અપૃથક્પણું [ च ] અને [ अयुतसिद्धत्वम् ] અયુતસિદ્ધપણું છે. [ तस्मात् ] તેથી
[ द्रव्यगुणानाम् ] દ્રવ્ય અને ગુણોની [ अयुता सिद्धिः इति ] અયુતસિદ્ધિ [ निर्दिष्टा ]
(જિનોએ) કહી છે.
ટીકાઆ, સમવાયને વિષે પદાર્થાંતરપણું હોવાનું નિરાકરણ (ખંડન) છે.

Page 87 of 256
PDF/HTML Page 127 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૭
द्रव्यगुणानामेकास्तित्वनिर्वृत्तित्वादनादिरनिधना सहवृत्तिर्हि समवर्तित्वम्; स
एव समवायो जैनानाम्; तदेव संज्ञादिभ्यो भेदेऽपि वस्तुत्वेनाभेदादपृथग्भूतत्वम्; तदेव
युतसिद्धिनिबन्धनस्यास्तित्वान्तरस्याभावादयुतसिद्धत्वम्
ततो द्रव्यगुणानां समवर्तित्वलक्षण-
समवायभाजामयुतसिद्धिरेव, न पृथग्भूतत्वमिति ।।५०।।
वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं
दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होंति ।।५१।।
दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि
ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो ।।५२।।
દ્રવ્ય અને ગુણો એક અસ્તિત્વથી રચાયાં હોવાથી તેમની જે અનાદિ-અનંત
સહવૃત્તિ (સાથે રહેવાપણું) તે ખરેખર સમવર્તીપણું છે; તે જ, જૈનોના મતમાં
સમવાય છે; તે જ, સંજ્ઞાદિથી ભેદ હોવા છતાં (દ્રવ્ય અને ગુણોને સંજ્ઞા-લક્ષણ-
પ્રયોજન વગેરેની અપેક્ષાએ ભેદ હોવા છતાં) વસ્તુપણે અભેદ હોવાથી અપૃથક્પણું
છે. તે જ, યુતસિદ્ધિના કારણભૂત *અસ્તિત્વાંતરનો અભાવ હોવાથી અયુતસિદ્ધપણું છે.
તેથી સમવર્તિત્વસ્વરૂપ સમવાયવાળાં દ્રવ્ય અને ગુણોને અયુતસિદ્ધિ જ છે, પૃથક્પણું
નથી. ૫૦.
પરમાણુમાં પ્રરૂપિત વરણ, રસ, ગંધ તેમ જ સ્પર્શ જે,
અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; ૫૧.
ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી,
અન્યત્વના કર્તા બને વ્યપદેશથીન સ્વભાવથી. ૫૨.
*અસ્તિત્વાંતર = ભિન્ન અસ્તિત્વ. [યુતસિદ્ધિનું કારણ ભિન્ન ભિન્ન અસ્તિત્વો છે. લાકડી અને
લાકડીવાળાની માફક ગુણ અને દ્રવ્યનાં અસ્તિત્વો કદીયે ભિન્ન નહિ હોવાથી તેમને યુતસિદ્ધપણું
હોઈ શકે નહિ.]
૧. સમવાયનું સ્વરૂપ સમવર્તીપણું અર્થાત્ અનાદિ-અનંત સહવૃત્તિ છે. દ્રવ્ય અને ગુણોને આવો સમવાય
(અનાદિ-અનંત તાદાત્મ્યમય સહવૃત્તિ) હોવાથી તેમને અયુતસિદ્ધિ છે, કદીયે પૃથક્પણું નથી.

Page 88 of 256
PDF/HTML Page 128 of 296
single page version

૮૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
वर्णरसगन्धस्पर्शाः परमाणुप्ररूपिता विशेषैः
द्रव्याच्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ।।५१।।
दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते
व्यपदेशतः पृथक्त्वं कुरुतः हि नो स्वभावात।।५२।।
द्रष्टान्तदार्ष्टान्तिकार्थपुरस्सरो द्रव्यगुणानामनर्थान्तरत्वव्याख्योपसंहारोऽयम्
वर्णरसगन्धस्पर्शा हि परमाणोः प्ररूप्यन्ते; ते च परमाणोरविभक्त प्रदेशत्वेनानन्येऽपि
संज्ञादिव्यपदेशनिबन्धनैर्विशेषैरन्यत्वं प्रकाशयन्ति एवं ज्ञानदर्शने अप्यात्मनि सम्बद्धे
आत्मद्रव्यादविभक्त प्रदेशत्वेनानन्येऽपि संज्ञादिव्यपदेशनिबन्धनैर्विशेषैः पृथक्त्वमासादयतः,
स्वभावतस्तु नित्यमपृथक्त्वमेव बिभ्रतः
।।५१५२।।
इति उपयोगगुणव्याख्यानं समाप्तम्
અન્વયાર્થ[ परमाणुप्ररूपिताः ] પરમાણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવાં [ वर्णरस-
गन्धस्पर्शाः ] વર્ણ-રસ-ગંધ-સ્પર્શ [ द्रव्यात् अनन्याः च ] દ્રવ્યથી અનન્ય વર્તતાં થકાં [ विशेषैः ]
(વ્યપદેશના કારણભૂત) વિશેષો વડે [ अन्यत्वप्रकाशकाः भवन्ति ] અન્યત્વને પ્રકાશનારાં થાય
છે (સ્વભાવથી અન્યરૂપ નથી); [ तथा ] એવી રીતે [ जीवनिबद्धे ] જીવને વિષે સંબદ્ધ એવાં
[ दर्शनज्ञाने ] દર્શન-જ્ઞાન [ अनन्यभूते ] (જીવદ્રવ્યથી) અનન્ય વર્તતાં થકાં [ व्यपदेशतः ] વ્યપદેશ
દ્વારા [ पृथक्त्वं कुरुतः हि ] પૃથક્પણાને કરે છે, [ नो स्वभावात् ] સ્વભાવથી નહિ.
ટીકાદ્રષ્ટાંતરૂપ અને *દાર્ષ્ટાંતરૂપ પદાર્થપૂર્વક, દ્રવ્ય અને ગુણોના અભિન્ન-
પદાર્થપણાના વ્યાખ્યાનનો આ ઉપસંહાર છે.
વર્ણ-રસ-ગંધ-સ્પર્શ ખરેખર પરમાણુને વિષે પ્રરૂપવામાં આવે છે; તેઓ
પરમાણુથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ વ્યપદેશના
કારણભૂત વિશેષો વડે અન્યત્વને પ્રકાશે છે. એવી રીતે આત્માને વિષે સંબદ્ધ જ્ઞાન-
દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ
વ્યપદેશના કારણભૂત વિશેષો વડે પૃથક્પણાને પામે છે, પરંતુ સ્વભાવથી સદા
અપૃથક્પણાને જ ધારે છે. ૫૧
૫૨.
આ રીતે ઉપયોગગુણનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
*દાર્ષ્ટાંત = દ્રષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. (અહીં પરમાણુ ને વર્ણાદિક દ્રષ્ટાંતરૂપ
પદાર્થો છે તથા જીવ ને જ્ઞાનાદિક દાર્ષ્ટાંતરૂપ પદાર્થો છે.)

