Pravachan Ratnakar (Gujarati). Kalash: 199-202 ; Gatha: 321-327.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 161 of 210

 

PDF/HTML Page 3201 of 4199
single page version

મતલબ કે જાણે સૌને પણ કરે કોઈને નહિ. આવી વાત! વિષયવાસનાના કાળે સંયોગને દેખે, પણ તે સંયોગને ને સંયોગીભાવ જે વાસના તેને કરતો નથી, ભોગવતો નથી. સામી ચીજને એ કરતો ને ભોગવતો દેખાય છે ને! અહીં કહે છે -એ-જ્ઞાનસ્વભાવી આત્મા, એનો જ્ઞાનમાત્ર સ્વભાવ હોવાથી, પરને કરતો ને ભોગવતો નથી.

જુઓ, અહીં જ્ઞાન કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું છે એમ કહીને એકાંત કર્યું. પણ બાપુ! એ તો સમ્યક્ એકાંત છે ભાઈ! કેમકે ભગવાન આત્માનો એકાંત જ્ઞાનસ્વભાવ જ છે. કથંચિત્ જ્ઞાનસ્વભાવ ને કથંચિત્ કર્તાસ્વભાવ એવું આત્મવસ્તુનું સ્વરૂપ જ નથી, એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી.

ત્યારે કોઈ વળી કહે છે- કથંચિત્ બંધને મોક્ષનું કર્તાપણું કહો તો અનેકાન્ત થાય.

અરે ભાઈ! એમ નથી બાપા! ભગવાન આત્મા કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળો હોવાથી ‘જાણવું’ તો કરે પણ તે બંધને-રાગને કરતો નથી, તેમ તે રાગને વેદતો પણ નથી, બંધને-રાગને જ્ઞાન જાણે, એનો કેવળ જ્ઞાનસ્વભાવ છે ને! તો રાગને-બંધને જ્ઞાન જાણે, પણ તેને એ કરે કે વેદે-એવું એનું સ્વરૂપ નથી. લ્યો, હવે પરનું-આ ઝવેરાત, હીરા, માણેક-મોતીનું ને કપડાં વગેરેનું કરવું તો કયાંય દૂર રહી ગયું. સમજાણું કાંઈ...?

અહા! એક રજકણથી માંડીને આખી દુનિયાને એ જાણે, પણ જાણવાના સંબંધમાત્રથી એને પરને ને રાગને કરવા ને વેદવાનો સંબંધ થઈ જાય એવી વસ્તુ નથી. જ્ઞાનતત્ત્વવસ્તુ ખૂબ સૂક્ષ્મ છે ભાઈ! લોકો તો એને સ્થૂળ સંયોગના ને રાગના સંબંધથી માને છે, પણ અહીં કહે છે, રાગથી ને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાનતત્ત્વ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું છે અને તેથી તે કર્મના બંધને માત્ર જાણે જ છે. શું કીધું? જે કર્મનો બંધ થાય તેને પરજ્ઞેય તરીકે જાણે છે, પણ કરે છે કે ભોગવે છે એમ નહિ. બહુ આકરી વાત! શુભના પક્ષવાળાને આકરી પડે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં (શું થાય?)

અહાહા.....! જ્ઞાન નામ આત્માને કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળો કહ્યો ત્યાં વસ્તુમાં -આત્મામાં એકલું જ્ઞાન છે એમ ન લેવું, પણ બીજા અનંત ગુણ સાથે જ અવિનાભાવપણે રહેલા છે એમ જાણવું. એમાં રાગનું કે પરનું કરવું નથી માટે ‘જ્ઞાનમાત્રસ્વભાવવાળું’ -એમ કહ્યું છે. અહાહા....! એ બોલે નહિ, ખાય નહિ, ચાલે નહિ, બીજાને શીખામણ દે નહિ, બીજાની શીખામણ લે નહિ.... અહાહા....! આવું પરનું કાંઈ કરે નહિ એવું જ્ઞાનમાત્ર તત્ત્વ આત્મા છે. સમજાણું કાંઈ....?


PDF/HTML Page 3202 of 4199
single page version

કોઈને એમ થાય કે કાલે બપોરે તો એમ આવ્યું હતું કે ‘ગુરુનાં વચનોને પામીને.....’

ભાઈ! એ તો સ્વના આશ્રયે એણે અંદર સુદ્રષ્ટિ-સમદ્રષ્ટિ પ્રગટ કરી તો કહ્યું કે ‘ગુરુનાં વચનો પામીને...’ આ તો તે તે કાળે ઉપસ્થિત બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બાકી ગુરુનાં વચનો છે (ગુરુ વચન બોલે છે) અને એ વચનોને કોઈ શિષ્ય લે છે-એવું વસ્તુસ્વરૂપ નથી. લ્યો, આવી વાત! સમજાય છે કાંઈ...?

અહીં કહે છે-કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું હોવાથી કર્મના બંધને કરતું નથી, માત્ર જાણે જ છે, જુઓ, શાસ્ત્રમાં આવે કે ચોથે ગુણસ્થાને આટલી પ્રકૃતિ સત્તામાં હોય, આટલો ઉદય હોય, આટલું વેદન એટલે અનુભાગ હોય, આટલી પ્રકૃતિ બંધાય, આટલી ઉદયમાં આવે ને આટલીની ઉદીરણા થાય-ઇત્યાદિ, પણ ભાઈ! એ તો આ બધું જે હોય તેને જાણે જ છે, એને કરતો નથી. હવે નજીકની ચીજ જે કર્મ તેના ઉદયાદિને તે માત્ર જાણે જ છે, કરતો નથી તો પછી પરચીજને એ કરે એ વાત ક્યાં રહી? આત્મા બોલે, ચાલે, પરને મદદ કરે કે પરથી મદદ લે આદિ પરની ક્રિયા કરવી-એ વસ્તુના સ્વરૂપમાં નથી.

હા, પણ બંધને એ ભલે ન કરે, પણ મોક્ષને તો એ કરે છે ને?

ના, તે કાળે તે પર્યાય-પૂરણ મોક્ષ દશા થાય જ તેને કરે શું? જ્ઞાન કહેતાં શુદ્ધ આત્મદ્રવ્ય મોક્ષને પણ કરતું નથી. જે સમયે જે સત્પણે છે તેને કરે શું? ‘કરે’ એ તો જે ન હોય એને કરે એમ કહેવાય. શું કીધું? જેની સ્થિતિ ન હોય તેને કરે એમ કહેવાય. પણ જાણનાર જ્ઞાનીને તો જે મોક્ષની પર્યાય છે તેને એ જાણે છે બસ. અહાહા....! છે એને જાણે છે, પણ કરે-બરે છે એમ છે નહિ.

જુઓ, એનામાં એક ‘ભાવ’ નામનો ગુણ છે. આ ગુણને લઈને તને પ્રતિ સમય નિયત પર્યાય હોય જ છે. અહા! આવું જે દ્રવ્ય તેનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં જે બંધ-રાગ આદિ છે તેને એ જાણે જ છે, કરતો નથી, અહાહા...! જે તે ગુણસ્થાને તેના પ્રમાણમાં કર્મનો ઉદય આવે અને ઉદીરણા થાય, પણ એને એ કરતો નથી. અહાહા...! આ તો ૩૨૦ ગાથા! બહુ ઊંચી! છેલ્લી હદ છે. જ્ઞાનસ્વભાવ... જ્ઞાનસ્વભાવ... જ્ઞાનસ્વભાવ એવી વસ્તુ છે. એમાં બહુ તાણીને, તું કહે તો, એ જાણે દેખે છે એમ અમે કહીએ, ખરેખર તો (પરનું) જાણવું-દેખવું-એય વ્યવહાર છે.

