Padmanandi Panchvinshati (Gujarati). Shree Padmanandi-Panchvinshati; 1. Dharmopadeshamrut; Gatha: 1-3 (1. Dharmopadeshamrut); Shlok: 4-25 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 21

 

Page -5 of 378
PDF/HTML Page 21 of 404
single page version

background image
મનુષ્યરૂપી વૃક્ષને પામીને અમૃત-ફળ ગ્રહણ કરવું યોગ્ય છે ..................... ૩૮ ...................૨૬૦
યોગીઓનું નિર્દોષ મન અજ્ઞાનાંધકારને નષ્ટ કરે છે ............................... ૩૯ ...................૨૬૦
યોગી ક્યારે સિદ્ધ થાય છે ............................................................... ૪૦ ...................૨૬૧
આત્મસ્વરૂપનો વિચાર ...................................................................... ૪૧-૬૦ ...... ૨૬૧-૨૬૬
નિશ્ચય પંચાશત્ રચવાનો ઉલ્લેખ ....................................................... ૬૧ ................ ૨૬૭
ચિત્તમાં આત્મતત્ત્વ સ્થિત હોતાં ઇન્દ્રની સંપદાનું પ્રયોજન રહેતું નથી ........ ૬૨ ...................૨૬૭
૧૨. બ્રÙચર્યરક્ષાવર્તિ
૨૨
૨૬૮૨૭૭
કામવિજેતા યતિઓને નમસ્કાર ........................................................... ૧ .....................૨૬૮
બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓનું સ્વરૂપ .................................................... ૨ .....................૨૬૮
જો બ્રહ્મચર્યની બાબતમાં સ્વપ્નમાં કોઈ દોષ ઉત્પન્ન હોય તો પણ
રાત્રિ વિભાગાનુસાર મુનિએ તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ ................ ૩ .....................૨૬૯
બ્રહ્મચર્યની રક્ષા મનના સંયમથી જ થાય છે ....................................... ૪ .....................૨૬૯
બાહ્ય અને અભ્યંતર બ્રહ્મચર્યનું સ્વરૂપ અને તેમનું કાર્ય ......................... ૫ .................... ૨૭૦
પોતાના વ્રતોની વિધિના રક્ષણ માટે મુનિએ સ્ત્રી માત્રનો
પરિત્યાગ કરવો જોઈએ ............................................................ ૬..................... ૨૭૦
સ્ત્રીની વાર્તા પણ મુનિધર્મને નષ્ટ કરનાર છે ........................................ ૭ .................... ૨૭૦
રાગપૂર્વક સ્ત્રીમુખનું અવલોકન અને સ્મરણ પ્રતિષ્ઠા, યશ અને
તપ આદિને નષ્ટ કરનાર છે ...................................................... ૮-૯ ................. ૨૭૧
મુનિને કોઈ પણ સ્ત્રીની પ્રાપ્તિની સંભાવના ન રહેવાથી તદ્વિષયક
અનુરાગ છોડવો જ જોઈએ ....................................................... ૧૦ .................. ૨૭૨
શ્રાવક સ્ત્રીરૂપ ગૃહથી ગૃહસ્થ અને મુનિ તેના પરિત્યાગથી
બ્રહ્મચારી (અણગાર) થાય છે .................................................... ૧૧ .................. ૨૭૨
સ્ત્રીનું અસ્થિર સૌન્દર્ય મૂર્ખ મનુષ્યોને જ આનંદજનક થાય છે ................. ૧૨-૧૪............. ૨૭૩
સ્ત્રીનું શરીર ઘૃણાસ્પદ છે.................................................................. ૧૫ .................. ૨૭૪
સ્ત્રીના વિષયમાં અનુરાગવર્ધક કાવ્ય રચનાર કવિ કેવી રીતે
પ્રશંસનીય કહેવાય? ................................................................. ૧૬-૧૭ ......૨૭૪-૨૭૫
જો પરધનરૂપ સ્ત્રીની અભિલાષા ન કરનાર ગૃહસ્થ દેવ કહેવાય છે
તો મુનિ કેમ દેવોનો દેવ ન હોય? ............................................ ૧૮ .................. ૨૭૫
સુખ અને સુખાભાસ ....................................................................... ૧૯ .................. ૨૭૫
સ્ત્રીનો પરિત્યાગ કરનાર સાધુઓને પુણ્યાત્મા મનુષ્યો પણ નમસ્કાર કરે છે ૨૦ ...................૨૭૬
તપનું અનુષ્ઠાન મનુષ્ય પર્યાયમાં જ સંભવ છે ..................................... ૨૧ ...................૨૭૬
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -4 of 378
PDF/HTML Page 22 of 404
single page version

background image
ગ્રન્થકાર દ્વારા કામરોગની નાશકબત્તી (બ્રહ્મચર્યરક્ષાબત્તી)ના સેવનની પ્રેરણા ૨૨ .................. ૨૭૭
૧૩. ´ષભ સ્તોત્ર
૬૧
૨૭૮૨૯૬
નાભિરાજના પુત્ર ૠષભ જિનેન્દ્ર જયવંત હો........................................ ૧ .................... ૨૭૮
ૠષભ જિનેન્દ્રના દર્શનાદિ પુણ્યાત્મા જીવો દ્વારા જ કરવામાં આવે છે ...... ૨ .................... ૨૭૮
જિનદર્શનનું માહાત્મ્ય ....................................................................... ૩ .................... ૨૭૮
જિનેન્દ્રની સ્તુતિ કરવી અસંભવ છે ..................................................... ૪ .................... ૨૭૯
જિનના નામસ્મરણથી પણ અભીષ્ટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે ....................... ૫ .................... ૨૭૯
ૠષભ જિનેન્દ્ર સર્વાર્થસિદ્ધિમાંથી અવતીર્ણ થતાં તેનું

સૌભાગ્ય નષ્ટ થઈ ગયું હતું ..................................................... ૬..................... ૨૭૯
પૃથ્વીની ‘વસુમતી’ નામની સાર્થકતા .................................................... ૭ .................... ૨૮૦
પુત્રવતી સ્ત્રીઓમાં મરુદેવીની શ્રેષ્ઠતા ................................................... ૮ .................... ૨૮૦
ઇન્દ્રના નિર્નિમેષ સહસ્ર નેત્રોની સફળતા ............................................. ૯ .................... ૨૮૦
સૂર્ય આદિ જ્યોતિષી મેરુની પ્રદક્ષિણા કર્યા કરે છે................................ ૧૦ .................. ૨૮૧
મેરુ ઉપર જન્માભિષેક ..................................................................... ૧૧-૧૨............. ૨૮૧
કલ્પવૃક્ષો નષ્ટ થઈ જતાં તેમનું કાર્ય એક ૠષભજિનેન્દ્રે જ પૂર્ણ કર્યું ........ ૧૩ .................. ૨૮૧
પૃથ્વીની રોમાંચકતા ......................................................................... ૧૪ .................. ૨૮૨
ૠષભજિનેન્દ્રની વિરક્તતા અને પૃથ્વીનો પરિત્યાગ ................................. ૧૫-૧૬ ......૨૮૨-૨૮૩
ધ્યાનમાં અવસ્થિત ૠષભ જિનેન્દ્રની શોભા ......................................... ૧૭-૧૮............. ૨૮૩
ઘાતિચતુષ્કનો ક્ષય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ ........................................ ૧૯ .................. ૨૮૪
ઘાતિચતુષ્કના અભાવમાં અઘાતિ ચતુષ્કની અવસ્થા ................................ ૨૦ .................. ૨૮૪
સમવસરણ અને ત્યાં સ્થિત જિનેન્દ્રની શોભા ....................................... ૨૧-૨૨............. ૨૮૪
આઠ પ્રાતિહાર્યોની શોભા.................................................................. ૨૩-૩૦......૨૮૫-૨૮૭
જિનવાણીનો મહિમા ........................................................................ ૩૧-૩૪......૨૮૮-૨૮૯
નયોનો પ્રભાવ................................................................................ ૩૫ .................. ૨૮૯
જિનેન્દ્રની સ્તુતિમાં બૃહસ્પતિ આદિ પણ અસમર્થ છે ............................. ૩૬ .................. ૨૮૯
પ્રભુ દ્વારા પ્રકાશિત પથના પથિક નિરુપદ્રવ મોક્ષનો લાભ કરે છે............ ૩૭ .................. ૨૮૯
મોક્ષનિધિ સામે અન્ય સર્વ નિધિઓ તુચ્છ છે ...................................... ૩૮ .................. ૨૯૦
જિનેન્દ્રોક્ત ધર્મની અન્ય ધર્મ કરતાં વિશેષતા ....................................... ૩૯-૪૦............. ૨૯૦
જિનના નખ-કેશ ન વધવામાં ગ્રન્થકારની કલ્પના .................................. ૪૧ .................. ૨૯૧
ત્રણે લોકના જનો અને ઇન્દ્રનું નેત્ર દ્વારા જિનેન્દ્રદર્શન ............................ ૪૨-૪૩............. ૨૯૧
દેવો દ્વારા પ્રભુચરણોની નીચે સુવર્ણકમળોની રચના ............................... ૪૪ .................. ૨૯૨
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -3 of 378
PDF/HTML Page 23 of 404
single page version