Page 89 of 256
PDF/HTML Page 129 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૯
अथ कर्तृत्वगुणव्याख्यानम् तत्रादिगाथात्रयेण तदुपोद्घातः
जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो
सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ।।५३।।
जीवा अनादिनिधनाः सान्ता अनन्ताश्च जीवभावात
सद्भावतोऽनन्ताः पञ्̄चाग्रगुणप्रधानाः च ।।५३।।
जीवा हि निश्चयेन परभावानामकरणात्स्वभावानां कर्तारो भविष्यन्ति तांश्च
कुर्वाणाः किमनादिनिधनाः, किं सादिसनिधनाः, किं साद्यनिधनाः, किं तदाकारेण
परिणताः, किमपरिणताः भविष्यन्तीत्याशङ्कयेदमुक्त म्
जीवा हि सहजचैतन्यलक्षणपारिणामिकभावेनानादिनिधनाः त एवौदयिक-
હવે કર્તૃત્વગુણનું વ્યાખ્યાન છે. તેમાં, શરૂઆતની ત્રણ ગાથાઓથી તેનો ઉપોદ્ઘાત
કરવામાં આવે છે.
જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી,
સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩.
અન્વયાર્થ[ जीवाः ] જીવો [ अनादिनिधनाः ] (પારિણામિકભાવથી) અનાદિ-
અનંત છે, [ सान्ताः ] (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે [ च ] અને [ जीवभावात
अनन्ताः ] જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત
છે) [ सद्भावतः अनन्ताः ] કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. [ पञ्चाग्रगुणप्रधानाः
च ] તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે.
ટીકાનિશ્ચયથી પર-ભાવોનું કરવાપણું નહિ હોવાથી જીવો સ્વ-ભાવોના કર્તા હોય
છે; અને તેમને (પોતાના ભાવોને) કરતા થકા, શું તેઓ અનાદિ-અનંત છે? શું સાદિ-
સાંત છે? શું સાદિ-અનંત છે? શું તદાકારે (તે-રૂપે) પરિણત છે? શું (તદાકારે) અપરિણત
છે?એમ આશંકા કરીને આ કહેવામાં આવ્યું છે (અર્થાત્ તે આશંકાઓના સમાધાનરૂપે
આ ગાથા કહેવામાં આવી છે).
જીવો ખરેખર *સહજચૈતન્યલક્ષણ પારિણામિક ભાવથી અનાદિ-અનંત છે. તેઓ
* જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ સહજ-ચૈતન્ય છે. આ પારિણામિક ભાવ અનાદિ-
અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે.
પં. ૧૨

