Shastra Swadhyay (Gujarati). 3. chAritra prAbhrut; 4. bodh prAbhrut; 5. bhAv prAbhrut.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DwS
Tiny url for this page: http://samyakdarshan.org/GdMpkEo

Combined PDF/HTML Page 7 of 12

 

Hide bookmarks

Page 109 of 214
PDF/HTML Page 121 of 226
single page version

background image
બાવીશ પરિષહને સહે છે, શક્તિશતસંયુક્ત જે,
તે કર્મક્ષય ને નિર્જરામાં નિપુણ મુનિઓ વંદ્ય છે. ૧૨.
અવશેષ લિંગી જેહ સમ્યક્ જ્ઞાન-દર્શનયુક્ત છે
ને વસ્ત્ર ધારે જેહ, તે છે યોગ્ય ઇચ્છાકારને. ૧૩.
સૂત્રસ્થ સમ્યગ્દ્રષ્ટિયુત જે જીવ છોડે કર્મને,
‘ઇચ્છામિ’યોગ્ય પદસ્થ તે પરલોકગત સુખને લહે. ૧૪.
પણ આત્મને ઇચ્છ્યા વિના ધર્મો અશેષ કરે ભલે,
તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમેઆગમ કહે. ૧૫.
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો,
તે આત્મને જાણો પ્રયત્ને, મુક્તિને જેથી વરો. ૧૬.
રે! હોય નહિ બાલાગ્રની અણીમાત્ર પરિગ્રહ સાધુને;
કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭.
જન્મ્યા પ્રમાણે રૂપ, તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે,
થોડુંઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. ૧૮.
રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે,
તે નિંદ્ય છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯.
ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રતે જે યુક્ત, સંયત તેહ છે;
નિર્ગ્રંથ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર વંદ્ય છે. ૨૦.
૧. શક્તિશત = સેંકડો શક્તિઓ.
૨. અવશેષ = બાકીના (અર્થાત્ મુનિ સિવાયના).
૩. સૂત્રસ્થ = શાસ્ત્રોનો જાણનાર અને યથાશક્તિ તદનુસાર વર્તનાર.
૪. ‘ઇચ્છામિ’યોગ્ય = ઇચ્છાકારને યોગ્ય. ૫.
પદસ્થ = પ્રતિમાધારી.
૬. બાલાગ્ર = વાળની ટોચ. ૭. તલતુષમાત્ર = તલના ફોતરા જેટલું પણ.

Page 110 of 214
PDF/HTML Page 122 of 226
single page version

background image
બીજુ કહ્યું છે લિંગ ઉત્તમ શ્રાવકોનું શાસને;
તે વાક્સમિતિ વા મૌનયુક્ત સપાત્ર ભિક્ષાટન કરે. ૨૧.
છે લિંગ એક સ્ત્રીઓ તણું, એકાશની તે હોય છે;
આર્યાય એક ધરે વસન, વસ્ત્રાવૃતા ભોજન કરે. ૨૨.
નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થંકર ભલે;
બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩.
સ્ત્રીને સ્તનોની પાસ, કક્ષે, યોનિમાં, નાભિ વિષે,
બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે; ક્યમ હોય દીક્ષા તેમને? ૨૪.
જો હોય દર્શનશુદ્ધ તો તેનેય માર્ગયુતા કહી;
છો ચરણ ઘોર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫.
મનશુદ્ધિ પૂરી ન નારીને, પરિણામ શિથિલ સ્વભાવથી,
વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી. ૨૬.
પટશુદ્ધિમાત્ર સમુદ્રજલવત્ ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે,
ઇચ્છા નિવર્તી જેમને, દુખ સૌ નિવર્ત્યાં તેમને. ૨૭.
૧.વાક્સમિતિ = વચનસમિતિ.
૨.એકાશની = એક વખત ભોજન કરનાર.
૩.વસન = વસ્ત્ર.
૪.માર્ગયુતા = માર્ગથી સંયુક્ત.
૫.પટશુદ્ધિમાત્ર = વસ્ત્ર ધોવા પૂરતું થોડું જ.

