Pravachan Ratnakar (Gujarati). Gatha: 74.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 43 of 210

 

PDF/HTML Page 841 of 4199
single page version

પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહિ. તન્મય એટલે પર્યાય દ્રવ્યાભિમુખ થઈ, દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ અર્થ છે. વિજ્ઞાનઘન થયો એટલે શું? કે જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળીને સ્થિર થઈ તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે.

૭૪ મી ગાથામાં આવશે કે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આ પર્યાયની વાત છે હોં. અહાહા...! વસ્તુ ત્રિકાળી વિજ્ઞાનઘનસ્વભાવ છે. તેમાં એકાગ્ર થતાં તે પર્યાયમાં વિજ્ઞાનઘન થયો થકો આસ્રવોથી નિવૃત્ત થાય છે. આસ્રવોથી નિવર્તવાનો આ જ માર્ગ છે. કહ્યું છે ને કે-

‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.’

અરે! દુનિયા કયાંય પડી છે, અને માર્ગ કયાંય રહ્યો છે! ભાઈ! વીતરાગનો માર્ગ રાગની મંદતા વડે પમાય એમ નથી. અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપ ધ્રુવ વસ્તુમાં એકાગ્ર થયો થકો અને તેનેઅનુભવતો થકો આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.

ભાષા સાદી પણ ભાવ બહુ ઉંચા છે, ભાઈ! જન્મ-મરણના અંત લાવવાની આ વાત છે. આમાં વ્યવહારથી થાય ને આમ થાય એવા વાદવિવાદને કોઈ અવકાશ નથી. જેનાથી નિવર્તવું છે એનાથી (મુક્તિ) થાય એમ કેમ હોઈ શકે, ભાઈ?

પ્રશ્નઃ– પરંપરા કારણ (શાસ્ત્રોમાં) કહ્યું છે ને?

ઉત્તરઃ– જેને શુદ્ધતાનો અનુભવ પ્રગટ થયો છે તેને શુભરાગમાં અુશભરાગ ટળ્‌યો છે. તેના શુભરાગને વ્યવહારથી પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એ તો ઉપચાર કથન છે. પરંતુ નિશ્ચય વિના વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેવું? એમ છે જ નહિ. અનાદિરૂઢ વ્યવહારમાં અજ્ઞાની મૂઢ છે. નિશ્ચય વિના જે વ્યવહારમાં લીન છે એ તો વ્યવહારમૂઢ છે. જાણનારો અંદર જ્યાં જાગ્યો, નિશ્ચયમાં આરૂઢ થયો ત્યારે તેને જે રાગની મંદતા હોય તેના ઉપર નિશ્ચયનો આરોપ આપવામાં આવે છે.

આવી ભગવાનની ફરમાવેલી વાત સંતો આડતિયા થઈને જાહેર કરે છે. અંર્તસન્મુખ થતાં જેને (સમ્યગ્દર્શનની) બીજ ઉગી તેને પૂનમ (કેવળજ્ઞાન) થયે જ છૂટકો છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના અવલંબને જેને વિજ્ઞાનઘન પર્યાય પ્રગટ થઈ તેને પૂર્ણ વિજ્ઞાનઘન-કેવળજ્ઞાન થશે જ આવી આ વાત છે.

* ગાથા ૭૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *
શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે-‘હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે

મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું.’ આમ નિશ્ચય કરીને જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે


PDF/HTML Page 842 of 4199
single page version

ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. અનાદિથી રાગમાં રહેતો હતો તે હવે પોતાના ચૈતન્ય- સ્વરૂપમાં રહેતો થકો પ્રથમ મિથ્યાત્વના આસ્રવથી-દુઃખથી નિવૃત્ત થાય છે.

સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવો છે તે ક્રોધાદિ છે. ચાહે તો પુણ્યરૂપ શુભભાવ હોય તોપણ તે ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ છે. આ ક્રોધાદિ આસ્રવો સ્વરૂપના લક્ષે તેના અનુભવથી ક્ષય પામે છે. મિથ્યાત્વરૂપી આસ્રવથી નિવૃત્ત થવાનો આ એક જ ઉપાય છે, અને તે ધર્મ છે. ભાઈ! રાગથી છૂટું પડવું તે ધર્મ છે. ત્યાં રાગ (ધર્મનું) સાધન થાય એમ કેમ બની શકે? ન જ બની શકે. અહીં કહ્યું ને કે રાગના જે ચંચળ કલ્લોલો અનુભવતો હતો, તેનો નિરોધ કરીને જ્યાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય વિજ્ઞાનઘન-સ્વભાવમય વસ્તુમાં નિમગ્ન થયો, ત્યાં આસ્રવો ક્ષય પામે છે અને સ્વરૂપના આનંદનો આસ્વાદ પ્રાપ્ત થાય છે.

પ્રશ્નઃ- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા એ બધાં સાધન-ઉપાય છે કે નહિ?

ઉત્તરઃ– બીલકુલ નહિ. ભાઈ! એ રાગની ક્રિયાઓ તો બધી આસ્રવ છે. તેનો તો ક્ષય કરવાનો છે. તે સાધન થાય એમ કદીય બની શકે નહિ. પ્રભુ! આમ ને આમ (ખોટી માન્યતામાં) જીંદગી ચાલી જશે. છેવટે ડૂબકી સંસારમાં ઊંડે મારશે ત્યાં તને ભારે દુઃખ થશે. તેનાથી છૂટવાનો તો આ એક જ માર્ગ છે. ભાઈ! વસ્તુ જે જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છે તેમાં એકાગ્રતા કરી, તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું આ એક જ દુઃખના ક્ષયનો ઉપાય છે.

ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ પરમાત્મા છે. તેમાં દ્રષ્ટિ એકાકાર કરતાં તે આસ્રવોથી-દુઃખથી નિવર્તે છે. અહા! કોઈ પ્રતિકૂળ સંજોગો દુઃખરૂપ નથી પણ પુણ્ય-પાપના ભાવ તે દુઃખરૂપ છે, આકુળતામય છે. તેને મટાડવા ચાહે છે તો કહે છે કે-જ્યાં નિરાકુળ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા ને, એમાં લીન થા ને, એનો અનુભવ કર ને! તેથી તું દુઃખથી નિવૃત્ત થશે. કઠણ લાગે તોપણ માર્ગ તો આ જ છે. ભાઈ! બીજો રસ્તો લેવા જઈશ તો ભવ ચાલ્યો જશે અને ચોરાસીના અવતાર ઊભા રહેશે.

જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પના વમળને શમાવતો થકો આસ્રવોને છોડી દે છે. વમળ છોડે તો વહાણ છૂટે તેમ આ વિકલ્પ છોડે તો સ્થિર થાય એમ કહેવા માગે છે. આત્મા વિકલ્પોની જાળમાં ગુંચાઈ ગયો છે તેને છોડતો થકો તે આસ્રવોને છોડી દે છે. જ્યાં સ્વભાવ બાજુ ઢળ્‌યો અને એમાં ઠર્યો ત્યાં વિકલ્પો સહેજે છૂટી જાય છે અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. મિથ્યાત્વના આસ્રવથી છૂટવાની આ જ રીત છે.


PDF/HTML Page 843 of 4199
single page version

વ્યવહાર સાધક છે અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થશે એમ કોઈ કહે તો તે મિથ્યા છે. વળી નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એની ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મસ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે પરમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસ્રવથી-દુઃખથી નિવર્તે છે. આવી વાત છે.

પ્રશ્નઃ- વ્યવહાર આવે છે ને?

ઉત્તરઃ– જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતીને વ્યવહાર આવે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ-પૂજા ઇત્યાદિ તથા વ્યવહારરત્નત્રયના રાગનો વ્યવહાર તેને હોય છે. પરંતુ રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું એમ એને અંતરમાં નિશ્ચય થયેલો છે અને તે પ્રમાણે જે વ્યવહાર આવે છે તેનો સ્વામી થતો નથી. વ્યવહારનો સ્વામી થતો નથી પછી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? જેનાથી નિવર્તવું છું, જેને ટાળવા છે એને (નિવર્તવામાં) મદદ કરે એમ કેમ હોય શકે? ન જ હોઈ શકે. આવી જ વસ્તુસ્થિતિ છે અને આ જ માર્ગ છે. લ્યો, ૭૩ (ગાથા) પૂરી થઈ.

[પ્રવચન નં. ૧૨૪ થી ૧૨૬ * દિનાંક ૧૩-૭-૭૬ થી ૧પ-૭-૭૬]

PDF/HTML Page 844 of 4199
single page version

ગાથા–૭૪

कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत्–

जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य।
दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं।। ७४।।
जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाश्च।
दुःखानि दुःखफला इति च
ज्ञात्वा निवर्तते तेभ्यः।। ७४।।

હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ,
દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.

ગાથાર્થઃ– [एते] આ આસ્રવો [जीवनिबद्धाः] જીવની સાથે નિબદ્ધ છે, [अध्रुवाः] અધ્રુવ છે, [अनित्याः] અનિત્ય છે [तथा च] તેમ જ [अशरणाः] અશરણ છે, [च] વળી તેઓ [दुःखानि] દુઃખરૂપ છે, [दुःखफलाः] દુઃખ જ જેમનું ફળ છે એવા છે, - [इति ज्ञात्वा] એવું જાણીને જ્ઞાની [तेभ्यः] તેમનાથી [निवर्तते] નિવૃત્તિ કરે છે.

ટીકાઃ– વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસ્રવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી.) આસ્રવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આસ્રવો શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત


PDF/HTML Page 845 of 4199
single page version

એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે (અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ નથી).-આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર (ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન- સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે; તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક્ પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.

ભાવાર્થઃ– આસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તનો એક કાળ છે.

આ આસ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે.

‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે’ એટલે શું? તેનો ઉત્તરઃ– ‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.’ જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને-ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ-વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે.

હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 846 of 4199
single page version

(शार्दूलविक्रीडित)

इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परम्।
अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ४८।।

શ્લોકાર્થઃ– [इति एवं] એ રીતે પુર્વકથિત વિધાનથી, [सम्प्रति] હમણાં જ (તુરત જ) [परद्रव्यात्] પરદ્રવ્યથી [परां निवृत्तिं विरचय्य] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને [विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिध्नुवानः] વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), [अज्ञानोत्थितकर्तृकर्मकलनात् कॢेशात्] અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી [निवृत्तः] નિવૃત્ત થયેલો, [स्वयं ज्ञानीभूतः] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [जगतः साक्षी] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા), [पुराणः पुमान्] પુરાણ પુરુષ (આત્મા) [इतः चकास्ति] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮.

સમયસાર ગાથા ૭૪ઃ મથાળુ

હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ રીતે છે? પ્રભો! જે ક્ષણે જ્ઞાન થયું તે જ ક્ષણે આસ્રવોથી જીવ નિવૃત્ત થાય એમ કઈ રીતે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૭૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસ્રવો જીવ સાથે બંધાયેલા છે.’ પીપળ, બાવળ ઇત્યાદિ ઘણા વૃક્ષોને લાખ આવે છે. પીપળનું વૃક્ષ અને લાખ વધ્ય- ઘાતક છે. વૃક્ષ વધ્ય એટલે ઘાત થવા લાયક છે અને લાખ ઘાતક એટલે ઘાત કરનાર છે. ઘણાં વર્ષ પહેલાં ભાવનગરમાં ગુજરી બજાર પાસે પીપળનાં ઝાડ હતાં, હારબંધ ઝાડ હતાં. ત્યાં લાખ આવતાં બધાં વૃક્ષોનો ખો થઈ ગયો, એકે ઝાડ ન રહ્યું. એ અહીં કહ્યું છે કે લાખ ઘાતક-હણનાર છે અને વૃક્ષ વધ્ય-હણાવાયોગ્ય છે. આ રીતે વૃક્ષ અને લાખનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી.

તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી. અહાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ચૈતન્યનું ઝાડ છે. એની પર્યાયમાં તે હણાવા યોગ્ય છે, વધ્ય છે. પુણ્ય-પાપના ભાવો એનો


PDF/HTML Page 847 of 4199
single page version

પર્યાયમાં ઘાત કરે છે. અહા! પુણ્યનો ભાવ ઘાતક છે અને પર્યાય ઘાત થવા યોગ્ય છે. પર્યાયમાં ઘાત થાય છે. દ્રવ્યનો કયાં ઘાત થાય છે? ભગવાન આત્મા ઝાડ સમાન છે અને પુણ્ય પાપના ભાવ લાખ સમાન છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાન્તિના ઘાતક છે અને આત્માની શાન્તિ ઘાત થવા યોગ્ય છે.

‘અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી.’ જેમ લાખનો ઝાડથી વિરુદ્ધ સ્વભાવ છે તેમ પુણ્ય-પાપરૂપ આસ્રવોનો સ્વભાવ આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. તેમને અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ ઊઠે કે પંચ-મહાવ્રતનો વિકલ્પ ઊઠે-એ જીવના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. પુણ્ય-પાપના ભાવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવ જ નથી. જેમ લાખ ઝાડ નથી, તેમ પુણ્ય-પાપના ભાવ જીવ નથી, રાગ તે જ્ઞાન નથી; સમજાય છે કાંઈ?

વ્યવહાર સાધક, સાધક કહે છે ને? અત્યારે તો વ્યવહાર જ છે, નિશ્ચય છે જ નહિ, નિશ્ચયની ખબર પડે નહિ-આમ કેટલાક પ્રરૂપણા કરે છે. અરે પ્રભુ! આ તું શું કહે છે? તારે કયાં જવું છે, બાપુ? ભાઈ! તારે કયાં રહેવું છે? જેનાથી ખસવું છે, નિવર્તવું છે એમાં રહીશ, અટકીશ તો એનો (નિવર્તવાનો) કે દિ’ પાર આવશે? જન્મ-મરણનો અંત કયારે આવશે? બાપુ! પુણ્ય-પાપના ભાવથી તો હઠવું છે. જેમ પાપથી હઠવું છે તેમ પુણ્યથી પણ હઠવું જ છે. પુણ્ય-પાપ બેય એક જ વસ્તુ-આસ્રવ છે. યોગસારમાં આવે છે કે-(દોહા ૭૧)

“પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.”

પુણ્ય-પાપ અધિકારમાં છેલ્લે સંસ્કૃત ટીકામાં પણ આ વાત લીધી છે. ત્યાં પ્રશ્ન થયો કે-પ્રભુ! આ અધિકાર પાપનો ચાલે છે ને? એમાં આ પુણ્ય કયાં લીધું? ત્યાં કહ્યું છે કે ખરેખર તો એ પાપ જ છે. પુણ્ય છે તે વ્યવહારે પવિત્રતાનું નિમિત્ત કહેવાય, પણ ખરેખર તો એ પાપ છે. નિમિત્તનો અર્થ એ કે તે પરવસ્તુ છે, તેનાથી કાંઈ લાભ છે એમ અર્થ નથી. નિમિત્તનો અર્થ તેની ઉપસ્થિતિ છે. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય છે એટલે ઉપસ્થિતિ કહેવાય, પણ એ ઘાતક છે, દુઃખરૂપ છે.

વ્યવહાર આવે છે, હોય છે. વ્યવહારનું અસ્તિત્વ છે. વ્યવહારનયનો વિષય નથી એમ નથી. પરંતુ તે આત્માના સ્વભાવનો પર્યાયમાં ઘાતક છે. અહીં કહે છે પુણ્ય-ભાવમાં આત્માના સ્વભાવથી અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. ભગવાન આત્માનો શુદ્ધ નિર્મળ અનાકુળ આનંદરૂપ ચૈતન્યસ્વભાવ છે. અને પુણ્યના ભાવ તો દુઃખરૂપ ભાવ છે. આમાં તડજોડ-વાણિયાવેડા ન ચાલે. (અર્થાત્ તડજોડને અવકાશ નથી)

એક વાણિયાને એક કણબી પાસે પાંચ હજાર લેણા હતા. વાણિયાને મનમાં ખ્યાલ


PDF/HTML Page 848 of 4199
single page version

હતો કે કણબીની બે હજારથી વધારે ચૂકવવાની શક્તિ નથી. છતાં વાણિયાએ કહ્યું કે પૂરા પાંચ હજારથી એક પાઈ ઓછી લેવી નથી. કણબીએ કહ્યું કે એક હજારથી વધારે એક પાઈ દેવી નથી. વાણિયાને તો ખબર હતી કે કણબી પેટી-પટારા, ઘરવખરી વેચે તોપણ બે હજારથી વધારે તે આપી શકે તેમ નથી. છેવટે રકઝક કરીને આઘું-પાછું કરતાં કરતાં બંનેય બે હજારમાં પતાવવા તૈયાર થઈ ગયા. આવું આમાં કાંઈ હશે? કે થોડું નિશ્ચયવાળા ઢીલું મૂકે, થોડું વ્યવહારવાળા ઢીલું મૂકે તો બન્ને એક થઈ જાય. અરે ભાઈ! અહીં વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં છૂટછાટને અવકાશ જ કયાં છે?

