PDF/HTML Page 861 of 4199
single page version
વિજ્ઞાનઘન થતો જાય છે એમ કહ્યું છે. જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ વિકારના પરિણામ ઘટતા જાય છે, આસ્રવથી નિવૃત્ત થતો જાય છે. બન્નેનો સમકાળ છે એમ સિદ્ધ કરવું છે ને? શિષ્યનો પ્રશ્ન હતો કે બેનો સમકાળ કઈ રીતે છે? તેનો આ જવાબ આપ્યો કે આ રીતે બન્નેનો સમકાળ છે, એક કાળ છે.
પ્રથમ આસ્રવથી નિવૃત્તિ થાય અને પછી જ્ઞાનમાં સ્થિર થાય અથવા પ્રથમ જ્ઞાનમાં એકાગ્ર થાય અને પછી આસ્રવની નિવૃત્તિ થાય એમ બે આગળ-પાછળ નથી; પણ બન્નેનો સમકાળ છે.
જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થાય છે અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. અરસપરસ વાત કરી છે.
‘તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક્ પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.’ અહીં સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે એમ કહ્યું એનો અર્થ એ છે કે આસ્રવની ઉત્પત્તિ થાય નહિ તેટલો વિજ્ઞાન-ઘનસ્વભાવ છે. તથા જેટલો વિજ્ઞાનઘનસ્વભાવ છે તેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. બન્નેનો સમકાળ છે. જેને સ્વભાવના ભાનપૂર્વક ભેદજ્ઞાન નથી તે આસ્રવોથી સમ્યક્પણે નિવર્તતો નથી અને તે વિજ્ઞાનઘનસ્વભાવ પણ સમ્યક્પણે થતો નથી.
જેમ અંધકાર જાય તે સમયે જ પ્રકાશ થાય અને પ્રકાશ થાય તે સમયે જ અંધકાર જાય, તેમ જે સમયે આસ્રવોથી નિવર્તે તે જ સમયે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે અને જે સમયે વિજ્ઞાનસ્વભાવ થાય છે તે જ સમયે તે આસ્રવોથી નિવર્તે છે. અહો! શું અદ્ભુત ટીકા! આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે! જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં જેમ જેમ સ્વરૂપસ્થિરતા થાય તેમ તેમ આસ્રવોથી નિવર્તે અને જેટલો આસ્રવોથી નિવર્તે તેટલી સ્વરૂપસ્થિરતા થાય. આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળ છે.
અહીં વ્રત, તપ, ભક્તિ આદિ કરે તો આસ્રવોથી નિવર્તે એમ કહ્યું નથી. પણ એનાથી ભેદજ્ઞાન કરી નિર્વિકારી નિજ જ્ઞાયકસ્વરૂપમાં થંભે-સ્થિર થાય તો આસ્રવોથી સમ્યક્ પ્રકારે નિવર્તે છે એમ કહ્યું છે. ભાઈ! આ તારા સ્વઘરમાં જવાની વાતો કરી છે. જેટલો પરઘરથી પાછો ફરે તેટલો સ્વઘરમાં જાય છે. જેટલો સ્વઘરમાં જાય છે તેટલો પરઘરથી પાછો ફરે છે. જેટલો સ્વરૂપમાં જામતો જાય તેટલો આસ્રવોથી સમ્યક્ પ્રકારે હઠે છે અને જેટલો આસ્રવોથી સમ્યક્ હઠે છે તેટલો સ્વરૂપમાં જામે છે, વિજ્ઞાનઘન થાય છે. જેટલો અને તેટલો-એમ અરસપરસ બન્ને સરખા બતાવી સમકાળ દર્શાવ્યો છે.
PDF/HTML Page 862 of 4199
single page version
‘આસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તિનો એક કાળ છે.’ ગાથા ૭૨માં પણ ‘णादूण’ શબ્દ હતો. અહીં પણ એ જ કહ્યું કે આસ્રવોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને જેટલો જ્ઞાનાનંદસ્વભાવમાં ઠર્યો-સ્થિર થયો તેટલો આસ્રવોથી નિવર્તે છે. અને જેટલો આસ્રવોથી છૂટયો તેટલો સ્વરૂપસ્થિર વિજ્ઞાનઘન થાય છે. અહાહા...! જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય અને જેટલો અધર્મ-આસ્રવથી નિવૃત્ત થાય તેટલો ધર્મમાં સ્થિર થાય છે, તેટલાં સંવર-નિર્જરા થાય છે.
‘આ આસ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે.’ આ પચ્ચકખાણ કરો, સામાયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે. પણ તે બરાબર નથી. આસ્રવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનો વીતરાગ વિજ્ઞાનસ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસ્રવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ. અહા! પુણ્ય-પાપના વિષમભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ છે એવી સામાયિક કેમ થાય? ન થાય. બાપુ! મન-વચન-કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. કહ્યું ને અહીં કે તે (શુભ) ભાવો દુઃખરૂપ અને દુઃખફળરૂપ છે, પણ ધર્મ નથી. ધર્મ તો સ્વનો આશ્રય લઈને એમાં જ ઠરે તો પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે ત્યાં થાય શું? પ્રશ્નઃ– ‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે શું?’ તેનો ઉત્તરઃ–
ઉત્તરઃ– ‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.’ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને-ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન હોય પણ મિથ્યાત્વ ન ગયું હોય તો તે અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. તિર્યંચને જ્ઞાનનો ઉઘાડ ભલે ઓછો હોય, પણ જો તેનું જ્ઞાન અંદર સ્વભાવમાં સ્થિર થયું હોય તો તે વિજ્ઞાન છે. જેમ જેમ તે જ્ઞાન એટલે વિજ્ઞાન અંદર જામતું જાય, ઘટ્ટ થતું જાય, સ્થિર થતું જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્તિ થતી જાય છે. અને
PDF/HTML Page 863 of 4199
single page version
જેમ જેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે; અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળજ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આસ્રવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રજ્ઞાનનો ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિનું જ્ઞાન ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે. * * * હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ- * કળશ ૪૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘इति एवं’ એ રીતે પૂર્વકથિત વિધાનથી, ‘सम्प्रति’ હમણાં જ (તરત જ) ‘परद्रव्यात्’ પરદ્રવ્યથી ‘परां निवृत्तिं विरचय्य’ ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને ‘विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिध्नुवानः’ વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), ‘अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशात्’ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી ‘निवृत्तः’ નિવૃત્ત થયેલો, ‘स्वयं ज्ञानीभूतः’ પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, ‘जगतः साक्षी’ જગતનો સાક્ષી (જ્ઞાતા-દ્રષ્ટા), ‘पुराणः पुमान्’ પુરાણપુરુષ (આત્મા) ‘इतः चकास्ति’ અહીંથી હવે પ્રકાશમાન થાય છે. આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે શું? કે રાગનો એ કર્તા અને રાગ એનું કર્મ-એ આત્માનું સ્વરૂપ નથી. અહાહા...! આત્મા તો શુદ્ધ નિર્મળ ચૈતન્યઘનસ્વરૂપ એકરૂપ વસ્તુ છે. એટલે પર્યાયમાં જે પુણ્ય-પાપના-આસ્રવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુદ્ધ ચૈતન્યમય તત્ત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાન-ઘનસ્વભાવરૂપ થાય છે. કહ્યું ને કે સંપ્રતિ એટલે તરત જ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને કલેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે એટલે વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે. શરીર, મન, વાણી જડ છે. એનાથી તો આત્મા-શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભિન્ન છે જ. પણ પુણ્ય-પાપના ભાવ જે આસ્રવભાવ એનાથી પણ વિજ્ઞાનઘન ભગવાન ભિન્ન છે. તથાપિ આત્મા પર્યાયમાં દુઃખી છે. તેને સુખ કેમ થાય એની આ વાત છે. પરદ્રવ્યથી
PDF/HTML Page 864 of 4199
single page version
અને પુણ્ય-પાપના ભાવથી એક્તાબુદ્ધિ વડે જીવ દુઃખી છે. તે એક્તાબુદ્ધિ દૂર કરી ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ પર આરૂઢ થતાં, શુદ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે. વ્યવહાર તે ઉપાય નથી. એનાથી ભિન્ન પડી અંતરમાં ભેદજ્ઞાન કરવું તે ઉપાય છે. જ્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ એમ માને અને એવી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિનો અભ્યાસ રાખે ત્યાં સુધી તેને મિથ્યાત્વ છે, ત્યાં સુધી તે કલેશ પામે છે, દુઃખ પામે છે. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, મૂઢતા છે અને એનું ફળ ચોરાસીના અવતારનાં જન્મ-મરણનાં દુઃખ છે, કલેશ છે. માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એવી અજ્ઞાનમય માન્યતાથી ભિન્ન પડીને વસ્તુ ચિદાનંદઘન ત્રિકાળ ધ્રુવ અંદરમાં જે પડી છે તે એકનો આશ્રય કરીને એમાં જ ઠરવું તે ધર્મ છે, તે જન્મ-મરણના કલેશ નિવારવાનો ઉપાય છે. અરે! લોકોને અનાદિનો અભ્યાસ નથી એટલે કઠણ પડે, પણ માર્ગ આ જ છે ભાઈ! ભેદજ્ઞાન એક જ તરણોપાય છે. કહ્યું ને કે-પૂર્વકથિત વિધાનથી હમણાં જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ એટલે સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવ એવા પોતામાં આરૂઢ થતો તે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી-જ્ઞાતાદ્રષ્ટા થાય છે.
જુઓ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ, મોહનીયાદિ આઠ દ્રવ્યકર્મ અને શરીર, મન, ઇન્દ્રિય, વાણી, ઇત્યાદિ નોકર્મ-એ બધાંને પરદ્રવ્ય કહે છે. અને ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન પોતે સ્વદ્રવ્ય છે. અહીં કહે છે સર્વ પ્રકારે પરદ્રવ્યની રુચિ છોડી દઈને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયકદેવમાં દ્રષ્ટિ પ્રસરાવી તેમાં જ આરૂઢ-સ્થિત થઈ જતાં વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે. એકાન્ત છે, એકાન્ત છે એમ લોકોને લાગે, પણ ભાઈ! કોઈ પણ રાગ પરિણામ, -પછી તે દયા, દાન આદિના શુભ પરિણામ કેમ ન હોય, દુઃખરૂપ છે અને ભાવિના દુઃખફળરૂપ છે. આ વાત ગાથામાં (૭૪માં) આવી ગઈ. ભાઈ! તું અનાદિથી પરદ્રવ્યમાં રાગમાં આરૂઢ હતો તે હવે પરદ્રવ્યથી-રાગથી ખસી જઈને સ્વદ્રવ્યમાં આરૂઢ થઈ જા. નિર્ભય થઈને, નિઃશંક બનીને સ્વદ્રવ્યમાં આરૂઢ થઈ જા; કેમકે એમ થતાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી ઉત્પન્ન થયેલો કલેશ મટી જાય છે, નાશ પામે છે. કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી કલેશ થતો હતો તે સ્વભાવમાં આરૂઢ થતાં મટી જાય છે અને પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી પ્રગટ થાય છે. આત્મામાં કર્તૃત્વ નામનો ગુણ છે. એટલે પોતે પોતાના નિર્મળ વીતરાગીભાવરૂપ કર્મનો કર્તા થઈ રાગથી નિવર્તે ત્યારે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. અને ત્યારે તે જગતનો સાક્ષી પુરાણપુરુષ જ્ઞાતા-દ્રષ્ટાપણે પ્રકાશમાન થાય છે. રાગાદિ ભાવ હો ભલે, પણ તેનો તે માત્ર જાણનારો-દેખનારો સાક્ષી થાય છે, કર્તા નહિ. પુણ્ય-પાપના
PDF/HTML Page 865 of 4199
single page version
જે કૃત્રિમ વિકારી ભાવ તેના કર્તા થવું એ તો કલેશ છે, દુઃખ છે અને દુઃખફળ છે. ત્યાંથી દ્રષ્ટિ ફેરવી લઈને ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાં જ્યાં દ્રષ્ટિ સ્થાપી અને જ્ઞાતાભાવે પરિણમ્યો ત્યાં તરત જ આનંદનો સ્વાદ આવે છે અને જે રાગ રહે છે તેનો તે માત્ર સાક્ષી જ રહે છે. અહો! ભેદજ્ઞાનનો મહિમા!
તિર્યંચ પણ રાગથી ભિન્ન પડીને આવું સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને આત્માના આનંદનો સ્વાદ લે છે. વ્યવહારનું વર્ણન શાસ્ત્રમાં ઘણું આવે છે પણ એ તો જ્ઞાન કરવા માટે વાત છે; વ્યવહાર તે કાંઈ નિશ્ચયનું સાધન છે એમ નથી. સમયસાર ગાથા ૧૧ના ભાવાર્થમાં પંડિત શ્રી જયચંદજીએ ખૂબ સ્પષ્ટ કહ્યું છે કે-“પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.” ત્રણેયનું ફળ સંસાર છે. આગળ કહ્યું છે- “શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે...”
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે-“વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.”
વળી બંધ અધિકારમાં કળશ ૧૭૩માં કહ્યું છે કે-“સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે’...” જુઓ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે રાગ છે એનાથી લાભ (ધર્મ) થાય એમ ત્યાં કહ્યું નથી. અહા! આવી સત્ય વાત બહાર આવી, છતાં તે કોઈને ન બેસે અને વિરોધ કરે તો શું થાય? સૌ સૌની લાયકાત સ્વતંત્ર છે.
અહાહા...! રાગ મારું કર્તવ્ય અને હું રાગનો કર્તા એવા અજ્ઞાનથી ખસી જે અંતર સ્વરૂપમાં એકાકાર થયો તે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી થાય છે. જેને સમ્યગ્દર્શન- જ્ઞાન થયું તે વિકલ્પથી માંડીને આખા જગતનો સાક્ષી જાણન-દેખનહારો થાય છે, કર્તા થતો નથી. આખા જગતનો સાક્ષી પુરાણ-પુરુષ આત્મા અહીંથી પ્રકાશમાન થાય છે.
PDF/HTML Page 866 of 4199
single page version
कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत्–
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।।
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન (લક્ષણ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭પ.
ગાથાર્થઃ– [यः] જે [आत्मा] આત્મા [एनम्] આ [कर्मणः परिणामं च] કર્મના પરિણામને [तथा एव च] તેમ જ [नोकर्मणः परिणामं] નોકર્મના પરિણામને [न करोति] કરતો નથી પરંતુ [जानाति] જાણે છે [सः] તે [ज्ञानी] જ્ઞાની [भवति] છે.
ટીકાઃ– નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ-) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે
PDF/HTML Page 867 of 4199
single page version
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः।
इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९।।
અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [व्याप्यव्यापकता तदात्मनि भवेत्] વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, [अतदात्मनि अपि न एव] અતત્સ્વરૂપમાં ન જ હોય. અને [व्याप्यव्यापकभावसम्भवम् ऋते] વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [कर्तृकर्मस्थितिः का] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [इति उद्दाम–विवेक–घस्मर–महोभारेण] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [तमः भिन्दन्] અજ્ઞાન-અંધકારને ભેદતો, [सः एषः पुमान्] આ આત્મા [ज्ञानीभूय] જ્ઞાનસ્વરૂપ થઈને, [तदा] તે કાળે [कर्तृत्वशून्यः लसितः] કર્તૃત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થઃ– જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય- પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતત્સ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભન્નિ છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે
PDF/HTML Page 868 of 4199
single page version
પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯.
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન શું? લક્ષણ શું? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
‘નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે.’
જુઓ! મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ ઇત્યાદિ અંતરંગમાં ઉત્પન્ન થતું કર્મનું પરિણામ એમ કહ્યું એમાં કર્મનું પરિણામ એટલે જીવના વિકારી ભાવકર્મની વાત છે. રાગ, દ્વેષ અને સુખ-દુઃખની કલ્પના ઇત્યાદિ કર્મના સંગે-નિમિત્તે અંતરંગમાં ઉત્પન્ન થતું જીવનું ભાવકર્મ છે, વિકારી પર્યાય છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા ઇત્યાદિ બહાર ઉત્પન્ન થતું નોકર્મનું પરિણામ છે. આ બધુંય પુદ્ગલપરિણામ છે એમ અહીં કહ્યું છે.
આ પુણ્ય-પાપના અને હરખ-શોકના જે ભાવ અંદર થાય એ પુદ્ગલપરિણામ છે. કર્મ જડ છે અને એના સંગે થયેલો ભાવ પણ કર્મનું જ પરિણામ છે. વિકારી ભાવ તે પુદ્ગલપરિણામ છે, જીવ નહિ. આ શરીર, મન, વાણી, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિ જે નોકર્મના પરિણામ છે તે બધાય પુદ્ગલપરિણામ છે. ગજબ વાત છે! ભગવાનની ભક્તિના પરિણામ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કે પાંચમહાવ્રતના વિકલ્પ જે અંતરંગમાં ઊઠે તે પુદ્ગલના પરિણામ છે એમ જાણીને જ્ઞાની એનાથી ભિન્ન પડે છે, એનો સાક્ષી થઈ જાય છે.
બાપુ! આ તો ધીરાની વાતો છે. આ મંદિરો બંધાવે અને મોટા વરઘોડા કાઢે ઇત્યાદિ હો-હા કરે તો ધર્મ થાય છે એમ નથી. અહીં અંદરના શુભભાવથી જ્યાં નિવર્તવું છે ત્યાં બહારની પ્રવૃત્તિ એની છે એ વાત કયાં રહી? બહારનાં કાર્યો પોતપોતાના કારણે પોતપોતાના કાળે થાય એને (બીજો) કોણ કરે? (અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં કાર્ય કરે એ વસ્તુસ્થિતિ જ નથી).
પ્રશ્નઃ– તો નિમિત્ત વિના શું એ બધું થાય છે?
ઉત્તરઃ– હા, નિમિત્ત વિના એ કાર્યો પોતાથી થાય છે. નિમિત્ત તો એને અડતું ય નથી માટે નિમિત્ત વિના જ થાય છે. પરનાં કાર્યોને કરે કોણ? સંયોગથી ક્રિયા જે
PDF/HTML Page 869 of 4199
single page version
કાળે થવાની હોય તે થાય એને અન્ય કોણ કરે? અહીં તો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એવી કર્તાકર્મની મિથ્યાબુદ્ધિ છોડીને જ્ઞાતાપણું પ્રગટ કરે એની વાત ચાલે છે.
ભાઈ! ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે એટલું બરાબર છે. પણ નિમિત્તે કાર્ય કર્યું એ વાત બીલકુલ (બરાબર) નથી. સમયસાર ગાથા ૩૭૨ની ટીકામાં કહ્યું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.’ ત્યાં આગળ કહ્યું છે કે-‘માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે.’
માટી ઘડાની કર્તા છે, કુંભારે ઘડો કર્યો નથી. કુંભાર નિમિત્ત ભલે હોય, પણ કાર્ય (ઘડો) નિમિત્તથી-કુંભારથી થતું નથી. રોટલી પોતે પોતાથી ઉત્પન્ન થાય છે, તે અગ્નિથી, તાવડીથી કે સ્ત્રીથી ઉત્પન્ન થતી નથી. આમ દરેક કાર્યમાં સમજવું. અહીં એમ કહે છે કે અંદરમાં ઉત્પન્ન થતા દયા, દાન, ભક્તિ આદિના પરિણામ તે કર્મના પરિણામ છે. ભાવકર્મ છે એ બધુંય પુદ્ગલપરિણામ છે, જીવસ્વરૂપ નથી.
હવે કહે છે-‘પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.’ જુઓ, માટી વ્યાપક છે, ઘડો તેનું વ્યાપ્ય છે. માટી કર્તા છે, ઘડો તેનું કર્મ છે. ઘડો કુંભારનું કર્મ નથી. ઘડો એના થવા કાળે માટીથી થાય છે. તે માટીના (સ્વ) ભાવથી થાય છે, કુંભારના અભાવથી થાય છે. આકરી વાત, ભાઈ! આ પુસ્તકનું પાનું ફરે છે ને! તે આંગળીથી-આંગળીને લઈને નહિ. રોટલીના બટકા થવાનું કાર્ય છે એ પરમાણુથી થાય છે, દાઢથી નહિ; આ પાણી ઉનું થાય છે તે પોતાથી થાય છે, અગ્નિથી નહિ; જે ચોખા ચઢે છે તે સ્વકાળે પોતાથી જ ચઢે છે, પાણીથી કે અગ્નિથી નહિ. અહાહા...! વીતરાગભાવ થાય છે તે કર્મ ખરે છે એનાથી નહિ. નિમિત્ત હો ભલે, પણ એને લઈને (ઉપાદાનમાં) કાર્ય નીપજે છે એમ છે જ નહિ. જૈનદર્શન ઘણું ઝીણું છે. મોટા મોટા પંડિતો ગોથાં ખાઈ જાય એમ છે. ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી ઘડો તે કર્મ અને માટી તેનો કર્તા છે. ઘડાનો કર્તા કુંભાર નથી. અહાહા...! દુનિયાથી તદ્ન ઉલટી વાત છે.
પ્રશ્નઃ– તો શું આ માનવું પડશે?
ઉત્તરઃ– ભાઈ! જેમ છે એમ નક્કી કરીને માનવું પડશે. થાય શું? વસ્તુસ્થિતિ જ આ છે. જેમ માટી અને ઘડાને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ
PDF/HTML Page 870 of 4199
single page version
પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આ વિકારી પરિણામ જે શુભાશુભ ભાવ છે તે પુદ્ગલના પરિણામ છે. પુદ્ગલ પ્રસરીને વિકારભાવ થયો છે. પુદ્ગલપરિણામ એટલે આ જે રાગાદિ ભાવ છે તે પુદ્ગલથી થયા છે, જીવથી નહિ. તે પુદ્ગલના આશ્રયથી થયા છે.
આત્મા અને જડકર્મનો અનાદિથી સંબંધ છે. કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી; જીવના પરિણામ કર્મે કર્યા નથી. અનાદિથી એક ક્ષેત્રે રહ્યા છતાં એકબીજાને કર્તાકર્મપણું નથી. જીવ જીવની પર્યાય કરે, કર્મ કર્મની પર્યાયને કરે. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને-રાગને કરે એમ નથી. આમ પ્રથમ બે દ્રવ્યની પર્યાયનું સ્વતંત્રપણું સિદ્ધ કરીને પછી દ્રવ્યદ્રષ્ટિ કરાવવા રાગના પરિણામનો કર્તા જીવ નહિ એમ અહીં કહે છે. પુદ્ગલ-પરિણામ એટલે રાગ અને પુદ્ગલને વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાથી કર્તાકર્મનો સદ્ભાવ છે. પુદ્ગલ કર્તા અને વિકારી ભાવ પુદ્ગલનું કર્મ છે. જીવ તેનો કર્તા નથી.
અહીં તો જીવનું કાર્ય જ્ઞાતાદ્રષ્ટાપણું છે એમ સિદ્ધ કરવું છે. વસ્તુદ્રષ્ટિ કરાવવી છે ને! આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાનઘનસ્વભાવ વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્યપરિણામને કરે પણ વિકારી પરિણામ થાય તે એનું કર્તવ્ય નથી. તેથી જે રાગપરિણામ થાય તે પુદ્ગલનું કાર્ય છે પુદ્ગલ તેનો કર્તા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનમાં જે રાગ થાય તે પુદ્ગલનું કાર્ય છે, જીવ તેનો જાણનહાર છે, કર્તા નથી.
‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતુ હોવાથી (વ્યાપ્યરૂપ થતુ હોવાથી) કર્મ છે.’ આ દયા, દાન આદિ પુણ્યના પરિણામ વ્યાપ્ય છે અને પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક છે. પુદ્ગલ પ્રસરીને રાગાદિ પરિણામ કરે છે. વસ્તુ તો ચૈતન્યસ્વભાવી છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે. પણ તેનાથી વિભાવ થાય છે. એમ નથી. પોતે નિમિત્તાધીન થાય તો વિભાવ થાય છે. એ વિભાવ પુદ્ગલનું કાર્ય છે, પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક થઈને વિભાવને કરે છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ જે ગોમ્મટસારમાં આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. બાકી જ્ઞાનમાં જે ઓછાવત્તાપણું થાય છે તે પોતાથી થાય છે. કર્મથી નહિ. આમ દરેક દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા છે. અહીં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં જે નિર્મળ જ્ઞાનપરિણમન થાય તે જ્ઞાતાનું કાર્ય છે, પણ જે રાગાદિ ભાવ થાય તે જ્ઞાતાનું કાર્ય નથી. તેથી તે રાગનો કર્તા પુદ્ગલ છે અને રાગ તે પુદ્ગલનું કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે.
પરમાર્થે ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. માટી વ્યાપક તે કર્તા અને ઘડો વ્યાપ્ય તે એનું કર્મ છે. અહીં બે કારણથી કાર્ય થાય
PDF/HTML Page 871 of 4199
single page version
એ વાત લીધી જ નથી. માટી પોતે કર્તા અને ઘડો તેનું કાર્ય છે; કુંભાર તો નિમિત્ત છે, કર્તા નથી. તેમ પુદ્ગલપરિણામ એટલે કે શરીરાદિને, પુણ્યપાપના ભાવને, વ્યવહાર-રત્નત્રયના પરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.
અહીં તો ભેદજ્ઞાનની વાત છે. શરીરાદિથી, પુણ્યપાપના ભાવથી કે વ્યવહારરત્નત્રયના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. તેથી આત્માને ભિન્ન એવા રાગાદિ સાથે અભિન્નપણું નથી. રાગાદિ છે તેને પુદ્ગલ સાથે અભિન્નપણું છે. પુદ્ગલ તેમાં પ્રસરીને-વ્યાપીને રહેલું છે તેથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે. જુઓ! બે કર્તાથી કાર્ય થાય છે એ વાત અહીં ઉડી જાય છે. પ્રમાણનું જ્ઞાન કરાવવાના કાર્યકાળે બીજી ચીજ નિમિત્તરૂપે હોય છે એવી વાત શાસ્ત્રોમાં આવે છે પણ એ તો (બહિર્વ્યાપ્તિ બતાવતું) વ્યવહારનું કથન છે. અરે! વાસ્તવિક નિશ્ચયનો વિષય જેને અંતરમાં બેઠો નથી તેને પ્રમાણના વિષયનું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહિ.
નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. રાગના પરિણામ તે જીવના કર્તવ્યપણે નથી. રાગના પરિણામ થાય તે વખતે રાગને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાનમાં રાગના પરિણામ નિમિત્ત છે. આવા જે જ્ઞાનના પરિણામ તેનો કર્તા જીવ અને રાગને જાણનારું (કરનારું નહિ) જે જ્ઞાન પ્રગટયું તે જીવનું કર્મ છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. ખૂબ ધીરજથી સમજવાની આ વાત છે. શિષ્યનો પ્રશ્ન છે કે સમકિતીને-જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું છે એનો ઉત્તર આ ચાલે છે. રાગથી, વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને અંતર્મુખ થતાં ભગવાન આત્માનું જ્ઞાન થયું, સ્વાનુભવ થયો ત્યાં જે રાગાદિ ભાવ થાય તે જીવનું કર્તવ્ય નથી. તે રાગ પરિણામ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક થઈને મલિન પરિણામને ઉત્પન્ન કરે છે.
અહાહા...! આત્મા એકલો ચિદાનંદઘન પ્રભુ છે. એ રાગના-આકુળતાસ્વરૂપ દુઃખના પરિણામથી ભિન્ન છે. ધર્મીને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સિવાય બીજે કયાંય સુખબુદ્ધિ નથી, કેમકે નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવથી સુખનું નિધાન પોતે જ છે એમ એણે જાણ્યું છે. આવું ત્રિકાળી નિજ ચૈતન્યનિધાન જેણે જાણ્યું એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવને જે પર્યાયમાં રાગ, વ્યવહારના પરિણામ થાય તેને તે પુદ્ગલના કર્તવ્યપણે જાણે છે, પોતાના કાર્યપણે નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! લોકોને એકાન્ત છે એમ લાગે પણ વસ્તુસ્વરૂપ જે છે તેનું આ સમ્યક્ નિરૂપણ છે. તેઓ એમ માને કે વ્યવહારથી લાભ થાય, પણ ભાઈ! એ વ્યવહારનો રાગ તો પુદ્ગલપરિણામ છે, એનાથી આનંદના પરિણામ નીપજે એ કેમ બની શકે? (ન જ બની શકે).
નિશ્ચયથી વસ્તુના સ્વભાવમાં જેમ પુદ્ગલ નથી તેમ રાગ પણ નથી. બંનેય પર છે તેથી બન્નેનેય આત્મામાંથી એક સાથે કાઢી નાખ્યા છે. આ કર્તાકર્મ અધિકાર છે ને?
PDF/HTML Page 872 of 4199
single page version
તેથી ચૈતન્યસ્વભાવથી બાહ્ય ગણીને બંનેનો કર્તા પુદ્ગલ અને બંને પુદ્ગલનાં કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે.
અસ્તિકાયની અપેક્ષાએ વિકારની પર્યાય પણ પોતાથી પોતામાં પોતાને કારણે થાય છે, પરથી નહિ. એ તો દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે થઈને અસ્તિકાય સિદ્ધ કરવાની વાત છે. હવે અહીં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરીને પર્યાયદ્રષ્ટિ છોડવાની વાત છે. પંચાસ્તિકાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે પોતાથી છે એમ કહ્યું છે. વિકારી પર્યાય પણ પોતાથી અને નિર્મળ પર્યાય પણ પોતાથી થાય છે. પરથી નહિ એમ પર્યાયને ત્યાં સ્વતંત્ર સિદ્ધ કરી છે. હવે અહીં જ્યાં ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી છે ત્યાં વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ છે, જીવ તેનો કર્તા નથી એમ કહ્યું છે અહો! જન્મ- મરણને મટાડનારો વીતરાગ પરમેશ્વરનો માર્ગ અદ્ભુત અલૌકિક છે. ભાઈ! ખૂબ શાન્તિથી એકવાર તું સાંભળ.
કહે છે કે-ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી જેમ કર્તાકર્મપણું છે તેમ વિકારી પરિણામને અને પુદ્ગલને વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી કર્તાકર્મપણું છે. અહાહા...! શરીરાદિ અવસ્થા અને અંદર થતા પુણ્ય-પાપના ભાવની અવસ્થા તે બધાંને અહીં પુદ્ગલનાં કાર્ય કહ્યા છે. કેમકે નિજ ચૈતન્યસ્વભાવને જ્યાં રાગથી ભિન્ન જાણ્યો-અનુભવ્યો ત્યાં નિર્મળ પરિણામ જે થયું તે જીવનું વ્યાપ્ય અને જીવ તેમા સ્વતંત્ર વ્યાપક છે. તે કાળે વિકારના જે પરિણામ થાય તે તો જીવથી ભિન્ન છે. તેનો વ્યાપક પુદ્ગલ છે અને તે વિકારી પરિણામ પુદ્ગલનું વ્યાપ્ય કર્મ છે. વસ્તુ આત્મા વિકારમાં વ્યાપે એવો એનો સ્વભાવ (શક્તિ) જ કયાં છે? આ વાત સાંભળવા મળી ન હોય એટલે બિચારા કકળાટ કરે કે એકાન્ત છે, એકાન્ત છે, પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. આ ગાથા ૭પ, ૭૬, ૭૭ બહુ ઊંચી છે.
અરે પ્રભુ! આ તો તારો અંતરનો માર્ગ છે. સમજાય છે કાંઈ? પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે, અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે. જે શુભાશુભ વિકારના પરિણામ છે એનો પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક હોવાથી કર્તા છે. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ. આ શરીર, મન, વાણી આદિ અવસ્થા તથા પુણ્યપાપના ભાવની અવસ્થા છે તેનો કર્તા પુદ્ગલ છે, આત્મા નહિ. શરીર આદિની અવસ્થા થાય તેમાં રાગ પણ વ્યાપક નથી. જે રાગાદિ ભાવ થાય તેમાં જડ પુદ્ગલ સ્વતંત્ર કર્તા થઈને પરની અપેક્ષા વિના પુદ્ગલપરિણામને કરે છે.
ભાઈ! અનંત જન્મ-મરણનાં દુઃખનો અંત લાવવાની આ વાત છે. સુંદર રૂપાળું શરીર હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય એટલે રાજી-રાજી થાય. પણ ભાઈ! એમાં ધૂળે ય રાજી થવા જેવું નથી. દુનિયાને બહારની મીઠાશ છે એટલે કે શરીર, ઇન્દ્રિયો અને વિષયોમાં સુખબુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે; પણ એને મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વમાં અજ્ઞાની તણાઈ ગયો છે. અહીં જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, સાથે જ્ઞાન પણ
PDF/HTML Page 873 of 4199
single page version
સમ્યક્ છે. તેથી ચારિત્રમોહના જે પરિણામ થાય છે તે બધા પુદ્ગલના પરિણામ છે એમ તે જાણે છે. પુદ્ગલ સ્વતંત્રપણે તેમાં વ્યાપીને તેનો કર્તા છે, જીવ તેનો કર્તા નથી. જુદી ચીજનો કર્તા જુદી ચીજ છે. વિકાર આત્માથી જુદી ચીજ છે તો તેનો કર્તા પણ જ્ઞાયકથી ભિન્ન પુદ્ગલ છે. આવી વાત છે.
હવે કહે છે-‘તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી. પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.’
જુઓ! ઘડો અને કુંભાર એ બેને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણું નથી. તેમ આત્માને અને વિકારી પરિણામને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે માટે કર્તા- કર્મપણું નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામનો આત્મા કર્તા નથી. પરની દયા પાળવી એમ પરના કાર્યનો તો આત્મા કર્તા નથી પણ પરની દયા પાળવાનો જે વિકલ્પ ઊઠયો તેનોય એ કર્તા નથી.
પ્રશ્નઃ– ‘दयावरं धम्मं’ ધર્મ તો દયા પ્રધાન છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, પણ દયા કોને કહેવી એની લોકોને ખબર નથી. રાગની ઉત્પત્તિનો અભાવ તેનું નામ દયા છે, તેનું નામ અહિંસા છે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે. તેના આશ્રયે, તેમાં સ્થિર થતાં વીતરાગી પર્યાયની ઉત્પત્તિ થવી તેને દયાધર્મ કહે છે.
અહીં કહે છે કે-જેમ કુંભાર અને ઘટને કર્તાકર્મની અસિદ્ધિ છે તેમ આત્મા અને પુદ્ગલપરિણામ જે વિકારી કર્મ એ બેને કર્તાકર્મપણું નથી. જેમ ઘટનો કર્તા કુંભાર નથી તેમ વિકારી પરિણામનો કર્તા આત્મા નથી. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે એવી જ્યાં દ્રષ્ટિ થઈ અને એમાં અંતર્લીન થયો ત્યાં વિકારી પરિણામનો આત્મા કર્તા થતો નથી. કેમકે વસ્તુ સ્વભાવે નિર્વિકાર, નિર્મળ છે અને પર્યાયમાં જે વિકાર છે તેને પુદ્ગલમાં નાખી દીધો. દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિ કરી રાગ સાથે કર્તાકર્મપણું સમાપ્ત કરી દીધું.
હવે માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. રાગ થાય તેનું જે જ્ઞાન થાય તે જ્ઞાન તો પોતાનું છે, સ્વનું છે. રાગ સંબંધીનું જ્ઞાન તે આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી આત્માનું કર્મ છે અને તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે. અહાહા...! રાગ સંબંધીનું જે જ્ઞાન તે જ્ઞાનને પોતાના કર્મપણે કરતો તે આત્માને જાણે છે, રાગને જાણે છે એમ નહિ. આ અલૌકિક વાત છે, ભાઈ! અત્યારે તો
PDF/HTML Page 874 of 4199
single page version
ઘણી ગડબડ થઈ ગઈ છે પુદ્ગલપરિણામનું જ્ઞાન એટલે કે જે કાળે જે પ્રકારના રાગાદિ પરિણામ થાય તે કાળે, તેનું જ્ઞાન થવાની પોતાની લાયકાત હોવાથી, તે રાગાદિને જાણે છે. રાગાદિ થયા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. પણ જે તે કાળે સ્વપરને જાણવાની દશા પોતાને પોતાથી થઈ છે. એ જ્ઞાનના પરિણામ જીવનું પોતાનું કર્મ છે અને જીવ તેનો સ્વતંત્રપણે કર્તા છે. અહો! અદ્ભુત વાત અને કોઈ અદ્ભુત શૈલી છે! તારી સમજમાં તો લે કે માર્ગ આ જ છે, ભાઈ!
ભાઈ! આ તો ધીરાનાં કામ છે. જેની નજર સ્વભાવ ઉપર ગઈ છે, જેની નજરમાં નિજ ચૈતન્ય ભગવાન તરવરે છે એને જે રાગ થાય તેનું તેને જ્ઞાન થાય, એ જ્ઞાનનો તે કર્તા છે, રાગનો નહિ. પુદ્ગલપરિણામ એટલે કે જે જે પ્રકારનો દયા આદિ જે ભાવ થયો તે સંબંધી તેનું જ્ઞાન થયું. તે કાળે તે જ્ઞાનની દશાનો સ્વકાળ જ એવો છે કે સ્વને જાણતાં તે દયા આદિ જે ભાવ છે તેને પણ જાણતું જ્ઞાન થાય છે. તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે અને જ્ઞાનપરિણામ આત્માનું કર્મ છે. પુદ્ગલપરિણામને જાણતું જ્ઞાન તે પુદ્ગલપરિણામનું જ્ઞાન નથી. જેવા પ્રકારે પુદ્ગલપરિણામ છે તે જ પ્રકારનું આત્માનું જ્ઞાન પોતાથી થાય છે તેને અહીં પુદ્ગલપરિણામનું જ્ઞાન કહ્યું છે.
ભાઈ! આ તો એકાંત છે, નિશ્ચય છે એમ કહીને આ અલૌકિક માર્ગની ઉપેક્ષા કરવા જેવી નથી હો. વ્યવહાર કરતાં કરતાં પણ મોક્ષ થાય અને નિશ્ચય કરતાં કરતાં પણ મોક્ષ થાય એમ જે રીતે વસ્તુનું સ્વરૂપ નથી તે રીતે નિરૂપણ કરીશ તો દુનિયા ભલે રાજી થશે, પણ ભાઈ! તેમાં તારો આત્મા રાજી નહિ થાય, તારો આત્મા નહિ રીઝે. તને પોતાને તો મોટું (મિથ્યાત્વનું) નુકશાન જ થશે. (અને દુનિયા તો નુકશાનમાં પહેલેથી છે જ). તું વ્યવહારને પરંપરા કારણ માને છે પણ વ્યવહાર તો કારણ જ નથી. જેને અહીં પુદ્ગલપરિણામ કહ્યો છે તે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેમ હોય? ન જ હોય. જ્ઞાનીને રાગથી ભિન્ન આત્માનું સ્વસંવેદનજ્ઞાન થયું છે. તેને શુભભાવમાં અશુભ ટળ્યો છે. તે આગળ વધીને સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને રાગને ટાળશે. આ અપેક્ષાએ જ્ઞાનીના શુભભાવને વ્યવહારથી પરંપરા કારણ કહ્યું છે. નિમિત્ત દેખીને એમ કહ્યું છે, પણ સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી તેનો પણ અભાવ કરશે ત્યારે મોક્ષ થશે.
