Shastra Swadhyay (Gujarati). 6. moksha prAbhrut.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 12

 

Page 129 of 214
PDF/HTML Page 141 of 226
single page version

background image
તું શુદ્ધ ભાવે ભાવ રે! સુવિશુદ્ધ નિર્મળ આત્મને,
જો શીઘ્ર ચઉગતિમુક્ત થઈ ઇચ્છે સુશાશ્વત સૌખ્યને. ૬૦.
જે જીવ જીવસ્વભાવને ભાવે, સુભાવે પરિણમે,
જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧.
છે જીવ જ્ઞાનસ્વભાવ ને ચૈતન્યયુતભાખ્યું જિને;
એ જીવ છે જ્ઞાતવ્ય, કર્મવિનાશકરણનિમિત્ત જે. ૬૨.
‘સત્’ હોય જીવસ્વભાવ ને ન ‘અસત્’ સરવથા જેમને,
તે દેહવિરહિત વચનવિષયાતીત સિદ્ધપણું લહે. ૬૩.
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૬૪.
તું ભાવ ઝટ અજ્ઞાનનાશન જ્ઞાન પંચપ્રકાર રે!
એ ભાવનાપરિણત સ્વરગ-શિવસૌખ્યનું ભાજન બને. ૬૫.
રે! પઠન તેમ જ શ્રવણ ભાવવિહીનથી શું સધાય છે?
સાગાર-અણગારત્વના કારણસ્વરૂપે ભાવ છે. ૬૬.
છે નગ્ન તો તિર્યંચ-નારક સર્વ જીવો દ્રવ્યથી;
પરિણામ છે નહિ શુદ્ધ જ્યાં ત્યાં ભાવશ્રમણપણું નથી. ૬૭.
તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે,
તે નગ્ન બોધિ લહે નહીં, જિનભાવના નહિ જેહને. ૬૮.
૧. સુભાવ = સારો ભાવ અર્થાત્ શુદ્ધ ભાવ.
૨. જર = જરા.
૩. કર્મવિનાશકરણનિમિત્ત = કર્મનો ક્ષય કરવાનું નિમિત્ત.
૪. સ્વરગ-શિવસૌખ્ય = સ્વર્ગ અને મોક્ષનાં સુખ.
૫. સાગાર-અણગારત્વ = શ્રાવકપણું અને મુનિપણું.

Page 130 of 214
PDF/HTML Page 142 of 226
single page version

background image
શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી,
બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી? ૬૯.
થઈ શુદ્ધ આંતર-ભાવમળવિણ, પ્રગટ કર જિનલિંગને;
જીવ ભાવમળથી મલિન બાહિર-સંગમાં મલિનિત બને. ૭૦.
નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે,
તે ઇક્ષુફૂ લસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧.
જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિર્ગ્રંથ છે,
પામે ન બોધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિષે. ૭૨.
મિથ્યાત્વ-આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને,
પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩.
છે ભાવ દિવશિવસૌખ્યભાજન; ભાવવર્જિત શ્રમણ જે
પાપી કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪.
નર-અમર-વિદ્યાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી
૧૦ચક્રી-વિશાળવિભૂતિ બોધિ પ્રાપ્ત થાય ૧૧સુભાવથી. ૭૫.
૧. આંતર-ભાવમળવિણ = અભ્યંતર ભાવમલિનતા રહિત.
૨. મલિનિત = મલિન.
૩. દોષાવાસ = દોષોનું ઘર.
૪. ઇક્ષુફૂ લ = શેરડીનાં ફૂ લ.
૫. દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન.
૬. કરમમળમલિનમન = કર્મમળથી મલિન મનવાળો.
૭. અમર = દેવ.
૮. સંસ્તુત = જેની સારી રીતે પ્રશંસા કરવામાં આવે છે એવી.
૯. કરાંજલિપંક્તિ = હાથની અંજલિની (અર્થાત્ જોડેલા બે હાથની) હારમાળા.
૧૦. ચક્રી-વિશાળવિભૂતિ = ચક્રવર્તીની ઘણી મોટી ૠદ્ધિ.
૧૧. સુભાવથી = સારા ભાવથી.

Page 131 of 214
PDF/HTML Page 143 of 226
single page version

background image
શુભ, અશુભ તેમ જ શુદ્ધત્રણવિધ ભાવ જિનપ્રજ્ઞપ્ત છે;
ત્યાં ‘અશુભ’ આરત-રૌદ્ર ને ‘શુભ’ ધર્મ્ય છેભાખ્યું જિને. ૭૬.
આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહીં રહે તે ‘શુદ્ધ’ છે;
આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭.
છે ગલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે,
તે જીવ ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮.
વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને,
બાંધે અચિર કાળે કરમ તીર્થંકરત્વ-સુનામને. ૭૯.
તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા ત્રણવિધે;
વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર ! જ્ઞાનાંકુશ વડે. ૮૦.
ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પટત્યાગ છે,
૧૦છે ભાવ ભાવિતપૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧.
૧. આરત-રૌદ્ર = આર્ત અને રૌદ્ર.
૨. ગલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો.
૩. સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો.
૪. ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત.
૫. અચિર કાળે = અલ્પ કાળે.
૬. ત્રણવિધે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
૭. મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને.
૮. ભૂશયન = ભૂમિ પર સૂવું તે.
૯. પંચવિધ-પટત્યાગ = પાંચ પ્રકારનાં વસ્ત્રોનો ત્યાગ.
૧૦. છે ભાવ ભાવિતપૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો
હોય છે; જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે.

Page 132 of 214
PDF/HTML Page 144 of 226
single page version

background image
રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરક, તરુગણે ગોશીર્ષ છે,
જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨.
પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખ્યું શાસને;
છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩.
પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું
તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪.
રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે
ભવતરણકારણ ધર્મ છે તેએમ જિનદેવો કહે. ૮૫.
પણ આત્મને ઇચ્છ્યા વિના પુણ્યો અશેષ કરે ભલે,
તોપણ લહે નહિ સિદ્ધને, ભવમાં ભમેઆગમ કહે. ૮૬.
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો,
તે આત્મને જાણો પ્રયત્ને, મુક્તિને જેથી વરો. ૮૭.
અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહા નરકમાં,
તેથી નિજાત્મા જાણી નિત્ય તું ભાવ રે! જિનભાવના. ૮૮.
રે! બાહ્યપરિગ્રહત્યાગ, પર્વત-કંદરાદિનિવાસ ને
જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થક ભાવવિરહિત શ્રમણને. ૮૯.
તું ઇન્દ્રિસેના તોડ, મનમર્કટ તું વશ કર યત્નથી,
નહિ કર તું જનરંજનકરણ બહિરંગ-વ્રતવેશી બની. ૯૦.
૧. હીરક = હીરો.
૨. ગોશીર્ષ = બાવનાચંદન.
૩. ભાવિભવમથન = ભાવી ભવોને હણનાર.
૪. ભવતરણકારણ = સંસારને તરી જવાના કારણભૂત.
૫. મનમર્કટ = મનરૂપી માંકડું; મનરૂપી વાંદરું.

Page 133 of 214
PDF/HTML Page 145 of 226
single page version

background image
મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધિથી;
કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. ૯૧.
તીર્થેશભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત જેહ છે,
પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨.
જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણાદાહશોષ થકી છૂટી,
શિવધામવાસી સિદ્ધ થાયત્રિલોકના ચૂડામણિ. ૯૩.
બાવીશ પરિષહ સર્વકાળ સહો મુને ! કાયા વડે,
અપ્રમત્ત રહી, સૂત્રાનુસાર, નિવારી સંયમઘાતને. ૯૪.
પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે,
ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગ ને પરિષહ વડે. ૯૫.
તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને;
શું છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી અરે! ૯૬.
પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ, તત્ત્વો સાતને,
મુનિ! ભાવ જીવસમાસને, ગુણસ્થાન ભાવ તું ચૌદને. ૯૭.
અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને;
રે! મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ભીમ ભવાર્ણવે. ૯૮.
ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને;
ભાવે રહિત તો હે શ્રમણ! ચિર દીર્ઘસંસારે ભમે. ૯૯.
રે ! ભાવમુનિ કલ્યાણકોની શ્રેણિયુત સૌખ્યો લહે;
ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુઃખો સહે. ૧૦૦.
૧. તીર્થેશભાષિત = તીર્થંકરદેવે કહેલ. ૨. પૂરણવિરત = પૂર્ણવિરત; સર્વવિરત.
૩. મિથુનસંજ્ઞાસક્ત = મૈથુનસંજ્ઞામાં આસક્ત.
૪. ભીમ ભવાર્ણવ = ભયંકર સંસારસમુદ્ર.

Page 134 of 214
PDF/HTML Page 146 of 226
single page version

background image
અવિશુદ્ધ ભાવે દોષ છેંતાળીસ સહ ગ્રહી અશનને,
તિર્યંચગતિ મધ્યે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. ૧૦૧.
તું વિચાર રે!તેં દુઃખ તીવ્ર લહ્યાં અનાદિ કાળથી,
કરી અશન-પાન સચિત્તનાં અજ્ઞાન-ગૃદ્ધિ-દર્પથી. ૧૦૨.
કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પો, બીજ આદિ સચિત્તને
તું માન-મદથી ખાઈને ભટક્યો અનંત ભવાર્ણવે. ૧૦૩.
રે! વિનય પાંચ પ્રકારનો તું પાળ મન-વચ-તન વડે;
નર હોય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦૪.
તું હે મહાયશ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં
જિનભક્તિરત દશભેદ વૈયાવૃત્ત્યને આચર સદા. ૧૦૫.
તેં અશુભ ભાવે મન-વચન-તનથી કર્યો કંઈ દોષ જે,
કર ગર્હણા ગુરુની સમીપે ગર્વ-માયા છોડીને. ૧૦૬.
દુર્જન તણી નિષ્ઠુર-કટુક વચનોરૂપી થપ્પડ સહે
સત્પુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭.
મુનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે,
નર-અમર-વિદ્યાધર તણા સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે. ૧૦૮.
તેથી ક્ષમાગુણધર! ક્ષમા કર જીવ સૌને ત્રણવિધે;
ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯.
૧. દર્પ = ઊદ્ધતાઈ; ગર્વ.
૨. દશભેદ = દશવિધ.
૩. કર્મમળલયહેતુએ = કર્મમળનો નાશ કરવા માટે.
૪. પરિમંડિત ક્ષમાથી = ક્ષમાથી સર્વતઃ શોભિત.
૫. ત્રણવિધેે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.

Page 135 of 214
PDF/HTML Page 147 of 226
single page version

background image
સુવિશુદ્ધદર્શનધરપણે વરબોધિ કેરા હેતુએ
ચિંતવ તું દીક્ષાકાળ-આદિક, જાણી સાર-અસારને. ૧૧૦.
કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને;
છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧.
આહાર-ભય-પરિગ્રહ-મિથુનસંજ્ઞા થકી મોહિતપણે
તું પરવશે ભટક્યો અનાદિ કાળથી ભવકાનને. ૧૧૨.
તરુમૂલ, આતાપન, બહિઃશયનાદિ ઉત્તરગુણને
તું શુદ્ધ ભાવે પાળ, પૂજાલાભથી નિઃસ્પૃહપણે. ૧૧૩.
તું ભાવ પ્રથમ, દ્વિતીય, ત્રીજા, તુર્ય, પંચમ તત્ત્વને,
આદ્યંતરહિત ત્રિવર્ગહર જીવને, ત્રિકરણવિશુદ્ધિએ. ૧૧૪.
ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ૧૦ચિંતનીય ન ચિંતવે,
જીવ ત્યાં લગી પામે નહીં ૧૧જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫.
રે! પાપ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી;
પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬.
૧. વરબોધિ કેરા હેતુએ = ઉત્તમબોધિનિમિત્તે; ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
અર્થે.
૨. આંતર = અભ્યંતર.૩. ભવકાનને = સંસારરૂપી વનમાં.
૪. તરુમૂલ = વર્ષાકાળે વૃક્ષ નીચે સ્થિતિ કરવી તે.
૫. બહિઃશયન = શીતકાળે બહાર સૂવું તે.
૬. તુર્ય = ચતુર્થ.
૭. આદ્યંતરહિત = અનાદિ-
અનંત.
૮. ત્રિવર્ગહર = ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર અર્થાત્ અપવર્ગનેમોક્ષને
ઉત્પન્ન કરનાર.
૯. ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક; શુદ્ધ મન-વચન-કાયાથી.
૧૦. ચિંતનીય = ચિંતવવાયોગ્ય.
૧૧. જર = જરા.

Page 136 of 214
PDF/HTML Page 148 of 226
single page version

background image
મિથ્યા-કષાય-અવિરતિ-યોગ અશુભલેશ્યાન્વિત વડે
જિનવચપરાઙ્મુખ આતમા બાંધે અશુભરૂપ કર્મને. ૧૧૭.
વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બાંધે શુભને;
એ રીત બાંધે અશુભ-શુભ; સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮.
વેષ્ટિત છું હું જ્ઞાનાવરણકર્માદિ કર્માષ્ટક વડે;
બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે. ૧૧૯.
ચોરાશી લાખ ગુણો, અઢાર હજાર ભેદો શીલના,
સઘળુંય પ્રતિદિન ભાવ; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧૨૦.
ધ્યા ધર્મ્ય તેમ જ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને;
ચિરકાળ ધ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાનો આ જીવે. ૧૨૧.
દ્રવ્યે શ્રમણ ઇન્દ્રિયસુખાકુલ હોઈને છેદે નહીં;
ભવવૃક્ષ છેદે ભાવશ્રમણો ધ્યાનરૂપ કુઠારથી. ૧૨૨.
જ્યમ ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક બળે,
તે રીત રાગાનિલવિવર્જિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩.
ધ્યા પંચ ગુરુને, શરણ-મંગલ-લોકઉત્તમ જેહ છે,
આરાધનાનાયક, અમર-નર-ખચરપૂજિત, વીર છે. ૧૨૪.
૧. મિથ્યા = મિથ્યાત્વ.
૨. અશુભલેશ્યાન્વિત = અશુભ લેશ્યાયુક્ત; અશુભ લેશ્યાવાળા.
૩. વેષ્ટિત = ઘેરાયેલો; આચ્છાદિત; રુકાવટ પામેલો.
૪. અમિત = અનંત. ૫. નિરર્થ = નિરર્થક; જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા.
૬. કુઠાર = કુહાડો.
૭. ગર્ભગૃહ = મકાનની અંદરનો ભાગ.
૮. રાગાનિલવિવર્જિત = રાગરૂપી પવન રહિત.
૯. અમર-નર-ખચરપૂજિત = દેવો, મનુષ્યો અને વિદ્યાધરોથી પૂજિત.

Page 137 of 214
PDF/HTML Page 149 of 226
single page version

background image
જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને, ભાવથી
ભવિ થાય છે જર-મરણ-વ્યાધિદાહવર્જિત, શિવમયી. ૧૨૫.
જ્યમ બીજ હોતાં દગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં,
ત્યમ કર્મબીજ બળ્યે ભવાંકુર ભાવશ્રમણોને નહીં. ૧૨૬.
રે! ભાવશ્રમણ સુખો લહે ને દ્રવ્યમુનિ દુઃખો લહે;
તું ભાવથી સંયુક્ત થા, ગુણદોષ જાણી એ રીતે. ૧૨૭.
તીર્થેશ-ગણનાથાદિગત અભ્યુદયયુત સૌખ્યો તણી
પ્રાપ્તિ કરે છે ભાવમુનિ;ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮.
તે છે સુધન્ય, ત્રિધા સદૈવ નમસ્કરણ હો તેમને,
જે ભાવયુત, દ્રગજ્ઞાનચરણવિશુદ્ધ, માયામુક્ત છે. ૧૨૯.
ખેચર-સુરાદિક વિક્રિયાથી ૠદ્ધિ અતુલ કરે ભલે,
જિનભાવનાપરિણત સુધીર લહે ન ત્યાં પણ મોહને. ૧૩૦.
તો દેવ-નરનાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને
મુનિપ્રવર જે જાણે, જુએ ને ચિંતવે છે મોક્ષને? ૧૩૧.
૧. ભાવથી = શુદ્ધ ભાવથી.
૨. ભવિ = ભવ્ય જીવો.
૩. જર-મરણ-વ્યાધિદાહવર્જિત = જરા-મરણ-રોગસંબંધી બળતરાથી મુક્ત.
૪. શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત્ સિદ્ધ.
૫. તીર્થેશ-ગણનાથાદિગત = તીર્થંકર-ગણધરાદિસંબંધી.
૬. ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
૭ . ભાવયુત = શુદ્ધ ભાવ સહિત.
૮. ખેચર-સુરાદિક = વિદ્યાધર, દેવ વગેરે.
૯. જુએ = દેખે, શ્રદ્ધે.

Page 138 of 214
PDF/HTML Page 150 of 226
single page version

background image
રે! આક્રમે ન જરા, ગદાગ્નિ દહે ન તનકુટિ જ્યાં લગી,
બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧૩૨.
છ અનાયતન તજ, કર દયા ષટ્જીવની ત્રિવિધે સદા,
મહાસત્ત્વને તું ભાવ રે! અપૂરવપણે હે મુનિવરા! ૧૩૩.
ભમતાં અમિત ભવસાગરે, તેં ભોગસુખના હેતુએ
સહુજીવ-દશવિધપ્રાણનો આહાર કીધો ત્રણવિધે. ૧૩૪.
પ્રાણીવધોથી હે મહાયશ! યોનિ લખ ચોરાશીમાં
ઉત્પત્તિનાં ને મરણનાં દુઃખો નિરંતર તેં લહ્યાં. ૧૩૫.
તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ!
દે અભય, જે કલ્યાણસૌખ્યનિમિત્ત પારંપર્યથી. ૧૩૬.
શત-એંશી કિરિયાવાદીના, ચોરાશી ૧૦તેથી વિપક્ષના,
બત્રીશ સડસઠ ભેદ છે વૈનયિક ને અજ્ઞાનીના. ૧૩૭.
સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮.
૧૧દુર્બુદ્ધિ-દુર્મતદોષથી ૧૨મિથ્યાત્વઆવૃતદ્રગ રહે,
આત્મા અભવ્ય જિનેંદ્રજ્ઞાપિત ધર્મની રુચિ નવ કરે. ૧૩૯.
૧. આક્રમે = આક્રમણ કરે; હલ્લો કરે; ઘેરી વળે; પકડે.
૨. ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ.
૩. તનકુટિ = કાયારૂપી ઝૂંપડી.
૪. ત્રિવિધે = મન-વચન-કાયયોગથી.૫. અપૂરવપણે = અપૂર્વપણે.
૬. અમિત = અનંત.૭. અભય = અભયદાન.
૮. કલ્યાણ = તીર્થંકરદેવનાં કલ્યાણક.૯. પારંપર્યથી = પરંપરાએ.
૧૦. તેથી વિપક્ષના = અક્રિયાવાદીના.
૧૧. દુર્બુદ્ધિ-દુર્મતદોષથી = દુર્બુદ્ધિને લીધે તથા કુમત-અનુરૂપ દોષોને લીધે.
૧૨. મિથ્યાત્વઆવૃતદ્રગ = મિથ્યાત્વથી આચ્છાદિત દ્રષ્ટિવાળો.

Page 139 of 214
PDF/HTML Page 151 of 226
single page version

background image
કુત્સિતધરમ-રત, ભક્તિ જે પાખંડી કુત્સિતની કરે,
કુત્સિત કરે તપ, તેહ કુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦.
હે ધીર! ચિંતવજીવ આ મોહિત કુનય-દુઃશાસ્ત્રથી
મિથ્યાત્વઘર સંસારમાં રખડ્યો અનાદિ કાળથી. ૧૪૧.
ઉન્માર્ગને છોડી ત્રિશત-તેસઠપ્રમિત પાખંડીના,
જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧૪૨.
જીવમુક્ત શબ કહેવાય, ‘ચલ શબ’ જાણ દર્શનમુક્તને;
શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩.
જ્યમ ચંદ્ર તારાગણ વિષે, મૃગરાજ સૌ મૃગકુલ વિષે,
ત્યમ અધિક છે સમ્યક્ત્વ ૠષિશ્રાવકદ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪.
નાગેંદ્ર શોભે ફે ણમણિમાણિક્યકિરણે ચમકતો,
તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫.
શશિબિંબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું,
ત્યમ શોભતું તપવ્રતવિમળ જિનલિંગ દર્શનનિર્મળું. ૧૪૬.
ઈમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દ્રગરત્નને,
જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવસોપાન છે. ૧૪૭.
૧. પાખંડી કુત્સિતની = કુત્સિત (નિંદિત, ધિક્કારવા યોગ્ય, ખરાબ, અધર્મ)
એવા પાખંડીઓની.
૨. મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનું ઘર છે
એવા.
૩. નિરર્થ = નિર્રથક; વ્યર્થ.
૪. ચલ શબ = હાલતું-ચાલતું મડદું.
૫. મૃગરાજ = સિંહ.
૬. મૃગકુલ = પશુસમૂહ.

Page 140 of 214
PDF/HTML Page 152 of 226
single page version

background image
કર્તા તથા ભોક્તા, અનાદિ-અનંત, દેહપ્રમાણ ને
વણમૂર્તિ, દ્રગજ્ઞાનોપયોગી જીવ ભાખ્યો જિનવરે. ૧૪૮.
દ્રગજ્ઞાનઆવૃતિ, મોહ તેમ જ અંતરાયક કર્મને
સમ્યક્પણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯.
ચઉઘાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્ય-બળ ચારે ગુણો
પ્રાકટ્ય પામે જીવને, પરકાશ લોકાલોકનો. ૧૫૦.
તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે,
આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧.
ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ
ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫૨.
જે પરમભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે,
તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ત્ર વડે ખણે. ૧૫૩.
જ્યમ કમલિનીના પત્રને નહિ સલિલલેપ સ્વભાવથી,
ત્યમ સત્પુરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪.
કહું તે જ મુનિ જે શીલસંયમગુણસમસ્ત કળાધરે;
જે મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫.
૧. વણમૂર્તિ = અમૂર્ત; અરૂપી.
૨. દ્રગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ ને જ્ઞાનાવરણ.
૩. પ્રાકટ્ય = પ્રગટપણું.
૪. ત્રિભુવનભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ.
૫. વર = ઉત્તમ.
૬. ખણે = ખોદે છે.
૭. સલિલ = પાણી.
૮. મલિનમન = મલિન ચિત્તવાળો.