અહાહા...! પોતે પોતાને જાણે છે એ નિશ્ચય ને પરને જાણે છે ઈ વ્યવહાર;


PDF/HTML Page 3203 of 4199
single page version

બાકી પરને કરે ને વેદે એ તો વાત જ નથી. ભાઈ! અહીં તો આ કહેવું છે કે તું બહુ લઈ જા તો એ દેખે-જાણે છે બસ એટલે રાખ, બાકી (પરનું) કરવું ને વેદવું એ તો એને છે જ નહિ. અહાહા...! આત્મતત્ત્વ જ્ઞાનસ્વરૂપી ભગવાન મોક્ષને કરે છે એમ પણ છે નહિ.

તો એના પુરુષાર્થનું શું? બાપુ! એ જાણે એ જ એનો પુરુષાર્થ છે. જાણગ-જાણગ સ્વભાવ છે એનો; તો જાણવા પ્રતિ વીર્ય જાગ્રત થાય તે પુરુષાર્થ છે; કેમકે હું કરું તો (પર્યાય) થાય એવું વસ્તુના સ્વરૂપમાં ક્યાં છે? નથી.

અહાહા...! જ્ઞાનમાત્ર સ્વભાવવાળો હોવાથી એ બંધને કરતો નથી, મોક્ષનેય કરતો નથી. અહાહા...! મોક્ષની પર્યાય તે કાળે થવાની જ છે, થાય છે, છે-તેને કરવું શું? અહાહા...! જાણનારને, તે મોક્ષની પર્યાય છે તેને કરવું ક્યાં છે? બાપુ! મોક્ષની પર્યાય જે થાય છે ને છે તેને કરવી એ તો વિરુદ્ધ થઈ ગયું. છે તેને કરે છે એ તો વિરુદ્ધ છે, છે તેને બસ જાણે જ છે એ વસ્તુસ્વરૂપ છે.

દ્રવ્ય સત્, ગુણ સત્ ને એક સમયની પર્યાય પણ સત્ છે. મોક્ષની અવસ્થા જે થાય છે તે સત્ છે. સત્પણે જે થાય જ છે એને હું કરું છું એ કેમ આવે? સત્ છે, છેપણે છે એને શું કરે? અહા! આખી દ્રવ્યદ્રષ્ટિ જેને યથાર્થ થઈ છે તે મોક્ષને પણ જાણે જ છે, મોક્ષને કરતો નથી. આવી વાત બાપુ! બહુ ઝીણી! લોકો તો અત્યારે બહારમાં (કરવામાં) જ પડી ગયા છે પણ બાપુ! વસ્તુ આત્મા જ્ઞાનમાત્ર સ્વભાવવાળો હોવાથી તે બંધને કે મોક્ષને કરતો નથી, માત્ર જાણે જ છે.

વળી કહે છે-જ્ઞાનમાત્રસ્વભાવવાળો હોવાથી કર્મના ઉદયને અને નિર્જરાને જાણે જ છે. અહાહા....! કર્મનો ઉદય પણ ‘છે’ . ઉદય છે તેને પરપણે જાણે છે. બસ જાણે છે એટલું જ, એ સિવાય બીજું (-કરે છે કે વેદે છે એવું) કાંઈ છે નહિ. નિર્જરાનેય બસ જાણે છે, કરે છે એમ નહિ.

અશુદ્ધતાનું ગળવું, શુદ્ધતાનું વધવું ને કર્મનું ખરી જવું એમ નિર્જરા ત્રણ પ્રકારે છે. એમાં અશુદ્ધતાનું ગળવું એ વ્યવહારનયથી છે ને કર્મનું ટળવું એ અસદ્ભૂત વ્યવહારનયથી છે. શુદ્ધતાનું વધવું એ વાસ્તવિક નિર્જરા છે. અહીં કહે છે -એક સમયમાં એ ત્રણેય છે. હવે એ છે એને કરવું શું? અહાહા..! શુદ્ધતાનું વધવું એ એક સમયનું તે- તે સમયે સત્ છે; હવે એ પર્યાય સત્-વિદ્યમાન છે તેને કરવી શું? અહાહા...! શુદ્ધોપયોગની સ્થિરતા થતાં ત્યાં શુદ્ધતાનું વધવું હોય છે. હવે છે, ઉપજે છે એને કરવું શું? જેમ મોક્ષ ઉપજે છે તેમ નિર્જરા પણ ઉપજે છે. હવે


PDF/HTML Page 3204 of 4199
single page version

હયાતી લઈને જે ઉપજે છે, છે એને કરવું છે એ વાત ક્યાં છે? નથી. તેથી નિર્જરાનેય એ કરતો નથી, કેવળ જાણે જ છે.

અહાહા...! પર્યાયના ક્રમબદ્ધ પ્રવાહમાં એના કાળે નિર્જરાય થાય છે તેને કરવી શું? હવે આવી વાત સમજમાં બેસે નહિ એટલે એને ઠેકાણે કોઈ લોકો કહે કે-પરને સહાય કરવી, ગરીબોનાં આંસુ લૂંછવા, એકબીજાને મદદ કરવી-અન્ન, વસ્ત્ર, ઔષધિ આપવાં-ઇત્યાદિ કરે તે ધર્મ, ‘જનસેવા તે પ્રભુ સેવા’ -લ્યો, આવું કહે. અનંતકાળથી ઓશિયાળી દ્રષ્ટિ ખરી ને! પણ બાપુ! એ તો વિપરીત દ્રષ્ટિ છે. ભાઈ! એ વીતરાગનો મારગ નહિ પ્રભુ!

અહીં કહે છે-જેમ જ્ઞાનસ્વભાવી ત્રિકાળી આત્મદ્રવ્ય સહજ સત્ છે, એનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ સત્ છે તેમ એની એક સમયની પર્યાય પણ વર્તમાન સત્ જ છે. જેમ ત્રિકાળીને કરવો નથી તેમ વર્તમાન વર્તતી પર્યાયને પણ કરવી નથી, બહુ ઝીણી વાત પ્રભુ! જેમ વસ્તુ આત્મા ત્રિકાળ સત્ છે તેમ નિર્જરા ને મોક્ષની પર્યાય પણ તે તે કાળે સત્ જ છે. હવે સત્પણે ‘છે’ એને શું કરવું? એને માત્ર જાણે છે. અહા! ગજબ વાત કરી છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને! એ તો જાણવા-રૂપ પર્યાય નિર્જરાને ને મોક્ષને જાણે છે એમ કહ્યું, કરે છે એમ નહિ, પણ વાસ્તવમાં તો નિર્જરાને ને મોક્ષને તે તે કાળે જાણે એવી જાણવારૂપ પર્યાય સ્વતઃ થવાની જ છે તે થાય છે. શું કીધું? નિર્જરા ને મોક્ષની પર્યાય તો તે તે કાળે વિદ્યમાનપણે છે, તેને જ્ઞાન જાણે છે એમ કહેવાય, બાકી જાણવાની પર્યાય પણ તે કાળે તે રીતે જ સત્ છે; નિર્જરા ને મોક્ષ છે માટે જાણનારી પર્યાય છે એમ નથી. અહા! આવું બહુ ઝીણું!

ભાઈ! આ તો સત્ને સત્પણે અહીં સિદ્ધ કરે છે. એક સમયની પર્યાય છે, પરવસ્તુ છે, છે એને જ્ઞાન જાણે છે એમ ભલે કહીએ, વાસ્તવમાં તો જાણે છે એ પર્યાય પણ તે કાળે સત્ જ છે. પરવસ્તુ છે, પર્યાય છે માટે એને જાણે છે એમ નથી. અહાહા...! જે છે તેને તે કાળે તે જ પ્રકારે જાણે એવી જ્ઞાનની પર્યાય સ્વયં સત્ છે, બીજી ચીજ છે માટે એને જાણે છે એમ નથી. જાણવાની પર્યાય બીજી ચીજની અપેક્ષા રાખતી નથી, પોતે પોતાના ક્રમમાં જાણવાપણે પોતાથી જ વિદ્યમાન છે. બીજાને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે. લ્યો, આવું બહુ ઝીણું છે.

અહીં ચાર બોલ લીધા છે. હવે બાકી શું રાખ્યું? બંધ, મોક્ષ ઉદય અને નિર્જરાને તે તે કાળે જ્ઞાન જાણે જ છે. રાગ-બંધ થાય છે તેને તે કાળે જ્ઞાન પોતે પોતાથી જ જાણતું થકું પ્રગટ થાય છે; રાગ ને બંધ છે માટે એને જાણે છે એમ જ્ઞાનને અપેક્ષા નથી. રાગની-બંધની અપેક્ષા રાખીને જાણવાની પર્યાય થાય છે એમ


PDF/HTML Page 3205 of 4199
single page version

નથી. વાસ્તવમાં એને જ્ઞાન જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! અનંત ગુણ, અનંતી પર્યાય, બંધ, મોક્ષ આદિને તે તે કાળમાં જ્ઞાનની પર્યાય તે તે પ્રકારે જાણે એ રીતે જ તે સ્વતઃ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આવી વાત છે.

ત્યારે કોઈ પંડિતો વળી કહે છે-પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી. અરે પ્રભુ! તું શું કહે છે આ? આ દિગંબરાચાર્ય શું કહે છે એ તો જો અહાહા...! કર્તા તો નહિ, પણ ખરેખર તો એનો જાણનારે નહિ. જાણનારી પર્યાય જાણગને- જાણનારને જાણતી સત્પણે ઉત્પન્ન થાય છે. એ તો અહીં બંધ-ઉદય આદિને જાણે છે એમ વ્યવહાર સિદ્ધ કર્યો છે. સમજાય છે કાંઈ...? જાણવાની પર્યાય ને બંધ -મોક્ષ આદિ પર્યાય, તથા અનંતા ગુણની અનંતી પર્યાય અક્રમે ઉત્પન્ન થાય છે તેને તે તે કાળે તે પ્રકારે જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે. આવી ઝીણી વાત!

પ્રશ્નઃ– આ જાણવું એમાં ગર્ભિત કર્તાપણું આવ્યું કે નહિ? ઉત્તરઃ– અહા! જાણવાનું કરું એમ (પણ) નહિ. એ જાણવાની પર્યાય તે કાળે સહજપણે જ સતરૂપ છે, અને થાય છે. હવે આવું છે ત્યાં મેં આ કર્યું ને તેં કર્યું, મેં છોકરાંને પાળ્‌યાં-પોષ્યાં ને મોટા કર્યાં, ને મેં વેપાર-ધંધા કર્યા ને હું પૈસા રળ્‌યો એ વાત ન ક્યાં રહે છે? બાપુ! એ તો બધી મિથ્યા કલ્પના જ છે, બધું ગપે-ગપ છે. સમજાય છે કાંઈ...?

હવે જ્યાં પોતાની નિર્જરા ને મોક્ષની પર્યાયને પણ જાણવાનું કામ કરે છે એમ પણ કથનમાત્ર છે ત્યાં પરને-પર રજકણોને ને સ્કંધને-એ પલટાવે-બદલાવે એ વાત જ ક્યાં રહે છે! આત્મા રોટલી કરે ને લાડવો વાળે ને વેપાર કરે- એ બધું બાપુ! ગપે-ગપ જ છે. એ તો તે તે સમયે તે તે (રોટલી વગેરે પર્યાય) સત્ છે તો એ પ્રકારે પરિણમન થાય છે. તેમાં તારા હેતુની ક્યાં જરૂર-અપેક્ષા છે? અને તે તે કાળે જ્ઞાન તેને એમ જ જાણે છે એમાં એની ક્યાં અપેક્ષા છે? જૈનતત્ત્વ ખૂબ ગંભીર છે ભાઈ! અહીં તો સિદ્ધ કરવું છે કે - ભગવાન! તું જ્ઞાન છો તો તું એને (બંધ-મોક્ષ આદિને) જાણે બસ એટલું રાખ, પણ એને કરે ને વેદે એ ભગવાન! તારું સ્વરૂપ જ નથી. હવે આવો મારગ!

ત્યાં વળી કોઈ કહે- એકેન્દ્રિય આદિની રક્ષા કરો, હિંસા ન કરો એ જૈનનો મારગ છે.

સમાધાનઃ– બાપુ! એ બધાં વ્યવહારનાં વચન ભાઈ! બાકી શું તું અન્ય જીવની રક્ષા કરી શકે છે? કદીય નહિ હોં. એ તો તે તે કાળે હિંસા થવાની નથી જ, રક્ષા થવાની છે તેને જ્ઞાન જાણે છે; તે પણ પર જીવની રક્ષા એની અપેક્ષા રાખીને જ્ઞાન થાય છે એ નથી. અહા! આવું અલૌકિક સત્નું સ્વરૂપ છે.


PDF/HTML Page 3206 of 4199
single page version

શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે-

ण वि उपज्जइ ण वि मरइ, बंधु ण मोक्खु करेइ।
जिउ परमत्थे जोइया, जिणवर एउ भणेइ।।

શ્રી જયસેનાચાર્યની ટીકામાં આ લીધું છે કે - ‘જિનવર એમ કહે છે કે’ ... કહે છે-એમ કહ્યું ને? ભાઈ! એ તો વાણી વાણીના કારણે આવે છે, પણ ભગવાન તે કાળે નિમિત્ત છે તો કહ્યું કે ‘જિણવર એઉ ભણેઈ?’ ભગવાન છે માટે વાણી આવે છે એમ નથી. વાસ્તવમાં જેમ ભગવાન છે તેમ વાણી પણ તે કાળે સ્વતઃ વિદ્યમાન છે. (કોઈના કારણે કોઈ છે એમ છે જ નહિ) એ તો સર્વોત્કૃષ્ટ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે ‘जिणवर एउ भणेइ’ ।

જિનવર કહે છે કે-હે યોગી!-અહાહા....! યોગને આત્મામાં જોડનાર હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી, ને બંધ અને મોક્ષને પણ કરતો નથી. આનો અર્થ જ આ થયો કે આત્મા જે જ્ઞાનમાત્રસ્વભાવ છે એના તરફ જ્યાં જાણવાનું લક્ષ થયું ત્યાં (કરવું) બધું છૂટી ગયું, બસ પછી જે છે એને એ જાણે જ છે. નિર્જરાને ને મોક્ષનેય એ જાણે જ છે. સાધકના કાળમાં નિર્જરાને જાણે અને સાધ્યકાળે મોક્ષને જાણે. બસ જાણે એટલું જ; ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે તેની જ પોતાથી ઉપજે છે.

