Shastra Swadhyay (Gujarati). 2. navpadArthpuravk mokshmArg prapanch varNan; NiyamsAr; 1. jiv adhikAr; 2. ajiv adhikAr; 3. shuddhbhav adhikAr.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 12

 

Page 69 of 214
PDF/HTML Page 81 of 226
single page version

background image
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ હોય ન જીવને;
સુરનરપ્રમુખ ગતિનામનો હદયુક્ત કાળ જ હોય છે. ૧૯.
જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવો જીવ સહ અનુબદ્ધ છે;
તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦.
ગુણપર્યયે સંયુક્ત જીવ સંસરણ કરતો એ રીતે
ઉદ્ભવ, વિલય, વળી ભાવ-વિલય, અભાવ-ઉદ્ભવને કરે. ૨૧.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, નભ ને અસ્તિકાયો શેષ બે
અણકૃતક છે, અસ્તિત્વમય છે, લોકકારણભૂત છે. ૨૨.
સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણા પરિણમનથી
છે સિદ્ધિ જેની, કાળ તે ભાખ્યો જિણંદે નિયમથી. ૨૩.
રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે,
છે મૂર્તિહીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪.
જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, ૠતુ અને
જે અયન ને વર્ષાદિ છે, તે કાળ પર-આયત્ત છે. ૨૫.
‘ચિર’ ‘શીઘ્ર’ નહિ માત્રા વિના, માત્રા નહીં પુદ્ગલ વિના,
તે કારણે પર-આશ્રયે ઉત્પન્ન ભાખ્યો કાળ આ. ૨૬.
છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે,
કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭.
સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને,
સર્વજ્ઞદર્શી તે અનંત અનિંદ્રિ સુખને અનુભવે. ૨૮.
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની-સર્વદર્શી થાય છે,
ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯.

Page 70 of 214
PDF/HTML Page 82 of 226
single page version

background image
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; ને પ્રાણ ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. ૩૦.
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે;
સૌના પ્રદેશ અસંખ્ય; કતિપય લોકવ્યાપી હોય છે; ૩૧.
અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા;
મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩૨.
જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને,
ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપકતા લહે. ૩૩.
તન તન ધરે જીવ, તન મહીં ઐક્યસ્થ પણ નહિ એક છે,
જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમળમલિન થઈને ભમે. ૩૪.
જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને,
તે સિદ્ધ છેજે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
ઊપજે નહીં કો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે,
ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬.
સદ્ભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણવિજ્ઞાન, શૂન્ય, અશૂન્યએ કંઈ નવ ઘટે. ૩૭.
ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ ‘કાર્ય’ને,
કો જીવરાશિ ‘કર્મફળ’ને, કોઈ ચેતે ‘જ્ઞાન’ને. ૩૮.
વેદે કરમફળ સ્થાવરો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે,
પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦.

Page 71 of 214
PDF/HTML Page 83 of 226
single page version

background image
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળપાંચ ભેદો જ્ઞાનના;
કુમતિ, કુશ્રુત, વિભંગત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
દર્શન તણા ચક્ષુ-અચક્ષુરૂપ, અવધિરૂપ ને
નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨.
છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તોય અનેક છે;
તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩.
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી,
તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.
ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે;
પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫.
વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે;
તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
ધનથી ‘ધની’ ને જ્ઞાનથી ‘જ્ઞાની’દ્વિધા વ્યપદેશ છે,
તે રીત તત્ત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથક્ત્વને. ૪૭.
જો હોય અર્થાંતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને,
બન્ને અચેતનતા લહેજિનદેવને નહિ માન્ય જે. ૪૮.
રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને;
‘અજ્ઞાની’ એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે, અયુતત્વ તે;
તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦.
પરમાણુમાં પ્રરૂપિત વરણ, રસ, ગંધ, તેમ જ સ્પર્શ જે,
અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; ૫૧.

