Pravachan Ratnakar (Gujarati). Gatha: 410-412 ; Kalash: 239-241.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 185 of 210

 

PDF/HTML Page 3681 of 4199
single page version

જોયું? શું કહ્યું? કે બધાય ભગવાન અર્હંતદેવોને શુદ્ધજ્ઞાનમયપણું છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા શુદ્ધજ્ઞાનમય જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ છે. તેના આશ્રયે ઉત્પન્ન આત્માની નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહીં કહે છે-બધાય ભગવાન અર્હંતદેવોને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ છે અને તેથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે તેઓને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. જુઓ, શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ-અભાવ કરી દર્શનજ્ઞાન- ચારિત્રની ઉપાસના કરવી તે જિનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. બધાય ભગવાન અર્હંતદેવોએ આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. ભાઈ! દ્રવ્યલિંગ હો, પણ તે મોક્ષમાર્ગરૂપ નથી, આકરી વાત બાપા! કાયરનાં કાળજાં કંપે એવી વાત છે, પણ આ સત્ય વાત છે. અરે! લોકોએ બહારની તપસ્યા અને બાહ્ય ત્યાગમાં (દ્રવ્યલિંગમાં) ધર્મ માન્યો છે, પણ ભાઈ! તે માર્ગ નથી, જિનમાર્ગ નથી. સ્વસ્વરૂપમાં ઉગ્ર રમણતા કરવી તેનું નામ ચારિત્ર ને તે ધર્મ ને તે તપ છે. ભગવાને આવી તપશ્ચર્યા કરી મોક્ષની સાધના કરી છે. સમજાણું કાંઈ...!

અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી કહી તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ વાત છે, બાકી સેવના-ઉપાસના તો ત્રિકાળી શુદ્ધજ્ઞાનમય દ્રવ્યની કરવાની છે. ત્રિકાળી શુદ્ધ નિજ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિપૂર્વક તેમાં જ રમણતા કરવાથી નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી દશા પ્રગટ થાય છે અને તેને રત્નત્રયની સેવના-ઉપાસના કહે છે, કાંઈ પર્યાયની દ્રષ્ટિ અને ઉપાસના કરવાં છે એમ અર્થ નથી. પર્યાયને સેવતા જોવામાં આવે છે એમ કેમ કહ્યું? કે નગ્નદશા અને રાગની સેવાનો અભાવ છે તો નિર્મળ રત્નત્રયને સેવે છે એમ કહ્યું; બાકી સેવના તો ત્રિકાળી દ્રવ્યની જ છે; ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ જ્ઞાયક જ છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા તે ધ્યાનની પર્યાય છે, ને ધ્યાનનું ધ્યેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. ધ્યાનની પર્યાયનું દ્રવ્ય જ ધ્યેય હોવાથી, રાગ ધ્યેય નહિ હોવાથી, ધ્યાનની પર્યાયને સેવે છે એમ અહીં કહ્યું છે.

ખરેખર તો નગ્નતા અને રાગના ત્યાગનું કર્તાપણું પણ એને નથી, એને તો સ્વસ્વરૂપનાં દ્રષ્ટિ-રમણતા છે. સ્વસ્વરૂપમાં દ્રષ્ટિ-રમણતા કરતાં શુદ્ધ દર્શન-જ્ઞાન- ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે; તેને તે સેવે છે એમ અહીં કહ્યું છે, અને ત્યારે દ્રવ્યલિંગનો ત્યાગ તો સહજ જ છે. આ વાતને ‘તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે’ - આ શબ્દોમાં કહી છે. સમજાણું કાંઈ....?


PDF/HTML Page 3682 of 4199
single page version

* ગાથા ૪૦૮–૪૦૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.’

શું કીધું? આ શરીરની નગ્નદશા, પાંચ મહાવ્રત અને અટ્ઠાવીસ મૂલગુણને ધારણ કરવું-એવું જે દ્રવ્યલિંગ તે જો મોક્ષનું કારણ હોત તો અર્હંત ભગવંતો અને મુનિવરો દેહ અને શુભરાગનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો તેઓ દર્શન-જ્ઞાન-ચારિત્રને કેમ સેવત? આ અટ્ઠાવીસ મૂલગુણનો બાહ્ય વ્યવહાર તે વાસ્તવિક મુનિપણું નથી ભાઈ! એ તો ભાવલિંગી સંત-મુનિવરને સહચરપણે હોય છે, નિમિત્તપણે હોય છે તેથી તેને દ્રવ્યલિંગ કહ્યું છે. અહાહા...! દ્રવ્યલિંગ નથી એમ પણ નહિ, ને દ્રવ્યલિંગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ પણ નહિ. ભાઈ! મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો જોઈએ. બાકી વસ્ત્રાદિ રાખે એ તો ભાવલિંગેય નહિ ને દ્રવ્યલિંગેય નહિ, એ તો કુલિંગ છે. છહઢાલામાં આવે છે ને કે-

“ધારૈ કુલિંગ લહી મહતભાવ, તે કુગુરુ જન્મજલ ઉપલનાવ.” આવી વાત છે. પ્રશ્નઃ– પણ અમે તો બાપદાદા કરતા’ તા એમ કરીએ. ઉત્તરઃ– એમ ન હોય ભાઈ! અહીં મોક્ષમાર્ગમાં બાપદાદાનું (કુલપદ્ધતિનું) શું કામ છે? બાપદાદા માને તેમ માનવું ને કરવું તે માર્ગ નથી. જેને અંતરમાં નિર્મળ દર્શન- જ્ઞાન-ચારિત્રમય ભાવલિંગ પ્રગટે તેને બહારમાં અટ્ઠાવીસ મૂલગુણના વિકલ્પરૂપ દ્રવ્યલિંગ હોય છે, પરંતુ એ તો બધો રાગ છે ભાઈ! મુનિરાજ તો એને છેદીને પરમ મુક્તિપદને પામે છે. મારગ બહુ ઝીણો છે ભાઈ!

અરે! એણે નિજ શુદ્ધ ચૈતન્યની ભાવના ભાવીને કદી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નથી! ભજનમાં આવે છે ને કે-

“શુદ્ધ બુદ્ધ સુખકંદ મનોહર, ચેતનભાવ ન ભાયે-હમ તો કબહૂ ન નિજઘર આયે” અરે! એ કદી નિજઘરમાં-ચૈતન્યઘરમાં પ્રવેશ્યો નથી! શાસ્ત્રનું ભણતર કરે ને કંઈક શાસ્ત્ર-જ્ઞાન થાય ત્યાં માને કે મને જ્ઞાન પ્રગટ થયું છે. પણ એ તો શબ્દજ્ઞાન-શબ્દશ્રુત બાપા! એ ક્યાં આત્મજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરની વાણી જે જિનવાણી તેના નિમિત્તથી ઉપજેલું જ્ઞાન એ શબ્દશ્રુત છે. એને શબ્દનો આશ્રય છે ને? શબ્દના આશ્રયે જ્ઞાન થાય તેને શબ્દશ્રુત કહ્યું છે. આ તો વીતરાગની વાણીની વાત હોં; બાકી શ્વેતાંબરાદિનાં


PDF/HTML Page 3683 of 4199
single page version

અહાહા...! કહે છે- દ્રવ્યલિંગ જો મોક્ષનું કારણ હોત તો મુનિવરો તેનો ત્યાગ શા માટે કરત? તેનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! પણ એમ નથી ભાઈ! માટે એ નક્કી થયું કે દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી; પરમાર્થે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.

અહાહા...! અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ-પૂરણ આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. નાસ્તિથી કહીએ તો દુઃખનો સર્વથા અભાવ થવો, સર્વથા દુઃખથી મૂકાવું તે મોક્ષ છે. રાગનો અંશ પણ આત્માની શાન્તિને-આનંદને રોકનારો છે. તેથી મુનિવરો દેહ ને રાગનું મમત્વ છોડી એક દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે કહ્યું તે પર્યાયથી-વ્યવહારથી વાત છે. નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પર્યાય-ભેદ છે, પણ નિશ્ચયે એ ત્રણ એક આત્મા જ છે; તેથી એક આત્માનું જ સેવન છે. આ વાત અગાઉ ગાથા ૧૬માં આવી ગઈ છે. ત્યાં કળશ ૧૯ના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે-“વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે.”

સ્વસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થયેલ નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે અને તે વ્યવહાર છે. નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા, શબ્દશ્રુતનું જ્ઞાન અને પંચમહાવ્રતનું પાલન એ તો અસદ્ભૂત વ્યવહાર છે, નિર્મળ રત્નત્રય સદ્ભૂત વ્યવહાર છે અને તેને આશ્રયભૂત ભગવાન આત્મા શુદ્ધ એક ક્ષાયક પ્રભુ તે નિશ્ચય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની સેવના કહીએ તે વ્યવહાર છે; નિશ્ચયે તો એક આત્માની જ સેવના છે. બહુ ઝીણું ભાઈ!

પરમાર્થે દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. અહાહા..! ભેદને છોડીને જેનો અપરંપાર મહિમા છે એવા ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માને આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રય એ જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, બાહ્ય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી.

[પ્રવચન નં ૪૯૭-૪૯૮*દિનાંકઃ ૧૯-૧૧-૭૭, ૨૦-૧૧-૭૭]
×

PDF/HTML Page 3684 of 4199
single page version

ગાથા–૪૧૦

अथैतदेव साधयति–

ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि।
दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेंति।। ४१०।।
नाप्येष मोक्षमार्गः पाषण्डिगृहिमयानि लिङ्गानि।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग जिना ब्रुवन्ति।। ४१०।।

હવે એ જ સિદ્ધ કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે-એમ સિદ્ધ કરે છે)ઃ-

મુનિલિંગ ને ગૃહીલિંગ– એ લિંગો ન મુક્તિમાર્ગ છે;
ચારિત્ર–દર્શન–જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦.

ગાથાર્થઃ– [पाषण्डिगृहिमयानि लिङ्गानि] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [एषः] [मोक्षमार्गः न अपि] મોક્ષમાર્ગ નથી; [दर्शनज्ञानचारित्राणि] દર્શન-જ્ઞાન-ચારિત્રને [जिनाः] જિનદેવો [मोक्षमार्ग ब्रुवन्ति] મોક્ષમાર્ગ કહે છે.

ટીકાઃ– દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.

ભાવાર્થઃ– મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (-આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન- ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.

લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.

(અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું-એમ હવે ઉપદેશ

*

PDF/HTML Page 3685 of 4199
single page version

* સમયસાર ગાથા ૪૧૦ઃ મથાળું *

હવે એ જ સિદ્ધ કરે છે. અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે- એમ સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૪૧૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (-દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.’

જુઓ, શ્રી કુંદકુંદાચાર્યદેવ-સંત-મહંત-મહામુનિવર જિન ભગવંતોની સાખ દઈને આ કહે છે કે- દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી. કેમ? કેમકે તે શરીરાશ્રિત છે; પરાશ્રિત છે અને તેથી પરદ્રવ્ય છે. અહાહા...! રાગ-મંદકષાય થાય તે પણ શરીરાશ્રિત-કર્મ- આશ્રિત ભાવ છે, માટે તે પરદ્રવ્ય છે. ભાઈ! આ શાસ્ત્રનું પરસત્તાવલંબી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે, બંધનું કારણ છે; તે કાંઈ આત્માશ્રિત પરિણામ નથી.

અહાહા...! ભગવાન આત્મા નિર્મળાનંદ જ્ઞાનાનંદ પ્રભુ અનંતગુણોનો ઢગ-ઢગલો છે. અહાહા...! એકલું જ્ઞાન અને આનંદનું દળ પ્રભુ આત્મા છે. અહીં કહે છે- દ્રવ્યલિંગ છે તે આત્માશ્રિત નથી, શરીરાશ્રિત છે અને તેથી પરદ્રવ્ય છે. આ વ્યવહારનો રાગવૃત્તિ જે ઉઠે છે તે પરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે.

તો અમે આ સાંભળીએ છીએ તે શું છે? અહા! શાસ્ત્ર સાંભળવાના જે પરિણામ છે તે પરાશ્રિત પરિણામ છે અને તેથી પરદ્રવ્ય છે. વળી સાંભળીને જે શબ્દજ્ઞાન થાય તે છે તો જ્ઞાનની પર્યાય, તે શબ્દજનિત નથી છતાં શબ્દાશ્રિત જ છે તેથી પરદ્રવ્ય છે; તે આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. બહુ ઝીણી વાત! ભાઈ! પંચમહાવ્રતના પરિણામ એ પરાશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. અહા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો જેને આશ્રય નથી તે સઘળા જ્ઞાન શ્રદ્ધાન ને આચરણના પરિણામ પરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. ભાઈ! આ બધું શબ્દશ્રુત જ્ઞાન, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ સર્વ પરાશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. કેમકે તેમાં શુદ્ધ ચૈતન્યનો આશ્રય નથી. સમજાણું કાંઈ...? હવે આવી વાત આકરી પડે, કેમકે કદી સાંભળી નથી ને! પણ શું થાય?

હા, પણ નિયમસારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર- જે સ્વદ્રવ્યના આશ્રયે થયેલા નિર્મળ રત્નત્રયના પરિણામ-તેને પણ પરદ્રવ્ય કહ્યું છે. તે કેવી રીતે છે?

હા, ત્યાં સ્વ-આશ્રિત નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં


PDF/HTML Page 3686 of 4199
single page version

આશય એમ છે કે-જેમ પરદ્રવ્યના આશ્રયે પોતાની નવી નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટતી નથી તેમ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાયના આશ્રયે પણ પોતાની નવી નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટતી નથી. એક શુદ્ધ ચૈતન્યસત્તામય સ્વદ્રવ્યના આશ્રયે જ નવી નિર્મળ-નિર્મળ પર્યાય પ્રગટે છે. તેથી ત્યાં નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. (ત્યાં તો પર્યાયનો-નિર્મળ પર્યાયનો પણ -આશ્રય છોડાવી સ્વદ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે.) સમજાણું કાંઈ...?

અહીં જે શુભરાગનો વિકલ્પ છે તેને પરદ્રવ્ય કહ્યું છે, કેમકે તે પરાશ્રિત ભાવ છે. નવતત્ત્વના ભેદનું શ્રદ્ધાન, ભેદનું જ્ઞાન ને રાગનું આચરણ-વેદન એ બધા પરાશ્રિત ભાવ હોવાથી પરદ્રવ્ય છે, માટે તે ખરેખર મોક્ષમાર્ગ નથી, એક નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે સ્વ-આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.

અહાહા...! આત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભંડાર છે. પર્યાય, રાગ ને નિમિત્તથી હઠી, તેની સન્મુખ થવાથી શુદ્ધ દર્શન- જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે, તે મોક્ષમાર્ગ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ ‘જ’ કહીને એકાન્ત કર્યું છે. આ સમ્યક્ એકાન્ત છે અને તે બીજો કોઈ (વ્યવહાર, રાગ) મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગ આત્માશ્રિત છે માટે તે સ્વદ્રવ્ય છે. અહાહા...! નિર્વિકલ્પ નિરાકુળ આનંદની દશાનો અનુભવ તે સ્વદ્રવ્યાશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહીં આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષમાર્ગ તે આત્મા-સ્વદ્રવ્ય છે, અને શરીરાશ્રિત-પરાશ્રિત જે ભાવ તે પરદ્રવ્ય છે, આત્મા નથી એમ વાત છે. સમજાણું કાંઈ..?

* ગાથા ૪૧૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (-આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના જ પરિણામ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.’

જુઓ, આ ભાવાર્થ પં. શ્રી જયચંદજીએ લખેલો છે. તેઓ શું કહે છે? કે મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. એક તો મોક્ષ છે તે આત્મપરિણામ છે અને તે સર્વકર્મના અભાવરૂપ આત્મ-પરિણામ છે. અહાહા..! મોક્ષ અર્થાત્ સિદ્ધપદ એટલે શું? આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ મોક્ષ છે. દુઃખથી મૂકાવું ને પૂર્ણ પવિત્ર વીતરાગ પરિણામનું પ્રગટ થવું એનું નામ મોક્ષ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે, તે આત્મ-પરિણામ છે. માટે, કહે છે, તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. જુઓ, આ ન્યાય કહે છે. એમ કે- આત્માના પૂર્ણ દર્શન, જ્ઞાન, સુખ અને


PDF/HTML Page 3687 of 4199
single page version

અહાહા...! આત્મા સ્વરૂપથી મુક્તસ્વરૂપ જ છે. ૧૪-૧પ મી ગાથામાં અબદ્ધ-સ્પૃષ્ટ કહ્યો છે ને? એ નાસ્તિથી વાત છે. અબદ્ધ-સ્પૃષ્ટ નામ રાગથી ને કર્મથી બંધાયેલો ને સ્પર્શાયેલો નથી એવો ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. આવા નિજ મુક્તસ્વરૂપના આશ્રયે જે મુક્તિની-પૂર્ણ પવિત્રતા ને સુખની દશા પ્રગટ થાય તેનું નામ મોક્ષ છે. તે આત્માનો પરિણામ છે, માટે તેનું કારણ પણ આત્માનો પરિણામ હોવો જોઈએ અહાહા..! પૂરણ અતીન્દ્રિય જ્ઞાનની દશા, અતીન્દ્રિય આનંદની દશા અતીન્દ્રિય વીર્યની દશા-એવો જે મોક્ષ-સિદ્ધપદ તે જો આત્મપરિણામ છે તો તેનું કારણ જે મોક્ષમાર્ગ તે આત્મપરિણામ જ હોવો જોઈએ. ભાઈ! આ તો લોજીકથી-ન્યાયથી સિદ્ધ કરે છે. ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે; પાત્રતા કેળવી સમજે તો સમજાય એવો છે. હવે કહે છે-

‘દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.’ જોયું? શબ્દશ્રુતનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતાદિના પરિણામ તે મોક્ષમાર્ગ નથી એમ અહીં કહેવું છે; કેમ! કેમકે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષમાર્ગ છે. અહાહા...! પરમપારિણામિક ધ્રુવ સ્વભાવભાવ-તેની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થવી તે મોક્ષ છે. પણ પરાશ્રિત પરિણામ-વિભાવ પરિણામ તે કારણ અને આત્મપરિણામરૂપ મોક્ષ તેનું કાર્ય-એમ નથી, એમ હોઈ શકતું નથી. વ્યવહાર રત્નત્રય તે કારણ ને મોક્ષ તેનું કાર્ય એમ નથી, કારણ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ આત્મપરિણામ નથી; તે અનાત્મ-પરિણામ છે; અજીવના પરિણામ છે. અજીવના પરિણામથી જીવના પરિણામરૂપ મોક્ષ કેમ થાય? ન થાય.

આ દેહ છે તે પૃથક્ વસ્તુ છે, તે આત્મા નથી; અને દેહાદિ પરના આશ્રયે થયેલા શુભાશુભ રાગના પરિણામ તે વિભાવ છે, તે પણ આત્મા નથી. દ્રવ્યલિંગ તે આત્મા નથી. અહાહા...! ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કારણ પરમાત્મા પ્રભુ પોતે છે, તેનો પૂર્ણ આશ્રય થતાં પરમાત્મદશા-મોક્ષદશા નવી પ્રગટે તે આત્મપરિણામ છે, તે સ્વદ્રવ્યના પરિણામ છે. અરે! લોકો મોક્ષ શું તે પણ સમજે નહિ અને માને કે અમે ધર્માત્મા છીએ! બધી ગરબડ થઈ ગઈ છે. શું થાય? અહીં કહે છે- મોક્ષ તે આત્મપરિણામ છે અને તેનું કારણ મોક્ષનો માર્ગ પણ આત્માશ્રિત પરિણામ છે. માટે આત્માશ્રિત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે જ મોક્ષમાર્ગ છે, પણ વ્યવહાર શ્રદ્ધાન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી, કેમકે તે આત્મપરિણામ નથી. અહો! બહુ ટુંકામાં પણ કેટલું સમાડી દીધું છે! અહા! પૂર્વના પંડિતોએ કેવું સરસ કામ કર્યું છે!

એક પંડીતે પૂછયું કે - નવમી ગૈ્રવેયકના દેવો છે તેમને ૩૧ સાગરોપમ સુધી


PDF/HTML Page 3688 of 4199
single page version

સ્ત્રીનો વિષય નથી, તેમને આપણી જેમ આહારપાણી નથી, હજારો વર્ષે આહારની વૃત્તિ ઉઠે ત્યારે કંઠમાંથી અમૃત ઝરી જાય. આમ રસના ઈન્દ્રિયનો વિષય નથી. એકેન્દ્રિય જીવો હણાય એવું પણ ત્યાં નથી. તો પછી તેમને સંયમ કહેવાય કે નહિ? ન કહેવાય. અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતર્લીનતા થતાં આહારાદિનો વિકલ્પ ઉઠતો નથી તેનું નામ સંયમ છે. માત્ર બાહ્ય ત્યાગ તે સંયમ નથી. યાવત્-જીવન બાહ્ય ત્યાગ હોવા છતાં ભગવાને તેમને સંયમ કહ્યો નથી, કેમકે સંયમ સ્વસ્વરૂપમાં લીનતા-રમણતાનું નામ છે.

અરે! લોકોને સંયમ શું ચીજ છે એની ખબર નથી. સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટયા પછી નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં અધિક-અધિક લીનતા-રમણતા થવી, અતીન્દ્રિય આનંદની ભરપુર જમાવટ થવી તેને સંયમ કહે છે. અહીં એ જ કહે છે કે નિશ્ચયથી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. અહાહા...! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને સ્પર્શીને, તેમાં એકાગ્રતા-લીનતા-રમણતાપૂર્વક જે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે કેમકે તેની પૂર્ણતા થાય તે મોક્ષ છે. મોક્ષ પણ આત્માના પરિણામ અને તેનું કારણ પણ આત્મપરિણામ છે. આ સિદ્ધાંત છે. વ્યવહારના આશ્રયવાળા પરિણામ કદીય મોક્ષનું કારણ થતા નથી, કેમકે તે અનાત્મપરિણામ છે. સમજાણું કાંઈ...! હવે કહે છે-

‘લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.’

આ દેહની નગ્ન દશા, પંચમહાવ્રતના પરિણામ, અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન-એ દેહમય લિંગ છે, માટે તે પુદ્ગલદ્રવ્યમય છે. મુનિરાજને તે હોય છે અવશ્ય, પણ તે મોક્ષમાર્ગ નથી. વ્રતાદિના પરિણામ તે રાગભાવ છે, તે દેહાશ્રિત-પરાશ્રિત ભાવ છે અને પરદ્રવ્યમય-પુદ્ગલદ્રવ્યમય છે; તેથી તે મોક્ષમાર્ગ નથી.

આવું સ્પષ્ટ છે છતાં કોઈ લોકો શુભ જોગ છે તે મોક્ષમાર્ગ છે એમ પોકારે છે; શુભરાગને ધર્મ માનતા નથી તે તમારું એકાન્ત છે-એમ કહે છે.

કોઈ ગમે તે કહે; અહીં સ્પષ્ટ વાત છે કે-શુભભાવ છે તે રાગ છે, વિભાવ છે, દુઃખ છે. અહા! દુઃખના તે પરિણામ શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું કારણ કેમ થાય? તે મોક્ષનું કારણ કેમ થાય? કદીય ન થાય.

અરે! પર પ્રત્યેના રાગની રુચિના કારણે તે અનંતકાળથી રઝળ્‌યો છે, રાગની રુચિ ખસ્યા વિના અંદર ધ્રુવ એક જ્ઞાયકભાવ પોતે છે તેની રુચિ થતી નથી. અહાહા..! અનંત અનંત ગુણોની ખાણ એક જ્ઞાયકસ્વભાવમય પોતે છે; તેની દ્રષ્ટિ અને રુચિ


PDF/HTML Page 3689 of 4199
single page version

આત્માના આશ્રયે પણ ધર્મ થાય અને શુભરાગના-દ્રવ્યલિંગના આશ્રયે પણ ધર્મ થાય તે અનેકાન્ત નથી, તે સ્યાદ્વાદ નથી, એ તો ફુદડીવાદ છે. સ્વસ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ તો મોટું અજ્ઞાન છે. અહા! વીતરાગ-સ્વભાવી ભગવાન આત્માને વીતરાગભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી.

મોક્ષ છે તે આત્માના આશ્રયે થનારું પરિણામ છે, અને તેનું કારણ પણ આત્માશ્રિત પરિણામ જ છે. રાગ તો વિભાવ છે, તે આત્મપરિણામ નથી, નિશ્ચયથી તેને પુદ્ગલપરિણામ અને પુદ્ગલ કહ્યા છે. અરે! અનંતકાળથી એણે આત્મદ્રષ્ટિ કરી નથી, એણે અંદરમાં નજર નાખી નથી! આત્મા અંદર શાંતરસ-ચૈતન્યરસ-વીતરાગરસથી પૂર્ણ ભરેલો અખંડાનંદ પ્રભુ છે. તેના આશ્રયે પૂર્ણ પવિત્ર, પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે, અને મોક્ષનો મારગ પણ વીતરાગી દશા જ છે, રાગ નહિ. રાગ તો પુદ્ગલસ્વભાવ છે, તેનાથી મોક્ષ કેમ થાય? કદીય ન થાય.

અહા! ભગવાન જિનેશ્વરદેવે શું કહ્યું છે તેનો તેને કદીય વિચાર નથી. ભાઈ! જો તો ખરો બાપુ! સર્વજ્ઞદેવ એમ કહે છે કે- દેહમય લિંગ તે મોક્ષનો માર્ગ નથી. હવે એમાં શુભ છોડીને તું અશુભમાં જા- એમ વાત ક્યાં છે? તને વ્યવહાર છોડીને નીચે જવાની એમાં વાત નથી, પણ વ્યવહારથી ઉપર ઉઠીને સ્વસ્વરૂપમાં રમણતા ને અંતર્લીનતા કરવાની આ વાત છે. સમ્યગ્દર્શન સહિત સમ્યક્ચારિત્ર આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહિ; માટે વ્રતાદિના વિકલ્પ જે હોય છે તેને છોડીને સ્વરૂપમાં લીન થવાની આ વાત છે. ભાઈ! શુભરાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે, અને તે અન્યદ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી એમ કહે છે. દ્રવ્યલિંગના પક્ષવાળાને આકરું લાગે પણ આ સત્ય વાત છે.

