Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 26-61 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 21

 

Page 15 of 378
PDF/HTML Page 41 of 404
single page version

background image
(मालिनी )
तनुरपि यदि लग्ना कीटिका स्याच्छरीरे
भवति तरलचक्षुर्व्याकुलो यः स लोकः
कथमिह मृगयाप्तानन्दमुत्खातशस्त्रो
मृगमकृतविकारं ज्ञातदुःखोऽपि हन्ति
।।२६।।
અનુવાદ : જ્યારે પોતાના શરીરમાં નાનકડી કીડી કે જંતુ ચડી જાય ત્યારે
તે મનુષ્ય વ્યાકુળ થઈને ચપળ નેત્રોથી તેને આમતેમ શોધે છે. પાછો તે જ મનુષ્ય
પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ શિકારથી પ્રાપ્ત થનાર
આનંદની ખોજમાં ક્રોધાદિ વિકાર રહિત નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શસ્ત્ર
ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે છે? ૨૬.
(शार्दूलविक्रीडित)
यो येनैव हतः स तं हि बहुशो हन्त्येव यैर्वञ्चितो
नूनं वञ्चयते स तानपि भृशं जन्मान्तरे ऽप्यत्र च
स्त्रीबालादिजनादपि स्फु टमिदं शास्त्रादपि श्रूयते
नित्यं वञ्चनहिंसनोज्झनविधौ लोकाः कुतो मुह्यत
।।२७।।
અનુવાદ : જે મનુષ્ય જેના દ્વારા મરાય છે તે મનુષ્ય પોતાને મારનાર તે
મનુષ્યને પણ અનેક વાર મારે જ છે. એવી જ રીતે જે પ્રાણી બીજા લોકો દ્વારા
છેતરાયો છે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માન્તરમાં અને આ જન્મમાં પણ અવશ્ય
ઠગે છે. આ વાત સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમ જ શાસ્ત્ર પાસેથી પણ સ્પષ્ટપણે
સાંભળવામાં આવે છે. છતાં લોકો હંમેશાં દગાબાજી અને હિંસાનો ત્યાગ કરવામાં
કેમ મોહ પામે છે? અર્થાત્ તેમણે મોહ છોડીને હિંસા અને અન્યને છેતરવાનો
પરિત્યાગ સદા માટે અવશ્ય કરી દેવો જોઈએ. ૨૭.
(शार्दूलविक्रीडित)
अर्थादौ प्रचुरप्रपञ्चरचनैर्ये वञ्चयन्ते परान्
नूनं ते नरकं व्रजन्ति पुरतः पापव्रजादन्यतः

Page 16 of 378
PDF/HTML Page 42 of 404
single page version

background image
प्राणाः प्राणिषु तन्निबन्धनतया तिष्ठन्ति नष्टे धने
यावान् दुःखभरो नरे न मरणे तावानिह प्रायशः
।।२८।।
અનુવાદ : જે મનુષ્ય ધન આદિ કમાવામાં અનેક પ્રપંચો રચીને બીજાઓને
છેતર્યા કરે છે તેઓ નિશ્ચયથી તે પાપના પ્રભાવથી બીજાઓની સામે જ નરકમાં જાય
છે. કારણ એ છે કે પ્રાણીઓમાં પ્રાણ ધનના નિમિત જ રહે છે, ધન નષ્ટ થઈ જતાં
મનુષ્યને જેટલું અધિક દુઃખ થાય છે તેટલું ઘણું કરીને મરતી વખતે પણ થતું નથી. ૨૮.
(शार्दूलविक्रीडित)
चिन्ताव्याकुलताभयारतिमतिभ्रंशातिदाहभ्रम
क्षुत्तृष्णाहतिरोगदुःखमरणान्येतान्यहो आसताम्
यान्यत्रैव पराङ्गनाहितमतेस्तद्भूरि दुःखं चिरं
श्वभ्रे भावि यदग्निदीपितवपुर्लोहाङ्गनालिङ्गनात्
।।२९।।
અનુવાદ : પરસ્ત્રીમાં અનુરાગબુદ્ધિ રાખનાર વ્યક્તિને જે આ જન્મમાં ચિંતા,
આકુળતા, ભય, દ્વેષભાવ, બુદ્ધિનો વિનાશ, અત્યન્ત સંતાપ, ભ્રાંતિ, ભૂખ, તરસ,
આઘાત, રોગ વેદના અને મરણરૂપ દુઃખ પ્રાપ્ત થાય છે; એ તો દૂર રહો, પરંતુ
પરસ્ત્રી સેવનજનિત પાપના પ્રભાવથી અન્ય જન્મમાં નરકગતિ પ્રાપ્ત થતાં અગ્નિમાં
તપાવેલા લોહમય સ્ત્રીઓના આલિંગનથી જે ચિરકાળ સુધી ઘણું દુઃખ પ્રાપ્ત થવાનું
છે તે તરફ પણ તેનું ધ્યાન જતું નથી, એ કેટલા આશ્ચર્યની વાત છે. ૨૯.
(शार्दूलविक्रीडित)
धिक् तत्पौरुषमासतामनुचितास्ता बुद्धयस्ते गुणाः
मा भून्मित्रसहायसंपदपि सा तज्जन्म यातु क्षयम्
लोकानामिह येषु सत्सु भवति व्यामोहमुद्राङ्कितं
स्वप्ने ऽपि स्थितिलङ्घनात्परधनस्त्रीषु प्रसक्तं मनः
।।३०।।
અનુવાદ : જે પૌરુષ આદિ હોતાં લોકોનું વ્યામોહ પામેલું મન મર્યાદાનું
ઉલ્લંઘન કરીને સ્વપ્નમાં પણ પરધન અને પરસ્ત્રીઓમાં આસક્ત થાય છે તે
પૌરુષને ધિક્કાર છે તે અયોગ્ય વિચાર અને તે અયોગ્ય ગુણ દૂર જ રહો, એવા

Page 17 of 378
PDF/HTML Page 43 of 404
single page version

background image
મિત્રોની સહાયતારૂપ સંપત્તિ પણ પ્રાપ્ત ન થાવ તથા તે જન્મ પણ નાશ પામો.
અભિપ્રાય એ છે કે જો ઉપર્યુક્ત સામગ્રી હોતાં લોકોનું મન લોકમર્યાદા
છોડીને પરધન અને પરસ્ત્રીમાં આસક્ત થાય છે તો તે બધી સામગ્રી ધિક્કારવા
યોગ્ય છે. ૩૦.
(शार्दूलविक्रीडित)
द्यूताद्घर्मसुतः पलादिह बको मद्याद्यदोर्नन्दनाः
चारुः कामुकया मृगान्तकतया स ब्रह्मदत्तो नृपः
चौर्यत्वाच्छिवभूतिरन्यवनितादोषाद्दशास्यो हठात्
एकैकव्यसनाहता इति जनाः सर्वैर्न को नश्यति
।।३१।।
અનુવાદ : અહીં જુગારથી યુધિષ્ઠિર, માંસથી બક રાજા, મદ્યથી યાદવો,
વેશ્યાસેવનથી ચારુદત્ત, મૃગોના વિનાશરૂપ શિકારથી બ્રહ્મદત્ત રાજા, ચોરીથી શિવભૂતિ
બ્રાહ્મણ તથા પરસ્ત્રીદોષથી રાવણ; આ રીતે એક એક વ્યસનના સેવનથી આ સાતેય
જણ મહાન કષ્ટ પામ્યા છે. તો પછી જે બધા વ્યસનોનું સેવન કરે છે તેનો વિનાશ
કેમ ન થાય? અવશ્ય થાય.
વિશેષાર્થ : ‘यत् पुंसः श्रेयसः व्यस्यति तत् व्यसनम्’ અર્થાત્ જે મનુષ્યોને કલ્યાણના માર્ગથી
ભ્રષ્ટ કરીને દુઃખ પ્રાપ્ત કરાવે છે તેને વ્યસન કહેવામાં આવે છે. આવા વ્યસન મુખ્યપણે સાત
છે. તેમનું વર્ણન આગળ થઈ ગયું છે. એમાંથી કેવળ એક એક વ્યસનમાં જ તત્પર રહેવાથી જે
યુધિષ્ઠિર આદિ મહાન દુઃખ પામ્યા છે, તેમના નામોનો નિર્દેશ માત્ર અહીં કરવામાં આવ્યો છે.
સંક્ષેપમાં તેમની કથા આ રીતે છે.
૧. યુધિષ્ઠિરઃહસ્તિનાપુરમાં ધૃતરાજ નામના એક પ્રસિદ્ધ રાજા હતા. તેને અંબિકા,
અંબાલિકા અને અંબા નામની ત્રણ રાણીઓ હતી. એમાંથી અંબિકાથી ધૃતરાષ્ટ્ર, અંબાલિકાથી પાંડુ
અને અંબાથી વિદુર ઉત્પન્ન થયા હતા. એમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન આદિ સો પુત્ર તથા પાંડુને
યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ નામના પાંચ પુત્ર હતા. પાંડુ રાજા સ્વર્ગવાસી થયા
પછી કૌરવો અને પાંડવોમાં રાજ્ય નિમિત્તે પરસ્પર વિવાદ થવા લાગ્યો હતો. એક વખત યુધિષ્ઠિર
દુર્યોધન સાથે ધૃતક્રીડા કરવા તૈયાર થયા. તેઓ તેમાં બધી સંપત્તિ હારી ગયા. અંતે તેમણે દ્રૌપદી
આદિને પણ દાવમાં મૂકી અને દુર્યોધને એને પણ જીતી લીધી. તેથી દ્રૌપદીને અપમાનિત થવું પડ્યું
તથા કુંતી અને દ્રૌપદી સાથે પાંચે ભાઈઓને બાર વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું. તે સિવાય તેમને
જુગારના વ્યસનને કારણે બીજા પણ અનેક દુઃખ સહેવા પડ્યા.

Page 18 of 378
PDF/HTML Page 44 of 404
single page version

background image
૨. બકરાજાઃકુશાગ્રપુરમાં ભૂપાળ નામનો રાજા હતો. તેની પત્નીનું નામ લક્ષ્મીમતી
હતું. એમને બક નામનો એક પુત્ર હતો જે માંસભક્ષણનો બહુ લોલુપી હતો. રાજા દર વર્ષે
અષ્ટાહ્નિકા પર્વ આવતાં જીવહિંસા ન કરવાની ઘોષણા કરાવતા હતા. તેણે માંસભક્ષી પોતાના પુત્રની
પ્રાર્થનાથી કેવળ એક પ્રાણીની હિંસાની છૂટ આપીને તેને પણ બીજા પ્રાણીની હિંસા ન કરવાનો
નિયમ કરાવ્યો હતો. તે પ્રમાણે જ તેણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એક વખતે રસોઈયો
માંસ મૂકીને કાર્ય પ્રસંગે ક્યાંક બહાર ચાલ્યો ગયો હતો. એટલામાં એક બિલાડી તે માંસ ખાઈ
ગઈ હતી. રસોઇયાને તેથી ખૂબ ચિંતા થઈ, તે વ્યાકુળ થઈને માંસની શોધમાં શહેરની બહાર ગયો.
તેણે એક મરેલા બાળકને જમીનમાં દાટતા જોયું. તક મેળવીને તે તેને કાઢી લાવ્યો અને તેનું માંસ
રાંધીને બક રાજકુમારને ખવરાવી દીધું, તે દિવસનું માંસ તેને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું. બકે કોઈ પણ
ઉપાયે રસોઇયા પાસેથી યથાર્થ સ્થિતિ જાણી લીધી. તેણે દરરોજ આ જ પ્રકારનું માંસ ખવરાવવા
માટે રસોઇયાને ફરજ પાડી. બિચારો રસોઇયો રોજ ચણા અને લાડુ વગેરે લઈને જતો અને કોઈ
એક બાળકને ફોસલાવીને લઈ આવતો. તેથી નગરમાં બાળકો ઘટવા માંડ્યા. નગરજનો તેથી ખૂબ
ચિંતાતુર થઈ ગયા હતા. છેવટે એક દિવસે તે રસોઇયાને બાળક સાથે પકડી લેવામાં આવ્યો.
લોકોએ તેને ઢીંકા પાટુ મારવાનું શરૂ કરી દીધું. તેથી ગભરાઈને તેણે સાચી વસ્તુ જણાવી દીધી.
તે દરમ્યાન પિતા દીક્ષિત થઈ જવાથી બકને રાજ્યની પણ પ્રાપ્તિ થઈ ગઈ હતી. નગરજનોએ મળીને
તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યો. તે શહેરની બહાર રહીને મરેલા મનુષ્યોના મડદા ખાવા લાગ્યો. જ્યારે
કોઈવાર તેને જો જીવતો માણસ મળી જતો તો તે તેને પણ ખાઈ જતો. લોકો તેને રાક્ષસ કહેવા
લાગ્યો હતા. છેવટે તેને કોઈ રીતે વસુદેવે મારી નાખ્યો હતો. તેને માંસ ભક્ષણના વ્યસનથી આ
રીતે દુઃખ સહેવું પડ્યું.
૩ યાદવઃકોઈ વખતે ભગવાન નેમિનાથ જિનેશ્વરનું સમવસરણ ગિરનાર પર્વત
ઉપર આવ્યું હતું. તે વખતે અનેક નગરજનો તેમને વંદન કરવા અને તેમનો ઉપદેશ શ્રવણ કરવા
માટે ગિરનાર પર્વત ઉપર પહોંચ્યા હતા, ધર્મશ્રવણના અંતે બળદેવે પૂછ્યું કે ભગવન્! આ
દ્વારકાપુરી કુબેરે બનાવી છે. તેનો નાશ ક્યારે અને કેવી રીતે થશે? ઉત્તરમાં ભગવાન નેમિજિન
બોલ્યા કે આ નગર મદ્યના નિમિત્તે બાર વર્ષમાં દ્વીપાયનકુમાર દ્વારા ભસ્મીભૂત થશે. આ
સાંભળીને રોહિણીનો ભાઈ દ્વીપાયનકુમાર દીક્ષિત થઈ ગયો અને આ અવધિ પૂરી કરવા માટે
પૂર્વદેશમાં જઈને તપ કરવા લાગ્યો. ત્યાર પછી તે દ્વીપાયનકુમાર ભ્રમથી ‘હવે બાર વર્ષ વીતી
ગયા’ એમ સમજીને ફરીથી પાછો આવી ગયો અને દ્વારકાની બહાર પર્વત પાસે તપ કરવા
લાગ્યો. અહીં જિનવચન અનુસાર મદ્યને દ્વારકાદહનનું કારણ સમજીને કૃષ્ણે પ્રજાને મદ્ય અને
તેની સાધનસામગ્રીને પણ દૂર ફેંકી દેવાનો આદેશ આપ્યો હતો. તે પ્રમાણે દારૂ પીનારાઓએ મદ્ય
અને તેના સાધનો કાદંબ પર્વત પાસે એક ખાડામાં ફેંકી દીધા હતા. એ જ સમયે શંબુ આદિ
રાજકુમારો વનક્રીડા માટે ત્યાં ગયા હતા. તેમણે તરસથી પીડાઈને પહેલા ફેંકી દીધેલ તે મદ્યને

Page 19 of 378
PDF/HTML Page 45 of 404
single page version

background image
પાણી સમજીને પી ગયા. તેથી ઉન્મત્ત થઈને તે નાચતા ગાતા દ્વારકા તરફ પાછા આવી રહ્યા
હતા. તેમણે માર્ગમાં દ્વીપાયન મુનિને ઉભેલા જોઈને તેમને દ્વારિકાના બાળનાર સમજીને તેમના
ઉપર પથ્થર ફેંકવા શરૂ કર્યા. જેથી ક્રોધવશ મરણ પામીને તે અગ્નિકુમાર દેવ થયા. તેણે ચારે
બાજુથી દ્વારિકાપુરીને અગ્નિથી પ્રજ્વલિત કરી દીધી. આ દુર્ઘટનામાં કૃષ્ણ અને બળદેવ સિવાય
બીજું કોઈ પણ પ્રાણી જીવિત રહી શક્યું નહિ. આ બધું મદ્યપાનના દોષથી થયું હતું.
૪. ચારુદત્તઃચંપાપુરીમાં એક ભાનુદત્ત નામના શેઠ હતા. તેમની પત્નીનું નામ સુભદ્રા
હતું. આ બન્નેની યુવાન અવસ્થા પુત્ર વિના જ વીતી ગઈ. ત્યાર પછી તેમને એક પુત્ર ઉત્પન્ન
થયો જેનું નામ ચારુદત્ત રાખવામાં આવ્યું, તેને બાળપણમાં જ અણુવ્રતની દીક્ષા આપવામાં આવી
હતી. તેનો વિવાહ મામા સર્વાર્થની પુત્રી મિત્રવતી સાથે થયો હતો. ચારુદત્તને શાસ્ત્રનું વ્યસન હતું,
તેથી પત્ની પ્રત્યે તેને જરા પણ પ્રેમ નહોતો. ચારુદત્તની માતાએ તેને કામભોગમાં આસક્ત કરવા
માટે રુદ્રદત્ત (ચારૂદત્તના કાકા) ને પ્રેરણા કરી. તે કોઈ પણ બહાને ચારુદત્તને કલિંગસેના વેશ્યાને
ત્યાં લઈ ગયો. તેને એક વસન્તસેના નામની સુંદર પુત્રી હતી. ચારુદત્તને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો.
તેનામાં આસક્ત હોવાથી કલિંગસેનાએ વસન્તસેના સાથે ચારૂદત્તના લગ્ન કરી દીધા હતા. તે
વસન્તસેનાને ત્યાં બાર વર્ષ રહ્યો. તેનામાં અત્યંત આસક્ત હોવાથી જ્યારે ચારૂદત્તે કદી માતા, પિતા
અને પત્નીને પણ યાદ ન કરી તો પછી બીજા કામની બાબતમાં શું કહેવાય? આ દરમ્યાન
કલિંગસેનાને ત્યાં ચારુદત્તના ઘરેથી સોળ કરોડ દીનાર આવી ગઈ હતી. ત્યાર પછી જ્યારે
કલિંગસેનાએ મિત્રવતીના આભૂષણો પણ આવતા જોયા ત્યારે તેણે વસન્તસેનાને ધનહીન ચારુદત્તને
છોડી દેવાનું કહ્યું. માતાના આ વચનો સાંભળીને વસન્તસેનાને અત્યન્ત દુઃખ થયું. તેણે કહ્યું હે
માતા! ચારુદત્ત સિવાય હું કુબેર જેવા સંપત્તિવાન બીજા પુરુષને ચાહતી નથી. માતાએ પુત્રીનો
દુરાગ્રહ જોઈને અન્ય ઉપાય વડે ચારૂદત્તને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તેણે ઘેર
જઈને દુઃખમાં સમય વીતાવતી માતા અને પત્નીને જોઈ તેમને આશ્વાસન આપીને ચારુદત્ત ધન
મેળવવા માટે બીજા દેશમાં ચાલ્યો ગયો. તે અનેક દેશો અને દ્વીપોમાં ગયો, પરંતુ બધે તેને મહાન
કષ્ટોનો સામનો કરવો પડ્યો. અંતે તે પૂર્વના ઉપકારી બે દેવોની સહાયથી મહાન વૈભવ સહિત
ચંપાપુરીમાં પાછો આવી ગયો. તેણે વસન્તસેનાને પોતાને ઘેર બોલાવી લીધી. પછી મિત્રવતી અને
વસન્તસેના આદિ સાથે સુખપૂર્વક કેટલોક કાળ વીતાવીને ચારુદત્તે જિનદીક્ષા લઈ લીધી. આ રીતે
તપશ્ચરણ કરતો થકો તે મરણ પામીને સર્વાર્થસિદ્ધિમાં દેવ થયો. જે વેશ્યા વ્યસનને કારણે ચારુદત્તને
અનેક કષ્ટ સહન કરવા પડ્યા તેને વિવેકી જીવોએ સદાને માટે છોડી દેવા જોઈએ.
૫. બ્રહ્મદત્તઃઉજ્જયિની નગરીમાં એક બ્રહ્મદત્ત નામનો રાજા હતો. તે મૃગયા
(શિકાર)ના વ્યસનમાં અત્યંત આસક્ત હતો. કોઈ વખતે તે શિકાર માટે વનમાં ગયો હતો. તેણે
ત્યાં એક શિલા ઉપર ધ્યાન સ્થિત મુનિને જોયા. તેથી તેનું શિકારનું કામ નિષ્ફળ થઈ ગયું. તે
બીજે દિવસે પણ ઉક્ત વનમાં શિકાર કરવા માટે ગયો, પરંતુ મુનિના પ્રભાવથી ફરીથી પણ તેને

