Shastra Swadhyay (Gujarati). 7. ling prAbhrut; 8. shil prAbhrut; SamAdhitantra.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 12

 

Page 149 of 214
PDF/HTML Page 161 of 226
single page version

background image
નિર્મળ સ્ફટિક પરદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે,
ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાન્યરૂપે પરિણમે. ૫૧.
જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત છે,
સમ્યક્ત્વના વહનાર યોગી ધ્યાનમાં રત હોય છે. ૫૨.
તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે,
જ્ઞાની ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તે ક્ષય કરે. ૫૩.
શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જો કરે રુચિભાવને,
તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪.
આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે,
તેથી જ તે છે અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫.
કર્મજમતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં,
તે જીવને અજ્ઞાની, ૧૦જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬.
૧. અનુરક્ત = અનુરાગવાળા; વાત્સલ્યવાળા.
૨. સમ્યક્ત્વના વહનાર = સમ્યક્ત્વને ધારી રાખનાર; સમ્યક્ત્વપરિણતિએ
પરિણમ્યા કરનાર.
૩. રત = રતિવાળા; પ્રીતિવાળા; રુચિવાળા.
૪. ત્રિગુપ્તિક = ત્રણ-ગુપ્તિવંત.
૫. શુભ અન્ય દ્રવ્યે = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પરદ્રવ્યો પ્રત્યે.
૬. રુચિભાવ = ‘આ સારું છે, હિતકર છે’ એમ એકાકારપણે પ્રીતિભાવ.
૭. અજ્ઞ = અજ્ઞાની.
૮. કર્મજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક
બુદ્ધિવાળા (જીવ).
૯. ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં = સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત
કરનાર (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર).
૧૦. જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ
લગાડનાર.

Page 150 of 214
PDF/HTML Page 162 of 226
single page version

background image
જ્યાં જ્ઞાન ચરિતવિહીન છે, તપયુક્ત પણ દ્રગહીન છે,
વળી અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? ૫૭.
છે અજ્ઞ, જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે;
જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮.
તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ અકૃતાર્થ છે,
તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯.
ધ્રુવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે,
એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦.
જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે,
તે ૧૦સ્વકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧.
૧૧સુખસંગ ૧૨ભાવિત જ્ઞાન તો ૧૩દુખકાળમાં લય થાય છે,
તેથી ૧૪યથાબળ ૧૫દુઃખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૬૨.
૧. દ્રગહીન = સમ્યગ્દર્શન રહિત.
૨. અન્ય કાર્યો = બીજી (આવશ્યકાદિ) ક્રિયાઓ.
૩. ભાવહીન = શુદ્ધભાવ રહિત.
૪. અજ્ઞ = અજ્ઞાની.
૫. ચેતક = ચેતનાર; ચેતયિતા; આત્મા.
૬. અકૃતાર્થ = પ્રયોજન સિદ્ધ ન કરે એવું; અસફળ.
૭. ધ્રુવસિદ્ધિ = જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા.
૮. જ્ઞાનચતુષ્કયુત = ચાર જ્ઞાન સહિત.
૯. નિશ્ચિત = નક્કી; અવશ્ય.
૧૦. સ્વકચરિત = સ્વચારિત્ર.
૧૧. સુખસંગ = સુખ સહિત; શાતાના યોગમાં.
૧૨. ભાવિત = ભાવવામાં આવેલું.
૧૩. દુખકાળમાં = ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં.
૧૪. યથાબળ = શક્તિ પ્રમાણે.
૧૫. દુઃખ સહ = કાયક્લેશાદિ સહિત.

Page 151 of 214
PDF/HTML Page 163 of 226
single page version

background image
આસન-અશન-નિદ્રા તણો કરી વિજય, જિનવરમાર્ગથી
ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી શ્રીગુરુપરસાદથી. ૬૩.
છે આતમા સંયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી;
નિત્યે અહો! ધ્યાતવ્ય તે, જાણી શ્રીગુરુપરસાદથી. ૬૪.
જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે!
ભાવિતનિજાત્મસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫.
આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવર્તન નર કરે;
વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્મને. ૬૬.
નર કોઈ, આતમ જાણી, આતમભાવનાપ્રચ્યુતપણે
ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭.
પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી ભાવનયુક્ત જે,
નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને. ૬૮.
પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯.
૧. આસન-અશન-નિદ્રા તણો = આસનનો, આહારનો અને ઊંઘનો.
૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી; ગુરુકૃપાથી.
૩. ભાવના = આત્માને ભાવવો તે; આત્મસ્વભાવનું ભાવન કરવું તે.
૪. ભાવિતનિજાત્મસ્વભાવને = જેણે નિજાત્મભાવને ભાવ્યો છે તે જીવને; જેણે
નિજ આત્મસ્વભાવનું ભાવન પ્રાપ્ત કર્યું છે તે જીવને.
૫. વિષયે વિરક્તમનસ્ક = જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા; વિષયો પ્રત્યે
વિરક્ત ચિત્તવાળા.
૬. ચતુરંગ સંસારે = ચતુર્ગતિ સંસારમાં.
૭. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત.
૮. નિઃશંક = ચોક્કસ; ખાતરીથી.

Page 152 of 214
PDF/HTML Page 164 of 226
single page version

background image
જે આત્મને ધ્યાવે, સુદર્શનશુદ્ધ, દ્રઢચારિત્ર છે,
વિષયે વિરક્તમનસ્ક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦.
પરદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસારકારણ છે ખરે;
તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના સ્વાત્મા વિષે. ૭૧.
નિંદા-પ્રશંસાને વિષે, દુઃખો તથા સૌખ્યો વિષે,
શત્રુ તથા મિત્રો વિષે સમતાથી ચારિત હોય છે. ૭૨.
આવૃતચરણ, વ્રતસમિતિવર્જિત, શુદ્ધભાવવિહીન જે,
તે કોઈ નર જલ્પે અરે!‘નહિ ધ્યાનનો આ કાળ છે’. ૭૩.
સમ્યક્ત્વજ્ઞાનવિહીન, શિવપરિમુક્ત જીવ અભવ્ય જે,
તે સુરત ભવસુખમાં કહે‘નહિ ધ્યાનનો આ કાળ છે’. ૭૪.
ત્રણ ગુપ્તિ, પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે,
તે મૂઢ અજ્ઞ કહે અરે!નહિ ધ્યાનનો આ કાળ છે’. ૭૫.
ભરતે દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે;
તે હોય છે ૧૦આત્મસ્થને; માને ન તે અજ્ઞાની છે. ૭૬.
૧. સુદર્શનશુદ્ધ = સમ્યગ્દર્શનથી શુદ્ધ; દર્શનશુદ્ધિવાળા.
૨. દ્રઢચારિત્ર = દ્રઢ ચારિત્રયુક્ત.
૩. સમતા = સમભાવ; સામ્યપરિણામ.
૪. આવૃતચરણ = જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા.
૫. જલ્પે = બકવાદ કરે છે; બબડે છે; કહે છે.
૬. શિવપરિમુક્ત = મોક્ષથી સર્વતઃ રહિત.
૭. સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે રત (અર્થાત્ સંસારસુખમાં
અભિપ્રાય-અપેક્ષાએ પ્રીતિવાળો જીવ).
૮. અજ્ઞ = અજ્ઞાની ૯. દુષમકાળ = દુઃષમકાળ અર્થાત્
પંચમ કાળ.
૧૦. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત; આત્મસ્વભાવમાં સ્થિત.

Page 153 of 214
PDF/HTML Page 165 of 226
single page version

background image
આજેય વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ, ઇન્દ્રપણું લહે,
વા દેવ લૌકાંતિક બને, ત્યાંથી ચ્યવી સિદ્ધિ વરે. ૭૭.
જે પાપમોહિતબુદ્ધિઓ ગ્રહી જિનવરોના લિંગને
પાપો કરે છે, પાપીઓ તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૮.
જે પંચવસ્ત્રાસક્ત, પરિગ્રહધારી, યાચનશીલ છે,
છે લીન આધાકર્મમાં, તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૯.
નિર્મોહ, વિજિતકષાય, બાવીશ-પરિષહી, નિર્ગ્રંથ છે,
છે મુક્ત પાપારંભથી, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૦.
છું એકલો હું, કોઈ પણ મારાં નથી લોકત્રયે,
એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧.
જે દેવ-ગુરુના ભક્ત છે, નિર્વેદશ્રેણી ચિંતવે,
જે ધ્યાનરત, ૧૦સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહિત છે. ૮૨.
૧. વિમલત્રિરત્ન = શુદ્ધરત્નત્રયવાળા; રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ
૨. પાપમોહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પાપમોહિત છે એવા જીવો.
૩. ત્યક્ત = તજાયેલા; અસ્વીકૃત; નહિ સ્વીકારાયેલા.
૪. પંચવસ્ત્રાસક્ત = પંચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી; સુતરાઉ વગેરે
પાંચ પ્રકારનાં વસ્ત્રો ધારણ કરનાર).
૫. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા (અર્થાત્ માગીનેમાગણી કરીને
આહારાદિ લેનારા)
૬. લીન આધાકર્મમાં = અધઃકર્મમાં રત (અર્થાત્ અધઃકર્મરૂપ દોષવાળો
આહાર લેનારા).
૭. બાવીશ-પરિષહી = બાવીશ પરિષહોને સહનારા.
૮. ગૃહીત = ગ્રહવામાં આવેલા; સ્વીકારવામાં આવેલા; સ્વીકૃત; અંગીકૃત.
૯. નિર્વેદશ્રેણી = વૈરાગ્યની પરંપરા; વૈરાગ્યભાવનાઓની હારમાળા.
૧૦. સુચરિત્ર = સારા ચારિત્રવાળા; સત્ચારિત્રયુક્ત.

Page 154 of 214
PDF/HTML Page 166 of 226
single page version

background image
નિશ્ચયનયેજ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે,
તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩.
છે યોગી, પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે;
ધ્યાનાર યોગી પાપનાશક દ્વંદ્વવિરહિત હોય છે. ૮૪.
શ્રમણાર્થ જિન-ઉપદેશ ભાખ્યો, શ્રાવકાર્થ સુણો હવે,
સંસારનું હરનાર શિવ-કરનાર કારણ પરમ એ. ૮૫.
ગ્રહી મેરુપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યક્ત્વને,
હે શ્રાવકો! દુખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬.
સમ્યક્ત્વને જે જીવ ધ્યાવે તે સુદ્રષ્ટિ હોય છે,
સમ્યક્ત્વપરિણત વર્તતો દુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે. ૮૭.
બહુ કથનથી શું? નરવરો ગત કાળ જે સિદ્ધ્યા અહો!
જે સિદ્ધશે ભવ્યો હવે, સમ્યક્ત્વમહિમા જાણવો. ૮૮.
નર ધન્ય તે, ૧૦સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે,
સ્વપ્નેય મલિન કર્યું ન જેણે ૧૧સિદ્ધિકર સમ્યક્ત્વને. ૮૯.
૧. આત્માર્થ = આત્મા અર્થે; આત્મા માટે.
૨. પુરુષાકાર = પુરુષના આકારે.
૩. વરજ્ઞાનદર્શનપૂર્ણ = (સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ.
૪. ધ્યાનાર = એવા જીવને
આત્માનેજે ધ્યાવે છે તે.
૫. દ્વંદ્વવિરહિત = નિર્દ્વંદ્વ; (રાગદ્વેષાદિ) દ્વંદ્વથી રહિત.
૬. શિવ કરનાર = મોક્ષનું કરનારું; સિદ્ધિકર.
૭. નરવરો = ઉત્તમ પુરુષો.
૮. ગત કાળ = ભૂતકાળમાં; પૂર્વે.
૯. સિદ્ધ્યા = સિદ્ધ થયા; મોક્ષ પામ્યા.
૧૦. સુકૃતાર્થ = જેમણે પ્રયોજનને સારી રીતે સિદ્ધ કર્યું છે એવા; સુકૃતકૃત્ય.
૧૧. સિદ્ધિકર = સિદ્ધિ કરનાર; મોક્ષ કરનાર.

Page 155 of 214
PDF/HTML Page 167 of 226
single page version

background image
હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું,
નિર્ગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦.
સમ્યક્ત્વ તેને, જેહ માને લિંગ પરનિરપેક્ષને,
રૂપે યથાજાતક, સુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧.
જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા,
ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨.
વંદન અસંયત, રક્ત દેવો, લિંગ સપરાપેક્ષને,
એ માન્ય હોય કુદ્રષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિને. ૯૩.
સમ્યક્ત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને;
વિપરીત તેથી જે કરે, કુદ્રષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪.
કુદ્રષ્ટિ જે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં,
જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણસહસ્ર ભર્યા જિહાં. ૯૫.
‘સમ્યક્ત્વ ગુણ, મિથ્યાત્વ દોષ’ તું એમ મન સુવિચારીને,
કર તે તને જે મન રુચે; બહુ કથન શું કરવું અરે? ૯૬.
૧. હિંસા સુવિરહિત = હિંસારહિત.
૨. લિંગ પરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતર્બાહ્ય) લિંગને; પરને નહિ
અવલંબનારા એવા લિંગને.
૩. રૂપે યથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્નસહજસ્વાભાવિક
નિરુપાધિક રૂપવાળા; (બાહ્યલિંગ-અપેક્ષાએ) જન્મ્યા પ્રમાણેના રૂપવાળા.
૪. સુસંયત = સારી રીતે સંયત; સુસંયમયુક્ત.
૫. કુત્સિત = નિંદિત; ખરાબ; અધમ.
૬. રક્ત = રાગી.
૭. સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા.

Page 156 of 214
PDF/HTML Page 168 of 226
single page version

background image
નિર્ગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં,
જાણે ન તે સમભાવ નિજ; શુ સ્થાન-મૌન કરે તિહાં? ૯૭.
જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે,
પામે ન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮.
બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે?
રે! શું કરે આતાપના?આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯.
પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે,
છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦૦.
છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પરદ્રવ્યો વિષે,
ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખો વિષે અનુરક્ત જે. ૧૦૧.
આદેયહેય-સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ જે,
ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨.
પ્રણમે પ્રણત જન, ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને,
તું જાણ તત્ત્વ તનસ્થ તે, જે સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩.
અર્હંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણપરમેષ્ઠી જે,
પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૪.
૧. સ્થાન = નિશ્ચળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાર્યોત્સર્ગસ્થિત રહેવું તે;
એક આસને નિશ્ચળ રહેવું તે.૨. નિશ્ચયે = નક્કી.
૩. જિનકથિત-લિંગ-વિરાધને = જિનકથિત લિંગની વિરાધના કરતો હોવાથી.
૪. આદેયહેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયનો જેમણે નિશ્ચય કરેલો છે એવા.
૫. ગુણગણ વિભૂષિત-અંગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા.
૬. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રણમવામાં આવે છે તે જનો.
૭. ધ્યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો.
૮. તનસ્થ = દેહસ્થ; શરીરમાં રહેલ.
૯. સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો.

Page 157 of 214
PDF/HTML Page 169 of 226
single page version

background image
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન, સત્ચારિત્ર, સત્તપચરણ જે,
ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫.
આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૃત-શાસ્ત્રને સદ્ભક્તિએ
જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬.
૭. લિંગપ્રાભૃત
કરીને નમન ભગવંત શ્રી અર્હંતને, શ્રી સિદ્ધને,
ભાખીશ હું સંક્ષેપથી મુનિલિંગપ્રાભૃતશાસ્ત્રને. ૧.
હોયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે;
રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨.
જે પાપમોહિતબુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્વને;
ઉપહસિત કરતો, તે વિઘાતે લિંગીઓના લિંગને. ૩.
જે લિંગ ધારી નૃત્ય, ગાયન, વાદ્યવાદનને કરે,
તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૪.
જે સંગ્રહે, રક્ષે બહુશ્રમપૂર્વ, ધ્યાવે આર્તને,
તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫.
દ્યૂત જે રમે, બહુમાન-ગર્વિત વાદ-કલહ સદા કરે,
લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૬.
૧. પાપમોહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમોહિત છે એવો પુરુષ.
૨. લિંગિત્વને ઉપહસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે; લિંગીભાવની
મશ્કરી કરે છે; મુનિપણાની મજાક કરે છે.
૩. વિઘાતે = ઘાત કરે છે; નષ્ટ કરે છે; હાનિ પહોંચાડે છે.
૪. લિંગીઓ = મુનિઓ; સાધુઓ; શ્રમણો.
૫. બહુશ્રમપૂર્વ = બહુ શ્રમપૂર્વક; ઘણા પ્રયત્નથી.
૬.
આર્ત = આર્તધ્યાન.
૭. દ્યૂત = જુગાર.

Page 158 of 214
PDF/HTML Page 170 of 226
single page version

background image
જે પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને,
તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ સંસૃતિકાનને. ૭.
જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં,
ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮.
જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે,
લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૯.
ચોરો-લબાડોને લડાવે, તીવ્ર પરિણામો કરે,
ચોપાટ-આદિક જે રમે, લિંગી નરકગામી બને. ૧૦.
દ્રગજ્ઞાનચરણે, નિત્યકર્મે, તપનિયમસંયમ વિષે
જે વર્તતો પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧.
જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે,
માયાવી લિંગવિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨.
પિંડાર્થ જે દોડે અને કરી કલહ ભોજન જે કરે,
ઇર્ષા કરે જે અન્યની, જિનમાર્ગનો નહિ શ્રમણ તે. ૧૩.
અણદત્તનું જ્યાં ગ્રહણ, જે અસમક્ષ પરનિંદા કરે,
જિનલિંગધારક હો છતાં તે શ્રમણ ચોર સમાન છે. ૧૪.
લિંગાત્મ ઇર્યાસમિતિનો ધારક છતાં કૂદે, પડે,
દોડે, ઉખાડે ભોંય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૫.
૧. પાપ-ઉપહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એવો પુરુષ.
૨. સંસૃતિકાનને = સંસારરૂપી વનમાં.
૩. પિંડાર્થ = આહાર અર્થે; ભોજનપ્રાપ્તિ માટે.
૪. અણદત્ત = અદત્ત; અણદીધેલ; નહિ દેવામાં આવેલ.
૫. અસમક્ષ = પરોક્ષપણે; અપ્રત્યક્ષપણે; અસમીપપણે; છાની રીતે.
૬. લિંગાત્મ = લિંગરૂપ; મુનિલિંગસ્વરૂપ.

Page 159 of 214
PDF/HTML Page 171 of 226
single page version

background image
જે અવગણીને બંધ, ખાંડે ધાન્ય, ખોદે પૃથ્વીને,
બહુ વૃક્ષ છેદે જેહ, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૬.
સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને,
દ્રગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭.
દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિષ્યે ધરે બહુ સ્નેહ જે,
આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૮.
ઇમ વર્તનારો સંયતોની મધ્ય નિત્ય રહે ભલે,
ને હોય બહુશ્રુત, તોય ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯.
સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાન-દર્શન-ચરણ જે,
પાર્શ્વસ્થથી પણ હીન ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦.
અસતીગૃહે ભોજન, કરે સ્તુતિ નિત્ય, પોષે પિંડ જે,
અજ્ઞાનભાવે યુક્ત ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૧.
એ રીત સર્વજ્ઞે કથિત આ લિંગપ્રાભૃત જાણીને,
જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨.
૧. બહુશ્રુત = બહુ શાસ્ત્રોનો જાણનાર; વિદ્વાન.
૨. ભાવવિનષ્ટ = ભાવભ્રષ્ટ; ભાવશૂન્ય; શુદ્ધભાવથી (દર્શનજ્ઞાનચારિત્રથી)
રહિત.
૩. વિશ્વસ્ત = (૧) વિશ્વાસુપણે અર્થાત્ (સ્ત્રીવર્ગનો) વિશ્વાસ કરીને;
નિર્ભયપણે; (૨) વિશ્વસનીયપણે અર્થાત્ (સ્ત્રીવર્ગમાં) વિશ્વાસ ઉપજાવીને.
૪. અસતીગૃહે = વ્યભિચારિણી સ્ત્રીના ઘરે.
૫. કરે સ્તુતિ નિત્ય = હંમેશા તેની પ્રશંસા કરે છે.
૬. પિંડ = શરીર.
૭. કષ્ટ સહ = કષ્ટ સહિત; પ્રયત્નપૂર્વક.

Page 160 of 214
PDF/HTML Page 172 of 226
single page version

background image
૮. શીલપ્રાભૃત
વિસ્તીર્ણલોચન, રક્તકજકોમલ-સુપદ શ્રી વીરને
ત્રિવિધે કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧.
ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને;
વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨.
દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુષ્કર અરે!
વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩.
જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી;
નહિ ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪.
જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્રગહીન જે,
તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય નિરર્થ છે. ૫.
જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દ્રગશુદ્ધ જે,
તપ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬.
નર કોઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે,
ભટકે ચતુર્ગતિમાં અરે! વિષયે વિમોહિત મૂઢ એ. ૭.
પણ વિષયમાંહિ વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે,
નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮.
૧. વિસ્તીર્ણલોચન = (૧) વિશાળ નેત્રવાળા; (૨) વિસ્તૃત દર્શનજ્ઞાનવાળા.
૨. રક્તકજકોમલ-સુપદ = લાલ કમળ જેવાં કોમળ જેમનાં સુપદ (સુંદર ચરણો
અથવા રાગદ્વેષરહિત વચનો) છે એવા.
૩. ક્ષપણ = ક્ષય કરવો તે; નાશ કરવો તે.
૪.
નિરર્થ = નિરર્થક; નિષ્ફળ.
૫.દ્રગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ.૬. સસંયમ = સંયમ સહિત.

Page 161 of 214
PDF/HTML Page 173 of 226
single page version

background image
ધમતાં લવણ-ખડીલેપપૂર્વક કનક નિર્મળ થાય છે,
ત્યમ જીવ પણ સુવિશુદ્ધ જ્ઞાનસલિલથી નિર્મળ બને. ૯.
જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીં રાચે જનો,
તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૦.
સમ્યક્ત્વસંયુત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી
ચારિત્રશુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ પરિનિર્વાણની. ૧૧.
જે શીલને રક્ષે, સુદર્શનશુદ્ધ, દ્રઢચારિત્ર જે,
જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨.
છે ઇષ્ટદર્શી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે;
ઉન્માર્ગદર્શી જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩.
દુર્મત-કુશાસ્ત્રપ્રશંસકો જાણે વિવિધ શાસ્ત્રો ભલે,
વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૪.
હો રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યયૌવનકાન્તિ હો,
માનવજનમ છે નિષ્પ્રયોજન શીલગુણવર્જિત તણો. ૧૫.
વ્યાકરણ, છંદો, ન્યાય, વૈશેષિક, વ્યવહારાદિનાં
શાસ્ત્રો તણું હો જ્ઞાન તોપણ શીલ ઉત્તમ સર્વમાં. ૧૬.
રે! શીલગુણમંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે;
લોકે કુશીલ જનો, ભલે શ્રુતપારગત હો, તુચ્છ છે. ૧૭.
૧. જ્ઞાનસલિલ = જ્ઞાનજળ; જ્ઞાનરૂપી નીર.
૨. પરિનિર્વાણ = મોક્ષ.
૩. વિરક્તમન = વિરક્ત મનવાળા.
૪. ઇષ્ટદર્શી = ઇષ્ટને દેખનાર; હિતને શ્રદ્ધનાર; સન્માર્ગની શ્રદ્ધાવાળા.
૫. દુર્મત = કુમત.

Page 162 of 214
PDF/HTML Page 174 of 226
single page version

background image
સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો,
માનુષ્ય તેનું છે સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮.
પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા,
સમ્યક્ત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯.
છે શીલ તે તપ શુદ્ધ, તે દ્રગશુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે,
છે શીલ અરિ વિષયો તણો ને શીલ શિવસોપાન છે. ૨૦.
વિષ ઘોર જંગમ-સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને,
પણ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયવિષ અતિરૌદ્ર છે. ૨૧.
વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને,
પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨.
બહુ વેદના નરકો વિષે, દુઃખો મનુજ-તિર્યંચમાં,
દેવેય દુર્ભગતા લહે વિષયાવલંબી આતમા. ૨૩.
૧૦તુષ દૂર કરતાં જે રીતે કં ૧૧દ્રવ્ય નરનું ન જાય છે,
તપશીલવંત ૧૨સુકુશલ, ૧૩ખળ માફક, વિષયવિષને તજે. ૨૪.
૧. હીન = હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિ અપેક્ષાએ હલકા).
૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ; રૂપ-અપેક્ષાએ કુરૂપ.
૩. માનુષ્ય = મનુષ્યપણું (અર્થાત્ મનુષ્યજીવન).
૪. સુજીવિત = સારી રીતે જિવાયેલું; પ્રશંસનીયપણે
સફળપણે જીવવામાં
આવેલું.૫. અરિ = વેરી; શત્રુ.
૬. શિવસોપાન = મોક્ષનું પગથિયું.
૭. વિષયલુબ્ધ તણું વિઘાતક = વિષયલુબ્ધ જીવોનો ઘાત કરનારું (અર્થાત્ તેમનું
અત્યંત બૂરું કરનારું). ૮. સંસારકાંતારે = સંસારરૂપી મોટા ભયંકર વનમાં.
૯. દુર્ભગતા = દુર્ભાગ્ય. ૧૦. તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો
કાઢી નાખતાં.૧૧. દ્રવ્ય = વસ્તુ (અર્થાત્ ધાન્ય).
૧૨. સુકુશલ = કુશળ અર્થાત્ પ્રવીણ પુરુષ. ૧૩. ખળ = વસ્તુનો રસકસ
વિનાનો નકામો ભાગકચરો; સત્ત્વ કાઢી લેતાં બાકી રહેતા કૂચા.