background image
મૃગે ચન્દ્ર (મૃગાંક)નો આશ્રય કેમ લીધો? .......................................... ૪૫ .................. ૨૯૨
કમળા કમળમાં નહિ પણ જિનચરણોમાં રહે છે ................................... ૪૬ .................. ૨૯૨
જિનેન્દ્રના દ્વેષીઓનો અપરાધ પોતાનો છે ............................................ ૪૭ .................. ૨૯૨
જિનેન્દ્રની સ્તુતિ અને નમસ્કારનો પ્રભાવ ............................................. ૪૮-૫૦............. ૨૯૩
બ્રહ્મા વિષ્ણુ આદિ નામ આપના જ છે .............................................. ૫૧ .................. ૨૯૩
જિનેન્દ્રનો મહિમા ........................................................................... ૫૨-૫૭......૨૯૪-૨૯૫
જિનેન્દ્રની સ્તુતિ શક્ય નથી .............................................................. ૫૮-૫૯.... ૨૯૫-૨૯૬
સ્તુતિના અંતે જિનચરણોના પ્રસાદની પ્રાર્થના ........................................ ૬૦ ...................૨૯૬
૧૪. જિનદર્શનસ્તવન
૩૪
૨૯૭૩૦૫
( જિનદર્શનનો મહિમા)
૧૫. શ્રુતદેવતા સ્તુતિ
૩૧
૩૦૬૩૧૬
સરસ્વતીના ચરણ કમળ જયવંત હો ................................................... ૧ .....................૩૦૬
સરસ્વતીના પ્રસાદથી તેના સ્તવનની પ્રતિજ્ઞા અને પોતાની અસમર્થતા ........ ૨-૪ .......... ૩૦૬-૩૦૭
સરસ્વતીની દીપકથી વિશેષતા ............................................................ ૫ .................... ૩૦૭
સરસ્વતીના માર્ગની વિશેષતા ............................................................. ૬..................... ૩૦૮
સરસ્વતીના પ્રભાવથી મોક્ષપદ પણ શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે .................. ૭ .................... ૩૦૮
સરસ્વતી વિના જ્ઞાનની પ્રાપ્તિ સંભવ નથી .......................................... ૮-૯ ............... ૩૦૯
સરસ્વતી વિના પ્રાપ્ત મનુષ્ય પર્યાય એમને એમ જ નાશ પામે છે ......... ૧૦ .................. ૩૦૯
સરસ્વતીની પ્રસન્નતા વિના તત્ત્વનિશ્ચય થતો નથી ................................. ૧૧ ................ ૩૦૯
મોક્ષપદ સરસ્વતીના આશ્રયથી જ પ્રાપ્ત થાય છે .................................. ૧૨-૧૩............. ૩૧૦
સરસ્વતીનો અન્ય પણ મહિમા .......................................................... ૧૪-૨૮......૩૧૦-૩૧૫
કાવ્ય રચનામાં સરસ્વતીનો પ્રસાદ જ કામ કરે છે ................................ ૨૯ ...................૩૧૬
સરસ્વતીનું આ સ્તોત્ર ભણવાનું ફળ .................................................... ૩૦ ...................૩૧૬
સરસ્વતીના સ્તવનમાં અસમર્થ હોવાથી ક્ષમા યાચના ............................. ૩૧ ...................૩૧૬
૧૬. સ્વયંભૂસ્તુતિ
૨૪
૩૧૭૩૨૪
( ૠષભાદિ મહાવીરાન્ત તીર્થંકરોનું ગુણકીર્તન)
૧૭. સુપ્રભાતાષ્ટક
૩૨૫૩૨૯
ઘાતિકર્મોનો નાશ કરીને સ્થિર સુપ્રભાતને પ્રાપ્ત કરનાર જિનેન્દ્રોને નમસ્કાર ૧ .................... ૩૨૫
જિનેન્દ્રના સુપ્રભાતના સ્તવનની પ્રતિજ્ઞા ............................................... ૨ .................... ૩૨૫
અર્હંત્ પરમેષ્ઠીના સુપ્રભાતનું સ્વરૂપ અને તેની સ્તુતિ ............................ ૩-૮ .......... ૩૨૬-૩૨૯
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -2 of 378
PDF/HTML Page 24 of 404
single page version

background image
૧૮. શાન્તિનાથ સ્તોત્ર
૩૩૦૩૩૪
ત્રણ છત્રાદિરૂપ આઠ પ્રાતિહાર્યોના આશ્રયથી ભગવાન
( શાન્તિનાથ તીર્થંકરની સ્તુતિ) ................................................... ૧-૮ ..........૩૩૦-૩૩૩
જે સ્તુતિ ઇન્દ્રાદિ પણ કરી શકતા નથી તે મેં ભક્તિવશ કરી છે............. ૯ .................... ૩૩૪
૧૯. જિનપૂજાષ્ટક
૧૦
૩૩૫૩૩૯
જળ, ચંદનાદિ આઠ દ્રવ્યો વડે પૂજા અને તેના ફળનો ઉલ્લેખ ................ ૧-૮ ..........૩૩૫-૩૩૮
પુપ્પાંજલિ આપવી ........................................................................... ૯ .................... ૩૩૮
વીતરાગજિનની પૂજા કેવળ આત્મકલ્યાણ માટે કરવામાં આવે છે .............. ૧૦ .................. ૩૩૮
૨૦. કરુણાષ્ટક
૩૪૦૩૪૨
( પોતાની ઉપર દયા કરીને જન્મપરંપરાથી મુક્ત કરવાની પ્રાર્થના)
૨૧. ક્રિયાકાંMચૂલિકા
૩૪૩૩૫૦
દોષોએ જિનેન્દ્રમાં સ્થાન ન પામીને જાણે ગર્વથી જ તેમને છોડી દીધા .... ૧ .................... ૩૪૩
સ્તુતિ કરવાની અસમર્થતા પ્રગટ કરીને ભક્તિની પ્રમુખતા અને તેનું ફળ ... ૨-૭ ..........૩૪૩-૩૪૫
રત્નત્રયની યાચના ........................................................................... ૮ .....................૩૪૬
આપના ચરણ-કમળ પામીને હું કૃતાર્થ થઈ ગયો .................................. ૯ .....................૩૪૬
અભિમાન કે પ્રમાદવશ થઈને જે રત્નત્રય આદિ વિષયમાં

અપરાધ થયો છે તે મિથ્યા હો ................................................. ૧૦ .................. ૩૪૭
મન, વચન, કાયા અને કૃત, કારિત, અનુમોદનાથી જે પ્રાણીઓને
પીડા થઈ છે તે મિથ્યા હો ...................................................... ૧૧ .................. ૩૪૭
મન, વચન અને કાયા દ્વારા ઉપાર્જિત મારું કર્મ આપના
પાદ સ્મરણથી નાશને પ્રાપ્ત થાવ............................................... ૧૨ .................. ૩૪૭
સર્વજ્ઞનું વચન પ્રમાણ છે .................................................................. ૧૩ .................. ૩૪૮
મન, વચન અને કાયાની વિકળતાથી જે સ્તુતિમાં ન્યૂનતા
થઈ છે તેને હે વાણી! તું ક્ષમા કર ........................................... ૧૪ .................. ૩૪૮
આ અભીષ્ટ ફળ આપનાર ક્રિયાકાંડરૂપ કલ્પવૃક્ષનું એક પત્ર છે ............... ૧૫ .................. ૩૪૯
ક્રિયાકાંડ સંબંધી આ ચૂલિકા ભણવાથી અપૂર્ણ ક્રિયા પૂર્ણ થાય છે ........... ૧૬ .................. ૩૪૯
જિન ભગવાનના શરણમાં જવાથી સંસાર નષ્ટ થાય છે.......................... ૧૭ .................. ૩૪૯
મેં આપની પાસે આ વાચાળતા કેવળ ભક્તિવશ કરી છે ....................... ૧૮ .................. ૩૫૦
૨૨. એકત્વદશક
૧૧
૩૫૧૩૫૩
પરમજ્યોતિના કથનની પ્રતિજ્ઞા .......................................................... ૧ .................... ૩૫૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -1 of 378
PDF/HTML Page 25 of 404
single page version

background image
જે આત્મતત્ત્વને જાણે છે તે બીજાઓના સ્વયં આરાધ્ય બની જાય છે ...... ૨ .................... ૩૫૧
એકત્વના જ્ઞાતા અનેક કર્મોથી પણ ડરતા નથી ..................................... ૩ .................... ૩૫૧
ચૈતન્યની એકતાનું જ્ઞાન દુર્લભ છે, પણ મુક્તિદાતા તે જ છે .................. ૪ .................... ૩૫૨
જે યથાર્થ સુખ મોક્ષમાં છે તે સંસારમાં અસંભવ છે ............................. ૫ .................... ૩૫૨
ગુરુના ઉપદેશથી અમને મોક્ષપદ જ પ્રિય છે ....................................... ૬..................... ૩૫૨
અસ્થિર સ્વર્ગસુખ મોહોદયરૂપ વિષથી વ્યાપ્ય છે................................... ૭ .................... ૩૫૨
આ લોકમાં જે આત્મોન્મુખ રહે છે તે પરલોકમાં પણ તેવા રહે છે ......... ૮ .................... ૩૫૨
વીતરાગ માર્ગે પ્રવૃત્ત યોગીને મોક્ષસુખની પ્રાપ્તિમાં કોઈ પણ