અહીં તો સ્પષ્ટ વાત છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાન્ત છે. વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એ તો મિથ્યા એકાન્ત છે. સ્વભાવથી જ થાય, વિભાવથી ન થાય એ સમ્યક્ એકાન્ત છે. સમ્યક્ એકાન્ત થયા વિના વાસ્તવિક અનેકાન્તનું જ્ઞાન સાચું હોઈ શકે નહિ. શ્રીમદે પણ એ જ કહ્યું છે.

વસ્તુ અખંડ એક ધ્રુવ ચૈતન્યબિંબ છે. એમાં ઢળ્‌યા વિના સમ્યક્ એકાન્ત થતું નથી. જ્યાં સમ્યક્ એકાન્ત થયું કે જ્ઞાનમાં ત્રિકાળી ધ્રુવ જણાયો અને પર્યાયમાં જે અલ્પજ્ઞતા અને રાગની મંદતા છે તે પણ જણાયાં. આનું નામ સમ્યક્ અનેકાન્ત છે. રાગની મંદતા અને અલ્પજ્ઞતાની પર્યાયનું જ્ઞાન રહે છે, પણ તે હું છું એવી માન્યતા છૂટી જાય છે.

અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્ર-ભણતરનો વિકલ્પ-એ પુણ્યભાવ વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવ જ નથી. લાખ તે પીપળનું ઝાડ નથી અને ઝાડ છે તે લાખ નથી તેમ પુણ્ય-પાપના ભાવ તે આત્મા નથી અને આત્મા છે તે પુણ્ય-પાપના ભાવ નથી. અહાહા...! જીવમાંથી જે નીકળી જાય તે જીવ નથી. ભાઈ! ચાર ગતિના અપાર દુઃખના અંત લાવવાનો આ માર્ગ બરાબર સમજવો જોઈએ.

લાઠીમાં ઘણા વખત પહેલાં એક જુવાન છોકરીને શીતળા નીકળ્‌યા. નાની ઉંમર, બે વર્ષનું પરણેતર. દાણે દાણે ઈયળ પડેલી. બાઈ બિચારી ઘડીક આમ પડખું ફેરવે તો ઘડીક આમ ફેરવે. પવન નાખે તો ગોઠે નહિ, પાણી પીવું ગોઠે નહિ. વેદના, વેદના, વેદના; જોયું ન જાય. અઢાર સાલની ઉંમર; બિચારી બોલી-બા, મેં આવાં પાપ આ ભવે કર્યાં નથી, શું થયું આ? કયાંય સુખ નહિ, ચૈન નહિ. બિચારી રોવે, રોવે, આક્રંદ કરે. જોવાય નહિ એવું દુઃખ. અરે! એવી તીવ્ર વેદનામાં દેહ છૂટી ગયો. આવાં અનંત દુઃખ આ જીવે ભોગવ્યાં તેનાથી છૂટવાના ઉપાયની આ વાત છે. ખરેખર તો શરીર મારું માન્યું છે એ ઊંધી માન્યતાનું દુઃખ છે. સંયોગનું એને દુઃખ નથી. શરીરને અને રોગને તો આત્મા અડતોય નથી. પરંતુ શરીર મારું છે, મને રોગ થયો છે એવી વિપરીત માન્યતા એને આકુળતા અને દુઃખ ઉત્પન્ન કરે છે.


PDF/HTML Page 849 of 4199
single page version

ભાઈ! તારા દુઃખનો કાંઈ પાર નથી. શું કહીએ! બાપુ! તું મફતના મૂળામાં અનંતવાર વેચાયો છે. પહેલાં શાકવાળા શાક સાથે છોકરાને મફતમાં મૂળો આપતા. એ મૂળામાં તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે. પણ બધું ભૂલી ગયો છે. અહીં યાદ કરાવીને કહે છે કે- પ્રભુ! તું તારા ભગવાનને સંભાળ. ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદરસનો કંદ ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરીને આસ્રવ-દુઃખને ટાળ. આસ્રવ તારું સ્વરૂપ નથી. એ તો પર્યાયમાં તારી શાન્તિનો ઘાત કરનાર છે. જે ઘાત કરનાર છે તને મદદ કરનાર થાય એમ કદીય બની શકે નહિ. ભાઈ! તું ગોટાળામાં-ગૂંચવણમાં ન પડ.

શરીરમાં જેમ ક્ષયનો રોગ થાય તો બિચારો દુઃખી દુઃખી થઈ જાય. હાય, ક્ષયનો રોગ થયો! બહુ દુઃખથી પીડાય. અહીં કહે છે કે વિકાર મારો છે, પુણ્ય-પાપના શુભાશુભ ભાવ મારા છે એમ માને તેને મોટો ક્ષય લાગુ પડયો છે. પુણ્ય-પાપ ઘાતક છે, કહ્યું ને? જેમ લાખના નિમિત્તથી વૃક્ષનો ક્ષય થાય છે તેમ પુણ્ય-પાપથી આત્માની નિર્મળ અવસ્થાનો ક્ષય થાય છે. જેમ લાખ વૃક્ષનું સ્વરૂપ નથી, માત્ર વૃક્ષ સાથે નિબદ્ધ જ છે તેમ પુણ્ય-પાપના ભાવ આત્માનું સ્વરૂપ નથી, માત્ર જીવ સાથે નિબદ્ધ જ છે અને તેની શાન્તિના ઘાતક છે.

આમાં વળી બચાવ કરીને કોઈ કહે કે વ્યવહાર આવે છે તો તેનાથી આગળ (માર્ગમાં) વધાય છે તો તે વાત બરાબર નથી. ભાઈ! આ વીતરાગનો માર્ગ તો જેમ છે તેમ રહેશે, તેમાં ફેરફાર નહિ થાય. બાપુ! તું આ માર્ગનો વિરોધ ન કર. ભગવાન! આત્મા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ પ્રભુ છે. તેની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ થાય તે વિરુદ્ધ-સ્વભાવે હોવાથી ઘાતક છે. તે ભાવો તારી શાન્તિને બાળનારા છે. આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આ દ્રવ્યની વાત નથી, પર્યાયની વાત છે. દ્રવ્ય તો જેવું છે તેવું અનાદિ-અનંત ચિદ્ઘન છે. પર્યાયમાં વધ્ય થવાની લાયકાત છે, દ્રવ્યનો વધ્ય-સ્વભાવ નથી. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની ગમે તે પર્યાય હો, વસ્તુ જે અનંતગુણમાં વસેલું ચિદાનંદઘન તત્ત્વ છે એ તો એવી ને એવી ત્રિકાળ પડી છે.

પ્રવચનસાર ગાથા ર૦૦ ની ટીકામાં આવે છે કે-‘જે અનાદિ સંસારથી જ્ઞાયક- ભાવપણે જ રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે (બીજી રીતે જણાય છે) તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખાડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.’ વસ્તુ તો જ્ઞાયકભાવે ત્રિકાળ છે. હું રાગવાળો, પુણ્યવાળો ઇત્યાદિ માન્યતા તો ઊભી કરેલી છે. પુણ્યથી મને લાભ થશે એ તો મોહ વડે અન્યથા માન્યું છે; વસ્તુ એમ નથી.