આ ફુંદાં હોય છે ને? જંગલમાં બહુ હોય. બેટરીના પ્રકાશમાં દેખાય. તેને શરીર નાનું અને પડખે બે મોટી પાંખો હોય છે. પ્રકાશમાં ઉડી ઉડીને આવે. અહા! તે નાનકડા શરીરમાં અંદર ચૈતન્યચમત્કારમય ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. અરે! નિજ સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી એણે આવા અનંત અનંત અવતાર ધારણ કર્યા છે; હજુ આ અવસરે પણ જો મિથ્યાત્વ રહી જશે, મટશે નહિ તો એવા અનંત ભવ માથે આવી પડશે. ભાઈ! હમણાં પણ અંદર ચૈતન્યચમત્કારથી ભરેલો મોટો ભગવાન છે. તેનો ચમત્કાર શું કહીએ? તેના આશ્રયમાં જતાં નિર્મળ નિર્મળ રત્નત્રયના


PDF/HTML Page 3690 of 4199
single page version

પરિણામ પ્રગટ થાય છે, મોક્ષમાર્ગને મોક્ષ પ્રગટ થાય છે. અરે! પણ પોતે પોતાને જ ભૂલી ગયો છે, ને ભૂલની ભ્રમણાથી ભવભ્રમણ કર્યા કરે છે; કદીક ઉઠે છે તો દેહમય લિંગમાં-દ્રવ્યલિંગમાં મૂર્ચ્છા પામી તેને જ મોક્ષમાર્ગ માને છે! પણ ભાઈ! લિંગ દેહમય છે, જડ પુદ્ગલદ્રવ્યમય છે, તે મોક્ષનું કારણ નથી. શરીરની ક્રિયા ને રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી.

ત્યારે કોઈ વળી કહે છે- આ તો નવો સોનગઢનો પંથ છે. બાપુ! આ કોઈ નવો પંથ નથી, કોઈના ઘરનો પંથ નથી, સોનગઢનો પંથ નથી; આ તો અનાદિકાલીન વીતરાગનો પંથ છે.

બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- કનકને કાટ નથી. અગ્નિને ઉધઈ નથી, તેમ આત્માને આવરણ, ઉણપ કે અશુદ્ધિ નથી. સાદી ભાષામાં આ તો મૂળ રહસ્ય કહ્યું છે. અહાહા..! આત્મા પરિપૂર્ણ પ્રભુ ત્રિકાળ નિરાવરણ શુદ્ધ છે, બેહદ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. તેના આશ્રયે નીપજતા પરિણામ મોક્ષનું કારણ બને છે, પણ દેહમય લિંગ મોક્ષનું કારણ નથી, કેમકે પરમાર્થે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરતું નથી એ નિયમ છે. કરે છે એમ કહીએ એવો વ્યવહાર છે, પણ પરમાર્થે એમ વસ્તુસ્થિતિ નથી; અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરે એમ વસ્તુસ્થિતિ નથી.

અનંત કાળે આવો અવસર મળ્‌યો તો આનો નિર્ણય કરજે ભાઈ! હમણાં નહિ કરે તો ક્યારે કરીશ બાપુ? બહારના પ્રતિકૂળ પ્રસંગમાં પણ આ વસ્તુને પકડજે. કોઈ ઉપસર્ગ આવે તેને પણ ગણીશ મા. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર અંદર છલોછલ ભર્યો છે તેમાં ડૂબકી લગાવી તેમાં જ નિમગ્ન થઈ જા. એ જ મોક્ષનો મારગ છે અને એનું જ ફળ મોક્ષ છે; રાગ કાંઈ મારગ નથી, દેહમય લિંગ એ મારગ નથી; કારણ કે અન્ય દ્રવ્યને અન્યદ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. આવી વાત! સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૪૯૮-૪૯૯*દિનાંકઃ ૨૦-૧૧-૭૭ થી ૨૧-૧૧-૭૭]
ॐ ॐ ॐ
ॐ ॐ

PDF/HTML Page 3691 of 4199
single page version

ગાથા–૪૧૧

यत एवम्–

तम्हा जहित्तु लिंगे सागारणगारए हें वा गहिदे।
दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे।। ४११।।
तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि।
दर्शनज्ञानचारित्रे आत्मानं
युक्ष्व मोक्षपथे।।४११।।

જો આમ છે (અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું-એમ હવે ઉપદેશ કરે છેઃ-

તેથી તજી સાગાર કે અણગાર–ધારિત લિંગને,
ચારિત્ર–દર્શન–જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને. ૪૧૧.

ગાથાર્થઃ– [तस्मात्] માટે [सागारैः] સાગારો વડે (-ગૃહસ્થો વડે) [अनगारकैः वा] અથવા અણગારો વડે (-મુનિઓ વડે) [गृहीतानि] ગ્રહાયેલાં [लिङ्गानि] લિંગોને [जहित्वा] છોડીને, [दर्शनज्ञानचारित्रे] દર્શનજ્ઞાનચારિત્રમાં- [मोक्षपथे] કે જે મોક્ષમાર્ગ છે તેમાં- [आत्मानं युंक्ष्व] તું આત્માને જોડ.

ટીકાઃ– કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે.

ભાવાર્થઃ– અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનજ્ઞાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે-ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન- ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગનાં સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.


PDF/HTML Page 3692 of 4199
single page version

(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।।२३९।।

હવે આ જ અર્થને દ્રઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ- શ્લોકાર્થઃ–

[आत्मनः तत्त्वम् दर्शन–ज्ञान–चारित्र–त्रय–आत्मा] આત્માનું તત્ત્વ

દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [मुमुक्षुणा मोक्षमार्गः एकः एव सदा सेव्यः] તેથી મોક્ષના ઇચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯.

*
સમયસાર ગાથા ૪૧૧ઃ મથાળું

જો આમ છે તો આમ (નીચે પ્રમાણે) કરવું- એમ હવે ઉપદેશ કરે છેઃ- એમ કે જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે તો આમ કરવું એમ ગાથામાં ઉપદેશ કરે છેઃ-

* ગાથા ૪૧૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શન- જ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે- એમ સૂત્રની અનુમતિ છે.’

અહાહા...! જુઓ, આ વીતરાગી સંત, દિગંબર મુનિવર-આચાર્ય કુંદકુંદ ને આચાર્ય અમૃતચંદ્ર પોતે ખુલાસો કરે છે કે- અમને આ જે બહારમાં નગ્નદશા અને પંચમહાવ્રતાદિ અઠ્ઠાવીસ મૂલગુણનો વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી. આ તો મૂળ ગાથા અને ટીકામાં પોકાર છે ભાઈ! અરે પ્રભુ! આ તારા હિતની વાત છે બાપુ! દેહની નગ્નતા અને શુભરાગથી તું મોક્ષમાર્ગ માને પણ એ તો મિથ્યા શલ્ય છે બાપુ! એનાથી તારું મોટું અહિત થશે. અહા! દેહની ને રાગની ક્રિયામાં મોક્ષમાર્ગ માની ત્યાં જ તેં રમતું માંડી છે, પણ એથી તને ભારે નુકશાન છે ભાઈ! કેમકે તે મોક્ષમાર્ગ નથી.

એક સમયની પર્યાય એ તો વ્યવહાર આત્મા છે. એ પર્યાયની પાછળ પૂરણ જ્ઞાન, આનંદ, શક્તિ, પ્રભુતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા ઈત્યાદિ અનંત ગુણ-સ્વભાવથી ભરેલો ભગવાન પોતે છે તે નિશ્ચય છે. અહા! આવા આત્માને, અહીં કહે છે, નગ્નદશા અને


PDF/HTML Page 3693 of 4199
single page version

તેથી, કહે છે, સર્વ દ્રવ્યલિંગના વિકલ્પ છોડીને એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ આત્માને જોડવાયોગ્ય છે. બહુ ગંભીર વાત! આમાં વ્રત છોડીને અવ્રતમાં જવું એમ વાત નથી; પણ વ્રતના વિકલ્પથી હઠીને સ્વસ્વરૂપમાં રમવું-ઠરવું-લીન થવું એમ વાત છે. પૂર્ણ દશા ભણી જવાની વાત છે. મુનિરાજને બહારમાં વ્રતનો વિકલ્પ હોય છે, ત્યાંથી ખસીને સ્વરૂપમાં જોડાઈ જવું એમ વાત છે, કેમકે તે મોક્ષનો પંથ વા ભવના અંતનો ઉપાય છે

અનંત ગુણોથી ભરેલો મીઠો મહેરામણ જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા છે. તેના આશ્રયે પ્રગટ થયેલા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જ મોક્ષનો માર્ગ છે. માટે, હે ભાઈ! તેમાં જ આત્માને જોડવાયોગ્ય છે- એમ સૂત્રની અનુમતિ છે. લ્યો, આ આગમની આજ્ઞા ને આ જિનશાસનનો આદેશ! વ્રતાદિના રાગમાં રોકાઈ રહે એ ભગવાનનું ફરમાન નથી. છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજને વ્રતાદિનો વિકલ્પ હોય છે, તે દ્રવ્યલિંગ છે. તેને છોડીને, કહે છે, નિજાનંદરસમાં લીન થઈ જા, નિજાનંદધામ-સ્વઘરમાં જઈને નિવાસ કર. અરે! એણે અનંતકાળમાં સ્વઘર-નિજઘર ભાળ્‌યું નથી! ભજનમાં આવે છે ને!

હમ તો કબહુઁ ન નિજઘર આયે।।
પરઘર ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે।।
હમ તો કબહુઁ ન નિજ-ઘર આયે।।

અહા! પુણ્ય અને પાપના ફળમાં અનેક પર્યાયો ધારણ કરી, અનેક નામ ધારણ કર્યા, પણ નિજઘર-જ્યાં આનંદનો નાથ પ્રભુ છે ત્યાં ન ગયો! અહીં કહે છે-દર્શન-જ્ઞાન- ચારિત્ર તે જ મોક્ષનો માર્ગ છે, માટે આત્માને તેમાં જ જોડવાયોગ્ય છે. લ્યો, આ જિનસૂત્રની આજ્ઞા, આ જિનશાસનની આજ્ઞા છે.

વસ્ત્રસહિત લિંગ હોય તો પણ મુનિપણું આવે એમ કોઈ પંડિતો કહે છે, પણ તે બરાબર નથી. સમાધિતંત્ર (ગાથા ૮૭-૮૮-૮૯) ના આધારથી તેઓ કહે છે-મોક્ષમાર્ગમાં લિંગ-જાતિનો આગ્રહ-અભિનિવેશ ન હોવો જોઈએ; અર્થાત્ વસ્ત્રસહિત પણ મુનિલિંગ હોય પણ તેમનો તે મિથ્યા અભિનિવેશ છે. સમાધિતંત્રમાં તો આશય એમ છે કે- દેહની નગ્નદશા અને વ્રતના વિકલ્પ તે દેહાશ્રિત છે તેથી એનાથી મોક્ષ થાય વા તે મોક્ષનું કારણ છે એમ આગ્રહ છોડી દેવો જોઈએ. ભાઈ! મુનિદશામાં બહાર લિંગ તો નગ્ન જ હોય છે; પણ તે મુક્તિમાર્ગ છે એવો દૂરભિનિવેશ છોડી દેવાની ત્યાં વાત છે. વસ્ત્ર સહિત મુનિપણું હોય એવો માર્ગ ત્રણકાળમાં નથી. મુનિને


PDF/HTML Page 3694 of 4199
single page version

અવશ્યપણે નગ્નદશા જ હોય છે. વસ્ત્ર-પાત્ર વગેરે પરિગ્રહ મુનિને હોઈ શકે જ નહિ; વસ્ત્રસહિત લિંગ તો કુલિંગ જ છે, બીજા લિંગથી મુનિપણું હોય એવો તો માર્ગ જ નથી. સમજાણું કાંઈ..?

હાથીના હોદ્દે મરુદેવી માતા સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હતાં ને ત્યાં એકદમ કેવળજ્ઞાન થઈ ગયું, મલ્લિનાથ ભગવાનને સ્ત્રીનો દેહ હતો, ઈત્યાદિ આ બધી કલ્પિત ખોટી વાતો છે. તીર્થંકરને સ્ત્રીનો દેહ હોય નહિ. સ્ત્રીને મુનિદશા પણ હોઈ શકે નહિ. પાંચમા ગુણસ્થાનથી ઉપરની દશા સ્ત્રીદેહવાળાને હોતી નથી. અનંતા મુનિવરો ને તીર્થંકરો મોક્ષ પધાર્યા તે સર્વને બાહ્ય નગ્નદશા જ હતી. તથાપિ અહીં એમ વાત છે કે- બાહ્યલિંગ મોક્ષનું કારણ નથી. તેથી એમ અર્થ નથી કે ગમે તે લિંગ હોય ને મુનિપણું આવે ને મોક્ષ થઈ જાય. ભાઈ! અનંત જ્ઞાનીઓની પરંપરામાં પરમાગમની આ અનુમતિ-આજ્ઞા છે કે દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, અર્થાત્ નગ્નદશા અને પંચમહાવ્રતાદિથી મોક્ષ થાય એમ સૂત્રની અનુમતિ નથી. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, માટે આત્માને ત્યાં જ જોડવો જોઈએ આ સૂત્રની આજ્ઞા છે સમજાણું કાંઈ...!

* ગાથા ૪૧૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે; પરંતુ એમ નથી.’

જુઓ, શું કીધું આ? કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડીને અવ્રતમાં જવાનો આ ઉપદેશ નથી. વ્રતરહિત અવ્રતની દશામાં મુનિપણું કે કેવળજ્ઞાન થઈ જાય એમ કદીય નથી; વળી વ્રતના વિકલ્પમાત્રથી પણ મુક્તિ થઈ જાય એમ પણ નથી. તો શું છે? તો કહે છે-

‘જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે - ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્ય વ્રત- માત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ છે.’

ભાઈ! ભાવલિંગસહિતનું દ્રવ્યલિંગ તો યથાર્થ એવું (નગ્નદશા આદિ) જ હોય; પણ ત્યાં એક ભાવલિંગ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, તથાપિ કોઈ દ્રવ્યલિંગને જ મોક્ષનું કારણ જાણી ભેખ ધારણ કરે તેને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા માટે આ ઉપદેશ છે. ભાઈ! દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુસ્વરૂપ


PDF/HTML Page 3695 of 4199
single page version

‘વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.’

જુઓ, મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતોને વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગનાં સાધક કહ્યાં છે. વ્યવહારથી કહ્યાં છે એનો અર્થ શું? કે સાધક તો એક જ છે, પણ તેનું કથન બે પ્રકારે છે. એ તો મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું ને? કે મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગ તો એક જ છે. તેનું કથન બે પ્રકારે છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે દ્રષ્ટિ-જ્ઞાન- રમણતા થયા તે નિશ્ચય મોક્ષમાર્ગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, અને તેની સાથે વ્યવહારનો જે વિકલ્પ હોય છે તેને સહચર વા બાહ્ય નિમિત્ત જાણી, આરોપ દઈ ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ છીએ; પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેમ મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો કાંઈ મોક્ષમાર્ગનાં સત્યાર્થ સાધક છે એમ નથી. સમજાણું કાંઈ...? શ્રીમદ્જીએ કહ્યું છેઃ-

કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે.

અહાહા...! બાહ્યલિંગનો પક્ષ છોડી જેઓ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપના આશ્રયમાં ડૂબી ગયા તેઓ નિર્ગ્રંથ (મુનિવરો) છે, ને એવા નિર્ગ્રંથનો પંથ જ મોક્ષપંથ છે, એ જ ભવના અંતનો ઉપાય છે. બાહ્યલિંગ તો એ જ હોય, પણ તે મોક્ષનો પંથ નથી. ત્યારે શ્રીમદ્નો આધાર દઈ કોઈ વળી કહે છે-

જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ નહિ કોય.

આનો તેઓ એવો અર્થ કરે છે કે ગમે તે જાતિ અને વેશ હોય છતાં મોક્ષ થઈ જાય, પણ એ બરાબર નથી. વેશ-બાહ્યલિંગ તો નગ્નદશા જ અને પંચમહાવ્રતાદિ હોય, પણ એનો પક્ષ મોક્ષમાર્ગ નથી એમ વાત છે. અન્ય વેશ તો બાહ્ય લિંગ જ નથી. અન્યવેશમાં મુક્તિ થઈ જાય એમ ત્રણકાળમાં નથી; ચંડાળ જાતિ, સ્ત્રીજાતિ, અને વસ્ત્રસહિત વેશ હોય અને મોક્ષ થઈ જાય એમ કદીય બનતું નથી. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. વસ્ત્રસહિત મુનિપણું ત્રણકાળમાં હોઈ શકતું નથી. નિર્મળ દર્શન- જ્ઞાન-ચારિત્ર એ એક જ મોક્ષમાર્ગ છે, અને બાહ્યલિંગ પણ એક જ છે.


PDF/HTML Page 3696 of 4199
single page version

વળી છદ્મસ્થ ગુરુનો કેવળજ્ઞાની વિનય કરે એમ કેટલાક કહે છે, પણ એ યથાર્થ નથી. પોતાથી મોટા હોય તેના બહુમાનનો વિકલ્પ આવે, પણ ભગવાન કેવળીથી કોઈ મોટું છે નહિ તો ભગવાન કોનો વિનય કરે? વળી ભગવાન કેવળી તો પરમ વીતરાગ છે, તેમને વિનયનો વિકલ્પ ક્યાં છે? તેથી ભગવાન છદ્મસ્થ ગુરુનો વિનય કરે એમ કહેવું ખોટું છે. એ તો કેવળજ્ઞાનમાં જણાય કે પૂર્વે આ મારા ગુરુ હતા, બસ એટલું જ.

વળી ગુરુની ભક્તિ કરતાં કરતાં મુક્તિ થઈ જાય એમ કેટલાક કહે છે તે પણ ખોટું છે. ગુરુ પ્રત્યેનાં વિનય-ભક્તિનો શુભરાગ જરૂર આવે, પણ એનાથી મુક્તિ થઈ જાય, રાગ કરતાં કરતાં વીતરાગતા થઈ જાય એ ત્રણકાળમાં સત્યાર્થ નથી.

અંતરંગમાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો હોય તેને વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે, અને તેને બાહ્ય નિમિત્ત જાણી વ્યવહારથી સાધન કહે છે, પણ જેને અંતરંગમાં નિશ્ચય પ્રગટ જ નથી તેના વ્રતાદિ સાધન કેમ હોય? વ્યવહારથી પણ તે સાધન કહેવાતાં નથી. આવી વાત વ્યવહારના પક્ષવાળાને ન બેસે, પણ શું થાય? આવો જ માર્ગ છે; બેસે કે ન બેસે, આ સત્ય છે. તેથી કાંઈ વ્રતોને છોડાવ્યાં છે એમ આશય નથી, પણ વ્રતોનું મમત્વ, વ્રતાદિ મોક્ષમાર્ગ છે એવો મિથ્યા અભિપ્રાય છોડાવ્યા છે. અહીં આશય એમ છે કે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી - વ્રતમાત્રથી મોક્ષ નથી. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા-સ્થિરતા બસ એક જ મોક્ષમાર્ગ છે, તેમાં જ જોડાવાથી મોક્ષ થાય છે. એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. અહીં તો કેવળ બાહ્ય વેશથી મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરવું છે. બાહ્યવેશ ગમે તે હોય એમ નહિ, બાહ્યવેશ તો દિગંબર નગ્નદશા જ હોય, પણ કેવળ એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ થાય એમ છે નહિ; તેને સાધન કહ્યું છે એ તો આરોપથી ઉપચારથી કહ્યું છે.

*

હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનરૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૨૩૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘आत्मनः तत्त्वम् दर्शन–ज्ञान–चारित्र–त्रय–आत्मा’ આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે);

જોયું? આત્માનું તત્ત્વ નામ યથાર્થ રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રિકસ્વરૂપ છે. આત્મ તત્ત્વ તો ત્રિકાળ છે. અહીં એનું તત્ત્વ એટલે તેના વાસ્તવિક પરિણમનની વાત છે. એમ કે નિર્મળ રત્નત્રયરૂપ પરિણમન થાય તે એનું વાસ્તવિક તત્ત્વ-સ્વરૂપ છે. (વ્યવહાર રત્નત્રય આત્માનું વાસ્તવિક રૂપ નથી) આવી વાત! હવે કહે છે -


PDF/HTML Page 3697 of 4199
single page version

‘मुमुक्षुणा मोक्षमार्गः एकः एव सदा सेव्यः’ તેથી મોક્ષના ઈચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે.

લ્યો, આત્માની પૂરણ પવિત્ર ને પૂર્ણ આનંદમય દશા જેને પ્રગટ કરવી હોય તે પુરુષે શુદ્ધ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ એ જ સેવવાયોગ્ય છે; વચ્ચે વ્રતાદિ હો ભલે, હોય છે, પણ તે સેવવાયોગ્ય નથી, વ્રતાદિ હોય તે માત્ર જાણવાયોગ્ય છે, તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરવાં પ્રયોજનવાન નથી. સમજાણું કાંઈ...?

જુઓ, મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. વ્યવહાર મોક્ષમાર્ગ ને નિશ્ચય મોક્ષમાર્ગ એમ કથન બે પ્રકારે છે. ત્યાં જેને સુખી થવું હોય, પરમાનંદની પ્રાપ્તિની અભિલાષા હોય તે મુમુક્ષુએ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ સેવવાયોગ્ય છે, વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર ઉપચાર છે, તેથી વ્યવહારનો પક્ષ છોડી નિશ્ચય મોક્ષમાર્ગ એક જ આદરવાયોગ્ય છે. આવી વાત!

[પ્રવચન નં. ૪૯૯*દિનાંકઃ ૨૧-૧૧-૭૭]

PDF/HTML Page 3698 of 4199
single page version

ગાથા–૪૧૨
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय।
तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु।। ४१२।।
मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व।
तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु।। ४१२।।

હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છેઃ-

તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨.

ગાથાર્થઃ– (હે ભવ્ય!) [मोक्षपथे] તું મોક્ષમાર્ગમાં [आत्मानं स्थापय] પોતાના આત્માને સ્થાપ, [तं च एव ध्यायस्व] તેનું જ ધ્યાન કર, [तं चेतयस्व] તેને જ ચેત- અનુભવ અને [तत्र एव नित्यं विहर] તેમાં જ નિરંતર વિહાર કર; [अन्यद्रव्येषु मा विहार्षीः] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.

ટીકાઃ– (હે ભવ્ય!) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન- જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત-અનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઊપજે છે તે-પણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (-દર્શનજ્ઞાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર.

ભાવાર્થઃ– પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું.


PDF/HTML Page 3699 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
एको मोक्षपथो य एष नियतो द्रग्ज्ञप्तिवृत्त्यात्मक–
स्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति ।
तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। २४०।।
(शार्दूलविक्रीडित)
ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः।
नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा–
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।। २४१।।

અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [द्रग्–ज्ञप्ति–वृत्ति–आत्मकः यः एषः एक नियतः मोक्षपथः] દર્શન- જ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે, [तत्र एव यः स्थितिम् एति] તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, [तम् अनिशं ध्यायेत्] તેને જ નિરંતર ધ્યાવે છે, [तं चेतति] તેને જ ચેતે-અનુભવે છે, [च द्रव्यान्तराणि अस्पृशन् तस्मिन् एव निरन्तरं विहरति] અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [सः नित्य–उदयं समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે-અનુભવે છે.

ભાવાર્થઃ– નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪૦.

‘જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી’-એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [ये तु एनं परिहृत्य संवृति–पथ–प्रस्थापितेन आत्मना द्रव्यमये लिङ्गे ममतां वहन्ति] જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), [ते तत्त्व–अवबोध–च्युताः


PDF/HTML Page 3700 of 4199
single page version

अद्य अपि समयस्य सारम् न पश्यन्ति] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દેખતા-અનુભવતા નથી. કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા? [नित्य–उद्योतम] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શક્તું નથી), [अखण्डम्] અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [एकम्] એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી, [अतुल– आलोकं] અતુલ (-ઉપમારહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી), [स्वभाव–प्रभा–प्राग्भारं] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [अमलं] અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે).

(આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧.

*
સમયસાર ગાથા ૪૧૨ઃ મથાળું

હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છેઃ-

* ગાથા ૪૧૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘(હે ભવ્ય!) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન- ચારિત્રમાં નિરંતર સ્થાપ;....’

આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદનો રસકંદ છે; પણ પોતે અનાદિ સંસારથી માંડીને પોતાને ભૂલેલો છે. તે પોતાની પ્રજ્ઞાના દોષથી પોતાને ભૂલેલો છે; કર્મના કારણે ભૂલ્યો છે એમ નહિ, પોતાની પ્રજ્ઞાના અપરાધથી પોતાને ભૂલ્યો છે અને અનાદિથી નિરંતર રાગ- દ્વેષમાં જ સ્થિત રહ્યો છે. પરની ક્રિયા તો કોઈ કરી શકતું જ નથી ભાઈ! પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને પર્યાયમાં નવા નવા સંકલ્પ-વિકલ્પ કરે છે-તે પોતાનો અપરાધ છે. અહા! પર્યાયમાં અનાદિથી આવી ભ્રમણા ચાલી આવે છે, અંદર પોતે તો જ્ઞાનાનંદસ્વરૂપ જેવો છે તેવો છે.

અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વદ્રવ્ય છે, ને રાગ-દ્વેષના ભાવ, અસંખ્યાત પ્રકારના પુણ્ય-પાપના ભાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લક્ષે થતા તે ભાવ પરદ્રવ્ય