પોતાનું કાર્ય પોતાથી થાય. રાગ પર છે. તે રાગનું જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું કાર્ય છે, આત્મા તે જ્ઞાનનો કર્તા છે. રાગનું જ્ઞાન થાય છે તથાપિ જ્ઞાનમાં રાગનો અભાવ છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ. આવો કર્તા-કર્મ અધિકાર દિગંબર સિવાય બીજે કયાંય નથી. રાગનો કર્તા જે પોતાને માને છે તે અજ્ઞાની વિકારીભાવની ચક્કીમાં પડયો છે. તે દુઃખથી પીલાય છે, અતિશય પીડાય છે. વસ્તુસ્થિતિ જ આવી છે. અહીં કહે છે-કુંભાર અને ઘટની જેમ આત્મા અને પુદ્ગલપરિણામને (રાગાદિને) કર્તાકર્મપણાનો અભાવ છે. તેથી સ્વભાવના અવલંબને પરિણમેલો છે જે જીવ તે પુદ્ગલપરિણામના
PDF/HTML Page 875 of 4199
single page version
(રાગાદિના) જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે અને તે કર્મનોકર્મથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. અહાહા...! જ્ઞાતાદ્રષ્ટાના ભાવને કાર્યપણે કરતો તે પોતાના આત્માને જાણે છે, રાગને જાણે છે એમ ન કહ્યું. રાગ સંબંધીનું તે કાળે પોતામાં પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાનને તે (સાક્ષીપણે) જાણે છે. આવી વાત છે. પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય રહી સાક્ષી ભાવે રહે છે. બધાનો જાણનાર માત્ર સાક્ષી ભાવ રહે છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગડા બહુ જુદા છે, બાપુ! ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. તે સર્વ શક્તિઓ અત્યંત નિર્મળ છે. ૪૭ શક્તિઓનું જ્યાં નિરૂપણ છે ત્યાં ક્રમરૂપ, અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોની વાત કરી છે. ત્યાં અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે એમ કહ્યું છે. ત્યાં વિકારની વાત જ કરી નથી, કેમકે વિકાર પરિણતિ તે જીવની શક્તિની પર્યાય જ નથી. ૪૭ શક્તિના વર્ણનમાં દ્રવ્ય શુદ્ધ, શક્તિ શુદ્ધ અને એની દ્રષ્ટિ થતાં જે પરિણમન થયું તે પણ શુદ્ધ જ હોય એમ વાત લીધી છે. અશુદ્ધતાની ત્યાં વાત જ લીધી નથી.
આ પ્રમાણે અનંત શક્તિઓનો પિંડ પ્રભુ ચિન્માત્ર નિજ આત્માને જાણે છે તે રાગાદિથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. તેને જ્ઞાની અને ધર્મી કહે છે. હવે પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ- જે કાંઈ રાગાદિ ભાવ-પુણ્યના ભાવ થાય છે તેનું જ્ઞાન આત્મામાં થાય તે જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે વિશેષ સ્પષ્ટ કરે છે. જ્ઞાન એનું પોતાનું કાર્ય છે. રાગનું જ્ઞાન થયું માટે રાગ એનું કાર્ય છે એમ નથી. તેમ રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું કાર્ય છે એમ પણ નથી. રાગ છે એમ જાણ્યું ત્યાં જાણવાની જે જ્ઞાનની પર્યાય થઈ તે રાગનું કાર્ય નથી; તેમ જાણવાની પર્યાયમાં રાગ જણાય છે માટે રાગ તે જ્ઞાનનું કાર્ય છે એમ નથી. ભાઈ! આ સમજવું પડશે હો. આ શરીરાદિ બધું વિંખાઈ જશે. આ જીવનમાં જો નિર્ણય ન કર્યો તો શું કર્યું? પછી કયાં એને જવું? ભાઈ! સૌ પ્રથમ કરવાનું આ જ છે.
બહારના પદાર્થની મીઠાશ લક્ષમાંથી છોડી દે શુભરાગની મીઠાશ પણ છોડી દે. ત્યારે અંદરથી આનંદની મીઠાશ આવશે. રાગને લક્ષમાંથી છોડી જ્ઞાનમાત્ર નિજ વસ્તુને અધિકપણે લક્ષમાં લે. પરથી ભિન્ન તે ચૈતન્ય ભગવાન અધિક છે. તે અધિક અધિકપણે ન ભાસે અને બીજી ચીજ અધિકપણે ભાસે તે સંસાર છે, ચાર ગતિની રઝળપટ્ટી છે, દુઃખ છે.
‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.’
PDF/HTML Page 876 of 4199
single page version
પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. આત્માને રાગનું જ્ઞાન પોતામાં રહીને સ્વપરપ્રકાશકપણે થયું એવું જે પુદ્ગલપરિણામનું જ્ઞાન અને પુદ્ગલ કહેતાં રાગ-એ બેને વ્યાપ્યવ્યાપકપણું નથી. રાગ વ્યાપક અને રાગનું જ્ઞાન તે વ્યાપ્ય એમ નથી. તેથી રાગ અને જ્ઞાનને કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. પુદ્ગલપરિણામ જે રાગ તે કર્તા અને જ્ઞાનપરિણામ તેનું કર્મ એમ નથી.
વળી આત્મપરિણામને અને આત્માને ઘડા અને માટીની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. અહાહા...! પોતાને જાણતાં રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. જ્ઞાન તે આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે. આત્માના પરિણામ એટલે જ્ઞાતાદ્રષ્ટાના વીતરાગી નિર્મળ પરિણામ અને આત્મા એ બેને વ્યાપ્યવ્યાપકપણું છે તેથી ત્યાં કર્તાકર્મપણું સિદ્ધ થાય છે. આત્મા કર્તા અને દયા, દાન આદિ વિકલ્પનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માનું કર્મ છે. પરંતુ રાગ કર્તા અને જ્ઞાન એનું (રાગનું) કર્મ-એમ નથી. અહો! ગાથા ખૂબ ગંભીર છે! આત્મા (જ્ઞાન) કર્તા અને રાગ એનું કાર્ય એમ નથી અને રાગ કર્તા અને (રાગનું) જ્ઞાન એનું કાર્ય એમેય નથી.
ભાઈ! આ ગાથા મહાન છે! આત્માના પરિણામ અને આત્માને કર્તાકર્મપણું છે. લક્ષમાં લેવા આ ધીમે ધીમે કહેવાય છે. ‘આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ-પરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે.’ જુઓ! આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે. જે જાતનો રાગ છે તે જાતનું જ્ઞાન થયું ત્યાં આત્મા સ્વતંત્ર વ્યાપક છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. આત્મા સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે. અહીંયાં જ્ઞાનના પરિણામમાં જે રાગ જણાયો તે જ્ઞાનના પરિણામમાં આત્મા સ્વતંત્ર વ્યાપક છે. અહા! દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક થઈને રાગનું જ્ઞાન કરે છે. આત્મા વ્યાપક અને જ્ઞાન એનું કર્મ સ્વતંત્ર છે.
પ્રશ્નઃ– આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે એટલે શું? રાગનું જ્ઞાન છે એટલીય અપેક્ષા છે કે નહિ?