અહીં શું કહે છે કે- પરમાર્થે જીવ ઉપજતો નથી, મરતોય નથી? ઉપજતો નથી શેમાં? કે પર્યાયમાં પરમાર્થે તે ઉપજતો નથી, વ્યય પણ કરતો નથી. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં આવ્યું છે કે જે પર્યાય ઉપજે છે તેને ધ્રુવની અપેક્ષા નથી. હવે અને પોતાના ધ્રુવની જ્યાં અપેક્ષા નથી ત્યાં પરની અપેક્ષાની તો વાત જ ક્યાં રહી? એ બંધ-મોક્ષ ઇત્યાદિ જેવું જ્ઞેય હોય તેવું જ તે કાળે જાણે છે, પણ તેને (જ્ઞાનની પર્યાયને) બંધ-મોક્ષ આદિ જ્ઞેયની અપેક્ષા નથી. અહાહા...! જાણવાના જ્ઞાનમાં, જાણાવા યોગ્યજ્ઞેય બરાબર આવ્યું માટે તેને જાણે છે એમ અપેક્ષા લઈને જ્ઞાનપર્યાય થાય છે એમ નથી.

અહાહા....!

‘ण वि उपज्जइ ण वि मरइ, बंधु ण मोक्खु करेइ’

અહાહા....! પૂર્ણાનંદનો નાથ પૂર્ણજ્ઞાનઘન એકલા જ્ઞાનસ્વભાવમય ભગવાન આત્મા છે એની પર્યાયમાં (-જ્ઞાનપર્યાયમાં) અનંતી પર્યાય ને દ્રવ્ય-ગુણ જણાય છે તે પર્યાય સહજ છે, તેને હું ઉત્પન્ન કરું છું એમ છે નહિ, અહાહા...! બંધને, મોક્ષને, ઉદયને, નિર્જરાને કેવળ જાણું જ છું; જે છે તેને માત્ર જાણું જ છું, પણ કરું છું કે ભોગવું છું એમ છે નહિ, હવે પરની દયા કરવી ને પરની મદદ કરવી ઇત્યાદિ તો ભાઈ! તદ્ન તત્ત્વવિરુદ્ધ છે. એ કાંઈ માર્ગ નથી, લ્યો, આવી વાત!


PDF/HTML Page 3207 of 4199
single page version

* ગાથા ૩૨૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવું-ભોગવવું જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે.’

જુઓ, આંખ છે તે અગ્નિને જાણે, કાષ્ટને જાણે, વીંછીને જાણે, પણ દૂરથી જ જાણે છે; એમાં ભળીને ન જાણે, આંખ કાંઈ અગ્નિ આદિમાં ન પ્રવેશે અને અગ્નિ આદિ પદાર્થ આંખમાં ન પેસી જાય. લ્યો, આ પ્રમાણે આંખ દૂરથી જ જાણે છે. તેમ, કહે છે, જ્ઞાન દૂરથી જ જાણે છે; જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. અહાહા...! આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને દૂરથી જ જાણે છે, તેમાં ભળીને- એકમેક થઈને જાણે એમ નહિ. રાગાદિમાં ભળી જાય-એકમેક થઈ જાય એવો આત્માનો સ્વભાવ જ નથી. તેથી જ્ઞાન દૂરથી જાણે પણ એને કરવું-ભોગવવું નથી.

શું કીધું? દુનિયામાં અનેક કામ થાય તેને આંખ દૂરથી માત્ર જાણે, કરે નહીં. મકાન બને તેને જાણે, પણ કરે એમ નહિ. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શરીર, મન, વાણી ઇત્યાદિની ક્રિયાને માત્ર જાણે પણ કરે એમ નહિ. પુણ્ય-પાપના ભાવ થાય તેને પણ કરે નહિ, દૂર રહીને માત્ર જાણે. ભાઈ! આવું જ ભગવાન આત્માનું સ્વરૂપ છે. માટે કરવું-ભોગવવું જ્ઞાનને નથી. અહા! આવા પોતાના જ્ઞાનસ્વભાવનું અંતરઅવલંબને જેને ભાન થયું તેને રાગનું કરવું-ભોગવવું નથી.

તથાપિ કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે આ ભગવાનની ભક્તિના રાગને હું કરું છું, હું ભોગવું છું-એમ માને એ અજ્ઞાન છે. અજ્ઞાનવશ જ જીવ રાગાદિનો કર્તા-ભોક્તા છે; બાકી ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા છે તે શુભાશુભરાગના અંધકારમાં ભળે શી રીતે? ચૈતન્યબિંબ પ્રભુ આત્મા રાગથી એકમેક કેમ થાય? કદી ન થાય. માટે સમ્યગ્દ્રષ્ટિ જીવ, તેને રાગ આવે પણ તેનો કર્તા-ભોક્તા થતો નથી, રાગમાં ભળ્‌યા વિના દૂર રહીને માત્ર તેનો જ્ઞાતા જ છે.

‘અહીં કોઈ પૂછે કે-“એવું તો કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખ-રાગાદિરૂપે પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતાદ્રષ્ટાપણું કેમ કહેવાય?’

જુઓ, આ શિષ્યનો પ્રશ્ન! એમ કે ચોથેગુણસ્થાને જ્યાં આત્મજ્ઞાન થયું ત્યાં કર્તાભોક્તાપણું નથી, માત્ર જ્ઞાતાપણું છે એમ કહ્યું, પણ એ તો કેવળજ્ઞાનને લાગુ


PDF/HTML Page 3208 of 4199
single page version

પડે; કેમકે નીચેની ભૂમિકાવાળાને તો કર્મનો ઉદય છે, સુખદુઃખરૂપે પરિણમન થાય જ છે. જ્યાંસુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ ને વીર્યાંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન અને અસમર્થપણું હોય જ છે. તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતા-દ્રષ્ટાપણું કેમ કહ્યું?

તેનું સમાધાનઃ– ‘પહેલેથી કહેતા જ આવ્યા છીએ કે જે સ્વતંત્રપણે કરે-ભોગવે, તેને પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદ્રષ્ટિએ તેને કહેવાતો નથી.’

જ્ઞાની જીવ શુદ્ધ ચેતનામાત્ર ભાવનો સ્વામી થયો તે રાગાદિ પરદ્રવ્યનો સ્વામી મટી ગયો છે. હવે તેને વિકારભાવ હું કરું-ભોગવું’ એમ અભિપ્રાય નથી અને તેનો ઉત્સાહ પણ નથી. (તેને તો એક શુદ્ધોપયોગનો જ ઉત્સાહ છે) તેથી ઉદયની બળજોરીથી અર્થાત્ પોતાના પુરુષાર્થની નબળાઈથી જે અસ્થિરતાનો રાગ તેને થાય છે તેનો તે પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાતો નથી. અહીં બે વાત કરીઃ

૧. જ્ઞાની સ્વતંત્રપણે રાગાદિનો કર્તા-ભોક્તા થતો નથી, અને

૨. પુરુષાર્થની નબળાઈને લીધે ઉદયમાં જોડાતાં કિંચિત્ અસ્થિરતાનો રાગ તેને

થાય છે તેનો પરમાર્થે તે કર્તા-ભોક્તા નથી.

હવે વિશેષ કહે છે- ‘વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે પણ છે તોપણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?’

પુણ્ય-પાપ આદિ ભાવ મારા છે એવી જે મિથ્યાદ્રષ્ટિ છે તે જ સંસાર છે. આ બૈરાં-છોકરાં તે સંસાર-એમ નથી, કેમકે પરવસ્તુને આત્મા ગ્રહે-છોડે એ એના સ્વરૂપમાં નથી. પરવસ્તુના ગ્રહણ-ત્યાગથી આત્મા શૂન્ય છે. તથાપિ પરવસ્તુ મારી હું તેને કરું- ભોગવું એવી મિથ્યા માન્યતા કરે તે જ સંસાર છે.