Page 20 of 378
PDF/HTML Page 46 of 404
single page version

background image
આ કાર્યમાં સફળતા ન મળી. આ રીતે તે કેટલાય દિવસ ત્યાં ગયો, પરંતુ તેને આ કાર્યમાં
સફળતા ન મળી શકી. તેથી તેને મુનિ ઉપર અતિશય ક્રોધ ઉત્પન્ન થયો. કોઈ એક દિવસ જ્યારે
મુનિ આહાર માટે નગરમાં ગયા હતા ત્યારે બ્રહ્મદત્તે અવસર જોઈને તે શિલાને અગ્નિથી બાળી
નાખી. એ દરમ્યાન મુનિરાજ પણ ત્યાં પાછા આવ્યા અને ઝડપથી તે બળતી શિલા ઉપર બેસી
ગયા. તેમણે ધ્યાન છોડ્યું નહિ, તેથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ અંતઃકૃત્ કેવળી થઈને
મુક્તિ પામ્યા. અહીં બ્રહ્મદત્ત રાજા શિકારના વ્યસન અને મુનિના તીવ્રદ્વેષના કારણે સાતમી
નરકમાં નારકી થયો. ત્યાર પછી વચ્ચે વચ્ચે ક્રૂર હિંસક તિર્યંચ થઈને ક્રમપૂર્વક છઠ્ઠી અને પાંચમી
આદિ બાકીની નરકભૂમિમાં પણ ગયો. શિકારના વ્યસનમાં આસકત હોવાથી પ્રાણીઓને આવા
જ ભયાનક કષ્ટ સહન કરવા પડે છે.
૬. શિવભૂતિઃબનારસ નગરમાં રાજા જયસિંહ રાજ્ય કરતો હતો. રાણીનું નામ
જયાવતી હતું. આ રાજાને એક શિવભૂતિ નામનો પૂરોહિત હતો. તે પોતાના સત્યવાદિતાને કારણે
પૃથ્વી પર ‘સત્યઘોષ’ નામે પ્રસિદ્ધ થઈ ગયો હતો. તેણે પોતાની યજ્ઞોપવીતમાં એક છરી બાંધી
રાખી હતી. તે કહ્યા કરતો કે જો હું કદાચ જૂઠું બોલું તો આ છરીથી મારી જીભ કાપી નાખીશ.
આ વિશ્વાસથી ઘણા માણસો એની પાસે સાચવવા માટે પોતાનું ધન રાખતા હતા. કોઈ એક દિવસે
પદ્મપુરથી એક ધનપાળ નામનો શેઠ આવ્યો અને એની પાસે પોતાના અત્યંત કિંમતી ચાર રત્નો
રાખીને વ્યાપાર માટે પરદેશમાં ચાલ્યો ગયો. તે બાર વર્ષ વિદેશમાં રહીને અને ઘણું ધન કમાઈને
પાછો આવી રહ્યો હતો. રસ્તામાં તેની નાવ ડૂબી ગઈ અને બધું ધન નાશ પામ્યું. આ રીતે તે
ધનહીન થઈને બનારસ પાછો પહોંચ્યો. તેણે શિવભૂતિ પુરોહિત પાસે પોતાના ચાર રત્નો પાછા
માગ્યાં. પુરોહિતે ગાંડો ગણાવીને તેને ઘરમાંથી બહાર કઢાવી મૂક્યો. ગાંડો સમજીને જ તેની વાત
રાજા વગેરે કોઈએ પણ ન સાંભળી. એક દિવસ રાણીએ તેની વાત સાંભળવા માટે રાજાને આગ્રહ
કર્યો. રાજાએ તેને પાગલ કહ્યો તે સાંભળીને રાણીએ કહ્યું કે પાગલ તે નથી પણ તમે જ છો.
ત્યાર પછી રાજાની આજ્ઞા પ્રમાણે રાણીએ તેને માટે કાંઈક ઉપાય વિચાર્યો. તેણે પુરોહિત સાથે
જુગાર રમતાં તેની વીંટી અને છરી સહિત યજ્ઞોપવીત પણ જીતી લીધી અને તેને ઓળખાણની
નિશાની તરીકે પુરોહિતની સ્ત્રી પાસે મોકલીને તે ચારેય રત્નો મંગાવી લીધા. રાજાને શિવભૂતિના
આ વ્યવહારથી ખૂબ દુઃખ થયું. રાજાએ તેને છાણનું ભક્ષણ, મુષ્ટિઓનો પ્રહાર અથવા પોતાના
દ્રવ્યનું સમર્પણ આ ત્રણમાંથી કોઈ પણ એક દંડ સહન કરવાની ફરજ પાડી. તે પ્રમાણે તે છાણ
ખાવા તૈયાર થયો પરંતુ ખાઈ ન શક્યો. તેથી મુષ્ટિના પ્રહારની ઇચ્છા પ્રગટ કરી. તે પ્રમાણે મલ્લોએ
મુષ્ટિઓનો પ્રહાર કરતાં તે મરી ગયો અને રાજાના ભંડારમાં સર્પ થયો. આ રીતે તેને ચોરીના
વ્યસનના કારણે આ કષ્ટ સહન કરવું પડ્યું.
૭. રાવણઃકોઈ સમયે અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા. તેમને
ચાર પત્ની હતી. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા. એમને ક્રમશઃ આ ચાર પુત્ર ઉત્પન્ન