Page 141 of 214
PDF/HTML Page 153 of 226
single page version

background image
તે ધીરવીર નરો, ક્ષમાદમ-તીક્ષ્ણખડ્ગે જેમણે
જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટકષાયને. ૧૫૬.
છે ધન્ય તે ભગવંત, દર્શનજ્ઞાન-ઉત્તમકર વડે
જે પાર કરતા વિષયમકરાકરપતિત ભવિ જીવને. ૧૫૭.
મુનિ જ્ઞાનશસ્ત્રે છેદતા સંપૂર્ણ માયાવેલને,
બહુ વિષય-વિષપુષ્પે ખીલી, આરૂઢ મોહમહાદ્રુમે. ૧૫૮.
મદ-મોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરુણાભાવથી,
સઘળા દુરિતરૂપ થંભનેે ઘાતે ચરણ-તરવારથી. ૧૫૯.
તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં,
ગુણવૃંદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦.
ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને,
ચારણમુનીંદ્રસુૠદ્ધિને, ૧૦સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧.
જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિસુખ અનુપમ લહે,
શિવ, અતુલ, ઉત્તમ, પરમ નિર્મળ, અજર-અમરસ્વરૂપ જે. ૧૬૨.
ભગવંત સિદ્ધોત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના
વર ભાવશુદ્ધિ દો મને દ્રગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩.
૧. ક્ષમાદમ-તીક્ષ્ણખડ્ગે = ક્ષમા (પ્રશમ) અને જિતેંદ્રિયતારૂપી તીક્ષ્ણ તરવારથી.
૨. સુભટ = યોદ્ધા.
૩. દર્શનજ્ઞાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ.
૪. વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન).
૫. ભવિ = ભવ્ય.
૬. આરૂઢ મોહમહાદ્રુમે = મોહરૂપી મહાવૃક્ષ પર
ચડેલી.
૭. દુરિત = દુષ્કર્મ; પાપ.૮. ઘાતે = નાશ કરે.
૯. ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી, નારાયણ,
બલભદ્ર, તીર્થંકર, ગણધર, દેવેન્દ્ર વગેરેનાં સુખને.
૧૦. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા.

Page 142 of 214
PDF/HTML Page 154 of 226
single page version

background image
બહુ કથન શું કરવું? અરે! ધર્માર્થકામવિમોક્ષ ને
બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪.
એ રીત સર્વજ્ઞે કથિત આ ભાવપ્રાભૃત-શાસ્ત્રનાં
સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ અવિચળ ધામમાં. ૧૬૫.
૬. મોક્ષપ્રાભૃત
કરીને ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે
જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧.
તે દેવને નમીઅમિત-વર-દ્રગજ્ઞાનધરને શુદ્ધને,
કહું પરમપદપરમાતમાપ્રકરણ પરમયોગીન્દ્રને. ૨.
જે જાણીને, યોગસ્થ યોગી, સતત દેખી જેહને,
ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩.
તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં;
અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજો બહિરાતમા. ૪.
છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા,
જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પરમાતમા. ૫.
૧. અવિચળ ધામ = સિદ્ધપદ; મોક્ષ.૨. ક્ષપણ = ક્ષય.
૩. અમિત-વર = અનંત અને પ્રધાન.
૪. પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા
એમ
ત્રણ પ્રકારે.
૫. અંતર-ઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે
પરિણામરૂપ સાધનથી.૬. પરમને = પરમાત્માને.
૭. અક્ષધી = ઇંદ્રિયબુદ્ધિ; ‘ઇંદ્રિયો તે જ આત્મા છે’ એવી બુદ્ધિવાળો.

Page 143 of 214
PDF/HTML Page 155 of 226
single page version

background image
તે છે વિશુદ્ધાત્મા, અનિંદ્રિય, મળરહિત, તનમુક્ત છે,
પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, શિવંકર, સિદ્ધ છે. ૬.
થઈ અંતરાત્મારૂઢ, બહિરાત્મા તજીને ત્રણવિધે,
ધ્યાતવ્ય છે પરમાતમાજિનવરવૃષભ-ઉપદેશ છે. ૭.
બાહ્યાર્થ પ્રત્યે સ્ફુ રિતમન, સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી,
નિજદેહ અધ્યવસિત કરે આત્માપણે જીવ મૂઢધી. ૮.
નિજદેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે,
તે છે અચેતન તોય માને તેહને ૧૦આત્માપણે. ૯.
વસ્તુસ્વરૂપ જાણ્યા વિના ૧૧દેહે સ્વ-અધ્યવસાયથી
અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહીં. ૧૦.
રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી,
તે દેહ માને ‘હું’પણે ૧૨ફરીનેય મોહોદય થકી. ૧૧.
નિર્દ્વંદ્વ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, ૧૩મુક્તારંભ જે,
જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨.
૧. શિવંકર = સુખકર; કલ્યાણકર.
૨. અંતરાત્મારૂઢ = અંતરાત્મામાં આરૂઢ; અંતરાત્મારૂપે પરિણત.
૩. ધ્યાતવ્ય = ધ્યાવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય.
૪. બાહ્યાર્થ = બહારના પદાર્થો.
૫. સ્ફુ રિતમન = સ્ફુ રાયમાન (તત્પર) મનવાળો.
૬. સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી = ઇન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી ચ્યુત.
૭. અધ્યવસિત કરે = માને.
૮. જીવ મૂઢધી = મૂઢ બુદ્ધિવાળો જીવ; મૂઢબુદ્ધિ (અર્થાત્ બહિરાત્મા) જીવ.
૯. તે = પરનો દેહ.
૧૦.આત્માપણે = પરના આત્મા તરીકે.
૧૧. દેહે સ્વ-અધ્યવસાયથી = ‘દેહ તે જ આત્મા છે’ એવા મિથ્યા અભિપ્રાયથી.
૧૨. ફરીનેય = આગામી ભવમાં પણ.
૧૩. મુક્તારંભ = નિરારંભ; આરંભ રહિત.