Page 72 of 214
PDF/HTML Page 84 of 226
single page version

background image
ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી,
અન્યત્વના કર્તા બને વ્યપદેશથીન સ્વભાવથી. ૫૨.
જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી,
સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩.
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ જીવને હોય છે,
ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૫૪.
તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે,
તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫.
પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે,
તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬.
પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને,
તે ભાવનો તે જીવ છે કર્તાકહ્યું જિનશાસને. ૫૭.
પુદ્ગલકરમ વિણ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને
ક્ષાયોપશમિક ન હોય, તેથી કર્મકૃત એ ભાવ છે. ૫૮.
જો ભાવકર્તા કર્મ, તો શું કર્મકર્તા જીવ છે?
જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. ૫૯.
રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે,
અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬૦.
નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો,
કર્તા ન પુદ્ગલકર્મનો;ઉપદેશ જિનનો જાણવો. ૬૧.
રે! કર્મ આપસ્વભાવથી નિજ કર્મપર્યયને કરે,
આત્માય કર્મસ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬૨.

Page 73 of 214
PDF/HTML Page 85 of 226
single page version

background image
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને,
ક્યમ કર્મ ફળ દે જીવને ? ક્યમ જીવ તે ફળ ભોગવે? ૬૩.
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી
કર્મત્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫.
જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી
પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
જીવ-પુદ્ગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે;
કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપેભોગવે. ૬૭.
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું;
ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્ફળ તણું. ૬૮.
કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે
જીવ મોહથી આચ્છન્ન સાંત અનંત સંસારે ભમે. ૬૯.
જિનવચનથી લહી માર્ગ જે, ઉપશાંતક્ષીણમોહી બને,
જ્ઞાનાનુમાર્ગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૦.
એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે,
ચઉભ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે; ૭૧.
ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે,
જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ, દશસ્થાનગત ભાખેલ છે. ૭૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને
ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.

Page 74 of 214
PDF/HTML Page 86 of 226
single page version

background image
જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા;
તે સ્કંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪.
પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે,
અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫.
સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘પુદ્ગલ’ તણો વ્યવહાર છે;
છ વિકલ્પ છે સ્કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬.
જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને;
તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.
આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે,
તે જાણવો પરમાણુજે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮.
છે શબ્દ સ્કંધોત્પન્ન; સ્કંધો અણુસમૂહસંઘાત છે,
સ્કંધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વતો,
ભેત્તા

રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦.
એક જ વરણ-રસ-ગંધ ને બેે સ્પર્શયુત પરમાણુ છે,
તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧.
ઇન્દ્રિય વડે ઉપભોગ્ય, ઇન્દ્રિય, કાય, મન ને કર્મ જે,
વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮૨.
ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે;
લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩.
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે,
છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિતને હેતુ છે. ૮૪.

Page 75 of 214
PDF/HTML Page 87 of 226
single page version

background image
જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં,
ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે;
પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬.
ધર્માધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને;
તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતો પરદ્રવ્યને;
જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણો ઉદાસીન હેતુ છે. ૮૮.
રે! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે;
તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
જે લોકમાં જીવ-પુદ્ગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦.
જીવ-પુદ્ગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧.
અવકાશદાયક આભ ગતિ-સ્થિતિહેતુતા પણ જો ધરે,
તો ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨.
ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી,
તે કારણે જાણોગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩.
નભ હોય જો ગતિહેતુ ને સ્થિતિહેતુ પુદ્ગલ-જીવને,
તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં;
ભાખ્યું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫.

Page 76 of 214
PDF/HTML Page 88 of 226
single page version

background image
ધર્માધરમ-નભને સમાનપ્રમાણયુત અપૃથક્ત્વથી,
વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬.
આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે,
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય; તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭.
જીવ-પુદ્ગલો સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે;
છે કાળ પુદ્ગલને કરણ, પુદ્ગલ કરણ છે જીવને. ૯૮.
છે જીવને જે વિષય ઇન્દ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે;
બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતું તે ઉભયને. ૯૯.
પરિણામભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે;
આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.
છે ‘કાળ’ સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે;
ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દીર્ઘસ્થાયી પણ ઠરે. ૧૦૧.
આ જીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મ તેમ જ નભ વિષે
છે ‘દ્રવ્ય’સંજ્ઞા સર્વને, કાયત્વ છે નહિ કાળને. ૧૦૨.
એ રીત પ્રવચનસારરૂપ ‘પંચાસ્તિસંગ્રહ’ જાણીને
જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩.
આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને,
પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪.

Page 77 of 214
PDF/HTML Page 89 of 226
single page version

background image
૨. નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવીરને,
ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫.
સમ્યક્ત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે,
તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
‘ભાવો’ તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે,
વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭.
બે ભાવજીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમ જ પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષપદાર્થ છે. ૧૦૮.
જીવો દ્વિવિધસંસારી, સિદ્ધો; ચેતનાત્મક ઉભય છે;
ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯.
ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે;
બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૦.
ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના;
એ સર્વ મનપરિણામવિરહિત એક-ઇન્દ્રિય જાણવા. ૧૧૧.
આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારના,
સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેન્દ્રિય કહ્યા. ૧૧૨.
જેવા જીવો અંડસ્થ, મૂર્છાવસ્થ વા ગર્ભસ્થ છે;
તેવા બધા આ પંચવિધ એકેન્દ્રિ જીવો જાણજે. ૧૧૩.
શંબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના
જે જાણતા રસસ્પર્શને, તે જીવ દ્વીન્દ્રિય જાણવા. ૧૧૪.

Page 78 of 214
PDF/HTML Page 90 of 226
single page version

background image
જૂ, કું ભી, માકડ, કીડી, તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે
રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીન્દ્રિય તેહ છે. ૧૧૫.
મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે,
તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.
સ્પર્શાદિપંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરો
જળચર, ભૂચર કે ખેચરોબળવાન પંચેન્દ્રિય જીવો. ૧૧૭.
નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના,
તિર્યંચ બહુવિધ, નારકોના પૃથ્વીગત ભેદો કહ્યા. ૧૧૮.
ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે,
ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯.
આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે,
ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦.
રે! ઇન્દ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
જાણે અને દેખે બધું, સુખ અભિલષે, દુખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને,
જાણો અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩.
છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુદ્ગલ-કાળમાં;
તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫.

Page 79 of 214
PDF/HTML Page 91 of 226
single page version

background image
સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે,
તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬.
જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇન્દ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭.
સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે,
પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે. ૧૨૮.
ગતિ પ્રાપ્તને તન થાય, તનથી ઇન્દ્રિયો વળી થાય છે,
એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯.
એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે
સંસારચક્ર વિષે જીવોનેએમ જિનદેવો કહે. ૧૩૦.
છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને,
તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧.
શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે;
તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨.
છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે
જીવ ભોગવે દુઃખે-સુખે, તેથી કરમ તે મૂર્ત છે. ૧૩૩.
મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે;
આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે,
મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫.
અર્હંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં,
ગુરુઓ તણું અનુગમનએ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬.

Page 80 of 214
PDF/HTML Page 92 of 226
single page version

background image
દુઃખિત, તૃષિત વા ક્ષુધિત દેખી દુઃખ પામી મન વિષે
કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને
જીવને કરે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮.
ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે,
પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસ્રવને કરે. ૧૩૯.
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇન્દ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે,
વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઇન્દ્રિનો નિગ્રહ કરે,
પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧.
સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને,
શુભ-અશુભ કર્મ ન આસ્રવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨.
જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને,
ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩.
જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪.
સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જરે. ૧૪૫.
નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને,
પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
જો આતમા ઉપરક્ત કરતો અશુભ વા શુભ ભાવને,
તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.

Page 81 of 214
PDF/HTML Page 93 of 226
single page version

background image
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે;
છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યાં,
તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.
હેતુ-અભાવે નિયમથી આસ્રવનિરોધન જ્ઞાનીને,
આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોધન બને. ૧૫૦.
કર્મો-અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧.
દ્રગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨.
સંવરસહિત તે જીવ પૂર્વ સમસ્ત કર્મો નિર્જરે
ને આયુવેદ્યવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩.
આત્મસ્વભાવ અનન્યમય નિર્વિઘ્ન દર્શન જ્ઞાન છે;
દ્રગ્જ્ઞાનનિયત અનિંદ્ય જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪.
નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે;
તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫.
જે રાગથી પરદ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને,
તે સ્વકચરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬.
રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી,
તેના વડે તે ‘પરચરિત’ નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને
જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮.

Page 82 of 214
PDF/HTML Page 94 of 226
single page version

background image
તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે
નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯.
ધર્માદિની શ્રદ્ધા સુદ્રગ, પૂર્વાંગબોધ સુબોધ છે,
તપમાંહી ચેષ્ટા ચરણએ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦.
જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને;
આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં
સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે,
તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.
અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭.
મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને,
શુભ વા અશુભ કર્મો તણો નહિ રોધ છે તે જીવને. ૧૬૮.
તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯.

