Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 108-144 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 21

 

Page 55 of 378
PDF/HTML Page 81 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
आयाते ऽनुभवं भवारिमथने निर्मुक्त मूर्त्याश्रये
शुद्धे ऽन्या
द्रशि सोमसूर्यहुतभुक्कान्तेरनन्तप्रभे
यस्मिन्नस्तमुपैति चित्रमचिरान्निःशेषवस्त्वन्तरं
तद्वन्दे विपुलप्रमोदसदनं चिद्रूपमेकं महः
।।१०८।।
અનુવાદ : જે ચૈતન્યરૂપ તેજ સંસારરૂપી શત્રુને મથનાર છે, રૂપ, રસ,
ગંધ, સ્પર્શરૂપ મૂર્તિના આશ્રય રહિત અર્થાત્ અમૂર્તિક છે, શુદ્ધ છે, અનુપમ છે
તથા ચન્દ્ર, સૂર્ય અને અગ્નિની પ્રભાની અપેક્ષાએ અનંતગુણી પ્રભાથી યુક્ત છે;
તે ચૈતન્યરૂપ તેજનો અનુભવ થઈ જતાં આશ્ચર્ય છે કે અન્ય સમસ્ત પર પદાર્થ
શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે અર્થાત્ તેમનો પછી વિકલ્પ જ રહેતો નથી. અતિશય
આનંદ ઉત્પન્ન કરનાર તે એક ચૈતન્યરૂપ તેજને હું નમસ્કાર કરૂં છું. ૧૦૮.
(शार्दूलविक्रीडित)
जातिर्याति न यत्र यत्र च मृतो मृत्युर्जरा जर्जरा
जाता यत्र न कर्मकायघटना नो वाग् न च व्याधयः
यत्रात्मैव परं चकास्ति विशदज्ञानैकमूर्तिः प्रभु-
र्नित्यं तत्पदमाश्रिता निरुपमाः सिद्धाः सदा पान्तु वः
।।१०९।।
અનુવાદ : જે મોક્ષપદમાં જન્મ થતો નથી, મૃત્યુ મરી ગયું છે, જરા જીર્ણ
થઈ ગઈ છે, કર્મ અને શરીરનો સંબંધ રહ્યો નથી, વચન નથી, વ્યાધિઓ પણ બાકી
રહી નથી, જ્યાં કેવળ નિર્મળજ્ઞાનરૂપ અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી
આત્મા જ સદા પ્રકાશમાન છે; તે મોક્ષપદ પામેલા અનુપમ સિદ્ધ પરમેષ્ઠી સર્વદા
આપની રક્ષા કરો. ૧૦૯.
(शार्दूलविक्रीडित)
दुर्लक्ष्ये ऽपि चिदात्मनि श्रुतबलात् किंचित्स्वसंवेदनात्
ब्रूमः किंचिदिह प्रबोधनिधिभिर्ग्राह्यं न किंचिच्छलम्
मोहे राजनि कर्मणामतितरां प्रौढान्तराये रिपौ
द्रग्बोधावरणद्वये सति मतिस्ताद्रक्कुतो माद्रशाम् ।।११०।।

Page 56 of 378
PDF/HTML Page 82 of 404
single page version

background image
અનુવાદ : જો કે ચૈતન્યસ્વરૂપ આત્મા અદ્રશ્ય છે છતાં પણ શાસ્ત્રના
બળથી થતા કાંઈક સ્વાનુભવથી પણ અહીં તેના સંબંધમાં કાંઈક નિરૂપણ કરીએ
છીએ. સમ્યગ્જ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર વિદ્વાનોએ આમાં કાંઈ છળ નહીં
સમજવું જોઈએ. કારણ કે સર્વ કર્મોના અધિપતિસ્વરૂપ મોહ, શક્તિશાળી
અંતરાયરૂપ શત્રુ તથા દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આ ચાર ઘાતિ કર્મો વિદ્યમાન
હોય ત્યારે મારા જેવા અલ્પજ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યાંથી હોઈ શકે? ૧૧૦.
(शार्दूलविक्रीडित)
विद्वन्मन्यतया सदस्यतितरामुद्दण्डवाग्डम्बराः
शृङ्गारादिरसैः प्रमोदजनकं व्याख्यानमातन्वते
ये ते च प्रतिसद्म सन्ति बहवो व्यामोहविस्तारिणो
येभ्यस्तत्परमात्मतत्त्वविषयं ज्ञानं तु ते दुर्लभाः
।।१११।।
અનુવાદ : વિદ્વતાના અભિમાનથી સભામાં અત્યંત ઉદ્દંડ વચનોનો આડંબર
કરનારા જે કવિઓ શૃંગારાદિ રસો દ્વારા બીજાઓને આનંદ ઉત્પન્ન કરનાર વ્યાખ્યાનનો
વિસ્તાર કરીને તેમને મુગ્ધ કરે છે તે કવિઓ તો અહીં ઘરે ઘરે અનેક છે. પણ જેમની
પાસેથી પરમાત્મતત્ત્વ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તો દુર્લભ જ છે. ૧૧૧.
(शार्दूलविक्रीडित)
आपद्धेतुषु रागरोषनिकृतिप्रायेषु दोषेष्वलं
मोहात्सर्वजनस्य चेतसि सदा सत्सु स्वभावादपि
तन्नाशाय च संविदे च फलवत्काव्यं कवेर्जायते
शृङ्गारादिरसं तु सर्वजगतो मोहाय दुःखाय च
।।११२।।
અનુવાદ : જે રાગ, ક્રોધ અને માયા આદિ દોષ અત્યંત દુઃખના કારણભૂત
છે તે તો મોહને વશ થયેલા સ્વભાવથી જ સર્વદા સર્વ જીવોના ચિત્તમાં નિવાસ
કરે છે. ઉક્ત દોષોનો નાશ કરવા તથા સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રચવામાં
આવેલું કવિનું કાવ્ય સફળ થાય છે. એનાથી વિપરીત શૃંગારાદિ રસપ્રધાન કાવ્ય
તો સર્વ જીવોને મોહ અને દુઃખ જ ઉત્પન્ન કરનાર થાય છે. ૧૧૨.

Page 57 of 378
PDF/HTML Page 83 of 404
single page version

background image
(वसंततिलका)
कालादपि प्रसृतमोहमहान्धकारे
मार्गं न पश्यति जनो जगति प्रशस्तम्
क्षुद्राः क्षिपन्ति द्रशि दुःश्रुतिधूलिमस्य
न स्यात्कथं गतिरनिश्चितदुःपथेषु ।।११३।।
અનુવાદ : કાળના પ્રભાવથી જ્યાં મોહરૂપ મહાન અંધકાર ફેલાયેલો છે એવા
આ લોકમાં મનુષ્ય ઉત્તમ માર્ગ જોઈ શકતો નથી. તે સિવાય નીચ મિથ્યાદ્રષ્ટિ જીવો
તેની આંખમાં મિથ્યા ઉપદેશરૂપ ધૂળ પણ ફેંકે છે. તો પછી એવી હાલતમાં તેનું ગમન
અનિશ્ચિત ખોટા માર્ગે કેમ ન થાય? અર્થાત્ અવશ્ય થાય. ૧૧૩.
(शार्दूलविक्रीडित)
विण्मूत्रक्रिमिसंकुले कृतघृणैरन्रादिभिः पूरिते
शुक्रासृग्वरयोषितामपि तनुर्मातुः कुगर्भे ऽजनि
सापि क्लिष्टरसादिधातुकलिता पूर्णा मलाद्यैरहो
चित्रं चन्द्रमुखीति जातमतिभिर्विद्वद्भिरावर्ण्यते
।।११४।।
અનુવાદ : જે માતાની કુત્સિત કુક્ષિ વિષ્ટા, મૂત્ર અને તુચ્છ જંતુઓથી વ્યાપ્ત
તથા ઘૃણાજનક આંતરડા આદિથી પરિપૂર્ણ છે એવી તે કૂખમાં ઉત્તમ સ્ત્રીઓનું પણ
વીર્ય અને રજથી નિર્મિત શરીર ઉત્પન્ન થયું છે. તે ઉત્તમ સ્ત્રી પણ ક્લેશજનક રસ
આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે. છતાં પણ આશ્ચર્ય છે કે તેને
પ્રતિભાશાળી વિદ્વાન્ ચન્દ્રમુખી (ચન્દ્ર જેવા મુખવાળી) બતાવે છે. ૧૧૪.
(शिखरणी)
कचा यूकावासा मुखमजिनबद्धास्थिनिचयः
कुचौ मांसोच्छ्रायौ जठरमपि विष्ठादिघटिका
मलोत्सर्गे यन्रं जघनमबलायाः क्रमयुगं
तदाधारस्थूणे किमिह किल रागाय महताम्
।।११५।।
અનુવાદ : જે સ્ત્રીના વાળ જૂ ના સ્થાનરૂપ છે, મુખ ચામડાથી સમ્બદ્ધ

Page 58 of 378
PDF/HTML Page 84 of 404
single page version

background image
હાડકાના સમૂહથી સંયુક્ત છે. સ્તન માંસથી ઉન્નત છે. ઉદર પણ વિષ્ટા આદિના
તુચ્છ ઘડા સમાન છે જઘન મળ છોડવાના યંત્ર સમાન છે અને બન્ને પગ તે યંત્રના
આધારભૂત સ્તંભો સમાન છે; આવી તે સ્ત્રી શું મહાન પુરુષો માટે રાગનું કારણ
થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. ૧૧૫.
(द्रुतविलम्बित)
परमधर्मनदाज्जनमीनकान् शशिमुखीबडिशेन समुद्धतान्
अतिसमुल्लसिते रतिमुर्मुरे पचति हा हतकः स्मरधीवरः ।।११६।।
અનુવાદ : હત્યારો કામદેવરૂપી માછીમાર ઉત્તમ ધર્મરૂપી નદીમાંથી
મનુષ્યોરૂપી માછલીઓને સ્ત્રી રૂપ કાંટા દ્વારા કાઢીને તેમને અત્યંત બળનારી
અનુરાગરૂપી અગ્નિમાં રાંધે છે, એ ઘણા ખેદની વાત છે.
વિશેષાર્થ : જેમ માછીમાર કાંટા દ્વારા નદીમાંથી માછલીઓ કાઢીને તેમને અગ્નિમાં
રાંધે છે તે જ પ્રમાણે કામદેવ (ભોગાભિલાષા) પણ મનુષ્યોને સ્ત્રીઓ દ્વારા ધર્મથી ભ્રષ્ટ કરીને તેમને
વિષયભોગોથી સંતપ્ત કરે છે. ૧૧૬.
(शार्दूलविक्रीडित)
येनेदं जगदापदम्बुधिगतं कुर्वीत मोहो हठात्
येनैते प्रतिजन्तु हन्तुमनसः क्रोधादयो दुर्जयाः
येन भ्रातरियं च संसृति सरित्संजायते दुस्तरा
तज्जानीहि समस्तदोषविषमं स्त्रीरूपमेतद्ध्रुवम्
।।११७।।
અનુવાદઃજે સ્ત્રીના સૌન્દર્યના પ્રભાવથી આ મોહ જગતના પ્રાણીઓને
બળપૂર્વક આપત્તિરૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવે છે, જેના દ્વારા આ દુર્જય ક્રોધ આદિ
શત્રુ પ્રત્યેક પ્રાણીના ઘાતમાં તત્પર રહે છે તથા જેના દ્વારા આ સંસારરૂપી નદી
પાર કરવી અશક્ય બની જાય છે. હે ભાઈ! તું તે સ્ત્રીના સૌન્દર્યને નિશ્ચયથી
સમસ્ત દોષોવાળું હોવાને કારણે કષ્ટદાયક સમજ. ૧૧૭.
(शार्दूलविक्रीडित)
मोहव्याधभटेन संसृतिवने मुग्धैणबन्धापदे
पाशाः पङ्कजलोचनादिविषयाः सर्वत्र सज्जीकृताः

Page 59 of 378
PDF/HTML Page 85 of 404
single page version

background image
मुग्धास्तत्र पतन्ति तानपि वरानास्थाय वाञ्छन्त्यहो
हा कष्टं परजन्मने ऽपि न विदः क्कापीति धिङ्मूर्खताम्
।।११८।।
અનુવાદઃસુભટ મોહરૂપી પારધીએ સંસારરૂપી વનમાં મૂર્ખજનરૂપી
મૃગોને બન્ધન- જનિત આપત્તિમાં ધકેલવા માટે સર્વત્ર કમળ સમાન નેત્રોવાળી
સ્ત્રી આદિ વિષયરૂપી જાળો તૈયાર કરી લીધી છે. આ મૂર્ખ પ્રાણી તે ઇન્દ્રિય
વિષયરૂપી જાળમાં ફસાઈ જાય છે અને તે વિષય ભોગોને ઉત્તમ અને સ્થાયી
સમજીને પરલોકમાં પણ તેમની ઇચ્છા કરે છે, એ ઘણા ખેદની વાત છે. પરંતુ
વિદ્વાન્ પુરુષ તેમની અભિલાષા આ લોક અને પરલોકમાંથી ક્યાંય પણ કરતા
નથી. તે મૂર્ખતાને ધિક્કાર છે. ૧૧૮.
(शार्दूलविक्रीडित)
एतन्मोहढकप्रयोगविहितभ्रान्तिभ्रमच्चक्षुषा
पश्यत्येेष जनो ऽसमञ्जसमसद्बुधिर्ध्रुवं व्यापदे
अप्येतान् विषयाननन्तनरकक्लेशप्रदानस्थिरान्
यत् शश्वत्सुखसागरानिव सतश्चेतःप्रियान् मन्यते
।।११९।।
અનુવાદ : આ દુર્બુદ્ધિ મનુષ્ય મોહરૂપી ઠગના પ્રયોગથી કરવામાં આવેલી
ભ્રાન્તિથી ભ્રમિત થયેલી આંખો દ્વારા આ વિષયસુખને વિપરીત દેખે છે અર્થાત્ તે
દુઃખદાયક વિષયસુખને સુખદાયક માને છે. પરંતુ વાસ્તવમાં તે નિશ્ચયથી આપત્તિજનક
જ છે. જે આ વિષયભોગ નરકમાં અનંત દુઃખ આપનાર અને અસ્થિર છે તેમને
તે સર્વદા ચિત્તને પ્રિય લાગનારા સુખના સમુદ્ર સમાન માને છે. ૧૧૯.
(शार्दूलविक्रीडित)
संसारे ऽत्र घनाटवीपरिसरे मोहष्ठकः कामिनी-
क्रोधाद्याश्च तदीयपेटकमिदं तत्संनिधौ जायते
प्राणी तद्बिहितप्रयोगविकलस्तद्वश्यतामागतो
न स्वं चेतयते लभेत विपदं ज्ञातुः प्रभोः कथ्यताम्
।।१२०।।
અનુવાદ : સઘન વનની અંત્ય ભૂમિ સમાન આ સંસારમાં મોહરૂપ ઠગ
વિદ્યમાન છે. સ્ત્રી અને ક્રોધાદિ કષાયો તેની પેટી સમાન છે અર્થાત્ તેઓ તેના પ્રબળ

Page 60 of 378
PDF/HTML Page 86 of 404
single page version

background image
સહાયક છે. કારણ કે એ તેના (મોહના) રહેવાથી જ રહે છે. ઉક્ત મોહદ્વારા કરવામાં
આવેલા પ્રયોગથી વ્યાકુળ થયેલ પ્રાણી તેને વશ થઈને પોતાના આત્મસ્વરૂપનો વિચાર
કરતા નથી, તેથી તે વિપત્તિને પ્રાપ્ત થાય છે. તે મોહરૂપ ઠગથી પ્રાણીની રક્ષા કરનાર
જ્ઞાતા પ્રભુ (સર્વદા) છે તેથી જ તે જ્ઞાતા પ્રભુની જ પ્રાર્થના કરવી. ૧૨૦.
(शार्दूलविक्रीडित)
ऐश्वर्यादिगुणप्रकाशनतया मूढा हि ये कुर्वते
सर्वेषां टिरिटिल्लितानि पुरतः पश्यन्ति नो ब्यापदः
विद्युल्लोलमपि स्थिरं परमपि स्वं पुत्रदारादिकं
मन्यन्ते यदहो तदत्र विषमं मोहप्रभोः शासनम्
।।१२१।।
અનુવાદ : જે મૂર્ખજનો પોતાના ઐશ્વર્ય આદિ ગુણો પ્રકટ કરવાના વિચારથી
અન્ય સર્વ મનુષ્યોની ઠેકડી ઉડાડ્યા કરે છે તેઓ ભવિષ્યમાં આવનારી આપત્તિઓને
જોતા નથી. આશ્ચર્ય છે કે જે પુત્ર અને પત્ની આદિ વિજળી સમાન ચંચળ (અસ્થિર)
છે તેમને તે લોકો સ્થિર માને છે તથા પ્રત્યક્ષ પર (ભિન્ન) દેખાવા છતાં તેમને સ્વકીય
સમજે છે આ મોહરૂપી રાજાનું વિષમ શાસન છે. ૧૨૧.
(शिखरणी)
क्व यामः किं कुर्मः कथमिह सुखं किं च भविता
कुतो लभ्या लक्ष्मीः क इह नृपतिः सेव्यत इति
विकल्पानां जालं जडयति मनः पश्यत सतां
अपि ज्ञातार्थनामिह महदहो मोहचरितम्
।।१२२।।
અનુવાદ : અમે ક્યાં જઈએ, શું કરીએ, અહીં સુખ કેવી રીતે પ્રાપ્ત થઈ
શકે? અને શું થશે? લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? એના માટે ક્યા રાજાની સેવા
કરવી? ઇત્યાદિ વિકલ્પોનો સમૂહ અહીં તત્ત્વજ્ઞ સજ્જન પુરુષોના મનને પણ જડ
બનાવી દે છે, એ શોચનીય છે. આ બધી મોહની મહાલીલા છે. ૧૨૨.
(शिखरिणी)
विहाय व्यामोहं धनसदनतन्वादिविषये
कुरुध्वं तत्तूर्णं किमपि निजकार्यं ऐबत बुधाः

Page 61 of 378
PDF/HTML Page 87 of 404
single page version

background image
न येनेदं जन्म प्रभवति सुनृत्वादिघटना
पुनः स्यान्न स्याद्वा किमपरवचोडम्बरशतैः
।।१२३।।
અનુવાદઃહે વિદ્વદ્જનો! ધન, મહેલ અને શરીર આદિના વિષયમાં
મમત્વબુદ્ધિ છોડીને શીઘ્રતાથી કાંઈ પણ પોતાનું એવું કાર્ય કરો કે જેથી આ જન્મ
ફરીથી પ્રાપ્ત ન કરવો પડે. બીજા સેંકડો વચનોના બાહ્ય ડોળથી તમારું કાંઈ પણ
ઇષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્ય પર્યાય આદિ સ્વહિત સાધક
સામગ્રી પ્રાપ્ત થઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કાંઈ નક્કી નથી.
અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૧૨૩.
(स्रग्धरा)
वाचस्तस्य प्रमाणं य इह जिनपतिः सर्वविद्वीतरागो
रागद्वेषादिदोषैरुपह्रतमनसो नेतरस्यानृतत्वात्
एतन्निश्चित्य चिते श्रयत बत बुधा विश्वतत्त्वोपलब्धौ
मुक्ते र्मूलं तमेकं भ्रमत किमु बहुष्वन्धवदुःपथेषु
।।१२४।।
અનુવાદ : અહીં જે જિનેન્દ્રદેવ સર્વજ્ઞ થયા થકા રાગદ્વેષરહિત છે તેનું વચન
પ્રમાણ (સત્ય) છે. એનાથી વિપરીત જેનું અંતઃકરણ રાગ-દ્વેષાદિથી દુષિત છે એવા અન્ય
કોઈનું વચન પ્રમાણ હોઈ શકતું નથી કારણ કે તે સત્યથી રહિત છે એવો મનમાં નિશ્ચય
કરીને હે બુદ્ધિમાન્ સજ્જનો! જે સર્વજ્ઞ થઈ જવાથી મુક્તિનું મૂળ કારણ છે તે જ એક
જિનેન્દ્રદેવનો તમે સમસ્ત તત્ત્વોના પરિજ્ઞાન માટે આશ્રય કરો, આંધળાની જેમ અનેક
કુમાર્ગોમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી. ૧૨૪.
(वसंततिलका)
यः कल्पयेत् किमपि सर्वविदोऽपि वाचि
संदिह्य तत्त्वमसमञ्जसमात्मबुद्धया
खे पत्रिणां विचरतां सुद्रशेक्षितानां
संख्यां प्रति प्रविदधाति स वादमन्धः ।।१२५।।
અનુવાદ : જે સર્વજ્ઞના પણ વચનમાં સંદેહ કરીને પોતાની બુદ્ધિથી તત્ત્વના
વિષયમાં અન્યથા કાંઈક કલ્પના કરે છે તે અજ્ઞાની પુરુષ નિર્મળ નેત્રોવાળા

Page 62 of 378
PDF/HTML Page 88 of 404
single page version

background image
પુરુષદ્વારા જોવામાં આવેલ આકાશમાં વિહરતા પક્ષીઓની સંખ્યાની બાબતમાં
વિવાદ કરનાર આંધળા સમાન આચરણ કરે છે. ૧૨૫.
(इन्द्रवज्रा)
उक्तं जिनैर्द्वादशभेदभङ्गं श्रुतं, ततो बाह्यमनन्तभेदम्
तस्मिन्नुपादेयतया चिदात्मा, ततः परं हेयतयाभ्यधायि ।।१२६।।
અનુવાદ : જિનદેવે અંગશ્રુતના બાર તથા અંગ બાહ્યના અનંત ભેદ બતાવ્યા
છે. આ બન્નેય પ્રકારના શ્રુતમાં ચેતન આત્માને ગ્રાહ્યરૂપે અને તેનાથી ભિન્ન પર
પદાર્થોને હેયરૂપે બતાવેલ છે.
વિશેષાર્થ : મતિજ્ઞાનના નિમિત્તે જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે આ શ્રુતના
મૂળમાં બે ભેદ છેઅંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. આમાં અંગપ્રવિષ્ટના નીચે પ્રમાણે બાર ભેદ
છે૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ ૪. સમવાયાંગ ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઅંગ
૬. જ્ઞાતૃધર્મકથાંગ ૭. ઉપાસકાધ્યયનાંગ ૮. અંતકૃતદશાંગ ૯. અનુત્તરૌપપાદિકદશાંગ
૧૦. પ્રશ્નવ્યાકરણાંગ ૧૧. વિપાકસૂત્રાંગ અને ૧૨. દ્રષ્ટિવાદાંગ આમાં દ્રષ્ટિવાદ પણ પાંચ
પ્રકારના છે
૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પ્રથમાનુયોગ ૪. પૂર્વગત અને ૫. ચૂલિકા. આમાં
પૂર્વગતના પણ નીચે પ્રમાણે ચૌદ ભેદ છે૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણીપૂર્વ ૩. વીર્યાનુપ્રવાદ
૪. અસ્તિનાસ્તિપ્રવાદ ૫. જ્ઞાનપ્રવાદ ૬. સત્યપ્રવાદ ૭. આત્મપ્રવાદ ૮. કર્મપ્રવાદ
૯. પ્રત્યાખ્યાનનામધેય ૧૦. વિદ્યાનુપ્રવાદ ૧૧. કલ્યાણનામધેય ૧૨. પ્રાણાવાય ૧૩. ક્રિયાવિશાળ
અને ૧૪ લોકબિન્દુસાર. અંગબાહ્ય દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ ભેદથી અનેક પ્રકારના
છે. છતાં પણ તેના મુખ્યપણે નીચેના ચૌદ ભેદ બતાવ્યા છે
૧. સામાયિક ૨. ચતુર્વિશતિસ્તવ
૩. વંદના ૪. પ્રતિક્રમણ ૫. વૈનયિક ૬. કૃતિકર્મ ૭. દશવૈકાલિક ૮. ઉત્તરાધ્યયન ૯. કલ્પ-
વ્યવહાર ૧૦. કલ્પ્યાકલ્પ્ય ૧૧. મહાકલ્પ્ય ૧૨. પુંડરીક ૧૩. મહાપુંડરીક અને ૧૪. નિષિદ્ધિકા
(વિશેષ જાણકારી માટે ષટ્ખંડાગમ
કૃતિઅનુયોગદ્વાર (પુ. ૯) પૃ. ૧૮૭૨૨૪ જુઓ). આ
બધા જ શ્રુતમાં એક માત્ર આત્માને ઉપાદેય બતાવીને બીજા બધા પદાર્થોને હેય બતાવ્યા છે.
શ્રુતના અભ્યાસનું પ્રયોજન પણ એ જ છે, અન્યથા અગિયાર અંગ નવ પૂર્વોનો અભ્યાસ કરીને
પણ દ્રવ્યલિંગી મુનિ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ૧૨૬.
(उपजाति)
अल्पायुषामल्पधियामिदानीं कुतः समस्तश्रुतपाठशक्ति :
तदत्र मुक्तिं प्रति बीजमात्रमभ्यस्यतामात्महितं प्रयत्नात् ।।१२७।।

Page 63 of 378
PDF/HTML Page 89 of 404
single page version

background image
અનુવાદ : વર્તમાન કાળમાં મનુષ્યોનું આયુષ્ય અલ્પ અને બુદ્ધિ અતિશય
મંદ થઈ ગઈ છે તેથી તેમનામાં ઉપર્યુક્ત સમસ્ત શ્રુતના પાઠની શક્તિ રહી નથી.
આ કારણે તેમણે અહીં એટલા જ શ્રુતનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ જે
મોક્ષનું બીજભૂત થઈને આત્માનું હિત કરનાર હોય. ૧૨૭.
(स्रग्धरा)
निश्चेतव्यो जिनेन्द्रस्तदतुलवचसां गोचरेऽर्थ परोक्षे
कार्यः सोऽपि प्रमाणं वदत किमपरेणालकोलाहलेन
सत्यां छद्मस्थतायामिह समयपथस्वानुभूतिप्रबुद्धा
भो भो भव्या यतध्वं
द्रगवगमनिधावात्मनि प्रीतिभाजः ।।१२८।।
અનુવાદ : હે ભવ્ય જીવો! આપે જિનેન્દ્રદેવના વિષયમાં નિશ્ચય કરવો
જોઈએ અને તેમના અનુપમ વચનોના વિષયભૂત પરોક્ષ પદાર્થના વિષયમાં તેને
જ પ્રમાણ માનવા જોઈએ. બીજા વ્યર્થ કોલાહલથી શું પ્રયોજન સિદ્ધ થશે, એ
આપ જ બતાવો. તેથી છદ્મસ્થ (અલ્પજ્ઞ) અવસ્થા વિદ્યમાન હોવા છતાં સિદ્ધાંતના
માર્ગે પ્રાપ્ત થયેલ આત્માનુભવવડે પ્રબોધને પામીને આપ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનની નિધિસ્વરૂપ આત્માના વિષયમાં પ્રીતિયુક્ત થઈને પ્રયત્ન કરો
તેની
જ આરાધના કરો.
વિશેષાર્થ : અલ્પજ્ઞતાને કારણે આપણે જે પરોક્ષ પદાર્થોના વિષયમાં કાંઈ પણ નિશ્ચય
કરી શકતા નથી તેમના વિષયમાં આપણે જિનેન્દ્રદેવને કે જે રાગ-દ્વેષ રહિત હોઈને સર્વજ્ઞ પણ
છે, પ્રમાણ માનવા જોઈએ. જો કે વર્તમાનમાં તે અહી વિદ્યમાન નથી તોપણ પરંપરાપ્રાપ્ત તેમના
વચન (જિનાગમ) તો વિદ્યમાન છે જ. તેના દ્વારા પ્રબોધ પ્રાપ્ત કરીને ભવ્ય જીવ આત્મકલ્યાણ
કરવામાં પ્રયત્નશીલ થઈ શકે છે. ૧૨૮.
(आर्या)
तद्धयायत तात्पर्याज्ज्योतिः सच्चिन्मयं विना यस्मात्
सदपि न सत् सति यस्मिन् निश्चितमाभासते विश्वम् ।।१२९।।
અનુવાદ : ચૈતન્યમય તે ઉત્કૃષ્ટ જ્યોતિનું તત્પરતાથી ધ્યાન કરો, જેના વિના
વિદ્યમાન વિશ્વ પણ અવિદ્યમાન સમાન પ્રતિભાસે છે તથા જે ઉપસ્થિત હોતાં તે વિશ્વ
નિશ્ચિતપણે યથાર્થસ્વરૂપે પ્રતિભાસે છે. ૧૨૯.

Page 64 of 378
PDF/HTML Page 90 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
अज्ञो यद्भवकोटिभिः क्षपयति वं कर्म तस्माद्बहु
स्वीकुर्वन् कृतसंवरः स्थिरमना ज्ञानी तु तत्तत्क्षणात्
तीक्ष्णक्लेशहयाश्रितो ऽपि हि पदं नेष्टं तपःस्यन्दनो
नेयं तन्नयति प्रभुं स्फु टतरज्ञानैकसूतोज्झितः
।।१३०।।
અનુવાદ : અજ્ઞાની જીવ પોતાના જે કર્મ કરોડો જન્મોમાં નષ્ટ કરે છે તથા
તેનાથી અનેક ગણા ગ્રહણ કરે છે તેને જ્ઞાની જીવ સ્થિરચિત્ત થઈને સંવરને પ્રાપ્ત
થતા થકા તત્ક્ષણ અર્થાત્ ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે. તે યોગ્ય જ છે
તીક્ષ્ણ ક્લેશરૂપી
ઘોડાનો આશ્રય લેવા છતાં પણ તપરૂપી રથ જો અતિશય નિર્મળ જ્ઞાનરૂપી અદ્વિતીય
સારથી વિનાનો હોય તો તે પોતાના લઈ જવા યોગ્ય પ્રભુ (આત્મા અને રાજા) ને
ઇષ્ટ સ્થાને લઈ જઈ શકતો નથી.
વિશેષાર્થ : જેમ અનુભવી સારથી (ચલાવનાર) વિના શીઘ્રગામી ઘોડા દ્વારા ખેંચાતો
રથ પણ તેમાં બેઠેલા રાજા આદિને પોતાના ઇષ્ટ સ્થાને પહોંચાડી શકતો નથી તેવી જ રીતે
સમ્યગ્જ્ઞાન વિના કરવામાં આવેલું તપ દુઃસહ કાયકલેશોથી સંયુક્ત હોવા છતાં પણ આત્માને
મોક્ષપદમાં પહોંચાડી શકતું નથી. એ જ કારણે જે કર્મો અજ્ઞાની જીવ કરોડો ભવોમાં પણ નષ્ટ
કરી શકતો નથી તેમનો સમ્યક્જ્ઞાની જીવ ક્ષણમાત્રમાં જ નાશ કરી નાખે છે. એનું કારણ એ છે
કે અજ્ઞાની જીવને નિર્જરાની સાથો સાથ નવા કર્મોનો આસ્રવ પણ થયા કરે છે, તેથી તે કર્મરહિત
થઈ શકતો નથી. પરંતુ એનાથી ઉલ્ટું જ્ઞાની જીવને જ્યાં નવા કર્મનો આસ્રવ અટકી જાય છે ત્યાં
પૂર્વસંચિત કર્મની નિર્જરા પણ થાય છે. તેથી જ તે શીઘ્ર કર્મોથી રહિત થઈ જાય છે. ૧૩૦.
(स्रग्धरा)
कर्माब्धौ तद्विचित्रोदयलहरिभरव्याकुले व्यापदुग्र-
भ्राम्यन्नक्रादिकीर्णे मृतिजननलसद्वाडवावर्तगर्ते
मुक्त : शक्त या हताङ्गः प्रतिगति स पुमान् मज्जनोन्मज्जनाभ्या
मप्राप्य ज्ञानपोतं तदनुगतजडः पारगामी कथं स्यात् ।।१३१।।
અનુવાદ : જે કર્મરૂપી સમુદ્ર પોતાના વિવિધ પ્રકારના ઉદયરૂપી લહરીઓના
ભારથી વ્યાપ્ત છે, આપત્તિઓ રૂપ આમ તેમ ઘૂમતા મહાન્ મગર આદિ
જળજંતુઓથી પરિપૂર્ણ છે, તથા મૃત્યુ અને જન્મરૂપી વડવાગ્નિ અને વમળના ખાડારૂપ

Page 65 of 378
PDF/HTML Page 91 of 404
single page version

background image
છે; તેમાં પડેલો તે અજ્ઞાની મનુષ્યજેનું શરીર પ્રત્યેક ગતિમાં (ડગલે પગલે) વારંવાર
ડૂબવા અને ઉપર આવવાના કારણે પિડાઈ રહ્યું છે તથા જે (સમુદ્રને) ઓળંગવાની
શક્તિરહિત છે
જ્ઞાનરૂપી જહાજને પ્રાપ્ત કર્યા વિના કેવી રીતે પારગામી થઈ શકે?
અર્થાત્ જ્યાં સુધી તેને જ્ઞાનરૂપી જહાજ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે કર્મરૂપી સમુદ્રનો
પાર કોઈ પણ રીતે પામી શકતો નથી. ૧૩૧.
(शार्दूलविक्रीडित)
शश्वन्मोहमहान्धकारकलिते त्रैलोक्यसद्मन्यसौ
जैनी वागमलप्रदीपकलिका न स्याद्यदि द्योतिका
भावानामुपलब्धिरेव न भवेत् सम्यक्त दिष्टेतर-
प्राप्तित्यागकृते पुनस्तनुभृतां दूरे मतिस्ता
द्रशी ।।१३२।।
અનુવાદ : જે ત્રણે લોકરૂપ ભવન સર્વદા મોહરૂપ સઘન અંધકારથી વ્યાપ્ત
થઈ રહ્યું છે તેને પ્રકાશિત કરનાર જો જિનવાણી રૂપી નિર્મળ દીપકની જ્યોત ન
હોય તો પદાર્થોનું સારી રીતે જ્ઞાન જ થઈ શકતું નથી તો પછી એવી અવસ્થામાં
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિત્યાગ માટે પ્રાણીઓને તે પ્રકારની બુદ્ધિ કેવી રીતે
થઈ શકે? થઈ શકે નહિ. ૧૩૨.
(मन्दाक्रान्ता)
शान्ते कर्मण्युचितसकलक्षेत्रकालादिहेतौ
लब्धवा स्वास्थ्यं कथमपि लसद्योगमुद्रावशेषम्
आत्मा धर्मो यदयमसुखस्फीतसंसारगर्ता-
दुद्धृत्य स्वं सुखमयपदे धारयत्यात्मनैव
।।१३३।।
અનુવાદ : કર્મના ઉપશાન્ત થવા સાથે યોગ્ય સમસ્ત ક્ષેત્રકાળાદિરૂપ સામગ્રી
પ્રાપ્ત થઈ જતાં કેવળ ધ્યાનમુદ્રાથી સંયુક્ત સ્વાસ્થ્ય (આત્મસ્વરૂપસ્થતા) કોઈ પણ
પ્રકારે પ્રાપ્ત કરીને આ આત્મા દુઃખોથી પરિપૂર્ણ સંસારરૂપ ખાડામાંથી પોતાને કાઢીને
પોતાની જાતે જ સુખમય પદ અર્થાત્ મોક્ષમાં ધારણ કરે છે તેથી તે આત્મા જ ધર્મ
કહેવાય છે.
વિશેષાર્થ : ‘इष्टस्थाने धरति इति धर्मः’ આ વ્યાખ્યા પ્રમાણે જે જીવને સંસારના

Page 66 of 378
PDF/HTML Page 92 of 404
single page version

background image
દુઃખમાંથી કાઢીને ઇષ્ટ પદ (મોક્ષ)માં પ્રાપ્ત કરાવે છે તેને ધર્મ કહેવામાં આવે છે. કર્મો ઉપશાન્ત
થવાથી પ્રાપ્ત થયેલી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સામગ્રી દ્વારા અનંતચતુષ્ટયરૂપ સ્વાસ્થ્યનો લાભ થાય
છે. આ અવસ્થામાં એક માત્ર ધ્યાનમુદ્રા જ બાકી રહે છે. બાકીના બધા સંકલ્પ-વિકલ્પ છૂટી જાય
છે. હવે આત્મા પોતાને પોતા દ્વારા જ સંસારરૂપ ખાડામાંથી કાઢીને મોક્ષમાં પહોંચાડી દે છે. તેથી
ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે વાસ્તવમાં આત્માનું નામ જ ધર્મ છે
તે સિવાય બીજો કોઈ ધર્મ હોઈ
શકે નહિ. ૧૩૩.
(शार्दूलविक्रीडित)
नो शून्यो न जडो न भूतजनितो नो कर्तृभावं गतो
नैको न क्षणिको न विश्वविततो नित्यो न चैकान्ततः
आत्मा कायमितश्चिदेकनिलयः कर्ता च भोक्ता स्वयं
संयुक्तः स्थिरताविनाशजननैः प्रत्येकमेकक्षणे
।।१३४।।
અનુવાદ : આ આત્મા એકાન્તરૂપે ન તો શૂન્ય છે, ન જડ છે, ન પૃથ્વી
આદિ ભૂતોથી ઉત્પન્ન થયો છે, ન કર્તા છે, ન એક છે, ન ક્ષણિક છે, ન વિશ્વવ્યાપક
છે અને ન નિત્ય પણ છે. પરંતુ ચૈતન્ય ગુણના આશ્રયભૂત તે આત્મા પ્રાપ્ત થયેલ
શરીર પ્રમાણે થતો થકો સ્વયં જ કર્તા અને ભોક્તા પણ છે. તે આત્મા પ્રત્યેક ક્ષણે
સ્થિરતા (ધ્રૌવ્ય), વિનાશ (વ્યય) અને જનન (ઉત્પાદ)થી યુક્ત રહે છે.
વિશેષાર્થ : ભિન્ન ભિન્ન મતવાદીઓ દ્વારા આત્માના સ્વરૂપની જે વિવિધ પ્રકારે
કલ્પના કરવામાં આવી છે તેનું અહીં નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમ કેશૂન્યૈકાન્તવાદી
(માધ્યમિક) કેવળ આત્માને જ નહિ પણ સમસ્ત વિશ્વને ય શૂન્ય માને છે. તેમના મતનું
નિરાકરણ કરવા માટે અહીં
‘एकान्ततः नो शून्यः’ અર્થાત્ આત્મા સર્વથા શૂન્ય નથી, એમ કહેવામાં
આવ્યું છે. વૈશેષિક મુક્તિ અવસ્થામાં બુદ્ધિ આદિ નવ વિશેષ ગુણોનો ઉચ્છેદ માનીને તેને જડ
જેવો માને છે. સંસાર અવસ્થામાં પણ તેઓ તેને સ્વયં ચેતન નથી માનતા પણ ચેતન જ્ઞાનના
સમવાયથી તેને ચેતન સ્વીકારે છે. જે ઔપચારિક છે. આવી અવસ્થામાં તે સ્વરૂપથી જડ જ
કહેવાશે. તેમના આ અભિપ્રાયનું નિરાકરણ કરવા માટે અહીં
‘न जडः’ અર્થાત્ તે જડ નથી, એવો
નિર્દેશ કરવામાં આવ્યો છે. ચાર્વાક મતાનુયાયી આત્માને પૃથ્વી આદિ પાંચ ભૂતોથી ઉત્પન્ન થયેલો
માને છે. તેમના અભિપ્રાય પ્રમાણે તેનું અસ્તિત્વ ગર્ભથી મરણ પર્યન્ત જ રહે છે.
ગર્ભના પહેલાં
અને મરણ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. તેમના આ અભિપ્રાયને દોષવાળું બતાવીને અહીં
‘नभूतजनितः’ અર્થાત્ તે પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો નથી, એમ કહેવામાં આવ્યું છે. નૈયાયિક
આત્માને સર્વથા કર્તા માને છે. તેમના અભિપ્રાયનું લક્ષ્ય કરીને અહીં ‘नो कर्मभावं गतः અર્થાત્ તે

Page 67 of 378
PDF/HTML Page 93 of 404
single page version

background image
સર્વથા કર્તૃત્વ અવસ્થાને પ્રાપ્ત નથી, એમ કહેવામાં આવ્યું છે. પુરુષાદ્વૈતવાદી કેવળ પરંબ્રહ્મનો જ
સ્વીકાર કરીને તેના સિવાય સમસ્ત પદાર્થોનો નિષેધ કરે છે. લોકમાં જે વિવિધ પ્રકારના પદાર્થ
જોવામાં આવે છે તેનું કારણ અવિદ્યાજનિત સંસ્કાર છે. એમના ઉપર્યુક્ત મતનું નિરાકરણ કરતાં
અહીં
‘नैकः’ અર્થાત્ આત્મા એક જ નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. બૌદ્ધ (સૌત્રાન્તિક)
તેને સર્વથા ક્ષણિક માને છે. તેમનો અભિપ્રાય સદોષ બતાવતાં અહીં ‘न क्षणिकः’ અર્થાત્ આત્મા
સર્વથા ક્ષણમાં નાશ પામનાર નથી, એમ કહ્યું છે. વૈશેષિક આદિ આત્માને વિશ્વવ્યાપક માને છે.
તેમના મતને દોષપૂર્ણ બતાવીને અહીં
‘न विश्वविततः’અર્થાત્ તે સમસ્ત લોકમાં વ્યાપ્ત નથી, એવો
નિર્દેશ કર્યો છે. સાંખ્યમતાનુયાયી આત્માને સર્વથા નિત્ય સ્વીકારે છે. તેમના આ અભિમતને દૂષિત
ઠરાવીને અહીં
‘न नित्यः’ અર્થાત્ તે સર્વથા નિત્ય નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં
‘एकान्ततः’ આ પદનો સંબંધ સર્વત્ર સમજવો જોઈએ. જેમ કે‘एकान्ततः नो शून्यः, एकान्ततः न
: जडः’ ઇત્યાદિ. જૈનમતાનુસાર આત્માનું સ્વરૂપ કેવું છે, એનો નિર્દેશ કરતાં આગળ એમ બતાવ્યું
છે કે નયવિવક્ષા પ્રમાણે તે આત્મા પ્રાપ્ત શરીરની બરાબર અને ચેતન છે. તે વ્યવહારથી સ્વયં
કર્મોનો કર્તા અને તેમના ફળનો ભોક્તા પણ છે. પ્રકૃતિ કર્તા અને પુરુષ ભોક્તા છે, આ સાંખ્ય
સિદ્ધાંત અનુસાર કર્તા એક (પ્રકૃતિ) અને ફળનો ભોક્તા બીજો (પુરુષ) હોય; એમ સંભવતું નથી.
જીવાદિ છ દ્રવ્યોમાંથી પ્રત્યેક ક્ષણે ક્ષણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. કોઈ પણ દ્રવ્ય
સર્વથા ક્ષણિક અથવા નિત્ય નથી. ૧૩૪.
(शार्दूलविक्रीडित)
क्वात्मा तिष्ठति कीद्रशः स कलितः केनात्र यस्येद्रशी
भ्रान्तिस्तत्र विकल्पसंभृतमना यः कोऽपि स ज्ञायताम्
किंचान्यस्य कुतो मतिः परमियं भ्रान्ताशुभात्कर्मणो
नित्वा नाशमुपायतस्तदखिलं जानाति ज्ञाता प्रभुः
।।१३५।।
અનુવાદ : આત્મા ક્યાં રહે છે, તે કેવો છે તથા અહીં કોણે તેને જાણ્યો
છે; આ જાતની ભ્રાન્તિ જેને થઈ રહી છે ત્યાં ઉપર્યુક્ત વિકલ્પોથી પરિપૂર્ણ ચિત્તવાળો
જે કોઈ પણ છે તેણે આત્મા જાણવો જોઈએ. કારણ કે આ પ્રકારની બુદ્ધિ અન્ય
(જડ)ને થઈ શકતી નથી. વિશેષતા કેવળ એટલી છે કે આત્માને ઉત્પન્ન થયેલો
ઉપર્યુક્ત વિચાર અશુભ કર્મના ઉદયથી ભ્રાંતિયુક્ત છે. આ ભ્રાન્તિનો પ્રયત્નપૂર્વક નાશ
કરીને જ્ઞાતા સમસ્ત વિશ્વને જાણે છે.
વિશેષાર્થ : આત્મા અતીન્દ્રિય છે. તેથી તેને અલ્પજ્ઞાની આ ચર્મચક્ષુઓથી જોઈ શકતા
નથી. અદ્રશ્ય હોવાથી જ અનેક પ્રાણીઓને ‘આત્મા ક્યાં રહે છે, કેવો છે અને કોના દ્વારા જોવામાં

Page 68 of 378
PDF/HTML Page 94 of 404
single page version

background image
આવ્યો છે’ ઇત્યાદિ પ્રકારનો સંદેહ ઘણું કરીને આત્માના વિષયમાં થયા કરે છે આ સંદેહ દૂર કરતાં
ંઅહીં એમ બતાવ્યું છે કે જે કોઈનેય ઉપર્યુક્ત સંદેહ થાય છે, વાસ્તવમાં તે જ આત્મા છે કારણ
કે એવો વિકલ્પ શરીર આદિ જડ પદાર્થને થઈ શકતો નથી. તે તો
‘अहम् अहम्’ અર્થાત્ હું જાણું
છું, હું અમુક કાર્ય કરૂં છું; એ રીતે ‘હું હું’ એ ઉલ્લેખથી પ્રતીતિમાં આવતા ચેતન આત્માને જ
થઈ શકે છે. એટલું અવશ્ય છે કે જ્યાં સુધી મિથ્યાત્વ આદિ અશુભ કર્મોનો ઉદય રહે છે ત્યાં
સુધી જીવને ઉપર્યુક્ત ભ્રાંતિ રહી શકે છે. ત્યાર પછી તે તપશ્ચરણાદિ દ્વારા જ્ઞાનાવરણાદિને નષ્ટ
કરીને પોતાના સ્વભાવાનુસાર અખિલ પદાર્થોનો જ્ઞાતા (સર્વજ્ઞ) બની જાય છે. ૧૩૫.
(शार्दूलविक्रीडित)
आत्मा मूर्तिविवर्जितो ऽपि वपुषि स्थित्वापि दुर्लक्षतां
प्राप्तोऽपि स्फु रति स्फु टं यदहमित्युल्लेखतः संततम्
तत्किं मुह्यत शासनादपि गुरोर्भ्रान्तिः समुत्सृज्यता-
मन्तः पश्यत निश्चलेन मनसा तं तन्मुखाक्षव्रजाः
।।१३६।।
અનુવાદ : આત્મા મૂર્તિ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ ) રહિત હોવા છતાં પણ
શરીરમાં સ્થિતિ હોવા છતાં પણ તથા અદ્રશ્ય અવસ્થાને પ્રાપ્ત હોવા છતાં પણ નિરંતર
‘अहम्’ અર્થાત્ ‘હું’ આ ઉલ્લેખથી સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે. એવી અવસ્થામાં
હે ભવ્ય જીવો! તમે આત્મોન્મુખ ઇન્દ્રિય સમૂહથી સંયુક્ત થઈને કેમ મોહને પ્રાપ્ત
થાવ છો? ગુરુની આજ્ઞાથી પણ ભ્રમ છોડો અને અભ્યંતરમાં નિશ્ચળ મનથી તે
આત્માનું અવલોકન કરો. ૧૩૬.
(शार्दूलविक्रीडित)
व्यापी नैव शरीर एव यदसावात्मा स्फु रत्यन्वहं
भूतानन्वयतो न भूतजनितो ज्ञानी प्रकृत्या यतः
नित्ये वा क्षणिके ऽथवा न कथमप्यर्थक्रिया युज्यते
तत्रैकत्वमपि प्रमाण
द्रढया भेदप्रतीत्याहतम् ।।१३७।।
અનુવાદ : આત્મા વ્યાપક નથી જ કારણ કે તે નિરંતર શરીરમાં જ
પ્રતિભાસિત થાય છે. તે ભૂતોથી ઉત્પન્ન પણ નથી કેમકે તેની સાથે ભૂતોનો અન્વય
જોવામાં આવતો નથી તથા તે સ્વભાવથી જ્ઞાતા પણ છે. તેને સર્વથા નિત્ય અથવા
ક્ષણિક સ્વીકારવાથી તેમાં કોઈ પ્રકારે અર્થ ક્રિયા બની શકતી નથી. તેમાં એકત્વ પણ

Page 69 of 378
PDF/HTML Page 95 of 404
single page version

background image
નથી કેમકે તે પ્રમાણથી દ્રઢતાને પામેલી ભેદ પ્રતીતિ દ્વારા બાધિત છે.
વિશેષાર્થ : જે વૈશેષિક આદિ આત્માને વ્યાપક માને છે તેમનું લક્ષ કરીને અહીં
એમ કહેવામાં આવ્યું છે કે ‘આત્મા વ્યાપક નથી’ કેમકે તે શરીરમાં જ પ્રતિભાસિત થાય છે.
જો આત્મા વ્યાપક હોય તો તેની પ્રતીતિ કેવળ શરીરમાં જ કેમ થાય? બીજે પણ થવી જોઈતી
હતી. પરંતુ શરીર સિવાય બીજે ક્યાંય પણ તેની પ્રાપ્તિ થતી નથી. તેથી નિશ્ચિત છે કે આત્મા
શરીર પ્રમાણ જ છે, નહિ કે સર્વવ્યાપક. ‘આત્મા પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો છે’ આ ચાર્વાક
મતને દૂષિત બતાવતાં અહીં એમ કહ્યું છે કે આત્મા સ્વભાવથી જ જ્ઞાતા દ્રષ્ટા છે તેથી તે
ભૂતજનિત નથી. જો એમ હોય તો આત્મામાં સ્વભાવથી ચૈતન્યગુણ પ્રાપ્ત થવો જોઈતો ન હતો.
એનું પણ કારણ એ છે કે કાર્ય પ્રાયઃ પોતાના ઉપાદાન કારણ અનુસાર જ ઉત્પન્ન થાય છે,
જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘડામાં માટીના જ ગુણ (મૂર્તિકપણું અને અચેતનપણું આદિ)
પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જો આત્મા પંચભૂતથી ઉત્પન્ન થયો હોત તો તેમાં ભૂતના ગુણ
અચેતનપણું આદિ જ પ્રાપ્ત થવા જોઈતા હતા, નહિ કે સ્વાભાવિક ચેતનત્વ આદિ. પરંતુ તેમાં
અચેતનપણાની વિરુદ્ધ ચેતનપણું જ પ્રાપ્ત થાય છે, માટે સિદ્ધ છે કે તે આત્મા પૃથ્વી આદિ
ભૂતોથી ઉત્પન્ન થયો નથી. આત્માને સર્વથા નિત્ય અથવા ક્ષણિક માનતાં તેમાં ઘટની જળધારણ
આદિ અર્થક્રિયાની જેમ કાંઈ પણ અર્થક્રિયા ન થઈ શકે. જેમ
- જો આત્માને કૂટસ્થ નિત્ય (ત્રણે
કાળે એક જ સ્વરૂપે રહેનાર) સ્વીકારવામાં આવે તો તેમાં કોઈ પણ ક્રિયા (પરિણામ કે
પરિસ્પન્દનરૂપ) થઈ શકે નહિ. એવી અવસ્થામાં કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણનો અભાવ કેવી
રીતે કહી શકાશે? કારણ કે જ્યાં આત્મામાં કદી કોઈ પ્રકારનો વિકાર સંભવિત જ નથી ત્યાં
તે આત્મા જેવો ભોગરૂપ કાર્ય કરતી વખતે હતો તેવો જ તે તેના પહેલાં પણ હતો. તો પછી
શું કારણ છે કે પહેલાં પણ ભોગરૂપ કાર્ય ન હોય? કારણ હોવાથી તે હોવું જ જોઈતું હતું
અને જો તે પહેલાં ન હોય તો પછી પાછળથી પણ ઉત્પન્ન ન થવું જોઈએ. કેમ કે ભોગરૂપ
ક્રિયાનો કર્તા આત્મા સદા એકરૂપ જ રહે છે. નહિ તો તેની કૂટસ્થ નિત્યતાનો વિઘાત અવશ્ય
થાય. કારણ કે પહેલાં જે તેની અકર્તાપણારૂપ અવસ્થા હતી તેનો વિનાશ થઈને કર્તાપણારૂપ
નવી અવસ્થાનો ઉત્પાદ થયો છે. આ જ કૂટસ્થ નિત્યતાનો વિઘાત છે. એ જ રીતે જો આત્માને
સર્વથા ક્ષણિક જ માનવામાં આવે તો પણ કોઈ પ્રકારની અર્થક્રિયા થઈ શકશે નહિ કારણ કે
કોઈ પણ કાર્ય કરવા માટે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, અને ઇચ્છા આદિનું રહેવું આવશ્યક હોય છે.
તે આ ક્ષણિક એકાન્ત પક્ષમાં સંભવ નથી. એનું પણ કારણ એ છે કે જેણે પહેલાં કોઈ પદાર્થને
પ્રત્યક્ષ કરી લીધો હોય તેને જ પાછળથી તેનું સ્મરણ થાય છે અને ત્યાર પછી જ તેના ઉક્ત
અનુભૂત પદાર્થના સ્મરણપૂર્વક ફરીથી પ્રત્યક્ષ થતાં પ્રત્યભિજ્ઞાન પણ થાય છે. પરંતુ જો આત્મા
સર્વથા ક્ષણિક જ હોય તો જે ચિત્તક્ષણને પ્રત્યક્ષ થયું હતું તે તો તે જ ક્ષણે નષ્ટ થઈ ગયું
છે. એવી હાલતમાં તેના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સંભાવના કેવી રીતે કરી શકાય? તથા
ઉક્ત સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન વિના કોઈ પણ કાર્ય કરવું અસંભવ છે. આ રીતે ક્ષણિક

Page 70 of 378
PDF/HTML Page 96 of 404
single page version

background image
એકાન્ત પક્ષમાં બંધ મોક્ષાદિની પણ વ્યવસ્થા થઈ શકતી નથી. તેથી આત્મા આદિને સર્વથા
નિત્ય અથવા ક્ષણિક ન માનતાં કથંચિત્ (દ્રવ્યદ્રષ્ટિએ) નિત્ય અને કથંચિત્ (પર્યાયદ્રષ્ટિએ)
અનિત્ય સ્વીકારવા જોઈએ. જે પુરુષાદ્વૈતવાદી આત્માને પરબ્રહ્મસ્વરૂપમાં સર્વથા એક સ્વીકારીને
વિભિન્ન આત્માઓ અને અન્ય સર્વ પદાર્થોનો નિષેધ કરે છે તેમના મતનું નિરાકરણ કરતાં
અહીં એમ બતાવ્યું છે કે સર્વથા એકત્વની કલ્પના પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. જ્યાં વિવિધ
પ્રાણીઓ અને ઘટ-પટાદિ પદાર્થોની જુદી જુદી સત્તા પ્રત્યક્ષ જ સ્પષ્ટપણે દેખવામાં આવે છે
ત્યાં ઉપર્યુક્ત સર્વથા એકત્વની કલ્પના ભલા કેવી રીતે યોગ્ય કહી શકાય છે? કદાપિ નહિ.
એ જ રીતે શબ્દાદ્વૈત, વિજ્ઞાનાદ્વૈત અને ચિત્રાદ્વૈત આદિની કલ્પના પણ પ્રત્યક્ષાદિથી બાધિત
હોવાના કારણે ગ્રાહ્ય નથી; એવો નિશ્ચય કરવો જોઈએ. ૧૩૭.
(शार्दूलविक्रीडित)
कुर्यात्कर्म शुभाशुभं स्वयमसौ भुङ्क्ते स्वयं तत्फलं
सातासातगतानुभूतिकलनादात्मा न चान्या
द्रशः
चिद्रुपः स्थितिजन्मभङ्गकलितः कर्मावृतः संसृतौ
मुक्तौ ज्ञान
द्रगेकमूर्तिरमलस्त्रैलोक्यचूडामणिः ।।१३८।।
અનુવાદ : તે આત્મા સ્વયં શુભ અને અશુભ કાર્ય કરે છે અને સ્વયં તેનું
ફળ પણ ભોગવે છે, કારણ કે શુભાશુભ કર્મના ફળ સ્વરૂપ સુખદુઃખનો અનુભવ
પણ તેને જ થાય છે. આનાથી ભિન્ન આત્માનું બીજું સ્વરૂપ હોઈ જ શકે નહિ.
સ્થિતિ (ધ્રૌવ્ય), જન્મ (ઉત્પાદ) અને ભંગ (વ્યય) સહિત જે ચેતન આત્મા સંસાર
અવસ્થામાં કર્મોના આવરણ સહિત હોય છે તે જ મુક્તિ અવસ્થામાં કર્મમળ રહિત
થઈને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર સંયુક્ત થયો થકો ત્રણે લોકમાં ચૂડામણિ રત્ન
સમાન શ્રેષ્ઠ થઈ જાય છે.
વિશેષાર્થ : સાંખ્ય પ્રકૃતિને કર્તા અને પુરુષને ભોક્તા માને છે. આ જ અભિપ્રાય
લક્ષમાં રાખીને અહીં એમ બતાવ્યું છે કે જે આત્મા કર્મોનો કર્તા છે તે જ તેમના ફળનો
ભોક્તા પણ થાય છે. કર્તા એક અને ફળનો ભોક્તા અન્ય જ હોય, એ કલ્પના યુક્તિ સંગત
નથી. એ સિવાય અહીં જે બે વાર
‘स्वयम्’ પદનો પ્રયોગ થયો છે તેથી એ પણ જણાય
છે કે જેવી રીતે ઇશ્વર કર્તૃત્વ વાદીઓના મતમાં કર્મોનું કરવું અને તેમના ફળનું ભોગવવું
ઇશ્વર પ્રેરણાથી થાય છે તેવું જૈન સિદ્ધાંત અનુસાર સંભવિત નથી. જૈનમત પ્રમાણે આત્મા
સ્વયં કર્તા અને પોતે જ તેમના ફળનો ભોક્તા પણ છે. તથા તે જ પુરુષાર્થ પ્રગટ કરીને
કર્મમળ રહિત થયો થકો સ્વયં પરમાત્મા પણ બની જાય છે. અહીં સર્વથા નિત્યપણું અથવા

Page 71 of 378
PDF/HTML Page 97 of 404
single page version

background image
અનિત્યત્વની કલ્પનાને દોષયુક્ત પ્રગટ કરતાં એ પણ બતાવ્યું છે કે આત્મા આદિ પ્રત્યેક
પદાર્થ સદા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘટમાં
માટીરૂપ પૂર્વપર્યાયનો વ્યય, ઘટરૂપ નવીન પર્યાયનો ઉત્પાદ તથા પુદ્ગલ દ્રવ્ય ઉક્ત બન્નેય
અવસ્થામાં ધ્રુવ સ્વરૂપે સ્થિત રહે છે. ૧૩૮.
(वसंततिलका)
आत्मानमेवमधिगम्य नयप्रमाण-
निक्षेपकादिभिरभिश्रयतैकचित्ताः
भव्या यदीच्छत भवार्णवमुत्तरीतु
मुत्तुङ्गमोहमकरोग्रतरं गभीरम् ।।१३९।।
અનુવાદ : આ રીતે નય, પ્રમાણ અને નિક્ષેપ આદિ દ્વારા આત્માનું સ્વરૂપ
જાણીને હે ભવ્ય જીવો! જો તમે ઉન્નત મોહરૂપી મગરોથી અતિશય ભયાનક અને
ગંભીર આ સંસારરૂપ સમુદ્રથી પાર થવાની ઇચ્છા રાખતા હો તો પછી એકાગ્રચિત્ત
થઈને ઉપર્યુક્ત આત્માનો આશ્રય કરો.
વિશેષાર્થ : જ્ઞાતાના અભિપ્રાયને નય કહે છે. તાત્પર્ય એ છે કે પ્રમાણ દ્વારા ગ્રહણ
કરવામાં આવેલ વસ્તુના એકદેશ (દ્રવ્ય અથવા પર્યાય આદિમાં) માં વસ્તુનો નિશ્ચય કરવો તેને નય
કહેવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદથી બે પ્રકારના છે. જે દ્રવ્યની મુખ્યતાથી
વસ્તુને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક તથા જે પર્યાયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે
પર્યાયાર્થિકનય કહેવાય છે. એમાં દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે
નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. જે
પર્યાયકલંકથી રહિત સત્તા આદિ સામાન્યની વિવક્ષાથી સર્વમાં અભેદ (એકત્વ)ને ગ્રહણ કરે છે
તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનય કહેવાય છે. એનાથી વિપરીત જે પર્યાયની પ્રધાનતાથી બે આદિ અનંત
ભેદરૂપ વસ્તુને ગ્રહણ કરે છે તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહારનય કહેવામાં આવે છે. જે સંગ્રહ અને
વ્યવહાર આ બન્નેય નયોના પરસ્પર ભિન્ન બન્ને (અભેદ અને ભેદ) વિષયોને ગ્રહણ કરે છે તેનું
નામ નૈગમનય છે. પર્યાયાર્થિક નય ચાર પ્રકારનો છે
ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
એમાં જે ત્રણ કાળ વિષયક પર્યાયોને છોડીને કેવળ વર્તમાનકાળ વિષયક પર્યાયને ગ્રહણ કરે છે
તે ૠજુસૂત્રનય છે. જે લિંગ, સંખ્યા (વચન), કાળ, કારક અને પુરુષ (ઉત્તમાદિ) આદિનો
વ્યભિચાર દૂર કરીને વસ્તુનું ગ્રહણ કરે છે તેને શબ્દનય કહે છે. લિંગવ્યભિચાર
જેમ સ્ત્રીલિંગમાં
પુલ્લિંગનો પ્રયોગ કરવો. જેમકે તારાને માટે સ્વાતિ શબ્દનો પ્રયોગ કરવો. ઇત્યાદિ વ્યભિચાર
શબ્દનયની દ્રષ્ટિએ અગ્રાહ્ય નથી. જે એક જ અર્થ શબ્દભેદથી અનેક રૂપે ગ્રહે છે તેને શબ્દનય
કહે છે. જેમ એક જ વ્યક્તિ ઇન્દન (શાસન) ક્રિયાના નિમિત્તે ઇન્દ્ર, શકન (સામર્થ્યરૂપ) ક્રિયાથી

Page 72 of 378
PDF/HTML Page 98 of 404
single page version

background image
શક્ર તથા પુરોના (નગરોના) વિદારણ કરવાથી પુરંદર કહેવાય છે. આ નયની દ્રષ્ટિમાં પર્યાય
શબ્દોનો પ્રયોગ અગ્રાહ્ય છે કેમકે એક અર્થનો બોધક એક જ શબ્દ હોય છે.
સમાનાર્થક અન્ય
શબ્દ તેનો બોધ કરાવી શકતો નથી. પદાર્થ જે ક્ષણે જે ક્રિયામાં પરિણત હોય તેને જે તે જ ક્ષણે
તે જ સ્વરૂપે ગ્રહે છે તેને એવંભૂતનય કહે છે. આ નયની અપેક્ષાએ ઇન્દ્ર જ્યારે શાસનક્રિયામાં
પરિણત હોય ત્યારે જ તે ઇન્દ્ર શબ્દનું વાચ્ય થાય, નહિ કે અન્ય સમયમાં પણ. પ્રમાણ સમ્યગ્જ્ઞાનને
કહેવામાં આવે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારનું છે. જે જ્ઞાન ઇન્દ્રિય, મન, પ્રકાશ
અને ઉપદેશાદિ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. તેના બે ભેદ
છે
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેને
મતિજ્ઞાન કહે છે. તે મતિજ્ઞાનથી જાણેલી વસ્તુના વિષયમાં જે વિશેષ વિચાર ઉત્પન્ન થાય છે તે
શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમાણ ત્રણ પ્રકારનું છે.
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન.
એમાં જે ઇન્દ્રિય આદિની અપેક્ષા ન કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી (પુદ્ગલ
અને તેનાથી સંબદ્ધ સંસારી પ્રાણી) પદાર્થનું ગ્રહણ કરે છે તેને અવધિજ્ઞાન કહે છે. જે જીવોના
મનોગત પદાર્થને જાણે છે તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે. સમસ્ત વિશ્વને યુગપદ ગ્રહણ કરનાર
જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. આ ત્રણેય જ્ઞાન અતીન્દ્રિય છે. નિક્ષેપ શબ્દનો અર્થ મૂકવું થાય છે.
પ્રત્યેક શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયા કરે છે. તેમાંથી ક્યા વખતે ક્યો અર્થ ઇષ્ટ છે, એ
બતાવવું તે નિક્ષેપ વિધિનું કાર્ય છે. તે નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના
છે. વસ્તુમાં વિવક્ષિત ગુણ અને ક્રિયા આદિ ન હોવા છતાં પણ કેવળ લોકવ્યવહાર માટે તેનું નામ
રાખવાને નામનિક્ષેપ કહેવાય છે.
- જેમ કોઈ વ્યક્તિનું નામ લોકવ્યવહાર માટે દેવદત્ત (દેવ દ્વારા
ન અપાવા છતાં) રાખવું. કાષ્ટકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્મ અને પાસાઓના નિક્ષેપ આદિમાં ‘તે આ
છે’ એ પ્રકારની જે કલ્પના કરવામાં આવે છે તેને સ્થાપના નિક્ષેપ કહે છે. તે બે પ્રકારનો છે
સદ્ભાવ સ્થાપના નિક્ષેપ અને અસદ્ભાવ સ્થાપના નિક્ષેપ. સ્થાપ્યમાન વસ્તુના આકારવાળી કોઈ
અન્ય વસ્તુમાં જે તેની સ્થાપના કરવામાં આવે છે તેને સદ્ભાવ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે
છે
જેમ ૠષભ જિનેન્દ્રના આકારભૂત પાષાણમાં ૠષભ જિનેન્દ્રની સ્થાપના કરવી. જે વસ્તુ
સ્થાપ્યમાન પદાર્થના આકારની નથી છતાં પણ તેમાં તે વસ્તુની કલ્પના કરવી તેને અસદ્ભાવ
સ્થાપના નિક્ષેપ કહેવાય છે,
જેમ શતરંજની ગોટીમાં હાથી, ઘોડા આદિની કલ્પના કરવી. ભવિષ્યમાં
થનારી પર્યાયની મુખ્યતાથી વસ્તુનું કથન કરવું તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. વર્તમાન પર્યાયથી લક્ષિત
વસ્તુના કથનને ભાવનિક્ષેપ કહેવામાં આવે છે. આ રીતે આ નિક્ષેપોના વિધાનથી અપ્રકૃતનું નિરાકરણ
અને પ્રકૃતનું ગ્રહણ થાય છે. ૧૩૯.
(मालिनी)
भवरिपुरिह तावद्दुःखदो यावदात्मन्
तव विनिहितधामा कर्मसंश्लेषदोषः

Page 73 of 378
PDF/HTML Page 99 of 404
single page version

background image
स भवति किल रागद्वेषहेतोस्तदादौ
झटिति शिवसुखार्थी यत्नतस्तौ जहीहि
।।१४०।।
અનુવાદ : હે આત્મન્! અહીં સંસારરૂપ શત્રુ ત્યાં સુધી જ દુઃખ દઈ શકે છે
જ્યાં સુધી તારામાં જ્ઞાનરૂપ જ્યોતિને નષ્ટ કરનાર કર્મબંધરૂપ દોષે સ્થાન પ્રાપ્ત કરેલું
છે. તે કર્મબંધરૂપ દોષ નિશ્ચયથી રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. તેથી મોક્ષસુખનો
અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્નપૂર્વક તે બન્નેને છોડી દે. ૧૪૦.
(स्रग्धरा)
लोकस्य त्वं न कश्चिन्न स तव यदिह स्वार्जितं भुज्यते कः
संबन्धस्तेन सार्घं तदसति सति वा तत्र कौ रोषतोषौ
काये ऽप्येवं जडत्वात्तदनुगतसुखादावपि ध्वंसभावा-
देवंनिश्चित्य हंस स्वबलमनुसर स्थायि मा पश्य पार्श्वम्
।।१४१।।
અનુવાદ : હે આત્મન્! ન તો તમે લોક (કુટુંબી જન આદિ)ના કોઈ છો
અને ન તે પણ તમારું કોઈ હોઈ શકે. અહીં તમે જે કાંઈ કમાયા છો તે જ (તમારે)
ભોગવવું પડે છે. તમારો તે લોક સાથે ભલા શું સંબંધ છે? અર્થાત્ કાંઈ પણ નથી.
તો પછી લોક ન હોય તો વિષાદ અને તે હોય તો હર્ષ શા માટે કરો છો? એવી
જ રીતે શરીરમાં રાગદ્વેષ ન કરવો જોઈએ, કેમ કે તે જડ (અચેતન) છે. તથા શરીર
સાથે સંબંધવાળા ઇન્દ્રિયવિષય ભોગજનિત સુખાદિકમાં પણ તમારે રાગ-દ્વેષ કરવો
ઉચિત નથી, કેમ કે તે વિનશ્વર છે. આ રીતે નિશ્ચય કરીને તમે તમારી સ્થિર
આત્મશક્તિનું અનુસરણ કરો. તે નિકટવર્તી લોકને સ્થાયી ન સમજો.
વિશેષાર્થ : કુટુંબ અને ધનધાન્યાદિ બાહ્ય સર્વ પદાર્થોનો આત્મા સાથે કાંઈ પણ
સંબંધ નથી. તે પ્રત્યક્ષ જ પોતાનાથી જુદા દેખાય છે. તેથી તેમના સંયોગમાં હર્ષિત અને
વિયોગમાં ખેદખિન્ન થવું યોગ્ય નથી. બીજું તો શું કહીએ? જે શરીર સદા આત્માની સાથે
જ રહે છે તેનો પણ સંબંધ આત્મા સાથે કાંઈ પણ નથી; કારણ કે આત્મા ચેતન છે અને
શરીર અચેતન છે. સ્પર્શનાદિ ઇન્દ્રિયોનો સંબંધ પણ તે જ શરીર સાથે છે, નહિ કે તે ચેતન
આત્મા સાથે. ઇન્દ્રિયવિષયભોગોથી ઉત્પન્ન થનારૂં સુખ વિનશ્વર છે
સ્થાયી નથી. તેથી હે
આત્મન્! શરીર અને તેની સાથે સંબંધવાળા સુખદુઃખાદિમાં રાગ-દ્વેષ ન કરતાં પોતાના સ્થાયી
આત્મરૂપનું અવલોકન કર. ૧૪૧.

Page 74 of 378
PDF/HTML Page 100 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
आस्तामन्यगतौ प्रतिक्षणलसद्दुःखाश्रितायामहो
देवत्वेऽपि न शान्तिरस्ति भवतो रम्ये ऽणिमादिश्रिया
यत्तस्मादपि मृत्युकालकलयाधस्ताद्धठात्पात्यसे
तत्तन्नित्यपदं प्रति प्रतिदिनं रे जीव यत्नं कुरु
।।१४२।।
અનુવાદ : હે આત્મન્! ક્ષણે ક્ષણે થતાં દુઃખના સ્થાનભૂત અન્ય નરક, તિર્યંચ
અને મનુષ્યગતિ તો દૂર રહો; પરંતુ આશ્ચર્ય તો એ છે કે અણિમા આદિરૂપ લક્ષ્મીથી
રમણીય દેવગતિમાં પણ તને શાન્તિ નથી. કારણ કે ત્યાંથી પણ તું મૃત્યુકાળ દ્વારા
બળજોરીથી નીચે પડાય છે. તેથી તું પ્રતિદિન તે નિત્યપદ અર્થાત્ અવિનશ્વર મોક્ષ
પ્રત્યે પ્રયત્ન કર. ૧૪૨.
(शार्दूलविक्रीडित)
यद् द्रष्टं बहिरङ्गनादिषु चिरं तत्रानुरागो ऽभवत्
भ्रान्त्या भूरि तथापि ताम्यसि ततो मुक्त्वा तदन्तर्विश
चेतस्तत्र गुरोः प्रबोधवसतेः किंचित्तदाकर्ण्यते
प्राप्ते यत्र समस्तदुःखविरमाल्लभ्येत नित्यं सुखम्
।।१४३।।
અનુવાદ : હે ચિત્ત! તે બાહ્ય સ્ત્રી આદિ પદાર્થોમાં જે સુખ જોયું છે તેમાં તને
ભ્રાંતિથી ચિરકાળ સુધી અનુરાગ થયો છે. છતાં પણ તું તેનાથી અધિક સંતપ્ત થઈ રહ્યો
છે. તેથી તેને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કર. તેના વિષયમાં સમ્યગ્જ્ઞાનના
આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઈક સાંભળવામાં આવે છે કે જે પ્રાપ્ત થતાં સમસ્ત
દુઃખોથી છૂટકારો પામીને અવિનશ્વર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૧૪૩.
(पृथ्वी)
किमालकोलाहलैरमलबोधसंपन्निधेः
समस्ति यदि कौतुकं किल तवात्मनो दर्शने
निरुद्धसकलेन्द्रियो रहसि मुक्त संगग्रहः
कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु
।।१४४।।
અનુવાદ : હે જીવ! જો તને નિર્મળ જ્ઞાનરૂપ સંપત્તિના આશ્રયભૂત આત્માના