બાધક થઈ શકતું નથી ............................................................. ૯ .................... ૩૫૩
આ ભાવના પદના ચિન્તનથી મોક્ષ પ્રાપ્ત થાય છે................................ ૧૦ .................. ૩૫૩
ધર્મ રહેતાં મૃત્યુનો ભય રહેતો નથી .................................................. ૧૧ .................. ૩૫૩
૨૩. પરમાર્થવિંશતિ
૨૦
૩૫૪૩૬૪
આત્માનું અદ્વૈત જયવંત હો ............................................................... ૧ .................... ૩૫૪
અનન્તચતુષ્ટયરૂપ સ્વસ્થતાની વંદના ..................................................... ૨ .................... ૩૫૪
એકત્વની સ્થિતિ માટે થનારી બુદ્ધિ પણ આનંદજનક હોય છે.................. ૩ .................... ૩૫૫
અદ્વૈત તરફ ઝુકાવ થતાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે ..................... ૪ .................... ૩૫૫
હું ચૈતન્યસ્વરૂપ છું, કર્મજનિત ક્રોધાદિ ભિન્ન છે................................... ૫ .................. ૩૫૬
જો એકત્વમાં મન સંલગ્ન હોય તો તીવ્ર તપ ન હોવા છતાં

પણ અભીષ્ટસિદ્ધ થાય છે ......................................................... ૬......................૩૫૬
કર્મો સાથે એકમેક હોવા છતાં પણ હું તે પરમજ્યોતિસ્વરૂપ જ છું .......... ૭ .....................૩૫૬
લક્ષ્મીના મદથી ઉન્મત્ત રાજાઓનો સંગ મૃત્યુથી પણ ભયાનક હોય છે .... ૮ .................... ૩૫૭
હૃદયમાં ગુરુવચને જાગૃત રહેતાં આપત્તિમાં ખેદ થતો નથી..................... ૯ .................... ૩૫૮
ગુરુ દ્વારા પ્રકાશિત પથ પર ચાલવાથી નિર્વાણપુર પ્રાપ્ત થાય છે ............ ૧૦ .................. ૩૫૮
કર્મને આત્માથી ભિન્ન સમજનારાઓને સુખદુઃખનો વિકલ્પ જ થતો નથી.. ૧૧ .................. ૩૫૮
દેવ અને જિનપ્રતિમા આદિનું આરાધન વ્યવહારમાર્ગમાં જ થાય છે ......... ૧૨ .................. ૩૫૯
જો મુક્તિ તરફ બુદ્ધિ લાગી ગઈ તો પછી કોઈ ગમે એટલું કષ્ટ

દે, તેનો તેને ભય રહેતો નથી................................................... ૧૩ ...................૩૬૦
સર્વશક્તિમાન આત્માપ્રભુ સંસારને નષ્ટ કરીને સમાન દેખે છે ............... ૧૪ ...................૩૬૦
આત્માની એકતાને જાણનાર પાપથી લિપ્ત થતો નથી ............................ ૧૫ ...................૩૬૧
ગુરુના પાદપ્રસાદથી નિર્ગ્રન્થતા પ્રાપ્ત કરી લીધા પછી ઇન્દ્રિયસુખ
દુઃખરૂપ જ પ્રતીત થાય છે....................................................... ૧૬ ...................૩૬૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page 0 of 378
PDF/HTML Page 26 of 404
single page version

background image
નિર્ગ્રન્થતાજન્ય આનંદ સામે ઇન્દ્રિયસુખનું સ્મરણ પણ થતું નથી .............. ૧૭ ...................૩૬૧
મોહના નિમિત્તે થનારી મોક્ષની પણ અભિલાષા સિદ્ધિમાં બાધક થાય છે . ૧૮ ...................૩૬૨
ચિદ્રૂપના ચિન્તનમાં બીજી તો શું, શરીર સાથે પણ પ્રીતિ રહેલી નથી...... ૧૯ ...................૩૬૨
શુદ્ધનયથી તત્ત્વ અનિર્વચનીય છે ........................................................ ૨૦ ...................૩૬૩
૨૪. શરીરાષ્ટક
૩૬૫-૩૬૯
( શરીરના સ્વભાવનું નિરૂપણ)
૨૫. સ્નાનાષ્ટક
૩૭૦૩૭૪
મળ-મૂત્રાદિથી પરિપૂર્ણ શરીર સદા અશુચિ અને આત્મા સ્વભાવથી
પવિત્ર છે, માટે બન્ને પ્રકારે સ્નાન વ્યર્થ છે................................. ૧-૨ ................. ૩૭૦
સત્પુરુષોનું સ્નાન વિવેક છે જે મિથ્યાત્વાદિરૂપ અભ્યંતર મળને નષ્ટ કરે છે ૩ .................. ૩૭૧
સમીચીન પરમાત્મારૂપ તીર્થોમાં સ્નાન કરવું તે જ શ્રેષ્ઠ છે .................... ૪ .................... ૩૭૨
જેમણે જ્ઞાનરૂપ સમુદ્ર જોયો નથી તેઓ જ ગંગા આદિ
તીર્થાભાસોમાં સ્નાન કરે છે....................................................... ૫ .................... ૩૭૨
મનુષ્ય શરીરને શુદ્ધ કરી શકનાર કોઈપણ તીર્થ સંભવ નથી ................... ૬..................... ૩૭૨
કપૂરાદિનો લેપ કરવા છતાં પણ શરીર સ્વભાવથી દુર્ગન્ધ જ છોડે છે ....... ૭ .................... ૩૭૩
ભવ્ય જીવ આ સ્નાનાષ્ટક સાંભળીને સુખી થાવ ................................... ૮ .................... ૩૭૩
૨૬. બ્રÙચર્યાષ્ટક
૩૭૫૩૭૮
મૈથુન સંસારવૃદ્ધિનું કારણ છે ............................................................. ૧ .................... ૩૭૫
મૈથુનકર્મમાં પશુઓ રત રહેવાથી તેને પશુકર્મ કહેવામાં આવે છે ............. ૨ .................... ૩૭૫
જો મૈથુન પોતાની સ્ત્રી સાથે પણ સારું હોય તો તેનો
પર્વોમાં ત્યાગ શા માટે કરવામાં આવત? .................................... ૩ .....................૩૭૬
અપવિત્ર મૈથુનસુખમાં વિવેકી જીવને અનુરાગ થતો નથી ........................ ૪ .....................૩૭૬
અપવિત્ર મૈથુન અનુરાગનું કારણ મોહ છે ........................................... ૫ .....................૩૭૬
મૈથુન સંયમનો ઘાતક છે.................................................................. ૬..................... ૩૭૭
મૈથુનમાં પ્રવૃત્તિ પાપના કારણે થાય છે............................................... ૭ .................... ૩૭૭
વિષયસુખ વિષ સદ્રશ છે ................................................................. ૮ .................... ૩૭૭
આ બ્રહ્મચર્યાષ્ટકનું નિરૂપણ મુમુક્ષુ જીવો માટે કરવામાં આવ્યું છે ............. ૯ .................... ૩૭૮
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page 1 of 378
PDF/HTML Page 27 of 404
single page version

background image
।। નમઃ સિદ્ધેભ્યોઃ ।।
શ્રીમદ્ પદ્મનન્દિ વિરચિત
પદ્મનન્દિ-પંચવિંશતિ:
૧. ધર્મોપદેશામૃતમ્
(स्रग्धरा)
कायोत्सर्गायताङ्गो जयति जिनपतिर्नाभिसूनुर्महात्मा
मध्याह्ने यस्य भास्वानुपरि परिगतो राजति स्मोग्रमूर्तिः
चक्रं कर्मेन्धनानामतिबहु दहतो दूरमौदास्यवात -
स्फू र्जत्सद्धयानवह्नेरिव रुचिरतरः प्रोद्गतो विस्फु लिङ्गः ।।।।
અનુવાદ : કાયોત્સર્ગના નિમિત્તે જેમનું શરીર લંબાયેલું છે એવા
નાભિરાયના પુત્ર મહાત્મા આદિનાથ જિનેન્દ્ર જયવંત હો, જેમના ઉપર પ્રાપ્ત થયેલ
મધ્યાહ્નનો તેજસ્વી સૂર્ય એવો શોભે છે જાણે કર્મરૂપી ઇન્ધનના સમૂહને અતિશયપણે
બાળનાર અને ઉદાસીનતારૂપ વાયુના નિમિત્તે પ્રગટ થયેલ સમીચીન ધ્યાનરૂપી
અગ્નિની તેજસ્વી ચિનગારી જ ઉત્પન્ન થઈ હોય.
વિશેષાર્થ : ભગવાન આદિનાથ જિનેન્દ્રની ધ્યાનાવસ્થામાં તેમની ઉપર જે મધ્યાહ્ન
કાળનો તેજસ્વી સૂર્ય આવતો હતો તે વિષયમાં ગ્રંથકાર ઉત્પ્રેક્ષા કરે છે કે તે સૂર્ય ન હતો