Page 21 of 378
PDF/HTML Page 47 of 404
single page version

background image
થયા હતા. રામચન્દ્ર, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એક દિવસ રાજા દશરથને પોતાનો વાળ
સફેદ દેખાયો. તેથી તેમને ઘણો વૈરાગ્ય થયો. તેમણે રામચંદ્રને રાજ્ય આપીને જિનદીક્ષા લેવાનો
નિશ્ચય કર્યો. પિતાની સાથે ભરતનો પણ દીક્ષા લેવાનો વિચાર જાણીને તેની માતા કૈકેયી બહુ
દુઃખી થઈ. તેણીએ એનો એક ઉપાય વિચારીને રાજા દશરથ પાસે પૂર્વે અપાયેલું વરદાન માગ્યું.
રાજાનો સ્વીકાર મેળવીને તેણે ભરતને રાજ્ય આપવાની ઇચ્છા પ્રગટ કરી. રાજા વિચારમાં પડી
ગયા. તેમને ખેદખિન્ન જોઈને રામચંદ્રે મંત્રીઓને તેનું કારણ પૂછ્યું અને તેમની પાસેથી ઉપર્યુક્ત
સમાચાર જાણીને પોતે જ ભરતને પ્રસન્નતાથી રાજ્યતિલક કરી દીધું. ત્યાર પછી ‘મારા અહીં
રહેવાથી ભરતની પ્રતિષ્ઠા નહિ રહી શકે’ આ વિચારથી તે સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યાથી
બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે જતાં તેઓ દંડકવનની મધ્યમાં પહોંચીને ત્યાં સ્થિર થયા. અહીં
વનની શોભા જોતાં લક્ષ્મણ આમ તેમ ઘૂમી રહ્યા હતા. તેમને એક વાંસોના સમૂહમાં લટકતું
એક ખડ્ગ (ચન્દ્રહાસ) જોવામાં આવ્યું. તેમણે ઝડપીને તે હાથમાં લઈ લીધું અને પરીક્ષા માટે
તે જ વાંસના સમૂહ ઉપર ચલાવ્યું. તેથી વાસના સમૂહ સાથે તેની અંદર બેઠેલા શંબૂકકુમારનું
મસ્તક કપાઈને જુદું થઈ ગયું. આ શંબૂકકુમાર જ તેને અહીં બેસીને બાર વર્ષથી સિદ્ધ કરી
રહ્યો હતો. આ ઘટનાના થોડા જ સમય પછી ખરદૂષણની પત્ની અને શમ્બૂકની માતા સૂર્પનખા
ત્યાં આવી પહોંચી. પુત્રની આવી દશા જોઈને તે વિલાપ કરતી આમ તેમ શત્રુની શોધ કરવા
લાગી. તે થોડે જ દૂર રામચંદ્ર અને લક્ષ્મણને જોઈને તેમના રૂપ ઉપર મોહિત થઈ ગઈ.
તેણીએ એ માટે બંનેને પ્રાર્થના કરી, પરંતુ જ્યારે બન્નેમાંથી કોઈએ પણ તેનો સ્વીકાર ન કર્યો
ત્યારે તે પોતાનું શરીર વિકૃત કરીને ખરદૂષણ પાસે પહોંચી અને તેને યુદ્ધ માટે ઉત્તેજિત કર્યો.
ખરદૂષણ પણ પોતાના સાળા રાવણને એને સૂચના કરાવીને યુદ્ધ માટે નીકળી પડ્યો. સેના
સહિત ખરદૂષણને આવતો જોઈને લક્ષ્મણ પણ યુદ્ધ માટે ચાલી નીકળ્યો. તે જતી વખતે
રામચંદ્રને એમ કહેતા ગયા કે હું વિપત્તિગ્રસ્ત થઈને સિંહનાદ કરૂં તો જ તમે મારી સહાય માટે
આવજો, નહિ તો અહીં સ્થિત રહીને સીતાની રક્ષા કરજો. એ દરમ્યાન પુષ્પકવિમાનમાં બેસીને
રાવણ પણ ખરદૂષણની મદદ માટે લંકાથી અહીં આવી રહ્યો હતો. તે અહીં સીતાને બેઠેલી
જોઈને તેના રૂપ ઉપર મોહિત થઈ ગયો અને તેને ઉપાડી જવાનો ઉપાય વિચારવા લાગ્યો, તેણે
ખાસ વિદ્યાથી જાણીને થોડે દૂરથી સિંહનાદ કર્યો. તેથી રામચંદ્ર લક્ષ્મણને આપત્તિમાં પડેલા
સમજીને તેમને મદદ કરવા માટે ચાલ્યા ગયા. આ રીતે રાવણ તક મેળવીને સીતાને હરીને લઈ
ગયો. આ તરફ લક્ષ્મણ ખરદૂષણને મારીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તે અકસ્માત્
રામચંદ્રને આ તરફ આવતા જોઈને ખૂબ ચિન્તાતુર થયા. તેણે તરત જ રામચંદ્રને પાછા જવા
માટે કહ્યું. તેમને પાછા ફરતાં ત્યાં સીતા જોવામાં આવી નહિ. તેથી તે બહુ વ્યાકુળ થયા. થોડી
વારમાં લક્ષ્મણ પણ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે તેમને સુગ્રીવ આદિ વિદ્યાધરોનો પરિચય
થયો. કોઈ પણ ઉપાયે હનુમાન લંકા પહોંચી ગયા. તેમણે ત્યાં રાવણના બગીચામાં બેઠેલા
સીતાને અત્યંત વ્યાકુળ જોઈને આશ્વાસન આપ્યું અને તરત જ પાછા આવીને રામચંદ્રને બધી

Page 22 of 378
PDF/HTML Page 48 of 404
single page version

background image
હકીકત કહી સંભળાવી. અંતે યુદ્ધની તૈયારી કરીને રામચંદ્ર સેના સહિત લંકા જઈ પહોંચ્યા.
તેમણે સીતાને પાછી આપવા માટે રાવણને બહુ સમજાવ્યો પણ તે સીતાને પાછી આપવા તૈયાર
થયો નહિ. તેને આવી રીતે પરસ્ત્રીમાં આસક્ત જોઈને તેનો પોતાનો ભાઈ વિભીષણ પણ
રીસાઈને રામચંદ્રની સેનામાં આવી મળ્યો. છેવટે બન્ને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું, જેમાં રાવણના
અનેક કુટુંબીઓ અને તે પોતે પણ માર્યો ગયો. પરસ્ત્રીના મોહથી રાવણની બુદ્ધિ નાશ પામી
હતી, તેથી તેને બીજા હિતેચ્છક માણસોના પ્રિય વચનો પણ અપ્રિય જ લાગ્યા અને અંતે તેને
આ જાતનું દુઃખ સહન કરવું પડ્યું. ૩૧.
(आर्या)
न परमियन्ति भवन्ति व्यसनान्यपराण्यपि प्रभूतानि
त्यक्त्वा सत्पथमपथप्रवृत्तयः क्षुद्रबुद्धीनाम् ।।३२।।
અનુવાદ : કેવળ આટલા (સાત) જ વ્યસન નથી, પણ બીજા ય ઘણા વ્યસનો
છે કારણ કે અલ્પમતિ મનુષ્ય સમીચીન માર્ગ છોડીને કુત્સિત માર્ગમાં પ્રવૃત્ત થયા
કરે છે.
વિશેષાર્થ : જે અસત્ પ્રવૃત્તિઓ મનુષ્યને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે તેમનું નામ વ્યસન
છે. એવા વ્યસન ઘણા હોઈ શકે છે. તેમની આ સાતની સંખ્યા સ્થૂળપણે જ નક્કી કરવામાં આવી
છે. કારણ કે મંદબુદ્ધિ મનુષ્ય સન્માર્ગથી ચ્યુત થઇને વિવિધ રીતે કુમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેમની
આ બધી પ્રવૃત્તિઓ વ્યસનમાં જ સમાયેલી તેથી વ્યસનોની આ સાતની સંખ્યા સ્થૂળરૂપે જ સમજવી
જોઈએ. ૩૨.
(शार्दूलविक्रीडित)
सर्वाणि व्यसनानि दुर्गतिपथाः स्वर्गापवर्गार्गलाः
वज्राणि व्रतपर्वतेषु विषमाः संसारिणां शत्रवः
प्रारम्भे मधुरेषु पाककटुकेष्वेतेषु सद्धीधनैः
कर्तव्या न मतिर्मनागपि हितं वाञ्छद्भिरत्रात्मनः
।।३३।।
અનુવાદ :બધા વ્યસનો નરકાદિ દુર્ગતિઓના કારણ હોઈને સ્વર્ગ અને
મોક્ષની પ્રાપ્તિમાં આગળિયા સમાન છે, એ સિવાય તે વ્રતરૂપી પર્વતોને નષ્ટ કરવા
માટે વજ્ર જેવા હોઈને સંસારી જીવો માટે દુર્દમ શત્રુ સમાન જ છે. આ વ્યસનો
જો કે શરૂઆતમાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે કડવા જ છે. તેથી જ અહીં

Page 23 of 378
PDF/HTML Page 49 of 404
single page version

background image
આત્મહિતની ઇચ્છા રાખનાર બુદ્ધિમાન પુરુષોએ આ વ્યસનોમાં જરા પણ બુદ્ધિ ન
લગાવવી જોઈએ. ૩૩.
(वसंततिलका)
मिथ्याद्रशां विसद्रशां च पथच्युतानां
मायाविनां व्यसनिनां च खलात्मनां च
संगं विमुञ्चत बुधाः कुरुतोत्तमानां
गन्तुं मतिर्यदि समुन्नतमार्ग एव
।।३४।।
અનુવાદ : જો ઉત્તમ માર્ગમાં જ ગમન કરવાની અભિલાષા હોય તો
બુદ્ધિમાન પુરુષોનું એ આવશ્યક કર્તવ્ય છે કે તે મિથ્યાદ્રષ્ટિઓ, વિસદ્રશો અર્થાત્ વિરુદ્ધ
ધર્મના અનુયાયીઓ, સન્માર્ગથી ભ્રષ્ટ થયેલાઓ, માયાચારીઓ, વ્યસનના પ્રેમીઓ
તથા દુષ્ટ જનોનો સંગ છોડીને ઉત્તમ પુરુષોનો સત્સંગ કરે . ૩૪.
(वसंततिलका)
स्निग्धैरपि व्रजत मा सह संगमेभिः
क्षुद्रैः कदाचिदपि पश्यत सर्षपाणाम्
स्नेहो ऽपि संगतिकृतः खलताश्रितानां
लोकस्य पातयति निश्चितमश्रु नेत्रात्
।।३५।।
અનુવાદ : ઉપર્યુક્ત મિથ્યાદ્રષ્ટિ આદિ તુચ્છ જીવો જો પોતાના સગા પણ
હોય તો પણ તેમનો સંગ કદી યે ન કરવો જોઈએ. જુઓ, ખલતા (તેલ નીકળી
ગયા પછી પ્રાપ્ત થનાર સરસવની ખોળરૂપ અવસ્થા, બીજા પક્ષે દુષ્ટતા)નો આશ્રય
કરનાર ક્ષુદ્ર સરસવના દાણાનો સ્નેહ (તેલ) પણ સંગ પામીને નિશ્ચયથી લોકોની
આંખમાંથી આંસુ પડાવે છે.
વિશેષાર્થ : જેમ નાના હોવા છતાં સરસવના દાણામાંથી નીકળેલ સ્નેહ (તેલ)ના
સંયોગથી તેની તીક્ષ્ણતાને કારણે માણસની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે તેવી જ રીતે ઉપર્યુક્ત
ક્ષુદ્ર મિથ્યાદ્રષ્ટિ આદિ દુષ્ટ પુરુષોના સ્નેહ (પ્રેમ, સંગ)થી થનાર ઐહિક અને પારલૌકિક દુઃખનો
અનુભવ કરનાર પ્રાણીની પણ આંખોમાંથી પશ્ચાત્તાપને કારણે આંસુ નીકળવા લાગે છે. તેથી
આત્મહિત ઇચ્છનાર જીવોએ આવા દુષ્ટ મનુષ્યોના સંગનો પરિત્યાગ કરવો જ જોઈએ . ૩૫.

Page 24 of 378
PDF/HTML Page 50 of 404
single page version

background image
(शिखरिणी)
कलावेकः साधुर्भवति कथमप्यत्र भुवने
स चाघ्रातः क्षुद्रैः कथमकरुणैर्जीवति चिरम्
अतिग्रीष्मे शुष्यत्सरसि विचरच्चञ्चुचरतां
बकोटानामाग्रे तरलशफ री गच्छति कियत्
।।३६।।
અનુવાદ : આ લોકમાં કળિકાળના પ્રભાવથી ખૂબ મુશ્કેલીથી એકાદ જ સાધુ
હોય છે. તે પણ જ્યાં નિર્દય દુષ્ટ પુરુષો દ્વારા સતાવાય ત્યાં ભલા કેવી રીતે ચિરકાળ
જીવિત રહી શકે? અર્થાત્ રહી શકતા નથી. યોગ્ય જ છે
જ્યારે આકરા ઉનાળામાં
તળાવનું પાણી સૂકાવા માંડે છે ત્યારે ચાંચ હલાવીને ચાલતા બગલાઓ આગળ ચંચળ
માછલી કેટલો સમય સુધી ચાલી શકે? અર્થાત્ બહુ લાંબા સમય સુધી તે ચાલી શકતી
નથી, પણ તેના દ્વારા મારીને ખવાઈ જાય છે. ૩૬.
(मालिनी)
इह वरमनुभूतं भूरि दारिद्य्रदुःखं
वरमतिविकराले कालवक्त्रे प्रवेशः
भवतु वरमितो ऽपि क्लेशजालं विशालं
न च खलजनयोगाज्जीवितं वा धनं वा
।।३७।।
અનુવાદ : સંસારમાં ગરીબાઈના ભારે દુઃખનો અનુભવ કરવો ક્યાંય સારો
છે, એવી જ રીતે અત્યંત ભયાનક મૃત્યુના મુખમાં પ્રવેશ કરવો પણ ક્યાંય સારો
છો, એ જો અહીં બીજા પણ અતિશય કષ્ટ પ્રાપ્ત થાય છે તો તે પણ ભલે થાવ;
પરંતુ દુષ્ટોના સંબંધથી જીવન અથવા ધન ચાહવું શ્રેષ્ઠ નથી. ૩૭.
(शार्दूलविक्रीडित)
आचारो दशधर्मसंयमतपोमूलोत्तराख्या गुणाः
मिथ्यामोहमदोज्झनं शमदमध्यानाप्रमादस्थितिः
वैराग्यं समयोपबृंमहणगुणा रत्नत्रयं निर्मलं
पर्यन्ते च समाधिरक्षयपदानन्दाय धर्मो यतेः
।।३८।।

Page 25 of 378
PDF/HTML Page 51 of 404
single page version

background image
અનુવાદ : જ્ઞાનાચારાદિ સ્વરૂપ પાંચ પ્રકારના આચાર; ઉત્તમ ક્ષમાદિરૂપ
દસ પ્રકારના ધર્મ; સંયમ, તપ તથા મૂળગુણ અને ઉત્તરગુણ; મિથ્યાત્વ, મોહ અને
મદનો પરિત્યાગ; કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, ધ્યાન, પ્રમાદ રહિત અવસ્થાન,
સંસાર, શરીર અને ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ; ધર્મને વધારનાર અનેક ગુણ, નિર્મળ
રત્નત્રય, તથા અંતે સમાધિમરણ; આ બધા મુનિના ધર્મો છે જે અવિનશ્વર મોક્ષપદના
આનંદ (અવ્યાબાધ સુખ)નું કારણ છે. ૩૮.
(शार्दूलविक्रीडित)
स्वं शुद्धं प्रविहाय चिद्गुणमयं भ्रान्त्याणुमात्रे ऽपि यत्
संबन्धाय मतिः परे भवति तद्बन्धाय मूढात्मनः
तस्मात्त्याज्यमशेषमेव महतामेतच्छरीरादिकं
तत्कालादिविनादियुक्ति त इदं तत्त्यागकर्म व्रतम्
।।३९।।
અનુવાદ : ચૈતન્ય ગુણસ્વરૂપ શુદ્ધ આત્માને છોડીને ભ્રાંતિથી જે અજ્ઞાની
જીવની બુદ્ધિ પરમાણુ પ્રમાણ પણ બાહ્ય વસ્તુવિષયક સંયોગ માટે હોય છે તે તેના
કર્મબંધનું કારણ થાય છે. તેથી મહાન પુરુષોએ આ શરીર આદિ સર્વનો ત્યાગ કાળાદિ
વિના પ્રથમ યુક્તિએ કરવો જોઈએ. આ ત્યાગકર્મ વ્રત છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે શરીર આદિ જે કોઈ બાહ્ય પદાર્થ છે તેમાં
મમત્વબુદ્ધિ રાખીને તેમના સંયોગ આદિ માટે જે કાંઈ પણ પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી કર્મનો
બંધ થાય છે અને પછી આનાથી જીવ પરાધીનતાને પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત શુદ્ધ ચૈતન્ય
સ્વરૂપને ઉપાદેય સમજીને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી
કર્મબંધનો અભાવ થઈને જીવને સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. તેથી અહીં એ ઉપદેશ આપવામાં આવ્યો
છે કે જ્યાં સુધી ઉપર્યુક્ત શરીર આદિ રત્નત્રયની પરિપૂર્ણતામાં સહાય કરે છે ત્યાં સુધી જ
મમત્વબુદ્ધિ છોડીને શુદ્ધ આહાર આદિ દ્વારા તેમનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જ્યારે તે અસાધ્ય
રોગાદિના કારણે ઉક્ત રત્નત્રયની પૂર્ણતામાં બાધક બની જાય છે ત્યારે તેના નાશ થવાના કાળ
આદિની અપેક્ષા ન કરતાં ધર્મની રક્ષા કરતાં સંલ્લેખના વિધિથી તેમનો ત્યાગ કરી દેવો જોઈએ.
એ જ ત્યાગકર્મની વિશેષતા છે. ૩૯.
(शार्दूलविक्रीडित)
मुक्त्वा मूलगुणान् यतेर्विदधतः शेषेषु यत्नं परं
दण्डो मूलहरो भवत्यविरतं पूजादिकं वाञ्छतः

