Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 23

 

Page 63 of 438
PDF/HTML Page 81 of 456
single page version

background image
નાથ નિરંજન પ્યારા, પ્રભુ! દુઃખ વારો મારાં;
શિવસુખના દેનારા, મોહન ગા.....રી.....રે. મૂરતિ૦
દયાળુ દિલધારી, અજ્ઞાનદુઃખહારી;
દાસ કરો ભવપારી, મોહન ગા.....રી....રે. મૂરતિ૦
શ્રી સીમંધર જિનસ્તવન
(ધનભાગ્ય અમારે આંગણ આવ્યાએ દેશી)
ધનભાગ્ય અમારે મંદિર આવ્યા, સીમંધર ભગવાન;
વધાવું આજ અર્ઘ્યનો થાળ ભરી ભાવ સાથ....(ટેક)
ચંદ્ર સૂરજ સમ રૂપે જગપતિ, શાંતિના કરનાર;
ધર્મદાતા તારું દરિસન પ્યારું, નરનારી સુખકાર....વધાવું૦
જૈન ધરમનો જય વરતાવ્યો, ધન્ય! તુજ અવતાર;
શાંતિદાતા તારું શાસન લાગે, ભવિજનને હિતકાર....વધાવું૦
જ્ઞાન-આનંદ નિજ સ્વરૂપે રમતા, આતમગુણ ભંડાર;
શર્મદાતા તું ભવિજનત્રાતા, મનવાંછિત દાતાર.....વધાવું૦
સ્યાદ્વાદ સમ ધર્મપ્રરૂપક, જ્ઞાન દર્શન ધરનાર;
શ્રેયદાતા તું જગજનત્રાતા, ભવદુઃખને હરનાર....વધાવું૦
રાગદ્વેષ સમ કો નહિ શત્રુ, હણી થયા અરિહંત;
સૌમ્યતામાં પુનમશશિસમ, ભક્ત પૂજે ભગવંત......વધાવું૦

Page 64 of 438
PDF/HTML Page 82 of 456
single page version

background image
શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન
(વીર કુંવરની વાતડી કેને કહીએએ દેશી)
પાર્શ્વજિણંદને પ્રીતથી નિત્ય વંદું,
હાંરે નિત્ય વંદું રે નિત્ય વંદું,
હાંરે કીધાં પાપ તે સર્વ નિકંદું,
હાંરે કરી દરિસણ આજ.....પા૦
બનારસી નગરી અતિ મનોહારી,
હાંરે સહુ જનને અતિ સુખકારી;
હાંરે અશ્વસેનરાય ઘર નારી,
હાંરે વામાદેવીના નંદ....પા૦
તસ કુંખે પ્રભુ પાર્શ્વજી અવતરિયા,
હાંરે ત્રણ જ્ઞાને કરીને ભરિયા;
હાંરે પૂર્ણ ગુણ તણા છે દરિયા,
હાંરે જન્મ્યા શુભ દિન. પા૦
જન્મ-ઓછવ હરિ મેરુએ જઈ કરતા,
હાંરે ઇંદ્ર સહસ્ર નેત્રને ધરતા;
હાંરે નીરે નિરમળ કળશા ભરતા,
હાંરે કરતા અભિષેક. પા૦
સંયમ વેળા લોકાંતિક દેવા આવે,
હાંરે પ્રભુ વૈરાગ્ય ભાવના ભાવે;
હાંરે ઇંદ્ર દીક્ષા-ઓછવ મલાવે,
હાંરે કરે સહુ ગુણગ્રામ. પા૦

Page 65 of 438
PDF/HTML Page 83 of 456
single page version

background image
ચારિત્ર રત્નથી નાથજી અતિ દીપે,
હાંરે પ્રભુ અપ્રમત્ત સ્વરૂપમાં ઝૂલે;
હાંરે મનઃપર્યયજ્ઞાન ત્યાં ઊપજે,
હાંરે માંડી શ્રેણી ક્ષપક. પા૦
નિર્મળ કેવળજ્ઞાનને પ્રભુ પામી,
હાંરે થયા મુક્તિ રમણીના સ્વામી;
હાંરે તુજ સેવક નાચે શિરનામી,
હાંરે તારો દાસને નાથ! પા૦
શ્રી વીરજિનસ્તવન
આજ ભાવ સાથ, હું વંદું જોડી હાથ;
વિશ્વ ઉપકારી શ્રી વીરજિનનાથ. (ટેક)
જો જો પ્રભુની પ્રતિમા કેવી, શાંતિમય દેખાય,
નિરખે ભવનાં પાતકડાં, ધ્રૂજીને ચાલ્યાં જાય....આજ૦ ૧
પ્રભુને જોતાં મનડું મારું, અતિ ઘણું ફુલાય;
સફળ થયો પ્રભુ! દિવસ આજનો, ધન ધન તુજ મહિમાય....૨
કર્મકલંક નિવારક જિનજી, સેવકને તું તાર;
અશરણશરણ! જગજનતારણ! થયો સફળ મુજ અવતાર.....૩
જિનવરદેવના દર્શન કર્યાથી, સમકિતનો લાભ થાય;
જિન સ્વરૂપે લીન થવાથી, મરણ સમાધિ થાય....આજ૦ ૪
5

Page 66 of 438
PDF/HTML Page 84 of 456
single page version

background image
શાસનનાયક! શિવસુખદાયક! તું પ્રભુ અંતરજામી;
વીરજિણંદના ચરણકમળમાં, દાસ નમે શિરનામી. આજ૦ ૫
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગસારંગ, દેશીમાતા મરુદેવીના નંદ.......)
તમે તો ભલે બિરાજોજી,
સુવર્ણપુરમાં સીમંધર, જિનજી ભલે બિરાજોજી,
તમે તો ભલે બિરાજોજી, તમે તો ભલે બિરાજોજી,
સુવર્ણપુરમાં સીમંધર, જિનજી ભલે બિરાજોજી. (ટેક)
મંગલઆગર કરુણાસાગર, સાગર જેમ ગંભીર;
જગતના આધાર દીનદયાળુ, ઉતારો ભવજલતીર....તમે૦
નાથ નિરંજન ભવભયભંજન, શરણાગત-આધાર;
તરણ-તારણ બિરુદ ધરાવો, વંદું હું વારંવાર...તમે૦
નિરવિકારી શાંતમનોહર મુદ્રા નિરખી આજ;
એહવી અન્ય દેવની જગમાં, દીઠી નહિ જિનરાજ!.....તમે૦
પુષ્કલાવતી વિજય વસિયા, પિતાશ્રી શ્રેયાંસપૂજ્ય;
આનંદદાયક સત્ય માતાના, સમરૂં અહોનિશ તુજ. તમે૦
પૂરણ શશીસમ મુખમનોહર, નિરખી હર્ષ અપાર;
કેવલજ્ઞાન અનંત ગુણાકર, પ્રગટ્યા પૂર્ણાનંદ....તમે૦

Page 67 of 438
PDF/HTML Page 85 of 456
single page version

background image
સંવત ઓગણીશ સત્તાણું સાલે, ફાગણ સુદિ બીજ;
સીમંધરજિનના દરિસન કરીને, સેવક થાયે લીન. તમે૦
શ્રી સીમંધર જિનસ્તવન
(મથુરામાં ખેલ ખેલીએ દેશીમાં)
વિદેહી જિણંદ બલિહારી, શ્રીકાર આનંદકારી;
આનંદકારી પ્રભો આનંદકારી, વિદેહી જિણંદ૦ (ટેક)
જગજનમંડન પાપનિકંદન (૨)
પ્રાણ જીવન જાઉં વારી, હો નાથ! જગ ઉપકારી..વિદેહી૦ ૧
પરમ કૃપાનિધિ પરમ દયાળુ (૨)
જગદાવાનળવારિ, હો નાથ! જગહિતકારી....વિદેહી૦ ૨
સુખ કરનારા દુઃખ હરનારા (૨)
સેવું જિણંદ મનોહારી, હો નાથ! શિવસુખકારી....વિદેહી૦ ૩
નિજ ગુણધારી કર્મો હઠાવી (૨)
ધર્મધુરંધર ધોરી હો નાથ! દિલદુઃખવારિ....વિદેહી૦ ૪
ત્રિવિધત્રિવિધે વંદન કરું છું (૨)
તુજ સેવક સુખકારી, હો નાથ! ભવદુઃખહારી....વિદેહી૦ ૫
શ્રી જિનેન્દ્રસ્તવન
(પ્રિયતમ પ્રભુ નમીએ આપનેએ દેશીમાં)
જય જિનવર નમીએ આ....પને
જપીએ પાવન તુમ જા....પને....જય૦ (ટેક)