Page 111 of 214
PDF/HTML Page 123 of 226
single page version

background image
૩. ચારિત્રપ્રાભૃત
સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે,
તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અર્હતોને વંદીને; ૧.
ભાખીશ હું ચારિત્રપ્રાભૃત મોક્ષને આરાધવા,
જે હેતુ છે સુજ્ઞાન-દ્રગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨.
જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે;
ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩.
આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે;
એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દ્વિવિધ ચરણ જિનોક્ત છે. ૪.
સમ્યક્ત્વચરણં છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે,
બીજું ચરિત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫.
ઈમ જાણીને છોડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને,
મિથ્યાત્વમય દોષો તથા સમ્યક્ત્વમળ જિન-ઉક્તને. ૬.
નિઃશંકતા, નિઃકાંક્ષ, નિર્વિચિકિત્સ, અવિમૂઢત્વ ને
ઉપગૂહન, થિતિ, વાત્સલ્યભાવ, પ્રભાવનાગુણ અષ્ટ છે. ૭.
તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યક્ત્વનેશિવહેતુને
આચરવું જ્ઞાન સમેત, તે સમ્યક્ત્વચરણ ચરિત્ર છે. ૮.
સમ્યક્ત્વચરણવિશુદ્ધ ને નિષ્પન્નસંયમચરણ જો,
નિર્વાણને અચિરે વરે અવિમૂઢદ્રષ્ટિ જ્ઞાનીઓ. ૯.
૧. સુચારિત્ર = સમ્યક્ચારિત્ર.૨.અમેય = અમાપ.
૩. અષ્ટગુણસુવિશુદ્ધ = આઠ ગુણોથી નિર્મળ.
૪. શિવહેતુ = મોક્ષનું કારણ.

Page 112 of 214
PDF/HTML Page 124 of 226
single page version

background image
સમ્યક્ત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે,
તોપણ લહે નહિ મુક્તિને અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ. ૧૦.
વાત્સલ્ય-વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી,
વળી માર્ગગુણસ્તવના થકી, ઉપગૂહન ને સ્થિતિકરણથી; ૧૧.
આ લક્ષણોથી તેમ આર્જવભાવથી લક્ષાય છે,
વણમોહ જિનસમ્યક્ત્વને આરાધનારો જીવ જે. ૧૨.
અજ્ઞાનમોહપથે કુમતમાં ભાવના, ઉત્સાહ ને
શ્રદ્ધા, સ્તવન, સેવા કરે જે, તે તજે સમ્યક્ત્વને. ૧૩.
સદ્દર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને
સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડે ન જિનસમ્યક્ત્વને. ૧૪.
અજ્ઞાન ને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમકિત શુદ્ધને;
વળી મોહ તજ સારંભ તું, લહીને અહિંસાધર્મને. ૧૫.
નિઃસંગ લહી દીક્ષા, પ્રવર્ત સુસંયમે, સત્તપ વિષે;
નિર્મોહ વીતરાગત્વ હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬.
જે વર્તતા અજ્ઞાનમોહમલે મલિન મિથ્યામતે,
તે મૂઢજીવ મિથ્યાત્વ ને મતિદોષથી બંધાય છે. ૧૭.
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને,
સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદોષો પરિહરે. ૧૮.
૧. અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનાર.
૨. માર્ગગુણસ્તવના = નિર્ગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા.
૩. આર્જવભાવ = સરળ પરિણામ.
૪ .લક્ષાય = ઓળખાય.
૫. સારંભ = આરંભયુક્ત.
૬. અજ્ઞાનમોહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મલિન.

Page 113 of 214
PDF/HTML Page 125 of 226
single page version

background image
રે! હોય છે ભાવો ત્રણે આ, મોહવિરહિત જીવને;
નિજ આત્મગુણ આરાધતો તે કર્મને અચિરે તજે. ૧૯.
સંસારસીમિત નિર્જરા અણસંખ્ય-સંખ્યગુણી કરે,
સમ્યક્ત્વ આચરનાર ધીરા દુઃખના ક્ષયને કરે. ૨૦.
સાગાર અણ-આગાર એમ દ્વિભેદ સંયમચરણ છે;
સાગાર છે સગં્રથ, અણ-આગાર પરિગ્રહરહિત છે. ૨૧.
દર્શન, વ્રતં, સામાયિકં, પ્રોષધ, સચિત, નિશિભુક્તિ ને
વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિસ્થાન છે. ૨૨.
અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રતો નિર્દિષ્ટ છે,
શિક્ષાવ્રતો છે ચાર;એ સંયમચરણ સાગાર છે. ૨૩.
ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના
પરિહારને, આરંભપરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪.
દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે,
ભોગોપભોગ તણું કરે પરિમાણ,ગુણવ્રત ત્રણ્ય છે. ૨૫.
સામાયિકં, વ્રત પ્રોષધં, અતિથિ તણી પૂજા અને
અંતે કરે સલ્લેખનાશિક્ષાવ્રતો એ ચાર છે. ૨૬.
શ્રાવકધરમરૂપ દેશસંયમચરણ ભાખ્યું એ રીતે;
યતિધર્મ-આત્મક પૂર્ણસંયમચરણ શુદ્ધ કહું હવે. ૨૭.
પંચેન્દ્રિસંવર, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ જે,
વળી પાંચ સમિતિ, ત્રિગુપ્તિઅણ-આગાર સંયમચરણ છે. ૨૮.
સુમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ-અજીવદ્રવ્યોને વિષે
કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિસંવર ઉક્ત છે. ૨૯.
૧. અચિરે = અલ્પ કાળમાં.૨.નિશિભુક્તિ = રાત્રિભોજનત્યાગ.
૩. રાગવિરોધ = રાગદ્વેષ.

Page 114 of 214
PDF/HTML Page 126 of 226
single page version

background image
હિંસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને
અબ્રહ્મવિરમણ, સંગવિરમણછે મહાવ્રત પાંચ એ. ૩૦.
મોટા પુરુષ સાધે, પૂરવ મોટા જનોએ આચર્યાં,
સ્વયમેવ વળી મોટાં જ છે, તેથી મહાવ્રત તે ઠર્યાં. ૩૧.
મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને
અવલોકીને ભોજનઅહિંસાભાવના એ પાંચ છે. ૩૨.
જે ક્રોધ, ભય ને હાસ્ય તેમ જ લોભ-મોહકુભાવ છે,
તેના વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રતે. ૩૩.
સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, પર-ઉપરોધ ના,
આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદ ના. ૩૪.
મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, ત્રિયાકથા,
પૌષ્ટિક રસોથી વિરતિતે વ્રત તુર્યની છે ભાવના. ૩૫.
મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં
કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬.
ઇર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપએ,
સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭.
રે! ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે,
તે રીત જાણો જ્ઞાન ને જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮.
જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સદ્જ્ઞાની તે
રાગાદિવિરહિત થાય છેજિનશાસને શિવમાર્ગ જે. ૩૯.
૧. વિપર્યયભાવ = વિપરીત ભાવ.
૨. પર-ઉપરોધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે.
૩. ત્રિયાકથા = સ્ત્રીકથા.
૪. તુર્ય = ચતુર્થ.
૫. ભવ્યજનબોધાર્થ = ભવ્યજનોને બોધવા માટે. ૬. જ્ઞાનાત્મ = જ્ઞાનસ્વરૂપ.

Page 115 of 214
PDF/HTML Page 127 of 226
single page version

background image
દ્રગ, જ્ઞાન ને ચારિત્રત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે,
જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦.
જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ,
શિવધામવાસી સિદ્ધ થાયત્રિલોકના ચૂડામણિ. ૪૧.
જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને;
ગુણદોષ જાણી એ રીતે, સદ્જ્ઞાનને જાણો તમે. ૪૨.
જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે,
અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩.
વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે
જે ચરણ ભાખ્યું, તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪.
ભાવો વિમળ ભાવે ચરણપ્રાભૃત સુવિરચિત સ્પષ્ટ જે,
છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫.
૪. બોધપ્રાભૃત
શાસ્ત્રાર્થ બહુ જાણે, સુદ્રગસંયમવિમળ તપ આચરે,
વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે સૂરિગણને વંદીને; ૧.
ષટ્કાયસુખકર કથન કરું સંક્ષેપથી, સુણજો તમે,
જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨.
૧.સુદ્રગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ.
૨.વર્જિતકષાય = કષાયરહિત.
૩.સૂરિગણ = આચાર્યોનો સમૂહ.

Page 116 of 214
PDF/HTML Page 128 of 226
single page version

background image
જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને
વીતરાગ જિનનું બિંબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩.
અર્હંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અર્હંત ને
ગુણશુદ્ધ પ્રવ્રજ્યા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪.
આયત્ત છે મન-વચન-કાયા ઇન્દ્રિવિષયો જેહને,
તે સંયમીનું રૂપ ભાખ્યું આયતન જિનશાસને. ૫.
આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમોહ-રાગ-વિરોધ છે,
ૠષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬.
સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે,
મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ૭.
સ્વાત્મા-પરાત્મા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે,
છે ચૈત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવ્રતે. ૮.
ચેતન સ્વયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને અલ્પ છે,
ષટ્કાયહિતકર તેહ ભાખ્યું ચૈત્યગૃહ જિનશાસને. ૯.
દ્રગ-જ્ઞાન-નિર્મળચરણધરની ભિન્ન જંગમ કાય જે,
નિર્ગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦.
જાણે-જુએ નિર્મળ સુદ્રગ સહ, ચરણ નિર્મળ આચરે,
તે વંદનીય નિર્ગ્રંથ-સંયતરૂપ પ્રતિમા જાણજે. ૧૧.
૧.અર્હંતદેશિત = અર્હંતભગવાને કહેલ.
૨.ગુણશુદ્ધ પ્રવ્રજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા.
૩.આયત્ત = આધીન; વશીભૂત.૪. સદર્થ = સત્ અર્થ.
૫.વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું
૬.અલ્પ = ગૌણ.૭. સુદ્રગ = સમ્યગ્દર્શન.