Page 26 of 378
PDF/HTML Page 52 of 404
single page version

background image
एकं प्राप्तमरेः प्रहारमतुलं हित्वा शिरच्छेदकं
रक्षत्यङ्गुलिकोटिखण्डनकरं को ऽन्यो रणे बुद्धिमान्
।।४०।।
અનુવાદ : મૂળગુણો છોડીને કેવળ બાકીના ઉત્તરગુણોના પરિપાલનમાં જ પ્રયત્ન
કરનાર તથા નિરંતર પૂજા આદિની ઇચ્છા રાખનાર સાધુનો આ પ્રયત્ન મૂળઘાતક થશે.
કારણ કે ઉત્તર ગુણોમાં દ્રઢતા આ મૂળ ગુણોના નિમિત્તે જ પ્રાપ્ત થાય છે તેથી આ
તેનો પ્રયત્ન એવો છે કે જેમ કોઈ મૂર્ખ સુભટ પોતાના મસ્તકનું છેદન કરનાર શત્રુના
અનુપમ પ્રહારની પરવા ન કરતા કેવળ આંગળીના અગ્રભાગના ખંડન કરનાર પ્રહારથી
જ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. ૪૦.
(शार्दूलविक्रीडित)
म्लाने क्षालनतः कुतः कृतजलाद्यारम्भतः संयमो
नष्टे व्याकुलचित्तताथ महतामप्यन्यतः प्रार्थनम्
कौपीनेऽपि हृते परैश्च झटिति क्रोधः समुत्पद्यते
तन्नित्यं शुचि रागहृत् शमवतां वस्त्रं ककुम्मण्डलम्
।।४१।।
અનુવાદ : વસ્ત્ર મલિન થતાં તેને ધોવા માટે પાણી, સોડા, સાબુ વગેરેનો
આરંભ કરવો પડે છે અને આ હાલતમાં સંયમનો ઘાત થવો અવશ્યંભાવી છે તે
સિવાય તે વસ્ત્ર નાશ પામતાં મહાન પુરુષોનું મન પણ વ્યાકુળ થઈ જાય છે તેથી
બીજા પાસે તે મેળવવા માટે પ્રાર્થના કરવી પડે છે. જો બીજાઓ દ્વારા કેવળ લંગોટીનું
જ અપહરણ કરવામાં આવે તો ઝટ ક્રોધ ઉત્પન્ન થાય છે. આ જ કારણે મુનિઓ
સદા પવિત્ર અને રાગભાવને દૂર કરનાર દિશાઓના સમૂહરૂપ અવિનશ્વર વસ્ત્ર
(દિગંબરપણા)નો આશ્રય લે છે. ૪૧.
(शार्दूलविक्रीडित)
काकिन्या अपि संग्रहो न विहितः क्षौरं यया कार्यते
चित्तक्षेपकृदस्त्रमात्रमपि वा तत्सिद्धये नाश्रितम्
हिंसाहेतुरहो जटाद्यपि तथा यूकाभिरप्रार्थनैः
वैराग्यादिविवर्धनाय यतिभिः केशेषु लोचः कृतः
।।४२।।

Page 27 of 378
PDF/HTML Page 53 of 404
single page version

background image
અનુવાદ : મુનિઓ કોડી માત્ર પણ ધનનો સંગ્રહ કરતા નથી, કે જેથી મુંડન
કાર્ય કરાવી શકાય; અથવા ઉક્ત મુંડન કાર્ય સિદ્ધ કરવા માટે તેઓ અસ્તરો, કાતર
વગેરે ઓજારનો પણ આશ્રય લેતા નથી કેમ કે તેનાથી ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન થાય
છે. તેથી તેઓ જટા ધારણ કરી લેતા હોય એ પણ શક્ય નથી કેમકે એ અવસ્થામાં
તેમાં ઉત્પન્ન થનાર જૂ આદિ જંતુઓની હિંસા ટાળી શકાતી નથી. તેથી અયાચકવૃત્તિ
ધારણ કરનાર સાધુઓ વૈરાગ્ય આદિ ગુણ વધારવા માટે વાળનો લોચ કરે છે. ૪૨.
(शार्दूलविक्रीडित)
यावन्मे स्थितिभोजने ऽस्ति द्रढता पाण्योश्च संयोजने
भुञ्जे तावदहं रहाम्यथ विधावेषा प्रतिज्ञा यतेः
काये ऽप्यस्पृहचेतसो ऽन्त्यविधिषु प्रोल्लासिनः सन्मतेः
न ह्येतेन दिवि स्थितिर्न नरके संपद्यते तद्विना
।।४३।।
અનુવાદ : જ્યાં સુધી મારામાં ઊભા રહીને ભોજન કરવાની દ્રઢતા છે તથા બન્ને
હાથ જોડવાની પણ દ્રઢતા છે ત્યાં સુધી હું ભોજન કરીશ, નહિ તો ભોજનનો પરિત્યાગ
કરીને ભોજન વિના જ રહીશ; આ રીતે જે યતિ પ્રતિજ્ઞાપૂર્વક પોતાના નિયમમાં દ્રઢ રહે
છે તેનું ચિત્ત શરીરમાં નિઃસ્પૃહ થઈ જાય છે. તેથી તે સદ્બુદ્ધિમાન સાધુ સમાધિમરણના
નિયમોમાં આનંદનો અનુભવ કરે છે. આ રીતે મરીને તે સ્વર્ગમાં સ્થિત થાય છે તથા
આનાથી વિપરીત આચરણ કરનાર બીજા સાધુ નરકમાં સ્થિત થાય છે. ૪૩.
(शार्दूलविक्रीडित)
एकस्यापि ममत्वमात्मवपुषः स्यात्संसृतेः कारणं
का बाह्यार्थकथा प्रथीयसि तपस्याराध्यमाने ऽपि च
तद्वास्यां हरिचन्दने ऽपि च समः संश्लिष्टतो ऽप्यङ्गतो
भिन्नं स्वं स्वयमेकमात्मनि धृतं पश्यत्यजस्रं मुनिः
।।४४।।
અનુવાદ : મહાન તપનું આરાધન કરવા છતાં પણ જો એક માત્ર પોતાના
શરીરમાં જ રહેવાવાળો મમત્વભાવ સંસારનું કારણ થાય છે તો ભલા પ્રત્યક્ષ જુદા
દેખાતા અન્ય બાહ્ય પદાર્થોના વિષયમાં શું કહેવું? અર્થાત્ તેમના મોહથી તો સંસાર
પરિભ્રમણ થશે જ. તેથી મુનિઓ નિરંતર કુહાડી અને હરિત ચંદન એ બન્નેમાંય

Page 28 of 378
PDF/HTML Page 54 of 404
single page version

background image
સમભાવ ધારણ કરતાં આત્મા સાથે સંયોગ પામેલ શરીરથી ભિન્ન એક માત્ર
આત્માને જ આત્મામાં ધારણ કરીને તેની ભિન્નતાનું સ્વયં અવલોકન કરે છે. ૪૪.
(शिखरिणी)
तृणं वा रत्नं वा रिपुरथ परं मित्रमथवा
सुखं वा दुःखं वा पितृवनमहो सौधमथवा
स्तुतिर्वा निन्दा वा मरणमथवा जीवितमथ
स्फु टं निर्ग्रंथानां द्वयमपि समं शान्तमनसाम्
।।४५।।
અનુવાદ : જેમનું મન શાન્ત થઈ ગયું છે એવા નિર્ગ્રંથ મુનિઓને ઘાસ અને
રત્ન, શત્રુ અને ઉત્તમ મિત્ર, સુખ અને દુઃખ, સ્મશાન અને મહેલ, સ્તુતિ અને નિંદા
તથા મરણ અને જીવન; આ ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં સ્પષ્ટપણે સમાનબુદ્ધિ હોય
છે. અભિપ્રાય એ છે કે તેઓ તૃણ અને શત્રુ આદિ અનિષ્ટ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ રાખતા
નથી તથા તેમનાથી વિપરીત રત્ન અને મિત્ર આદિ ઇષ્ટ પદાર્થોમાં રાગબુદ્ધિ પણ
રાખતા નથી, પરંતુ બન્નેમાં સમાન સમજે છે. ૪૫.
(मालिनी)
वयमिह निजयूथभ्रष्टसारङ्गकल्पाः
परपरिचयमीताः क्वापि किंचिच्चरामः
विजनमिह वसामो न व्रजामः प्रमादं
स्वकृतमनुभवामो यत्र तत्रोपविष्टाः
।।४६।।
અનુવાદ : મુનિ વિચાર કરે છે કે અહીં અમે પોતાના સમૂહમાંથી જુદા પડી
ગયેલા મૃગ જેવા છીએ. તેથી તેની જેમ જ અમે પણ બીજાના પરિચયથી ભયભીત
થઈને ક્યાંય પણ (કોઈ શ્રાવકને ત્યાં) કાંઈક ભોજન કરીએ છીએ, અહીં એકાન્ત
સ્થાનમાં નિવાસ કરીએ છીએ, પ્રમાદ કરતા નથી, તથા કોઈ પણ જગ્યાએ રહીને
પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મનો અનુભવ કરીએ છીએ. ૪૬.
(मालिनी)
कति न कति न वारान्भूपतिर्भूरिभूतिः
कति न कति न वारानत्र जातोऽस्मि कीटः

Page 29 of 378
PDF/HTML Page 55 of 404
single page version

background image
नियतमिति न कस्याप्यस्ति सौख्यं न दुःखं
जगति तरलरूपे किं मुदा किं शुचा वा
।।४७।।
અનુવાદ : હું કેટલીક વાર બહુ સંપત્તિવાન રાજા નથી થયો? અર્થાત્ અનેક
વાર અત્યન્ત વૈભવશાળી રાજા પણ થયો છું. આનાથી ઉલ્ટું કેટલીયે વાર હું તુચ્છ
જંતુ પણ નથી થયો? અર્થાત્ અનેક ભવોમાં હું તુચ્છ જંતુ પણ થઈ ચુક્યો છું. આ
પરિવર્તનશીલ સંસારમાં કોઈને ય ન તો સુખ નિયત છે અને ન દુઃખે ય નિયત
છે. એવી દશામાં હર્ષ અથવા વિષાદ કરવાથી શું લાભ છે? કાંઈ પણ નહિ.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આ પ્રાણી કોઈ વાર તો મહા વૈભવશાળી રાજા થાય છે
અને કોઈ વાર અનેક દુઃખ સહનાર તુચ્છ જંતુ પણ થાય છે. આથી એ નિશ્ચિત છે કે કોઈ પણ પ્રાણી
સદા સુખી અથવા દુઃખી રહી શકતું નથી. પરંતુ કોઈ વાર તે સુખી પણ થાય છે અને કોઈ વાર દુઃખી
પણ એવી અવસ્થામાં વિવેકી મનુષ્ય ન તો સુખમાં રાગ કરે છે અને ન દુઃખમાં દ્વેષ. ૪૭.
(पृथ्वी)
प्रतिक्षणमिदं हृदि स्थितमतिप्रशान्तात्मनो
मुनेर्भवति संवरः परमशुद्धिहेतुर्ध्रुवम्
रजः खलु पुरातनं गलति नो नवं ढौकते
ततो ऽतिनिकटं भवेदमृतधाम दुःखोज्झितम्
।।४८।।
અનુવાદ : જેમનો આત્મા અત્યંત શાંત થઈ ગયો છે એવા મુનિના હૃદયમાં
સદાય ઉપર્યુક્ત વિચાર સ્થિત રહે છે. તેથી તેમને અવશ્યમેવ અતિશય વિશુદ્ધિના
કારણરૂપ સંવર થાય છે, જેનાથી નિયમથી પૂર્વકર્મની નિર્જરા થાય છે અને નવા
કર્મનું આગમન પણ થતું નથી. માટે જ ઉક્ત મુનિને દુઃખોથી રહિત અને ઉત્તમ
સુખના સ્થાનભૂત જે મોક્ષપદ છે તે અત્યંત નિકટ થઈ જાય છે. ૪૮.
(शिखरिणी)
प्रबोधो नीरन्ध्रं प्रवहणममन्दं पृथुतपः
सुवायुर्यैः प्राप्तो गुरुगणसहायाः प्रणयिनः
कियन्मात्रस्तेषां भवजलधिरेषोऽस्य च परः
किय
द्रूरे पारः स्फु रति महतामुद्यमयुताम् ।।४९।।

Page 30 of 378
PDF/HTML Page 56 of 404
single page version

background image
અનુવાદ : જે મુનિઓને સમ્યગ્જ્ઞાનરૂપી છિદ્ર રહિત અને શીઘ્ર ગતિવાળું
જહાજ પ્રાપ્ત થયું છે, જેમણે વિપુલ તપસ્વરૂપ ઉત્તમ વાયુની પણ પ્રાપ્તિ કરી લીધી
છે તથા સ્નેહી ગુરુજનો જેમના સહાયક છે; એવા ઉદ્યમશી મહામુનિઓને આ સંસાર-
સમુદ્ર કેવડોક મોટો છે? અર્થાત્ તે તેમને તુચ્છ જ જણાય છે. તથા તેમને માટે તેનો
બીજો કિનારો કેટલો દૂર છે? અર્થાત્ કાંઈ પણ દૂર નથી.
વિશેષાર્થ : જેમ અનુભવી ચાલકોથી સંચાલિત, છિદ્રવિનાનું, શીઘ્રગામી અને અનુકૂળ
પવનવાળા જહાજમાં ગમન કરનાર મનુષ્યોને અત્યંત ગંભીર અને અપાર સમુદ્ર પણ તુચ્છ જ લાગે
છે તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ જે મહામુનિઓએ નિર્દોષ ઉત્કૃષ્ટ સમ્યગ્જ્ઞાન સાથે વિપુલ
તપ પણ પ્રાપ્ત કરી લીધુ છે તથા સ્નેહી ગુરુઓ જેમના માર્ગદર્શક છે તેમને માટે આ સંસાર-
સમુદ્રથી પાર થવું કાંઈ પણ કઠિન નથી. ૪૯.
(वसंततिलका)
अभ्यस्यतान्तरद्रशं किभु लोकभक्त्या
मोहं कृशीकुरुत किं वपुषा कृशेन
एतद्द्वयं यदि न किं बहुभिर्नियोगैः
क्लेशैश्च किं किमपरैः प्रचुरैस्तपोभिः
।।५०।।
અનુવાદ : હે મુનિઓ! સમ્યગ્જ્ઞાનરૂપ અભ્યંતર નેત્રનો અભ્યાસ કરો, તમારે
લોકભક્તિનું કાંઈ પણ પ્રયોજન નથી. તે સિવાય તમે મોહને કૃશ કરો, કેવળ શરીરને
કૃશ કરવાથી કાંઈ પણ લાભ નથી. કારણ કે જો ઉક્ત બન્ને નહિ હોય તો પછી
તેમના વિના ઘણા યમ-નિયમોથી, કાયક્લેશોથી અને બીજા પ્રચુર તપોથી કાંઈ પણ
પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. ૫૦.
(वंशस्थ)
जुगुप्सते संसृतिमत्र मायया
तितिक्षते प्राप्तपरीषहानपि
न चेन्मुनिद्रर्ष्टकषायनिग्रहा-
च्चिकित्सति स्वान्तमघप्रशान्तये ।।५१।।
અનુવાદ : જો મુનિ પાપની શાંતિ માટે દુષ્ટ કષાયોનો નિગ્રહ કરીને પોતાના
મનનો ઉપચાર કરતો નથી અર્થાત્ તેને નિર્મળ કરતો નથી તે એમ સમજવું જોઈએ
કે તે જે સંસારની ધૃ્રણા કરે છે અને પરિષહો પણ સહન કરે છે તે કેવળ માયાચારથી

Page 31 of 378
PDF/HTML Page 57 of 404
single page version

background image
જ એમ કરે છે, નહિ કે અંતરની પ્રેરણાથી. ૫૧.
(शार्दूलविक्रीडित)
हिंसा प्राणिषु कल्मषं भवति सा प्रारम्भतः सो ऽर्थतः
तस्मादेव भयादयो ऽपि नितरां दीर्घा ततः संसृतिः
तत्रासातमशेषमर्थत इदं मत्वेति यस्त्यक्त वान्
मुक्त्यर्थी पुनरर्थमाश्रितवता तेनाहतः सत्पथः
।।५२।।
અનુવાદ : પ્રાણીઓની હિંસા પાપ ઉત્પન્ન કરે છે, તે હિંસા પ્રકૃષ્ટ આરંભથી
થાય છે, તે આરંભ ધનના નિમિત્તે થાય છે, તે ધનથી જ ભયાદિ ઉત્પન્ન થાય
છે તથા ઉક્ત ભયાદિથી સંસાર અતિશય દીર્ઘ બને છે. આ રીતે આ સમસ્ત દુઃખનું
કારણ ધન જ છે. એમ સમજીને જે મોક્ષાભિલાષી મુનિએ ધનનો પરિત્યાગ કરી
દીધો છે તે જો ફરીથી ઉક્ત ધનનો આશ્રય લે છે તો સમજવું જોઈએ કે તેણે
મોક્ષમાર્ગનો નાશ કર્યો છે. ૫૨.
(शार्दूलविक्रीडित)
दुर्ध्यानार्थमवद्यकारणमहो निर्ग्रन्थताहानये
शय्याहेतु तृणाद्यपि प्रशमिनां लज्जाकरं स्वीकृतम्
यत्तत्किं न गृहस्थयोग्यमपरं स्वर्णादिकं सांप्रतं
निर्ग्रन्थेष्वपि चेत्तदस्ति नितरां प्रायः प्रविष्टः कलिः
।।५३।।
અનુવાદ : જો શય્યાના નિમિત્ત સ્વીકારવામાં આવેલ લજ્જાજનક તૃણ
આદિ પણ મુનિઓને આર્ત-રૌદ્રસ્વરૂપ દુર્ધ્યાન અને પાપનું કારણ હોઈને તેમનું
નિર્ગ્રન્થપણું (નિષ્પરિગ્રહપણું) નષ્ટ કરે છે તો પછી ગૃહસ્થને યોગ્ય અન્ય સુવર્ણ
આદિ શું તે નિર્ગ્રન્થપણાના ઘાતક નહિ થાય? અવશ્ય થશે. વળી જો વર્તમાનમાં
નિર્ગ્રંથ કહેવાતા મુનિઓને પણ ઉપર્યુક્ત ગૃહસ્થ યોગ્ય સુવર્ણ આદિ પરિગ્રહ રહે
છે તો સમજવું જોઈએ કે ઘણું કરીને કળિકાળનો પ્રવેશ થઈ ગયો છે. ૫૩.
(आर्या)
कादचित्को बन्धः क्रोधादेः कर्मणः सदा संगात्
नातः क्वापि कदाचित्परिग्रहग्रहवतां सिद्धि ।।५४।।

Page 32 of 378
PDF/HTML Page 58 of 404
single page version

background image
અનુવાદ : ક્રોધાદિ કષાયોના નિમિત્તે જે બંધ થાય છે તે કદાચિત્ હોય છે
અર્થાત્ કોઈ વાર થાય છે અને કોઈ વાર નથી પણ થતો. પરંતુ પરિગ્રહના નિમિત્તે
જે બંધ થાય છે તે સદા કાળ થાય છે તેથી જે સાધુઓ પરિગ્રહરૂપી ગ્રહથી પીડાયેલા
છે તેમને ક્યાંય અને કદી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ૫૪.
(इन्द्रवज्रा)
मोक्षेऽपि मोहादभिलाषदोषो
विशेषतो मोक्षनिषेधकारी
यतस्ततो ऽध्यात्मरतो मुमुक्षु-
र्भवेत् किमन्यत्र कृताभिलाषः
।।५५।।
અનુવાદ : જ્યાં અજ્ઞાનથી મોક્ષના વિષયમાં પણ કરવામાં આવતી
અભિલાષા દોષરૂપ હોઈને વિશેષરૂપે મોક્ષની નિષેધક હોય છે તો શું પોતાના શુદ્ધ
આત્મામાં લીન થયેલ મોક્ષના અભિલાષી સાધુ સ્ત્રી-પુત્ર-મિત્રાદિ રૂપ અન્ય બાહ્ય
વસ્તુઓની અભિલાષા કરશે? અર્થાત્ કદી નહિ કરે. ૫૫.
(पृथ्वी)
परिग्रहवतां शिवं यदि तदानलः शीतलो
यदीन्द्रियसुखं सुखं तदिह कालकूटः सुधा
स्थिरा यदि तनुस्तदा स्थिरतरं तडिम्बरं
भवेऽत्र रमणीयता यदि तदिन्द्रजालेऽपि च
।।५६।।
અનુવાદ : જો પરિગ્રહયુક્ત જીવોનું કલ્યાણ થઈ શકતું હોય તો અગ્નિ પણ
શીતળ થઈ શકે, જો ઇન્દ્રિયજન્ય સુખ વાસ્તવિક સુખ હોઈ શકે તો તીવ્ર વિષ પણ
અમૃત બની શકે, જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી
તેનાથી પણ અધિક સ્થિર થઈ શકે તથા આ સંસારમાં જો રમણીયતા હોઈ શકે તો
તે ઇન્દ્રજાળમાં પણ હોઈ શકે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જેમ અગ્નિનું શીતળ હોવું અસંભવ છે. તેવી
જ રીતે પરિગ્રહથી કલ્યાણ થવું પણ અસંભવ જ છે. એવી જ રીતે જેમ વિષ કદી અમૃત થઈ
શકતું નથી; આકાશમાં ચંચળ વિજળી કદી સ્થિર રહી શકતી નથી અને ઇન્દ્રજાળ કદી રમણીય

Page 33 of 378
PDF/HTML Page 59 of 404
single page version

background image
હોઈ શકતું નથી; તેમ ક્રમશઃ ઇન્દ્રિયસુખ કદી સુખ થઈ શકતું નથી, શરીર કદી સ્થિર રહી શકતું
નથી અને આ સંસાર કદી રમણીય હોઈ શકતો નથી. ૫૬.
(मालिनी)
स्मरमपि हृदि येषां ध्यानवह्निप्रदीप्ते
सकलभुवनमल्लं दह्यमानं विलोक्य
कृतभिय इव नष्टास्ते कषाया न तस्मिन्
पुनरपि हि समीयुः साधवस्ते जयन्ति
।।५७।।
અનુવાદ : જે મુનિઓના ધ્યાનરૂપી અગ્નિથી પ્રજ્વલિત હૃદયમાં
ત્રિલોકવિજયી કામદેવને પણ બળતો જોઈને જાણે અતિશય ભયભીત થયેલા કષાયો
એવી રીતે નષ્ટ થઈ ગયા કે તેમાં તે ફરીથી પ્રવેશી ન શક્યા, તે મુનિઓ જયવંત
વર્તે છે. ૫૭.
(उपेन्द्रवज्रा)
अनर्ध्यरत्नत्रयसंपदोऽपि निर्ग्रन्थतायाः पदमद्वितीयम्
अपि प्रशान्ताः स्मरवैरिवध्वा वैधव्यदास्ते गुरवो नमस्याः ।।५८।।
અનુવાદ : જે ગુરુ અમૂલ્ય રત્નત્રયસ્વરૂપ સંપત્તિયુક્ત હોવા છતાં પણ
નિર્ગ્રંથપણાનું અનુપમ પદ પામ્યા છે તથા જે અત્યંત શાન્ત હોવા છતાં પણ કામદેવરૂપ
શત્રુની પત્નીને વૈધવ્ય પ્રાપ્ત કરાવનાર છે, તે ગુરુ નમસ્કાર કરવા યોગ્ય છે.
વિશેષાર્થ : જે અમૂલ્ય ત્રણ રત્નો સહિત હોય તે નિર્ગ્રંથ (દરિદ્ર) હોઈ શકે નહિ એવી
જ રીતે જે પ્રશાન્ત હોયક્રોધાદિ વિકારોથી રહિત હોયતે શત્રુ પત્નીને વિધવા બનાવી શકે નહિ.
આ રીતે અહીં વિરોધાભાસ પ્રગટ કરીને તેનો પરિહાર કરતાં ગ્રંથકાર એમ બતાવે છે કે જે ગુરુ
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયના ધારક થઈને નિર્ગ્રંથ
મૂર્છારહિત
થયા થકા દિગંબરત્વઅવસ્થાને પ્રાપ્ત થયા છે; તથા જે અશાન્તિના કારણભૂત ક્રોધાદિ કષાયોને
નષ્ટ કરીને કામવાસનાથી રહિત થઈ ગયા છે તે ગુરુઓને નમસ્કાર કરવા જોઈએ. ૫૮.
(शार्दूलविक्रीडित)
ये स्वाचारमपारसौख्यसुतरोर्बीजं परं पञ्चधा
सद्बोधाः स्वयमाचरन्ति च परानाचारयन्त्येव च

Page 34 of 378
PDF/HTML Page 60 of 404
single page version

background image
ग्रन्थग्रन्थिविमुक्त मुक्ति पदवीं प्राप्ताश्च यैः प्रापिताः
ते रत्नत्रयधारिणः शिवसुखं कुर्वन्तु नः सूरयः
।।५९।।
અનુવાદ : જે વિવેકી આચાર્ય અપરિમિત સુખરૂપી ઉત્તમ વૃક્ષના બીજભૂત
પોતાના પાંચ પ્રકારના (જ્ઞાન, દર્શન, તપ, વીર્ય અને ચારિત્ર) ઉત્કૃષ્ટ આચારનું સ્વયં
પાલન કરે છે તથા અન્ય શિષ્યાદિકોને પણ પાલન કરાવે છે જે પરિગ્રહરૂપી ગાંઠ
રહિત એવા મોક્ષમાર્ગને સ્વયં પ્રાપ્ત થઈ ચુક્યા છે તથા જેમણે અન્ય
આત્મહિતૈષીઓને પણ ઉક્ત મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તે રત્નત્રયના ધારક આચાર્ય
પરમેષ્ઠી અમને મોક્ષસુખ પ્રદાન કરે. ૫૯.
(वसंततिलका)
भ्रान्तिप्रदेषु बहुवर्त्मसु जन्मकक्षे
पन्थानमेकममृतस्य परं नयन्ति
ये लोकमुन्नतधियः प्रणमामि तेभ्यः
तेनाप्यहं जिगमिषुर्गुरुनायकेभ्यः
।।६०।।
અનુવાદ : જે ઉન્નતબુદ્ધિના ધારક આચાર્ય આ જન્મ-મરણ સ્વરૂપ સંસારરૂપી
વનમાં ભ્રાન્તિ ઉત્પન્ન કરનાર અનેક માર્ગ હોવા છતાં પણ બીજા માણસોને કેવળ
મોક્ષના માર્ગે જ લઈ જાય છે તે અન્ય મુનિઓને સન્માર્ગે લઈ જનાર આચાર્યોને
હું પણ તે જ માર્ગે જવાનો ઇચ્છુક હોઈને નમસ્કાર કરું છું. ૬૦.
(शार्दूलविक्रीडित)
शिष्याणामपहाय मोहपटलं कालेन दीर्घेण य
ज्जातं स्यात्पदलाञ्छितोज्ज्वलवचोदिव्याञ्जनेन स्फु टम्
ये कुर्वन्ति द्रशं परामतितरां सर्वावलोकक्षमां
लोके कारणमन्तरेण भिषजास्ते पान्तु नो ऽध्यापकाः ।।६१।।
અનુવાદ : જે લોકમાં અકારણ (નિસ્વાર્થ) વૈદ્ય સમાન હોઈને શિષ્યોના
ચિરકાળથી ઉત્પન્ન થયેલ અજ્ઞાન સમૂહનો નાશ કરીને ‘સ્યાત્’ પદથી ચિહ્નિત અર્થાત્
અનેકાન્તમય નિર્મળ વચનરૂપી દિવ્ય અંજનથી તેમની અત્યંત શ્રેષ્ઠ દ્રષ્ટિને સ્પષ્ટપણે