Page 90 of 256
PDF/HTML Page 130 of 296
single page version

૯૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
क्षायोपशमिकौपशमिकभावैः सादिसनिधनाः त एव क्षायिकभावेन साद्यनिधनाः न च
सादित्वात्सनिधनत्वं क्षायिकभावस्याशङ्कयम् स खलूपाधिनिवृत्तौ प्रवर्तमानः सिद्धभाव इव
सद्भाव एव जीवस्य; सद्भावेन चानन्ता एव जीवाः प्रतिज्ञायन्ते न च
तेषामनादिनिधनसहजचैतन्यलक्षणैकभावानां सादिसनिधनानि साद्यनिधनानि भावान्तराणि
नोपपद्यन्त इति वक्त व्यम्; ते खल्वनादिकर्ममलीमसाः पङ्कसम्पृक्त तोयवत्तदाकारेण परिणत-
त्वात्पञ्चप्रधानगुणप्रधानत्वेनैवानुभूयन्त इति
।।५३।।
एवं सदो विणासो असदो जीवस्स हवदि उप्पादो
इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ।।५४।।
જ ઔદયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવોથી સાદિ-સાંત છે. તેઓ જ ક્ષાયિક
ભાવથી સાદિ-અનંત છે.
ક્ષાયિક ભાવ સાદિ હોવાથી તે સાંત હશે’ એવી આશંકા કરવી યોગ્ય નથી.
(કારણ આ પ્રમાણે છેઃ) તે ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતાં પ્રવર્તતો થકો,
સિદ્ધભાવની માફક, જીવનો સદ્ભાવ જ છે (અર્થાત્ કર્મોપાધિના ક્ષયે પ્રવર્તતો હોવાથી
ક્ષાયિક ભાવ જીવનો સદ્ભાવ જ છે); અને સદ્ભાવથી તો જીવો અનંત જ સ્વીકારવામાં
આવે છે. (માટે ક્ષાયિક ભાવથી જીવો અનંત જ અર્થાત
્ વિનાશ-રહિત જ છે.)
વળી ‘અનાદિ-અનંત સહજચૈતન્યલક્ષણ એક ભાવવાળા તેમને સાદિ-સાંત અને
સાદિ-અનંત ભાવાંતરો ઘટતા નથી (અર્થાત્ જીવોને એક પારિણામિક ભાવ સિવાય અન્ય
ભાવો ઘટતા નથી)’ એમ કહેવું યોગ્ય નથી; (કારણ કે) તેઓ ખરેખર અનાદિ કર્મથી
મલિન વર્તતા થકા કાદવથી *સંપૃક્ત જળની માફક તદાકારે પરિણત હોવાને લીધે, પાંચ
પ્રધાન +ગુણોથી પ્રધાનતાવાળા જ અનુભવાય છે. ૫૩.
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ જીવને હોય છે,
ભાખ્યું જિને, જે પૂર્વ - અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૫૪.
*કાદવથી સંપૃક્ત = કાદવનો સંપર્ક પામેલ; કાદવના સંસર્ગવાળું. (જોકે જીવો દ્રવ્યસ્વભાવથી શુદ્ધ છે તોપણ
વ્યવહારથી અનાદિ કર્મબંધનને વશ, કાદવવાળા જળની માફક, ઔદયિકાદિ ભાવે પરિણત છે.)
+જીવના ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક એ પાંચ ભાવોને જીવના પાંચ
પ્રધાન ગુણો કહેવામાં આવ્યા છે.

Page 91 of 256
PDF/HTML Page 131 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૧
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः
इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ।।५४।।
जीवस्य भाववशात्सादिसनिधनत्वेऽनाद्यनिधनत्वे च विरोधपरिहारोऽयम्
एवं हि पञ्̄चभिर्भावैः स्वयं परिणममानस्यास्य जीवस्य कदाचिदौदयिकेनैकेन
मनुष्यत्वादिलक्षणेन भावेन सतो विनाशस्तथापरेणौदयिकेनैव देवत्वादिलक्षणेन भावेन असत
उत्पादो भवत्येव
एतच्च ‘न सतो विनाशो नासत उत्पाद’ इति पूर्वोक्त सूत्रेण सह
विरुद्धमपि न विरुद्धम्; यतो जीवस्य द्रव्यार्थिकनयादेशेन न सत्प्रणाशो नासदुत्पादः,
तस्यैव पर्यायार्थिकनयादेशेन सत्प्रणाशोऽसदुत्पादश्च
न चैतदनुपपन्नम्, नित्ये जले
कल्लोलानामनित्यत्वदर्शनादिति ।।५४।।
અન્વયાર્થ[ एवं ] એ રીતે [ जीवस्य ] જીવને [ सतः विनाशः ] સત્નો વિનાશ
અને [ असतः उत्पादः ] અસત્નો ઉત્પાદ [ भवति ] હોય છે[ इति ] એવું [ जिनवरैः
भणितम् ] જિનવરોએ કહ્યું છે, [ अन्योऽन्यविरुद्धम् ] કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯મી
ગાથાના કથન સાથે વિરોધવાળું) છતાં [ अविरुद्धम् ] અવિરુદ્ધ છે.
ટીકાઆ, જીવને ભાવવશાત્ (ઔદયિકાદિ ભાવોને લીધે) સાદિ-સાંતપણું
અને અનાદિ-અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે.
એ રીતે ખરેખર પાંચ ભાવોરૂપે સ્વયં પરિણમતા આ જીવને કદાચિત્ ઔદયિક
એવા એક મનુષ્યત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ સત્નો વિનાશ અને ઔદયિક જ
એવા બીજા દેવત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ અસત્નો ઉત્પાદ થાય છે જ. અને
આ (કથન) ‘સત્નો વિનાશ નથી ને અસત્નો ઉત્પાદ નથી’ એવા પૂર્વોક્ત સૂત્રની
(૧૯મી ગાથાની) સાથે વિરોધવાળું હોવા છતાં (ખરેખર) વિરોધવાળું નથી;
કારણ કે જીવને દ્રવ્યાર્થિકનયના કથનથી સત્નો નાશ નથી ને અસત્નો ઉત્પાદ નથી
તથા તેને જ પર્યાયાર્થિકનયના કથનથી સત્નો નાશ છે અને અસત્નો ઉત્પાદ છે. અને
+અનુપપન્ન નથી, કેમ કે નિત્ય એવા જળમાં કલ્લોલોનું અનિત્યપણું જોવામાં
આવે છે.
+અનુપપન્ન = અયુક્ત; અસંગત; અઘટિત; ન બની શકે એવું.

Page 92 of 256
PDF/HTML Page 132 of 296
single page version

૯૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णेरइयतिरियमणुया देवा इदि णामसंजुदा पयडी
कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।।५५।।
नारकतिर्यङ्मनुष्या देवा इति नामसंयुताः प्रकृतयः
कुर्वन्ति सतो नाशमसतो भावस्योत्पादम् ।।५५।।
जीवस्य सदसद्भावोच्छित्त्युत्पत्तिनिमित्तोपाधिप्रतिपादनमेतत
ભાવાર્થ૫૩મી ગાથામાં જીવને સાદિ-સાંતપણું તેમ જ અનાદિ-અનંતપણું
કહેવામાં આવ્યું. ત્યાં પ્રશ્ન સંભવે છે કેસાદિ-સાંતપણું અને અનાદિ-અનંતપણું
પરસ્પર વિરુદ્ધ છે; પરસ્પર વિરુદ્ધ ભાવો એકીસાથે જીવને કેમ ઘટે? તેનું સમાધાન
આ પ્રમાણે છેઃ જીવ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ છે. તેને સાદિ-સાંતપણું અને અનાદિ-
અનંતપણું બન્ને એક જ અપેક્ષાએ કહેવામાં આવ્યાં નથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ
કહેવામાં આવ્યાં છે; સાદિ-સાંતપણું કહેવામાં આવ્યું છે તે પર્યાય-અપેક્ષાએ છે અને
અનાદિ-અનંતપણું દ્રવ્ય-અપેક્ષાએ છે. માટે એ રીતે જીવને સાદિ-સાંતપણું તેમ જ
અનાદિ-અનંતપણું એકીસાથે બરાબર ઘટે છે.
(અહીં જોકે જીવને અનાદિ-અનંત તેમ જ સાદિ-સાંત કહેવામાં આવ્યો તોપણ
તાત્પર્ય એમ ગ્રહવું કે પર્યાયાર્થિકનયના વિષયભૂત સાદિ-સાંત જીવનો આશ્રય કરવાયોગ્ય
નથી પરંતુ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત એવું જે અનાદિ-અનંત, ટંકોત્કીર્ણજ્ઞાયકસ્વભાવી,
નિર્વિકાર, નિત્યાનંદસ્વરૂપ જીવદ્રવ્ય તેનો જ આશ્રય કરવાયોગ્ય છે.) ૫૪.
તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે,
તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫.
અન્વયાર્થ[ नारकतिर्यङ्मनुष्याः देवाः ] નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ [ इति
नामसंयुताः ] એવાં નામવાળી [ प्रकृतयः ] (નામકર્મની) પ્રકૃતિઓ [ सतः नाशम् ] સત
ભાવનો નાશ અને [ असतः भावस्य उत्पादम् ] અસત્ ભાવનો ઉત્પાદ [ कुर्वन्ति ] કરે છે.
ટીકાજીવને સત્ ભાવના ઉચ્છેદ અને અસત્ ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત
ઉપાધિનું આ પ્રતિપાદન છે.

Page 93 of 256
PDF/HTML Page 133 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૩
यथा हि जलराशेर्जलराशित्वेनासदुत्पादं सदुच्छेदं चाननुभवतश्चतुर्भ्यः ककुब्वि-
भागेभ्यः क्रमेण वहमानाः पवमानाः कल्लोलानामसदुत्पादं सदुच्छेदं च कुर्वन्ति, तथा
जीवस्यापि जीवत्वेन सदुच्छेदमसदुत्पत्तिं चाननुभवतः क्रमेणोदीयमानाः नारकतिर्यङ्मनुष्य-
देवनामप्रकृतयः सदुच्छेदमसदुत्पादं च कुर्वन्तीति
।।५५।।
उदएण उवसमेण य खएण दुहिं मिस्सिदेहिं परिणामे
जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु वित्थिण्णा ।।५६।।
उदयेनोपशमेन च क्षयेण द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन
युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु विस्तीर्णाः ।।५६।।
जीवस्य भावोदयवर्णनमेतत
જેમ સમુદ્રપણે અસત્નો ઉત્પાદ અને સત્નો ઉચ્છેદ નહિ અનુભવતા એવા
સમુદ્રને ચાર દિશાઓમાંથી ક્રમે વહેતા પવનો કલ્લોલોસંબંધી અસત્નો ઉત્પાદ અને
સત્નો ઉચ્છેદ કરે છે (અર્થાત્ અવિદ્યમાન તરંગના ઉત્પાદમાં અને વિદ્યમાન તરંગના
નાશમાં નિમિત્ત બને છે), તેમ જીવપણે સત્નો ઉચ્છેદ અને અસત્નો ઉત્પાદ નહિ
અનુભવતા એવા જીવને ક્રમે ઉદય પામતી નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ નામની (નામકર્મની)
પ્રકૃતિઓ (ભાવોસંબંધી, પર્યાયોસંબંધી) સત
્નો ઉચ્છેદ અને અસત્નો ઉત્પાદ કરે છે
(અર્થાત્ વિદ્યમાન પર્યાયના નાશમાં અને અવિદ્યમાન પર્યાયના ઉત્પાદમાં નિમિત્ત બને
છે). ૫૫.
પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે,
તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬.
અન્વયાર્થ[ उदयेन ] ઉદયથી યુક્ત, [ उपशमेन ] ઉપશમથી યુક્ત, [ क्षयेण ]
ક્ષયથી યુક્ત, [ द्वाभ्यां मिश्रिताभ्यां ] ક્ષયોપશમથી યુક્ત [ च ] અને [ परिणामेन युक्ताः ]
પરિણામથી યુક્ત[ ते ] એવા [ जीवगुणाः ] (પાંચ) જીવગુણો (જીવના ભાવો) છે;
[ च ] અને [ बहुषु अर्थेषु विस्तीर्णाः ] તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.
ટીકાજીવને ભાવોના ઉદયનું (પાંચ ભાવોની પ્રગટતાનું ) આ વર્ણન છે.