Page 117 of 214
PDF/HTML Page 129 of 226
single page version

background image
નિઃસીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને,
શાશ્વતસુખી, અશરીર ને કર્માષ્ટબંધવિમુક્ત જે, ૧૨.
અક્ષોભ-નિરુપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી,
તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩.
દર્શાવતું સંયમ-સુદ્રગ-સદ્ધર્મરૂપ, નિર્ગ્રંથ ને
જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કહ્યું જિનશાસને. ૧૪.
જ્યમ ફૂ લ હોય સુગંધમય ને દૂધ ઘૃતમય હોય છે,
રૂપસ્થ દર્શન હોય સમ્યગ્જ્ઞાનમય એવી રીતે. ૧૫.
જિનબિંબ છે, જે જ્ઞાનમય, વીતરાગ, સંયમશુદ્ધ છે,
દીક્ષા તથા શિક્ષા કરમક્ષયહેતુ આપે શુદ્ધ જે. ૧૬.
તેની કરો પૂજા, વિનય-વાત્સલ્ય-પ્રણમન તેહને,
જેને સુનિશ્ચિત જ્ઞાન, દર્શન, ચેતનાપરિણામ છે. ૧૭.
તપવ્રતગુણોથી શુદ્ધ, નિર્મળ સુદ્રગ સહ જાણે-જુએ,
દીક્ષા-સુશિક્ષાદાયિની અર્હંતમુદ્રા તેહ છે. ૧૮.
ઇન્દ્રિય-કષાયનિરોધમય મુદ્રા સુદ્રઢસંયમમયી,
આ ઉક્ત મુદ્રા જ્ઞાનથી નિષ્પન્ન, જિનમુદ્રા કહી. ૧૯.
સંયમસહિત સદ્ધ્યાનયોગ્ય વિમુક્તિપથના લક્ષ્યને,
પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાતવ્ય છે. ૨૦.
શર-અજ્ઞ વેધ્ય-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને,
અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧.
૧. નિઃસીમ = અનંત૨. વ્યુત્સર્ગપ્રતિમા = કાયોત્સર્ગમય પ્રતિમા.
૩. જ્ઞાનાત્મ = જ્ઞાનમય. ૪. શર-અજ્ઞ = બાણવિદ્યાનો અજાણ.
૫. વેધ્ય-અજાણ = નિશાનસંબંધી અજાણ.

Page 118 of 214
PDF/HTML Page 130 of 226
single page version

background image
રે! જ્ઞાન નરને થાય છે; તે સુજન તેમ વિનીતને;
તે જ્ઞાનથી, કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને. ૨૨.
મતિ ચાપ થિર, શ્રુત દોરી, જેને રત્નત્રય શુભ બાણ છે,
પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગે નવ ચૂકે. ૨૩.
તે દેવ, જે સુરીતે ધરમ ને અર્થ, કામ, સુજ્ઞાન દે;
તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪.
તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્ત જે,
તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. ૨૫.
વ્રત-સુદ્રગનિર્મળ, ઇન્દ્રિસંયમયુક્ત ને નિરપેક્ષ જે,
તે તીર્થમાં દીક્ષા-સુશિક્ષારૂપ સ્નાન કરો, મુને! ૨૬.
નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને,
જો શાન્તભાવે યુક્ત તો, તીરથ કહ્યું જિનશાસને. ૨૭.
અભિધાન-સ્થાપન-દ્રવ્ય-ભાવે, સ્વીય ગુણપર્યાયથી,
અર્હંત જાણી શકાય છે આગતિ-ચ્યવન-સંપત્તિથી. ૨૮.
નિઃસીમ દર્શન-જ્ઞાન છે, વસુબંધલયથી મોક્ષ છે,
નિરુપમ ગુણે આરૂઢ છે, અર્હંત આવા હોય છે. ૨૯.
જે પુણ્ય-પાપ, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણ ને
વળી દોષકર્મ હણી થયા જ્ઞાનાત્મ, તે અર્હંત છે. ૩૦.
છે સ્થાપના અર્હંતની કર્તવ્ય પાંચ પ્રકારથી,
‘ગુણ’, માર્ગણા, પર્યાપ્તિ તેમ જ પ્રાણ ને જીવસ્થાનથી. ૩૧.
૧.ચાપ = ધનુષ્ય.૨. શુભ = સારું.
૩.નિરપેક્ષ = અભિલાષારહિત. ૪. અભિધાન = નામ.
૫.સ્વીય = પોતાના. ૬. વસુ = આઠ ૭. ‘ગુણ’ = ગુણસ્થાન.

Page 119 of 214
PDF/HTML Page 131 of 226
single page version

background image
અર્હત્ સયોગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે;
ચોત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહાર્યસમેત છે. ૩૨.
ગતિ-ઇન્દ્રિ-કાયે, યોગ-વેદ-કષાય-સંયમ-જ્ઞાનમાં,
દ્રગ-ભવ્ય-લેશ્યા-સંજ્ઞી-સમકિત-આ’રમાં એ સ્થાપવા. ૩૩.
આહાર, કાયા, ઇન્દ્રિ, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન તણી,
અર્હંત ઉત્તમ દેવ છે સમૃદ્ધ ષટ્ પર્યાપ્તિથી. ૩૪.
ઇન્દ્રિયપ્રાણો પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચ-કાયના,
બે આયુ-શ્વાસોચ્છ્વાસપ્રાણો,પ્રાણ એ દસ હોય ત્યાં. ૩૫.
માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે;
પૂર્વોક્ત ગુણગણયુક્ત, ‘ગુણ’-આરૂઢ શ્રી અર્હંત છે. ૩૬.
વણવ્યાધિ-દુઃખ-જરા, અહાર-નિહારવર્જિત, વિમળ છે,
અજુગુપ્સિતા, વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે; ૩૭.
દસ પ્રાણ, ષટ્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ર લક્ષણ યુક્ત છે,
સર્વાંગ ગોક્ષીર-શંખતુલ્ય સુધવલ માંસ-રુધિર છે; ૩૮.
આવા ગુણે સર્વાંગ અતિશયવંત, પરિમલમ્હેકતી,
ઔદારિકી કાયા અહો ! અર્હત્પુરુષની જાણવી. ૩૯.
મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે,
મનપરિણમનપરિમુક્ત, કેવળભાવસ્થિત અર્હંત છે. ૪૦.
૧.અજુગુપ્સિતા = જેના પ્રત્યે જુગુપ્સા ન થાય એવી.
૨.વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ = નાકના મેલથી, કફથી ને પરસેવાથી
રહિત.
૩.
સુધવલ = ધોળું.૪. પરિમલ = સુગંધ.
૫.ત્યક્તકષાયમળ = કષાયમળ રહિત.
૬.કેવળ = એકલો; નિર્ભેળ; શુદ્ધ.

Page 120 of 214
PDF/HTML Page 132 of 226
single page version

background image
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને,
સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે,અર્હંતનો આ ભાવ છે. ૪૧.
મુનિ શૂન્યગૃહ, તરુતલ વસે, ઉદ્યાન વા સમશાનમાં,
ગિરિકંદરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમાં. ૪૨.
નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્રચૈત્યાલય અને
જિનભવન મુનિનાં લક્ષ્ય છેજિનવર કહે જિનશાસને. ૪૩.
પંચેન્દ્રિસંયમવંત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને
સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને. ૪૪.
ગૃહ-ગ્રંથ-મોહવિમુક્ત છે, પરિષહજયી, અકષાય છે,
છે મુક્ત પાપારંભથી,દીક્ષા કહી આવી જિને. ૪૫.
ધન-ધાન્ય-પટ, કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં
સર્વે કુદાન વિહીન છે,દીક્ષા કહી આવી જિને. ૪૬.
નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિ ને લબ્ધિ વિષે,
તૃણ-કંચને સમભાવ છે,દીક્ષા કહી આવી જિને. ૪૭.
નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે
સર્વત્ર પિંડ ગ્રહાય છે,દીક્ષા કહી આવી જિને. ૪૮.
નિર્ગ્રંથ ને નિઃસંગ નિર્માનાશ, નિરહંકાર છે,
નિર્મમ, અરાગ, અદ્વેષ છે,દીક્ષા કહી આવી જિને. ૪૯.
નિઃસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે,
આશારહિત, નિર્લોભ છે,દીક્ષા કહી આવી જિને. ૫૦.
૧. ઉદ્યાન = બગીચો.૨. ગિરિકંદર = પર્વતની ગુફા.
૩. પટ = વસ્ત્ર.૪. કંચન-રજત = સોનું-રૂપું.
૫. લબ્ધિ = લાભ.૬. સદન = ઘર. ૭. પિંડ = આહાર.
૮. નિર્માનાશ = માન ને આશા રહિત.

Page 121 of 214
PDF/HTML Page 133 of 226
single page version

background image
જન્મ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, નિરાયુધ, શાંત છે,
પરકૃત નિલયમાં વાસ છે,દીક્ષા કહી આવી જિને. ૫૧.
ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત રૂક્ષ છે,
મદ-રાગ-દ્વેષવિહીન છે,દીક્ષા કહી આવી જિને. ૫૨.
જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે,
સમ્યક્ત્વગુણથી શુદ્ધ છે,દીક્ષા કહી આવી જિને. ૫૩.
નિર્ગ્રંથ દીક્ષા છે કહી ષટ્ સંહનનમાં જિનવરે;
ભવિ પુરુષ ભાવે તેહને; તે કર્મક્ષયનો હેતુ છે. ૫૪.
તલતુષપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં;
આવી પ્રવ્રજ્યા હોય છે સર્વજ્ઞજિનદેવે કહી. ૫૫.
ઉપસર્ગ-પરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્યે રહે,
સર્વત્ર કાષ્ઠ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. ૫૬.
સ્ત્રી-ષંઢ-પશુ-દુઃશીલનો નહિ સંગ, નહિ વિકથા કરે,
સ્વાધ્યાય-ધ્યાને યુક્ત છે,દીક્ષા કહી આવી જિને. ૫૭.
તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદ્રગગુણસુવિશુદ્ધ છે,
છે ગુણવિશુદ્ધ,સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮.
સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા,
જ્યમ શુદ્ધસમ્યગ્દરશયુત નિર્ગ્રંથ જિનપથ વર્ણવ્યા. ૫૯.
૧. લંબિતભુજ = નીચે લટકતા હાથવાળી. ૨. નિરાયુધ = શસ્ત્રરહિત.
૩. નિલય = રહેઠાણ.
૪.દમ = ઇન્દ્રિયનિગ્રહ.
૫. રૂક્ષ = તેલમર્દન રહિત.૬.ષંઢ = નપુંસક.
૭. દુઃશીલ = કુશીલ જનો.
૮. દીક્ષાંત = પ્રવ્રજ્યા સુધીના.

Page 122 of 214
PDF/HTML Page 134 of 226
single page version

background image
રૂપસ્થ સુવિશુદ્ધાર્થ વર્ણન જિનપથે જ્યમ જિન કર્યું,
ત્યમ ભવ્યજનબોધન-અરથ ષટ્કાયહિતકર અહીં કહ્યું. ૬૦.
જિનકથન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું;
તે જાણ્યું શિષ્યે ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું. ૬૧.
જસ બોધ દ્વાદશ અંગનો, ચઉદશપૂરવ-વિસ્તારનો,
જય હો શ્રુતંધર ભદ્રબાહુ ગમકગુરુ ભગવાનનો. ૬૨.
૫. ભાવપ્રાભૃત
સુર-અસુર-નરપતિવંદ્ય જિનવર-ઇન્દ્રને, શ્રી સિદ્ધને,
મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાભૃત-શાસ્ત્રને. ૧.
છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમાર્થ છે;
ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨.
રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે;
છે વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩.
છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી
પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪.
પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે,
તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને? ૫.
૧. સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું; તાત્ત્વિક.
૨. જસ = જેમને.
૩. ચઉદશ = ચૌદ.૪.
શ્રુતંધર = શ્રુતજ્ઞાની.
૫. વિફળ = નિષ્ફળ.૬. આંતર-ગ્રંથ = અભ્યંતર પરિગ્રહ.
૭. લંબિતકર = નીચે લટકાવેલા હાથવાળા.

Page 123 of 214
PDF/HTML Page 135 of 226
single page version

background image
છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે?
હે પથિક! શિવનગરી તણો પથ યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬.
સત્પુરુષ! કાળ અનાદિથી નિઃસીમ આ સંસારમાં
બહુ વાર ભાવ વિના બહિર્નિર્ગ્રંથ રૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭.
ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં,
તેં જીવ! તીવ્ર દુખો સહ્યાં; તું ભાવ રે! જિનભાવના. ૮.
ભીષણ સુતીવ્ર અસહ્ય દુઃખો સપ્ત નરકાવાસમાં
બહુ દીર્ઘ કાળપ્રમાણ તેં વેદ્યાં, અછિન્નપણે સહ્યાં. ૯.
રે ! ખનન-ઉત્તાપન-પ્રજાલન-વીજન-છેદ-નિરોધનાં
ચિરકાળ પામ્યો દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦.
તેં સહજ, કાયિક, માનસિક, આગંતુચાર પ્રકારનાં
દુઃખો લહ્યાં નિઃસીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં. ૧૧.
સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયશ ! સ્વર્ગમાં
૧૦શુભભાવનાવિરહિતપણે તેં તીવ્ર ૧૧માનસ દુખ સહ્યાં. ૧૨.
તું સ્વર્ગલોકે હીન દેવ થયો, દરવલિંગીપણે
કાંદર્પી-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩.
૧. યત્ન = પ્રયત્ન; (શુદ્ધભાવરૂપ) ઉદ્યમ.
૨. અછિન્ન = સતત; નિરંતર.
૩. ખનન = ખોદવાની ક્રિયા.
૪. ઉત્તાપન = તપાવવાની ક્રિયા.૫. પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા.
૬. વીજન = પંખાથી પવન નાખવાની ક્રિયા.
૭. છેદ = કાપવાની ક્રિયા. ૮. નિરોધ = બંધનમાં રાખવાની ક્રિયા.
૯. આગંતુ = આગંતુક; બહારથી આવી પડેલ.
૧૦.
શુભભાવના = સારી ભાવના અર્થાત્ શુદ્ધ પરિણતિ.
૧૧.માનસ = માનસિક.

Page 124 of 214
PDF/HTML Page 136 of 226
single page version

background image
બહુ વાર કાળ અનાદિથી પાર્શ્વસ્થ-આદિક ભાવના
તેં ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુઃખો લહ્યાં. ૧૪.
રે! હીન દેવ થઈ તું પામ્યો તીવ્ર માનસ દુઃખને,
દેવો તણા ગુણવિભવ, ૠદ્ધિ, મહાત્મ્ય બહુવિધ દેખીને. ૧૫.
મદમત્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહીં,
બહુશઃ કુદેવપણું લહ્યું તેં, અશુભ ભાવે પરિણમી. ૧૬.
હે મુનિપ્રવર! તું ચિર વસ્યો બહુ જનનીના ગર્ભોપણે
નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭.
જન્મો અનંત વિષે અરે! જનની અનેરી અનેરીનું
સ્તનદૂધ તેં પીધું મહાયશ! ઉદધિજળથી અતિ ઘણું. ૧૮.
તુજ મરણથી દુઃખાર્ત બહુ જનની અનેરી અનેરીનાં
નયનો થકી જળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯.
નિઃસીમ ભવમાં ત્યક્ત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને
સુર કોઈ એકત્રિત કરે તો ગિરિઅધિક રાશિ બને. ૨૦.
જલ-થલ-અનલ-પવને, નદી-ગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં
વણ આત્મવશતા ચિર વસ્યો સર્વત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧.
ભક્ષણ કર્યાં તેં લોકવર્તી પુદ્ગલોને સર્વને,
ફરી ફરી કર્યાં ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. ૨૨.
પીડિત તૃષાથી તેં પીધાં છે સર્વ ત્રિભુવનનીરને,
તોપણ તૃષા છેદાઈ ના; ચિંતવ અરે! ભવછેદને. ૨૩.
૧. બહુશઃ = અનેક વાર.૨. ઉદધિજળ = સમુદ્રનું પાણી.
૩. ગિરિઅધિક રાશિ = પર્વતથી પણ વધુ મોટો ઢગલો.
૪. ત્રિભુવનનીર = ત્રણ લોકનું બધું પાણી.
૫. ભવછેદ = ભવનો નાશ.

Page 125 of 214
PDF/HTML Page 137 of 226
single page version

background image
હે ધીર! હે મુનિવર! ગ્રહ્યાં-છોડ્યાં શરીર અનેક તેં,
તેનું નથી પરિમાણ કંઈ નિઃસીમ ભવસાગર વિષે. ૨૪.
વિષ-વેદનાથી, રક્તક્ષય-ભય-શસ્ત્રથી, સંક્લેશથી,
આયુષ્યનો ક્ષય થાય છે આહાર-શ્વાસનિરોધથી; ૨૫.
હિમ-અગ્નિ-જળથી, ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી,
અન્યાય-રસવિજ્ઞાન-યોગપ્રધારણાદિ પ્રસંગથી. ૨૬.
હે મિત્ર! એ રીત જન્મીને ચિર કાળ નર-તિર્યંચમાં,
બહુ વાર તું પામ્યો મહાદુખ આકરાં અપમૃત્યુનાં. ૨૭.
છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તેં મરણો કર્યાં
અંતર્મુહૂર્તપ્રમાણ કાળ વિષે નિગોદનિવાસમાં. ૨૮.
રે! જાણ એંશી સાઠ ચાળીશ ક્ષુદ્રભવ વિકલેંદ્રિના,
અંતર્મુહૂર્તે ક્ષુદ્રભવ ચોવીશ પંચેન્દ્રિય તણા. ૨૯.
વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો,
ભાખ્યું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦.
નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દ્રષ્ટિ છે,
તદ્બોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે;માર્ગ એ. ૩૧.
૧. વિષ-વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી.
૨. આહાર-શ્વાસનિરોધ = આહારનો ને શ્વાસનો નિરોધ.
૩. ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી = ઊંચા પર્વત ને વૃક્ષ પર ચડતાં પડી
જવાથી.
૪. તદ્બોધ = તેનું જ્ઞાન; નિજ આત્માને જાણવું તે.
૫. ચરણ = ચારિત્ર; સમ્યક્ચારિત્ર.

Page 126 of 214
PDF/HTML Page 138 of 226
single page version

background image
હે જીવ! કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે;
તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨.
ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કોઈ રહ્યું નથી,
જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જન્મ્યો નથી. ૩૩.
જીવ જનિ-જરા-મૃતતપ્ત કાળ અનંત પામ્યો દુઃખને,
જિનલિંગને પણ ધારી પારંપર્યભાવવિહીનને. ૩૪.
પ્રતિદેશ-પુદ્ગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તેં
બહુશઃ શરીર ગ્રહ્યાં-તજ્યાં નિઃસીમ ભવસાગર વિષે. ૩૫.
ત્રણશત-અધિક ચાળીસ-ત્રણ રજ્જુપ્રમિત આ લોકમાં
તજી આઠ કોઈ પ્રદેશ ના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. ૩૬.
પ્રત્યેક અંગુલ છન્નું જાણો રોગ માનવદેહમાં;
તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭.
એ રોગ પણ સઘળા સહ્યા તેં પૂર્વભવમાં પરવશે;
તું સહી રહ્યો છે આમ, યશધર! અધિક શું કહીએ તને? ૩૮.
મળ-મૂત્ર-શોણિત-પિત્ત, કરમ, બરોળ, યકૃત, આંત્ર જ્યાં,
ત્યાં માસ નવ-દશ તું વસ્યો બહુ વાર જનની-ઉદરમાં. ૩૯.
જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને,
તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે! ૪૦.
૧. કુમરણમરણ = કુમરણરૂપ મરણ.૨. જર = જરા.
૩. જનિ-જરા-મૃતતપ્ત = જન્મ, જરા અને મરણથી પીડિત વર્તતો થકો.
૪. પારંપર્યભાવવિહીન = પરંપરાગત ભાવલિંગથી રહિત; આચાર્યોની પરંપરાથી
ચાલ્યા આવતા ભાવલિંગ રહિત.૫. બહુશઃ = અનેક વાર.
૬. શોણિત = લોહી. ૭. કરમ = કૃમિ. ૮. યકૃત = કલેજું.
૯. આંત્ર = આંતરડાં.

Page 127 of 214
PDF/HTML Page 139 of 226
single page version

background image
તું અશુચિમાં લોટ્યો ઘણું શિશુકાળમાં અણસમજમાં,
મુનિવર! અશુચિ આરોગી છે બહુ વાર તેં બાલત્વમાં. ૪૧.
પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગંધ શબ સમ જ્યાં સ્રવે,
ચિંતવ તું પીપ-વસાદિ-અશુચિભરેલ કાયાકું ભને. ૪૨.
રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે,
ઈમ ભાવીને હે ધીર! તું પરિત્યાગ આંતર ગ્રંથને. ૪૩.
દેહાદિસંગ તજ્યો અહો! પણ મલિન માનકષાયથી
આતાપના કરતા રહ્યા બાહુબલી મુનિ ક્યાં લગી? ૪૪.
તન-ભોજનાદિપ્રવૃત્તિના તજનાર મુનિ મધુપિંગલે,
હે ભવ્યનૂત! નિદાનથી જ લહ્યું નહીં શ્રમણત્વને. ૪૫.
બીજાય સાધુ વસિષ્ઠ પામ્યા દુઃખને નિદાનથી;
એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી. ૪૬.
એવો ન કોઈ પ્રદેશ લખ ચોરાશી યોનિનિવાસમાં,
રે! ભાવવિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યો ન જ્યાં. ૪૭.
છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે;
તેથી ધરો રે! ભાવને, દ્રવલિંગથી શું સાધ્ય છે? ૪૮.
દંડકનગર કરી દગ્ધ સઘળું દોષ અભ્યંતર વડે,
જિનલિંગથી પણ બાહુ એ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯.
વળી એ રીતે બીજા દરવસાધુ દ્વીપાયન નામના
વરજ્ઞાનદર્શનચરણભ્રષ્ટ, અનંતસંસારી થયા. ૫૦.
૧. પલ = માંસ.૨. પીપ-વસાદિ = પરુ, ચરબી વગેરે.
૩. આંતર = અભ્યંતર.
૪. ભવ્યનૂત = ભવ્યજીવો જેની પ્રશંસા કરે છે એવા; ભવ્ય જીવો વડે જેને
નમવામાં આવે છે એવા.૫. શ્રમણત્વને = ભાવમુનિપણાને.

Page 128 of 214
PDF/HTML Page 140 of 226
single page version

background image
બહુયુવતિજનવેષ્ટિત છતાં પણ ધીર શુદ્ધમતિ અહા!
એ ભાવસાધુ શિવકુમાર પરીતસંસારી થયા. ૫૧.
જિનવરકથિત એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને
ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિત્વને. ૫૨.
શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા
‘તુષમાષ’ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. ૫૩.
નગ્નત્વ તો છે ભાવથી; શું નગ્ન બાહિર-લિંગથી?
રે! નાશ કર્મસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪.
નગ્નત્વ ભાવવિહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે,
ઈમ જાણીને હે ધીર! નિત્યે ભાવ તું નિજ આત્મને. ૫૫.
દેહાદિસંગવિહીન છે, વર્જ્યા સકળ માનાદિ છે,
આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. ૫૬.
પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૫૭.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૫૮.
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૫૯.
૧.વેષ્ટિત = વિંટળાયેલા.
૨.પરીતસંસારી = પરિમિત સંસારવાળા; અલ્પસંસારી.
૩.એકાદશાંગ = અગિયાર અંગ.
૪.તુષમાષ = ફોતરાં અને અડદ.
૫.બાહિર = બાહ્ય.