Page 2 of 378
PDF/HTML Page 28 of 404
single page version

background image
પણ જાણે કે સમતાભાવથી આઠ કર્મરૂપી ઇન્ધનને જલાવવા માટે ઇચ્છુક થઈને ભગવાન
આદિનાથ જિનેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ધ્યાનરૂપી અગ્નિનો તણખો જ ઉત્પન્ન થયો હતો. ૧.
(शार्दूलविक्रीडित)
नो किंचित्करकार्यमस्ति गमनप्राप्यं न किंचिद् द्रशो-
द्रर्श्यं यस्य न कर्णयोः किमपि हि श्रोतव्यमप्यस्ति न
तेनालम्बितपाणिरुज्झितगतिर्नासाग्रद्रष्टी रहः
संप्राप्तोऽतिनिराकुलो विजयते ध्यानैकतानो जिनः ।।।।
અનુવાદ : હાથથી કરવા યોગ્ય કોઈ પણ કાર્ય બાકી ન રહેવાથી જેમણે
પોતાના બન્ને હાથ નીચે લટકાવી દીધા હતા, ગમન કરીને મેળવવા યોગ્ય કાંઈ પણ
કાર્ય ન રહેવાથી જે ગમનરહિત થઈ ગયા હતા. આંખો વડે જોવા યોગ્ય કોઈ પણ
વસ્તુ ન રહેવાથી જેઓ પોતાની દ્રષ્ટિ નાકની અણી ઉપર ઠેરવતા હતા, તથા કાનને
સાંભળવા યોગ્ય કાંઈ પણ બાકી ન રહેવાથી જે આકુળતા રહિત થઈને એકાન્ત
સ્થાનમાં રહ્યા હતા; એવા તે ધ્યાનમાં એકાગ્રચિત્ત થયેલા જિન ભગવાન જયવંત હો.
વિશેષાર્થ : અન્ય સમસ્ત પદાર્થો તરફથી ચિંતા ખસેડીને કોઈ એક જ પદાર્થ તરફ તેને
નિયમિત કરવી, તેને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન ક્યાંક એકાંત સ્થાનમાં જ કરી શકાય છે.
જો ઉક્ત ધ્યાન કાયોત્સર્ગવડે કરવામાં આવે તો તેમાં બન્ને હાથ નીચે લટકતા રાખી દ્રષ્ટિ નાકની
અણી ઉપર રાખવામાં આવે છે. આ ધ્યાનની અવસ્થા લક્ષમાં રાખીને જ અહીં એમ કહેવામાં આવ્યું
છે કે તે વખતે જિન ભગવાનને ન હાથ વડે કરવા યોગ્ય કાંઈ કાર્ય બાકી કહ્યું હતું, ન ગમન વડે
પ્રાપ્ત કરવા યોગ્ય ધનાદિની અભિલાષા શેષ હતી ન કોઈ પણ દ્રશ્ય તેમની આંખોને રુચિકર બાકી
રહ્યું હતું અને ન કોઈ ગીત આદિ પણ તેમના કાનને મુગ્ધ કરે એવું બાકી રહ્યું હતું. ૨.
(शार्दूलविक्रीडित)
रागो यस्य न विद्यते क्कचिदपि प्रध्वस्तसंगग्रहात्
अस्त्रादेः परिवर्जनान्न च बुधैर्द्वैषोऽपि संभाव्यते
तस्मात्साम्यमथात्मबोधनमतो जातः क्षयः कर्मणा-
मानन्दादिगुणाश्रयस्तु नियतं सोऽर्हन्सदा पातु वः
।।।।
અનુવાદ : જે અરિહંત પરમેષ્ઠીને પરિગ્રહરૂપી પિશાચ રહિત થઈ જવાને

Page 3 of 378
PDF/HTML Page 29 of 404
single page version

background image
લીધે કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં રાગ નથી, ત્રિશૂળ આદિ આયુધ રહિત હોવાને
લીધે ઉક્ત અરિહંત પરમેષ્ઠીને વિદ્વાનો દ્વારા દ્વેષની પણ સંભાવના કરી શકાતી નથી.
તેથી રાગ-દ્વેષ રહિત થઈ જવાને લીધે તેમને સમતાભાવ પ્રગટ્યો છે, અને આ
સમતાભાવ પ્રગટવાથી તેમને આત્મજ્ઞાન તથા તેનાથી તેમને કર્મોનો વિયોગ થયો છે.
માટે કર્મોના ક્ષયથી જે અરિહંત પરમેષ્ઠી અનંત સુખ આદિ ગુણોનો આશ્રય પામ્યા
છે. તે અરિહંત પરમેષ્ઠી સર્વદા તમારી રક્ષા કરો. ૩.
(शार्दूलविक्रीडित)
इन्द्रस्य प्रणतस्य शेखरशिखारत्नार्कभासा नख-
श्रेणीतेक्षणबिम्बशुम्भदलिभृद्दूरोल्लसत्पाटलम्
श्रीसद्माङ्घ्रियुगं जिनस्य दधदप्यम्भोजसाम्यं रज-
स्त्यक्तं जाड्यहरं परं भवतु नश्चेतोऽर्पितं शर्मणे
।।।।
અનુવાદ : જે જિન ભગવાનના શ્રેષ્ઠ બન્ને ચરણ નમસ્કાર કરતી વખતે
નમેલા ઇન્દ્રના મુગટની કલગીમાં જડેલા રત્નરૂપી સૂર્યના પ્રકાશથી કાંઈક ધવલતા
સહિત લાલ વર્ણના છે તથા જે નખોમાં પડતા ઇન્દ્રના નેત્રોના પ્રતિબિંબરૂપ ભ્રમરોને
ધારણ કરે છે, જે શોભાના સ્થાનરૂપ છે તેથી જે કમળની ઉપમા ધારણ કરવા છતાં
પણ ધૂળના સંસર્ગ વિનાના હોઈને જડતાને (અજ્ઞાનને) હરનાર છે; તે બન્ને ચરણો
અમારા ચિત્તમાં સ્થિર થઇને સુખના કારણ થાવ.
વિશેષાર્થ : અહીં જિનભગવાનના ચરણોને કમળની ઉપમા આપતાં એમ બતાવ્યું છે
કે જેમ કમળ પાટલ (કાંઈક સફેદ સાથે લાલ) વર્ણનું હોય છે તેમ જિન ભગવાનના ચરણોમાં
જ્યારે ઇન્દ્ર નમસ્કાર કરતા હતા ત્યારે તેના મુકુટમાં જડેલા રત્નની છાયા તેના ઉપર પડતી હતી
તેથી તે પણ કમળની જેમ પાટલ વર્ણના થઈ જતા હતા. જો કમળમાં ભમરા રહે છે તો જિન
ભગવાનના પગના નખોમાં પણ નમસ્કાર કરતા ઇન્દ્રના નેત્ર પ્રતિબિંબરૂપ ભમરા વિદ્યમાન હતા.
કમળ જો શ્રી (લક્ષ્મી)નું સ્થાન મનાય છે તો તે જિન ચરણ પણ શ્રી (શોભા)નું સ્થાન હતા. આમ
કમળની ઉપમા ધારણ કરવા છતાં પણ જિનચરણોમાં તેનાથી કાંઈક અધિક વિશેષતા હતી. જેમ
કે
કમળ તો રજ અર્થાત્ પરાગ સહિત હોય છે પણ જિનચરણ તે રજ (ધૂળ)ના સંપર્કથી સદા
રહિત હતા. એવી જ રીતે કમળ જડતા (અચેતનપણું) ધારણ કરે છે પરંતુ જિનચરણ તે
જડતા(અજ્ઞાન)ને નષ્ટ કરનાર હતા. ૪.

Page 4 of 378
PDF/HTML Page 30 of 404
single page version

background image
(मालिनी)
जयति जगदधीशः शान्तिनाथो यदीयं
स्मृतमपि हि जनानां पापतापोपशान्त्यै
विबुधकुलकिरीटप्रस्फु रन्नीलरत्न-
द्युतिचलमधुपालीचुम्बितं पादपद्मम्
।।।।
અનુવાદ : દેવોના સમૂહોના મુકુટોમાં પ્રકાશમાન નીલરત્નોની કાંતિરૂપી
ચંચળ ભમરાઓની પંક્તિથી સ્પર્શાયેલા જે શાન્તિનાથ જિનેન્દ્રના ચરણકમળ સ્મરણ
કરવા માત્રથી જ લોકોના પાપરૂપ સંતાપને દૂર કરે છે તે લોકના અધિનાયક ભગવાન
શાન્તિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૫.
(मालिनी)
स जयति जिनदेवः सर्वविद्विश्वनाथो
वितथवचनहेतुक्रोधलोभाद्विमुक्त :
शिवपुरपथपान्थप्राणिपाथेयमुच्चै-
र्जनितपरमशर्मा येन धर्मोऽभ्यधायि
।।।।
અનુવાદ : જે જિન ભગવાન અસત્ય ભાષણના કારણરૂપ ક્રોધ અને લોભ
આદિથી રહિત છે અને જેણે મોક્ષપુરીના માર્ગે ચાલતા મુસાફરોને નાસ્તારૂપ તેમ
જ ઉત્તમ સુખ ઉત્પન્ન કરનાર એવા ધર્મનો ઉપદેશ આપ્યો છે તે સમસ્ત પદાર્થોને
જાણનાર ત્રણ લોકના અધિપતિ જિનદેવ જયવંત હો. ૬.
(शार्दूलविक्रीडित)
धर्मो जीवदया गृहस्थशमिनोर्भेदाद्विधा च त्रयं
रत्नानां परमं तथा दशविधोत्कृष्टक्षमादिस्ततः
मोहोद्भूतविकल्पजालरहिता वागसङ्गोज्झिता
शुद्धानन्दमयात्मनः परिणतिर्धर्माख्यया गीयते
।।।।
અનુવાદ : પ્રાણીઓ ઉપર દયાભાવ રાખવો તે ધર્મનું સ્વરૂપ છે. તે ધર્મ

Page 5 of 378
PDF/HTML Page 31 of 404
single page version

background image
ગૃહસ્થ (શ્રાવક) અને મુનિના ભેદથી બે પ્રકારનો છે. તે જ ધર્મ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ રત્નત્રયના ભેદથી ત્રણ પ્રકારનો તથા ઉત્તમ
ક્ષમા, ઉત્તમ માર્દવ આદિના ભેદથી દસ પ્રકારનો પણ છે. પરંતુ નિશ્ચયથી તો મોહના
નિમિત્તે ઉત્પન્ન થતાં માનસિક વિકલ્પોથી તથા વચન અને શરીરના સંસર્ગથી પણ
રહિત જે શુદ્ધ આનંદરૂપ આત્માની પરિણતિ થાય છે તેને જ ‘ધર્મ’ નામે કહેવામાં
આવે છે.
વિશેષાર્થ : પ્રાણીઓ ઉપર દયાભાવ રાખવો, રત્નત્રય ધારણ કરવા, તથા ઉત્તમ ક્ષમાદિ
દશ ધર્મોનું પરિપાલન કરવું; એ બધું વ્યવહારધર્મનું સ્વરૂપ છે. નિશ્ચયધર્મ તો શુદ્ધ આનંદમય
આત્માની પરિણતિને જ કહેવામાં આવે છે. ૭.
(शार्दूलविक्रीडित)
आद्या सद्व्रतसंचयस्य जननी सौख्यस्य सत्संपदां
मूलं धर्मंतरोरनश्वरपदारोहैकनिःश्रेणिका
कार्या सद्भिरिहाङ्गिषु प्रथमतो नित्यं दया धार्मिकैः
धिङ्नामाप्यपदयस्य तस्य च परं सर्वत्र शून्या दिशः
।।।।
અનુવાદ : અહીં ધર્માત્મા સજ્જનોએ સૌથી પહેલાં પ્રાણીઓના વિષયમાં
સદાય દયા રાખવી જોઈએ, કેમકે તે દયા સમીચીન વ્રતો, સુખ અને ઉત્કૃષ્ટ
સંપદાઓની મુખ્ય જનની અર્થાત્ ઉત્પાદક છે; ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, તથા અવિનશ્વર
પદ અર્થાત્ મોક્ષ મહેલમાં ચડવાની અપૂર્વ નિસરણીનું કામ કરે છે. નિર્દય પુરુષનું
નામ લેવું પણ નિન્દ્ય છે, તેના માટે બધે દિશાઓ શૂન્ય જેવી છે.
વિશેષાર્થ : જેવી રીતે મૂળ વિના વૃક્ષની સ્થિતિ ટકતી નથી તેવી જ રીતે પ્રાણીદયા
વિના ધર્મની સ્થિતિ પણ રહી શકતી નથી. તેથી તે ધર્મરૂપી વૃક્ષના મૂળ સમાન છે. એ સિવાય
પ્રાણીદયા થતાં જ ઉત્તમ વ્રત, સુખ અને સમીચીન સંપદાઓ તથા અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે;
માટે જ ધર્માત્માઓનું એ પ્રથમ કર્તવ્ય છે કે તે સમસ્ત પ્રાણીધારીઓ પ્રત્યે દયાભાવ રાખે. જે
પ્રાણી નિર્દયતાથી જીવઘાતની પ્રવૃત્તિ કરે છે તેનું નામ લેવું પણ ખરાબ સમજવામાં આવે છે. તેને
ક્યાંય પણ સુખ સામગ્રી પ્રાપ્ત થવાની નથી. તેથી સત્પુરુષોને આ પહેલો ઉપદેશ છે કે તેમણે સમસ્ત
પ્રાણીઓ પ્રત્યે દયાયુક્ત આચરણ કરવું. ૮.

Page 6 of 378
PDF/HTML Page 32 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
संसारे भ्रमतश्चिरं तनुभृतः के के न पित्रादयो
जातास्तद्वधमाश्रितेन खलु ते सर्वें भवन्त्याहताः
पुंसात्मापि हतो यदत्र निहतो जन्मान्तरेषु ध्रुवम्
हन्तारं प्रतिहन्ति हन्त बहुशः संस्कारतो नु क्रुधः
।।।।
અનુવાદ : સંસારમાં ચિરકાળથી પરિભ્રમણ કરનાર પ્રાણીને ક્યા ક્યા જીવ
પિતા, માતા, ભાઈ આદિ નથી થયા? તેથી તે જીવોના ઘાતમાં પ્રવર્તતો પ્રાણી
નિશ્ચયથી તે બધાને મારે છે. આશ્ચર્ય તો એ છે કે તે પોતે પોતાનો પણ ઘાત કરે
છે. આ ભવમાં જે બીજા દ્વારા મરાયો છે તે નિશ્ચયથી અન્ય ભવમાં ક્રોધની વાસનાથી
પોતાના તે ઘાતકનો અનેકવાર ઘાત કરે છે, એ ખેદની વાત છે.
વિશેષાર્થ : જન્મ-મરણનું નામ સંસાર છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને
ભિન્ન-ભિન્ન ભવોમાં ઘણાખરા જીવો માતા-પિતા આદિ સંબંધો પામ્યા છે. તેથી જે પ્રાણી નિર્દય
થઈને તે જીવોનો ઘાત કરે છે તે પોતાના માતા-પિતા આદિનો જ ઘાત કરે છે. બીજું તો શું કહીએ,
ક્રોધી જીવ આત્મઘાત પણ કરી બેસે છે. આ ક્રોધની વાસનાથી આ જન્મમાં કોઈ અન્ય પ્રાણી દ્વારા
મરાયેલો જીવ પોતાના તે ઘાતકનો જન્માન્તરોમાં અનેકવાર ઘાત કરે છે. તેથી અહીં એમ ઉપદેશ
આપવામાં આવ્યો છે કે જે ક્રોધ અનેક પાપોનો જનક છે તેનો પરિત્યાગ કરીને જીવદયામાં પ્રવૃત્ત
થવું જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
त्रैलोक्यप्रभुभावतो ऽपि सरुजो ऽप्येकं निजं जीवितं
प्रेयस्तेन बिना स कस्य भवितेत्याकांक्षतः प्राणिनः
निःशेषव्रतशीलनिर्मलगुणाधारात्ततो निश्चितं
जन्तोर्जीवितदानतस्त्रिभुवने सर्वप्रदानं लघु
।।१०।।
અનુવાદ : રોગી પ્રાણીને પણ ત્રણે લોકની પ્રભુતાની અપેક્ષાએ એક માત્ર
પોતાનું જીવન જ પ્રિય હોય છે. કારણ એ છે કે તે વિચારે છે કે જીવન નષ્ટ
થઈ ગયા પછી તે ત્રણે લોકોની પ્રભુતા ભલા કોને પ્રાપ્ત થવાની? નિશ્ચયથી તે
જીવનદાન સમસ્ત વ્રત, શીલ અને અન્ય અન્ય નિર્મળ ગુણોના આધારભૂત છે તેથી