Page 144 of 214
PDF/HTML Page 156 of 226
single page version

background image
પરદ્રવ્યરત બંધાય, વિરત મુકાય વિધવિધ કર્મથી;
આ, બંધમોક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩.
રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદ્રષ્ટિ હોય છે,
સમ્યક્ત્વપરિણત વર્તતો દુષ્ટાષ્ટ કર્મો ક્ષય કરે. ૧૪.
પરદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરશયુત હોય છે,
મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાષ્ટને. ૧૫.
પરદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે;
એ જાણી, નિજદ્રવ્યે રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬.
આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમ જ મિશ્ર જે,
તે જાણવું પરદ્રવ્યસર્વજ્ઞે કહ્યું અવિતથપણે. ૧૭.
દુષ્ટાષ્ટકર્મવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને
જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમા સ્વદ્રવ્ય છે. ૧૮.
પરવિમુખ થઈ નિજદ્રવ્ય જે ધ્યાવે સુચારિત્રીપણે,
જિનદેવના મારગ મહીં સંલગ્ન તે શિવપદ લહે. ૧૯.
જિનદેવમત-અનુસાર ધ્યાવે યોગી નિજશુદ્ધાત્મને,
જેથી લહે નિર્વાણ, તો શું નવ લહે સુરલોકને? ૨૦.
૧. વિરત = પરદ્રવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ.
૨. દુષ્ટાષ્ટ કર્મો = દુષ્ટ આઠ કર્મોને; ખરાબ એવાં આઠ કર્મોને.
૩. આત્મસ્વભાવેતર = આત્મસ્વભાવથી અન્ય.
૪. અવિતથપણે = સત્યપણે; યથાર્થપણે.
૫. જ્ઞાનવિગ્રહ = જ્ઞાનરૂપ શરીરવાળો.
૬. સંલગ્ન = લાગેલ; વળગેલ; જોડાયેલ.
૭. સુરલોક = દેવલોક; સ્વર્ગ.

Page 145 of 214
PDF/HTML Page 157 of 226
single page version

background image
બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે,
તે વ્યક્તિથી ક્રોશાર્ધ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧.
જે સુભટ હોય અજેય કોટિ નરોથીસૈનિક સર્વથી,
તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી? ૨૨.
તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે
તે આતમા પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩.
જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ
અતીવ શોભન યોગથી,
આત્મા બને પરમાતમા ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪.
દિવ ઠીક વ્રતતપથી, ન હો દુખ ઇતરથી નરકાદિકે;
છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫.
સંસાર-અર્ણવ રુદ્રથી નિઃસરણ ઇચ્છે જીવ જે,
ધ્યાવે કરમ-ઇન્ધન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬.
સઘળા કષાયો, ૧૦મોહરાગવિરોધ-મદ-ગારવ તજી,
ધ્યાનસ્થ ધ્યાવે આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ૨૭.
૧. કોશાર્ધ = અર્ધ કોસ; અર્ધો ગાઉ.
૨. અજેય = ન જીતી શકાય એવો.
૩. અતીવ શોભન = અતિ
સારા.
૪. દિવ ઠીક વ્રતતપથી = (અવ્રત અને અતપથી નરકાદિ દુઃખ પ્રાપ્ત થાય તેના
કરતાં) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે.
૫. ઇતરથી = બીજાથી (અર્થાત્ અવ્રત અને અતપથી).
૬. પ્રતીક્ષાકરણમાં = રાહ જોવામાં.
૭. સંસાર-અર્ણવ રુદ્રથી = ભયંકર સંસારસમુદ્રથી.
૮. નિઃસરણ = બહાર નીકળવું તે.
૯. કરમ-ઇન્ધન તણા દહનાર = કર્મરૂપી ઇંધણાંને બાળી નાખનાર.
૧૦. મોહરાગવિરોધ = મોહરાગદ્વેષ.

Page 146 of 214
PDF/HTML Page 158 of 226
single page version

background image
ત્રિવિધે તજી મિથ્યાત્વને, અજ્ઞાનને, અઘ-પુણ્યને,
યોગસ્થ યોગી મૌનવ્રતસંપન્ન ધ્યાવે આત્મને. ૨૮.
દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા,
ને જાણનાર ન દ્રશ્યમાન; હું બોલું કોની સાથમાં? ૨૯.
આસ્રવ સમસ્ત નિરોધીને ક્ષય પૂર્વકર્મ તણો કરે,
જ્ઞાતા જ બસ રહી જાય છે યોગસ્થ યોગી;જિન કહે. ૩૦.
યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં;
જે જાગતા વ્યવહારમાં તે સુપ્ત આતમકાર્યમાં. ૩૧.
ઇમ જાણી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને,
પરમાત્મને ધ્યાવે યથા ઉપદિષ્ટ જિનદેવો વડે. ૩૨.
તું પંચસમિત, ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રતે,
રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ધ્યાનાધ્યયનને. ૩૩.
રત્નત્રયી આરાધનારો જીવ આરાધક કહ્યો;
આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪.
છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સર્વજ્ઞાનીદર્શી છે,
તું જાણ રે!જિનવરકથિત આ જીવ કેવળ જ્ઞાન છે. ૩૫.
જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમાર્ગથી,
તે આત્મને ધ્યાવે અને પર પરિહરે;શંકા નથી. ૩૬.
૧. અઘ-પુણ્યને = પાપને તથા પુણ્યને. ૨. ન દ્રશ્યમાન = દેખાતો
નથી.
૩. પંચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તતો થકો).
૪.
ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો થકો).
૫.રત્નત્રયીસંયુતપણે = રત્નત્રયસંયુક્તપણે.
૬.ધ્યાનાધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ.

Page 147 of 214
PDF/HTML Page 159 of 226
single page version

background image
જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન જાણવું,
જે પાપ તેમ જ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું. ૩૭.
છે તત્ત્વરુચિ સમ્યક્ત્વ, તત્ત્વ તણું ગ્રહણ સદ્જ્ઞાન છે,
પરિહાર તે ચારિત્ર છે;જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮.
દ્રગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દ્રગશુદ્ધ તે મુક્તિ લહે,
દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઇચ્છિત લાભને. ૩૯.
જરમરણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે,
સમ્યક્ત્વ ભાખ્યું તેહને, હો શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦.
જીવ-અજીવ કેરો ભેદ જાણે યોગી જિનવરમાર્ગથી,
સર્વજ્ઞદેવે તેહને સદ્જ્ઞાન ભાખ્યું તથ્યથી. ૪૧.
તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને,
ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કર્મરહિત જિનેશ્વરે. ૪૨.
રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે,
શુદ્ધાત્મને ધ્યાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩.
૧. ગ્રહણ = સમજણ; જાણવું તે; જ્ઞાન.
૨. સદ્જ્ઞાન = સમ્યગ્જ્ઞાન.
૩. દ્રગશુદ્ધ = દર્શનશુદ્ધ; સમ્યગ્દર્શનથી શુદ્ધ.
૪. જરમરણહર = જરા અને મરણનો નાશક.
૫. તથ્યથી = સત્યપણે; અવિતથપણે.
૬. અવિકલ્પ = નિર્વિકલ્પ; વિકલ્પ રહિત.
૭. નિજશક્તિતઃ = પોતાની શક્તિ પ્રમાણે.
૮. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ).

Page 148 of 214
PDF/HTML Page 160 of 226
single page version

background image
ત્રણથી ધરી ત્રણ, નિત્ય ત્રિકવિરહિતપણે, ત્રિકયુતપણે,
રહી દોષયુગલવિમુક્ત ધ્યાવે યોગી નિજ પરમાત્મને. ૪૪.
જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને,
નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫.
પરમાત્મભાવનહીન, રુદ્ર, કષાયવિષયે યુક્ત જે,
તે જીવ જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખ્યને. ૪૬.
જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી;
તે નવ રુચે સ્વપ્નેય જેને, તે રહે ભવવન મહીં. ૪૭.
પરમાત્મને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે,
નૂતન કરમ નહિ આસ્રવેજિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮.
પરિણત સુદ્રઢ-સમ્યક્ત્વરૂપ, લહી સુદ્રઢ-ચારિત્રને,
નિજ આત્મને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯.
ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે,
તે જીવના ૧૦વણરાગરોષ અનન્યમય પરિણામ છે. ૫૦.
૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત્ મન-વચન-કાયાથી).
૨. ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષાકાળયોગ, શીતકાળયોગ તથા
ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને).
૩. ત્રિકવિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી) રહિતપણે.
૪. ત્રિકયુતપણે = ત્રણથી સંયુક્તપણે (અર્થાત્ રત્નત્રયથી સહિતપણે).
૫. દોષયુગલવિમુક્ત = બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત).
૬. પરમાત્મભાવનહીન = પરમાત્મભાવના રહિત; નિજ પરમાત્મતત્ત્વની
ભાવનાથી રહિત.૭. રુદ્ર = રૌદ્ર પરિણામવાળો.
૮. જિનમુદ્રાવિમુખ = જિનસદ્રશ યથાજાત મુનિરૂપથી પરાઙ્મુખ.
૯. તે = નિજ સમભાવ.
૧૦. વણરાગરોષ = રાગદ્વેષરહિત.