જ્ઞાનીને મિથ્યા અભિપ્રાય મટી ગયો છે, તોપણ પુરુષાર્થની નબળાઈને લીધે કિંચિત્ અલ્પ રાગાદિ તેને થાય છે અને તેના નિમિત્તે કિંચિત્ અલ્પ કર્મબંધ પણ તેને થાય છે; પણ તેને અહીં ગણવામાં આવેલ નથી. કેમ? કેમકે મિથ્યાત્વ છે તે જ મુખ્યપણે બંધ છે અને તે જ સંસારનું મૂળ છે. મૂળ કપાઈ ગયા પછી સંસારની અવધિ


PDF/HTML Page 3209 of 4199
single page version

કેટલી? મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. જેને સમકિતની બીજ ઉગી તેને પૂનમના પૂરણ ચંદ્રની જેમ પૂર્ણ કેવળજ્ઞાન થાય જ છે.

‘સમુદ્રમાં બિંદુની શી ગણતરી? ’ એમ કે સંસારનું બીજ એવું મિથ્યાદર્શન ગયું પછી કિંચિત્ રાગ-બંધ થાય તેની શું વિસાત? એ તો નાશ થવા ખાતે જ છે; કેમકે સમકિતી ધર્મી પુરુષ ક્રમે પુરુષાર્થ વધારીને તેનો નાશ કરી જ દે છે. કેવું સરસ સ્પષ્ટીકરણ કર્યું છે!

હવે કહે છે- ‘વળી એટલું વિશેષ જાણવું કે-કેવળજ્ઞાની તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે; પ્રત્યક્ષ-પરોક્ષનો જ ભેદ છે.’

જુઓ, અરિહંત પરમાત્મા તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે. ચોથે ગુણસ્થાને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને શુદ્ધાત્મસ્વરૂપ જ અનુભવે છે; માત્ર પ્રત્યક્ષ-પરોક્ષનો જ ભેદ છે. કેવળજ્ઞાની આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, જ્યારે શ્રુતજ્ઞાની પરોક્ષ અનુભવે છે. તેને આનંદનું વેદન છે તે અપેક્ષાએ આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ છે એમ પણ કહીએ છીએ.

‘માટે શ્રુતજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાનની અપેક્ષાએ તો જ્ઞાતા-દ્રષ્ટાપણું જ છે અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત-ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે.’

જુઓ, જ્ઞાનીને દ્રષ્ટિ-શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાતા-દ્રષ્ટાપણું જ છે, પણ ચારિત્ર અપેક્ષા જેટલો ઉદય છે તેટલો ઘાત છે. અહા! જ્ઞાનીને જેટલો રાગ છે તેટલો શાંતિનો ઘાત છે, છતાં તેનો નાશ કરવાનો ઉદ્યમ પણ છે, કેમકે તેને રાગની ભાવના નથી, પણ એક શુદ્ધોપયોગની જ ભાવના છે, જ્યાં તે સ્વસ્વરૂપમાં અતિ ઉગ્રપણે સ્થિર થાય છે ત્યાં રાગનો ઉદય થતો નથી અને એ પ્રમાણે રાગનો ક્ષય-અભાવ થાય છે. આ રીતે જ્યારે તે (-અસ્થિરતાનો) રાગ સર્વથા નાશ પામે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત્ચારિત્ર-પૂરણ વીતરાગ ચારિત્ર પ્રગટ થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે.

‘અહીં સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે.’ કેવળજ્ઞાન હોય તો જ્ઞાની એમ અર્થ અહીં નથી. તેમ જ બહુ શાસ્ત્રો જાણે માટે જ્ઞાની એમ પણ અર્થ નથી. પરંતુ સ્વસ્વરૂપના આશ્રયે આત્માનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન અંદર પ્રગટ થયાં છે તે જ્ઞાની છે એમ અહીં વાત છે.


PDF/HTML Page 3210 of 4199
single page version

‘જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાંસુધી કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહિ-જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાંસુધી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાંસુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.’

જુઓ, જ્ઞાનસામાન્યની અપેક્ષા સર્વ જીવને જ્ઞાની કહ્યા, કેમકે સામાન્યપણે સર્વ જીવ જ્ઞાનસ્વરૂપ જ છે.

વિશેષ અપેક્ષા જ્યાંસુધી કિંચિત્માત્ર અજ્ઞાન રહે ત્યાં સુધી જીવને અજ્ઞાની કહ્યો; જેમ સિદ્ધાંતમાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો. અહીં અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન નહિ પણ ઓછું જ્ઞાન એમ અર્થ છે. બારમા ગુણસ્થાને વીતરાગ થયો છે પણ એને પરિપૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન નથી, ઓછું જ્ઞાન છે. તે અપેક્ષા ત્યાં અજ્ઞાનભાવ કહ્યો.

સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે તે આત્માનું એને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થયું છે તે અપેક્ષાએ કહ્યો છે. અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું છે તે સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ સમજવું. મતલબ કે-

૧. સમ્યક્ત્વ સહિત જીવ જ્ઞાની છે.

૨. મિથ્યાત્વ સહિત જીવ અજ્ઞાની એટલે મિથ્યાજ્ઞાની છે. સમ્યગ્દર્શન વિના કોઈ અગિયાર અંગ ભણે તોય અજ્ઞાની છે. તથા કોઈને શાસ્ત્રનું વિશેષ જ્ઞાન ન હોય પણ અંતરમાં ભેદજ્ઞાન થયું હોય, રાગથી ભિન્ન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થયાં હોય તો તે જીવ જ્ઞાની છે.

શિવભૂતિ મુનિની વાત આવે છેઃ ગુરુએ કહ્યું- ‘મા રુષ મા તુષ’ -કોઈ પ્રતિ રાગ ન કર, દ્વેષ ન કર-; હવે એ શબ્દ તો ભૂલી ગયા, પણ એક વાર એક બાઈ અડદની દાળનાં ફોતરાં જુદી પાડતી હતી ત્યારે તેને બીજી એક બાઈએ પૂછયું બેન, શું કરો છો આ? ત્યારે તે બાઈએ જવાબ દીધો-આ દાળમાંથી ફોતરાં જુદાં પાડું છું. બસ, આ સાંભળીને શિવભૂતિ મુનિરાજ એકદમ અંદર સોંસરા ઊંડા ઉતરી ગયા. અહો! આ પુણ્યના પરિણામ તો ફોતરાં જેવા છે; અંદર મારો નાથ તો રાગ રહિત અતિ ઉજ્જ્વલ જ્ઞાનસ્વભાવે પ્રકાશે છે-બસ આમ ભેદવિજ્ઞાન કરી અંતર-અનુભવ કરી સ્વરૂપમાં એવા સ્થિર થયા કે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ગઈ.


PDF/HTML Page 3211 of 4199
single page version

આ પ્રમાણે ભેદવિજ્ઞાન તે જ્ઞાન છે અને તે વડે જીવ જ્ઞાની છે. ભેદવિજ્ઞાન વિના જીવ અજ્ઞાની છે. આવી વાત છે.

*

હવે, જેઓ-જૈનના સાધુઓ પણ-સર્વથા એકાન્તના આશયથી આત્માને કર્તા જ માને છે તેમને નિષેધતો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૧૯૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

[ये तु तमसा तताः आत्मानं कर्तारम् पश्यन्ति] જેઓ અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, [मुमुक्षुताम् अपि] તેઓ ભલે મોક્ષને ઈચ્છનારા હોય તોપણ [सामान्यजनवत्] સામાન્ય (લૌકિક) જનોની માફક [तेषाम् मोक्षः न] તેમનો પણ મોક્ષ થતો નથી.

શું કહે છે? કે તેમનો પણ મોક્ષ થતો નથી. કોનો? કે જેઓ અજ્ઞાન-અંધકારથી વ્યાપ્ત થયા થકા આત્માને કર્તા માને છે.

અહાહા...! ભગવાન આત્મા ચિદ્બ્રહ્મ પ્રભુ એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી છે. અહા! પોતાના આવા સ્વરૂપને નહિ જાણતાં અજ્ઞાનથી રાગની ક્રિયા-દયા, દાન, વ્રત, ભક્તિ આદિની ક્રિયા-કરવાનો મારો સ્વભાવ છે અર્થાત્ એ રાગાદિ ક્રિયા મારું કર્તવ્ય છે એમ જે માને છે તેઓ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. છ કાયના જીવોની રક્ષા હું કરી શકું અને તે મારું કર્તવ્ય છે એમ જેની માન્યતા છે તે ભલે બહારથી જૈનમતાનુસારી હો, દ્રવ્યચારિત્ર પાળતો હો, દેવ-ગુરુ-શાસ્ત્રની વિનય-ભક્તિયુક્ત હો, તથા શાસ્ત્રોમાં પારંગત હો, તોપણ તે પોતાને-આત્માને રાગનો કર્તા માનનારો મિથ્યાદ્રષ્ટિ છે. જૈન નથી. અહા! આવા પુરુષો (આત્માને કર્તા માનનારા પુરુષો) ભલે મોક્ષને ઈચ્છનારા હો તોપણ સામાન્ય જનોની માફક-તાપસાદિ લૌકિક જનોની માફક-તેમનો પણ મોક્ષ થતો નથી.

આ સાંભળીને કોઈને (વ્યવહારમૂઢ જીવને) ખોટું લાગે, પણ ભાઈ! આ કોઈના અનાદરની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ આવી છે એમ વાત છે; યથાર્થ સમજણ કરીને પોતાની ભૂલ ટાળવાની વાત છે. બાકી દરેક આત્મા શક્તિપણે તો ભગવાન છે. (ત્યાં કોનો અનાદર કરીએ?)

પાપનો કર્તા થાય કે પુણ્યનો કર્તા થાય-બન્ને એક સમાનપણે વિપરીતદ્રષ્ટિ છે, કેમકે ભગવાન આત્મા તો અકર્તાસ્વભાવ છે, જ્ઞાતાદ્રષ્ટા છે. તેથી જેઓ આત્માને પુણ્યનો કર્તા માને છે તેઓ પણ અન્ય લૌકિક મિથ્યાદ્રષ્ટિઓની જેમ મોક્ષ પામતા નથી, બલ્કે દીર્ઘકાળ સંસારમાં રખડયા જ કરે છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૩૮પ * દિનાંક ૩-૭-૭૭]

PDF/HTML Page 3212 of 4199
single page version

ગાથા ૩૨૧ થી ૩૨૩
लोयस्स कुणदि विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते।
समणाणं पि य अप्पा जदि कुव्वदि छव्विहे काऐ।। ३२१।।
लोयसमणाणमेयं सिद्धंतं जइ ण दीसदि विसेसो।
लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणदि।। ३२२।।
एवं ण को वि मोक्खो दीसदि लोयसमणाण दोण्हं पि।
णिच्चं
कुव्वंताणं सदेवमणुयासुरे लोए।। ३२३।।
लोकस्य करोति विष्णुः सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्।
श्रमणानामपि चात्मा यदि करोति षङ्विधान् कायान्।। ३२१।।
लोकश्रमणानामेकः सिद्धान्तो यदि न द्रश्यते विशेषः।
लोकस्य करोति विष्णुः श्रमणानामप्यात्मा करोति।।
३२२।।
एवं न कोऽपि मोक्षो द्रश्यते लोकश्रमणानां द्वयेपामपि।
नित्यं
कुर्वतां सदेवमनुजासुरान् लोकान्।। ३२३।।

હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-

જ્યમ લોક માને ‘દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે,’
ત્યમ શ્રમણ પણ માને કદી ‘આત્મા કરે ષટ્ કાયને,’ ૩૨૧.
તો લોક–મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે,
વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨.
એ રીત લોક–મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
–જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્યે કરે. ૩૨૩.

ગાથાર્થઃ– [लोकस्य] લોકના (લૌકિક જનોના) મતમાં [सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्] દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય-પ્રાણીઓને [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે; [च] અને [यदि] જો [श्रमणानाम् अपि] શ્રમણોના (મુનિઓના) મન્તવ્યમાં પણ [षड्विधान् कायाम्] છ કાયના જીવોને [आत्मा] આત્મા [करोति] કરતો હોય


PDF/HTML Page 3213 of 4199
single page version

(अनुष्टुभ्)
नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २००।।

[यदि लोकश्रमणानाम्] તો લોક અને શ્રમણોનો [एकः सिद्धान्तः] એક સિદ્ધાંત થાય છે, [विशेषः] કાંઈ ફેર [न द्रश्यते] દેખાતો નથી; (કારણ કે) [लोकस्य] લોકના મતમાં [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે અને [श्रमणानाम् अपि] શ્રમણોના મતમાં પણ [आत्मा] આત્મા [करोति] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [एवं] એ રીતે, [सदेवमनुजासुरान् लोकान्] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [नित्यं कुर्वतां] સદાય કરતા (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [लोकश्रमणानां द्वयेषाम् अपि] તે લોક તેમ જ શ્રમણ-બન્નેનો [कः अपि मोक्षः] કોઈ મોક્ષ [न द्रश्यते] દેખાતો નથી.

ટીકાઃ– જેઓ આત્માને કર્તા જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે-એમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.

ભાવાર્થઃ– જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?

હવે, ‘પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી’ -એમ શ્લોકમાં કહે છેઃ-

શ્લોકાર્થઃ– [परद्रव्य–आत्मतत्त्वयोः सर्वः अपि सम्बन्धः नास्ति] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [कर्तृ–कर्मत्व–सम्बन्ध–अभावे] એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, [तत्कर्तृता कुतः] આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય? _________________________________________________________________ * અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત


PDF/HTML Page 3214 of 4199
single page version

ભાવાર્થઃ– પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? ૨૦૦.

*
સમયસાર ગાથા ૩૨૧ થી ૩૨૩ઃ મથાળું

હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-

* ગાથા ૩૨૧ થી ૩૨૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેઓ આત્માને કર્તા જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણકે લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે-એમ અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે.’

ભગવાન આત્મા એક જ્ઞાનસ્વરૂપ છે. જાણવું.... જાણવું.... જાણવું-બસ જાણવું એ એનો સ્વભાવ છે. અહા! આવા નિજસ્વભાવને ભૂલીને પુણ્યના ભાવ જે થાય તેનો હું કર્તા અને તે મારું કાર્ય-એમ જે માને છે તે લોકોત્તર એટલે કે શ્રાવક કે મુનિ હોય તોપણ લૌકિકતાને અતિક્રમતો નથી; અર્થાત્ તે પણ લૌકિક જેવો જ છે. કેમ! કેમકે લૌકિકમાં જેમ વિષ્ણુને દેવનારકાદિ જગતના કાર્યોનો કર્તા માને છે તેમ આ (શ્રાવક કે મુનિ) પણ પોતાને રાગાદિ સંસારનો કર્તા માને છે. આ પ્રમાણે અપસિદ્ધાંતની બન્નેને સમાનતા છે. ભાઈ! પોતાને રાગાદિ કાર્યોનો કર્તા માને તે શ્રાવક-ક્ષુલ્લક-એલ્લક કે મુનિ હોય તોપણ તે લૌકિકજનની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે.

પ્રવચનસારની ગાથા ૨૩૬ ની ટીકામાં કહ્યું છે કે-“સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાય સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે છ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયે તરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત્ એક્કે તરફથી જરાય નિવૃત્તિ નથી).”

આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ એક જ્ઞાતાદ્દષ્ટાસ્વભાવમય છે. રાગને કરવો એ એનો સ્વભાવ નથી. રાગને કરે એવી કોઈ શક્તિ-ગુણ એનામાં નથી. હવે જે એનામાં નથી તે રાગાદિનો પોતાને કર્તા માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! જૈન નામ ધરાવતો હોય અને બહારમાં જિન આજ્ઞા અનુસાર મહાવ્રતાદિ પાળતો હોય તોપણ ષટ્કાયના જીવોનો હું રક્ષક છું અને જીવોની રક્ષા મારું કાર્ય છે એમ જે માને છે તે અન્ય લૌકિકજન જેવો મિથ્યાદ્રષ્ટિ છે, તે વાસ્તવિક જૈન નથી.

અહાહા....! ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ચૈતન્યપ્રકાશના નૂરનું પૂર છે. તે


PDF/HTML Page 3215 of 4199
single page version

રાગરૂપી અંધકારને કેમ કરે? શું પ્રકાશ અંધકારને કરે? ન કરે. છતાં દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભભાવનો હું કર્તા છું એમ માને તે મિથ્યાશ્રદ્ધા વડે પોતાના જ્ઞાતાસ્વભાવને હણે છે. વાસ્તવમાં તે પોતાની અદયા કરે છે. હવે કહે છે-

‘માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.’

ભાઈ! જેમ આ છ દ્રવ્યમય લોક અનાદિઅનંત સ્વયંસિદ્ધ છે, તેનો કોઈ કર્તા નથી; તેમ રાગ થાય તેનો આત્મા કર્તા નથી. છતાં રાગ કરવો મારો સ્વભાવ છે એમ આત્માને રાગનો નિત્ય કર્તા માને તે નિરંતર રાગ કરવામાં રોકાયેલો રહેશે અને એના ફળમાં તે ચારગતિમાં રખડશે. અહા! પોતાને કર્તા માને તે લોકોત્તર પુરુષો-મુનિજનો પણ, લૌકિક જનોની માફક, મોક્ષને પ્રાપ્ત થતા નથી. જે કર્તા થઈ પરિણમે તે ચારગતિમાં પરિભ્રમણને જ પ્રાપ્ત થાય છે. આવી વાત છે.

* ગાથા ૩૨૧ થી ૩૨૩ઃ ભાવાર્થ *

‘જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ, માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?’

જે રાગનો કર્તા થાય તેને તેનું ફળ સંસાર જ મળે છે, અને જે સંસારને ભોગવે તેને મોક્ષ કેવો? તેને તો ચતુર્ગતિપરિભ્રમણ જ રહે છે.

*

હવે, ‘પરદ્રવ્યને અને આત્માને કંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી’ -એમ શ્લોકમાં કહે છેઃ-

* કળશ ૨૦૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘परद्रव्य–आत्मतत्त्वयोः सर्वः अपि सम्बन्धः नास्ति’ પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈપણ) સંબંધ નથી;

શું કીધું? આ લોકમાં અનંત આત્મા અને અનંતાનંત પરમાણુ છે; તેમને એકબીજાને કાંઈપણ સંબંધ નથી. પરસ્પર એક-બીજા વચ્ચે અભાવ છે ને? માટે એક બીજાને કાંઈ સંબંધ નથી.


PDF/HTML Page 3216 of 4199
single page version

એક દ્રવ્ય બીજાને (પરિણમન કાળે) નિમિત્ત હો, પણ નિમિત્ત કાંઈ કરી દે છે એમ નથી. સ્વદ્રવ્યનાં અને પરદ્રવ્યનાં ચતુષ્ટય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ભિન્ન ભિન્ન છે. ચતુષ્ટયમાં પર્યાય પણ આવી ગઈ. ભાઈ! પ્રત્યેક દ્રવ્યની પર્યાય એનાથી છે, પરદ્રવ્યને લઈને તે પર્યાય થાય એમ ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો બીજા ઉપર પ્રભાવ પડે એમ કેટલાક કહે છે, પણ એ બરાબર નથી. ભાઈ! પ્રભાવ એ શું ચીજ છે? દ્રવ્ય-ગુણ- પર્યાયને છોડીને જગતમાં કોઈ વસ્તુ નથી; અને એક દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ-પર્યાય બીજામાં પ્રવેશી જાય એમ તો છે નહિ. માટે કોઈનો કોઈના ઉપર પ્રભાવ પડે છે એમ માનવું બરાબર નથી.

અહીં કહે છે-પરદ્રવ્ય અને આત્મતત્ત્વને કાંઈપણ સંબંધ નથી. ભાઈ! એક તત્ત્વને બીજાં અનંત તત્ત્વ છે એની સાથે કાંઈ સંબંધ નથી, સ્ત્રીને પુરુષ સાથે કાંઈ સંબંધ નથી. જડ કર્મ એકક્ષેત્રાવગાહે છે તેને આત્મા સાથે કાંઈ સંબંધ નથી.

હા, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને? હા, છે; પણ નિમિત્તની પર્યાયને સ્વદ્રવ્યની પર્યાય સાથે સંબંધ શું છે? નિમિત્ત તો પરવસ્તુ છે. નિમિત્ત પોતાના દ્રવ્ય-પર્યાયમાં નિમિત્તપણે ઊભું છે અને ભગવાન આત્મા પોતાના દ્રવ્ય-પર્યાયમાં ઊભો છે. કોઈ કોઈમાં પ્રવેશે એમ તો છે નહિ. તો નિમિત્ત સ્વદ્રવ્યનું કરે શું? વાસ્તવમાં સ્વદ્રવ્ય-પરદ્રવ્યને પરસ્પર કોઈ સંબંધ છે જ નહિ. એક ચૈતન્યતત્ત્વને બીજા ચૈતન્યતત્ત્વ સાથે કે બીજા જડ પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી; કેમકે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો ત્રિકાળ અભાવ છે; એ પણ પરને લઈને છે એમ નથી પણ પરના અભાવરૂપ પોતાનો જ સ્વભાવ છે. આ પ્રમાણે પરદ્રવ્યને આત્મદ્રવ્ય સાથે કાંઈપણ સંબંધ નથી. હવે કહે છે-

‘कर्तृ–कर्मत्व–संबंध–अभावे’ એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, ‘तत्कर्तृता कुतः’ આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?

જુઓ, આ પ્રમાણે સ્વદ્રવ્ય-પરદ્રવ્યને કર્તાકર્મસંબંધ નથી તો પછી આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કેમ હોય? નિશ્ચયથી તે પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનોય કર્તા નથી; અને એથી વિશેષ કહીએ તો ગાથા ૩૨૦ માં આવી ગયું કે દ્રવ્ય ત્રિકાળી જે નિત્યાનંદ પ્રભુ છે તે એની નિર્મળ પર્યાયને-નિર્જરા ને મોક્ષનેય-કરતું નથી. એ તો તે તે પર્યાય પોતાના સ્વકાળે પોતાથી સ્વયં પ્રગટ થાય છે. હવે આવી વાત સાંભળીને લોકોને ખળભળાટ થઈ જાય છે.