Page 7 of 378
PDF/HTML Page 33 of 404
single page version

background image
જ લોકમાં જીવને જીવનદાનની અપેક્ષાએ અન્ય સમસ્ત સંપત્તિ આદિનું દાન પણ
તુચ્છ મનાય છે.
વિશેષાર્થ : પ્રાણોનો ઘાત કરવામાં આવતાં જો કોઈને ત્રણ લોકનું પ્રભુત્વ પણ પ્રાપ્ત
થતું હોય તો તે તેને નહિ ચાહે, પરંતુ પોતાના જીવનની જ અપેક્ષા કરશે. કારણ કે તે સમજે
છે કે જીવનનો ઘાત થયા પછી છેવટે તેને ભોગવશે કોણ? તે સિવાય વ્રત, શીલ, સંયમ અને
તપ આદિનો આધાર ઉક્ત જીવનદાન જ છે તેથી બીજા બધા દાનોની અપેક્ષાએ જીવનદાન ને
જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
स्वर्गायाव्रतिनाऽपि सार्द्रमनसः श्रेयस्करी केवला
सर्वप्राणिदया तया तु रहितः पापस्तपस्थोऽपि वा
तद्दानं बहु दीयतां तपसि वा चेतश्चिरं धीयतां
ध्यानं वा क्रियतां जना न सफलं किंचिद्दयावर्जितम्
।।११।।
અનુવાદ : જેનું ચિત્ત દયાથી ભિંજાયેલું છે તે જો વ્રતરહિત હોય તોપણ
તેની કલ્યાણ કારિણી એક માત્ર સર્વપ્રાણીદયા સ્વર્ગની પ્રાપ્તિનું નિમિત્ત થાય છે.
એનાથી ઉલ્ટું ઉક્ત પ્રાણીદયાથી રહિત પ્રાણી તપમાં સ્થિત હોવા છતાં પણ પાપિષ્ઠ
મનાય છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ! ભલે તમે ઘણું દાન દ્યો, ભલે લાંબો સમય
ચિત્તને તપમાં લગાડો અથવા ભલે ધ્યાન પણ કરો, પરંતુ દયા વિના તે બધું નિષ્ફળ
જશે. ૧૧.
(शार्दूलविक्रीडित)
सन्तः सर्वसुरासुरेन्द्रमहितं मुक्तेः परं कारणं
रत्नानां दधति त्रयं त्रिभुवनप्रद्योति काये सति
वृत्तिस्तस्य यदन्नतः परमया भक्त्यार्पिताज्जायते
तेषां सद्गृहमेधिनां गुणवतां धर्मो न कस्य प्रियः
।।१२।।
અનુવાદ : જે રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર) સર્વ
સુરેન્દ્રો અને અસુરેન્દ્રો દ્વારા પૂજ્ય છે, મોક્ષનું અદ્વિતીય કારણ છે અને ત્રણે લોકને

Page 8 of 378
PDF/HTML Page 34 of 404
single page version

background image
પ્રકાશિત કરનાર છે તેને મુનિઓ શરીર હોય ત્યારે જ ધારણ કરે છે. તે શરીરની
સ્થિતિ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવામાં આવેલ જે સદ્ગૃહસ્થોના અન્નથી રહે છે તે
ગુણવાન સદ્ગૃહસ્થો (શ્રાવકો)નો ધર્મ ભલા કોને પ્રિય ન લાગે? અર્થાત્ સર્વને પ્રિય
લાગે. ૧૨.
(स्रग्धरा)
आराध्यन्ते जिनेन्द्रा गुरुषु च विनतिर्धार्मिकैः प्रीतिरुच्चैः
पात्रेभ्यो दानमापन्निहतजनकृते तच्च कारुण्यबुद्धया
तत्त्वाभ्यासः स्वकीयव्रतरतिरमलं दर्शनं यत्र पूज्यं
तद्गार्हस्थ्यं बुधानामितरदिह पुनर्दुःखदो मोहपाशः
।।१३।।
અનુવાદ : જે ગૃહસ્થ અવસ્થામાં જિનેન્દ્રોની આરાધના કરાય છે, નિર્ગ્રંથ
ગુરુઓના વિષયમાં વિનયયુક્ત વ્યવહાર કરાય છે, ધર્માત્મા પુરુષો પ્રત્યે અતિશય
વાત્સલ્ય ભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન
આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દયાબુદ્ધિથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીલન
કરવામાં આવે છે, પોતાના વ્રતો પ્રત્યે અર્થાત્ ગૃહસ્થ ધર્મ પ્રત્યે પ્રેમ રાખવામાં આવે
છે, તથા નિર્મળ સમ્યગ્દર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવસ્થા વિદ્વાનોને
પૂજ્ય છે. અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજાળ
જ છે. ૧૩.
(शार्दूलविक्रीडित)
आदौ दर्शनमुन्नतं व्रतमितः सामायिकं प्रोषध
स्त्यागश्चैव सचित्तवस्तुनि दिवाभुक्तं तथा ब्रह्म च
नारभ्भो न परिग्रहोऽननुमतिर्नोिद्रष्टमेकादश
स्थानानीति गृहिव्रते व्यसनितात्यागस्तदाद्यः स्मृतः ।।१४।।
અનુવાદ : સર્વ ઉન્નતિને પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન, ત્યાર પછી વ્રત, ત્યાર
પછી ક્રમ પ્રમાણે સામાયિક, પ્રોષધોપવાસ, સચિત્ત વસ્તુનો ત્યાગ, દિવસે ભોજન કરવું
અર્થાત્ રાત્રિભોજનનનો ત્યાગ, ત્યાર પછી બ્રહ્મચર્ય ધારણ કરવું, આરંભ ન કરવો,
પરિગ્રહ ન રાખવો, ગૃહસ્થના કાર્યોમાં સંમતિ ન આપવી, ઉદ્દિષ્ટ ભોજન ગ્રહણ ન

Page 9 of 378
PDF/HTML Page 35 of 404
single page version

background image
કરવું; આ રીતે આ શ્રાવકધર્મમાં અગિયાર પ્રતિમાઓ કહેવામાં આવી છે. તે બધાની
શરૂઆતમાં જૂગાર વગેરે વ્યસનોનો ત્યાગ કહેવામાં આવ્યો છે.
વિશેષાર્થ : સકળ ચારિત્ર અને વિકળ ચારિત્રના ભેદથી ચારિત્ર બે પ્રકારનું છે. એમાં
સકળ ચારિત્ર મુનિઓને અને વિકળ ચારિત્ર શ્રાવકોને હોય છે. તેમાં શ્રાવકોની નીચે પ્રમાણે
અગિયાર શ્રેણીઓ (પ્રતિમાઓ) છે. દર્શન, વ્રત, સામાયિક, પ્રૌષધોપવાસ, સચિત્તત્યાગ,
દિવાભુક્તિ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ, અને ઉદ્દિષ્ટ ત્યાગ. (૧)
વિશુદ્ધ સમ્યગ્દર્શન સાથે સંસાર, શરીર અને ઇન્દ્રિયના વિષયભોગોથી વિરક્ત થઈને પાક્ષિક
શ્રાવકના આચાર સન્મુખ થવું તેનું નામ દર્શન પ્રતિમા છે. (૨) માયા, મિથ્યાત્વ અને નિદાનરૂપ
ત્રણ શલ્યથી રહિત થઈને અતિચાર રહિત પાંચ અણુવ્રત અને સાત શીલવ્રતોને ધારણ કરવા તે
વ્રત પ્રતિમા કહેવાય છે. (૩) નિયમિત સમય સુધી હિંસાદિ પાંચે પાપોનો પૂર્ણરીતે ત્યાગ કરીને
અનિત્ય, અશરણ આદિ ભાવનાઓનો તથા સંસાર અને મોક્ષના સ્વરૂપ આદિનો વિચાર કરવો, તેને
સામાયિક કહે છે. ત્રીજી પ્રતિમાધારી શ્રાવક તે સવારે, બપોરે અને સાંજે નિયમિત રૂપે કરે છે.
(૪) પ્રત્યેક આઠમ અને ચૌદશે સોળ પહોર સુધી ચાર પ્રકારના ભોજન (અશન, પાન, ખાદ્ય અને
લેહ)ના પરિત્યાગનું નામ પ્રૌષધોપવાસ છે. અહીં પ્રોષધ શબ્દનો અર્થ એકાશન અને ઉપવાસનો
અર્થ સર્વ પ્રકારના ભોજનનો પરિત્યાગ છે. જેમ કે
- જો આઠમને દિવસે પ્રોષધોપવાસ કરવાનો હોય
તો સાતમના દિવસે એકાશન કરીને આઠમે ઉપવાસ કરવો જોઈએ અને ત્યાર પછી નોમે પણ
એકાશન જ કરવું જોઈએ. પ્રોષધોપવાસના સમયે હિંસાદિ પાપ સહિત શરીરશ્રૃંગારાદિનો પણ ત્યાગ
કરવો અનિવાર્ય હોય છે. (૫) જે વનસ્પતિઓ નિગોદના જીવથી વ્યાપ્ત હોય તેના ત્યાગને
સચિત્તત્યાગ કહેવામાં આવે છે. (૬) રાત્રે ભોજનનો પરિત્યાગ કરીને દિવસે જ ભોજન કરવાનો
નિયમ કરવો, એ દિવાભુક્તિપ્રતિમા કહેવાય છે. કેટલાક આચાર્યોના અભિપ્રાય પ્રમાણે દિવસે
મૈથુનના પરિત્યાગને દિવાભુક્તિ (છઠી પ્રતિમા) કહે છે. (૭) શરીરના સ્વભાવનો વિચાર કરીને
કામભોગથી વિરકત થવાનું નામ બ્રહ્મચર્ય પ્રતિમા છે. (૮) કૃષિ અને વેપાર આદિ આરંભના
પરિત્યાગને આરંભત્યાગ પ્રતિમા કહે છે. (૯) ધન
- ધાન્યાદિરૂપ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં
મમત્વબુદ્ધિ છોડીને સંતોષનો અનુભવ કરવો, તેને પરિગ્રહત્યાગપ્રતિમા કહે છે. (૧૦) આરંભ
પરિગ્રહ અને આ લોક સંબંધી અન્ય કાર્યોના વિષયમાં સંમતિ ન દેવાનું નામ અનુમતિત્યાગ છે.
(૧૧) ગૃહવાસ છોડીને ભિક્ષાવૃત્તિથી ભોજન કરતાં ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ કરવો તેને ઉદ્દિષ્ટત્યાગ
કહેવામાં આવે છે. આ પ્રતિમાઓમાં પૂર્વની પ્રતિમાઓનો નિર્વાહ થતાં જ આગળની પ્રતિમામાં
પરિપૂર્ણતા થાય છે, અન્યથા નહીં. ૧૪.
(शार्दूलविक्रीडित)
यत्प्रोक्तं प्रतिमाभिराभिरभितो विस्तारिभिः सूरिभिः
ज्ञातव्यं तदुपासकाध्ययनतो गेहिव्रतं विस्तरात्

Page 10 of 378
PDF/HTML Page 36 of 404
single page version

background image
तत्रापि व्यसनोज्झनं यदि तदप्यासूत्र्यते ऽत्रैव यत्
तन्मूलः सकलः सतां व्रतविधिर्याति प्रतिष्ठां पराम्
।।१५।।
અનુવાદ : આ પ્રતિમાઓ દ્વારા જે ગૃહસ્થ વ્રત (વિકળ ચારિત્ર)નું અહીં
આચાર્યોએ વિસ્તારપૂર્વક કથન કર્યું છે તેને જો અધિક વિસ્તારથી જાણવું હોય તો
ઉપાસકાધ્યયન અંગમાંથી જાણવું જોઈએ. ત્યાં પણ જે વ્યસનનો પરિત્યાગ બતાવવામાં
આવ્યો છે તેનો નિર્દેશ અહીં પણ કરી દેવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે
સાધુઓના સમસ્ત વ્રત વિધાનાદિની ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા વ્યસનોના પરિત્યાગ ઉપર જ
આધાર રાખે છે. ૧૫.
(अनुष्टुप)
द्यूतमांससुरावेश्याखेटचौर्यपराङ्गनाः
महापापानि सप्तेति व्यसनानि त्यजेद्बुधः ।।१६।।
અનુવાદ : જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી; આ રીતે
આ સાત મહાપાપરૂપ વ્યસન છે. બુદ્ધિમાન પુરુષે આ બધાનો ત્યાગ કરવો જોઈએ.
વિશેષાર્થ : ખરાબ ટેવને વ્યસન કહેવામાં આવે છે. આવા વ્યસન સાત છે૧ જુગાર
રમવો, ૨ માંસ ભક્ષણ કરવું, ૩ દારૂ પીવો, ૪ વેશ્યા સાથે સંબંધ રાખવો, ૫ શિકાર કરવો (મૃગ
વગેરે પશુઓના ઘાતમાં આનંદ માનવો), ૬ ચોરી કરવી અને ૭ અન્યની સ્ત્રી પ્રત્યે અનુરાગ રાખવો.
આ સાતે વ્યસન મહાપાપ ઉત્પન્ન કરનાર છે, તેથી વિવેકી જીવે એનો પરિત્યાગ અવશ્ય કરવો
જોઈએ. ૧૬.
(मालिनी)
भवनमिदमकीर्तेश्चौर्यवेश्यादिसर्व-
व्यसनपतिरशेषापन्निधिः पापबीजम्
विषमनरकमार्गेष्वग्रयायीति मत्वा
क इह विशदबुद्धिर्द्यूतमङ्गीकरोति
।।१७।।
અનુવાદ : આ જુગાર નિંદાનું સ્થાન છે, ચોરી અને વેશ્યા આદિ અન્ય સર્વ
વ્યસનોમાં મુખ્ય છે, સમસ્ત આપત્તિઓનું સ્થાન છે, પાપનું કારણ છે તથા દુઃખદાયક
નરકના માર્ગોમાં અગ્રગામી છે; આ રીતે જાણીને અહીં લોકમાં ક્યો નિર્મળ બુદ્ધિનો

Page 11 of 378
PDF/HTML Page 37 of 404
single page version

background image
ધારક મનુષ્ય ઉપર્યુક્ત જુગારનો સ્વીકાર કરે છે? અર્થાત્ નથી કરતો. જે દુર્બુદ્ધિ
મનુષ્ય છે તે જ આ અનેક આપત્તિઓના ઉત્પાદક જુગારને અપનાવે છે, વિવેકી
મનુષ્ય નહિ. ૧૭.
(शार्दूलविक्रीडित)
क्वाकीर्तिः क्व दरिद्रता क्व विपदः क्व क्रोधलोभादयः
चौर्यादिव्यसनं क्व च क्व नरके दुःखं मृतानां नृणाम्
चेतश्चेद्गुरुमोहतो न रमते द्यूते वदन्त्युन्नत
प्रज्ञा यद्भुवि दुर्णयेषु निखिलेष्वेतद्धुरि स्मर्यते ।।१८।।
અનુવાદ : જો ચિત્ત મહામોહથી જુગારમાં રમતું ન હોય તો પછી અપયશ
અથવા નિંદા ક્યાંથી થઈ શકે? ગરીબાઈ ક્યાં રહે? વિપત્તિઓ ક્યાંથી આવે? ક્રોધ અને
લોભ આદિ કષાયો ક્યાંથી ઉત્પન્ન થાય? ચોરી આદિ અન્ય અન્ય વ્યસન ક્યાં રહે?
તથા મરીને નરકોમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોને દુઃખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? (અર્થાત્
જુગારથી વિરક્ત થયેલ મનુષ્યને ઉપર્યુક્ત આપત્તિઓમાંથી કોઈ પણ આપત્તિ પ્રાપ્ત થતી
નથી.) આમ ઉન્નત બુદ્ધિવાળા વિદ્વાનો કહે છે. તે યોગ્ય જ છે કેમ કે સમસ્ત બુરા
વ્યસનોમાં આ જુગાર ગાડાની ધરી (ધોંસરી) સમાન મુખ્ય મનાય છે. ૧૮.
(स्नग्धरा)
बीभत्सु प्राणिघातोद्भवमशुचि कृमिस्थानमश्लाघ्यमूलं
हस्तेनाक्ष्णापि शक्यं यदिह न महतां स्प्रष्टुमालोकितुं च
तन्मांसं भक्ष्यमेतद्वचनमपि सतां गर्हितं यस्य साक्षात्
पापं तस्यात्र पुंसो भुवि भवति कियत्का गतिर्वा न विद्मः
।।१९।।
અનુવાદ : જે માંસ ઘૃણા ઉત્પન્ન કરે છે, મૃગ આદિ પ્રાણીઓના ઘાતથી ઉત્પન્ન
થાય છે, અપવિત્ર છે, કૃમિ આદિ ક્ષુદ્ર જંતુઓનું સ્થાન છે, જેની ઉત્પત્તિ નિંદનીય છે,
તથા મહાપુરુષ જેનો હાથથી સ્પર્શ કરતા નથી અને આંખથી જેને દેખતા પણ નથી ‘તે
માંસ ખાવા યોગ્ય છે’ એવું કહેવું પણ સજ્જનોને માટે નિંદા જનક છે. તો પછી એવું
અપવિત્ર માંસ જે પુરુષ સાક્ષાત્ ખાય છે તેને અહીં લોકમાં કેટલું પાપ થાય છે તથા તેની
કેવી હાલત થાય છે, એ વાત અમે જાણતા નથી.

Page 12 of 378
PDF/HTML Page 38 of 404
single page version

background image
વિશેષાર્થઃમાંસ પ્રથમ તો મૃગ આદિ મૂંગા પ્રાણીઓના વધથી ઉત્પન્ન થાય છે બીજું
તેમાં અસંખ્ય અન્ય ત્રસ જીવ પણ ઉત્પન્ન થઈ જાય છે જેની હિંસા થવી અનિવાર્ય છે. આ કારણે
તેના ભક્ષણમાં હિંસા જનિત પાપનું થવું અવશ્યંભાવી છે. માટે સજ્જન મનુષ્ય તેનો કેવળ પરિત્યાગ
જ નથી કરતા, પણ તેનો તેઓ હાથથી સ્પર્શ કરવો અને આંખે દેખવું પણ ખરાબ સમજે છે.
માંસભક્ષક જીવોની દુર્ગતિ અનિવાર્ય છે. ૧૯.
(शिखरणी)
गतो ज्ञातिः कश्चिद्वहिरपि न यद्येति सहसा
शिरो हत्वा हत्वा कलुषितमना रोदिति जनः
परेषामुत्कृत्य प्रकटितमुखं खादति पलं
कले रे निर्विण्णा वयमिह भवच्चित्रचरितैः
।।२०।।
અનુવાદ : જો કોઈ પોતાનો સંબંધી પોતાના ઠેકાણેથી બહાર જઈને શીઘ્ર આવતો
નથી તો મનુષ્ય મનમાં વ્યાકુળ થતો થકો વારંવાર માથું પીટીને રોવે છે. તે જ મનુષ્ય
અન્ય મૃગ આદિ પ્રાણીઓનું માંસ કાપીને પોતાનું મુખ પહોળું કરીને ખાય છે. હે કળિ
કાળ! અહીં અમે તારી આ વિચિત્ર પ્રવૃત્તિઓથી નિર્વેદ પામ્યા છીએ.
વિશેષાર્થ : જ્યારે પોતાના કોઈ ઈષ્ટ સગા સંબંધી કાર્યવશ ક્યાંય બહાર જાય છે અને
જો તે સમયસર ઘેર પાછા આવતા નથી તો આ માણસ અનિષ્ટની આશંકાથી વ્યાકુળ થઈને માથું
દીવાલ વગેરે સાથે પછાડીને રુદન કરે છે. પાછો તે જ માણસ જે અન્ય પશુ-પક્ષીઓને મારીને
તેમની માતા આદિથી સદા માટે વિયોગ કરાવીને માંસભક્ષણમાં અનુરક્ત થાય છે, એ આ
કળિકાળનો જ પ્રભાવ છે. કાળની આવી પ્રવૃત્તિઓથી વિવેકી જનોનું ચિત્ત વિરક્ત થાય તે
સ્વાભાવિક છે. ૨૦
(मालिनी)
सकलपुरुषधर्मभ्रंशकार्यत्र जन्म
न्यधिकमधिकमग्रे यत्परं दुःखहेतुः
तदपि न यदि मद्यं त्यज्यते बुद्धिमद्भिः
स्वहितमिह किमन्यत्कर्म धर्माय कार्यम्
।।२१।।
અનુવાદ : જે દારૂ આ જન્મમાં સમસ્ત પુરુષાર્થો (ધર્મ, અર્થ અને કામ)નો
નાશ કરનાર છે અને પછીના જન્મમાં અતિ દુઃખનું કારણ છે તે મદ્ય જો બુદ્ધિમાન

Page 13 of 378
PDF/HTML Page 39 of 404
single page version

background image
મનુષ્ય છોડતા નથી તો પછી અહીં લોકમાં ધર્મ માટે પોતાને હિતકારક બીજું ક્યું
કામ કરવા યોગ્ય છે? કોઈ નહીં. અર્થાત્ મદ્ય પીનાર મનુષ્ય એવું કોઈ પણ પવિત્ર
કામ કરી શકતો નથી જે તેને માટે આત્મહિતકારી હોય.
વિશેષાર્થ : શરાબી મનુષ્ય ન તો ધર્મકાર્ય કરી શકે છે કે ન અર્થ ઉપાર્જન કરી શકે
છે અને ન યથેચ્છ ભોગ પણ ભોગવી શકે છે. આવી રીતે તે આ ભવમાં ત્રણે પુરુષાર્થથી રહિત
થાય છે. પરભવમાં તે મદ્યજનિત દોષોથી નરકાદિ દુર્ગતિઓમાં પડીને અસહ્ય દુઃખ પણ ભોગવે
છે. આ જ વિચારથી બુદ્ધિમાન મનુષ્ય તેનો સદાને માટે પરિત્યાગ કરે છે. ૨૧.
(मन्दाक्रान्ता)
आस्तामेतद्यदिह जननीं वल्लभां मन्यमाना
निन्द्याश्चेष्टा विदधति जना निस्त्रपाः पीतमद्याः
तत्राधिक्यं पथि निपतिता यत्किरत्सारमेयाद्
वक्त्रे मूत्रं मधुरमधुरं भाषमाणाः पिबन्ति ।।२२।।
અનુવાદ : દારૂડિયો નિર્લજ્જ થઈને અહીં જે માતાને પત્ની સમજીને
નિન્દનીય ચેષ્ટા (સંભોગ આદિ) કરે છે એ તો દૂર રહો. પણ અધિક ખેદની વાત
તો એ છે કે માર્ગમાં પડેલા તેમના મુખમાં કૂતરા મૂતરે છે અને તેઓ તેને અતિશય
મધુર કહીને પીધા કરે છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
या खादन्ति पलं पिबन्ति च सुरां जल्पन्ति मिथ्यावचः
स्निह्यन्ति द्रविणार्थमेव विदधत्यर्थप्रतिष्ठाक्षतिम्
नीचानामपि दूरवक्रमनसः पापात्मिकाः कुर्वते
लालापानमहर्निशं न नरकं वेश्या विहायापरम्
।।२३।।
અનુવાદ : મનમાં અત્યન્ત કુટિલતા ધારણ કરનારી જે પાપિષ્ઠ વેશ્યાઓ
માંસ ખાય છે, શરાબ પીએ છે, અસત્ય વચન બોલે છે, કેવળ ધનપ્રાપ્તિ માટે જ
સ્નેહ કરે છે. ધન અને પ્રતિષ્ઠા એ બન્નેનોય નાશ કરે છે તથા જે વેશ્યાઓ નીચ
પુરુષોની પણ લાળ પીએ છે. તે વેશ્યાઓ સિવાય બીજું કોઈ નરક નથી. અર્થાત્
તે વેશ્યાઓ નરકગતિની પ્રાપ્તિના કારણ છે. ૨૩.

Page 14 of 378
PDF/HTML Page 40 of 404
single page version

background image
(आर्या )
रजकशिलासद्रशीभिः कुर्कुरकर्परसमानचरिताभिः
गणिकाभिर्यदि संगः कृतमिह परलोकवार्ताभिः ।।२४।।
અનુવાદ : જે વેશ્યાઓ ધોબીના કપડા ધોવાની શિલા સમાન છે તથા જેમનું
આચરણ કુતરાના હાડકા સમાન છે એવી વેશ્યાઓનો જો સંગ કરવામાં આવે તો
પછી અહીં પરભવની વાતોથી બસ થાવ.
વિશેષાર્થ : જેવી રીતે ધોબીના પત્થર ઉપર સારા ખરાબ બધી જાતના કપડા ધોવામાં
આવે છે તથા જેમ એક હાડકાના ટૂકડાને અનેક કૂતરા ખેંચે છે તેવી જ રીતે જે વેશ્યાઓ સાથે ઊંચ
અને નીચ બધી જાતના માણસો સંબંધ રાખે છે તે વેશ્યાઓમાં અનુરક્ત રહેવાથી આ ભવમાં ધન અને
પ્રતિષ્ઠાનો નાશ થાય છે તથા પરભવમાં નરકાદિનું મહાન કષ્ટ ભોગવવું પડે છે. તેથી આ ભવ અને
પરભવમાં આત્મ
- કલ્યાણ ઇચ્છનારા સત્પુરુષોએ વેશ્યા વ્યસનનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૪.
(स्रग्धरा)
या दुर्दुहैकवित्ता वनमधिवसति त्रातृसंबन्धहीना
भीतिर्यस्यां स्वभावाद्दशनधृततृणा नापराधं करोति
वध्यालं सापि यस्मिन् ननु मृगवनितामांसपिण्डप्रलोभात्
आखेटेऽस्मिन्रतानामिह किमु न किमन्यत्र नो यद्विरूपम्
।।२५।।
અનુવાદ : જે હરણી દુઃખદાયક એક માત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી
વનમાં રહે છે, રક્ષકના સંબંધ વિનાની છે અર્થાત્ જેને કોઈ રક્ષક નથી, જેને
સ્વભાવથી જ ભય રહે છે તથા જે દાંતોમાં ઘાસ ધારણ કરતી થકી અર્થાત્ ઘાસ
થકી કોઈનો અપરાધ કરતી નથી; આશ્ચર્ય છે કે તે પણ મૃગની સ્ત્રી અર્થાત્ હરણી
માંસ પિંડના લોભથી જે મૃગયાના વ્યસનમાં શિકારીઓ દ્વારા મરાય છે તે મૃગયા
(શિકાર)માં આસક્ત મનુષ્યોને આ લોકમાં અને પરલોકમાં ક્યું પાપ થતું નથી?
વિશેષાર્થ : એ એક પ્રાચીન પદ્ધતિ છે કે જે શત્રુ દાંતતળે ઘાસનું તણખલું રાખીને સામે
આવે તેને વીર પુરુષો પરાજિત સમજીને છોડી દેતા હતા, પછી તેમની ઉપર તેઓ શસ્ત્ર પ્રહાર
કરતા નહિ. પરંતુ ખેદ એ વાતનો છે કે શિકારીઓ એવા નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓનો પણ
ઘાત કરે છે જે ઘાસનું ભક્ષણ કરતાં મુખમાં તૃણ દબાવી રહે છે. એ જ ભાવ
‘दर्शनधृततृणा’
પદદ્વારા ગ્રંથકારે અહીં સૂચવ્યો છે. ૨૫.