Shastra Swadhyay (Gujarati). 4. vyavahAr chAritra adhikAr; 5. parmArth pratikramaN adhikAr; 6. nishchay pratyAkhyAn adhikAr; 7. param AlochanA adhikAr; 8. shuddhanishchaya prayashchitt adhikAr; 9. param samAdhi adhikAr; 10 param bhakti adhikAr; 11. nishchay paramAvashyak adhikAr; 12. shuddhopayog adhikAr; AshtaprAbhut; 1. darshan prAbhrut; 2. sutra prAbhrut:.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DwS
Tiny url for this page: http://samyakdarshan.org/GdMpj7m

Combined PDF/HTML Page 6 of 12

 

Hide bookmarks

Page 89 of 214
PDF/HTML Page 101 of 226
single page version

background image
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય, અંતઃતત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦.
શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે;
સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. ૫૧.
ચલ-મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે;
આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યગ્જ્ઞાન છે. ૫૨.
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. ૫૩.
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે;
તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે;
તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫.
૪. વ્યવહારચારિત્ર અધિકાર
જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને,
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬.
વિદ્વેષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭.
નગરે, અરણ્યે, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને
છોડે ગ્રહણપરિણામ જે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે,
વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.

Page 90 of 214
PDF/HTML Page 102 of 226
single page version

background image
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે,
તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે
દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.
નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને
છોડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨.
અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને
પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને
આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં,
મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.
કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના
પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની
તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી
ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.
મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુપ્તિ છે;
અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯.
જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે;
હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.

Page 91 of 214
PDF/HTML Page 103 of 226
single page version

background image
ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે,
કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હંત છે. ૭૧.
છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે,
શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે,
પંચેન્દ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪.
નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,
ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી;
આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
નારક નહીં, તિર્યંચ-માનવ-દેવપર્યય હું નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૭.
હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન-જીવસ્થાનો નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૮.
હું બાળ-વૃદ્ધ-યુવાન નહિ, હું તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯.
હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૦.

Page 92 of 214
PDF/HTML Page 104 of 226
single page version

background image
હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૧.
આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રદ્રઢતા કારણે. ૮૨.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.
છોડી સમસ્ત વિરાધના, આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
જે છોડી અણ-આચારને, આચારમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.
પરિત્યાગી જે ઉન્માર્ગને, જિનમાર્ગમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૬.
જે સાધુ છોડી શલ્યને, નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
જે સાધુ છોડી અગુપ્તિભાવ, ત્રિગુપ્તિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને
તે પ્રતિક્રમણ કહેવાય છે, જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯.
મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
નિઃશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને,
સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.

Page 93 of 214
PDF/HTML Page 105 of 226
single page version

background image
આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે;
તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને;
તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.
પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને
ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪.
૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫.
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હુંએમ જ્ઞાની ચિંતવે. ૯૬.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે-જુએ જે સર્વ, તે હુંએમ જ્ઞાની ચિંતવે. ૯૭.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવ જે
છું તે જ હુંત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.
પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૧૦૦.

Page 94 of 214
PDF/HTML Page 106 of 226
single page version

background image
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨.
જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધે તજું;
કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે,
શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.
જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્યે કરે,
તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬.
૭. પરમ-આલોચના અધિકાર
તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાવે આત્મને,
નોકર્મકર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭.
આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે શાસ્ત્રમાં,
આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચનાજિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦૯.
છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં,
સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આલુંછન કહ્યા. ૧૧૦.

Page 95 of 214
PDF/HTML Page 107 of 226
single page version

background image
અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને,
ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧.
ત્રણ લોક તેમ અલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને,
મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨.
૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇન્દ્રિયરોધરૂપ છે ભાવ જે
તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩.
ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં. ૧૧૪.
જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માર્દવેથી માનને,
આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.
ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને
ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬.
બહુ કથન શું કરવું? અરે! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપચરણ ૠષિરાજનું. ૧૧૭.
રે ! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯.
છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦.

Page 96 of 214
PDF/HTML Page 108 of 226
single page version

background image
કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.
૯. પરમ-સમાધિ અધિકાર
વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨.
સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩.
વનવાસ વા તનક્લેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે?
રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪.
સાવદ્યવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.
સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.
સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.
નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮.
જે નિત્ય વર્જે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯.
જે નિત્ય વર્જે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦.

Page 97 of 214
PDF/HTML Page 109 of 226
single page version

background image
જે નિત્ય વર્જે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧.
જે નિત્ય વર્જે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨.
જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩.
૧૦. પરમ-ભક્તિ અધિકાર
શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫.
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે,
તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬.
રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને ? ૧૩૭.
સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને ? ૧૩૮.
વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે
જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯.
વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦.

Page 98 of 214
PDF/HTML Page 110 of 226
single page version

background image
૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧.
વશ જે નહીં તે ‘અવશ’, ‘આવશ્યક’ અવશનું કર્મ છે;
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે,
તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે! ૧૪૫.
પરભાવ છોડી, આત્મને ધ્યાવે વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
આવશ્યકાર્થે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે;
તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭.
આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે;
તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો;
આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯.
જે બાહ્ય-અંતર જલ્પમાં વર્તે, અરે! બહિરાત્મ છે;
જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૦.
વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે;
ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.

Page 99 of 214
PDF/HTML Page 111 of 226
single page version

background image
પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણુંકરતો રહે,
તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨.
રે ! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે,
જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩.
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો!
કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે,
મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે !
તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.
સર્વે પુરાણ જનો અહો એ રીત આવશ્યક કરી,
અપ્રમત્ત આદિ સ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮.
૧૨. શુદ્ધોપયોગ અધિકાર
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯.
જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને,
તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦.
દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે,
નિજપરપ્રકાશક જીવ,એ તુજ માન્યતા અયથાર્થ છે. ૧૬૧.

Page 100 of 214
PDF/HTML Page 112 of 226
single page version

background image
પરને જ જાણે જ્ઞાન તો દ્રગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે,
દર્શન નથી પરદ્રવ્યગતએ માન્યતા તુજ હોઈને. ૧૬૨.
પરને જ જાણે જીવ તો દ્રગ જીવથી ભિન્ન જ ઠરે,
દર્શન નથી પરદ્રવ્યગતએ માન્યતા તુજ હોઈને. ૧૬૩.
વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે;
વ્યવહારથી છે પરપ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. ૧૬૪.
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે;
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. ૧૬૫.
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬.
મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને
જે દેખતો તેને અતીન્દ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭.
વિધવિધ ગુણો ને પર્યયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને
દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દ્રષ્ટિ તેહને. ૧૬૮.
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને,
જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૯.
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦.
રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે;
તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દ્રષ્ટિ છે. ૧૭૧.
જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને;
ને તેથી ‘કેવળજ્ઞાની’ તેમ ‘અબંધ’ ભાખ્યા તેમને. ૧૭૨.

Page 101 of 214
PDF/HTML Page 113 of 226
single page version

background image
પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩.
અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને,
તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫.
આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે;
પછી સમયમાત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે. ૧૭૭.
અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે,
પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ, નિત્ય છે. ૧૭૮.
જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં,
જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯.
નહિ ઇન્દ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં,
નિદ્રા નહીં, ન ક્ષુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦.
જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોભય નહીં,
જ્યાં ધર્મશુક્લધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧.
દ્રગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે,
અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨.
નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે;
સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩.

Page 102 of 214
PDF/HTML Page 114 of 226
single page version

background image
ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુદ્ગલોનું ગમન છે;
ધર્માસ્તિકાય-અભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪.
પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તત્ફળ અહો!
યદિ પૂર્વ-અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે,
તેનાં સુણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬.
નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને,
સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭.

Page 103 of 214
PDF/HTML Page 115 of 226
single page version

background image
શ્રી
અષ્ટપ્રાભૃત
(પદ્યાનુવાદ)
૧. દર્શનપ્રાભૃત
(હરિગીત)
પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને,
સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧.
રે! ધર્મ દર્શનમૂલ, ઉપદેશ્યો જિનોએ શિષ્યને;
તે ધર્મ નિજ કર્ણે સુણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨.
દ્રગ્ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્રગ્ભ્રષ્ટનો નહિ મોક્ષ છે;
ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દ્રગ્ભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩.
સમ્યક્ત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે,
પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪.
સમ્યક્ત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ઠુ આચરે,
પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. ૫.
૧. જિનવરવૃષભ = તીર્થંકર.
૨. દર્શનમૂલ = સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો.
૩. દ્રગ્ભ્રષ્ટ = સમ્યગ્દર્શનરહિત.
૪. સુષ્ઠુ = સારી રીતે.

Page 104 of 214
PDF/HTML Page 116 of 226
single page version

background image
સમ્યક્ત્વ-દર્શન-જ્ઞાન-બળ-વીર્યે અહો! વધતા રહે
કલિમલરહિત જે જીવ, તે વરજ્ઞાનને અચિરે લહે. ૬.
સમ્યક્ત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે,
તસ બદ્ધકર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭.
દ્રગ્ભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે,
તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮.
જે ધર્મશીલ, સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે,
તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. ૯.
જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં,
જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦.
જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુગુણ થાય છે,
ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કહ્યું જિનશાસને. ૧૧.
દ્રગ્ભ્રષ્ટ જે નિજ પાય પાડે દ્રષ્ટિના ધરનારને,
તે થાય મૂંગા, ખંડભાષી, બોધિ દુર્લભ તેમને. ૧૨.
વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે,
તેનેય બોધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩.
જ્યાં જ્ઞાન ને સંયમ ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે,
જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪.
૧. વરજ્ઞાન = ઉત્કૃષ્ટ જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન.
૨. વાલુકા-આવરણ = વેળુનું આવરણ; રેતીની પાળ.
૩. ખંડભાષી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક-ભાષાવાળા.
૪. ગારવ = (રસ-ૠદ્ધિ-શાતા સંબંધી) ગર્વ; મસ્તાઈ.
૫. ત્રિયોગ = (મનવચનકાયાના) ત્રણ યોગ. ૬. શુદ્ધ સ્થિતિભોજન = ત્રણ
કરણથી શુદ્ધ (કૃત-કારિત-અનુમોદન વિનાનું) એવું ઊભાં ઊભાં ભોજન.

Page 105 of 214
PDF/HTML Page 117 of 226
single page version

background image
સમ્યક્ત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે,
ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. ૧૫.
અશ્રેય-શ્રેયસુજાણ છોડી કુશીલ ધારે શીલને,
ને શીલફળથી હોય અભ્યુદય, પછી મુક્તિ લહે. ૧૬.
જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી,
છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખવિનાશિની. ૧૭.
છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે,
ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮.
પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે,
શ્રદ્ધે સ્વરૂપો તેમનાં, જાણો સુદ્રષ્ટિ તેહને. ૧૯.
જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જિને
વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. ૨૦.
એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે,
ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે. ૨૧.
થઈ જે શકે કરવું અને નવ થઇ શકે તે શ્રદ્ધવું;
સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિષ્ઠ જે,
તે જીવ વંદનયોગ્ય છેગુણધર તણા ગુણવાદી જે. ૨૩.
૧. અભ્યુદય = તીર્થંકરત્વાદિની પ્રાપ્તિ.
૨. વિષયસુખરેચિકા = વિષયસુખનું વિરેચન કરનારી.
૩. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિનું યથાજાત રૂપ.
૪. પ્રથમ શિવસોપાન = મોક્ષનું પહેલું પગથિયું.
૫. સુનિષ્ઠ = સુસ્થિત.
૬. ગુણધર = ગુણના ધરનારા.
૭. ગુણવાદી = ગુણોને પ્રકાશનારા.

Page 106 of 214
PDF/HTML Page 118 of 226
single page version

background image
જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે,
સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુ દ્રષ્ટિ છે. ૨૪.
જે અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને
મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દ્રષ્ટિવિહીન છે. ૨૫.
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે;
બંને સમાનપણું ધરે, એક્કે ન સંયમવંત છે. ૨૬.
નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી;
ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭.
સમ્યક્ત્વસંયુત શુદ્ધભાવે વંદું છું મુનિરાજને,
તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને. ૨૮.
ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે,
બહુજીવહિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ૨૯.
સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે
એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦.
રે ! જ્ઞાન નરને સાર છે, સમ્યક્ત્વ નરને સાર છે;
સમ્યક્ત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧.
દ્રગ-જ્ઞાનથી, સમ્યક્ત્વયુત ચારિત્રથી ને તપ થકી,
એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨.
કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને;
સુર-અસુર કેરા લોકમાં સમ્યક્ત્વરત્ન પુજાય છે. ૩૩.
૧. સાહજિક = સ્વાભાવિક; નૈસર્ગિક; યથાજાત.
૨. મત્સર = ઈર્ષા; દ્વેષ; ગુમાન. ૩.
અમરવંદિત = દેવોથી વંદિત.
૪. શિવગમન = મોક્ષપ્રાપ્તિ.૫.દ્રગજ્ઞાન = દર્શન અને જ્ઞાન.
૬. કલ્યાણશ્રેણી = સુખોની પરંપરા; વિભૂતિની હારમાળા.

Page 107 of 214
PDF/HTML Page 119 of 226
single page version

background image
રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વને જીવ પામીને,
સંપ્રાપ્ત કરી સમ્યક્ત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪.
ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ર લક્ષણધરપણે
જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે. ૩૫.
દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે,
વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬.
૨. સૂત્રપ્રાભૃત
અર્હંતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે;
સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. ૧.
સૂત્રે સુદર્શિત જેહ, તે ૧૦સૂરિગણપરંપર માર્ગથી
જાણી ૧૧દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨.
૧૨સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને;
ખોવાય સોય ૧૩અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે; ૩.
૧. મનુજત્વ = મનુષ્યપણું.૨. અષ્ટ સહસ્ર = એક હજાર ને આઠ.
૩. બિંબ = પ્રતિમા.૪. દ્વાદશ = બાર.
૫. વ્યુત્સર્ગથી = (શરીર પ્રત્યે) સંપૂર્ણ ઉપેક્ષાપૂર્વક.
૬. અનુત્તમ = સર્વોત્તમ.
૭. સૂત્રાર્થ = સૂત્રોના અર્થ.
૮. શોધન = શોધવું
ખોજવું તે.
૯. સુદર્શિત = સારી રીતે દર્શાવવામાંકહેવામાં આવેલું.
૧૦. સૂરિગણપરંપર માર્ગ = આચાર્યોની પરંપરામય માર્ગ.
૧૧. દ્વિધા = (શબ્દથી અને અર્થથી
એમ) બે પ્રકારે.
૧૨. સૂત્રજ્ઞ = શાસ્ત્રનો જાણનાર. ૧૩. અસૂત્ર = દોરા વિનાની.

Page 108 of 214
PDF/HTML Page 120 of 226
single page version

background image
આત્માય તેમ સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે;
અદ્રષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪.
જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને
હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદ્રષ્ટિ તેહ છે. ૫.
જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે;
તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. ૬.
સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે;
કરપાત્રભોજન રમતમાંય ન યોગ્ય હોય સચેલને. ૭.
હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે,
પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિતઆગમ કહે. ૮.
સ્વચ્છંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને,
ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિંહચરિત્ર, બહુતપકર ભલે. ૯.
નિશ્ચેલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદિષ્ટ છે;
તે એક મુક્તિમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦.
જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહવિરત છે,
તે દેવ-દાનવ-માનવોના લોકત્રયમાં વંદ્ય છે. ૧૧.
૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર.
૨. અદ્રષ્ટ પણ = દેખાતો નહિ હોવા છતાં (અર્થાત્ ઇન્દ્રિયોથી નહિ જણાતો
હોવા છતાં).૩.દહે = બાળે.
૪. સૂત્રાર્થપદ = સૂત્રોનાં અર્થો અને પદો.
૫. કરપાત્રભોજન = હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે.
૬. સચેલ = વસ્ત્રસહિત.
૭. હરિ = નારાયણ.
૮. નિશ્ચેલ-કરપાત્રત્વ = વસ્ત્રરહિતપણું અને હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું.