Pravachan Ratnakar (Gujarati). Gatha: 405-409 ; Kalash: 238.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 184 of 210

 

PDF/HTML Page 3661 of 4199
single page version

અહીં કહે છે-આત્માને ત્રણ પ્રકારે દેખવો. દેખવો એટલે કે અંતર્મુખ થઈ અનુભવવો જેથી આત્મપ્રાપ્તિ થાય. અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને છોડીને અન્ય પરિગ્રહમાં સાવધાનપણે પ્રવર્તવું તે સંસારપરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મસ્વરૂપમાં સાવધાન ન થતાં વ્રત, તપ, ભક્તિ આદિના રાગના પરિણામમાં સાવધાનપણે પ્રવર્તવું તે અન્ય પરિગ્રહ છે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઈત્યાદિ તો ક્યાંય દૂરની ચીજ થઈ ગઈ. અહીં તો એની પર્યાયમાં જે વ્રત, ભક્તિ આદિના વિકલ્પ ઉઠે તે અન્ય વસ્તુ છે, અન્ય પરિગ્રહ છે. રાગમાં સાવધાનપણે પ્રવર્તવું અને તેના આચરણમાં-પાલનમાં રોકાઈ રહેવું તે મિથ્યાભાવ છે ભાઈ! અરે! પણ એણે રાગની મમતા આડે અંદર જ્ઞાયકસ્વભાવથી ભરેલો આનંદસાગર પ્રભુ પોતે છે તેને ખોઈ દીધો છે! અહીં કહે છે- શુદ્ધનયસ્વરૂપ અંદર ત્રિકાળી ભૂતાર્થ ભગવાન જિનસ્વરૂપ વિરાજે છે તેને સ્વસંવેદનમાં જાણવો-વેદવો- અનુભવવો તે પ્રથમ નંબરનું દેખવું છે. તે ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને હોય છે.

અહાહા...! અંદર જાણનાર-દેખનાર ભિન્ન સ્વરૂપે છે તેને જાણ અને દેખ-એમ ભગવાનની આજ્ઞા છે. આ દેહ તો ક્ષણમાં ફૂ થઈ ઉડી જશે. એ તો સંયોગ છે; એ ક્યાં તારી ચીજ છે? તારી ચીજ તો અંદર ભિન્ન એક જ્ઞાયકભાવપણે ત્રિકાળ છે તેને જાણ અને દેખ. અને પછી સર્વ પરિગ્રહ છોડી એક જ્ઞાયકભાવમાં જ સ્થિર થવાનો અભ્યાસ કર; તેમાં જ ઉગ્રપણે લીન થઈ રમણતા કર. ‘નિજપદ રમે સો રામ કહીએ.’ અહાહા...! અંતરસ્થિરતાનો અભ્યાસ કરી સ્વરૂપમાં રમે તે રામ નામ આત્મા કહીએ, તે સ્વસમય છે. નાટક-સમયસાર નાટકમાં આવે છે ને કે-

‘ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન પદ મેરૌ’

અહાહા...! પ્રથમ શુદ્ધનય વડે નિજ સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને-ઉપયોગને ત્યાં જ થંભાવી દે, મઢી દે. આ બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું ઉપરની ભૂમિકામાં અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે છે. લ્યો, અંદર અભ્યાસ કરીને આ કરવા જેવું છે. બાકી અશુભ ટાળી શુભમાં તું રોકાઈ રહે એ તો કાંઈ નથી, એ તો થોથાં છે બધાં.

ભાઈ! તારા સ્વરૂપની અનંતી સમૃદ્ધિની તને ખબર નથી બાપુ! તેની મહિમાની શી વાત! એકવાર તેને જ્ઞાન-શ્રદ્ધાનમાં લે તો ન્યાલ થઈ જાય એવી ચીજ છે. અને


PDF/HTML Page 3662 of 4199
single page version

પછી અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ઉપયોગને અંદર થંભાવી દે એનું તો શું કહેવું? એ તો કેવળજ્ઞાનને લાવી દે એવો અપાર અચિન્ત્ય એનો મહિમા છે. આનું નામ ચારિત્ર અને આનું નામ દિગંબર મુનિદશા છે. અહાહા...! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ પણ છૂટી જાય એવી નિર્વિકલ્પ અપ્રમત્તરૂપ મુનિદશા થાય તે બીજા નંબરનું દેખવું છે. આ વિના વ્રત-તપ-ભક્તિ ઈત્યાદિ બધું ધૂળધાણી ને વાપાણી જેવું છે. સમજાણું કાંઈ...? વ્રત- ભક્તિનો અભ્યાસ કરવો એમ નહિ, પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આ અભ્યાસ કરવો અર્થાત્ ઉપયોગને શુદ્ધ નિરંજન પૂર્ણ જ્ઞાનમાં થંભાવી દેવાનો અભ્યાસ કરવો એમ કહે છે. આ દેખવાનો બીજો પ્રકાર કહ્યો. હવે કહે છે-

‘અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.’

શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે, કેમકે શ્રુતજ્ઞાન અમૂર્તિક આત્માને પ્રત્યક્ષ જાણતું નથી. આનંદનું વેદન પ્રત્યક્ષ થયું છે, પણ અમૂર્તિક પ્રદેશોને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કરતું નથી. અંધ પુરુષ જેમ સાકર ખાય ત્યારે સ્વાદનું પ્રત્યક્ષ વેદન આવે, પણ સાકરનો ગાંગડો પ્રત્યક્ષ ન દેખાય, તેમ શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે. જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે. આ ત્રીજા પ્રકારનું દેખવું છે. આ સ્થિતિમાં જ્ઞાન શુદ્ધ નિર્મળ નિરંજન ઉપયોગરૂપ થયું થકું સર્વનું પ્રત્યક્ષ દેખનાર જાણનાર છે; તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. અહીં ચૈતન્ય જ્યોતિ સર્વને સંપૂર્ણ પ્રત્યક્ષ કરતી ઝળહળ-ઝળહળ પ્રગટ થઈ જાય છે. આ મોક્ષદશા છે. આમ પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું તે ત્રીજા પ્રકારનું દેખવું છે. આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે, તે સર્વજ્ઞપણું અંતર- એકાગ્રતાનો દ્રઢ-ઉગ્ર અભ્યાસ કરીને પ્રગટ કરવું એમ ઉપદેશ છે.

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૩પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अन्येभ्यः व्यतिरिक्तम्’ અન્યદ્રવ્યોથી ભિન્ન, ‘आत्म–नियतं’ પોતામાં જ નિયત, ‘पृथक् वस्तुतां बिभ्रत्’ પૃથક્ વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્ય વિશેષાત્મકપણાને ધારણ કરતું), ‘आदान–उज्झन–शून्यम्’ ગ્રહણ ત્યાગ રહિત, एतत् अमलं ज्ञानं’ આ અમલ (-રાગાદિક મળથી રહિત) જ્ઞાન तथा अवस्थितम् यथा’ એવી રીતે અવસ્થિત (નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે-

શરીર, મન, વાણી, કર્મ ઈત્યાદિ પરદ્રવ્યોથી ભિન્ન પોતામાં જ નિયત પૃથક્-


PDF/HTML Page 3663 of 4199
single page version

જુઓ, પહેલાં પરથી ભિન્ન કહ્યું ને હવે જ્ઞાન રાગથી રહિત ભિન્ન છે એમ કહ્યું. ‘અમલ’ એમ કહ્યું ને? ભાઈ! આ તો પરથી અને રાગથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થવું ને ભેદજ્ઞાન પ્રગટ કરવું એમ વાત છે. અનાદિથી પરવસ્તુ સાથે એકપણું માન્યું છે તે ભ્રમણા છે, જૂઠી કલ્પના છે. તેનાથી ભિન્ન પડી પોતે અંદર જેવો ને જેવડો છે તેવો ને તેવડો સ્વીકારવો-જાણવો ને માનવો તે ભેદજ્ઞાન છે, અને તે કર્તવ્ય છે, ધર્મ છે.

કહે છે-રાગના મળથી રહિત જ્ઞાન એવી રીતે નિશ્ચળ રહેલું અનુભવાય છે કે... જેવી રીતે ‘मध्य–आदि–अन्त–विभाग–मुक्त–सहज–स्फार–प्रभा–भासुरः अस्य शुद्ध–ज्ञान– धनः महिमा’ આદિ-મધ્ય-અન્તરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા ‘नित्य–उदितः तिष्ठति’ નિત્ય-ઉદિત રહે. (શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).

અહાહા...! ભગવાન આત્મા સહજાનંદ-નિત્યાનંદ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. હવે તે છે, છે ને છે; તેની આદિ શું? મધ્ય શું? અંત શું? અહાહા...! આવી અનાદિઅનંત સહજ ફેલાયેલી ચૈતન્યપ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા નિત્ય ઉદિત રહે. અહાહા...! જેમ સર્વ પાંખડીએ ગુલાબ ખીલી જાય તેમ અનંત શક્તિએ આત્મા પૂર્ણ ખીલી ગયો, શક્તિ સહજ હતી તે પૂર્ણ વિસ્તરી ગઈ હવે એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા સદા ઉદયમાન રહેશે-એમ કહે છે. સમજાણું કાંઈ...? શુદ્ધ દશા પૂર્ણકળાએ પ્રગટ થઈ તે થઈ, હવે તે દશા સાદિ-અનંત અવિચળ-કાયમ રહેશે. કેવળજ્ઞાન ને મોક્ષની દશા થઈ તે હવે ફરશે નહિ, હવે તે અવતાર લેશે નહિ. લ્યો, ભક્તોને ભીડ પડે ને ભગવાન અવતાર લે એમ બનવા જોગ નથી; એવું કેવળજ્ઞાન ને મોક્ષનું સ્વરૂપ નથી; મોક્ષદશા તો નિત્ય ઉદયમાન છે.

* કળશ ૨૩પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનનું પૂર્ણરૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી, સદા ઉદય માન રહે છે.’

જુઓ, કહે છે-જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. અહાહા...! અનંત


PDF/HTML Page 3664 of 4199
single page version

અનંત ગુણરિદ્ધિ-સમૃદ્ધિથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. અહાહા...! ત્રણકાળ-ત્રણલોકને યુગપત્ એક સમયમાં જાણે એવું એનું સામર્થ્ય છે. આ સામર્થ્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે, કહે છે, સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે. અહાહા...! કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વરૂપ પૂર્ણ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જ સાથે પૂર્ણ આનંદ, પૂર્ણ વીર્ય, પૂર્ણ શાન્તિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા ઈત્યાદિ શક્તિઓની પૂર્ણ વ્યક્તદશા પ્રગટ થાય છે. આનું નામ કેવળજ્ઞાન અને પૂર્ણદશા છે. તેથી કહે છે, તેના મહિમાને કોઈ આંચ આવતી નથી, તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી. પૂર્ણ વીતરાગતા થઈને કેવળજ્ઞાન થયું ત્યાં અનંતવીર્ય પણ પ્રગટ થયું. તેથી હવે તેનો મહિમા અબાધિતપણે સદા ઉદયમાન રહે છે. હવે તેને અવતાર લેવો પડે એમ કદીય છે નહિ.

ભગવાન આત્મા અંદર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ વસ્તુ પ્રભુ છે. તેનાં અંશે જ્ઞાન-શ્રદ્ધાન- આનંદ પ્રગટ થાય તે ઉપાય છે. અને પૂરણ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની દશા પ્રગટ થાય તે ઉપેય નામ ઉપાયનું ફળ છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહાર રત્નત્રય તે ઉપાય અને સિદ્ધપદ ઉપેય એમ નથી હોં, વ્યવહાર રત્નત્રયને ઉપાય કહીએ એ તો નિમિત્તનું વ્યવહારનું કથન છે; તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે; પણ ભાઈ! તે વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, તે આદરવા લાયક નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક જ આશ્રય કરવા યોગ્ય છે, અને તેના આશ્રયે અંશે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર પ્રગટ થાય તે વાસ્તવિક ઉપાય છે અને તેની પૂર્ણતા તે ઉપેય નામ મોક્ષ છે. આ દિવ્યધ્વનિનો સાર છે. અહીં કહે છે-ઉપાય દ્વારા ઉપેય નામ પૂર્ણ કેવળજ્ઞાન દશા ને મોક્ષની દશા પ્રગટ થાય તે નિરાબાધ સદાય સાદિ-અનંતકાળ ઉદયમાન રહે છે; તેમાં કદીય કોઈ આંચ-ઉણપ આવતી નથી. મુક્ત જીવને ભક્તોની ભીડ ભાંગવાનો બોજો રહે અને તે અવતાર ધારણ કરે એ માન્યતા મિથ્યા છે, કેમકે પરમ વીતરાગ પરમેશ્વર માટે એ ત્રિકાળ સંભવિત નથી. આવી વાત છે. સમજાણું કાંઈ...?

*

હવે, ‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’ - એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-

જેમ શ્રીફળ અંદર રાતડ રહિત સફેદ મીઠો ગોળો છે, તેમ ભગવાન આત્મા અંદર પુણ્ય-પાપની રાતડ રહિત ચૈતન્યનો અમૃતમય ગોળો છે, અહા! આવા નિજસ્વરૂપનો અંતર-અનુભવ કરીને તેમાં જ લીન-સ્થિર થયો તેણે ગ્રહણ કરવા યોગ્ય સર્વ ગ્રહણ કર્યું, અને ત્યાગવા યોગ્ય જે (મહાવ્રતાદિનો) વિકલ્પ હતો તેને સહજ ત્યાગી દીધો. આ અર્થનો હવે આચાર્યદેવ કળશ કહે છેઃ-


PDF/HTML Page 3665 of 4199
single page version

* કળશ ૨૩૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘संहृत–सर्व–शक्तेः पूर्णस्य आत्मनः’ જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું ‘आत्मनि इह’ આત્મામાં ‘यत् संधारणम्’ ધારણ કરવું ‘तत् उन्मोच्यम् अशेषतः उन्मुक्तम्’ તે જ છોડવાયોગ્ય બધું છોડયું ‘तथा’ અને ‘आदेयम् तत् अशेषतः आत्तम्’ ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.

અહાહા...! શું કહે છે? કે પહેલાં જ્ઞાનાદિ શક્તિઓ રાગમાં રોકાઈને ખંડ-ખંડપણે ખંડિત થતી હતી, તે હવે ત્યાંથી સમેટીને-સંકેલીને જ્યાં સ્વસ્વરૂપમાં ચૈતન્યસ્વરૂપમાં લીન કરી ત્યાં, કહે છે, ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું. આ સમ્યગ્દર્શન સહિત સાતમા ગુણસ્થાનની વાત છે. છઠ્ઠે હજી વિકલ્પ છે, ત્યાં જ્યાં અંતર સ્વરૂપમાં લીન-તલ્લીન થયો કે તત્કાલ જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહણ થયું અને ત્યાગવાયોગ્ય જે વિકલ્પ તેનો સહજ જ ત્યાગ થઈ ગયો. ભાઈ! પુણ્યના ભાવ પણ ત્યાગવાયોગ્ય છે, દુઃખરૂપ છે. ભાઈ! સમ્યગ્દર્શન વિના એણે અનંતવાર મુનિપણું ધારણ કર્યું ને અનંતવાર તે સ્વર્ગે ગયો. પણ તેથી શું? સ્વસ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન અને તેમાં રમણતા-લીનતા થાય એ જ મુખ્ય છે, એ જ બધું છે. બાકી પુણ્ય-પાપમાં લીન થઈ પ્રવર્તવું એ તો સ્વસ્વરૂપનો ઘાત છે, આત્મ- ઘાત છે. સમજાણું કાંઈ...? છહઢાલામાં આવે છે કે-

મુનિવ્રત ધાર અનંતવાર, ગ્રીવક ઉપજાયૌ;
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.

એ મહાવ્રત, ને સમિતિ ને ગુપ્તિ-એ બધો શુભરાગ દુઃખ છે બાપા! હા, પણ એ વડે બહારમાં પ્રભાવના તો થાય ને? પ્રભાવના? શું પ્રભાવના? પ્રભાવના તો અંદર આત્મામાં હોય કે બહારમાં હોય? અંદર નિરાકુલ આનંદની વ્યક્તિ થાય તેને પ્રભાવના કહીએ. બહારમાં પ્રભાવના કોણ કરી શકે? અરે! તત્સંબંધી શુભરાગ આવે છે એય સ્વરૂપની હિંસા છે. રાગની ઉત્પત્તિ થવી તે હિંસા છે એમ પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે.

અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ છે. તેમાં જ રમણ કરવું તે ચારિત્ર-દશા છે. અહો! ધન્ય તે દશા! જેમાં ભેદનો વિકલ્પ પણ છૂટી ગયો એવી અત્યંત નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ત્યાં ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહાહા..! પોતે અંદર જિનસ્વરૂપ છે, તેમાં અંતર-એકાગ્ર થઈ લીન થતાં જિનદશા પ્રગટ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે ભાઈ! અને તેની આ જ રીત છે બાપુ! જિનદશા કાંઈ બહારથી નથી આવતી. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે ને કે-

ઘટઘટ અંતર જિન બસૈ, ઘટઘટ અંતર જૈન;
મત મદિરાકે પાનસૌં, મતવાલા સમુઝૈ ન.

PDF/HTML Page 3666 of 4199
single page version

અહા! અંદર જિનસ્વરૂપ જ પોતે છે, પણ અંતર-એકાગ્ર થઈ પોતાના સ્વરૂપને જ સ્વીકારતા નથી તે પાગલોને તેની પ્રાપ્તિ થતી નથી. શું થાય?

એમ તો આબાળગોપાળ સૌને પૂર્ણાનંદ પ્રભુ આત્મા પોતાના જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧૭-૧૮ માં ખુલ્લી કરી છે. પણ શું થાય? અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી, તેની નજર પર અને પર્યાય ઉપર છે. અહા! એવા પાગલને નિજસ્વરૂપ જે જિનસ્વરૂપ તેની પ્રાપ્તિ થતી નથી.

અહીં કહે છે- પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યરાજાને જાણી તેનો અનુભવ ક્યોેર્ અને તેમાં જ લીન થયો તેણે ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું ને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહો! ધન્ય તે મુનિદશા ને ધન્ય તે અવતાર! પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા તે મહામુનિરાજ તો બાદશાહોના બાદશાહ છે, પોતાની ચૈતન્યલક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. આવી વાત! બાકી બહારની સંપત્તિમાં લીન છે એ તો રાંકા છે, ભિખારા છે. શાસ્ત્રમાં ‘વરાકાઃ’ તેમને કહ્યા છે.

* કળશ ૨૩૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે.’

આત્મા પૂર્ણજ્ઞાનઘન પ્રભુ અનંત શક્તિઓનું ધ્રુવધામ છે. તેને અંતરમાં ધારણ કરી ત્યાં જ રમવું-ઠરવું તે જ ગ્રહણ કરવાયોગ્ય સર્વ ગ્રહણ થઈ ગયું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગી દીધું, મતલબ તે જ કૃતકૃત્યતા છે. સ્વસ્વરૂપના આશ્રય વડે જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા-સ્થિરતા પરિપૂર્ણ થયાં તેને હવે કાંઈ કરવાનું રહ્યું નહિ, તે હવે કૃતકૃત્ય થયો. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ પરિપૂર્ણ છે; આવી વસ્તુ તો પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ જ છે; તેની પર્યાયમાં જ્યાં પૂર્ણ વ્યક્તિ થઈ ગઈ ત્યાં કૃતકૃત્યપણું થયું. તેને હવે કાંઈ ગ્રહણ-ત્યાગ રહ્યાં નહિ. સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યાં હવે શું કરવાનું રહ્યું? કાંઈ જ નહિ. એ જ કૃતકૃત્યપણું છે. લ્યો, સમજાણું કાંઈ...?

*

‘આવા જ્ઞાનને દેહ જ નથી’ -એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૨૩૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एवं ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्’ આમ (પૂર્વાક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; तत् आहारकं कथम् स्यात् येन अस्य देहः शङ्कयते’ તે (જ્ઞાન) આહારક (અર્થાત્) કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું,


PDF/HTML Page 3667 of 4199
single page version

ભગવાન આત્મા જ્ઞાન તત્ત્વ છે, ને દેહ અજીવ જડ તત્ત્વ છે. આમ બન્ને અત્યંત ભિન્ન છે. હવે પર્યાયમાં જે શુભાશુભભાવ ઉત્પન્ન થાય એય જ્ઞાયકસ્વરૂપથી ભિન્ન છે તો પ્રત્યક્ષ પૃથક્ એવું શરીર તેનું ક્યાંથી થાય? ન થાય. તેથી જ્ઞાન નામ આત્માને દેહ હોઈ શકે જ નહિ. આત્માને દેહ છે એમ શંકા ન કરવી, કેમકે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી. ઝીણી વાત પ્રભુ! અહા! જેને અંદર હું જ્ઞાયક તત્ત્વ છું એમ ભાન થયું તેને હું દેહ છું એમ ક્યાં રહ્યું? હું આહારક છું એમ ક્યાં રહ્યું? એમ છે જ નહિ. આ તો વસ્તુનું સ્વરૂપ છે બાપુ! જ્ઞાનને દેહ છે એમ માનવું એ તો નર્યું અજ્ઞાન છે; અને જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ એ યથાર્થ છે. લ્યો, આ વાત હવે ગાથામાં કહેશેઃ-

[ પ્રવચન નં. ૪૮૮ થી ૪૯પ * દિનાંકઃ ૧૦-૧૧-૭૭ થી ૧૭-૧૧-૭૭ ]

PDF/HTML Page 3668 of 4199
single page version

ગાથા ૪૦પ થી ૪૦૭
अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं।
आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु।। ४०५।।
ण वि सक्कदि घेत्तुं जं ण विमोत्तुं जं च जं परद्दव्वं।
सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि।। ४०६।।
तम्हा दु जो विसुद्धो चेदा सो णेव गेण्हदे किंचि।
णेव विमुंचदि किंचि वि जीवाजीवाण दव्वाणं।। ४०७।।

હવે અર્થને ગાથામાં કહે છેઃ–

એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આ‘રક ખરે,
પુદ્ગલમયી છે આ‘ર તેથી આ‘ર તો મૂર્તિક ખરે. ૪૦પ.
જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે. ૪૦૬.
તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે,
છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭.
आत्मा यस्यामूर्तो न खलु स आहारको भवत्येवम्।
आहारः खलु मूर्तो यस्मात्स पुद्गलमयस्तु।। ४०५।।
नापि शक्यते ग्रहीतुं यत् न विमोक्तुं यच्च यत्परद्रव्यम्।
स कोऽपि च तस्य गुणः प्रायोगिको वस्रसो वाऽपि।। ४०६।।

ગાથાર્થઃ– [एवम्] એ રીતે [यस्य आत्मा] જેનો આત્મા [अमूर्तः] અમૂર્તિક છે [सः खलु] તે ખરેખર [आहारकः न भवति] આહારક નથી; [आहारः खलु] આહાર તો [मूर्तः] મૂર્તિક છે [यस्मात्] કારણ કે [सः तु पुद्गलमयः] તે પુદ્ગલમય છે.

[यत परद्रव्यम्] જે પરદ્રવ્ય છે [न अपि शक्यते ग्रहीतुं यत्] તે ગ્રહી શકાતું નથી [न विमोक्तुं यत् च] તથા છોડી શકાતું નથી, [सः कः अपि च] એવો જ કોઈ [तस्य] તેનો (-આત્માનો) [प्रायोगिकः वा अपि वैस्रसः गुण] પ્રાયોગિક તેમ જ વૈસ્રસિક ગુણ છે.


PDF/HTML Page 3669 of 4199
single page version

तस्मात्तु यो विशुद्धश्चेतयिता स नैव गृह्णाति किञ्चित्।
नव विमुञ्चति किञ्चिदपि जीवाजीवयोर्द्रव्ययोः।। ४०७।।
(अनुष्टुभ्)
एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते।
ततो देहमयं ज्ञातुर्न लिङ्गं मोक्षकारणम्।। २३८।।

[तस्मात् तु] માટે [यः विशुद्धः चेतयिता] જે વિશુદ્ધ આત્મા છે [सः] તે [जीवाजीवयोः द्रव्ययोः] જીવ અને અજીવ દ્રવ્યોમાં (-પરદ્રવ્યોમાં) [किञ्चित् न एव गृह्णाति] કાંઈ પણ ગ્રહતો નથી [किञ्चित् अपि न एव विमुञ्चति] તથા કાંઈ પણ છોડતો નથી.

ટીકાઃ– જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈસ્રસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો-અમૂર્તિક આત્મદ્રવ્યનો-આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.

(અહીં ‘જ્ઞાન’ કહેવાથી ‘આત્મા’ સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.)

ભાવાર્થઃ– જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે. પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.

આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી. આત્માને દેહ જ નહિ હોવાથી, પુદ્ગલમય દેહસ્વરૂપ લિંગ (-વેષ, ભેખ, બાહ્ય ચિહ્ન) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एवं शुद्धस्य ज्ञानस्य देहः एव न विद्यते] આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; [ततः ज्ञातुः देहमयं लिङ्गं मोक्षकारणम् न] તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.

*

PDF/HTML Page 3670 of 4199
single page version

સમયસાર ગાથા ૪૦પ થી ૪૦૭ઃ મથાળું

હવે આ અર્થને ગાથામાં કહે છેઃ

* ગાથા ૪૦પ થી ૪૦૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરાપણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈસ્રસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.’

શું કહે છે? કે જ્ઞાન નામ આત્મા પરદ્રવ્યને ગ્રહતો કે છોડતો નથી. આ આહારને ગ્રહે કે છોડે એવું આત્માનું સ્વરૂપ નથી. એવો રાગ આવે, પણ પરદ્રવ્યને ગ્રહી કે છોડી શકાતું નથી. આહારનાં રજકણ, વાણીનાં રજકણ કે કર્મ-નોકર્મનાં રજકણને આત્મા ગ્રહી કે છોડી શકતો નથી. આત્મામાં આવી ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ શક્તિ છે; પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગથી શૂન્ય એવો ભગવાન આત્મા છે.

અહાહા...! ભગવાન આત્મા પરદ્રવ્યને, એક રજકણને પણ, ગ્રહી કે છોડી શકતો નથી એવું જ એનું સ્વરૂપ છે, કારણ કે પ્રાયોગિક અર્થાત્ પરના નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈસ્રસિક ગુણના સામર્થ્યથી આત્મા વડે પરદ્રવ્યનું ગ્રહવું-છોડવું અશક્ય છે. લ્યો, પરદ્રવ્યના નિમિત્તથી થતા રાગ વડે આત્માને પરદ્રવ્યનું ગ્રહવું કે છોડવું અશક્ય છે એમ કહે છે. પરદ્રવ્યના નિમિત્તથી રાગ થાય છે એટલે શું? કે રાગ થાય છે તો પોતાથી પોતામાં, તેમાં પરદ્રવ્ય માત્ર નિમિત્ત છે બસ. વિકારી પર્યાયનો આશ્રય તો દ્રવ્ય પોતે જ છે અર્થાત્ વિકાર જીવની પર્યાયમાં એટલે જીવમાં જ થાય છે; કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ એ તો વ્યવહારનું કથન છે. ખરેખર તો વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં આત્માના આશ્રયે થાય છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયની-બન્નેની ગાથા ૧૦માં આ વાત આવેલી છે કે વિકારી પર્યાય પોતાના આશ્રયે થાય છે, પરના કારણે નહિ. હવે આમ છે ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ વીતરાગી પર્યાય આત્માના આશ્રયે થાય એ તો સહજ સિદ્ધ છે, કર્મના અભાવથી નિર્મળ પર્યાય થઈ એમ કહીએ એ તો વ્યવહારનું કથન છે; વાસ્તવમાં કર્મના અભાવની એને અપેક્ષા નથી.

વળી કોઈ કહે કે આકાશાદિનો ઈશ્વર કર્તા છે. તેને પૂછીએ કે આ સર્વવ્યાપી અનંત અનંત આકાશ છે તે નહોતું ને ઈશ્વરે કર્યું તો ઈશ્વરે ક્યાં ઊભા રહીને કર્યું? જો ઈશ્વર ક્યાંક હતો તો જગાનો-આકાશનો તે કર્તા સિદ્ધ થતો નથી. અરે ભાઈ! સર્વવ્યાપક અનંત આકાશનું સ્વયંસિદ્ધ અસ્તિત્વ છે; તેને કરે કોણ? કોઈ જ નહિ.


PDF/HTML Page 3671 of 4199
single page version

આમ ઈશ્વરનું કર્તાપણું ઉડી જાય છે. કોઈ પણ દ્રવ્યનો કર્તા ઈશ્વર નથી. અહાહા..! જેમ અનંત અનંત વિસ્તરેલા આકાશનું અસ્તિત્વ સહજ જ છે તેમ તેને જાણનાર-જાણનાર ભગવાન આત્મા સહજ જ સ્વયંસિદ્ધ છે. અહાહા...! તેના અચિન્ત્ય સ્વભાવની શું વાત કરવી? અહાહા..! અનંત આકાશને અવલંબ્યા (અડયા) વિના જ તેને પોતાની જ્ઞાનપર્યાયમાં એક સમયમાં જાણી લે એવો તેનો પરમ અદ્ભુત અચિન્ત્ય સ્વભાવ છે.

જુઓ, પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ છે. પરમાણુ એક પ્રદેશી છે. આવા પરમાણુ દ્રવ્યો સંખ્યાએ અનંતાનંત છે; જીવદ્રવ્યો તેના અનંતમા ભાગે અનંત છે. અનંતાનંત પરમાણુથી અનંતગુણા ત્રણકાળના સમય છે અને તેનાથી આકાશના પ્રદેશોની સંખ્યા અનંતગુણી અનંત છે. તેનાથી અનંતગુણી એક જીવદ્રવ્યમાં ગુણોની સંખ્યા છે. અહો! આવું અલૌકિક જીવદ્રવ્યનું સહજ સ્વરૂપ છે. આવું સહજ સિદ્ધ વસ્તુનું સ્વરૂપ છે, તેને કરે કોણ? દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ સહજ છે ત્યાં (ઈશ્વરનું) કર્તાપણું સિદ્ધ થતું નથી.

અહો! વીતરાગ સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વો બહુ ઉંડા ને ગંભીર છે ભાઈ! અહાહા...! જ્ઞાનની એક સમયની પર્યાય લોકનાં અનંતાં દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણી લે તે પર્યાયના સામર્થ્યની શી વાત! અહો! આત્મા અલૌકિક અદ્ભુત ચમત્કારી વસ્તુ છે. ઓહો! અનંતગુણમય બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા-તેની પ્રતીતિ કરવા માટે વિકલ્પ કામ ન આવે, કેમકે વિકલ્પ હદવાળી મર્યાદિત ચીજ છે; તેની પ્રતીતિ કરનારી પર્યાય બેહદ ચીજ છે. શું કીધું? અચિન્ત્ય બેહદ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્માની પ્રતીતિ કરનારી પર્યાય કે જેને સમ્યગ્દર્શન કહીએ તે અચિન્ત્ય બેહદ શક્તિવંત છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એક સમયની પર્યાયમાં આવી જાય (-પર્યાયરૂપ થઈ જાય) એમ નહિ, પણ એની પ્રતીતિ પર્યાયમાં આવી જાય છે. અહો! તે પર્યાય (સમ્યગ્દર્શન) બેહદ ચીજ છે.

અષ્ટપાહુડમાં ચારિત્રને અક્ષય-અમેય કહેલ છે. અહાહા...! અંદરમાં બેહદ સ્વભાવી ચીજ-તેની પ્રતીતિ કરવા જાય તે પ્રતીતિમય પર્યાયની કાંઈ હદ છે? બાપુ! ત્યાં વિકલ્પ કામ ન કરે. અહાહા...! અનંત અનંત સ્વભાવથી ભરેલો ચૈતન્ય-ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવા જાય ત્યાં અનંત સ્વભાવનું પરિણમન થઈને જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહો! તે નિર્વિકલ્પ પ્રતીતિની બેહદ શક્તિ છે. તેવી એક સમયની જ્ઞાનપર્યાય, રમણતાની પર્યાય, આનંદની પર્યાય-એમ પ્રત્યેક ગુણની પર્યાયની બેહદ તાકાત છે.

શું કહીએ? વાણીમાં પૂરું આવી ન શકે; કંઈક ઈશારા આવે. આવું જ વસ્તુ-


PDF/HTML Page 3672 of 4199
single page version

સ્વરૂપ છે. વિકલ્પથી વસ્તુ સિદ્ધ થાય (-પ્રાપ્ત થાય) એવી વસ્તુ આત્મા નથી, સાધારણ અનુમાન-પ્રમાણથી પણ જાણી શકાય નહિ એવી વસ્તુ ભગવાન આત્મા છે. અલિંગ ગ્રહણના બોલમાં આ વાત આવી છે કે-બીજાઓ દ્વારા અનુમાનથી જાણી શકાય નહિ, પોતે અનુમાનથી જાણી શકે નહિ-એવી અલૌકિક, અમાપ વસ્તુ આત્મા છે. અહાહા...! આવો જે ભગવાન આત્મા તેની નિર્વિકલ્પ પ્રતીતિ અને તેનું જ્ઞાન તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. અહો! તે શ્રદ્ધા-જ્ઞાનની અચિન્ત્ય શક્તિ છે. આવો આત્મા, અહીં કહે છે, પરદ્રવ્યને ગ્રહતો નથી અને છોડતોય નથી. પરદ્રવ્ય જેવું છે એવું એનું જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે, પણ તે પ્રાયોગિક ગુણના સામર્થ્યથી કે વૈસ્રસિક ગુણના સામર્થ્યથી પરદ્રવ્યને ગ્રહે-છોડે એવો એનો સ્વભાવ નથી.

આત્મામાં ઈચ્છા ઉત્પન્ન થાય તે પોતાના આશ્રયે પોતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઈચ્છા થઈ માટે પરમાણુને ગ્રહે કે છોડે એવું આત્માનું સ્વરૂપ નથી. ઈચ્છા વડે પરનું કામ આત્મા કરી શકતો નથી. અહો! દિગંબર સંતોએ કેવળજ્ઞાન ખડું કર્યું છે! ભગવાન કેવળીના પેટની ગજબ વાતો કરી છે! પ્રાયોગિક ગુણ એટલે પરના નિમિત્તથી થયેલી રાગની પર્યાય-શુભ કે અશુભ-તે પર્યાય વડે આત્મા આહારાદિ દ્રવ્યો લઈ શકે કે છોડી શકે એમ કદીય છે નહિ. ઈચ્છા વડે પૈસા લઈ શકે કે દઈ શકે, વાણી બોલી શકે કે છોડી શકે એવું એનું સ્વરૂપ નથી.

અહો! દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓએ જગતના પદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું ખુલ્લું કર્યું છે. પ્રાયોગિક ગુણ એટલે પરદ્રવ્યના નિમિત્તથી થયેલી વિકારી દશા. શબ્દ તો ‘પર નિમિત્તથી’ -એમ છે, છતા વિકાર-રાગ સ્વપર્યાયમાં પોતાના કારણે થયો છે એમ તેનો અર્થ છે. ઈચ્છા થઈ છે તે પોતાથી છે, પરથી નહિ. હવે જે ઈચ્છા થઈ તેનાથી, કહે છે, તે પરપદાર્થને ગ્રહણ કરે વા છોડી શકે એમ છે નહિ. ઈચ્છાના પરિણામમાં પરદ્રવ્યને ગ્રહવા-છોડવાની તાકાત નથી. આ શરીરને હલાવે-ચલાવે કે સ્થિર રાખે, વાણી બોલે કે મૌન રાખે કે આહારાદિ ગ્રહણ કરે કે છોડી દે ઈત્યાદિ પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ કરે એવી ઈચ્છામાં-રાગના ભાવમાં બિલકુલ તાકાત નથી. હવે આવું એને બરાબર બેસવું જોઈએ, આ રીતે એનું હોવાપણું છે એમ અંદર જ્ઞાનમાં ભાસન થાય તે યથાર્થ જ્ઞાન છે, બાકી તો બધું થોથાં છે અર્થાત્ કાંઈ વસ્તુ નથી.

જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ ગુણ તો ત્રિકાળી સ્વભાવ છે, તે તો પરને ગ્રહે કે છોડે નહિ એ તો ઠીક વાત છે, પણ પ્રાયોગિક ગુણ જે વિભાવભાવ તે વિભાવમાં પરને ગ્રહવા-છોડવાની તાકાત છે કે નહિ? લ્યો, આવો પ્રશ્ન! અહીં કહે છે-વિભાવમાં એવી બિલકુલ તાકાત નથી. આ આત્મા પોતાના સિવાય બીજા આત્માઓ અને પરમાણુને વિભાવ-ઈચ્છા વડે ગ્રહે કે છોડે તે શક્ય નથી. મુનિરાજને આહાર લેવાની ઈચ્છા થઈ તો તે


PDF/HTML Page 3673 of 4199
single page version

‘દાણે દાણે ખાનારનું નામ’ - એમ કહે છે ને? તેનો અર્થ શું? કે જે રજકણો આવવાના હોય તે તેના કારણે આવે છે, તારી ઈચ્છાને કારણે નહિ. ઈચ્છાની મર્યાદા ઈચ્છામાં રહી, તે ઈચ્છાનું પરમાં કાંઈ ચાલે નહિ; પરનાં ગ્રહણ-ત્યાગ ઈચ્છાના સામર્થ્યમાં નથી. આ તો મૂળ પાઠ છે હોં; જુઓ વાંચોઃ

“જે દ્રવ્યો છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે”-૪૦૬.

પ્રભુ! એકવાર સાંભળ તું સંતોની વાત. અહાહા...! અંદર જ્ઞાન-શ્રદ્ધાન અને સ્વરૂપની રમણતા પ્રગટયાં હોય તેને કદાચિત્ આહાર લેવાની વૃત્તિ ઉઠે, પણ તે વૃત્તિને લઈને તે આહાર ગ્રહણ કરી શકે એમ નથી; વળી આજે આઠમ, ચૌદશ છે માટે ઈચ્છાને લઈને તે આહાર છોડી શકે એમ નથી; ઈચ્છાને લઈને આહાર આવ્યો ને અટકી ગયો એ વાતમાં કાંઈ તથ્ય નથી. આહારનું આવવું ને અટકી જવું એ તે તે પરમાણુઓની સ્વાધીન ક્રિયા છે. ભાઈ! તારા અસ્તિત્વમાં તને વૃત્તિ ઉઠે છે, પણ તેથી પરના અસ્તિત્વને ગ્રહે કે છોડે એવું તેનું સ્વરૂપ નથી.

હા, પણ મુનિરાજ વસ્ત્રાદિ તો છોડી શકે કે નહિ? ના, ભાઈ! ના; બાપુ! વૃત્તિ ઉઠે, પણ વસ્ત્રાદિ છોડી ન શકે. વસ્ત્રાદિ છોડયાં એમ કહીએ એ બીજી વાત છે (વ્યવહાર છે), પણ એમ માને એ તો મિથ્યાત્વ છે ભાઈ! જાણવું..... જાણવું..... જાણવું બસ એ જ્ઞાનનું (આત્માનું) સામર્થ્ય છે; વૃત્તિ ઉઠે એને પણ જાણે એ એનું સામર્થ્ય છે, પણ પરને ગ્રહે-છોડે એ એનું સામર્થ્ય નથી. અહાહા...! પોતે જેમ અસ્તિપણે સત્ છે તેમ બીજા પદાર્થો પણ અસ્તિપણે સત્ છે. છે. તેની પર્યાયનું અસ્તિત્વ તેનાથી હોય કે તારાથી હોય? ભાઈ! આ તો ન્યાયથી વાત છે.

પ્રશ્નઃ– હા, પણ બળવાન હોય તેનું ચાલે ને? ઉત્તરઃ– પરમાં જરાય ન ચાલે, કોઈનું ન ચાલે, હું બળવાન છું માટે પરનું કામ કરી શકું એમ કોઈ (મિથ્યા) અભિમાન કરે તો કરે, પણ પરનું કાંઈ કરી શકે નહિ; આવી વસ્તુસ્થિતિ છે ભાઈ! મુનિરાજ તો રાગના પણ કર્તા નથી. શું થાય? રાગ (યથા સંભવ) આવે છે, આવ્યા વિના રહેતો નથી, પણ તેથી તે કાંઈ પરનું કરી શકે એમ ત્રણકાળમાં નથી. ભાઈ! પરદ્રવ્યની પર્યાયનું હોવાપણું પરદ્રવ્યથી-એનાથી છે, બીજાથી તે પર્યાય ત્રણકાળમાં થતી નથી.


PDF/HTML Page 3674 of 4199
single page version

ભગવાનની પ્રતિમા પધરાવવાનો ભાવ આવ્યો માટે પ્રતિમા બિરાજમાન થવાની ક્રિયા ત્યાં થઈ એમ નથી. આને શુભરાગ થયો એ એની-જીવની ક્રિયા છે, અને પ્રતિમાં બિરાજમાન થવાની ક્રિયા થઈ એ તે તે પરમાણુઓની ક્રિયા છે; બન્ને સ્વતંત્રપણે છે ભાઈ! અરે! અજ્ઞાનીઓને તો બધે ‘હું કરું, હું કરું’ એમ જ ભાસે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. સમકિતી જ્ઞાનીને વૃત્તિ-રાગ થઈ આવે, પણ તેનો તો તે જાણનારમાત્ર જ રહે છે, જ્યારે અજ્ઞાની બધું હું કરું છું એમ મિથ્યા અભિમાનથી રાચે છે.

અહીં આ ચોકખું તો કહે છે કે- પ્રાયોગિક કે વૈસ્રસિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે તેનું નામ વૈસ્રસિક ગુણ છે. તે નિર્મળ પર્યાયના સામર્થ્યથી પણ આત્મા પરને ગ્રહે કે છોડે તે અશક્ય છે. દ્રષ્ટિવંત પુરુષ એમ જ યથાર્થપણે માને છે, પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં પરદ્રવ્યને ગ્રહ્યા-છોડયાનું મિથ્યા અભિમાન કરે છે. શું થાય? મિથ્યા અભિમાન કરે છે એટલે તો એ અજ્ઞાની છે. અહો! આ તો થોડી લીટીમાં ઘણું બધું ભરી દીધું છે. સમજાણું કાંઈ....?

એક પ્રશ્ન થયો હતો કે-નિમિત્તથી કાંઈ થતું નથી તો તમે સમયસાર લઈને કેમ બેઠા છો? પુરાણ કેમ વાંચતા નથી?

અરે ભાઈ! સમયસારના નિમિત્તપણામાં કાંઈક વિશેષતા છે ને પુરાણમાં નથી-શું એમ છે? અમારે મન તો બન્ને જીનવાણી છે. સમયસાર હોય તો ઠીક એવી વૃત્તિના કારણે અહીં સમયસાર આવ્યું છે એમ નથી. એ તો એના કારણે છે, વૃત્તિના કારણે નહિ. આ સમયસારનું આમ પાનું ફરે ને? એ ક્રિયા પણ બાપુ! વૃત્તિના કારણે નહિ અને આ હાથના કારણે પણ નહિ; એ તો તે તે પરમાણુઓની કાળે સ્વતંત્ર ક્રિયા છે. આત્મા તે રજકણોને ઉંચા-નીચા કરે એવું સામર્થ્ય આત્મામાં નથી. પણ અરેરે! અજ્ઞાની જીવો અનાદિથી ભ્રમણામાં રહીને યથાર્થ સ્વરૂપના ભાન વિના દુઃખી-દુઃખી થઈ રહ્યા છે!

હવે કહે છે- ‘વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો-અમૂર્તિક આત્મદ્રવ્યનો- આહાર નથી, કારણકે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.’

જુઓ, નોકર્મ એટલે આહાર-પાણી વગેરે જડ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય છે, અને આત્મા ચેતન અમૂર્તિક દ્રવ્ય છે. અહીં કહે છે- રોટલા, દાળ, ભાત, શાક ઈત્યાદિ મૂર્તિક દ્રવ્યનો આહાર આત્માને છે જ નહિ, કેમકે આહાર મૂર્તિક દ્રવ્ય છે અને આત્મા અમૂર્તિક દ્રવ્ય છે. અમૂર્તિક ચેતન દ્રવ્યને મૂર્તિક જડનો આહાર કેમ હોય? નથી જ. માટે આત્મા આહારક નથી; આહારને ગ્રહનારો આત્મા નથી. માટે


PDF/HTML Page 3675 of 4199
single page version

‘(અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા” સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે).’

જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાન જ્ઞાનને જાણે, અનંતા ગુણને જાણે, આત્માને જાણે અને અનંતા પરપદાર્થોને પણ જાણે એવો આત્માનો અસાધારણ ગુણ છે. તેથી જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે, અભેદ વિવક્ષામાં લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે તેથી આચાર્યદેવે આત્માને જ્ઞાન જ કહ્યો છે. અહીં લક્ષ્યનો લક્ષણમાં આરોપ કરીને તે લક્ષણને-જ્ઞાનને જ આત્મા કહ્યો છે, તેથી અહીં ‘જ્ઞાન’ શબ્દે ‘આત્મા’ સમજવો એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?

* ગાથા ૪૦પ થી ૪૦૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.

આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.’ અહો! જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાની અરૂપી- અમૂર્તિક ચીજ છે, ને કર્મ-નોકર્મ તો રૂપી-મૂર્તિક છે. હવે અરૂપી એવો આત્મા રૂપી કર્મ- નોકર્મને ગ્રહે-છોડે એ સંભવિત નથી, કેમકે ભગવાન આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત-શૂન્ય છે. અહાહા...! પરને અડે નહિ તે પરને કેમ ગ્રહે-છોડે? માટે પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી.

આ બહારના વેપારધંધા બધી પર ચીજ છે, તેને આત્મા ગ્રહતો નથી કે છોડતો નથી. એ પરપદાર્થ તો એના જ્ઞાનનું જ્ઞેય-પરજ્ઞેય છે, વ્યવહારે હો; નિશ્ચયે તો તત્સંબંધી જે જ્ઞાન પ્રગટ થયું તે તેનું જ્ઞેય છે. અહા! નિજ જ્ઞાયકસ્વભાવને જ્ઞેય કરનારું જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે, બાકી તો બધાં થોથાં છે.

જુઓ, આ બોટાદના એક મુમુક્ષુ ભાઈ મુંબઈમાં લાખોના ધંધા કરતા હતા ત્યાંથી નિવૃત્ત થઈ ગયા. નાની ઉંમરમાં નિવૃત્તિ લઈ સ્વાધ્યાય કરે છે. બહેનનું વચનામૃત પુસ્તક વાંચી તે એમ બોલ્યા- ‘અનુભવ પ્રગટ થવા માટે આ નિમિત્ત છે.’ અરે ભાઈ!


PDF/HTML Page 3676 of 4199
single page version

આ અવસરમાં આ જ (અનુભવ જ) કરવા જેવું છે. બાકી લગ્ન કરવાં-પરણવું એ તો દુર્ઘટના છે. લોકો ‘પ્રભુતામાં પગલાં માંડયાં’ કહે છે ને! પણ બાપુ! એ તો નરી દુર્ઘટના છે. આ એને (બાયડીને) રાજી રાખવી, ને છોકરાંને રાજી રાખવાં, ને રળવું-કમાવું ઈત્યાદિ અનેક પાપના આરંભ ત્યાંથી શરૂ થાય છે. શું કહીએ? પોતે પોતાને જ ભૂલી જાય એવડી મોટી એ ભૂલ છે, મણમાં આઠ પાંચશેરીની ભૂલ જેવી ભૂલ!

અહીં કહે છે- પરમાર્થે આત્માને પુદ્ગલનો-કર્મ-નોકર્મનો આહાર નથી. ખરેખર તો વૃત્તિ ઉઠે એય આત્માની ચીજ નથી, કેમકે તે એના સ્વરૂપમાં ક્યાં છે? એ તો વિભાવ છે, ઔપાધિક ભાવ છે. આત્માને કોઈ રાગવાળો માને એ આત્મઘાતી છે. હિંસક છે. હું જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યચમત્કારમય અનંતગુણનો પિંડ પ્રભુ છું એમ અનુભવવાને બદલે હું રાગવાળો છું એમ અનુભવે એ તો આત્મઘાત છે. પોતાની હિંસા છે; કેમકે એમાં પોતાના સ્વરૂપનો અનાદર છે, તિરસ્કાર છે.

અહીં કહે છે- સ્વભાવરૂપ પરિણમે કે વિભાવરૂપ પરિણમે, આત્મા પરને ગ્રહતો નથી. છોડતો નથી. ચારિત્રદશાવંત મુનિને કદાચિત્ આહારની વૃત્તિ થાય તો તેથી કાંઈ આહારને ગ્રહી શકે છે, કર્મને ગ્રહી શકે છે, કે કર્મની નિર્જરા કરી શકે છે એમ નથી. અરે! મુનિરાજ તો વૃત્તિ ઉઠે તેના કર્તા થતા નથી, માત્ર જ્ઞાતા-દષ્ટા રહે છે. વૃત્તિ થઈ તે અપેક્ષા કર્તા કહીએ, પણ વૃત્તિ કર્તવ્ય છે એમ માનતા નથી એ અપેક્ષાએ અકર્તા નામ જ્ઞાતા જ છે. અહીં આ સિદ્ધ કરવું છે કે-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો પોતાના જ પરિણામનાં ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.

આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.

** *

આત્માને દેહ જ નહિ હોવાથી; પુદ્ગલમય દેહસ્વરૂપ લિંગ (વેષ, ભેખ, બાહ્યચિન્હ) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

* કળશ ૨૩૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

एवं शुद्धस्य ज्ञानस्य देहः एव न विधते’ આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; ‘ततः ज्ञातुः देहमयं लिङ्गं मोक्षकारणं न’ તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.

શુદ્ધ જ્ઞાન અર્થાત્ ભગવાન આત્માને દેહ જ નથી. દેહ નથી માટે દેહમય લિંગ- નગ્નદશાનો ભેખ મોક્ષનું કારણ નથી. દેહ છે એ તો બાહ્ય વસ્તુ છે, તે મોક્ષનું


PDF/HTML Page 3677 of 4199
single page version

અહાહા...! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિનું સંગ્રહસ્થાન છે. અહાહા...! અનંત શક્તિનો સાગર પ્રભુ આત્મા છે, આ અમાપ... અમાપ... અમાપ એવું અનંત પ્રદેશી આકાશ છે. તેના અનંત પ્રદેશોથી અનંતગુણા આત્માના ગુણ છે. અહાહા...! જેની એક સમયની પૂર્ણ જ્ઞાનની દશા-કેવળજ્ઞાનની દશા વિશ્વનાં છ દ્રવ્ય, તેના અનંતા ગુણ, તેની ત્રણ કાળની અનંતી પર્યાય- તે સર્વને યુગપત્ એક સમયમાં અડયા વિના જ જાણી લે એવો બેહદ જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. આ શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન એમ નહિ. ખરેખર તો દ્રવ્યસ્વભાવને સ્પર્શીને એટલે તેની સન્મુખ થઈને પ્રગટ થાય તે જ્ઞાન જ્ઞાન છે, અહાહા...! આવા અચિન્ત્ય બેહદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્માને, કહે છે, દેહ જ નથી.

હા, પણ આત્માને દેહ જ નથી એ તો એકાન્ત થઈ ગયું? થઈ ગયું તો થઈ ગયું. એ સમ્યક્ એકાન્ત છે, કેમકે આત્માને દેહ છે જ નહિ. દેહ આત્માની ચીજ છે જ નહિ.

દેહની સમય સમયની અવસ્થા થાય તે જડની જડમાં થાય છે; તે અવસ્થા આત્માની નહિ, આત્મામાં નહિ, આત્માથી પણ નહિ. દેહની અવસ્થામાં આત્મા નહિ, ને આત્માની અવસ્થામાં દેહની અવસ્થા નહિ, તેથી, કહે છે, જ્ઞાતાને-ભગવાન આત્માને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. અહાહા...! આત્મા સ્વને જાણે અને અનંતા પરદ્રવ્યોને જાણે એવો સ્વપરપ્રકાશક જ્ઞાતા પ્રભુ છે. પરંતુ જેને અંદરમાં સ્વસ્વરૂપનું જ્ઞાન થયું નથી તેને દેહાદિ પરનું યથાર્થજ્ઞાન નથી. જેને નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન અંદર પ્રગટ થાય તેને જ સ્વપરપ્રકાશક યથાર્થ જ્ઞાન હોય છે. તે યથાર્થ જાણે છે કે દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.

આત્મા જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ છે. તેનું જેને અંદરમાં ભાન થયું તેને નિજસ્વરૂપગ્રાહીજ્ઞાન પ્રગટ થયું છે. તેને દેહાદિ પર પદાર્થોનું પણ સત્યાર્થ જ્ઞાન થયું છે. અહાહા...! સ્વરૂપની અંતર્દષ્ટિ અને સ્વાનુભવની દશા જેને પ્રગટ થઈ તેને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી એવું સાચું જ્ઞાન થાય છે. ઓહો! મુનિરાજને બહારમાં દ્રવ્યલિંગ હોતું નથી એમ નહિ, હોય છે અવશ્ય; પણ તે મોક્ષનું કારણ નથી એવું સત્યાર્થ જ્ઞાન તેને હોય છે. ભાઈ! વ્રતાદિના વિકલ્પ એ પણ દેહમય લિંગ જ છે, અને મુનિરાજ ભાવલિંગી સંત તેને મોક્ષનું કારણ જાણતા નથી, માનતા નથી.

લોકમાં તો એવું માને કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં, ગુરુની ભક્તિ કરતાં


PDF/HTML Page 3678 of 4199
single page version

કરતાં કલ્યાણ થઈ જાય. બાપુ! એ તો મિથ્યાત્વનું મોટું શલ્ય છે. તેને અહીં તો એમ કહેવું છે કે જીવ પોતાના સ્વરૂપને જાણે ત્યારે તેને દેહાદિ પદાર્થોનું ને રાગનું સાચું જ્ઞાન થાય છે. અહાહા...! જે સત્તામાં જાણવાનું કાર્ય થાય છે તેને જે જાણે તેને જ પરનું યથાર્થ જ્ઞાન થાય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે જ્ઞાની પુરુષો દેહમય લિંગને- દ્રવ્યલિંગને મોક્ષનું કારણ જાણતા નથી; બાહ્ય લિંગ વડે પોતાનું કલ્યાણ થશે એમ માનતા નથી. લ્યો આવી વાત!

[પ્રવચન નં. ૪૯૬-૪૯૭*દિનાંક ૧૮-૧૧-૭૭ થી ૧૯-૧૧-૭૭]

PDF/HTML Page 3679 of 4199
single page version

ગાથા ૪૦૮–૪૦૯
पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि।
घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति।।
४०८।।
ण दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा।
लिंगं
मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति।। ४०९।।
पाषण्डिलिङ्गानि वा गृहिलिङ्गानि वा बहुप्रकाराणि।
गृहीत्वा वदन्ति मूढा लिङ्गमिदं मोक्षमार्ग इति।।
४०८।।
न तु भवति मोक्षमार्गो लिङ्गं यद्देहनिर्ममा अर्हन्तः।
लिङ्गं
मुक्त्वा दर्शनज्ञानचारित्राणि सेवन्ते।। ४०९।।

હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-

બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને,
ગ્રહીને કહે છે મૂઢજન ‘આ લિંગ મુક્તિમાર્ગ છે.’ ૪૦૮.
પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અર્હંત નિર્મમ દેહમાં,
બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯.

ગાથાર્થઃ– [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गानि वा] મુનિલિંગોને [गृहिलिङ्गानि वा] અથવા ગૃહીલિંગોને [गृहीत्वा] ગ્રહણ કરીને [मूढाः] મૂઢ (અજ્ઞાની) જનો [वदन्ति] એમ કહે છે કે ‘[इदं लिङ्गम्] આ (બાહ્ય) લિંગ [मोक्षमार्गः इति] મોક્ષમાર્ગ છે’.

[तु] પરંતુ [लिङ्गम्] લિંગ [मोक्षमार्गः न भवति] મોક્ષમાર્ગ નથી; [यत्] કારણ કે [अर्हन्तः] અર્હંતદેવો [देहनिर्ममाः] દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા [लिङ्गम् मुक्त्वा] લિંગને છોડીને [दर्शनज्ञानचारित्राणि सेवन्ते] દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે.

ટીકાઃ– કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે, તે (-દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે બધાય ભગવાન અર્હંતદેવોને, શુદ્ધજ્ઞાનમયપણું


PDF/HTML Page 3680 of 4199
single page version

હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે (અર્થાત્ તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).

ભાવાર્થઃ– જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.

*
સમયસાર ગાથા ૪૦૮–૪૦૯ઃ મથાળું

હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-

* ગાથા ૪૦૮–૪૦૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે (-દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે...’

જુઓ, નગ્નદશા અને પંચમહાવ્રતના પરિણામ એ દ્રવ્યલિંગ છે. અજ્ઞાનથી જીવ તેને મોક્ષમાર્ગ માનીને મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એમ કહ્યું ને? તો દ્રવ્યલિંગને ગ્રહણ કરી શકે છે એમ સિદ્ધ નથી કરવું. તો કેમ કહ્યું? નગ્નદશાને જીવ ગ્રહણ કરી શકતો નથી, પણ અજ્ઞાની ગ્રહણ કરવાનું માને છે એ અપેક્ષાએ નામમાત્ર કહ્યું છે. (પરને) ગ્રહે છે ને છોડે છે એમ કહીએ એ તો વ્યવહારથી વાત છે. સમજાવવું છે ને? તો બીજી શી રીતે કહે? એ તો ગાથા ૩૪ની ટીકામાં ન આવ્યું કે રાગના ત્યાગનું કર્તાપણું આત્માને નામમાત્ર છે? પરમાર્થે રાગનો કર્તા આત્મા નથી, રાગના ત્યાગનો પણ કર્તા આત્મા નથી. રાગનો ત્યાગ કરવો એ વાસ્તવમાં આત્મામાં લાગુ જ પડતું નથી, ભાઈ! જ્યાં જે નયવિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. અહીં કહે છે- દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને તેને ગ્રહણ કરવું તે અયુક્ત છે. કેમ અયુક્ત છે? તો કહે છે-

‘કારણ કે બધાય ભગવાન અર્હંતદેવોને, શુદ્ધ જ્ઞાનમયપણું હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી, શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. (અર્થાત્ તેઓ