કોઈ પાંચ-પચાસ લાખ રૂપિયાનું દાન આપે તો લોકો તેને ચઢાવી મારે, મોટો ધર્મધુરંધર કહે; પરંતુ ભાઈ! દાન આપવાના ભાવ તો શુભ છે, પુણ્ય-બંધનું કારણ છે.


PDF/HTML Page 850 of 4199
single page version

રાગ મંદ કરીને આપે તો પુણ્ય છે, અને જો વાહ-વાહ કરાવવા માનાર્થે આપે તો પાપ છે. એનાથી ધર્મ થાય એ વાત તો ત્રણ કાળમાં નથી. દાન આપતાં રાગ મંદ કરે તોપણ હું રાગ મંદ કરું છું એમ કર્તાપણું માને તો તે મિથ્યાત્વ છે અને હું પૈસા આપું છું એમ માને તો તે જડનો સ્વામી થાય છે. વીતરાગનો માર્ગ લોકોએ માન્યો છે એનાથી જુદો છે, ભાઈ!

અહીં કહે છે કે આવા પુણ્યના ભાવ જે છે તે ઘાતક છે અને આત્મા (પર્યાયમાં) વધ્ય છે. પરની દયા પાળવાનો ભાવ આસ્રવ છે અને તે ઘાતક છે. ગાથા ૭૨માં તેને જડ અચેતન કહેલો છે. તેમાં આવે છે કે રાગ છે તે નથી જાણતો પોતાને, નથી જાણતો પરને; અન્ય ચૈતન્ય દ્વારા તે જણાય છે. માટે એમાં ચૈતન્યપણાનો અભાવ હોવાથી તે અચેતન છે. અહીં તેને ઘાતક કહ્યો છે. ભાઈ! પુણ્યના ભાવની જગતને ખૂબ મીઠાશ છે. એ મીઠાશ જ એને મારી નાખે છે. પુણ્યના ફળમાં આબરૂ મળે, ધન-સંપત્તિ મળે. અજ્ઞાની તેથી રાજી-રાજી થઈ જાય છે. પણ અહીં કહે છે કે પુણ્યભાવની જે તને મીઠાશ છે તે ઘાતક છે. ભાઈ! તેને તું સાધક માને છે પણ તે સાધક કેવી રીતે હોય?

પ્રશ્નઃ- પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને?

ઉત્તરઃ– ભાઈ! એ તો આરોપ કરીને કથન કર્યું છે. રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપના અનુભવથી સાધક થાય ત્યારે તે ભૂમિકાનો જે મંદ રાગ છે તેને આરોપ કરીને સાધક કહ્યો છે. એ જ્ઞાન કરાવવા એને વ્યવહારથી સાધક કહેવાય છે. ધર્મ કાંઈ બે પ્રકારે નથી, ધર્મનું નિરૂપણ બે પ્રકારે છે. ચૈતન્યસ્વભાવના આશ્રયે થયેલી જે નિર્મળ દશા તે ધર્મ છે અને તે કાળે રાગને સહચર દેખીને આરોપ આપી તેને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. ખરેખર તો આસ્રવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવ જ નથી. પુણ્યનો ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ આસ્રવો હોવાથી જીવ જ નથી એમ અહીં કહે છે.

વ્યવહારરત્નત્રયનો રાગ છે તો ઘાતક, પંચાસ્તિકાયમાં તેને સાધક કહ્યો છે એ તો જ્ઞાનીના (આ) રાગમાં આરોપ કરીને વ્યવહારથી તેને સાધક કહ્યો છે. પરંતુ જેને આત્મજ્ઞાન નથી તે તો વ્યવહારમાં મૂઢ છે. તેના શુભરાગને વ્યવહાર કહેવામાં આવતો નથી.

સમયસાર ગાથા ૪૧૩માં આવે છે-‘જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી.’ અહીં ત્રણ બોલ કહ્યા છે.

રાગની મંદતાનું આચરણ અનાદિથી છે. નિગોદ અવસ્થામાં પણ જીવને પુણ્ય-


PDF/HTML Page 851 of 4199
single page version

પરિણામ થાય છે, છતાં તે વ્યવહાર નથી. જેણે નિજ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ કર્યું નથી તેને એકલો પરાશ્રિત ભાવ છે. તે મૂઢ જેવો છે. તેને વ્યવહારમૂઢ કેમ કહ્યો? તો કહે છે કે તે એકલો રાગની મંદતાની રુચિમાં જ પડયો છે અને સ્વાશ્રિત એવા નિશ્ચયમાં તે અનારૂઢ છે. આ પ્રમાણે અનાદિરૂઢ તે વ્યવહારમાં મૂઢ છે. હવે તે મૂઢતા ત્યાગીને વ્યવહારનો જાણનારો કયારે થાય? સ્વદ્રવ્યનો-સ્વરૂપનો આશ્રય લઈને સમ્યક્ત્વાદિ પ્રગટ કરતાં તે વ્યવહારનો જાણનાર રહે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ જે ચૈતન્યમય વસ્તુ તેનો આશ્રય કરતાં જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થયાં તે વ્યવહાર-વિમૂઢ નથી. તેને વ્યવહાર છે ખરો, પણ તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આમ વાત છે.

શુભાશુભ બંને ભાવ આસ્રવ છે, અને આસ્રવ છે તે સ્વરૂપનો ઘાતક છે. નિશ્ચયમાં જે આરૂઢ છે તેને પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે અને તેને આરોપ આપીને (નિશ્ચયનો ઉપચાર કરીને) સાધક કહેવામાં આવે છે. જ્ઞાની તેને યથાર્થપણે જાણી લે છે. અજ્ઞાનીના શુભરાગને તો આરોપથી પણ સાધક કહી શકાતો નથી.

પ્રશ્નઃ- વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને?

ઉત્તરઃ– હા, પણ કોનો વ્યવહાર અને કયો વ્યવહાર? જેને અંતરમાં આત્મદર્શન થયું છે, સ્વાશ્રયથી-નિજ ચૈતન્યના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે જે ખરેખર આગળ જતાં મોક્ષનો સાધક છે, તેને જે રાગ (વ્યવહાર) બાકી છે તે રાગપરિણામમાં ઉપચાર કરીને તેને વ્યવહારથી પરંપરા કારણ કહેલ છે; કેમકે એના શુભમાં અશુભ ટળ્‌યો છે. એ છે તો બાધક જ-એમ સમજવું. નિયમસાર ગાથા ૨ ની ટીકામાં આવે છે કે-નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.’ મોક્ષ અને મોક્ષમાર્ગને રાગની મંદતાની, ભેદની કે પરની કોઈ અપેક્ષા નથી. એ તો પરમ નિરપેક્ષ છે.

વળી જેને ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ જ થઈ નથી તેના શુભભાવમાં અશુભ ટળ્‌યો જ નથી, કેમકે તેને મિથ્યાદર્શનનું મહા અશુભ તો ઊભું જ છે. તેની તો રુચિ જ શુભભાવમાં પડી છે તેથી તેના શુભરાગને વ્યવહારથી પણ સાધક કહેતા નથી. માટે પર્યાયમાં જે શુભાશુભ રાગ થાય છે તે સ્વભાવના ઘાતક છે અને વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવનિબદ્ધ છે, તોપણ જીવ નથી એમ નિશ્ચય કરવો. આ એક બોલ થયો.

હવે બીજો બોલઃ-- ‘આસ્રવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે.’ જુઓ! આસ્રવો મૃગીના રોગની જેમ વધતા-ઘટતા છે.


PDF/HTML Page 852 of 4199
single page version

શુભભાવ વધે વળી ઘટે, તે જ પ્રમાણે અશુભ ભાવ પણ વધે વળી ઘટે. યૌવનાવસ્થામાં અશુભભાવ વધે, વળી વૃદ્ધાવસ્થામાં ઘટે. તેમ શુભભાવ પણ વધે અને ઘટે. અહા! વધ-ઘટપણું એ આસ્રવોનું લક્ષણ છે. જેમ કોઈને દશ લાખની મૂડી હોય તે છેલ્લે વિચાર કરે કે એમાંથી પાંચ લાખ શુભમાં દાનમાં આપું. પરંતુ દીકરાને વાત કરે ત્યાં દીકરો પૂછે-બાપુજી, મારા માટે શું? એટલે બાપાનો દાનનો ભાવ ઘટી જાય. આ પ્રમાણે વધે અને ઘટે એ આસ્રવોનું લક્ષણ છે. તેથી આસ્રવો અધ્રુવ છે, પુણ્ય-પાપના ભાવ અધ્રુવ છે. ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આમ બંનેનો ભેદ જાણીને જે ધ્રુવને અવલંબ્યો તેને આત્મા વિજ્ઞાનઘન થાય છે અને તે જ કાળે તે આસ્રવોથી નિવર્તે છે.

શુભાશુભ ભાવ વધતા-ઘટતા થતા હોવાથી અધ્રુવ છે. કોઈ વાર સંસાર ઉપર વૈરાગ્ય થઈ જાય અને સંસારનો રાગ મોળો પડી જાય. તો વળી કાંઈક બાહ્ય અનુકૂળતા વધે અને બહાર માન, મોટપ મળવા માંડે તો પાછો રાગ વધી જાય. આ પ્રમાણે આસ્રવો અધ્રુવ છે અને ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા એક ધ્રુવ, ધ્રુવ છે. અહાહા...! જેમાં રાગ નહિ, પર્યાય નહિ, ભેદ નહિ એવો અખંડ એકરૂપ ચૈતન્યમાત્ર આત્મા જ ધ્રુવ છે. આ પ્રમાણે અધ્રુવથી ભિન્ન પડીને ધ્રુવ ચૈતન્યવસ્તુમાં એકાગ્ર થવું તેનું નામ ધર્મ છે. આ બીજો બોલ થયો.

ત્રીજો બોલઃ- હવે આ ત્રીજો બોલ અનિત્યનો બોલ છે. અધ્રુવ અને અનિત્યમાં ફેર છે. અધ્રુવમાં વધ-ઘટપણું છે અને અનિત્યમાં એક પછી એક છે. ‘આસ્રવો શીતદાહ-જ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.’

અધ્રુવમાં ભાવોની વધ-ઘટની અપેક્ષા છે, અનિત્યમાં એક પછી એક અનુક્રમની અપેક્ષા છે. અનુક્રમ એટલે-જેમ ટાઢિયા તાવ વખતે ઉષ્ણ જ્વર ન હોય અને ઉષ્ણજ્વર વેળા ટાઢિયો તાવ ન હોય તેમ શુભભાવ વખતે અશુભ ન હોય અને અશુભભાવ વખતે શુભ ન હોય. આ પ્રમાણે શુભ-અશુભ ભાવો અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. હિંસાના ભાવ હોય ત્યારે દયાના પરિણામ ન હોય અને દયાના પરિણામ હોય ત્યારે હિંસાનો ભાવ ન હોય. આમ અનુક્રમે થતા, પલટતા રહેતા, નાશ પામતા આસ્રવો અનિત્ય છે. અને વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો આત્મા જ નિત્ય છે. ચિદાનંદઘન-સ્વરૂપ ભગવાન આત્મા સદા એકરૂપ હોવાથી નિત્ય છે.

રાગભાવનો હું કર્તા અને રાગ મારું કર્મ એમ માનવું એ મિથ્યાત્વ છે. તે આસ્રવ છે, અનિત્ય પરિણામ છે. અને ચૈતન્યઘન નિત્યાનંદ પ્રભુ આત્મા એનાથી ભિન્ન નિત્ય છે. આવા રાગથી ભિન્ન નિત્યસ્વરૂપ આત્માને જાણવો-અનુભવવો તે ભેદજ્ઞાન છે. જ્ઞાનીને રાગ આવે પણ તેના સ્વામીપણે તે પરિણમતો નથી. તે રાગને અનિત્ય જાણીને તેમાં રહેતા નથી પણ તેનાથી ભેદ પાડીને જ્ઞાનમાં રહે છે.


PDF/HTML Page 853 of 4199
single page version

‘વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.’ જુઓ, ‘જ’ કહીને એકાન્ત કર્યું છે. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે એમ નથી કહ્યું. નિત્ય છે તે એકાન્ત નિત્ય જ છે, અનિત્ય છે તે એકાન્ત અનિત્ય જ છે. આખા સમગ્ર દ્રવ્યની વ્યાખ્યા કરવી હોય તો ત્યાં કથંચિત્ નિત્ય કથંચિત્ અનિત્ય છે એમ કહેવાય. પણ દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય નિત્ય જ છે અને પર્યાય અનિત્ય જ છે. આસ્રવો અનિત્ય છે અને આત્મા ચૈતન્યઘન નિત્ય છે. ત્યાં નિત્યાનંદ ચૈતન્યઘન પ્રભુ નિત્યમાં દ્રષ્ટિ લગાડવાથી ભેદજ્ઞાન થતાં આસ્રવનો હું કર્તા અને આસ્રવ મારું કર્મ એવી કર્તા- કર્મપ્રવૃત્તિનો અભાવ થાય છે. આ પ્રમાણે આસ્રવો-શુભાશુભ બન્નેય ઘાતક, અધ્રુવ અને અનિત્ય છે અને ભગવાન આત્મા વધ્ય, ધ્રુવ અને નિત્ય છે એમ ત્રણ બોલ થયા. આ બન્ને વચ્ચે ભેદજ્ઞાન કરતાં આસ્રવો છૂટી જાય છે. હવે ચોથો બોલ-

ચોથો બોલઃ- ‘જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે.’

મુનિવરો વીતરાગી સંતોએ કેવો દાખલો આપ્યો છે! વિષયસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ કામની વાસનાના દારુણ સંસ્કાર છૂટી જાય છે, કોઈથી રોકી શકાતા નથી. તેમ કર્મોદય છૂટી જાય ત્યારે આસ્રવોનો નાશ થાય છે. કર્મના ઉદયના નિમિત્તે જે આસ્રવો થાય છે તે નિમિત્ત મટી જતાં છૂટી જાય છે. કોઇથી શુભાશુભ પરિણામો રોકી રાખી શકાતા નથી. માટે આસ્રવો- પુણ્યપાપના ભાવો અશરણ છે. જુઓ! શુભભાવ પણ અશરણ છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અશરણ છે, કારણ કે ઉદયનું ખરી જવું કોઈથી રોકી શકાતું નથી. આપોઆપ-પોતાથી જ રક્ષિત એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. અહાહા...! ભગવાન આત્મા આપોઆપ પોતાથી જ રક્ષિત છે. એને રાખવો પડે એવું કયાં છે? એ તો રક્ષિત જ છે. શ્રીમદ્માં આવે છે કે-

સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યની રક્ષક્તા ઉપર લક્ષ રાખો.
પરદ્રવ્યની ધારક્તા ત્વરાથી તજો.

PDF/HTML Page 854 of 4199
single page version

પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.
પરદ્રવ્યની ગ્રાહક્તા ત્વરાથી તજો.
પરભાવથી વિરક્ત થા.

અહીં કહે છે કે આનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ આપોઆપ જ રક્ષિત છે. તેની દ્રષ્ટિ થાય ત્યારે તે રક્ષિત છે એમ જણાય છે. અહાહા...! નિત્યાનંદ પ્રભુ પોતે અનાદિ-અનંત સ્વયં રક્ષાયેલો છે તેની દ્રષ્ટિ કરે ત્યારે પર્યાયમાં પોતે રક્ષિત છે એનું ભાન થાય છે અને ત્યારે આત્મા શરણરૂપ થતાં અશરણ એવા આસ્રવોથી પોતે નિવર્તે છે. ભાઈ! આવા શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની દ્રષ્ટિ થયા વિના એકલું બાહ્ય આચરણ-વ્રત, નિયમ, સંયમ ઇત્યાદિ થોથે થોથાં છે.

માણસોને લાગે કે-અરે! બાયડી છોડી, ઘર છોડયું, દુકાન છોડી, બધું છોડયું. તો ય કાંઈ નહિ? હા ભાઈ! કાંઈ નહિ. એ તો બધી બાહ્ય ચીજો છે, અને અંદરમાં તે વખતે જે રાગ છે તે શુભભાવ છે. તે કાંઈ ધર્મ નથી. ભાઈ! દયા, દાન, વ્રત ઇત્યાદિ પરિણામ તે પરદ્રવ્યના પરિણામ છે, રાગ છે. તે અધ્રુવ, અનિત્ય અને અશરણ છે એમ અહીં કહ્યું છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં રાગની ઉત્પત્તિને હિંસા કહી છે અને રાગની અનુત્પત્તિ તે અહિંસા છે એમ કહ્યું છે. અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદનો નાથ જે પ્રભુ છે તેનો આશ્રય લેતાં જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે અહિંસા છે, તે શરણ છે, ધર્મ છે. ચાર બોલ થયા.

હવે પાંચમો બોલઃ- ‘આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે.’

ગાથા ૪પની ટીકામાં કહ્યું છે કે-‘અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે, અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ આકુળતા-લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે.’

આમ આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવો દુઃખરૂપ છે. અહા! જે દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થઈ શકે? શુભરાગને સાધન કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું ઉપચાર કથન છે; ખરેખર તે સાધન છે એમ નથી. જેમ ઉપાદાનની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ-જેમ ઘડાની પર્યાયનો કર્તા કુંભાર નથી-તેમ વિકારી પર્યાયનો કર્તા પર નથી. અને જે નિર્વિકારી પર્યાય થઈ તેનું સાધન (શુભરાગ) વિકારી પર્યાય નથી. જેમ ઘડો


PDF/HTML Page 855 of 4199
single page version

પોતાથી જ થયો છે તેમ નિર્મળ અવસ્થા પોતાથી જ થઈ છે, રાગની મંદતા છે માટે થઈ છે એમ નથી. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં શું થાય?

કહે છે કે ભગવાન આત્મા સદા નિરાકુળ સ્વભાવવાળો હોવાથી સુખરૂપ છે. અહાહા...! ચૈતન્યઘન વસ્તુ સદા સુખરૂપ છે. અરે! સુખ માટે ઝાવાં નાખનારને સુખ કયાં છે એની ખબર નથી! બિચારો પૈસામાં, આબરૂમાં, મકાનમાં, ભોગમાં, પુણ્યમાં ઇત્યાદિમાં સુખ શોધ્યા કરે પણ કયાંથી મળે? જ્યાં છે નહિ ત્યાં કયાંથી મળે? પુણ્ય અને પાપના ભાવ તો દુઃખરૂપ છે. અને એના ફળમાં પ્રાપ્ત બાહ્ય સામગ્રી પણ દુઃખમાં નિમિત્ત છે. આ પુણ્યના ફળમાં ચક્રવર્તી આદિ પદ મળે તોપણ એ તો એક બાહ્ય ચીજ છે, તેના તરફનો જે રાગ છે તે દુઃખરૂપ છે. ભગવાન આત્મા એક જ સુખસ્વરૂપ છે. તેથી જેને સુખ જોઈતું હોય તેણે નિજ ચૈતન્યસ્વભાવી આત્મામાં જ શોધવું પડશે. ત્યાંથી સુખ મળશે. પરંતુ પુણ્ય-પાપના ભાવમાંથી કે સંયોગી પદાર્થોમાંથી કદીય સુખ નહિ મળે.

ભગવાન આત્મા સદાય નિરાકુળ આનંદસ્વરૂપ છે. તે સ્વરૂપના આશ્રયે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ જે ધર્મ પ્રગટે તે સુખરૂપ દશા છે. પરંતુ બાહ્ય વ્યવહાર જે દુઃખરૂપ છે તેના આશ્રયે સુખ પ્રગટ ન થાય. ભાઈ! આ વીતરાગનો માર્ગ લોકો માને છે એનાથી બહુ જુદો છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે આત્મવ્યવહાર છે. જે રાગભાવ છે તે આત્મવ્યવહાર નથી, એ તો મનુષ્યવ્યવહાર છે, સંસારીનો વ્યવહાર છે. પ્રવચનસાર ગાથા ૯૪ ની ટીકામાં કહ્યું છે કે-અવિચલિત-ચેતનાવિલાસમાત્ર આત્મ-વ્યવહાર છે અને જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે તે મનુષ્યવ્યવહાર છે. અહાહા! શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન નિર્મળ વિશુદ્ધિ તે આત્મવ્યવહાર છે અને તે સુખદશા છે. બાહ્ય વ્યવહાર જે દુઃખરૂપ છે તે કારણ અને આનંદ પ્રગટે તે કાર્ય એમ કદીય હોઈ શકે નહિ. આનંદમૂર્તિ જે ત્રિકાળી ભગવાન અંદર પડયો છે તેને કારણપણે ગ્રહતાં (તેનો આશ્રય કરતાં) આનંદ પ્રગટે છે.

ભાઈ! જન્મ-મરણના અંત લાવવા હોય એને તો આ સમજવું પડશે. મુંબઈના દરિયાના પાણી ઉપર બગલા ઉડતા ઉડતા ઘણે દૂર સુધી જાય છે. કોઈને પૂછયું કે આ કેટલે દૂર જતાં હશે? તો કહે કે વીસ વીસ માઈલ સુધી માછલા પકડવા ચાલ્યા જાય છે. જુઓ! આ પરિણામ! એના ફળમાં અહીંથી છૂટી નરકમાં ચાલ્યા જશે. દુઃખના સ્થાનમાં અવતાર થશે. માટે ભાઈ! હમણાં જ ચેત. પરિભ્રમણ જ ન રહે એવા ભાવને પ્રગટ કર. અહાહા...! જેમાં પરિભ્રમણ નહિ અને પરિભ્રમણનો ભાવ પણ નહિ એવા નિત્યાનંદસ્વરૂપની સમીપ જા; તને પરિભ્રમણ મટશે. પર્યાયમાં આ જે રાગ છે તે દુઃખરૂપ છે. એનાથી ખસી અનાકુળસ્વભાવી ત્રિકાળી આનંદના નાથ પાસે જા; તને આનંદ થશે, સુખ થશે, શાન્તિની ધારા પ્રગટશે, તૃપ્તિ થશે. જો ને! પાંચમી ગાથામાં આચાર્ય ભગવાન સ્વયં


PDF/HTML Page 856 of 4199
single page version

કહે છે કે અમારા સ્વાનુભવમાં પ્રચુર આનંદની મુદ્રા છે, આનંદની છાપ છે. સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલો અનુભવ અનાકુળ આનંદની મહોર સહિત હોય છે.

સદાય નિરાકુળ સ્વભાવવાળો હોવાથી જીવ જ સુખરૂપ છે. ત્યારે કોઈ કહે આ તો એકાંત થઈ ગયું. કથંચિત્ સુખરૂપ અને કથંચિત્ દુઃખરૂપ-એમ કહો ને? ભાઈ! એ અનેકાન્તનું સ્વરૂપ નથી. આત્મા એકાન્ત સુખરૂપ છે અને દુઃખરૂપ બીલકુલ નથી એનું નામ અનેકાન્ત છે. ભાઈ! સુખના પંથે ચઢવું હોય તો સંયોગ અને સંયોગીભાવથી ખસી જા અને એકાન્ત સુખસ્વરૂપ આત્મામાં નિમગ્ન થઈ જા. અહાહા...! અનાકુળ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્ર થયો કે તરત જ દુઃખનો અભાવ થઈ સુખ પ્રગટ થાય છે. જે કાળે સુખ પ્રાપ્ત થાય છે તે જ કાળે દુઃખનો અભાવ થાય છે અને જે કાળે દુઃખનો અભાવ થાય છે તે જ કાળે સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિનો સમકાળ છે.

ત્યાં વળી કોઈ કહે છે કે ચારિત્ર તો ખાંડાની ધાર પર ચાલવા જેવું અને મીણના દાંત લોઢાના ચણા ચાવવા જેવું કઠણ (કષ્ટસાધ્ય) છે. ભાઈ! તું શું કહે છે? તને ચારિત્રના સ્વરૂપની ખબર નથી. ચારિત્ર તો દુઃખના અભાવરૂપ અતિ સુખદાયક આત્માનો પરિણામ છે. કષ્ટસાધ્ય છે એમ શાસ્ત્રમાં આવે છે ત્યાં કષ્ટનો અર્થ તો પુરુષાર્થ થાય છે. અંતરનો ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વભાવમાં ઢળી જા એમ ત્યાં આશય છે. મહા કષ્ટે એટલે મહા પુરુષાર્થ કરીને પણ શાતાશીળિયાપણું (પ્રમાદ) છોડી દે અને આત્મ-રમણતારૂપ આનંદદાયી ચારિત્ર સાધી લે-આમ પ્રબળ પુરુષાર્થની પ્રેરણાની એમાં વાત છે, પણ ચારિત્ર કષ્ટદાયી છે એમ વાત નથી. જુઓ પાંચ બોલ આવી ગયા.

૧. પુણ્ય-પાપના ભાવ ઘાતક છે અને આત્મા (પર્યાય) વધ્ય-ઘાત થવા યોગ્ય છે. ૨. પુણ્ય-પાપના ભાવ વધતા-ઘટતા છે તેથી અધ્રુવ છે, અને ભગવાન આત્મા ધ્રુવ છે.

૩. પુણ્ય-પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થાય છે માટે અનિત્ય છે, અને ભગવાન આત્મા એકરૂપ નિત્ય છે.

૪. રાગાદિભાવ નિમિત્તના લક્ષે થાય છે તેથી અશરણ છે, અને આનંદઘન પ્રભુ આત્મા શરણ છે.

પ. શુભાશુભ ભાવ દુઃખરૂપ છે, અને ભગવાન આત્મા સહજ સુખસ્વરૂપ છે, હવે છઠ્ઠો બોલ-

‘આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે.’ આ પુણ્ય-પાપના ભાવો આગામી કાળમાં આકુળતા ઉપજાવનારા છે. એટલે શું? કે આ પુણ્યના ભાવથી જે પુણ્ય બંધાયું તેના ફળરૂપે


PDF/HTML Page 857 of 4199
single page version

આગામી કાળમાં સંયોગ મળશે. તે સંયોગ ઉપર લક્ષ જશે એટલે રાગ જ-દુઃખ જ થશે. જુઓ, વર્તમાન જે પુદ્ગલકર્મ બંધાય તેનો આસ્રવ હેતુ છે. અને તે પુદ્ગલ-પરિણામ ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન કરનાર છે. અહીં એમ લીધું છે કે શુભભાવ એ ભવિષ્યમાં દુઃખ આપનાર પુદ્ગલપરિણામનો હેતુ છે. ભાઈ! રાગની દિશા પર તરફ છે અને ધર્મની સ્વ તરફ. માટે શુભભાવ ધર્મનું સાધન થાય એમ હોઈ શકે જ નહિ.

અહાહા...! વર્તમાન શુભભાવ છે તે સ્વયં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામનો હેતુ હોવાથી દુઃખફળરૂપ છે. ગજબ વાત છે! વર્તમાન શુભભાવ છે તે રાગ છે અને તેથી દુઃખ છે અને ભવિષ્યના દુઃખફળરૂપ છે. સમકિતીને પણ જે રાગ-શુભભાવ આવે તે પુદ્ગલપરિણામના (પુણ્યના) બંધનું કારણ છે અને એ જે પુદ્ગલકર્મ બંધાયાં તે ભવિષ્યમાં દુઃખનું કારણ છે.

અશુભરાગ હોય તે વર્તમાન અશાતાવેદનીય આદિ પુદ્ગલપરિણામના બંધનો હેતુ છે અને તે પુદ્ગલપરિણામ ભવિષ્યમાં દુઃખનું કારણ થશે. શુભભાવ જે છે તેનાથી શાતા-વેદનીય આદિ પુદ્ગલપરિણામ બંધાશે. તેના ઉદયના નિમિત્તે ભવિષ્યમાં જે અનુકૂળ સામગ્રી મળશે તેના ઉપર લક્ષ જશે એટલે રાગ થશે, દુઃખ થશે; કેમકે રાગ સ્વરૂપથી જ દુઃખરૂપ છે.

પ્રશ્નઃ- શુભરાગને વ્યવહારે સાધક કહેવામાં આવેલો છે ને?

ઉત્તરઃ– હા, શુભરાગને વ્યવહારથી ઉપચાર કરીને સાધક કહેવામાં આવે છે પણ તે ઉપચારમાત્ર જ સમજવું. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭ માં આવે છે કે-

‘दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।’

મુનિરાજને નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ બન્ને સાથે ધ્યાનમાં નિયમથી પ્રગટ થાય છે. નિશ્ચય તે વીતરાગી નિર્મળ પર્યાય છે અને વ્યવહાર તે રાગની પર્યાય છે. બન્ને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એટલે કે ચિન્માત્ર દ્રવ્યસ્વરૂપનો આશ્રય લેતાં જે નિર્મળ દશા પ્રગટ થઈ એટલો નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે જ કાળે જે રાગ છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. છે તો તે બંધનું કારણ, પણ નિશ્ચયનો સહચર દેખી, નિમિત્ત ગણી ઉપચાર કરીને તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.

ભાઈ! આ છઠ્ઠો બોલ ઝીણો છે. પાંચમા બોલમાં આસ્રવો વર્તમાન દુઃખરૂપ છે એમ કહ્યું, અને છઠ્ઠા બોલમાં અહીં એમ કહે છે કે આસ્રવો ભવિષ્યમાં દુઃખના કારણરૂપ છે. કારણ કે શુભભાવથી શાતાવેદનીય આદિ પુણ્યની જે ૪૨ પ્રકૃતિ છે તે બંધાય અને ભવિષ્યમાં તેનો ઉદય આવે ત્યારે ધન- દોલત, આબરૂ ઇત્યાદિ અનેક સામગ્રી મળશે. ત્યારે એના પર લક્ષ જશે એટલે રાગ થશે અને રાગ થશે એટલે દુઃખ થશે, કેમકે રાગ દુઃખસ્વરૂપ જ છે.


PDF/HTML Page 858 of 4199
single page version

પ્રશ્નઃ- તીર્થંકરનામકર્મની પ્રકૃતિ બંધાય તે ભવિષ્યમાં કયાં દુઃખનું કારણ છે? ઉત્તરઃ– તીર્થંકરનામકર્મનો જે બંધ છે તે જીવ જ્યારે શુભાશુભ ભાવનો સંપૂર્ણ નાશ કરી પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન ઉપજાવશે ત્યારે ઉદયમાં આવે છે. (માટે ત્યાં એ પ્રશ્ન જ નથી.) પ્રશ્નઃ– પુણ્યાનુબંધી પુણ્ય બંધાય એવા પરિણામ સુખરૂપ છે કે નહિ? ઉત્તરઃ– ગમે તે પુણ્યના પરિણામ હો, વર્તમાનમાં તે દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખના કારણરૂપ છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ ભાવિમાં આકુળતા થવામાં નિમિત્ત છે, પરંતુ આત્માની શાંતિ-સમાધિનું નિમિત્ત નથી. પ્રશ્નઃ- પુણ્યના ફળમાં લક્ષ્મી-સંપત્તિ આદિ મળે તો તે ધર્મ કરવામાં સાધન થાય. કેમ એ બરાબર છે ને?

ઉત્તરઃ– ના, એ બરાબર નથી. કહ્યું ને કે પુણ્યભાવના ફળમાં જે પુદ્ગલકર્મ બંધાય તેના નિમિત્તે ભવિષ્યમાં આબરૂ, સંપત્તિ આદિ સાનુકૂળ સંયોગો મળે અને તે સંયોગોના લક્ષે રાગ જ થાય, દુઃખ જ થાય. તે સંયોગો કાંઈ આત્માની શાન્તિ-સમાધિનાં નિમિત્ત નથી. પરવસ્તુ કાંઈ ધર્મનું સાધન નથી. સંયોગો પ્રત્યેનો રાગ મટાડી, તેનાથી નિવૃત્ત થઈ અંદર આત્મામાં-શુદ્ધ ચિદાનંદઘન વસ્તુમાં પ્રવૃત્ત થાય ત્યારે ધર્મ થાય છે. ભાઈ! વીતરાગનો માર્ગ લોકો માને છે તેનાથી જુદો છે. અહો! દિગંબર સંતોની શૈલિ ગજબ છે! સત્યને સિદ્ધ કરવાની શું અલૌકિક શૈલી છે! વ્યવહાર છે, પણ તે શુભરાગ કાંઈ ધર્મનું સાધન નથી. પરમાત્મપ્રકાશમાં આવે છે કે નિશ્ચયનું નામ વીતરાગ છે, વ્યવહારનું નામ સરાગ છે. સરાગને નિશ્ચયનું-વીતરાગનું સાધન કહેવું એ ઉપચાર છે, આરોપિત કથન છે. અહીં તો સ્પષ્ટ કહે છે કે વર્તમાન સરાગતા છે તે ભવિષ્યમાં દુઃખનું કારણ એવા પુદ્ગલપરિણામનો હેતુ છે. વ્યવહારરત્નત્રયના પરિણામને સાધક કહ્યો છે એ તો ઉપચારથી કથન કર્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને સાધક કહ્યો છે, પણ સાધક બે પ્રકારના છે એમ નથી. સાધકનું નિરૂપણ બે પ્રકારે છે. જેમ મોક્ષમાર્ગ બે પ્રકારનો નથી, તેનું નિરૂપણ બે પ્રકારથી છે તેમ સાધક બે પ્રકારના નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. શુભરાગને વ્યવહારથી સાધકનો આરોપ આપ્યો છે, ખરેખર તે સાધક છે નહિ. જેમ સમકિતીને નિશ્ચય સમ્યગ્દર્શન છે તેની સાથે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે તેને વ્યવહાર સમકિત કહ્યું. પણ એ વ્યવહાર સમકિત કાંઈ સમકિતની- શ્રદ્ધાનની પર્યાય નથી. એ તો રાગની પર્યાય છે. પણ નિશ્ચયનો સહચર દેખી, નિમિત્ત ગણીને, ઉપચાર કરીને તેને સમકિત કહેવામાં આવેલ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું લક્ષણ આ રીતે જાણવું. વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થશે એવા એકલા (મિથ્યા)


PDF/HTML Page 859 of 4199
single page version

વ્યવહારવાળાના વ્યવહારને તો કોઈ આરોપ લાગુ જ પડતો નથી. આવી વાત છે. આ છઠ્ઠો બોલ ઘણો ગંભીર છે!

અરે! લોકોએ-અજ્ઞાનીઓએ વીતરાગ માર્ગને તોડ-ફોડ કરીને ચૂંથી નાખ્યો છે! પરાશ્રયથી જે ભાવ થયો તે રાગ છે, આસ્રવ છે, દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. પરંતુ એને ચૂંથવા માંડે અને કહે કે આમ (શુભભાવ) કરતાં કરતાં ધર્મ થશે. પણ વસ્તુસ્થિતિ એમ નથી. ભાઈ! આ બોલમાં અહીં સ્પષ્ટ કહ્યું છે કે આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળ છે, દુઃખ જેમનું ફળ છે એવા છે.

‘જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે’. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ જ્ઞાતા-દ્રષ્ટા નિર્વિકલ્પ નિરાકુળ આનંદસ્વરૂપ ભગવાન છે; તે સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તેનો જીવ હેતુ નથી, તેનો હેતુ તો શુભભાવ છે. ઇન્દ્ર-અહમિંદ્ર, ચક્રી આદિ ભવ મળે તે ભવ આકુળતા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે, આત્માની શાંતિ-સમાધિનું નહિ. જીવ જ સમસ્ત પુદ્ગલ-પરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે.

ભાઈ! વીતરાગનો માર્ગ ઘણો નિર્મળ, સ્વચ્છ છે. પણ લોકોએ પોતાની મતિ- કલ્પનાથી ઊંધા અર્થ કરીને ચૂંથી નાખ્યો છે. પુદ્ગલપરિણામ જે ૧૪૮ કર્મપ્રકૃતિના ભેદો છે તે કર્મ પરિણામનો જીવ અહેતુ છે. જીવને લઈને કોઈ કર્મની પ્રકૃતિ બંધાય છે એમ છે જ નહિ. જીવ તો એક જ્ઞાયકભાવ છે. તે કોઈપણ પ્રકૃતિના બંધનો હેતુ થાય એવું એનું સ્વરૂપ નથી.

આ અધિકારની ગાથા ૧૦પમાં કહ્યું છે કે-“આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાન- ઘનસ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.”

જુઓ, જડકર્મ આત્માએ કર્યું એ ઉપચાર કથન છે. ખરેખર તો જીવ પોતાના અજ્ઞાનનો કર્તા છે, પુદ્ગલપરિણામનો કર્તા નથી. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે આત્મા ખરેખર સ્વભાવની દ્રષ્ટિથી જોતાં કોઈ પણ પ્રકૃતિના બંધનું નિમિત્ત નથી, ચિન્માત્ર વસ્તુ જ્ઞાયકભાવરૂપ આત્મા નિમિત્ત કેમ થાય? માટે અહીં કહે છે કે જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદ-સ્વભાવી જે ધ્રુવ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા કોઈ પુદ્ગલ-


PDF/HTML Page 860 of 4199
single page version

પરિણામનો હેતુ નથી; માટે તે દુઃખરૂપ નથી, પરંતુ વર્તમાનમાં પણ એકાંત સુખરૂપ છે અને ભવિષ્યના સુખફળરૂપ છે.

હવે કહે છે-‘આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે એવો, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.

આસ્રવો અને આત્માનું અહીં છ પ્રકારે ભેદજ્ઞાન કરાવ્યું-

૧. આસ્રવો ઘાતક છે, પર્યાય વધ્ય છે. ૨. આસ્રવો અધ્રુવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે. ૩. આસ્રવો અનિત્ય છે, ભગવાન આત્મા જ નિત્ય છે. ૪. આસ્રવો અશરણ છે, ભગવાન આત્મા જ શરણ છે. પ. આસ્રવો દુઃખરૂપ છે, ભગવાન આત્મા જ અદુઃખરૂપ છે. ૬. આસ્રવો પુણ્ય-પાપ બંધના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે, ભગવાન આત્મા જ પુણ્ય-

પાપ બંધનો અહેતુ હોવાથી અદુઃખફળરૂપ છે.

આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં વેંત જ, ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાયકનું ભાન થતાં વેંત જ જેનામાં કર્મનો વિપાક શિથિલ-ઢીલો પડી ગયો છે તે આત્મા આસ્રવોથી-મિથ્યાત્વથી નિવૃત્ત થઈ જાય છે.

જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થઈ જતાં જેમ સૂર્યનો પ્રકાશ દિશાઓમાં સર્વત્ર વિસ્તરે છે, દિશાઓ નિર્મળ થઈ જાય છે તેમ અમર્યાદિત જેનો વિસ્તાર છે એવા આત્માની સહજ જ્ઞાનકળા ખીલી જાય છે. ઇન્દ્રિયથી, કર્મથી, રાગથી જ્ઞાનને ભિન્ન પાડતાં જ્ઞાનનો વિકાસ થઈને જ્ઞાન વિજ્ઞાનઘન થઈ ગયું, અને પુદ્ગલ કર્મ ઢીલું પડીને અભાવરૂપ થઈ ગયું. પોતાની સહજ ચિત્શક્તિ વડે પોતે જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, દ્રઢ જામી ગયો. અહાહા...! વસ્તુ તો વિજ્ઞાનઘન છે. ભેદજ્ઞાનના બળે પોતે પર્યાયમાં જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.

બહારનું જ્ઞાન ઓછું-વત્તુ હોય તેની સાથે અહીં સંબંધ નથી. અહીં તો વસ્તુ આત્મા જે મૂળ વિજ્ઞાનઘનસ્વભાવ છે તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરીને પર્યાયમાં જે વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એની વાત છે. રાગથી ભિન્ન પડતાં જ્ઞાનમાં જ્ઞાન જામ્યું અને ત્યાં કર્મબંધ શિથિલ થઈ ગયા અને આસ્રવો ગળી ગયા. અહાહા! વિજ્ઞાન-ઘનસ્વભાવ થતો જાય છે એમ કહીને અંતર્મુખ પુરુષાર્થની વાત કરી છે. જુઓ! કર્મ ઘટવા માંડે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે એમ નથી કહ્યું. જ્ઞાનમાં એકાગ્ર થતાં