Page 83 of 214
PDF/HTML Page 95 of 226
single page version

background image
સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે,
સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૭૦.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે,
સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧.
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
મેં માર્ગ-ઉદ્યોતાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને,
કહ્યું સર્વપ્રવચન-સારભૂત ‘પંચાસ્તિસંગ્રહ’ સૂત્રને. ૧૭૩.

Page 84 of 214
PDF/HTML Page 96 of 226
single page version

background image
શ્રી
નિયમસાર
(પદ્યાનુવાદ)
૧. જીવ અધિકાર
(હરિગીત)
નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને,
કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળીપરિકથિતને. ૧.
છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨.
જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે. ૩.
છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે;
વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.
રે! આપ્ત-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે;
નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આપ્ત છે. ૫.
ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.
સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદ્રગાદિ વૈભવયુક્ત જે,
પરમાત્મ તે કહેવાય, તદ્દવિપરીત નહિ પરમાત્મ છે. ૭.

Page 85 of 214
PDF/HTML Page 97 of 226
single page version

background image
પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે,
તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮.
જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ
ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે;
સુજ્ઞાન ને અજ્ઞાનએમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧.
મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યયભેદ છે સુજ્ઞાનના;
કુમતિ, કુઅવધિ, કુશ્રુતએ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨.
ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે;
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.
ચક્ષુ, અચક્ષુ, અવધિત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં;
નિરપેક્ષ, સ્વપરાપેક્ષએ બે ભેદ છે પર્યાયના. ૧૪.
તિર્યંચ-નારક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા,
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫.
છે કર્મભૂમિજ ભોગભૂમિજભેદ બે મનુજો તણા,
ને પૃથ્વીભેદે સપ્ત ભેદો જાણવા નારક તણા. ૧૬.
તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના;
આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭.
આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી;
ને કર્મજનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮.

Page 86 of 214
PDF/HTML Page 98 of 226
single page version

background image
પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે;
ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિકે. ૧૯.
૨. અજીવ અધિકાર
પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના;
છ વિકલ્પ છે સ્કંધો તણા ને ભેદ બે પરમાણુના. ૨૦.
અતિથૂલથૂલ, થૂલ, થૂલસૂક્ષમ, સૂક્ષ્મથૂલ, વળી સૂક્ષ્મ ને
અતિસૂક્ષ્મએમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧.
ભૂપર્વતાદિક સ્કંધને અતિથૂલથૂલ જિને કહ્યા,
ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી થૂલ સ્કંધો જાણવા; ૨૨.
આતપ અને છાયાદિને થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે,
ચતુરિંદ્રિયના જે વિષય તેને સૂક્ષ્મથૂલ કહ્યા જિને; ૨૩.
વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા,
તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો;
સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે,
જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬.
બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે;
જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષપ્રગટ કહેલ છે. ૨૭.
પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો;
પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮.

Page 87 of 214
PDF/HTML Page 99 of 226
single page version

background image
પરમાણુને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી;
ને સ્કંધને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯.
જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે;
જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે;
સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧.
જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા;
તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.
જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે;
ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.
જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે,
તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪.
અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને,
અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫.
અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને,
છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે;
ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭.
૩. શુદ્ધભાવ અધિકાર
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે,
જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.

Page 88 of 214
PDF/HTML Page 100 of 226
single page version

background image
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં,
જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં,
અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦.
સ્થાનો ન ક્ષાયિકભાવનાં, ક્ષાયોપશમિક તણાં નહીં,
સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧.
ચઉગતિભ્રમણ નહિ, જન્મ-મરણ ન, રોગ

શોક

જરા નહીં,
કુળ, યોનિ કે જીવસ્થાન, માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૨.
નિર્દંડ ને નિર્દ્વંદ્વ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે,
નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.
નિર્ગં્રથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
સ્ત્રી-પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને
સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં જીવદ્રવ્યને. ૪૫.
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીન્દ્રિય, શુદ્ધ છે,
જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮.
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે;
સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯.