Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 62-107 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 21

 

Page 35 of 378
PDF/HTML Page 61 of 404
single page version

background image
સમસ્ત પદાર્થોને દેખવામાં સમર્થ કરી દે છે તે ઉપાધ્યાય પરમેષ્ઠી અમારી રક્ષા કરો. ૬૧.
(शार्दूलविक्रीडित)
उन्मुच्यालयबन्धनादपि द्रढात्काये ऽपि वीतस्पृहा
श्चित्ते मोहविकल्पजालमपि यद्दुर्भेद्यमन्तस्तमः
भेदायास्य हि साधयन्ति तदहो ज्योतिर्जितार्कप्रभं
ये सद्बोधमयं भवन्तु भवतां ते साधवः श्रेयसे
।।६२।।
અનુવાદ : જે મજબૂત ગૃહરૂપી બંધનથી છૂટીને પોતાના શરીરના વિષયમાં
પણ નિસ્પૃહ (મમત્વરહિત) થઈ ચુક્યા છે તથા જે મનમાં સ્થિત દુર્ભેદ્ય (મુશ્કેલીથી
નષ્ટ કરાય તેવું) મોહજનિત વિકલ્પ સમૂહરૂપી અભ્યંતર અંધકારને નષ્ટ કરવા માટે
સૂર્યના તેજને પણ જીતનાર એવી ઉત્તમ જ્ઞાનરૂપી જ્યોતિને સિદ્ધ કરવામાં તત્પર છે
તે સાધુઓ આપનું કલ્યાણ કરો. ૬૨.
(वसंततिलका)
वज्रे पतत्यपि भयद्रुतविश्वलोक-
मुक्ताध्वनि प्रशमिनो न चलन्ति योगात्
बोधप्रदीपहतमोहमहान्धकाराः
सम्यग्
द्रशः किमुत शेषपरीषहेषु ।।६३।।
અનુવાદ : ભયથી શીઘ્રતાપૂર્વક ભાગનાર સમસ્ત જનસમૂહ દ્વારા જેનો માર્ગ
છોડી દેવામાં આવે છે એવું વજ્ર પડતાં પણ જે મુનિઓ સમાધિમાંથી વિચલિત થતા
નથી. તે જ્ઞાનરૂપી દીપક દ્વારા અજ્ઞાનરૂપી ઘોર અંધકારનો નાશ કરનાર સમ્યગ્દ્રષ્ટિ
મુનિઓ શું બાકીના પરીષહો આવતાં વિચલિત થઈ શકે? કદી નહિ. ૬૩.
(शार्दूलविक्रीडित)
प्रोद्यत्तिग्मकरोग्रतेजसि लसच्चण्डानिलोद्यद्दिशि
स्फारीभूतसुतप्तभूमिरजसि प्रक्षीणनद्यभ्भसि
ग्रीष्मे ये गुरुमेदिनीध्रशिरसि ज्योतिर्निधायोरसि
ध्वान्तध्वंसकरं वसन्ति मुनयस्ते सन्तु नः श्रेयसे
।।६४।।

Page 36 of 378
PDF/HTML Page 62 of 404
single page version

background image
અનુવાદ : જે ગ્રીષ્મકાળ ઉગતા સૂર્યના કિરણોના તીક્ષ્ણ તેજથી સંયુક્ત હોય
છે, જેમાં તીક્ષ્ણ પવન (લૂ)થી દિશાઓ પરિપૂર્ણ થઈ જાય છે, જેમાં અત્યંત સંતપ્ત
થયેલી પૃથ્વીની ધૂળ અધિક પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તથા જેમાં નદીઓનાં જળ
સુકાઈ જાય છે તે ગ્રીષ્મ કાળમાં જે મુનિઓ હૃદયમાં અજ્ઞાન અંધકારને નષ્ટ કરનાર
જ્ઞાનજ્યોતિને ધારણ કરીને મહાપર્વતના શિખર ઉપર નિવાસ કરે છે તે મુનિઓ
અમારું કલ્યાણ કરો. ૬૪.
(शार्दूलविक्रीडित)
ते वः पान्तु मुमुक्षवः कृतरवैरब्दैरतिश्यामलैः
शश्वद्वारिवमद्भिरब्धिविषयक्षारत्वदोषादिव
काले मज्जदिले पतद्वरिकुले धावद्धुनीसंकुले
झञ्झावातविसंस्थुले तरुतले तिष्ठन्ति ये साधवः
।।६५।।
અનુવાદ : જે વર્ષાકાળમાં ગર્જના કરતાં, અતિશય કાળા તથા સમુદ્રના ક્ષારત્વ
(ખારાશ)ના દોષથી જ જાણે હમેશાં પાણી વરસાવનારા એવા વાદળાઓ દ્વારા પૃથ્વી
જળમાં ડૂબવા લાગે છે, જેમાં પાણીના પ્રબળ પ્રવાહથી પર્વતોના સમૂહ પડવા લાગે
છે, જે વેગથી વહેતી નદીઓથી વ્યાપ્ત હોય છે તથા જે ઝંઝાવાતથી (જળમિશ્રિત
તીક્ષ્ણ વાયુથી) સંયુક્ત હોય છે. એવા તે વર્ષાકાળમાં જે મોક્ષની ઇચ્છાવાળા સાધુઓ
વૃક્ષની નીચે સ્થિત રહે છે તે અમારી રક્ષા કરો. ૬૫.
(शार्दूलविक्रीडित)
म्लायत्कोकनदे गलत्कपिमदे भ्रश्यद् द्रुमौघच्छदे
हर्षद्रोमदरिद्रके हिमऋतावत्यन्तदुःखप्रदे
ये तिष्ठन्ति चतुष्पथे पृथुतपःसौधस्थिताः साधवः
ध्यानोष्मप्रहतोग्रंशैत्यविधुरास्ते मे विदध्युः श्रियम्
।।६६।।
અનુવાદ : જે ૠતુમાં કમળ કરમાવા લાગે છે, વાંદરાનું અભિમાન નાશ પામે
છે, વૃક્ષો ઉપરથી પાંદડા નાશ પામે છે તથા ઠંડીથી ગરીબોના રુંવાટા કંપી ઉઠે છે; તે
અત્યંત દુઃખ આપનારી શિયાળાની ૠતુમાં વિશાળ તપરૂપી મહેલમાં સ્થિત અને
ધ્યાનરૂપી ઉષ્ણતાથી નષ્ટ કરવામાં આવેલ તીક્ષ્ણ ઠંડીથી રહિત જે સાધુ ચોકમાં સ્થિત
રહે છે તે સાધુઓ મને લક્ષ્મી આપો. ૬૬.

Page 37 of 378
PDF/HTML Page 63 of 404
single page version

background image
(वसंततिलका)
कालत्रये बहिरवस्थितिजातवर्षा-
शीतातपप्रमुखसंघटितोग्रदुःखे
आत्मप्रबोधविकले सकलो ऽपि काय-
क्लेशो वृथा वृतिरिवोज्झितशालिवप्रे
।।६७।।
અનુવાદ : જે સાધુ ત્રણે ૠતુઓમાં ઘર છોડીને બહાર રહેવાથી ઉત્પન્ન
થયેલ વર્ષા, ઠંડી અને ગરમી આદિનું તીવ્ર દુઃખ સહન કરે છે તે જો તે ત્રણ
ૠતુઓમાં અધ્યાત્મજ્ઞાનથી રહિત હોય છે તો તેમનો આ બધો ય કાયક્લેશ એવો
જ નિષ્ફળ છે જેવું અનાજના છોડ વિનાના ખેતરમાં વાંસ અને કાંટા આદિથી વાડનું
રચવું નિષ્ફળ છે. ૬૭.
(शार्दूलविक्रीडित)
संप्रत्यस्ति न केवली किल कलौ त्रैलोक्यचूडामणिः
तद्वाचः परमासते ऽत्र भरतक्षेत्रे जगद्द्योतिकाः
सद्रत्नत्रयधारिणो यतिवरास्तासां समालम्बनं
तत्पूजा जिनवाचि पूजनमतः साक्षाज्जिनः पूजितः
।।६८।।
અનુવાદ : અત્યારે આ કળિકાળ (પંચમકાળ)માં ભરતક્ષેત્રમાં જો કે ત્રણે
લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠભૂત કેવળી ભગવાન વિરાજમાન નથી છતાં પણ લોકને પ્રકાશિત
કરનાર તેમના વચન તો અહીં વિદ્યમાન છે જ અને તે વચનોના આશ્રયરૂપ
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્તમ રત્નત્રયના ધારક શ્રેષ્ઠ મુનિરાજ
છે, તેથી ઉક્ત મુનિઓની પૂજા વાસ્તવમાં જિનવચનોની જ પૂજા છે અને એનાથી
પ્રત્યક્ષમાં જિન ભગવાનની જ પૂજા કરવામાં આવી છે એમ સમજવું જોઈએ.
વિશેષાર્થ : આ પંચમ કાળમાં ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં સાક્ષાત્ કેવળી
વિદ્યમાન હોતા નથી છતાં પણ જીવોના અજ્ઞાન અંધકારને હરનાર તેમના વચનો
(જિનાગમ) પરંપરાથી પ્રાપ્ત છે જ. તે વચનોના જ્ઞાતા શ્રેષ્ઠ મુનિઓ જ છે તેથી તેઓ
પૂજનીય છે. આ રીતે કરવામાં આવેલી ઉક્ત મુનિઓની પૂજાથી જિનાગમની પૂજા અને
એનાથી સાક્ષાત્ જિન ભગવાનની જ પૂજા કરાઈ છે એમ સમજવું જોઈએ. ૬૮.

Page 38 of 378
PDF/HTML Page 64 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
स्पृष्टा यत्र मही तद्ङ्घ्रिकमलैस्तत्रैति सत्तीर्थतां
तेभ्यस्ते ऽपि सुराः कृताञ्जलिपुटा नित्यं नमस्कुर्वते
तन्नामस्मृतिमात्रतोऽपि जनता निष्कल्मषा जायते
ये जैना यतयश्चिदात्मनि परं स्नेहं समातन्वते
।।६९।।
અનુવાદ : જે જૈન મુનિ જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્યમય આત્મામાં ઉત્કૃષ્ટ સ્નેહ
કરે છે તેમના ચરણકમળો દ્વારા જ્યાં પૃથ્વીનો સ્પર્શ થાય છે ત્યાંની તે પૃથ્વી ઉત્તમ
તીર્થ બની જાય છે, તેમને બન્ને હાથ જોડીને દેવો પણ નિત્ય નમસ્કાર કરે છે તથા
તેમના નામના સ્મરણમાત્રથી જ જનસમૂહ પાપરહિત થઈ જાય છે. ૬૯.
(शार्दूलविक्रीडित)
सम्यग्दर्शनबोधवृतनिचितः शान्तः शिवैषी मुनि
र्मन्दैः स्यादवधीरितो ऽपि विशदः साम्यं यदालम्बते
आत्मा तैर्विहतो यदत्र विषमध्वान्तश्रिते निश्चितं
संपातो भवितोग्रदुःखनरके तेषामकल्याणिनाम्
।।७०।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી સંપન્ન, શાન્ત અને
આત્મકલ્યાણ (મોક્ષ)ના અભિલાષી મુનિ અજ્ઞાનીઓ દ્વારા તિરસ્કૃત થઈને ય સમતા
(વીતરાગતા)નો જ આશ્રય લે છે તેથી તે તો નિર્મળ જ રહે છે પણ તેમ કરવાથી
તે અજ્ઞાનીઓ જ પોતાના આત્માનો ઘાત કરે છે કારણ કે કલ્યાણમાર્ગથી ભ્રષ્ટ થયેલા
તે અજ્ઞાનીઓનું ગાઢ અંધકારથી વ્યાપ્ત અને તીવ્ર દુઃખોથી સંયુક્ત એવા નરકમાં
નિયમથી પતન થશે. ૭૦.
(स्रग्धरा)
मानुष्यं प्राप्य पुण्यात्मप्रशममुपगता रोगवद्भोगजातं
मत्वा गत्वा वनान्तं
द्रशि विदि चरणे ये स्थिताः संगमुक्ताः
कः स्तोता वाक्पथातिक्रमणपटुगुणैराश्रितानां मुनीनां
स्तोतव्यास्ते महद्भिर्भुवि य इह तदङ्घ्रिद्वये भक्ति भाजः
।।७१।।
અનુવાદ : જે મુનિ પુણ્યના પ્રભાવથી મનુષ્ય ભવ પામીને શાન્તિ પામ્યા

Page 39 of 378
PDF/HTML Page 65 of 404
single page version

background image
થકા ઇન્દ્રિયજનિત ભોગોને રોગ સમાન કષ્ટદાયક સમજી લે છે અને તેથી જે ગૃહથી
વનની મધ્યમાં જઈને સમસ્ત પરિગ્રહથી રહિત થયા થકા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રમાં સ્થિત થઈ જાય છે; વચનઅગોચર એવા ઉત્તમોત્તમ ગુણોના
આશ્રયભૂત તે મુનિઓની સ્તુતિ કરવામાં ક્યો સ્તુતિકાર સમર્થ છે? કોઈ પણ નહિ.
જે મનુષ્યો ઉક્ત મુનિઓના બન્ને ચરણોમાં અનુરાગ કરે છે તે અહીં પૃથ્વી ઉપર
મહાપુરુષો દ્વારા સ્તુતિ કરવાને યોગ્ય છે. ૭૧.
(शार्दूलविक्रीडित)
तत्त्वार्थाप्ततपोभृतां यतिवराः श्रद्धानमाहुद्रर्शं
ज्ञानं जानदनूनमप्रतिहतं स्वार्थावसंदेहवत्
चारित्रं विरतिः प्रमादविलसत्कर्मास्रवाद्योगिनां
एतन्मुक्ति पथस्रयं च परमो धर्मो भवच्छेदकः
।।७२।।
અનુવાદ : આ રીતે મુનિના આચારધર્મનું નિરૂપણ થયું. સાત તત્ત્વ, દેવ
અને ગુરુનું શ્રદ્ધાન કરવું; એને મુનિઓમાં શ્રેષ્ઠ ગણધર આદિ સમ્યગ્દર્શન કહે છે.
સ્વ અને પર પદાર્થ બન્નેની ન્યૂનતા, બાધા અને સંદેહ રહિત થઈને જે જાણે છે
તેને જ્ઞાન કહેવામાં આવે છે. યોગિઓના પ્રમાદથી થતા કર્માસ્રવથી રહિત થઈ જવાનું
નામ ચારિત્ર છે. આ ત્રણે મોક્ષના માર્ગ છે. આ જ ત્રણેને ઉત્તમ ધર્મ કહેવામાં આવે
છે જે સંસારનો વિનાશક થાય છે. ૭૨.
(मालिनी)
हृदयभुवि द्रगेकं बीजमुप्तं त्वशङ्का
प्रभुतिगुणसदम्भःसारणी सिक्त मुच्चैः
भवदवगमशाखश्चारुचारित्र पुष्प
स्तरुरमृतफलेन प्रीणयत्याशु भव्यम् ।।७३।।
અનુવાદ : હૃદયરૂપી પૃથ્વીમાં વાવેલું એક સમ્યગ્દર્શનરૂપી બીજ નિઃશંકિત
આદિ આઠ અંગરવરૂપ ઉત્તમ જળથી પરિપૂર્ણ નાની નદી દ્વારા અતિશય સીંચાઈને
ઉત્પન્ન થયેલી સમ્યગ્જ્ઞાનરૂપી શાખાઓ અને મનોહર સમ્યક્ચારિત્રરૂપી પુષ્પોથી
સંપન્ન થતું થકું વૃક્ષરૂપે પરિણમે છે, જે ભવ્યજીવને તરત જ મોક્ષરૂપી ફળ આપીને
પ્રસન્ન કરે છે. ૭૩.

Page 40 of 378
PDF/HTML Page 66 of 404
single page version

background image
(मालिनी)
द्रगवगमचरित्रालंकृतः सिद्धिपात्रं
लघुरपि न गुरुः स्यादन्यथात्वे कदाचित्
स्फु टमवगतमार्गो याति मन्दोऽपि गच्छ
न्नभिमतपदमन्यो नैव तूर्णो ऽपि जन्तुः ।।७४।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી વિભૂષિત પુરુષ
જો તપ આદિ અન્ય ગુણોમાં મંદ પણ હોય તોય તે સિદ્ધિને પાત્ર છે અર્થાત્
તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એનાથી વિપરીત જો રત્નત્રય રહિત પુરુષ અન્ય
ગુણોમાં મહાન્ પણ હોય તોય તે કદી યે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. યોગ્ય
જ છે
સ્પષ્ટ રીતે માર્ગથી પરિચિત મનુષ્ય જો ચાલવામાં મંદ પણ હોય તોય
તે ધીરે ધીરે ચાલીને ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે. પણ એનાથી વિપરીત
જે અન્ય મનુષ્ય માર્ગથી અજાણ છે તે ચાલવામાં ખૂબ ઝડપી હોય તો પણ
ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ૭૪.
(मालिनी)
वनशिखिनि मृतो ऽन्धः संचरन् बाढमङ्ध्रि-
द्वितयविकलमूर्तिवीक्षमाणो ऽपि खञ्जः
अपि सनयनपादो ऽश्रद्दधानश्च तस्माद-
द्दगवगमचरित्रैः संयुतैरेव सिद्धिः
।।७५।।
અનુવાદ : દાવાનળથી સળગતા વનમાં શીઘ્ર ગમન કરનાર અંધ મનુષ્ય મરી
જાય છે, તેવી જ રીતે બન્ને પગ વિનાનો લંગડો માણસ દાવાનળને જોતો હોવા છતાં
પણ ચાલવામાં અસમર્થ હોવાથી બળીને મરી જાય છે. અગ્નિનો વિશ્વાસ ન કરનાર
મનુષ્ય નેત્ર અને પગ સંયુક્ત હોવા છતાં પણ ઉક્ત દાવાનળમાં ભસ્મ થઈ જાય
છે. તેથી જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતાને પ્રાપ્ત
થતાં જ તેમનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ નક્કી સમજવું જોઈએ.
વિશેષાર્થ : જેવી રીતે ઉક્ત ત્રણે મનુષ્યોમાં એક જણ તો આંખોથી અગ્નિ દેખીને અને

Page 41 of 378
PDF/HTML Page 67 of 404
single page version

background image
ભાગવામાં સમર્થ હોવા છતાં પણ કેવળ અવિશ્વાસને કારણે મરે છે, બીજો (આંધળો) માણસ
અગ્નિનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ પામે છે, તથા ત્રીજો (લંગડો) માણસ અગ્નિનો વિશ્વાસ કરીને
અને તેને જાણીને પણ ચાલવામાં અસમર્થ હોવાથી જ મૃત્યુના મુખમાં પ્રવેશે છે. તેવી જ રીતે જ્ઞાન
અને ચારિત્રરહિત જે પ્રાણી તત્ત્વાર્થનું કેવળ શ્રદ્ધાન કરે છે, શ્રદ્ધાન અને ચારિત્રથી રહિત જેને એક
માત્ર તત્ત્વાર્થનું પરિજ્ઞાન જ છે અથવા શ્રદ્ધા અને જ્ઞાન રહિત જે જીવ કેવળ ચારિત્રનું જ પરિપાલન
કરે છે; એ ત્રણમાંથી કોઈને પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તે તો આ ત્રણેની એકતામાં જ
પ્રાપ્ત થઈ શકે છે. ૭૫.
(मालिनी)
बहुभिरपि किमन्यैः प्रस्तरै रत्नसंज्ञै
र्वपुषि जनितखेदैर्भारकारित्वयोगात्
ह्रतदुरिततमोभिश्चारुरत्नैरनर्ध्यै
स्त्रिभिरपि कुरुतात्मालंकृतिं दर्शनाद्यैः ।।७६।।
અનુવાદ : ‘રત્ન’ સંજ્ઞા ધારણ કરનાર અન્ય ઘણા પત્થરોથી શું લાભ?
કારણ કે ભારયુક્ત હોવાથી તેમના દ્વારા કેવળ શરીરમાં ખેદ જ ઉત્પન્ન થાય છે.
તેથી પાપરૂપ અંધકારને નષ્ટ કરનાર સમ્યગ્દર્શનાદિરૂપ અમૂલ્ય ત્રણેય સુંદર રત્નોથી
પોતાના આત્માને વિભૂષિત કરવો જોઈએ. ૭૬.
(मालिनी)
जयति सुखनिधानं मोक्षवृक्षैकबीजं
सकलमलविमुक्तं दर्शनं यद्विना स्यात्
मतिरपि कुमतिर्नु दुश्चरित्रं चरित्रं
भवति मनुजजन्म प्राप्तमप्रातमेव
।।७७।।
અનુવાદ : જે સમ્યગ્દર્શન વિના જ્ઞાન મિથ્યાજ્ઞાન અને ચારિત્ર મિથ્યાચારિત્ર
રહ્યા કરે છે તે સુખના સ્થાનભૂત, મોક્ષરૂપી વૃક્ષના અદ્વિતીય બીજરૂપ તથા સમસ્ત
દોષરહિત સમ્યગ્દર્શન જયવંત વર્તે છે. ઉક્ત સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત થયેલો મનુષ્ય
જન્મ પણ નહિ પ્રાપ્ત થવા બરાબર જ રહે છે. [કારણ કે મનુષ્ય જન્મની સફળતા
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ હોઈ શકે છે, પણ તેને તો પ્રાપ્ત કર્યું નથી.] ૭૭.

Page 42 of 378
PDF/HTML Page 68 of 404
single page version

background image
(आर्या)
भवभुजगनागदमनी दुःखमहादावशमनजलवृष्टिः
मुक्ति सुखामृतसरसी जयति द्रगादित्रयी सम्यक् ।।७८।।
અનુવાદ : જે સમ્યગ્દર્શન આદિ ત્રણ રત્ન સંસારરૂપી સર્પનું દમન કરવા
માટે નાગદમની સમાન છે, દુઃખરૂપી દાવાનળને શાન્ત કરવા માટે જળવૃષ્ટિ સમાન
છે તથા મોક્ષસુખરૂપ અમૃતના તળાવ સમાન છે; તે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્ન સારી
રીતે જયવંત વર્તે છે. ૭૮.
(मालिनी)
वचनविरचितैवोत्पद्यते भेदबुद्धि
द्रर्गवगमचरित्राण्यात्मनः स्वं स्वरूपम्
अनुपचरितमेतच्चेतनैंकस्वभावं
व्रजति विषयभावं योगिनां योग
द्रष्टेः ।।७९।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે આત્માના
પોતાના સ્વરૂપ છે. આમાં જે ભિન્નતાની બુદ્ધિ થાય છે તે કેવળ શબ્દજનિત જ હોય
છે
વાસ્તવમાં તે ત્રણે અભિન્ન જ છે. આત્માનું આ સ્વરૂપ ઉપચારરહિત અર્થાત્
પરમાર્થભૂત અને ચેતના જ છે એક સ્વભાવ જેનો એવું થયું થકું યોગીજનોની યોગરૂપ
દ્રષ્ટિના વિષયપણાને પામે છે અર્થાત્ તેનું અવલોકન યોગીઓ જ પોતાની યોગદ્રષ્ટિથી
કરી શકે છે. ૭૯.
(उपेन्द्रवज्रा)
निरूप्य तत्त्वं स्थिरतामुपागता
मतिः सतां शुद्धनयावलम्बिनी
अखण्डमेकं विशदं चिदात्मकं
निरन्तरं पश्यति तत्परं महः
।।८०।।
અનુવાદ : શુદ્ધનયનો આશ્રય લેનારી સાધુઓની બુદ્ધિ તત્ત્વનું નિરૂપણ કરીને
સ્થિરતાને પામતી થકી નિરંતર, અખંડ, એક, નિર્મળ અને ચેતનસ્વરૂપ તે ઉત્કૃષ્ટ
જ્યોતિનું જ અવલોકન કરે છે. ૮૦.

Page 43 of 378
PDF/HTML Page 69 of 404
single page version

background image
(स्रग्धरा)
द्रष्टिर्निर्णीतिरात्माह्वयविशदमहस्यत्र बोधः प्रबोधः
शुद्धं चारित्रमत्र स्थितिरिति युगपद्बन्धविध्वंसकारि
बाह्यं बाह्यार्थमेव त्रितयमपि परं स्याच्छुभो वाशुभो वा
बन्धः संसारमेवं श्रुतनिपुणधियः साधवस्तं वदन्ति
।।८१।।
અનુવાદ : આત્મા નામના નિર્મળ તેજનો નિર્ણય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ
આત્મરૂપમાં રુચિ ઉત્પન્ન થવાનું નામ સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના જ્ઞાનને
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થવાને સમ્યક્ચારિત્ર કહે
છે. આ ત્રણે એક સાથે ઉત્પન્ન થઈને બંધનો વિનાશ કરે છે. બાહ્ય રત્નત્રય કેવળ
બાહ્ય પદાર્થો (જીવાજીવાદિ)ને જ વિષય કરે છે અને તેનાથી શુભ અથવા અશુભ
કર્મનો બંધ થાય છે જે સંસાર પરિભ્રમણનું જ કારણ છે. આ રીતે આગમના જાણકાર
સાધુઓ નિરૂપણ કરે છે.
વિશેષાર્થ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેમાંથી પ્રત્યેક વ્યવહાર
અને નિશ્ચયના ભેદથી બબ્બે પ્રકારના છે. એમાં જીવાદિક સાત તત્ત્વોના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું
તે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. તેમના સ્વરૂપને જાણવાનું નામ વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે. અશુભ
ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થવાને વ્યવહાર સમ્યક્ચારિત્ર કહેવાય છે.
દેહાદિથી ભિન્ન આત્મામાં રુચિ થવાનું નામ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે જ દેહાદિથી ભિન્ન આત્માના
સ્વરૂપના અવબોધને નિશ્ચય સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. આત્મસ્વરૂપમાં લીન રહેવાને નિશ્ચય
સમ્યક્ચારિત્ર કહે છે. એમાં વ્યવહાર રત્નત્રય શુભ અને અશુભ કર્મોના બંધનું કારણ હોવાથી સ્વર્ગાદિ
અભ્યુદયનું નિમિત્ત થાય છે. પરંતુ નિશ્ચય રત્નત્રય શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોના બંધને
નષ્ટ કરીને મોક્ષસુખનું કારણ થાય છે. ૮૧.
(मालिनी)
जडजनकृतबाधाक्रोशहासाप्रियादा
वपि सति न विकारं यन्मनो याति साधोः
अमलविपुलवित्ते रुत्तमा सा क्षमादौ
शिवपथपथिकानां सत्सहायत्वमेति
।।८२।।
અનુવાદ : આ રીતે રત્નત્રયના સ્વરૂપનું નિરૂપણ થયું. અજ્ઞાની જનો દ્વારા

Page 44 of 378
PDF/HTML Page 70 of 404
single page version

background image
શારીરિક બાધા, અપશબ્દોનો પ્રયોગ, હાસ્ય અને બીજા પણ અપ્રિય કાર્ય કરવા છતાં
જે નિર્મળ અને વિપુલ જ્ઞાનના ધારક સાધુનું મન ક્રોધાદિ વિકારને પ્રાપ્ત થતું નથી
તેને ઉત્તમ ક્ષમા કહે છે. તે મોક્ષમાર્ગમાં ચાલનાર પથિક જનોને સર્વ પ્રથમ સહાયક
થાય છે. ૮૨.
(वसंततिलका)
श्रामण्यपुण्यतरुरुच्चगुणौघशाखा
पत्रप्रसूननिचितो ऽपि फलान्यदत्त्वा
याति क्षयं क्षणत एव घनोग्रकोप
दावानलात् त्यजत तं यतयो ऽतिदूरम् ।।८३।।
અનુવાદ : મુનિધર્મરૂપી પવિત્ર વૃક્ષ ઉન્નત ગુણોના સમૂહરૂપ ડાળીઓ, પાંદડા
અને ફૂલોથી પરિપૂર્ણ થયું થકું પણ ફળો ન આપતાં અતિશય તીવ્ર ક્રોધરૂપી
દાવાગ્નિથી ક્ષણમાત્રમાં જ નાશ પામી જાય છે. તેથી હે મુનિજનો, આપ તે ક્રોધને
દૂરથી જ છોડી દ્યો. ૮૩.
(शार्दूलविक्रीडित)
तिष्ठामो वयमुज्ज्वलेन मनसा रागादिदोषोज्झिताः
लोकः किंचिदपि स्वकीयहृदये स्वेच्छाचरो मन्यताम्
साध्या शुद्धिरिहात्मनः शमवतामत्रापरेण द्विषा
मित्रेणापि किमु स्वचेष्टितफलं स्वार्थः स्वयं लप्स्यते
।।८४।।
અનુવાદ : અમે રાગાદિ દોષોથી રહિત થઈને વિશુદ્ધ મનથી સ્થિર થઈએ
છીએ. એને યથેચ્છ આચરણ કરનારા લોકો પોતાના હૃદયમાં ગમે તેમ માને. લોકમાં
શાન્તિના અભિલાષી મુનિઓએ પોતાની આત્મશુદ્ધિ સિદ્ધ કરવી જોઈએ. તેમને અહીં
બીજા શત્રુ અથવા મિત્રનું પણ શું પ્રયોજન છે? તે (શત્રુ કે મિત્ર) તો પોતાના કરેલા
કાર્ય અનુસાર સ્વયં જ ફળ પ્રાપ્ત કરશે. ૮૪.
(स्रग्धरा)
दोषानाघुष्य लोके मम भवतु सुखी दुर्जनश्चेद्धनार्थी
तत्सर्वस्वं गृहीत्वा रिपुरथ सहसा जीवितं स्थानमन्यः

Page 45 of 378
PDF/HTML Page 71 of 404
single page version

background image
मध्यस्थस्त्वेवमेवाखिलमिह जगज्जायतां सौख्यराशिः
मत्तो माभूदसौख्यं कथमपि भविनः कस्यचित्पूत्करोमि
।।८५।।
અનુવાદ : જો દુર્જન મનુષ્ય મારા દોષો જાહેર કરીને સુખી થતો હોય તો
થાવ, જો ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ કરીને સુખી થતો હોય તો
થાવ. જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ
મારું સ્થાન લઈને સુખી થતા હોય તો થાવ અને જે મધ્યસ્થ છે
રાગદ્વેષરહિત છે
તે એવા જ મધ્યસ્થ બની રહે. અહીં આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો.
મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાવ, એમ હું
ઊંચા સ્વરે કહું છું. ૮૫.
(शार्दूलविक्रीडित)
कि जानासि न वीतरागमखिलत्रैलोक्यचूडामणिं
किं तद्धर्म समाश्रितं न भवता किं वा न लोको जडः
मिथ्याद्रग्भिरसज्जनैरपटुभिः किंचित्कृतोपद्रवात्
यत्कर्मार्जनहेतुमस्थिरतया बाधां मनो मन्यसे ।।८६।।
અનુવાદ : હે મન! શું તું સમ્પૂર્ણ ત્રણે લોકમાં ચૂડામણિ સમાન એવા શ્રેષ્ઠ
વીતરાગ જિનને નથી જાણતું? શું તેં વીતરાગકથિત ધર્મનો આશ્રય નથી લીધો? શું
જડસમૂહ જડ અર્થાત્ અજ્ઞાની નથી? કે જેથી તું મિથ્યાદ્રષ્ટિ અને અજ્ઞાની દુષ્ટ પુરુષો
દ્વારા કરવામાં આવેલા થોડાક ઉપદ્રવોથી પણ વિચલિત થઈને બાધા સમજે છે કે
જે કર્માસ્રવનું કારણ છે. ૮૬.
(वसंततिलका)
धर्माङ्गमेतदिह मार्दवनामधेयं
जात्यादिगर्वपरिहारमुशन्ति सन्तः
तद्धार्यते किमु न बोधद्रशा समस्तं
स्वप्नेन्द्रजालसद्रशं जगदीक्षमाणैः ।।८७।।
અનુવાદ : જાતિ અને કુળ આદિનો ગર્વ ન કરવો, એને સજ્જન પુરુષો માર્દવ

Page 46 of 378
PDF/HTML Page 72 of 404
single page version

background image
નામનો ધર્મ બતાવે છે. એ ધર્મનું અંગ છે. જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વપ્ન
અથવા ઇન્દ્રજાળ સમાન દેખનાર સાધુઓ શું તે માર્દવ ધર્મ ધારણ નથી કરતા?
અવશ્ય ધારણ કરે છે. ૮૭.
(शार्दूलविक्रीडित)
कास्था सद्मनि सुन्दरेऽपि परितो दन्दह्यमानाग्निभिः
कायादौ तु जरादिभिः प्रतिदिनं गच्छत्यवस्थान्तरम्
इत्यालोचयतो हृदि प्रशमिनः शश्वद्विवेकोज्ज्वले
गर्वस्यावसरः कुतो ऽत्र घटते भावेषु सर्वेष्वपि
।।८८।।
અનુવાદ : સર્વ તરફથી અતિશય સળગતી અગ્નિઓથી ખંડેરરૂપ બીજી
અવસ્થાને પ્રાપ્ત થનાર સુન્દર ગૃહ સમાન પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા બીજી
(જીર્ણ ) અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ બાહ્ય પદાર્થોમાં નિત્યતાનો વિશ્વાસ કેવી
રીતે કરી શકાય? અર્થાત્ કરી શકાતો નથી. આ રીતે સર્વદા વિચારનાર સાધુના
વિવેકયુક્ત નિર્મળ હૃદયમાં જાતિ, કુળ અને જ્ઞાન આદિ સર્વ પદાર્થોના વિષયમાં
અભિમાન કરવાનો અવસર કયાંથી પ્રાપ્ત થઈ શકે? અર્થાત્ પ્રાપ્ત થઈ શકતો
નથી. ૮૮.
(आर्या)
हृदि यत्तद्वाचि बहिः फलति तदेवार्जवं भवत्येतत्
धर्मो निकृतिरधर्मो द्वाविह सुरसद्मनरकपथौ ।।८९।।
અનુવાદ : જે વિચાર હૃદયમાં રહ્યો હોય તે જ વચનમાં રહે તથા તે જ
બહાર પરિણમે અર્થાત્ શરીર વડે પણ તે પ્રમાણે જ કાર્ય કરવામાં આવે, તે આર્જવ
ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગો દેવો, એ અધર્મ છે. આ બંને અહીં ક્રમશઃ
દેવગતિ અને નરકગતિના કારણ છે. ૮૯.
(शार्दूलविक्रीडित)
मायित्वं कुरुते कृतं सकृदपि च्छायाविघातं गुणे
ष्वाजातेर्यमिनोऽर्जितेष्विह गुरुक्लेशैः समादिष्वलम्

Page 47 of 378
PDF/HTML Page 73 of 404
single page version

background image
सर्वे तत्र यदासते ऽतिनिभृताः क्रोधादयस्तत्त्वत
स्तत्पापं बत येन दुर्गतिपथे जीवश्चिरं भ्राम्यति ।।९०।।
અનુવાદ : અહીં લોકમાં એક વાર પણ કરવામાં આવેલો કપટ વ્યવહાર
જન્મથી માંડીને ભારે કષ્ટોથી ઉપાર્જિત મુનિના સમ (રાગદ્વેષની નિવૃત્તિ) આદિ
ગુણોનો અતિશય છાયાવિઘાત કરે છે, અર્થાત્ ઉક્ત માયાચારથી સમ આદિ ગુણોની
છાયા પણ બાકી રહેતી નથી
તે મૂળમાંથી નષ્ટ થઈ જાય છે, કારણ કે તે કપટપૂર્ણ
વ્યવહારમાં વાસ્તવમાં ક્રોધાદિ બધા જ દુર્ગુણ પરિપૂર્ણ થઈને રહે છે. ખેદ છે કે તે
કપટવ્યવહાર એવું પાપ છે કે જેના કારણે આ જીવ નરકાદિ દુર્ગતિઓના માર્ગમાં
ચિર કાળ સુધી પરિભ્રમણ કરે છે. ૯૦.
(आर्या)
स्वपरहितमेव मुनिभिर्मितममृतसमं सदैव सत्यं च
वक्त व्यं वचनमथ प्रविधेयं धीधनेर्मौनम् ।।९१।।
અનુવાદ : મુનિઓએ સદાય એવું સત્ય વચન બોલવું જોઈએ જે પોતાને
અને પરને પણ હિતકારી હોય, પરિમિત હોય, તથા અમૃત સમાન મધુર હોય જો
કદાચ આવું સત્ય વચન બોલવામાં બાધા જણાય તો એવી હાલતમાં બુદ્ધિરૂપ ધનને
ધારણ કરનાર તે મુનિઓએ મૌનનું જ અવલંબન લેવું જોઈએ. ૯૧.
(आर्या)
सति सन्ति व्रतान्येव सूनृते वचसि स्थिते
भवत्याराधिता सद्भिर्जगत्पूज्या च भारती ।।९२।।
અનુવાદ : સત્ય વચનની સ્થિતિ થતાં જ વ્રત થાય છે તેથી સજ્જન પુરુષ
જગત્ પૂજ્ય તે સત્ય વચનની આરાધના કરે છે. ૯૨.
(शार्दूलविक्रीडित)
आस्तामेतदमुत्र सूनृतवचाः कालेन यल्लप्स्यते
सद्भूपत्वसुरत्वसंसृतिसरित्पाराप्तिमुख्यं फलम्
यत्प्राप्नोति यशः शशाङ्कविशदं शिष्टेसु यन्मान्यतां
तत्साधुत्वमिहैव जन्मनि परं तत्केन संवर्ण्यते
।।९३।।

Page 48 of 378
PDF/HTML Page 74 of 404
single page version

background image
અનુવાદ : સત્ય વચન બોલનાર પ્રાણી સમયાનુસાર પરલોકમાં ઉત્તમ રાજ્ય,
દેવ પર્યાય અને સંસારરૂપી નદીના પારની પ્રાપ્તિ અર્થાત્ મોક્ષપદરૂપ પ્રમુખ ફળ
પામશે એ તો દૂર રહો. પણ તે આ જ ભવમાં જે ચંદ્ર સમાન નિર્મળ યશ, સજ્જન
પુરુષોમાં પ્રતિષ્ઠા અને સાધુતા પ્રાપ્ત કરે છે; તેનું વર્ણન કોણ કરી શકે છે? અર્થાત્
કોઈ નહીં. ૯૩.
(आर्या)
यत्परदारार्थादिषु जन्तुषु निःस्पृहमहिंसकं चेतः
दुश्छेद्यान्तर्मलहृत्तदेव शौचं परं नान्यत् ।।९४।।
અનુવાદ : જે ચિત્ત પરસ્ત્રી અને પરધનની અભિલાષા ન કરતુ થકું ષટ્કાય
જીવોની હિંસાથી રહિત થઈ જાય છે, તેને જ દુર્ભેદ્ય અભ્યંતર કલુષતાને દૂર કરનાર ઉત્તમ
શૌચધર્મ કહેવામાં આવે છે. એનાથી ભિન્ન બીજો કોઈ શૌચ ધર્મ હોઈ શકતો નથી. ૯૪.
(शार्दूलविक्रीडित)
गङ्गासागरपुष्करादिषु सदा तीर्थेषु सर्वेष्वपि
स्नातस्यापि न जायते तनुभृतः प्रायो विशुद्धिः परा
मिथ्यात्वादिमलीमसं यदि मनो बाह्ये ऽतिशुद्धोदकै-
र्धौतः किं बहुशो ऽपि शुद्घयति सुरापूरप्रपूर्णो घटः
।।९५।।
અનુવાદ : જો પ્રાણીનું મન મિથ્યાત્વ આદિ દોષોથી મલિન થઈ રહ્યું હોય
તો ગંગા, સમુદ્ર અને પુષ્કર આદિ બધા તીર્થોમાં સદા સ્નાન કરવા છતાં પણ ઘણું
કરીને તે અતિશય વિશુદ્ધ થઈ શકતું નથી. તે યોગ્ય જ છે
મદ્યના પ્રવાહથી પરિપૂર્ણ
ઘટ જો બહારથી અતિશય વિશુદ્ધ પાણીથી અનેકવાર ધોવામાં આવે તો પણ શું તે
શુદ્ધ થઈ શકે છે? અર્થાત્ થઈ શકતો નથી.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જો મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ય ઉત્તમ
શૌચ હોઈ શકે છે. પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય તો ગંગા આદિ અનેક તીર્થોમાં
વારંવાર સ્નાન કરવા છતાં પણ શૌચધર્મ કદી ય હોઈ શકતો નથી. ૯૫.
(आर्या)
जन्तुकृपार्दितमनसः समितिषु साधोः प्रवर्तमानस्य
प्राणेन्द्रियपरिहारं संयममाहुर्महामुनयः ।।९६।।

Page 49 of 378
PDF/HTML Page 75 of 404
single page version

background image
અનુવાદ : જેમનું મન જીવોની અનુકંપાથી ભીંજાયેલું છે તથા જે ઇર્યાભાષા
આદિ પાંચ સમિતિઓમાં પ્રવર્તમાન છે એવા સાધુ દ્વારા જે છકાય જીવોની રક્ષા
અને પોતાની ઇન્દ્રિયોનું દમન કરવામાં આવે છે તેને ગણધરદેવ આદિ મહામુનિઓ
સંયમ કહે છે. ૯૬.
(शार्दूलविक्रीडित)
मानुष्यं किल दुर्लभं भवभृतस्तत्रापि जात्यादय-
स्तेष्वेवाप्तवचःश्रुतिः स्थितिरतस्तस्याश्च
द्रग्बोधने
प्राप्ते ते अतिनिर्मले अपि परं स्यातां न येनोज्झिते
स्वर्मोक्षैकफलप्रदे स च कथं न श्लाघ्यते संयमः
।।९७।।
અનુવાદ : આ સંસારી પ્રાણીને મનુષ્ય ભવ પ્રાપ્ત થવો અત્યંત કઠણ છે, જો
મનુષ્યભવ પ્રાપ્ત પણ થઈ જાય તો તેમાં ય ઉત્તમ જાતિ આદિ મળવાં કઠણ છે, ઉત્તમ
જાતિ આદિ પ્રાપ્ત થાય તો જિનવાણીનું શ્રવણ દુર્લભ છે, જિનવાણીનું શ્રવણ મળવા
છતાં પણ લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન છે. જો અત્યંત નિર્મળ તે બન્ને પણ પ્રાપ્ત થઈ જાય તો જે સંયમ વિના
તે સ્વર્ગ અને મોક્ષરૂપ અદ્વિતીય ફળ આપી શકતા નથી એવો તે સંયમ કેમ પ્રશંસનીય
ન હોય? અર્થાત્ તે અવશ્યમેવ પ્રશંસાને યોગ્ય છે. ૯૭.
(आर्या)
कर्ममलविलयहेतोर्बोधद्रशा तप्यते तपः प्रोक्त म्
तद् द्वेधा द्वादशधा जन्माम्बुधियानपात्रमिदम् ।।९८।।
અનુવાદ : સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર સાધુ દ્વારા જે કર્મરૂપી મેલ
દૂર કરવા માટે તપવામાં આવે છે તેને તપ કહેલ છે. તે બાહ્ય અને અભ્યંતરના
ભેદથી બે પ્રકારનું તથા અનશનાદિ ભેદથી બાર પ્રકારનું છે. આ તપ જન્મરૂપી સમુદ્ર
પાર કરવાને માટે જહાજ સમાન છે.
વિશેષાર્થ : જે કર્મોનો ક્ષય કરવાના ઉદ્દેશથી તપવામાં આવે છે તેને તપ કહે છે. તે
બાહ્ય અને અભ્યંતરના ભેદથી બે પ્રકારનું છે. જે તપ બાહ્ય દ્રવ્યની અપેક્ષા રાખે છે તથા બીજા
દ્વારા પ્રત્યક્ષરૂપે દેખી શકાય છે તે બાહ્ય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે છ ભેદ છે.

Page 50 of 378
PDF/HTML Page 76 of 404
single page version

background image
૧. અનશનસંયમ આદિની સિદ્ધિ માટે ચાર પ્રકારના (અન્ન, પેય, ખાદ્ય અને લેહ્ય)
આહારનો પરિત્યાગ કરવો. ૨. અવમૌદર્યબત્રીસ કોળિયા પ્રમાણ સ્વાભાવિક આહારમાંથી
એક-બે-ત્રણ આદિ કોળિયા ઓછા કરીને એક કોળિયા સુધી ગ્રહણ કરવો, ૩. વૃત્તિપરિસંખ્યાન
ગૃહપ્રમાણ તથા દાતા અને ભોજન આદિનો નિયમ કરવો. ગૃહપ્રમાણજેમ કે આજે હું બે
ઘેર જ જઈશ. જો એમાં આહાર પ્રાપ્ત થશે તો લઈશ, નહિ તો (બે કરતાં વધારે ઘેર
જઈને) નહિ. એ જ રીતે દાતા આદિના વિષયમાં પણ સમજવું જોઈએ. ૪. રસપરિત્યાગ
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મીઠું આ છ રસોમાંથી એક બે વગેરે રસોનો ત્યાગ કરવો
અથવા તીખા, કડવા, કષાયલા, ખાટા અને મધુર રસોમાંથી એક બે વગેરે રસોનો પરિત્યાગ
કરવો. ૫. વિવિક્ત શય્યાસન
જંતુઓની પીડાથી રહિત નિર્જન શૂન્ય ગૃહ આદિમાં શય્યા કે
આસન માંડવું (સૂવું કે બેસવું). ૬. કાયક્લેશ-તડકામાં, વૃક્ષના મૂળમાં અથવા ખુલ્લા મેદાનમાં
સ્થિત રહીને ધ્યાન કરવું.
જે તપ મનને નિયમમાં રાખે છે તેને અભ્યંતર તપ કહે છે. તેના પણ નીચે પ્રમાણે છ
ભેદ છે.
૧. પ્રાયશ્ચિત્તપ્રમાદથી ઉત્પન્ન થયેલા દોષો દૂર કરવા. ૨. વિનયપૂજ્ય પુરુષોમાં
આદરભાવ રાખવો. ૩. વૈયાવૃત્યશરીરની ચેષ્ટાથી અથવા અન્ય દ્રવ્યથી રોગી અને વૃદ્ધ આદિ
સાધુઓની સેવા કરવી. ૪. સ્વાધ્યાયઆળસ છોડીને જ્ઞાનનો અભ્યાસ કરવો. તે વાચના, પૃચ્છના,
અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશના ભેદથી પાંચ પ્રકારે છે.૧. નિર્દોષ ગ્રન્થ, અર્થ અને બન્નેયનું
પ્રદાન કરવું તેને વાચના કહેવામાં આવે છે. ૨. સંશય દૂર કરવા માટે વિશિષ્ટ વિદ્વાનોને પૂછવું
તેને પૃચ્છના કહે છે. ૩. જાણેલા પદાર્થનો મનથી વિચાર કરવો તેનું નામ અનુપ્રેક્ષા છે. ૪. શુદ્ધ
ઉચ્ચારણ સાથે પાઠનું પરિશીલન કરવું તેનું નામ આમ્નાય છે. ૫. ધર્મકથા વગેરે અનુષ્ઠાનને
ધર્મોપદેશ કહેવામાં આવે છે. ૫. વ્યુત્સર્ગ
અહંકાર અને મમકારનો ત્યાગ કરવો. ૬. ધ્યાનચિત્તને
આમ તેમથી ખસેડીને કોઈ એક પદાર્થના ચિન્તનમાં લગાવવું. ૯૮.
(पृथ्वी)
कषायविषयोद्भटप्रचुरतस्करौघो हठात्
तपःसुभटताडितो विघटते यतो दुर्जयः
अतो हि निरुपद्रवश्चरति तेन धर्मश्रिया
यतिः समुपलक्षितः पथि विमुक्ति पुर्याः सुखम्
।।९९।।
અનુવાદ : જે ક્રોધાદિ કષાયો અને પંચેન્દ્રિય વિષયોરૂપ ઉદ્ભટ અને અનેક
ચોરોનો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે તે તપરૂપી સુભટ દ્વારા બળપૂર્વક

Page 51 of 378
PDF/HTML Page 77 of 404
single page version

background image
માર ખાઈને નાશ પામે છે. તેથી જ તપ અને ધર્મરૂપ લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષ
નગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન-બાધાઓથી રહિત થઈને સુખેથી ગમન કરે છે.
વિશેષાર્થ : જેમ ચોરોનો સમુદાય માર્ગમાં ચાલતા પથિક જનોના ધનનું અપહરણ
કરીને તેમને આગળ જવામાં બાધા પહોંચાડે છે તેવી જ રીતે ક્રોધાદિ કષાયો અને પંચેન્દ્રિય
વિષય-ભોગ મોક્ષમાર્ગે ચાલનાર સત્પુરુષોના સમ્યગ્દર્શનાદિરૂપ ધનનું અપહરણ કરીને તેમને
આગળ જવામાં બાધક થાય છે. ઉપર્યુક્ત ચોરોનો સમુદાય જેમ કોઈ શક્તિશાળી સુભટથી પીડિત
થઈને જ્યાં ત્યાં નાસી જાય છે તેવી જ રીતે તપ દ્વારા તે વિષય કષાયો પણ નષ્ટ કરાય છે.
તેથી ચોર ન રહેવાથી જેમ પથિક જન નિરુપદ્રવ થઈને માર્ગમાં ગમન કરે છે તેવી જ રીતે
વિષય કષાયોનો નાશ થવાથી સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન સાધુઓ પણ નિર્બાધપણે મોક્ષમાર્ગે
ગમન કરે છે. ૯૯.
(मन्दाक्रान्ता)
मिथ्यात्वादेर्यदिह भविता दुःखमुग्रं तपोभ्यो
जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात्
स्तोकं तेन प्रभवमखिलं कृच्छ्लब्धे नरत्वे
यद्येतर्हि स्खलति तदहो का क्षतिर्जीव ते स्यात्
।।१००।।
અનુવાદ : લોકમાં મિથ્યાત્વ આદિના નિમિત્તે જે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું
છે તેની અપેક્ષાએ તપથી ઉત્પન્ન થતું દુઃખ એટલું અલ્પ હોય છે જેટલું સમુદ્રના
સંપૂર્ણ જળની અપેક્ષાએ તેનું એક ટીપું હોય છે. તે તપથી બધું જ ( સમતા આદિ)
પ્રગટે છે. તેથી હે જીવ! કઠિનાઈથી પ્રાપ્ત થતી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થતા છતાં પણ
જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે તો તને કેટલી હાનિ થશે એ જાણે છે? અર્થાત્
તે અવસ્થામાં તારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. ૧૦૦.
(शार्दूलविक्रीडित)
व्याख्या यत् क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा
स त्यागो वपुरादिनिर्ममतया नो किंचनास्ते यते-
राकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः
।।१०१।।
અનુવાદ : સદાચારી પુરુષ દ્વારા મુનિને જે પ્રેમપૂર્વક આગમનું વ્યાખ્યાન

Page 52 of 378
PDF/HTML Page 78 of 404
single page version

background image
કરવામાં આવે છે, પુસ્તક આપવામાં આવે છે તથા સંયમના સાધનભૂત પીંછી આદિ
પણ આપવામાં આવે છે તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. શરીર આદિમાં
મમત્વબુદ્ધિ ન રહેવાથી મુનિની પાસે જે કિંચિત માત્ર પણ પરિગ્રહ રહેતો નથી તેનું
નામ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. સજ્જન પુરુષોને ઇચ્છિત તે ધર્મ સંસારનો નાશ
કરનાર છે. ૧૦૧.
(शिखरिणि)
विमोहा मोक्षाय स्वहितनिरताश्चारुचरिताः
गृहादि त्यक्त्वा ये विदधति तपस्तेऽपि विरलाः
तपस्यन्तो ऽन्यस्मिन्नपि यमिनि शास्त्रादि ददतः
सहायाः स्युर्ये ते जगति यतयो दुर्लभतराः
।।१०२।।
અનુવાદ : મોહ રહિત, પોતાના આત્મહિતમાં લવલીન અને ઉત્તમ ચારિત્રથી
સંયુક્ત જે મુનિઓ મોક્ષપ્રાપ્તિ માટે ઘર આદિ છોડીને તપ કરે છે તે પણ વિરલ
છે અર્થાત્ બહુ થોડા છે. વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતાં થકાં અન્ય મુનિને
પણ શાસ્ત્રાદિ આપીને તેમને મદદ કરે છે તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની
અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. ૧૦૨.
(शिखरिणी)
परं मत्वा सर्वं परिह्रतमशेषं श्रुतविदा
वपुःपुस्ताद्यास्ते तदपि निकटं चेदिति मतिः
ममत्वाभावे तत्सदपि न सदन्यत्र घटते
जिनेन्द्राज्ञाभङ्गो भवति च हठात्कल्मषमृषेः
।।१०३।।
અનુવાદ : આગમના જાણકાર મુનિએ સમસ્ત બાહ્ય વસ્તુઓને પર અર્થાત્
આત્માથી ભિન્ન જાણીને તે બધાનો ત્યાગ કરી દીધો છે. છતાં પણ જ્યારે શરીર
અને પુસ્તકાદિ તેમની પાસે રહે છે તો એવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી કેવી રીતે
કહી શકાય. જો એવી અહીં આશંકા કરવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે તેમને
જોકે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વભાવ રહેતો નથી તેથી જ તેઓ
વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન સમાન જ છે. હા, જો ઉક્ત મુનિને તેમના પ્રત્યે

Page 53 of 378
PDF/HTML Page 79 of 404
single page version

background image
મમત્વભાવ હોય તો પછી તે નિષ્પરિગ્રહી કહી શકાતા નથી. અને એવી અવસ્થામાં
તેને સમસ્ત પરિગ્રહના ત્યાગરૂપ જિનેન્દ્ર આજ્ઞાનો ભંગ કરવાનો દોષ પ્રાપ્ત થાય
છે કે જેથી તેને બળપૂર્વક પાપબંધ થાય છે. ૧૦૩.
(स्रग्धरा)
यत्संगाधारमेतश्चलति लघु च यत्तीक्ष्णदुःखौघधारं
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृतिभ्रान्ति संसारचक्रम्
ता नित्यं यन्मुमुक्षुर्यतिरमलमतिः शान्तमोहः प्रपश्ये-
ज्जामीः पुत्रीःसवित्रीरिव हरिण
द्रशस्तत्परं ब्रह्मचर्यम् ।।१०४।।
અનુવાદ : જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ ધારા સહિત છે, જેના પ્રભાવથી પ્રાણી
માટીના પિંડાની જેમ ઘૂમે છે અને જે અનેક વિકાર રૂપ ભ્રમ કરનાર છે એવું આ
સંસારરૂપી ચક્ર જે સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે તે મૃગ સમાન નેત્રવાળી
સ્ત્રીઓને, મોહને ઉપશાન્ત કરનાર, મોક્ષના અભિલાષી, નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા
બહેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે.
વિશેષાર્થઃઅહીં સંસારમાં ચક્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે આ કારણેજેમ
ચક્ર (કુંભારનો ચાકડો) ખીલીના આધારે ચાલે છે તેવી જ રીતે આ સંસારચક્ર (સંસાર પરિભ્રમણ)
સ્ત્રીઓના આધારે ચાલે છે. ચક્રમાં જો તીક્ષ્ણ ધાર હોય તો આ સંસાર ચક્રમાં જે અનેક દુઃખોનો
સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. કુંભારના ચાકડા ઉપર જેમ માટીનો પિંડો પરિભ્રમણ
કરે છે તેમ આ સંસારચક્ર ઉપર સમસ્ત દેહધારી પ્રાણીઓ પરિભ્રમણ કરે છે. જેમ કુંભારનો ચાકડો
ઘૂમતા ઘૂમતા માટીના પિંડામાંથી અનેક વિકારો
શકોરૂ, ઘડો, કુંડુ વગેરેને ઉત્પન્ન કરે છે તેવી જ
રીતે આ સંસારચક્ર પણ અનેક વિકારોજીવની નરનારકાદિરૂપ પર્યાયોને ઉત્પન્ન કરીને તેમને ઘુમાવે
છે. તાત્પર્ય એ છે કે સંસારપરિભ્રમણના કારણભૂત સ્ત્રીઓ છે તેમના વિષયનો અનુરાગ છે. તે
સ્ત્રીઓને અવસ્થાવિશેષ પ્રમાણે માતા, બહેન અને દીકરી સમાન સમજીને તેમના પ્રત્યે અનુરાગ ન
કરવો એ બ્રહ્મચર્ય છે જે તે સંસારચક્રથી જીવોની રક્ષા કરે છે. ૧૦૪.
(मालिनी)
अविरतमिह तावत्पुण्यभाजो मनुष्याः
ह्रदि विरचितरागाः कामिनीनां वसन्ति
कथमपि न पुनस्ता जातु येषां तदङ्घ्री
प्रतिदिनमतिनम्रास्ते ऽपि नित्यं स्तुवन्ति
।।१०५।।

Page 54 of 378
PDF/HTML Page 80 of 404
single page version

background image
અનુવાદ : લોકમાં પુણ્યવાન પુરુષો રાગ ઉત્પન્ન કરીને નિરંતર સ્ત્રીઓના
હૃદયમાં નિવાસ કરે છે. એ પુણ્યવાન પુરુષો પણ, જે મુનિઓના હૃદયમાં તે સ્ત્રીઓ
કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી તે મુનિઓના ચરણની પ્રતિદિન અત્યંત નમ્ર
બનીને નિત્ય સ્તુતિ કરે છે. ૧૦૫.
(स्रग्धरा)
वैराग्यत्यागदारुद्वयकृतरचना चारुनिश्रेणिका यैः
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञान
द्रष्टेः
योग्या स्यादारुरुक्षोः शिवपदसदनं गन्तुमित्येषु केषां
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु हृष्टिः
।।१०६।।
અનુવાદ : વૈરાગ્ય અને ત્યાગરૂપ બે લાકડાથી બનાવેલી સુન્દર નિસરણી
જે દસ મહાન સ્થિર પગથિયાવાળી હોઈને મોક્ષ-મહેલમાં જવા માટે ચડવાની
અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. ત્રણલોકના અધિપતિઓ (ઇન્દ્ર,
ધરનેન્દ્ર અને ચક્રવર્તી ) દ્વારા સ્તૂયમાન તે દસ ધર્મોના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ
ન થાય? ૧૦૬.
(शार्दूलविक्रीडित)
निःशेषामलशीलसद्गुणमयीमत्यन्तसाम्यस्थितां
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम्
यत्रानन्तचतुष्टयामृतसरित्यात्मानमन्तर्गतं
न प्राप्नोति जरादिदुःखहशिखः संसारदावानलः
।।१०७।।
અનુવાદ : જે સ્વસ્થતા નિર્મળ સમસ્ત શીલ અને સમીચીન ગુણોથી
રચાયેલી છે, અત્યંત સમતાભાવ ઉપર સ્થિત છે તથા કાર્યના અંતને પ્રાપ્ત કરીને
કૃતકૃત્ય થઈ ચુકી છે; તે પરમાત્માની પ્રિયાસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું.
અનંત ચતુષ્ટયરૂપ અમૃતની નદી સમાન તે સ્વસ્થતામાં સ્થિત આત્માને વૃદ્ધત્વ
આદિરૂપ દુઃસહ જ્વાળાઓથી સંયુક્ત એવા સંસારરૂપી દાવાનલ (જંગલની આગ)
પ્રાપ્ત થતો નથી. ૧૦૭.