PDF/HTML Page 21 of 53
single page version
એવા અરિહંત પરમાત્મા તે દેવ છે. અને તેમણે કહેલા માર્ગને સાંધતાં વચ્ચે સાધકને
એવા પુણ્ય થઈ જાય છે કે જેના ફળમાં લોકોત્તર ધર્મ–અર્થ–કામ (સ્વર્ગાદિ વૈભવ) પણ
સહેજે મળે છે. જોકે ધર્મીને તેની વાંછા નથી, પણ જૈનમાર્ગનું સેવન કરનારને
અરિહંતદેવની સેવાના રાગથી ચક્રવર્તી વગેરે જેવા ઉત્તમ ધર્મ–અર્થ–કામ હોય છે તેવા
બીજા મતમાં હોતા નથી, તેથી નિમિત્ત તરીકે અરિહંતદેવ તે ધર્મ–અર્થ–કામ તથા
મોક્ષના દેનારા છે–એમ કહ્યું છે. ચક્રવર્તી, તીર્થંકર, ઈન્દ્રપદ વગેરે ઉત્તમ પુણ્યપદવીઓ
અરિહંતના માર્ગમાં જ હોય છે, તે પદવી ધારક જીવો અરિહંતમાર્ગના જ ઉપાસક હોય
છે. કુમતના સેવનમાં એવા ઊંચા પુણ્ય હોતાં નથી.
મળે તેની કાંઈ ધર્મીને વાંછા નથી, છતાં તે હોય છે તેથી તેનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર
તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વીતરાગભાવ અને મોક્ષ તેની પ્રાપ્તિમાં ભગવાન નિમિત્ત
છે, કેમકે ભગવાન પાસે તો તેનો ભંડાર છે, ને તેની જ ઉપાસનાનો ઉપદેશ ભગવાને
કર્યો છે. મોક્ષસુખના કારણરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, દીક્ષાપ્રવજ્યા તે ભગવાન
અરિહંતદેવના જ માર્ગમાં છે, માટે તેઓ જ તેના દાતારદેવ છે. જૈનમાર્ગમાં દેવ–ગુરુ–
ધર્મ કેવા હોય? તે કહે છે:–
PDF/HTML Page 22 of 53
single page version
એવા સર્વજ્ઞ તે જ દેવ છે. આવા દેવ–ગુરુ–ધર્મનું સેવન તે ભવ્યજીવોનો ઉદય કરનારું
છે. અહો, આવો માર્ગ પ્રસિદ્ધ કરીને જે આચાર્યભગવાને મોક્ષમાર્ગના બધા વિઘ્નો દૂર
કરી દીધાં છે–એવા કુંદકુંદઆચાર્યભગવાનની આચાર્યપદવીનો આજે મહાન દિવસ છે.
અહો ‘દેવ’ તો વીતરાગતા દેનારા છે, વીતરાગતાનો જ ઉપદેશ ભગવાને દીધો છે.
અને જૈનમાર્ગમાં ગુરુ પણ ક્ષણે ક્ષણે વીતરાગતાને જ ભાવનારા છે. અહો ભવ્ય
જીવો! આવા માર્ગનું સેવન કરો. આવા માર્ગને સેવનારા ભવ્યજીવોને મોક્ષમાર્ગનો
ઉદય થાય છે.
હોય છે.
પરમાત્મા પાસે પૂર્ણ જ્ઞાન–વીતરાગતા છે, તેથી તેમના માર્ગના સેવનથી જ વીતરાગતા
ને સર્વજ્ઞતા મળે છે; માટે અમારા દેવ જ અમને રત્નત્રયના દાતાર છે, જગતના બીજા
કુદેવો પાસે રત્નત્રય છે જ ક્્યાં–કે બીજાને આપે? નિમિત્ત તરીકે પણ શુદ્ધરત્નત્રયવાળા
જ દેવ હોય. આ રીતે ‘દેવ’ ને સ્વીકારે તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય જ. આચાર્યદેવે પણ
કહ્યું છે કે ભગવાને કહેલા આત્મસ્વરૂપને સાંભળીને તું સ્વાનુભવ વડે તેને પ્રમાણ
કરજે, એટલે દેવ–ગુરુ પાસે આવીને સ્વાનુભવ કરે એવા જીવો જ સાચા શ્રોતા છે. જે
દેવ પાસે આવ્યો, સર્વજ્ઞદેવને જેણે જ્ઞાનમાં સ્વીકાર્યા તે જીવ પોતે પણ તેમનો ઉપદેશ
ઝીલી, મોહને તોડીને સ્વાનુભવવડે ‘દેવ’ જેવો થઈ જ જશે. સર્વજ્ઞને સ્વીકાર્યા ને તે
જીવ સર્વજ્ઞ જેવો ન થાય–એમ બની શકે નહિ. ગમે તેવી કટોકટીના કાળમાં પણ, જે
ધર્મી જીવે સર્વજ્ઞને પોતાના હૃદયમાં બેસાડયા છે તે જીવ માર્ગથી ડગતો નથી, તેને હવે
લાંબા ભવ હોતાં નથી. ભવરહિત એવા ભગવાન સર્વજ્ઞને જેણે સ્વીકાર્યા તે હવે
અલ્પકાળમાં ભવરહિત થયે જ છૂટકો. રાગથી પાર સર્વજ્ઞનો જે સ્વીકાર છે તે જ
રાગરહિતપણાનો પુરુષાર્થ છે; રાગરહિત સર્વજ્ઞને સ્વીકાર્યા તે હવે રાગમાં અટકે નહીં
એક સમયમાં પૂર્ણાનંદ સ્વરૂપ પરમાત્માને
PDF/HTML Page 23 of 53
single page version
સર્વજ્ઞ પરમાત્મા, તેઓ જ પૂર્ણ જ્ઞાન–આનંદનો ઉપદેશ દેનારા છે, ને તેમને ઓળખી
તેમના માર્ગને સેવનારા જીવો પણ તેવા જ પૂર્ણ જ્ઞાન–આનંદને પામે છે. અહો, પ્રભો!
અમે આપને સેવનારા, ને અમે હવે ગરીબ કે અલ્પજ્ઞ રહીએ–એમ બને જ નહીં. ‘તું
સિદ્ધ, હું પણ સિદ્ધ’ એવા વિશ્વાસથી ઉપડેલો સાધક અલ્પકાળમાં સિદ્ધ થઈ જશે. આવો
આત્મા જેણે અનુભવમાં લીધો તેણે જ ખરેખર સર્વજ્ઞ–કેવળી પ્રભુને સેવ્યા છે. આ રીતે
દેવની સેવા કરનાર જીવને નિમિત્ત તરીકે તે દેવ શુદ્ધ રત્નત્રયના દેનાર છે,
આંબાના ઝાડને સેવતાં આંબા મળે,
લીંબડાના ઝાડને સેવતાં કાંઈ આંબા ન મળે.
PDF/HTML Page 24 of 53
single page version
તીર્થ છે, તે આત્મા પોતે શુદ્ધભાવવડે સંસારને તરી રહ્યો છે એવા તીર્થસ્વરૂપ જીવો જ્યાં
વિચર્યા તે ભૂમિને પણ ઉપચારથી તીર્થ કહેવાય છે. અંદરના ભાવતીર્થના સ્મરણ માટે તે
તીર્થની યાત્રાનો ભાવ ધર્મીનેય આવે છે.
તીર્થ છે. આચાર્યદેવ કહે છે કે અહો ભવ્ય જીવો! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી પવિત્ર
જળથી ભરેલું આ રત્નત્રય તીર્થ–(ત્રિવેણીસંગમની જેમ રત્નત્રયનો જેમાં સંગમ છે)
તેમાં સ્નાન કરો.
હોય છે, રાત્રે ખાવું તે તો સીધેસીધો મરેલા ત્રસ જીવને ખાવા જેવું છે.
સાધારણ જૈનને પણ રાત્રિભોજન શોભે નહીં. (ઇંડા કે મધ તે માંસ
જેવા જ અભક્ષ છે. મુમુક્ષુને દવામાં પણ તે હોય નહીં.) એ જ રીતે
પીવાનું પાણી યોગ્ય રીતે ગળ્યા વગર જૈન વાપરે નહિ. સાધારણ સ્થૂળ
જૈનના સંસ્કાર હોય તે પણ રાત્રે ભોજન કે અણગળ પાણીનો ઉપયોગ
કરે નહીં.
ભક્ષણ કે તમાકુ જેવી વસ્તુનું વ્યસન પણ મુમુક્ષુને શોભે નહીં. આશા છે
કે સૌરાષ્ટ્ર, ભારતમાં હો કે અમેરિકા જેવા પરદેશમાં,–પણ જૈન માત્રે
આટલી વાતનું પાલન કરવું તે પોતાના હિત માટે ઉપયોગી છે, તેમજ
જૈનસમાજની શોભા માટે સદાચાર અત્યંત જરૂરી છે
PDF/HTML Page 25 of 53
single page version
છે માર્ગ સાધ્ય પ્રયત્નથી; નહિ ભાવવિરહિત લિંગથી.
જિનવરદેવે કહેલો મોક્ષમાર્ગ તો સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપ પ્રયત્ન વડે જ સાધ્ય છે. માટે
પ્રથમ તું ભાવને જાણ.
માર્ગે ચાલનારો છો ને! તો શિવપુરીનો માર્ગ શુદ્ધભાવ વડે જ સાધી શકાય છે; માટે
પ્રથમ તું શુદ્ધભાવને જાણીને તેનો પ્રયત્ન કર. કાંઈ શુભરાગ વડે કે માત્ર બહારના
દિગંબર મુનિભેષ વડે મોક્ષમાર્ગ સધાતો નથી. તું અનાદિકાળથી શુદ્ધભાવ વગર જ
સંસારમાં રખડયો. શુભાશુભ ભાવો તો તેં અનંતકાળમાં અનંતવાર કર્યા છે, દ્રવ્યલિંગ
પણ અનંતવાર ધાર્યા છે–પણ શિવપુરીનો માર્ગ હજીસુધી તારા હાથમાં ન આવ્યો; માટે
શુદ્ધભાવનો ઉદ્યમ તું કર. આત્માનું સ્વરૂપ જાણીને સ્વસન્મુખ પરિણતિ તે શુદ્ધભાવ છે,
તે જ શિવપુરિનો ઉદ્યમ છે. આવા માર્ગે જિનેશ્વરદેવો મુક્તિ પામ્યા છે, ને તે જ માર્ગ
જગતના ભવ્ય જીવોને ઉપદેશ્યો છે.–
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને.
PDF/HTML Page 26 of 53
single page version
જડ શરીરથી પાર, અંદરના શુદ્ધ ચૈતન્યભાવરૂપ છે, તેનો પ્રયત્ન તું કરજે. અમે તો તને
શિવપુરીનો પંથ બતાવીએ છીએ. માટે હે શિવપુરીપંથના પથિક! તું આવા માર્ગને
જાણીને પ્રયત્નવડે આ માર્ગમાં આવ. આ માર્ગથી અલ્પકાળમાં જ તું આનંદમય
શિવપુરીમાં પહોંચીશ, રાગના માર્ગ તો, અનંતકાળથી ચાલવા છતાં શિવપુરી તારા
હાથમાં ન આવી, ને તું સંસારમાં જ રહ્યો; તે શિવપુરીનો પંથ નથી. શિવપુરીનો પંથ
અમે જોયેલો, ને જાતે અનુભવેલો આ શુદ્ધભાવરૂપ છે, શુદ્ધોપયોગ તે પ્રસિદ્ધ શિવમાર્ગ
છે; તેને જાણીને પ્રયત્ન વડે તું આ શિવપુરીપંથમાં આવ.
PDF/HTML Page 27 of 53
single page version
ઊલટી દોરાઈ ગઈ છે. પીંછી
મુનિના હાથમાં જોઈએ, આ
ક્ષતિ દરગુજર કરવા વિનતિ
છે.)
થઈને જે વીરમાર્ગને સાધવા
નીકળ્યા તે રાગની સામે
જોવા ઊભા રહેતા નથી.
રાજપુત્ર
વાગી. શૂરવીર માતાએ
પુત્રને તિલક કરીને વિદાય
આપી. રજપૂતાણીએ પણ
બહાદૂરીથી વિદાય આપી.
–પણ...
મુખ પાછું ફેરવીને સ્ત્રી સામે
પતિમાં આવી નબળાઈ
દેખીને રજપૂતાણીનું લોહી
ઊછળી જાય છે....અને
પળવારમાં નિર્ણય કરીને
હાકલ કરે છે–
PDF/HTML Page 28 of 53
single page version
મારા મોઢાનો રાગ
રહી જશે...તો યુદ્ધમાં
તમે કેમ જીતશો? લ્યો,
આ માથું ભેગું લઈ
જાવ! એમ કહી
શૂરવીર રજપૂતાણીએ
માથું કાપીને પતિ સામે
ધરી દીધું..
માતા પણ
શૂરાતન ચડાવતાં કહે
છે–અરે કાયર!
અત્યારે યુદ્ધટાણે તું
સ્ત્રીના રાગમાં
રોકાયો? રાગ છોડ....
ને યુદ્ધમાં જીતવા માટે
શૂરવીર થા!
બસ, માતાનાં વેણ
સાંભળતાંવેંત વીરતા
બંધન તોડીને શત્રુ પર
વિજય મેળવવા
ઊછળ્યો....ને દુશ્મનો
દૂર ભાગ્યા!
વીરનો
મોક્ષમાર્ગ સમજવા
માટે ગુરુદેવનું પ્રવચન ૨૬ મા પાને વાંચો.
PDF/HTML Page 29 of 53
single page version
નિર્બાધપણે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવનારો છે તે ઉપદેશ ઝીલીને જે જીવ
ચિદાનંદસ્વભાવને સાધવા નીકળ્યો તેના પુરુષાર્થનો વેગ સ્વભાવ તરફ હોય છે. તે
પરભાવ સામે જુએ નહિ, પરભાવની પ્રીતિમાં તે અટકે નહિ. ‘આ રાગનો કણિયો શુભ
છે, તે મને કંઈક લાભ કરશે, કંઈક મદદ કરશે–એમ રાગની સામે જોવા મોક્ષાર્થી જીવ
ઊભો ન રહે,....એ તો નિરપેક્ષ થઈને વીરપણે વીતરાગસ્વભાવ તરફની શ્રેણીએ ચડે
છે. તીર્થંકરોની ને વીરસંતોની વાણી જીવને પુરુષાર્થ જગાડનારી છે. તે કહે છે કે અરે
જીવ! તું વીતરાગમાર્ગને સાધવા નીકળ્યો ને ત્યાં વચ્ચે પાછો વળીને રાગની સામે
જોવા ઊભો રહે છે?–અરે નમાલા! શું તું વીતરાગમાર્ગને સાધવા નીકળ્યો છે? શું આમ
રાગની સામે જોયે વીતરાગમાર્ગ સધાતા હશે? તું વીતરાગમાર્ગ સાધવા નીકળ્યો ને
હજી તને રાગનો રસ છે?–છોડી દે એ રાગનું અવલંબન, છોડ એનો પ્રેમ!–ને વીર
થઈને ઉપયોગને ઝુકાવ તારા સ્વભાવમાં. વીતરાગમાર્ગનો સાધક શૂરવીર હોય છે, તે
એવો કાયર નથી હોતો કે ક્ષણિક રાગની વૃત્તિથી લૂંટાઈ જાય ‘હરિનો મારગ છે
શૂરાનો....કાયરનું નહીં કામ જો... ’ જેમ અરિહંતો મોહશુત્રને જીતવામાં શૂરવીર છે, તેમ
અરિહંતનો ભક્ત એવો સાધકજીવ પણ શૂરવીર હોય છે.
હાકલ વાગી...રજપૂતને લડાઈમાં જવાનું થયું; રજપૂત–માતાએ હસતે મુખડે તિલક
PDF/HTML Page 30 of 53
single page version
કરીને દીકરાને વિદાય આપી. બહાદૂર રજપૂતાણીએ પણ બહાદૂરીથી પતિને વિદાય આપી.
પણ–તે રજપૂત લડાઈમાં જતાં જતાં નવી પરણેલી પત્ની ઉપર ઘણા પ્રેમને લીધે વારંવાર
પાછો વળીને તેના મોઢા સામે જોયા કરે....ઝટ તેના પગ ઉપડે નહિ. ખરે ટાણે તેની આ
ઢીલાશ જોઈને વીર રજપૂતાણીથી રહેવાયું નહિ, હાકલ પાડીને તેણે કહ્યું; ઊભા રહો. આ
મોઢાનો મોહ તમને રોકે છે! આ મોઢું ભેગું લેતા જાવ એટલે તમારું ચિત્ત લડાઈમાં લાગે.
ગયો....તેની માતા કહે છે: અરે કાયર! તેં રજપૂતાણીના દૂધ પીધાં છે; ને આ લડાઈમાં
જવાના શૂરવીર થવાના ટાણે બાયડીનું મોઢું જોવા તું રોકાણો? છોડ એ વૃત્તિ! શું આ
રાગની વૃત્તિમાં રોકાવાના ટાણાં છે? અરે, આ તો શૂરવીર થઈને શત્રુને જીતવાના ટાણાં
છે, અત્યારે રાગની વૃત્તિમાં રોકાવાનું ન હોય....તેમ–
માતા શૂરાતન ચડાવે છે કે અરે જીવ! તું શૂરવીર થઈને ચૈતન્યને સાધવા નીકળ્યા છો,
તું વીરમાર્ગમાં મોહને જીતવા નીકળ્યો છો, તો રાગની રુચિ તને ન પાલવે. રાગની
સામે જોઈને રોકાવાના આ ટાણાં નથી; આ તો રાગની રુચિ તોડીને શૂરવીરપણે
મોહશત્રુને મારવાના ને ચૈતન્યને સાધવાના ટાણાં છે. વીરમાર્ગના સાધક શૂરવીર હોય
છે, તે એવા કાયર નથી હોતા કે રાગની વૃત્તિમાં અટકી જાય. વીરનો વીતરાગમાર્ગ
શૂરાનો છે. એ તો રાગના બંધન તોડીને શૂરવીરપણે મોહશત્રુને હણે છે ને ચૈતન્યને
સાધે છે.
રત્નત્રયને જે જીવ આરાધે છે તે આરાધક છે અને એવા આરાધક જીવ
રત્નત્રયની આરાધના પરના પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.
PDF/HTML Page 31 of 53
single page version
ભગવંતોએ આત્માના આનંદનો જે વીતરાગી પ્રસાદ ભર્યો છે
તેનો સ્વાદ ચાખવો હોય તો સુવર્ણપુરીમાં આવો....
PDF/HTML Page 32 of 53
single page version
કે શરીર નથી, મારો આત્મા જ મારી જ્ઞાનાદિ પર્યાયમાં તન્મય વર્તે છે, ને મારી તે
પર્યાયોમાં મારો આત્મા જ આલંબન છે.–અંતર્મુખ થઈને આવું આલંબન જેણે લીધું તેણે
પોતાના આત્મામાં પરમાગમરૂપ ભાવશ્રુતની પ્રતિષ્ઠા કરી. આવું શુદ્ધાત્માનું આલંબન
તે જ સર્વ જિનાગમનો સાર છે.
કુંદકુંદાચાર્યદેવ ભાવપ્રાભૃતની ૫૮ મી ગાથામાં બતાવે છે–
आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।।५८।।
કે પરનું આલંબન નથી. મારી જ્ઞાનપરિણતિ રાગને તાબે થયેલી નથી, તે તો આત્મામાં
સ્વવશ વર્તે છે.
શૂરવીર થઈને એટલે રાગથી પાર થઈને, અંદર ચૈતન્ય–કારણપરમાત્માનો જેણે સ્વીકાર
કર્યો તેને મોક્ષમાર્ગરૂપી કાર્ય થવા જ માંડ્યું છે. જેને આવું કાર્ય નથી પ્રગટ્યું તેણે અંદર
કારણપરમાત્માનો સ્વીકાર જ કર્યો નથી. જે કારણ પરમાત્માને સ્વીકારે છે તેને તો તેનું
સમ્યગ્દર્શનાદિ કાર્ય પણ વિદ્યમાન વર્તે જ છે. અહો, કારણ–કાર્યની સંધિની આ અપૂર્વ
વાત છે.
શાસ્ત્રના અવલંબને કે રાગના અવલંબને મારી સમ્યક્ત્વાદિ પર્યાય થઈ
PDF/HTML Page 33 of 53
single page version
આત્મા જ અમારું શરણ છે; અમારી શ્રદ્ધાનું જ્ઞાનનું શાંતિનું આલંબન અમારો આત્મા
જ છે, તેના જ અવલંબનથી અમારા શ્રદ્ધા–જ્ઞાન–શાંતિ છે. અયોધ્યામાં હતી ત્યારે
શરણવાળી હતી ને હવે જંગલમાં અશરણ થઈ ગઈ–એમ તે માનતી નથી. અયોધ્યા
વખતેય કંઈ તે અયોધ્યા, રામ, કે રામ પ્રત્યેનો રાગ–એ કોઈ અમારું શરણ ન હતું, તે
કોઈના શરણે અમારી શાંતિ કે જ્ઞાનાદિ ન હતા; તે વખતેય અમારો આત્મા જ અમારું
શરણ હતું. ને અત્યારે વનમાં પણ અમારો શાશ્વત જ્ઞાનમય આત્મા જ અમારું શરણ છે.
વીતરાગની વાણી તો તારું તત્ત્વ તારામાં જ બતાવે છે. તારો આત્મા તારા જ્ઞાનાદિની
નિર્મળપર્યાયમાં વર્તે છે, બહાર નથી વર્તતો. તારી અનુભૂતિમાં તારા દ્રવ્ય–પર્યાય અભેદ
છે, વચ્ચે ત્રીજું કોઈ તેમાં આવતું નથી. નિર્વિકલ્પઅનુભૂતિમાં તો ‘આ દ્રવ્ય ને આ
પર્યાય’ એવા ભેદ પણ રહેતા નથી. આવો આત્મા ધ્યાનવડે શ્રદ્ધામાં–જ્ઞાનમાં–
ચારિત્રમાં આવે તેનું નામ શુદ્ધ ભાવ છે, ને તે મોક્ષનું કારણ છે. આવા શુદ્ધભાવ
સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
જેનામાં સાદિ–અનંતકાળની અનંત–અનંત સુખદશા પ્રગટવાની તાકાત, જેનામાં અનંત
કેવળજ્ઞાનપર્યાયરૂપ થવાની તાકાત,–એનો જે પર્યાયમાં સ્વીકાર થયો તે પર્યાય તો સુખ
અને કેવળજ્ઞાન તરફ પરિણમવા લાગી; રાગથી છૂટીને સ્વભાવમાં નમી ગઈ.–એવી
પર્યાયમાં અખંડ આત્માને ધર્મી અનુભવે છે. ધર્મીને કોઈ પર્યાયમાં પોતાના
પરમાત્માનો વિરહ નથી. મારી પર્યાયના મંડપે મારા ચૈતન્યપ્રભુ પધાર્યા છે.
પધારજો....મારી પર્યાયમાં રાગ નહિ, મારી પર્યાયમાં તો મારો ચૈતન્યપ્રભુ બિરાજે છે–
એમ ધર્મી અનુભવે છે. એની પરિણતિમાં પ્રભુ પધાર્યા છે. તે પરિણતિ હવે મોક્ષદશા
લીધા વગર પાછી ફરે નહિ. પર્યાયે–પર્યાયે પ્રભુને સાથે રાખીને મોક્ષ લીધે જ છૂટકો.
PDF/HTML Page 34 of 53
single page version
પ્રારંભ થયો હતો; શરૂઆતમાં વિદ્વાન ભાઈશ્રી હિંમતભાઈએ તે નિમંત્રણપત્રિકા
સભામાં વાંચી સંભળાવ્યા બાદ, પૂ. ગુરુદેવે સુહસ્તે તે કુમકુમપત્રિકામાં કેશરનો “
લખીને મંગળ કર્યું હતું. ત્યારબાદ મુરબ્બીશ્રી રામજીભાઈ તથા પ્રમુખશ્રી નવનીતભાઈ
દ્વારા લખાયેલી કંકુ છાંટી પ્રથમ કંકોતરી સભાજનોના હર્ષોલ્લાસ વચ્ચે પૂ. ગુરુદેવના
કરકમળમાં, તેમજ પૂ. બેનશ્રી–બેનને અર્પણ કરવામાં આવી હતી.
હતી તથા ઈશાનઈન્દ્રની બોલી સુરતના ભાઈશ્રી મનહરલાલ ધીરજલાલે લીધી હતી.
હાલ કુલ ૧૩ ઈન્દ્રોની ઉછામણી થયેલ છે, ને બાકીનાં ત્રણ ઈન્દ્રોની તથા કુબેરની
ઉછામણી ઉત્સવ વખતે (ફાગણ સુદ ચોથના રોજ) બોલવામાં આવશે.
તરફથી થઈ હતી. અને કુંદકુંદસ્વામીના ચરણપાદૂકા લઈ આવવાની ઊછામણી પણ
હર્ષોલ્લાસપૂર્વક આફ્રિકાવાળા રાયચંદભાઈએ લીધી હતી. (આ દરેક વસ્તુની સ્થાપના
કરવાની ઉછામણી બાકી છે, તે ઉત્સવ વખતે થશે.)
તેરસ સુધી) આઠ દિવસનો છે, જે નિમંત્રણપત્રિકામાં આપે વાંચ્યો હશે, તે નીચે
મુજબ છે–
PDF/HTML Page 35 of 53
single page version
ફાગણ સુદ નોમ રવિવાર (તા. ૩) : જન્મકલ્યાણક–અભિષેક–પારણાઝૂલન,
ફાગણ સુદ ૧૨ (તા. ૫) : આહારદાન, અંકન્યાસ, કેવળજ્ઞાન કલ્યાણક વગેરે.
ફાગણ સુદ ૧૩ (તા. ૬) બુધવાર : નિર્વાણકલ્યાણક:; પરમાગમમંદિરનું
પ્રતિષ્ઠાચાર્ય પં. મુન્નાલાલજી સમગોરયા (સાગર)
પરમાગમ–મંદિર ઉદ્ઘાટન: જૈનસમાજના નેતા શાહૂ શાંતિપ્રસાદજી જૈન, દિલ્હી
વિદ્વાનોનું સંમેલન પણ થશે.
વારંવાર પ્રયોગદ્વારા જ્યારે પોતાના આત્મામાં જ ઉપયોગને
એકાગ્ર કરીને આત્મા પોતે ધ્યાનપર્યાયરૂપે પરિણમ્યો ત્યારે
તે પર્યાય અનંતગુણના ધામમાં પ્રવેશીને તેમાં લીન થઈ
ગઈ, ત્યાં ‘આ ધ્યાન ને આ ધ્યેય ’ એવો ભેદ ન રહ્યો,
ધ્યાન ને ધ્યેય બંને અભેદ થઈ ગયા. અનંતગુણના સ્વાદનું
વેદન તેમાં એકસાથે વર્તે છે, પરમ શાંતરસની ચૈતન્યધારા
ઉલ્લસે છે. અહા, એ વખતના આનંદવેદનની શી વાત!
PDF/HTML Page 36 of 53
single page version
–પણ આવા અવસરે આપણે તેમને ખુશી કરવા જોઈએ.
અરે ભાઈ! પ્રથમ તો જાણે એ વખતે વીરપ્રભુ પધાર્યા હોવાથી વાતાવરણ એવું
જનારાઓ માટે રેલ્વે અને બસની પૂરી વ્યવસ્થા રહેશે. પૂરા પેસેન્જર મળતાં
સોનગઢથી સીધી અમદાવાદની, રાજકોટની, કે જુનાગઢ, પાલીતાણા વગેરેની સ્પેશ્યલ
બસ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ જશે.
હા, હાથી તો હોય જ ને!
કેટલા હાથી આવશે?
આ ઉત્સવ પરમાગમ મંદિરનો છે ને તેમાં કોતરાયેલા પરમાગમ પાંચ છે, એટલે
જ્યારે નાનકડા સોનગઢમાં મોટી ભવ્ય ગજયાત્રા નીકળશે ત્યારે તો કેવો આનંદ થશે!
...ખબર છે? સાંભળો! કુંદકુંદસ્વામી ઉત્સવમાં પધારે ને તેમને દેખીને કહાનગુરુને જેવો
બીજો અજમેરનો.
હા, આકાશમાં એક વસ્તુ આવશે.
કોણ આવશે? શું કોઈ દેવ આવશે?
અત્યારે તો હેલિકોપ્ટર–વિમાન પુષ્પવૃષ્ટિ કરવા આવવાનું સાંભળ્યું છે. બાકી તે
સોનગઢનો આ મહાન ઉત્સવ જોવા ઊતરવાનું મન થઈ જશે....ને જો નહિ ઊતરે તો
તેનું વિમાન આકાશમાં થંભી જશે! એવો પ્રભાવશાળી આ ઉત્સવ હશે.
PDF/HTML Page 37 of 53
single page version
પ્રતિજ્ઞા લેશે; કુલ ૬૧ બ્ર. બહેનો થશે, ને બધા બહેનો હળીમળીનો
આત્મસાધનાની ભાવનાપૂર્વક આનંદથી જે ઉત્સવ ઉજવતા હશે તે દેખીને તમે
પણ જરૂર આનંદથી પ્રભાવિત થશો. અને તેમાં વળી પૂ. બેનશ્રી–બેનનો દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યેનો ઉમંગ જોઈને તો મુમુક્ષુઓનો આત્મા જાગી ઊઠશે.
એક વાત તો કહો,–કે તે વખતે ગુરુદેવનો ઉલ્લાસ કેવો હશે!
વાહ ભાઈ વાહ! એની તો શી વાત કરું? એમનો ઉલ્લાસ તો અત્યારથી જ
એટલો બધો દેખાય છે કે આ નાનકડા આત્મધર્મમાં તે સમાતો નથી; તે
સમાવવા માટે તો ઘણાં પાનાં વધારવા પડશે.
હા ભાઈ! ઘણુંય નવું નવું થવાના ભણકારા તો વાગી રહ્યા છે, પણ બધી વાત
તમને અત્યારથી નહિ કહી દઉં. હવે તો બસ, તમે વેલાવેલા સોનગઢ આવીને
બધું રૂબરૂ જોજો ને આનંદિત થાજો.
ભલે....આવજો જરૂર આવજો.
PDF/HTML Page 38 of 53
single page version
* પરમાગમ–મંદિરનો મહોત્સવ કેવો અદ્ભુત હશે! તેની થોડીક ઝાંખી અહીં
આપ વાંચશો. પણ તે માટે આપે આપની આતુરતાને થોડીક રોકવી પડશે. કેમકે
તે અંક દશ દિવસ મોડો (એટલે કે તા. ૨૦ મી માર્ચે) રવાના થશે. અંક સંબંધી
ઘણી તૈયારીઓ એકલા હાથે કરવાની હોવાથી એટલો વિલંબ થશે. (સં૦)
વૈરાગ્ય–સમાચાર છાપવાનું બંધ રાખવામાં આવશે,–તેથી સર્વે જિજ્ઞાસુઓને
તેવા સમાચાર ન મોકલવા સૂચના છે.
ગુજરાતીમાં એક પત્રિકારૂપે સોનગઢમાં દરરોજ પ્રગટ થશે. બહારગામના જેઓ
તાજા સમાચાર મેળવવા માંગતા હોય તેમણે રૂા. ૨/– તથા પોતાના સરનામાની
પાંચ નકલ મોકલવાથી પત્રિકા પોસ્ટ દ્વારા મોકલવાની વ્યવસ્થા થશે.
આપના સ્નેહી–મિત્રજનોને શું આપ નહીં ચખાડો? એમને એ પ્રસાદી તમારે
આપવી જ જોઈએ. અને તે માટે તેમને આત્મધર્મ પહોંચાડવું જોઈએ. લવાજમ
માત્ર ચાર રૂપિયા છે. ઉત્સવ વખતે આપ જરૂર આપના સ્નેહીજનોનું લવાજમ
ભરી દેશો.
મનદુઃખ ન થાય, હોય તોપણ દૂર થઈ જાય–એવો આ ઉત્સવ છે. પ્રભુના કલ્યાણકમાં
જગતના બધા જીવોને સુખ થાય છે તેમ આ કલ્યાણક પણ સૌને સુખદાયી બની રહેશે.
અહા, જ્યારે આ દુનિયામાં તીર્થંકરના માર્ગનું નામ પણ મોંઘું થતું જાય છે ત્યારે આપણે
તો કેવા ભાગ્યશાળી છીએ કે વિદ્યમાન, ભૂત ને ભાવિ ત્રણેકાળના તીર્થંકરોનો સુયોગ
આપણને મળ્યો છે! તેની ખરી કિંમત એ છે કે આપણે આપણું આત્મકલ્યાણ કરીને
તીર્થંકરોના માર્ગમાં દાખલ થઈ જઈએ. એ જ આપણો ઉત્સવ!
PDF/HTML Page 39 of 53
single page version
ઉપસ્થિત કિયા હૈ! મેરા ઈસ મહાન કૃતિકે પ્રતિ સાષ્ટાંગ પ્રણામ.”
પરમાગમ મંદિર એવં બૃહત્ પંચકલ્યાણક પ્રતિષ્ઠોત્સવકે સુસમાચાર અવગત કર
અત્યન્ત પ્રસન્નતા હુઈ.
અધ્યક્ષશ્રી શાહૂ શાંતિપ્રસાદજી જૈનની અધ્યક્ષતામાં થશે. તેની સાથે ગુજરાત–
સૌરાષ્ટ્રની પ્રદેશસમિતિની મિટિંગ પણ થશે.
ચોક્કસ લખી મોકલશો. તેમજ સમિતિની ભોજનશાળામાંં પણ અગાઉથી ખબર લખવા
ખાસ વિનંતી છે. –પરમાગમ મહોત્સવ કમિટિ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
(ફાગણ સુદ બીજ ને રવિવારના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે રાખવામાં આવી છે. તો
આ મિટિંગમાં બધા કાર્યકરોએ જરૂર હાજર રહેવા વિનતિ છે.) ફાગણ સુદ બીજ એ
સોનગઢ જિનમંદિરની ૩૪ મી વર્ષગાંઠનો પણ દિવસ છે. અને ત્યારપછી કાર્ય–વ્યવસ્થા
સંભાળવા માટે ઉત્સવ પૂરો થતાં સુધી સોનગઢ રહેવાનું છે. –પ્રતિષ્ઠા–મહોત્સવ કમિટિ
PDF/HTML Page 40 of 53
single page version
* અનંતગુણમય પોતાની ચૈતન્યસત્તાનો જ્યાં મેં સ્વીકાર કર્યો ત્યાં મારી
તેના નિર્મળભાવનો મને કદી વિરહ નથી.–આવી ધર્મીની દશા હોય છે.
વિર રહે–એમ કદી બને નહિ.
ભાવપણે વિદ્યમાન વર્તે છે, તેમાં શુદ્ધતાનો વિરહ કેમ હોય? પોતાને પોતાનો
વિરહ હોય નહિ; તેમ ચૈતન્યશક્તિની વિદ્યમાનતા જે પર્યાયે સ્વીકારી તે
પર્યાયમાં શક્તિનો વિરહ નથી; તેમાં તો શુદ્ધતા વિદ્યમાનભાવપણે વર્તે છે.
ભાવ છે, સ્વચ્છતાનો ભાવ છે–એમ અનંતગુણની શુદ્ધતા ભાવપણે વર્તે છે.
જગતની લાખ જંજાળ છોડીને પણ ઉરમાં તેને ધ્યાવ.
અનુભવાય છે; સમયે સમયે મારા સર્વગુણ શુદ્ધતાના ભાવપણે વિદ્યમાન છે–
એમ ધર્મીને પોતાની ભાવશક્તિ જ્ઞાનપરિણમનમાં ભેગી જ ભાસે છે; ને તે
પરિણમનમાં રાગનો અભાવ છે.
ચૈતન્યની અનંતશક્તિ બતાવીને તમે તો અમને કેવળજ્ઞાન તરફ લઈ જાવ છો.
વાહ! દિગંબર સંતોએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.