Page 94 of 256
PDF/HTML Page 134 of 296
single page version

૯૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कर्मणां फलदानसमर्थतयोद्भूतिरुदयः, अनुद्भूतिरुपशमः, उद्भूत्यनुद्भूती क्षयोपशमः,
अत्यन्तविश्लेषः क्षयः, द्रव्यात्मलाभहेतुकः परिणामः तत्रोदयेन युक्त औदयिकः,
उपशमेन युक्त औपशमिकः, क्षयोपशमेन युक्त : क्षायोपशमिकः, क्षयेण युक्त : क्षायिकः,
परिणामेन युक्त : पारिणामिकः
त एते पञ्̄च जीवगुणाः तत्रोपाधिचतुर्विधत्वनिबन्धना-
श्चत्वारः, स्वभावनिबन्धन एकः एते चोपाधिभेदात्स्वरूपभेदाच्च भिद्यमाना बहुष्वर्थेषु
विस्तार्यन्त इति ।।५६।।
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं
सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ।।५७।।
કર્મોનો ફળદાનસમર્થપણે ઉદ્ભવ તે ‘ઉદય’ છે, અનુદ્ભવ તે ‘ઉપશમ’ છે,
ઉદ્ભવ તેમ જ અનુદ્ભવ તે ‘ક્ષયોપશમ’ છે, અત્યંત વિશ્લેષ તે ‘ક્ષય’ છે, દ્રવ્યનો
આત્મલાભ (હયાતી) જેનો હેતુ છે તે ‘પરિણામ’ છે. ત્યાં, ઉદયથી યુક્ત તે ‘ઔદયિક
છે, ઉપશમથી યુક્ત તે ‘ઔપશમિક’ છે, ક્ષયોપશમથી યુક્ત તે ‘ક્ષાયોપશમિક’ છે, ક્ષયથી
યુક્ત તે ‘ક્ષાયિક’ છે, પરિણામથી યુક્ત તે ‘પારિણામિક’ છે.એવા આ પાંચ જીવગુણો
છે. તેમાં (આ પાંચ ગુણોમાં) ઉપાધિનું ચતુર્વિધપણું જેમનું કારણ (નિમિત્ત) છે એવા
ચાર છે, સ્વભાવ જેનું કારણ છે એવો એક છે. ઉપાધિના ભેદથી અને સ્વરૂપના ભેદથી
ભેદ પાડતાં, તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. ૫૬.
પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને,
તે ભાવનો તે જીવ છે કર્તાકહ્યું જિનશાસને. ૫૭.
૧. ફળદાનસમર્થ = ફળ દેવામાં સમર્થ
૨. અત્યંત વિશ્લેષ = અત્યંત વિયોગ; આત્યંતિક નિવૃત્તિ.
૩. આત્મલાભ = સ્વરૂપપ્રાપ્તિ; સ્વરૂપને ધારી રાખવું તે; પોતાને ધારી રાખવું તે; હયાતી. (દ્રવ્ય પોતાને
ધારી રાખે છે અર્થાત્ પોતે હયાત રહે છે તેથી તેને ‘પરિણામ’ છે.)
૪. ક્ષયથી યુક્ત = ક્ષય સહિતઃ ક્ષય સાથે સંબંધવાળો. (વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે
ભાવમાં આવે તે ‘ક્ષાયિક’ ભાવ છે.)
૫. પરિણામથી યુક્ત = પરિણામમય; પરિણામાત્મક; પરિણામસ્વરૂપ.
૬. કર્મોપાધિની ચાર પ્રકારની દશા (
ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય) જેમનું નિમિત્ત છે એવા
ચાર ભાવો છે; જેમાં કર્મોપાધિરૂપ નિમિત્ત બિલકુલ નથી, માત્ર દ્રવ્યસ્વભાવ જ જેનું કારણ છે
એવો એક પારિણામિક ભાવ છે.

Page 95 of 256
PDF/HTML Page 135 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૫
कर्म वेदयमानो जीवो भावं करोति याद्रशकम्
स तस्य तेन कर्ता भवतीति च शासने पठितम् ।।५७।।
जीवस्यौदयिकादिभावानां कर्तृत्वप्रकारोक्ति रियम्
जीवेन हि द्रव्यकर्म व्यवहारनयेनानुभूयते; तच्चानुभूयमानं जीवभावानां निमित्त-
मात्रमुपवर्ण्यते तस्मिन्निमित्तमात्रभूते जीवेन कर्तृभूतेनात्मनः कर्मभूतो भावः क्रियते
अमुना यो येन प्रकारेण जीवेन भावः क्रियते, स जीवस्तस्य भावस्य तेन प्रकारेण कर्ता
भवतीति
।।५७।।
कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा
खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकदं ।।५८।।
कर्मणा विनोदयो जीवस्य न विद्यत उपशमो वा
क्षायिकः क्षायोपशमिकस्तस्माद्भावस्तु कर्मकृतः ।।५८।।
અન્વયાર્થ[ कर्म वेदयमानः ] કર્મને વેદતો થકો [ जीवः ] જીવ [ याद्रशकम्
भावं ] જેવા ભાવને [ करोति ] કરે છે, [ तस्य ] તે ભાવનો [ तेन ] તે પ્રકારે [ सः ] તે
[ कर्ता भवति ] કર્તા છે[ इति च ] એમ [ शासने पठितम् ] શાસનમાં કહ્યું છે.
ટીકાઆ, જીવના ઔદયિકાદિ ભાવોના કર્તૃત્વપ્રકારનું કથન છે.
જીવ વડે દ્રવ્યકર્મ વ્યવહારનયથી અનુભવાય છે; અને તે અનુભવાતું થકું
જીવભાવોનું નિમિત્તમાત્ર કહેવાય છે. તે (દ્રવ્યકર્મ) નિમિત્તમાત્ર હોતાં, જીવ વડે કર્તાપણે
પોતાનો કર્મરૂપ (કાર્યરૂપ) ભાવ કરાય છે. તેથી જે ભાવ જે પ્રકારે જીવ વડે કરાય
છે, તે ભાવનો તે પ્રકારે તે જીવ કર્તા છે. ૫૭.
પુદ્ગલકરમ વિણ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને
ક્ષાયોપશમિક ન હોય, તેથી કર્મકૃત એ ભાવ છે. ૫૮.
અન્વયાર્થ[ कर्मणा विना ] કર્મ વિના [ जीवस्य ] જીવને [ उदयः ] ઉદય,
[ंउपशमः ] ઉપશમ, [ क्षायिकः ] ક્ષાયિક [ वा ] અથવા [ क्षायोपशमिकः ] ક્ષાયોપશમિક [ न
विद्यते ] હોતો નથી, [ तस्मात् तु ] તેથી [ भावः ] ભાવ (ચતુર્વિધ જીવભાવ) [ कर्मकृतः ]
કર્મકૃત છે.

Page 96 of 256
PDF/HTML Page 136 of 296
single page version

૯૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यकर्मणां निमित्तमात्रत्वेनौदयिकादिभावकर्तृत्वमत्रोक्त म्
न खलु कर्मणा विना जीवस्योदयोपशमौ क्षयक्षयोपशमावपि विद्येते; ततः क्षायिक-
क्षायोपशमिकश्चौदयिकौपशमिकश्च भावः कर्मकृतोऽनुमन्तव्यः पारिणामिकस्त्वनादिनिधनो
निरुपाधिः स्वाभाविक एव क्षायिकस्तु स्वभावव्यक्ति रूपत्वादनन्तोऽपि कर्मणः क्षयेणोत्पद्य-
मानत्वात्सादिरिति कर्मकृत एवोक्त : औपशमिकस्तु कर्मणामुपशमे समुत्पद्यमानत्वादनुपशमे
समुच्छिद्यमानत्वात् कर्मकृत एवेति
अथवा उदयोपशमक्षयक्षयोपशमलक्षणाश्चतस्रो द्रव्यकर्मणामेवावस्थाः, न पुनः परि-
णामलक्षणैकावस्थस्य जीवस्य; तत उदयादिसञ्जातानामात्मनो भावानां निमित्तमात्रभूत-
ટીકાઅહીં, (ઔદયિકાદિ ભાવોનાં) નિમિત્તમાત્ર તરીકે દ્રવ્યકર્મોને
ઔદયિકાદિ ભાવોનું કર્તાપણું કહ્યું છે.
(એક રીતે વ્યાખ્યા કરતાં) કર્મ વિના જીવને ઉદયઉપશમ તેમ જ ક્ષય
ક્ષયોપશમ હોતા નથી (અર્થાત્ દ્રવ્યકર્મ વિના જીવને ઔદયિકાદિ ચાર ભાવો હોતા
નથી); તેથી ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક કે ઔપશમિક ભાવ કર્મકૃત સંમત કરવો.
પારિણામિક ભાવ તો અનાદિ-અનંત, *નિરુપાધિ, સ્વાભાવિક જ છે. (ઔદયિક અને
ક્ષાયોપશમિક ભાવો કર્મ વિના હોતા નથી અને તેથી કર્મકૃત કહી શકાયએ વાત
તો સ્પષ્ટ સમજાય એવી છે; ક્ષાયિક અને ઔપશમિક ભાવોની બાબતમાં નીચે પ્રમાણે
સ્પષ્ટતા કરવામાં આવે છેઃ
) ક્ષાયિક ભાવ, જોકે સ્વભાવની વ્યક્તિરૂપ (પ્રગટતારૂપ)
હોવાથી અનંત (અંત વિનાનો) છે તોપણ, કર્મના ક્ષય વડે ઉત્પન્ન થતો હોવાને લીધે
સાદિ છે તેથી કર્મકૃત જ કહેવામાં આવ્યો છે. ઔપશમિક ભાવ કર્મના ઉપશમે ઉત્પન્ન
થતો હોવાથી અને અનુપશમે નષ્ટ થતો હોવાથી કર્મકૃત જ છે. (આમ ઔદયિકાદિ
ચાર ભાવો કર્મકૃત સંમત કરવા.)
અથવા (બીજી રીતે વ્યાખ્યા કરતાં)ઉદય, ઉપશમ, ક્ષય અને
ક્ષયોપશમસ્વરૂપ ચાર (અવસ્થાઓ) દ્રવ્યકર્મની જ અવસ્થાઓ છે, પરિણામસ્વરૂપ એક
અવસ્થાવાળા જીવની નહિ (અર્થાત્ ઉદય વગેરે અવસ્થાઓ દ્રવ્યકર્મની જ છે,
પરિણામ’ જેનું સ્વરૂપ છે એવી એક અવસ્થાએ અવસ્થિત જીવનીપારિણામિક
ભાવરૂપે રહેલા જીવનીતે ચાર અવસ્થાઓ નથી); તેથી ઉદયાદિક વડે ઉત્પન્ન થતા
*નિરુપાધિ = ઉપાધિ વિનાનો; ઔપાધિક ન હોય એવો. (જીવનો પારિણામિક ભાવ સર્વ કર્મોપાધિથી
નિરપેક્ષ હોવાને લીધે નિરુપાધિ છે.)

Page 97 of 256
PDF/HTML Page 137 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્યપંચાસ્તિકાયવર્ણન
૯૭
तथाविधावस्थत्वेन स्वयं परिणमनाद्द्̄रव्यकर्मापि व्यवहारनयेनात्मनो भावानां कर्तृत्वमापद्यत
इति ।।५८।।
भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता
ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ।।५९।।
भावो यदि कर्मकृत आत्मा कर्मणो भवति कथं कर्ता
न करोत्यात्मा किञ्चिदपि मुक्त्वान्यत् स्वकं भावम् ।।५९।।
जीवभावस्य कर्मकर्तृत्वे पूर्वपक्षोऽयम्
यदि खल्वौदयिकादिरूपो जीवस्य भावः कर्मणा क्रियते, तदा जीवस्तस्य
कर्ता न भवति न च जीवस्याकर्तृत्वमिष्यते ततः पारिशेष्येण द्रव्यकर्मणः
कर्तापद्यते तत्तु कथम् ? यतो निश्चयनयेनात्मा स्वं भावमुज्झित्वा नान्यत्किमपि
આત્માના ભાવોને નિમિત્તમાત્રભૂત એવી તે પ્રકારની અવસ્થાઓરૂપે (દ્રવ્યકર્મ) સ્વયં
પરિણમતું હોવાને લીધે દ્રવ્યકર્મ પણ વ્યવહારનયથી આત્માના ભાવોના કર્તાપણાને પામે
છે. ૫૮.
જો ભાવકર્તા કર્મ, તો શું કર્મકર્તા જીવ છે?
જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. ૫૯.
અન્વયાર્થ[ यदि भावः कर्मकृतः ] જો ભાવ (જીવભાવ) કર્મકૃત હોય તો
[ आत्मा कर्मणः कर्ता भवति ] આત્મા કર્મનો (દ્રવ્યકર્મનો) કર્તા હોવો જોઈએ. [ कथं ]
તે તો કેમ બને? [ आत्मा ] કારણ કે આત્મા તો [ स्वकं भावं मुक्त्वा ] પોતાના ભાવને
છોડીને [ अन्यत् किञ्चित् अपि ] બીજું કાંઈ પણ [ न करोति ] કરતો નથી.
ટીકાકર્મને જીવભાવનું કર્તાપણું હોવાની બાબતમાં આ *પૂર્વપક્ષ છે.
જો ઔદયિકાદિરૂપ જીવનો ભાવ કર્મ વડે કરવામાં આવતો હોય, તો જીવ તેનો
(ઔદયિકાદિરૂપ જીવભાવનો) કર્તા નથી એમ ઠરે છે. અને જીવનું અકર્તાપણું તો ઇષ્ટ
(માન્ય) નથી. માટે, બાકી એ રહ્યું કે જીવ દ્રવ્યકર્મનો કર્તા હોવો જોઈએ. પણ તે
*પૂર્વપક્ષ = ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે પ્રશ્ન
પં. ૧૩

Page 98 of 256
PDF/HTML Page 138 of 296
single page version

૯૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
करोतीति ।।५९।।
भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि
ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ।।६०।।
भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति
न तु तेषां खलु कर्ता न विना भूतास्तु कर्तारम् ।।६०।।
पूर्वसूत्रोदितपूर्वपक्षसिद्धान्तोऽयम्
व्यवहारेण निमित्तमात्रत्वाज्जीवभावस्य कर्म कर्तृ, कर्मणोऽपि जीवभावः कर्ता;
निश्चयेन तु न जीवभावानां कर्म कर्तृ, न कर्मणो जीवभावः न च ते कर्तारमन्तरेण
सम्भूयेते; यतो निश्चयेन जीवपरिणामानां जीवः कर्ता, कर्मपरिणामानां कर्म कर्तृ
इति
।।६०।।
તો કેમ બને? કારણ કે નિશ્ચયનયથી આત્મા પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ
કરતો નથી.
(આ પ્રમાણે પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો.) ૫૯.
રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે,
અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬૦.
અન્વયાર્થ[ भावः कर्मनिमित्तः ] જીવભાવનું કર્મ નિમિત્ત છે [ पुनः ] અને [ कर्म
भावकारणं भवति ] કર્મનું જીવભાવ નિમિત્ત છે, [ न तु तेषां खलु कर्ता ] પરંતુ ખરેખર
એકબીજાનાં કર્તા નથી; [ न तु कर्तारम् विना भूताः ] કર્તા વિના થાય છે એમ પણ નથી.
ટીકાઆ, પૂર્વ સૂત્રમાં (૫૯મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સમાધાનરૂપ
સિદ્ધાંત છે.
વ્યવહારથી નિમિત્તમાત્રપણાને લીધે જીવભાવનું કર્મ કર્તા છે (ઔદયિકાદિ
જીવભાવનું કર્તા દ્રવ્યકર્મ છે), કર્મનો પણ જીવભાવ કર્તા છે; નિશ્ચયથી તો જીવભાવોનું
નથી કર્મ કર્તા, કર્મનો નથી જીવભાવ કર્તા. તેઓ (
જીવભાવ અને દ્રવ્યકર્મ) કર્તા વિના
થાય છે એમ પણ નથી; કારણ કે નિશ્ચયથી જીવપરિણામોનો જીવ કર્તા છે અને
કર્મપરિણામોનું કર્મ (
પુદ્ગલ) કર્તા છે. ૬૦.

Page 99 of 256
PDF/HTML Page 139 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૯
कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स
ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेदव्वं ।।६१।।
कुर्वन् स्वकं स्वभावं आत्मा कर्ता स्वकस्य भावस्य
न हि पुद्गलकर्मणामिति जिनवचनं ज्ञातव्यम् ।।६१।।
निश्चयेन जीवस्य स्वभावानां कर्तृत्वं पुद्गलकर्मणामकर्तृत्वं चागमेनोपदर्शितमत्र
इति ।।६१।।
कम्मं पि सगं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं
जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ।।६२।।
कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानम्
जीवोऽपि च ताद्रशकः कर्मस्वभावेन भावेन ।।६२।।
નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો,
કર્તા ન પુદ્ગલકર્મનો;ઉપદેશ જિનનો જાણવો. ૬૧.
અન્વયાર્થ[ स्वकं स्वभावं ] પોતાના *સ્વભાવને [ कुर्वन् ] કરતો [ आत्मा ] આત્મા
[ हि ] ખરેખર [ स्वकस्य भावस्य ] પોતાના ભાવનો [ कर्ता ] કર્તા છે, [ न पुद्गल-
कर्मणाम् ] પુદ્ગલકર્મોનો નહિ; [ इति ] આમ [ जिनवचनं ] જિનવચન [ ज्ञातव्यम् ] જાણવું.
ટીકાનિશ્ચયથી જીવને પોતાના ભાવોનું કર્તાપણું છે અને પુદ્ગલકર્મોનું અકર્તાપણું
છે એમ અહીં આગમ વડે દર્શાવવામાં આવ્યું છે. ૬૧.
રે! કર્મ આપસ્વભાવથી નિજ કર્મપર્યયને કરે,
આત્માય કર્મસ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬૨.
અન્વયાર્થ[ कर्म अपि ] કર્મ પણ [ स्वेन स्वभावेन ] પોતાના સ્વભાવથી [ स्वकं
करोति ] પોતાને કરે છે [ च ] અને [ ताद्रशकः जीवः अपि ] તેવો જીવ પણ [ कर्मस्वभावेन
*જોકે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો ‘સ્વભાવો’ કહેવાય છે તોપણ અશુદ્ધનિશ્ચયથી રાગાદિક
પણ ‘સ્વભાવો’ કહેવાય છે.

Page 100 of 256
PDF/HTML Page 140 of 296
single page version

૧૦૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्र निश्चयनयेनाभिन्नकारकत्वात्कर्मणो जीवस्य च स्वयं स्वरूपकर्तृत्वमुक्त म्
कर्म खलु कर्मत्वप्रवर्तमानपुद्गलस्कन्धरूपेण कर्तृतामनुबिभ्राणं, कर्मत्वगमन-
शक्ति रूपेण करणतामात्मसात्कुर्वत्, प्राप्यकर्मत्वपरिणामरूपेण कर्मतां कलयत्, पूर्वभाव-
व्यपायेऽपि ध्रुवत्वालम्बनादुपात्तापादानत्वम्, उपजायमानपरिणामरूपकर्मणाश्रीयमाणत्वादुपोढ-
सम्प्रदानत्वम्, आधीयमानपरिणामाधारत्वाद्गृहीताधिकरणत्वं, स्वयमेव षट्कारकीरूपेण
व्यवतिष्ठमानं न कारकान्तरमपेक्षते
एवं जीवोऽपि भावपर्यायेण प्रवर्तमानात्मद्रव्यरूपेण
कर्तृतामनुबिभ्राणो, भावपर्यायगमनशक्ति रूपेण करणतामात्मसात्कुर्वन्, प्राप्यभावपर्यायरूपेण
कर्मतां कलयन्, पूर्वभावपर्यायव्यपायेऽपि ध्रुवत्वालम्बनादुपात्तापादानत्वः, उपजायमान-
भावपर्यायरूपकर्मणाश्रीयमाणत्वादुपोढसम्प्रदानत्वः, आधीयमानभावपर्यायाधारत्वाद्गृहीताधि-
भावेन ] કર્મસ્વભાવ ભાવથી (ઔદયિકાદિ ભાવથી) [ सम्यक् आत्मानम् ] બરાબર પોતાને
કરે છે.
ટીકાનિશ્ચયનયે અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના
(પોતપોતાના રૂપના) કર્તા છે એમ અહીં કહ્યું છે.
કર્મ ખરેખર (૧) કર્મપણે પ્રવર્તતા પુદ્ગલસ્કંધરૂપે કર્તાપણાને ધરતું,
(૨) કર્મપણું પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતું, (૩) પ્રાપ્ય એવા
કર્મત્વપરિણામરૂપે કર્મપણાને અનુભવતું, (૪) પૂર્વ ભાવનો નાશ થવા છતાં ધ્રુવપણાને
અવલંબતું હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવું, (૫) ઊપજતા પરિણામરૂપ
કર્મ વડે સમાશ્રિત થતું હોવાથી (અર્થાત
્ ઊપજતા પરિણામરૂપ કાર્ય પોતાને દેવામાં
આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલું અને (૬) ધારી રાખવામાં આવતા પરિણામનો
આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવું
સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતું થકું
અન્ય કારકની અપેક્ષા રાખતું નથી.
એ પ્રમાણે જીવ પણ (૧) ભાવપર્યાયે પ્રવર્તતા આત્મદ્રવ્યરૂપે કર્તાપણાને ધરતો,
(૨) ભાવપર્યાય પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતો, (૩) પ્રાપ્ય એવા
ભાવપર્યાયરૂપે કર્મપણાને અનુભવતો, (૪) પૂર્વ ભાવપર્યાયનો નાશ થવા છતાં ધ્રુવપણાને
અવલંબતો હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવો, (૫) ઊપજતા
ભાવપર્યાયરૂપ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત
્ ઊપજતા ભાવપર્યાયરૂપ કાર્ય