પણ ભાઈ! જગતનો કર્તા કોઈ ઈશ્વર છે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે તેમ જૈન સાધુ થઈને છ કાયના જીવોની હું રક્ષા કરી શકું એમ માનનાર પણ મિથ્યા-


PDF/HTML Page 3217 of 4199
single page version

દ્રષ્ટિ જ છે. કોઈપણ પરદ્રવ્યની ક્રિયા પ્રભુ! તું ન કરી શકે; આ વસ્તુસ્વરૂપ છે. પરદ્રવ્યની ક્રિયા થાય તેનો કર્તા આત્મા નથી.

* કળશ ૨૦૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પરદ્રવ્યને અને આત્માને કાંઈપણ સંબંધ નથી, તોપછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે?’

આ કળશ બહુ ઊંચો છે ભાઈ! ભાષા સાદી છે, પણ ભાવ ખૂબ ગંભીર. કહે છે- ‘सर्वोऽपि संबंधः नास्ति’ કાંઈપણ સંબંધ નથી. તું તારામાં ને એ એનામાં. માટે તું પરનું કાંઈ કરી શકે નહિ. આ આંખની પાંપણ હલે તે આત્માનું કાર્ય અને આત્મા તેનો કર્તા એમ ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો બીજા પર પ્રભાવ પડે એમ છે નહિ.

હા, પણ વાઘ અને નાગ શાંત થઈને એક સાથે ભગવાનની વાણી સાંભળવા આવે તે અતિશય છે કે નહિ?

બાપુ! એ તો ઉપચારથી કહેવાય; બાકી અતિશય છે માટે શાંત થઈ જાય છે એમ નથી. પોતાની તે કાળે તે પર્યાય થવાની યોગ્યતા છે તો તે થાય છે અને ત્યારે ભગવાન નિમિત્ત છે બસ. ભાઈ! તે પર્યાયની તે જન્મક્ષણ છે, બાકી ભગવાને એમાં કાંઈ કર્યું છે એમ છે નહિ. આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ત્રણકાળમાં છે નહિ; આ સિદ્ધાંત છે.

[પ્રવચન નં. ૩૮૬]
×

PDF/HTML Page 3218 of 4199
single page version

ગાથા ૩૨૪ થી ૩૨૭
ववहारमासिदेण दु परदव्वं मम भणंति अविदिदत्था।
जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि।। ३२४।।
जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररट्ठं।
ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा।। ३२५।।
एमेव मिच्छदिट्ठी णाणी णीसंसयं हवदि एसो।
जो परदव्वं मम इदि जाणंतो अप्पयं कुणदि।। ३२६।।
तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं।
परदव्वे जाणंतो जाणेज्जो दिट्ठिरहिदाणं।। ३२७।।
व्यवहारभाषितेन तु परद्रव्यं मम भणन्त्यविदितार्थाः।
जानन्ति निश्चयेन तु न च मम परमाणुमात्रमपि किञ्चित्।। ३२४।।

હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને ‘પરદ્રવ્ય મારું છે’ એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે” ઇત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છેઃ-

વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું’ કહે,
‘પરમાણુમાત્ર ન મારું’ જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪.
જ્યમ પુરુષ કોઈ કહે ‘અમારું ગામ, પુર ને દેશ છે,’
પણ તે નથી તેનાં, અરે! જીવ મોહથી ‘મારાં’ કહે; ૩૨પ.
એવી જ રીત જે જ્ઞાની પણ ‘મુજ’ જાણતો પરદ્રવ્યને,
નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬.
તેથી ‘ન મારું’ જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની
કર્તૃત્વબુદ્ધિ જાણતો, જાણે
સુદ્રષ્ટિરહિતની. ૩૨૭.

PDF/HTML Page 3219 of 4199
single page version

यथा कोऽपि नरो जल्पति अस्माकं ग्रामविषयनगरराष्ट्रम्।
न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स आत्मा।। ३२५।।
एवमेव मिथ्याद्रष्टिर्ज्ञानी निःसंशयं भवत्येषः।
यः परद्रव्यं ममेति जानन्नात्मानं करोति।।
३२६।।
तस्मान्न मे इति ज्ञात्वा द्वयेषामप्येतेषां कर्तृव्यवसायम्।
परद्रव्ये जानन् जानीयात् द्रष्टिरहितानाम्।। ३२७।।

ગાથાર્થઃ– [अविदितार्थाः] જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો [व्यवहारभाषितेन तु] વ્યવહારનાં વચનોને ગ્રહીને [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [भणन्ति] એમ કહે છે, [तु] પરંતુ જ્ઞાનીઓ [निश्चयेन जानन्ति] નિશ્ચય વડે જાણે છે કે [किञ्चित्] કોઈ [परमाणुमात्रम् अपि] પરમાણુમાત્ર પણ [न च मम] મારું નથી’ .

[यथा] જેવી રીતે [कः अपि नरः] કોઈ પુરુષ [अस्माकं ग्रामविषयनगरराष्ट्रम्] ‘અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર’ [जल्पति] એમ કહે છે, [तु] પરંતુ [तानि] તે [तस्य] તેનાં [न च भवन्ति] નથી, [मोहेन च] મોહથી [सः आत्मा] તે આત્મા [भणति] ‘મારાં’ કહે છે; [एवम् एव] તેવી જ રીતે [यः ज्ञानी] જે જ્ઞાની પણ [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [इति जानन्] એમ જાણતો થકો [आत्मानं करोति] પરદ્રવ્યને પોતારૂપ કરે છે, [एषः] તે [निःसंशयं] નિઃસંદેહ અર્થાત્ ચોક્કસ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [भवति] થાય છે.

[तस्मात्] માટે તત્ત્વજ્ઞો [न मे इति ज्ञात्वा] ‘પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, [एतेषां द्वयेषाम् अपि] આ બન્નેનો (-લોકનો અને શ્રમણનો-) [परद्रव्ये] પરદ્રવ્યમાં [कर्तृव्यवसायं जानन्] કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, [जानीयात्] એમ જાણે છે કે [द्रष्टिरहितानाम्] આ વ્યવસાય સમ્યગ્દ્રર્શન રહિત પુરુષોનો છે.

ટીકાઃ– અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ ‘આ મારું છે’ એમ દેખતા નથી. તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ ‘આ ગામ મારું છે’ એમ દેખતો-માનતો થકો મિથ્યાદ્રષ્ટિ (-ખોટી દ્રષ્ટિવાળો) છે. તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ,


PDF/HTML Page 3220 of 4199
single page version

(वसन्ततिलका)
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः।
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। २०१।।
(वसन्ततिलका)
ये तु स्वभावनियमं कलयन्ति नेम–
मज्ञानमग्नमहसो बत ते वराकाः।
कुर्वन्ति कर्म तत एव हि भावकर्म–
कर्ता स्वयं भवति चेतन एव नान्यः।। २०२।।

પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, ‘લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દ્રર્શનરહિતપણાને લીધે જ છે’ એમ સુનિશ્ચિતપણે જાણે છે.

ભાવાર્થઃ– જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન હો કે મુનિજન હો-મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यतः] કારણ કે [इह] આ લોકમાં [एकस्य वस्तुनः अन्यतरेण सार्ध सकलः अपि सम्बन्धः एव निषिद्धः] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [तत्] તેથી [वस्तुभेदे] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [कर्तृकर्मघटना अस्ति न] કર્તાકર્મઘટના હોતી નથી- [मुनयः च जनाः च] એમ મુનિજનો અને લૌકિક જનો [तत्त्वम् अकर्तृ पश्यन्तु] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે- એમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧.

“જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.” -આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) [बत] અરેરે! [ये तु