Page 163 of 214
PDF/HTML Page 175 of 226
single page version

background image
છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં,
તે સર્વ હોય સુપ્રાપ્ત તોપણ શીલ ઉત્તમ સર્વમાં. ૨૫.
દુર્મતવિમોહિત વિષયલુબ્ધ જનો ઇતરજન સાથમાં
અરઘટ્ટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં. ૨૬.
જે કર્મગ્રંથિ વિષયરાગે બદ્ધ છે આત્મા વિષે,
તપચરણ-સંયમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને. ૨૭.
તપ-દાન-શીલ-સુવિનયરત્નસમૂહ સહ, જલધિ સમો,
સોહંત જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો! ૨૮.
દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગર્દભ-શ્વાનનો?
જે તુર્યને સાધે, લહે છે મોક્ષ;દેખો સૌ જનો. ૨૯.
જો મોક્ષ સાધિત હોત વિષયવિલુબ્ધ જ્ઞાનધરો વડે,
દશપૂર્વધર પણ સાત્યકિસુત કેમ પામત નરકને? ૩૦.
જો શીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ,
દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે? ૩૧.
વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના
ને પામતા અર્હંતપદ;વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩૨.
અત્યક્ષ-શિવપદપ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી
પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩.
૧. અરઘટ્ટિકા = રેંટ.૨. સોહંત = સોહતો; શોભતો.
૩. જીવ સશીલ = શીલસહિત જીવ; શીલવાન જીવ.
૪. તુર્યને = ચતુર્થને (અર્થાત્ મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને).
૫. વિષયવિલુબ્ધ = વિષયલુબ્ધ; વિષયોના લોલુપ.
૬. વિષયે વિરક્ત = વિષયવિરક્ત જીવો.
૭. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત્ હળવી).
૮. અત્યક્ષ = અતીંદ્રિય; ઇંદ્રિયાતીત.

Page 164 of 214
PDF/HTML Page 176 of 226
single page version

background image
સમ્યક્ત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે,
પવને સહિત પાવક સમાન, દહે પુરાતન કર્મને. ૩૪.
વિજિતેન્દ્રિ વિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને,
ધીરા દહી વસુ કર્મ, શિવગતિપ્રાપ્ત સિદ્ધપ્રભુ બને. ૩૫.
જે શ્રમણ કેરું જન્મતરુ લાવણ્ય-શીલસમૃદ્ધ છે,
તે શીલધર છે, છે મહાત્મા, લોકમાં ગુણ વિસ્તરે. ૩૬.
દ્રગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે,
સમ્યક્ત્વથી જીવો લહે છે બોધિને જિનશાસને. ૩૭.
જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો,
કરી સ્નાન શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો! ૩૮.
આરાધનાપરિણત સરવ ગુણથી કરે ૧૦કૃશ કર્મને,
સુખદુખરહિત ૧૧મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯.
અર્હંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત્વ છે,
ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦.
૧. પાવક = અગ્નિ.૨. દહે = બાળે.
૩. પુરાતન = જૂનાં.૪. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય.
૫. ધીરા = ધીર પુરુષો.૬. દહી વસુ કર્મ = આઠ કર્મને બાળીને.
૭. બોધિ = રત્નત્રયપરિણતિ.
૮. શીલસલિલ = શીલરૂપી જળ.
૯. આરાધનાપરિણત = આરાધનારૂપે પરિણમેલા પુરુષો.
૧૦. કૃશ = નબળાં; પાતળાં; ક્ષીણ.
૧૧. મનશુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા).

Page 165 of 214
PDF/HTML Page 177 of 226
single page version

background image
શ્રી
સમાધિાતંત્ર
(પદ્યાનુવાદ)
(દોહરા)
નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ;
જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. ૧.
બોલ્યા વિણ પણ ભારતી-ૠદ્ધિ જ્યાં જયવંત,
ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થંકર ભગવંત,
વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ,
સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. ૨.
આગમથી ને લિંગથી, આત્મશક્તિ અનુરૂપ,
હૃદય તણા ઐકાગ્્રયથી સમ્યક્ વેદી સ્વરૂપ,
મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ,
પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્તસ્વરૂપ. ૩.
આત્મ ત્રિધા સૌ દેહીમાંબાહ્યાંતર-પરમાત્મ;
મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. ૪.
આત્મભ્રાન્તિ દેહાદિમાં કરે તેહ ‘બહિરાત્મ’;
‘આન્તર’ વિભ્રમરહિત છે, અતિનિર્મળ ‘પરમાત્મ’. ૫.
૧. ભારતી-ૠદ્ધિ = વાણીની વિભૂતિ.૨. લિંગ = અનુમાન અને હેતુ.
૩. વિવિક્ત = ભિન્ન. ૪. ત્રિધા = ત્રણ પ્રકારે.

Page 166 of 214
PDF/HTML Page 178 of 226
single page version

background image
નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત, પરાત્મ,
ઇશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. ૬.
ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે બહિરાત્મ;
આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. ૭.
નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ,
પશુદેહે સ્થિતને પશુ, સુરદેહે સ્થિત સુર; ૮.
નરક-તને નારક ગણે, પરમાર્થે નથી એમ,
અનંત ધી-શક્તિમયી, અચળરૂપ, નિજવેદ્ય. ૯.
નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર,
માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. ૧૦.
વિભ્રમ પુત્ર-રમાદિગત આત્મ-અજ્ઞને થાય.
દેહોમાં છે જેહને આતમ-અધ્યવસાય. ૧૧.
આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર;
અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમાર. ૧૨.
દેહબુદ્ધિ જન આત્મને કરે દેહસંયુક્ત,
આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત. ૧૩.
દેહે આતમબુદ્ધિથી સુત-દારા કલ્પાય;
તે સૌ નિજ સંપત ગણી, હા! આ જગત હણાય. ૧૪.
૧. અવ્યય = અવિનાશી; પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ નહિ થયેલા
૨. સુર = દેવ.
૩. તન = શરીર.૪. ધી = બુદ્ધિ;
જ્ઞાન.
૫. રમા = સ્ત્રી. ૬. આત્મ-અજ્ઞ = આત્માને નહિ જાણનાર.
૭. આતમ-અધ્યવસાય = આત્માની માન્યતા. ૮. દારા = સ્ત્રી.

Page 167 of 214
PDF/HTML Page 179 of 226
single page version

background image
ભવદુઃખોનું મૂળ છે દેહાતમધી જેહ;
છોડી, રુદ્ધેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. ૧૫.
અનાદિચ્યુત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત,
ઇન્દ્રિયવિષયો અનુસરી, જાણ્યું નહિ ‘હું’ તત્ત્વ. ૧૬.
બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ;
સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આ યોગ. ૧૭.
રૂપ મને દેખાય જે, સમજે નહિ કંઈ વાત;
સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ? ૧૮.
બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય;
એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. ૧૯.
ગ્રહે નહીં અગ્રાહ્યને, છોડે નહીં ગ્રહેલ,
જાણે સૌને સર્વથા, તે હું છું નિજવેદ્ય. ૨૦.
સ્થાણુ વિષે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ;
આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. ૨૧.
સ્થાણુ વિષે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ;
ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. ૨૨.
જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી,
તે હું, નર-સ્ત્રી-ઇતર નહિ, એક-બહુ-દ્વિક નાહિ. ૨૩.
નહિ પામ્યે નિદ્રિત હતો, પામ્યે નિદ્રામુક્ત,
તે નિજવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. ૨૪.
૧. રુદ્ધેન્દ્રિય = રોકેલી ઇન્દ્રિયોવાળો. ૨. દ્યોતક = પ્રકાશ કરનાર.
૩. ઉન્મત્તતા = ઉન્માદપણું.
૪. નિજવેદ્ય = પોતાથી
અનુભવવા યોગ્ય.
૫. સ્થાણુ = ઝાડનું ઠૂંઠું.
૬. અવાચ્ય = ન કહી શકાય તેવું.

Page 168 of 214
PDF/HTML Page 180 of 226
single page version

background image
જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય,
ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. ૨૫.
દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર;
દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. ૨૬.
એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ;
સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. ૨૭.
તે ભાવ્યે ‘સોહમ્’ તણા જામે છે સંસ્કાર;
તદ્ગત દ્રઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. ૨૮.
મૂઢ જહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન;
જેથી ડરે તેના સમું કોઈ ન નિર્ભય ધામ. ૨૯.
ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ,
ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. ૩૦.
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ;
હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. ૩૧.
વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજસ્થિત,
મુજને હું અવલંબું છું પરમાનંદરચિત. ૩૨.
એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ;
તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવવાસ. ૩૩.
આતમ-દેહવિભાગથી ઊપજ્યો જ્યાં આહ્લાદ,
તપથી દુષ્કૃત ઘોરને વેદે પણ નહિ તાપ. ૩૪.
૧. અરિ = શત્રુ.૨. તદ્ગત = તે સંબંધી.
૩. નિમગ્ન = લીન.૪. તત્સમ = તેના જેવું.
૫. શિવ = મોક્ષ.