Page 68 of 438
PDF/HTML Page 86 of 456
single page version

background image
આતમ-રામી શિવપદ-ગામી (૨)
હરતા ભવ ભવ પા.....પને જય૦
સુખ કરનારા ભવિજન પ્યારા (૨)
જગપતિ ત્રિભુવન ના...થને જય૦
અંતરજામી નિરમળનામી (૨)
જગતગુરુ જગ ના...થને જય૦
કુમત-હરતા સુમત-દાતા (૨)
ભવતારક ભગવં.....તને જય૦
ઉપશમરસધર મૂરતિ સુંદર (૨)
સેવક પૂજે અરિહં....તને જય૦
શ્રી સીમંધર જિનસ્તવન
(મહાવીર તમારી મનોહર મૂરતિએ દેશી)
શ્રી સીમંધરપ્રભુની મનહર મૂરતિ,
દેખી મન હરખાય (૨) ટેક
પૂર્ણ રવિ સમ કાંતિ સોહે, દેખી ભવિજનનાં મન મોહે;
લક્ષ્મીથી ઉત્તમ સોહેરે, હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૧
ચંદ્ર નિર્મળ કીરતિ તારી, જગત-જીવના છો ઉપકારી;
સર્વ પ્રાણી હિતકારી રે, હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૨

Page 69 of 438
PDF/HTML Page 87 of 456
single page version

background image
જીવન ઉજ્જ્વલ કરતા, શિવનારી વેગે વરતા,
નિર્મળ ગુણોને ધરતારે; હું લાગું લળી લળી પાય શ્રી૦ ૩
વંછિત પેટી આત્મ-ખજાને, મ્હેર કરી આપો સેવકને;
દર્શનીય પ્રભુ તમનેરે, હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૪
નાથ નિરંજન મુજને મળિયા, મારા ભવનાં પાતકો ટળિયાં;
સેવકના ઉદ્ધાર કરિયારે; હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૫
શ્રી સીમંધર જિનસ્તવન
(લલિત છંદમાં)
સીમંધરનાથજી! મોહ ટાળજો,
સુખદ એહવો ધર્મ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
જગત-નાથજી! દર્શ આપજો;
સુખદ એહવી ભક્તિ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
જગત-તાતજી! કષ્ટ કાપજો,
સુખદ એહવું સ્વરૂપ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.

Page 70 of 438
PDF/HTML Page 88 of 456
single page version

background image
પરમ નાથજી! દુઃખ કાપજો,
અચલ એહવું શર્મ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
પરમ દેવરે! વ્યાધિ કાપજો,
અચલ એહવી શાંતિ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
અચલ દેવરે! શત્રુ વારજો,
શરણ તાહરું સર્વદા હજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
વિપત્તિ દાસની સર્વ કાપજો,
ચરણ પદ્મની સેવના હજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
શ્રી જિનવાણીસ્તવન
(સહુ ભાવે નમો ગુરુરાજને રેએ દેશી)
ધન્ય દિવ્ય વાણી ૐકારને રે,
જેણે પ્રગટ કર્યો આત્મદેવ;
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે. ૧

Page 71 of 438
PDF/HTML Page 89 of 456
single page version

background image
સ્યાદ્વાદ-અંકિત શાસ્ત્રો મહા રે,
સમયસાર પ્રવચનસાર....જિનવાણી૦ ૨
સર્વાંગેથી દિવ્યધ્વનિ ખીરતી રે,
જેમાં આશય અનંત સમાય...જિનવાણી૦ ૩
સુવિમલ વાણી વીતરાગની રે,
દર્શાવે શુદ્ધાત્મ સાર....જિનવાણી૦ ૪
શુદ્ધામૃત પૂરિત સરિતા વહે રે,
વહે પૂર અનાદિઅનંત.....જિનવાણી૦ ૫
માત રત્નત્રયી દાતાર છો રે,
તું છો ભવસાગરની નાવ....જિનવાણી૦ ૬
શિવમાર્ગપ્રકાશ ભારતી રે,
કરે કેવળજ્ઞાન વિકાસ....જિનવાણી૦ ૭
ખોલ્યાં રહસ્ય જિનવાણી માતનાં રે,
ગુરુ કહાન વરતાવે જયકાર.....જિનવાણી૦ ૮
શ્રી જિનવાણીસ્તવન
(જ્યોતિ ભક્તિની જગાવએ દેશી)
જય જય મંગલકારી મહાન, પ્રાતઃ પ્રણમું હે જગમાત!
તું પરમ જ્ઞાન સુઝાવે, ભવતાપોનાં દુઃખ બુઝાવે,
સુરનર પૂજિત તારાં પાદ.......પ્રાતઃ૦

Page 72 of 438
PDF/HTML Page 90 of 456
single page version

background image
તું સકલ વિરોધ મિટાવે, તું વસ્તુ-સ્વરૂપ પ્રકાશે,
સ્યાદ્વાદ ધરે નિશાન....પ્રાતઃ૦
તું શુદ્ધામૃત દાતારી, સંતોના હૃદયે પ્યારી,
રમતી અહર્નિશે હે માત....પ્રાતઃ૦
જિનવાણી અતિશય ગર્જે, ભવિચિત્ત મયુર શું નાચે,
સુણતાં થાયે સહજ કલ્યાણ....પ્રાતઃ૦
તારી કથતાં ગંભીરતાને, શ્રુતકેવળી પાર ન પામે,
સર્વે મંગલમાં શિરતાજ....પ્રાતઃ૦
સિદ્ધોનું સ્થાપન કરતી, ભવિ-અંતરમાં તું વસતી;
તું છો એક જગ-આધાર....પ્રાતઃ૦
તું અનંત ચતુષ્ટ પ્રકાશે, ભવ્ય જીવોને ઉદ્ધારે,
તારી મહિમા સુણાવે કહાન...પ્રાતઃ૦
શ્રી જૈનધર્મસ્તવન
મેરા જૈન ધરમ અણમોલા, મેરા જૈન ધરમ અણમોલા;
ઇસી ધરમમેં વીરપ્રભુને, મુક્તિકા મારગ ખોલા....મેરા૦
ઇસી ધરમમેં કુંદકુંદદેવને, શુદ્ધાતમરસ ઘોલા....મેરા૦
ઇસી ધરમમેં ઉમાસ્વામીને તત્ત્વારથકો તોલા....મેરા૦
ઇસી ધરમમેં અમૃતદેવને, કુંદરદયકો ખોલા......મેરા૦

Page 73 of 438
PDF/HTML Page 91 of 456
single page version

background image
ઇસી ધરમમેં માનતુંગને, જેલકા ફાટક ખોલા...મેરા૦
ઇસી ધરમમેં અકલંકદેવને, બૌદ્ધોંકો ઝકઝોલા....મેરા૦
ઇસી ધરમમેં ટોડરમલને, પ્રાણ તજે વિન બોલા....મેરા૦
ઇસી ધરમમેં કહાનગુરુને, અધ્યાતમરસ ઘોલા...મેરા૦
ઇસી ધરમમેં કહાનગુરુને, કુંદામૃતરસ ઘોલા....મેરા૦
શ્રી સીમંધર જિનસ્તવન
(પ્રભુજી તુમને તેજ દિખાયાએ રાગ)
સીમંધરજિન! હું શરણ તમારે,
તુમ વિણ ભવદધિ કોણ ઉતારે..(ટેક)
ભૂલ્યો ભરતે કેમ થાઉં કિનારે;
કષ્ટ વિકટ આ કોણ નિવારે;
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી, જીવન૦ સી૦
શાંતસ્વરૂપી આનંદકારે,
તુજ વિણ દેવ નહિ છે મારે;
તું સુખકારે ઇષ્ટ હમારે;
જીવનનૈયા તાર હમારી; જીવન૦ સી૦
કરુણાસાગર! આત્મ-આધારે,
સેવકનાં તુમ દુઃખ નિવારે;

Page 74 of 438
PDF/HTML Page 92 of 456
single page version

background image
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી૦ સી૦
સાર કરો નાથ! મ્હારી વ્હારે,
પાપતિમિરને હરજો બ્હારે;
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી૦ સી૦
કાષ્ટ-નાવ સમ પાર ઉતારે,
બાળક નમે તુમ વાર હજારે;
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી૦ સી૦
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યાએ દેશી)
પ્રભુ આશા ધરીને અમે આવિયારે,
અમને ઉતારો ભવોદધિ પાર રે,
જિનરાજ લગન લાગી રે. (ટેક)
સીમંધરજિન ચંદલોરે, છે મહાવિદેહનો દેવ રે; જિ૦
રાગ-દ્વેષ-મલ્લ જીતિયારે, દીઠે થાય છે પરમાનંદ રે; જિ૦
પ્રભુજી સાથે પ્રીત બાંધીરે, પુણ્ય ફળ્યા અપાર રે; જિ૦
મિથ્યામતિ જોર ટાળિયોરે, મળ્યા મનચિંતિત દાતાર રે; જિ૦
મનમંદિર વ્હેલા આવજોરે, આપ સાથે કીધો છે ખરો સ્નેહ રે; જિ૦
નામ તમારું નિત્ય સાંભરેરે, વળી ટળે છે નામથી સંદેહ રે; જિ૦

Page 75 of 438
PDF/HTML Page 93 of 456
single page version

background image
ચંદ્ર સમાન શીતળ શોભતારે, જેમ પૂનમચંદ્ર સુખકાર રે; જિ૦
શાસન લાગ્યું છે મને મીઠડું રે, દાસ ચરણે નમે છે વારંવાર રે; જિ૦
સહકાર આગે શી માગણી રે, જિનજી મોંઘે કાળે મળ્યા આજ રે; જિ૦
પાકા વોળાવા મને ભેટિયા રે, જિનભક્તના સિધ્યાં કાજ રે, જિ૦
શ્રી જિનેંદ્રસ્તવન
(કાલી કમલી વાલે, તુમકો લાખોં સલામએ દેશી)
આતમ-સંપદ-રામી, જિનને કરું હું પ્રણામ;
સ્વામીને કરું છું પ્રણામ પ્રભુને કરું હું પ્રણામ.
જ્ઞાન દર્શન ને ચારિત્રધારી (૨)
મોહરાજ પર વિજયકારી (૨)
ભેટ્યા આતમરામ, જિનને૦ (૨) આતમ૦ ૧
આત્મ-સાધના પૂરણકારી (૨)
મુજ સમ જીવનાં દુરિતહારી (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ આતમ૦ ૨
કામધેનુ કામકુંભ સરિખા (૨)
કલ્પતરુ ચિંતામણિ સરિખા (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ આતમ૦ ૩

Page 76 of 438
PDF/HTML Page 94 of 456
single page version

background image
ત્રિપદીની જ દેશના દેતા (૨)
છકાય જીવના અભયદાતા (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ આતમ૦ ૪
શાંતિ-વિધાતા સમતા-સાગર (૨)
પરમપુરુષ પ્રધાન ગુણાકર (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ (૨) આતમ૦ ૫
પ્રેમે કરું દેવ-ગુરુની સેવા (૨)
પામી સેવાના મીઠા મેવા (૨)
સેવક વરે શિવધામ,
જિનને કરું હું પ્રણામ. (૨) આતમ૦ ૬
શ્રી ચોવીસ જિનેન્દ્રસ્તવન
(ચંદનહારી દેશીમાં)
મને વ્હાલા જિનેશ્વર લાગે, પ્રભુનું ધ્યાન ધ્યાવું રે;
હું તો નમન કરી શુભ ભાવે, જિણંદ ગુણ ગાવું રે (ટેક)
(સાખી)
જ્ઞાન-દર્શ-ચારિત્રથી, કરી ચાર કર્મનો અંત;
પરમાતમ પદ પામીને, પ્રભુ અનંત ગુણે શોભંતરે......
જિણંદ ગુણ ગાવું રે; હું તો નમન કરી શુભ ભાવે, જિણંદ૦

Page 77 of 438
PDF/HTML Page 95 of 456
single page version

background image
(સાખી)
જિનગુણરામી ૠષભદેવ, અજિતનાથ ભગવંત;
જગદીશ્વર સંભવનાથને, નમું અભિનંદન બલવંતરે. જિ૦
(સાખી)
સુમતિદાતા સુમતિજિન, કરું પદ્મપ્રભ સેવ;
સુખકર સુપાર્શ્વનાથને, નમું ચંદ્રપ્રભ જિનદેવરે. જિ૦
(સાખી)
મનવિસરામી સુવિધિજિન, શીતલકર શીતલનાથ;
ઘનનામી શ્રેયાંસનાથને, નમું વાસુપૂજ્ય બ્રહ્મચારી રે. જિ૦
(સાખી)
અંતરજામી વિમલજિન, ભવજલતારું અનંત;
ધર્મદાયક ધર્મજિનને, નમું શાંતિકર શાંતિ ભદંતરે. જિ૦
(સાખી)
આતમરામી કુંથુનાથ, મહિમાવંત અરનાથ;
બ્રહ્મચારી મલ્લિનાથને, નમું મુનિસુવ્રત મુનિનાથરે. જિ૦
(સાખી)
આત્મગુણી નમિનાથ-જિન, બ્રહ્મચારી નેમિ-જિણંદ;
બ્રહ્મચારી પાર્શ્વનાથને, નમું વીર-જિણંદ દિણંદરે. જિ૦
(સાખી)
પૂર્ણાનંદી અરિહંતને, નમું પરમ ઉલ્લાસ;
પ્રભુ શરણાગત દાસના, ઝટ તારો પ્રભુ મને ખાસરે. જિ૦

Page 78 of 438
PDF/HTML Page 96 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગધનાશ્રી, દેશીઅખિયનમેં અવિકારા)
મૂરતી મોહનગારી સીમંધરજિન, મૂરતી મોહનગારી. (ટેક)
અનંત જ્ઞાન ને દર્શને ભરિયા, લાગું હું લળી લળી પાય,
અનંત ચારિત્રગુણના ભંડાર, લાગું હું લળી લળી પાય...સી૦
અનંતબલી ને આતમરામી, લાગું હું લળી લળી પાય;
જગત-જીવના છો ઉપકારી, લાગું હું લળી લળી પાય...સી૦
રૂપ મનોહર, વંદિત સુરનર, લાગું હું લળી લળી પાય;
સકળ દોષથી રહિત જિનવર, લાગું હું લળી લળી પાય...સી૦
સર્વ ગુણે સંપન્ન વીતરાગ લાગું હું લળી લળી પાય;
શુદ્ધ ધર્મનો પ્રચાર કરનાર, લાગું લળી લળી પાય....સી૦
શશિ શીતળ સમ શાંતિવિધાતા, લાગું લળી લળી પાય;
તુજ સેવકનાં દુઃખો હરનારા, લાગું લળી લળી પાય.....સી૦
શ્રી પદ્મનાથ જિનસ્તવન
(રાગમેરી અરજી ઉપર)
શાંત મૂર્તિ પદ્મ પ્રભુ નમન કરું,
દેવ કૃપાનિધિ મુજ સુખ કરું....(ટેક)
તુંહી રાજા તુંહી પિતા, તુંહી તારણહાર છે;
તુંહી ભ્રાતા તુંહી પાલક, તુંહી રક્ષણહાર છે;
તુંહી નામ રટણ દિનરાત કરું.....શાંત૦ ૧

Page 79 of 438
PDF/HTML Page 97 of 456
single page version

background image
તુંહી બ્રહ્મા તુંહી વિષ્ણુ, તુંહી મનવિસરામી છે;
તુંહી શંકર તુંહી તારક, તુંહી આતમરામી છે;
તુંહી નામ રટણ દિન રાત કરું.....શાંત૦ ૨
તુંહી જ્ઞાની તુંહી દાની, તુંહી ગુણ-ભંડારી છે;
તુંહી નાથ તુંહી વિભુ, તુંહી સમતાધારી છે; તું૦ શાં૦ ૩
તુંહી વીર તુંહી સંત, તુંહી ચિદાનંદ છે;
તુંહી સુમતિ તુંહી જિનવર, તુંહી સહજાનંદ છે; તું૦ શાં૦ ૪
તુંહી અજર તુંહી અમર, તુંહી જગદાનંદ છે;
તુંહી જગ-તારણહારો; તુંહી પૂરણાનંદ છે.
તુંહી નામ રટણ દિનરાત કરું.....શાંત૦ ૫
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગહરી મોહે)
વંદન કરું જિનરાજ ભાવથી હું,
વંદન કરું જિનરાજ. વંદન૦ (ટેક)
શ્રી વીતરાગદેવ સીમંધરજિનજી (૨)
નિરખતાં હર્ષ અપાર; ભાવથી હું વંદન૦ ૧
આતમ-બળથી મોહના વિજયી (૨)
જ્ઞાનાદિ ગુણના ભંડાર; ભાવથી હું વંદન૦ ૨
ચંપક-માળ સમ આનંદકારી (૨)
સર્વ પ્રાણી સુખકાર; ભાવથી હું વંદન૦ ૩

Page 80 of 438
PDF/HTML Page 98 of 456
single page version

background image
જીવન છે અદ્ભુત તમારું (૨)
ભાવ અમર કરનાર; ભાવથી હું વંદન૦ ૪
નાયક શાસન તીરથ-સ્થાપક (૨)
થયા ભવિ તારણહાર; ભાવથી હું વંદન૦ ૫
શ્રી શાંતિનાથસ્તવન
(એક સુખ પાયા મૈંને, અંમાકે રાજમેંએ દેશી)
શાંતિ પ્રભુજીરે, વિનતિ મોરી માનના; (ટેક)
આજ મંગલ પાયા મૈંને, પ્રભુકે દરબારમેં (૨);
શાંતિનાથ સુખદાયીરે, મંગલ મેરા કરના; શાંતિ પ્રભુ૦ ૧
આજ સરન પાયા મૈંને, પ્રભુકે દરબારમેં (૨)
તરન-તારન બિરુદધારીરે, કલ્યાણ મેરા કરના; શાંતિ૦ ૨
આજ સુખ પાયા મૈંને, પ્રભુકે દરબારમેં (૨)
જગતારક પ્રભુ વડોરે, સેવક સુખી કરના; શાંતિ૦ ૩
આજ શાંતિ પાઈ મૈંને, પ્રભુકે દરબારમેં (૨);
જિનરાજ નિજાનંદીરે, અનાથ મુઝે તારના; શાંતિ૦ ૪
આજ ભક્તિ પાઈ મૈંને, પ્રભુકે દરબારમેં (૨);
અરિહંત દેવાધિદેવરે, દુઃખોંકો મેરે કાટના; શાંતિ૦ ૫
આજ સેવા પાઈ મૈંને, પ્રભુકે દરબારમેં (૨);
વીતરાગ લોકનાથરે, ભવોંકા ફેરા ટાલના; શાંતિ૦ ૬

Page 81 of 438
PDF/HTML Page 99 of 456
single page version

background image
આજ દર્શન પાયા મૈંને, પ્રભુકે દરબારમેં (૨);
પૂરણ શશિસમ પ્રભુ રે, સેવક શાંતિ કરના. શાંતિ૦ ૭
શ્રી સીમંધર જિનસ્તવન
(કાલી કમલીવાલેએ દેશી)
પ્યારા સીમંધરદેવ, જિનને વંદું વાર હજાર;
પ્રભુને વંદું વાર હજાર. (ટેક)
ચંદ્ર-સૂરજ-સમ કાંતિ સોહે, ભવિજનનાં મનડાને મોહે,
દર્શન આનંદકાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
ભવ્યજનોના ભવ હરનારા, ત્રણ ભુવનમાં સુખ કરનારા;
ભવજલ-તારણહાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
મંગલ મૂરતિની બલિહારી, હર્ષથી વંદે સુરનરનારી,
વાણી આનંદકાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
શાસનનાયક તું જગદીવો, જગજનજીવન! ચિરંજીવો;
આતમને હિતકાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
આપ ચરણની સેવા માગું, દીનબંધુ! તુમ ચરણે લાગું;
ભક્ત કરો ઉદ્ધાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
શ્રી મુનિસુવ્રત જિનસ્તવન
(મન માયાના કરનારા રેએ દેશી)
મુનિસુવ્રત જિનરાયારે, નમું શાંતિકારક સુખદાયા;
ભવિતારક બિરુદ ધરાયારે; નમું શાંતિ. (ટેક)
6

Page 82 of 438
PDF/HTML Page 100 of 456
single page version

background image
જન્મ જરા ને મરણનિવારક, આતમજ્ઞાને ભરિયારે,
બલિહારી પ્રભુ તમારા નામને, વારી જાઉં ગુણ-દરિયારે; નમું૦
વસ્તુતત્ત્વનો પ્રકાશ કરતા, સુરનર પૂજિત પાયા;
કર્મગજેંદ્રની ઘટા નિવારી, કેસરીસિંહ જિનરાયારે; નમું૦
સર્વગુણોદધિ ચન્દ્રમા જિનજી, દેવોમાં દેવ કહાયા;
આતમરંગમાં ભંગ ન પાડ્યો, મ્હાલ્યા અચલ સુખરાયારે, નમું૦
વહી ગયા કાળચક્ર અનંતા, ભેટ્યાં આ ભવ મહારાયાં;
મ્હેર કરો પ્રભુ! દીન સેવક પર, ચરણે પ્રેમ લગાયારે; નમું૦
નિશ્ચય વ્યવહારે પ્રભુને પૂજતાં, પાતક જાય દુઃખદાયા;
અરિહંતાદિની આરાધનાથી, દાસ વરે શિવરાયારે; નમું૦
શ્રી નેમિનાથ જિનસ્તવન
(રાગવાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી)
શ્રી નેમિજિનેશ્વર, છો જગદીશ્વર, વંદીએ વારંવાર;
જગતના આધાર ધર્મના દાતાર વંદીએ વારંવાર. (ટેક)
બાલ બ્રહ્મચારી નેમિજિનેશ્વર, નિરખત નયનાનંદ;
લક્ષણ-લક્ષિત નિજ આતમથી સાધ્યો? પૂર્ણાનંદરે, શ્રી૦
ચંદન સમાન શાંતિ કરનારા, હર્તા કર્મનાં વૃંદ;
દ્રષ્ટિ સુધાસમ વદન મનોહર, સેવે સુરનર વૃંદરે. શ્રી૦
પરમ કૃપાળુ પરમ દયાળુ, સ્વભાવે પરમાનંદ;
પરમ પુરુષ પરમ પ્રધાન, કેવલ જ્ઞાનાનંદરે. શ્રી૦