Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
શિલાલેખ નં. ૪૦ કે જે શક સં. ૧૦૮૫માં (એટલે કે લગભગ ૮૦૦ વર્ષ
પહેલાં) કોતરાયેલો છે તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે––
यो देवनन्दि प्रथमाभिधानो, बुध्यामहत्या स जिनेन्द्रबुद्धिः।
श्री पूज्यपादोजनि देवताभिः यत्पूजितं पादयुगं यदीयम्।।
પ્રથમ જેનું નામ ‘દેવનન્દી’ હતું, બુદ્ધિની મહત્તાથી તેઓ ‘જિનેન્દ્રબુદ્ધિ’
કહેવાયા, અને દેવતાઓ વડે તેમના પાદયુગ પૂજિત થયા તેથી તેઓ ‘પૂજ્યપાદ’
નામથી પ્રસિદ્ધ થયા.
આવા જ આશયનો બીજો એક શિલાલેખ (નં. ૧૦૫) શક સં. ૧૩૨૦ નો છે.
શ્રવણબેલગોલનો ચંદ્રગિરિ પહાડ ૧૦૮ નંબરના શિલાલેખ દ્વારા બોલે છે કે શ્રી
પૂજ્યપાદે ધર્મરાજ્યનો ઉદ્ધાર કર્યો, દેવોના અધિપતિઓએ તેમનું પાદપૂજન કર્યું તેથી
તેઓ ‘પૂજ્યપાદ’ કહેવાયા; તેમના દ્વારા ઉદ્ધાર પામેલાં શાસ્ત્રો આજે પણ તેમના
વિદ્યાવિશારદ ગુણોનું કીર્તિગાન કરે છે; તેઓ જિનવત્ વિશ્વબુદ્ધિના ધારક (સમસ્ત
વિદ્યામાં પારંગત) હતા, તેમણે કામને જીત્યો હતો તેથી ઉત્તમ યોગીઓએ તેમને
‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.
વળી એ જ શિલાલેખના બીજા શ્લોક દ્વારા પર્વત આપણને તેમના
વિદેહગમનની આનંદકારી વાત પણ સંભળાવે છે––
श्री पूज्यपादमुनिरप्रतिमौषर्द्धिः जीयात् विदेहजिनदर्शनपूतगात्रः।
यत्पादधौतजलसंस्पर्शप्रभावात् कालायसं किल तदा कनकीयकार।।
શ્રી પૂજ્યપાદમુનિ જયવંત વર્તો કે જેઓ અપ્રતિમ ઔષધિઋદ્ધિના ધારક હતા,
વિદેહી જિનના દર્શનવડે જેમનું ગાત્ર પાવન થયું હતું, અને જેમના પગધોયેલા પાણીના
સ્પર્શના પ્રભાવથી લોઢું પણ સુવર્ણ બન્યું હતું.
ભિન્નભિન્ન આચાર્યોના મહિમાને પ્રસિદ્ધ કરનારા આવા તો સેંકડો શિલાલેખો
અને હજારો શ્લોકો પહાડ ઉપર અંકિત છે. શિલાલેખોના જે ક્રમનંબર અપાયેલા છે
તેના ઉપરથી જ તેની વિપુલ સંખ્યાનો ખ્યાલ આવે છે. એ શિલાલેખોનો પરિચય
‘આત્મધર્મ’ના પાઠકોને કોઈવાર કરાવીશું. અત્યારે તો કુંદકુંદપ્રભુના મહિમા સંબંધી બે
શિલાલેખો–જેમાંથી એક ચંદ્રગિરિ પર અને બીજો વિંધ્યગિરિ અર્થાત્ ઈંદ્રગિરિ ઉપર––
(એટલે કે જ્યાં બાહુબલી ભગવાનની ગગનચૂંબી મૂર્તિ છે તે પર્વત ઉપર)
શિલાસ્થંભમાં કોતરેલા છે તેનો ઉલ્લેખ કરીને આ ટૂંકો લેખ સમાપ્ત કરીશું––

PDF/HTML Page 22 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૯ :
શ્રવણબેલગોલ ચંદ્રગિરિ પર્વત ઉપરનો એક શિલાલેખ.
આ શિલાલેખરૂપી જીભદ્વારા પર્વત આપણને કુંદકુંદાચાર્યદેવની ગૌરવગાથા
સંભળાવે છે. લેખ કન્નડ લિપિમાં છે, ભાષા સંસ્કૃત છે. ગુરુદેવ સાથેની યાત્રા વખતે
એક કન્નડ–વિદ્વાન પાસે આ શિલાલેખનો અગત્યનો ભાગ આપણે વંચાવ્યો હતો, ને
તેમાં કુંદકુંદાચાર્ય દેવનો ઉલ્લેખ છે તે જાણીને સૌને ઘણો આનંદ થયો હતો.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
वन्द्यो विभुर्भ्भुवि न कैरिह कौण्डकुंदः
कुन्द–प्रभा–प्रणयि–कीर्ति विभूषिताशः।
यश्चारुचारणकराम्बुज चंचरीकः
चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम्।।
ચંદ્રગિરિ પરનો આ શિલાલેખ કહે છે કે–કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ
વડે દિશાઓ વિભૂષિત છે, જેઓ ચારણઋદ્ધિધારક મહામુનિઓના સુંદર હસ્તકમળના
ભ્રમર સમાન હતા, અને જે પવિત્ર આત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે
કુંદકુંદવિભુ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી? –અર્થાત્ પૃથ્વી પર વંદ્ય છે.
વિંધ્યગિરિ ઉપરના બીજા અસ્પષ્ટ લેખનો આશય એવો છે કે–યતીશ્વર શ્રી
કુંદકુંદસ્વામી રજઃસ્થાનને (પૃથ્વીને) છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા
હતા, તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી પોતાનું
અત્યંત અસ્પર્શીપણું (નિર્લેપપણું) વ્યક્ત કરતા હતા.
એ શિલાલેખોની ભાષા દ્વારા આ પર્વત આજેય ભક્તિથી વીતરાગી મુનિવરોનાં
ગુણગાન ગાઈ રહ્યો છે. ઈન્દ્રગિરિ–ચંદ્રગિરિ જેવા પુનિત પર્વતોનો એ પ્રતાપ છે કે તેના
ઉપર કોતરાયેલાં આવા શિલાલેખો
દ્વારા આજે સેંકડો–હજારો વર્ષ
પહેલાંની આવી ઉત્તમ ઐતિહાસિક
વાતો આપણે જાણી શકીએ છીએ. આ
ઉપરાંત પર્વત ઉપર અતિપ્રાચિન
વૈભવસંપન્ન જિનાલયો, બાહુબલીપ્રભુ
જેવા વિશાળ જિનબિંબો વગેરેનું દર્શન
અભણ માનવીને પણ જૈનશાસનનો
અપાર મહિમા લક્ષગત કરાવે છે.–
નમસ્કાર હો તે બોલતા પર્વતોને...
*

PDF/HTML Page 24 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧ :
પિતા – પુત્ર વચ્ચેનો વાદવિાદ
મથાળું વાંચીને ભડકશો નહીં હો...અત્યારના કોઈ ઝગડાની વાત
નથી...એ પિતા તો છે ભરતચક્રવર્તી; અને પુત્રો છે તેમના ૧૨૦૦
કુમારો–મધુરાજ, વિધુરાજ, પુરુરાજ વગેરે. ભરતચક્રવર્તી ચરમશરીરી
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે,–તો તેમના પુત્રો પણ કાંઈ તેમનાથી ઉતરે એવા
નથી, ગમે તેમ તો તેઓ ઋષભદાદાના પૌત્રો છેને! તેઓ પણ
ચરમશરીરી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. ‘વ્યવહારરત્નત્રયથી સિદ્ધિ છે કે
નિશ્ચયરત્નત્રયથી?’–તે બાબતમાં પિતા–પુત્રો વચ્ચે તત્વચર્ચા થાય છે.
ભરતેશવૈભવમાં એ પ્રસંગનું મજાનું વર્ણન આવે છે; તે વાંચીને ગુરુદેવને
ગમ્યું...તેથી તે પ્રસંગ અહીં આપવામાં આવ્યો છે. આપણા બાલસભ્યોને
તત્ત્વઅભ્યાસ માટે તે ખાસ પ્રેરણાકારી છે.
આ પ્રસંગ જો કે વીસેક વર્ષ પહેલાં ‘આત્મધર્મ’માં આવી ગયો
છે. પણ આપણા બાલસભ્યોમાંથી ઘણાય તો તે વખતે પૂર્વ ભવમાં હતા;
એટલે એમના પૂર્વભવ વખતે આત્મધર્મમાં આવેલ વાતની તેમને ક્યાંથી
ખબર હોય? તેથી તેમને માટે આ લેખ ફરી અહીં આપ્યો છે. (સં.)
હંમેશની જેમ સમ્રાટ ભરત મહેલમાં બેઠા છે. પાસે નમિરાજ, વિનમિરાજ
(ભરતના પુત્રોના મામા) તથા તેમના સેંકડો પુત્રો બેઠા છે.
ભરતે પૂછ્યું–આ કુમારોએ શું–શું અધ્યયન કર્યું છે? ત્યારે જવાબ મળ્‌યો કે–
તેઓ શસ્ત્ર–શાસ્ત્રાદિ અનેક વિદ્યાઓમાં નિપુણ છે; વિદ્યાધરોને ઉચિત અનેક વિદ્યાઓ
તેમણે સિદ્ધ કરી છે, અને તેઓ સમ્યક્દર્શનાદિથી પણ સંયુક્ત છે. ભરતે તે કુમારોને
ત્યાં બેસાડીને પોતાના પુત્રોને પણ બોલાવ્યા. ભરતના સેંકડો પુત્રો પંક્તિબદ્ધ થઈને
ત્યાં આવવા લાગ્યા. પહેલાં મધુરાજ, વિધુરાજ નામના બે કુમારોએ આવીને પિતાના
તથા માતાના ચરણમાં નમસ્કાર કર્યા અને બાકીના કુમારોએ પણ નમસ્કાર કર્યા.
કુમારોમાં કોઈ પંદર વર્ષના છે, અને કોઈ તેથી પણ નાની ઉંમરના છે.
ભરતે પોતાના પુત્રોને કહ્યું–બેટા, તમે જરા તમારા શાસ્ત્રાનુભવને તો બતાવો.
ત્યારે તે કુશળ કુમારોએ પોતાના શાસ્ત્રાનુભવને દર્શાવ્યો. ક્યારેક વ્યાકરણથી
શબ્દસિદ્ધિ કરી, ક્યારેક ન્યાયશાસ્ત્રથી તત્ત્વસિદ્ધિ કરી, અને ક્યારેક એકધારાપ્રવાહી
સંસ્કૃત બોલતા થકા આગમના તત્ત્વોનું પ્રતિપાદન કર્યું.

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
ભરતજી તેમના બોલવાથી પ્રસન્ન થયા; પરંતુ વિશેષ તત્ત્વચર્ચા કરાવવા ખાતર
તે છૂપાવીને ફરીથી કહ્યું–કુમારો! લોકરંજનની જરૂર નથી, મોક્ષસિદ્ધિને માટે શું સાધન
છે તે કહો. બીજી ગડબડ છોડીને એ બતાવો કે કર્મોનો નાશ ક્યા પ્રકારે થાય છે? તેના
વિના આ બધું વ્યર્થ છે.
ભરતના પુત્રો નાની ઉંમરના હોવા છતાં પણ જ્ઞાની હતા, તત્ત્વોના જાણનાર
હતા, તેઓ પણ તે ભવે મોક્ષ જનારા હતા. કુમારોએ જવાબ આપ્યો–પિતાજી! પહેલી
ભૂમિકામાં ભેદરત્નત્રય આવે છે ખરા, પણ કર્મોનો નાશ તો અભેદરત્નત્રયને ધારણ
કરવાથી જ થાય છે. અભેદરત્નત્રય જ કર્મોના નાશનો ઉપાય છે. જ્યારે
અભેદરત્નત્રયવડે કર્મોનો નાશ થાય છે ત્યારે મોક્ષની સિદ્ધિ થાય છે.
ફરીથી ભરત મહારાજાએ પૂછ્યું કે–તે ભેદરત્નત્રયનું તથા અભેદરત્નત્રયનું
સ્વરૂપ શું છે તે તો કહો.
ત્યારે પુત્રોએ કહ્યું :– જિનદેવ–ગુરુની ભક્તિ, તથા અનેક આગમશાસ્ત્રનું
મનનપૂર્વક અધ્યયન કરવું વગેરે ભેદરત્નત્રય છે. (ભેદરત્નત્રયમાં શુભરાગ છે અને તે
બંધનું કારણ છે.) તથા કેવળ પોતાના આત્મામાં લાગ્યા રહેવું તે નિશ્ચયરત્નત્રય
(અથવા અભેદરત્નત્રય) છે અર્થાત્ કેવળ પોતાના આત્માની શ્રદ્ધા, પોતાના આત્માનું
જ્ઞાન અને પોતાના આત્મામાં સ્થિરતા તે અભેદરત્નત્રય છે. અભેદરત્નત્રય
વીતરાગરૂપ છે અને તે જ મોક્ષનું કારણ છે.
આ સાંભળી નમિરાજે કહ્યું–કુમારોનું કહેવું બિલકુલ ઠીક છે.
ચક્રવર્તીએ નમિરાજને પૂછ્યું–શું ઠીક છે? કહો તો ખરા!
નમિરાજે ઉત્તર આપ્યો કે, ભેદરત્નત્રય તે મુક્તિનું કારણ નથી, પણ શુદ્ધ
આત્માની શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં જ લીનતા કરવી તે અભેદરત્નત્રય શ્રેષ્ઠ મુક્તિમાર્ગ છે–
–એમ કુમારો કહેવા માગે છે, તે યથાર્થ છે.
ભરતજીએ પ્રશ્ન કર્યો–શું વ્યવહારથી જ પર્યાપ્તિ નથી? નિશ્ચયની શું
જરૂરિયાત છે?
નમિરાજે કહ્યું–વ્યવહારથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, પણ તેનાથી મોક્ષની
પ્રાપ્તિ થઈ શકતી નથી. મોક્ષસિદ્ધિને માટે નિશ્ચયની આવશ્યકતા છે.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૩ :
નમિરાજની વાત સાંભળીને ચક્રવર્તી પ્રસન્ન તો થયા પરંતુ પોતાના કુમારોની
દ્રઢતા જોવા માટે, તે છૂપાવીને કહ્યું કે–નમિરાજ! તમારી વાત મને પસંદ ન આવી, તમે
બરાબર કહેતા નથી.
આ સાંભળતા જ ભરતના પુત્રો બોલી ઊઠ્યા કે–પિતાજી! અમારા મામાજી
તો બરાબર જ કહી રહ્યા છે. આવી સીધી વાતને તમે કેમ કબુલતા નથી?
ભરતે કહ્યું– તમે કોઈ કારણે તમારા મામાનો પક્ષ કરી રહ્યા છો. રહેવા દ્યો, આ
મારા બીજા પુત્રો આવી રહ્યા છે તેમને આ વાત પૂછીશું. તેઓ શું કહે છે તે જુઓ.
એટલામાં પુરુરાજ અને ગુરુરાજ એ બે કુમારો આવ્યા, તેમને ભરતજીએ પૂછ્યું
ત્યારે તેઓએ પણ એમ જ કહ્યું કે નિશ્ચયરત્નત્રય જ મોક્ષનું કારણ છે. પણ ભરત કહે–
હું તે સ્વીકારતો નથી.
એ પ્રમાણે બીજા અનેક કુમારો આવતા ગયા અને ભરત તેમને પૂછતા ગયા.
બારસો કુમારોને પૂછયું પણ તે બધાયે દ્રઢતાથી એક જ પ્રકારે ઉત્તર આપ્યો. છેવટે સૌથી
મોટા કુમારો અર્કકીર્તિ, આદિરાજ અને વૃષભરાજ આવ્યા. ભરતજીએ તેમને પ્રશ્ન કર્યો
કે–બેટા, મારી અને તમારા મામાની વચ્ચે એક વિવાદ ઉપસ્થિત થયો છે, તેનો નિર્ણય
તમારે આપવો જોઈએ.
કુશળ કુમારો વચમાં જ બોલી ઊઠ્યા–પિતાજી! આપના અને મામાજીના
વિવાદમાં વચ્ચે પડવાનો અમારો અધિકાર નથી. આપ લોકો શ્રી આદિનાથ દાદાના
દરબારમાં જઈ શકો છો, ત્યાં સર્વ નિર્ણય થઈ જશે.
સમ્રાટે કહ્યું–આ તો સાધારણ વાત છે, તમે સાંભળો તો ખરા. કુમારો! મુક્તિ
માટે આત્મધર્મ અર્થાત્ નિશ્ચયરત્નત્રયની શું આવશ્યકતા છે? શું વ્યવહાર કે બાહ્યધર્મ
જ પર્યાપ્ત નથી? આ નમિરાજ કહે છે કે–સ્થૂળધર્મથી (વ્યવહારધર્મથી) સ્વર્ગની પ્રાપ્તિ
થાય છે,–મોક્ષની પ્રાપ્તિ તેનાથી થતી નથી, આત્મધર્મથી (નિશ્ચયધર્મથી) મુક્તિની પ્રાપ્તિ
થાય છે.–આ સંબંધમાં તમારો શું મત છે તે જણાવો.
આ સાંભળતાં જ તે પુત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં સોચવા લાગ્યા કે–
અરે આ શું! પિતાજી તો અમને હંમેશા કહ્યા કરતા હતા કે મુક્તિને માટે
આત્માનુભવ એ જ મુખ્યસાધન છે, અને આજે તેનાથી ઊલટું આ શું કહી રહ્યા છે!!
આનું કારણ શું

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
હશે! પુત્રોનો સંકોચ જોઈને ભરત બોલ્યા–પુત્રો! તમે સંકોચ ન રાખો, જે સત્ય હોય
તે કહો.
ત્યારે કુમારો દ્રઢતાપૂર્વક બોલ્યા–પિતાજી! નિશ્ચયરત્નત્રય એ જ મોક્ષનું કારણ
છે. વ્યવહારધર્મ તો શુભરાગ છે, તે મોક્ષનું કારણ નથી; મામાજીની વાત બિલકુલ સત્ય
છે, આપે પણ તે મંજુર કરવી જોઈએ.
છેલ્લા કુમારોની દ્રઢતા જોઈને ચક્રવર્તીએ કહ્યું–બેટા, મને એમ હતું કે તમારા
કુંવારા ભાઈઓએ તો મામાનો પક્ષ ગ્રહણ કર્યો પરંતુ તમે અવશ્ય મારા પક્ષમાં રહેશો.
પરંતુ તમે પણ મામાનો જ પક્ષ ગ્રહણ કર્યો...અચ્છા! તમારી મરજી!
કુમારો બોલ્યા પિતાજી અમે જૂઠ કેમ બોલી શકીએ? અમને જે સત્ય લાગ્યું તે
જ કહ્યું છે. સત્ય વાત તો આપે પણ સ્વીકારવી જોઈએ.
કુમારોની વાત સાંભળીને ભરતચક્રવર્તી પ્રસન્ન થયા, અને નમિરાજ પ્રત્યે
કહેવા લાગ્યા–જુઓ, ગમે તેમ તોય આ બધા શ્રી ભગવાન આદિનાથ સ્વામીના પૌત્રો
છે! તેમનું શું વર્ણન કરું! સાક્ષાત પિતા હોવા છતાં પણ તેઓએ મારો પક્ષ ગ્રહણ કરીને
વાત ન કરી, પણ જે યથાર્થ મોક્ષમાર્ગ છે તે જ તેઓએ કહ્યો. આથી તેમની
તત્ત્વજ્ઞાનની દ્રઢતા અને સત્યપ્રિયતા છે તે જણાયા વગર રહેતી નથી.
* * *
અહા, ધન્ય છે તે ધર્મકાળ અને ધન્ય તે ધર્માત્માઓ! જ્યારે પારણામાંથી જ
બાળકોને તત્ત્વનું સીંચન મળતું, સાચું તત્ત્વજ્ઞાન ઘેર ઘેર મળતું અને તે આત્માઓ પણ
કુમારવયથી જ તત્ત્વના પ્રેમીઓ હતા, તત્ત્વજ્ઞાન એ તેઓના જીવનનું મુખ્ય અંગ હતું...
આજે...પણ...
હજી તત્ત્વજ્ઞાનનો સર્વથા વિચ્છેદ નથી થયો, સત્પુરુષોની પરમ કરુણાથી આજે
પણ સત્ય તત્ત્વનો ધોધ ભારતમાં વહી રહ્યો છે...ભારતના આજના કુમારો પણ
ભરતના પુત્રોની જેમ તત્ત્વજ્ઞાનમાં રસ લેતા બનો.
(જુઓ–ભરતેશવૈભવ ભાગ ૨ પૃ. ૨૨૪–૨૨૮)

PDF/HTML Page 28 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૫ :
શ્રીમદ્ રાજચ્ાંદ્રજીનાં વચ્ાનામૃત
(જન્મશતાબ્દિ–લેખમાળા : લે.૬)

(૩૧૩) “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્યસંશોધનથી મળવાની નથી. અપૂર્વ
અંર્તસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ
અનુગ્રહે પામે છે. (૪)
(૩૧૪) એક ભવના થોડા સુખને માટે અનંત ભવનું અનંત દુઃખ નહિ વધારવાનો
પ્રયત્ન સત્પુરુષો કરે છે. (૪૭)
(૩૧પ) કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન અને
આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેનીજ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી
આરાધન કરવું; અને તો જ સર્વ માયિકવાસનાનો અભાવ થશે એમ સમજવું.
(૧૬૬)
(૩૧૬) મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
(૧૬૬)
(૩૧૭) સત્પુરુષ એજ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને
સાંભળ્‌યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગસ્પૃહા
નથી એવી જેની ગુપ્ત આચરણા છે. (૭૬)
(૩૧૮) પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જોકે મહા જ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ
જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ
ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય
તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમદ્રથી અત્રેના તૃષાતુરની
તૃષા છીપે નહીં. પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.
(૪૬૬)
(૩૧૯) જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ
કરવાજોગ, મનન કરવાજોગ કે આરાધવાજોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે
જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવાજોગ છે, યાવત્
આરાધવાજોગ છે. (૪૦૩)
(૩૨૦) પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું
કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યે પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત
માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ
ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણકે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. (૨૪૯)
(૩૨૧) સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહિ; કારણકે અસત્માં સત્ હોતું નથી.
(૨૪૯)
(૩૨૨) કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની
જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઈચ્છે
છે તો સંકલ્પ–વિકલ્પ રાગ–દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કાંઈ બાધા હોય
તો તે કહે; તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. (૩૭)
(૩૨૩) જ્યાંત્યાંથી રાગ–દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે
બોધી જઉં છું. (૩૭)
(૩૨૪) ઉપયોગ એ જ સાધના છે. (૩૭)
(૩૨પ) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું;
સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું;
સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની
પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત
કરેલું સર્વ સમ્મત કરવું. –આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે
માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે,
સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ
શાસ્ત્રનો, સર્વ સંતનાં હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે.
અને એ સાધવાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે
અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો
તેથી મોડે અથવા વહેલે, એજ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે
મને તો એજ સમ્મત છે. (૧૭૨)
(૩૨૬) આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના
ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની
જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. (પપ)

PDF/HTML Page 30 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭ :
‘પરમાત્મપ્ર્રકાશ’ની ટીકાનું મંગલાચ્ારણ
चिदानन्दैकरुपाय जिनाय परमात्मने।
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः।।१।।
ગતાંકમાં આપેલો આ શ્લોક “પરમાત્મપ્રકાશ’ની શ્રી બ્રહ્મદેવરચિત સંસ્કૃત
ટીકામાં પહેલો શ્લોક છે : તેમાં મંગલાચરણ તરીકે નમસ્કાર કરતાં કહે છે કે–પરમાત્મ–
સ્વરૂપને પ્રકાશવા માટે શ્રી જિન પરમાત્માને નિત્ય નમસ્કાર હો–કે જેઓ ચિદાનંદ
એકરૂપ છે અને સિદ્ધસ્વરૂપ છે અર્થાત્ જેમનો આત્મા કૃતકૃત્ય છે. અથવા, તે સિદ્ધ–
આત્માને નિત્ય નમસ્કાર હો–કે જ્ઞાન ને આનંદ જ જેનું એક રૂપ છે, જેઓ જિન છે
અને પરમાત્મા છે. –તેમને પરમાત્મસ્વરૂપના પ્રકાશને માટે નમસ્કાર હો.
સમયસારની શૈલીને અનુસરનારું આ ‘પરમાત્મપ્રકાશ’ અત્યંત સુગમ
અધ્યાત્મશાસ્ત્ર છે. શ્રી યોગીન્દુસ્વામીએ લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં આ શાસ્ત્ર રચ્યું
છે. તેમાં પહેલા પ્રકરણમાં અંતરાત્મા બહિરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે,
ને બીજા પ્રકરણમાં મોક્ષમાર્ગનું તથા મોક્ષનું સુંદર–સુગમ પ્રતિપાદન છે. તેમાં પણ
શરૂઆતની સાત ગાથાઓ દ્વારા ત્રણકાળના સિદ્ધભગવંતો સહિત પંચપરમેષ્ઠી
ભગવંતોને ભાવથી ફરીફરીને નમસ્કાર કરીને, દુઃખથી ભયભીત શિષ્ય શ્રીગુરુ પાસે
વિનતિ કરે છે કે હે સ્વામી! આ સંસારમાં વસતા મારો અનંતકાળ વીતી ગયો, પણ હું
જરાપણ સુખ ન પામ્યો, મહાન દુઃખ જ પામ્યો; માટે હે પ્રભો! ચતુર્ગતિના દુઃખથી
સંતપ્ત એવા મને, ચારગતિના દુઃખનો વિનાશ કરનાર એવું જે પરમાત્મતત્ત્વ છે તે કૃપા
કરીને કહો. –આવી ભાવભીની મંગલ–ભૂમિકા ઘણી આનંદકારી છે. પછી આગળ જતાં
મોક્ષસુખ સમજાવવા માટે પશુનો દાખલો આપીને કહે છે કે–જો મોક્ષમાં ઉત્તમ સુખ ન
હોત તો પશુ પણ બંધનમાંથી છૂટકારાની ઈચ્છા કેમ કરત ? જુઓ, બંધનમાં બંધાયેલા
વાછરડાને પાણી પાવા માટે બંધનથી છોડવા જાય ત્યાં છૂટકારાના હરખથી તે કુદાકુદ
કરવા માંડે છે; અહા, છૂટવાના ટાણે ઢોરુનું બચ્ચું પણ હોંશથી નાચી ઊઠે છે. તો અરે
જીવ! અનાદિકાળથી

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
અજ્ઞાનભાવે આ સંસારના બંધનમાં બંધાયેલો તું, અને હવે આ મનુષ્યભવમાં
સત્સમાગમે એ સંસારબંધનથી છૂટવાના (મોક્ષને સાધવાના) તને ટાણાં આવ્યા, સન્તો
તને તારા મોક્ષની વાત સંભળાવે, –અને એ સાંભળતાં છૂટકારાના આનંદથી તારું હૈયું જો
નાચી ન ઊઠે–તો તું પેલા વાછરડામાંથી પણ જાય તેવો છે ! અહા, મોક્ષના પરમસુખની
વાત જ્ઞાની પાસેથી સાંભળતાં ક્યા આત્માર્થી જીવને અંતરમાં હોંશ ને ઉલ્લાસ ન આવે!
સત્સ્વભાવના ઉલ્લાસથી અલ્પકાળમાં તે જીવ મુક્તિને સાધ્યા વગર રહે નહીં.
પરમાત્મપ્રકાશની ટીકામાં છેલ્લે શાસ્ત્રના તાત્પર્ય તરીકે શુદ્ધાત્માની ભાવના
શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા.
વસ્તુ કદી મોંઘી ય મળતી નથી સહજમાં,
મોતીને મેળવે છે મજધાર ડૂબનારા.
(જયેન્દ્ર મહેતા)
(અહીં વિકલ્પરૂપી કિનારો,
રત્નત્રય રૂપી મોતી ને સ્વાનુભૂતિરૂપી
સમુદ્ર–એમ લક્ષગત કરીને ઉપરની પંક્તિ
ફરી વિચારો.)
जीवन में सुख दुःखादिक का,
चक्र निरंतर फिरता है ।
मानव–पद के गुण–गौरव का
सफल परीक्षण करता है ।
वीर पुरुष की संकट में भी,
धर्म–भावना बढती है ।
उलटी करने पर भी अग्नि–
ज्वाला ऊपर चढती है ।

PDF/HTML Page 32 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૯ :
ધ્રાંગધ્રાવાળા શાહ રમણિકલાલ પદમશી અમદાવાદમાં તા.૨પ–૧૨–૬૭ ના રોજ કરુણ
રીતે સ્વર્ગવાસ પામી ગયા. બાવળા–બગોદરાની વચ્ચે વેરભાવથી કોઈએ તેમને જીવતા
સળગાવી દીધા. તેમની ઉમર ૪૪ વર્ષની હતી. તેમની માતા ઘેલીબેન સોનગઢમાં રહે છે,
ને તેઓ પણ સોનગઢ ગુરુદેવના દર્શનાર્થે આવવાની તૈયારીમાં હતા –એવામાં આ કરૂણ
બનાવ બની ગયો. તેમનો નાનો ભાઈ અમૃતલાલ પણ નાનો હતો ત્યારે સોનગઢમાં
રહીને તત્ત્વનો અભ્યાસ કરતો હતો. સદ્ગત આત્મા દેવગુરુધર્મના શરણે શાંતિ પામો,
–સંસાર તો આવો છે....તેમાં હે જીવ! તું ઊંઘીશ મા.
પોરબંદરના ભાઈ શ્રી મણિલાલ જગજીવનદાસ (સોનગઢના મોટાબેન સમરતબેનના
જમાઈ) તા.૧૪–૨–૬૮ ના રોજ પોરબંદર મુકામે હૃદયરોગની બિમારીથી સ્વર્ગવાસ
પામ્યા છે. થોડા વખત પહેલાં તેઓ સોનગઢ આવેલ ને કેટલોક વખત રહેલા; ગુરુદેવ
પ્રત્યે તેમને ભક્તિભાવ હતો, તથા સોનગઢનું શાંતિમય વાતાવરણ તેમને ગમતું અને
કાયમ સોનગઢ આવીને રહેવાની તેમની ભાવના હતી. પણ તે ભાવના પૂરી થાય ત્યાર
પહેલાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. અંતસમયે તેઓ ગુરુદેવનું રટણ કરતા હતા ને
‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી’ નું સ્મરણ કરતા હતા. તેમનો આત્મા વીતરાગી દેવ–ગુરુ–
ધર્મનો સત્સંગ પામીને આત્મહિત સાધો–એ જ ભાવના.
રાજકોટના ભાઈશ્રી મોહનલાલ મગનલાલ તુરખીયાના માતુશ્રી (સોનગઢના
પારવતીબેનના માતુશ્રી) રળીયાતબેન તા.૧૬–૨–૬૮ ના રોજ સોનગઢ મુકામે લગભગ
એકસો વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. ઘણા વખતથી તેઓ સોનગઢ હતા; સ્વર્ગવાસના
બે દિવસ અગાઉ ગુરુદેવ તેમને દર્શન દેવા પધારેલા તેથી તેઓ પ્રસન્ન થયા હતા. અને
છેવટ સુધી ધર્મનું શ્રવણ કરતા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
વઢવાણના ભાઈશ્રી અમુલખ વેલશીના ધર્મપત્ની શ્રી સુરજબેન મુંબઈમાં શીવ મુકામે
તા.૧૦–૨–૬૮ ના રોજ કેન્સરની બીમારીથી સ્વર્ગવાસ પામ્યા છે. જો કે તેમને
સોનગઢનો વિશેષ પરિચય ન હતો છતાં અંતિમ દિવસોમાં મુંબઈના મુમુક્ષુ ભાઈ બહેનો
દ્વારા ધર્મચર્ચાનું શ્રવણ કરતા તેઓ ખૂબ આનંદિત થતા, ને દેહની તીવ્ર વેદના છતાં તેઓ
સતત સાંભળતા તથા ગુરુદેવનો ફોટો જોઈને ભક્તિ વ્યક્ત કરતા હતા, ગંભીર દરદમાં
પણ તત્ત્વજ્ઞાનની આવી અસર દેખીને ડોકટર તેમજ ઘણા માણસો પ્રભાવિત થયા હતા.
શ્રી સૂરજબેન વીતરાગી દેવ–ગુરુની ભક્તિમાં આગળ વધીને આત્મહિત પામો.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
– જે થાય તે સારા માટે –
આપણા ગુરુદેવને એક મોટા ભાઈ હતા, તેમનું નામ ખુશાલભાઈ; તેમને
વારંવાર એમ બોલવાની ટેવ હતી કે ‘જે થાય તે સારા માટે !’ એ વાત પ્રસંગવશ
ગુરુદેવે ચર્ચામાં યાદ કરી, ત્યારે તે સાંભળતાં થયું કે વાહ! જગતમાં જે કાંઈ પ્રસંગ બને
તેમાં ‘જે થાય તે સારા માટે’ એ વાત લાગુ પાડીને તેમાંથી પોતાનું હિત શોધી લ્યે તો
જીવને કેટલી શાંતિ ને સમાધાન રહે! આ સંબંધમાં થોડાક પ્રસંગ વિચારીએ; જેમ કે–
સીતાજીની અગ્નિપરીક્ષા થઈ તે સારા માટે,
એમને જલ્દી અર્જિકા થવાનો અવસર આવ્યો.
સજ્જનની કોઈ નિંદા કરે તો સારા માટે,
એને વૈરાગ્ય અને જાગૃતી રહ્યા કરે.
સુદર્શન–ધર્માત્માની કસોટી થઈ તે સારા માટે,
એને સંસારથી વિરક્ત થઈને મુનિપણાનો ને
કેવળજ્ઞાનનો જલ્દી અવસર આવ્યો.
આ સંબંધમાં બીજી એક લોકકથા યાદ આવે છે : એક હતો રાજા. એને એક
દીવાન; જ્યારે હોય ત્યારે એ સમાધાનપ્રિય દીવાનને પણ આપણા ખુશાલભાઈની
માફક એમ બોલવાની ટેવ કે ‘ જે થાય તે સારા માટે.’ હવે એકવાર એવું બન્યું કે રાજા
અને દીવાન બંને વનમાં ગયેલા, ત્યાં કાંઈક થતાં રાજાની એક આંગળી કપાઈ ગઈ; ને
સહજભાવે દીવાનથી બોલાઈ ગયું કે– ‘જે થાય તે સારા માટે!’
રાજા તો મનમાં સમસમી ગયો....એક તો આંગળી કપાણી, ને ઉપરથી દીવાને
કહ્યું કે જે થાય તે સારા માટે! –એટલે રાજાને તો એવી ખીજ ચઢી કે દીવાનને ઉપાડીને
ફેંક્યો કૂવામાં.
પછી રાજાએ કૂવામાં ડોકિયું કર્યું તો દીવાનજી કૂવામાં પડ્યા પડ્યા પણ કહે છે
કે મહારાજ! જે થાય તે સારા માટે!’
રાજા તો એની મુર્ખાઈ ઉપર હસતા હસતા ચાલ્યા ગયો. થોડે દૂર ગયો ત્યાં તો
જંગલના ક્રૂર ભીલોએ એ રાજાને પકડ્યો. બીજે દિવસે નરબલી ચડાવવાનો હતો;

PDF/HTML Page 34 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧ :
નરબલી તરીકે રાજા મળતાં તેઓ ઘણા ખુશી થયા; ને બીજે દિવસે તે રાજાનો વધ
કરવાની તૈયાર કરવા લાગ્યા; મારવા માટે તલવાર ઉગામી; એવામાં એક ભીલની
નજર તેની આંગળી ઉપર ગઈ, ને તે બોલી ઊઠ્યો–ઊભા રહો! આ મનુષ્યનું બલિદાન
નહીં ચાલે, કેમકે તેને એક આંગળી ઓછી છે; ને ઓછા અંગવાળાનું બલિદાન આપી
શકાય નહીં. –નહિ તો અપશુકન થાય. માટે આને છોડી મૂકો. –ને ભીલોએ તે રાજાને
છોડી મુક્યો.
રાજાને તરત ખ્યાલ આવ્યો કે અત્યારે મારી આંગળી કપાયેલી હતી તેથી હું
બચ્યો; આંગળી પૂરી હોત તો હું બચી શકત નહિ. માટે જે થયું તે સારા માટે–એ
બરાબર છે.
હવે અહીંથી છૂટીને રાજા હર્ષથી દીવાન પાસે ગયો ને કહ્યું–જે થાય તે સારા
માટે’ એ વાત મારા માટે તો બરાબર નીકળી, પણ દીવાનજી! તમને તો કૂવામાં
નાંખ્યા, છતાં જે થાય તે સારા માટે એમ તમે કેમ કહ્યું?
દીવાન કહે છે કે–મહારાજ! જો આપે મને કૂવામાં ન ફેંક્યો હોત તો આપની
સાથે ભીલોએ મને પણ પકડ્યો હોત, ને તમારા બદલે મારું બલિદાન દેવાયું હોત!
–પણ હું કૂવામાં પડેલો હોવાથી બચી ગયો...માટે– ‘ જે થાય તે સારા માટે.’
આ તો એક સ્થૂળ દ્રષ્ટાંત છે. જીવનમાં દરેકને ચિત્ર–વિચિત્ર પ્રસંગો બનતા જ
હોય છે, પણ તે સર્વ પ્રસંગોની વચ્ચે પોતાના પરિણામોનું સમાધાન ટકાવી રાખવું,
અને તેમાંથી આત્મહિતના જ માર્ગની પ્રેરણા મેળવવી તે મુમુક્ષુનું મુખ્ય કામ છે. સુખ–
દુઃખના કોઈ પ્રસંગમાં કાયર થઈને બેસી રહેવું તે મુમુક્ષુનું કામ નથી, પણ પરિણામના
અત્યંત ધૈર્યપૂર્વક વીરસન્તોના માર્ગને વીરતાપૂર્વક વળગી રહેવું, –ને એ રીતે જે કોઈ
પ્રસંગ હોય તેને પોતાના સારા માટે જ ગોઠવી દેવો ...તેમાંથી પોતાનું હિત તારવી લેવું,
ને હિત માટેનો ઉત્સાહ મજબુત કરવો તે મુમુક્ષુનું કામ છે.
આ જીવન કાંઈ દુઃખો માટે નથી, પાપ માટે નથી, પણ ચૈતન્યની મહાન
આરાધના માટે જીવન છે, સુખ માટે જીવન છે, વીતરાગી પવિત્રતા પ્રાપ્ત કરવા માટે
મુમુક્ષુનું જીવન છે. અને જ્યાં સન્તચરણમાં સાચી મુમુક્ષુતા છે, ત્યાં જે થાય તે સારા
માટે જ છે.
(‘સદ્ગુરુદેવના સાન્નિધ્યમાં મારી નિત્યનોંધ’માંથી.)

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
ર્જ્ઞ માહ વદ બીજની સવારની
સરસ ચર્ચાનો નમુનો
સર્વજ્ઞનો ધર્મ ત્યાં છે કે જ્યાં સર્વજ્ઞસ્વભાવની પ્રતીત છે.
‘સર્વ–જ્ઞ’ –બધાના જાણનાર, ‘સર્વ પદાર્થો–તેને જાણનાર કોઈ નથી’ એમ સર્વજ્ઞ
હોવાની કોઈ ના પાડે તો, ‘સર્વજ્ઞેયો’ નો તેણે પોતે તો સ્વીકાર કર્યો કે નહિ? –
અરે, જે જ્ઞેયોને તું સ્વીકારી શકે છે તેને બીજા ન જાણી શકે–એમ તું કઈ રીતે
નિષેધ કરી શકે? ‘સર્વ પદાર્થ છે” એમ તું બોલે છે, ને તેને જાણનાર કોઈ નથી–
એમ કહેવું તે તો પરસ્પર વિરુદ્ધ છે.
હે ભાઈ! ‘સર્વ’ વસ્તુના અસ્તિત્વને તું સ્વીકારે છે ને તેના ‘જ્ઞાન’ નું અસ્તિત્વ
નથી સ્વીકારતો, તો તને ‘જ્ઞાનસમય’ ની ખબર જ નથી, એટલે સર્વને જાણવાની
શક્તિવાળા આત્માને તેં જાણ્યો નથી.
સામે એક સાથે ‘સર્વ’ વસ્તુ છે, તો અહીં તેને એકસાથે જાણવાના સામર્થ્યવાળું
જ્ઞાન (એટલે કે સર્વજ્ઞતા) પણ છે; અને વાણીમાં પણ એમ આવે છે કે ‘આત્મા
સર્વજ્ઞ છે.’ –આ રીતે અર્થ સમય, જ્ઞાનસમય ને શબ્દસમય–એ ત્રણેમાં પૂર્ણતા છે.
જ્ઞાનની પૂર્ણતા એટલે કે સર્વજ્ઞસ્વભાવ, તેને સ્વીકાર્યા વગર જ્ઞેયોની પૂર્ણતાને
(સર્વજ્ઞેયોને) કે તેની વાચક એવી સર્વજ્ઞની વાણીને યથાર્થપણે જાણી શકાય નહિ.
સામે બધા જ્ઞેય, અહીં બધું જ્ઞાન,
તેમાં વચ્ચે રાગ રહેતો નથી; કેમકે
પૂરા જ્ઞાનમાં રાગ હોય નહીં.
સર્વજ્ઞાન ને સર્વજ્ઞેય, તેનું અસ્તિત્વ સ્વીકારનારને રાગ તે જ્ઞેયોમાં જાય છે, પોતાનું
અસ્તિત્વ પૂરા જ્ઞાનપણે જ રહે છે.
જ્ઞાનપણે જ પરિણમતો તે પોતાની સર્વજ્ઞતાને સાધી લ્યે છે.
આત્માનું સર્વજ્ઞસ્વરૂપ જેવું છે તેવું નિર્ણયમાં લઈને, અંતર્મુખ ઉપયોગવડે દ્રવ્ય
સાથે પર્યાયની એકતા કરીને જાણે ત્યારે આત્માનું સ્વરૂપ સાચું જાણ્યું કહેવાય.
સ્વસન્મુખ એકતા વગર, એકલા પરલક્ષે આત્માનું સાચું જ્ઞાન થાય નહિ,
સ્વસંવેદન થતાં અંતરમાંથી એવું જ્ઞાન ખીલ્યું કે ખાતરી થઈ ગઈ કે અહો! હું તો
જ્ઞાનનો જ પિંડ છું. અગાધ જ્ઞાનસામર્થ્યથી હું ભરેલો છું. –આવા જ્ઞાનનું વેદન
થતાં જ રાગના વેદનથી અત્યંત ભિન્નતા થઈ. તે જ્ઞાન મોક્ષ તરફ ચાલ્યું.

PDF/HTML Page 36 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩ :
જ્ઞાનર્ચા
અજ્ઞાની જીવ જ્ઞાનની પ્રસિદ્ધિ વગર એકલા જ્ઞેયને પ્રસિદ્ધ કરવા માંગે છે–તે તો
પોતાની નાસ્તિ જેવું થયું! હે મૂઢ! ‘સર્વ પદાર્થ છે પણ તેનું જ્ઞાન નથી’ –તો સર્વ
પદાર્થની પ્રસિદ્ધિ કરી કોણે? –સર્વ પદાર્થ છે–એમ જાણ્યું કોણે? જેમ દશ મૂરખા પોતે
પોતાને ગણતાં ભૂલી ગયા, ને કહે કે અમે નવ છીએ, એક (હું) ખોવાઈ ગયો! –એવી
જ મૂર્ખતા તું કરે છે. સર્વ પદાર્થ હોવાની હા પાડવી ને સર્વજ્ઞતાની ના પાડવી–એ તો
એવી મૂર્ખતા થઈ કે–પરદ્રવ્ય છે પણ હું નથી.
અરે, ‘હું નથી’ એમ કોણ કહે છે ? –એમ કહેનાર પોતે જ તું છો. શ્રીમદ્
રાજચંદ્રજી નાની વયમાં લખે છે કે–
કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિવિચાર,
પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.
‘હું નથી, આત્મા નથી’ એવા નાસ્તિપણાના વિચાર જે ભૂમિકામાં ઊઠે છે ત્યાં
જ તું છો; એટલે નાસ્તિનો વિચાર તે પણ વિચાર કરનારની અસ્તિ સૂચવે છે. તારી
અસ્તિ વિના ‘નાસ્તિ’ નો વિચાર કર્યો કોણે? તારા વગર કયે ઠેકાણે એ વિચાર
ઊઠ્યો?
હવે જ્ઞેયોને જાણનાર ‘હું જ્ઞાન છું’ એમ સ્વીકારનાર પર્યાય પણ અંતર્મુખ
થઈને પોતાના આખા જ્ઞાનસ્વભાવને પ્રસિદ્ધ કરે છે. અને એ રીતે જ્ઞાનસ્વભાવને
પ્રસિદ્ધ કરનારી પર્યાય ઈંદ્રિયોથી ને રાગથી અધિક છે, એટલે કે ઈંદ્રિયો તથા રાગને બાદ
કરતાં પણ જ્ઞાન પોતાના સ્વરૂપે ટકી રહેનારું છે. ઈંદ્રિયોના અભાવમાં જ્ઞાનનો અભાવ
નથી, રાગના અભાવમાં જ્ઞાનનો અભાવ નથી; કેમકે આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે;
ઈન્દ્રિયો કે રાગ તે કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી, જ્ઞાનથી ભિન્ન છે. અત્યારે પણ જ્ઞાનનું
પરિણમન તેમનાથી જુદું જ વર્તે છે.
આ રીતે ઈંદ્રિયોથી ને રાગથી રહિત જ્ઞાનને જાણ્યું ત્યાં તેમનાથી ખસીને જ્ઞાનની

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
પાંચ પ્ા્રશ્નોના જવાબ
(૧) તીર્યંચને તો પાંચ છે, દેવ–નારકને ચાર; મનુષ્યને તો ચૌદ છે. એનો કરો વિચાર.
–એ ગુણસ્થાનો છે; તિર્યંચને એકથી પાંચ ગુણસ્થાન હોઈ શકે છે. દેવ અને
નારકીજીવોને એકથી ચાર ગુણસ્થાન હોઈ શકે છે; અને મનુષ્યજીવોને એકથી
ચૌદ–બધાય ગુણસ્થાનો હોઈ શકે છે. –આથી જ મનુષ્યગતિને ઉત્તમ ગણી છે.
મુનિદશા, કેવળજ્ઞાન એવા ઉત્તમ પદ મનુષ્યગતિમાં જ છે.
(૨) અરિહંત ભગવાન એવા છે કે તેમને સમસ્ત શ્રુતનું જ્ઞાન છે. પણ તેમને શ્રુતજ્ઞાન
નથી, તેમને તો કેવળજ્ઞાન છે.
(૩) સમ્યગ્દ્રષ્ટિ–સાધક મહાત્મા એવા છે કે તેમને શ્રુતજ્ઞાન છે અને શ્રુતનું પણ સાચું
જ્ઞાન છે.
(૪) જગતમાં સિદ્ધભગવાન ઝાઝા છે ને મનુષ્યો થોડા છે. મનુષ્યો સંખ્યાતા જ છે ને
સિદ્ધ ભગવંતો તો અનંતાનંત છે. –આ તો એવું થયું કે ભક્તો થોડા.....ને
ભગવંતો ઝાઝા!
(પ) (૧) ઋષભદેવ તીર્થંકરનાં પુત્ર ભરતરાજ ચક્રવર્તી હતા. (આ ઉપરાંત ઋષભદેવ
ભગવાન પોેતે પણ પૂર્વભવમાં, વિદેહક્ષેત્રની પુંડરગીરીનગરીમાં વજ્રસેન
તીર્થંકરના પુત્ર, વજ્રનાભિ નામના ચક્રવર્તી થયા હતા. શાંતિનાથ ભગવાન
પણ પૂર્વે પાંચમાં ભવે, વિદેહક્ષેત્રના રત્નસંચયપુરમાં ક્ષેમંકર તીર્થંકરના પુત્ર
વજ્રયુધ ચક્રવર્તી હતા.
(૨) ભગવાન ઋષભદેવ ફાગણ વદ નોમના દિવસે જન્મ્યા હતા. –ક્યાં?
–અયોધ્યામાં; અને તેમણે દીક્ષા પણ ફાગણ વદ નોમના દિવસે લીધી હતી.
(૩) જેમને ૧૦૧ પુત્રો હતા ને બધાય તે ભવે મોક્ષ પામ્યા–એ પણ એના એ
ભગવાન!
(૪) એ પણ ભગવાન ઋષભદેવ તીર્થંકર–કે જેમના પુત્રો તેમના ગણધરો
થયા. જો કે આવા બીજા પણ દાખલા છે. પણ આપણે તો અહીં ભૂતકાળમાં
થઈ ગયેલાની જ વાત છે. ભવિષ્યકાળમાં થવાના હોય તેનો ઉલ્લેખ
અત્યારે અહીં નથી કરતા.

PDF/HTML Page 38 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૫ :
(પ) ભગવાન ઋષભદેવને બ્રાહ્મી અને સુંદરી એ બે ઉત્તમ પુત્રીઓ હતી. બંને
પુત્રીઓ બાલબ્રહ્મચારી હતી અને અર્જિકા થઈને એકાવતારી થઈને
અત્યારે તો મોક્ષમાં બિરાજે છે.
બાલવિભાગની ચોથી વાત–
(૧) હંમેશાં જિનેન્દ્રદેવનાં દર્શન (૨) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ (૩) રાત્રિભોજનનો ત્યાગ.
ઉપરની ત્રણ વાત આપણા બાલવિભાગના ઘણા ખરા સભ્યોએ હોંશથી અપનાવી છે
ને તેની ટેવ પાડી છે. જે સભ્યો તેનું પાલન ન કરતા હોય તેઓ જરૂર તેનું પાલન કરે–એવી
આશા રાખીએ; તથા તે સભ્યોના મિત્રો પણ તેમને તે માટે પ્રેરણા કરશો. હવે તે ત્રણ
ઉપરાંત ચોથી વાત છે–ફિલ્મ જોવાનું બંધ કરવાનું. –આજના ‘સુધરેલા’ જમાનામાં
બાલમિત્રોને કદાચ આ સૂચના કઠણ લાગશે, પણ જિનવરના સન્તાન’ ને માટે એ જરાય
મુશ્કેલ નથી, –કેમકે ઉત્તમ સંસ્કારો માટે એ અત્યંત જરૂરી છે. આજની ફિલ્મો કોઈપણ
જાતના સારા સંસ્કાર આપી શકતી નથી. –જીવનનો અમૂલ્ય સમય એવા કામમાં ગુમાવવો
આપણને કેમ પાલવે? મને ખાતરી છે કે બધા સભ્યો હોંશથી આ સૂચના અપનાવીને ફિલ્મો
જોવાનું બંધ કરશો. ને બે મહિના પછી તમને તે સંબંધી પૂછાય ત્યારે તમે બધાએ જરૂર બંધ
કરેલ હશે. આ વાત અહીં રજુ કરતાં પહેલાં આપણા કેટલાક સભ્ય બંધુઓને તે સંબંધમાં બે
પ્રશ્ન પૂછેલ–કે તમે ફિલ્મ જુઓ છો? –ઘણાએ હા કહી. બીજો પ્રશ્ન પૂછયો–કે તમે તે જોવાનું
બંધ કરી શકશો? –તો બધાયે ઉત્સાહથી કહ્યું કે જરૂર! આ રીતે સભ્યોના વિચાર જાણીને આ
વાત રજુ કરેલ છે. ઘરનાં બાળકો જ ‘ફિલ્મ–બંધી’ કરશે એટલે વડીલોને પણ વિચાર કરવો
પડશે. સામાન્યપણે તો વડીલો બાળકોને પ્રેરણા આપે, પણ આપણે તો તમારા જીવનનું એવું
ઊંચું ઘડતર કરવું છે કે બાલવિભાગના બાળકોના જીવનમાંથી વડીલોને પ્રેરણા લેવી પડે!
તમે સૌ ઉત્સાહથી સાથ આપશોને! (ફિલ્મ ન જોવાથી બચતી રકમ જો ઉત્તમકાર્યમાં વપરાય
તો દરવર્ષે હજારો રૂા.ની રકમનો કેવો સદુપયોગ થાય? ને વળી પાપને બદલે પુણ્ય થાય.)
ચારવાત–આત્મધર્મની
૧ આત્માર્થિતાનું પોષણ
૨ સાધર્મીનું વાત્સલ્ય
૩ દેવ–ગુરુ–ધર્મની સેવા
૪ બાળકોમાં ધર્મસંસ્કારનું સીંચન
ચાર વાત–બાલવિભાગની
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
૨ હંમેશા જિનેન્દ્રદેવના દર્શન
૩ રાત્રિભોજનનો ત્યાગ
૪ સીનેમા જોવાનું બંધ
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ
ટેલીફોન નં. ૩૪

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
વિહાર કાર્યક્રમ ગતાંકમાં જણાવ્યા મુજબ છે : પૂ. ગુરુદેવ રાજકોટ પધાર્યા છે ને
ત્યાં ફાગણ વદ ૧ સુધી બિરાજશે; ફાગણ વદ બીજે વડાલ અને ગીરનારદર્શન
કરીને વદ ત્રીજે પોરબંદર પધારશે. ત્યારબાદ ફા. વદ ૧૨ જેતપુર, ચૈત્ર સુદ ૧
ગોંડલ, ચૈત્ર સુદ ૪ (બીજી) વડીઆ, ચૈત્ર સુદ ૮ મોરબી, ચૈ. સુદ ૧૨ વાંકાનેર,
ચૈ.વદ ૨ ચોટીલા, ચૈત્ર વદ ૩ થી ૧૩ સુરેન્દ્રનગર–વઢવાણ અને જોરાવરનગર એ
ત્રણ ગામ, ચૈત્ર વદ ૧૪ થી વૈ.સુ. ૬ વીંછીયા; વૈ.સુ. ૭–૮ ઉમરાળા અને વૈ.સુ.૯ થી
૧૪ લીંબડી–પુન : સોનગઢ પ્રવેશ : વૈશાખ પૂર્ણિમા તા.૧૨–પ–૬૮. ત્યારબાદ બીજે
દિવસે તા.૧૩–પ–૬૮ થી વિદ્યાર્થીઓ માટેનો ધાર્મિક શિક્ષણવર્ગ શરૂ થશે.
આંખમાં અંજન
એક સખીએ બીજી સખીને આંખમાં આંજણ (કાજલ) આંજવા કહ્યું.
ત્યારે બીજી સખી કહે છે–મારા નયનમાં કૃષ્ણ એવા ઠાંસી ઠાંસીને ભર્યા છે
કે તેમાં હવે ક્યાંય આંજણ આંજવાની જગ્યા નથી. નયનોમાં કૃષ્ણપ્રેમ એવો
છલકાય છે કે તેમાં આંજણ સમાય એટલી પણ જગ્યા બાકી રહી નથી.
તેમ ધર્મીની દ્રષ્ટિમાં ચૈતન્ય પ્રેમ એવો ભયોેર્ છે કે તેમાં હવે બીજો
કોઈ રાગનો અંશ પણ સમાય તેમ નથી. ચૈતન્ય પ્રભુના પૂર્ણ પ્રેમમાં રાગને
માટે કોઈ અવકાશ જ નથી રહ્યો. એના આત્મામાં ચેતન–રામ વસ્યા છે,
તેમાં હવે અન્ય કોઈ ભાવો સમાય તેમ નથી.
(“અંજન રેખ ન આંખન ભાવે”)
સુમેળ
આ ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર અને વિદેહક્ષેત્રના પહેલા તીર્થંકર–
બંનેનું લાંછન (ચિહ્ન) એક જ (વૃષભ).
આ ભરતક્ષેત્રના બીજા તીર્થંકર અને વિદેહક્ષેત્રના બીજા તીર્થંકર –
બંનેનું લાંછન એક જ (હાથી)
આ ભરતક્ષેત્રના ચોથા તીર્થંકર અને વિદેહક્ષેત્રના ચોથા તીર્થંકર–
બંનેનું લાંછન એક જ (વાંદરો)

PDF/HTML Page 40 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૭ :
ચ્ ત્ત્ર્
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
પ્રશ્ન:– આત્મા પોતાની કઈ શક્તિ વડે અનુભવેલ સંસ્કારો ધારી રાખતો હશે?
(R.K. JAIN વેડચ–ભરૂચ)
ઉત્તર:– જ્ઞાનશક્તિવડે; જ્ઞાનમાં એવી તાકાત છે કે ત્રણ કાળનું જાણે; ભૂતકાળમાં
કોઈ એવા ખાસ સંસ્કાર હોય તેને ધારી રાખવા ને વર્તમાનમાં તેનું સ્મરણ થવું–એ
પ્રકારની ધારણા અને સ્મૃતિની તાકાત મતિજ્ઞાનમાં છે. મતિજ્ઞાનની તાકાત વડે અસંખ્ય
વર્ષો પહેલાંના સંસ્કાર પણ સ્મરણમાં આવી શકે છે, પરંતુ–એક વાત ઔર છે કે–
મતિજ્ઞાનમાં પૂર્વનું યાદ આવે તેના કરતાં જે મતિજ્ઞાન સ્વસન્મુખ થઈને આત્માને
જાણે–તે જ્ઞાનની ખરી મહત્તા છે. ભલે પૂર્વનું ઘણું જાણે–પણ જો સર્વોત્તમ એવી
આત્મવસ્તુને ન જાણી તો શું લાભ ?
પ્રશ્ન:– સમ્મેદશિખરજી, ગીરનારજી વગેરે અનેક તીર્થો છે, તે તીર્થોની યાત્રાનો
હેતુ શું છે ? (એક બાલ–યાત્રિક)
ઉત્તર:– એ તીર્થો એટલે તીર્થંકરાદિ મહાપુરુષો જ્યાં વિચર્યા–તે પવિત્ર ભૂમિ;
તીર્થંકરોના ઉત્તમ જીવનનું સ્મરણ થાય, તેમણે સાધેલા મોક્ષમાર્ગનું સ્મરણ થાય ને
તેવા માર્ગે જવાની પોતાની ભાવના જાગે–એવો ઉત્તમ હેતુ તીર્થયાત્રામાં છે. તીર્થયાત્રા
એ કાંઈ ફરવાનું કે રખડવાનું નથી, પરંતુ તેમાં તો મોક્ષમાર્ગનું સ્મરણ અને તીર્થંકરાદિ
પ્રત્યેની ભક્તિ પુષ્ટ થાય છે. ગૃહ–વ્યવહારથી નિવૃત્ત થઈને ધાર્મિક ભાવનાઓ જાગે છે
ને તીર્થોમાં અનેક સાધર્મીનો તેમજ કોઈ સંત મહાત્માઓના પણ સત્સંગનો યોગ બની
જાય છે. તીર્થયાત્રાના હેતુ બાબત પૂ. ગુરુદેવે હસ્તાક્ષરમાં લખ્યું છે કે– “સ્વાલંબી
ઉપયોગરૂપ સ્વરૂપને સાધીને જે ક્ષેત્રથી સિદ્ધ થયા તે જ ક્ષેત્રે સમશ્રેણીએ ઊર્ધ્વ
સિદ્ધપણે બિરાજે છે, તેના સ્મરણના કારણરૂપ આ તીર્થો નિમિત્ત છે.”
પ્રશ્ન:–
નરકમાં ધર્મ થાય?
ઉત્તર:– હા, ત્યાં પણ આત્મભાન કરનાર જીવોને સમ્યગ્દર્શનરૂપ ધર્મ થાય છે;
ત્યાંના જીવોની એટલી મર્યાદા છે કે સમ્યગ્દર્શનરૂપ ધર્મ કરી શકે, પણ તેથી આગળ
શ્રાવકધર્મ કે મુનિધર્મ ત્યાં હોતો નથી. સમ્યગ્દર્શન પામેલા અસંખ્યજીવો ત્યાં છે–તેમાં
કેટલાક જીવો તો એવા છે કે ત્યાંથી નીકળીને મનુષ્યલોકમાં સીધા તીર્થંકર થશે.