ઉત્તરઃ– આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે એટલે તે કાળે જે રાગને જાણવાના જ્ઞાનના પરિણામ થયા તે જ્ઞાનપરિણામ એનું વ્યાપ્ય કર્મ છે અને આત્મા સ્વતંત્રપણે તેનો કર્તા છે. રાગનું કે વ્યવહારનું જ્ઞાન થયું માટે જ્ઞાન થવામાં એટલી પરતંત્રતા કે રાગ કે વ્યવહારની અપેક્ષા છે એમ છે જ નહિ. એ તો આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાનરૂપે સ્વયં પરિણમે છે. જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. એ સ્વભાવના કારણે તે સ્વને અને પરને જાણતો પરિણમે છે. રાગ છે માટે પરપ્રકાશક જ્ઞાન થયું એમ છે જ નહિ. સમયસારની વાત બહુ સૂક્ષ્મ છે, પણ શાસ્ત્રમાં જે છે એ વાત કહેવાય છે. લોકો બિચારા
PDF/HTML Page 877 of 4199
single page version
સ્થૂળબુદ્ધિને લીધે અંતરનું કામ કેમ કરવું એની ખબર ન હોય એટલે આ તો નિશ્ચયનો માર્ગ, નિશ્ચયનો માર્ગ!-એમ પોકારે. પણ નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે યથાર્થ, અનુપચાર વાસ્તવિક. ભાઈ! દુનિયા માને ન માને તેની સાથે સત્યને સંબંધ નથી. સત્યને સંખ્યા સાથે શું સંબંધ છે?
ભગવાન આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે પોતે કર્તા થઈને સ્વપરને પ્રકાશે છે. પરને પ્રકાશવામાં એને પરની અપેક્ષા નથી. રાગ પરિણામ, વ્યવહારના પરિણામ થયા માટે એનું જ્ઞાન થયું એટલી અપેક્ષા જ્ઞાનના પરિણામને નથી. અહાહા...! આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાનપરિણામરૂપ કાર્યને કરે છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! વ્યવહાર છે માટે નિશ્ચય છે એમ નહિ તથા વ્યવહાર છે માટે એને લઈને એનું જ્ઞાન થાય છે એમ પણ નહિ.
લોકોએ બીજી રીતે માન્યું છે. વ્યવહારના આશ્રય વડે, નિમિત્તના આશ્રય વડે કલ્યાણ થશે એમ લોકોએ માન્યું છે. પણ તે યથાર્થ નથી. વ્યવહારનું અને નિમિત્તનું પોતે સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાન કરે છે અને તે જ્ઞાન એનું કર્મ છે. ભાઈ! સ્વતંત્રપણે કરે તેને કર્તા કહીએ. શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ભાઈ! એમ નથી. લોકાલોકને જાણવાનું જ્ઞાન સ્વતંત્ર પોતાથી થાય છે. લોકાલોક છે માટે તેને જાણવાનું કાર્ય જ્ઞાનમાં થાય છે એમ છે જ નહિ. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવ છે. માટે જ્ઞાતાના પરિણામનું કાર્ય પોતાથી થાય છે. પુદ્ગલપરિણામનું જ્ઞાન વ્યાપક આત્મા વડે સ્વયં વ્યાપ્યરૂપ થતું હોવાથી આત્માનું સ્વતંત્ર કર્મ છે. આવી વાત છે.
આ પરની દયા પાળવી એ તો આત્માનું કાર્ય નહિ અને પરની દયા પાળવાનો વ્યવહારનો જે રાગ થાય તે પણ આત્માનું કાર્ય નહિ. ખરેખર તો વ્યવહારનો જે રાગ છે તે જ કાળે જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પોતાથી પરિણમે છે. રાગ હો, દેહની સ્થિતિ હો; પણ એ બધું પરમાં જાય છે. જે કાળે જે પ્રકારનો રાગ થયો, જે પ્રકારે દેહની સ્થિતિ થઈ તે કાળે તે જ પ્રકારે જાણવાની જ્ઞાનની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે. અહો! આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબ ટીકા કરી છે!
બારમી ગાથામાં કહ્યું છે ને કે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અહાહા...! જેને અખંડ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે, ત્રિકાળી ધ્રુવનો આશ્રય થયો છે તેને પર્યાયમાં કંઈક અપૂર્ણતા છે, અશુદ્ધતા છે. આ અપૂર્ણતા અને અશુદ્ધતા તે કાળે જાણેલાં પ્રયોજનવાન છે. તે કાળે જે વ્યવહારનો રાગ છે તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં પણ સ્પષ્ટ કહે છે કે વ્યવહારનો જે રાગ છે તેને તે કાળે પોતે પોતાથી સ્વતંત્રપણે જાણે છે. રાગનું, વ્યવહારનું અને દેહનું જે જ્ઞાન થયું તે જ્ઞાન
PDF/HTML Page 878 of 4199
single page version
આત્માનું કર્મ છે. અહાહા...! વસ્તુ જ્ઞાનસ્વભાવી છે તે જાણવા સિવાય બીજું શું કરે? જે સ્વભાવથી જ પ્રજ્ઞાબ્રહ્મ, ચૈતન્યબ્રહ્મ છે તે આત્મા શું પુદ્ગલપરિણામનું કાર્ય કરે? ન જ કરે.
આ ગાથા જૈનદર્શનનો મર્મ છે. કહે છે કે પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક આત્મા વડે, કર્તા વડે સ્વયં વ્યપાતું હોવાથી આત્માનું કર્મ છે, કાર્ય છે. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશની મૂર્તિ, ચૈતન્યના નૂરનું પૂર પ્રભુ છે. તે જેણે દ્રષ્ટિમાં લીધો તેને સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાનમાં રાગ, વ્યવહાર, કર્મનોકર્મ ઇત્યાદિનું યથા અવસરે જ્ઞાન થયું તે પોતાથી થયું છે. તે જ્ઞાનનો આત્મા કર્તા છે અને તે જ્ઞાન સ્વયં આત્મા વડે વ્યપાતું હોવાથી તે આત્માનું કાર્ય છે. અરે! લોકો તો દયા પાળવી, ભગવાનની ભક્તિ કરવી, શાસ્ત્રસ્વાધ્યાય કરવું ઇત્યાદિને ધર્મ કહે છે પણ એ તો સઘળી બહારની વાતો છે. જ્ઞાની તો એ સર્વને (સાક્ષીપણે) માત્ર જાણે છે. અને તે વ્યવહારને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાતાનું પોતાનું કર્મ છે. લોકોને એકલો નિશ્ચય, નિશ્ચય એમ લાગે પણ નિશ્ચય જ ભવસાગરમાંથી નીકળવાનો પંથ છે.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ ત્રિકાળ સત્ય છે. એ ત્રિકાળી સત્ના આશ્રયે જે સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે પરને પણ સ્વતંત્રપણે પ્રકાશે છે. સ્વને જાણતો તે તે કાળે રાગની દશાને પોતાના જ્ઞાનમાં સ્વતંત્રપણે જાણે છે. ટીકામાં છે કે પુદ્ગલપરિણામના જ્ઞાનને કરતો તે પોતાના આત્માને જાણે છે. રાગને જાણે છે, દેહાદિને જાણે છે એમેય નહિ, તે કાળે આત્માને જાણે છે એમ લીધું છે. સ્વપરપ્રકાશકપણે પરિણમ્યો તેણે આત્માને જાણ્યો છે એમ વાત છે. સત્ય તો આ છે, ભાઈ. વાદવિવાદ કરવાથી કાંઈ સત્ય બીજી રીતે નહિ થાય.
હવે કહે છે-‘વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે).’
જુઓ! આત્મા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી પુદ્ગલપરિણામ એટલે કે દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માનું વ્યાપ્ય કર્મ છે એમ નથી. પહેલાં તો રાગને પુદ્ગલપરિણામ કહ્યા અને હવે અહીં રાગને પુદ્ગલ કહ્યો. દયા, દાન ઇત્યાદિ ભાવ પુદ્ગલ છે એમ કહ્યું. પુદ્ગલ અને આત્મા ભિન્ન દ્રવ્યો છે. આત્મા અને દયા, દાન આદિ પરિણામ ભિન્ન છે એમ અહીં કહ્યું છે. પરની દયા પાળે, જાત્રા કરે, ભક્તિ કરે તો ધર્મ થાય એ વાત અહીં રહેતી નથી. ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ છે તેમાં આરૂઢ થાય તે જ સાચી દયા, સાચી જાત્રા અને સાચી ભક્તિ
PDF/HTML Page 879 of 4199
single page version
છે, અને તે ધર્મ છે. ભગવાન આત્મા પોતે તીર્થસ્વરૂપ છે. તેમાં આરૂઢ થવું તે જાત્રા છે.
પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર છે. એટલે કે રાગ જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક જાણનાર છે. આ વ્યવહારરત્નત્રય ઇત્યાદિ જે વિકલ્પ છે તે પુદ્ગલ છે. તે પરજ્ઞેય છે અને આત્મા તેનો જાણનાર જ્ઞાયક છે. રાગના પરિણામ જે પુદ્ગલ છે તેનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું છે, રાગના પરિણામ તો તેમાં નિમિત્ત છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એવું જે જ્ઞાન થયું તે જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. રાગ જ્ઞાનમાં નિમિત્ત છે માટે રાગ જ્ઞાતાનું વ્યાપ્ય કાર્ય છે એમ નથી. અહો! ગાથા શું અલૌકિક છે! માનો બાર અંગનો સાર ભરી દીધો છે.
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગનું જ્ઞાન થવામાં જ્ઞાન પોતે ઉપાદાન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ જ્ઞાનમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે બીજી ચીજ છે બસ એટલું જ. તે વખતે જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું ત્યારે તે તે રાગને નિમિત્ત કહેવામાં આવે છે. ખરેખર તે નિમિત્ત છે માટે જ્ઞાન થયું છે એમ નથી. નિમિત્તનું-રાગનું જ્ઞાન કહ્યું માટે નિમિત્ત- રાગ કારણ અને જ્ઞાન એનું કાર્ય એમ અર્થ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પરિણતિ સ્વતંત્રપણે જીવદ્રવ્યે કરી છે. એ જ્ઞાનપરિણતિ જીવનું કર્મ છે. અહાહા...! જેવું જેવું (રાગાદિ વિકલ્પો) નિમિત્ત છે તેવું જ્ઞાન અહીં પોતાથી (નિજ ઉપાદાનથી) સ્વતંત્રપણે થયું છે. તે જ્ઞાન જ જ્ઞાયકનું-આત્માનું વ્યાપ્ય કર્મ છે. (રાગ આત્માનું વ્યાપ્ય નથી). અહો! ગજબ વાત કરી છે! નિમિત્ત-ઉપાદાન અને નિશ્ચય-વ્યવહારના બધા ખુલાસા આવી જાય છે. વ્યવહારનું જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં વ્યવહાર નિમિત્ત હોવા છતાં એ જ્ઞાતાનું વ્યાપ્ય નથી, જે જ્ઞાન થયું તે જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. તત્ત્વદ્રષ્ટિનો વિષય આવો સૂક્ષ્મ છે, ભાઈ!
આ મકાનાદિ અમે કરીએ એ માન્યતા તો મિથ્યાદર્શન છે. મકાન મકાનથી (થવા કાળે) થાય અને રાગ રાગથી થાય. રાગ થાય તે આત્માથી નહિ, અને રાગ છે માટે તેનું આત્મામાં જ્ઞાન થયું એમ પણ નહિ. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર પોતાથી થઈ ત્યારે આને (રાગને) નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન પોતાના સ્વભાવે જ્યાં જાગ્રત થાય છે તે કાળે તે તે જ્ઞાનના પરિણામમાં તે તે રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું વ્યાપ્ય નથી, જ્ઞાનના પરિણામ જ આત્માનું વ્યાપ્ય કર્મ છે. નિશ્ચયમોક્ષમાર્ગ જે છે તે આત્માનું વ્યાપ્ય છે. વ્યવહાર મોક્ષમાર્ગ છે તે નિમિત્ત છે. નિમિત્ત હોવા છતાં વ્યવહાર મોક્ષમાર્ગ આત્માનું વ્યાપ્ય છે એમ નથી. કેટલી સ્પષ્ટ વાત છે!
વ્યવહારનો રાગ આવે, પણ એ પુદ્ગલના પરિણામ છે. જ્ઞાનમાં, પોતાને જાણતાં એને જાણવાનો સ્વભાવ છે. પરંતુ એ જ્ઞાનના પરિણામ પોતાના શુદ્ધ ઉપાદાનથી થયા
PDF/HTML Page 880 of 4199
single page version
છે. એમાં વ્યવહારનું નિમિત્ત હોવા છતાં, જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર હોવા છતાં તે રાગ જ્ઞાતાનું વ્યાપ્ય નથી. વ્યવહાર જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે આટલો સંબંધ વ્યવહારમાત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય-કર્મ નથી.
જુઓ! સામે હીરા હોય તો હીરાનું જ્ઞાન થાય, કોલસા હોય તો કોલસાનું જ્ઞાન થાય, રાગ હોય તો રાગનું જ્ઞાન થાય અને દ્વેષ હોય તો દ્વેષનું જ્ઞાન થાય. પણ આ બધું છે માટે અહીં તેનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન થયું તેમાં એ બધું નિમિત્ત છે, પણ એનાથી જ્ઞાન થયું એમ છે જ નહિ. આવી સત્ય વાત સાંભળવા મળે નહિ તે અરેરે! સત્યપંથે કે દિ’ જાય? જુઓને, કેટલી વાત કરી છે! આ સામે સમયસાર છે એનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાથી થયું છે. તે જ્ઞાનમાં સમયસાર નિમિત્ત છે છતાં તે (સમયસાર શાસ્ત્ર) આત્માનું વ્યાપ્ય કર્મ નથી. ભાઈ! વસ્તુની સ્થિતિ જ આવી છે.
પ્રશ્નઃ– આપ સમયસાર કેમ વાંચો છો? પદ્મપુરાણ કેમ નહિ? આટલો નિમિત્તનો ફેર છે કે નહિ?
ઉત્તરઃ– અરે ભગવાન! એમ વાત નથી. સમયસારના શબ્દો અને તેના વાંચનનો વિકલ્પ તે આત્મા વડે સ્વતંત્રપણે થતા જ્ઞાનમાં નિમિત્ત છે, પણ નિમિત્ત છે માટે અહીં એનું જ્ઞાન થયું છે એમ નથી. આત્માનું ભાન થતાં જે સ્વપરપ્રકાશક જ્ઞાનના પરિણામ થયા તેનો આત્મા પોતે સ્વતંત્ર વ્યાપક થઈને કર્તા છે. ભાઈ! ભાવ તો સૂક્ષ્મ છે, પણ ભાષા સાદી છે; સમજે તો સમજાય એમ છે, પ્રભુ!
જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાનીને હેયબુદ્ધિએ (સ્વાધ્યાય આદિ) વ્યવહારના જે વિકલ્પ ઊઠે તે વિકલ્પ તેના જ્ઞાનનું જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે. આવો જ્ઞેય-જ્ઞાયકનો સંબંધ વ્યવહારમાત્ર હોવા છતાં તે (સ્વાધ્યાય આદિ) પરજ્ઞેય આત્માનું વ્યાપ્ય નથી, અર્થાત્ તે જ્ઞાનીનું કાર્ય નથી. તેને પ્રગટ થયેલું સ્વપરપ્રકાશક જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે.
આત્મા પોતાના સ્વભાવની દ્રષ્ટિરૂપે પરિણમતાં તેની જ્ઞાનની પર્યાયમાં વ્યવહારનો વિકલ્પ નિમિત્ત હોવા છતાં જ્ઞાનનું પરિણમન તે નિમિત્તથી થયું નથી, પણ જ્ઞાતાથી જ સ્વતંત્રપણે થયેલું છે. તથા તે નિમિત્ત જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ નથી પણ જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. પોતાના સ્વભાવના શુદ્ધ ઉપાદાનથી તે જ્ઞાનનું કાર્ય થયું છે.
પ્રશ્નઃ– નિમિત્ત અને ઉપાદાન એમ કાર્ય પ્રતિ બે કારણ હોય છે ને?
ઉત્તરઃ– નિમિત્ત અને ઉપાદાન એમ બે કારણોથી કાર્ય થાય એ વાતનો અહીં નિષેધ છે. બે કારણ કહ્યાં છે એ તો કથનમાત્ર છે. કાર્યના કાળે નિમિત્ત કોણ છે એમ બીજી ચીજની ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવા ત્યાં બે કારણ કહ્યાં છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે.