Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 57
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
કહે છે કે અહો! આ ભગવાન જ્ઞાનસમુદ્ર પ્રગટ્યો છે, તેમાં જગતના જીવો મગ્ન થાઓ.
બહારની તો કોઈ ચીજ દુકાન–મકાન–શરીર વગેરે આત્માની નથી, પણ અંદર જે રાગ–
દ્વેષના ભાવ થાય છે તે આત્માનું ખરું સ્વરૂપ નથી, તેનો નાશ કરીને આત્મા મુક્તિ
પામે છે. ભાઈ, તને જડ–શરીરની અને પુણ્યના ઠાઠની કિંમત લાગે છે. તેનો મહિમા
અને રસ તને આવે છે, પણ અનંત સુખથી ભરપૂર, પુણ્ય–પાપ વગરની ને શરીર
વગરની ચીજ એવો જે તારો આત્મા તેની કિંમત, તેનો મહિમા, તેનો રસ અંતરમાં
જગાડ તો ધર્મ થાય ને મુક્તિ મળે. બહારનો મહિમા કરી કરીને તું સંસારમાં રખડયો
પણ જે અનંત જ્ઞાનસમુદ્ર પોતામાં છે તેની સામું જોયું નહીં. અહીં તેને સમજાવે છે કે
ભાઈ! આત્મા તો જ્ઞાનનો સિંધુ છે, જ્ઞાન ને આનંદનો દરિયો આત્મા છે, પણ તે કાંઈ
રાગનો કે પુણ્યનો દરિયો નથી; જડનો ને રાગનો તો ચૈતન્યસમુદ્રમાં અભાવ છે. પણ
જ્ઞાન અને આનંદથી તે ભરેલો છે. આત્માના જ્ઞાન ને આનંદ છે તો પોતામાં–પણ
ભૂલીને શોધે છે બહારમાં; જે વસ્તુ જ્યાં હોય ત્યાં શોધે તો તે મળે. પણ વસ્તુ હોય
ઘરમાં ને શોધે બહાર–તો ક્યાંથી મળે? તેમ ચૈતન્યવસ્તુને ચૈતન્યમાં શોધે તો મળે, પણ
ચૈતન્યવસ્તુને રાગમાં કે જડનાં ઢગલામાં શરીરની ક્રિયામાં શોધે તો ક્્યાંથી મળે?–કદી
ન મળે. જેમ માતા બાળકને તેનાં ગાણાં સંભળાવે તેમ આ જિનવાણીમાતા જીવને તેના
ગુણનાં ગાણાં સંભળાવે છે કે ભગવાન! તું અનંત ગુણનો ભંડાર છો, તું શુદ્ધ છો, તું
બુદ્ધ છો, જ્ઞાનનો સમુદ્ર તું પોતે છો. આવા આત્માને લક્ષગત કરતાં ચૈતન્યસમુદ્ર પોતે
તળીયેથી ઊલ્લસીને પર્યાયમાં જ્ઞાનની ને સુખની ભરતી આવે છે. આવા આત્માની
સમજણનો વેપાર કરવા જેવું છે. સમજણનો વેપાર એટલે કે અંતર્મુખ થઈને આત્માને
સમજવાનો વારંવાર અભ્યાસ કરવો, તે લાભનો વેપાર છે.
શ્રીમદ્ રાજચંદ્ર પણ આત્માની ઓળખાણનો ઉપદેશ આપતાં ૧૬ વર્ષની વયે કહે
છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો? ને મારું ખરૂં સ્વરૂપ શું છે? કોની સાથે મારે કેવો
સંબંધ છે? અને તે હું રાખું કે છોડું? તેનાથી મને લાભ છે કે નુકશાન? એમ પોતાના
સ્વરૂપના વિચાર, અંતરમાં શાંત થઈને વિવેકપૂર્વક કરવા. અને એવા અંર્તવિચાર વડે
આત્માનું સ્વરૂપ સમજતાં સર્વે સિદ્ધાંતનો સાર અનુભવમાં આવી જાય છે. જ્ઞાનનો
સમુદ્ર તો આત્મા પોતે છે; પણ પુણ્ય–પાપની તરણાં જેવી લાગણીઓને પોતાનું સ્વરૂપ
માનીને ભ્રમણાથી તેમાં અટકી રહ્યો છે

PDF/HTML Page 22 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
તેથી ભ્રમણારૂપી તરણાંની ઓથે આખો ચૈતન્યદરિયો ઊછળતો તેને દેખાતો નથી. અરે!
એને પોતાના આત્માને જોવાનો ઉત્સાહ ને ઉલ્લાસ અંતરમાં આવતો નથી. અંદરમાં
ઉલ્લાસ લાવીને જિજ્ઞાસાથી સમજવા માંગે તો આઠ વર્ષના બાળકને પણ સમજાય તેવી
વાત છે. વેપાર–ધંધાના પાપ આડે આત્માના હિતની દરકાર કરતો નથી, પણ બાપુ! એ
તો બધું ફૂ થઈને ચાલ્યું જશે. માટે આત્મા માટે નિવૃત્તિ લઈને તેની સમજણ કરવા જેવી
છે. રે જીવ! તારો પ્રભુ તારામાં છે.....અંતરમાં તારા આત્માને તું દેખ.
કોણ મુક્તિ
પામે છે?

કોણ મુક્તિ પામે છે?
જેઓ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તેઓ જ મુક્તિ
પામે છે.
કોણ મુક્તિ નથી પામતો?
જેઓ શુદ્ધઆત્માનો અનુભવ નથી કરતા ને પરનો
આશ્રય કરે છે તેઓ મુક્તિ નથી પામતા.
વ્યવહારનો આશ્રય શા માટે છોડવો?
કેમકે વ્યવહારનો આશ્રય તે પરનો આશ્રય છે, ને પરનો
આશ્રય કરવાથી મુક્તિ થતી નથી, પરનો આશ્રય તો બંધનું જ
કારણ છે. માટે બંધથી જેણે છૂટવું હોય તેણે પરાશ્રિત વ્યવહારને
છોડવો.
નિશ્ચયનો આશ્રય શા માટે કરવો?
કેમકે નિશ્ચય તે સ્વદ્રવ્યના આશ્રયે છે, તેનો આશ્રય
કરવાથી જ મુક્તિ થાય છે. માટે મોક્ષાર્થી જીવે નિશ્ચયનો આશ્રય
કરવો.

PDF/HTML Page 23 of 57
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
શિરપુર (અંતરીક્ષ–પાર્શ્વનાથ) માં પાર્શ્વનાથપ્રભુની પ્રતિષ્ઠાનો
પંચકલ્યાણક મહોત્સવ
તા. ૨ માર્ચ માહ વદ ૯ ના રોજ પૂ. શ્રી કાનજી સ્વામી શિરપુર પધાર્યા.....
ઉત્સાહભર્યું ભવ્ય સ્વાગત થયું.....પ્રાચીન જિનમંદિરે (અંતરીક્ષ પાર્શ્વનાથવાળા મંદિરે)
દર્શન કરીને ત્યાં જૈન ધર્મધ્વજ ચડાવ્યો; અને પછી પારસનગર પ્રતિષ્ઠામંડપમાં
મંગલગીત અને સ્વાગત–પ્રવચન બાદ મંગલ–પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે ભગવાન
આત્માનો સ્વભાવ સ્વયં સાક્ષાત્ મંગળરૂપ છે; તે ત્રિકાળ મંગળ છે, તેના લક્ષે
વીતરાગતા પ્રગટ કરવી, ને રાગ–દ્વેષ–અજ્ઞાનનો નાશ કરવો, તે મંગળ છે. સમ્યક્ત્વાદિ
પવિત્રતાને પમાડે ને મિથ્યાત્વાદિ પાપોને ગાળે તે સાચું મંગળ છે.
वंदित्तुं सव्वसिद्धे......સમયસારની આ પહેલી ગાથાની ટીકામાં આચાર્યદેવે
સૌથી પહેલાં अथ શબ્દ મૂક્યો છે તે મંગળસૂચક છે, તે અપૂર્વ સાધકભાવની શરૂઆત
સૂચવે છે. સૌથી પહેલાં સિદ્ધ ભગવાનને આત્મામાં સ્થાપીને ‘સમયસાર’ ની શરૂઆત
કરીએ છીએ, એટલે કે આનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિવડે હવે સિદ્ધદશાના સાધકભાવની
શરૂઆત થાય છે, તે અપૂર્વ મંગળ છે. ‘અંતરીક્ષ’ એટલે રાગનું પણ જેને અવલંબન
નથી એવો નિરાલંબી ભગવાન આત્મા, તેના લક્ષે રાગ–દ્વેષ–મોહ વગરનો જે આનંદરૂપ
ભાવ પ્રગટ કર્યો તે જ મારું અપૂર્વ મંગળ છે; અને જગતના બધા જીવોને પણ તે જ
મંગળરૂપ છે.
–આવા અપૂર્વ મંગલપૂર્વક મહાન ઉત્સવનો પ્રારંભ થયો.
મહારાષ્ટ્રમાં આકોલાથી ૪પ માઈલ દૂર આવેલ શિરપુર આઠેક હજારની
વસ્તીવાળું જૂનું ગામ છે, બે જિનમંદિરો છે, દિગંબર જૈનોના પ૦ જેટલા ઘર છે;
ત્યાં એક નવીન ચૈત્યાલયમાં પાર્શ્વનાથપ્રભુની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચકલ્યાણક
મહોત્સવ માહ વદ ૯ થી ફાગણ સુદ બીજ સુધી થયો; તેની અપૂર્વ શરૂઆત ઉપરના
મંગલપૂર્વક થઈ.
સ્વાગત–અધ્યક્ષ કારંજાના શેઠ ઋષભદાસજીની વતી તેમના પુત્ર નરેન્દ્રકુમારજીએ
સ્વાગત–પ્રવચન કર્યું; તથા ધન્યકુમારજી–કે જેમણે તન–મન–ધનથી અંતરીક્ષ–પાર્શ્વનાથ
વગેરે જિનમંદિરોની રક્ષા માટે તથા દિગંબર જૈનસમાજના મૂળભૂત હક્કો પુન: પ્રાપ્ત કરવા
માટે પ્રયત્ન કર્યો છે અને આ મહાન ઉત્સવ માટે જેમની મુખ્ય પ્રેરણા

PDF/HTML Page 24 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
છે, તેમણે પાર્શ્વપ્રભુની ભાવભીની સ્તુતિવડે મંગલાચરણ કર્યું.
ઉત્સવ પ્રસંગે શિરપુરના પાદરમાં પારસનગર વસી ગયું હતું; તેની શોભા
અનેરી હતી.....મુંબઈ જેવા શહેરમાં જેવી મંડપરચના થાય એવી જ ભવ્ય
મંડપરચના નાનકડા ગામમાં થઈ ગઈ હતી. ભગવાન પધારે ત્યાં ભવ્ય નગરી
રચાઈ જાય–એ વાત નજરે દેખાતી હતી. ચારેકોર સેંકડો ડેરા–તંબુમાં હજારો જૈનો
વસી ગયા હતા. મરાઠી–હિંદી–ગુજરાતી અનેક ભાષાના સાધર્મીઓનો ધાર્મિકમેળો
દેખીને આનંદ થતો હતો.
શિરપુરનગરીમાં બે જિનાલયો છે. એક મંદિરને પવળી મંદિર કહેવાય છે,
તેમાં પાંચસો–છસો વર્ષ પ્રાચીન દિગંબરપ્રતિમા પાર્શ્વપ્રભુની બિરાજે છે. મંદિર
નીચેના ભંડકમાંથી અનેક દિગંબર મૂર્તિઓ નીકળી છે, તેમજ પ્રાચીન મંદિરના
થાંભલે થાંભલે અનેક દિગંબર જિનપ્રતિમા કોતરેલી છે,–જાણે કે એ પાષાણસ્થંભ
પણ પોકાર કરે છે કે અહીં વીતરાગી દિગંબર જિનબિંબો બિરાજમાન છે. મંદિરમાં
બિરાજમાન પાર્શ્વપ્રભુના પ્રતિમા અતીવ મનોજ્ઞ છે. આ મંદિરની બાજુમાં એક
નૂતન ચૈત્યાલય નિર્માણ થયું છે ને તેમાં પાર્શ્વપ્રભુની સ્થાપનાનો આ પંચકલ્યાણક
મહોત્સવ છે.
બીજું પ્રાચીન મંદિર–જમીન નીચે ભોંયરામાં છે, જેમાં બધી (સોળ) વેદીઓમાં
દિગંબર જિનબિંબો બિરાજે છે, તેમજ ‘અંતરીક્ષ પાર્શ્વનાથ’ તરીકે ઓળખાતી પ્રતિમા
પણ અહીં બિરાજે છે. મૂળપ્રતિમાજી દિગંબર શૈલીના, અર્ધપદ્માસને બિરાજમાન છે,
ત્રણેક ફૂટના ઉત્તમ પાષાણનિર્મિત છે, હાલમાં તેમના પૂજન માટે દિગંબર અને
શ્વેતાંબરના ત્રણ–ત્રણ કલાકના વારા હોય છે. દિગંબર જૈનો નિરાભરણરૂપ
વીતરાગદશામાં પૂજે છે, ને શ્વેતાંબરભાઈઓ સાભરણ બનાવીને પૂજે છે. બંને
અવસ્થામાં દર્શન કર્યા, નિરાભરણ દશા વખતે પ્રભુની જે સહજ વીતરાગતા દેખાય છે,
–સાભરણ દશા વખતે તે ઢંકાઈ જાય છે. આ પ્રભુને દેખતાં હૃદયમાં સહેજે કાવ્યની
સ્ફુરણા થઈ કે–
અંતરીક્ષ પ્રભુ આપ જ સાચા દેખી રહ્યા નિજ આતમરામ;
રાગતણું પણ નહીં આલંબન, સ્વયંજ્યોતિ છો આનંદધામ.
રત્નત્રય આભૂષણ સાચું જડ–આભૂષણનું નહીં કામ,
ત્રણલોકના મુગટ સ્વયં છો.....શું છે સ્વર્ણમુગટનું કામ?

PDF/HTML Page 25 of 57
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
પાર્શ્વપ્રભુના પ્રતિષ્ઠા–મહોત્સવમાં જૈનસમાજનો ઉત્સાહ અનેરો હતો.
શરૂઆતના દિવસોમાં પાંચેક હજાર માણસો એકઠા થયા હતા. મંગલ–પ્રવચન પછી
તરત પારસનગરના પ્રાંગણમાં જૈન ઝંડારોપણ થયું હતું. ઝંડારોપણની ઉછામણી
ભાઈશ્રી ધન્યકુમારજી મોતીરામજી બેલોકર (ઢલાસા) એ લીધી હતી.
બપોરે અધ્યાત્મ–પ્રવચનસપ્તાહનું ઉદ્ઘાટન કરવા જિલ્લાધ્યક્ષશ્રીએ પૂ. ગુરુદેવને
પ્રાર્થના કરી હતી, અને સમયસાર ગા. ૭૨ ઉપર ગુરુદેવે પ્રવચન શરૂ કર્યા હતા. મરાઠી–
ગુજરાતીભાષાઓ સમજવામાં પરસ્પર થોડી કઠિણાઈ હોવા છતાં, હજારો શ્રોતાજનો
એકાગ્રચિત્તે અધ્યાત્મવાણી સાંભળતા હતા. રાત્રે શરૂના બે દિવસ સુંદર અધ્યાત્મચર્ચા
ચાલતી હતી. આ પ્રતિષ્ઠા પ્રસંગે વિશેષ જ્ઞાનપ્રચાર અર્થે ‘જૈનબાળપોથી’ ની મરાઠી
આવૃત્તિની દશહજાર નકલ આબાલ–વૃદ્ધ સૌને ભેટ આપવામાં આવી હતી,–જેનો પ્રારંભ
ગુરુદેવના સુહસ્તે થયો હતો. મહોત્સવના પ્રારંભમાં પંચપરમેષ્ઠી ભગવંતોનું
પૂજનવિધાન થયું હતું.
તા. ૪ માહ વદ ૧૧ ના વહેલી સવારમાં નાંદીવિધાન મંગલકુંભસ્થાપન
(માતાજીના સુહસ્તે), તથા ઈન્દ્રપ્રતિષ્ઠા, આચાર્યઅનુજ્ઞા વગેરે વિધિ થઈ. પંચકલ્યાણક
પાર્શ્વનાથપ્રભુના થયા હતા. પિતા–માતાની સ્થાપનાનું સૌભાગ્ય ખેરાગઢના શેઠશ્રી
ખેમરાજ કપુરચંદ તથા તેમના ધર્મપત્ની શ્રી ઝનકારીબેનને પ્રાપ્ત થયું હતું આની
ખુશાલીમાં તેમના તરફથી રૂા. ૧૧, ૧૧૧/–શિરપુર પ્રતિષ્ઠાફંડમાં આપવામાં આવ્યા
હતા. ૧૬ ઈન્દ્ર–ઈન્દ્રાણીની બોલીમાં પ્રથમ સૌધર્મ ઈન્દ્રની બોલીમાં રૂા. ૨૭, ૦૦૧/–
થયા હતા. ધન્યકુમારજીના ભાઈ મંગલચંદજી મોતીરામજી બેલોકર તથા તેમના
ધર્મપત્ની સૌ. ચેલનાદેવી, તેઓ સૌધર્મ ઈન્દ્ર તથા શચી ઈન્દ્રાણી થયા હતા. પ્રવચન
પછી ઈન્દ્રોનું વિશાળ સરઘસ ધામધૂમથી નગરીમાં ફરીને જિનેન્દ્રદેવના દર્શન–પૂજન
કરવા આવ્યું હતું. બપોરે યાગમંડલ વિધાનદ્વારા ઈન્દ્રોએ નવ દેવતાનું (અરિહંત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવાણી, જિનાલય, જિનબિંબ–એ નવ પૂજ્ય
દેવોનું) ખાસ પૂજન કર્યું હતું.
રાત્રે, સોનગઢની આઠ કુમારિકા બહેનો દ્વારા પાર્શ્વપ્રભુની મંગલસ્તુતિપૂર્વક
પંચકલ્યાણક વિધિનો પ્રારંભ થયો હતો. સૌધર્મઈન્દ્રની સભામાં તત્ત્વચર્ચા, સમ્યક્ત્વનો
મહિમા, સ્ત્રીપર્યાયની હીનતા છતાં તેને જ તીર્થંકરની માતા થવાની મહત્તાનું સૌભાગ્ય,
વગેરેનું વર્ણન થયું, અને છમાસ પછી ભરતક્ષેત્રમાં અવતરનારા ૨૩મા

PDF/HTML Page 26 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
તીર્થંકરનું તથા તેમના માતા–પિતાનું બહુમાન કરીને, આઠ કુમારિકા દેવીઓને
માતાજીની તથા બાલ તીર્થંકરની સેવામાં નિયુક્ત કરી. ભિન્ન ભિન્ન પ્રદેશની છપ્પન
કુમારિકા દેવીઓ માતાજીની સેવામાં ઉપસ્થિત થઈ હતી, ને પોતાને ધન્ય સમજતી
હતી.
વારાણસી (કાશી) નગરીમાં વિશ્વસેન રાજાની ભવ્ય રાજસભા ભરાણી હતી,
જેમાં કાશીના વિદ્વાનો પણ હાજર હતા. વામાદેવી માતાના ૧૬ સ્વપ્નોનું દ્રશ્ય, તથા
તેના ફળરૂપે સર્વત્ર આનંદનું વાતાવરણ હતું. પંચકલ્યાણક દ્વારા પ્રભુનો મહિમા
દેખીદેખીને આનંદ થતો હતો.
પ્રતિષ્ઠાવિધિ સાગરના પં. મુન્નાલાલજીએ કરાવી હતી. પૂ. શ્રી કાનજી સ્વામીના
પધારવાથી ઉત્સવનું વાતાવરણ ઘણું જ પ્રભાવશીલ બન્યું હતું. રાત્રે વિદ્વાનોના ભાષણ
બાદ કારંજાના શ્રાવિકાશ્રમની બહેનોએ ગર્ભકલ્યાણક સંબંધી ભાવભીનો સુંદર
અભિનય કર્યો હતો. માતાજી સાથે કુમારિકા દેવીઓની ચર્ચા–વિનોદ વગેરે દ્રશ્યો ઘણી
સરસ રીતે રજુ થયા હતા, તેમાંય તત્ત્વચર્ચા તો સમ્યક્ત્વનો મહિમા બતાવીને
અધ્યાત્મનો રસ જગાડનારી હતી.
બીજે દિવસે (તા. પ માહ વદ તેરસે) સવારમાં ૧૬ ઉત્તમ સ્વપ્નોનું મંગળ ફળ,
દેવીઓ દ્વારા માતાની સેવા અને તત્ત્વચર્ચાના દ્રશ્યો થયા હતા. શિરપુરના આ
પ્રતિષ્ઠામહોત્સવમાં ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી પ્રતિષ્ઠા માટે કુલ ૨૩ પ્રતિમાજી
આવ્યા હતા, જેની યાદી નીચે મુજબ છે–
(૧) આદિનાથ ભગવાન ઢસાલા (મહારાષ્ટ્ર) (૧૩) શાંતિનાથ ભગવાન બાસીમ
(૨) પાર્શ્વનાથ ભગવાન (૪
ફૂટ) શિરપુર (૧૪) આદિનાથ ભગવાન (૪ ફૂટ) બાસીમ
(૩) પાર્શ્વનાથ ભગવાન ઢસાલા (૧પ) ધર્મનાથ ભગવાન
(૪) પાર્શ્વનાથ ભગવાન ઢસાલા કાનાતલાવ (સૌરાષ્ટ્ર)
(પ) ચંદ્રપ્રભ ભગવાન ઢસાલા (૧૬) શાંતિનાથ ભગવાન”
(૬) આદિનાથ ભગવાન ઢસાલા (૧૭) આદિનાથ ભગવાન”
(૭) પાર્શ્વનાથ ભગવાન ઢસાલા (૧૮) મહાવીર ભગવાન”
(૮) પાર્શ્વનાથ ભગવાન (૪ ફૂટ) બાસીમ (૧૯) ચંદ્રપ્રભ ભગવાન શેલુ (માનવત)
(૯) મહાવીર ભગવાન નાગપુર (૨૦) બાહુબલી ભગવાન અકોલા
(૧૦) મહાવીર ભગવાન બાસીમ (૨૧) પાર્શ્વનાથ ભગવાન અકોલા
(૧૧) પાર્શ્વનાથ ભગવાન બાસીમ (૨૨) મહાવીર ભગવાન આનસિંગ
(૧૨) પાર્શ્વનાથ ભગવાન બાસીમ (૨૩) પાર્શ્વનાથ ભગવાન આનસિંગ

PDF/HTML Page 27 of 57
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
ઉત્સવમાં ભાગ લેવા માટે અનેક પ્રાંતના ભક્તોનો મોટો સમૂહ ઉમટી પડ્યો
હતો. સેંકડો વર્ષોમાં નહીં થયેલો અદ્ભુત ઉલ્લાસભર્યો ઉત્સવ જોઈને નગરજનો
આશ્ચર્યમાં પડી જતા હતા અને ઉત્સવમાં રથયાત્રા વગેરે સર્વે પ્રસંગે સત્યધર્મ પ્રત્યે...
વીતરાગધર્મ પ્રત્યે...આત્મહિતના માર્ગ પ્રત્યે...સાચા દેવ–ગુરુ પ્રત્યે જે હર્ષોલ્લાસ
આનંદ–ભક્તિ–બહુમાન–અર્પણતા હજાર–હજાર ભક્તોના હૈયામાં ઉછળતા હતા અને
જૈનધર્મના જયજયકારથી આકાશ ગાજતું હતું–તે દ્રશ્ય તીર્થંકરના જીવંત માર્ગને
જગતમાં પ્રસિદ્ધ કરતું હતું...જૈનધર્મનું આવું ગૌરવ દેખીને ધર્મોલ્લાસથી હૃદય ઊછળતું
હતું. આવા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સવારે પ્રવચન પછી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ
સમક્ષ પૂ. બેનશ્રી–બેને સમૂહપૂજન અને ભક્તિ કરાવ્યા હતા....સાધકસંતો દ્વારા થતી એ
જિનોપાસના નિષ્પરિગ્રહી વીતરાગી ભગવાન જ ઝીલી શકે.....ને ભગવાન તો આવા
ભક્તોના જ હોય.–ધન્ય વીતરાગમાર્ગ! ધન્ય તેના દેવ! ને ધન્ય તેના ઉપાસકો.–એમ
અદ્ભુત ભાવો ઉલ્લસતા હતા પારસપ્રભુના ભક્તિ–પૂજનમાં.
સવારના પ્રવચનોમાં સમ્યકત્વના વિષયનું વર્ણન, અને બપોરના પ્રવચનમાં
દેવપૂજા, ગુરુભક્તિ, દાન વગેરે દ્વારા દેવ–ગુરુના અપાર મહિમાનું સ્વરૂપ, તથા દેવ–
ગુરુનું વીતરાગી સ્વરૂપ સમજાવતા હતા. બપોરે ઘટ્યાત્રા નીકળી હતી. રાત્રે કારંજા
બાલમંદિરના નાના બાળકોએ (શિક્ષિકાબેનોની ઉત્તમ દોરવણીપૂર્વક) ‘નમસ્કાર
મંત્રનો મહિમા’ અથવા ‘અમરકુમારની અમર કહાની’ નામનો અભિનય કર્યો હતો, તે
ખૂબ જ પ્રશંસનીય, ધર્મપ્રેરક ને વૈરાગ્યપ્રેરક હતો. બાલમંદિરના નાનકડા બાળકો પણ,
જો તેમને ધાર્મિક સંસ્કારો આપવામાં આવે તો કેટલું સુંદર કાર્ય કરી શકે છે ને
ધર્મપ્રભાવનામાં કેટલો મોટો ફાળો આપી શકે છે,–તે આ દ્રશ્યોમાં નજરે દેખાતું હતું.
નાના નાના બાળકો દ્વારા રજુ થતી ધાર્મિકભાવનાઓ દેખીને પંદરહજાર માણસોની
સભા વાહવાહ પોકારી ઊઠી હતી. ભારતભરની જૈન સંસ્થાઓ લાખો બાળકોમાં
ધાર્મિકસંસ્કારોનું સીંચન કરવા કોઈપણ જાતના પ્રતિબંધ વગર મુક્તહૈયે કટિબદ્ધ બને,
તો જૈનધર્મની સૌથી મહાન સેવા થાય. એક મંદિર કે એક મૂર્તિ માટે આપણે જેટલો
પ્રયત્ન કરીએ છીએ તેનાથી હજારગણો પ્રયત્ન આપણા લાખો બાળકોને ધાર્મિકસંસ્કાર
આપવા માટે કરવાની જરૂર છે. આ બાબતમાં કારંજાના કંકુબાઈ શ્રાવિકાશ્રમને અને
અભિનય કરનારા નાનકડા બાલુડાંઓને ધન્યવાદ! (“અમરકુમારની અમર કહાની’
નો ટૂંકસાર આગામી અંકમાં આપીશું.)

PDF/HTML Page 28 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૫ :
માહ વદ ૧૪ (તા. ૬) ના રોજ વિશ્વસેન મહારાજાના રાજદરબારમાં તેવીસમા
તીર્થંકર પાર્શ્વનાથપ્રભુના મંગલ જન્મની વધાઈ આવી પહોંચી. ચારેકોર આનંદ આનંદ
છવાઈ ગયો...ઘંટનાદ થયા....વાજાં વાગ્યા...હજારો લોકોનાં ટોળાએ બનારસી નગરી
તરફ પ્રભુજીનો જન્મોત્સવ જોવા દોડ્યા...દેવીઓ મંગલ–ગીત ગાતી ગાતી હર્ષાનંદથી
નાચવા લાગી...ઈન્દ્રોનુ ઈન્દ્રાસન કંપી ઊઠયું...અવધિજ્ઞાનથી તીર્થંકરજન્મ જાણીને ઈન્દ્રે
આનંદ પૂર્વક સિંહાસનથી ઊતરીને પ્રભુને નમસ્કાર કર્યા...એ નમસ્કાર દ્વારા પ્રસિદ્ધ કર્યું
કે જગતમાં પુણ્યફળરૂપ આ ઈન્દ્રપદનો મહિમા અમને નથી પણ ધર્મતીર્થના પ્રણેતા
એવા તીર્થંકરનો અપાર મહિમા છે, એટલે હે જીવો! તમે પુણ્ય કરતાં વીતરાગધર્મને
શ્રેષ્ઠ જાણીને તેની ભક્તિથી ઉપાસના કરો.
તરત ઐરાવત ઉપર ઈન્દ્રની સવારી કાશી નગરીમાં આવી પહોંચી; પ્રદક્ષિણા
કરી, ને શચીદેવીએ માતાજી પાસે જઈને બાલતીર્થંકરને તેડયા...અહા! પ્રભુનો સ્પર્શ
થતાં જાણે મોક્ષનો જ સ્પર્શ થયો...એવા આનંદથી તે ઈન્દ્રાણી પણ એકાવતારી બની
ગઈ. પ્રભુને ગોદમાં લઈને ઈન્દ્રને આપ્યા, ઈન્દ્ર તો આશ્ચર્યથી જોઈ જ રહ્યા, ફરી ફરીને
જોઈ જ રહ્યા; એ ક્ષાયકસમ્યગ્દ્રષ્ટિ બાળકને જોતાં એનાં હજાર નેત્રો તૃપ્ત તૃપ્ત થયાં.
અને ઐરાવત ઉપર બિરાજમાન કરીને પ્રભુની સવારી મેરૂપર્વત તરફ ચાલી...સવારીનો
શરૂનો ભાગ જ્યારે મેરુ ઉપર પહોંચી ગયો ત્યારે તેનો છેડો હજી મંડપ પાસે હતો.
આખીયે શિરપુરનગરી આ જન્માભિષેકની સવારીથી છવાઈ ગઈ હતી. આશ્ચર્યકારી
હતી એ પ્રભુસવારી, અને અદ્ભુત હતો ભક્તોનો ઉલ્લાસ! પંદર હજાર ભક્તોની
વણઝાર વિધવિધ ભાષામાં સત્યધર્મના એટલે કે દિગંબર જૈનધર્મના જયઘોષ ગજાવતી
હતી,–“પારસપ્રભુના પગલે ચાલવા...ભક્તો સૌ તૈયાર છે; જિનશાસનની રક્ષા કરવા...
શિર દેવા તૈયાર છે”–એવા ધર્મપ્રેમથી નગરી ગાજતી હતી.
નુતન જિનાલય પાસે જ મેરૂપર્વતની રચના હતી, ત્યાં આવીને ઈન્દ્રોએ ત્રણ
પ્રદક્ષિણા કરી. થોડીવારમાં આનંદભર્યા કોલાહલ વચ્ચે પારસનાથ તીર્થંકરનો
જન્માભિષેક શરૂ થયો. અદ્ભુત હતું એ દ્રશ્ય! અદભુત હતો એ જિનેન્દ્રમહિમા! ગામના
ઘણા લોકો સમજતા નહીં હોય કે આ શું થાય છે?–પણ ધર્મનું આ કાંઈક સારૂં કામ
થાય છે એવી ભાવભીની લાગણીથી તેઓ હોંશેહોંશે દર્શન કરતા હતા. શ્રી કાનજી
સ્વામીએ પણ જિનેન્દ્ર અભિષેક કર્યો હતો; એ વખતે જાણે ઉત્તમ ભૂત–ભાવિનું મિલન
થતું હોય એવું દ્રશ્ય હતું. આસપાસના ગામોની જનતાએ ઉલ્લાસથી સવા હજાર જેટલા
કળશો

PDF/HTML Page 29 of 57
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
લખાવ્યા હતા; એકલા જન્માભિષેકમાં જ ૭પ૦૦૦ (પોણો લાખ) જેટલી આવક થઈ
હતી. ચારેકોર આનંદ–ભક્તિ–નૃત્ય અને જયજયકારના મંગલ કોલાહલ વચ્ચે
જન્માભિષેક પૂરો થયો ને ઈન્દ્રાણીએ દિવ્ય વસ્ત્રાભરણથી એ બાલતીર્થંકરને શણગાર્યા;
જિનેન્દ્ર પ્રભુની સવારી મેરુથી પાછી કાશી નગરીમાં આવી પહોંચી. માતાજીની ગોદમાં
તેમના પુત્રને સોંપીને ઈન્દ્ર–ઈન્દ્રાણીએ આનંદમય નૃત્ય કર્યું, સાથે હજારો ભક્તો
આનંદથી નાચી ઊઠયા.
આ ઉત્સવ પ્રસંગે કારંજાના ઋષભદાસજી શેઠનો પૌત્ર આવેલ, જેનું નામ પ્રદીપ
અને ઉંમર વર્ષ નવ, તે અનેક વિષયોમાં તીક્ષ્ણબુદ્ધિ ધરાવે છે, કોલેજના વિદ્યાર્થીઓ
સમક્ષ દોઢ દોઢ કલાક સુધી પ્રવચન આપી શકે છે, ધાર્મિક પ્રશ્નોના પણ સારા જવાબ
આપે છે. ગુરુદેવ સમક્ષ લગભગ અડધી કલાક તેને વાતચીત થઈ. પંડિતો પણ પ્રસન્ન
થયા. વિશેષતા એ છે કે આ બધું તેને કોઈના શીખવ્યા વગર આવડે છે. તેને એક પ્રશ્ન
એવો પૂછયો કે ભગવાનની પૂજા કરવી તે શું છે? તો કહે કે તે શુભ છે. પછી પૂછયું–
પુણ્ય અને ધર્મમાં શું ફેર? તો કહે કે–શુભ તે પુણ્ય છે, અશુભ તે પાપ છે; પણ મોક્ષમેં
જાનેકે લિયે ઉસકા કોઈ ઉપયોગ નહીં.–આવા નાનકડા સંસ્કારી બાળકો પણ જે પ્રેમથી
જૈનધર્મને ઉપાસી રહ્યા છે તે એક ગૌરવની વાત છે.
બપોરના પ્રવચન પછી પારસકુંવરનું પારણાઝૂલન થયું હતું....સમ્યક્ત્વના
પારણીયે ઝુલી રહેલા એ નાનકડા પ્રભુને માતાજી પરમ હેતથી હીંચોળતા હતા ને
હાલરડું ગાતા હતા. રાત્રે પારસકુમારને રાજતિલક કરીને રાજદરબાર ભરાયો હતો.
પારસપ્રભુની પ્રતિષ્ઠાનોઆ મહોત્સવ ખૂજ જ આનંદોલ્લાસથી ઉજવાતો હતો.
શિરપુરના આંગણે આવો મંગલ–ઉત્સવ દેખીને જૈનજનતા તો પ્રસન્ન થાય જ, નગરની
સમસ્ત જનતા પણ હર્ષવિભોર બની ગઈ હતી. નગરના મુખ્ય આગેવાનોએ સભામાં
આવીને ગુરુદેવનો સત્કાર કર્યો હતો અને એવી ભાવના વ્યક્ત કરી હતી કે મંદિર ઔર
મૂર્તિ જો કિ દિગંબરોંકા હૈ વહ ઉનકો મિલ જાના ચાહિએ. તભી શાંતિ હો સકતી હૈ કિ–
જિસકી જો ચીજ હૈ વહ ઉસકો મિલ જાય.’ અદ્્ભુત ઉત્સાહ દેખીને એક ભાઈએ તો કહ્યું
કે ઐસી ભક્તિ દેખકર પારસપ્રભુઓ ફિર અપને અસલી દિગંબરરૂપકો ધારણ કરના
પડેગા. જો ઉપરનો બનાવટી લેપ ઉખડી જાય તો પ્રભુની પ્રતિમા સ્વયં સાક્ષી આપીને
સાબિત કરી આપશે કે મૈ દિગંબરી હૂં; ઔર રેતી અને ગોબરકી નહીં અપિતુ પાષાણકી
બની હૂઈ હૂં. (અંતરીક્ષ પાર્શ્વનાથનું જે મંદિર છે તેમાં બધી જ વેદીઓમાં

PDF/HTML Page 30 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
દિગંબર પ્રતિમાઓ બિરાજે છે; તેમાં કોઈ મતભેદ નથી; માત્ર એક પ્રતિમા સંબંધી
મતભેદ છે–જે પ્રતિમા માટે શ્વેતાંબરભાઈઓ કહે છે કે તે રેતી અને છાણની બનેલી છે,
ત્યારે દિગંબરભાઈઓ કહે છે કે તે પાષાણની જ છે. ઉપરનો બનાવટી લેપ દૂર કરવામાં
આવે તો ભગવાનનું અસલી સ્વરૂપ તરત સ્પષ્ટ થઈ જાય અને ઝગડાનો નીકાલ આવી
જાય. વ્યવહારકુશળ જૈનસમાજને માટે આટલી સુગમ વાત પણ કેમ દુર્ગમ બની રહી છે
તે ખેદની વાત છે! અંતરીક્ષ–પાર્શ્વનાથ તરીકે ઓળખાતી આ પ્રતિમા બાબતમાં બીજો
એક ખુલાસો એ છે કે, ભૂતકાળમાં ગમે તેમ હો પણ હાલમાં આ પ્રતિમા જમીનથી ઊંચે
અધરપધર નથી બિરાજતી, જમણા હાથ તરફનો ભાગ તેમજ ડાબી તરફ પાછળનો
થોડોક ભાગ એમ બે ઠેકાણેથી તે જમીનને સ્પર્શેલી છે, બાકીના ભાગમાં પોલાણને લીધે
તે જમીનને સ્પર્શતી નથી. બીજું મંદિર જે પવળી મંદિર તરીકે ઓળખાય છે તે પાંચસો
વર્ષથી વધુ પ્રાચીન છે. તેના થાંભલે થાંભલે પ્રાચીન દિગંબરમૂર્તિઓ કોતરેલી છે, જેમાં
બિરાજમાન બધી મૂર્તિઓ દિગંબર છે, જેના ખોદકામમાંથી નીકળેલી બધી મૂર્તિઓ
(કેટલીક મોટી–મોટી ખંડિત મૂર્તિ છે તે પણ) દિગંબરી જ છે, અને પાંચસો વર્ષ પ્રાચીન
શિલાલેખમાં
શ્રી કુંદકુંદ નમ: એવો સ્પષ્ટ ઉલ્લેખ છે,–આવું સ્પષ્ટ નજરે દેખવા છતાં
શ્વેતાંબરભાઈઓ તે મંદિર ઉપર કેમ દાવો કરતા હશે! તે ન સમજાય તેવી વાત છે. રે
કળિકાળ! સો વર્ષનો અહીંનો ઈતિહાસ જાણનારા ને નજરે જોનારા નગરજનો (જેમાં
સો વર્ષ જેવડા વયોવૃદ્ધ પણ છે–) પણ સ્પષ્ટ કહે છે કે મૂળ મંદિર દિગંબરોનું જ છે.
અહીં પહેલેથી દિગંબર જૈનો જ રહે છે. શ્વેતાંબરભાઈઓ તો અહીં હતા જ નહીં, તેઓ
તો પાછળથી આવ્યા છે.
વિશેષ ઘણો લાંબો ઈતિહાસ છે, પણ તેમાં આપણે નહીં રોકાઈએ....કેમ કે
આપણે તો પારસકુમારની રાજસભામાં જવાનું છે.
દેખો...યહ પારસપ્રભુકા દરબાર લગ રહા હૈ. કિતના મનોહર હૈ પ્રભુકા દરબાર!
દેશોદેશના રાજાઓ આવીને બહુમાનથી ભેટ ધરે છે. અંતે જ્યારે અયોધ્યાનગરીનો દૂત
આવે છે ને અયોધ્યાનગરીના વૈભવનું, ત્યાં થયેલ ઋષભદેવ વગેરે પૂર્વ તીર્થંકરોનું
વર્ણન કરે છે ત્યારે તે સાંભળીને પારસકુમાર વૈરાગ્ય પામે છે.
બીજે દિવસે (માહ વદ અમાસની) સવારમાં વૈરાગી રાજકુમાર પારસનાથના
વૈરાગ્યની અનુમોદના કરવા લોકાંતિક દેવો આવી પહોંચ્યા; (લોકાંતિક દેવો
પંચકલ્યાણક વગેરેમાં ક્્યાંય નથી આવતા, માત્ર ભગવાનની દીક્ષાપ્રસંગે જ આવે છે.)

PDF/HTML Page 31 of 57
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
તેમણે આવીને પ્રભુની સ્તુતિ કરી. ત્યારબાદ ઈન્દ્રરાજ પાલખી લઈને આવી પહોંચ્યા;
ને એક સુંદર વનમાં પ્રભુની વૈરાગ્યસવારી આવી પહોંચી. એ મનોહર વન પ્રભુની
દીક્ષાથી પાવન થઈને વધારે મનોહર બન્યું.
દીક્ષા લેતી વખતે સ્વયં ભગવાન સ્વહસ્તે જ કેશલોચ કરે છે. પણ મુનિદશાના
પરમ બહુમાન પૂર્વક કાનજી સ્વામીએ કેશલોચ વિધિમાં ભાગ લઈને પોતાની
મુનિદશાની ભાવનાને પૂષ્ટ કરી. ભગવાન તો સ્વયં કેશલુંચન કરીને દિગંબર મુનિ
થયા, ને અમે પણ કેશલોચ કરીને દિગંબર મુનિદશા ક્્યારે ધારણ કરીએ! એમ પરમ
ભક્તિ અને બહુમાન વ્યક્ત કર્યું. પછી વૈરાગ્ય ભરેલા વનના વાતાવરણમાં અદ્ભુત
શાંતરસનો ધોધ વહેવડાવતાં પ્રવચનમાં કાનજી સ્વામીએ કહ્યું–
બધાય તીર્થંકર ભગવંતો દીક્ષા લેતાં પહેલા બાર વૈરાગ્યભાવના ભાવે છે,
આત્માના ભાનપૂર્વક બધાએ તે ભાવના ભાવવા જેવી છે કે–અહો મુનિદશાનો અપૂર્વ
અવસર ક્યારે આવે?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો!
સિદ્ધભગવંતો અને તીર્થંકર ભગવંતો જેવા મહાપુરુષોના પંથે જઈએ, નગ્ન
દિગંબર મુનિદશા ધારણ કરીએ, રાગ–દ્વેષ–મોહનાં ને બાહ્ય પરિગ્રહના સર્વે બંધન
અત્યંતપણે છેદીને, મુનિ થઈને મોક્ષના પંથે ક્યારે વિચરીએ! એવી મુનિદશાનો ધન્ય
અવસર ક્યારે આવે! એમ ધર્મી ભાવના ભાવે છે; અને આજે પારસનાથ ભગવાને
એની મુનિદશા હમણાં ધારણ કરી.
મુનિદશા તો મહા વીતરાગ છે. માત્ર એક શરીર સિવાય બહારમાં બીજો કોઈ
સંબંધ નથી, શરીર પણ વસ્ત્રરહિત છે. અંતરમાં રાગ–દ્વેષ વગરના આત્માનું ભાન છે,
બહારમાં દિગંબર દશા છે. ગમે તેવા પરિષહ–ઉપસર્ગમાં પણ જ્યાં રાગ–દ્વેષ થતા નથી,
પોતાના સ્વરૂપને સાધવામાં જ મશગુલ છે. અહો, આવી મુનિદશા તો જગતમાં પૂજ્ય છે.
દસ–પંદર હજાર શ્રોતાજનો સ્તબ્ધ બનીને વૈરાગ્યભાવનામાં ઝૂલતા હતા; વનના
શીતળ શાંત વાતાવરણ વચ્ચે વીતરાગી આત્માની ઉત્તમ ભાવનાને મલાવતા કાનજી
સ્વામી કહે છે કે અહો, એ મુનિદશા! જ્યાં સર્વાર્થસિદ્ધિ દેવની રિદ્ધિ હો કે રજકણના

PDF/HTML Page 32 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
ઢગલા હો–બંને પ્રત્યે સમભાવ છે; જ્યાં એવો સમભાવ છે કે કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર
નથી. એવી ચૈતન્ય લીનતા છે કે–
એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ જો,
अपूर्व अवसर ऐसा हमको कब आयेगा?
આવી ભાવના તો ભગવાન ભાવતા હતા, ને પછી આજે સાક્ષાત્ એવી
મુનિદશા ભગવાને પ્રગટ કરી. દીક્ષા લઈને ધ્યાનમાં લીન થયા કે તરત અપ્રમત્તદશા ને
ચોથું જ્ઞાન ભગવાનને પ્રગટ્યું.
એક તરફ ચાર જ્ઞાનધારી પારસમુનિરાજ નિજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે;
બીજી તરફ કાનજી સ્વામી પરમ ભક્તિથી મુનિદશાનો મહિમા સમજાવી રહ્યા છે,
પંદર હજાર શ્રોતાજનો મુગ્ધ બનીને વૈરાગ્યભાવનાને અનુમોદી રહ્યા છે; સભામાં
એક બાજુ એક મુનિરાજ, એક અર્જિકા, હજારો શ્રાવક–શ્રાવિકાઓ, તેમજ ઈન્દ્ર–
ઈન્દ્રાણીઓ અને ગજેન્દ્ર પણ છે. મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર શ્રી ભારદે
પણ આ પ્રસંગે આવી પહોંચ્યા હતા અને બહુમાનપૂર્વક કહ્યું હતું કે દુનિયામાં બીજા
દેશો ભલે મોટા ગણાતા હોય, પણ સાંસ્કૃતિક દ્રષ્ટિસે–આધ્યાત્મિક દ્રષ્ટિસે ભારત
સૌથી મહાન છે.
પૂજ્ય ગુરુદેવે મંગલપ્રવચનરૂપે કહ્યું કે–
દેહથી ભિન્ન આત્મા અંદર ચૈતન્યમૂર્તિ છે. તેનું ભાન કરવું તે મંગળ છે. જેમ
શ્રીફળનો ગોળો છોલાં–કાચલી અને છાલથી જુદો ધોળો મીઠો છે, તેમ આત્મા
ચૈતન્યનો આનંદગોળો છે તે શરીરથી–કર્મથી ને રાગથી જુદો છે, તેની શ્રદ્ધા ને અનુભવ
કરવો તે મંગળ છે.
અહીં લોકો પોતાની વ્યવસ્થામાં રોકાયેલા હતા ત્યારે પારસમુનિરાજ તો
વનવિહાર કરી ગયા...ધન્ય એ લોકનિરપેક્ષ મુનિરાજ! ધન્ય એમની વીતરાગતા!
નમસ્કાર હો એ દિગંબર મુનિરાજ ગુરુદેવના ચરણોમાં... ‘नमो लोए सव्व साहूणं’
બપોરે કારંજાના નાનકડા બાળકોએ ફરીને ‘અમરકુમારની અમર કહાની’ પૂ.
કાનજી સ્વામીની ઉપસ્થિતિમાં રજુ કરી...નાના બાળકોના આ અભિનયથી અને
સંસ્કારથી સૌએ પ્રસન્નતા વ્યક્ત કરી.

PDF/HTML Page 33 of 57
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
માહ વદ અમાસની સાંજે નુતન જિનાલયમાં વેદી–કળશ–ધ્વજ શુદ્ધિ થઈ હતી.
રાત્રે ૧૦ ચિત્રોના પ્રદર્શન દ્વારા પાર્શ્વનાથ પ્રભુના દશ ભવનું વર્ણન સમજાવ્યું હતું.
(પાર્શ્વપ્રભુના દશ ભવનું પુસ્તક–કે જે અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ લખવાનું
પ્રારંભ કરેલ છે તે છપાઈને થોડા વખતમાં પ્રસિદ્ધ થશે.)
ફાગણ સુદ એકમની સવારે ભક્તિપૂર્વક મુનિરાજનું સમૂહપૂજન થયું. પ્રવચન
પછી પાર્શ્વમુનિરાજ આહાર માટે પધાર્યા ને નવધાભક્તિપૂર્વક આહારદાનનો ભવ્ય
પ્રસંગ બન્યો. આહારદાનનો લાભ કારંજાના શેઠશ્રી ઋષભદાસજી શાહૂ તથા
સનાવદવાળા શેઠશ્રી કુંવરચંદજીને મળ્‌યો હતો; હજારો ભક્તોએ અનુમોદના કરી હતી;
અને પછી મુનિરાજના પગલે પગલે તેમની સાથે જઈને શ્રાવકોએ પરમ ભક્તિ કરી
હતી. આવી અદ્ભુત મુનિભક્તિ હૃદયમાં પ્રસન્નતા ઉપજાવતી હતી.
બપોરે સાડાબાર વાગે એક ભવ્ય દિગંબર જૈન ધર્મશાળાના નિર્માણ માટેનું
શિલાસ્થાપન જૈન સમાજના આગેવાન શેઠશ્રી શાંતિપ્રસાદજી સાહુના સુહસ્તે થયું હતું.
ગુરુદેવ પણ ઉપસ્થિત હતા. શેઠશ્રી તરફથી રૂા. પચીસહજાર ને એક ધર્મશાળા માટેના
ફંડમાં જાહેર કરવામાં આવ્યા હતા; તેમજ મુંબઈવાળા શેઠ કાન્તિભાઈ તરફથી રૂા.
પચીસ હજાર ને એક જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂ. કાનજી સ્વામીએ
જિનભક્તિપૂર્વક ભગવાનશ્રી પાર્શ્વનાથ વગેરે અનેક જિનબિંબો ઉપર મંત્રાક્ષર લખીને
અંકન્યાસ કર્યું હતું. પછી કેવળજ્ઞાનકલ્યાણક તથા સમવસરણ–રચના થઈ હતી. પ્રવચન
બાદ સાહૂ શાંતિપ્રસાદજી શેઠની અધ્યક્ષતામાં તીર્થક્ષેત્ર કમિટિની સભા થઈ હતી; તેમાં
આપણા તીર્થોની રક્ષા માટે, ઉદ્ધાર માટે અને ઉન્નતિ માટે આખા જૈન સમાજે
જાગૃતિપૂર્વક ઘણું કરવાનું છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા
રેડિયોની નાગપુર શાખાના પ્રતિનિધિઓ આ ઉત્સવનો તથા પ્રવચનનો અહેવાલ લેવા
માટે આવ્યા હતા.
ફાગણ સુદ બીજ: સવારમાં ભગવાન પારસનાથપ્રભુ સમ્મેદશિખર પરથી
નિર્વાણ પામે છે ને ઈન્દ્રો નિર્વાણકલ્યાણક ઊજવે છે તે દ્રશ્યો થયા હતા. સવાદશ વાગ્યા
પછી તરત જિનાલયોમાં જિનબિંબોનું સ્થાપન થયું હતું. સોનગઢમાં સીમંધર પ્રભુની
પ્રતિષ્ઠાનો દિવસ પણ આજે જ હતો; ને સોનગઢના સંત આજે અહીં જિનેન્દ્ર–પ્રતિષ્ઠા
કરી રહ્યા છે. હજારો ભક્તોના ઉલ્લાસ વચ્ચે ગુરુકહાને સુહસ્તે પારસ પરમાત્માની
પ્રતિષ્ઠા કરી, કમળ ઉપર પાર્શ્વનાથ ભગવાન અત્યંત વીતરાગભાવ

PDF/HTML Page 34 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
વરસાવતા શોભી રહ્યા હતા. મૌનપણે પણ એ મૂર્તિ જગતને કહેતી હતી કે ભગવાન
હોય તો આવા હોય. મૂળ પાર્શ્વનાથભગવાન ઉપરાંત બીજા પણ કેટલાય ભગવંતોની
પણ સ્થાપના થઈ હતી. પવળી મંદિરના ભંડકમાંથી નીકળેલા પ્રાચીન દિગંબર
પ્રતિમાઓની પણ તે મંદિરમાં પુન: સ્થાપના થઈ હતી. કુંદકુંદસ્વામી, અકલંકસ્વામી
વગેરે દિગંબર ગુરુઓના ચરણકમળની પણ સ્થાપના થઈ હતી. આવો આનંદકારી
ઉત્સવ દેખીને દરેક જૈનોનું હૈયું પુલકિત બન્યું હતું. સેંકડો વર્ષે શિરપુરમાં આવો ભવ્ય
ઉત્સવ ઉજવાયો ને પારસપ્રભુનો મહિમા સર્વત્ર વ્યાપી ગયો. ભારતના અનેક
પ્રાંતમાંથી દિગંબર જૈનોએ આવીને આ ઉત્સવમાં આનંદથી ભાગ લીધો હતો ને
“ભારતભરના જૈનો એક છીએ’ એવું સ્પષ્ટ વાતાવરણ ખડું કરી દીધું હતું. અંતરીક્ષ
પાર્શ્વનાથ પ્રભુના દર્શન માટે જે ભીડ જામતી હતી, ને પ્રભુના દર્શન પછી જે ભક્તિ
થતી હતી તેનાં દ્રશ્યો અદ્ભુત હતા. ઉત્સવ પ્રસંગે ચારેક લાખ રૂા. જેટલી આવક થઈ
હતી તથા ખર્ચ દોઢેક લાખ રૂા. થયું હતું. ગામની જૈન–જૈનેતર જનતાએ તેમજ બાસીમ–
કારંજા વગેરેના જૈનસમાજે ખૂબજ પ્રેમથી સહકાર આપીને ઉત્સવને શોભાવ્યો હતો.
સાથે એક વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે ઉત્સવ દરમિયાન શ્વેતાંબર ભાઈઓએ
પણ કોઈ જાતની હિલચાલ વગર શાંતિ જાળવી હતી, તે પ્રશંસનીય છે. જૈનસમાજમાં
સદાય સર્વત્ર આવું શાંત વાતાવરણ જળવાઈ રહે તો કેવું સારૂં! આનંદથી ઉત્સવ પૂરો
થતાં બપોરે શાંતિયજ્ઞ અને પ્રવચન પછી જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી
હતી. અને પારસ પ્રભુના જયજયકાર પૂર્વક પૂ. કાનજીસ્વામીએ શિરપુરથી જલગાંવ
તરફ પ્રસ્થાન કર્યું હતું.
રાત્રે ચીખલી ગામે રોકાયા હતા. અને ત્યાં જિનમંદિરમાં દર્શન કરીને બીજે
દિવસે ફાગણ સુદ ત્રીજની સવારમાં પૂ. ગુરુદેવ જલગાંવ શહેર પધાર્યા.
જલગાંવ શહેરમાં જિનબિંબ વેદીપ્રતિષ્ઠા–મહોત્સવ
ગુરુદેવ જલગાંવ પધારતાં આનંદપૂર્વક સ્વાગત કર્યું. અહીં જલગાંવમાં
શિખરબંધ નુતન જિનમંદિર લગભગ એક લાખ રૂા. ના ખર્ચે તૈયાર થયું છે, તેમાં
જિનેન્દ્રભગવંતોની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ શરૂ થયો. બપોરના પ્રવચન પછી શેઠશ્રી
વૃજલાલ મગનલાલના સુહસ્તે જૈનઝંડારોપણ થયું; તથા કેશવલાલ મહીજીભાઈના
સુપુત્રો આનંદીભાઈ વગેરેએ પ્રતિષ્ઠામંડપમાં જિનેન્દ્રભગવાનને બિરાજમાન કર્યા.
પ્રભુજીની મંગલછાયામાં પ્રતિષ્ઠા–મહોત્સવ ચાલી રહ્યો છે, તેના વિગતવાર સમાચાર
આવતા અંકમાં વાંચશોજી, જયજિનેન્દ્ર
(જલગાંવ ફા. સુદ ત્રીજ: બ્ર. હ. જૈન)

PDF/HTML Page 35 of 57
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
શિરપુર–પ્રવચનમાં અરિહંતદેવની ઉપાસનાનું સ્વરૂપ
શિરપુરમાં પંચકલ્યાણક મહોત્સવ પ્રસંગે સવારે
સમયસાર તથા બપોરે ઉપાસકસંસ્કાર (પદ્મનંદી પચ્ચીસી)
ઉપર પ્રવચનો થતા હતા; તેમાં સમ્યગ્દર્શન શું અને
શ્રાવકની ભૂમિકામાં સમ્યક્ત્વસહિત કેવા ભાવો હોય,
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ પૂજા–બહુમાન વગેરે કેવા
ભાવો હોય તેનું સુંદર વિવેચન થતું હતું; તેનો થોડો ભાગ
અહીં આપ્યો છે.
સમ્યગ્દર્શન અને આત્મભાન સહિત સ્વરૂપમાં લીન થઈને જેને ચારિત્રદશા થઈ
તે મુનિદશાની તો શી વાત! એ તો સાક્ષાત્ ધર્મ છે. એવી મુનિદશામાં તો વીતરાગતા
એટલી ઉગ્ર થઈ ગઈ છે કે વસ્ત્રધારણ કરવા જેટલો રાગ ત્યાં રહ્યો નથી. આમ છતાં,
મુનિદશામાં થોડા પણ વસ્ત્ર અંગીકાર કરવાનું જે માને તેને વીતરાગી મુનિદશાની
ખબર નથી; મુનિની દશામાં સંવર–નિર્જરા કેટલા તીવ્ર છે, આસ્રવ–બંધ કેટલા મંદ થઈ
ગયા છે, તેની તેને ખબર નથી; એટલે બધા તત્ત્વોમાં તેની ભૂલ છે.
ચારિત્રવંત મુનિદશા તે તો પરમેષ્ઠી પદ છે, જગતપૂજ્ય છે. હવે આવી મુનિદશા
પહેલાં ધર્મી શ્રાવક કેવા હોય અને તે શ્રાવકની ભૂમિકામાં દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે સંબંધી
શુભભાવ કેવો હોય? તેનું વર્ણન આ ઉપાસક સંસ્કાર અધિકારમાં છે.
ધર્મનો પ્રેમી શ્રાવક ઉત્તમ જિનમંદિર બંધાવે છે અને સર્વજ્ઞ–જિનદેવ અરિહંત
પરમાત્માની પ્રતિમા તેમાં બિરાજમાન કરે છે. ભગવાનને ઓળખ્યા છે, એટલે
વીતરાગતાને અનુરૂપ તેમની પ્રતિકૃતિ સ્થાપે છે. ભગવાનની પ્રતિમા પણ ભગવાન
જેવી વીતરાગ હોય, તેને વસ્ત્ર–આભૂષણ ન હોય. દિનેદિને પહેલાં પરમાત્માને યાદ
કરીને તેમના દર્શન–પૂજન કરે, એ શ્રાવકનું કર્તવ્ય છે. વીતરાગતા જેને વહાલી છે તે
સૌથી પહેલાં વીતરાગ પરમાત્માને યાદ કરીને પછી બીજા કામમાં જોડાય છે.
સમન્તભદ્રસ્વામી જેવા મુનિરાજ પણ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે–હે
પ્રભો! મને આપની સ્તુતિ કરવાનું વ્યસન થઈ ગયું છે. નિતનિત નવા નવા ભાવથી
સર્વજ્ઞ–વીતરાગની સ્તુતિ કરવાનું મને વ્યસન છે. ધર્મીને સર્વજ્ઞ પરમાત્માનો પ્રેમ
જાગ્યો તે કદી છૂટતો નથી.

PDF/HTML Page 36 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૩ :
હે સર્વજ્ઞ પરમાત્મા!
અભવ્યજીવ–મિથ્યાદ્રષ્ટિજીવ આપને ભજી શક્તા નથી, કેમકે એને સર્વજ્ઞ–
સ્વરૂપની ખબર જ નથી, એ તો રાગમાં તન્મય છે. ધર્મી જીવને ઓળખાણપૂર્વક
ભગવાનની ભક્તિ–પૂજાનો શુભભાવ આવે છે, પણ તે રાગ તેને અતન્મયપણે આવે
છે, રાગમાં તેને તન્મયબુદ્ધિ નથી, તન્મયબુદ્ધિ તો પોતાના શુદ્ધસ્વરૂપમાં જ છે. પોતાના
શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય કોઈ પરભાવમાં ધર્મી જીવ તન્મયપણું માનતા નથી.
જિનપદ એવું નિજપદ, એવા પૂર્ણ સ્વરૂપનું ભાન તે જિનદેવની પરમાર્થપૂજા છે,
અને એવા નિશ્ચયપૂર્વક અરિહંત પરમાત્માની ભક્તિનો શુભભાવ તે વ્યવહારપૂજા છે.
પણ કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવનનો તો વિકલ્પ પણ ધર્મીને આવે નહીં. જોકે સાચા
વીતરાગી દેવગુરુની પૂજા ભક્તિનો ભાવ પણ શુભરાગ છે, તે ધર્મ નથી, તેમ તે રાગ તે
મિથ્યાત્વ પણ નથી; ધર્મીને તેનો ભાવ આવે છે, પણ કુદેવાદિનું સેવન તે તો મિથ્યાત્વ
છે, તેનું સેવન તો શ્રાવકને હોય જ નહીં.
અંતરમાં નિર્વિકલ્પ અનુભવ દ્વારા પોતાના નિજપરમાત્માનો આદર કરે છે, ને
બહારમાં શુભરાગ વખતે જિનદેવની પૂજા વગેરે કરે છે, જિનમંદિરો બંધાવે છે,
નિર્ગ્રંથગુરુઓને પૂજે છે. મુનિ ન મળે તો?–તો તેમનું સ્મરણ કરીને ભાવના કરવી; પણ
વિપરીતરૂપે મુનિદશા ન માનવી. મુનિદશા મોક્ષની સાક્ષાત્ સાધક, તેનું સ્વરૂપ વિપરીત
ન મનાય. સાચા ગુરુનું એટલે નિર્ગ્રંથ મુનિનું સ્વરૂપ બરાબર ઓળખીને, તેનાથી
વિપરીતની શ્રદ્ધા શ્રાવક છોડે છે. ભલે મુનિ હાજર ન દેખાય પણ તેના સ્વરૂપની શ્રદ્ધા
તો બરાબર કરવી જોઈએ. સાચા મુનિ ન દેખાય તો ગમે તેને મુનિ માની લેવાય
નહીં. સ્વયંભૂરમણ સમુદ્રમાં તો અસંખ્ય માછલા પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક છે;
ત્યાં મુનિ ક્યાં છે?–ભલે ન હો, પણ તેનું સ્વરૂપ જેવું છે તેવું તે સમજે છે, તે વિપરીત
માનતા નથી. અંદરમાં આત્માનું ભાન છે ને સાચા દેવ–ગુરુની સ્થિતિ કેવી હોય તેનું
પણ ભાન છે.
દેવ–ગુરુની સાચી ઓળખાણ પૂર્વક, વીતરાગતાની ભાવનાથી જે શ્રાવક
જિનમંદિર બંધાવે છે ને તેમાં ભક્તિથી જિનબિંબ પધરાવે છે તે શ્રાવકને પ્રશંસનીય
કહ્યો છે (
ते श्रावका संमताः) અંદરમાં વીતરાગતાનું બહુમાન છે એટલે કે રાગથી ધર્મ
માનવાની મિથ્યાશ્રદ્ધા છોડી દીધી છે, ને બહારમાં મિથ્યા દેવ–ગુરુ–ધર્મને છોડીને

PDF/HTML Page 37 of 57
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
વીતરાગતાના જ પોષક એવા સાચા દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે બહુમાન આવ્યું છે, તેથી
જગતમાં વીતરાગમાર્ગની કેમ પ્રભાવના વધે, દેવ–ગુરુ–ધર્મનો મહિમા જગતમાં કેમ
ફેલાય એવા ભાવથી જિનમંદિર–જિનબિંબપ્રતિષ્ઠા વગેરેનાં ઉત્સવ કરાવે છે તેને
શાસ્ત્રકારોએ સંમત એટલે કે પ્રશંસનીય કહેલ છે. અહો, આવો સરસ વીતરાગમાર્ગ! તે
જગતમાં કેમ પ્રસિદ્ધ થાય એવી ભાવના શ્રાવકને હોય છે.
એક સુંદર વસ્તુ
ગતાંકમાં એક સુંદર વસ્તુ શોધી કાઢવાનું પૂછેલ, તે સુંદર વસ્તુ છે–મેરૂ પર્વત.
* તેના પગ પાતાળને અડે છે–કેમકે તેનું મૂળ જમીનમાં એક હજાર યોજન
ઊંડું છે.
* તેનું માથું સ્વર્ગને ભટકાય છે કેમકે તેની ટોચ પછી તરત સ્વર્ગની શરૂઆત
થાય છે
* તેના ખોળામાં ભગવાન નહાય છે, કેમકે તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક
મેરૂ ઉપર થાય છે.
* સન્તો એના દર્શન કરે છે, કેમકે તેના ઉપર રત્નમય શાશ્વત જિનબિંબો
બિરાજે છે, તેમજ તીર્થંકરોના જન્માભિષેકને લીધે તે પાવન તીર્થ છે.
* દેવો પણ મેરુની વંદના કરવા આવે છે.
* મેરુ પર્વતથી ઊંચું મધ્યલોકમાં બીજું કાંઈ નથી, તેથી તે જૈનધર્મનું સૌથી
ઊંચું તીર્થ છે.
* જેટલા તીર્થંકર થાય તે બધાયને મેરુ પર્વત પર જન્માભિષેક માટે ઈન્દ્ર લઈ
જાય છે.
* જંબુદ્વીપનો મુખ્ય મેરુ પર્વત (સુદર્શન મેરુ) એક લાખ યોજન ઊંચો છે,
ધાતકી દ્વીપના બે મેરુ તથા પુષ્કર દ્વીપના બે મેરુ એ ચારે મેરુ ૮૪ હજાર
યોજન ઊંચા છે, બીજી બધી બાબતમાં તે સુદર્શન મેરુ જેવા જ લાગે છે; આ
રીતે મુખ્ય મેરુ પર્વતને ચાર નાના ભાઈ છે.
* તે પંચમેરુ પર બિરાજમાન સર્વે જિનબિંબોને નમસ્કાર

PDF/HTML Page 38 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૫ :
વૈશાખ સુદ બીજ નિમિત્તે નિબંધ યોજના
* (આવેલા નિબંધોનો સાર) *
વૈશાખ સુદ બીજ નિમિત્તે અનેક વિષયો ઉપર નિબંધ માંગવામાં આવ્યા છે, તે
સંબંધી વિગત ગતાંકમાં તેમજ આ અંકમાં પણ આપ વાંચશો.
નિબંધ સંબંધી જાહેરાત વાંચીને, જિજ્ઞાસુઓએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. ને
નિબંધો આવવા શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો નિબંધ લખનાર છે–રાજકોટના
ચીમનભાઈ શાહ; આત્મધર્મ વાંચીને બીજે જ દિવસે તેમણે નિબંધ લખી મોકલ્યો એ
તેમની તત્પરતા છે. બીજો નિબંધ લખનાર ગીતાબેન ગાંડાલાલ ચાવડા, તેઓ પણ
રાજકોટના છે તેઓ બંનેએ ગુરુદેવના ઉપદેશ પ્રતાપે આત્મધર્મ વાંચન દ્વારા કેવા
ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત કર્યા છે તે તેમના લખાણ ઉપરથી જણાઈ આવે છે.
આ નિબંધ યોજના સૌનો ધાર્મિક ઉત્સાહ વધારવાના હેતુથી યોજવામાં આવી
છે. અને નાના બાળકો, વિદ્યાર્થી યુવાનો કે પ્રૌઢ જિજ્ઞાસુઓ સૌ કોઈ પોતપોતાને સ્ફૂરે
તેવું લખાણ લખી મોકલશો–જેથી અરસપરસ એકબીજાના ઉત્તમ વિચારો જાણીને સૌને
પ્રોત્સાહન મળે. નાના બાળકોનું ટૂંકું લખાણ પણ સ્વીકારવામાં આવશે. મળેલા બધા જ
નિબંધોનો સાર ભાગ (યોગ્ય સંશોધન કરીને) આત્મધર્મમાં રજુ કરવા પ્રયત્ન થશે.
આ અંકમાં એવા બે નિબંધોનો સાર આપીએ છીએ.
(–સંપાદક)
(નિબંધ નં: ૧) ઉત્તમ જીવન ક્યા પ્રકારે જીવવું?
(લે. ચીમનભાઈ શાહ, રાજકોટ)
આત્મધર્મ અંક ૩૧૬ માં નિબંધ માટે જે સાત વિષયો આપ્યા છે તે એકબીજાથી
ચઢીયાતા છે, તેમાં હું નંબર એક વિષે મારા વિચાર જણાવું છું
“ઉત્તમ જીવન કેમ જીવવું” તેનો એક જ વાક્યમાં પ્રત્યુતર આપવો હોય તો એ
હોઈ શકે કે, પ્રત્યેક જીવાત્માએ આત્મા તરફ જ લક્ષ કેન્દ્રિત કરી, તે માટે સંપૂર્ણ સિદ્ધિ
પ્રાપ્ત થતાં સુધી તેમાં જ મચ્યા રહેવાનો પ્રચંડ પુરુષાર્થ જારી રાખવો.
આ પ્રકારનો પુરુષાર્થ કઈ રીતે કરવો? તેનો જવાબ આપણે માનવજીવનની
મુખ્યતાથી વિચારીએ; તે માટે માનવજીવનને બે વિભાગમાં વહેંચશું–

PDF/HTML Page 39 of 57
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
(૧) આત્મજ્ઞાન પૂર્વક સંસારની અસારતાને સમજીને જેઓ તેનાથી વિરક્ત
થઈ, દિગંબર મુનિદશા ધારણ કરી, માત્ર પોતાના આત્માની ઉન્નત્તિરૂપ ધ્યેયસિદ્ધિ માટે
સદા ઉદ્યમવંત છે.
(૨) બીજા મનુષ્યો એવા છે કે જેઓને પોતાના આત્માની ઉન્નત્તિના ધ્યેયની
સાથે સાથે પૂર્વસંચિત કર્મઅનુસાર સાંસારિક પ્રવૃત્તિઓમાંથી પણ પસાર થવું પડે છે.
હવે આમાંથી પહેલાં પ્રકારના મનુષ્યોને માટે તો ખાસ કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા
નથી, કારણ કે તે સાધુઓ મહદ્ અંશે એકાંત જીવન પસંદ કરીને દુનિયાના કોઈ પણ
પ્રવાહમાં નહીં ખેંચાતા પોતાના આત્માની મસ્તીમાં જ મસ્ત રહે છે.
બીજા પ્રકારના મનુષ્યોને સંસારની અનેક ઝંઝટ વચ્ચે ઉત્તમ જીવન ક્યા પ્રકારે
જીવવું–તે સમસ્યા વિચારવાની છે.–આ માટે મારા જેવો સામાન્ય માનવી શું લખી શકે?
આપણા ‘આત્મધર્મ’ ના અંકો જ તે સામગ્રીથી ભરપૂર હોય છે.
સામાન્યપણે સારા કે માઠા ગણાતા પ્રસંગોમાં સુખ કે દુઃખની કલ્પના કરીએ
છીએ, તેવી કોઈપણ કલ્પનાથી પર થઈને માત્ર આપણા આત્મા તરફ જ ધ્યાન કેન્દ્રિત
કરવાથી, બંનેમાંથી કોઈ પ્રકારનો (રાગ–દ્વેષનો) ભાવ મનમાં ન આવતાં સાચી શાંતિ–
આનંદ ને સુખ થાય છે. આત્મા સ્વયં આનંદમય છે, તેથી તેના લક્ષે આનંદ થાય છે.
આવું આનંદમય જીવન એ જ ઉત્તમ જીવન છે.
જે સુખ–શાંતિ–આનંદ આત્મામાં છે તે પ્રાપ્ત કરવા માટે નિમિત્તરૂપે
આત્મોન્નત્તિમાં સહાયરૂપ થાય એવું શ્રવણ–વાંચન–સત્સંગ–ચર્ચા–વિચારણા તેમાં ભાગ
લેવો; અને સાંસારિક કાર્યો વખતે પણ આત્માભિમુખ રહેવાનો સતત પ્રયત્ન કરવો,–તે
ઉત્તમ જીવન જીવવાનો સર્વોત્તમ માર્ગ છે.
(નિબંધ નં: ૨) ઉત્તમ જીવન...(લે: ગીતાબેન ચાવડા, રાજકોટ)
ઉત્તમ જીવન જીવવા માટે અમે હંમેશા વહેલા ઊઠી આત્માનો વિચાર કરશું, અને
નમસ્કાર–મંત્ર બોલી પ્રભુનું સ્મરણ કરી, જિનમંદિરે દર્શન કરીશું, ત્યારબાદ શાસ્ત્રને
વંદન કરી તેની સ્વાધ્યાય કરીશું અને ગુરુનો ઉપદેશ સાંભળી તેના પર વિચાર કરશું.
(આ વ્યવહારશુદ્ધી)
પારમાર્થિક ઉત્તમ જીવન જીવવા માટે, હું અજર–અમર આત્મા છું, હું શરીર
નથી–એમ ઓળખશું; અને શરીર સુખી હોવાથી હું સુખી તથા શરીર

PDF/HTML Page 40 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
દુઃખી હોવાથી હું દુઃખી–એમ ન માનતાં ચૈતન્યસુખથી ભરેલા આત્મસ્વરૂપને ઓળખશું
અને રાગ–દ્વેષના ત્યાગનો ઉદ્યમ કરીશું.–એમ કરીને વીતરાગભાવરૂપ ઉત્તમ જીવન
જીવશું.
–એ માટે પ્રથમ તો જીવાદિ સાત તત્ત્વની સમજણમાં અનાદિની જે ભૂલ છે તે
દૂર કરી, સાત તત્ત્વને બરાબર ઓળખી, મિથ્યાત્વનો નાશ કરીશું, ને ભેદજ્ઞાન પ્રાપ્ત
કરીશું. કંદમૂળ વગેરે જે અભક્ષ છે તેનો ત્યાગ કરીશું. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે
જિનદેવે પ્રરૂપેલા સાચા તત્ત્વનો અભ્યાસ કરી આત્માનું સ્વરૂપ સમજશું.–એ જ ઉત્તમ
જીવન જીવવાની રીત છે.
–જેવી રીતે સમુદ્રમાં ડુબેલું અમૂલ્ય રત્ન ફરીથી હાથમાં નથી આવતું, તેવી રીતે
સંસારસમુદ્રમાં મનુષ્યપણું શ્રાવકકુળ અને જિનવચનોનું શ્રવણ કરવાનો સુયોગ મહા
ભાગ્યે મળ્‌યો છે. તેમાં જો આત્મકલ્યાણ ન કર્યું તો ફરીને તેની પ્રાપ્તિ દુર્લભ છે. માટે
આ અવસરને ન ગુમાવતાં આત્માના સ્વરૂપની ઓળખાણ કરીને જીવનને સફળ કરવું.
આત્મહિતૈષી જીવનું કર્તવ્ય છે કે ધન–ઘર–માતા–પિતા–કીર્તિ–નિંદા–રોગ–નીરોગી
શરીર તેનાથી આત્માને લાભ–નુકશાન ન માને; તેનાથી ભિન્ન આત્માને જાણવો. તે
પદાર્થો માત્ર જ્ઞેય છે; તેમાં કોઈને અનુકૂળ કે પ્રતિકૂળ માનવા તે જીવની ભૂલ છે.
અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જીવને સુખ–દુઃખનાં કારણ નથી. પુણ્યના ફળમાં પણ હર્ષ
ન કરવો, કેમ કે તે આત્માથી ભિન્ન જાત છે, તેમાં પણ સુખ નથી.
રત્નત્રય તે જ ઉત્તમ છે; એટલે ઉત્તમ જીવન જીવવા માટે રત્નત્રયપૂર્વક હિંસાદિ
સર્વે પાપોનો ત્યાગ કરવો. (હિંસા–જૂઠૂં–ચોરી–અબ્રહ્મ અને પરિગ્રહ તે સર્વે પાપોને
રત્નત્રયવડે છોડવા.) વચનવિકલ્પ છોડીને (ગુપ્તિપૂર્વક) અત્યંત નિર્મળ
વીતરાગતાપૂર્ણ ધ્યાન કરવું, આત્મસ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરીને લીન થવું.
હું ચૈતન્યસ્વરૂપ છું, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છું, પરથી ભિન્ન છું અને ત્રિકાળ
નિજસ્વરૂપમાં સ્થાયી છું, પૂરો પરમેશ્વર હું પોતે જ છું અને પરમાણુ માત્ર મારું નથી.–
આવું જે જાણે છે તે જ ઉત્તમ જીવન જીવે છે. તેથી કુંદકુંદસ્વામીએ કહ્યું છે કે–
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!”
–આવી અનુભવદશારૂપ જીવન તે ઉત્તમ જીવન છે.